13) ક્રિયાપદો :=
જ્યારે વાક્યમાં ક્રિયા દર્શાવતા પદોને ક્રિયાપદ કહે છે.
જ્યારે વાક્ય બનાવવામાં આવે ત્યારે વાક્યમાં
કર્તા+કર્મ+ ક્રિયાપદ એમ ત્રણેય મળીને વાક્ય સંપૂર્ણ બને છે જેમાં ક્રિયાપદ હંમેશા વાક્યમાં ક્રિયા દર્શાવે છે.
જેમકે વાક્યમાં ક્રિયાપદ માં રહેલા કર્મ છે કે નહીં તે જાણવા માટે શું અથવા કોણ થી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે કર્મ મળે છે સામાન્ય રીતે વાક્યમાં બે પ્રકારના કર્મ હોય છે.
1) મુખ્ય કર્મ :=
જ્યારે વાક્યમાં મુખ્ય કર્મ છે કે નહીં તે જાણવા માટે શું થી પ્રશ્ન પૂછવામાં આવે છે ને જે કર્મ મળે છે તેને મુખ્ય કર્મ કહેવાય છે.
2) ગૌણ કર્મ:=
જ્યારે વાક્યમાં ગૌણ કર્મ છે કે નહીં તે જાણવા માટે કોણ થી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે જે કર્મ મળે છે તેને ગૌણ કર્મ કહેવાય છે.
1) અકર્મક ક્રિયાપદ:=
જે ક્રિયાપદ વાળુ વાક્ય એ કર્મ વગરનું હોય અથવા કર્મનો ઉપયોગ કરવામાં ના આવ્યો હોય તેવા વાક્યને અકર્મક ક્રિયાપદ કહેવાય છે.
જેમકે,
ઉદા:= 1) કૌશલ્યા જમે છે.
આ વાક્યમાં શું થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કર્મ મળતું નથી શું જમે છે? જવાબ મળતો નથી એટલા માટે અકર્મક ક્રિયાપદ બને છે.
ઉદા:=2) વિશાલ નાચે છે.
આ વાક્યમાં શું થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કર્મ મળતું નથી શું નાચે છે? જવાબ મળતો નથી એટલા માટે અકર્મક ક્રિયાપદ બને છે.
2) સકર્મક ક્રિયાપદ:=
જે ક્રિયાપદ વાળા વાક્યમાં કર્મનો ઉપયોગ થયો હોય અથવા કર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને સકર્મક ક્રિયાપદ કહેવાય છે.
ઉદા:= 1) કેતન દ્વારા પુસ્તક વંચાય છે.
આ વાક્યમાં શું વડે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કર્મ મળે છે કે શું વંચાય છે? ત્યારે જવાબ મળે છે કે-> પુસ્તક આમ આના કારણે સકર્મક ક્રિયાપદ બને છે.
ઉદા:=2) યુવરાજ ગીત ગાઇ છે.
આ વાક્યમાં શું વડે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કર્મ મળે છે કે શું ગાય છે? જવાબ મળે છે -> ગીત જેમના કારણે સકર્મક ક્રિયાપદ બને છે.
3) દ્વિકર્મક ક્રિયાપદ:=
જે ક્રિયાપદ વાળા સકર્મક વાક્યમાં બે કર્મનો એક સાથે ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે દ્રીકર્મક ક્રિયાપદ બને છે જેમાં મુખ્યત્વે બે પ્રકારની ક્રિયા થતી હોય છે જેમાં શું વડે પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ અને કોણ વડે પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળે છે.
જેમકે,
ઉદા:= વિશાલ વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે.
આ વાક્યમાં શું થી પ્રશ્ન પૂછવામાં આવે તો શું ભણાવે છે? જવાબ મળે છે -> ગણિત.
અને જ્યારે કોણ થી પ્રશ્ન પૂછવામાં આવે કે કોણ ભણાવે છે? જવાબ મળે છે -> વિશાલ આવી રીતે બે કર્મ મુખ્ય અને ગુણ હોવાથી દ્રીકર્મક ક્રિયાપદ બને છે.
4) સંયુક્ત ક્રિયાપદ:=
જે ક્રિયાપદ વાળા વાક્યમાં બે ક્રિયાપદો એક સાથે આવીને એક જ ક્રિયા દર્શાવે ત્યારે તે ક્રિયાપદને સંયુક્ત ક્રિયાપદ કહેવાય છે.
ઉદા:= વિરાટ ને દોરડાથી બાંધી દીધો.
ઉપરના વાક્યમાં બે ક્રિયાપદો જોવા મળે છે બાંધી અને દીધો જેમાં બાંધવું એ એક ક્રિયા છે અને દીધો એ એક ક્રિયા છે જે બાંધી દીધો થઈને ક્રિયા પૂર્ણ કરે છે જેમના કારણે સંયુક્ત ક્રિયાપદ બને છે.
5) સહાયકારક ક્રિયાપદ.
જે ક્રિયાપદ વાળા વાક્યમાં મુખ્ય ક્રિયાપદને સમય કે અર્થ દર્શાવવા માટે મદદ કરે તેવા ક્રિયાપદ ને સહાયકારક ક્રિયાપદ કહેવાય છે.
જ્યારે કોઈપણ ઘટના બની હોય છે તે ઘટનાને પૂર્ણ કરવા માટે અંતે ક્રિયાવાચક શબ્દનો ઉપયોગ કરવામાં આવે તેને સહાયકારક ક્રિયાપદ કહેવાય છે.
જેમકે:=1) હું આવતી કાલે ગાંધીનગર ગયો હશે.
ઉપરના વાક્યમાં ગાંધીનગર ગયો તેવું દર્શાવવામાં આવ્યું છે પરંતુ વાક્યમાં હશે દર્શાવવાથી વાક્ય પૂર્ણ થયું લાગે છે જેમા તેમનો અર્થ સુચવવામાં મદદ કરે છે જેથી સહાયકારક ક્રિયાપદ બને છે.