pediatric-2017
Q-1 a. Define Hydrocephalus. 02 હાઇડ્રોસેફેલસની વ્યાખ્યા આપો.
હાઈડ્રોસેફેલસ એ બાળકના નર્વસ સિસ્ટમની એક એબનોર્માલીટી છે.
જેમા બાળકના બ્રેઇન ની અંદર આવેલા વેન્ટ્રિકલ્સ મા ફ્લૂઇડ નુ એબનોર્મલ કલેક્શન થાય છે.
આ ફ્લૂઈડ એ સેરેબ્રો સ્પાઇનલ ફ્લૂઈડ હોય છે જેનો ભરાવો થવાનુ કારણ એ કા તો તેનુ એબસોર્પશન નોર્મલ થતુ નથી અને કાતો તેનુ પ્રોડક્શન એ નોર્મલ કરતા વધારે થતુ હોય છે.
આમ સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડના ઇમ્બેલન્સ ના કારણે તેનો ભરાવો બ્રેઇનના વેન્ટ્રિકલમા થાય તેને હાઈડ્રોસેફેલસ તરીકે ઓળખવામા આવે છે. હાઈડ્રોસેફેલેસ એ સીએસએફ ના પાથ વે મા ઓબસ્ટ્રક્શન આવવાના લીધે પણ થાય છે.
આ કન્ડિશન ના લીધે બ્રેઇનના વેન્ટ્રિકલ અને હેડ નુ એન્લાર્જમેન્ટ જોવા મળે છે. જેના લીધે હેડનો સરકમફરન્સ વધે છે અને હેડ નોર્મલ કરતા મોટુ દેખાય છે.
b. Write the clinical manifestation of hydrocephalus. 04 હાઇડ્રોસેફેલસના ક્લીનિકલ મેનીફેસ્ટેશન લખો
હાઈડ્રોસેફેલોસ એ મુખ્યત્વે બે રીતે જોવા મળે છે. કોન્જીનેટલ અને એકવાયર્ડ.
હાઈડ્રોસેફેલસ ના લક્ષણો નો આધાર તેના ટાઈપ તેમજ ડીસીઝ ની સિવિયારીટી મુજબ જોવા મળે છે.
આ કન્ડિશનમા જોવા મળતા સામાન્ય ક્લિનિકલ મેનીફેસ્ટેશન્શ નીચે મુજબ છે.
તેમા હેડનુ એનલાર્જમેન્ટ એક્સેસિવ જોવા મળે છે. તેના લીધે ફ્રન્ટાનેલ્સ બલ્જીંગ (ઉપસેલ) જોવા મળે છે. ક્રેનિયલ સુચર્સ ઓપન રહે છે, જે ક્લોઝ થવામા પણ તકલીફ જોવા મળે છે. તેનુ ક્લોઝર મોડુ થાય છે.
સ્કાલપ ના ભાગે વેન્સ ઉપસી આવે છે અને હેડનો ભાગ એ ફ્લૂઇડ ભરવાના કારણે ચળકતો જોવા મળે છે.
બાળકના હેડ નુ પરકશન કરતા ક્રેકડ પોટ ટાઈપ નો રેજોનન્સ જોવા મળે છે. આ સાઇન ને મેકવન્સ સાઇન તરીકે પણ ઓળખવામા આવે છે.
બાળકની આંખો એ નીચેની બાજુએ ઝુકેલી હોય છે. સ્કલેરા નો મોટો ભાગ કોર્નીયા ના ઉપરના ભાગે દેખાય છે. આ પ્રકારની આંખને સનસેટ આય તરીકે ઓળખવામા આવે છે.
આ કન્ડિશનમા ઇન્ટ્રા ક્રેનીયલ પ્રેસરમા વધારો થાય છે. જેના લીધે નોસિયા, વોમિટિંગ, રેસ્ટલેસનેસ, ઈરીટેબિલિટી તથા હાઈ પિચ ક્રાય જોવા મળે છે.
બાળકમા ટેમ્પરેચર અને બ્લડ પ્રેશર મા પણ વધારો જોવા મળે છે.
વધુમા મસલ્સ સ્પાસ્ટીસીટી, એટેકસીયા, પેપીલો એડીમા, યુરીનરી ઈનકોન્ટીનેન્સી અને ધીરે ધીરે મેન્ટલ એક્ટિવિટીમા પણ ઘટાડો જોવા મળે છે.
ઉપરોક્ત ક્લિનિકલ મેનીફેસ્ટેશન્શ હાઇડ્રોસેફેલેસ મા જોવા મળે છે. સિમટમ્સ મા વધારો કે ઘટાડો એ ડીસીઝ કન્ડિશનની સિવિયારીટી પર આધાર રાખે છે. જો ડીસીઝ કંડીશન વધારે સિવિયર હોય તો ન્યુરોલોજિકલ ડિસ્ટર્બન્શ વધારે જોવા મળે છે.
c. Describe the nursing management of patient with hydrocephalus. હાઇડ્રોસેફેલસના દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો. 06
હાઈડ્રો સેફેલોસના દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
હાઈડ્રોસેફેલસ ની કન્ડિશન વાળા બાળક ના ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેસર ના વધારા માટે કંટીન્યુઅસ મોનિટરિંગ કરવુ જોઈએ. જો કોઈ પણ icp increase થવાના ચિન્હો કે લક્ષણો દેખાતા હોય તો તરત જ નોટિફાય કરી ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ.
હેડ સરકમફરન્સ એ રેગ્યુલર મોનિટરિંગ કરવો જોઈએ.
બાળકનુ બિહેવિયર અને તેની ક્રાય પેટર્ન ખાસ મોનિટેરિંગ કરવી જોઈએ. તેનુ રેસ્ટલેસનેસ લેવલ કે ઈરીટેબિલિટી લેવલ ખાસ ચેક કરવુ જોઈએ.
બાળકની મુવમેન્ટ દરમિયાન બાળકના હેડ અને બોડીના ભાગને સપોર્ટ આપવો જોઈએ જેથી કોઈપણ પ્રકારની નુકસાન કે ઇંજરી ન થાય.
બાળકના હેડના ભાગે સૂતી વખતે એક સ્પંજ દ્વારા સપોર્ટ આપવો જોઈએ જેથી હેડના ભાગે ઇંજરી અટકાવી શકાય તથા કમ્ફર્ટેબલ પોઝિશન મેન્ટેઇન કરી શકાય અને હેડ પર આવતુ પ્રેશર મીનીમાઈઝ કરી શકાય.
જો બાળકને ઓપરેશન કરેલુ હોય તો શન્ટ ના ભાગની કેર તથા ત્યા ઇન્ફેક્શન ના લાગે તેના પગલાઓ લેવા જરૂરી છે.
શન્ટ ની પોઝીશન તથા તેની વર્કિંગ કન્ડિશન માટે સતત મોનિટરિંગ કરતુ રહેવુ જોઈએ.
બાળકના વાઈટલ સાઇન નુ સતત ઓબ્ઝર્વેશન કરવુ જોઈએ.
બાળકને આઈવી ફ્લૂઈડ તેમજ નેઝૉ ગેસ્ટ્રીક ફ્લૂઇડ મેન્ટેઈન કરવુ અને તેના ઇનપુટ અને આઉટપુટ ના ચાર્ટ નુ ખાસ મોનિટરિંગ કરવુ જોઈએ.
બાળકની ન્યુટ્રીશનલ નીડ ખાસ પૂરી થાય તે બાબતે પ્લાન કરવો જોઈએ.
બાળકની સ્કીન ઇન્ટીગ્રિટી મેન્ટેઇન કરવી ખાસ જરૂરી છે. બાળકની જરૂરિયાત મુજબ પોઝિશન ચેન્જ કરતી રહેવી જેથી બેડ સોર અટકાવી શકાય.
બાળકને જરૂરિયાત મુજબ એક્સરસાઇઝ પણ સૂચવી શકાય છે.
બાળકના માતા પિતાને દરેક પ્રોસિજર અને માહિતી વિશે જણાવી તેની એન્ઝાઇટી લેવલ ઓછી કરી શકાય છે.
બાળક સાથેના દરેક પ્રોસિજર કરતી વખતે એસેપ્ટિક ટેકનીક મેન્ટેઇન કરી ઇન્ફેક્શન કરી શકાય છે.
બાળકની જનરલ કન્ડિશન વિશે ખાસ મોનિટરિંગ કરવુ તથા બાળકના માતા પિતાને પણ રૂટીન કેર તથા રેગ્યુલર મોનિટરિંગ માટે સમજાવવુ. જો કોઈ પણ એબનોર્માલીટીના લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ કે ડોક્ટરનો સંપર્ક કરવા માટે જણાવવુ.
OR
a, Define megacolon. 02 મેગાકોલોનની વ્યાખ્યા આપો.
આ એક પ્રકારની ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની કોન્જીનેટલ એનોમલી છે.
તેને હર્ષપ્રૂંગ ડીસીઝ તરીકે પણ ઓળખવામા આવે છે.
જ્યારે ઇન્ટેસ્ટાઇનના ભાગે તેની દીવાલમા ગેંગલીઓનીક નર્વ સેલ આવેલા ન હોય ત્યારે તેની ખામીના કારણે તે ભાગ ફૂલીને પહોળો થઈ જાય છે. આ તકલીફને મેગા કોલોન અથવા એગેંગલીઑનિક મેગા કોલોન તરીકે ઓળખવામા આવે છે.
ઇન્ટેસ્ટાઇન ની મસ્ક્યુલર લેયર અને સબમ્યુકોઝલ લેયરમા આ નર્વ સેલ એબસન્ટ હોય છે.
આ તકલીફ ઇન્ટેસ્ટાઈન ના અમુક ભાગ પૂરતી હોય છે અથવા તો પુરા ઇન્ટેસ્ટાઇનના ભાગ સુધી પણ ફેલાયેલી હોઈ શકે છે. મુખ્યત્વે આ તકલીફ એ રેકટમ અને સિગ્મોઈડ કોલોન ના ભાગ પાસે જોવા મળે છે.
b. Enlist the clinical manifestation of megacolon. 04 મેગાકોલોનના લક્ષણોની યાદી બનાવો.
બાળકના ક્લિનિકલ મેનિફેસ્ટેશન નો આધાર ઇન્ટેસ્ટાઇન નો કયો ભાગ અફેક્ટ થયેલો છે અને કેટલા ભાગમા ડિફેક્ટ થયેલી હોય તેના પર આધાર રાખે છે.
આ ડીસીઝ કન્ડિશનના સિમ્પ્ટમ્સ અને સાઇન નો આધાર એ નીઓનેટમા અને બાળકોમા અલગ અલગ રીતે જોવા મળે છે.
જન્મ પછી આ કન્ડિશન વાળા બાળકમા સામાન્ય રીતે સ્ટૂલ એટલે કે મેકોનિયમ પાસ થતુ નથી અથવા તો બહુ જ લેટ પાસ થાય છે.
બાળકમા ઇન્ટેસ્ટાઈન નુ કન્ટેન્ટ બેક ફલો થવાના કારણે બાઈલ અને ફિકલ મેટર વાળી વોમિટિંગ પણ જોવા મળે છે.
બાળકમા એબડોમિનલ ડીસ્ટેન્શન અને કોન્સ્ટીપેશન જોવા મળે છે.
બાળકમા એનોરેકશિયા અને ડીહાઇડ્રેશન જોવા મળે છે. જેથી તેની ન્યુટ્રિશનલ નીડ પૂરી ન થવાના કારણે ફેલ્યોર ટુ થ્રાઈવ ની કન્ડિશન પણ જોવા મળે છે. જેમા બાળકના ગ્રોથ કેરેક્ટરિસ્ટિક્સમા ઉંમર મુજબ ઓછો વધારો જોવા મળે છે.
મોટા બાળકોમા ન્યુબોર્ન જેવા તાત્કાલિક સિમટમ્સ જોવા મળતા નથી અને કોલોનમા અફેક્ટેડ ભાગ એ નાનો અથવા ઓછો જોવા મળે છે. જેના ચિન્હોનો લક્ષણોમા..
એબડોમીનલ ડિસ્ટેન્શન અને એબડોમિનલ ડીસકમ્ફર્ટ તથા ઈરીટેબલિટી બાળકમા ખાસ જોવા મળે છે.
બાળકમા ક્રોનિક કોન્સ્ટીપેશન જોવા મળે છે.
બાળકમા એબડોમન ના ભાગે પેરિસ્ટાલ્સીસ મૂવમેન્ટ ફીલ કરી શકાય છે તથા તે ભાગની સુપર ફેશિયલ વેન્સ પણ ડાઈલેટેડ હોય તેવુ ઓબ્ઝર્વેશન કરી શકાય છે.
બાળકમા ડાયેરિયા અને કોન્સ્ટિપેશન અલ્ટરનેટીવ જોવા મળતા હોય છે. જેમા સ્ટુલ એ ખાસ રીબન લાઇક, પ્રવાહી જેવુ સ્ટુલ પાસ થાય છે.
બાળકમા માલ ન્યુટ્રીશન, એનિમિયા અને ફેલ્યોર ટુ થ્રાઇવ ની કેરેક્ટરિસ્ટ જોવા મળે છે.
c. Describe nursing management of patient with megacolon. 06 મેગાકોલોનના દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
મેગા કોલોન એ બાળકોમા જોવા મળતી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની એક કોન્જિનેટલ એનોમલી છે. જેને ખાસ કરીને સર્જીકલી ટ્રીટ કરવામા આવે છે. તેમા ડિસ્ટેનડેડ પોર્શન વાળો કોલોનનો ભાગ રીમુવ કરી એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસીસ કરવામા આવે છે.
આ કન્ડિશન ને લગતુ પેરી ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ નીચે મુજબ છે.
બાળક ના વાઈટલ સાઈન રેગ્યુલર ચેક કરવા જોઈએ, જેથી તેની જનરલ કંડીશન નુ એસેસમેન્ટ થઈ શકે.
ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટિબાયોટિક દવાઓ આપવી.
બાળકનુ હાઇડ્રેશન લેવલ મેન્ટેન કરવુ.
ડેઇલી રેક્ટલ વોસ prescribe કરેલા સોલ્યુશન વડે આપવામા આવે છે. વોશ કર્યા બાદ રિટર્ન આવતા સ્ટુલ ની ફ્રિકવન્સી, કલર અને એમાઉન્ટ નોટ કરવામા આવે છે.
બાળકનુ ન્યુટ્રીશનલ લેવલ મેન્ટેન કરવુ ખાસ જરૂરી હોય છે.
બાળકની ઓપરેશન પછી ની ખાસ કાળજી લેવી જેમા સર્જરી વાળી જગ્યાએ ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે ધ્યાન રાખવુ જરૂરી છે. ડેયલી એસેપ્તિક ટેકનીકથી ડ્રેસિંગ કરવુ જરૂરી છે.
બાળકને સર્જરી પછી એબડોમન પર એક ઓપનિંગ કરવામા આવે છે. જે ઓપનિંગને સ્ટોમા કહેવામા આવે છે. આ પ્રોસિજરને કોલોસ્ટોમી કહેવામા આવે છે. આ કોલોસ્ટોમી ના ઓપનિંગ વાળા ભાગ એટલે કે સ્ટોમાની ખાસ કાળજી લેવી જરૂરી છે. જેમા તેનુ ડ્રેસીંગ, તેની સ્કીન કેર, તેની ડ્રેનેજ કેર અને તે ભાગમા ઇન્ફેકશન ન લાગે તે માટે ખાસ કાળજી લેવી જરૂરી છે.
કોલોસ્ટોમીના નોર્મલ ફંકશન માટે રેગ્યુલર ચેક કરતુ રહેવુ જરૂરી છે.
કોલોસ્ટોમી વાળી જગ્યા પર ઝીંક પેસ્ટ એપ્લાય કરવા માટે સમજાવો.
હાઈજીન અને ક્લીનલીનેસ મેન્ટેઇન કરવા માટે સમજાવો.
હોસ્પિટલ માથી બાળકને ડિસ્ચાર્જ આપ્યા પછી મધર ફાધરને આ તમામ કેર ને લગતા પ્રોસિજર ઘરે કરવા માટે સમજાવવુ. જરૂર જણાય ત્યારે ફોલોઅપ કેર અને હોસ્પિટલ આવવા માટે સમજાવુ. બાળકનુ ડેઇલી એસેસમેન્ટ કરવુ. કોઈ પણ કોમ્પ્લિકેશન જણાય તો હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરવા કહેવુ.
Q.2. a. Define nephrotic syndrome. 02 નેફ્રોટીક સીન્ડ્રોમની વ્યાખ્યા આપો.
નેફ્રોટીક સિન્ડ્રોમ ની વ્યાખ્યા આપો..
આ યુરીનરી સિસ્ટમનો એક ડીસીઝ છે. જે બાળકોમા કોમનલી હોસ્પિટલાઇઝેશન નુ કારણ બને છે.
આ સિન્ડ્રોમ મા એક કરતા વધારે કન્ડિશનના સાઇન એન્ડ સિમટમ્સ જોવા મળે છે. નેફ્રૉટીક સિન્ડ્રોમ મુખ્યત્વે ના લક્ષણો મા ખૂબ જ એડીમા(સોજો), હાઇપો આલબ્યુમીનેમિયા, આલ્બ્યુમીન યુરિયા અને હાઇપર લિપિડેમિયા એટલે કે હાઇપર કોલેસ્ટેરોલેમિયા તરીકે જોવા મળે છે.
નેફ્રૉટીક સિન્ડ્રોમ કિડનીની એક તકલીફ છે. જેમા ગ્લોમેરુલર પરમીએબિલિટી વધે છે, જે બ્લડ પ્લાઝમા મા રહેલા પ્રોટીનને ફિલ્ટર કરે છે. જેના લીધે પ્રોટીન નુ પ્રમાણ યુરિનમા વધે છે અને બ્લડમા પ્રોટીન નુ પ્રમાણ ઘટે છે.
બ્લડમા પ્રોટીન નુ પ્રમાણ ઘટવાના કારણે બ્લડમા રહેલુ પ્રવાહી એ કેપેલેરીમાથી આજુબાજુની ટીશ્યુ અને સેલમા ટ્રાન્સફર થાય છે. જેથી એડીમા એટલે કે સોજો જોવા મળે છે.
આમ નેફ્રૉટીક સિન્ડ્રોમ એ ખૂબ કોમ્પ્લેક્સ અને બાળકોમા એક કોમન પીડીયાટ્રીક પ્રોબ્લેમ છે.
b. Enlist the symptoms of nephrotic syndrome. 04 નેફ્રોટીક સીન્ડ્રોમના લક્ષણોની યાદી બનાવો.
નેફ્રૉટીક સિન્ડ્રોમ મા આ કન્ડિશન એ ધીમે ધીમે આગળ વધે છે અથવા ક્યારેક તે એક્યુટ કન્ડિશનમા પણ જોવા મળે છે. કન્ડિશનની સિવીયારિટી મુજબ સાઇન અને સીમટમ્સ જોવા મળે છે.
બાળકની આંખોની આજુબાજુએ સોજા જોવા મળે છે એટલે કે પેરી ઓર્બિટલ પફીનેશ જોવા મળે છે.
બાળક ના વજનમા ટૂંકા ગાળામા વજનમા ઘણો વધારો જોવા મળે છે.
શરીરમા પગના ભાગે, સ્ક્રોટમ ના ભાગે,હાથના ભાગે તમામ જગ્યાએ એડીમા જોવા મળે છે. આ જનરલાઈઝડ એડીમા ને એનાસારકા તરીકે ઓળખવામા આવે છે.
આ સોજા વાળા ભાગને દબાવવામા આવે ત્યારે તેમા ખાડો પડે એટલે કે પીટીંગ એડીમા જોવા મળે છે. આ સોજો આવવાના કારણે સ્કીન સ્ટ્રેચ થવાથી સ્કીનમા સ્ટ્રાયા પણ જોવા મળે છે. સ્કીન ડેમેજ થવાના લીધે ત્યા લોકલ ઇનફેક્શન ના પણ ચાન્સ રહેલ હોય છે.
યુરીનમા પ્રોટીન એક્સક્રીટ થાય છે, તેને પ્રોટીન્યુરિયા કહેવામા આવે છે અને બ્લડમા પ્રોટીનનુ પ્રમાણ ઘટે છે જેને હાઇપો આલબીયુમીનેમિયા કહેવામા આવે છે.
આ ઉપરાંત બાળકમા ડાયેરીયા, વોમીટીંગ તથા એનોરેકસીયા જોવા મળે છે.
યુરીન આઉટપુટ નોર્મલ કરતા ઓછુ જોવા મળે છે.
બાળકમા એનિમિયા ના લક્ષણો જોવા મળે છે.
લીવર એન્લાર્જમેન્ટ તથા બ્લડ પ્રેસરમા વધારો પણ જોવા મળે છે.
હાઇપો આલબ્યૂમીનેમિયા ના કારણે એસાઈટીસ, પ્લુરલ ઇફ્યુઝન, રેસ્પાયરેટરી ઇન્ફેક્શન વગેરે પ્રોબ્લેમ્સ જોવા મળે છે.
અમુક કેસ મા મસલ્સ વાસ્ટિંગ પણ જોવા મળે છે.
બાળક ના માલ ન્યુટ્રિશન અને ફેલ્યોર ટુ થ્રાઇવ ની કન્ડિશન પણ જોવા મળે છે.
c. Describe nursing management of patient with nephrotic syndrome. નેફ્રોટીક સીન્ડ્રોમના દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો. 06
નેફ્રૉટીક સિન્ડ્રોમના મેનેજમેન્ટમા બાળકને ખાસ બેડ રેસ્ટ આપવાનો હોય છે તથા હાઈ પ્રોટીન ડાયેટ આપવામા આવે છે.
તેને ફ્લૂઇડ ઇન્ટેક મીનીમમ આપવામા આવે છે તથા ઇનપુટ અને આઉટપુટ નો ખાસ રેકોર્ડ મેન્ટેઇન કરવામા આવે છે.
બાળકની હોસ્પિટલાઇઝેશન દરમિયાનની ખાસ કેર લેવાવી જોઈએ તેને અને તેના માતા પિતાને ડીસીસ કન્ડિશન તથા તેના તમામ આસ્પેકટ વિશે માહિતી આપવી જોઈએ જેથી તેની એન્ઝાઈટી ઓછી થઈ શકે અને તેનુ કોઓપરેશન પણ મેળવી શકાય.
બાળકના વાઇટલ સાઇન નુ રેગ્યુલર મોનિટરિંગ કરવુ જરૂરી હોય છે.
ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરવામા આવેલ મેડિસિન સમયસર આપવી તથા તેનુ રેકોર્ડિંગ જાળવવુ.
બાળકની ન્યુટ્રીશનલ નીડ ની ખાસ ધ્યાન રાખવુ તેમજ તેને આપવામા આવેલ તમામ ડાયટ તથા ફ્લુઇડ નો રેકોર્ડ રાખવો.
બાળકને તેના ખોરાકમા સપ્લીમેન્ટરી વિટામિન અને મિનરલ્સ પ્રોવાઇડ કરવા.
બાળકના તમામ પ્રોસિજર એસેપ્ટીક ટેકનીક થી કરવા તથા તેની કેર મા ઇન્ફેક્શન પ્રિવેન્શન ના મુદ્દાઓ ધ્યાનમા લેવા.
બાળકની સ્કીન કેર ખાસ લેવાવી જોઈએ અને સ્કીન બ્રેક ડાઉન થતી અટકાવવી તથા અલ્ટરનેટીવ પોઝિશન ચેન્જ કરીને બેડ સોર થતા પણ અટકાવવા.
બાળક ની જનરલ કન્ડિશન માટે દરરોજ એસેસ કરતા રહવુ જોઈએ જેમાં તેનો વેઇટ, વાઈટલ સાઇન, એલર્ટ લેવલ વગેરે .. જો આમા કોઈ પણ પ્રકાર ની એબનોર્માલિટી જણાય ટો તાત્કાલિક ઇન્ટરવેન્શન લેવાવા જોઈએ.
બાળક ની હાઇજિન ની કેર લેવાવી જોઈએ તથા તેના ફિંગર નેલ્સ શોર્ટ રાખવા જોઈએ જેથી તેને ઇન્જરી અટકાવી શકાય.
બાળક ની પ્લે અને રીક્રીએશનલ એક્ટિવિટી ને ધ્યાને રાખી અલગ અલગ બેડ પર થઇ શકતી એક્ટિવિટી કરી તેનુ માઇન્ડ ડાઇવર્ટ કરવુ જોઈએ.
Q.3Write Short Answers (Any Two) ટૂંકમાં જવાબ આપો. (કોઇપણ બે) 2×6=12
a. Describe about under five clinic. અન્ડર ફાઇવ ક્લીનીક વિશે લખો.
અંડર ફાઇલ ક્લિનિક નો કન્સેપ્ટ એ વેલ બેબી ક્લિનિક પરથી આવેલ છે. જેનો હેતુ પાંચ વર્ષથી નીચેના બાળકો માટે કોમ્પ્રીહેંસીવ હેલ્થ સર્વિસીસ આપવાનો છે.
પાંચ વર્ષથી નીચેના બાળકો એ કોઈપણ ડીસીસ થવા માટે હાઈ રીસ્ક ગ્રુપ છે. આ ગ્રુપના બાળકો મા ઘણા કારણોના લીધે મોર્બીડિટી અને મોર્ટાલિટી રેશિયો વધારે જોવા મળે છે.
આ બધા જ કારણો મા મોટાભાગના કારણો એ પ્રિવેન્ટ કરી શકાય એ પ્રકારના હોય છે. જેથી અંડર ફાઈવ ક્લિનિક દ્વારા પ્રીવેન્ટીવ સર્વિસીસ ની સાથે સાથે હેલ્થ સુપરવિઝન, ટ્રીટમેન્ટ અને ન્યુટ્રિશનલ સર્વેન્સ ની મદદથી બાળકોનુ આરોગ્ય સ્વસ્થ અને તંદુરસ્ત જાળવી શકાય છે અને મોર્ટાલિટી અને મોર્બીડીટી નો રેટ ઘટાડી શકાય છે.
અંડર ફાઈવ ક્લિનિક ચલાવવા માટે તે સામાન્ય રીતે દરેક વ્યક્તિ પહોંચી શકે તે મુજબ ના એરિયામા હોવુ જોઈએ. તેને ટ્રેઇન્ડ હેલ્થ વર્કર દ્વારા ચલાવવામા આવતુ હોવુ જોઈએ. આ વર્કર દ્વારા મધર અને બાળકોની રેગ્યુલર હોમ વિઝીટ થવી જોઈએ.
અંડર ફાઈવ ક્લિનિકમા નીચે મુજબની સર્વિસીસ પ્રોવાઇડ કરવામા આવે છે. જે દરેક સર્વિસીસ એક ટ્રાયએંગલ સિમ્બોલ ના સ્વરૂપમા એરેન્જ કરવામા આવેલ હોય છે. આ સર્વિસીસ નીચે મુજબ છે.
કેર ઇન ઇલનેશ…
જ્યારે કોઈપણ બાળક બીમાર હોય ત્યારે હેલ્થ કેર પર્સન દ્વારા તેની કેર લેવાવી જોઈએ અને તેને ટ્રીટમેન્ટ મળવી જોઈએ. હાલના સમયમા દરેક સેન્ટર પર મુખ્યત્વે આ પ્રકારની કેર બાળકોને આપવામા આવે છે. હેલ્થ કેર આપતા વ્યક્તિ ટ્રેઇન્ડ હોય છે અને તે બધા જ પ્રકારની હેલ્થ કેર સર્વિસીસ આપવા માટે કેપેબલ હોય છે.
આમા કોઈ પણ પ્રકારની ઇલનેસ નુ સમયસર નિદાન કરવુ અને તે મુજબ તેની સારવાર કરવામા આવે છે. દાખલા તરીકે ડાયેરિયા ના કેસમા બાળક નુ અસેસમેન્ટ કરી ઓઆરએસ (ORS) થેરાપી આપવામા આવે છે. આ ઉપરાંત ગ્રોથ અને ડેવલપમેન્ટ ને લગતા ડિસઓર્ડરનુ સમયસર નિદાન કરી એ મુજબ સારવાર આપવામા આવે છે . બાળકને જરૂર જણાય ત્યારે રેફરલ સર્વિસિસ પણ આપવામા આવે છે.
એડિકવેટ ન્યુટ્રીશન…
બાળકના જન્મ પછી તેના ગ્રોથ અને ડેવલપમેન્ટ નો મુખ્ય આધાર એ ઇફેક્ટિવ ન્યુટ્રીશન પર રહેલો હોય છે. જો બાળકને જન્મ પછી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ મળે તથા યોગ્ય વિનિંગ અને બેલેન્સ ડાયટ મળે તો તેનો ગ્રોથ અને ડેવલપમેન્ટ બરાબર થાય છે.
આ સમય દરમિયાન બાળકમા ન્યુટ્રીશનલ ડેફિસિયન્સી ડીસઓર્ડર જેવા કે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન, એનિમિયા તથા ઘણા ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી ડીસઓર્ડર જેવા કે બ્લાઈન્ડનેશ, રીકેટસ વગેરે યોગ્ય ન્યુટ્રીશન ન મળતા જોવા મળે છે. આ ડિસઓર્ડર ને ગ્રોથ મોનિટરિંગ દ્વારા અર્લી આઈડેન્ટીફાય કરવામા આવે છે અને ગ્રોથ ચાર્ટ મેન્ટેઇન કરવાથી તેના વિશે માહિતી પણ મળે છે.
આ ઉપરાંત ફિઝિકલ એક્ઝામિનેશન અને અમુક લેબોરેટરી ટેસ્ટ દ્વારા પણ આ ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી ડિસઓર્ડર નુ નિદાન કરી શકાય છે. આ તમામ તકલીફ એ યોગ્ય ન્યુટ્રિશન આપવાથી તથા સપ્લીમેન્ટરી ફીડિંગ આપવાથી નિવારી શકાય છે.
આઈ સી ડી એસ જેવા ન્યુટ્રિશનલ સપ્લીમેન્ટરી ફીડીંગ પ્રોગ્રામ પણ આ પ્રકારના ડીસઓર્ડર પ્રિવેન્ટ કરવા માટે અગત્યનુ કાર્ય કરે છે.
ઇમ્યુનાઈઝેશન..
અંડર ફાઈવ ક્લિનિકમા ઇમ્યુનાઈઝેશન દ્વારા સિક્સ કિલર ડીસીઝ સામે પ્રોટેકશન મળે છે. જેવા કે ટ્યુબરક્યુલોસિસ, પોલિયો, ડીપ્થેરિયા, પર્ટુસીસ, ટીટેનસ અને મિઝલ્સ.
યુનિવર્સલ ઇમ્યુનાઈઝેશન પ્રોગ્રામ અંતર્ગત આ તમામ ડીસીઝ સામે પ્રિવેન્શન મળે છે અને પાંચ વર્ષથી નીચેના બાળકોમા ઇમ્યુનાઇઝેશન દ્વારા મોર્ટાલીટી અને મોર્બીડિટી નો રેટ ઘટાડી શકાય છે.
ફેમિલી પ્લાનિંગ.
ફેમિલી પ્લાનિંગ મેથડ અને સર્વિસીસ દ્વારા મધર ને બાળકો વચ્ચેનુ અંતર રાખવા માટે ની મેથડ તથા આર્ટીકલ્સ પ્રોવાઇડ કરવામા આવે છે. આ બાબતે મધર નુ કાઉન્સેલિંગ પણ કરવામા આવે છે. ફેમિલી પ્લાનિંગ સર્વિસ દ્વારા હેલધિ બાળક ના બર્થ માટે પ્લાનિંગ કરી શકાય છે અને તેનુ આરોગ્ય જાળવી શકાય છે.
હેલ્થ એજ્યુકેશન.
અંડર ફાઈવ ક્લિનિકની મુખ્ય કામગીરીએ હેલ્થ એજ્યુકેશન છે. જેમા મધર ને પાંચ વર્ષથી નીચેના બાળકોમા જોવા મળતા ડીઝીઝ તેની સામાન્ય સારવાર તેના લક્ષણો તેમજ ગ્રોથ મોનિટરિંગ અને ન્યુટ્રીશન આ બધા જ બાબતો વિશે એજ્યુકેશન આપી સમજાવવામા આવે છે અને મધર ને અવેર કરવામા આવે છે. હેલ્થ એજ્યુકેશન સર્વિસીસ દ્વારા ખાસ પ્રીવેંટીવ આસ્પેકટ પર મધરને એજ્યુકેશન આપી બાળકની હેલ્થ જાળવવા માટે પ્રમોટ કરવામા આવે છે.
b. Role of paediatric health nurse. પીડીયાટ્રિક હેલ્થ નર્સનો રોલ લખો.
હાલના સમયમા મેડિકલ સર્જીકલ તેમજ સબ સ્પેશિયાલિટીની ડિમાન્ડ વધતી જતી હોય તેમ જ ચાઇલ્ડ હેલ્થ કેર મા નવી નવી ચેલેન્જીસ ઉત્પન્ન થતી હોય ત્યારે પીડીયાટ્રીક નર્સ તરીકેનો રોલ અને રિસ્પોન્સીબિલિટી પણ ખૂબ જ ચેલેન્જ રૂપ બને છે. હાલના સમયમા સ્પેશિયાલિસ્ટ પીડીયાટ્રીક નર્સ અને સ્પેશિયલાઇઝ ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા બાળક ની નીડ મુજબની સ્પેશિયલ કેર આપવા માટે સ્પેસિફિક રોલ અને રિસ્પોન્સિબિલિટી નર્સ તરીકે ધ્યાને રાખવા ખૂબ જ જરૂરી હોય છે.
પિડીયાટ્રીક નર્સ તરીકે કેર અને ક્યોર આ બંને આસપેક્ટ પર એકસાથે કામ કરવુ જરૂરી હોય છે. જેમા કેર એ કંટીન્યુઅસ પ્રોસેસ છે જે બાળક બીમાર હોય કે તંદુરસ્ત હોય તેના દરેક સમય દરમિયાન કેર એ ખૂબ ઉપયોગી હોય છે.
ક્યોર એ જનરલી બાળક જ્યારે બીમાર હોય છે ત્યારે તેના નિદાન અને સારવારમા ઉપયોગમા લઈ શકાય છે.
પીડિયાટ્રિક નર્સ તરીકે હોસ્પિટલ, ઘર, ક્લિનિક કે કોમ્યુનિટી અલગ અલગ જગ્યાએ બાળક અને તેના માતા પિતાની કેર અને કાઉન્સિલિંગ કરવાના હોય છે. આથી પીડિયાટ્રિક નર્સ તરીકેનો રોલ અને રેસ્પોન્સિબીલીટી ખૂબ જ સ્પેશિયલાઇઝ હોય છે જે નીચે મુજબ છે.
કેર ગીવર..
જ્યારે કોઈ પણ બાળક બીમાર હોય અને હોસ્પિટલમા દાખલ હોય ત્યારે નર્સ તરીકે તેને કેર આપવી એ તેનો પ્રાઇમરી રોલ છે. બાળક ને તેની કેર ના દરેક આસપેક્ટ જેમ કે ટ્રીટમેન્ટ, ફીડીંગ, હાઇજિન, સેફટી વગેરેમા નર્સ એ પ્રાઇમરી કેર ગીવર તરીકે કાર્ય કરવુ જોઈએ.
ચાઈલ્ડ કેર એડવોકેટ.
ચાઈલ્ડ અથવા ફેમિલીના કોમ્પ્રીહેન્સિવ ફેમિલી સેન્ટર્ડ કેર માટે એડવોકેસી એક બેઝિક છે.
જેમા બાળકને સારામા સારી ટ્રીટમેન્ટ યુનિટ તરફથી મળે તથા તેને સારી ક્વોલિટીની હેલ્થ સર્વિસીસ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ ના બેઇઝ પર મળે તે માટે નર્સ એ એડવોકેટિવ રોલ તરીકે કાર્ય કરે છે. આ માટે નર્સ એ બાળકને મેક્સિમમ બેનિફિટ મળે તે માટે કાર્ય કરતી હોય છે.
ટીમ લીડર..
નર્સ એ તેના ટીમ મેમ્બર સાથે સારી રીતે કાર્ય કરતી હોય છે તથા પોતે લીડરશીપ લઈ દરેક વચ્ચે સારું કોમ્યુનિકેશન જાળવી અને બાળકની કેરમાં પાર્ટિસિપેટ કરતી હોય છે. ટીમ લીટર તરીકે તે દરેકને સાથે રાખે છે અને દરેક વચ્ચે સરખી રિસ્પોન્સિબિલિટી વેચે છે. દરેકને સરખી ઓપોર્ચ્યુનિટી પણ આપે છે અને કોઈપણ પ્રોબ્લેમ ના સોલ્યુશન મા તે હંમેશા તત્પર રહે છે.
એજ્યુકેટર એન્ડ મેનેજીરીયલ રોલ..
નર્સ એ બાળકની સારવાર દરમિયાન બાળકને તથા તેના માતા પિતાને દરેક આસ્પેક્ટ પર એજ્યુકેશન આપે છે. જેમ કે ન્યુટ્રીશન, ઇમ્યુનાઈઝેશન, મેડીકેશન, પર્સનલ હાઈજીન વગેરે મુદ્દાઓ પર હેલ્થ એજ્યુકેશન આપી બાળકની કેર મા પાર્ટિસિપેશન કરે છે.
આ ઉપરાંત નર્સ એ પીએટ્રીક વોર્ડ અને હોસ્પિટલમા દરેક એક્ટિવિટીને મેનેજ કરે છે અને બધા વચ્ચેનુ કોઓર્ડીનેશન અને મેનેજમેન્ટ જાળવે છે.
કાઉન્સેલર.
નર્સ એ એક સારી કાઉન્સેલર તરીકે બાળકો સાથે કાર્ય કરતી હોય છે. નર્સ એ બાળક તથા તેના માતા પિતાને યોગ્ય ડિસિઝન લેવામા મદદ કરે છે તથા ક્રિટિકલ કન્ડિશનના ડિસિઝન માટે કાઉન્સેલિંગ પૂરું પાડે છે.
રીક્રિએશનિસ્ટ..
બાળકને તેના હોસ્પિટલાઈઝેશન વખતે નર્સ એ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી પ્રોવાઇડ કરે છે. જે એક્ટિવિટી બાળકની ચિંતા ઘટાડે છે તથા તેને માઈન્ડ ડાયવર્ટ કરવામા તથા હોસ્પિટલાઇઝડ એન્વાયર્નમેન્ટ મા એડજેસ્ટ થવામા મદદ કરે છે.
રિસર્ચર…
આજના મોડર્ન સમયમા હેલ્થ કેર ફેસીલીટીમા ઘણા ચેન્જીસ આવતા હોય છે. જેમા પીડિયાટ્રીક નર્સ તરીકે તે ઘણા રિસર્ચ પ્રોજેક્ટ મા પાર્ટિસિપેટ કરે છે. રિસર્ચ દ્વારા બાળકોના બેટર ટ્રીટમેન્ટ પ્લાન અને હેલ્થ કેર ફેસીલીટી બાબતે નવા કન્સેપ્ટ આપે છે. ઘણા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પણ રિસર્ચ દ્વારા જ હેલ્થ કેર મા અમલમા મૂકી શકાય છે.
c. Recent immunization schedule. હાલના રસીકરણ સમય પત્રક વિશે લખો.
Q.4Write Short notes (ANY THREE) ટૂંકનોધ લખો (કોઇપણ ત્રણ) 3×4=12
a. Explain about ICDS programme. આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ વિશે લખો.
હાલમા બાળકોના વેલ્ફેર માટે આ એક અગત્યનો પ્રોગ્રામ છે. જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 1975 મા શરૂ કરવામા આવ્યો હતો.
આઇસીડીએસ સ્કીમ એ ટ્રાયબલ અને અર્બન દરેક એરિયામા જોવા મળે છે.
શરૂઆતમા આ પ્રોગ્રામ શરૂ કરતી વખતે અમુક સિલેકટેડ જગ્યા પર જ આ પ્રોગ્રામ શરૂ કરવામા આવ્યો હતો. પરંતુ હાલમા 5,000 કરતા પણ વધારે ફંકશનિંગ સેન્ટર્સ જોવા મળે છે.
ઓબ્જેકટીવ ઓફ આઇસીડીએસ સ્કીમ.
ઝીરો થી છ વર્ષના બાળકોનુ ન્યુટ્રીશનલ સ્ટેટસ ઈમ્પ્રુવ કરવુ.
બાળકોના કોમ્પેનસીવ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે કાર્ય કરવું.
બાળકોમા મોર્ટાલીટી, મોર્બીડીટી અને માલ ન્યુટ્રીશન નુ પ્રમાણ ઘટાડવુ
તેમજ સ્કૂલ ડ્રોપ આઉટ રેટ ઘટાડવો.
બાળકોના પ્રમોશન માટે કાર્ય કરતા અલગ અલગ વિભાગો વચ્ચે એક પોલીસી અને કોઓર્ડીનેશન સ્થાપિત કરવુ.
માતાની આરોગ્ય કેપેસિટી મા વધારો કરવો તથા તેને ન્યુટ્રીટિવ ડાયેટ સપ્લીમેન્ટ કરવો.
ઉપરોક્ત ઓબ્જેકટીવ એ નીચે મુજબ આપેલી પેકેજ સર્વિસીસ દ્વારા લાભાર્થીઓ સુધી પહોંચાડવામા આવે છે. icds પ્રોગ્રામના લાભાર્થીઓને આપવામા આવતી સર્વિસીસ નીચે મુજબની છે.
ઉપરોક્ત લાભાર્થીઓને મુખ્યત્વે ડાએટરી સર્વિસ આંગણવાડી વર્કર દ્વારા આપવામા આવે છે. આ આંગણવાડી વર્કર એ 1000ની પોપ્યુલેશન એ હોય છે. તે મુખ્યત્વે આ પ્રોગ્રામ વિલેજ લેવલે હેન્ડલ કરે છે અને તમામ પ્રકારની ડાયેટરી સર્વિસ, પ્રિવેન્ટીવ સર્વિસ, એન્ટેનેટલ કેર તેમજ પોસ્ટનેટલ કેર તથા ઈમ્યુનાઈઝેશન કેર ને લગતી દરેક સર્વિસીસ આપવા સાથે જોડાયેલ હોય છે.
આ આંગણવાડી વર્કરના સુપરવિઝન માટે એક સુપરવાઇઝર એટલે કે મુખ્ય સેવિકા હોય છે. જેને અમુક સ્પેશિયલ ટ્રેનિંગ આપવામા આવેલી હોય છે. જે આઈસીડીએસ પ્રોગ્રામના પ્રોજેક્ટ ઓફિસર સાથે સંકલનમા રહી દરેક એક્ટિવિટી ને સુપરવાઇઝ કરે છે.
આ પ્રોગ્રામના લીધે માલ ન્યુટ્રીશન નુ પ્રમાણ ઓછુ જોવા મળે છે. ઇમ્યુનાઈઝેશનનુ કવરેજ વધારે જોવા મળે છે. તેમજ બાળકોમા મોર્ટાલિટી અને મોર્બીડીટી રેટમા પણ ઘટાડો જોવા મળે છે.
b. Nursing responsibilities to prevent child accident. ચાઇલ્ડ એક્સીડેન્ટ અટકાવવામાં નર્સનો રોલ લખો.
બાળકોમા એક્સિડન્ટ અટકાવવા માટે હેલ્થ એજ્યુકેશન એ ખૂબ જ અગત્યનો છે. જેના દ્વારા સેફટી પ્રિકોસન્સ અને અવેરનેસ વિશે માહિતી આપી શકાય છે.
બાળકોના માતા-પિતાને બાળકોના કોન્સ્ટન્ટ સુપરવિઝન અને તેની ડીસીપ્લીન મેન્ટેન કરવા માટે ખાસ સમજાવવુ જરૂરી હોય છે.
માતા પિતાની સાથે સાથે ફેમિલી મેમ્બર્સ, સ્કૂલ ટીચર્સ અને જનરલ પબ્લિકને પણ સેફ્ટી પ્રિકોશન્સ વિશેની માહિતી આપવી જરૂરી હોય છે.
નર્સ દ્વારા માતા-પિતાને સમજાવવુ જરૂરી છે કે બાળકની ઉંમર વધવાની સાથે સાથે તેની હલનચલન ક્ષમતા અને તેની કેપેબિલિટીમા પણ વધારો થાય છે જેથી તે એકસીડન્ટ થવાની શક્યતાઓમા પણ વધારો થાય છે. જેથી ઉંમર વધવાની સાથે બાળકની કાળજી વધારે લેવાની જરૂર છે.
બાળકની આજુબાજુ શેફ વાતાવરણ પૂરું પાડવુ અને નુકસાનકારક વસ્તુઓને જે તે વાતાવરણમાંથી દૂર કરવી. આ મુજબનુ વાતાવરણ ઘર, સ્કૂલ તથા કોમ્યુનિટી અને હોસ્પિટલ દરેક જગ્યાએ ઊભુ કરવાથી બાળક ને એકસીડન્ટ થી બચાવી શકાય.
બાળક ને રમત ગમત ના સાધનો દ્વારા કોઈ ઇજા ના થય તેમજ તેના કોઈ ભાગ છૂટા પડી માઉથ કે રેસપીરેટરી ટ્રેક માં ફસાઈ ન જાય તે માટે પેરેન્ટ્સ ને સમજાવવા જોઈએ.
હોસ્પિટલ ફેસિલિટી તથા ઇમરજન્સી અને ટ્રોમા કેર એ પણ સર્વાઇવલ માટે ખૂબ જ જરૂરી હોય છે. જેથી આ સર્વિસીસને પણ ઇમ્પ્રુવ કરવાથી ડીસેબિલિટી પ્રિવેંટ કરી શકાય છે.
પબ્લિક ને પણ જનરલ ટ્રાફિક અવેરનેસ, ટ્રાફિક રુલ્સ, સેફટી મેજર્સ, આલ્કોહોલ પ્રોહીબીશન, વિહિકલ ચેકિંગ સમયાંતરે કરાવવા વગેરે માટે ઓવેરનેસ લાવવી જરૂરી છે.
ઉપરોક્ત નિયમોનુ સચોટ પાલન થાય તેના માટેના કાયદાઓ વિશે તથા સજા ની જોગવાઈ સમજાવવુ જોઈએ.
c. Describe the nursing management of patient with PEM (Protein Energy Malnutrition.). પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રીશનવાળા દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન માટે નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રિવેન્ટીવ, પ્રમોટિવ અને રિહેબિલિટીવ સર્વિસીસ બાળકને હોસ્પિટલ તથા ઘરે મળી રહે તે માટે ખૂબ અગત્યની રિસ્પોન્સિબિલિટી રહેલી છે.
બાળકની ન્યુટ્રીશનલ હિસ્ટ્રી તેના તમામ ડાયેટરી આસપેક્ટ સાથે કલેક્ટ કરવી અને તેની ફિઝિકલ એક્ઝામિનેશન અને એન્થ્રોપોમેટ્રિક એસેસમેન્ટ તેના ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી સ્ટેટસ જાણવા માટે કરવા જોઈએ.
જરૂર જણાય ત્યા વધારાના ઇન્વેસ્ટિગેશન કરાવડાવવા જોઈએ.
બાળકના ગ્રોથને મોનિટર કરવા માટે રેગ્યુલર ગ્રોથ ચાર્ટ મેન્ટેન કરાવડાવવો જરૂરી છે. જેનાથી ગ્રોથ ફેલ્યોર વાળા બાળકોને અર્લી આઇડેન્ટીફાય કરી શકાય.
હોસ્પિટલમા પીઇએમ વાળા બાળકોની ક્રાઈસીસ મેનેજમેન્ટમા પાર્ટીસિફિકેટ કરવુ.
ન્યુટ્રીશનલ રિહેબલીટેશન પ્રોગ્રામ ઈમ્પ્લીમેંટ કરવો.
બાળકના માતા પિતાને બાળકની ન્યુટ્રીશનલ અને બીજા હેલ્થના આસ્પેકટ થી સારી કેર લેવાય તે બાબતે પ્રમોટ કરવા.
બાળકનુ રેગ્યુલર ફોલો થાય તે માટે મધર ફાધરને સમજાવુ.
બ્રેસ્ટ ફીડીંગ, વિનિંગ, બેલેન્સ ડાયટ, એપ્રોપ્રિએટ ફીડીંગ પ્રેકટિસ, ગુડ હેલ્થ હેબિટસ વગેરે ન્યુટ્રીશનલ એજ્યુકેશન અને ડેમોસ્ટ્રેશન મધર ફાધરને સમજાવવુ જરૂરી છે.
પીઇએમ ના પ્રિવેન્ટીવ મેજર્સ વિશે મધર ફાધરને સમજાવો.
લોવર સોસીયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ વાળા બાળકોને વિલેજ લેવલે મળતી ન્યુટ્રીશનલ સર્વિસીસ વિશે સમજાવો.
ન્યુટ્રીશનલ સર્વિસીસ કોમ્યુનિટી અને ઇન્ડિવિજ્યુલ લેવલે મળી રહે અને ન્યુટ્રીશનલ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટ થાય તે બાબતના રેકોર્ડ રિપોર્ટ નુ મોનિટરિંગ કરવું.
ન્યુટ્રિશનલ રિસર્ચ પ્રોજેક્ટ મા પાર્ટિસિપેટ કરવુ અને આ બાબતે અવેરનેસ ફેમિલી અને કોમ્યુનિટીમા લાવી શકાય એ બાબતે કાર્ય કરવુ જરૂરી છે.
d. Describe the management of pre term baby. પ્રી ટર્મ બાળકનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
જે બેબી ટર્મ જેસ્ટેશન પહેલા બર્થ થાય છે તેને પ્રિટર્મ બેબી કહેવામા આવે છે. આવુ બાળક એ ખૂબ જ હાઇરીસ્ક હોય છે.
પ્રીટર્મ બેબી ના પ્રવેન્શન ની શરૂઆત તેના ડાઇગ્નોસિસ થાય ત્યાર બાદ તરત જ શરૂ થાય તે ખૂબ અગત્યનુ હોય છે.
ડાયગ્નોસીસ થયા બાદ ડિલિવરી દરમિયાન મધરને બધા જ પ્રકારની ઓબસ્ટ્રેટિકલ સારવાર મળી રહે તે પ્રકારના સેન્ટર પર રિફર કરવી જરૂરી હોય છે અને સ્કિલ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અવેલેબલ હોય ત્યા મધર ની ડીલેવરી થવી જોઈએ. જેથી બાળકને બર્થ સમયે સારામા સારી સારવાર નિયોનેટોલોજિસ્ટ દ્વારા આપી કોમ્પ્લીકેશનને પ્રિવેન્ટ કરી શકાય છે.
આવા બાળકના જન્મ સમયે ખાસ કરી રીસક્સીટેશન ની જરૂરિયાત હોય છે. જો બાળકના હાર્ટ રેટ અને રેસ્પિરેશન સામાન્ય ન હોય તો રીસક્સીટેશન ના પ્રોસેસ દ્વારા બાળકનો જીવ બચાવવા ની ક્રિયા તાત્કાલિક કરવામા આવે છે અથવા તેને રેસ્પેરીરેટરી અને કાર્ડીયાક સપોર્ટ પ્રોવાઇડ કરવામા આવે છે.
બેબી ના જન્મ પછી તેને હાઇપોથર્મીયા થી પ્રિવેન્ટ કરવુ એ પણ ખૂબ અગત્યની જરૂરિયાત હોય છે.
જો બાળકમા જન્મ વખતે કોઈપણ મેડિકલ ઇમર્જન્સી ન હોય તો બાળકના કોર્ડ ને લેટ કટ કરવામા આવે છે જેથી બાળક મા આયર્ન સ્ટોર કરી શકાય અને તેને એનીમિયા તથા હાઈલાઈન મેમ્બ્રેન ડીઝીસ થી બચાવી શકાય છે.
બેબી ને બોડી ટેમ્પરેચર જાળવવા માટે વાર્મરમા મૂકવુ જોઈએ. આ ઉપરાંત તેને તેના વજન મુજબ વિટામિન કે આપવુ જોઈએ.
બર્થ પછી બેબી ને નિયોનેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટમા ટ્રાન્સફર કરવુ જોઈએ. અહીં બેબીની તમામ કેર ને ધ્યાનમા રાખી અને બેબી ની કન્ડિશન સ્ટેબલ ન થાય ત્યાં સુધી રાખવામા આવે છે.
પ્રીટર્મ બેબી મા રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ એ સામાન્ય પ્રોબ્લેમ હોય છે. જેથી આવા બાળક રેસપીરેટરી સ્ટેટસ ખાસ મોનીટર કરવુ જોઈએ. જો બાળકને જરૂર જણાય તો શકશનિંગ કરી એરવે ક્લિયર કરી શકાય છે અને જરૂર મુજબ ઓક્સિજન થેરાપી પણ આપવામા આવે છે.
બેબી ના બર્થ પછીથી તે હાઇપોથર્મિયા માટે રીસ્કમા હોય છે. જેથી તેની ટેમ્પરેચર મેન્ટેન ખાસ કરવુ જરૂરી હોય છે. આમા બેબી ને કંટીન્યુઅસ વાર્મ એન્વાયરમેન્ટમા રાખવું જરૂરી છે અને બેબી નુ બોડી ટેમ્પરેચર મેજર કરવુ જરૂરી હોય છે.
બેબી સ્ટેબલ થઈ ગયા પછી મધર દ્વારા તેને કાંગારુ મધર કેર વિશે માહિતી આપવી અને મેક્સિમમ ટાઈમ મધર અને બેબી કમ્ફર્ટેબલ હોય ત્યા સુધી કાંગારુ મધર કેર આપવી જેથી બાળકનુ વજન વધશે અને બ્રેસ્ટ ફીડિંગ ને પણ પ્રમોશન મળશે આ ટેકનિકથી ઇન્ફેક્શન પણ પ્રિવેન્ટ કરી શકાય છે.
બાળકની ન્યુટ્રીશનલ નીડ સંતોષાવી ખૂબ જ જરૂરી હોય છે આથી બાળકને મેક્સિમમ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપવા માટે મધર ને એડવાઈઝ આપવી અને જરૂર જણાય ત્યા ફીડિંગ ની અધર મેથડનો પણ યુઝ કરી શકાય છે.
બાળકને કેરના દરેક આસપેક્ટ પર ઇન્ફેક્શન પ્રિવેંશન માટે ખાસ ધ્યાન રાખવુ જરૂરી હોય છે હોસ્પિટલ દરમિયાન ઇન્ફેક્શન પ્રિવેન્શન પ્રેક્ટિસ માટે ખાસ તકેદારી રાખવી.
બાળકને કોઈપણ કોમ્પ્લિકેશન માટે જોતા રહેવુ તથા કમ્પલેટ એક્ઝામિનેશન કરવુ. જો કોઈ પણ કોમ્પ્લિકેશન જણાય તો તાત્કાલિક મેનેજમેન્ટ કરવુ.
બાળકનુ વજન થોડુ વધતું હોય અને બાળક ફિઝિકલી સ્ટેબલ હોય ત્યારે બાળકને ડિસ્ચાર્જ આપવામા આવે છે. આ સમયે મધર ફાધરને હોમ કેર ના દરેક અસ્પેક્ટ જેમ કે કેએમસી, ફીડીંગ, ઇનફેક્શન પ્રીવેન્શન, ટેમ્પરેચર મેન્ટેન કરવુ, વગેરે બાબત ખૂબ જ ડિટેલથી સમજાવવા જરૂરી હોય છે તથા ફોલોઅપ કેર અને રિસ્ક અસેસમેન્ટ માટે પણ સમજાવવા જરૂરી છે, જેથી તે બાળકની કેર બરાબર રાખી શકે અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આઈડેન્ટીફાય કરી તાત્કાલિક હોસ્પિટલ મેડિકલ કેર અપાવી શકે છે.
પ્રિટર્મ બેબી ના પ્રીવેન્શન માટે સારી એન્ટીનેટલ કેર પણ ખૂબ જ જરૂરી હોય છે જેના માટે મધર ની ડિલિવરી પેહલા થિજ દરેક આસપેક્ટ પર સારી કેર કરવી ખૂબ જરૂરી હોય છે.
Q.5 Write Definition (ANY SIX) વ્યાખ્યા આપો. (કોઇપણ છ) 6×2=12
a. Growth – ગ્રોથ
ગ્રોથ એટલે કે ફિઝિકલ મેચ્યુએશન મેળવવાનો પ્રોસેસ જેમા બાળક ની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સમા ધીરે ધીરે મેચ્યોરેશન જોવા મળે છે.
ફિઝિકલ મેચ્યોરેશન એ બોડીની સાઇઝમા વધારો તથા ઓર્ગન ના સાઈઝ અને શેપમા વધારા દ્વારા જોઈ શકાય છે. તેને ઇંચ કે સેન્ટીમીટર મા મેજર કરી શકાય છે. ફિઝિકલ ગ્રોથ ની મુખ્ય કેરેક્ટરીસ્ટિક એ વેઇટ છે, જે મેજર કરી શકાય છે.
ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સમા વધારો એ સેલ નુ મલ્ટિપ્લિકેશન થવાના કારણે તથા ઇન્દ્રા સેલ્યુલરસબસ્ટન્સ મા વધારો થવાના કારણે જોવા મળે છે. આ બોડીનો કવાંટીટેટીવ ચેન્જ છે જે ખાસ સેન્ટીમીટર, ઇંચ, કિલોગ્રામ કે પાઉન્ડમા મેજર કરી શકાય છે. આ કંટીન્યુઅસ પ્રોસેસ છે.
b. Cold chain કોલ્ડ ચેઇન
હાલમા ઘણી મેડિસિન ને તેની ઇફેક્ટિવનેશ જાળવવા માટે ટેકનોલોજી ની મદદથી પ્રિઝર્વ કરી શકાય છે. ખાસ કરી ને વેક્સિન ને આ બાબતે સાચવવામા આવે છે.
કોલ્ડ ચેઇન એટલે કે વેક્સિનને તેની પોટેન્શી અને એફીકસી (ગુણવતા) જાળવવા માટે તેના પ્રોડક્શન થી લઈ અને બેનીફીસીયરીઝને અપાય ત્યા સુધી નીચા તાપમાને સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ કરવાની સિસ્ટમને કોલ્ડ ચેઇન કહેવામા આવે છે.
આ કોલ્ડ ચેઇન ની પ્રોસેસમા કોઈપણ જગ્યાએ ખામી વર્તાય તો આ વેક્સિનથી પ્રિવેન્ટ થતા ડીઝીઝ એ પ્રિવેન્ટ કરી શકાતા નથી અને ડીઝીઝ જોવા મળી શકે છે. તે એક નિગલીજન્સી પણ છે.
સારી સક્સેસફુલ કોલ્ડ ચેઇન મેન્ટેન કરવા માટે કોલ્ડ ચેઇન ઇક્વિપમેન્ટ,ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અને હેલ્થ કેર વર્કરની કોલ્ડ ચેઇન મેન્ટેન કરવા માટેની ટ્રેનિંગ એ ખૂબ જ મહત્વનું હોય છે.
મોટાભાગની વેક્સિન ને ચાર થી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમા સ્ટોર કરવામા આવે છે. પોલિયો વેક્સિન એ ખૂબ જ હીટ સેન્સિટી વેક્સિન છે આથી તેને માઇનસ 20 ડિગ્રી ટેમ્પરેચર એ સ્ટોર કરવામા આવે છે.
c. Failure to thrive – ફેલ્યોર ટુ થાઇવ
એફ ટી ટી એ ખાસ કરીને ઇન્ફન્ટ અને યંગ ચાઈલ્ડ મા જોવા મળે છે. જેમા બાળકનો એક્સપેક્ટેડ ગ્રોથ જોવા મળતો નથી.
એફ ટી ટી એ પુઅર સોસીયો ઇકોનોમિકલ ગ્રુપના બાળકોમા ખાસ જોવા મળતો પ્રોબ્લેમ છે. આ ટર્મિનોલોજી 1915 મા મેન્શન કરવામા આવી હતી તે પછી તેને ઈમોશનલ ડિપ્રાઈવેશન તરીકે પણ ઓળખવામા આવતી હતી.
એફ ટી ટી એ એક ક્રોનિક અને પ્રોગ્રેસિવલી જોવા મળતો ઇનફન્ટ અને ચિલ્ડ્રન નો ડિસઓર્ડર છે. જેમા બાળક તેની ઉંમર મુજબ એક્સપેક્ટેડ વજન ધરાવતો નથી અને તેનુ વજન લોસ થતુ જાય છે. તેની ઉમર મુજબ તેનું વજન નોર્મલ કરતા ઓછુ જોવા મળે છે.
ફેલ્યોર ટુ થ્રાઇવ મા બાળકની લેન્થ કે હાઈટ પર કે તેના ડેવલપમેન્ટના બધા પાસા પર વધારે તકલીફ જોવા મળતી નથી. ખાસ તેનુ વજન તેની ઉંમર મુજબ નોર્મલ જોવા મળતું નથી એ મુખ્ય કેરેક્ટરિસ્ટિક્સ હોય છે.
એફ ટી ટી ના સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ ઘણા કારણો હોય છે તેમજ અમુક એક્સ્ટર્નલ અને ઇન્ટર્નલ ફેક્ટર પણ જવાબદાર હોય છે.
d. Otitis media – ઓટાઇટીસ મિડીયા
ઑટાઈટીસ મીડિયા એ મિડલ ઇયર મા લાગતુ એક ઇન્ફેક્શન છે. જેમા મિડલ ઈયર મા ઇન્ફ્લામેશન જોવા મળે છે.
બાળકોમા આ એક કોમન પ્રોબ્લેમ છે. જે ખાસ કરીને ઇન્ફન્ટ અને અર્લી ચાઈલ્ડ હૂડ પિરિયડમા જોવા મળે છે.
તે સામાન્ય રીતે અપર રેસ્ટોરેટરી ટ્રેકના ઇન્ફેક્શન સાથે જોડાયેલુ હોય છે, કારણ કે ફેરિંગ્સમા ઇન્ફેક્શન લાગે જે સરળતાથી ઇસ્ટેચીયન ટ્યુબ દ્વારા મિડલ યર મા પહોંચી ઇન્ફેક્શન લગાડી શકે છે.
બાળક ની ઇસ્ટેચિયન ટ્યુબ શોર્ટ હોય એ પણ એક કારણ છે કે તેના દ્વારા ઇનફેક્શન શરળતા થી મિડલ ઈયર માં લાગી શકે છે. આ ઉપરાંત બાળક સૂતા સૂતા બ્રેસ્ટ ફીડીંગ કરતુ હોવાના લીધે પણ ઇનફેક્શન મિડલ ઈયર માં લાગવાની શક્યતાઓ રહેલી છે.
e. Club foot ક્લબ ફુટ
ક્લબ ફૂટ એ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમની એક કોન્જિનેટલ એનોમલી છે. જેમા પગના ભાગે નોન ટ્રોમેટીક ડીફ્રમીટી જોવા મળે છે. તેને ટેલિપસ પણ કહેવામા આવે છે આ શબ્દો એ લેટિન ભાષાના શબ્દો ટેલસ એટલે કે એન્કલ અને પેસ એટલે કે ફૂટ આ પ્રકારે ટર્મિનોલોજી એ 1839 મા આપવામા આવેલ હતી.
ક્લબ ફુટ એ એક કોમ્પ્લેક્સ ફૂટ એટલે કે પગની ડિફર્મીટી છે. જેમા તે પગના બોન, લીગામેન્ટ અને મસલ્સ ની ડીફરમીટીના કારણે જોવા મળે છે.
આમા પગ નો ભાગ તેની નોર્મલ પોઝિશન કરતા ટ્વિસ્ટ થયેલ જોવા મળે છે.
આ તકલીફમા પગનુ ડેવિએશન એ બધી અલગ અલગ દિશાઓમા જોવા મળે છે તે મુજબ તેને અલગ અલગ રીતે ક્લાસિફિકેશન કરવામા આવે છે.
આ તકલીફ માં મુખ્ય પગ એ નોર્મલ એનાટોમીકલ પોઝીશન મા હોતો નથી તે અલગ અલગ એંગલ અને ડાઇરેક્શન મા વળેલો જોવા મળે છે.
g. Juvenile Delinquency – જ્યુવેનાઇલ ડેલીનક્વન્સી.
જુવેનાઇલ એટલે કે ચાઈલ્ડ હુડ અથવા બાળક ને લગતુ અને ડેલિક્વન્સી એટલે કે એન્ટી સોશિયલ એક્ટિવિટી અથવા તો ક્રિમિનલ બિહેવિયર.
આમ જુએનાઇલ ડેલીક્વેન્સી એટલે કે બાળકો દ્વારા કરવામા આવતી ગુનાહિત પ્રવૃત્તિઓ જેમા ખાસ કરીને બાળકની ઉંમર એ પુખ્ત વયની હોતી નથી.
આ ગુનાહિત પ્રવૃત્તિઓમા બાળક દ્વારા સેક્યુલ એસોલ્ટ, મર્ડર, ચોરી, બીજાને નુકસાન પહોંચાડવુ વગેરે ગુનાહિત પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામા આવે છે.
આ પ્રકાર નુ એન્ટીસોસિયલ બિહેવીયર બાળક મા ડેવલપ થવાના ઘણા કારણો હોય છે જેમા પેરેન્ટરલ કોઝ, સોસિયલ કોઝ, પર્સનલ કોઝ વગેરે નો સમાવેશ કરવામાં આવે છે.
f. Hypospediasis – હાઇપોસ્પીડીયાસી
આ એક પ્રકારની યુરીનરી સિસ્ટમની કોન્જીનેટલ એનોમલી છે જેમા બાળકમા યુરેથ્રા નુ ઓપનિંગ એ પેનિસની નોર્મલ જગ્યા ના બદલે વેન્ટરલ સરફેસ એટલે કે અંડર સરફેસના ભાગમા જોવા મળે છે.
આમા યુરેથ્રલ ઓપનિંગ પેનીસની નીચેની બાજુની સાઈડ એ જોવા મળે છે. જે મેલ મા જોવા મળતી એક કોમન યુરીનરી સિસ્ટમની કોન્જિનેટલ એનોમલી છે. જેમા બાળકને યુરિન પાસ નોર્મલી ફ્લોમા કરવામા તકલીફ પડે છે.
ફીમેલ ચાઈલ્ડ મા પણ આ પ્રકારની તકલીફ જોવા મળે છે. જેમા યુરેથ્રલ ઓપનિંગ એ વજાઈનલ કેવીટીમા નીચેની બાજુએ ખુલતુ હોય છે જેથી વજાયના માથી યુરિન નીચે ટપકતુ હોય એવુ જોવા મળે છે.
h. Thumb sucking થમ્બ સકીંગ.
થમ્બ સકીંગ કે ફિંગર સકીંગ એ બાળકોમા જોવા મળતો બિહેવીયરલ ડિસઓર્ડર છે. તેને હેબિટ ડિસઓર્ડર પણ કહેવામા આવે છે. જેમા બાળક પોતાનો થમ્બ પોતાના માઉથ માં મૂકી તેને શક લરે છે.
તે ટેન્શન ઓછુ કરવા માટે તથા જ્યારે પણ બાળકને ઈન્સિક્યુરિટી ની ફીલિંગ જોવા મળે છે ત્યારે આ પ્રકારનુ બિહેવિયર જોવા મળે છે.
બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ ના અર્લી સ્ટેજમા જ્યારે બાળકને ઓરલ સેટીસફેક્શન પૂરતા પ્રમાણમા મળેલુ ન હોય ત્યારે ધીરે ધીરે બાળકમા આ આદત ડેવલપ થાય છે.
જો બાળકમા આ આદત ૩ થી ૪ વર્ષથી પણ વધારે સમય સુધી જોવા મળે તો તેના કારણે ઓરલ કેવિટીના શેપ તથા ટીથ ના સ્ટ્રક્ચરમા તકલીફ જોવા મળે છે. અન્ય ઓરલ કેવીટી ને લગતી સમસ્યાઓ પણ થંબ સકીંગના કારણે જોવા મળે છે.
Q.6 A. Fill in the blanks. ખાલી જગ્યા પૂરો. 05
B. Give full form.પૂર્ણ રૂપ લખો. 05
1.IMNCI – આઇ.એમ.એન.સી.આઇ ઇ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ન્યુબોર્ન એન્ડ ચાઇલ્ડહૂડ ઇલનેસ
2.ENBC – ઇ એન બીસી એસેન્સીયલ ન્યુબોર્ન કેર
3.IPV – આઇ.પી.વી. ઇનએકટીવેટેડ પોલિયોવાઇરસ વેક્સિન
4.IYCF – આઇ.વાય.સી.એફ. ઇનફંટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડીંગ પ્રેક્ટિસ
5.CMTC – સી.એમ.ટી.સી. ચાઇલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર
C. Match the following.જોડકાં જોડો. 05
‘A’ ‘ B’
a. Bleeding gum બ્લીડીંગ ગમ i. Myocarditis za માયોકાર્ડાઇટીસ
b. Xeropthalmia ઝેરોપ્થાલ્મીયા ii. Erb’s palsy અર્બસ પાલ્સી
c. Blue baby બ્લુ બેબી iii. Vitamin ‘A’ deficiency વિટામીન ‘A’ ડેફીસીઅન્સી
d. Breech Delievery બ્રીચ ડીલેવરી iv. Congenital cyanotic heart diseaseકોંજેનીટલ સાયનોટિક હાર્ટ ડીસીઝ
e. Diphtheria ડીપ્થેરીયા v. Vitamin ‘C’ deficiency વિટામીન ‘C’ ડેફીસીઅન્સી
vi.Vitamin ‘D’ deficiency,વિટામીન ‘D’ ડેફીસીઅન્સી
a – v
b – iii
c – iv
d – ii
e – i