skip to main content

General Nursing & Midwifery (First Year) BIO-SCIENCES-2023 PAPER NO 6

GNC BIO SCIENCE

Date: 11/10/2023

Q-1 a. List out the organs of the respiratory system. -રેસ્પીરેટરી સોસ્ટમનાં અવયવોની યાદી બનાવો . 03

રેસ્પીરેટરી સિસ્ટમના અવયવો ની યાદી નીચે મુજબની છે.

થોરાસીક કેવીટીની બહાર રેસ્પીરેટરી ટ્રેક ની ઉપરની બાજુએ આવેલા અવયવોને અપર રેસ્પીરેટરી ટ્રેક ના અવયવો કહેવામા આવે છે. જેમા નીચે મુજબના અવયવોનો સમાવેશ થાય છે.

Nose
Pharynx
Larynx

થોરાસિક કેવિટી ની અંદર આવેલા રેસ્પીરેટરી ટ્રેક ના અવયવોને લોવર રેસ્પીરેટરી ટ્રેક ના અવયવો કહેવામા આવે છે. જે અવયવો નીચે મુજબના છે.

Trachea
Bronchi (Right and left)
Bronchioles
Terminal Bronchioles
Alveoli
Lungs (Right and left).

b. Write the gross anatomical structure of lungs. -ફેફસાના એનાટોમીકલ સ્ટ્રકચરનું વર્ણન કરો. 04

લંગ એ રેસ્પાયરેટરી સિસ્ટમનુ એક અગત્યનુ અવયવ છે. તે થોરાસીક કેવીટી  મા મીડિયાસ્ટીનમ સ્પેસ ની બંને બાજુએ એક એક એમ કુલ 2 ની સંખ્યામા આવેલ હોય છે.

લંગ એ વાતાવરણમાથી હવા દ્વારા ઓક્સિજન  બોડી મા દાખલ કરે અને  કાર્બન ડાયોક્સાઇડ શરીરમાથી બહાર કાઢવાનુ કાર્ય કરે છે.

લંગ એ 2 ની સંખ્યામાં થોરાસીક કેવીટી મા આવેલા હોય છે. તે શંકુ આકારના હોય છે.

લંગ એ હાર્ટ અને મીડિયાસ્ટીનમ સ્પેસ દ્વારા થરાસીક કેવીટીમા સેપરેટ થાય છે.

લંગ એ સ્પંજી ટીસ્યુના બનેલા હોય છે જેની અંદર ઘણી એઇર ફિલ્ડ કેવીટી આવેલી હોય છે. તેનો કલર બ્રાઉન અથવા ગ્રે જોવા મળે છે.

રાઈટ લંગ નો વજન અંદાજિત 625 ગ્રામ તથા લેફ્ટ લંગ નો વજન અંદાજિત 575 ગ્રામ જેટલો હોય છે. રાઈટ લંગ એ લેફ્ટ લંગ કરતા વજનમા વધારે ભારે તથા સ્ટ્રક્ચરમા વધારે મોટુ જોવા મળે છે.

લંગ એ લોબ મા ડિવાઇડ થયેલા હોય છે. રાઈટ લંગમા 3 લોબ આવેલા હોય છે, જેમા સુપીરિયર લોબ, મિડલ લોબ અને ઇન્ફીરીયર લોબ જોવા મળે છે જ્યારે લેફ્ટ લંગ મા 2 લોબ  આવેલા હોય છે સુપીરિયર લોબ અને ઇન્ફીરીયર લોબ. આ લોબ એ ફીશર દ્વારા સેપરેટ થયેલા હોય છે. રાઈટ લંગ મા બે ફિશર આવેલી હોય છે. લેફ્ટ લંગ મા એક ફીશર જોવા મળે છે.

લંગ ને નીચે મુજબના ભાગમા વર્ગીકૃત કરવામા આવે છે.

1. અપેક્સ..

લંગના ઉપરના ટ્રાએન્ગ્યુલર અને રાઉન્ડ ભાગને અપેક્ષ કહેવામા આવે છે.  જે કલેવીકલ બોન ના લેવલ સુધી જોવા મળે છે.

2. બેઇઝ.

લંગના નીચેના પહોળા ભાગને બેઇઝ કહેવામા આવે છે. આ બેઇઝ નો ભાગ એ ડાયાફાર્મ ની સાથે નીચેની બાજુએ એટેચ હોય છે. આ ભાગ એ કોનકેવ શેપનો હોય છે.

3. એન્ટિરિયર બોર્ડર..

તે પાતળી હોય છે. તે પોસ્ટીરીયર  બોર્ડર કરતા ટૂંકી હોય છે. તેમા એક કાર્ડીયાક નોચ આવેલી હોય છે. જેમા હાર્ટનો ભાગ ગોઠવાયેલો હોય છે.

4. પોસ્ટીરીયર બોર્ડર..

તે જાડી હોય છે. તે 7 મા સર્વાઇકલ વર્ટીબ્રા થી 10 મા થોરાસીક વર્ટીબ્રા સુધી જોવા મળે છે.

5. ઇન્ફીરીયર બોર્ડર..  

તે લંગ ના નીચે ના ભાગે આવેલ હોય છે. તે કોસ્ટલ સરફેસ અને મીડીયલ  સરફેસને અલગ કરે છે. કોસ્ટલ સરફેસ લાર્જ હોય છે અને કોનવેક્સ હોય છે. તે કોસ્ટલ પ્લુરાના સંપર્કમા હોય છે. તે કોસ્ટલ કાર્ટિલેજ દ્વારા રીબ્સ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ સાથે જોડાયેલી હોય છે.

6. મીડિયલ સરફેસ

તે કોનકેવ હોય છે. તેના વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે જેને હાઈલમ કહેવામા આવે છે. તે પાંચમા, છઠ્ઠા અને સાતમા થોરાસિક વર્ટીબ્રા  ના લેવલે આ હાઇલમ આવેલ હોય છે. આ હાઇલમના ભાગેથી બ્રોંકાય, પલ્મોનરી બ્લડ વેસલ્સ, લીમ્ફેટિક વેસલ્સ અને નર્વસ લંગ ના દરેક  લોબ મા અંદર દાખલ થાય છે અને બહાર નીકળે છે.

મીડીયલ સરફેસના વચ્ચેના ભાગે મીડિયાસ્ટીનમ સ્પેસ આવેલી હોય છે. જે બંને લંગને સેપરેટ કરે છે. આ સ્પેસમા હાર્ટ, ગ્રેટ વેસલ્સ, ટ્રકીયા, બ્રોંકાય, ઈસોફેગસ વગેરે સ્ટ્રક્ચર આવેલું હોય છે જે બંને લંગ ને સેપરેટ કરે છે.

સ્ટ્રકચર ઓફ ધ લોબ ઓફ ધ લંગ..

લંગના લોબ એ ઘણી બધી લોબ્યુલ્સ દ્વારા બનેલા હોય છે. એક લોબ એ બીજા લોબ થી ફિશર દ્વારા સેપરેટ થયેલા હોય છે. લંગ ના વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે જેને હાઈલમ કહેવામાં આવે છે. આ હાઇલમ થી અંદર દરેક લોબ મા નીચે મુજબનુ સ્ટ્રક્ચર જોવા મળે છે.

લંગના દરેક લોબ માથી બ્રોન્કાઇ અંદર દાખલ થાય છે. અંદર દાખલ થયા પછી તે ડિવાઇડ થઈ સેકન્ડરી બ્રોંકસ, ટર્સરી બ્રૉંકસ, ટર્મિનલ બ્રોંકિયોલ્સ,  એલ્વીઓલર શેક તથા નાની નાની દ્રાક્ષના જુમખા જેવી એલ્વીઓલાઇ મા રૂપાંતર થાય છે. આમ લંગ ના લોબ મા એક ટ્રી જેવી રચના મા આ સ્ટ્રકચર જોવા મળે છે જેને બ્રૉન્કીયલ ટ્રી કે રેસ્પાઇરેટરી ટ્રી કહેવામા આવે છે.

આ એલ્વીઓલાઈ ની આજુબાજુએ પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેઇન ની કેપેલેરી નુ નેટવર્ક પથરાયેલુ હોય છે. ઇન્સ્પિરેશન દ્વારા એલવીઑલાઇ મા રહેલો ઓક્સિજન અને બ્લડ કેપેલરી મા રહેલ કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે અહી ગેસ એક્સચેન્જ થાય છે. જેને એક્સટર્નલ રેસ્પિરેશન તરીકે ઓળખવામા આવે છે.

આમ દરેક લંગ ના લોબ મા બ્રૉન્કીયલ ટ્રી, પાલ્મોનરી વેસલ્સ ની કેપેલરીઝ, લીમ્ફ કેપેલરીઝ, નર્વસ તથા લંગ ના પેરેનકાઈમલ ટિસ્યૂ નુ નેટવર્ક આવેલ હોય છે.

પ્લુરા..

પ્લુરા એ બંને લંગ ની ફરતે આવેલ સિરસ મેમ્બ્રેન છે. જે ડબલ લેયરમા જોવા મળે છે. બહારના લેયરને પરાઈટલ પ્લુરા તથા અંદરના લેયર ને વિસેરલ પ્લુરા તરીકે ઓળખવામા આવે છે.

પરાઈટલ પ્લુરા અને વિસરલ પ્લુરા વચ્ચે એક કેવીટી આવેલી છે જેને પ્લુરલ કેવીટી કહેવામા આવે છે. અહી સિરસ ફ્લુઇડ રહેલુ હોય છે જેને પ્લુરલ ફ્લુઇડ પણ કહેવામા આવે છે.

પ્લુરલ કેવીટીમા રહેલા પ્લુરલ ફ્લુઇડના કારણે બંને લેયર નુ એકબીજા ઘર્ષણ થતુ નથી અને તેના લીધે લંગ ને એક્સપાન્શન થવા માટે પુરી સ્પેસ મળે છે. આ કેવીટીમા રહેલુ પ્લુરલ ફ્લુઇડ એ ચીકણુ હોવાથી લ્યુબ્રિકન્ટ તરીકે પણ કાર્ય કરે છે.

વિસેરલ પ્લુરા એ લંગના સાથે ચોટેલુ અને એકદમ નજીક રહેલુ લેયર છે.  જ્યારે પરાઇટલ પ્લુરા એ રિબ્સ તથા મસલ્સ સાથે જોડાયેલુ લેયર હોય છે.

e. Explain the pulmonary circulation. – પલ્મોનરી સરકયુલેશન સમજાવો.05

પલ્મોનરી સર્ક્યુલેશન..

પલ્મોનરી સર્ક્યુલેશન એ રાઈટ વેન્ટ્રિકલ થી શરૂ થઈ અને લંગ તરફ બ્લડ જાય છે અને ત્યાથી ફરી રિટર્ન લેફ્ટ એટ્રીયમ મા આવે છે આમ રાઇટ વેન્ટ્રિકલ થી  લેફ્ટ એટ્રીયમ સુધીના સરકયુંલેશન ને પલ્મોનરી સર્ક્યુલેશન કહે છે.

પલમોનરી સર્ક્યુલેશનમાં રાઇટ વેન્ટ્રિકલમા રહેલુ ડીઓક્સિજનેટેડ બ્લડ પલ્મોનરી આર્ટરી મારફતે રાઈટ વેન્ટ્રિકલ માથી બહાર જાય છે. બહાર જતા ની સાથે જ પલ્મોનરી આર્ટરી એ રાઈટ અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી મા ડિવાઇડ થાય છે અને બંને લંગમા દાખલ થાય છે. જેમા ડાબા લંગ  મા બે બ્રાન્ચીસ અને જમણા લંગમા ત્રણ બ્રાન્ચીસ પલ્મોનરી આર્ટરી ની દાખલ થાય છે જે લંગ ના દરેક લોબ મુજબ હોય છે.

લંગ માં બ્લડ એંડ લંગ ના ટિસ્યૂ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે અને દરેક લોબ માથી ઓક્સિજનેટેડ બ્લડ લઈ બંને બાજુના લંગ માથી બે બે પલ્મોનરી વેઇન ઓક્સિજનેટેડ બ્લડ લઈ હાર્ટના લેફ્ટ એટ્રીયમ મા દાખલ થાય છે.

પલમોનરી સર્ક્યુલેશન એ હાર્ટમાં ડીઓક્સિજેનેટેડ બ્લડ ને લંગ મારફતે ઓક્સિજનેટેડ બ્લડમા કન્વર્ટ કરે છે. આ બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમા જઈ સિસ્ટિમિક સર્ક્યુલેશન મારફતે પુરા બોડીમા ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય થાય છે.

રાઈટ વેન્ટ્રિકલ થી લેફ્ટ એટ્રીયમ સુધીના સર્ક્યુલેશન ને પલ્મોનરી સર્ક્યુલેશન કહેવામા આવે છે.

OR

a. List out the components of cell. – સેલના કમ્પોનન્ટની યાદી બનાવો.03

સેલ એ હ્યુમન બોડી નુ સૌથી નાનામા નાનુ માઇક્રોસ્કોપિક સ્ટ્રકચરલ અને ફંકશનલ યુનિટ છે. બોડી માં દરેક ઓર્ગન ના કાર્ય માટે તેમા આવેલ સેલ્સ અગત્યના છે. આ સેલ ના કાર્ય થી જ દરેક ઓર્ગન નોર્મલ ફંક્શન કરી શકે છે. બોડી માં ઘણા અલગ અલગ પ્રકાર ના સેલ્સ આવેલ હોય છે.

સેલમા આવેલા કમ્પોનન્ટસ નીચે મુજબના છે.

સેલ મેમ્બ્રેન (Cell membrane)

ન્યુક્લિયસ (Nucleus)

સાઈટોપ્લાઝમ (Cytoplasm)

પ્રોટોપ્લાઝમ (Protoplasm)

મીટોકોન્ડ્રીયા (Mitochondria)

ગોલ્ગી એપ્રેટસ (Golgi apperatus)

રાયબોઝોમ્સ (Ribosome)

એન્ડોપ્લાસ્મિક રેટીક્યુલમ (સ્મુથ એન્ડોપ્લાસ્મિક રેટીક્યુલમ અને રફ   એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ)

B. Write different types of tissue.-ટીસ્યુંના પ્રકારો લખો. 04

એકસરખા ફંકશન્સ કરતા સેલ એક સાથે જોડાય અને કોઈ એક પર્ટિક્યુલર પ્રકારના ટીસ્યુ નુ નિર્માણ કરે છે. એક ટીસ્યુ માં એક કરતા વધારે સેલ્સ હોય એવુ પણ જોવા મળે છે.

હ્યુમન બોડીમા આવા ઘણા ટાઈપના ટીશ્યુ જોવા મળે છે. દરેકના કાર્ય અને સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે.

  • ટાઈપ્સ ઓફ ધ ટીશ્યુ..

એપીથેલીયલ ટીશ્યુ (Epithelial Tissue)

કનેક્ટિવ ટીશ્યુ (Connective Tissue)

મસલ્સ ટીશ્યુ (Muscles Tissue)

નર્વસ ટીશ્યુ (Nervous Tissue)

એપીથેલીયમ ટીસ્યુ નુ ક્લાસીફિકેશન.

1. સિમ્પલ એપીથેલીયમ ટીસ્યુ..

2. સ્ટ્રેટીફાઇડ એપીથેલિયમ ટીસ્યુ ..

A. સિમ્પલ એપીથેલીયમ ટીશ્યુ નુ ક્લાસિફિકેશન.

1. સિમ્પલ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ…

2. સિમ્પલ ક્યુબોઈડલ એપીથેલીયમ ટીસ્યુ….

3. સિમ્પલ કોલ્યુમનર એપીથેલીયમ ટીસ્યુ …

4. સીલીએટેડ સીમ્પલ એપીથેલીયમ ટીસ્યુ ….

B. સ્ટ્રેટિફાઇડ એપીથિલિયમ ટીસ્યુ…

1.સ્ટ્રેટિફાઇડ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ.

2. ટ્રાન્ઝિશનલ એપીથેલીયમ ટીસ્યુ.

1. સ્ટ્રેટિફાઇડ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ.

À. નોન કેરેટીનાઈઝડ સ્ટ્રેટીફાઇડ એપીથેલીયમ ટીસ્યુ..

B. કેરેટીનાઈઝડ સ્ટ્રેટીફાઇડ એપીથેલીયમ ટીસ્યુ…

2. ટ્રાન્ઝિશનલ એપીથેલીયમ ટીશ્યુ..

  • કનેકટિવ ટિસ્યૂ નુ ક્લાસીફીકેશન

એરીઓલર કનેક્ટિવ ટિસ્યૂ

એડીપોઝ ટિસ્યૂ.  

1. વાઈટ એડીપોઝ ટીશ્યુ.

2. બ્રાઉન એડીપોઝ ટીસ્યુ.

ડેન્સ કનેક્ટિવ ટીશ્યુ..

ફાઇબ્રસ ટિસ્યૂ.

ઇલાસ્ટિક ટિસ્યૂ.

બ્લડ.

લીમ્ફોઇડ ટીશ્યુ.

કાર્ટીલેજ..

1. હાઈલાઈન કર્ટીલેજ..

2. ફાઇબ્રો કાર્ટીલેજ…

3. ઇલાસ્ટિક કાર્ટીલેજ..

બોન..

  • મસલ્સ ટિસ્યૂ …

1. સ્કેલેટલ મસલ્સ…

2. સ્મુથ મસલ્સ…

3. કર્ડીયાક મસલ્સ…

  • નર્વસ ટીશ્યુ..

1. એક્સીટેબલ સેલ્સ.

2. નોન એક્સિટેબલ સેલ.

c. Explain the epithelial tissue in detail. -એપીથેલીયલ ટીસ્યુંને વિસ્તારથી સમજાવો. 05

  • એપીથેલીયલ ટીશ્યુ…

આ પ્રકારના ટીશ્યુ એ પુરા બોડી ની અંદર ઘણી જગ્યાએ જોવા મળે છે. જે મુખ્યત્વે સરફેસ પર અથવા સરફેસ લાઇનિંગ પર પથરાયેલા હોય છે.

એપીથેલીયમ ટીશ્યુ એ કોઈ બોડી કેવીટી, ગ્લેન્ડસ, ઓર્ગન કે બ્લડ વેસલ્સ ની અંદરની દિવાલ મા પથરાયેલા હોય છે.

ફંકશન્સ ઓફ ધ એપીથેલીયલ ટીશ્યુ..

એપીથેલીયલ ટીશ્યુએ કોઈપણ ઓર્ગન ની અંદર ની દિવાલ બનાવવા માટે અગત્યના છે.

એપીથેલીયલ ટીશ્યુ એ ઓર્ગન ની અંદર ની દીવાલમા આવેલા હોય ત્યાં તે પ્રોટેક્શન આપવાનુ કાર્ય કરે છે.

એપીથેલીયમ ટીશ્યુ મા આવેલા સિક્રીટરી સેલ્સ મારફતે કોઈપણ પ્રકારના સિક્રીશન કરવા સાથે જોડાયેલા ટીશ્યુ છે.

એપીથેલીયમ ટીશ્યુ એ સ્ટ્રક્ચર ની અંદર ની દિવાલમા આવેલા હોવાથી ત્યા રહેલા મટીરીયલ ને એબ્સોર્પશન કરવા સંબંધિત કાર્ય કરે છે.

એપીથેલીયમ ટીસ્યુ ની લાક્ષણિકતાઓ…

એપીથેલીયમ ટીસ્યૂ એ કોઈ પણ ઓર્ગન કે સ્ટ્રકચર ના બેઝમેન્ટ મેમ્બ્રેન પર પથરાયેલા હોય છે.

આ ટીશ્યુ મા આવેલા સેલ એ એકબીજા સાથે ક્લોઝલી ફીટ થયેલા હોય છે એટલે કે નજીક નજીક ગોઠવાયેલા હોય છે.

આ ટીસ્યુ મા આવેલુ મેટ્રિક્સ એ પ્રવાહી સ્વરૂપમા હોય છે.

આ ટિસ્યૂ મા સ્પેશિયલ પ્રકારના સેલ આવેલા હોવાના કારણે સિક્રીશન અને એબ્સોર્પશન ના કાર્યો સાથે જોડાયેલા હોય છે.

એપીથેલીયમ ટીસ્યુ નુ ક્લાસીફિકેશન.

1. સિમ્પલ એપીથેલીયમ ટીસ્યુ..

આ પ્રકારના ટીસ્યુ એ હંમેશા સિંગલ લેયરમા જોવા મળે છે.

2. સ્ટ્રેટીફાઇડ એપીથેલિયમ ટીસ્યુ ..

આ ટીશ્યુએ મલ્ટિપલ લેયરમા આવેલા હોય છે.

A. સિમ્પલ એપીથેલીયમ ટીશ્યુ નુ ક્લાસિફિકેશન.

આ પ્રકારના ટીશ્યુએ કોઈપણ સ્ટ્રક્ચર કે ઓર્ગન ની અંદરની દીવાલમા આવેલા હોય છે. તે એબસોર્પશન અને સિક્રીશન જેવી એક્ટિવિટી સાથે જોડાયેલા હોય છે. આ પ્રકારના ટીશ્યુના મુખ્યત્વે ચાર ટાઈપ પાડવામા આવે છે.

1. સિમ્પલ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ…

આ પ્રકારના ટીસ્યુ એ કોઈપણ સ્ટ્રક્ચર કે ઓર્ગનની અંદરની દિવાલ એટલે કે બેઝમેન્ટ લેયરમા પથરાયેલા હોય છે. તેના સેલ એકબીજાથી નજીક હોય છે તેમજ તે ફ્લેટ અને પોહડા ગોઠવાયેલા હોય છે. તેના વચ્ચે ના ભાગે ન્યુક્લિયસ  હોય છે.

આ પ્રકારના ટિસ્યૂ એ હાર્ટ ની અંદર ની દીવાલ, લંગ ની ઓલ્વીઓલાઈ, બ્લડ વેસલ્સ  અને લિમ્ફ વેસલ્સ ની અંદર ની લાઇનિંગ મા આવેલા હોય છે.

2. સિમ્પલ ક્યુબોઈડલ એપીથેલીયમ ટીસ્યુ….

આ ટીસ્યુ મા આવેલા સેલ નો આકાર ક્યુબ શેપનો જોવા મળે છે. જે એકબીજા સાથે નજીક નજીક જોડાયેલા હોય છે. આ પ્રકારના ટીશ્યુએ બેઝમેન્ટ મેમ્બ્રેન પર પથરાયેલા હોય છે. સામાન્ય રીતે આ ટીસ્યુ રીનલ ટ્યુબ્યુલસ તથા થાઇરોઈડ ગ્લેન્ડમા જોવા મળે છે.

3. સિમ્પલ કોલ્યુમનર એપીથેલીયમ ટીસ્યુ …

આ સેલ એ રેક્ટેન્ગ્યુલર આકાર ના હોય છે. જે લંબાઈમા વધારે અને પહોળાઈમા ઓછા હોય છે.

આ પ્રકારના ટીસ્યુ એ રેસ્પાઇરેટરી ટ્રેકની લાઇનિંગ અને એલિમેન્ટ્રી ટ્રેકની લાઇનિંગ મા આવેલા હોય છે. તેમા ગોબ્લેટ એપીથેલીયમ સેલ પણ આવેલા હોય છે જે મ્યુકસ સીક્રીશન ની ક્રિયા કરે છે.

4. સીલીએટેડ સીમ્પલ એપીથેલીયમ ટીસ્યુ ….

આ ટીશ્યુ એ ક્યુબોઇડલ અને કોલ્યુમનર ટીસ્યુ ના સેલ જેવા જ સેલ ધરાવે છે. વધારામા આ ટિસ્યૂ  સેલની માર્જિન પર હેર જેવા પ્રોસેસ ધરાવે છે એટલે કે સીલીયા ધરાવે છે માટે એને સીલીએટેડ એપીથેલીયમ ટીસ્યુ કહેવામા આવે છે.

આ પ્રકારના ટીસ્યુ એ ખાસ કરીને રેસ્પાઇરેટરી ટ્રેકની લાઇનિંગ અને ફેલોપિયન ટ્યુબ ની લાઇનિંગમા આવેલા હોય છે. તે અહીં સ્પેસિફિક મુવમેન્ટ સાથે જોડાયેલા હોય છે.

B. સ્ટ્રેટિફાઇડ એપીથિલિયમ ટીસ્યુ…

આ પ્રકારના ટીસ્યુ એ એક કરતા વધારે લેયર થી બનેલા હોય છે. આમા આવેલા સેલમા દરેક સેલ ની સાઈઝ એક સરખી હોતી નથી. જેમા દરેક લેયર ના સેલ એ ઇરેગ્યુલર સાઈઝ અને શેપમા જોવા મળે છે.

આ ટિસ્યૂ મા બોટમ લેયરના સેલ એ મોટી સાઈઝમા જોવા મળે છે અને તે સરફેસ પર આવતા તેની સાઈઝમા ઘટાડો જોવા મળે છે.

આ પ્રકારના ટીશ્યુ મુખ્યત્વે પ્રોટેક્શન અને સ્ટ્રક્ચર ના સપોર્ટ સાથે જોડાયેલા હોય છે. સ્ટ્રેટીફાઇડ એપીથિલીયમ ટીસ્યુ ને બે ભાગમા વહેંચવામાં આવે છે.

1.સ્ટ્રેટિફાઇડ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ.

2. ટ્રાન્ઝિશનલ એપીથેલીયમ ટીસ્યુ.

1. સ્ટ્રેટિફાઇડ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ.

સ્ટ્રેટિફાઇડ સ્કવેમસ એપીથિલિયમ ટીશ્યુ એ મલ્ટીપલ લેયર મા જોવા મળે છે . તેના મુખ્યત્વે બે ભાગ પાડવામા આવે છે.

À. નોન કેરેટીનાઈઝડ સ્ટ્રેટીફાઇડ એપીથેલીયમ ટીસ્યુ..

આ ટીશ્યુ મુખ્યત્વે બોડીના ભીના સપાટીવાળા ભાગે જોવા મળે છે.  જેમ કે આંખની કંજકટાઈવા, ઈસોફેગસ, વજાઇનલ કેવિટિ, ફેરિંગ્સ વગેરે..

તે ન્યુક્લિયસ વાળા સેલ હોય છે. તે ફ્લેટ આકાર ધરાવે છે.

B. કેરેટીનાઈઝડ સ્ટ્રેટીફાઇડ એપીથેલીયમ ટીસ્યુ…

આ પ્રકારના ટીસ્યુ મુખ્યત્વે શરીરના ડ્રાય એરિયામા જોવા મળે છે જેમકે સ્કિન, હેર, નેઇલ વગેરે જગ્યાએ જોવા મળે છે.

આ ટીસ્યુ મા મુખ્યત્વે કેરાટીન સબસ્ટન્સ હોય છે. જે વોટર ને રજીસ્ટન્ટ કરે છે. જેથી મુખ્યત્વે ઇવાપરેશન થઈ શકતુ નથી. તે આ  ટીશ્યુની મુખ્યત્વે લાક્ષણિકતા છે

2. ટ્રાન્ઝિશનલ એપીથેલીયમ ટીશ્યુ..

આ ટીશ્યુ એક કરતા વધારે લેયરમા જોવા મળે છે પરંતુ તેની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તેમા બેઝમેન્ટ મેમ્બ્રેન હોતુ નથી.

આમા પિયર આકારના સેલ જોવા મળે છે. મુખ્યત્વે યુરીનરી બ્લેડર ની અંદરની દીવાલમા આ પ્રકારના ટીશ્યુ જોવા મળે છે.

Q-2 a) Draw a diagram of heart and describe the cardiac cycle. 08
હૃદયની આકૃતિ દોરો અને કાર્ડીયાક સાઈકલ વર્ણવો.

  • કાર્ડીયાક સાયકલ ઓફ ધ હાર્ટ..

હાર્ટ એ સતત પંપ કરતું ઓર્ગન છે. હાર્ટની પંપિંગ એક્શન ને તેની કાર્ડીયાક સાયકલ કહેવામા આવે છે. હેલ્ધી વ્યક્તિમા એક મિનિટમાં 68 થી 72 વખત કાર્ડીયાક સાયકલ એટલે કે પંપીંગ એક્શન જોવા મળે છે.  એક કાર્ડીયાક સાયકલ પૂરી થવા માટે 0.8 સેકંડનો સમય લાગે છે. આ કાર્ય જીવંત મનુષ્યના હાર્ટ દ્વારા સતત ચાલ્યા કરે છે.

હાર્ટના એસ એ નોડ માથી ઉત્પન્ન થયેલ ઇમ્પલસીસ દ્વારા હાર્ટના મસલ્સ નુ કોન્ટ્રાકશન અને રિલેક્સેશન થાય છે. કોન્ટ્રેક્શન ને  સિસ્ટોલ તથા રિલેક્સેશનને ડાયસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે.

કાર્ડીયાક સાયકલમા નીચે મુજબની ઇવેન્ટસ જોવા મળે છે.

1. એટ્રીયલ સીસ્ટોલ..

એટ્રીયલ સિસ્ટોલ એટલે કે બંને એટ્રીયમનુ એક સાથે સંકોચન થવુ જેના માટે 0.1 સેકન્ડ નો સમય લાગે છે.

આ એટ્રીયલ સિસ્ટોલમા જ્યારે બંને એટ્રિયમ બ્લડથી ભરાય છે ત્યારે એસ એ નોડ દ્વારા ઇમ્પલસીસ જનરેટ થાય છે અને આ ઇમ્પલસીસ એ વી નોડ સુધી પહોંચે છે. આ સમય દરમિયાન 0.1 સેકન્ડનો સમય લાગે છે અને બંને એટ્રીયમનુ એકસાથે સંકોચન થાય છે બંને એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ ખુલે છે અને બંને એટ્રીયમ બ્લડ થી ખાલી થાય છે અને બંને વેન્ટ્રીકલ બ્લડથી ભરાય છે. આ તબક્કાને એટ્રીયલ સીસ્ટોલ કહેવામા આવે છે.

2. વેન્ટ્રીક્યુલર સિસ્ટોલ..

વેન્ટ્રીક્યુલર સિસ્ટોલ એટલે બંને વેન્ટ્રિકલનુ એક સાથે સંકોચન થવુ. તેના માટે 0.3 સેકંડનો સમય લાગે છે.

વેન્ટ્રીક્યુલર સિસ્ટોલ દરમિયાન જ્યારે બંને વેન્ટ્રીકલ એ બ્લડથી ભરાય છે ત્યારે એ વી નોડ થી ઈમ્પલ્સીસ બંડલ ઓફ હિસ અને  પરકિંજે ફાઇબર્સ સુધી એટલે કે હાર્ટના અપેક્ષ સુધી પહોંચે છે.

આ સમય દરમિયાન 0.3 સેકંડનો સમય લાગે છે અને બંને વેન્ટ્રિકલનુ એક સાથે સંકોચન થાય છે. બંને વેન્ટ્રીકલનુ બ્લડ અનુક્રમે રાઈટ વેન્ટ્રીકલનુ બ્લડ પલ્મોનરી આર્ટરી દ્વારા લંગસ મા જાય છે અને લેફ્ટ વેન્ટ્રિકલ નુ બ્લડ એઑર્ટા દ્વારા પુરા શરીરમા સર્ક્યુલેટ થાય છે. આ તબક્કાને વેન્ટ્રીક્યુલર સિસ્ટોલ કહેવામા આવે છે.

3. કમ્પ્લીટ કાર્ડિયાક ડાયસ્ટોલ..

કમ્પ્લીટ કાર્ડિયાક ડાયસ્ટોલ એટલે બંને એટ્રીયમ અને બંને વેન્ટ્રીકલ એટલે કે હાર્ટ ની ચારે ચેમ્બરનુ એક સાથે રીલેક્સેસન થવુ. આ ક્રિયા માટે 0.4 સેકંડનો સમય લાગે છે.

કમ્પ્લીટ કાર્ડિયાક ડાયસ્ટોલના સમય દરમિયાન હાર્ટમા કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી હોતી નથી. માયોકાર્ડિયમના મસલ્સ રિલેક્સ હોય છે. આ સમય દરમિયાન  બંને એટ્રીયમ અને બંને વેન્ટ્રીકલ ડાયલેટ થાય છે એટલે કે રિલેક્સ થાય છે. બંને એટ્રીયમ આ સમય દરમિયાન જ બ્લડથી ફરી પાછા ભરાય છે. આ રિલેક્સેશનનો સમય 0.4 સેકન્ડ નો હોય છે. તેને કમ્પ્લીટ કાર્ડિયાક ડાયસ્ટોલ કહેવામાં આવે છે.

આમ સંપૂર્ણ કાર્ડીયાક સાયકલ પૂરી થતાં 0.8 સેકંડનો સમય લાગે છે અને હાર્ટ નુ કોન્ટ્રાકશન અને રિલેક્સેશન થવાથી બ્લડ સર્ક્યુલેશન થાય છે.

b) Wine the difference between R.B.C and W.B.C આર.બી.સી અને ડબલ્યુ.બી.સી વચ્ચેનો તફાવત લખો. 04

(અ પ્રશ્ન તફાવત ને જેમ લખવો. અહી શરળતા ખાતર બંને હરે આપેલ છે.)

આર બી સી એ રેડ કલરના દેખાય છે જ્યારે ડબલ્યુ બી સી એ વાઈટ કલર અથવા કલર લેસ હોય છે..

આર બી સી નો આકાર એ સર્ક્યુલર બાયકોનકેવ ડિસ્ક શેપ નો હોય છે .. જ્યારે ડબલ્યુ બી સી એ રાઉન્ડ શેપના હોય છે.

આર બી સી મા ન્યુક્લિયસ એબ્સંટ હોય છે.. જ્યારે wbc મા ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય છે..

આર બી સી એ ઓક્સિજનના ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા હોય છે જ્યારે ડબલ્યુ બી સી એ બોડીમા ઇમ્યુનિટી જાળવવા તથા ડિફેન્સ મિકેનિઝમ સાથે જોડાયેલા હોય છે.

આર બી સી નો લાઇફ્ સ્પા ન 90 થી 120 દિવસ નો હોય છે જ્યારે ડબલ્યુ બી સી નો લાઈફ સ્પાન એ 5 થી 21 દિવસ નો હોય છે..

તેનુ ફંકશન કાર્ડીઓ વાસક્યુલર સિસ્ટમ સાથે જોડાયેલુ હોય છે જ્યારે wbc નું ફંક્શન કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ તથા લિમ્ફેટિક સિસ્ટમ બંને દ્વારા જોડાયેલુ હોય છે.

આર બી સી એ ટોટલ બ્લડના 40 થી 45% ભાગમા આવેલા હોય છે જ્યારે wbc એ ટોટલ બ્લડના એક ટકા ભાગમા આવેલા હોય છે..

આરબીસી બ્લડમા એક જ પ્રકારે જોવા મળે છે જ્યારે wbc ના બ્લડમા પાંચ પ્રકાર જોવા મળે છે..

આરબીસીએ ફક્ત બ્લડ સર્ક્યુલેશન મા જ સર્ક્યુલેટ થવાનો ગુણધર્મ ધરાવે છે જ્યારે wbc એ બ્લડ સર્ક્યુલેશન ઉપરાંત જરૂર પડે ત્યારે કનેક્ટિવ ટીશ્યુ અને લિમફેટીક સિસ્ટમ મા પણ ટ્રાવેલ કરી શકે છે..

આરબીસી નોર્મલ કરતા ઘટવાના લીધે એનીમીયા જોવા મળે છે જ્યારે ડબલ્યુ બી સી નોર્મલ કરતા ઘટવાના કારણે લ્યૂકો પેનીયા જોવા મળે છે.

OR

a) List out the hormones secreted by anterior pituitary gland and describe posterior pituitary gland -એન્ટિરીર પીચ્યુટરી ગ્લેન્ડ દ્વારા સ્ત્રાવ થતા હોર્મોનની યાદી બનાવો અને પોસ્ટીરીયર પીચ્યુટરી ગ્લેન્ડ વર્ણવો. 08.

Anterior Lobe (એન્ટિરિયર લોબ).

આ લોબ ને એડીનોહાઇપોફીસીસ તરીકે પણ ઓળખવામા આવે છે. તેના બંધારણમા કનેક્ટિવ ટીશ્યુના ફાઇબર્સ આવેલા હોય છે.

હાયપોથેલેમસ માથી સિક્રીટ થતા રિલીઝિંગ અને ઇનહીબિટિંગ હોર્મોન્સ ના લીધે પીચ્યુટરી ગ્લેન્ડના એન્ટિરિયર લોબ માથી નીચે મુજબના ઘણા હોર્મોન્સ સિક્રીટ થાય છે.

હાઇપોથેલેમસ એ પીચ્યુટરી ગલેન્ડના એન્ટિરિયર લોબ સાથે બ્લડ દ્વારા કનેક્ટેડ હોય છે અને એન્ટિરિયર લોબ માથી સિક્રીટ થતા હોર્મોન્સ પર હાઇપોથેલેમસ નો કંટ્રોલ રહેલો હોય છે.

એન્ટિરિયર લોબ માથી નીચે મુજબના હોર્મોન્સ સિક્રીટ થાય છે.

À. Growth Hormone (ગ્રોથ હોર્મોન)

B. Thyroid Stimulating Hormone (થાઇરોઈડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન) (TSH)

Ç. Adreno Corticotropic Hormone (એડ્રીનો કોર્ટીકોટ્રોફીક હોર્મોન) ACTH

D. Prolactin Hormone (પ્રોલેક્ટીન હોર્મોન)

E. Gonadotropic Hormone (ગોનાડો ટ્રોફિક હોર્મોન)

1. Follicle Stimulating Hormone (ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન) (FSH)

2. Luteinizing Hormone (લ્યુટીનાઇઝિંગ હોર્મોન) (LH)

Posterior Lobe (પોસ્ટિરિયર લોબ)

આ પોસ્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડના ભાગમા આવેલો લોબ છે.

તેને ન્યુરોહાઇપોફીસીસ તરીકે ઓળખવામા આવે છે.

પિચ્યુટરી ગ્લેન્ડ નો આ લોબ એ હાઇપોથેલેમસ સાથે નર્વ અને નર્વ ફાઇબર દ્વારા જોડાયેલો હોય છે.  જેના લીધે તેને ન્યુરોહાઇપોફીસીસ તરીકે ઓળખવામા આવે છે. આ લોબ  દ્વારા નીચે મુજબના હોર્મોન્સ સિક્રીટ થાય છે.

À. Oxytocin (ઓક્સિટોસિન)

આ પોસ્ટિરીયર લોબ દ્વારા સિક્રીટ થતો હોર્મોન છે. તે ડીલીવરી વખતે નોર્મલ લેબર પેઇન ને સ્ટાર્ટ કરવા માટે તથા યુટ્રસ મા આવેલા માયોમેટ્રિયમ મસલ્સના કોન્ટ્રાકશન કરતો હોર્મોન છે. જેનાથી ચાઈલ્ડ બર્થ નો પ્રોસેસ સારી રીતે થઈ શકે છે.

ઓક્સિટોસિન હોર્મોન દ્વારા જ્યારે બાળક મધરના બ્રેસ્ટ મિલ્ક ને શક કરે છે ત્યારે બ્રેસ્ટ માથી મિલ્ક ને બહાર ઇજેક્ટ કરવા માટે પણ આ હોર્મોન કાર્ય કરે છે.

આ હોર્મોને સ્મૂધ મસનના કોન્ટ્રાકશન માટે પણ જવાબદાર હોય છે જેમા સેક્સયુઅલ ઇન્ટરકોર્સ વખતે સ્મુધ મસલ્સ નો કોન્ટ્રાકશન કરે છે જેના લીધે સ્પર્મ એ વજાઇનલ કેવીટી અને યુટ્રસ માથી ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચી શકે છે.

B. Anti Diuretic Hormone (એન્ટી ડાયુરેટિક હોર્મોન) (ADH)

આ હોર્મોન ને બીજા વાસોપ્રેસીન ના નામથી પણ ઓળખવામા આવે છે. આ હોર્મોન એ બોડી માથી મોટા પ્રમાણમા યુરિન બહાર નીકળતુ રોકે છે જે રીનલ ટ્યુબ્યુલન્સમા વોટર નુ એબ્સોર્પશન કરે છે જેના કારણે યુરીન એક્સક્રીશન પર કંટ્રોલ રહે છે.

તે બોડીમાં વોટરનું પ્રમાણ જાળવવા માટે અને ફ્લૂઇડ બેલેન્સ કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.

તે સ્મુધ મસલ્સના કોન્ટ્રાકશન કરે છે જેના કારણે બ્લડપ્રેશર ઈન્ક્રીઝ કરવા માટે અગત્યનુ કાર્ય કરે છે.

b) Write the difference between artery and vein.
આર્ટરી અને વેઈન વચ્ચેના તફાવત લખો.
04

(અ પ્રશ્ન તફાવત ને જેમ લખવો. અહી શરળતા ખાતર બંને હારે આપેલ છે.)

હાર્ટ તરફ થી બોડી તરફ બ્લડ લઇ જતી બ્લડ વેસલ્સ ને આર્ટરી કહે છે જયારે બોડી તરફ થી બ્લડ હાર્ટ તરફ લઇ આવતી બ્લડ વેસલ્સ ને વેઇન કહે છે.

આર્ટરી મા ઓક્સીજનેટેડ બ્લડ સર્ક્યુલેટ થાય છે અપવાદ પલ્મોનરી આર્ટરી અને વેઇન મા ડીઓક્સીજનેટેડ બ્લડ સર્ક્યુલેટ થાય છે અપવાદ પલ્મોનરી વેઇન.

આર્ટરી મા વાલ્વ આવેલ હોતા નથી જયારે વેઇન મા વાલ્વ આવેલ હોય છે.

આર્ટરી મા બ્લડ ઓકસીજન યુકત હોવાથી બ્રાઈટ રેડ કલર નુ દેખાય છે જયારે વેઇન મા કાર્બન ડાયોકસાઈડ હોવાથી તેનુ બ્લડ ડલ રેડ કે ઓછુ લાલ દેખાય છે.

આર્ટરી ડીરેક્ટ હાર્ટ માંથી નીકળતી હોવાથી તેમાં પલ્સેશન સંભળાય છે જયારે વેઇન મા પલ્સ આવતા નથી.

આર્ટરી મુખ્યત્વે બોડી મા ડીપ (ઊંડાઈ) આવેલ હોય છે જયારે વેઇન સુપરફીસીયલ આવેલ હોય છે.

આર્ટરી મા વચ્ચે નું લેયર વધારે ઈલાસ્ટીક હોય છે જેથી તેના ડાયામીટર મા વધારે ચેન્જ થઈ શકે છે જયારે વેઇન નુ વચ્ચે નું લેયર આર્ટરી જેટલુ ઈલાસ્ટીક હોતુ નથી.

આર્ટરી નુ લ્યુંમેન નોર્મલી સાંકડુ હોય છે જયારે વેઇન નુ લ્યુંમેન આર્ટરી ની સરખામણી મા પોહડુ હોય છે.

આર્ટરી માં બ્લડ નો ફોર્સ વધારે હોય છે જયારે વેઇન મા બ્લડ નો ફોર્સ ઓછો હોય છે.

આર્ટરી મા બ્લડ નો જથ્થો ઓછો હોય તે સમયે તેની દીવાલ વધારે મજબુત હોવાના લીધે સંકોચાતી (કોલેપ્સ) નથી જયારે વેઇન મા બ્લડ નો જથ્થો ઓછો હોય ત્યારે તે સંકોચાય જાય છે.

Q.3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે) 6×2-12

a) Draw a diagram of skin and describe its structure. ચામડીની આકૃતિ દોરો અને તેનું સ્કૂકચર વર્ણવો.

સ્કીન એ બોડીને બહારની બાજુએથી સંપૂર્ણ કવર કરતુ એક આવરણ છે. તેને ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ પણ કહેવામા આવે છે. આપણા બોડીનો આ સૌથી મોટુ ઓર્ગન કે ભાગ છે.

સ્કિનનો ટોટલ સરફેસ એરિયા એ 2 મીટર સ્ક્વેર જેટલો આવેલો હોય છે અને તેની થીક્નેસ એ અંદાજિત 1 થી 2 mm જેટલી આવેલી હોય છે.

  • Structure Of the Skin (સ્ટ્રક્ચર ઓફ ધ સ્કીન).

સ્કીન ના સ્ટ્રક્ચરમા સ્કીનના લેયર, તેમા આવેલી ગ્લેન્ડ્સ, નેઇલ અને હેઇર નો સમાવેશ થાય છે.

Layers of the Skin (લેયર્સ ઓફ ધ સ્કીન).

સ્કીનના મુખ્યત્વે ત્રણ લેયર જોવા મળે છે.

1. એપીડર્મીસ

2. ડર્મિશ

3. હાઈપોડર્મિસ

1. Epidermis (એપીડર્મીશ).

તે સ્કિન નુ સૌથી સુપરફિશિયલ અને બહારની બાજુએ આવેલુ લેયર છે. તેના બંધારણમા સ્ટ્રેટીફાઇડ કોલ્યુમનર એપીથેલીયમ ટિસ્યૂ આવેલા હોય છે. આ લેયર એ બ્લડ વેસેલ્સ ધરાવતુ નથી.

એપીડર્મીશ એ સમાન રીતે બોડીમા વહેંચાયેલુ હોતુ નથી. ક્યાંક તેની જાડાઈ વધારે હોય છે જેમ કે પગના તળિયા અને હાથની હથેળીઓ. ક્યાંક તેની જાડાઈ ઓછી પણ જોવા મળે છે જેમ કે આંખની કોર્નિયા નો ભાગ.

એપીડર્મીસ લેયર મા બેઝમેન્ટ લેયર થી સેલ ગ્રો થઈ અને ઉપર સુપરફિશિયલ લેયર સુધી આવે છે.  સંપૂર્ણ એપીડર્મીશ ને રિપ્લેસ થતા 35 થી 40 દિવસ જેટલો સમય લાગે છે.

એપીડર્મિશ લેયરમા નીચે મુજબના લેયર આવેલા હોય છે.

À. Stratum Corneum (સ્ટ્રેટમ કોર્નીયમ).

આ બધા લેયરમા સૌથી બહારનુ લેયર છે. તેમા ડેડ સેલ એક લાઈનમા ગોઠવાયેલા હોય છે. આ સેલ એ ફ્લેટ અને ખૂબ જ પાતળા હોય છે.

આ લેયરમા કેરાટીન આવેલુ હોય છે. તે એક પ્રોટીન છે. તે અંદર આવેલા સેલને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય કરે છે અને તેને ડ્રાય થતા રોકે છે.

તે સ્કીન ની ઇલાસ્ટીસીટી મેન્ટેઇન કરે છે અને તેને સોફ્ટ રાખવા માટે મદદ કરે છે.

આ લેયર એ બહારની બાજુના ઘસારાના કારણે સતત ખરતુ રહે છે.

B. Stratum Lucidum (સ્ટ્રેટમ લ્યુસીડમ).

આ લેયર એ પણ ડેડ અને ચપટા સેલ દ્વારા બનેલુ છે. તેને બ્લોક લેયર પણ કહેવામા આવે છે કારણ કે આ લેયરમા આવેલા સેલમા વોટર અને ન્યુક્લિયસ હોતા નથી.

આ લેયરમા એલઇડીન નામનુ પ્રોટીન આવેલુ હોય છે. જે અલ્ટ્રાવાયોલેટ રેઇઝ સૂર્ય તરફથી આવતા હોય તેના તરફ થી સ્કિનને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય કરે છે.

Ç. Stratum Granulosum (સ્ટ્રેટમ ગ્રેન્યુલોઝમ).

આમા સેલમા ગ્રેન્યુલ્સ હોવાના કારણે તેને ગ્રેન્યુલોઝ્મ લેયર કહેવામા આવે છે.

આ લેયર એ 2 થી 4 સેલની રો જેટલુ થીક હોય છે.

D. Stratum Germinative (સ્ટ્રેટમ જર્મીનેટિવ).

આ લેયર એ એપીડર્મિસ નુ  સૌથી અંદરનુ લેયર છે.

આ લેયર એ થોડા થોડા સમયે નવા સેલ બનાવે છે અને તે સેલ સરફેસ તરફ ઉપર આવતા જાય છે. અહીં બે પ્રકારના સેલ જોવા મળે છે, પ્રીકલ સેલ અને બેઝલ સેલ.

2. Dermis Layer (ડર્મીશ લેયર).

સ્કીન નુ આ લેયર એ એપીડર્મીસ થી નીચે આવેલુ હોય છે. તેમા કનેક્ટિવ ટીશ્યુ આવેલા હોય છે. આ લેયરમા કોલાજન ફાઇબર, ઇલાસ્ટિક ફાઇબર અને રેટિક્યુલર ફાયબર આવેલા હોય છે. જેના લીધે સ્કીનની ઇલાસ્ટીસીટી મેન્ટેઇન રહે છે. આ ફાઇબર એ સ્કીનને મજબૂત બનાવે છે અને સપોર્ટ આપવા માટે ખૂબ જ અગત્યના હોય છે.

ડર્મિશ મા આવેલા સેલ મા ફેટ સેલ, ફાઈબ્રો બ્લાસ્ટ અને મેક્રોફેજિસ સેલ નો સમાવેશ કરવામા આવે છે.

ડરમીસ લેયર એ પેપીલર લેયર અને રેટિક્યુલર લેયર દ્વારા કમ્પલેટ બનેલુ હોય છે. જે બંને એકબીજા સાથે કનેક્ટેડ છે, સેપરેટ કરી શકાતા નથી.

ડર્મીસ લેયરના બંધારણમા બ્લડ વેસલ્સ, લીમ્ફ વેસલ્સ, હેઇર ફોલિકલ, સેન્સરી નર્વ એન્ડીગસ,

સ્વેટ ગ્લેન્ડ, સીબેસીયસ ગ્લેન્ડ વગેરે સ્ટ્રક્ચર આવેલુ હોય છે.

3. Hypodermis Layer (હાઈપોડર્મીસ લેયર).

આ લેયર એ ડર્મિશ લેયરથી નીચે આવેલુ હોય છે. તેને સબ ક્યુટેનિયસ લેયર પણ કહેવામા આવે છે.

આ લેયર એ લુઝ ફાઇબરસ કનેક્ટિવ ટીશ્યુ થી બનેલુ હોય છે. તે ડર્મિસ કરતા જાડુ હોય છે. તેમા બ્લડ વેસલ્સ, લીમ્ફ વેસલ્સ અને નર્વસ આવેલી હોય છે.

b) List out the organs of lymphatic system and describe structure and functions of lymph node. લીમ્ફેટીક સીસ્ટમના અવયવોની યાદી બનાવો લીમ્ફનોડ ની રચના અને કાર્યો વર્ણવો.

Lymphatic System એ Lymph નામનું પ્રવાહી ધરાવે છે જે lymph vessels મા વહે છે. લીમ્ફેટીક tissue એ રેટીકયુલર કનેકટીવ ટીસ્યુનો એક ભાગ છે જે લીમ્ફોસાઈટસ મોટી સંખ્યામાં ધરાવે છે.

Lymph એ lymph vessels માં વહે છે અને lymph nodes માં થઇ અને બ્લડ સાથે ભડે છે.

Lymphatic System મા નીચેના અવયવો નો સમાવેશ થાય છે

lymph, lymph vessels, lymph nodes, lymph organs (spleen, thymus gland), lymphoid tissue (tonsils), Bone marrow.

structure and functions of lymph node.

લીમ્ફ નોડસ : લીમ્ફ નોડસ એ નાની ઓવેલ કે બિન સેપની રચના છે. જે લીમ્ફ વેસલ્સના માર્ગમાં આવેલી હોય છે. જે લીમ્ફને ફિલ્ટર કરવાનું કર્યા કરે છે અને તેમાં જ લીમ્ફોસાઈટસ બને છે. મુખ્યત્વે લીમ્ફોનોડસ એ જોઈન્ટના ભાગે તથા એકઝીલા, THORAX, ABDOMAN અને ગ્રોઇનના ભાગે આવેલ હોય છે.

Structure of lymph nodes :

દરેક લીમ્ફોનોડસને ડેન્સ કનેકટીવ ટીસ્યુની બનેલી આઉટર કવરીંગ હોય છે જેને કેપ્સ્યુલ કહે છે અને તેના અંદર તરફ લંબાયેલ ભાગને ટ્રાબેક્યુલ કહે છે. જે લીમ્ફનોડને અમુક ભાગમાં વિભાજીત કરે છે.

લીમ્ફનોડના ભાગને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. outer surface તરફનો ભાગ cortex અને અંદરનો ભાગ મેડ્યુલા કહેવાય છે.

લીમ્ફનોડમાં લીમ્ફ એક જ દિશામાં વહન થાય છે જે લીમ્ફનોડમાં અંદર દાખલ થતી વેસલ્સ અફેરન્ટ વેસલ્સ અને બહાર નીકળતી વેસલ્સ ને ઇફેરન્ટ વેસલ્સ કહે છે. દાખલ થતા અને બહાર નીકળતા વેસલ્સના ડીપ્રેસ્ડ ભાગને હાઈલમ કહે છે. Blood Vessels પણ અહીંથી જ અંદર-બહાર જાય છે.

  • Functions of lymph nodes :

ફિલ્ટરીંગ એન્ડ ફેગોસાઈટોસીસ : લીમ્ફોનોડ લીમ્ફને ફિલ્ટર કરે છે જેમાં એક બાજુથી લીમ્ફ દાખલ થાય છે અને બીજી બાજુથી ફિલ્ટર થઇ બહાર નીકળે છે. આમાં રહેલા મેક્રોફેજીસ  ફેગોસાઈટોસીસની ક્રિયા દ્વારા તેમાં રહેલા ફોરેન સબસ્ટન્સને ડીસ્ટ્રોય કરે છે અને લીમ્ફ બ્લડ સાથે ભળે છે.

પ્રોલીફરેશન ઓફ લીમ્ફોસાઈટસ : પ્લાઝમા સેલ્સ અને T સેલ્સ લીમ્ફોનોડમાં તેની સંખ્યામાં વધારો થાય શકે છે અને તે લીમ્ફોનોડ માંથી નીકળી અન્ય બોડીપાર્ટમાં પણ સર્ક્યુલર થઇ શકે છે જેથી ઈમ્યુન રિસ્પોન્સ જળવાઈ રહે છે.

હીમેટોપોએસીસ : બોનમેરો તરફથી આવતા અમુક લીમ્ફોસાઈટસ અને મોનોસાઈટ એ લીમ્ફોનોડસમાં આવે છે અને ત્યાં તેનું ફાઈનલ મેરયોરેશન થાય છે.

c) List out the bones present in middle ear and describe about long bone (Femur). -મીડલ ઇયર માં આવેલા હાડકાની યાદી બનાવો અને લાંબા હાડકા (ફીમર) વિશે વર્ણવો.

મિડલ ઈયર મા આવેલ ઓડિટરી ઓસિકલ્સ...

મિડલ ઇયર માં આવેલ બોન્સ ને ઓડિટરી ઓસિકલ્સ કહેવામાં આવે છે જેની અંદર મેલસ, ઇન્કસ અને સ્ટેપસ બોન નો સમાવેશ થાય છે. તેની સંખ્યા દરેક ઈયર મા એક એક હોય છે એટલે કે બોડી માં ટોટલ 6 ની સંખ્યામાં ઓડિટરિ ઓસીકલ્સ આવેલા હોય છે.

મેલસ 02

ઇનકસ 02

સ્ટેપસ 02

describe about long bone Femur.

Femur Bone (ફીમર બોન).

ફીમર બોન એ લોવર એક્સ્ટ્રીમિટી મા આવેલુ બોન છે. તે શરીરમા આવેલા તમામ બોન મા સૌથી લાંબામા લાંબુ અને મજબૂત બોન છે.

આ બોન ને બે એક્સ્ટ્રીમિટી તથા એક સાફટ નો ભાગ આવેલો હોય છે. જે નીચે મુજબ છે.

અપર એક્સ્ટ્રીમીટી.

ફીમર બોન ના સૌથી ઉપરના વન થર્ડ ભાગને અપર એક્સ્ટ્રીમીટી કહેવામા આવે છે. જેમાં નીચે મુજબનુ સ્ટ્રક્ચર રહેલુ હોય છે.

હેડ..

ફીમર બોન ના સૌથી આગળના ભાગે ગોળાકાર બોન નો ભાગ હોય છે.  જે ભાગને ફીમર નુ હેડ કહેવામા આવે છે.

આ ગોળાકાર ભાગ એ ઇનોમિનેટ બોનના એસિટાબ્યુલમ કેવિટી સાથે જોડાય અહી હિપ જોઈન્ટ બનાવે છે.

હિપ જોઈન્ટ એ સાઈનોવીયલ જોઈન્ટ છે જેથી સાઈનોવિયલ જોઈન્ટ ની બધી જ કેરેક્ટરિસ્ટિકસ અહી જોઈ શકાય છે.

નેક..

હેડ પછી આવતા સાંકડા ભાગને નેક કહેવામા આવે છે. જે ચાર થી પાંચ સેન્ટિમીટર લાંબો અને રાઉન્ડ શેપમા જોવા મળે છે.

ગ્રેટર ટ્રોકેન્ટર અને લેઝર ટ્રોકેન્ટર..

નેક નો ભાગ પૂરો થાય ત્યા બોનના બે રફ અને ઉપસેલા મોટા ભાગ જોવા મળે છે. જેને ટ્રોકેન્ટર કહેવામા આવે છે.

બહારની બાજુએ ઉપસેલા મોટા ભાગ ને ગ્રેટર ટ્રોકેન્ટર કહેવામા આવે છે.  જ્યારે અંદરની બાજુએ ઉપસેલા નાના ભાગને લેઝર ટ્રોકેન્ટર કહેવામા આવે છે. આ ટ્રોકેન્ટરના ભાગને કનેક્ટ કરતી લાઈનને ઇન્ટરટ્રોકેન્ટરિક  લાઈન કહેવામા આવે છે. આ ભાગ એ મસલ્સ જોડાયેલા હોય છે.

અપર એક્ષટ્રીમીટી પૂરી થાય પછીના બોન ના વચ્ચેના ભાગને એટલે કે બોનના મિડલના ભાગને સાફટ તરીકે ઓળખવામા આવે છે. જેનુ સ્ટ્રક્ચર નીચે મુજબ છે.

લીનીયા આસ્પેરા..

સાફટના ભાગે પોસ્ટીરીયર સાઈડે એક બોનની કિનારી ઉપસેલી હોય છે.  જેને લિનિયા આસ્પેરા કહેવામા આવે છે. આ ભાગ એ મસલ્સ જોડાયેલા હોય છે. ફીમર બોન ના સાફટ નો ભાગ એ સીલીન્ડ્રીકલ અને ગોળાકાર શેપ હોય છે.

લોવર એક્સ્ટ્રીમિટી..

ફીમર બોન ના નીચેના વન થર્ડ ભાગ ને લોવર એક્ટિવિટી કહેવામા આવે છે. જેમા નીચેની બાજુ એ બે ગોળાકાર ઉપસેલા બોનના ભાગ જોવા મળે છે. જેને કોંડાઇલ કહેવામા આવે છે. મીડિયલ સાઇડે આવેલા કોંડાઇલ ને મીડિયલ કોંડાઇલ તથા લેટરલ બાજુએ લેટરલ કોન્ડાઇલ હોય છે. આ બંને કોંડાઇલ ની વચ્ચેના ભાગે સેપરેટ કરતા ભાગને ઇન્ટરકોડાઈલર નોચ કહેવામા આવે છે.

આ  કોંડાઇલ ની આગળની સરફેસ એ સ્મુધ સરફેસ હોય છે જેને પટેલર સરફેસ કહે છે ત્યા પટેલા બોન જોડાય છે.

ફીમર બોન ની લોવર એક્સ્ટ્રીમિટીના પાછળના ભાગે એક ટ્રાયએન્ગ્યુલર સરફેસ તૈયાર થાય છે. જેને પોપલીટીયલ સરફેસ કહેવામા આવે છે. આ ભાગે પોપલીટીયલ વેસલ્સ અને નર્વ જોવા મળે છે.

Q.4 Write short notes. ટૂંકનોધ લખો. (કોઈપણ ત્રણ) 12

a) Difference between active immunity and passive immunity.
એક્ટિવ ઈમ્યુનીટી અને પેસીવ ઈમ્યુનીટીનો તફાવત લખો.

એક્ટિવ ઇમ્યુનિટી અને પેસિવ ઇમ્યુનિટી વચ્ચેનો તફાવત એ છે કે બંને તંત્રો રોગોથી રક્ષણ પ્રદાન કરવાની રીતમાં વિભિન્ન છે:

1. એક્ટિવ ઇમ્યુનિટી

  • Definition: એક્ટિવ ઇમ્યુનિટી તે સ્થિતિ છે જેમાં શરીર પોતે પોતાની સામે રોગપ્રતિકારક પ્રોટીન, જેમ કે એન્ટિબોડીઝ અથવા સેલ્સ, બનાવે છે.
  • Cause: આ પ્રકારની ઇમ્યુનિટી પરિપક્વ થાય છે જ્યારે વ્યક્તિને ચેપ થાય છે અથવા ઇમ્યુનાઇઝેશન (લસિકો, વેક્સિન) દ્વારા વિજ્ઞાનિક રીતે પ્રક્રિયા કરવામાં આવે છે.
  • Duration: એક્ટિવ ઇમ્યુનિટી લાંબા સમય માટે ટકાવી શકે છે અને બધી પ્રકારની ચેપોની સામે રક્ષણ પ્રદાન કરે છે.
  • Example: મોસમની ફ્લૂ માટે વેક્સિન મેળવવું, સ્વાભાવિક રીતે રોગનો ચેપ થવું.

2. પેસિવ ઇમ્યુનિટી

  • Definition: પેસિવ ઇમ્યુનિટી તે સ્થિતિ છે જેમાં શરીરને બાહ્ય સ્ત્રોતોથી એન્ટિબોડીઝ મળે છે, જે પોતે ન બનાવતી હોય.
  • Cause: આ પ્રકારની ઇમ્યુનિટી વિવિધ સ્ત્રોતો, જેમ કે માતા દ્વારા મોમિલ્કમાં અથવા ખાસ એન્ટિબોડીઝથી પ્રદાન કરવામાં આવે છે, જે બહારથી દાખલ કરવામાં આવે છે.
  • Duration: પેસિવ ઇમ્યુનિટી તાત્કાલિક રક્ષણ પ્રદાન કરી શકે છે પરંતુ તેને ટકાઉ રહેતી નથી; તે સામાન્ય રીતે થોડીવાર માટે કાર્યક્ષમ હોય છે.
  • Example: તબીબી રીતે આપેલા એન્ટિબોડીઓ (જેમ કે રેબીસ ઇમ્યુનોગ્લોબુલિન), જન્મ પછી બાળકને માતાના દૂધમાં મળનારી એન્ટિબોડીઓ.

સંપૂર્ણ રીતે, એક્ટિવ ઇમ્યુનિટી શરીરના સ્વાભાવિક રક્ષણના મિકેનિઝમને પ્રેરિત કરે છે, જ્યારે પેસિવ ઇમ્યુનિટી બાહ્ય સ્ત્રોતોથી તરત રક્ષણ પ્રદાન કરે છે, પરંતુ લઘુકાળ માટે.

બાયો મેડીકલ વેસ્ટના હેલ્થ હેઝાર્ડ વર્ણવી

b) Write the hazards of Bio-Medical waste.
બાયોમેડીકલ વેસ્ટના જોખમો જણાવો.

  • બાયો મેડિકલ વેસ્ટ જેમાં હાનિકારક સૂક્ષ્મ જીવો રહેલા હોય છે જે હોસ્પિટલમાં રહેલા પેશન્ટ હોસ્પિટલમાં કામ કરતા હેલ્થ વર્કર અને જનરલ પબ્લિકને નુકસાન કરી શકે છે

  • બાયો મેડિકલ વેસ્ટ માં શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સીરીંજ સ્કાલપેલ વગેરે હોય છે જેનાથી ઇન્જરી થઈ શકે છે

  • ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ ફાર્માસ્યુટિકલ ની ટોક્સિક પ્રોડક્ટ ખાસ કરીને એન્ટીબાયોટિક અને આજુબાજુના વાતાવરણમાં રિલીઝ થવાથી થાય છે આ સિવાય મર્ક્યુરી અને બોક્સિંગ પણ નુકસાન કરે છે

  • વેસ્ટ ના ડીશ ઇન્ફેક્શન કે વેસ્ટ ટ્રીટમેન્ટ એક્ટિવિટીઝ દરમ્યાન કેમિકલ બન્સ થઈ શકે છે
    ઇન્સિનરેશન પ્રોસેસથી એર પોલ્યુશન થાય છે

  • નીડલ વગેરેના યુઝ કરવાથી ઇન્ફેક્શન થાય છે
  • સેફ ઇન્જેક્શન પ્રેક્ટિસ ન હોવાથી એચઆઈવી હિપેટાઇટિસ બી હિબેલાઇટિસ બી વગેરે જેવા ઇન્ફેક્શન ડિસિજ મેડિકલ વેસ્ટ ના કારણે થાય છે

  • નીડલ સ્ટીક એન્જરીના કારણે પણ આ બધા ડીસીઝ થઈ શકે છે બાયો મેડિકલ વેસ્ટ હેન્ડલિંગ કરતા લોકો ને ખાસ એન્જરી અને બીજા ડીસીઝ થઈ શકે છે

c) Importance of microbiology in nursing નર્માંસિંગ માઈક્રોબાયોલોજીનું મહત્વ

  • 1) સુક્ષ્મજીવો મનુષ્યમાં રોગ ઉત્પન્ન કરવાની શકિત ધરાવે છે માટે આ અભ્યાસ દ્વારા તેઓની લાક્ષણિકતા અને વર્તણુંક જાણી શકાય છે.
  • (2) Microbiology ના અભ્યાસથી રોગ કેવી રીતે થાય છે. કેવી રીતે ફેલાઈઅને કેવી રીતે અટકlવી શકાય તે આપણે જાણી શકીએ છીએ.
  •  (૩)Bacteria ને ઓળખવા માટે Laboratory તપાસવી જરૂરીયાત.
  • (4) સુક્ષ્મજીવાણું જન્ય રોગોના પ્રતિકાર માટે વ્યક્તિગત આરોગ્ય અને રોગપ્રતિકારક પગલા કેટલા અગત્યના છે, તે જાણી – સમજી શકાય છે
  • (5) સુક્ષ્મજીવાણુંથી થતા રોગો વિશે લોકોમાં પ્રચલિત અંધશ્રધ્ધા, અજ્ઞાનતા – viઅને વહેમ દૂર કરી સાચી સમજણ આપી શકાય.Social Stigma
  • દર્દીની સારવાર કરતી વખતે સાવચેતીનાં પગલાં લઈ શકીએ .
  • (7) સુક્ષ્મજીવાણુ થી થતાં રોગને પારખી શકાય છે તથા નિદાન અને ફેલાતો અટકાવવાનાં ઉપાયો કરી શકાય છે.

d) Factors affecting on growth of microorganism માઈફોઓર્ગેનીઝમના વિકાસને અસર કરતા પરિબળો

1) Moisture (ભેજ)

દરેક બેક્ટરીયા ને Nourishing food ની જેમ પાણીની પણ જરૂરીયાત ગ્રોથ માટે હોય છે. હકીકતમાં પાણીની ગેરહાજરીમાં બેક્ટરીયા ને ખોરાક મળી શકતો નથી, કારણ કે બૅક્ટરીયા ની તી wall માંથી પસાર થવા માટે દરેક food elements (તત્વો) ને પ્રવાહી સ્થિતિમાં હોવું જરૂરી છે. દરેક પ્રકારના બેક્ટરીચા પ્રવાહી માધ્યમ ( Aqueous medium) માં સારો ગ્રોથ કરે છે, સંપૂર્ણપણે moisture વગરનું વાતાવરણ તેનો ગ્રોથ થતો અટકાવે છે. અથવા નાશ કરે છે.

આ ઉપરાંત cell ઓછી કે વધુ Humidityમા જીવી શકતા નથી

2) Light  (પ્રકાશ)

sun light મા રહેલા ultraviolet કિરણો ના સીધા સંપર્ક થી મોટા ભાગ ના bacteria નાશ પામે છે.

3) Temperature (તાપમાન) :-

  • તાપમાન એ બેક્ટેરીયાના ગ્રોથ પર અસર કરતું ખુબજ અગત્યનું factor છે. Bacteria growth માટે food, water  સાથે optimal temperature જરૂરી છે. 
  • જુદા જુદા બેક્ટરીયા માટે જુદું જુદું optimal (અનુકૂળ) temperature  હોય છે.
  •  માણસના શરીરમાં ગ્રોથ થતા બેક્ટરીયા માટે 37° C એ અનુકુળ તાપમાન (Optimal temperature ) છે.
  • આમ છતા ઘણા બેક્ટરીયા mesophilic ( meso = middle, phille = loving ) હોય છે. તેના માટે optimal temperature 25 થી 39* C હોય છે. 
  • મોટા ભાગ ના bacteria આ રીતે grow થાય છે.
  • તો સિવાયન psychrophilic ( Psychro = cold ) bacteria 4 C to 10° C વચ્ચે વધુ સારો ગ્રોથ પામે છે, અમુક 
  • Thermophilic {Therma – Heat ) પણ જોવા મળે છે. તેનો ગ્રોથ 55° C to 75 C વચ્ચે સારો થાય છે. 
  • 75 C થી વધારે તાપમાન બેક્ટરીયા માટે fatal હોય છે. હકીકતમાં ઉંચુ તાપમાન જુદી જુદી રીતે બેક્ટરીયા નો નાશ કરવા માટે ઉભુ કરવામાં આવે છે. 
  • જેમ કે moist heat (વરાળ),boiling water, pasteurization & autoclaving.
  • ઘણી જાતો ખુબજ નીચા તાપમાને પણ જીવી શકે છે. જેમ કે yeast, mould, viruses & Rickettsia, spirochetes (76* C  એ વર્ષો સુધી જીવીત રહી શકે છે).
  • (4) Oxygen (પ્રાણવાયુ)
  • બેક્ટરીયા ના જીવન માટે O2 પણ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા પ્રકારના બેક્ટરીયા ફક્ત O2 ની હાજરીમાં જ જીવી શકે છે, કે ગ્રોથ કરી શકે છે. તેઓ Aerobes (EX.Sarcina) કહેવાય છે.
  •  એનાથી ઉલટું Anaerobes 02 ની ગેરહાજરીમાં જીવી કે ગ્રોથ કરી શકે છે. દા.ત. Closteridium tetani- 
  • આ સિવાય એવા પણ બેક્ટરીયા છે. જે 02 ની હાજરી કે ગેર હાજરીમાં પણ જીવી શકે છે. તેઓ facultative anaerobes થી ઓળખાય છે. દા.ત. Salmonella typhi.
  • Microaerophils એ હવા મા હાજર કરતા ઓછા oxygen મા વધુ Growth થાય છે.
  • (5)Hydrogen Ion Concentration: (Acidity and Alkalinity) PH મિડિયમ
  • જે પ્રવાહીમાં બેક્ટરીયા growth થાય છે, તેની acid કે alkly concentration (સાંદ્રતા) ગ્રોથ પર અસર કરે છે.
  •  આને hydrogen ion concentration index થી જોવામાં આવે છે.
  • PH – 0 (Zero) એ સૌથી વધુ acidic,
  • PH – 14 એ સૌથી ઓછી acidic concentration દર્શાવે છે.
  • PH – 7.) એ nutral (તટસ્થ),
  • PH <7 એ acidic 
  • અનેPH >7એ alkaline
  •  સ્થિતિ દર્શાવે છે.મોટા ભાગના bacteria PH 5.0 થી 8.5 વચ્ચે વધુ સારી રીતે growthપામે છે. આમા પણ અમુક અપવાદ જોવા મળે છે.

6)Osmotic pressure :-

  • Bacteria નાં જીવનનો આધાર વધારે કે ઓછા osmatic pressure પર પણ રહેલો છે. જે bacteria ને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે કે જેનું Osmatic pressure ખુબ જ વધારે હોય કે ખુબ જ ઓછુ હોય તો bacterial cell માં પ્રવાહી બહાર નીકળી જવાથી collapse થઇ જાય છે અથવા Dormant (નિષ્ક્રીય) થઇ જાય છે. 
  • Carbon Dioxide પણ bacteria ના growth માટે જરુરી છે. 

Q.5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ)12

a) External Respiration – એકસટર્નલ રેસ્પીરેશન

રેસ્પિરેશન એટલે બે સરફેસ વચ્ચે થતુ ગેસ એક્સચેન્જ. જેમા એટમોસ્ફિયર ની એઇર એ લંગ મા દાખલ થાય છે. લંગ ના ટીસ્યુ અને બ્લડ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે જેને એક્સટર્નલ રેસ્પિરેશન કહેવામા આવે છે.

b) Nasocomial infection – નોસોકોમીયલ ઈન્ફેક્શન

નોસોકોમીયલ ઇન્ફેક્શન, જેને હૉસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન અથવા હેલ્થકેર-અસોસિયેટેડ ઇન્ફેક્શન (HAI) પણ કહેવામાં આવે છે, તે એક ઇન્ફેક્શન છે જે પેશન્ટ હૉસ્પિટલમાં પ્રવેશ કર્યા પછી પામે છે અને જે પ્રવેશના સમયે હાજર ન હતો. આ ચેપો સામાન્ય રીતે હેલ્થકેર સુવિધાઓમાં થતાં હોય છે અને પેશન્ટ, હેલ્થકેર સ્ટાફ, વિઝિટર્સ, મેડિકલ ઉપકરણો, અથવા આસપાસના વાતાવરણના સંપર્ક દ્વારા ફેલાય છે.

નોસોકોમીયલ ઇન્ફેક્શન્સના કેટલાક સામાન્ય પ્રકારો:

  1. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI): કેથેટર ઉપયોગના કારણે થાય છે.
  2. સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન: સર્જરી બાદ સર્જીકલ સાઇટ પર થાય છે.
  3. રેસ્પિરેટોરી ઇન્ફેક્શન: વેન્ટિલેટરનો ઉપયોગ કરતી વખતે પેશન્ટમાં થાય છે.
  4. બ્લડસ્ટ્રીમ ઇન્ફેક્શન: આઇવી કેથેટરનો ઉપયોગ કરતી વખતે થાય છે.

C) Cross infection -ક્રોસ ઇન્ફેકશન

ક્રોસ ઇન્ફેકશન એ એક એવી પરિસ્થિતિ છે જેમાં ઇન્ફેક્સીયસ એજન્ટ (જેમ કે બેક્ટેરિયા, વાઈરસ, અથવા ફંગસ) એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ફેલાય છે. આ સામાન્ય રીતે હેલ્થ કેર સુવિધાઓ આપતી થાય છે જ્યાં પેશન્ટ્સ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અથવા હેલ્થકેર સ્ટાફના સંપર્ક દ્વારા ઇન્ફેકશન ફેલાય છે.

ક્રોસ ઇન્ફેકશન પુઅર હાયજીન, ઇનએડેક્વેટ ડીસિન્ફેક્શન પ્રેક્ટિસીસ, અને ઇનએપ્રોપ્રીયેટ ઇન્ફેકશન કંટ્રોલ પોલિસી ના પરિણામે થઈ શકે છે.

d) Pandemic–પેન્ડેમિક

પેન્ડએમિક એટલે કે કોઈપણ રોગ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટ અને એક કન્ટ્રીથી બીજા કન્ટ્રીમાં ફેલાય અને આખા વિશ્વમાં જોવા મળે તેને પેંડામિક કહે છે 

દા. ત . સ્વાઇન ફ્લુ કોવિડ 19 વગેરે

e) Pathogen – પેથોજન

કોઈપણ હાનિકારક જીવંત માઇક્રો-ઓર્ગનિઝમ કે જે ડીસીઝ ઉત્પન્ન કરે છે અથવા ડીસીઝ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા માઇક્રો-ઓર્ગનિઝમ ને પેથોજન કહે છે

દા . ત . વાઇરસ

F) Hypersensitivity-હાઇપરસેન્સીટીવીટી

immunity ને protective process તરીકે જોવામાં આવે છે. પરંતુ તે antigen response માટે થતી પ્રક્રીયાનો એક નાનો એવો ભાગ છે. ઘણી વખત immune response એ host માટે injurious પણ હોય શકે. જે tissue damage, diseases કે ડેથ માટે પણ જવાબદાર બને gછે. specific antigen ના contact થી ઉભી થતી નુકશાનકારક અસરોને hypersensitivity કહેવાય છે. 

G) Incubation period-ઈન્ક્યુંબેશન પીરીયડ

ઈન્ક્યુબેશન પિરિયડ એ infection લાગવાના સમય અને disease ના પ્રથમ લક્ષણો દેખાવા વચ્ચેનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન infectious એજન્ટ (જેમ કે વાઈરસ અથવા બેક્ટેરિયા) host માં replication કરે છે, પરંતુ host ને disease ના કોઈ લક્ષણો દેખાતા નથી. ઈન્ક્યુબેશન પિરિયડની લંબાઈ ચોક્કસ infectious એજન્ટ પર આધારીત રહી શકે છે અને તેમાં થોડા કલાકોથી લઈને અનેક મહિના સુધીનો સમયગાળો શામેલ હોઈ શકે છે.

H) Histology -હિસ્ટોલોજી

એ એનાટોમી ની એક બ્રાન્ચ છે જેમાં બોડી ના સેલ અને ટીસ્યુ ની સાયન્ટિફિક માઇક્રોસ્કોપીક સ્ટડી કરવા માં આવે છે

Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પૂરો.05

1……….is a power generating unit of a cell.
……… એ સેલનું પાવર જનરેટીંગ યુનિટ છે. MITOCHONDRIA

2……….blood group is known as universal donor.
………..બ્લડ ગ્રુપ એ યુનિવર્સલ ડોનર તરીકે ઓળખાય છે. GROUP O

3.There are ………pairs of chromosomes in human cell.
માનવશરીરના કોષમાં…….જોડી રંગસુત્રો હોય છે. 23 PAIRS

4.Sketetal system divided into …….and……
સ્કેલટલ સીસ્ટમ……. અને….. માં વિભાજીત પામે છે. AXIAL AND APPENDICULAR

5.Process of development of R. B.C is called ……..
આર.બી.સી બનવાની પ્રક્રીયાને……. કહે છે. HEMATOPOESIS

B) True or False – ખરા ખોટા જણાવો. 05

1.Alfa cells of pancreas secrets insulin.
પેનકીયાજ ના આલ્ફાસેલ ઈન્સ્યુલીન સીદ્વીટ કરે છે. ❌

2.A.V node is the pace maker of the heart.
એ.વી.નોડ એ હદવનું પેસ મેકર છે. ❌

3.Cerebrospinal fluid is secreted by cerebellum.
સેરેબેલમ દ્વારા સેબેબ્રોસ્પાઈનલ કલુઈડનો સ્ત્રાવ થાય છે. ❌

4.Joseph Lister is known as father of microbiology. જોસેફ લીસ્ટરને માઈક્રોબાયોલોજીના ફાધર તરીકે ઓળખવામાં આવે છે. ❌

5.There are three main lymphatic ducts in body.
શરીરમાં મુખ્યત્વે ત્રણ લીમ્ફેટીક ડકટ હોય છે. ❌

C) Match the following – જોડકા જોડો.05

(A) Widal test વીડાલ ટેસ્ટ (A) SARS-Covid 19 -સારું કોવિંડ ૧૯

(B) Schick test શીક ટેસ્ટ (B) Tuberculosis -ટ્યુબરક્યુલોસીસ

(C) Western blot test વેસ્ટન બ્લોટ ટેસ્ટ (C) Typhoid-ટાઈફોઈડ

D) RTPCR test આટીપીસીઆર ટેસ્ટ (D) AIDS-એઈડ્રડ્સ

(E) Montoux test મૉન્ટેક્સ ટેસ્ટ (E) Diphtheria-ડીપ્થેરીયા

ALL THE BEST FROM MY NURSING APP FAMILY.

💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407


Published
Categorized as BIOSCIENCE PAPERS FY GNM, Uncategorised