શરીરમાં શ્વાસ લેવાનું અને શરીરના દરેક ટીશ્યુ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ રેસ્પીરેટરી સિસ્ટમ કરે છે. એ જ રીતે શરીરનો કચરો વાયુ સ્વરૂપે આ સિસ્ટમ દ્વારા બહાર નીકળે છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુનો સમાવેશ થાય છે.
આમ, શ્વાસ દ્વારા ઓક્સિજન અંદર લેવાની ઉચ્છવાસ મારફતે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું કામ જે અવયવો મારફતે થાય છે તે બધા ભેગા મળીને એક સિસ્ટમ બનાવે છે જેને રેસ્પીરેટરી સિસ્ટમ કહે છે.
Definition : વેન્ટિલેશન એટલે હવાની અદલાબદલી અથવા હવાની ફેરબદલી જેમાં ચોખ્ખી હવા ઘરની અંદર આવે અને પ્રદૂષિત હવા ઘરની બહાર તેવા વાતાવરણનું નિર્માણ કરવું તેને વેન્ટિલેશન કહેવાય છે.
વેન્ટિલેશનના બે પ્રકાર છે
૧) કુદરતી વેન્ટિલેશન
હવા
ફેલાવ
તાપમાનમાં અસમાનતા
૨) કૃત્રિમ વેન્ટિલેશન
એક્ઝોસ્ટ ફેન
પ્લેનમ
બેલેન્સ
એર કન્ડિશન
૧) કુદરતી વેન્ટિલેશન
A. હવા, વાયુ, પવન
પવન એ નેચરલ વેન્ટિલેશન માટે મહાન વસ્તુ છે.
એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન થાય છે. જ્યારે પવન ફૂંકાય છે ત્યારે અશુદ્ધિ દૂર થાય છે.
ઘણીવાર હવામાન કોઈપણ એક જગ્યાએ ઓછું થવાથી વંટોળીઓ થાય છે. ત્યારે કચરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહે છે. ત્યારે પણ નુકસાન થાય છે.
B. ફેલાવ
આ ગેસની પ્રોપર્ટી છે. તે નાના કાણામાંથી પણ બહાર નીકળે છે.
તેવી જ રીતે હવા પણ નાના કાણા થકી અંદર જાય છે પણ આ સ્લો પ્રોસેસ છે.
C. તાપમાનમાં અસમાનતા
ઇન્ડોર અને આઉટ ડોરમાં ગરમી જુદી જુદી હોય છે. જેમાં તફાવત હોય છે.
અંદરનું હવામાન બહાર કરતા ઠંડુ હોય છે. તફાવત હોવાથી તેમાં મુવમેન્ટ જોવા મળે છે.
જેમાં ગરમ હવાવાળી જગ્યાએ ઠંડી હવા જાય છે આમ ઉનાળાની ઋતુમાં બારી બારણા બંધ રાખીએ છીએ જેથી ગરમ હવા અંદર ન આવે.
ગરમ પ્રદેશોમાં નેચરલ વેન્ટિલેશન હોય છે.
ઘરની અંદર બારી બારણા સામસામા અથવા ક્રોસમાં રાખવા જોઈએ.
ભારતમાં ઘણો ખરો ભાગ નેચરલ વેન્ટિલેશન ઉપર આધારિત હોય છે.
અથવા
(૧) માનવ શરીરમાં આવેલા સંવેદન અંગોના નામ જણાવી જીભના કાર્યો લખો. 03
🔸શરીરમાં આવેલા સેન્સરી અંગો :
આપણા શરીરમાં જુદી જુદી સંવેદનાઓનું ભાન કરાવતા અવયવોના સમૂહને સંવેદના તંત્ર કહે છે.
સેન્સરી સિસ્ટમમાં આવેલા અવયવોને સેન્સરી ઓર્ગન કહે છે.
આપણા શરીરમાં પાંચ સેન્સરી ઓર્ગન આવેલા હોય છે.
1. આંખ
2. કાન
3. નાક
4. જીભ
5. ચામડી
જીભના કાર્યો
જીભ (Tongue) આપણા શરીરનો એક અત્યંત મહત્વપૂર્ણ અંગ છે, જે મોઢાના તળિયે સ્થિત છે. તેના અનેક મુખ્ય કાર્યો છે:
1. સ્વાદનું કાર્ય (Function of Taste)
જીભ પર આવેલા ટેસ્ટ બુડ્સ (Taste Buds) વડે સ્વાદની અનુભૂતિ થાય છે.
તે મીઠું, ખાટું, તીખું, ખારું અને ઉમામી જેવા સ્વાદોની ઓળખ કરે છે.
2. ચાવવાની ક્રિયામાં મદદ
ખોરાકને દાંત તરફ લઈ જવામાં જીભ મદદ કરે છે.
ખોરાકને ચાવીને ગોળ બનાવી બોલસ (Bolus) તૈયાર કરવામાં જીભની ભૂમિકા છે.
3. ગળી જવામાં મદદ (Deglutition)
જીભ ખોરાકને ગળામાં ધકેલી દે છે જેથી તે સરળતાથી અન્નનળી (Esophagus) તરફ જાઈ શકે.
4. બોલવામાં મદદ (Speech)
ઉચ્ચારણ (Articulation) માટે જીભ આવશ્યક છે.
અલગ અલગ અવાજો (Consonants & Vowels) બોલવામાં જીભનું ખાસ કાર્ય છે.
5. સફાઈનું કાર્ય
જીભ મોઢાની અંદરનાં દાંત અને દાઢને સાફ રાખવામાં મદદ કરે છે.
6. સ્પર્શની અનુભૂતિ (Sensation of Touch)
જીભમાં સ્પર્શની સંવેદના હોય છે જે ગરમ, ઠંડું અથવા ખોરાકની ટેક્સચર ઓળખવામાં મદદ કરે છે.
(૨) ફેટ સોલ્યુબલ વિટામીનના નામ જણાવી વિટામીન – ડી ની ઉણપથી થતા રોગો વિશે સમજાવો. 04
3. ઓસ્ટિઓપોરોસિસ (Osteoporosis – વયસ્ક અને વૃદ્ધોમાં)
Vitamin D ની લાંબા સમયની ઉણપ + હોર્મોનલ બદલાવના કારણે.
લક્ષણો
હાડકાં પાતળાં અને નબળાં થઈ જવું.
ખાસ કરીને કશેરુકા (vertebra), હિપ અને કણખામાં તૂટણ.
(૩) બેડ સોર થવાના કારણો વિશે વિસ્તારથી વર્ણવો. 05
બેડ સોરના કારણો
હલા હોય ઊંધાવો રીને ભાય
સર્ક્યુલેશન બરાબર ના થતુ હોય
ઓલ્ડ એજ હોય
ઓડીમા (સોજા હોય)
વધુ પડતા ઉપવાસને કારણે વાઇટાલીટી લો થઇ ગઇ હોય.
નર્વ સપ્લાયમાં ખામી હોય
કોઇ પણ પ્રકારના પેથોલોજીકલ ઓર્ગેનીઝમ ને કારણે
1) દબાણથી
દર્દી એકને એક પોઝીશનમાં સુઈ રહેવાથી
પ્લાસ્ટર કે સ્પ્લીન્ટ વખતે તેના દબાણથી
દર્દિના વધુ પડતા વજનને કારણે
ખુબ જ ટાઇટ બેન્ડેઝ બાંધેલ હોય
બેડ પર પુરતા પ્રમાણમાં ચોખ્ખાઇના હોય
2) ઘર્ષણથી
પથારીમાં કરચલી હોવાથી
વ્યક્તિ જાડી હોય અને વજન વધારે હોવાથી
દર્દિના પથારીમાં કઇ ધુળ કે કચરો કે ખુંચે તેવી વસ્તુ હોય તો
દર્દિને પ્લાસ્ટીકની વસ્તુ જેવી કે મેકીનટોઝ . એરકુશન વગેરે કવર વીના આપ્યા હોય ત્યારે
દર્દિને ખુંચે તેવી વસ્તુ આપેલ હોય દા.ત. તુટેલ બેડપાન
દર્દિની પથારીમાં બ્રેડ . ચોખા કે અન્ય ફુડ પાર્ટીકલ ઢોળાયા હોય.
પ્લાસ્ટર કાસ્ટ કે સ્પલીન્ટ સાથે ઘર્ષણ થવાથી
3) ભીનાશથી
પથારી સતત ભીની રહેતી હોવાથી
પથારીમાં પાસ થ દર્દીને સતત યુરીન પથારીમાં પાસ થતો હોય ત્યારે
દર્દી જમતી વખતે પથારીમાં પાણી કે અન્ય ફ્લ્યુઈડને કારણે ભીની કરી હોય ત્યારે
વધુ પડતો પરસેવો વળતો હોય તેના કારણે પથારી ભીની રહેતી હોય.
વજાયનલ ડિસ્ચાર્જ કે અન્ય ડિસ્ચાર્જ ને કારણે પથારી ભીની રહેતી હોય.
પ્રશ્ન – ૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) માલ એડજસ્ટમેન્ટના કારણો વર્ણવો. 08
માલ એડજસ્ટમેન્ટના કારણો
(1)ફેમિલી
ફેમિલીના જુદા જુદા કાર્યો છે. દા. ત સામાજીક,આર્થિક, સાયકોલોજીકલ જો તે ન સંતોષાય તો માલ એડજસ્ટમેન્ટ ઉદભવે છે.
a) સોશિયલ
Gibbon નામના વૈજ્ઞાનિકે કહ્યુ છે કે, એક જનરેશનમાં સોશિયલ પ્રોબ્લેમ બીજા જનરેશન માટે સાયકોલોજીકલ પ્રોબ્લેમ બને છે જેવાં કે સેપ્રેટે ફેમિલી,ડિવોર્સી ફેમિલી,વ્યસની માતા-પિતા, સિંગલ પેરેન્ટસ, નીચું નૈતિક સામાજીક ધોરણ વગેરે માલ એડજસ્ટમેન્ટ માટે જવાબદાર છે.
b) ઇકોનોમિક કન્ડિશન
જયારે માતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે, ગરીબી, બેકારી વગેરેના કારણે બાળકો અને વ્યકિત ઇનસીક્યોરીટી અનુભવે છે.
જેના કારણે માલ એડજસ્ટમેન્ટ થાય છે.જયારે ફેમિલી બાળકની પાયાની જરૂરિયાત,ખોરાક અને કપડાં રહેઠાણ પુરુ ન પાડી શકે ત્યારે હતાશા ફીલ કરે છે.
c) સાયકોલોજીકલ
જયારે માતા-પિતા બાળક પ્રત્યે વધારે પડતુ વળ ગણ રાખતાહોય, અધિકૃત પોસ્ટ ધરાવતાં હોય,બાળક પ્રત્યે વધારે પડતા સ્ટ્રીક્ટ હોય.
બિન વાસ્તવિક હોય તેમજ અપેક્ષા પ્રમાણે બાળક ન વર્તે તો પોતાનું અપમાન સમજે જેના કારણે બાળકો ઉપર વિપરિત અસર થાય છે અને માલ એડજસ્ટમેન્ટ ઉદભવે છે.
(2) વાતાવરણ
ખુબ જ અગત્યનો ભાગ ભજવે જયારે બાળક મધરના યુટ્રસ મા હોય છે ત્યારનું વાતાવરણ ચાઈલ્ડના ડેવલોપમેન્ટમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.
જ્યારે મધરને પુરતા પ્રમાણમાં ન્યુટ્રીશન પુરુ ન પડયું હોય,મધર મેન્ટલી ડીસ્ટર્બ હોય.
મધરનો દુરઉપયોગ થયો હોય ત્યારે જન્મેલ બાળક મોટું થતા માલ એડજસ્ટમેન્ટનો ભોગ બને છે.
(3) હેરિડિટી
વારસાગત ખામીયુકત માનસિક સેટ-અપને લીધે કોઇ વ્યકિત ગૌણ (લઘુતા ગ્રંથી ફીલ કરતા હોય છે. શ્યામ વર્ણ ,કદ રૂપો ચહેરો વગેરે.
(4) પર્સનલ કારણ
જયારે વ્યકિતગત કારણો શારીરીક, માનસિક અને દેખાતી ખોડ ખાંપણની પરિસ્થિતિ હોય અને પોતાના સરખા ગ્રુપ પ્રમાણે દેખાવ ન કરી શકે ત્યારે લઘુતા ગ્રંથિ અનુભવે છે અને તે અંતર્મુખી અને આઇસોલેટેડ થઈ જાય છે તેમજ દીવા સ્વપ્ન જુએ છે.
(5) શાળાને રિલેટેડ કારણ
જયારે બાળકોને પુરતા પ્રમાણમાં સ્કુલમાં ફેસીલીટી મળતી નથી જેવી કે ફર્નિચર અને પુરતા પ્રમાણમાં સાધનો હોતા નથી.
કલાસમાં ખુબ જ ગીચતા હોય છે.
પુરતા પ્રમાણમાં વ્યવસ્થા ન હોવાથી સ્ટુડન્ટ તણાવમાં રહે છે અને માલ એડજસ્ટમેન્ટ ઉદભવે છે.
સ્કુલમાં રીક્રીએશન ફેસીલીટી ન હોય.
અમુક સ્કુલો સ્ટ્રીકટ ડીસીપ્લીનમાં માનતી હોય જેથી બાળકને સ્કૂલ જેલ જેવી અને ટીચર જેલર જેવા લાગે છે.
જેના કારણે વિદ્યાર્થીઓ હંમેશા ડર અને અસલામતિ અનુભવે છે. જેથી માલ એડજસ્ટમેન્ટ થાય છે.
(6) ટીચર રિલેટેડ કારણ
જયારે શિક્ષક અનુકુળ ન હોય,ભેદભાવ વૃત્તિ રાખતો હોય, સ્ટુડન્ટ સાથે ઇન વોલ્વ ન થતો હોય ત્યારે શિક્ષા નિસ્તેજ અને કડવી બની જાય છે અને સ્ટુડન્ટ અસલામતિ અનુભવે છે.
સ્ટુડન્ટ દરેક શિક્ષણના પ્રોસેસને નફરત કરે છે જે માનસિક ટેન્શન ઉભું કરે છે.જેના કારણે માલ એડજસ્ટમેન્ટ ઉદ્દભવે છે.
(7) પિયર ગ્રુપ રિલેટેડ કારણ
આ એક મહત્વનું ફેકટર છે જે સાયકોલોજીકલી સ્ટુડન્ટને અને વ્યકિતને ખલેલ પહોંચાડે છે.
સરખે સરખા વ્યકિત વચ્ચેની અનહેલ્ધી રીલેશનશીપ તણાવ ઉતપન્ન કરે છે.
ગરીબ બાળકો અને તવંગર બાળકો કપડા,ખોરાક સ્ટેટસ વગેરેની બાબતમાં લઘુતા ગ્રંથી તેમજ જેલસી ફીલ કરે છે જેના કારણે લાગણીઓને ખલેલ પહોંચે છે.
(8) માસ મીડિયા
બાળકો નોલેજના, માસ મિડીયા વિસ્ફોટના સંપર્કમાં આવે છે જે જાતીયતા અને હિંસા દર્શાવે છે.જેના કારણે વાસ્તવિક જીંદગીમાં માલ એડજસ્ટમેન્ટ અનુભવેછે.
(૨) પ્રોટીનના કાર્યો વિશે સવિસ્તાર વર્ણવો. 04
🔸પ્રોટીનના કાર્યો
શરીરની વૃદ્ધિ અને વિકાસ કરે છે.
લોહીનું દબાણ જાળવી રાખે છે.
પાચકરસો અને ઉત્સેચકો બનાવે છે.
અંતઃસ્ત્રાવો બનાવવામાં મદદ કરે છે.
ચયાપચનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.
પ્રતિદ્રવ્યો (એન્ટીબોડી) બનાવે છે, જે ચેપ સામે રક્ષણ આપે છે.
ઘસાઈ ગયેલ ટીશ્યુને રિપેર કરે છે.
ઘા રૂઝાવામાં મદદ કરે છે.
હિમોગ્લોબીનની રચના માટે પ્રોટીન જરૂરી છે.
૧ ગ્રામ પ્રોટીનમાંથી ૪ કેલરી મળે છે.
અથવા
(૧) માનસિક રીતે બિમાર વ્યક્તિની સારવાર વિશે વિગતવાર લખો. 08
માનસિક બીમારીની સારવાર
1.સાયકોએક્ટિવ અથવા સાયકોટ્રોપિક ડ્રગ્સ
આ રાસાયણિક પદાર્થો મુખ્યત્વે કેન્દ્રિય નર્વસ સિસ્ટમ પર કાર્ય કરે છે જ્યાં તે મગજની કામગીરીમાં ફેરફાર કરે છે. પરિણામે, દ્રષ્ટિ, મૂડ, ચેતના અને વર્તનમાં ફેરફાર થાય છે.
તે અનુભવો વ્યક્તિગત અનુભવ અને સંબંધો દ્વારા પરિક્ષણ કરવાની પ્રક્રિયા છે, તેમજ પોતાના વિશે વધુ સમજ મેળવવા માટે વ્યક્તિગત અને કૌટુંબિક માહિતી મેળવીને ચિકિત્સા કરવામાં આવે છે.
3.સાયકોએનાલેટીક સાયકો થેરાપી (મનોરોગચિકિત્સા)
આ થેરાપી દર્દીના બધા વિચારોના વર્ચ્યુલાઇઝેશનને પ્રોત્સાહન આપે છે, જેમાં મુક્ત સંગઠન, કલ્પનાઓ અને સ્વપ્નોનો સમાવેશ થાય છે.
4.કોગનીટીવ બિહેવીયરલ થેરાપી (સીબીટી)
ચિકિત્સક દર્દી સાથેના વિચારોને ઓળખવા મા ટે કામ કરે છે અને પરિણામી વર્તનને બદલવા માટે બિહેવિયર થેરાપીનો ઉપયોગ થાય છે.
5.સપોર્ટીવ સાયકો થેરાપી
વ્યક્તિગત દર્દીના મનોવિશ્લેષણ હાથ ધરવામાં આવે છે.
6.ફેમિલી થેરાપી
કુટુંબ સિસ્ટમએ સિદ્ધાંતો પર આધારિત છે કે કુટુંબ પદ્ધતિ, વ્યક્તિગત માનસિક અથવા ઇન્ટ્રાસાયકિક તકરાર કરતાં અસામાન્ય વર્તન ઉત્પન્ન કરવામાં વધુ પ્રભાવશાળી છે. તે બતાવે છે કે કુટુંબ પદ્ધતિ ક્રોનિક વર્તણૂકોમાં ફાળો આપે છે જે વ્યક્તિએ વિકસિત કરી છે. સિદ્ધાંતએ છે કે “તમારી વર્તણૂક બદલો અને તમે તમારા સંબંધોને બદલો” કુટુંબના સભ્યોએ એકબીજા પ્રત્યે વધુ સકારાત્મક અને સહાયક વર્તન કરવું જોઈએ.
7.ગ્રુપ થેરાપી
આ ઉપચારની સ્થિતિમાં, બે કે તેથી વધુ દર્દીઓ અને એક અથવા વધુ ઉપચારો, માનસિક અને ભાવનાત્મક મુશ્કેલીઓનું અન્વેષણ કરવા માટે બનાવવામાં આવેલી મદદની પ્રક્રિયામાં વ્યસ્ત રહે છે જેથી તકલીફમાંથી મુક્તિ મળે, આત્મ ગૌરવ વધે, વર્તન અને સામાજિક સંબંધોમાં સુધારો થાય.
8.બિહેવીયરલ થેરાપી (વર્તણૂક સુધારણા)
તે ધારણા પર આધારિત છે કે ઇમોશનલ સમસ્યાઓ (કોઈપણ વર્તણૂકની જેમ) પર્યાવરણ પ્રત્યેના જવાબો શીખી શકાય છે.
9.લાઇટ થેરાપી
બિમારીઓની સારવાર માટે લાઇટ ડિવાઇસીસની રોગ નિવારક એપ્લિકેશન છે. તે આપણાં મૂડને અસર કરી શકે છે.
10.પ્લે થેરાપી
તે મનોરોગ ચિકિત્સાની એક પદ્ધતિ છે જેમાં એક ચિકિત્સક બાળકની કલ્પનાઓ અને તેના રમતના સાંકેતિક અર્થનો ઉપયોગ બાળક સાથે સમજવા અને વાતચીત કરવાના માધ્યમ તરીકે કરે છે.
11. સાયકોડ્રામા / ડ્રામાથેરાપી
તે લક્ષણ રહિત, ભાવનાત્મક અને શારીરિક એકાકીકરણ અને વ્યક્તિગત વૃદ્ધિના ઉપચારાત્મક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નાટક/ થિયેટર પ્રક્રિયાઓ, ઉત્પાદનો અને સંગઠનોનો વ્યવસ્થિત અને ઇરાદાપૂર્વક ઉપયોગ છે. સાયકો ડ્રામા સહભાગીઓ તેમ ની લાગણીઓ અને આંતર વ્યક્તિત્વ ક્રિયા પ્રતિક્રિયાને સ્ટેજ પર અભિનય દ્વારા આંતરિક તકરારને દૂર કરે છે.
12.મ્યુઝીક થેરાપી
તે એક આંતર વ્યક્તિત્વ પ્રક્રિયા છે જેમાં પ્રશિક્ષિત મ્યુઝિક ચિકિત્સક ગ્રાહકોને તેમના સ્વાસ્થ્યને સુધારવા અથવા જાળવવામા મદદ કરવા માટે તેના તમામ પાસાઓ (શારીરિક, ભાવનાત્મક, માનસિક, સામાજિક, સૌંદર્યલક્ષી અને આધ્યાત્મિક) નો ઉપયોગ કરે છે.
13. ડાન્સ થેરાપી (ડાન્સ મૂવમેન્ટ થેરેપી અથવા ડીએમટી)
તે ભાવનાત્મક, સામાજિક, વર્તન અને શારીરિક પરિસ્થિતિઓ માટે ચળવળ અને નૃત્યનો મનોરોગ ચિકિત્સાત્મક ઉપયોગ છે. શરીર, મન અને ભાવનાની એકતા દ્વારા ડીએમટી તમામ વ્યક્તિઓને સંપૂર્ણતાની ભાવના પ્રદાન કરે છે.
14. રીક્રિશન થેરાપી (મનોરંજન ઉપચાર)
તે એક્ટિવિટી થેરાપીનો એક પ્રકાર છે. જ્યાં વ્યક્તિ ભાવનાત્મક તણાવ અથવા આંતરિક તકરારથી રાહત મેળવીને શરીર અને મનને નવતર કરીને નવરાશના સમયનો આનંદ માણે છે અને ત્યાંથી એક વિધ જીવનને મુક્ત કરે છે.
15.રીલેક્સેસન થેરાપી
આ પદ્ધતિ, પ્રક્રિયા અથવા પ્રવૃત્તિ છે કે જે વધેલી શાંતીની સ્થિતિને પ્રાપ્ત કરે છે, જે માનસિક બીમારીના પ્રારંભમાં ચિંતા, તાણ ઘટાડે છે અને ઉદાહરણો છે. યોગ, ધ્યાન, બાયોફિડબેક (મિકેનિકલ સેન્સર ડિવાઇસીસ, જે સ્નાયુઓમાંથી ઇલેક્ટ્રિકલ સિગ્નલને પસંદ કરવા માટે વપરાય છે અને લોકો સંકેત આપી શકે તેવા સ્વરૂપમાં સિગ્નલનું ભાષાંતર કરે છે), વગેરે.
16. ફીઝીક્લ થેરાપી (શારીરિક ઉપચાર)
a ) ઇન્સ્યુલિન શોક થેરાપી
ઇન્સ્યુલિન શોક થેરાપીમાં દર્દીમાં હાયપોગ્લાયસેમિઆમાંથી બહાર લાવવા માટે ઇન્સ્યુલિનનો ઉપયોગ થાય છે.
b) સાયકોસર્જરી
પર્સાનાલિટી ડિસઓર્ડર,વર્તન ડિસઓર્ડર અથવા અન્ય માનસિક બીમારીઓની સારવાર માટે મગજના ક્ષેત્રોને છૂટા પાડવા અથવા નિષ્ક્રિય કરવાઆ થેરાપી વપરાય છે.
c) ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી (ઇસીટી)
ઇલેક્ટ્રો કનવલ્ઝિવ થેરાપી (ઇસીટી)ની શોધ કેરીટી અને બિની દ્વારા 1938 માં સ્કિઝોફ્રેનિઆના ઉપચાર તરીકે કરવામાં આવી હતી. મુખ્ય સંકેતો હતાશા, ગંભીર માનસિકતા અને ગંભીર કેટાટોનિયા છે.
(૨) નોર્મલ બ્લડ સર્ક્યુલેશન વિશે સમજાવો તથા હૃદયના કાર્યો વિશે લખો. 04
🔸શરીરમાં લોહીનું પરિભ્રમણ (બ્લડ સરકયુલેશન)
સુપીરિયર વેના કેવા અને ઇન્ફેરીયર વેના કેવા શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ લોહીને ત્રિદલ વાલ્વ દ્વારા રાઈટ વેન્ટ્રિકલમાં જાય છે.
રાઈટ વેન્ટ્રીકલમાંથી પલ્મોનરી વાલ્વ મારફતે અશુદ્ધ લોહી પલ્મોનરી આર્ટરીમાં જાય છે. પલ્મોનરી આર્ટરીમાંથી અશુદ્ધ બ્લડ ફેફસામાં જાય છે.
ફેફસામાં એલ્વીઓલાઇ નામની રચના આવેલી છે જ્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની આપ લે થાય છે. જેથી ઓક્સિજન બ્લડમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે.
આમ, શુદ્ધ થયેલું લોહી (પલ્મોનરી વેન) મારફતે લેફ્ટ એટ્રીયમમાં લાવે છે. લેફ્ટ એટ્રીયમ માંથી શુદ્ધ લોહી દ્વિદલ વાલ્વ મારફતે લેફ્ટ વેન્ટ્રીકલમાં જાય છે.
લેફ્ટ વેન્ટ્રિકલ માંથી એઓર્ટીક વાલ્વ મારફતે શુદ્ધ લોહી એઓર્ટામા જાય છે. એઓર્ટા એ ઓક્સિજીનેટેડ લોહી સ્વીકારતી શરીરની સૌથી મોટી આર્ટરી છે.
હૃદયના કાર્યો
શુધ્ધ બ્લડ શરીરના અવયવોમાં પહોંચાડે છે.
તેમજ અશુદ્ધ બ્લડ શરીરના વિવિધ ભાગોમાંથી સુપીરીયર અને ઈન્ફીરીયર વેના કેના દ્રારા હૃદયમા પાછુ ફરે છે.
ધબકારા અને સાઉન્ડ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે.
બ્લડનું દબાણ જાળવી રાખે છે અને નાડીના ધબકારા નિયમિત બનાવે છે.
શરીરમાં પાણીનું સમતોલન જાળવે છે તથા ઉષ્મા જાળવવાનું કાર્ય કરે છે.
રક્તકણો મારફતે શરીરના વિવિધ કોષોમાં O2 પહોંચાડવાનું કાર્ય કરે છે.
આ ઉપરાંત સેલ અને ટીશ્યુ બનાવવા માટે અગત્યના પ્રોટીન અને અન્ય તત્વો સેલને પહોંચાડે છે.
આર્ટરી હંમેશા શુધ્ધ બ્લડનું વહન કરે છે આ શુધ્ધ બ્લડ દ્વારા O2 શરીરના વિવિધ કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
યુરીનરી સિસ્ટમ (Urinary System) એ શરીરમાંથી કચરાપદાર્થો અને વધુ જળને દૂર કરવા માટેના અવયવોનો ગોઠવાયેલો સમૂહ છે. આ સિસ્ટમ શરીરમાં નાઈટ્રોજનવાળા કચરાનો નિવારણ કરે છે અને દ્રવ્યસંતુલન (fluid balance) જાળવે છે.
યુરીનરી સિસ્ટમના મુખ્ય અવયવો:
કીડનીઝ (Kidneys): લોહીને ફિલ્ટર કરે છે અને કચરાને દૂર કરીને યુરિન (મૂત્ર) બનાવે છે.
યુરેટર (Ureters): કીડનીથી યુરિનને બ્લેડર (મૂત્રાશય) સુધી લઈ જતી નળી.
બ્લેડર (Urinary Bladder): યુરિનને સંગ્રહિત કરે છે, જ્યારે સુધી તે શરીરની બહાર બહાર કાઢવામાં ન આવે.
યુરેથ્રા (Urethra): યુરિનને બ્લેડરથી શરીરની બહાર કઢાય છે.
કિડનીનું બંધારણ
કિડની (Kidney) આપણા શરીરના મહત્વપૂર્ણ મૂત્રવ્યવસ્થાના અંગો છે. બે કિડની હોય છે, જે મેરુદંડના બંને બાજુ, પીઠના ભાગે, રિબ્સની નીચે સ્થિત છે. તેનું મુખ્ય કાર્ય છે – લોહીને ફિલ્ટર કરવું, કચરાપદાર્થોને દૂર કરવું અને શરીરમાં પાણી, ઇલેક્ટ્રોલાઇટ્સ તથા એસિડ-બેઝનું સંતુલન જાળવવું.
વજન: આશરે 150 ગ્રામ (પુરુષ) અને 135 ગ્રામ (સ્ત્રી)
કિડનીના સ્તરો (Layers of Kidney)
કિડનીની બહારથી અંદર સુધી ત્રણ સ્તરો જોવા મળે છે:
રેનોલ કેપ્સ્યુલ (Renal Capsule) – પાતળું, મજબૂત આવરણ જે કિડનીને સુરક્ષા આપે છે.
એડિપોઝ કેપ્સ્યુલ (Adipose Capsule) – ચરબીનો સ્તર જે કિડનીને યાંત્રિક આઘાતથી રક્ષણ આપે છે.
રેનોલ ફેશિયા (Renal Fascia) – કનેક્ટિવ ટિશ્યુ, જે કિડનીને આજુબાજુના અંગો સાથે સ્થિર રાખે છે.
કિડનીના ભાગો (Internal Structure of Kidney)
(A) રેનોલ કોર્ટેક્સ (Renal Cortex)
કિડનીનો બહારનો ભાગ.
તેમાં નેફ્રોનના બોમન કેપ્સ્યુલ અને પ્રોક્સિમલ/ડિસ્ટલ ટ્યુબ્યુલ્સ હોય છે.
લોહી ફિલ્ટરેશનની શરૂઆત અહીં થાય છે.
(B) રેનોલ મેડ્યુલા (Renal Medulla)
અંદરનો ભાગ, ગાઢ લાલ રંગનો.
તેમાં રેનોલ પિરામિડ્સ હોય છે (ત્રિકોણાકાર માળખા).
પિરામિડ્સનાં ટોચને પેપિલા કહે છે, જેનાથી મૂત્ર કેલિસેસમાં જાય છે.
(C) રેનોલ પેલ્વિસ (Renal Pelvis)
ફનલ આકારની જગ્યા, જ્યાંથી તમામ નાની–મોટી કેલિસેસ મળી મૂત્રને યુરેટરમાં મોકલે છે.
કિડનીનું કાર્યાત્મક એકમ – નેફ્રોન (Nephron)
કિડનીમાં આશરે 10 લાખ (1 million) નેફ્રોન હોય છે.
નેફ્રોનના મુખ્ય ભાગો:
બોમન કેપ્સ્યુલ (Bowman’s Capsule) – ગ્લોમેર્યુલસ (લોહીની નળીનો ગૂંચવણ) સાથે જોડાયેલું, જ્યાં પ્રાથમિક ફિલ્ટરેશન થાય છે.
પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ (PCT) – અહીં પાણી, ગ્લુકોઝ, અમિનો એસિડ્સનો પુનઃશોષણ થાય છે.
હેનલેનું લૂપ (Loop of Henle) – પાણી અને ક્ષારો (NaCl)નું પુનઃશોષણ કરે છે.
ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ (DCT) – હોર્મોનલ નિયંત્રણ હેઠળ વધુ ફિલ્ટરેશન.
કલેક્ટિંગ ડક્ટ – મૂત્રને એકઠું કરીને રેનોલ પેલ્વિસમાં મોકલે છે.
(૨) એર પોલ્યુશનના સ્ત્રોત અને એર પોલ્યુશનની આરોગ્ય પર થતી અસરો વર્ણવો.
હવા પ્રદૂષણ (એર પોલ્યુશન)
હવા પ્રદૂષણ એટલે વાતાવરણમાં ધૂળ, ધુમાડો, વાયુઓ, રસાયણો અથવા જૈવિક કણો (microorganisms) એવાં સ્તરે ભળે કે તે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હાનિકારક બને.
લોહતત્વના વિસર્જનમાં વધારો- લોહતત્વ વધારે માત્રામાં શરીરની બહાર નીકળી જવું
બાળકો, તરુણો, ગર્ભવતી અને ધાત્રી મહિલાઓને લોહતત્વની સવિશેષ જરૂર હોય છે પુરતી માત્રામાં લોહતત્વની ઉણપથી જોવા મળવાથી પાંડુરોગ થવાની સંભાવના રહે છે.
માસિક દરમ્યાન વધારે લોહી વહી જવું.
કૃમિની અસરને કારણે લોહીની ઉણપ.
સિકલસેલ એનિમિયા કે થેલીશેમીયા જેવા વારસાગત રોગ.
કેન્સર /એચ. આઈ.વી/ એઇડ્સ જેવી લાંબા ગાળાની બીમારી.
પ્રશ્ન – ૪ ટૂંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)
(૧) પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રીશનના લીધે જોવા મળતા રોગો
પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન
પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન (Protein Energy Malnutrition – PEM) એટલે શરીરમાં પ્રોટીન અને ઊર્જા (કેલરી)ની લાંબા સમય સુધી ઊણપ થવાથી થતા પોષણના રોગો. સામાન્ય રીતે નાના બાળકો, ગર્ભવતી-ધાત્રી સ્ત્રીઓ અને ગરીબી/અપૂરતી ખોરાક ધરાવતા લોકોમાં જોવા મળે છે.
મુખ્ય રોગો
1. મરાસ્મસ (Marasmus)
કારણ: લાંબા સમય સુધી પૂરતું ખોરાક (કેલરી + પ્રોટીન) ન મળવું.
લક્ષણો:
અતિશય વજન ઘટવું, ખૂબ પાતળું શરીર.
ચહેરો સૂકાયેલો, વૃદ્ધ જેવી કાયાનો દેખાવ.
ચામડી ઢીલી થવી, પેશીઓનો ક્ષય.
સતત નબળાઈ, ચીડિયાપણું, વિકાસમાં મોડું પડવું.
2. ક્વાશીઓકોર (Kwashiorkor)
કારણ: પ્રોટીનની ઊણપ (જ્યારે કેલરી પૂરતી હોય પણ પ્રોટીન ઓછું મળે).
લક્ષણો
શરીરમાં પાણી ભરાવું (edema) – ખાસ કરીને પગ-ચહેરા પર.
વાળ ભૂરા, પાતળા અને સરળતાથી તૂટે.
ત્વચા પર દાગ, ચામડી ઉતરવી.
પેટ ફૂલેલું દેખાવું.
બાળકમાં ઉદાસીનતા અને ચીડિયાપણું.
3. મિશ્ર પ્રકારનું PEM
ક્યારેક મરાસ્મસ અને ક્વાશીઓકોર બંનેનાં લક્ષણો સાથે જોવા મળે.
બાળકમાં વજન ખૂબ ઓછું હોવા છતાં edema પણ જોવા મળે છે.
(૨) પલ્સ લેવાની જગ્યાઓ
પલ્સ લેવાની જગ્યા
1.રેડિયલ પલ્સ
આ પલ્સ રેડિયલ આર્ટરીમાંથી પલ્સીસ લેવામાં આવે છે અને મુખ્યત્વે અંગુઠાની પાછળાના ભાગમાં કાંડાવાળા ભાગમાંથી લેવામાં આવે છે.
2.બ્રેકીયલ પલ્સ
આ પલ્સ બ્રેકીયલ આર્ટરીમાંથી અને કોણીવાળા ભાગમાંથી લેવામાં આવે છે.
3.કેરોટીડ પલ્સ
આ પલ્સ કેરોટીડ આર્ટરીમાંથી બ્રેકિઅલ અને ગળાવાળા ભાગમાંથી લેવામાં આવે છે.
4.ટેમ્પોરલ પલ્સ
આ પલ્સ ટેમ્પોરલ આર્ટરીમાંથી માથાના ટેમ્પોરલવાળા ભાગ આગળથી લેવામાં આવે છે.
5.ફિમોરલ પલ્સ
(ગ્રોઈનવાળા ભાગમાં) ગ્રોઈનવાળા ભાગમાં ફિમોરલ બોનની ઉપરની બાજુએ.
6.પોપ્લીટીઅલ પલ્સ
ઘુંટણની પાછળના ભાગમાં.
7.ડોરસાલીસ પેડીસ પલ્સ
પગના ઉપરના ભાગમાં
8.પોસ્ટીરીયલટીબીયલ પલ્સ
પગના પાછળના ભાગમાં ટીબીયા બોનની સહેજ નીચે.
(૩) કેથેટરાઇઝેશનના હેતુઓ
કેથેરાઈટઝેશન
કેથેરાઈટઝેશન એટલે એવી પ્રોસીઝર કે જેમાં યુરેથા મારફતે કેથટર દાખલ કરી બ્લેડરમાંથી યુરીન બહાર કાઢવામાં આવે છે.
હેતુઓ
યુરીનરી રીટેનશન (ભરાવો) ને રીલીવ (દૂર કરવું) કરવા માટે નિદાન કરવા માટે
દર્દીને પેશાબ પર કાબુ ન હોય ત્યારે(Incontinence) દર્દીની પથારી ભીની થતી અટકાવવા માટે
યુરીનરી બ્લેડર ને વોશ આપવા માટે
સર્જરી વખતે યુરીનલના તે ભાગને ક્લીન રાખી તેમાં ચેપ લાગતો અટકાવવા માટે
પેલવીક ઓર્ગનના કોઈ પણ ઓપરેશન કરેલ હોય ત્યારે
દર્દી બેભાન હોય ત્યારે
ડિલીવરી અને ઓપરેશન પહેલા બ્લેડર ખાલી કરવા માટે
(૪) માનસિક આરોગ્ય પર અસર કરતા પરિબળો
માનસિક આરોગ્ય પર અસર કરતા પરિબળો
1. જિનેટિક્સ (હેરેડિટી) આનુવંશિકતા
કેટલીક વાર માનસિક બીમારીઓ પરિવારોમાં હોય છે. જે સૂચવે છે કે માનસિક બિમારીવાળા સભ્યો ધરાવતાં કુટુંબના લોકોમાં માનસિક બીમારી થવાની સંભાવના થોડીક વધારે હોય છે.
જીન્સ દ્વારા પરિવારોમાં સંવેદનશીલતા પસાર થાય છે. નિષ્ણાતો માને છે કે ઘણી માનસિક બીમારીઓ ફક્ત એક અથવા થોડાને બદલે ઘણા જનીનોમાં અસામાન્યતા સાથે જોડાયેલી હોય છે અને કે આ જીન પર્યાવરણ સાથે કેવી રીતે સંપર્ક કરે છે તે દરેક વ્યક્તિ માટે સમાન છે (સમાન જોડિયાપણ) તેથી જ વ્યક્તિને માનસિક બીમારીની સંવેદનશીલતા વારસામાં મળે છે અને તે જરૂરી નથી કે તે બીમારીને આગળ વારસામાં થાય જ માનસિક બીમારી જાતે જ બહુવિધ જનીનો અને અન્ય પરિબળોની ક્રિયા પ્રતિક્રિયાથી થાય છે.
સ્કીઝોફ્રેનિયા તાણ દુરૂપયોગ અથવા આઘાતજનક ઘટના જે વ્યક્તિમાં વારસાગત સંવેદનશીલતા ધરાવતા વ્યક્તિમાં બીમારીને અસર કરી શકે છે અથવા ટિંગર કરી શકે છે.
2. ઇન્ફેક્શન / ચેક
ચોક્કસ ચેપ મગજના નુકસાન અને માનસિક બીમારીના વિકાસ અથવા તેના લક્ષણોની વધુ સ્થિતિ બગાડવા સાથે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા સાથે સંકળાયેલ પેડીયાટ્રીક ઓટો ઇમ્યુન ન્યુરો સાઇકિઆટ્રીક (PANDA)તરીકે ઓળખાતી સ્થિતિ બાળકોમાં ઓબ્સેસીવ કમ્પલ્સીવ ડિસઓર્ડર બાધ્યતા મનોગ્રસ્તિ વિકાર અને અન્ય માનસિક રોગોના વિકાસ સાથે જોડાયેલી છે.
3. બ્રેન્ડ ડીફેક્ટ ઓર ઇંજરી
મગજના અમુક વિસ્તારોમાં ખામી અથવા ઈજાને કેટલીક માનસિક બીમારીઓ સાથે પણ જોડવામાં આવી છે.
4. પ્રીનેટલ ડેમેજ
કેટલાક પુરાવા સૂચવે છે કે પ્રારંભિક ગર્ભના મગજના વિકાસમાં વિક્ષેપ અથવા આઘાત જે જન્મ સમયે થાય છે ઉદાહરણ તરીકે. મગજમાં ઓક્સિજનની ખોટ ચોક્કસ સ્થિતિના વિકાસમાં એક પરિબળ હોઈ શકે છે, જેમ કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર.
5. સબસ્ટન્સ એબ્યુસ
ખાસ કરીને લાંબા ગાળાના પદાર્થના દુરૂપયોગને અસ્વસ્થતા/એનઝાયટી, હતાશ/ડિપ્રેશન અને પેરાનોઈન સાથે જોડવામાં આવેછે.
6. સોશિયલ ફેક્ટર
વ્યક્તિનું મેન્ટલ હેલ્થ એ જે ઈન્વારનમેન્ટમાં રહે છે ત્યાંથી પણ ડેવલપ થાયછે. વ્યક્તિની પર્સનાલિટી ( નોલેજ, સ્કિલ એટીટ્યુડ,ટેવ, વેલ્યુ. ગોલ) સોસાયટીમાંથી ડેવલોપ થાય છે. વ્યક્તિ જ્યા રહેતોહોય, કામ કરતો હોય તે કંડીશન સારી હોય તો તે મેન્ટલ હેલ્થને ઉતેજીત (સારુબનાવે છે) કરે છે.
સોશિયલ વર્કમા ભાગ લેવો બધા સાથે હળીમળીને રહેવું, આ બધુ મેન્ટલ હેલ્થ ને પ્રમોટ (વધારવું) કરે છે.ચિંતા,હતાશા ઈમોશનલ સ્ટ્રેસ, ભાંગી ગયેલુ ધર,હતાશા,શિસ્તનો અભાવ, ગરીબાઇ, મુંઝવણ, અણગમતા મેરેજ, શહેરીકરણ દુ:ખી દાંપત્ય જીવન ,ઓદ્યોગિકરણ આ બધુ મેન્ટલ ઈલનેસ પ્રેરે છે. (માંદગી તરફ લઇ જાય છે.)
7. સ્કૂલ એટમોસ્ફિયર
ફેમેલી અને હોમ પછીનું મહત્વનું ફેકટર કે જે બાળકની પર્સનાલીટી ડેવલોપ કરવામાં અસર કરે તે સ્કુલ છે સ્કુલનુ સારૂ વાતાવરણ જેવુ કે, રમત-ગમતની પ્રવૃતિઓ, આ ઉપરાંત નાટક અભ્યાસક્રમ આ બધામાં બાળકનો રસ અને જરૂરીયાત સંતોષાયછે.
ચર્ચા વગેરેના લીધે બાળકનું ફીઝીકલ અને ઇમોશનલ ડેવલપમેન્ટ ઉતેજાય છે.
જેના લીધે બાળકના મેન્ટલ હેલ્થનો વિકાસ થાય છે.
શિક્ષકએ વિધાર્થીની બધીજ પ્રવૃતિમાં ભાગ લેવા ઉતેજવો જોઈએ જેથી કરી તેનો આત્મવિશ્વાસ જળવાઇ રહે અને તે સંતોષપુર્વક એડજસ્ટ કરી શકે.
8. બેઝિક નીડ
મેન્ટલ હેલ્થ મેળવવા માટે વ્યક્તિની મૂળભૂત જરૂરીયાતો સંતોષવી જરૂરી છે. આમાં ફીઝીકલ નીડ જેવી કે, ખોરાક, રહેઠાણ, કપડા, ઉંઘ, આરામ અને મનોરંજન અને સાયકોલોજીકલ નીડ જેવી કે સલામતી, હુંફ, પ્રેમ, સ્વતંત્રતા, સ્વઓળખ, સિધ્ધી ઉપરાંત સોશ્યલ નીડ જેવી કે, પ્રશંસા અને સ્પિરિચ્યુલ નીડનો સમાવેશ થાય છે. આ બધી જરૂરીયાતો વ્યક્તિ માટે પાયાની જરૂરીયાતો છે.
9. ઇન્ટર પર્સનલ ફેક્ટર
સારું કોમ્યુનીકેશન, બીજા લોકોને મદદ કરવાની ક્ષમતા આ બધું મેન્ટલ હેલ્થ પ્રમોટ કરે છે.
10. અધર ફેક્ટર્સ/અન્ય પરિબળો
નબળું પોષણ અને ટોક્સિનના સંપર્કમાં, જેમકે લીડ, માનસિક રોગોના વિકાસમાં ભૂમિકા ભજવી શકે છે.
પ્રશ્ન – ૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)(12)
(૧) મેન્ટલ હેલ્થ : મેન્ટલ હેલ્થ એટલે માનસિક સ્વાસ્થ્ય. મેન્ટલ હેલ્થનો અર્થ તે છે કે તમે મનની સ્થિતિમાં કેવો અનુભવ કરો છો, તમારા વિચારો, લાગણીઓ અને વર્તન કેવી રીતે સંભાળો છો. આમાં ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સુખાકારીનો સમાવેશ થાય છે.
મેન્ટલ હેલ્થનું મહત્વ જીવનના દરેક તબક્કે રહે છે – બાળપણથી લઈને વૃદ્ધાવસ્થામાં સુધી. સારું મેન્ટલ હેલ્થ આપણને જીવનના તણાવોને જડબાતોડ રીતે સંભાળવામાં, અન્ય લોકો સાથે સારાં સંબંધો બાંધવામાં અને જીવનના દરેક ક્ષેત્રમાં કાર્યક્ષમ રહેવામાં મદદ કરે છે.
(૨) ઈગો: ઈગો એ રીયાલીટી એટલે કે હકીકત સિદ્ધાંતના ના આધારે કામ કરે છે અને તે ૪ થી ૬ મહિનાની અંદર ડેવલોપ થાય છે ઇગો એ બહારના દુનિયાની રિયાલિટી મુજબ હોય છે ઇગો એ મધ્યસ્થી તરીકે કામ કરે છે એટલે કે તે બહારની દુનિયા(એક્સટર્નલ વર્લ્ડ) પ્રત્યે એડજસ્ટ કરે છે.
(૩) ડિઝાસ્ટર :ડિઝાસ્ટર એક આયોજિત અને આકસ્મિક સાહસિક કટોકટી છે જેના પરિણામે આઘાત જનક એક્સપ્રેસ વ્યક્ત થાય છે.
(૪) પર્યાવરણીય સ્વચ્છતા : વાતાવરણીય સ્વચ્છતા એટલે વ્યક્તિગત, કોમ્યુનિટી અને દેશનું વાતાવરણ ક્લીન હોવું જોઇએ. જેમાં વ્યક્તિનો આજુબાજુ નું એન્વાયરમેન્ટ ક્લીન હોવું જોઇએ.આપણો ધ્યેય છે કે સૌનું આરોગ્ય સારૂ હોવું જોઇએ પણ આપણે બિમારીનું કારણ શોધવું જોઇએ. ભારતમાં વધારે પ્રમાણમાં બિમારી અને મૃત્યુ માટે નીચેના કારણો જવાબદાર છે. કારણો જવાબદાર છે
સ્વછતાની ઉણપ
અપૂરતો ખોરાક
“જ્યાં વાતાવરણ સ્વચ્છ હોય અને પુરતા પ્રમાણમાં ખોરાક મળતો હોય જેનાથી સામાન્ય અને ગંભીર બિમારી થતી અટકાવે
WHO ના મત પ્રમાણે
વ્યક્તીના વિકાસ, તંદુરસ્તી અને જીવનને અસર કરતાં વાતાવરણમાં રહેલા પરીબળોને અંકુશમાં લેવાની પધ્ધતીને એન્વાયરમેન્ટલ સેનીટેશન કહેવાય છે.”
(૫) પાસ્ચ્યુરાઈઝેશન :પાસ્ચ્યુરાઇજેશન 1970માં એક્ષપર્ટે કમિટી ઓફ WHO દ્વારા ડીફાઇન (શોધી કાઢ્યું)કરવામાં આવ્યું કે પાસ્ચ્યુરાઇજેશન એટલે દૂધ ને કેટલા સમય સુધી ગરમ કરવું અને કેટલા તાપમાને ગરમ કરવું જેનાથી તેમાં રહેલા પેથોજેનીક બેક્ટેરિયા નાશ પામે અને દૂધ ના બંધારણ તેમજ તેના ફુલેવર અને તેના ન્યુટ્રીટીવ વૅલ્યુ માં કોઇપણ ચેંજ ન આવે.
પાસ્ચ્યુરાઇજેશન એ નીચેની પદ્ધતિમાં બોઇલીંગ કરતા જુદું પડે છે.
પાસ્ચ્યુરાઇજેશન ની મૅથડથી આપણને નુકસાન કારક બેક્ટેરિયા નાશ પામે છે પરંતુ લેકટીક એસીડ જેવા ઉપયોગી બેક્ટેરિયા નાશ પામતા નથી.
પાસ્ચ્યુરાઇજેશન ની મૅથડ થી વિટામીસ નાશ પામતા નથી.
પાસ્ચ્યુરાઇજેશન ના લીધે પ્રોટીન અને સુગર માં થોડો ઘણો ચેન્જ આવે છે પરંતુ તેના બંધારણમાં કોઇ જ ચેન્જ આવ તો નથી.
આમ પાસ્ચ્યુરાઇજેશન તે વધુમાં વધુ સારી અને વધુમાં વધુ સસ્તી તેમજ વધુમાં વધુ સલામત મૅથડ છે જે દૂધ ને સલામત રાખવાની પદ્ધતિ છે.
(૬) પુરક આહાર: પુરક આહાર એટલે શિશુઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ તથા કુપોષિત બાળકોને તેમના નિયમિત આહાર ઉપરાંત આપવામાં આવતો પોષક આહાર. તેનો હેતુ પૂરતો પ્રોટીન, કેલરી, વિટામિન અને ખનિજ તત્વો પૂરા પાડવાનો છે જેથી પોષણની ઉણપ દૂર થાય અને કુપોષણ અટકાવી શકાય.
મુખ્ય હેતુ
કુપોષણ દૂર કરવું
માતાની આરોગ્ય સંભાળ
બાળ વૃદ્ધિ અને વિકાસ
સામાજિક સમાનતા
(૭) કિચન ગાર્ડન :કિચન ગાર્ડન એટલે ઘરના પાછળના ભાગે, આંગણામાં કે ખેતરની આજુબાજુ શાકભાજી, ફળ, મસાલા અને ઔષધીય છોડ ઉગાડવાનું નાનું બગીચું. તેનો હેતુ ઘરના સભ્યોને તાજું, પૌષ્ટિક અને ઝેરી દવાઓ (pesticides) વગરનું ખોરાક પૂરૂં કરવાનું છે.
કિચન ગાર્ડન માટેની આવશ્યકતા
પૂરતું સૂર્યપ્રકાશ.
સિંચાઈ માટે પાણીની સુવિધા.
જૈવિક ખાતર (compost / gobar khad).
યોગ્ય બીજની પસંદગી.
વાવેતરનું સમયપત્રક (seasonal planning).
(૮) પેલાગ્રા : પેલાગ્રા એ એક પોષણની ઉણપથી થતો રોગ છે, જે ખાસ કરીને નાયસિન (Vitamin B3) અથવા ટ્રિપ્ટોફાનની ખામીના કારણે થાય છે. આ રોગને સામાન્ય ભાષામાં 3 D’s disease કહેવામાં આવે છે.
કારણો
આહારનું અભાવ – વિટામિન B3 કે ટ્રિપ્ટોફાન ઓછું મળવું (મકાઈ આધારિત આહાર).
માલએબ્ઝોર્પશન – આંતરડામાંથી વિટામિન શોષાઈ ન શકવું.