08/07/2014
પ્ર – ૧ અ. ફેફસાંની આકૃતિ દોરી સેલ દ્વારા થતાં O2 અને CO2 ની આપલે સમજાવો.06
બ. યુરીનરી સિસ્ટમના અવયવો ની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. 06
પ્ર – ૨ અ. ખોરાકના મુખ્ય ઘટકો જણાવી સમતોલ આહાર એટલે શું તે જણાવો. 06
બ. આદર્શ કુવો એટલે શું? આદર્શ કુવો બનાવતી વખતે શું શું ધ્યાન રાખશો. 06
પ્ર – ૩ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 12
૧.ખોરાક રાંધવાની ઉત્તમ રીત કઈ છે? શા માટે?
- સ્ટીમિંગ (Steaming) અથવા પ્રેશર કુકિંગ ઉત્તમ રીત છે.
- કારણ કે તેમાં પોષક તત્વો (વિટામિન, મિનરલ્સ) વધારે પ્રમાણમાં જળવાઈ રહે છે અને તેલ ઓછું વપરાય છે.
૨.એનીમા આપતી વખતે લેફ્ટ લેટરલ પોઝિશન શા માટે આપવામાં આવે છે.
- ડાબી બાજુએ સૂતી સ્થિતિમાં સિગ્મોઇડ કોલોન અને રેક્ટમમાં દ્રવ સરળતાથી જઈ શકે છે.
- ગુરુત્વાકર્ષણની દિશા (Gravity) અને એનાટોમિકલ સ્ટ્રક્ચર કારણે દવા અસરકારક રીતે કાર્ય કરે છે.
૩.ખોરાકની સાચવણીની રીતોની યાદી કરો.
- સૂકવવું (Drying)
- મીઠું નાખીને સાચવવું (Salting)
- ખાંડથી સાચવવું (Preserve/Jam)
- ઠંડકમાં રાખવું (Refrigeration/Freezing)
- બોટલિંગ અને કેનિંગ
- કેમિકલ પ્રેઝર્વેશન (Sodium benzoate વગેરે)
૪.ફેટ સોલ્યુબલ વિટામિન કયા કયા છે.
ફેટ સોલ્યુબલ વિટામિન (Fat Soluble Vitamins)
ચરબીમાં વિઘટન પામીને શરીરમાં સંગ્રહિત થનારા વિટામિન્સ
- Vitamin A (વિટામિન-એ)
- Vitamin D (વિટામિન-ડી)
- Vitamin E (વિટામિન-ઈ)
- Vitamin K (વિટામિન-કે)
૫.પાણીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે?
- વરસાદ (Rain water)
- કૂવો (Well)
- નદી (River)
- તળાવ (Lake/Pond)
- બોરવેલ/ટ્યુબવેલ (Underground water)
- ડેમ અને રિઝર્વોઈર (Reservoirs)
- નગરપાલિકા સપ્લાય (Municipal supply)
૬.વેન્ટિલેશનના પ્રકાર લખો.
- પ્રાકૃતિક વેન્ટિલેશન (Natural Ventilation) – બારીઓ, દરવાજા, હવાના પ્રવાહ દ્વારા
- કૃત્રિમ વેન્ટિલેશન (Artificial Ventilation) – પંખા, એક્ઝોસ્ટ ફેન, એર કન્ડિશનર, મિકેનિકલ સિસ્ટમ દ્વારા
પ્ર – ૪ નીચેનામાંથી કોઈ પણ ત્રણ પર ટૂંકનોંધ લખો.12
૧.સુલભ શૌચાલય
૨.બેડશોર
૩.ઘરગથ્થુ પાણીનું શુદ્ધિકરણ
૪.પાસ્ચ્યુરાઈઝેશન ઓફ મિલ્ક
પ્ર – ૫ નીચેનામાંથી કોઈ પણ ચારના હેતુઓ જણાવો.
૧.માઉથ કેર
હેતુઓ
- મો ને ચોખ્ખુ અને તાજગીભર્યુ રાખવા માટે
- દાંતને સારી સ્થિતિમાં રાખવા માટે
- દાંત તથા મોઢાના રોગો અટકાવવા માટે
- મોંના મ્યુકસ મેમ્બ્રેન ને ડ્રાય અને તૂટી જતુ અટકાવવા માટે
- ભુખ વધારવા માટે તેમજ સલાયવા વધુ ઉત્પન્ન થાય તે માટે
- પેરોટીડ ગ્લેન્ડમાં ચેપ થતો અટકાવવા માટે
૨.સ્પંજ બાથ
હેતુઓ :
- શરીરનો પરસેવો દૂર કરવા માટે
- ચામડી પર બેક્ટેરીયાની વૃધ્ધિ થતી અટકાવવા માટે
- શરીરની ચામડીને ડ્રાય રાખવા માટે જેથી બેડ શોર થતો અટકાવી શકાય છે
- દર્દીનો થાક દુર કરવા માટે
- દર્દીને એક્ટીવ અને પેસીવ એક્સરસાઇઝ કરાવવા માટે
- બોડિ ટેમ્પરેચરને રેગ્યુલેટ કરવા માટે
- પ્રેસર પોઇન્ટની સંભાળ લેવા માટે
- ચામડીના રોગો થતા અટકાવવા માટે
- સારી રીતે હેલ્થ એજ્યુકેશન આપવા માટે
- દર્દીને સ્ફુર્તિ તથા આરામ આપવા માટે
- દર્દીને સારી ઉંઘ આવે તે માટે
- દર્દીના આખા શરીરનુ ઓબ્ઝર્વેશન કરવા માટે
- શરીરમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે
- શરીરમાં સર્ક્યુલેશન વધારવા માટે
૩.હેર વોશ
હેતુઓ
1. સ્વચ્છતા જાળવવી (Cleanliness)
- વાળ અને ખોપરીમાંથી ધૂળ, ઘમ, તેલ (Sebum) અને ગંદકી દૂર થાય.
- ચેપ અને દુર્ગંધથી બચાવે છે.
2. ઇન્ફેક્શન રોકવું (Prevention of Infection)
- ડૅન્ડ્રફ (Dandruff), લાઈસ (Lice), ફંગલ ઇન્ફેક્શન જેવા ચેપથી બચાવે છે.
3. સર્ક્યુલેશન સુધારવું (Improved Blood Circulation)
- ધોઈને માથાની ત્વચા પર હળવું મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે.
- વાળની વૃદ્ધિ માટે મદદરૂપ.
4. આરામ અને તાજગી (Comfort & Freshness)
- પેશન્ટને આરામ મળે છે અને તાજગી અનુભવાય છે.
- માથાનો દુખાવો અને તણાવ ઘટાડવામાં મદદરૂપ.
5. દેખાવ અને આત્મવિશ્વાસ (Appearance & Confidence)
- સ્વચ્છ અને ચમકતા વાળ વ્યક્તિના દેખાવમાં આકર્ષણ વધારે છે.
- દર્દીનું મનોબળ વધે છે.
6. નર્સિંગ કેરનો ભાગ (Part of Nursing Care)
- બેડ રિડન (Bedridden) અથવા ગંભીર દર્દીઓમાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટે જરૂરી.
- હૉસ્પિટલ ઇન્ફેક્શનથી બચાવે છે.
૪.હેન્ડ વોશ
હેતુઓ
- ચેપનું સંક્રમણ (Cross infection) અટકાવવું
- વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી
- હોસ્પિટલમાં દર્દીથી નર્સ કે ડૉક્ટર અને પછી બીજા દર્દી સુધી ચેપ ફેલાવાનો જોખમ ઘટાડવો
- જાહેર આરોગ્યમાં રોગચાળો (Diarrhea, Typhoid, Hepatitis A/E) રોકવો
૫.કેથેટરાઈઝેશન
હેતુઓ
- યુરીનરી રીટેનશન (ભરાવો) ને રીલીવ (દૂર કરવું) કરવા માટે
- નિદાન કરવા માટે દર્દીને પેશાબ પર કાબુ ન હોય ત્યારે (ઇન્કટીન્યસ ઓફ યુરીન) ત્યારે દર્દીની પથારી
- ભીની થતી અટકાવવા માટે
- યુરીનરી બ્લેડરને વોશ આપવા માટે
- યુરીનલ સર્જરી વખતે તે ભાગને ક્લીન રાખી તેમાં ચેપ લાગતો અટકાવવા માટે
- પેલવીક ઓર્ગનના કોઈ પણ ઓપરેશન કરેલ હોય ત્યારે
- દર્દી બેભાન હોય ત્યારે
- ડિલીવરી અને ઓપરેશન પહેલા બ્લેડર ખાલી કરવા માટે
પ્ર – ૬ અ. ખાલી જગ્યા પૂરો. 05
- ગ્લુટીયલ મસલ્સ ઇન્જેક્શન આપવાથી …………. ચેતામાં ઈજા થવાની સંભાવના રહેલ છે. સાયાટિક (Sciatic) ચેતામાં
- કેમ્પ માટે …………. પ્રકારના લેટ્રીનનો (સંડાસ) ઉપયોગ થાય છે. પિટ લેટ્રીન (Pit Latrine)
- હાડકાના સૌથી ઉપરના પડને ……….. કહે છે. પેરીઓસ્ટિયમ (Periosteum)
- યુરીન સુગર ટેસ્ટમાં ………… પ્રવાહી વપરાય છે. બેનેડિક્ટ (Benedict’s) પ્રવાહી
- મનુષ્યના શરીરમાં કુલ …………. હાડકા આવેલા હોય છે. ૨૦૬ હાડકા
બ. નીચેના જોડકા જોડો. 05
1 – 2 1.કચરાનો નિકાલ 1.લ્યુકોસાઈટ
2 – 1 2.ડબલ્યુ બી સી 2.ઇન્સીનરેટર
3 – 4 3.વિટામીન ‘કે’ 3.શરીરનો નાનામાં નાનો એકમ
4 – 5 4.એમ્નેસિયા 4.લોહી જામી જવું
5 – 3 5.સેલ 5.યાદશક્તિ ઓછી થવી
6.સ્કર્વી
ક. નીચેનાના પૂર્ણરૂપ આપો.05
1.O.P.D. – Out Patient Department (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ)
2.I.P.R. –Interpersonal Relationship (ઇન્ટર પર્સનલ રિલેશનશિપ)
3.I.C.D.S. –Integrated Child Development Services (ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ)
4.C.S.F. –Cerebro Spinal Fluid (સેરેબ્રો સ્પાઇનલ ફ્લૂઈડ)
5.N.B.M. – Nil By Mouth (મુખ દ્વારા કઈ વસ્તુ ન આપવી)