ANM-SY-MIDWIFERY-PAPER SOLUTION-09/06/2025-પેપર સોલ્યુશન નંબર – 06

પેપર સોલ્યુશન નંબર – 0609/06/2025

તારીખ 09/06/2025 (આ માત્ર થોડું જ સેમ્પલ સોલ્યુશન છે.Unlock કરતા full પેપર સોલ્યુશન મળશે)

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) એબોર્શન એટલે શું? તેના પ્રકારો લખો.(03 માર્ક્સ)

Definition : એબોર્શન એટલે ગર્ભપાત

એબોર્શન (Abortion) એ એવી સ્થિતિ છે જેમાં ગર્ભધારણ પછી શિશુનો વિકાસ પૂર્ણ થયા પહેલાં, જ્યારે માસિક ચક્ર ચાલુ થવાનું બંધ થયું હોય તે પછી, ગર્ભને જાણબૂઝી કે કુદરતી રીતે અંત લાવવામાં આવે છે.

અથવા

એબોર્શન એટલે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા પહેલાં ગર્ભનું સંપૂર્ણ અથવા અપૂર્ણ નુકસાન થવું. તે સ્વાભાવિક અથવા ઇચ્છિત હોઈ શકે છે. સ્વાભાવિક ગર્ભપાતને “મિસકેરેજ” પણ કહેવામાં આવે છે.

🔸એબોર્શનના મુખ્ય બે પ્રકાર છે.

૧) સ્પોન્ટેનીયસ – કુદરતી રીતે થાય છે.
૨) ઇન્ડ્યુસ – જેમાં એબોર્શન કૃત્રિમ રીતે કરવામાં આવે છે.

૧) હેબીચ્યુઅલ એબોર્શન (રીકરંટ એબોર્શન): ૨૦ વીક પહેલા જ્યારે સળંગ ત્રણ અથવા તેનાથી વધારે સ્પોન્ટેનિયસ એબોર્શન થાય છે. તેને હેબીચ્યુઅલ કહે છે.

૨) થેરાપ્યુટિક એબોર્શન: જેમાં ગર્ભાવસ્થાના કારણે માતા અને બાળકને જોખમ ઊભું થાય તેવી પરિસ્થિતિ હોય એટલે કે કોઈ પણ કારણસર ગર્ભ રાખી શકાય તેમ ન હોય તો ડોક્ટરના ઓર્ડર પ્રમાણે ગર્ભપાતની સલાહ આપે છે આ મેડિકલ એડવાઇઝ પછી દવાનો ઉપયોગ કરીને ગર્ભપાત કરવામાં આવે છે.

૩) ક્રિમિનલ એબોર્શન: જેમાં કોઈને ખબર ના પડે તેવી રીતે ચોરી છુપીથી ગર્ભપાત કરવામાં આવે છે કોઈપણ વ્યક્તિ દ્વારા સમાજની બીકથી કરવામાં આવે છે.

૪) સેપ્ટીક અબોર્શન: આ એબોર્શન દવાઓના ઉપયોગ કર્યા વગર ગામડાઓમાં કોઈપણ ઝાડાના મૂળિયા અથવા કોઈપણ દેશી દવાથી કરવામાં આવે છે આ બહારની વસ્તુઓ વજાયનામાં મૂકવાથી થાય છે. ઘણી વખત માતાનું મૃત્યુ પણ થાય છે.

૫) થ્રેટેન્ડ અબોર્શન: આ એક ક્લિનિકલ પ્રકારનું એબોર્શન છે જેમાં મિસકેરેજની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ હોય છે પરંતુ પ્રોગ્રેસની રિકવરી ઈમ્પોસિબલ હોય છે જેમાં ઓસ ડાયલેટેડ હોતું નથી.

૬) ઇનએવીટેબલ એબોર્શન: ક્લિનિકલ પ્રકારનું એબોર્શન છે જેમાં પ્રેગનેન્સી કંટીન્યુ કરવી ઈમ્પોસિબલ છે જેમાં ઓસ ડાયલેટેડ હોય છે.

(૨) PPH ના મેનેજમેન્ટમાં ANM ની ભૂમિકા વર્ણવો.(04 માર્ક્સ)

PPH (પોસ્ટપાર્ટમ હેમોરેજ) એ પ્રસવ પછી વધુ રક્તસ્ત્રાવ થવાની સ્થિતિ છે, જેમાં 500 mL કરતાં વધુ (normal delivery) કે 1000 mL કરતાં વધુ (C-section) રક્તસ્ત્રાવ થાય છે.

🔸ANM (એ.એન.એમ)ની મુખ્ય ભૂમિકા PPH ના મેનેજમેન્ટમાં:

1. જલ્દી ઓળખ કરવી (Early Identification)

  • સ્ત્રીમાં વધુ રક્તસ્ત્રાવના લક્ષણો ઓળખવા – જેમ કે વધારે લોહી વહેવું, ચક્કર આવવા, કમજોરી.
  • વાઇટલ સાઇન (Pulse, BP) ચેક કરવા અને નોંધ કરવી.
  • યૂટરાઇન ટોન તપાસવો (uterus કઠણ છે કે નરમ તે તપાસવુ).

2. તાત્કાલિક પ્રથમ સારવાર (Immediate First Aid)

  • સ્ત્રીને પીઠે સુવાડવી અને પગ ઊંચા રાખવા.
  • યૂટેરસ પર મસાજ કરવું (Uterine massage).
  • જો Oxytocin ઉપલબ્ધ હોય, તો IM અથવા IV રીતે આપવું.
  • જરૂર હોય તો Misoprostol પીવડાવવી (600 mcg orally).
  • આઈ.વી. લાઇન ચઢાવવી અને ફ્લુઈડ્સ શરૂ કરવુ (Normal Saline/RL).

3. ડોક્ટરને તાત્કાલિક જાણ કરવી (Referral Preparation)

  • માતાની હાલત વધુ ખરાબ થાય તે પહેલા જ PHC/CHC અથવા District Hospitalમાં રેફર કરવી.
  • રિફરલ પહેલાં માતાની સ્થિતિ સ્થિર રાખવાનો પ્રયાસ કરવો.
  • રિફરલ પત્ર તૈયાર કરવો અને પરિવારમાં સાચી જાણકારી આપવી.

4. સહાય અને ટેકનિકલ કામગીરી

  • લોહી રોકવાની દવાઓ આપવી (ડોક્ટરની સુચનાથી).
  • પલ્સ, બી.પી., શ્વાસ દરની સતત દેખરેખ રાખવી.
  • લોહી નમૂનાઓ માટે તૈયારી કરવી (જ્યારે જરૂરી હોય).
  • સ્ત્રીને હાઈડ્રેટ રાખવી – મૌખિક રીતે અથવા IV.

5. મહિલાને અને કુટુંબને આરોગ્ય શિક્ષણ આપવું

  • વધુ રક્તસ્ત્રાવના લક્ષણો ઓળખવા શિક્ષિત કરવું.
  • ભવિષ્યમાં આવા જોખમ ના થાય તે માટે સાવધાન રહેવા કહેવું.
  • આયર્ન, કેલ્શિયમ વગેરે માટે કાઉન્સેલિંગ કરવું.

(૩) જોખમી પેગનન્સી વિશે લખો.(05 માર્ક્સ)

જોખમી ગર્ભાવસ્થા એ એવી સ્થિતિ છે જેમાં માતા કે બાળ માટે ગર્ભાવસ્થા દરમિયાન, પ્રસવ સમયે કે પ્રસવ પછી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર જોખમો હોય છે. આવી ગર્ભાવસ્થા સામાન્ય કરતાં વધારે નિરીક્ષણ, સારવાર અને કાળજી માંગે છે.

🔸જોખમી ગર્ભાવસ્થા માટે જવાબદાર મુખ્ય કારણો

  • માતાની ઉંમર 18 વર્ષથી ઓછી અથવા 35 વર્ષથી વધુ
  • પાછલા (પહેલા) ગર્ભમાં વિકાર (જેમ કે મિસકેરેજ, સ્ટીલબર્થ, PPH)
  • ઘણા ગર્ભ (Twins, Triplets)
  • ગર્ભાવસ્થા દરમિયાન બીમારી – જેમ કે રક્તદાબ (Hypertension), શુગર (Gestational Diabetes), ઍનીમિયા
  • બાળકની અસામાન્ય સ્થિતિ (Breech, Transverse lie)
  • ગર્ભ પાણીના પ્રમાણમાં ફેરફાર (ઘણું ઓછું કે વધારે)
  • પ્રસુતિની તારીખ પહેલા પ્રસવ થવાનું જોખમ (Preterm labour)

🔸જોખમોની અસર

  • માતામાં પ્રસવ દરમિયાન જટિલતાઓ, વધુ રક્તસ્ત્રાવ, કિડની ફેલ થવાની શક્યતા
  • બાળકમાં Low Birth Weight, Preterm birth, Birth asphyxia અથવા Death

🔸ANM અથવા આરોગ્યકર્મીની ભૂમિકા

  • જોખમ સાથેની માતાની ઓળખ (Antenatal Screening)
  • સમયસર રેફરલ અને કાઉન્સેલિંગ
  • સંપૂર્ણ ANC તપાસ – 4 વાર
  • TT ઈન્જેક્શન, આયર્ન–કેલ્શિયમ આપવું
  • Danger signs સમજાવા (જેમ કે વધારે લોહી, દુખાવો, કમજોરી)

🔸નિવારણ અને નિયંત્રણ (Prevention & Control)

  • લગ્ન પહેલા આરોગ્ય પરીક્ષણ
  • શરૂઆતથી સંપૂર્ણ ANC સેવાઓ
  • પોષણયુક્ત આહાર અને આરામ
  • Institutional delivery
  • Danger signs અંગે જાગૃતતા

અથવા

(૧) સ્ત્રી પ્રજનન તંત્રના અવયવો લખો.(03 માર્ક્સ)

સ્ત્રી પ્રજનન તંત્ર (ફિમેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમ): ફિમેલના શરીરના અંદર કુદરતે મનુષ્યની વંશ વૃદ્ધિ કરવા માટે કેટલાક ખાસ પ્રકારના અવયવોની રચના કરેલ છે. આ અવયવો સ્ત્રી પ્રજનનતંત્રના અવયવો તરીકે ઓળખવામાં આવે છે. તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે.

૧) બાહ્ય પ્રજનન અવયવો

  • મોન્સ પ્યુબીસ
  • લેબિયા મેજોરા
  • લેબીયા માઈનોરા
  • ક્લિટોરિસ
  • વજાયનલ ઓપનિંગ

૨) આંતરિક પ્રજનન અવયવો

  • યુટરસ
  • ફેલોપિયન ટ્યુબ
  • ઓવરી
  • વજાયના
  • સર્વિક્સ

(૨) પેલ્વીસ વિશે લખો.(04 માર્ક્સ)

પેલવીસ: ફિમેલ પેલવીસ તેની અમુક વિશિષ્ટતાઓને લીધે ચાઈલ્ડ બર્થમાં મદદરૂપ થાય છે તે હાડકાની બનેલી રીંગ જેવી રચના ધરાવે છે જે બે ઇનોમિનેટ બોન, એક સેક્રલ બોન અને એક કોકીક્સ બોનથી બનેલ હોય છે પેલવીસ ચાર બોનથી બનેલ છે.

A. ઇનોમીનેટ બોન: દરેક ઇનોમિનેટ બોન ત્રણ બોનથી બનેલું હોય છે.
ઇલીયમ, ઈચ્યીયમ અને પ્યુબીસ

B. સેક્રલ બોન: બે ઈલીયાક બોન વચ્ચે આવેલા ત્રિકોણાકાર બોનને સેક્રમ બોન કહે છે તે નાના પાંચ સેક્રલ વર્ટીબ્રાથી બનેલ હોય છે અને તે એકબીજા સાથે જોડાયેલ હોય છે.

C. કોકીક્સ બોન: તે ચાર નાના વર્ટીબ્રાથી બનેલું ત્રિકોણાકાર બોન છે જે સેક્રમમાં નીચેના ભાગ સાથે જોડાય છે લેબર સમયે તે પાછળ ખસી જાય છે તેના લીધે બેબીને બર્થ કેનાલમાંથી બહાર આવવા માટેની જગ્યા મળી રહે છે.

🔸પેલ્વિક જોઈન્ટ

  • પેલ્વિક જોઈન્ટ ચાર છે.
  • સેક્રોઈલીયાક જોઈન્ટ – ૨
  • સિમફાયસીસ પ્યુબીસ જોઈન્ટ – ૧
  • સેક્રોકોક્લીજીયલ જોઈન્ટ – ૧

🔸પેલ્વિક લીગામેન્ટ

  • સેક્રોઇલીયાક લીગામેન્ટ
  • પ્યુબીક લીગામેન્ટ
  • સેક્રોટ્યુબરસ લીગામેન્ટ
  • સેક્રોસ્પાઈનસ લીગામેન્ટ
  • સેક્રોકોકલીજીયલ લીગામેન્ટ

🔸પેલ્વિસના ભાગો

  • પેલ્વિક કેવીટી એટલે કે પેલવીસ બે ભાગમાં વહેંચાયેલું છે.
  • ૧) ફોલ્સ પેલવીસ (અપર પેલવીસ અથવા ખોટુ પેલવીસ)
    ૨) ટ્રુ પેલવીસ (લોઅર પેલવીસ અથવા સાચું પેલવીસ)

🔸પેલ્વિક ફ્લોરના કાર્યો

  • એબડોમીનલ અને પેલવિક ઓર્ગનના વજનને સપોર્ટ કરે છે.
  • સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે મહત્વનો ભાગ ભજવે છે.
  • ચાઈલ્ડ બર્થ વખતે ફિટસની મુવમેન્ટ ઉપર અસર કરે છે.

(૩) એકલેમ્પ્સીવાનાં ચિન્હો અને લક્ષણો જણાવી, તેમાં આપવામાં આવતી સારવાર વિશે લખો.(05 માર્ક્સ)

🔸એકલેમસિયા ના ચિન્હો અને લક્ષણો

૧) બધા જ લક્ષણો પ્રીએકલેમસિયા જેવા હોય છે પરંતુ સાથે કન્વર્ઝન આવે છે.

  • વધારે બ્લડ પ્રેશર
  • પ્રોટીનુરીયા
  • એન્કલ પર સોજા આવે.
  • ચહેરા પર, એબડોમીનલ અને વલવા અને આખા શરીરમાં સોજા જોવા મળે છે.
  • હેડ એક
  • ઊંઘમાં ખલેલ
  • યુરીન આઉટપુટ ઓછું
  • એપી ગેસ્ટ્રીક પેઈન, કોફી કલરની વોમિટિંગ
  • ઝાખું દેખાય
  • વજન વધે છે

૨) આમાં કોમાના ચાર સ્ટેજ પણ જોવા મળે છે.

  • પ્રીમોનિટરી સ્ટેજ: માતા બેભાન બને છે.
  • ટોનિક સ્ટેજ: આંચકી આવે છે.
  • ક્લોનીક સ્ટેજ: બધા જ મસલ્સમાં આંચકી જોવા મળે છે.
  • કોમા સ્ટેજ: માતા થોડીવાર માટે કોમામાં જાય છે.

🔸સારવાર

  • માતાને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં રિફર કરવી.
  • રીફર કરતા પહેલા સેડેશન આપવા જોઈએ.
  • આઈ.વી. લાઈન ચાલુ કરવી.
  • ટ્રેઇન સ્ટાફને સાથે રાખીને માતાને રિફર કરવી.
  • રીફર દરમિયાન કન્વર્ઝન આવે તો એર વે ક્લિયર કરવો.

🔸હોસ્પિટલમાં સારવાર

  • માતાને રેલિંગ કોટ આપવો.
  • સતત નિરીક્ષણ કરવું.
  • સગા પાસેથી બરાબર હિસ્ટ્રી લેવી.
  • કેથેટરાઈઝેશન કરવું.
  • દર અડધી કલાકે વાઇટલ સાઇન લેવા.
  • યુરીન આઉટપુટ ચેક કરવું.
  • લેબરનો પ્રોગ્રેસ જોવો અને ફિટસના એફ.એસ.એચ.લેવા.
  • એન્ટીબાયોટિક્સ આપવી.
  • એન્ટીકન્વર્ઝિવ અને સેડેટીવ આપવા.
  • ડોક્ટરના ઓર્ડર મુજબ ઇન્જેક્શન મેગ્નેશિયમ સલ્ફેટ આપવું.
  • એન્ટીહાઇપરટેન્સિવ અને ડાયયુરેટિક્સ આપવા.

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) પરપ્યુરીયમ પિરીયડ એટલે શું? તેમાં થતાં શારિરીક ફેરફારો વિશે ટૂંકમાં લખો.(08 માર્ક્સ)

પરપ્યુરીયમ પિરિયડ : પરપ્યુરીયમ એટલે બેબી આઉટ થઈ ગયા પછી યુટરસની સાઈઝ નોર્મલ પોઝિશનમાં આવે ત્યાં સુધીના સમયગાળાને પરપ્યુરિયમ પિરિયડ કહે છે.

  • પરપ્યુરીયમ પિરિયડ દરમિયાન રીપ્રોડક્ટિવ સિસ્ટમના અવયવો ધીમે ધીમે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે.
  • યુટ્રસને પોતાની મૂળ સ્થિતિમાં આવતા 42 દિવસ લાગે છે. (6 વિક અથવા દોઢ માસ) આ ક્રિયાને ઇનવોલ્યુશન ઓફ યુટરસ કહે છે. આ સમયને પરપ્યુરીયમ પિરિયડ કહે છે .

૧) ઇનવોલ્યુશન ઓફ જનાઈટલ ટ્રેક

  • આમાં યુટરસ અને વજાયના પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે.
  • પ્રેગનેન્સી દરમિયાન યુટરસની લંબાઈ 12 ઇંચ અને પહોળાઈ 9 ઇંચ જાડાઈ 8 ઈંચ હોય છે.
  • પ્રેગનેન્સી પછી લેકટેશન પિરિયડમાં યુટરસ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે.
  • એટલે કે યુટરસ સંકોચાઈને પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે તે ક્રિયાને ઇન્વોલ્યુશન કહે છે.

🔸ઇન્વોલ્યુશન માટે ત્રણ બાબતો જવાબદાર છે.

A. ઓટોલાઇસીસ

  • આમાં યુટરસ હોર્મોનની મદદથી સંકોચાઈ જાય છે, અને પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે.

B. ઇચ્યેમીયા

  • આમાં યુટરસમાંથી ફીટસ આઉટ થવાથી તે ખાલી થાય છે અને તે સંકોચાય છે અને તેના કારણે વધારાનું બ્લડ સપ્લાય યુટરસના મસલ્સ સંકોચાવાથી બંધ થાય છે આ બ્લડ સપ્લાય બંધ થતાં મસલ્સ ફાઇબર બને છે. જેથી યુટરસ મૂળ સ્થિતિમાં આવે છે.

C. બ્રેસ્ટ ફીડીંગ

  • બેબી સક કરવાથી અથવા હાથ વડે ધાવણ કાઢવાથી પિટ્યુટરી ગ્લેન્ડ સ્ટીમ્યુલેટ થાય છે.
  • પરિણામે તેના એન્ટેરિયર લોબમાંથી પ્રોલેક્ટીન નામનો હોર્મોન ઉત્પન્ન થાય છે.
  • આ યુટરસના ઇનવોલ્યુશનમાં મદદ કરે છે અને બ્રેસ્ટમાં મિલ્ક તૈયાર કરે છે.

૨) ઇનવોલ્યુશન ઓફ ધ યુટરસ

  • પ્રસુતિના સ્ટેજમાં અંતે યુટરસમાં ફંડસની હાઈટ પ્રાઇમી પારામા 4.5 થી 5 ઇંચ હોય છે.
  • અને મલ્ટીપારામાં 5 ઇંચ થી 5.5 ઇંચ હોય છે.
  • એટલે 10 દિવસની અંદર યુટરસની ફંડલ હાઇટ સીમફાઈસીસ પ્યુબીસની નીચેની તરફ આવે છે.
  • અને યુટરસ પોતાની મૂળ કન્ડિશનમાં આવે છે.

(૨) ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબરનું મેનેજમેન્ટ લખો.(04 માર્ક્સ)

🔸ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર નું મેનેજમેન્ટ

1. નર્સિંગ કેર પ્લાન ઓફ વુમન

  • મધરને તેની કન્ડિશન પ્રમાણે પોસ્ચર જાળવવું પડે છે મધર લેબરમાં આવે એટલે કે પેઇન સ્ટાર્ટ થાય ત્યારે વેઇટિંગ રૂમમાં રાખી દરેક કોન્ટ્રાકશન સમયે સાધારણ ફોર્સ કરવા સમજાવું જો પ્રાઇમી મધર હોય તો તેના પ્રથમ તબક્કાનો ગાળો લાંબો હોય છે.
  • જ્યારે કોન્ટ્રાકશન વધે ત્યારે જ તેને લેબર રૂમમાં લાવવી સામાન્ય રીતે લીથોટોમી પોઝિશન આપવામાં આવે છે.
  • આના લીધે મધરને બાળકને બહાર લાવવામાં સરળતા રહે છે.
  • પ્રાઇમી પારા પેશન્ટને દુખાવો કેવી રીતે લેવો તે શીખવાડવું જેમાં મોઢું બંધ કરીને શ્વાસ રોકવો અને નીચે તરફ પ્રેશર આપવા કહેવું બંને હાથથી થાઈને પકડી અથવા ટેબલની કિનારીને પકડી ફોર્સ કરવા કહેવું અને કોન્ટ્રાકશન પૂરું થતાં મોઢું ખોલીને શ્વાસ બહાર કાઢવો તથા રિલેક્સ થવા કહેવું.

2. ડાયટ

  • જેમાં ફર્સ્ટ સ્ટેજ દરમિયાન સંપૂર્ણ ડાયટ આપવું જેથી બીજા તબક્કા દરમિયાન મધર પોતાની શક્તિ જાળવી શકે. વચ્ચે વચ્ચે જરૂર પડે ત્યારે ગરમ પાણી આપવું જેથી સ્ટીમ્યુલેશન ખોરાક પચી શકે તેવો અને મર્યાદિત આપવો.

3. કેર ઓફ બ્લેડર એન્ડ બાઉલ

  • બ્લેડર ખાલી કરાવવું જેથી વજાઈનલ કેનાલ પર પ્રેસર ન આવે અને કેનાલને સ્ટ્રેચ થવામાં સરળતા રહે જેથી બેબી સરળતાથી બહાર આવી શકે તથા યુરિનરી બ્લેડરને ઈજા થતી અટકાવી શકાય.
  • જો યુરીનરી બ્લેડર ફૂલ હોય તો યુટેરાઇન કોન્ટ્રાકશન નબળા પડે છે.
  • બોવેલ પણ ખાલી રાખવું જે માટે એનીમા આપવો જરૂરી છે જેથી સ્ટીમ્યુલેશન મળે છે.
  • અને રેકટમ ખાલી થવાથી વજાઈનલ કેનાલ સારી રીતે સ્ટ્રેચ થઈ શકે છે અને ફિટસને બહાર આવવામાં સરળતા રહે છે.

4. રેસ્ટ એન્ડ સ્લીપ (ઊંઘ)

  • મધરને સંપૂર્ણ ઊંઘ અને આરામ જરૂરી છે ખાસ કરીને પ્રાઇમી પારા માટે પ્રથમ તબક્કો લાંબો હોય છે અને મધર થાકી જાય છે અને ખરેખર જરૂરિયાતના સમયે પેઇન લઈ શકતી નથી તેથી મધરને જરૂરિયાત પ્રમાણે અને ડોક્ટરના ઓર્ડર મુજબ જરૂર હોય તો ડ્રગ્સ આપવી.

5. ઓબ્ઝર્વેશન એન્ડ રેકોર્ડિંગ ઓફ લેબર

  • જેમાં મધરના યુટેરાઇન કોન્ટ્રાકશન ઓશનું ડાયલેટેશન થાય છે મેમબ્રેન તથા ફીટસની કન્ડિશનનું ઓબ્ઝર્વેશન કરવું અને રેકોર્ડ કરવો.
  • જેમાં લેબર પેઇન સાચા છે કે નહીં યુટરસના કોન્ટ્રાકશનની સાથે સાથે સર્વીક્સનું ડાયલેટેશન થાય છે કે નહીં સર્વીકસના ડાયલેટેશનની સાથે ફીટસ નીચે આવે છે કે નહીં મેમ્બ્રેનની લીકિંગ છે કે ઇન્ટેક વગેરે જોવું.
  • એફ.એચ.એસ. જોવા અને આ બધાનો રેકોર્ડ રાખવો.

6. સાયકોલોજીકલ કન્ડિશન ઓફ વુમન

  • મધર લેબર માટે ગભરાતી હોય છે જેમાં ખાસ કરીને પ્રાઇમી પારા મધરને વધારે ભય લાગે છે આવા સમયે મધરને સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
  • નર્સએ તેની સાથે રહેવું શક્ય હોય તો તેના પતિ અથવા સ્વજનોને હાજર રહેવા દેવા જેથી તે સલામતી અનુભવે.
  • ફર્સ્ટ સ્ટેજ દરમિયાન ડીલેવરી માટેની તૈયારી
  • ૧) મધરનુ સેવિંગ કરવું અને પેરિનિયલ કેર કરવી .
  • ૨) સોપ વોટર એનીમા આપવું જો શક્ય હોય તો બાથ આપવો.
  • ૩) મધરને ક્લીન કપડા પહેરાવવા અને ડીલેવરી બાદ પહેરાવવા માટેના સ્વચ્છ કપડાની પણ તૈયારી રાખવી.

અથવા

(૧) સગર્ભાવસ્યા દરમ્યાન થતા માઈનર એલિમેન્ટ વિશે ટૂંકમાં ચર્ચા કરો.(08 માર્ક્સ)

🔸સગર્ભાવસ્થા દરમિયાન થતા માઈનર એલિમેન્ટ

  • સગર્ભાવસ્થા દરમિયાન શરીરના અંગોમાં અને તેના કાર્યોમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે.
  • આ ફેરફારોના લીધે ઘણી વખત નાની-નાની તકલીફો જોવા મળે છે.

🔸સગર્ભાવસ્થા દરમિયાન શરીરના અંગોમાં નીચે મુજબની અસરો જોવા મળે છે.

1) મોર્નિંગ સીક્નેસ

  • શરૂઆતના પહેલા ટ્રાયમેસ્ટર દરમિયાન દરરોજ સવારે ઉબકા અને ઉલટી જેવું અનુભવાય છે અથવા ખોરાકની સુગંધથી પણ ઉલટી થાય છે.

સારવાર

  • થોડો થોડો ખોરાક વધુ વખત લેવા સમજણ આપવી.
  • રાત્રે સૂતી વખતે ઓછું ખાવું જોઈએ.
  • સવારે ઊઠી તુરંત જ નાસ્તો કરવો જોઈએ.
  • તીખો તળેલો ખોરાક ન ખાવો જોઈએ.

2) હાર્ટ બર્ન

  • ત્રીજા ટ્રાયમેસ્ટર દરમિયાન ગેસ્ટ્રીક જ્યુસ છાતી સુધી આવવાથી પેટમાં બળતરા થતી જોવા મળે છે.

સારવાર

  • થોડો થોડો ખોરાક વધુ વખત લેવા સમજણ આપવી.
  • રાતે સૂતી વખતે ઓછું ખાવું જોઈએ.
  • દૂધ અને ગરમ પાણી પીવા માટે કહેવું.
  • સૂતી વખતે માથું ગરદન અને છાતીનો ભાગ થોડા ઊંચા રહે તે જોવું.

3) કોન્સ્ટીપેશન

  • આ કસરતના અભાવે જોવા મળતી તકલીફ છે.

સારવાર

  • વધુ પ્રવાહી લેવાની સમજણ આપવી જોઈએ. રેસાવાળા ખોરાક જેમાં તમામ પ્રકારની ભાજી લેવાની સમજણ આપવી જોઈએ.
  • હળવી કસરત કરવાની સમજણ તેમજ યોગાની સલાહ આપવી જોઈએ.

4) વેરીકોઝ વેઇન

  • સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે અને પેલ્વિક વેઇન ઉપર પ્રેસર આવવાથી થાય છે.

સારવાર

  • લાંબો સમય ઊભા ના રહેવા સમજણ આપવી.
  • પગ ઊંચા રહે તે રીતે આરામ કરવાની સલાહ આપવી.
  • સૂતી વખતે વારંવાર પોઝિશન બદલવા માટેની સલાહ આપવી.

5) હેમરોઇડસ (હરસ)

  • સગર્ભાવસ્થા દરમિયાન કબજિયાત જોવા મળે છે અને આના લીધે વધુ પ્રેશર આવવાથી હરસ થઈ શકે છે.

સારવાર

  • કબજિયાત ન થાય તેની તમામ સારવાર લેવી.

6) બેક એક (કમરમાં દુખાવો)

  • સગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમનું પ્રમાણ ઘટી જવાથી બેક એક થાય તે સામાન્ય છે યુટરસ મોટું થવાથી સ્પાઇનલ કર્વમાં ફેરફાર થાય છે તેના પરિણામે સગર્ભા સ્ત્રીને કમરનો દુખાવો શરૂ થાય છે.

સારવાર

  • પૂરતો આરામ કરવો.
  • કેલ્શિયમ યુક્ત આહાર લેવો.
  • હળવી કસરત કરવી.

7) ફેઇન્ટિંગ(ચક્કર આવવા)

  • સગર્ભાવસ્થા દરમિયાન સ્થિતિમાં ફેરફાર થવાથી આ સામાન્ય રીતે જોવા મળે છે.

સારવાર

  • પૂરતો આરામ કરવો.
  • સીધા સુતી વખતે ચક્કર આવે તો પડખું ફરીને સુવા જણાવવુ.

(૨) માતાના મરણ થવાના અગત્યના કારણો લખો.(04 માર્ક્સ)

માતાના મરણ થવાના અગત્યના કારણો

1. રક્તસ્ત્રાવ (Hemorrhage)

  • પ્રસૂતિ વખતે અથવા પ્રસૂતિ પછી અતિશય રક્તસ્રાવ થવાથી માતાનું મરણ થઈ શકે છે.
  • ખાસ કરીને Postpartum Hemorrhage (PPH) સૌથી સામાન્ય કારણ છે.

2. ઇન્ફેક્શન (Sepsis)

  • અસ્વચ્છ ડિલિવરી પ્રેક્ટિસ કે પ્રસૂતિ પછીના સમયમાં ઈન્ફેક્શન થવાથી સીરીયસ થઈ શકે છે.
  • puerperal sepsis માતાનું ગંભીર કારણ બની શકે છે.

3. ઇક્લેમ્પ્સિયા અને પ્રી-ઇક્લેમ્પ્સિયા (Eclampsia & Pre-eclampsia)

  • પ્રેગનન્સી દરમિયાન રક્તદાબ (PIH) અને તેનું કટિથરૂપ એટલે કે ઈક્લેમ્પ્સિયા, જેમાં કન્વર્ઝન અને અચાનક બીપી વધી જાય છે.

4. અવરોધક પ્રસૂતિ (Obstructed Labor)

  • લાંબા સમય સુધી શિશુ જન્મમાં અવરોધ રહે તો માતાને શારીરિક ઈજા અથવા યૂટરસ ફાટવાનું જોખમ વધે છે.

5. અસુરક્ષિત ગર્ભપાત (Unsafe Abortion)

  • તાલીમ વગરના વ્યક્તિ દ્વારા કરાવેલા ગર્ભપાતથી ગંભીર જટિલતાઓ થાય છે.
  • અણધાર્યા રક્તસ્રાવ, ઈન્ફેક્શન વગેરેથી મૃત્યુ થાય છે.

6. એનિમીયા (Anemia)

  • ભારત જેવા દેશોમાં લોહીની ઉણપ (અતિ ઓછું હેમોગ્લોબિન) પણ મૌતનું મહત્વપૂર્ણ કારણ બની શકે છે.

7. વિલંબિત આરોગ્ય સેવાઓ (Delay in Health Services)

  • સમયસર દવાખાને ન પહોચવુ, ટ્રાન્સપોર્ટ ન મળવો, અથવા પ્રાથમિક સારવાર ન મળવી પણ મોટું કારણ છે.

8. પૂર્વ પ્રસૂતિ કાળજીનો અભાવ (Lack of antenatal care)

  • સમયસર ANC visit ન કરવાથી ઝટિલતાઓ ઓળખી શકાય નહીં.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે)(6×2=12 માર્ક્સ)

(૧) કુંટુંબ નિયોજનની બિનકાયમી પધ્ધતિઓ સમજાવો.

કુટુંબ નિયોજન ની બિનકાયમી પદ્ધતિઓ

🔸લેકટેસન એમેનોરિયા મેથડ(LAM)

  • બાળક ધાવણ લેતું હોય ત્યારે નીપલને ચૂસતું હોય છે. તેની આ ક્રિયાથી એન્ટિરિયર પિચ્યુટરી ગ્રંથિમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. કે જે ઓવરીની પ્રવૃત્તિને મંદ કરી દે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ગર્ભાવસ્થા સામે 88% જેટલું રક્ષણ પૂરું પાડે છે.

🔸સર્વાઇકલ મ્યુકસ મેથડ(CMM)

  • માસિક ચક્રના ફળદ્રુપતા અને બિન ફળદ્રુપતા તબક્કા દરમિયાન મ્યુકસની ઘટ્ટતામાં ફેરફાર જોવા મળે છે. માસિક પછી ઘટ્ટ મ્યુકસ સર્વિક્સને બંધ કરી દે છે. અને તે સ્પમના પ્રવેશને અવરોધે છે. સ્ત્રી વાલ્વ સુષ્ક થઈ ગયેલ હોય તેવું અનુભવે છે.એ સમય સંભોગ ક્રિયાથી ગર્ભાવસ્થા રહેતી નથી.

🔸એબસ્ટીન્નસ(સંયમ પાલન)

  • આમાં અમુક ચોક્કસ સમયગાળામાં સંભોગની ક્રિયા કરવામાં આવતી નથી. આ રીતને સ્ટાન્ડર્ડ ડે મેથડ (SDM) પણ કહે છે.

🔸કોઈટસ ઇન્ટરપટ

  • આ જૂની મેથડ છે. છતાં પણ કોઈ પણ પ્રિકોશન ન લેવા કરતા ઉત્તમ છે. પરંતુ તેની ભલામણ કરી શકાય નહીં. આ રીતમાં વીર્યસ્ખલન વજાઈનાની અંદર ન કરતા વજાઇનાની બહાર કરવામાં આવે છે.

🔸શરીરના તાપમાનનું નિરીક્ષણ

  • સ્ત્રીને દરરોજ સવારના સમયે શરીરનું તાપમાન માપવા માટે જણાવવું જોઈએ. તેની નોંધ રાખવી જોઈએ. ઓવ્યુલેશનની ક્રિયા પછીથી શરીરનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે છે. અને તે માસિક સુધી યથાવત રહે છે માસિક ચક્રનો બિન ફળદ્રુપતા તબક્કો ત્રીજા દિવસથી શરૂ થાય છે. ત્રીજા દિવસ પછી શરીરનું સામાન્ય તાપમાન થઈ જાય છે. શરીરના તાપમાન ઉપર ઘણા પરિબળો અસર કરી છે દા.ત. માનવની ચિંતા, નિરક્ષરતા, દારૂ , મોડી રાત્રે ઊંઘવું વગેરે. પ્રસુતિ પછી દરરોજ તાપમાન માપવાનું માતા માટે મુશ્કેલ બની જાય છે. જેથી આ રીતનો ઉપયોગ સલાહ ભરેલ નથી.

🔸રીધમ મેથડ (કેલેન્ડર મેથડ)

  • આ મેથડને કેલેન્ડર મેથડ પણ કહે છે આ રીતમાં સલામત સમય શોધી કાઢવામાં આવે છે. ટૂંકા માસિકચક્રમાંથી 20 દિવસ ઓછા કરવા તે ફળદ્રુપતાનો પ્રથમ દિવસ ગણવો.
  • લાંબા માસિક ચક્રમાંથી ૧૧ દિવસ ઓછા કરવા તે ફળદ્રુપતાનો છેલ્લો દિવસ ગણવો.

🔸ગર્ભ નિરોધક ગોળીઓ તથા ઇન્જેક્શન

A. ગર્ભ નિરોધક ગોળીઓ

  • કમ્બાઇન્ડ ઓરલ પીલ્સ: આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની બનાવટ છે. તે માલા-ડી અને માલા-એન સ્વરૂપે મળે છે.

B. ગર્ભ નિરોધક ઇન્જેક્શન

  • અંતઃસ્ત્રાવોથી બનેલા આવા ઇન્જેક્શનો બજારમાં ઉપલબ્ધ છે. દા.ત.DMPA કે જે પ્રોજેસ્ટેરોનની બનાવટ છે.

🔸IUCD : ઇન્ટરાયુટેરાઇન કોન્ટ્રાસેપટીવ ડિવાઇસ

  • બજારમાં ઘણા પ્રકારના IUCD ઉપલબ્ધ છે. પણ તેમાંથી કોપર ટીનો ઉપયોગ વધુમાં વધુ થાય છે.

(૨) નવજાત શિશું સંભાળનાં આવશ્યક મુદ્દાઓ લખો.

🔸નવજાત શિશુ સંભાળના આવશ્યક મુદ્દાઓ

1. એરવે ક્લિયર

  • બેબી જન્મે એટલે તેનો એર પેસેજ તાત્કાલિક ક્લિયર કરવો તેથી તરત જ રડશે તેનાથી લંગ્સ એક્સપાંડ થાય છે અને બાળક શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે.

2. કેર ઓફ ધ આઈ એન્ડ નોઝ

  • બાળક જન્મે કે તરત જ સ્ટરાઇલ કોટન સોબ વડે ડીસ્ટીલ વોટરથી અંદરથી બહારની તરફ બંને આંખ સાફ કરવી આ માટે એક કોટન શોબનો ઉપયોગ એક જ વખત કરવો.
  • મ્યુકસ સકરથી મો અને નાકમાંથી મ્યુકસ સક કરવું. પ્રથમ મોં માંથી ત્યારબાદ નાકમાંથી સક કરવું.

3. કોર્ડ કેર

  • કોર્ડમાં બ્લીડિંગ છે કે નહીં તે માટે ઓબ્ઝર્વ કરવું કોર્ડ પર કશું લગાડવું નહીં. આમ જ કોરુ રાખો અને રોજ સ્વચ્છ સલામત પાણી વડે સાફ કરવાની કાળજી લેવી જોઈએ.
  • કોર્ડ નવજાત શિશુના મળમૂત્ર વડે ખરડાઈ નહીં તેનું ધ્યાન રાખવા માટે માતાને કહેવું.

4. સ્કીન કેર

  • બેબીના શરીર પર રહેલું વર્નિક્સને ઘસીને ન કાઢતા હળવેથી લૂછી લેવું.
  • સ્કિનને રેડનેસ માટે ઓબ્ઝર્વ કરવું બાળકના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વર્નિક્સ ઉપયોગી થાય છે.

5. મેઇનટેન ટેમ્પરેચર

  • દરેક નવજાત બાળકને ચામડીથી ચામડીના સ્પર્શ માટે માતાની છાતી પર મૂકો.
  • શરીરની ગરમીનો નાશ થતો અટકાવવા બાળકને વીંટાળેલું રાખો અને રૂમને હુંફાળો રાખો.

6. સ્તનપાન

  • બાળકના જન્મ પછી તરત જ સ્તનપાન ચાલુ કરો માતાના પ્રથમ ધાવણને કોલેસ્ટ્રોમ કહે છે.
  • તેમાં એન્ટીબોડીઝ રહેલા હોય છે જે બાળકને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે.
  • પ્રથમ છ માસ સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન જ આપવા માટે માતાને સલાહ આપવી.

7. નવજાત શિશુને વિટામિન કે આપો

  • 1500 ગ્રામ કે તેનાથી વધારે વજન ધરાવતા બાળકોને મસલ્સમાં 1 mg અને 1500 ગ્રામ કરતા ઓછા વજન ધરાવતા બાળકોને 0.5 mg વિટામિન કે ઇન્જેક્શન આપો.

🔸નવજાત શિશુની આવશ્યક સંભાળના મુદ્દાઓ

  • શરીરનું તાપમાન
  • શ્વાસોશ્વાસ
  • સ્તનપાન
  • ચેપની અટકાયત
  • સંદર્ભ સેવાઓ

(૩) નિયોનેટલ ઈન્ફેકશન વિશે સમજાવો.

Definition :નવજાત શિશુમાં જન્મ પછીનાં પહેલા 28 દિવસમાં લાગતી સંક્રમણજન્ય બીમારીઓને નિયોનેટલ ઈન્ફેકશન કહેવામાં આવે છે.આ સંક્રમણ બેક્ટેરિયા, વાયરસ, ફંગસ અથવા પેરાસાઇટ્સના કારણે થઈ શકે છે.

🔸પ્રકાર (Types of Neonatal Infections)

1. અર્લી નિયોનેટલ ઇન્ફેકશન : જન્મના 72 કલાકની અંદર

2. લેટ નિયોનેટલ ઇન્ફેકશન : જન્મ પછી 4 દિવસથી 28 દિવસ સુધી

🔸કારણો (Causes/Risk Factors)

  • માતાને ગર્ભકાળ દરમિયાન ઈન્ફેકશન (જેમ કે UTI, ચામડીનો રોગ)
  • સમય પહેલાં ડિલિવરી (Premature birth)
  • પાણી જલદી તૂટવું (PROM – Premature rupture of membranes)
  • હોસ્પિટલમાં સંક્રમણ (Hospital-acquired infections)
  • સેપ્ટીક ડિલિવરી/અસ્વચ્છ સર્જરી

🔸લક્ષણો (Signs and Symptoms)

  • શરદી, શ્વાસ લેવામાં તકલીફ
  • ઉલટી, દુધ ન પીવું
  • શરીરનું તાપમાન વધારે કે ઓછું થવું
  • ચામડી પીળી પડવી (જોન્ડીસ)
  • ઊઠે ત્યારથી ઓછી ક્રિયાશીલતા (Lethargy)
  • ઝાટકો આવવો (Seizures)
  • કફ કે શરદી/નમ શ્વાસ

🔸સારવાર (Medical Management)

  • Injectible Antibiotics: Ampicillin, Gentamicin, Cefotaxime
  • IV Fluids – Dehydration માટે
  • Oxygen Therapy – શ્વાસ લેવામાં તકલીફ હોય તો
  • Phototherapy – જો Neonatal jaundice પણ હોય તો
  • NICU admission – ગંભીર કેસ માટે

પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ)(12 માર્ક્સ)

(1) KMC

Definition : બાળકને મધર ફાધર કે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ દ્વારા ચામડીથી ચામડીના સ્પર્શ દ્વારા બાળકને હુંફ આપી બાળકને ઠંડુ પડતા અટકાવવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે છે તેને કાંગારૂ મધર કેર કહે છે.

  • આ એક નવજાત શિશુની સંભાળ માટેની અગત્યની પદ્ધતિ છે તેમાં નવજાત શિશુનો જન્મ થાય કે તરત જ માતાના શરીર સાથે કપડાના આવરણ સિવાય સીધો સ્પર્શ કરવાથી બાળકને ગરમાવો આપી શકાય. ખાસ કરીને ૨ કિ.ગ્રા. થી ઓછા વજનવાળા બાળકને ખાસ KMC આપવાની જરૂર પડે છે.
  • નોર્મલી બધા જ બાળકોને જન્મ પછી કાંગારુ મધર કેર આપવી જરૂરી છે. 30 થી 35% બાળકો જન્મ સમયે નબળા હોય છે અને હોસ્પિટલમાં દવા કરાવી ખર્ચાળ આવા સંજોગોમાં કાંગારુ કેર આપવી ખૂબ જ જરૂરી બને છે.

🔸કાંગારૂ મધર કેર આપવાના પગથીયા

  • સૌપ્રથમ બેબી આઉટ થયા પછી બેબીને કોર્ડ કટ કર્યા સિવાય મધરના સાથળ કે મધરના પેટ પર મૂકવું.
  • ત્યારબાદ કોર્ડ કટ કરવી.
  • રૂમ ઠંડા પવનથી સુરક્ષિત હોવો જોઈએ.
  • ત્યારબાદ બેબીને કોરા કપડાથી લૂછીને કોરા કપડામાં લપેટી દો.
  • બાળકને ખુલ્લા કરી માતાની છાતી અને પેટ સાથે અડકાડીને રાખો.
  • બાળકને ઋતુ અનુસાર ગરમ ચોખ્ખા કપડા પહેરાવવા.

🔸કાંગારુ મધર કેર આપવાની રીત

  • બાળકને માતાના બંને સ્તન વચ્ચે ઊભો રહે તેમ ગોઠવો.
  • બાળકનું માથું એક તરફ ફેરવો અને થોડું ઊંચું રાખો જેથી તેનો શ્વાસ માર્ગ ખુલ્લો રહે અને માતા બાળકની આંખો મળે.
  • બાળકના બંને પગ દેડકા જેવી સ્થિતિમાં રહે તેમ ગોઠવો.
  • બાળકનું પેટ માતાના પેટને અડે તે સ્થિતિમાં બાળકને ગોઠવો.
  • માતાના શ્વાસોશ્વાસથી બાળકના શ્વાસ ઉત્તેજિત થાય છે.
  • બાળકના બેઠકના ભાગને જોળી વડે આધાર આપો.

🔸કાંગારૂ મધર કેરના ફાયદા

  • આ એક સર્વાંગી શ્રેષ્ઠ પદ્ધતિ છે જેનાથી બાળકના શરીરને હુંફાળું રાખી શકાય છે.
  • બાળકને ચેપ લાગતો અટકાવી શકાય છે.
  • સતત સ્પર્શના કારણે માતાને ધાવણ વધુ આવે છે વારંવાર ધવડાવવાનું સહેલું પડે છે જેના કારણે બાળકનું વજન સારી રીતે વધે છે.
  • બાળકને સલામતીનો અનુભવ થાય છે અને બાળકનો માનસિક વિકાસ સારો થાય છે.
  • બાળક અને માતા વચ્ચે સ્નેહ બંધાઈ રહે છે.

(૨) પાર્ટોગ્રાફ

🔸પાર્ટોગ્રાફ

  • આ એક પ્રસુતિની પ્રગતિનો અવલોકન દર્શાવતું સાધન છે અને બીજા જોખમ હોય તો તે ઓળખવામાં મદદરૂપ બને છે. સગર્ભાવસ્થા દરમિયાન કોઇપણ જોખમ ન હોય તો જ પાર્ટોગ્રાફ વાપરવો.
  • સ્ત્રી પ્રસુતિની સક્રિય પ્રક્રિયામાં (૪ સેમી ડાયલેટેશન થાય પછી) પ્રવેશે પછી પાર્ટોગ્રાફ નિભાવવાની શરૂઆત કરવી જોઈએ.
  • પાર્ટોગ્રાફ પ્રસુતિની પ્રગતિને, માતા અને શિશુની ધ્યાનાકર્ષક સ્થિતિઓની આલેખરૂપ નોંધ છે.
  • તે પ્રસુતિની પ્રગતિનું માપ કાઢવાનું અને કોઈ યોગ્ય સમયે કાર્યવાહી કરવાની તથા સમયસર સંદર્ભ સેવા કેન્દ્ર પર મોકલી આપવાની જરૂરિયાત જાણવાનું સાધન છે.

🔸પાર્ટોગ્રાફ ચાર્ટની ઓળખ

પાર્ટોગ્રાફ ના આલેખમાં સૌથી પહેલા માતાની માહિતી જેમાં:

  • માતાનૂ પુરુ નામ
  • ઉંમર
  • પારા
  • રજીસ્ટ્રેશન નંબર
  • ડેટ એન્ડ ટાઈમ ઓફ એડમિશન
  • ડેટ એન્ડ ટાઇમ ઓફ મેમ્બ્રેન રપચર

ફીટલ કન્ડિશન

  • એફ.એચ.એસ દર અડધા કલાકે ગણીને નોંધવા જોઈએ.
  • એફ.એચ.એસ પૂરી એક મિનિટ માટે ગણવા.
  • યુટ્રાઈન કોન્ટ્રાકશન બાદ તરત જ એફ.એચ.એસ ગણવા જોઈએ.
  • એસ.એચ.એસ નોર્મલ 120 થી 160 પર મિનિટ હોય છે. વધારે કે ઓછા ફીટલ ડીસ્ટ્રેસ દર્શાવે છે.

🔸પાર્ટોગ્રાફના કમ્પોનન્ટ માપવાનો સમય

દર અડધા કલાકે

  • શિશુના હૃદયના ધબકારાનો દર
  • ગર્ભાશયના કોન્ટ્રાકશન દર મિનિટના સમય ગાળામાં
  • પલ્સ

દર બે કલાકે

  • શરીરનું તાપમાન
  • લોહીનું દબાણ

દર ચાર કલાકે

  • સર્વાઇકલ ડાયલેટેશન
  • ગર્ભજળ અને મેમ્બ્રેનની સ્થિતિ
  • મોલ્ડિંગ ઓફ ફીટલ સ્કલ

(૩) સંસ્થાકીય સુવાવડના ફાયદાઓ

સંસ્થાકીય સુવાવડના ફાયદાઓ

સંસ્થાકીય સુવાવડ (Institutional Delivery) એ એવી પ્રસૂતિ છે, જે પ્રશિક્ષિત આરોગ્ય કર્મચારી (જેમ કે ડૉક્ટર, નર્સ, ANM)ની ઉપસ્થિતિમાં આરોગ્ય સંસ્થામાં (સરકારી/ખાનગી હોસ્પીટલ, PHC, CHC, મેટરનિટી હોમ) કરવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન અને પછી માતા અને બાળ બંનેની સુરક્ષા માટે સંસ્થાકીય સુવાવડ ખૂબ જ મહત્વની છે.

1. માતા અને બાળકની સુરક્ષા (Protection of Mother and Baby)

  • મેડિકલ પ્રોફેશનલ્સ દ્વારા સંભાળ લેવામાં આવતા ગર્ભવતી સ્ત્રી અને નવજાત શિશુને ગંભીર જટિલતાઓથી બચાવી શકાય છે.
  • પ્રસૂતિ દરમિયાન જો તાત્કાલિક જટિલતાઓ થાય (જેમ કે – વધુ બ્લીડિંગ, ઝાડા, એક્લેમ્પસિયા), તો તરત જ ઉપચાર મળે છે.

2. જટિલતાઓ માટે તાત્કાલિક સારવાર (Emergency Medical Management)

  • હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, રક્ત સંગ્રહ કેન્દ્ર (blood bank), અને વિશેષ તબીબોની ટીમ હાજર રહે છે.
  • દર વખતે મોકલવાનું ન પડે અને “બેડસાઇડ” સારવાર મળે છે.

3. સંક્રમણ નિવારણ (Prevention of Infection and Sepsis)

  • જંતુમુક્ત સાધનો (Sterile Instruments) અને સાફ સફાઈ હોવાના કારણે માતા અને શિશુમાં ઈન્ફેક્શન થવાનું જોખમ ઘટે છે.
  • પ્લેસેન્ટાનું યોગ્ય રીતે નિષ્કાસન અને યુટરસના સંકોચન માટે તકેદારી રાખવામાં આવે છે.

4. નવજાત શિશુની તાત્કાલિક સંભાળ (Immediate Neonatal Care)

  • જન્મ પછી તાપમાન નિયંત્રણ, શ્વાસ લેવામાં તકલીફ માટે રેસપિરેટરી સપોર્ટ, વેક્સિનેશન, બર્થ વેઇટ ચેક વગેરે માટે તાત્કાલિક સુવિધાઓ મળે છે.
  • જો શિશુમાં કોમ્લીકેશન હોય તો તેને નીયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં દાખલ કરી શકાય છે.

6. પ્રસૂતિ પછીની દેખભાળ (Postnatal Monitoring)

  • માતાનું તાપમાન, પલ્સ, બ્લીડિંગ વગેરે માટે નિયમિત નિરીક્ષણ થાય છે.
  • શિશુના આંતરડાના ફંક્શન, મુત્રમાર્ગ, ઘસારો વગેરે માટે પણ દેખરેખ રહે છે.

7. સુવિધાઓ અને સેવાઓનો મફત લાભ (Free Governmental Schemes & Services)

  • સરકારી દવાખાનાઓમાં JSSK (Janani Shishu Suraksha Karyakram), JSY (Janani Suraksha Yojana) અંતર્ગત મફત સેવા, આર્થિક સહાય, અમ્બ્યુલન્સ, લંચ ફેસિલિટી વગેરે મળે છે.
  • માતા અને શિશુને કિલોકલ રેખાંકન મુજબ સમયસર રસી અપાવવાનું સુનિશ્ચિત થાય છે.

(૪) ઈનફર્ટિલિટી

ઇનફર્ટીલીટી : પરિણીત સ્ત્રી અથવા યુગલ તેના પતિ સાથે રહેતી હોય તેઓ કોઈ પણ જાતના ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ સતત બે વર્ષ સુધી કર્યા વિના જાતીય સમાગમ કરતી હોય છતાં બાળકને જન્મ આપવા માટે અથવા ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ હોતી નથી. આ સ્થિતિને વંધ્યત્વ અથવા ઈન્ફર્ટિલિટી કહેવામાં આવે છે.

અથવા

કપલના ગર્ભધારણ કરવાની અસમર્થતતાને ઈન્ફર્ટિલિટી કહે છે.
ઘણી વખત હેલ્ધી કપલને પણ પ્રેગ્નન્સી માટે અમુક વર્ષોનો સમય લાગે છે.
જો કપલ નિયમિત જાતીય સમાગમ કરે અને ગર્ભ નિરોધક ના ઉપયોગ વગર બે વર્ષ સુધી ગર્ભધારણ માટે નિષ્ફળ જાય તો તેને ઇનફોર્ટીલીટી કહે છે.

  • આના માટે ઘણા કારણો જવાબદાર છે સામાન્ય રીતે આપણા સમાજમાં આનું કારણ સ્ત્રીને જ ગણવામાં આવે છે.
  • પરંતુ કુલ વંધ્યત્વનો ૧/૩ ભાગમાં પુરુષોમાં જ ખામી હોય છે. અને તે જવાબદાર હોય છે.
  • એટલે કે પુરુષોમાં રહેલા કોઈપણ કારણસર તેની પત્ની ગર્ભધારણ કરી શકતી નથી.
  • જે પ્રાઇમરી કે સેકન્ડરી ઈન્ફર્ટિલિટી હોઈ શકે છે.

પ્રાઇમરી ઇનફર્ટિલિટી: પ્રાઇમરીમાં યોગ્ય સમયે ગર્ભાધાન કરવાના સમયગાળા દરમિયાન ગર્ભ ધારણ કરી ન શકે. જેમાં યુટરસ એક પણ વખત ગર્ભ ધારણ કરી શકતું નથી. જેને પ્રાઇમરી ઇનફર્ટિલિટી કહેવામાં આવે છે.

સેકન્ડરી ઈનફર્ટિલિટી: સેકન્ડરી વંધ્યત્વ એટલે એક વખત ગર્ભધાન થયા પછી એટલે કે એક બાળકના જન્મ પછી પતિ પત્ની કોઈ પણ જાતના ફેમિલી પ્લાનિંગના સાધનોનો ઉપયોગ કર્યા સિવાય જાતીય સંબંધ રાખી અને છતાં લાંબા ગાળ સુધી ગર્ભધાન રહેતું નથી.

🔸ઈન્ફર્ટિલિટીના કારણો

પુરુષોમાં

  • એઝૉસ્પર્મીયા
  • ઓલીગોસ્પર્મીયા
  • ટેસ્ટિસ બરાબર વિકસિત ન હોય
  • અનડિસેન્ડેડ ટેસ્ટીસ
  • ટેટીસને નુકસાન થયેલ હોય
  • ઈજા કે અકસ્માત
  • ચેપ (સીફીલીસ)
  • ઓપરેશન
  • રેડીએશન
  • સાયટોટોક્સિક ડ્રગ

સ્ત્રીમાં

  • ઓવ્યુલેશનમાં તકલીફ
  • ઇન્ફેક્શન
  • ટીબી
  • ગોનોરીયા
  • પરપેરિયલ સેપ્સીસ
  • ગાંઠને કારણે ટ્યુબના ઓપનિંગમાં અડચણ થવાથી
  • પૂરુંલન્ટ વજાયનલ ડિસ્ચાર્જ
  • વજાઈનલ સિક્રીશનની એસીડીટી વધવાથી
  • સર્વાઇકલ મ્યુકસ વધુ પડતું ચીકણું થવાથી

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)(12 માર્ક્સ)

(1) નોર્મલ લેબર : નોર્મલ લેબર એટલે એવી ક્રિયા કે જેમાં ફીટસ, પ્લાસેન્ટા અને મેમ્બ્રેન યુટરસમાંથી બર્થ કેનાલ મારફતે બહાર આવે છે અને તેના યુટરસના સ્નાયુઓ તેમજ સ્ત્રીનું આખુ શરીર ભાગ ભજવે છે. આ લેબર શબ્દ 28 વીકની પ્રેગનેન્સી બાદ જ વપરાય છે. જો તે પહેલા આ ક્રિયા થાય તો તેને એબોર્શન કહે છે. જ્યારે ફિટસ તેના સમય અને વર્ટેક્ષ પ્રેઝન્ટેશનથી જન્મે આ આખી ક્રિયા કુદરતી રીતે માતાના પ્રયાસથી જ બને. તેનો સમય 18 કલાકથી વધુ ન થાય તેમ જ કોઈપણ જાતની કોમ્પ્લિકેશન ઉભી ન થાય તેને નોર્મલ લેબર કહે છે.

(૨) ફીટલ ડીસ્ટ્રેસ : એફ.એચ.એસ. વધીને 160 કે તેનાથી વધારે થાય અથવા ઘટીને 100 થી પણ ઓછા થઈ જાય ત્યારે ફીટલ ડિસ્ટ્રેસ થઈ શકે છે.

  • ક્યારેક એફ.એચ.એસ. અનિયમિત પણ થઈ જાય.
  • ફિટસને મ્યુકોનિયમ પણ પાસ થઈ જાય જે મેમ્બ્રેન રપચર થઈ ગયા બાદ એમનીઓટિક ફ્લુઇડમાં જોવા મળે છે.
  • ફિટસનું હલનચલન વધી જાય છે જે માતાના પેટ પરથી જોઈ શકાય છે.
  • ક્યારેક ફિટસનું હલનચલન ખૂબ જ ઓછું કે બંધ થઈ જાય છે.

(૩) એન્ટીનેટલ કેર : એન્ટિનેટલ કેર એટલે સગર્ભા સ્ત્રીનું રજીસ્ટ્રેશનથી શરૂ કરીને પ્રેગનેન્સીના છેલ્લા સમય સુધી કરવામાં આવતી જુદી જુદી સંભાળને એન્ટીનેટલ કેર કહેવામાં આવે છે.

  • એન્ટિનેટલ કેરના મુખ્ય બે પ્રકાર છે.
  • ૧) ફિઝિકલ કેર
  • ૨) મેડિકલ કેર

(૪) ડીનોમીનેટર : ડિનોમીનેટર એવો ભાગ છે કે જે કયું પ્રેઝન્ટેશન છે તે નક્કી કરવા માટે ઉપયોગી છે તેને ડીનોમીનેટર કહેવામાં આવે છે. અથવા દરેક પ્રેઝન્ટેશનમાં તેનો અમુક ડીનોમીટર તરીકે નક્કી કરવામાં આવે છે. જેના પરથી ફીટસની પોઝિશન નક્કી થાય છે પોઝિશન પ્રમાણે ડીનોમીનેટર નીચે મુજબ છે.

  • વર્ટેક્ષ પ્રેઝન્ટેશન હોય તો તેનો ડિનોમીનેટર ઓક્સીપીટલ બોન હોય છે.
  • બ્રીચ પ્રેઝન્ટેશનનું ડીનોમીનેટર સેક્રમ હોય છે.
  • ફેસ પ્રેઝન્ટેશનનું ડિનોમીનેટર મેન્ટમ હોય છે.

(૫) લાઈ : લાઈ એટલે યુટરસના લંબાઈવાળા ધરી સાથે ફીટસનો લંબાઈવાળો ધરી (એક્સીસ) કેવી રીતે આવેલ છે તેને લાઇ કહે છે.

લાઈ નીચે પ્રમાણે જોવા મળે છે.

  • લોન્જીટ્યુડીનલ લાઈ
  • ટ્રાન્સવર્શ લાઈ
  • ઓબ્લીક લાઈ

(૬) લેક્ટેશન : બ્રેસ્ટમાં મિલ્ક ઉત્પન્ન થવાની ક્રિયા પ્રેગ્નન્સી દરમિયાન ચાર મહિનામા થાય છે, પરંતુ લેબર પેઇન શરૂ થાય ત્યારથી તે બેબી આઉટ થાય અને યુટરસ ખાલી થાય તે દરમિયાન બ્રેસ્ટમાં મિલ્ક ઉત્પન્ન થાય છે, જે ક્રિયાને લેકટેશન કહેવામાં આવે છે. જેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન ઓછા થઈ જાય છે અને પિટ્યુટરી ગ્લેન્ડ પોસ્ટીરીયર લોબમાંથી પ્રોલેક્ટીન નામનો હોર્મોન ઉત્પન્ન થાય છે અને આ હોર્મોન મિલ્ક ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. ડીલેવરી પછી મિલ્કમાં કોલેસ્ટ્રોમ નામનું અતિ મહત્વનું તત્વ ઉત્પન્ન થાય છે. તેમાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે સાથે સાથે એન્ટીબોડી પણ હોય છે. કોલેસ્ટ્રોમ લેક્ઝેટીવ હોવાના કારણે બાળકના શરીરનું મ્યુકેનિયમ બહાર આવે છે. કોલેસ્ટ્રોમથી બાળકને રોગપ્રતિકારક શક્તિ મળે છે. જેથી બાળકને કોલેસ્ટ્રોમ આપવું જરૂરી છે. જન્મ પછી બાળકને તરત જ બ્રેસ્ટ ફીડ આપવું જોઈએ.

(9) નલીપારા : જો યુટરસ પ્રેગનેટ થયા પછી ફુલ ટર્મ સુધી ન પહોંચે તેને નલીપારા કહે છે. (જેમાં એબોર્શન હોય અથવા ન પણ હોય)

(૮) સબ ઈન્વોલ્યુશન ઓફ યુટ્સ :પરપ્યુરીયમ પિરિયડ દરમિયાન લગભગ એક વીક સુધી ફંડલ હાઇટ સતત ઊંચા લેવલ સુધી જોવામાં આવે તો તેને સબ ઈનવોલ્યુશન ઓફ યુટરસ કહે છે.

  • કારણો: લોકલ યુટેરાઇન ઇન્ફેક્શન, ફાઈબ્રોડ ઇન્ફેક્શન અથવા પ્રોડકટ રીટેન્ડ થવાથી.
  • ચિન્હો અને લક્ષણો: ફંડલ હાઈટ નોર્મલ થતી નથી, માતાને પેઇન થાય છે, બ્લડિંગ જોવા મળે છે.

પ્રશ્ન-૬ (અ) ખાલી જગ્યા પુરો(05 માર્ક્સ).

(૧) ફીટલ સ્કલનો સૌથી મોટા ડાયામીટરનુ નામ ………અને તે…….. સેમી છે. Mentovertical (મેન્ટોવર્ટિકલ) , 14 સેમી

(૨) MTP નો કાયદો…….. ની સાલમાં અમલમાં આવ્યો. 1972

(૩) ફેલોપીયન ટયુબની સામાન્ય લંબાઈ ………છે. 10 સે.મી.

(૪) અંબેલીકલ કોર્ડમાં ………વેઈન અને ……….આર્ટરી હોય છે. 1 વેઈન અને 2 આર્ટરી

(૫) નોર્મલ લેબરને ……….પણ કહેવાય છે.Eutocia (યુટોસીયા) અથવા Spontaneous Vaginal Delivery (સ્પોન્ટેનિયસ વજાયનલ ડીલેવરી)

(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.(05 માર્ક્સ)

(૧) કવીકનીંગ એટલે લેબરના સમયે અવારનવાર થતો પેટનો દુઃખાવો.❌

(૨) MgSo4 ના એન્ટીડોટ તરીકે કોપર સલ્ફેટ દવા વપરાય છે.❌

(૩) થ્રેટન્ડ એબોર્શન નિવારી શકાય છે.✅

(૪) નવજાત શિશુંનો શરૂઆતનો મળ મલીના નામથી ઓળખાય છે.❌

(૫) યુટ્સ બહારની પ્રેગનન્સી એટલે મલ્ટીપલ પ્રેગનન્સી.❌

પ્રશ્ન-૬ (ક) નીચેનાના પૂર્ણ રૂપ લખો. (કોઈપણ પાંચ)(05 માર્ક્સ)

(1) PPIUCD – Postpartum Intrauterine Contraceptive Device (પોસ્ટ પાર્ટમ ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપટીવ ડિવાઇસ)

(2) EDD Expected Date of Delivery (એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી)

(3) PROM Premature Rupture of Membranes(પ્રીમેચ્યોર રપચર ઓફ મેમ્બ્રેન)

(4) PIH – Pregnancy Induced Hypertension (પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઈપરટેન્શન)

(5) ENBC Essential Newborn Care (એસેન્સિયલ ન્યુ બોર્ન કેર)

Published
Categorized as ANM-MIDWIFERY-PAPER SOLUTIONS, Uncategorised