08/08/2023-HEALTH PROMOTION-ANM-FY

08/08/2023

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શું? તેમાં આવતા ઓર્ગનના નામ લખો.03

🔸શ્વસન તંત્રના અવયવો

  • શરીરમાં શ્વાસ લેવાનું અને શરીરના દરેક ટીશ્યુ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ રેસ્પીરેટરી સિસ્ટમ કરે છે. એ જ રીતે શરીરનો કચરો વાયુ સ્વરૂપે આ સિસ્ટમ દ્વારા બહાર નીકળે છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુનો સમાવેશ થાય છે.
  • આમ, શ્વાસ દ્વારા ઓક્સિજન અંદર લેવાની ઉચ્છવાસ મારફતે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું કામ જે અવયવો મારફતે થાય છે તે બધા ભેગા મળીને એક સિસ્ટમ બનાવે છે જેને રેસ્પીરેટરી સિસ્ટમ કહે છે.

🔸રેસ્પીરેટરી સિસ્ટમ (શ્વસન તંત્રના અવયવોની યાદી)ના અવયવો

  • નાક (nose-nasal cavity)
  • ગળાનો નીચેનો ભાગ (pharynx)
  • સ્વરપેટી (Larynx)
  • શ્વાસનળી (trachea)
  • શ્વાસવાહીની (bronchi)
  • શ્વાસ કેસિકાઓ (bronchioles)
  • ફેફસા (lungs)
  • ડાયાફ્રામ
  • રીબ્સ
  • ઇન્ટર કોસ્ટલ મસલ્સ

(૨) ખોરાકના મુખ્ય ઘટકો જણાવો તથા તેના કાર્યો લખો.04

ખોરાકના મુખ્ય ઘટકો

  • પ્રોટીન
  • કાર્બોહાઇડ્રેટસ
  • ફેટ
  • મિનરલ્સ
  • પાણી

(૩) કિચન ગાર્ડનના ફાયદાઓ જણાવો.05

કિચન ગાર્ડન (Kitchen Garden) એટલે ઘરઆંગણે કે ઘરના પાછળના ભાગમાં શાકભાજી, ફળો, મસાલા અને લીલા શાક ઉગાડવું. આના અનેક ફાયદા છે:

ફાયદા

1. આરોગ્ય સંબંધિત ફાયદા

  • તાજું અને પૌષ્ટિક ખોરાક: ઘરમાં ઉગાડેલી શાકભાજી અને ફળોમાં પેસ્ટિસાઇડ અને કેમિકલ્સ ઓછા હોવાથી પોષક તત્ત્વો વધુ મળે છે.
  • રોગપ્રતિકારક શક્તિ વધે: તાજા લીલા શાક, ફળ અને હર્બ્સ શરીરને જરૂરી વિટામિન અને મિનરલ આપે છે.
  • સ્વચ્છતા: સ્વચ્છ પરિસ્થિતિમાં ઉગાડેલી વસ્તુ ખાવાથી ફૂડ-બોર્ન બીમારીઓની શક્યતા ઘટે છે.

2. આર્થિક ફાયદા

  • ઘરખર્ચમાં બચત: બજારમાંથી શાકભાજી, મરચાં, ટામેટાં જેવી વસ્તુઓ ખરીદવાની જરૂર ઓછી પડે છે.
  • ઓછા ખર્ચે વધુ ઉપજ: બીજ અને થોડી સંભાળથી ઓછી કિંમતમાં મોટી ઉપજ મેળવી શકાય છે.

3. પર્યાવરણ સંબંધિત ફાયદા

  • પ્રદૂષણમાં ઘટાડો: કિચન વેસ્ટ (કચરો)નું કમ્પોસ્ટ બનાવી જમીનમાં ઉપયોગ કરી શકાય છે.
  • પ્રકૃતિ સાથે જોડાણ: છોડ ઉગાડવાથી ઓક્સિજન વધે છે, ઘરનું વાતાવરણ શુદ્ધ અને હરિયાળું બને છે.

4. માનસિક અને સામાજિક ફાયદા

  • માનસિક આરામ: બાગબાની એક પ્રકારનું થેરાપી છે, જે તાણ અને ચિંતા ઘટાડે છે.
  • શિક્ષણનું સાધન: બાળકોને પ્રકૃતિ, ખેતી અને પર્યાવરણ વિશે શીખવવા કિચન ગાર્ડન ઉત્તમ છે.
  • કુટુંબનું જોડાણ: પરિવાર સાથે મળીને બાગબાની કરવાથી પરિવારિક બોન્ડિંગ મજબૂત બને છે.

અથવા

(૧) વિટામીન-એ ની ઉણપથી થતા રોગો વિશે જણાવો.03

વિટામિન–A (Vitamin A) એ એક ફેટ સોલ્યુબલ વિટામિન છે, જે આંખ, ત્વચા, હાડકાં, દાંત અને રોગપ્રતિકારક શક્તિ માટે અત્યંત જરૂરી છે. જો શરીરમાં તેની ઉણપ (Deficiency) થાય તો વિવિધ પ્રકારના રોગો અને તકલીફો દેખાય છે.

વિટામીન એની ઉણપથી થતા રોગો

1.નાઇટ બ્લાઇન્ડનેસ (રતાંધળાપણું)

  • દર્દીને સાંજ પછી અથવા અંધારામાં સ્પષ્ટ દેખાતું નથી.

2.કંજકટાઇવલ ઝેરોસીસ

  • આ ઝેરોફ્થાલ્મિયાનો પ્રારંભિક તબક્કો છે.

3.બીટોટસ સ્પોર્ટ્સ

  • આંખના સફેદ ભાગ (Conjunctiva) પર સફેદ/ભૂરા રંગના ફીણ જેવાં ડાઘ (Foamy patches) દેખાય છે.

4.કોર્નીપલ ઝેરોસીસ

  • આ ઝેરોફ્થાલ્મિયાનો એક આગલો તબક્કો છે.

5.કેરાટો મલેશિયા

  • કોર્નિયા (Cornea) નરમ પડી જાય છે, ઘાવ (Ulcer) થઈ શકે છે.

6.ઝેરોફથેલમીયા (ડ્રાય આઈ)

  • આંખમાં શુષ્કતા (Dryness) આવી જાય છે.

(૨) પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન વિશે સમજાવો.04

પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન

પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન (Protein Energy Malnutrition – PEM) એટલે શરીરમાં પ્રોટીન અને ઊર્જા (કેલરી)ની લાંબા સમય સુધી ઊણપ થવાથી થતા પોષણના રોગો. સામાન્ય રીતે નાના બાળકો, ગર્ભવતી-ધાત્રી સ્ત્રીઓ અને ગરીબી/અપૂરતી ખોરાક ધરાવતા લોકોમાં જોવા મળે છે.

મુખ્ય રોગો

1. મરાસ્મસ (Marasmus)

કારણ: લાંબા સમય સુધી પૂરતું ખોરાક (કેલરી + પ્રોટીન) ન મળવું.

લક્ષણો:

  • અતિશય વજન ઘટવું, ખૂબ પાતળું શરીર.
  • ચહેરો સૂકાયેલો, વૃદ્ધ જેવી કાયાનો દેખાવ.
  • ચામડી ઢીલી થવી, પેશીઓનો ક્ષય.
  • સતત નબળાઈ, ચીડિયાપણું, વિકાસમાં મોડું પડવું.

2. ક્વાશીઓકોર (Kwashiorkor)

કારણ: પ્રોટીનની ઊણપ (જ્યારે કેલરી પૂરતી હોય પણ પ્રોટીન ઓછું મળે).

લક્ષણો

  • શરીરમાં પાણી ભરાવું (edema) – ખાસ કરીને પગ-ચહેરા પર.
  • વાળ ભૂરા, પાતળા અને સરળતાથી તૂટે.
  • ત્વચા પર દાગ, ચામડી ઉતરવી.
  • પેટ ફૂલેલું દેખાવું.
  • બાળકમાં ઉદાસીનતા અને ચીડિયાપણું.

3. મિશ્ર પ્રકારનું PEM

  • ક્યારેક મરાસ્મસ અને ક્વાશીઓકોર બંનેનાં લક્ષણો સાથે જોવા મળે.
  • બાળકમાં વજન ખૂબ ઓછું હોવા છતાં edema પણ જોવા મળે છે.

(૩) ડિફેન્સ મિકેનિઝમની યાદી બનાવો.05

ડિફેન્સ મિકેનિઝમ એટલે સ્વ બચાવ પ્રયુક્તિઓ

Definition : દરેક વ્યક્તિ પાસે એવું સાધન કે હથિયાર કે માનસિક શક્તિ હોય કે જેની મદદથી પોતાની જાતને માનસિક ખતરાથી અને નિરાશાથી રક્ષણ આપી શકીએ.

🔸ડિફેન્સ મિકેનિઝમના ટાઈપ

૧) મેજર મેકેનિઝમ

૨) માયનોર મેકેનિઝમ

૧) મેજર મેકેનિઝમ

  • રીગ્રેશન(પીછે હઠ/પ્રતિ ગમન)
  • સબ્લીમેશન (ઉત્ક્રાંતિ)
  • રેશનલાઈઝેશન (યુક્તિ કરણ)
  • કન્વર્ઝન (રૂપાંતરણ)
  • રિપ્રેશન (પ્રતિગમન,અત્યાચાર,દમન)
  • રિએક્શન ફોર્મેશન (પ્રતિક્રિયાનું નિર્માણ)

૨) માયનોર મેકેનિઝમ

  • ડિસ્પ્લેસમેન્ટ (વિસ્થાપન)
  • નેગેટિવિઝમ (નિષેધવૃત્તિ)
  • પ્રોજેક્શન (પ્રક્ષેપણ, દોષ આરોપણ)
  • આઇડેન્ટિફિકેશન (ઓળખાણ)
  • ડે ડ્રીમિંગ/ફેન્ટસી (દિવાસ્વપ્ન, કાલ્પનિક)
  • કમ્પાર્ટમેન્ટલાઈઝેસન (વિભાજન)
  • કમ્પેનસેશન (વળતર)
  • કન્ડેન્સેશન (ઘનીકરણ)
  • ડીનાઈલ (અસ્વીકાર)
  • સબસ્ટીટ્યુશન(ના બદલે મૂકવું)
  • વિથડ્રોઅલ(પાછું લેવું, વિમુખતા)
  • ઇન્ટેલેક્ટટ્યુલાઇઝેશન (બૌદ્ધિકરણ)

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) સરક્યુલેટરી સિસ્ટમના અવયવો જણાવી બ્લડ સરક્યુલેશન વિશે સમજાવો.08

સરક્યુલેટરી સિસ્ટમ એ શરીર માટેનું અગત્યનું તંત્ર છે. તેને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પણ કહે છે. શરીરના બધા જ અવયવોમાંથી ઓક્સિજન વગરનું બ્લડ હાર્ટ મારફતે ઓક્સિજન યુક્ત થાય છે.

સરક્યુલેટરી સિસ્ટમના અવયવો

1. હૃદય (Heart) – રક્ત પંપ કરવાનું મુખ્ય અંગ.

2. રક્તવાહિનીઓ (Blood Vessels):

  • ધમની (Arteries): હૃદયથી રક્તને શરીરના વિવિધ ભાગોમાં લઈ જાય છે.
  • શિરા (Veins): શરીરના ભાગોમાંથી રક્ત પાછું હૃદયમાં લાવે છે.
  • કૅપિલેરીઝ (Capillaries): સૂક્ષ્મ નળીઓ, જ્યાં ઓક્સિજન–કાર્બન ડાયૉક્સાઇડ તથા પોષક તત્ત્વો–અવશેષોનું આપલે થાય છે.

3. રક્ત (Blood):

  • RBC (Red Blood Cells): ઓક્સિજન વહન કરે છે.
  • WBC (White Blood Cells): ચેપ સામે લડે છે.
  • પ્લેટલેટ્સ (Platelets): રક્તનો જમાવ (Clotting) કરે છે.
  • પ્લાઝ્મા (Plasma): પોષક તત્ત્વો, હોર્મોન અને અવશેષો વહન કરે છે.

શરીરમાં લોહીનું પરિભ્રમણ (બ્લડ સરકયુલેશન)

  • સુપીરિયર વેના કેવા અને ઇન્ફેરીયર વેના કેવા શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ લોહીને ત્રિદલ વાલ્વ દ્વારા રાઈટ વેન્ટ્રિકલમાં જાય છે.
  • રાઈટ વેન્ટ્રીકલમાંથી પલ્મોનરી વાલ્વ મારફતે અશુદ્ધ લોહી પલ્મોનરી આર્ટરીમાં જાય છે.
  • પલ્મોનરી આર્ટરીમાંથી અશુદ્ધ બ્લડ ફેફસામાં જાય છે.
  • ફેફસામાં એલ્વીઓલાઇ નામની રચના આવેલી છે જ્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની આપ લે થાય છે.
  • જેથી ઓક્સિજન બ્લડમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે.
  • આમ, શુદ્ધ થયેલું લોહી (પલ્મોનરી વેન) મારફતે લેફ્ટ એટ્રીયમમાં લાવે છે.
  • લેફ્ટ એટ્રીયમમાંથી શુદ્ધ લોહી દ્વિદલ વાલ્વ મારફતે લેફ્ટ વેન્ટ્રીકલમાં જાય છે.
  • લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓર્ટીક વાલ્વ મારફતે શુદ્ધ લોહી એઓર્ટામા જાય છે.
  • એઓર્ટાએ ઓક્સિજીનેટેડ લોહી સ્વીકારતી શરીરની સૌથી મોટી આર્ટરી છે.

(૨) માલ એડજસ્ટમેન્ટ એટલે શું?તેના કારણો જણાવો.04

માલ એડજસ્ટમેન્ટ

Definition :માલએડજસ્ટમેન્ટ એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યકિત પોતાની, સાયકોલોજીકલ અને સોશિયલ જરૂરીયાત સંતોષવામાં નિષ્ફળ જાય છે. પર્સનલ બાયોલોજીકલ, અને સમાજની અપેક્ષા પ્રમાણે પોતાની અને વાતાવરણ વચ્ચે બેલેન્સ રાખી શકતો નથી જેને માલએડજસ્ટમેન્ટ કહેવાય છે.

  • માલએડજસ્ટમેન્ટએ એવી સ્થિતિ છે જેમાં વ્યકિત પોતાના અને વાતાવરણ વચ્ચે એડજસ્ટમેન્ટ થઇ શકતી નથી તેના કારણે કોન્ફ્લિક્ટ અને તણાવ ફ્રસ્ટેશન વધે છે. માલએડજસ્ટમેન્ટ એટલે વાતાવરણ પ્રમાણે અનુકુળ ન થઇ શકવું માલએડજસ્ટમેન્ટ એ એક એવી વર્તણુંક છે જેનાથી વ્યકિત પોતાના માટે અને બીજાના માટે જોખમ ઉભું કરે છે બીજા શબ્દોમાં જયારે ફીજીકલ અને સાયકોલોજીક જરૂરીયાત ન સંતોષાયતો માલ એડજસ્ટમેન્ટ ઉદભવે છે.
  • માલએડજસ્ટમેન્ટ એટલે કે બદલાતાં વાતાવરણ અથવા રીલેશન સામે એડજસ્ટ ન થઈ શકવાની ક્ષમતા. મેન્ટલ ઈલનેસ ઇમોશનલ ઇનસ્ટેબીલીટી, પર્સનાલીટી ડીસઓર્ડર બીહેવીયર, મેન્ટલ ડીસઓર્ડર, ઈમોશનલ ડિસઓર્ડર , સાયકોલોજીકલ ડીસઓર્ડરને એક શબ્દમા વર્ણવું હોય તો તેને માલ એડજસ્ટમેન્ટ કહેવાય.

માલ એડજસ્ટમેન્ટના કારણો

1. જૈવિક કારણો (Biological Causes)

  • જન્મજાત ખામીઓ (Congenital defects)
  • લાંબા ગાળાના શારીરિક રોગ (Chronic illness)
  • તંદુરસ્તી ન હોવી, વિકલાંગતા (Disability)
  • મગજના રોગો અથવા નર્વસ સિસ્ટમની ખામીઓ

2. મનોવિજ્ઞાનિક કારણો (Psychological Causes)

  • ઓછું આત્મસન્માન (Low self-esteem)
  • તણાવ (Stress) અને ચિંતા (Anxiety)
  • ભય, અસુરક્ષા અને ડિપ્રેશન
  • અતિશય ઈર્ષા, ગુસ્સો અથવા આક્રમકતા

3. કુટુંબ સંબંધિત કારણો (Family Causes)

  • માતા–પિતા વચ્ચે ઝઘડા અથવા તણાવ
  • કુટુંબમાં પ્રેમ, સમજણ અને સહકારનો અભાવ
  • એકલપારિવારિકતા (Broken family / Single parent)
  • વધારે લાડ–પ્યાર અથવા અતિશય કડક શિસ્ત

4. શૈક્ષણિક કારણો (Educational Causes)

  • અભ્યાસમાં સતત નિષ્ફળતા
  • શિક્ષકોની કડક શિસ્ત અથવા અવગણના
  • સાથી વિદ્યાર્થીઓ તરફથી તિરસ્કાર કે બુલિંગ
  • અભ્યાસનું ભારણ કે યોગ્ય માર્ગદર્શનનો અભાવ

5. સામાજિક કારણો (Social Causes)

  • ગરીબી અને બેરોજગારી
  • સામાજિક ભેદભાવ (Discrimination)
  • મિત્રોની ખોટી સાથે (Bad company)
  • સમાજની અતિશય અપેક્ષાઓ

6. પર્યાવરણીય કારણો (Environmental Causes)

  • અવ્યવસ્થિત કે અશાંતિપૂર્ણ વાતાવરણ
  • ભીડભાડ, અવાજ, પ્રદૂષણ
  • સલામતી અને સુરક્ષાનો અભાવ

અથવા

(૧) બેડસોર એટલે શું? બેડસોર અટકાવવાના પગલાંઓ જણાવો.08

બેડસોર : બેટસોર એટલે ચામડી પર વધારે વજન આપવાથી ખાસ કરીને હાડકાના ઉપસેલા ભાગની ચામડી પાતળી હોય છે. તેના પર દબાણ આવવાથી ફ્રિકશન થાય છે અને તે ભાગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું અથવા બંધ થઈ જાય છે. તેથી તે ભાગના ટીશ્યુ અને સેલને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી. તેથી ટીશ્યુ અને સેલ ડેમેજ થાય છે. તેના પરિણામ રૂપે સોર જોવા મળે છે જેને બેડસોર કહે છે.

🔸બેડસોર અટકાવવાના ઉપાયો

  • ખાસ કરીને પેશન્ટને લાંબી માંદગીમાં કે સિરિયસ કન્ડિશનમાં એકની એક સ્થિતિમાં સૂઈ રહેવાથી બેડસોર થાય છે.
  • પેશન્ટને બેડસોર થતા અટકાવવાની જવાબદારી નર્સની રહે છે.

આ માટે નીચેના પગલાં લેવા જોઈએ.

1. પ્રેસરને રીલીવ કરવું

  • ઓશિકું અથવા એર રિંગનો ઉપયોગ કરવો.
  • સિરિયસ પેશન્ટની દર ચાર કલાકે બેક કેર કરવી.
  • પેશન્ટની પોઝીશન દર બે કલાકે ચેન્જ કરવી.
  • કોણી, ઘૂંટણ અને પગના તળિયે આગળના ભાગ પાસે કોટન રીંગ મૂકી દબાણ ઓછું કરવું.
  • બેડપાન કાળજીપૂર્વક આપવું અને લેવું.
  • બેન્ડેજ ટાઇટ હોય તો લુઝ કરવું.
  • પ્લાસ્ટર કરેલ જગ્યાએ અંદર બાજુએ દબાણ આવતું હોય તો ત્યાં કોટન પેડ મૂકવું.
  • પ્લીન્ટ (splint ) મૂકેલી હોય અને દબાણ આવતું હોય તો ત્યાં કોટન પેડ મૂકવું. ડોક્ટર ને જાણ કરવી.

2. પ્રીવેન્ટીંગ મોઇસચર(preventing moisture)

  • કોઈપણ કારણસર દર્દીના કપડા ભીના થાય કે તરત જ બદલી નાખવા.
  • દર્દીને જો વધારે પરસેવો થતો હોય તો દર્દીને ડ્રાય કરી ભીના કપડા બદલી નાખવા.
  • પથારીના કપડા ભીના થાય કે તરત જ બદલી નાખવા.
  • યુરીન પાસ કરતું હોય તો તેને કેથેટેરાઈઝેશન કરી દેવું. જેથી પથારી ભીની થાય નહીં.

3. ફ્રિકશનને અવોઇડ કરવું

  • રફ અને તૂટેલા બેડ પાનનો ઉપયોગ કરવો નહીં.
  • બેડ પાન આપતી અને લેતી વખતે દર્દીને ઊંચકવું જેથી ફ્રિકશન ન થાય.
  • બોડીના જે ભાગ એકબીજા સાથે ઘસતા હોય ત્યાં પેડ મૂકવા જોઈએ.
  • બેડને કરચલી વગરનું અને સ્વચ્છ રાખવું જોઈએ.
  • સિરિયસ દર્દી માટે સ્મુથ મેટ્રેસ અને સ્મુથ ક્લોથનો ઉપયોગ કરવો.
  • બેડ સોર થવાની શક્યતાવાળી જગ્યાનું બરાબર નિરીક્ષણ કરવું.
  • બેડ રીડન દર્દી માટે શક્ય હોય તો વોટરબેડનો ઉપયોગ કરવો જોઈએ.
  • રેગ્યુલર બેક કેર કરવી, પ્રેશર પોઇન્ટ પર સ્પીરીટ/ઓઇલથી હળવા હાથે મસાજ કરો.

(૨) માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના ગુણધર્મો લખો.04

  • વ્યકિત પોતે પોતાની લાગણીઓ સમજી શકે છે.
  • પોતે પોતાની ઈચ્છાઓ જાણતો હોય.
  • પોતાનામાં શું ખામી છે તેની તેને ખબર હોય છે.
  • પોતાનામાં તેને પુરો ભરોસો હોય છે.
  • કોઈપણ પ્રકારના સંઘર્ષમાં તે શાંતીથી રહી શકે છે.
  • પોતાનું ગૃપ પણ જાળવી શકે છે.
  • પોતાના પર પુરેપુરો કાબુ હોય છે.
  • કયારેય પણ સરળતાથી અપસેટ થતો નથી.
  • દરેક પ્રકારની લાગણીને કંટ્રોલ કરી શકે જેવી કે દુ:ખ,ગુસ્સો,પ્રેમ,અફેર વગેર..
  • હમેશા દરેકને માન આપે તથા દરેક તરફથી માન મેળવી શકે છે.
  • હતાશા જેવી સ્થિતીમાંથી કાઈક શીખી શકે અને બહાર આવી શકે.
  • પોતાનું ધ્યેય નકકી કરી શકે છે.
  • જીંદગીમાં આવતા દરેક પ્રશ્નોનો મુકાબલો દઢતાથી કરી શકે છે.
  • જીંદગીના દરેક કામ અર્થવાળા હોય અને હેતુસભર હોય છે.
  • સમયનો પુરેપુરો સદઉપયોગ કરતો હોય.
  • પોતાની ફરજ પ્રત્યે સભાન અને નિષ્ઠાવાન હોય.
  • દરેક સાથે હળીમળીને રહે છે.
  • પોતાની થતી સાચી ટીકાઓ ને સહર્ષ સ્વીકાર કરે છે.
  • દરેકના સારા કાર્યોને બીરદાવે છે.
  • લોકો સાથે એડજેસ્ટ થઈ રહે
  • સારા મિત્રો બનાવી શકે તથા નિભાવી શકે
  • પોતાની લાગણી અને જરૂરીયાત પ્રત્યે હમેશા જાગૃત રહે.
  • હમેશા હકારાત્મક વિચારો કરતો હોય છે.
  • સારૂ વાંચન અને સારા મિત્રો હોય છે.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈ પણ બે)(૬×૨=૧૨)

(૧) રાંધવાની જુદી જુદી પદ્ધતિઓ વિશે જણાવી સૌથી સારી રીત વિશે જણાવો.

રાંધવાની મુખ્ય પદ્ધતિઓ

1. ઉકાળવાની પદ્ધતિ (Boiling)

  • પાણી અથવા દૂધમાં ખોરાકને ઉકાળવો.
  • ઉદાહરણ: દાળ, બટાટા, ઈંડા.
  • લાભ: સરળ, ચરબીનો ઉપયોગ નથી.
  • ગેરલાભ: પાણીમાં ઉકાળવાથી પોષક તત્ત્વો નષ્ટ થઈ શકે.

2. વરાળમાં રાંધવી (Steaming)

  • ખોરાકને સીધી રીતે પાણીમાં નાખ્યા વગર વરાળથી રાંધવામાં આવે છે.
  • ઉદાહરણ: ઈડલી, ઢોકળા, શાકભાજી.
  • લાભ: વિટામિન–મિનરલ સાચવાય છે, તેલનો ઉપયોગ નથી.
  • સૌથી આરોગ્યપ્રદ પદ્ધતિ.

3. પ્રેશર કુકિંગ (Pressure Cooking)

  • દબાણ હેઠળ ખોરાક ઝડપથી રાંધાય છે.
  • ઉદાહરણ: દાળ, ચોખા, શાકભાજી.
  • લાભ: સમય બચત, પોષક તત્ત્વ વધુ પ્રમાણમાં સાચવાય છે.

4. સાંતળવાની પદ્ધતિ (Sauteing)

  • થોડું તેલ લઈને ધીમા તાપે શાકભાજી કે મસાલા સાંતળવા.
  • લાભ: સ્વાદિષ્ટ બને, ઓછી ચરબી વપરાય.

5. તળવાની પદ્ધતિ (Frying)

(a) Shallow Frying – ઓછી તેલમાં તળવું.

(b) Deep Frying – વધારે તેલમાં તળવું.

  • ઉદાહરણ: ભજીયા, પકોડા, પુરા.
  • લાભ: સ્વાદિષ્ટ બને.
  • ગેરલાભ: વધુ ચરબી, પાચન તકલીફ અને સ્થૂળતા.

6. બેકિંગ (Baking)

  • Oven માં સુકાં તાપથી રાંધવું.
  • ઉદાહરણ: કેક, બ્રેડ.
  • લાભ: તેલ ઓછું વપરાય.
  • ગેરલાભ: મોંઘી પદ્ધતિ.

7. રોસ્ટિંગ (Roasting)

  • સીધા તાપ પર અથવા ઓવનમાં શેકવું.
  • ઉદાહરણ: રોટલો, શેકેલી મકાઈ.
  • લાભ: સ્વાદિષ્ટ, પોષક તત્ત્વો ટકાવે.

8. ગ્રિલિંગ (Grilling)

  • Direct heat અથવા coal ઉપર ખોરાક શેકવો.
  • ઉદાહરણ: કબાબ, પનીર ટિક્કા.
  • લાભ: તેલ ઓછું વપરાય.

સૌથી સારી પદ્ધતિ

Steaming (વરાળમાં રાંધવું) અને Pressure Cooking (પ્રેશર કુકિંગ) પદ્ધતિ સૌથી સારી માનવામાં આવે છે કારણ કે:

  • પોષક તત્ત્વો (વિટામિન, મિનરલ્સ) જળવાઈ રહે છે.
  • તેલનો ઉપયોગ નથી કે ઓછો થાય છે.
  • ખોરાક પચવામાં સરળ બને છે.

(૨) કચરાનો યોગ્ય નિકાલ કરવાની પદ્ધતિઓ જણાવી તેમાં એ.એન. એમ.નો રોલ જણાવો.

🔸કચરાનો યોગ્ય નિકાલ કરવાની પધ્ધતિઓ

1. અનુવર્તનપાત્ર (Biodegradable) અને અનુવર્તનઅયોગ્ય (Non-biodegradable) કચરાનું વિભાજન

  • ભિન્ન-ભિન્ન રંગના ડસ્ટબિનનો ઉપયોગ (હરો, વાદળી, લાલ વગેરે)
  • ઘરેલુ અને આરોગ્ય સંબંધિત કચરાનું જુદું વિભાજન.

2. ઇન્સિનેરેશન પદ્ધતિ (Incineration Method)

  • ખાસ કરીને હોસ્પિટલના ચેપી કચરાને ઇન્સિનેરેટરમાં બાળી નાખવો.
  • આ પદ્ધતિ ચેપી રોગો અટકાવે છે.

3. લેન્ડફિલ પદ્ધતિ (Landfill Method)

  • શહેરી અને ઉદ્યોગોનો કચરો જમીનમાં દફનાવવામાં આવે છે.
  • જમીનને સુરક્ષિત બનાવવામાં આવે છે.

4. ગોબર ગેસ પ્લાન્ટ / કમ્પોસ્ટિંગ (Composting)

  • ઘરેલું ભાજીપાલાનું બાકી રહેતું જૈવ કચરું
  • ફર્ટિલાઇઝર (ખાતર) રૂપે ઉપયોગી

5. બર્નિંગ / બળતર (Open Burning)

  • કેટલાક વિસ્તારોમાં કચરો બાળીને નિકાલ કરાય છે.
  • આ પદ્ધતિનો ઉપયોગ ખાસ જરૂરી હોય ત્યારે જ કરવો જોઈએ.

6. રી-યુઝ અને રિસાયકલ પદ્ધતિ (Reuse and Recycle)

  • સ્ટિક, ધાતુ, કાગળ વગેરેનો ફરીથી ઉપયોગ
  • પર્યાવરણ સુરક્ષિત રાખવામાં મદદરૂપ

🔸એ.એન.એમ. (ANM) તરીકે રોલ

  • સમુદાયમાં સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવી.
  • પરિવારને ઘરના કચરાનું વિભાજન શીખવવું.
  • બાયોમેડિકલ કચરાનું જુદું નિકાલ કેવી રીતે કરવું તેનું પ્રદર્શન.
  • રંગવાર બિનના ઉપયોગ માટે માર્ગદર્શન.
  • સ્વચ્છ ભારત અભિયાન / શાળામાં સફાઈ કાર્યક્રમોમાં સહભાગ.
  • ઉપલા અધિકારીઓને યોગ્ય માહિતી આપવી.
  • કચરાના પ્લાસ્ટિક/પાઉચ / ચેપસંક્રમિત સામગ્રી વિશે માહિતગાર કરવું.
  • આરોગ્ય શિક્ષણ દ્વારા શૌચાલયના ઉપયોગ અને દૂષિત પાણીને દૂર રાખવાનું મહત્વ સમજાવવું.
  • રોગચાળાની માહિતી મેળવી ફીલ્ડમાં સફાઈ અને દવા છંટકાવ સુનિશ્ચિત કરવો.

(૩) આદર્શ ઘર વિશે વર્ણવો.

આદર્શ ઘર

એન્વાયરમેન્ટલ હાઇજીન કમીટીએ ૧૯૪૯ માં આઇડીયલ હાઉસ માટે ભલામણ કરેલ છે. જેમાં ઘર બનાવતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે છે.

  • 1) સ્થળ
  • 2) ખુલી જગ્યા
  • 3)દિવાલ
  • 4) તળિયું
  • 5) છત
  • 6) ઓરડા
  • 7)ફ્લોર સ્પેસ
  • 8) બારી બારણા
  • 9) વ્યવસ્થા

1) સ્થળ

  • ઘર હેલ્થી લોકાલીટીમાં હોવું જોઇએ. જેથી વરસાદથી, ધુળથી, ધુમાડાથી વાસથી અવાજથી દુર હોવું જોઇએ. ઘરના સભ્યોની સંખ્યા પ્રમાણે મકાન બનાવવું જોઇએ.

2) ખુલી જગ્યા

  • આજુ બાજુનું વાતાવરણ જેમાં પુરતો હવા ઉજાસ મળી રહે તેવું હોવું જોઇએ.
  • ઘરનો ૨/૩ ભાગ ખુલ્લો હોવો જોઇએ. આગળ નાનો બગીચો હોવો જોઇએ અને ફુલછોડના કુંડા રાખવા જોઇએ.

3) દિવાલ

  • દિવાલ હંમેશા ૬ ઇંચની હોવી જોઇએ. જો જરૂરીયાત હોય તો તેથી પણ વધારે પહોળી રાખી શકાય છે. હાલમાં અર્થકવીક (ભુકંપ) થી બચાવ દિવાલ જાડી રાખવામાં આવે છે. કોર્નર પર લેમ્બ કોલમ મુકી દિવાલ બનાવવામાં આવે છે.

4) તળિયું

  • ૨ થી ૩ ફુટ ઉંડો પાયો ગાળવો જોઇએ. જેને પ્લિન્થ કહેવાય છે. હાલમાં અર્થક્વીકથી બચવા માટે ઘરના પાયમાં લોખંડના સળિયા નાખી સિમેન્ટ કોક્રીટથી મજબુત બનાવવામાં આવે છે. પાયો એવો મજબુત બનાવવો કે જેથી તુટી ન જાય.

5) છત

  • છાપરૂ ૧૦ ફુટથી વધારે હોવું જોઇએ. પારાપેટ ઉંચી બાંધેલી હોવી જોઇએ.

6) ઓરડા

  • ૨ થી વધારે રૂમ હોવા જોઇએ. દરેક રૂમમાં સારૂ વેન્ટીલેશન હોવું જોઇએ. શક્ય હોય તો એટેચ સંડાસ બાથરૂમની સગવડતા હોવી જોઇએ.

7) ફ્લોર સ્પેસ

  • ૧ વ્યક્તી દીઠ વધારેમાં વધારે ૧૦ સ્કવેર ફુટ અથવા ઓછમાં ઓછા ૫૦ સ્ક્વેર ફુટ જગ્યા હોવી જોઇએ.

8) બારી બારણા

  • બે દરવાજા હોય તો પાંચ બારી હોવી જોઇએ.

9) વ્યવસ્થા

  • સેપ્રેટ કીચનસેનેટરી સંડાસ, બાથરૂમ, સેઇફ વોટર સપ્લાય.વોશિંગ ફેસીલીટી, સુર્યપ્રકાશ. લાઇટીંગ વગેરે હોવા જોઇએ. રસોડામાં એક્ઝોસ્ટ ફેન અને ચીમની હોવી જોઇએ. દાદરાને ગ્રીલ હોવી જોઇએ. કુદરતી આફત આવે ત્યારે સ્વબચાવના સાધનો હોવા જોઇએ. જેવા કે કુદરતી અને કૃત્રિમ આફતો વખતે ફર્સ્ટ એઇડ કીટ્સ, અર્નીંગ વાયર રોબર્ટસ, પૈસા, ફોન, આઇડેન્ટી કાર્ડ ટોર્ચ વગેરે.

પ્રશ્ન-૪ ટૂંકનોંધ લખો. (કોઈ પણ ત્રણ)(12)

(૧) વેન્ટિલેશન

Definition : વેન્ટિલેશન એટલે હવાની અદલાબદલી અથવા હવાની ફેરબદલી જેમાં ચોખ્ખી હવા ઘરની અંદર આવે અને પ્રદૂષિત હવા ઘરની બહાર તેવા વાતાવરણનું નિર્માણ કરવું તેને વેન્ટિલેશન કહેવાય છે.

વેન્ટિલેશનના બે પ્રકાર છે

૧) કુદરતી વેન્ટિલેશન

  • હવા
  • ફેલાવ
  • તાપમાનમાં અસમાનતા

૨) કૃત્રિમ વેન્ટિલેશન

  • એક્ઝોસ્ટ ફેન
  • પ્લેનમ
  • બેલેન્સ
  • એર કન્ડિશન

૧) કુદરતી વેન્ટિલેશન

A. હવા, વાયુ, પવન

  • પવન એ નેચરલ વેન્ટિલેશન માટે મહાન વસ્તુ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન થાય છે. જ્યારે પવન ફૂંકાય છે ત્યારે અશુદ્ધિ દૂર થાય છે. ઘણીવાર હવામાન કોઈપણ એક જગ્યાએ ઓછું થવાથી વંટોળીઓ થાય છે. ત્યારે કચરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહે છે. ત્યારે પણ નુકસાન થાય છે.

B. ફેલાવ

  • આ ગેસની પ્રોપર્ટી છે. તે નાના કાણામાંથી પણ બહાર નીકળે છે. તેવી જ રીતે હવા પણ નાના કાણા થકી અંદર જાય છે પણ આ સ્લો પ્રોસેસ છે.

C. તાપમાનમાં અસમાનતા

  • ઇન્ડોર અને આઉટ ડોરમાં ગરમી જુદી જુદી હોય છે. જેમાં તફાવત હોય છે. અંદરનું હવામાન બહાર કરતા ઠંડુ હોય છે. તફાવત હોવાથી તેમાં મુવમેન્ટ જોવા મળે છે. જેમાં ગરમ હવાવાળી જગ્યાએ ઠંડી હવા જાય છે આમ ઉનાળાની ઋતુમાં બારી બારણા બંધ રાખીએ છીએ જેથી ગરમ હવા અંદર ન આવે. ગરમ પ્રદેશોમાં નેચરલ વેન્ટિલેશન હોય છે. ઘરની અંદર બારી બારણા સામસામા અથવા ક્રોસમાં રાખવા જોઈએ. ભારતમાં ઘણો ખરો ભાગ નેચરલ વેન્ટિલેશન ઉપર આધારિત હોય છે.

૨) કૃત્રિમ વેન્ટિલેશન

A. એક્ઝોસ્ટ વેન્ટિલેશન

  • ઘરની અંદરની હવાને એકઝોસ્ટ ફેન દ્વારા બહાર કાઢવામાં આવે છે. આ ફેન દ્વારા ગરમ હવા બહાર ફેકાય છે અને બહારની ઠંડી હવા રૂમમાં આવે છે. આવા એક્ઝોસ્ટ ફેન ઘરમાં, સિનેમા હોલમાં, સભાખંડમાં, ઇન્ડસ્ટ્રીઝમાં હોય છે. આ ફેનને ઘરમાં ઊંચે બહારની તરફ હવા ફેકે એ રીતે ફીટ કરવામાં આવે છે.

B. પ્લેનમ વેન્ટિલેશન

  • આ સિસ્ટમમાં હવાને ફોર્સફૂલી રૂમમાં દાખલ કરવામાં આવે છે. એક્ઝોસ્ટની ઓપોઝિટ કામ કરે છે.ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે છે.

C. બેલેન્સ વેન્ટિલેશન

  • આ વેન્ટિલેશન એક્ઝોસ્ટ અને પ્લેનમનું મિક્સ સ્વરૂપ છે. ફેન દ્વારા અંદરની હવા બહાર ફેકવાની અને બહારની હવા અંદર લેવાની ક્રિયા થાય છે. જેથી બેલેન્સ બરાબર જળવાઈ રહે છે. જ્યારે કુદરતી વેન્ટિલેશન ન ચાલતું હોય ત્યારે આનો વિશેષ ઉપયોગ થાય છે.

D. એર કન્ડિશનિંગ

  • આધુનિક યુગમાં આ સિસ્ટમનો ખૂબ ઉપયોગ થાય છે. હાલમાં જુદી જુદી ટાઈપના નાના-મોટા એસી જોવા મળે છે. જે દિવાલ ઉપર લગાડી શકાય છે અને બારીમાં ફીટ કરી શકાય છે. હાલમાં પાવર સેલર એસી આવે છે. જેથી ઓછા વિદ્યુતથી ચાલે છે. એસીથી વ્યક્તિને બરાબર કમ્ફર્ટ લાગે છે. એસીથી હવાનું તાપમાન, ભેજ અને ડસ્ટ વગેરેની કંટ્રોલ કરવામાં આવે છે.

(૨) મેનસ્ટ્રુઅલ હાઈઝીન

  • મેન્સ્ટ્રુએશન એ નોર્મલ ફિઝિકલ પ્રોસેસ છે. જે સ્ત્રીના સ્ત્રીત્વની ઓળખ છે.
  • મેન્સ્ટ્રુએશન સાથે ઘણી બધી માન્યતાઓ, શરમ, સંકોચ, ફીયર ઓફ અનનોન, વગેરે રૂઢિગત રીતે સંકળાયેલ છે.
  • મેન્સ્ટ્રુએટીંગ વુમનને અનક્લિન ગણવામાં આવે છે.
  • અમુક સમાજમાં ઘરમાં ચાલતી ડેઈલી એક્ટિવિટીમાં તેમને પાર્ટિસિપેટ થવા દેવામાં આવતી નથી.
  • હકીકતમાં આવી માન્યતા પાછળ વૈજ્ઞાનિક કારણ આ દિવસો દરમિયાન ફિમેલને ફિઝિકલ રેસ્ટ મળે તે હોય છે.
  • કારણકે મેન્સ્ટ્રુએશનને કારણે બ્લડ લોસ થવાથી ફિમેલ થાક અનુભવે છે.
  • આ સાથે હોર્મોન ચેન્જીસને કારણે મસલ્સમા દુખાવો, પગમાં દુખાવો, પેટમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.જેથી ફિમેલ રેસ્ટ કરે તે અગત્યનું છે.
  • મેન્સ્ટ્રુએશન પ્રોસેસ એટલે દર મહિને પ્યુબર્ટી પછીના ગાળામાં યુટ્રસ ફર્ટિલાઇઝ ઓવમના માટે એમબેડિંગ તૈયાર કરે છે. પરંતુ ઓવમ ફર્ટીલાઇઝ ન થાય તો આ એમબેડિંગ રપચર થઈ અને બ્લડિંગ દ્વારા બહાર નીકળે છે.
  • આ સાયકલ જનરલી 25 થી 26 દિવસની હોય છે.
  • આમ મેન્સ્ટ્રુએશન એ પોલ્યુટિંગ વિષય નથી.
  • આ સમય દરમિયાન નહાવું, વાળ ધોવા, નોર્મલ ડેઈલી એક્ટિવિટી કરવી હાનિકારક નથી તેવું સમજાવું જોઈએ.
  • મેન્સ્ટ્રુઅલ ડિસ્ચાર્જનો કંટ્રોલ કરવા એબસોરબન્ટ સેનેટરી પેડનો ઉપયોગ કરવામાં આવે છે.
  • તે દર ચાર કલાકે ચેન્જ કરવાના હોય છે.
  • અન્ય ઉપાયમાં એબસોરબન્ટ કોટન નેપકીનનો યુઝ કરવામાં આવે છે.
  • હોર્મોનલ ચેન્જીસને કારણે આવતા બિહેવિયરલ પ્રોબ્લેમ, રિલેક્સેશન, પ્રાણાયામ દ્વારા અટકાવી શકાય છે.

(૩) ધમની અને શિરાનો તફાવત

ધમની અને શિરાનો તફાવત

માનવ શરીરમાં લોહીની પરિભ્રમણ (Blood Circulation) માટે ધમની (Artery) અને શિરા (Vein) બંને મહત્વપૂર્ણ નસો છે. બંને લોહી વહન કરે છે, પણ તેમની રચના અને કાર્યમાં સ્પષ્ટ તફાવત છે.

મુદ્દાધમની (Artery)શિરા (Vein)
1. દિશાહૃદયમાંથી લોહી બહાર લઈ જાય છેલોહી હૃદય તરફ લઈ આવે છે
2. લોહીનો પ્રકારસામાન્ય રીતે ઓક્સિજનયુક્ત લોહી (ફેફસાની ધમની સિવાય)સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડયુક્ત લોહી (ફેફસાની શિરા સિવાય)
3. ભીતિ (Wall)જાડી, મજબૂત અને સ્થિતિસ્થાપકપાતળી અને નરમ
4. વાલ્વ (Valves)વાલ્વ હાજર નથીવાલ્વ હાજર છે
5. સ્થાનશરીરમાં અંદર (Deep)ત્વચાની નજીક (Superficial) પણ હોઈ શકે
6. લોહીનો દબાણવધારે દબાણથી વહે છેઓછા દબાણથી વહે છે
7. લોહીનો રંગતેજસ્વી લાલ (ઓક્સિજનયુક્ત)ગાઢ લાલ (ડિ-ઓક્સિજનયુક્ત)
8. નબજ (Pulse)નબજ અનુભવાય છેનબજ અનુભવાતી નથી
9. વ્યાસસરેરાશ નાનો હોય છેસરેરાશ મોટો હોય છે
10. ઉદાહરણફેફસાની ધમની, એઓર્ટાફેફસાની શિરા, વીના કાવા

(૪) ફૂડ એડલ્ટ્રેશન

Definition : ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એટલે ખોરાકની ગુણવત્તામાં ફેરફાર કરીને વેચવો તેમજ ખોટા લેબલ લગાડીને વેચવો. તેમજ ખાદ્ય પદાર્થ વેચાણમાં મુક્તિ વખતે તેમાં અખાદ્ય પદાર્થો ઉમેરીને કે હાનિકારક પદાર્થ ભેળવીને ગ્રાહકને આપવામાં આવે છે ત્યારે તેને ફુડ એડલ્ટ્રેશન કહેવામાં આવે છે.

  • ખાદ્ય પદાર્થની શુદ્ધતાનો આંક નક્કી કરેલો હોય છે જે ખાદ્ય પદાર્થનું સ્ટાન્ડર્ડ નીચું હોય તેને ભેળસેળવાળો ખોરાક કહી શકાય અને ગ્રાહક આ ભેળસેળવાળો ખોરાક ખરીદે છે ત્યારે તેના આરોગ્યને નુકસાન કરતા બને છે.
  • ખોરાકમાં ભેળસેળ વર્ષો જૂની પ્રચલિત પ્રથા છે ફક્ત નફો મેળવવા માટે વેપારી આ રીતે ભેળસેળ કરતા હોય છે જેનાથી ગ્રાહકના આરોગ્યને નુકસાન થાય છે અને ઘણીવાર ગ્રાહકની જાન પણ જોખમમાં મુકાય છે.
  • આ રીતે ખોરાકમાં ભેળસેળ કરવી એ કાનૂની ગુનો ગણાય છે.

🔸સામાન્ય રીતે ભેળસેળના પ્રકાર નીચે પ્રમાણે છે:

૧) મીક્સિંગ : ખાદ્ય પદાર્થમાં અખાદ્ય પદાર્થ ઉમેરવો. દા.ત. અનાજમાં કાંકરા ભેળવવા, દૂધમાં પાણી નાખવું, ઘી મા ચરબી ભેળવવી

૨) સબસ્ટીટ્યુશન : હલકો માલ વેચવો (એક ને બદલે બીજો માલ આપવો) દા.ત. વસ્તુની કિંમત ચૂકવીએ છીએ તેના બદલે આપણે ઓછી કિંમતની વસ્તુ પકડાવી દે છે.

૩) એબસ્ટ્રેક્સન : ખોરાકની ગુણવત્તા ઓછી કરી નાખવી દા.ત. દૂધમાંથી ફેટ કાઢી લેવામાં આવે છે, બોગસ કંપનીનું લેબલ લગાવી સાગરના જેવું એનિમલ ફેટનું વેચાણ કરી દેશી ઘીની કિંમત જેટલા જ પૈસા પડાવે.

૪) કોન્સેલિંગ ડીકમ્પોઝ ફૂડ : બગડી ગયેલો માલ વેચવો

૫) મિસ બ્રાન્ડિંગ : ખોટા લેબલ હેઠળ માલ વેચવો

૬) કેન્સલિંગ ઓફ ક્વોલિટી : ખોરાકની ગુણવત્તા ઓછી કરી નાખવી

૭) એડિશનલ ઓફ પોઈઝન : કેટલીક ભેળસેળ આપણા શરીરને નુકસાન કરે છે દા.ત. આરજીમન ઓઇલ (ભીંડાનું ઓઇલ) આપણા શરીરને નુકસાન કરે છે. જેનાથી ડ્રોપ્સી નામનો રોગ થાય છે, દૂધમાં પાણી ઉમેરવું વગેરે.

🔸ખોરાકમાં થતી સામાન્ય ભેળસેળ

  • દૂધ : જેમાં પાણી ઉમેરવું, મલાઈ કાઢી લે, સ્ટાર્ચ પાવડર ઉમેરવો, દૂધનો પાવડર ભેળવવો તેમજ પેપરનો માવો નાખવો, કેમિકલ મિલ્ક બનાવવું
  • ઘી : વનસ્પતિ ઘી કે પ્રાણીજન્ય ફેટ ભેળવણી, પ્રાણીઓની ચરબી ઘી મા ભેળવવી
  • ચોખા અને ઘઉં : જીણી કાકરી કપચી નાની પથરી કે રેતી ભેળવવી
  • લોટ : ચોખાનો ભૂકો, શીંગોડાનો લોટ, સિંગદાણાનો લોટ અને મકાઈનો લોટ ભેળવવો જે કિંમતમાં સસ્તો હોય છે.
  • ખાદ્ય તેલ : સસ્તા અખાદ્ય તેલ, અમુક પ્રકારના ડાય અને આરજીમોન તેલ ઉમેરવું.
  • ચા અને કોફી : જેમાં વપરાયેલી ચા ની ભૂકી, લાકડાનો વેર, ચણાના ફોતરા અને ચિકોરી વગેરે

પ્રશ્ન-૫ નીચેના હેતુઓ જણાવો.(કોઈપણ છ)(12)

(૧) બેક કેર

હેતુઓ

  • 1) બેડ શોર થતા અટકાવવા માટે
  • 2) દર્દીને રિફ્રેશ કરવા માટે તથા થાક દૂર કરવા માટે
  • 3) બેક ના ભાગમાં બ્લડ સર્ક્યુલેસન સારુ થાય તે માટે
  • 4) દર્દીના બેકની કંડિશનનું નિરીક્ષણ કરવા માટે
  • 5) દર્દીને પોઝીશન ફેરવવાની તક આપવા માટે જેથી કોમ્પ્લીકેશન થતા અટકાવવા માટે

(૨) માઉથ કેર

  • મો ને ચોખ્ખુ અને તાજગીભર્યુ રાખવા માટે
  • દાંતને સારી સ્થિતિમાં રાખવા માટે
  • દાંત તથા મોઢાના રોગો અટકાવવા માટે
  • મોંના મ્યુકસ મેમ્બ્રેન ને ડ્રાય અને તૂટી જતુ અટકાવવા માટે
  • ભુખ વધારવા માટે તેમજ સલાયવા વધુ ઉત્પન્ન થાય તે માટે
  • પેરોટીડ ગ્લેન્ડમાં ચેપ થતો અટકાવવા માટે

(૩) એનીમા

હેતુઓ

  • બોવેલ સાફ કે ખાલી કરવા માટે ખાસ કરીને ઓપરેશન પહેલા
  • ડિલીવરી પહેલા સ્ટુલને બહાર કાઢવા માટે
  • વર્મ્સ મારવા કે બહાર કાઢવા માટે
  • શરીરમાં દવા અથવા પ્રવાહી દાખલ કરવા માટે
  • ટેમ્પરેચર ઓછુ કરવા માટે દા.ત. કોલ્ડ એનીમા
  • નિદાન કરવા માટે દા.ત. બેરીયમ એનીમા

(૪) કેથેટરાઈઝેશન

હેતુઓ

  • યુરીનરી રીટેનશન (ભરાવો) ને રીલીવ (દૂર કરવું) કરવા માટે
  • નિદાન કરવા માટે દર્દીને પેશાબ પર કાબુ ન હોય ત્યારે (ઇન્કટીન્યસ ઓફ યુરીન) ત્યારે દર્દીની પથારી
  • ભીની થતી અટકાવવા માટે
  • યુરીનરી બ્લેડરને વોશ આપવા માટે
  • યુરીનલ સર્જરી વખતે તે ભાગને ક્લીન રાખી તેમાં ચેપ લાગતો અટકાવવા માટે
  • પેલવીક ઓર્ગનના કોઈ પણ ઓપરેશન કરેલ હોય ત્યારે
  • દર્દી બેભાન હોય ત્યારે
  • ડિલીવરી અને ઓપરેશન પહેલા બ્લેડર ખાલી કરવા માટે

(૫) સ્પંજ બાથ

હેતુઓ :

  • શરીરનો પરસેવો દૂર કરવા માટે
  • ચામડી પર બેક્ટેરીયાની વૃધ્ધિ થતી અટકાવવા માટે
  • શરીરની ચામડીને ડ્રાય રાખવા માટે જેથી બેડ શોર થતો અટકાવી શકાય છે
  • દર્દીનો થાક દુર કરવા માટે
  • દર્દીને એક્ટીવ અને પેસીવ એક્સરસાઇઝ કરાવવા માટે
  • બોડિ ટેમ્પરેચરને રેગ્યુલેટ કરવા માટે
  • પ્રેસર પોઇન્ટની સંભાળ લેવા માટે
  • ચામડીના રોગો થતા અટકાવવા માટે
  • સારી રીતે હેલ્થ એજ્યુકેશન આપવા માટે
  • દર્દીને સ્ફુર્તિ તથા આરામ આપવા માટે
  • દર્દીને સારી ઉંઘ આવે તે માટે
  • દર્દીના આખા શરીરનુ ઓબ્ઝર્વેશન કરવા માટે
  • શરીરમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે
  • શરીરમાં સર્ક્યુલેશન વધારવા માટે

(૬) હેર વોશ

હેતુઓ

1. સ્વચ્છતા જાળવવી (Cleanliness)

  • વાળ અને ખોપરીમાંથી ધૂળ, ઘમ, તેલ (Sebum) અને ગંદકી દૂર થાય.
  • ચેપ અને દુર્ગંધથી બચાવે છે.

2. ઇન્ફેક્શન રોકવું (Prevention of Infection)

  • ડૅન્ડ્રફ (Dandruff), લાઈસ (Lice), ફંગલ ઇન્ફેક્શન જેવા ચેપથી બચાવે છે.

3. સર્ક્યુલેશન સુધારવું (Improved Blood Circulation)

  • ધોઈને માથાની ત્વચા પર હળવું મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે.
  • વાળની વૃદ્ધિ માટે મદદરૂપ.

4. આરામ અને તાજગી (Comfort & Freshness)

  • પેશન્ટને આરામ મળે છે અને તાજગી અનુભવાય છે.
  • માથાનો દુખાવો અને તણાવ ઘટાડવામાં મદદરૂપ.

5. દેખાવ અને આત્મવિશ્વાસ (Appearance & Confidence)

  • સ્વચ્છ અને ચમકતા વાળ વ્યક્તિના દેખાવમાં આકર્ષણ વધારે છે.
  • દર્દીનું મનોબળ વધે છે.

6. નર્સિંગ કેરનો ભાગ (Part of Nursing Care)

  • બેડ રિડન (Bedridden) અથવા ગંભીર દર્દીઓમાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટે જરૂરી.
  • હૉસ્પિટલ ઇન્ફેક્શનથી બચાવે છે.

(૭) બેડ મેકિંગ

હેતુઓ

  • દર્દીને આરામ અને આરોગ્યપ્રદ પરિસ્થિતિ આપવી.
  • ચેપ અને ગંદકીથી બચાવવું.
  • દર્દીના શરીરને યોગ્ય સ્થિતિમાં રાખી Bed sore અટકાવવું.
  • હૉસ્પિટલમાં સ્વચ્છતા જાળવવી.
  • નર્સિંગ પ્રોસિજર (જેમ કે તપાસ, ઈન્જેક્શન, ઓપરેશન બાદની કાળજી) સરળ બનાવવા.
  • દર્દીનો માનસિક આત્મવિશ્વાસ વધારવો.

(૮) નેઈલ કટીંગ

અશક્ત અને પોતાની જાતે પધ્ધતિને નેઇલ કટિંગ કહેવાય છે. નખ ન કાપી શકે તેવા દર્દીને નખ કાપી આપવાની

હેતુઓ

  • નખની સુંદરતા વધારવા માટે
  • નખને ચોખ્ખા રાખવા માટે
  • પેથોજનિક ઑર્ગેનિઝમ ને જી.આઈ. ટ્રેકમાં જતા અટકાવવા માટે
  • દર્દીને તેમજ આપણને પોતાને ઇન્ફેકશન ન લાગે તે માટે
  • મોટા નખ વડે થતી ઈજા અટકાવવા માટે

પ્રશ્ન-૬ (અ) નીચેના પૂર્ણ રૂપ લખો.05

(૧) ICDS – Integrated Child Development Services (ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ)

(૨) CSF – Cerebro Spinal Fluid (સેરેબ્રો સ્પાઇનલ ફ્લૂઈડ)

(૩) CSSD – Central Sterile Supply Department (સેન્ટ્રલ સ્ટરાઇલ સપ્લાય ડિપાર્ટમેન્ટ)

(૪) WBC – White Blood Cell (વાઈટ બ્લડ સેલ)

(૫) IPR – Interpersonal Relationship (ઇન્ટર પર્સનલ રિલેશનશિપ)

(બ) ખાલી જગ્યા પૂરો.05

(૧) ૧૫ થી ૨૦ લીટર પાણીને શુદ્ધ કરવા પાણીમાં ક્લોરિનની …………… ગોળી નાખવી જોઈએ. 1 ગોળી

(૨) …………… ની ખામીથી ગોઈટર થાય છે. આયોડિન

(૩)RBC ………….. માં ઉત્પન્ન થાય છે. અસ્થિમજ્જા (Bone Marrow)

(૪) ૧ ગ્રામ ફેટમાંથી ……………કેલરી મળે છે. 9 કૅલરી

(૫) હવામાં ઓક્સિજનનું પ્રમાણ …………હોય છે. આશરે 21%

(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.05

(૧) લોહીમાંના ઓક્સિજન અને CO2 ની આપલે હૃદયમાં થાય છે. ❌

(૨) હોસ્પિટલમાં લોહી સાથે સંપર્કમાં આવેલી વસ્તુનો નિકાલ પીળા કલરની ડોલમાં થાય છે. ✅

(૩) રેશનલાઈઝેશન એટલે ઘરે ઉતરે તેવા ખુલાસા. ✅

(૪) મીડ-ડે મીલ યોજનાથી બાળકોના પોષણનું સ્તર ઊંચું આવે છે. ✅

(૫) ચરબી શરીરને આકાર આપે છે. ✅

Published
Categorized as ANM-H.P-FY-PAPER SOLU, Uncategorised