(૨) MCH પ્રોગ્રામ હેઠળ કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે?
(૩) કોમ્યુનિકેબલ ડીસીઝ એટલે શું ? સંક્રામક રોગોને કંટ્રોલ કરવા માટે લેવાતા સામાન્ય પગલાં લખો.
(૪) ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા લખો.
પ્રશ્ન – ૪ ટૂંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)
(૧) કંટીન્યુઇંગ એજ્યુકેશન
કન્ટિન્યુઇંગ એજ્યુકેશન
Definition
કન્ટિન્યુઇંગ એજ્યુકેશન એટલે કે મૂળભૂત શિક્ષણ પૂર્ણ કર્યા પછી વ્યાવસાયિક જ્ઞાન, કૌશલ્ય અને વલણને સતત સુધારવાની પ્રક્રિયા, જેથી પોતાની કાર્યક્ષમતા જળવાઈ રહે અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા આપી શકાય.
હેતુ
નવીન જ્ઞાન મેળવવું – ક્ષેત્રમાં નવા વિકાસ અને શોધ વિશે જાણકારી મેળવવી.
વ્યાવસાયિક વિકાસ – કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસ વધારવો.
સેવાની ગુણવત્તા જાળવવી – દર્દીઓને સારી સેવા મળી રહે.
પ્રમોશન અને કરિયર ગ્રોથ માટે તૈયાર થવું.
પદ્ધતિઓ (Methods)
વર્કશોપ અને સેમિનાર
શોર્ટ ટર્મ ટ્રેનિંગ કોર્સ
ઓનલાઈન કોર્સ અને વેબિનાર
જર્નલ ક્લબ અને કેસ સ્ટડી ચર્ચા
રિફ્રેશર કોર્સ
કોન્ફરન્સમાં ભાગ લેવો
નર્સિંગ અને આરોગ્ય ક્ષેત્રમાં મહત્વ
નવી સારવાર પદ્ધતિઓ શીખવી.
રોગચાળાની નવી માહિતી મેળવવી.
નવી ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ શીખવો.
કાનૂની અને નૈતિક માર્ગદર્શિકાઓ અપડેટ રાખવી.
(૨) ઇન્ટર પર્સનલ રીલેશનશીપ
(૩) કોમ્યુનિકેશન અને તેના પ્રકારો
કોમ્યુનિકેશન
આ એક એવી પ્રક્રિયા છે કે જેમા બે કે તેથી વધુ વ્યક્તિઓ માહિતી,વિચારો, આઈડિયા અને ફીલિંગ્સ ને બોલીને, લખીને કે વર્તન દ્વારા આપ-લે કે વહેંચણી કરે છે. જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.
કોમ્યુનિકેશનના પ્રકારો
1. વન વે કોમ્યુનિકેશન (એક માર્ગીય )
આમાં કોમ્યુનિકેશનનો ફ્લો (પ્રવાહ) એ એકમાર્ગીય હોય છે.
આમાં ફીડબેક હોતું નથી.
લર્નિંગ એ પેસીવ હોય છે. આમાં લર્નિંગ પ્રોસેસમાં રીસીવર ભાગ લેતા નથી.જે તેનો ગેરફાયદો છે.
સૌથી વધુ વપરાતું વન વે કોમ્યુનિકેશનનું ઉદાહરણ ક્લાસરૂમ છે.
2. ટુ વે કોમ્યુનિકેશન
આ મેથેડમાં લીસનર (સાંભળનાર) એ મેસેજને સાંભળે છે. આમાં લીસનર (સાંભળનાર) પોતાનો પ્રશ્ન રજુ કરે છે.
પોતાની માહિતી, વિચાર અને મંતવ્ય રજૂ કરે છે, જેને ફીડબેક (પ્રતિભાવ) કહે છે.
ટુ વે કોમ્યુનિકેશનમાં શ્રોતાએ એ પણ ભાગ લેવાનો હોય છે.
વન-વે કોમ્યુનિકેશન કરતા આ વધુ ઈફેક્ટીવ (અસરકારક) છે.
ટૂંકમાં આમાં લીસનર સ્વતંત્ર હોય છે અને સ્વતંત્રતા અનુભવે છે.
મેસેજ મીડિયા વડે ટુ વે કોમ્યુનિકેશન પુરૂ પાડી શકાતું નથી. પરંતુ ગુપ ડિસ્કશન વડે પુરૂ પાડી શકાય છે.
3. વર્બલ કોમ્યુનીકેશન
વર્બલ કોમ્યુનીકેશનની આ રીતમાં ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. જે લેખિતમાં કે બોલીને હોય છે.
જો કે રીટન કોમ્યુનીકેશનમાં સ્પોકન જેટલું ખાતરીપૂર્વક સમજાવી શકાતું નથી.
4. નોન વર્બલ કોમ્યુનીકેશન
તેમાં પોસ્ટર એન્ડ ફેસિયલ એક્સપ્રેશન જેમ કે હસવું, આઈ બ્રો ઉંચી ચડાવવી, આંખો પટપટાવવી, તાકી તાકી ને એકીટશે જોયા કરવું, પોસ્ચર, બોડી મુવમેન્ટ તેમજ સાઈલન્સ નો પણ સમાવેશ કરવામાં આવે છે . દા.ત. સાયલન્સ એ નોન વર્બલ કોમ્યુનીકેશન છે. જેની અસર ક્યારેક મોઢેથી બોલેલા શબ્દો કરતા પણ વધુ ઈફેક્ટીવ હોય છે. અને સંદેશો બરાબર ઝીલી શકાય છે.
કોમ્યુનીકેશન મેથેડને હજી બે ભાગમાં વહેચવામાં આવે છે.
a) ડાયરેક્ટ કોમ્યુનીકેશન
b) ઇનડાયરેકટ કોમ્યુનીકેશન
a) ડાયરેક્ટ કોમ્યુનીકેશન
એક વ્યક્તિ, બીજી વ્યક્તિ .જૂથ કે સમુદાયની ડાયરેક્ટ એટલે કે સીધી રીતે વાતચીત કરે છે. અને સંબંધ બાંધે છે. તેને ડાયરેક્ટ કોમ્યુનીકેશન કહેવામાં આવે છે.દા.ત. કોઈપણ કંપની નાં સેલ્સમેન.
b) ઇનડાયરેકટ કોમ્યુનીકેશન
એક વ્યક્તિ, બીજી વ્યક્તિ સાથે સીધા સંપર્કમાં ન આવતા પરોક્ષ (અપ્રત્યક્ષ )રીતે સંબંધમાં આવે છે દા.ત.બુક,રેડિયો,ટી.વી અને ટેપ વગેરે દ્વારા મેળવેલ માહિતી કે સંદેશા ની પ્રક્રિયા ઇનડાયરેકટ કોમ્યુનીકેશન કહેવામાં આવે છે.
અન્ય બીજા પ્રકારોનીચે મુજબ છે.
ફોર્મલ એટલે કે આયોજન કરેલું.
ઈન્ફોર્મલ એટલે કે આયોજન વગરનું દા.ત. જરૂરિયાત પ્રમાણે હેલ્થ ટોક આપવો.
ઈન્ટર પર્સનલ કોમ્યુનીકેશન : આ રીતમાં એક કરતા વધુ વ્યક્તિઓ પરસ્પર હોય છે અને તેમની વચ્ચે વાતચીત કરવાની હોય છે.
ગ્રુપ અને ઈન્ટર ગ્રુપ કોમ્યુનીકેશન:એક ગ્રુપ નું બીજા ગ્રુપ સાથે કોમ્યુનીકેશન થવું.
ઓર્ગેનાઈઝેશન એન્ડ કલ્ચરલ કોમ્યુનીકેશન: સંસ્થા દ્વારા સાંસ્કૃતિક રીતે સંદેશો આવે છે.
અપવર્ડ-ડાઉનવર્ડ-હોરીઝોન્ટલ કોમ્યુનીકેશન: આમાં વાતચીત નો પ્રવાહ ઉપરથી નીચે આગળ હોય છે.જેમ કે ઉપરી અધિકારી સાથેની વાતચીત નીચેના કર્મચારી સાથેની વાતચીત અને સહ કર્મચારી સાથેની વાતચીત
(૪) કોલ્ડ ચેઇન
કોલ્ડ ચેઇન
Definition : કોલ્ડ ચેઇનએ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદક સ્થળથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે ર સે. થી ૮ સે. તાપમાન જાળવવામાં આવે છે. જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે આવી રસીઓને ઉત્પાદન મથક થી લાભાર્થી સુધી ગુણવતા સભર સ્થિતીમાં પહોંચાડવાની પધ્ધતીને કોલ્ડ ચેઇન કહેવાય છે.
કોલ્ડ ચેઇનની જાણવણી માટે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ
રસીઓ ઉત્પાદક સ્થળેથી એરપોર્ટ અને એરપોર્ટથી વિભાગીય અને જિલ્લા તથા આરોગ્ય કેન્દ્રએ મોકલતી વખતે તેનું તાપમાન ૨ સે. થી ૮ સે. જળવાઈ રહેવુ જોઈએ
રેફ્રીજરેટરમાં ડાયલ થર્મોમીટર હોવું જરૂરી છે અને દિવસમાં એક વખત તાપમાન માપીને નોંધ કરવી જોઈએ.
જથ્થો હંમેશા જરૂરીયાત મુજબ જ મંગાવવો જોઈએ.એક માસથી વધુ સમયનો જથ્થો મંગાવવો જોઈએ નહિ.
રસીઓનુ પરિવહન જ્યારે એક કેન્દ્ર થી બીજા કેન્દ્ર પર કરતા હોય ત્યારે તાપમાનનુ ખાસ ધ્યાન રાખવું.
રસીકરણ બેઠક દરમ્યાનનું તાપમાન જાળવવા રસી એક વખત બહાર કાઢયા બાદ બરફના વાટકામાં મૂકો વારંવાર વેક્સિનકેરિયરને ખોલબંધ કરવું નહી.
જો રસીઓ ઓગાળવાની હોય તો જરૂરિયાત પ્રમાણે જ ઓગાળો એક વખત ઓગળેલી રસીનો ઉપયોગ વધુમાં વધુ ચાર કલાક સુધી જ કરવો.
રસીઓની સંવેદનશીલતાનો આધાર ગરમી અને લાઈટ તથા તેનાથી જવા પર રહેલો હોય છે. ઘણી રસીઓ ગરમી અને પ્રકાશથી સંવેદનશીલ હોય છે જ્યારે અમુક પ્રકારની થીજી જાય તો બગડી જાય છે. જેમાં નીચે મુજબની રસીઓનો સમાવેશ થાયછે.
ગરમી અને સૂર્યપ્રકાશ એટલે કે લાઈટથી સેન્સિટિવ રસીઓ
બી.સી.જી.
ઓ.પી.વી
એમ.આર
રોટા
ફ્રીજ એટલે કે જામી જવાથી સેન્સિટિવ બનતી રસીઓ
પેન્ટાવેલેંટ
હિપેટાઇટિસ બી
ડીપ્થેરિયા, ટીટેનસ
ટીટેનસ ટોકસોઈડ
(૫) જન્મ મરણની નોંધણી
પ્રશ્ર – ૫ નીચેનામાંથી કોઈ પણ છ વ્યાખ્યા લખો. (12)
(૧) લાયક દંપતી: લાયક દંપતી એટલે એવી દંપતી, જેમાં પત્નીની વય 15 થી 49 વર્ષ વચ્ચે હોય (પ્રજનન ક્ષમ વય) અને પતિની વય સામાન્ય રીતે 18 વર્ષ કે તેથી વધુ હોય, અને જેSantાન પ્રાપ્ત કરવાની શારીરિક તથા સામાજિક રીતે સક્ષમ હોય.
મહત્વ
ટાર્ગેટ અને પ્લાનિંગ માટે
માતા અને બાળ આરોગ્ય સેવાઓનું આયોજન
પરિવાર નિયોજનમાં મહત્વપૂર્ણ એકમ
લોકસાંખ્યિક આંકડાઓનું આધાર
પરિવાર નિયોજન સાધનોનું વિતરણ
(૨) ટોટલ ફર્ટીલીટી રેટ :
(૩) નેટ રીપ્રોડક્શન રેટ :
(૪) ડેઇલી ડાયરી: આરોગ્ય કાર્યકર દ્વારા દ૨૨ોજની કરવાની થતી કાર્યવાહી તથા કરેલ કામગીરીની નોંધપોથીને ડેઈલી ડાયરી કહેવાય છે. આ પ્રકારની ડાયરીમાં કર્મચારી દ્વારા રોંજીદી કરેલ કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવે છે.જે કામગીરીના આયોજનમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.
કામગીરીનું મુલ્યાંકન કરવા માટે
લેખીત અને કાયદેસર ના પુરાવા તરીકે
નાણાકીય બાબતની ચકાસણી માટે
રોજીંદી કામગીરીના રેકોર્ડ માટે
રોજીંદી અગત્યની બાબતોની નોંધ કરવા માટે
જરૂરી તમામ માહીતી એક જ જગ્યાએથી મેળવવા માટે
બાકી રહેલી કામગીરીની વિગત જાણવા માટે
કરેલ કામગીરીની વિગત જાણવા માટે
કાર્યનું આયોજન કરવા માટે
(૫) માતા મરણ દર :
(૬) આરોગ્ય :
(૭) ઇનફન્ટ મોર્ટાલિટી રેટ: શિશુ મૃત્યુ દર (Infant Mortality Rate) એ જન્મથી એક વર્ષની ઉંમર સુધીનાં બાળકના મૃત્યુની સંખ્યા છે, જે દર 1,000 જીવંત જન્મ પર ગણવામાં આવે છે.IMR એ સ્વાસ્થ્ય સેવાનો અને સમાજના વિકાસનો મહત્વપૂર્ણ સૂચક (indicator) છે.
ભારતના આરોગ્ય કાર્યક્રમોમાં (જેમ કે ICDS, Janani Suraksha Yojana, Anemia Mukt Bharat) IMR ઘટાડવા પર ખાસ ભાર મુકવામાં આવે છે.
ઊંચો IMR દર્શાવે છે કે દેશમાં આરોગ્ય સેવાઓ, પોષણ, સ્વચ્છતા અને માતા-બાળ સંભાળમાં ખામી છે.
(૮) કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ: એક નિયમિત અને પદ્ધતિસર પ્રક્રિયા છે જેમાં કોઈ ચોક્કસ સમુદાયની આરોગ્ય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જરૂરિયાતોની ઓળખ, વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવામાં આવે છે જેથી યોગ્ય હસ્તક્ષેપ અને સેવાઓની યોજના બનાવી શકાય.
પ્રશ્ન – ૬ (અ) પૂર્ણ સ્વરૂપ લખો. 05
1.ICDS –
2.IMNCI –
3.JSSK –
4.NHM –
5.UNICEF –
(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 05
1. ઇન્ટેન્ડ કરીને મેળવેલ દવાઓ ડેડ સ્ટોક રજીસ્ટરમાં લેવાની હોય છે.
2. દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં FRU હોય છે.
3. રજીસ્ટર નં. ૬ એ કુટુંબ કલ્યાણ અંગેની માહિતી દર્શાવતું પત્રક છે.
4. ખ વર્ગનો રેકોર્ડ ૫ વર્ષ માટે સાચવવો જોઈએ.
5. એક ફિમેલ સુપરવાઇઝર ૪ થી ૬ સબ સેન્ટર નું સુપરવિઝન કરે છે.
(ક) ખાલી જગ્યા પૂરો. 05
1.રોટા વાયરસ ……….. રૂટથી આપવામાં આવે છે.
2.અર્બન આશા વર્કર ……….. વસ્તીએ હોય છે.
3.ક વર્ગનો રેકોર્ડ ……….. વર્ષ માટે સાચવવો જોઈએ.
4.લેપ્રસીમાં ………… સારવાર આપવામાં આવે.
5.વેક્સિનની ગુણવત્તા જાણવા ………… ચેક કરવામાં આવે છે.