06/09/2019-ANM-SY-HCM

06/09/2019

પ્રશ્ર – ૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) સબસેન્ટરના કાર્યો લખો.03

સબસેન્ટરના કાર્યો

  • ૧. મેટરનલ હેલ્થની કેર આપે છે.
  • ૨. નિયોનેટલ હેલ્થ સેવા આપે છે.
  • ૩. ચાઈલ્ડ હેલ્થ નર્સિંગની સેવા આપે છે.
  • ૪. મેન્ટલ હેલ્થ માટે કામ કરે છે.
  • ૫. ન્યુટ્રીશનલ સ્ટેટસ માટે માર્ગદર્શન અને સારવાર આપે છે.
  • ૬. રસીકરણ પણ આ સેન્ટરનું મુખ્ય કામ છે.
  • ૭. ફેમિલી પ્લાનિંગઅને કોન્ટ્રાસેપ્ટીવ સેવાઓ આપે છે.
  • ૮. રેફરલ સેવાઓ પુરી પાડે છે.
  • ૯. પ્રાઇમરી કેર આપે છે.
  • ૧૦. કાઉન્સેલિંગ કરી નિર્ણય લેવામાં મદદ કરે છે.
  • ૧૧. સ્કુલ સેનીટેશન માટે ધ્યાન આપે છે.
  • ૧૨. કોમ્યુનીકેબલ એન્ડ નોન કોમ્યુનીકેબલડીસીઝ ને અટકાવવા માટે માર્ગદર્શન પુરૂ પાડે છે.
  • ૧૩. રીપ્રોડક્ટીવ હેલ્થ સર્વિસ પૂરી પાડે છે.
  • ૧૪. બેઝીક ઓપ્થેલમિક કેર આપે છે.
  • ૧૫. બેઝીક ડેન્ટલ હેલ્થ કેર આપે છે.
  • ૧૬. બેઝીક ઈ.એન.ટી(ઈઅર, નોઝ, થોટ) કેર આપે છે.
  • ૧૭. બેઝીક વૃધ્ધાવસ્થાની સારવાર પુરી પાડવામાં આવે છે.
  • ૧૮. રસીકરણ દરમ્યાન છુટી ગયેલ બાળકો નું રસીકરણ કરવામાં આવે

(૨) ANM ને નીભાવવાના રજીસ્ટરના નામ અને નંબર લખો. 04

ANM દ્વારા રાખવાના મુખ્ય રજીસ્ટર

રજીસ્ટર નં. ૧ – યોગ્ય દંપતી રજીસ્ટર (Eligible Couple Register)

રજીસ્ટર નં. ૨ – ગર્ભવતી સ્ત્રીઓની નોંધણી રજીસ્ટર (Antenatal Care Register)

રજીસ્ટર નં. ૩ – પ્રસૂતિપશ્ચાત સ્ત્રીઓની નોંધણી રજીસ્ટર (Postnatal Care Register)

રજીસ્ટર નં. ૪ – રસીકરણ રજીસ્ટર (Immunization Register – માતા/બાળક)

રજીસ્ટર નં. ૫ – બાળક આરોગ્ય અને પોષણ રજીસ્ટર (Child Register)

રજીસ્ટર નં. ૬ – કુટુંબ કલ્યાણ રજીસ્ટર (Family Planning Register – IUCD, OCP, કન્ડોમ, સ્ટેરિલાઈઝેશન)

રજીસ્ટર નં. ૭ – સંક્રમણજન્ય રોગ રજીસ્ટર (Communicable Disease Register – ટીબી, મલેરિયા, કુષ્ઠરોગ વગેરે)

રજીસ્ટર નં. ૮ – અસંક્રમણજન્ય રોગ રજીસ્ટર (Non-Communicable Disease Register – હાયપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર)

રજીસ્ટર નં. ૯ – જન્મ અને મૃત્યુ રજીસ્ટર (Birth & Death Register)

રજીસ્ટર નં. ૧૦ – સ્ટોક રજીસ્ટર (Stock Register – દવાઓ, રસીઓ, સાધનો)

રજીસ્ટર નં. ૧૧ – દૈનિક ઓપીડી રજીસ્ટર (OPD Register)

રજીસ્ટર નં. ૧૨ – લેબોરેટરી રજીસ્ટર (Laboratory Register – બ્લડ, યુરિન, મલેરિયા સ્લાઈડ્સ વગેરે)

(૩) કોમ્યુનિકેશન પ્રોસેસના જુદા જુદા ઘટકો લખો. 05

કોમ્યુનિકેશન પ્રોસેસ

કમ્યુનિકેશનની પ્રોસેસમાં નીચે મુજબના પાંચ ઘટકોનો સમાવેશ થાય છે.

  1. સેન્ડર
  2. મેસેજ
  3. ચેનલ
  4. રીસીવર
  5. ફીડબેક

1.સેન્ડર (સંદેશો મોકલનાર)

  • સારા કોમ્યુનિકેશન માટે માહિતી મોકલનાર નો રોડ ખૂબ જ અગત્યનો છે.
  • સેન્ડર એટલે કે એક વ્યક્તિ કે જે સંદેશાને પ્રોપર ચેનલ દ્વારા પહોંચાડે છે.
  • તેના માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
  • ✓સંદેશો મોકલવા પાછળ ચોક્કસ હેતુ હોવો જોઈએ.
  • ✓મેસેજ રિસીવ કરનારને તેની જરૂરિયાત હોવી જોઈએ.
  • ✓છે તે બાબત અંગેનો સંદેશો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ છે કે કેમ તેની પૂરેપૂરી ખાતરી સેન્ડરને હોવી જોઈએ.
  • ✓જે સંદેશો મોકલવાનો છે તે રિસીવ કરનાર વ્યક્તિ સારી રીતે સમજી શકે તેવી સ્કિલ તેનામાં હોવી જોઈએ.

2.મેસેજ (સંદેશો)

  • મેસેજ એટલે કે માહિતી છે રીસીવર ને પહોંચાડવાની હોય, જે હંમેશા વસ્તુ લક્ષી અને અર્થસભર હોવી જોઈએ.
  • વ્યક્તિની જરૂરિયાતોને આધારિત હોવી જોઈએ.
  • તે ચોક્કસ અને લોકોના રીતરિવાજને સમજો અને લોકોને આકર્ષિત કરે તેવો હોવો જોઈએ.
  • તે સરળ રીતે ઉપલબ્ધ તેમજ ઓછી કિંમતે એટલે કે પોસાઈ શકે તેવો હોવો જોઈએ.
  • જેથી લોકોને ગમ્મત સાથે જ્ઞાન મળે.

3.ચેનલ(સંદેશો પહોંચાડવાનું માધ્યમ)

  • ચેનલ એટલે કે સેન્ડર અને રીસીવર વચ્ચે અસરકારક કમ્યુનિકેશન થઈ શકે તે માટે વાપરવામાં આવતું મીડિયા.
  • અસરકારક કોમ્યુનિકેશન માટે મીડિયાની પસંદગી ખૂબ જ અગત્યની છે, તેથી તેને કાળજે પૂર્વ પસંદ કરવું જોઈએ.
  • તે મેસેજ ડિલિવર કરવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ.
  • આર્થિક રીતે પોસાઈ શકે તેવું અને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેવું હોવું જોઈએ.
  • તેની પસંદગીમાં વિવિધતા હોવી જોઈએ જેથી લોકો નો ટીચિંગ માં રસ જળવાઈ રહે અને મનોરંજન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થઈ શકે.

4.રીસીવર(સંદેશો મેળવનાર)

  • સંદેશો જીલનાર ઓડીયન્સ ને રીસીવર તરીકે ઓળખવામાં આવે છે, તે સંદેશો મેળવીને તેને અમલમાં મૂકે છે અથવા તેની અવગણના કરે છે.
  • અને તેનો મેસેજ મળી ગયો છે તેના જવાબમાં ચોક્કસ પ્રતિસાદ આપે છે.
  • તેમાં ટોટલ પોપ્યુલેશન અને કોઈ ચોક્કસ ગ્રુપ હોઈ શકે છે.

5.ફીડબેક (પ્રતિભાવ)

  • મેસેજ મળી ગયા બાદ સંદેશો જેલનાર વ્યક્તિ સંદેશા નો અર્થઘટન કરી જે રિસ્પોન્સ આપે છે,તે લોકો માહિતી મેળવ્યા બાદ અલગ અલગ રીતે પોતાના પ્રતિભાવ રજૂ કરે છે.
  • જો માન્ય હોય તો પોતાની અનુકૂળતા પ્રમાણે સ્વીકારે છે, અને જો માન્ય ના હોય તો રિજેક્ટ કરે છે.
  • આમ પ્રતિભાવ પોઝિટિવ અને નેગેટીવ બંનેમાંથી કોઈ એક હોઈ શકે.
  • વ્યક્તિગત કોમ્યુનિકેશનમાં તરત જ ફીડબેક મળે છે.
  • જ્યારે મીડિયા દ્વારા ફીડબેક મળતા વાર લાગે છે.

અથવા

(૧) નેશનલ હેલ્થ પ્રોગ્રામની યાદી બનાવો.03

રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમની યાદી

1. રિપ્રોડક્ટીવ, મેટરનલ, નીયોનેટલ, ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ ફેલ્થ, (RMNCH+A)

  • JSSK – જનની શિશુ-સુરક્ષા કાર્યક્રમ.
  • RKSK – રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ.
  • RBSK-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ.
  • UIP- યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ.
  • IMI- ઈન્ટેસીફાઈડ મિશન ઈન્દ્રધનુષ.
  • JSY- જનની સુરક્ષા યોજના.
  • PMSMA- પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન.
  • NSSK- નવજાત શિશુ સુરકશા કાર્યક્રમ.
  • NFP- નેશનલ ફેમિલી પ્લાનીંગ પ્રોગ્રામ
  • NFWP- નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ

2. નેશનલ ન્યુટ્રીશન પ્રોગ્રામ.

  • NIDDCP- નેશનલ આયોડિન ડેફિસીયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ
  • IYCF-“માંી પ્રોગ્રામ ફોર ઈન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફિડીંગ.
  • NPPCF- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ફ્લુરોસિસ.
  • NIPI- નેશનલ આર્યન પ્લસ ઈનીસીએટિવ ફોર એનોમીયા કંટ્રોલ પ્રોગ્રામ.
  • WIFS-વિકલી આર્યન ફોલિક-એસિડ સપ્લીમેન્ટેશન પ્રોગ્રામ.
  • NVAPD- નેશનલ વિટામીન [[એ પ્રોફાઈલેક્સીસ પ્રોગ્રામ.
  • ICDS- ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ
  • MDM- મીડ-ડે-મીલ પ્રોગ્રામ.
  • SNP- સ્પેશિયલ ન્યુટ્રીશન પ્રોગ્રામ.
  • ANP-એપ્લાઈડ ન્યુટ્રીશન પ્રોગ્રામ.
  • BNP- બાલવાડી ન્યુટ્રીશન પ્રોગ્રામ.

3.કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ

  • IDSP- ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ
  • RNTCP- રિવાઈઝ્ડ નેશનલ ટ્યુબરક્યુલોસીસ કંટ્રોલ પ્રોગ્રામ.
  • NTEP- નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમીનેશન પ્રોગ્રામ.
  • NGWEP- નેશનલ ગિની-વર્મસ ઈરાડિકેશન પ્રોગ્રામ.
  • NLEP- નેશનલ લેપ્રસી ઈરાડીકેશન પ્રોગ્રામ.
  • NVBDCP- નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ.
  • નેશનલ એન્ટિ-મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ.
  • કાળા-અઝાર કંટ્રોલ પ્રોગ્રામ
  • નેશનલ કાઈલેરિયા કંટોલ પ્રોગ્રામ
  • જાપાનીસ-એન્સેફેલાઈટ્સ પ્રોગ્રામ.
  • ડેન્ગ્યુ એન્ડ ડેન્ગ્યુ હેમરેજિક ફિવર. NACP- નેશનલ એઈડ્સ કંટ્રોલ પ્રોગ્રામ
  • PPP- પલ્સ પોલીયો પ્રોગ્રામ
  • NHCP- નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ પ્રોગ્રામ NRCP- નેશનલ રેબીસ કંટ્રોલ પ્રોગ્રામ.

(૨) નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામમાં નર્સનો રોલ જણાવો. 04

નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામમાં નર્સનો રોલ

1. રોગની વહેલી શોધ અને સારવાર

  • મલેરિયા શંકાસ્પદ દર્દીઓનું બ્લડ સ્મિયર લેવુ, RDT (Rapid Diagnostic Test) કરવું.
  • પોઝિટિવ કેસમાં નિર્ધારિત એન્ટીમલેરિયલ દવાઓ (જેમ કે Chloroquine, ACT) આપવી.

2. પ્રતિરોધક પગલાંમાં ભાગ

  • ગામડાઓમાં ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે (IRS) તથા બેડ નેટ (LLIN/ITN) ના ઉપયોગ અંગે જાગૃતિ કરાવવી.
  • મચ્છરજન્ય રોગો સામે આરોગ્ય શિક્ષણ આપવું (પાણી એકઠું ન થવા દેવું, સફાઈ રાખવી).

3. સર્વેલન્સ અને રિપોર્ટિંગ

  • મલેરિયા કેસની નોંધણી અને રિપોર્ટિંગ કરવી.
  • સાપ્તાહિક/માસિક મલેરિયા રજીસ્ટર જાળવવું અને PHC ને મોકલવું.

4. શિક્ષણ અને માર્ગદર્શન

  • સમુદાયને તાવ, કાંપારા, પરસેવા જેવા મલેરિયાના લક્ષણો વિશે માહિતગાર કરવું.
  • સમયસર તબીબી સારવાર લેવા માટે પ્રેરિત કરવું.

(૩) પી.એચ.સી. એટલે શું? તેનો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ બનાવો.05

પી.એચ.સી. (PHC)

  • પી.એચ.સી. (PHC) એટલે Primary Health Centre — જેને ગુજરાતીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કહેવામાં આવે છે.
  • ગ્રામ્ય તથા અર્ધશહેરી વિસ્તારોમાં પ્રાથમિક સ્તરે આરોગ્ય સેવાઓ આપવા માટે સરકાર દ્વારા સ્થાપિત આરોગ્ય કેન્દ્ર.
  • આરોગ્ય સેવા વ્યવસ્થામાં પ્રાથમિક સ્તર પરની સૌથી મહત્વની એકમ.

પી.એચ.સી.ની હેલ્થટીમ

૧. મેડીકલ ઓફીસર.

૨. આયુષ ડોક્ટર

૩. ફીમેલ હેલ્થ સુપરવાઇઝર.

૪. મેલ હેલ્થ સુપેરવાઇઝર.

૫. ફાર્માસીસ્ટ.

૬. લેબોરેટરી ટેક્નીશયન.

૭. સ્ટાફ નર્સ –

૮. આશા ફેસીલીટર.

૯. મહીલા મંડળ.

૧૦. લોકલ લીડર.

૧૧ ડ્રાયવર

૧૨. પ્યુન

પી.એચ.સીનો ઓર્ગેનાઈઝેશન ચાર્ટ

પ્રશ્ર – ૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) કાર્ય આયોજન એટલે શું?કાર્ય આયોજનના પગથિયાં સમજાવો. 08

કાર્ય આયોજન (Action Plan) :

નકકી કરેલા સમયગાળામાં યોજવાની થતી પ્રવૃતિનો ઉલ્લેખ કરતા દૃસ્તાવેજને એકશન પ્લાન કે કાર્ય આયોજન કહેવાય છે.કે જેમાં પ્રવૃતિમાટે સામગ્રીની જરૂરીયાતો, સમયપત્રક અને જગ્યા અથવા તો સ્થળનો સમાવેશ થાય છે.

કાર્યઆયોજનના પગથિયાં

1.પેટાકેન્દ્ર અને કાર્યક્ષેત્ર વિસ્તારનો નકશો તૈયાર કરો

  • પેટાકેન્દ્ર દ્વારા આવરી લેવામાં આવતા ગામો ઓળખો.
  • આંગણવાડી કાર્યકર તાલીમ પામેલ મહિલા સ્વાસ્થ્ય કાર્યકર અને મહિલા સ્વસ્થ્ય સંઘ અને અન્ય કડી રૂપવ્યક્તિઓ અને યુવક મંડળના હોદ્દે-દારોની સહાયતા લો.
  • પેટા કેન્દ્ર વિસ્તારમાં ઉપલબ્ધ સમુદાય સવલતોને શોધીને તારવો.
  • ગામનો મેપ તૈયાર કરો.
  • આરોગ્ય કેન્દ્ર આંગણવાડી, ગ્રામપંચાયત વગેરે અલગ માર્કિંગ વડે દર્શાવો.
  • સગર્ભામાતા તથા જોખમી માતાને કલર કોડ વડે દર્શાવો.
  • તમારા વિસ્તારનાં કુપોષિત બાળકોને અલગથી બતાવો.

2.કૌટુંબિક સર્વે હાથ ધરો અને ફોર્મ-૧ ભરો

  • ફોર્મ-૧ માં ભરવાની માહિતી
  • કૌટુંબિક સર્વે હાથ ધરીને જરૂરી યોગ્ય માહિતી એકત્રિત કરો જેની જરૂર
  • ફોર્મ-૧ ભરવા માટે જરૂર પડશે.
  • લાયક દંપતીની સંખ્યા.
  • સગર્ભામાતાની સંખ્યા
  • નોંધાયેલ સગર્ભા માતાની સંખ્યા.
  • ટીટી ના બે ડોઝ અપાયા હોય તેવી સગર્ભા
  • માતાની સંખ્યા.
  • નોંધાયેલ જન્મ ની સંખ્યા.
  • ઘરે થયેલ પ્રસૂતિની સંખ્યા.
  • ANM/FHS દ્વારા થયેલા પ્રસૂતિની સંખ્યા
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/ સામુહિક આરોગ્ય કેન્દ્ર/ સરકારી દવાખાના/ નર્સિંગ હોમમાં થયેલ પ્રસૂતિ ની સંખ્યા.
  • ખાનગી ડૉક્ટર દ્વારા કરવામાં આવેલ પ્રસૂતિ ની સંખ્યા.
  • જોખમી કેસો સંદર્ભ સેવા માટે મોકલવામાં આવેલ સગર્ભા માતાઓની સંખ્યા.
  • કોઈ પણ પ્રકારની પડેલી મુશ્કેલીવાળી સગર્ભા માતાની સંખ્યા.
  • અસાધારણ પ્રસૂતિનીની સંખ્યા.
  • MTP (મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેસી) ની સંખ્યા.
  • જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા.
  • જન્મ પછી તરત શ્વાસ લેવાની તકલીફ અનુભવતાં નવજાત શિશુની સંખ્યા.
  • નવજાત શિશુની મરણ ની સંખ્યા.
  • નવજાત શિશુના મરણના કારણો.
  • કોઈ મૃત જન્મ થયો હોય તો તેવા બાળકોની સંખ્યા.
  • ઝીરો થી એક વર્ષની ઉંમરના બાળકોની સંખ્યા.
  • ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા.
  • પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા.
  • વારંવાર ઝાડા થતા હોય તેવા બાળકોની સંખ્યા.
  • જળ શુષ્કતાને કારણે કોઇ બાળકને સંદર્ભ સેવા અર્થે મોકલ્યું હોય તો તેવા બાળકોની સંખ્યા.
  • જેને વારંવાર શ્વસનતંત્ર ના ચેપ ના હુમલા થયા હોય તો તેની વિગત અને સંખ્યા.
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ વધારાની સારવાર અર્થે મોકલવામાં આવેલ બાળકોની સંખ્યા.
  • કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા.
  • આંગણવાડી કેન્દ્રમાં જતા બાળકોની સંખ્યા.
  • સંપૂર્ણ રસીકરણ કરેલ બાળકોની સંખ્યા.
  • મોં વડે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરતી સ્ત્રીઓની સંખ્યા.
  • કોપર-ટી અપનાવેલ સ્ત્રીઓની સંખ્યા.
  • કોંડોમ વાપરતા દંપતીઓની સંખ્યા.
  • કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવેલ સ્ત્રીઓની સંખ્યા.
  • કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવેલ પુરુષોનીસંખ્યા.
  • આર.ટી.આઇ. અને એસ.ટી.ડી. ચિન્હો-લક્ષણો ધરાવતી સ્ત્રીઓની સંખ્યા.
  • ઉપરોક્ત ચેપની સારવાર મેળવતી સ્ત્રીઓ/દંપતીની સંખ્યા, તરુણોની સંખ્યા, છોકરીઓ 10 થી ૧૯ વર્ષ છોકરાઓ 10 થી 19 વર્ષ ની સંખ્યા.

3.સલાહકાર જૂથના સભ્યો પાસે ફોર્મ-૧ ની માહિતી ની વિગતો જાણો

  • સલાહકાર જૂથની સભ્ય જેવા કે પંચાયતના સભ્યો, શિક્ષકો, સંતો, પાદરી વગેરે સાથે પરામર્શ માટે જૂથ મુલાકાત યોજી કૌટુંબિક મોજણી દ્વારા ભેગી કરેલ માહિતીનું આદાન-પ્રદાન કરો.
  • વધુ માહિતી માટે પૂછો અને તેને અદ્યતન અને સાચી માહિતી બનાવો.

4.સેવાઓનો અગ્રતાક્રમ આપો

  • ઓળખી કાઢવામાં આવેલ જરૂરિયાતોના આધારે દરેક સેવાઓ માટે અનુકૂળ ધોરણો વિકસાવવો અને અગ્રતાક્રમ નક્કી કરો.

5.જોખમી જૂથને ઓળખી કાઢો

  • ભારતીય શૈલી પ્રમાણે જોઇએ તો પુખ્ત વયનાં પુરુષ સિવાય બધા જ લોકોને આપણે જોખમી જૂથમાં મુકી શકીએ છીએ. તો પણ બાકીના લોકોમાં જે લોકોને પાયાની સ્વાસ્થ્ય સુવિધા ની જરૂર છે એમને ઓળખી અલગ તારવી એમની જરૂરિયાત મુજબ સારવાર આપવી.

6.કાર્ય-ભાર અને દરેક સેવાઓના ઘટકો માટે સાધન સામગ્રીની જરૂરિયાતનો અંદાજ કાઢો

  • કાર્ય-ભાર અને દરેક સેવાઓના ઘટકો માટે સાધન સામગ્રીની જરૂરિયાતનો અંદાજ કાઢો અને નક્કી કરેલા દિવસોને વિગતો દ્વારા એક્શન-પ્લાન તૈયાર કરો તથા દરેક સેવા માટેનાં સમયે આ સેવાઓ પૂરી પાડવાની વ્યૂહરચના જેમ કે પેટા કેન્દ્ર વિસ્તારના અન્ય ગામોમાં અને દૂરના વિસ્તારમાં સેવાઓ આપવા માટે ગૃહ મુલાકાત ગોઠવી, બીજા ગામોના ક્લિનિક ચલાવવા અને એ માટેનું સ્થળ પણ નક્કી કરવું જોઈએ. જેમકે, પંચાયત ભવન, આંગણવાડી કેન્દ્રો, શાળા, સરકારી મકાન વગેરે.
  • ચાલુ વર્ષની જરૂરિયાતોને અગાઉના વર્ષની ખરેખર થયેલ કામગીરી સાથે સરખાવો.
  • જે અગાઉના વર્ષ કરતાં ૫% થી ઓછી અને ૨૫% થી વધુ નથી ને તેની ખાતરી કરો.
  • ૫% કરતા નીચો વધારો નીચો અંદાજ સૂચવે છે,૨૫% કરતાં વધુ વધારો વધુ અંદાજ સૂચવે છે, જો આવું બને તો ચાલુ વર્ષની ખોટી આકરણી સૂચવે છે.

7.ડેમોગ્રાફીક ગણતરી સાથે સરખાવી

  • રાજ્ય અથવા જીલ્લાના આંકડા પર આધારિત અંદાજ વધુ ચોક્કસ હોઈ શકે. તેથી પેટાકેન્દ્રના આયોજન માટે તેનો ઉપયોગ કરવો જોઈએ.
  • આ માહિતી જિલ્લાઆંકડા અધિકારી, કુટુંબ કલ્યાણ બ્યુરો પાસેથી મળશે. તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી તમને આપશે.

8.કાર્યક્ષેત્ર / સેવા વિસ્તારની સંલગ્ન માહિતી એકત્રિત કરવી

  • પેટા કેન્દ્ર થી અંતર,
  • મુસાફરી માટે ઉપલબ્ધ વાહનો.
  • વસ્તી નો પ્રકાર (ભણતર નું સ્તર અને જાતિ).
  • સમુદાય ની જરૂરિયાત.
  • જોખમી પરિબળો વગેરે આયોજિત અગ્રતાક્રમ લક્ષ્યમાં લેવા અને તેમને અનુકૂળ તેમ જ સમુદાયના સભ્યોની માહિતી માટેનું કાર્ય આયોજન તૈયાર કરવું.
  • પેટા કેન્દ્ર વિસ્તારના દરેક ગામમાં જરૂરી જુદા પ્રકારની સેવાઓની યાદી બનાવવાની શરૂઆત કરવી અને પેટા કેન્દ્રમાં પૂરી પાડવાની થતી સેવાઓ માટે તેમજ દૂરના વિસ્તારની મુલાકાત લઈને પૂરી પાડવાની સેવાઓ માટે અઠવાડિયાના દિવસો નક્કી કરવા.
  • ક્યારે ક્યાં અને કયા સમયે તમે તેઓને સેવાઓની પ્રાપ્તિ માટે ઉપલબ્ધ હશો તેની જાણકારી સમુદાયના સભ્યોને આપો. તમારી પાસે દરેક ગામમાં સેવા માટે જવા માટેના ચોક્કસ દિવસો પણ નક્કી સરકાર શ્રી દ્વારા કરેલા હશે.

(૨)ક્લીનીક શરૂ કરતાં પહેલાં ક્યાં ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં રાખશો? 04

ક્લિનીક શરૂ કરતા પહેલા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

1) સ્વચ્છતા

  • ક્લિનિકની સ્વચ્છતા ખૂબ જ અગત્યની હોય છે.
  • ક્લિનિકમાં કચરાપેટી રાખવી જોઈએ.
  • બાયોમેડિકલ વેસ્ટના નિયમ મુજબ કચરાનો નિકાલ કરવો જોઈએ.

2) જરૂરી સાધનસામગ્રી

  • મમતા કાર્ડ.
  • વજન કાંટો.
  • જરૂરી રજીસ્ટર.
  • બી.પી. ઈન્સ્ટ્રુમેન્ટ.
  • જરૂરી વેક્સિન
  • દવાઓ.
  • આઈ.એમ.એન.સી.આઈ મટીરીયલ.
  • ગ્રોથ મોનીટરીંગ ચાર્ટ.
  • તમામ સાધનો ચાલુ હાલતમાં હોવા જોઈએ.

3) લીનન

  • લીનન હંમેશા ચોખ્ખું હોવું જોઈએ.
  • જરૂરી તમામ લીનન હોવું જોઈએ.

4) સર્જીકલ ડ્રમ

  • ડ્રમમાં સ્ટરાઈલ ડ્રેસિંગ હોવું જોઈએ.
  • તપાસ માટેના તમામ સાધનો ઓટોકલેવ હોવા જોઈએ.

5) બેસવાની વ્યવસ્થા

  • બાળકોને બેસવાની અલગ વ્યવસ્થા હોવી જોઈએ.
  • રમકડાં હોવા જોઈએ.
  • બેસવા માટે બેંચની સગવડતા હોવી જોઈએ.

6) પાણીની સગવડતા

  • પીવાના પાણીની સગવડતા હોવી જોઈએ.
  • આર.ઓ. સીસ્ટમ હોવી જોઈએ.

7) નોટીસ બોર્ડ

  • નોટીસ બોર્ડ ની સગવડતા હોવી જોઈએ

8) ટીમ વર્ક

  • દરેકે ટીમ વર્કથી કામ કરવું જોઈએ
  • દરેકે પોતાના કામમાં પરફેક્ટ રહેવું જોઈએ.

અથવા

(૧) ૫૦૦૦ની વસ્તીવાળા સબસેન્ટરનો ૨૫ જન્મદર છે તો ૦ થી ૧ વર્ષના બાળકો માટેની વેક્સીનની જરૂરિયાતોની ગણતરી કરી ઇન્ડેન્ટ બનાવો. 08

(૨) રસીઓની જાળવણીમાં નર્સની ભૂમિકા જણાવો. 04

રસીઓની જાળવણીમાં નર્સની ભૂમિકા

1. કોલ્ડ ચેઈન વ્યવસ્થા

  • રસીઓ હંમેશા +2°C થી +8°C તાપમાનમાં જાળવવી.
  • ILR (Ice Lined Refrigerator), ડીપ ફ્રીઝર, કોલ્ડ બોક્સ, વેક્સિન કેરિયર વગેરે સાધનોનું યોગ્ય સંચાલન કરવું.
  • દરરોજ તાપમાનનું નિરીક્ષણ કરી રેકોર્ડમાં નોંધવું.

2. યોગ્ય સંગ્રહ

  • “ફર્સ્ટ એક્સપાયરી – ફર્સ્ટ આઉટ (FEFO)” પ્રમાણે રસીઓ વાપરવી.
  • રસીઓને ફ્રિજની મધ્યની શેલ્ફમાં રાખવી (ડોર પર નહીં).
  • VVM (Vaccine Vial Monitor) અને Expiry Date ચકાસવી.
  • ફ્રીઝ-સેન્સિટિવ વેક્સિન (જેમ કે DPT, પેન્ટાવેલન્ટ, હેપેટાઇટિસ-B) ને હિમમાં જવાથી બચાવવી.
  • હિટ-સેન્સિટિવ વેક્સિન (OPV, ખસરા, BCG) ને ગરમીથી બચાવવી.

3. હેન્ડલિંગ અને પરિવહન

  • outreach સેશન માટે વેક્સિન કેરિયર તથા આઈસ પૅક્સ નો ઉપયોગ કરવો.
  • પરિવહન દરમિયાન રસીઓનું તાપમાન જાળવવું.
  • બિનજરૂરી રીતે વારંવાર ફ્રિજ ખોલવાનું ટાળવું.

4. રેકોર્ડ જાળવણી

  • વેક્સિન સ્ટોક રજીસ્ટર ભરવું.
  • કોલ્ડ ચેઈન લોગબુકમાં દૈનિક તાપમાનની નોંધ રાખવી.
  • આવતા–જતા વેક્સિન સ્ટોકનું સાચું હિસાબ રાખવો.
  • e-Mamta / HMIS પોર્ટલમાં એન્ટ્રી કરવી.

5. મોનિટરિંગ અને દેખરેખ

  • સમયસર વેક્સિન સ્ટોક ચકાસવો.
  • વપરાયેલી અથવા સમયપાર થયેલી બોટલોને ઓપન વાયલ પૉલિસી પ્રમાણે નષ્ટ કરવી.
  • કોલ્ડ ચેઈન સાધનોની નિયમિત સફાઈ, ડિફ્રોસ્ટિંગ અને જાળવણી કરવી.

6. શિક્ષણ અને તાલીમ

  • ANM, આશા, આંગણવાડી કાર્યકર્તાને રસીઓની સાચવણી અને કોલ્ડ ચેઈન અંગે માર્ગદર્શન આપવું.
  • માતા–પિતાને યોગ્ય રસીકરણ, સમયસર ડોઝ તથા રસીઓની મહત્ત્વ અંગે સમજાવવું.

પ્રશ્ર – ૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈ પણ બે)(6×2=12)

(૧) ફિમેલ હેલ્થ વર્કરના કાર્યો લખો.

1.માતા અને બાળકનું આરોગ્ય.

  • સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન કરી સગર્ભાવસ્થા દરમ્યાનની તમામ સંભાળ.
  • સગર્ભા માતાની ઓછામાં ઓછી ત્રણ તપાસ કરાવવી જેમાં યુરીન સુગર, આબ્લ્યુમીન, બ્લડપ્રેશર અને હિમોગ્લોબીન માટેની તપાસ કરવી.
  • દરેક સગર્ભા માતાની ગુપ્ત રોગો માટેની તથા બ્લડ ગ્રુપની તપાસ કરવી,
  • અસામાન્ય સુવાવડ માટે નજીકના રેફરલ યુનિટના ખાતે રીફર કરશે.
  • માથા થી લઇ પગ સુધી તપાસ કરશે.
  • આરોગ્ય શિક્ષણ આપશે.
  • હોસ્પિટલ સુવાવડ માટેની પૂર્વતૈયારી માટે સલાહ સૂચન આપશે.
  • રસીકરણ કાર્યક્રમને ધ્યાનમાં લઇ માતા તથા બાળકને રક્ષિત કરશે.
  • જન્મ અને માતા મરણની નોંધણી કરાવશે
  • એન્ટીનેટલ અને પોસ્ટનેટલ માતાને ફોલીક એસીડ અને આર્યનની ગોળી આપશે.
  • ફેમીલી પ્લાનિંગ વિશે કાઉન્સેલિંગ કરશે.
  • રીફર કરેલા કેસોને રજા મળ્યા બાદ ફરી તેની મુલાકાત કરશે.
  • પોતાના વિસ્તારમાં સુવાવડ થયેલ માતાની ઓછામાં ઓછી ત્રણ મુલાકાત લેશે
  • કેમિલી હેલ્થ સર્વે કરશે.
  • ટેકો પ્લસમાં એન્ટ્રી કરવી.

2. કુટુંબ કલ્યાણ સેવા

  • લાયક દંપતી તથા બાળકોની સંખ્યાનુ રજીસ્ટ્રેશન કરવું.
  • કુટુંબ કલ્યાણ માટે લોકોમાં વ્યક્તિગત તથા જુથમાં આરોગ્ય સંદેશા આપશે.
  • કુટુંબ કલ્યાણના કાર્યક્રમોના પ્રોત્સાહન માટે તમામ પ્રયત્નો કરશે.
  • કુટુંબ કલ્યાણને લગતી તમામ માહિતી અને ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશેની સમજણ અને માહિતી પુરી પાડે.
  • કુટુંબ કલ્યાણ સ્વીકારનાર લાભાર્થીને ફોલો અપ કરશે. કુટુંબ કલ્યાણ પદ્ધતિની આડઅસરો અને બધી જ સાચી માહિતી પુરી પાડશે.

3. આંગણવાડી મુલાકાત

  • દરેક ગામની મુલાકાત વખતે આંગણવાડીની મુલાકાત ખુબ જરૂરી છે. આ દરમ્યાન બાળકો તથા માતાની મુલાકાત લેવી.
  • બાળકો અને માતાના આરોગ્યની જરૂરીયાત ને અનુલક્ષીને સેવાઓ આપવી અને તેમને શાંતીપુર્વક સાંભળવા અને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવું.

4. ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ

  • લોકોને ચેપી રોગો અંગેની માહિતી આપવી.
  • સંસર્ગજન્ય રોગોનો અટકાવ કરવો.
  • એઇડસ, હીપેટાઈટીસ-બી વગેરે ની માહિતી આપવી
  • રોગોના અટકાયતી પગલાઓની સમજણ આપવી

5. બિન-ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ

  • બિન-ચેપી રોગો જેવા કે કેન્સર, ડેફનેસ, બ્લાઈન્ડનેસ,ડાયાબિટીસ, કાર્ડીયોવાસક્યુલર ડિસીઝ, મેન્ટલ ઈલનેસ, ઓક્યુપેશનલ ડિસીઝ એન્ડ સ્ટ્રોક અટકાવવા અને નિયંત્રણ માટે નીચે મુજબના પ્રોગ્રામ ચાલે છે જેનું ફીમેલ હેલ્થ વર્કરેને જાણ હોવી જોઈએ જેથી તે લોકો ને માર્ગદર્શન પૂરું પાડી શકે.
  • NTCP- નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ.
  • NPCDCH- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડીયોવાસક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક
  • NPCTO- નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઓક્યુપેશનલ ડિસીઝ.
  • NPPCD- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ. (રાષ્ટ્રીય બધિરતા નિયંત્રણ અને નાબુદી )
  • NMHP- નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ.
  • NPCBV- નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટ( રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ).
  • PMNDP- પ્રધાનમંત્રી નેશનલ ડાયાલીસીસ પ્રોગ્રામ
  • NPHCE –નેશનલ પ્રોગ્રામ ફોર ધ હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી (રાષ્ટ્રીય વૃધ્ધજન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ) :-
  • NPPMVI- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ બર્ન ઈન્સ્યુરી
  • NOHP- નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ.

5. જીવંત આંકડાઓનું એકત્રીકરણ અને રીપોટિંગ

  • નિયમિત આંકડાઓ ભેગા કરવા.
  • બરાબર રીપોર્ટિંગ કરવું.
  • જન્મદર, મૃત્યુદર, બાળમૃત્યુદર અને માત્તામરણ દરની માહિતી લેવી
  • મૃત્યુના કારણો જાણી નોંધ કરવી.

6. આરોગ્ય શિક્ષણ

  • ફોર્મલ અને ઇનફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું.
  • બેનર, ભીંત સુત્રો, ટીવી., પેમ્ફલેટ, પોસ્ટર જેવા એ.વી.એઇડસ વડે માહિતી આપવી પા, પોસ્ટર ૧

7. શાળા આરોગ્ય કાર્યક્રમ

  • આરોગ્ય શિક્ષણ આપવું.
  • શાળાના બાળકોની તપાસ કરવી.
  • જરૂર હોય તેવા બાળકોને તરત સંદર્ભ સેવાઓ આપવી.
  • આંખની ખામી, કૃમિ અને નાની તકલીફોની સારવાર સ્થળ પર જ આપવી..

8. તાલીમ અને શિક્ષણ

  • પેરા મેડિકલ કોર્ષના વિદ્યાર્થીઓને તાલીમ આપવી.
  • આશા અને આંગણવાડી કાર્યકરને તાલીમ અને જરૂરી શિક્ષણ આપવું.

9. રેફરલ સેવાઓ

  • પાયાની સારવાર આપ્યા બાદ નજીકના FRUમાં રીફર કરવું.

10. સંશોધન કાર્ય

  • જન્મદર, મૃત્યુદર,બાળમૃત્યુદર, અને માતામરણ દરની માહિતી મેળવવી
  • કેવા પ્રકારના રોગો ક્યારે થાય છે તે વિશેની માહિતી મેળવવી.

11. લેબોરેટરી સેવા

  • હિમોગ્લોબીનની તપાસ
  • પેશાબની તપાસથી સગર્ભા વસ્થાની જાણકારીનો ટેસ્ટ.
  • પેશાબની તપાસથી પ્રોટીન અને સુગર જાણવાનો ટેસ્ટ.
  • લોહીમાં સુગરનું લેવેલ જાણવાનો ટેસ્ટ.
  • સ્લાઈડ દ્વારા તેમજ ( રેપીડ ડાયાગ્નોસ્ટીક કીટ) દ્વારા મેલેરિયાનો ટેસ્ટ,
  • સિકલસેલ રેપીડ ટેસ્ટ.
  • ટી.બી. ના ટેસ્ટ માટે સ્પુટમ ટેસ્ટ.

(૨) સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં કરવામાં આવતી કામગીરી વર્ણવો.

સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં કરવામાં આવતી કામગીરી

1. હેલ્થ ચેક-અપ (આરોગ્ય તપાસ)

  • બાળકોની નિયમિત તબીબી તપાસ.
  • વજન, ઉંચાઈ, દાંત, આંખ, ત્વચા, કાન, નાક, ગળાની તપાસ.
  • એનિમિયા, પોષણની કમી, દ્રષ્ટિની ખામી, સાંભળવાની તકલીફ, ત્વચા રોગ વગેરેની વહેલી શોધ.

2. રસીકરણ (Immunization)

  • રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ મુજબ તમામ જરૂરી રસીઓ આપવી.
  • બૂસ્ટર ડોઝ, ટી.ટી., એમ.એમ.આર., ડીફ્થેરિયા-ટેટનસ જેવી રસીઓ શાળામાં આપવી.

3. હેલ્થ એજ્યુકેશન (સ્વાસ્થ્ય શિક્ષણ)

  • વ્યક્તિગત સ્વચ્છતા, દાંતની સફાઈ, હાથ ધોવાનો અભ્યાસ.
  • પોષણ અંગે જાગૃતિ – સંતુલિત આહાર, આયર્ન અને ફોલિક એસિડનું મહત્વ.
  • કિશોરાવસ્થાના આરોગ્ય અંગે માર્ગદર્શન.
  • દવાઓ, તમાકુ, દારૂ અને નશીલા પદાર્થોથી દૂર રહેવા અંગે શિક્ષણ.

4. પોષણ અને એનિમિયા નિયંત્રણ

  • WIFS Programme (Weekly Iron and Folic Acid Supplementation) મુજબ બાળકોને આયર્ન-ફોલિક એસિડની ગોળીઓ આપવી.
  • એનિમિયા મુકત ભારત કાર્યક્રમ હેઠળ તપાસ અને ટ્રીટમેન્ટ.
  • મધ્યાહન ભોજન (Mid-day Meal / PM-Poshan) ની ગુણવત્તા અને પોષણ ચકાસવું.

5. ડેન્ટલ અને આંખોની તપાસ

  • દાંતની સફાઈ, દાંતના રોગની વહેલી શોધ.
  • ચશ્માની જરૂરિયાત ધરાવતા બાળકોની ઓળખ કરી રેફર કરવું.

6. પ્રાથમિક સારવાર (First Aid)

  • નાની ઇજાઓ, ઘસારા, માથાનો દુખાવો, પેટનો દુખાવો જેવી સામાન્ય સમસ્યાઓ માટે પ્રથમ સારવાર.
  • ગંભીર કેસને નજીકની PHC / CHC / હોસ્પિટલમાં રેફર કરવું.

7. સ્વચ્છતા અને પર્યાવરણ આરોગ્ય

  • શાળામાં શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ છે કે નહીં તેની દેખરેખ.
  • ટોયલેટ, હાથ ધોવાની સુવિધા, કચરો નિકાલની વ્યવસ્થા.
  • શાળા સ્વચ્છતા અભિયાન.

8. કિશોર આરોગ્ય સેવાઓ (Adolescent Health Services)

  • કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન.
  • પોષણ, માનસિક આરોગ્ય અને કાઉન્સેલિંગ.
  • કિશોર આરોગ્ય દિવસોનું આયોજન (RKSK – Rashtriya Kishor Swasthya Karyakram).

9. રોગ નિયંત્રણ પ્રવૃત્તિઓ

  • ચેપવાળા રોગો (Skin infections, Eye infections, Worm infestation) ની વહેલી શોધ.
  • માસિક ડીવોર્મિંગ (Albendazole આપવું – National Deworming Day).
  • TB, Leprosy, Malaria, HIV/AIDS અંગે જાગૃતિ.

10. રેકોર્ડ અને રિપોર્ટિંગ

  • દરેક બાળકનું હેલ્થ કાર્ડ ભરવું.
  • શાળાની આરોગ્ય પ્રવૃત્તિઓના રિપોર્ટ તૈયાર કરી PHC/Sub-centre ને મોકલવા.
  • e-Mamta / HMIS માં માહિતી અપડેટ કરવી.

(૩) રેકોર્ડ અને રિપોર્ટ એટલે શું? તેનું મહત્વ જણાવો.

રેકોર્ડ અને રિપોર્ટનો અર્થ:

રેકોર્ડ એ મહત્વપૂર્ણ માહિતી અથવા આંકડાઓનું દસ્તાવેજીકરણ છે, જે નિયમિત રીતે ઈવેન્ટ્સ, પ્રક્રિયાઓ, કે કાર્યકારી પ્રવૃત્તિઓની નોંધ રાખવા માટે બનાવવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે, રેકોર્ડ્સમાં દર્દીઓની આરોગ્યની વિગતો, સારવાર, તપાસના પરિણામો વગેરેની માહિતી સામેલ હોય છે.

રીપોર્ટ એ ખાસ અંતિમ અને સંપૂર્ણ માહિતી કે નિકાલનું પ્રસ્તુતિકરણ છે, જે વિશિષ્ટ સમયગાળામાં એકત્રિત કરેલા રેકોર્ડ્સના આધારે તૈયાર કરવામાં આવે છે. રિપોર્ટની મદદથી કાર્યક્રમોનું મૂલ્યાંકન, પ્રગતિ, અને નિર્ણય લેવાની પ્રક્રિયા સરળ બને છે.

રેકોર્ડ અને રિપોર્ટનું મહત્વ

માહિતીનું દસ્તાવેજીકરણ (Documentation of Information):

  • રેકોર્ડ્સ દ્વારા આરોગ્ય સંબંધિત તમામ કાર્ય, સારવાર અને પરિણામોની નોંધ સાચવવામાં આવે છે. તે ભવિષ્યમાં કોઈ પણ કિસ્સામાં માહિતી મેળવવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.

ફોલો-અપ અને નગરિકોની સારવાર (Follow-up and Patient Care):

  • યોગ્ય રેકોર્ડ્સથી ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓને દરેક દર્દી માટેની સારવાર અને તપાસનો ફોટો જોવા મળે છે, જે પછીની સારવાર માટે મદદરૂપ બને છે.

પ્રોગ્રામના મૂલ્યાંકન માટે (Evaluation of Programs):

  • રિપોર્ટ્સ વડે વિવિધ આરોગ્ય કાર્યક્રમોની કામગીરી અને પ્રભાવનું મૂલ્યાંકન થાય છે. જો કોઈ ખામી હોય તો તે સુધારવા માટેના પગલાં લેવામાં મદદ થાય છે.

નિયંત્રણ અને સંચાલન (Control and Management):

  • રેકોર્ડ્સ અને રિપોર્ટ્સ આરોગ્ય સેવાઓના નિયમન અને સંચાલન માટે એક સરસ સાધન તરીકે કાર્ય કરે છે, જેનાથી નીતિઓ ઘડવા અને અમલમાં લેવા મદદ મળે છે.

કાયદાકીય પુરાવા (Legal Evidence):

  • રેકોર્ડ્સ અને રિપોર્ટ્સ કાયદાકીય દાવામાં પુરાવા તરીકે ઉપયોગ થાય છે. આરોગ્ય સંબંધિત વિવાદો અને તપાસના સમયે યોગ્ય માહિતી ઉપલબ્ધ રહે તે મહત્વપૂર્ણ છે.

આગામી યોજનાઓ માટે માર્ગદર્શન (Guidance for Future Planning):

  • રેકોર્ડ્સ અને રિપોર્ટ્સના આધાર પર આગામી આયોજનો અને આરોગ્ય સેવાઓને સુધારવા માટે નીતિઓ અને યોજનાઓ ઘડવામાં મદદ મળે છે.

(૪) કોમ્યુનિકેશન એટલે શું? તેના અવરોધક પરિબળો જણાવો.

કોમ્યુનિકેશન : આ એક એવી પ્રક્રિયા છે કે જેમા બે કે તેથી વધુ વ્યક્તિઓ માહિતી,વિચારો, આઈડિયા અને ફીલિંગ્સ ને બોલીને, લખીને કે વર્તન દ્વારા આપ-લે કે વહેંચણી કરે છે. જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.

બેરીયર્સ (અવરોધક પરિબળો) ઓફ કોમ્યુનિકેશન

કોમ્યુનિકેશન પર કેટલાક અવરોધક પરિબળો અસર કરે છે. તેથી મેસેજ મોકલતી વખતે કે વિચાર વીનીમય કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.

1. ફીજીકલ બેરીયર્સ

  • હિયરીંગ ડીફીકલ્ટી (સાંભળવામાં તકલીફ)
  • વિઝન ડીફીકલ્ટી(જોવામાં તકલીફ )
  • ડીફીકલ્ટી ઓફ એક્સપ્રેશન (દર્શાવવામાં પણ તક્લીફ)

2. સાયકોલોજીકલ બેરીયર્સ

  • નર્વસનેસ (હતાશા,નિરાશા)
  • ફીયર (બીક)
  • એજ્યાઈટિ (ચિંતા)
  • ઈમોશનલ ડીસ્ટર્બન્સ (લાગણી શૂન્યતા)

3. એન્વાયરમેન્ટલ બેરીયર

  • નોઈઝ (ઘોંઘાટ)
  • ધુમ્મસ,ધુમાડો,કે ઓછો પ્રકાશ
  • વધુ પડતી ગરમી
  • ઠંડી અને વરસાદ

4. કલ્ચર બેરીયર્સ

  • રીત રીવાજ
  • બીલીફ્સ (માન્યતાઓ)
  • રીલીજીયન(ધર્મ )
  • ઈગ્નોરન્સ

5. એટીટ્યુડ લેવલ ઓફ નોલેજ

  • વ્યક્તિને મેસેજ કન્વે કરવાનો ઈન્ટરેસ્ટ ન હોય તો પણ કોમ્યુનીકેશન ઈફેક્ટીવ થતું નથી.
  • જેથી કોઈપણ કોમ્યુનીકેશન વખતે મેસેજ રીસીવ કરનારનો ઈન્ટરેસ્ટ હોય ત્યારે જ કોમ્યુનીકેશન કરો.

6.લોંગ મેસેજ (લાંબો સંદેશો)

  • એક સાથે લાંબો મેસેજ કે લેકચર ન આપવા મેસેજ ટૂંકો અને મુદ્દાસર હોય તો વિચાર વિનિમય વધુ અસરકારક રહે છે.

7. લોકોની જરૂરીયાત

  • લોકોની જે પ્રમાણેની જરૂરીયાત હોય તે સમજી ને મેસેજ ફલો કરો જેથી ઈફેક્ટીવ રહે .દા.ત પ્રેગ્નન્ટ વુમન સાથે એન્ટીનેટલ કેરની ચર્ચા.

8. શોર્ટ મેસેજ

  • મેસેજ હંમેશા હેતુલક્ષી અને ડાયરેક્ટ રીઝલ્ટ પ્રાપ્ત થાય અને આપણું કાર્ય અસરકારક રીતે સિધ્ધ થાય તે રીતે સંક્ષીપ્તમાં આપવો જોઈએ.

પ્રશ્ર – ૪ ટૂંક નોંધ લખો. (કોઈ પણ ત્રણ) (12)

(૧) J.S.S.K

J.S.S.K

આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે. આ યોજના અંર્તગત તમામ સગર્ભા માતાને પ્રસુતિ બાદ ૪૨ દિવસ સુધી અને નવજાત શિશુને ૧ વર્ષ સુધી સરકારી સંસ્થાઓમાં વિના મુલ્યે આરોગ્યની સારવાર આપવામાં આવે છે.

યોજના કયારે શરૂ કરવામાં આવી ?

  • વર્ષ ૨૦૦૮ ના ઓગષ્ટ માસથી શરૂ કરવામાં આવી હતી.

યોજનાના હેતુઓ

  • ગરીબ વર્ગ તથા મધ્યમ વર્ગને તબીબી સારવાર મળી રહે
  • નાણાના અભાવે તબીબી સારવાર ન મળે તે નિવારવા
  • વહેલાસર નિદાન કરવું.
  • સારી અને ઝડપી સંદર્ભ સેવા આપવા માટે
  • ગ્રંભીર બિમારીમાં મફત સારવાર આપવા માટે
  • આઈ.એમ.આર. ઘટાડવા
  • એમ.એમ.આર. ઘટાડવા
  • સંસ્થાકીય પ્રસુતિને પ્રોત્સાહન આપવા માટે

યોજનાના લાભાર્થી

  • તમામ સગર્ભા માતાને પ્રસુતિ બાદ ૪૨ દિવસ સુધી અને નવજાત શિશુને ૧ વર્ષ સુધી

યોજનાના લાભ

  • તમામ સગર્ભા માતાને પ્રસુતિ બાદ ૪૨ દિવસ સુધી મફત સારવાર
  • નવજાત શિશુને ૧ વર્ષ સુધી મફત સારવાર
  • સારી અને ઝડપી સંદર્ભ સેવાઓ આપવી.
  • સીજેરીઅન સેવાઓ, લેબોરેટરી સેવાઓ લોહીની તપાસ વગેરે મફત કરી આપવામાં આવે છે.
  • સોનોગ્રાફી સેવાઓ
  • મફત એમ્બ્યુલન્સ સેવાઓ
  • હોસ્પિટલની કોઈપણ ફી માંથી મુકિત
  • માતા તથા બાળક બન્ને ને મફત સારવાર

(૨) માં અમૃતમ યોજના

મુખ્‍યમંત્રી અમૃતમ (MA) યોજના

  • આ યોજના 2012માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી.
  • ઉદ્દેશ – ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને મોંઘી સારવારનો આર્થિક બોજ ઓછો કરવો.
  • પાછળથી તેને મુખ્‍યમંત્રી અમૃતમ ‘મા’ વીમા યોજના તરીકે વિસ્તૃત કરવામાં આવી.

લાયકાત (Eligibility)

  • BPL (Below Poverty Line) પરિવારો.
  • આવકવર્ગના પરિવારો જેમની વાર્ષિક આવક ≤ ₹4 લાખ.
  • કેટલીક ખાસ શ્રેણી – ASHA વર્કર, માન્ય વર્ગ-3 અને 4 કર્મચારીઓ વગેરે.

લાભ (Benefits)

  • પરિવારદીઠ ₹5 લાખ સુધીનું વાર્ષિક વીમા કવરેજ.
  • આશરે 1700 થી વધુ સર્જરી / સારવાર પેકેજો – હૃદય, કિડની, કેન્સર, ન્યુરો, બર્ન્સ, ઈમ્પ્લાન્ટ્સ વગેરે.
  • કેશલેસ ટ્રીટમેન્ટ – માત્ર “મા કાર્ડ” બતાવીને.
  • હોસ્પિટલમાં દાખલ સમય દરમિયાન દવાઓ, સર્જરી, ICU, ટેસ્ટ, ઈમ્પ્લાન્ટ વગેરેનો ખર્ચ આવરી લેવાય છે.

નોંધણી પ્રક્રિયા (Enrollment Process)

  • લાભાર્થીઓને Smart Card (MA Card) આપવામાં આવે છે.
  • નોંધણી તાલુકા કક્ષાએ કેમ્પ / કિઓસ્ક મારફતે આધાર આધારિત બાયોમેટ્રિકથી થાય છે.
  • કાર્ડ વડે જ પરિવારની ઓળખ અને લાભો ટ્રેક થાય છે.

અમલીકરણ (Implementation)

  • સ્ટેટ હેલ્થ સોસાયટી, ગુજરાત દ્વારા અમલીકરણ.
  • માન્યતા ધરાવતી સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલો જોડાયેલી છે.
  • 24×7 હેલ્પલાઈન સેવા ઉપલબ્ધ છે.

(૩) આશા

Accredited Social Health Activist

  • ૧૨ એપ્રિલ ૨૦૦૫ થી એન.આર.એચ.એમ. (નેશનલ રૂરલ હેલ્થ મિશન ) કાર્યક્રમમાં આશાને આરોગ્ય યંમ સેવક તરીકેની સેવાઓ લેવામાં આવે છે.
  • આ આશા ગ્રામ્યલોકો તથા આરોગ્યના વર્કર વચ્ચે કડી રૂપ કામગીરી કરે છે.અને દેશ માટે આરોગ્ય ની સમસ્યા હલ કરવા તથા સુધારો કરવા અગત્યનો ભાગ ભજવે છે.
  • ખાસ કરી ને આની મદદ વડે આઈ.એમ.આર. તથા એમ.એમ.આર.માં સારો ફાયદો લાવી શકાય તેમ છે.
  • તામીલનાડું રાજયમાં આ યોજના થી આઈ.એમ.આર. તથા એમ.એમ.આર.ઘટાડવામાં માં નોંધપાત્ર ફાયદો થયેલ છે.
  • આશા સ્થાનિક લોકોમાંથી પસંદ કરવામાં આવે છે.અને તે સ્વૈછીક આ કાર્યમાં જોડાય છે.
  • આમ, છતાં તેણીને ૨૩ દિવસની પાયાની તાલીમ આપવામાં આવે છે.અને તેની નકકી કરેલ પ્રવૃતિના તથા સેવાના ભાગરૂપે મહેનતાણુ આપવામાં આવે છે.

આશાની ફરજો નીચે મુજબ સોપવામાં આવેલ છે.

  • ૧) ગામ લોકોને જાણે
  • ૨) આરોગ્યની યોજનામાં ભાગ લેવા મદદ કરે
  • ૩) વિચાર વિનીમય દ્વારા આરોગ્યની વર્તુણુકમાં ફેરફાર લાવે
  • ૪) ગામજનો અને આરોગ્ય કાર્યકર વચ્ચે લીન્ક તરીકે
  • ૫) ડેપો હોલ્ડર તરીકે
  • ૬) પ્રાથમિક સારવાર આપે
  • ૭) સમસ્યાઓનું કાઉન્સીલીંગ કરે
  • ૮) દર્દીને દવાખાના સુધી મોકલે
  • ૯) મમતા દિવસમાં મદદ કરે
  • ૧૦) સામાન્ય બિમારીની સારવાર કરે

(૪) P.H.Cના કાર્યો

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો

મેડિકલ કેર

  • પ્રિવેન્ટિવ કેર
  • પ્રમોટીવ કેર
  • કયુરેટીવ કેર

મેટર્નલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ કેર

  • સગર્ભાવસ્થાની સારવાર
  • પ્રસૃતિ દરમ્યાનની સારવાર
  • પોસ્ટનેટલ કેર
  • એડોલેશન કેર
  • ૦ થી ૫ વર્ષના બાળકોનું સંપૂર્ણ રસીકરણ આઈ.એમ.એન.સી.આઈ.મુજબ બાળકોની સારવાર

સેફ ડ્રિંકિંગ વોટર એન્ડ બેઝિક સેનિટેશન

  • સલામત પાણીની સગવડતા
  • કુવાના પાણીનું કલોરીનેશન કરવુ.
  • પર્યાવરણની સ્વચ્છતા જાળવવી
  • આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવું
  • સ્વછતા અભિયાન ચલાવવું

ફેમીલી પ્લાનીંગની કાયમી પધ્ધતીની સમજણ આપવી(ફેમિલી પ્લાનિંગ એન્ડ ફેમિલી વેલ્ફેર)

  • ફેમીલી પ્લાનીંગની બિનકાયમી પધ્ધતિની સમજણ આપવી
  • બે બાળકો વચ્ચે ગાળો રાખવા માટેની સમજણ આપવી
  • એમ.ટી.પી. અંગેની સમજણ આપવી
  • વંધત્વ વાળી માતાઓને સમજણ આપવી
  • કુટુંબ નિયોજનની નવી મેથડ છાયા અને અંતરા અંગેની સમજણ આપવી

ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ (કંટ્રોલ ઓફ કોમ્યુનીકેબલ ડીજીસ)

  • લોકોને ચેપી રોગો અંગેની માહીતી આપવી
  • સંસર્ગજન્ય રોગોનો અટકાવ કરવો
  • એઈડસ, હીપેટાઈટીસ-બી વગેરેની માહીતી આપવી
  • રસીકરણ કરવુ.
  • અટકાયતી પગલાઓની સમજણ આપવી

જીવંત આકડાઓનું એકત્રીકરણ અને રીપોર્ટીગ(વાઈટલ સ્ટેટીસટીક એન્ડ રિપોર્ટિંગ)

  • નિયમિત આંકડાઓ ભેગા કરવા
  • બરાબર રીપોર્ટીંગ કરવુ.
  • ડેથ રેઈટ, બર્થ રેઈટ, આઈ.એમ.આર. અને એમ.એમ.આર.ની માહીતી લેવી.
  • માંદગી તથા મરણના કારણો જાણવા.

આરોગ્ય શિક્ષણ (હેલ્થ એજ્યુકેશન)

  • ફોર્મલ અને ઈમ્ફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું
  • બેનર, ભીંત સુત્રો, ટી.વી. પેમ્પલેટ પોસ્ટર વડે માહિતી આપવી
  • પ્રા.આ.કે. ખાતે પોસ્ટર દ્વારા માહીતી આપવી

શાળા આરોગ્ય કાર્યક્રમ (સ્કુલ હેલ્થ પ્રોગ્રામ)

  • શાળાના બાળકોની તપાસ કરવી
  • જરૂર હોય તેવા બાળકોને સંદર્ભ સેવાઓ આપવી
  • નાના રોગની સારવાર કરવી
  • આંખની ખામી, કૃમી અને નાના રોગોની તુરત સારવાર કરવી
  • વહેલાસરનું નિદાન કરી રીફર કરવા

તાલીમ અને શિક્ષણ (Training)

  • દાયણ,એફ.એચ.ડબલ્યુ,એમ.પી.ડબલ્યુ વગેરેને તાલીમ આપવી.
  • પ્રા.આ.કે.પર આવતા એ.એન.એમ. જી.એન.એમ.તથા બી.એસ.સી.કે મેડીકલ
    ના તાલીમાર્થી ઓને તાલીમ આપવી
  • આશા, આંગણવાડી વર્કર તથા દાયણને તાલીમ આપવી રેફરલ સેવાઓ (Referral Services)
  • પાયાની સારવાર આપ્યાબાદ નજીકના એફ.આર.યુ.માં રીફર કરવુ.

સંશોધન કાર્ય (રિસર્ચ વર્ક)

  • ડેથ રેઈટ,બર્થ રેઈટ,આઈ.એમ.આર.,એમ.એમ.આર.વગેરની માહીતી મેળવી
  • કેવા પ્રકારના રોગો કયારે થાય છે તે જાણી શકાય છે.
  • માંદગી તથા મરણના કારણો જાણી શકાય

તમામ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો ચલાવવા (ઓલ નેશનલ હેલ્થ પ્રોગ્રામ)

  • તમામ પ્રકારના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ ભજવવો
  • આર.એન.ટી.સી.પી., મેલેરીયા, પોલીયો વગેરે કાર્યક્રમો કરવા
  • મહિલા સશિકતકરણ કાર્યક્રમ, બેટીબચાવો, બેટી પઢાવો કાર્યક્રમ ચલાવવા

પાયાની લેબોરેટરી સેવાઓ (Basic Lab.Services )

  • મેલેરીયાની સ્લાઈડ,પ્રેગન્નસી ટેસ્ટ,યુરીન સુગર અને આબ્લ્યુમીન વગેરે તપાસ કરવી

પ્રશ્ર – ૫ વ્યાખ્યા લખો. (કોઈ પણ છ) (12)

(૧) કોલ્ડ ચેઇન : શીત શૃંખલા (કોલ્ડ ચેઇન) એ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદક સ્થળથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે ૨ સે. થી ૮ સે. તાપમાન જાળવવામાં આવે છે. જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે આવી રસીઓને ઉત્પાદન મથક થી લાભાર્થી સુધી ગુણવતા સભર સ્થિતીમાં પહોચાડવાની પધ્ધતીને શીત શૃંખલા કહેવાય છે

(૨) કંટીન્યુઇંગ એજ્યુકેશન : કન્ટિન્યુઇંગ એજ્યુકેશન એટલે કે મૂળભૂત શિક્ષણ પૂર્ણ કર્યા પછી વ્યાવસાયિક જ્ઞાન, કૌશલ્ય અને વલણને સતત સુધારવાની પ્રક્રિયા, જેથી પોતાની કાર્યક્ષમતા જળવાઈ રહે અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા આપી શકાય.

હેતુ

  • સેવાની ગુણવત્તા જાળવવી – દર્દીઓને સારી સેવા મળી રહે.
  • પ્રમોશન અને કરિયર ગ્રોથ માટે તૈયાર થવું.
  • નવીન જ્ઞાન મેળવવું – ક્ષેત્રમાં નવા વિકાસ અને શોધ વિશે જાણકારી મેળવવી.
  • કૌશલ્ય સુધારવું – પ્રેક્ટિકલ સ્કિલ્સમાં સુધારો કરવો.
  • વ્યાવસાયિક વિકાસ – કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસ વધારવો.

(૩) I.P.R : અહીં IPR નો અર્થ Inter Personal Relationship છે, એટલે કે આરોગ્ય કેન્દ્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચેના સંબંધો અને પરસ્પર વ્યવહારની કળા. આરોગ્ય કેન્દ્ર વ્યવસ્થાપનમાં વ્યક્તિગત સંબંધો (Inter Personal Relationship) એટલે સ્ટાફ, દર્દીઓ અને સમાજ વચ્ચે પરસ્પર સમજ, સન્માન, વિશ્વાસ અને સંવાદ જે આરોગ્ય સેવાઓ સુગમ અને અસરકારક બનાવવા મદદ કરે છે.

(૪) મમતા તરૂણી : મમતા તરૂણીએ ગુજરાત સરકાર દ્વારા કિશોરી કન્યાઓ (10 થી 19 વર્ષ) માટે શરૂ કરાયેલ વિશેષ આરોગ્ય સેવા કાર્યક્રમ છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય કિશોર આરોગ્ય કાર્યક્રમ (RKSK) ના અંતર્ગત આવે છે.

  • મુખ્ય ઉદ્દેશ – કિશોરીઓનું શારીરિક, માનસિક, પ્રજનન અને પોષણ આરોગ્ય સુધારવું.

(૫) કાઉન્સેલિંગ : લાભાર્થીને પોતાની લાગણીઓને રજૂ કરવા તેમજ પોતાનો નિર્ણય જાતે લેવાનો આત્મવિશ્વાસ કેળવી વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયા ને સમ-પરામર્શ (કાઉન્સેલીંગ) કહેવામાં આવે છે.

કાઉન્સેલિંગ ના હેતુઓ

  • S – Solution (સોલ્યુશન) – નિરાકરણ
  • E – Encouragement (એન્કરેજમેંટ) પ્રોત્સાહન આપવુ
  • A – Assistance (આસીસ્ટન્સ) – સહાયતા, મદદ
  • D – Development (ડેવલોપમેંટ) – વિકાસ
  • V- Vast information (વાસ્ટ ઇંફોર્મેશન) -વધુ માહિતી આપવી
  • I – Inspiration (ઈન્સ્પીરેશન) – પ્રેરણા આપવી

(૬) ટોટલ ફર્ટીલીટી રેટ : ટોટલ ફર્ટિલિટી રેટ એટલે એક સ્ત્રી તેના સંપૂર્ણ પ્રજનન જીવનકાળ (સામાન્ય રીતે 15 થી 49 વર્ષના વય દરમિયાન) દરમિયાન સરેરાશ કેટલાં બાળકોને જન્મ આપે છે તેની ગણતરી.

ટોટલ ફર્ટિલિટી રેટનો ઉપયોગ

  • ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સનો અભ્યાસ કરવા.
  • જનસંખ્યા વૃદ્ધિનો દર માપવા.
  • કુટુંબનિયોજન અને આરોગ્ય નીતિ ઘડવામાં.

(૭) I.M.R. : શિશુ મૃત્યુ દર (Infant Mortality Rate) એ જન્મથી એક વર્ષની ઉંમર સુધીનાં બાળકના મૃત્યુની સંખ્યા છે, જે દર 1,000 જીવંત જન્મ પર ગણવામાં આવે છે.IMR એ સ્વાસ્થ્ય સેવાનો અને સમાજના વિકાસનો મહત્વપૂર્ણ સૂચક (indicator) છે.

  • ભારતના આરોગ્ય કાર્યક્રમોમાં (જેમ કે ICDS, Janani Suraksha Yojana, Anemia Mukt Bharat) IMR ઘટાડવા પર ખાસ ભાર મુકવામાં આવે છે.
  • ઊંચો IMR દર્શાવે છે કે દેશમાં આરોગ્ય સેવાઓ, પોષણ, સ્વચ્છતા અને માતા-બાળ સંભાળમાં ખામી છે.

(૮) પ્રિવેન્ટીવ કેર :પ્રિવેન્ટીવ કેર એટલે રોગને થાય તે પહેલાં અટકાવવા માટે કરેલી તમામ આરોગ્ય સેવાઓ.

સ્તરો (Levels of Preventive Care)

(A) Primary Prevention (પ્રાથમિક પ્રતિકાર)

  • રોગ થવાનું ટાળવું.
  • ઉદાહરણ: રસીકરણ, સ્વચ્છ પાણી, પોષણ, આરોગ્ય શિક્ષણ, જીવનશૈલી સુધારણા.

(B) Secondary Prevention (દ્વિતીય પ્રતિકાર)

  • રોગ વહેલો શોધી તેનો ઉપચાર કરવો.
  • ઉદાહરણ: સ્ક્રીનિંગ (TB, કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ચેક), રોગના શરૂઆતના તબક્કામાં સારવાર.

(C) Tertiary Prevention (તૃતિય પ્રતિકાર)

  • થયેલા રોગમાં જટિલતા અને વિકલાંગતા રોકવી.
  • ઉદાહરણ: પુનર્વસન (Rehabilitation), ફિઝિઓથેરાપી, હાર્ટ કેન્સર અથવા સ્ટ્રોક પછી કાળજી.

પ્રશ્ર – ૬ (અ) પૂર્ણ સ્વરૂપ લખો. 05

1) R.N.T.C.P. – Revised National Tuberculosis Control Programme (રિવાઇસડ નેશનલ ટ્યુબરક્યુલોસીસ કંટ્રોલ પ્રોગ્રામ)

2) S.B.A. – Skilled Birth Attendant (સ્કિલ બર્થ અટેન્ડન્ટ)

3) M.I.E.S. – Mother and Infant Death E-Survey (મધર એન્ડ ઇન્ફન્ટ ડેથ ઈ સર્વે)

4) T.E.C.H.O. – Technology for Enhancing Community Health Operations (ટેક્નોલોજી ફોર એનહાન્સીગ કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન્સ)

5) A.I.D.S. – Acquired Immuno Deficiency Syndrome (એક્વાયરડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ)

(બ) ખાલી જગ્યા પૂરો. 05

(૧) ક વર્ગ નો રેકોર્ડ………… વર્ષ માટે સાચવવો જોઇએ. ૫ વર્ષ

(૨) N.R.H.M. પ્રોગ્રામ………… ની સાલમાં આવ્યો. ૨૦૦૫ ની સાલમાં.

(૩) DOTS સારવાર………….. રોગમાં આપવામાં આવે છે. ક્ષયરોગ (TB)

(૪) R.B.S.K. એટલે………….. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (Rashtriya Bal Swasthya Karyakram)

(૫) જીલ્લાના આરોગ્ય વડાને…………. કહે છે. ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર (CDHO)

(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 05

(૧) રજીસ્ટર નંબર ૬ એ કુટુંબ કલ્યાણ અંગેની માહિતી દર્શાવાનુ પત્રક છે. ✅

(૨) પહાડી વિસ્તારમાં આવેલા પી.એચ.સી. ૩૦,૦૦૦ની વસ્તી ધરાવે છે. ❌

(૩) આરોગ્ય શિક્ષણ ફક્ત આરોગ્ય કાર્યકર જ આપી શકે છે. ❌

(૪) નર્સીસ ડે ૧૨ મેં એ ઉજવાય છે. ✅

(૫) A.N.M./G.N.M./B.SC. નર્સીગ પાસ થયા પછી G.N.C. નું રજીસ્ટ્રેશન કરાવવું મરજીયાત છે. ✅

Published
Categorized as Uncategorised