06/08/2018-ANM-SY-MIDWIFERY

પેપર સોલ્યુશન નંબર-11 (06/08/2018)

06/08/2018

પ્રશ્ન – ૧ અ. સ્ત્રી રીપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગનની યાદી લખો. 03

સ્ત્રી પ્રજનન તંત્ર (ફિમેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમ): ફિમેલના શરીરના અંદર કુદરતે મનુષ્યની વંશ વૃદ્ધિ કરવા માટે કેટલાક ખાસ પ્રકારના અવયવોની રચના કરેલ છે. આ અવયવો સ્ત્રી પ્રજનનતંત્રના અવયવો તરીકે ઓળખવામાં આવે છે. તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે.

૧) બાહ્ય પ્રજનન અવયવો

  • મોન્સ પ્યુબીસ
  • લેબિયા મેજોરા
  • લેબીયા માઈનોરા
  • ક્લિટોરિસ
  • વજાયનલ ઓપનિંગ

૨) આંતરિક પ્રજનન અવયવો

  • યુટરસ
  • ફેલોપિયન ટ્યુબ
  • ઓવરી
  • વજાયના
  • સર્વિક્સ

બ. એન્ટિનેટલ કેરના હેતુઓ લખો.04

એન્ટીનેટલ કેર એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાની નિયમિત તપાસ અને દેખરેખ, જેનાથી માતા અને ભ્રુણ બંનેનું આરોગ્ય સારું રહી શકે છે.

એન્ટીનેટલ કેર (ANC) ના મુખ્ય હેતુઓ

1.ગર્ભાવસ્થાની પુષ્ટિ અને અભિગમનું મૂલ્યાંકન કરવું

  • ગર્ભાવસ્થાનું નિયમાનુસાર વિકાસ થઈ રહ્યું છે કે નહીં તે નિશ્ચિત કરવું.

2. માતા અને ભ્રુણના આરોગ્યની જાળવણી કરવી

  • માતાની તંદુરસ્તી અને ભ્રુણના વિકાસ માટે નિયમિત ચકાસણીઓ કરવી.

3. જોખમવાળી ગર્ભાવસ્થાની ઓળખ અને વ્યવસ્થાપન

  • હાઈ રીસ્ક પ્રેગ્નન્સી ઓળખવી, જેમ કે – ઉંચો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનેમિયા વગેરે.

4. પોસ્ટ નેટલ અને ડિલિવરી માટે તૈયારી કરવી

  • પ્રસૂતિ માટે યોગ્ય સ્થળ, રીત (Normal/ C-section) અને સમય નક્કી કરવો.

5. ટેટનસ ટોક્સોઇડ (TT) અને આયર્ન-ફોલિક એસિડ (IFA) પૂરવઠો

  • તંદુરસ્ત માતૃત્વ માટે જરૂરી રસીકરણ અને દવાઓ આપવી.

6. ઉપચાર અને પોષણ અંગે માર્ગદર્શન આપવું

  • યોગ્ય આહાર, આરામ, કસરત અને જીવનશૈલી અંગે સલાહ આપવી.

7. જન્મ પૂર્વશિક્ષણ (Antenatal Education)

  • માતાને સ્તનપાન, શિશુની દેખભાળ, કુટુંબ યોજના અંગે માહિતી આપવી.

8. સામાજિક અને માનસિક ટેકો આપવો

  • ગર્ભવતી સ્ત્રીને આત્મવિશ્વાસ, સમજીગીરી અને ટેકો આપવો.

9. જન્મ પહેલાની બીમારીઓની તપાસ

  • Syphilis, HIV, Hepatitis B જેવી બીમારીઓ માટે સ્ક્રીનિંગ કરવું.

10. અસ્થિર ગર્ભાવસ્થા અને વિલંબિત લક્ષણોની ઓળખ

  • જેમ કે વજન ન વધવું, ગર્ભના હલનચલનમાં ફેરફાર વગેરે.

ક. લેબરના પ્રથમ તબક્કા દરમિયાન થતા શારીરિક ફેરફારોની યાદી લખો. 05

લેબરના પ્રથમ તબક્કા દરમિયાન થતા શારીરિક ફેરફારો

1) કોન્ટ્રાકશન એન્ડ રીટ્રેક્શન ઓફ યુટરેન મસલ

  • યુટ્સના કોન્ટ્રેકશનનું ઈનવોલ્વમેન્ટ હોય છે અને તેના પર નર્વ સીસ્ટમ નો અંકુશ હોય છે. આ કોન્ટ્રેકશન ૬૦ થી ૭૦ સેકન્ડ જો તે લાબો સમય રહે તો તેનાથી ફીટસને બ્લડ સપ્લાય ન થતા ઓક્સીજન મળતો નથી. આ કોન્ટ્રેકશન તાલબધ્ધ હોય છે. શરૂઆતમાં બે દુખાવા વચ્ચે ૧૫ મીનીટનો ગાળો હોય છે જે ધીમે ધીમે ઘટતો જાય છે. અને છેલ્લે ર થી ૩ મીનીટનો થઈ જાય છે. દરેક કોન્ટ્રેકશન ફંડશના ભાગમાં શરૂ થઈ નીચે તરફ જાય છે.

2) પોલારીટી

  • આખા પ્રસવકાળ દરમ્યાન યુટ્રસના બન્ને પોલ સહકારથી સંકોચન પ્રસરણની ક્રિયા કરે છે. તેને પોલારીટી કહેવાય છે.
  • ઉપરનો ભાગ ખુબજ સંકોચાય છે જેના લીધે ફીટસ નીચે આવે છે અને નીચેનો ભાગ ધીમેથી સકોચાય છે.જેના લીધે ફીટસ નીચે આવે છે. અને નીચેનો ભાગ ધીમેથી સંકોચાય છે જેના લીધે સર્વિકક્ષ ડાયલેટેશન થાય છે.

3) રીટ્રેક્શન

  • કોન્ટ્રેકશન આવ્યા પછી કમ્પલીટ રીલેક્ષ થવાને બદલે યુટ્સનો ઉપરનો ભાગ ટુંકો અને જાડો થતો જાય છે જેથી જગ્યા ઘટવાથી ફીટસ બહાર આવે છે.

4) ફોર્મેશન ઓફ ધ અપર અન્ડ લોઅર સેગમેન્ટ

  • પ્રેગનન્સીમર્મા યુટ્સનું કાર્ય બે ભાગમાં વહેચાય છે. જેમાં ઉપરનો જાડો સંકોચાતો ભાગ અને નીચેનો પાતળો પહોળી થતો ભાગ। નીચેનો ભાગ યુટ્રસ ના ઈસ્યમસ ભાગ પાસેથી બને છે તે ૧.૦ સે.મી નો હોય છે. જ્યારે લેબર શરૂ થાય છે. ત્યારે સેગમેન્ટના સંકોચનના કારણે નીચેનો ભાગ ખેંચાય છે.

5) ડેવલપમેન્ટ ઓફ ધ રીટ્રેક્શન રીંગ

  • ઉપરના ભાગની નીચેની કિનારીનો જાડો ભાગ જ્યા લોઅર સેગમેન્ટને ઉપરની પાતળી કિનારીએ મળે તે કિનારીને રીટ્રેકશન રીંગ કહે છે. અને તે સીમ્ફેસીસ પ્યુબીસથી સહેજ ઉપર હોય છે. પરતું તે આંખ થી જોઈ શકાતી નથી પરતું જ્યારે ઓબ્જેકશનના કારણે ફીટસ સર્વિકક્ષ મારફતે પસાર થઈ શકતું નથી. ત્યારે નીચેનો ભાગ ખેચાય છે, ત્યારે કોન્ટ્રેકશન રીંગ આડી અથવા ત્રાસી સીમ્ફેસીસ પ્યુબીસ થી સહેજ ઉપર જોઈ શકાય છે અને તે યુટ્રસ રપચર થવાનો ભય સુચવે છે. જ્યારે ન જોઈ શકાય ત્યારે તેને રીટ્રેકશન રીંગ અને દેખાય ત્યારે બેન્ડાલ્સ રીંગ કહે છે.

6) ટેકિંગ અપ ઓફ ધ સર્વિક્સ

  • સગર્ભાવસ્થા નાં છેલ્લા દિવસોમાં સર્વિક્સ ની લંબાઈ ઘટે છે. ઈન્ટરનલ ઓસ ઉપર ખેંચાય છે. અને યુટ્રસનો નીચેનો ભાગ ખેંચાય જાય છે. જેવી રીતે ફુગ્ગો ફુલાવતા તેનો આગળનો ભાગ એકદમ ટુકો થાય. તેવી જ રીતે સર્વિક્સ પણ ટૂંકી થાય છે. તેને જ્યારે પર વજાયનલ તપાસ કરતા સર્વિકક્ષ ફીગર વડે ફીલ કરતા સર્વિકસ પાતળુ થતુ જણાય છે તેને અફેશમેંટ ઓફ સર્વિક્સ થયું કહેવાય.

7) ડાયલેટેશન ઓફ ધ સર્વિસ

  • એકક્ષટરનલ ઓસ ગોળાકાર રીતે ધીમે ધીમે ખુલે છે. તે પહેલા માત્ર યુટેરાઇન્ સાઉન્ડ જાય તેટલું હોય છે. અને છેલ્લે ફીટસ નું હેડ તેમાંથી બહાર આવે તેટલું ખુલી જાય છે. જ્યારે ફીટસનો પ્રેઝન્ટીંગ પાર્ટ હેડ(માથું) હોય ત્યારે ડાયલેટેશન જલ્દી થાય છે. પ્રાઈમી ગ્રેવીડા સ્ત્રીમાં લેબરની શરૂઆતમાં ઈટરનલ સર્વિકક્ષ બંધ હોય છે અને જ્યાસુધી સર્વિકક્ષ ઉપર ન જાય ત્યાં સુધી ખુલતું નથી પરતું મલ્ટીપારા સ્ત્રીમાં એક્ષટરનલ ઓસ લેબરની શરૂઆત પહેલા ૧ ફીંગર જેટલું ખલતું હોય છે.

8) શો

  • સુવાવડનો દુખાવો શરૂ થાય ત્યારે, પહેલા થોડા કલાક અગાઉ લોહી અને મ્યુકસ યુક્ત ડીસ્ચાર્જ વજાયના દ્રારા બહાર આવે છે જે બ્લડ, યુટ્રસમાં ડેસીડયુઆ તુટવાથી આવે છે.

9) ફોર્મેશન ઓફ ધ બેગ ઓફ વોટર

  • જ્યારે યુટ્રસનો લોવર સેગમેન્ટ સંકોચાય છે ત્યારે યુટ્રસની અંદરનું દબાણ વધે છે. અને તેના કારણે જે લુઝ ભાગ હોય છે ત્યાં ફ્લ્યુઈડ જતું રહે છે. અને જ્યાં ઓસનું ડાયલેટેશન થતું હોય ત્યારે તે ભાગ જતો રહે છે અને ફીટસની હેડ આગળ આ ફુગ્ગા જેવો ભાગ આવે છે તે એમ્નીઓટીક ફ્લ્યુઈડ બેગ ને બેગ ઓફ વોટર કહે છે.

10) જનરલ ફ્લ્યુઈડ પ્રેશર

  • જ્યારે મેમ્બ્રેઈન ઈનટેક હોય ત્યારે યુટ્રસના કોન્ટ્રેકશન દરમ્યાન આવતું પ્રેશર પ્રવાહી દબાવી શકતું નથી તેથી આખા યુટ્રસમાં સરખું દબાણ આવે છે તેને જનરલ ફલ્યુઈડ પ્રેશર કહેવાય. પરતું જ્યરે મેમ્બ્રેઈન રપચર થાય અને લ્યુઈડ બહાર નીકળી જાય, પછી કોન્ટ્રેકશન દરમ્યાન યુટ્રાઈન વોલ અને ફીટસ વચ્ચે દબાણ આવે છે. અને તેથી ફીટસનેઓક્સીજન પુરતા પ્રમાણમાં મળતો નથી. તેથી જો મેમ્બ્રેઈન ઈનટેક હોય તો ફીટસને હાઈપોકેશીયા અને યુટ્રસને ઈન્ફેકશન લાગવાની શક્યતા ઓછી રહે છે.

11) રબ્ચર ઓફ ધ મેમ્બ્રેન

  • રપચર ઓફ ધ મેમ્બ્રેન સામાન્ય રીતે સર્વીક્સનું ફુલ ડાયલેટેશન ન થાય ત્યા સુધી મેમ્બ્રેન તુટતી નથી. પરતું કોઈવાર લેબરના એક-બે દિવસ અગાઉ પણ તુટી જાય છે. અથવા તો હેડના જન્મ સાથે તુટે છે ફુલડાયલેટેશન થવાથી તેને ટેકો મળતોનથી અને કોન્ટ્રેકશન દરમ્યાન દબાળ આવવાથી તે તુટી જાય છે.

અથવા

અ. ફિમેલ પેલ્વીસના કાર્યો લખો.03

સ્ત્રી પેલ્વિસ એ હાડકાં, સાંધા અને લિગામેન્ટ્સથી બનેલું મજબૂત બંધારણ છે. તે માતૃત્વ અને ગર્ભાવસ્થામાં ખાસ મહત્વ ધરાવે છે.

ફિમેલ પેલ્વીસના કાર્યો

1. આધાર (Supportive Function)

  • શરીરના ઉપરના ભાગનું વજન સહન કરે છે.
  • ઉભા રહેતાં, બેસતાં અને ચાલતાં સમયે વજનને પગ સુધી પહોંચાડે છે.
  • પેલ્વિક ઑર્ગન્સ (યૂટરસ, યુરિનરી બ્લેડર, રેક્ટમ) ને આધાર આપે છે.

2. સુરક્ષા (Protective Function)

  • ગર્ભાશય, યોનિ, મૂત્રાશય અને ગૂદા (rectum) જેવા આંતરિક અંગોને ઈજા થી સુરક્ષા આપે છે.

3. પ્રજનન કાર્ય (Reproductive Function)

  • ગર્ભાવસ્થામાં વિકસતા ભ્રૂણને સ્થાન આપે છે.
  • પ્રસવ દરમ્યાન જન્મ માર્ગ (birth canal) તરીકે કાર્ય કરે છે.

4. પ્રસવ કાર્ય (Obstetric Function)

  • સ્ત્રી પેલ્વિસનો આકાર અને કદ બાળકના જન્મમાં સહાય કરે છે.
  • પ્રસવના સમયે બાળકને બહાર આવવા માટે યોગ્ય માર્ગ આપે છે.

5. સ્નાયુઓના જોડાણ માટે સ્થળ (Muscular Attachment)

  • પેલ્વિસ પર અનેક સ્નાયુઓ જોડાયેલા હોય છે જે હલનચલન, બેસવું, ઊભું રહેવું, અને પેલ્વિક ફ્લોરને મજબૂત બનાવે છે.

6. ચાલવું અને સંતુલન (Locomotor Function)

  • હિપ જૉઇન્ટને આધાર આપીને ચાલવામાં મદદ કરે છે.
  • શરીરના સંતુલન અને સ્ટેબિલિટી જાળવે છે.

બ. એક્લેમ્પસીયાના ચિન્હો અને લક્ષણો લખો.04

એકલેમ્પસીયા

એકલેમ્પસીયા એ ગ્રીક શબ્દ (એનો અર્થ પ્રકાશના ઝબકારા થાય છે) પરથી આવેલ છે પ્રિ-એકલેમ્પસીયા નાં કોમ્લીકેશન તરીકે સામાન્ય રીતે ટોનિક-ક્લોનિક અને કોમા જેવા કોમ્પલીકેશન જોવા મળે તેને એકલેમ્પસીયા કહેવાય છે.

લક્ષણો :

1) બધા જ લક્ષણો પ્રિએકલેમસીયા જેવા હોય છે પરંતુ સાથે કન્વલ્ઝન આવે છે.

2) આમાં કોમાના ચાર સ્ટેજ પણ જોવા મળેછે.

પ્રિમોનીટરી સ્ટેજ :

  • માતા બેભાન બને છે.

ટોનિક સ્ટેજ :

  • આંચકી આવે છે.

કલોનીક સ્ટેજ :

  • બધા જ મસલ્સમાં આચકી જોવા મળે છે.

કોમા સ્ટેજ:

  • માતા થોડી વાર કોમામાં જતી રહે છે.

ક. પ્લેસન્ટાના કાર્યો લખો.05

પ્લેસન્ટાના કાર્યો

ન્યુટ્રીઝીસનલ ફંકશન:

  • ફીટસના ટીસ્યુનું બંધારણ માટે એમાઈનો એસીડની જરૂર હોય છે અને ગ્લુકોઝ વિટામીન્સ, મીનરલ્સ, લિપિડ, વોટર અને ઈલેકટ્રોલાઈટ વગેરે પ્લેસન્ટલ મેમ્બ્રેન દ્વારા ફીટસને મળે છે.
  • પ્લેસન્ટાની અંદર ગ્લુકોઝ નું મેટાબોલીઝમ થાય છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે ગ્લાયકોજન નું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે.

એક્સક્રેટરી ફંકશન:

  • ફીટસની અંદર વધારે વેસ્ટ પ્રોડક્ટસ ઉત્પન્ન થતા નથી પરતું જે થોડા ઘણા ઉત્પન્ન થાય છે.તેમાં ખાસ કરીને કાર્બનડાયોકસાઈડ હોય છે.
  • જે ફીટસ બહાર કાઢે છે બીજું બીલીરુબીન કેજે રેડ બ્લડ સેલ તુટવાથી ઉત્પન્ન થાય છે અને ખુબજ પ્રમાણમાં યુરીયા અને યુરીક એસિડ હોય છે તે માતાના બ્લડમાં દાખલ થાય છે.
  • ત્યાર બાદ મધરના બ્લડમાંથી માતા પોતાના એથ્લિટરી ઓર્ગન દ્વારા વેસ્ટ પ્રોડક્ટ બહાર કાઢે છે.

રેસ્પિરેટરી:

  • ફીટસનાં લંગ્સ તે ઈન્ટ્રાયુટ્રાઈન લાઈફ દરમ્યાન કામ કરતા નથી તેથી માતાના બ્લડમાં રહેલ ઓકસીજન પ્લેસન્ટા મારફતે ફીટસને પહોચાડે છે.

એન્ડોક્રાઇન ફંકશન:

  • સગર્ભાવસ્થાના ૧ વીક સુધી ડેસીડયુઆ ની વૃધ્ધિ માટે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની જરૂર હોય છે.
  • આ હોર્મોન્સ કોર્પસ લ્યુટીયમ તૈયાર કરે છે પરતું ૧૬ વીક પછીથી કોર્પસ લ્યુટીયમ નાશ થઈ જાય છે.
  • પ્લેસન્ટામાંથી ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન શરૂ થાય છે. આ પ્રેગનન્સી ચાલુ રાખવામાં મદદ કરે છે.

પ્રોટેકટીવ ફંક્શન:

  • પ્લેસન્ટલ મેમ્બ્રેન બેરીયર તરીકે કાર્ય કરે છે પરંતું તે મર્યાદિત છે.
  • મધરમાં જે એન્ટીબોડીસ હોય છે તે ફીટસ માં જાય છે અને જન્મના ત્રણ માસ બાદ પણ બાળકને ઈમ્યુનીટી મળી રહે છે પરતું અમુક વાયરસ જેવા કે રૂબેલા વાયરસ બેકટેરીયા જેવા કે ટ્રેપોનીમા પેલીડમ તેમજ અમુક ડ્રગ્સ પ્લેસન્ટા દ્વારા ફીટસ ને પહોંચે છે.
  • તેમ છતા મોટા ભાગના બેકટેરીયા અને અમુક ચોક્કસ પ્રકારના ડ્રગ્સ આ બેરીયરને પાર કરી શકતા નથી આમ પ્લેસન્ટા ફીટસનું રક્ષણ કરવાનું કાર્ય પણ કરે છે.

પ્રશ્ન – ૨ અ. એબોર્શનના પ્રકારો લખો અને કોઈ પણ એક વિશે સમજાવો. 08

એબોર્શનના મુખ્ય બે પ્રકાર છે.

1.સ્પોન્ટેનીયસ : કુદરતી રીતે થાય છે.

2.ઇન્ડીયુઝ : જેમાં એબોર્શન કુત્રિમ રીતે કરવામાં આવે છે જેને થ્રેટેન્ડ એબોર્શન પણ કહે છે.

થેરાપ્યુટીકએબોર્શન

  • જેમા ગર્ભાવસ્થાના કારણે માતા અને બાળકને જોખમ ઉભુ થાય તેવી પરીસ્થિતી હોય એટલે કે કોઇ પણ કારણસર ગર્ભ રાખી શકાય તેમ ન હોય તો ડોકટર્સના ઓર્ડર પ્રમાણેગર્ભપાતની સલાહ આપે છે.
  • આ મેડીકલ એડવાઇઝ પછી દવાઓનો ઉપયોગ કરીને ગર્ભપાત કરવામા આવે છે.

કીમીનલ એબોર્શન

  • જેમાં કોઇ ને ખબર ના પડે તેવી રીતે ચોરી છુપીથી ગર્ભપાત કરાવવામાં આવે છે કોઇ પણ અણધડ વ્યક્તિ દ્વારા સમાજની બીક થી કરવામાં આવેછે.

સેપ્ટીક એબોર્શન

  • આ એબોર્શન દવાઓના સ્વચ્છ પંચકનો ઉપયોગ કર્યા વગર ગામડાઓમાં કોઇપણ ઝાડના મુળીયા અથવા કોઇપણ દેશી દવાથી કરાવવામાં આવે છે આ બહારની વસ્તુઓ વજાયના મા મુકવાથી સેપ્સીસ થાય છે. ઘણી વખત માતાનું મૃત્યુ પણ થાય છે.

સ્પોન્ટેનીયસ એબોર્શન

  • સ્પોન્ટેનીયસ એબોર્શન એટલેકે પોતાની જાતે કુદરતી રીતે થતુ એબોર્શન આ પ્રકારના એબોર્શન માટે કોઇ પણ જાતની દવા કે સાધન વડે પ્રયત્ન કરવામાં આવતો નથી તેનું વર્ગીકરણ જુદી જુદી રીતે થઇ શકે છે.

થ્રેટન્ડ એબોર્શન

  • આ એક ક્લીનીકલ પ્રકારનુ એબોર્શન છે જેમા મીસ કેરેજની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ હોય છે પરંતુ પ્રોગ્રેસની રીકવરી ઇમ્પોસીબલ હોય છે જેમા ઓસ ડાઇલેટેડ હોતુ નથી.

ઇનએવિટેબલ એબોર્શન

  • ક્લીનીકલ પ્રકારનુ એબોર્શન છે જેમા પ્રેગનન્સી કન્ટીન્યુ કરવી ઇમ્પોસીબલ છે.
  • જેમા ઓસ ડાઇલેટેડ હોય છે.

થ્રેટન્ડ એબોર્શન

Definition : આ એક ક્લીનીકલ પ્રકારનુ એબોર્શન છે જેમા મીસ કેરેજની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ હોય છે પરંતુ પ્રોગ્રેસની રીકવરી ઇમ્પોસીબલ હોય છે જેમા ઓસ ડાઇલેટેડ હોતુ નથી

થ્રેટેન્ડ એબોર્શન ના ચિન્હો અને લક્ષણો

  • આ એબોર્શન ના ચીન્હો અને લક્ષણો થોડા પ્રમાણમાં જોવા મળે છે યોગ્ય સારવાર લેવાથી તે અટકાવી શકાય છે
  • પ્રેગનન્સીના શરૂઆતના ત્રણ મહીનામાં બ્લીડીંગ થાય છે
  • બ્લીડીંગનુ પ્રમાણ ખુબજ ઓછુ હોય છે
  • માતાને નીચેના ભાગમાં દુ ખાવો:થાય છે અને કમરમાં પણ દુખાવો થાય છે
  • પર વજાયનલ તપાસ કરવામાં આવે છે સર્વાયકલ ઓસ બંધ હોય છે એટલે કે સર્વીક્ષ ડાયલેટ થતુ નથી
  • મેમ્બ્રેન રપચર થતુ નથી
  • આ પ્રકારનુ એબોર્શન હોય ત્યારે ઘણીવાર એબોર્શન થતુ નથી તથા ઉપરોક્ત ચિન્હો અને લક્ષણો બંધ થઈ જાય છે અને પુરા મહીને નોર્મલ ડીલીવરી થાય છે પરંતુ કોઇકવાર ચિન્હો અને લક્ષણો બંધ થયા પછી થ્રેટેન્ડ માંથી મીસ્ડ એબોર્શન થઈ જાય છે એટલે કે ફીટશ યુટરસમાં જ મૃત્યુ પામે છે છેલ્લે કોર્નીયસ મોલ જેવી કંડીશન બને છે એબોર્શન થતુ રોકી શકાતુ નથી.

સારવાર

  • માતાને તરતજ પથારીમાં સુવડાવવી તેના પગ તરફનો ભાગ ઊંચોરાખવો માતાને
  • માનસિક આશ્વાસન આપવુ આજુ બાજુ નું વાતાવરણ શાંત રાખવું.
  • વજાયનલ બ્લીડીંગવાળાસ્ટરાઇલ પેડ ડોક્ટર્સને બતાવવા માટે મુકી રાખવા
  • વાઇટલ સાઇન ચેક કરવા (TPR.BP)
  • માતાનુ પીવી એકઝામીનેશન કરવુ નહી પરંતુ વજાયનલ સ્પેક્યુલમ વડે સર્વિક્સની સ્થિતી જોવી
  • સર્વિક્સ ઓસ ઓપન છે કે ક્લોઝ છે તે જોવુ
  • માતાને પ્રોટીન આર્યન વીટામીન્સ મળી રહે તેવો ખોરાક આપવો
  • માતાને કોન્સ્ટીપેશન હોય તો આ સમય દરમિયાન એનીમા આપવો નહી પરંતુ હળવા
  • પ્રકારનો જુલાબ આપવો સાથે રેસાવાળો ખોરાક વધુ પ્રમાણમાં લેવા માટે જણાવવુ.
  • માતાનો વલ્વાનો ભાગ ક્લીન કરી બ્લીડીંગ ચેક કરવુ જ્યા સુધી વજાયનલ બ્લીડીંગ થતુ
  • હોય ત્યા સુધી દર ચાર કલાકે પેરીનીયમ સાફ કરવું
  • બ્લીડીંગ બંધ થઇ ગયા પછી પેશન્ટને બાથરૂમ જવાની છુટ આપવી

હોસ્પિટલમાંથી ડીચાર્જ આપ્યા પછી નીચે પ્રમાણે ની સલાહ આપવી

  • માતાને સમજાવવુ કે ફરી વજાયનલ બ્લીડીંગ થાય તો તાત્કાલીક ડોક્ટર્સનો સંપર્ક કરવો
  • ખુબ ભારે કે વજનદાર વસ્તુ ઉપાડવી નહી જાતીય સંબંધ રાખવો નહી
  • થોડુ પણ વજાયનલ બ્લીડીંગ થાય તોતાત્કાલીક પથારીમા સુઇ જવુ આરામ કરવો સમતોલ આહાર આપવો

બ. મેગ્નેશિયમ સલ્ફેટ (MgSO4) વિશે સમજાવો.04

મેગ્નેશિયમ સલ્ફેટ (MgSO4)

  • એક મહત્વપૂર્ણ દવા છે જે obstetrics અને general medicine માં ખુબજ ઉપયોગી છે.
  • ખાસ કરીને Eclampsia (પ્રેગ્નન્સીમાં ફીટ્સ) અને severe pre-eclampsia માં anticonvulsant drug of choice તરીકે ઉપયોગ થાય છે.

Mechanism of Action:

  • CNS depressant → મગજની વધેલી ઉત્તેજનાને દબાવે છે.
  • Neuromuscular transmission block → ફીટ્સ અટકાવે છે.
  • Smooth muscle relaxant → રક્ત દાબ થોડો ઘટે છે.
  • Calcium antagonist તરીકે કામ કરે છે.

ઉપયોગ (Uses)

1. Obstetrics માં

  • Eclampsia (પ્રેગ્નન્ટ સ્ત્રીમાં ફીટ્સ અટકાવવા)
  • Severe pre-eclampsia (ફીટ્સ થવાને રોકવા prophylaxis)

2. અન્ય મેડિકલ ઉપયોગ

  • Severe Tetanus
  • Cardiac arrhythmia (torsades de pointes)
  • Asthma (IV infusion as bronchodilator – severe status asthmaticus)
  • Hypomagnesemia (કમ થયેલું મેગ્નેશિયમ ભરવા માટે)

ડોઝ અને રીત (Dose & Route)

  • Loading dose: 4 gm IV slowly (20% solution) + 10 gm IM (5 gm in each buttock)
  • Maintenance dose: 5 gm IM every 4 hours in alternate buttocks × 24 hours after last convulsion or delivery.

સાઇડ ઇફેક્ટ્સ (Side Effects / Toxicity)

  • શ્વાસ ધીમું થવું (Respiratory depression)
  • પેશીઓ નબળી પડવી (loss of deep tendon reflexes)
  • મૂત્રમાં ઘટાડો (oliguria)
  • કાર્ડિયાક અરેસ્ટ (અતિરિક્ત માત્રામાં)

ટોક્સિસિટી અટકાવવાનું (Prevention of Toxicity)

ત્રણ અગત્યના ક્લિનિકલ મોનીટરીંગ પોઈન્ટ્સ

  1. શ્વાસ ≥ 16 / મિનિટ હોવો જોઈએ
  2. Knee jerk / patellar reflex હાજર હોવો જોઈએ
  3. Urine output ≥ 30 ml/hour હોવો જોઈએ

આ ત્રણ પેરામીટર નોર્મલ હોય તો જ આગળની ડોઝ આપવી.

Antidote (વિષનાશક)

  • 10% Calcium Gluconate 10 ml IV ધીમે આપવું.

અથવા

અ. નોર્મલ લેબર એટલે શું? તેનું મિકેનિઝમ વર્ણવો. 08

નોર્મલ લેબર

  • નોર્મલ લેબર એટલે એવી ક્રિયા કે જેમા ફીટસ, પ્લેસન્ટા અને મેમ્બ્રેન યુટ્સમાંથી બર્થ કેનાલ મારફતે બહાર આવે છે અને તેના યુટ્રસના સ્નાયુઓ તેમજ સ્ત્રીનું આખું શરીર ભાગ ભજવે છે અને આ લેબર શબ્દ ૨૮ વીકની પ્રેગનન્સી બાદ જ વપરાય છે.
  • જો તે પહેલા આ ક્રિયા થાય તો તેને એબોર્શન કહે છે.
  • જ્યારે ફીટસ તેના સમય અને વર્ટેક્ષ પ્રેઝન્ટેશનથી જન્મે આ આખી ક્રિયા કુદરતી રીતે માતાના પ્રયાશથી જ બને તેનો સમય ૧૮ કલાકથી વધું ન થાય તેમજ કોઈ પણ જાતનું કોમ્પલીકેશન ઉભું ન થાય તેને નોર્મલ લેબર કહેવાય છે.

મીકેનિઝમ ઓફ લેબર

મીકેનીઝમ ઓફ લેબર એટલે બર્થ કેનાલ તરફ ફિટસના પેસીવ મુવમેન્ટ ની સીરીજ (લાઇન બંધ મુમેન્ટ). ઘણી મુવમેનટ જરૂરી હોય છે.કારણકે બર્થ કેનાલ શીલીન્ડ્રીકલ (નળાકાર) છે.તેના ઇન્સેટ અને આઉટ્લેટ અલગ અલગ સાઇઝ અને શેપ ના હોય છે. અને તેનો નીચેનો છેડો આગળ ઢળતો ગોળાકાર છે ફિટસ તે વળી શકે તેવુ સીલીનન્ડ્રીકલ બોડી છે. તે જન્મ વખતે પોતાને પેલ્વીક કેનાલ ના ડાયામીટર અને કર્વ વળાંક મુજબ ગોઠવણ કરે છે. નોર્મલ ડિલીવરી થાય છે.

કરાવવા માટે મીકેનીઝમ ઓફ લેબર જાણવું ખુબજ જરૂરી છે. અને તેના માટે આ કુદરતી મુવમેન્ટસ સારી રીતે પુરી રીતે સમજવી ખુબ જ જરૂરી છે. અને દરેક મુવમેન્ટ ની પાછળ રહેલ સિધ્ધાંત પણ જાણવું જરૂરી છે. આના જ્ઞાનથી નોર્મલ અને એબનોર્મલ લેબર નુ પ્રોગ્રેસ જાણી શકય છે, અને સફળતા પુર્વક ડીલીવરી કરાવી શકાય છે. વર્ટેક્સ, બ્રીચ અથવા ફેસ પ્રેઝન્ટેશન હોય તો પણ કુદરતી પધ્ધતી થી સુવાવડ કરાવી શકાય છે. અને તે જ મીકેનીઝમ છે લેબર દરમ્યાન યુટ્રાઇન અને એબ્ડોમીનલ મસલ્સ અને ડાયાફાર્મ ની ફિટસ ને બહાર ધકેલવા ની એકશન થાય છે. (એક્સપલ્જી એક્શન- બહાર કાઢવાની ક્રીયા) પેલ્વીક સર્વીક્સને પેલ્વીક ફ્લોર દ્વારા દબાણ આવે છે.

લેબર દરમિયાન નીચે મુજબની મુવમેન્ટ થાય છે.

1. Decent(ડિસેન્ટ)

2. Flexion of the head(ફ્લેક્શન ઓફ હેડ)

3. Internal rotation of the head(ઇન્ટર્નલ રોટેશન ઓફ હેડ)

4. Crowning of the head(ક્રાઉનિંગ ઓફ હેડ)

5. Extension of the head(એક્સ્ટેન્શન ઓફ હેડ)

6. Restitution (રેસ્ટિટ્યુશન)

7. Internal rotation of shoulder (ઇન્ટર્નલ રોટેશન ઓફ સોલ્ડર)

8. External rotation of head(એક્સટર્નલ રોટેશન ઓફ હેડ)

9. Lateral flexion(લેટરલ ફલેક્શન)

1) Decent (ડિસેન્ટ)

  • પ્રાઇમી ગ્રેવીડામાં ડિસેંટ લેબરના 2 વિક પહેલા થાય છે. જ્યારે હેડનું એંગેજ્મેન્ટ થાય છે, ત્યારે હેડ અને પેલ્વીસ વચ્ચે અસમાનતા થાય તો લેબરના પેલા સ્ટેજ દરમિયાન થાય છે. અને આ ડિસેંટ યુટ્રાઇન કોંટ્રાક્શનના લીધે થાય છે, અને ડિસેંટ સતત થતું રહે છે.
  • જ્યારે હેડ તરફ અવરોધ વધુ આવે છે ત્યારે ફ્લેક્શન થાય છે. અને ડાયલેટેડ સર્વીક્સ ફ્લેક્સ હેનું ડિસેંટ થવા દે છે.
  • લેબરના બીજા સ્ટેજ દરમિયાન ડિસેંટ વધુ ઝડપી બને છે. કારણકે એબ્ડોમીનલ મસલ્સ અને ડાયાફ્રામ આમાં સક્રીય ભાગ ભજવે છે અને ફિટસ બહાર આવે છે.

2) Flexion of the head (ફ્લેક્સન ઓફ હેડ)

  • લેબર દરમિયાન ફિટલ હેડ ડાયલેટીંગ ઓસ અને બર્થ કેનાલ તરફ અવરોધ રૂપ હોય છે, જેના લીધે લેબરની શરુઆતમાં હેડનું ફ્લેક્શન વધે છે. સબઓક્સીપીટલ ફંટલ ડાયામીટર કે જે 10 સેમી હોય છે કે જે બ્રીમ માં રહે છે અને તે ફ્લેક્શનનાં લીધે સબબ્રેગ્મેટીક ઓક્સીપીટો ડાયામીટર 9.5 સેમી, તે બ્રીમમાં એંગેજ થાય છે અને ફ્લેક્શન ઓફ હેડ થવાથી હેડનું વધારે ડિસેંટ થાય છે.

3) Internal rotation of the head(ઇન્ટર્નલ રોટેશન ઓફ હેડ)

  • પેલ્વીક ફ્લોરના લેટરલ હાફ ભાગમાં ફિટસના ભાગ પહોંચે તે પહેલા આગળની તરફ વળે છે. અને સીમ્ફેસીસ પ્યુબીસની વચ્ચે થાય છે.
  • રોટેશનની લમ્બાઇનો આધાર ફિટસની પોઝીશન પર રહેલો છે. દા.ત.. ફિટસની એંટીરીયર પોઝીશન હોય ત્યારે ફિટસના હેડ નો જ ભાગ પેલ્વીસ ફ્લોર ને પહેલા ટચ થાય છે. 1/8 રોટેટ થાય છે. અને લેટરલ પોઝીશન હોય તો 2/8 રોટેટ થાય છે. અને પોસ્ટીરીયર પોઝીશન હોય તો 3/8 રોટેટ થાય છે.

4) Crowning of the head(ક્રાઉનીંગ ઓફ હેડ)

  • હેડ વધુને વધુ નીચે ઉતરતું હોવાથી છેવટે હેડ નો મધ્યભાગ વલ્વા પર જોઈ શકાય છે ,જેને કાઉનીગ ઓફ ધ હેડ કહેવાય.
  • આમાં ઓક્સીપુટ નો ઊપસેલો ભાગ પોર્ટબરન્સ સીફેસીસ પ્યુબીસ ના બહાર ના ભાગ માં આવે છે. ડાયામીટર સબઓક્સીપીટો બ્રેગમેટીક થાય છે.

5) Extension of the head(એક્સટેન્શન ઓફ હેડ)

  • એસ્ટેંશન એ એક મુવમેન્ટ છે કે જેમાં નેક ઓફ ધ હેડ આર્ચ ઓફ સીમ્ફેસીસ પ્યુબીસ પર હોય છે. જ્યારે સીંસીપુટ, ફેસ અને ચીન પેરીનીયમ પર જોવા મળે છે.

6) Restitution(રેસ્ટિટ્યુશન)

  • હેડના ઇંટરનલ રોટેશન દરમિયાન નેક ટ્વીસ્ટ થયેલી હોય છે અને જે એક્સટર્નલ રોટેશન ઓફ ધ હેડ ની સાથે આ ટ્વીસ્ટ દૂર થાય છે અને બોડી અને નેક એક લાઇન માં આવી જાય છે, જેને રેસ્ટિટ્યૂશન કહે છે. આ વખતે બેબીનો ફેસ માતાની થાઈ સામે આવી જાય છે. (રાઈટ કે લેફ્ટ).

7) Internal rotation of the shoulder(ઇન્ટર્નલ રોટેશન ઓફ સોલ્ડર)

  • હેની માફક શોલ્ડર પણ પેલ્વીક ફ્લોરને ટચ થાય છે અને આગળની તરફ રોટેટ થાય છે. અને આઉટલેટના એન્ટીરીયર પોસ્ટીરીયર ડાયામીટરમાં આવે છે અને 1/8 સર્કલ રોટેટ થવાથી શોલ્ડર પેલ્વીક બ્રીમમાં એંગેજ થાય છે.

8) External rotation of the head(એક્સટર્નલ રોટેશન ઓફ હેડ)

  • ઇન્ટરનલ રોટેશન ઓફ ધ શોલ્ડરની સાથે ટર્નીંગ ઓફ હેડ થાય છે. હેડ રેસ્ટીટ્યુશન વખતે જે ડાયરેક્શનમાં રોટેટ થાય છે તે જ ડાયરેક્શનમાં 1/8 સર્કલ રોટેટ થાય છે.

9) Lateral flexion of the body(લેટરલ ફ્લેક્શન ઓફ બોડી)

  • બર્થ કેનાલમાથી બહાર નીકળતા સમયે ફિટસની સાઇઝ બર્થ કેનાલ ના કર્વ પ્રમાણે બેંડ થાય છે .સૌ પ્રથમ હેડ ને નીચે કરી એન્ટીરીયર સોલ્ડર અને અપવર્ડ ઊંચું કરીને પોસ્ટીરીયર શોલ્ડર ની ડીલીવરી કરીને પૂરી બોડીની ડીલીવરી થાય છે.

બ. મેસ્ટ્રુઅલ ડિસઓર્ડરમાં એ.એન.એમ ની ભૂમિકા લખો.04

મેસ્ટ્રુઅલ ડિસઓર્ડરમાં એ.એન.એમ ની ભૂમિકા

1. સ્વાસ્થ્ય શિક્ષણ (Health Education)

  • કિશોરીઓ અને સ્ત્રીઓને સામાન્ય માસિક ચક્ર વિશે સમજાવવું.
  • માસિક દરમ્યાન વ્યક્તિગત સ્વચ્છતા (sanitary pads, clean cloth, disposal) અંગે માર્ગદર્શન આપવું.
  • અયોગ્ય માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે જાગૃતિ લાવવી.

2. સલાહ અને માર્ગદર્શન (Counseling & Guidance)

  • Menorrhagia, Dysmenorrhea, Oligomenorrhea, Amenorrhea જેવા લક્ષણો જણાય તો સમયસર ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવી.
  • પોષણ અને આહાર અંગે સલાહ આપવી (લોહતત્વ સમૃદ્ધ આહાર, પૂરતું પાણી, વિટામિન).
  • માનસિક તાણ ઘટાડવા માટે સહાયતા આપવી.

3. પ્રાથમિક સારવાર અને રેફરલ (Primary Care & Referral)

  • જરૂરી હોય ત્યારે પેઇન-રિલીવિંગ દવાઓ (Paracetamol વગેરે) આપવી.
  • તીવ્ર રક્તસ્ત્રાવ, એનીયમિયા, કે માસિકના ગંભીર વિકારોમાં તરત higher center પર રેફર કરવું.

4. પ્રિવેન્શન અને સમુદાય કાર્ય (Prevention & Community Role)

  • શાળાઓમાં કિશોરીઓ માટે “Adolescent Reproductive and Sexual Health (ARSH)” હેઠળ સત્રો લેવાં.
  • માસિક સ્વચ્છતા વિષયક જાગૃતિ કાર્યક્રમો ચલાવવાં.
  • એનિમિયા ચકાસણી (Hb Test) અને આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ્સનું વિતરણ કરવું.

પ્રશ્ન – ૩ નીચેના પ્રશ્નોના જવાબ આપો. (કોઈપણ બે) (6×2=12)

અ. પ્રીમેચ્યોર બેબીની વ્યાખ્યા આપી તેના કારણો લખો.

પ્રીમેચ્યોર બેબી

જ્યારે બાળકનો જન્મ ગર્ભાવસ્થાના 37 સપ્તાહ પહેલા (અપૂર્ણ ગર્ભાવસ્થા) થાય છે, ત્યારે તેને પ્રીમેચ્યોર બેબી કહેવામાં આવે છે. સામાન્ય ગર્ભાવસ્થા 40 સપ્તાહ સુધીની હોય છે.

પ્રીમેચ્યોર બેબી થવાના કારણો

1. માતૃત્વ સંબંધિત કારણો

  • ગર્ભાશયની અસામાન્યતા (જેમ કે બાઈકોર્ન્યુએટ યુટરસ, ઇન્કમ્પિટન્ટ સર્વિક્સ)
  • હાઈપરટેન્શન, પ્રિ-એક્લેમ્પસિયા
  • ડાયાબિટીસ, એનિમિયા અથવા થાઇરોઇડ ડિસઓર્ડર
  • ઇન્ફેક્શન (યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, વજાઈનલ ઇન્ફેક્શન)
  • ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન, દારૂ અથવા ડ્રગ્સનો ઉપયોગ
  • માતાનું ઓછી ઉંમર (<18 વર્ષ) અથવા વધારે ઉંમર (>35 વર્ષ)

2. ગર્ભાવસ્થા સંબંધિત કારણો

  • મલ્ટિપલ પ્રેગ્નન્સી (ટ્વિન્સ, ટ્રિપ્લેટ્સ)
  • પ્લેસેંટાના રોગ (Placenta previa, Placental abruption)
  • અમ્નિયોટિક ફ્લુઇડની સમસ્યા (Polyhydramnios / Oligohydramnios)
  • પ્રીમેચ્યોર રૂપ્રચર ઑફ મેમ્બ્રેન (PROM)

3. ભ્રૂણ સંબંધિત કારણો

  • જન્ય ત્રુટિ (Congenital anomalies)
  • ઇન્ટ્રા-યુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન (IUGR)
  • ફીટલ ઇન્ફેક્શન

4. સામાજિક અને પર્યાવરણ સંબંધિત કારણો

  • કુપોષણ (Malnutrition)
  • અતિશય શારીરિક પરિશ્રમ
  • ગરીબી, સ્ટ્રેસ અને અપૂરતી પ્રિનેટલ કાળજી
  • પ્રદૂષણ અને અસુરક્ષિત પર્યાવરણ

બ. લેબર ના ત્રીજા તબક્કાનો મેનેજમેન્ટ વર્ણવો.

ACTIVE MANAGEMENT OF THIRD STAGE OF LABOUR (AMTSL) – એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર

(1) યુટેરોટોનીક ડ્રગ્સ:

  • સેકંડ બેબી નથી તેની ખાતરી કર્યા બાદ ઇન્જેક્શન ઓક્સીટોસીન ૧૦ યુનીટ આઇ. એમ. આપવું.
  • ઇન્જેક્શન ઓક્સીટોસીન ઉપલબ્ધ ન હોય તો મિઝોપ્રોસ્ટોલ ટેબલેટ (૬૦૦ માઇક્રોગ્રામ) ઓરલી આપવી.

(2) કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી):

  • કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી) પ્રક્રિયા કરવાની રીત :
  • જ્યારે યુટરસ કોન્ટ્રાકટેડ હોય ત્યારે જ આપવી.
  • એક ફોર્સેપ્સ વડે નાળના માતા તરફના ભાગને જનન પ્રદેશની નજીકથી પકડો.
  • ફોરસેપ્સ લગાળેલા આ છેડા તથા ફોર્સેપ્સ અને એક હાથ વડે પકડો.
  • બીજા હાથ સ્ત્રીના પેઠુંના અસ્થિના બરાબર ઉપરના ભાગ ઉપર મુકો.
  • આ હાથ નિયંત્રિત નાળ તણાવ દરમ્યાન ગર્ભાશયના ઉપરના ભાગ ઉપર પ્રતિ તણાવ ( વિરુધ્ધ દિશામાં /ઉપર તરફ દબાણ) લગાવીને ગર્ભાશયને સ્થિર રાખવા માટે છે.
  • નાળ ઉપર થોડોક તણાવ રાખો અને ગર્ભાશયનું પ્રબળ સંકોચન થવાની રાહ જોવો.
  • જ્યારે ગર્ભાશય સંકોચાય જેનો ખ્યાલ ગર્ભાશયના સખત અને ગોળાકાર થવાથી આવે છે.
  • અથવા જ્યારે નાળનો યોની દ્વારા બહારનો ભાગ લાબો થાય ત્યારે ઓરની પ્રસુતિ કરાવવા માટે નાળને હળવેથી નીચે તરફ ખેર્ચો બીજા હાથ વળે ગર્ભાશય ઉપર પ્રતિ તણાવ આપવાનું ચાલુ રાખો.
  • જો સી.સી.ટી શરૂ કર્યા બાદ ૩૦ થી ૪૦ સેકંડમા ઓર (પ્લેસંટા) નીચે આવતી ન લાગે એટલે કે ઓર (પ્લેસંટા) છુટી પડવાના કોઇ પ્રકારના લક્ષણો ન જણાય તો નાળ ઉપર તણાવ લગાવવાનું ચાલુ ન રાખો.

પ્લેસેન્ટા છુટું પડવાના લક્ષણો નીચે મુજબ છે:

  • ગર્ભાશય સખત અને ગોળાકાર (ગર્ભાશય નું સંકોચન) બને છે.
  • નાળનો યોની દ્વારની બહાર તરફનો ભાગ લાંબો થાય છે.
  • જ્યારે ઓર (પ્લેસંટા) છુટી પડે છે ત્યારે લોહી અચાનક ઉછળીને બહાર ધસી નીકળે છે.
  • જો ગર્ભાશયના ઉપરના ભાગને ધીમેથી ઉપર નાભી તરફ ઠેલવામાં આવશે તો નાળ યોની માર્ગમા પાછી નહી જાય.
  • ગર્ભાશયના બીજા સંકોચન માટે રાહ જુવો. અને ફરીથી પ્રતિતણાવ આપતા રહી કંટ્રોલ કોર્ડ ટ્રેકશન(સી.સી.ટી)નું પુનરાવર્તન કરો.
  • જેવી પ્લેસંટા બહાર આવે છે કે તરત જ તેના પડ ફાટી ન જાય તે માટે તેને બન્ને હાથ વડે પકડી લો.
  • જો પડ આપોઆપ બહાર ન આવે તો ઓરને ધીમે ધીમે ફેરવો. જેથી વળ ચઢવાથી પળ દોરડી જેવું બની જાય અને ત્યારબાદ તેમને છુટા પાડવામાં સહાય કરવા તેમને ઉપર નીચે કરો જો તેમને ખેચવામાં આવે તો પળ પાતળુ હોવાથી તે ફાટી જવાની અને ગર્ભાશયમા રહી જવાની શક્યતા રહે છે.
  • જો પડ ફાટી જાય તો યોનીમાર્ગનો ઉપરનો ભાગ તથા ગર્ભાશયનું મુખ કાળજીપુર્વક તપાસો. અને જો પળનો કોઇ ટુકડા હોય તો તમારી આંગળીઓ કે સ્પંજ ફોરસેપ્સનો ઉપયોગ કરીને તેમને બહાર કાઢો.
  • યાદ રાખો તમારે બીજા હાથ વડે પેઢુના અસ્થિના ભાગે પ્રતિતણાવ (પુશ) લગાળ્યા વગર ક્યારેય નાળ તણાવ (પુશ)લગાવવો જોઇએ નહીં.

(3) યુટરાઇન મસાજ અને ગઠ્ઠા કાઢવાની રીત :

  • હથેળીને વાળીને યુટરસના ફંડસ પર રાખવી અને સીધા કોન્ટ્રાકશનને અનુભવવા.
  • યુટરસના ફંડસને સરક્યુલર મોશનમાં હથેળીને વાળીને જ્યાં સુધી સારા કોન્ટ્રાક્શન ન આવે ત્યાં સુધી મસાજ કરવું જો યુટરસ ફુલી કોન્ટ્રેકટેક હશે તો કિકેટના દડા જેવું હાર્ડ અનુભવાશે.
  • જ્યારે યુટરસ કોન્ટ્રેકટેડ હોય ત્યારે તમારી આગળીઓને ફડસના પાછળના ભાગે રાખીને નીચેની બાજુએ ધક્કો મારવો જેથી સ્મુથ રીતે ક્લોટસ બહાર આવશે.
  • બ્લડને કન્ટેઇનરમાં ભેગું કરવું અથવા વલ્વાની નજીક ચોખ્ખી પ્લાસ્ટિક શીટ રાખી ભેગું કરવું કેટલા પ્રમાણમાં બ્લડ લોસ થયુ તેના તારણ કાઢીને રેકોર્ડ કરવું.

(4) પ્લેસન્ટા ,મેમ્બ્રેન અને અંબીલીકલ કોર્ડની તપાસ કરવાની રીત :

પ્લેસંટાની માતા તરફની સપાટી:

  • તમારી હથેળીઓ સીધી રાખીને પ્લેસંટાની માતા તરફની સપાટી તમારી તરફ રહે તે રીતે પ્લેસંટાને બે હથેળીઓમા પકડો.
  • નીચે મુજબ તપાસ કરો
  • તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) હોવા જોઇએ.
  • તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) એક્બીજા સાથે બંધબેસતા અને એકત્રીત હોવા જોઇએ.
  • માતા તરફની સપાટીને પાણી વડે કાળજીપૂર્વક સાફ કર્યા બાદ તે ચળકતી છે કે નહીં તે જોવું.
  • જો કોઇ ભાગ ખુટતો હોય અથવા નાના ભાગો (લોબ્યુલ્સ) એકબીજા સાથે બંધબેસતા ન આવતા હોય તો ગર્ભાશયમાં પ્લેસંટાના ટુકડા રહી ગયા હોવાની શંકા કરો.

પ્લેસંટાની શિશુ તરફની સપાટી:

  • એક હાથમાં નાળ પકડો અને પ્લેસંટા તથા મેમ્બ્રેનને ઉંધી વળી ગયેલી છત્રીની જેમ લટકતી રાખો.
  • નાળની રક્તવાહીનીઓ નાળમાથી પસાર થતી જોઇ શકાશે.
  • મુક્ત છેડા વાળી રક્તવાહીનીઓ અને કાણાં માટે તપાસ કરો જે ગર્ભાશયમાં કોઇ ભાગ રહી ગયાનું દર્શાવી શકે છે.
  • નાળના પ્રવેશની તપાસ કરો. ખાસ કરીને તે ભાગની તપાસ કરો જ્યાં નાળ પડમાં દાખલ થાય છે અને પછી જયાંથી પ્લેસંટા તરફ આગળ વધે છે.

મેમ્બ્રેન (પડ) :

  • કોરીયોન ગર્ભાશયના સંપર્કમાં રહેતુ પડ છે. તે ખરબચડુ અને જાડું હોય છે.
  • એમ્નિઓન અંદરનું પડ છે જે પાતળું અને ચળકતું હોય છે.
  • એમ્નિઓન નાળાના પ્રવેશવાના ભાગ સુધી છુટુ પાડી શકાય છે.
  • જે ભાગમાંથી પડ તુટ્યા હોય અને બાળક બહાર આવ્યુ હોય તે તુટેલા ભાગની કિનારમાં બન્ને મેમ્બ્રેસ જોઇ શકાય છે.
  • જો મેમ્બ્રેસના ટુકડા થયા ગયા હોય તેમને ભેગા ગોઠવો અને ખાતરી કરી કે તે પુરેપુરા છે.

કોર્ડ (નાળ) :

  • નાળની તપાસ કરવી જોઇએ તેમા બે ધમનીઓ અને એક શિરા હોય છે જો એક જ ધમની જોવા મળે તો બાળકને જન્મજાત વિકૃતિ છે કે કેમ તેની તપાસ કરો.
  • લોઅર વજાયના અને પેરીનીયમનું નિરીક્ષણ:
  • ધ્યાન રાખવું કે પુરતા પ્રમાણમાં લાઇટ પેરીનીયમ પર પડે.
  • ગ્લોઝ પહેરીને હળવેથી લેબીયાને અલગ કરવા અને પેરીનીયમ અને વજાઇનાને બ્લીડીંગ તેમજ ટેર માટે તપાસવાં.
  • જો તિરાડ હોય તો તેને શોધીને તેનું તાત્કાલિક મેનેજમેન્ટ કરવું.
  • વલ્વા અને પેરીનીયમને વોર્મ પાણીથી હળવેથી સાફ કરવા અથવા એન્ટીસેપ્ટીક સોલ્યુશન વાપરવું અને ચોખ્ખા અને સોફ્ટ કપડાથી સુકવવું.
  • ચોખ્ખા/તડકામાં સુકવેલાં કપડાં અથવા પેડને પેરીનીયમ પર રાખવું
  • ભીની ગંદી પથારીને દૂર કરીને મધરને કમ્ફરટેબલ પોઝીશીન આપવી.

ક. પી.પી.એચ એટલે શું? તેની સારવાર લખો.

પોસ્ટ પાર્ટમ હેમરેજ

Definition : બાળક ના જન્મ થાય ત્યારથી 6 વિક સુધી જનાયલ ટ્રેક દ્વારા ૫૦૦ ml કરતા વધારે પડતું બ્લીડીંગ થાય તેવી સ્થિતિ ને પોસ્ટ પાર્ટુમ હેમરેજ કહેવામાં આવે છે.

પ્રકાર (Types of PPH):

1. Primary PPH:

  • ડિલિવરી પછીના 24 કલાકમાં થતો રક્તસ્રાવ

2. Secondary (Late) PPH:

  • ડિલિવરી પછીના 24 કલાકથી લઈ 6 અઠવાડિયાંની વચ્ચે થતો રક્તસ્રાવ

PPH ની સારવાર

1. ઈનિશિયલ ઇમરજન્સી મેનેજમેન્ટ

  • માતાને તરત શરીર નિરીક્ષણ. (vital signs: BP, pulse)
  • પગ ઊંચા કરાવવાં. (ટ્રેન્ડલેનર્બગ પોઝિશન)
  • ફલુડ શરૂ કરવા. (નોર્મલ સલાઈન/રીંગર લેકટેટ)
  • ઓક્સિજન આપવું.

2. મેડીકેશન (યુટેરોટોનિક્સ)

  • ઇન્જેક્શન ઓક્સીટોસિન (10 IU IV/IM) – પ્રથમ પસંદગી
  • ઇન્જેક્શન મિથાઈલ અર્ગોમેટ્રાઇન (0.2 mg IM) – જો કોન્ટ્રાઇન્ડિકેશન ન હોય
  • ટેબલેટ મેઝોપ્રોસ્ટોલ (800 mcg per rectal)
  • ઇન્જેક્શન કાર્બોપ્રોસ્ટ(15-મિથાઈલ PGF2α) – જો અન્ય દવાઓ અસફળ થાય

3. મેન્યુઅલ રિમૂવલ અથવા સર્જીકલ ઇન્ટરનેશન

  • પ્લેસેન્ટા હોય તો મેન્યુઅલ રિમૂવલ ઓફ પ્લેસેન્ટા.
  • બાય મેન્યુઅલ યુટેરાઇન મસાજ – ગર્ભાશય સંકોચન માટે.
  • ટેર હોય તો જનાઈટલ ટ્રેક ઇન્જરીને રીપેર કરવી.
  • જો બધું નિષ્ફળ જાય તો સર્જીકલ પ્રોસિજર.

4. મોનિટરિંગ એન્ડ સપોર્ટીવ કેર

  • વાઈટલ સાઇનનું સતત નિરીક્ષણ.
  • બ્લડ ટ્રાન્સફયુઝન જો જરૂરી હોય.
  • એન્ટીબાયોટિક આપવી – સેકન્ડરી ઇન્ફેક્શનથી બચવા.
  • કાઉન્સિલિંગ અને ઓબ્ઝર્વ કરી ડિસ્ચાર્જ કરવું.

ડ. સિઝેરિયન સેક્શન એટલે શું? તે કરવાના ઇન્ડિકેશન્સ લખો.

સીઝેરીયન સેક્શન

Definition : 28 વિકની પ્રેગનન્સી પછી એબ્ડૉમન અને યુટેરાઇન વોલ પર ઇન્સીસન (કટ) મુકીને ફીટસની એબડોમીનલ ડીલીવરી કરાવવામાં આવે તેને સીઝરીયન સેક્શન કહે છે.

  • સીઝેરિયન સેક્શન એ બાળકને જન્મ આપવાનો સર્જિકલ (શસ્ત્રક્રિયાત્મક) ઉપાય છે, જેમાં માતાના પેટ અને ગર્ભાશય પર ચીરા કરીને બાળકને બહાર કાઢવામાં આવે છે.
  • જ્યારે કુદરતી રીતે બાળકનો જન્મ શક્ય ન હોય, ત્યારે સીઝેરિયન ઓપરેશન દ્વારા બાળક જન્મે છે.

પ્રકાર

1. લોઅર સેગમેન્ટ સિઝેરીયન સેક્શન (LSCS):

  • સૌથી સામાન્ય પ્રકાર, ગર્ભાશયના નીચેના ભાગમાં ચીરો પાડવામાં આવે છે.

2. ક્લાસિક સિઝેરિયન સેક્શન:

  • ઊભો ચીરો ગર્ભાશયના ઉપરના ભાગમાં પાડવામાં આવે છે. હવે વધુ ઉપયોગમાં આવતો નથી.

ઇન્ડીકેશન

  • મેડીકલ ડીસઓર્ડર ડાયાબીટીસ, હાયપરટેન્સન વજાયનલ ડીલીવરી પોસિબલ નથી
  • એબ્રપ્ટિયો પ્લેસેન્ટા
  • માલ પ્રેઝન્ટેશન
  • પ્રીવિયસ સીઝેરીયન
  • કોન્ટ્રાક્ટેડ પેલ્વીસ
  • એન્ટીપાટર્મ હેમરેજ
  • કાર્સીનોમા ઓફ સર્વિક્સ
  • ફીટલ ડીસ્ટ્રેસ
  • ડીસ્ટોસીયા
  • લાર્જ ફીટસ
  • ઇનઇફેક્ટીવ કોન્ટ્રાકશન
  • પીઆઇ એચ.
  • ગ્રોથ રીટાર્ડ ફીટસ

પ્રશ્ન – ૪ ટૂંક નોંધ લખો. (કોઈપણ ત્રણ)(12)

1.એન્ટી પાર્ટમ હેમરેજ(APH)

એન્ટી પાર્ટમ હેમરેજ

  • પ્રેગન્સીના ૨૮ વીક બાદ જનાઈટલ ટ્રેકટ માથી થતા બિલ્ડીંગ ને એન્ટી પાર્ટમ હેમરેજ કહેવાય છે.
  • ૩ થી ૫% કેશોમાં એ.પી.એચ. જોવા મળે છે.
  • એ.પી.એચ. નું પ્રમાણ પ્રાઈમીપારા કરતાં મલ્ટીપારામાં ત્રણ ગણું વધારે હોય છે.

એ.પી.એચ. ના કારણો:

એ.પી.એચ થવાના કારણો નીચે મુજબ છે

૧) પ્લેસંટલબ્લીડીંગ (૭૦%)

૨) એક્સ્ટ્રાપ્લેસંટલ કારણો (૫%)

૩) અનએપ્લેન (૨૫%)

૧) પ્લેસંટલબ્લીડીંગ (૭૦%)

  • પ્લાસન્ટાપ્રિવીયા
  • એબ્રેપ્સીયોપ્લાસન્ટા

૨)પ્લાસન્ટા સીવાયના કારણો

  • સવાઈકલપોલીપ
  • સર્વિકસનુ કેન્સર
  • વેરીકોઈઝવેઈન
  • લોકલ કાઈ ઈજા થઈ હોય

૩.અન્ય કારણો

  • વાઝાપ્રીવીયા (ફિટલ મેમ્બ્રેનમાંથી બ્લીડીંગ થતું હોય)
  • યુટેરાઈન રપ્ચર

2.હાઈપર એમેસીસ ગ્રેવીડમ

હાઈપર એમેસીસગ્રેવીડમ

  • પ્રેગન્સીમા વધારે પ્રમાણમા થતી નોસીઆ અને વોમેટીંગ કે જેમાં માતાના આરોગ્ય પર ખરાબ રીતે અસર થાય છે,અને માતાની દૈનીક ક્રિયામાં અવરોદ આવે છે તેને હાઈપરએમેસી સગ્રેવીડમ કહે છે.

ક્યારે જોવા મળે ?

  • પ્રઈમીપારા હોય
  • પ્રથમ ટ્રાઈમેસ્ટર
  • મલ્ટીપલપ્રેગનેન્સી
  • હાઈડેટીડીફોર્મ મોલ
  • ફેમીલી હીસ્ટ્રી
  • અનપ્લાન પ્રેગનેન્સી
  • પ્રિવીયસપ્રેગનેન્સી

શા માટે થાય છે ?

  • કોર્યોનીકગોનાડ્રોફીન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનહોર્મોનનું પ્રમાણ વધવાથી.
  • સાયકોજેનીક
  • વિટામીન-બી,કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનીડે ફીસીયન્સી.
  • ગેસ્ટ્રીક મોટીલીટી ઘટવાથી

સારવાર

  • ૧) નોસીઆ અને વોમેટીંગ ની હીસ્ટ્રીલેવી.
  • ૨) ખોરાકમાં બી-કોમ્પ્લેકક્ષ અને પ્રોટીન વાળો ખોરાક આપવો.
  • ૩) કાર્બોહાઇડ્રેટફૂડજેવુ કે બ્રેડ અને ટોસ્ટ ચાલુ કરવા
  • ૪) જરૂર પડે તો ઓરલફીડીંગ બંધ કરી આઈ.વી.ફ્લુડ આપવા
  • ૫) ક્યારેક રાઈલ્ઝટ્યુબ વડે પણ ફીડીંગ આપી શકાય છે.
  • ૬) એન્ટી ઇમેટીક દવાઓ આપવી
  • ૭) હાઈપરએ મેસી સપ્રોગ્રેસ ચાર્ટ બનાવવો.
  • ૮) ઈનટેક આઉટ પુટ ચાર્ટ બનાવવો
  • ૯) વાઇટલસાઈન લેવા
  • ૧૦) પહેલા ઓરલી થોડું થોડું ચાલુ કર્યા બાદ જ આઈ.વી. ફ્લુઇડ બંધ કરવું.
  • ૧૧) થોડો ખોરાક થોડા થોડાસમયે આપવો અને ત્યારબાદ ધીમે ધીમે ફુલ ડાઇટ ચાલુ કરવુ
  • ૧૨) જો વોમિટીંગ સતત રહે અને બંધ ન થાય તો એમ.ટી.પી કરવાની જરૂર પડે
  • ૧૩) માતા અને ફીટસનુમોનીટર કરવુ
  • ૧૪) સાયકોલોજીકલ પોર્ટ આપવો

3.લોકીયા

લોકીયા

પરપ્યુરીયમ પિરીયડ દરમ્યાન થતા વજાઇનલ ડીસ્ચાર્જને લોકીયા કહે છે.

તેના પ્રકાર ત્રણ પ્રકાર છે.

(૧) લોકીયા રુબ્રા

(૨) લોકીયા સીરોઝા

(૩) લોકીયા આલ્બા

1. લોકીયા રુબ્રા

  • ડીલેવરી બાદના ૧ થી ૪ દિવસ દરમ્યાન થતા વજીનલ ડીસ્ચાર્જને લોકીયા રુબ્રા કહેવામા આવે છે.
  • જે નોર્મલી લાલ કલરનો હોય છે.
  • આમા એમ્નીઓટીક ફ્લ્યુઈડ વરનીક્સ કેસીયોસા વગેરે હોય છે.

2. લોકીયા સીરોઝા

  • ડીલેવરી પછીના ૫ થી ૯ દિવસ દરમ્યાન થતા વજાઇનલ ડીસ્ચાર્જને લોકીયા સીરોઝા કહેવામાં આવે છે.
  • આ ગુલાબી કલરનો હોય છે અને ધીમે ધીમે બ્રાઉન કલરનો બને છે.
  • આમા બ્લડ પ્રામાણ ઓછુ અને સીરમ નું પ્રમાણ વધારે હોય છે.

3. લોકીયા આલ્બા

  • ડીલેવરી બાદના ૧૦ થી ૧૫ દિવસ દરમ્યાન તથા વજાઇનલ ડીસ્ચાર્જને લોકીયા આલ્બા કહેવામાં આવે છે.
  • જે વાઈટ કલરનો હોય છે.
  • આમા સરવાઈકલ મ્યુક્સ બહાર આવે છે ઘણી વખત સાધારણ બ્લીડીંગ પણ જોવા મળે છે આ નોર્મલ કંડીશન છે.
  • જો લાલ કલરનો લોકીયા ઘણા દિવસ સુધી જોવા મળે તો સમજવું કે યુટરસ કઈક પ્રોડક્ટસ જેવી કે પ્લેસેન્ટાના પીસ કે મેમ્બ્રેનનો પીસ રહી ગયેલ છે.
  • તેથી યુટરસ ઈરીટેડ થઈ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે.

4.મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી(MTP)

મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી

  • થેરાપ્યુટીક એબોર્શનને મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી કહે છે પ્રેગ્નેન્સીના લીધે માતાની તંદુરસ્તી જોખમકારક હોય ત્યારે ડોકટરની દેખરેખ હેઠળ એબોર્શન કરાવવમાં આવે છે તેને થેરાપ્યુટીક એબોર્શન કહે છે
  • ૧૯૭૧ કાયદો એબોર્શનનો આમાં ઘડાયો અને ૧ એપ્રીલ ૧૯૭૨ મા અમલમા આવ્યો અને revised ૧૯૭૫ થયો. આ MTP ને કુંટુંબ કલ્યાણ રૂપના ભાગ રૂપે ગણવામા આવે છે જ્યારે આ કાયદો ઘડાયો ન હતો ત્યારે એક વખત ગર્ભ રહી જાય પછી કોઇ રસ્તો નહતો પુરા મહીને તે બાળક જન્મે અને આવી મરજી ના હોય છતા રહી ગયેલા ગર્ભને જન્મ આપવો પડે તેથી ભારત સરકારે આ MTP એક્ટ લાગુ પડ્યોઆવા અણવાંછીત બાળકોના જન્મ ઓછા થાય તેથી કુંટુબ,સમાજ અને સરકારરની વસ્તીવધારો ઓછો થાય અને MTP કરવાનું સરળ બને તે માટે જુદી જુદી બે પધ્ધતીઓ વિકસાવામાં આવી.
  • ગર્ભપાત કાયદેસર છે જે સ્ત્રીમાં ગર્ભરહી ગયેલો હોય અને તેણીએ તે બાળકને જન્મ આપવા માગતી નાહોય તો ગર્ભપાત કરાવી શકાય ભારત સરકારે સ્ત્રીઓના એક અધિકારમાનો એક છે તેમ જાહેર કર્યું છે આ ગર્ભપાતમાં હમખાસકા શબ્દ વપરાય છે
  • હ-હક્ક છે
  • મ-મફત છે
  • ખા-ખાનગી છે
  • સ-સલામત છે
  • કા-કાયદેસર છે
  • ઇન્ડીયન લો પ્રમાણે એબોર્શન ૨૦ અઠવાડીયા સુધી કરવામાં આવે છે.૧૨ અઠવાડીયા સુધી એક રજીસ્ટ્રર મેડીકલ પ્રેક્ટીશનર અને ૧૨-૨૦ અઠવાડીયામા બે
  • રજીસ્ટ્રરમેડીકલપ્રેક્ટીશનર નો અભિપ્રાય જરૂરી છે.
  • દર્દીની લેખિત મા સંમતી અને જો દર્દી ની ઉમંર ૧૮ વર્ષ થી નીચે હોય કે માનસિક આરોગ્ય સારુ ના હોય તેવા કિસ્સા મા વાલીની લેખિત બાહેદરી જરૂરી છે.

MTP કોણ કરી શકે

  • ચીફ મેડિકલ ઓફિસર અથવા સિવિલ સર્જન અને તાલીમ લીધેલ મેડીકલ ઓફીસર
  • ઓબ્સ્ટેટ્રિક્સ સ્ટ્રીક અને ગાયનેકોલોજિસ્ટ એક વર્ષનો અનુભવ

થેરાપ્યુટીક એબોર્શન કરવાના કારણો

  • પ્રેગ્નન્સીના લીધે માતાની તંદુરસ્તી જોખમાતી હોય કે બાળકના જન્મથી થતા
  • દબાણને માતા સહન ના કરી શકે તેમ હોય ત્યારે .
  • હાર્ટડીસીઝ હોય, સિવિયર એનીમીયા હોય ટીબી થયો હોય અને માતાની માનસીક સ્થિતી સારી ના હોય
  • કુટુંબનિયોજનની પદ્ધતિ નિષ્ફળ થઇ ગયેલ હોય ત્યારે
  • પતિ અને પત્ની બન્ને ને બાળક ના જોઈતુ હોય ત્યારે
  • આવનાર બાળક ખોડખાંપણ વાળુ હોય ત્યારે
  • પ્રેગ્નન્સી બળાત્કારને લીધે રહી ગઇ હોય ત્યારે
  • કાયદા હેઠળ પતિ અને પત્ની બન્ને એબોર્શન કરાવવા માટે સહમત હોય ત્યારે

5.કાંગારુ મધર કેર(KMC)

Definition : બાળકને મધર ફાધર કે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ દ્વારા ચામડીથી ચામડીના સ્પર્શ દ્વારા બાળકને હુંફ આપી બાળકને ઠંડુ પડતા અટકાવવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે છે તેને કાંગારૂ મધર કેર કહે છે.

  • આ એક નવજાત શિશુની સંભાળ માટેની અગત્યની પદ્ધતિ છે તેમાં નવજાત શિશુનો જન્મ થાય કે તરત જ માતાના શરીર સાથે કપડાના આવરણ સિવાય સીધો સ્પર્શ કરવાથી બાળકને ગરમાવો આપી શકાય. ખાસ કરીને ૨ કિ.ગ્રા. થી ઓછા વજનવાળા બાળકને ખાસ KMC આપવાની જરૂર પડે છે.
  • નોર્મલી બધા જ બાળકોને જન્મ પછી કાંગારુ મધર કેર આપવી જરૂરી છે. 30 થી 35% બાળકો જન્મ સમયે નબળા હોય છે અને હોસ્પિટલમાં દવા કરાવી ખર્ચાળ આવા સંજોગોમાં કાંગારુ કેર આપવી ખૂબ જ જરૂરી બને છે.

🔸કાંગારૂ મધર કેર આપવાના પગથીયા

  • સૌપ્રથમ બેબી આઉટ થયા પછી બેબીને કોર્ડ કટ કર્યા સિવાય મધરના સાથળ કે મધરના પેટ પર મૂકવું.
  • ત્યારબાદ કોર્ડ કટ કરવી.
  • રૂમ ઠંડા પવનથી સુરક્ષિત હોવો જોઈએ.
  • ત્યારબાદ બેબીને કોરા કપડાથી લૂછીને કોરા કપડામાં લપેટી દો.
  • બાળકને ખુલ્લા કરી માતાની છાતી અને પેટ સાથે અડકાડીને રાખો.
  • બાળકને ઋતુ અનુસાર ગરમ ચોખ્ખા કપડા પહેરાવવા.

🔸કાંગારુ મધર કેર આપવાની રીત

  • બાળકને માતાના બંને સ્તન વચ્ચે ઊભો રહે તેમ ગોઠવો.
  • બાળકનું માથું એક તરફ ફેરવો અને થોડું ઊંચું રાખો જેથી તેનો શ્વાસ માર્ગ ખુલ્લો રહે અને માતા બાળકની આંખો મળે.
  • બાળકના બંને પગ દેડકા જેવી સ્થિતિમાં રહે તેમ ગોઠવો.
  • બાળકનું પેટ માતાના પેટને અડે તે સ્થિતિમાં બાળકને ગોઠવો.
  • માતાના શ્વાસોશ્વાસથી બાળકના શ્વાસ ઉત્તેજિત થાય છે.
  • બાળકના બેઠકના ભાગને જોળી વડે આધાર આપો.

🔸કાંગારૂ મધર કેરના ફાયદા

  • આ એક સર્વાંગી શ્રેષ્ઠ પદ્ધતિ છે જેનાથી બાળકના શરીરને હુંફાળું રાખી શકાય છે.
  • બાળકને ચેપ લાગતો અટકાવી શકાય છે.
  • સતત સ્પર્શના કારણે માતાને ધાવણ વધુ આવે છે વારંવાર ધવડાવવાનું સહેલું પડે છે જેના કારણે બાળકનું વજન સારી રીતે વધે છે.
  • બાળકને સલામતીનો અનુભવ થાય છે અને બાળકનો માનસિક વિકાસ સારો થાય છે.
  • બાળક અને માતા વચ્ચે સ્નેહ બંધાઈ રહે છે.

પ્ર-5 નીચેનામાંથી કોઈપણ છ વ્યાખ્યા લખો.(12)

1.રેક્ટો વજાઈનલ ફિસ્ચુલા (R.V.F.) :રેક્ટો-વજાઇનલ ફિસ્ચુલા એ એક અસામાન્ય ચેનલ અથવા માર્ગ છે જે રેક્ટમ (મળાશય) અને વજાઇના (યોની) વચ્ચે બને છે. આ કારણે મળ (stool) અથવા વાયુ (flatus) યોનિ દ્વારા બહાર આવી શકે છે.

કારણો

  • પ્રસુતિ સંબંધિત કારણો
  • શસ્ત્રક્રિયા પછીની જટિલતા
  • સંક્રમણ (Infections)
  • આપત્તિજન્ય કારણો (Trauma)

2.મેનોરેજીયા : મેનોરેજીઆ એટલે હેવી અને પ્રોલોઝ્ડ મેનસ્ટુઅલ બ્લીડીંગ. ઘણી વખત બ્લીડીંગ એટલુ વધુ હોય છે કે જેના કારણે રોજિંદા કાર્યો મા વિક્ષેપ પડે છે.

ડીસફંક્શનલ યુટેરાઇન બ્લીડીંગમા નીચેનો પણ સમાવેશ થાય છે:

  • પોલીમેનોરીઆ:– વધુ પડતુ મેનસ્ટુએશન
  • ઓલીગોમેનોરીઆ:- ઓછુ મેનસ્ટુઅલ આવવું
  • મેટ્રોરેજીઆ :- બે મેનસ્ટુઅલ પીરીઅડ ની વચ્ચે આવતુ ઇરેગ્યુલર બ્લીડીંગ
  • પોસ્ટ મેનોપોઝલ બ્લીડીંગ : – મેનોપોઝ બંધ થયા પછી આવતું બ્લીડીંગ

3. મોલ્ડિંગ : મોલ્ડીંગ એ પ્રસવ પ્રક્રિયા દરમિયાન ભ્રૂણના ખોપડીના હાડકાંઓના એકબીજા પર સરકી જવાથી થતો આકારનો ફેરફાર છે, જે બાળકના માથાને જન્મ માર્ગમાંથી પસાર થવામાં મદદરૂપ થાય છે. આ કુદરતી અને તાત્કાલિક ફેરફાર છે, જે માત્ર ફેટલ સ્કલના હાડકાંઓ વચ્ચેની સ્યુચર્સ અને ફૉન્ટાનેલ્સના કારણે શક્ય બને છે.

4. વજાઈનલ શો : વજાઇનલ સો એ પ્રસૂતિની શરૂઆતનું એક લક્ષણ છે, જેમાં ગર્ભાશયના મોઢા (સર્વિક્સ)માંથી મુકસ (જેલ જેવા પદાર્થ) સાથે થોડી માત્રામાં લોહીનો સ્રાવ થાય છે. જ્યારે ગર્ભાશયનો મોઢો (સર્વિક્સ) ખુલવા લાગે છે, ત્યારે ગર્ભાશયમાંથી આ લોહી અને મુકસની મિશ્રણાવાળી ડિસ્ચાર્જ દેખાવા લાગે છે.

  • વજાઇનલ સો એ પ્રસૂતિની આગાહી કરતું લક્ષણ છે, જેનો અર્થ છે કે ગર્ભવતી સ્ત્રીની પ્રસૂતિ પ્રક્રિયા ખૂબ નજીક છે.
  • વજાઇનલ સો સામાન્ય રીતે પ્રસૂતિની પ્રક્રિયા શરુ થતી વખતે થાય છે.
  • ઘણા વખત સુધી મોહર (Mucus Plug) તરીકે ઓળખાતા પદાર્થને છોડી દેવામાં આવે છે, જે ગર્ભાશયને બાહ્ય ચેપોથી સુરક્ષિત રાખતું હતું.

5. ઈન્ફર્ટિલિટી : પરિણીત સ્ત્રી અથવા યુગલ તેના પતિ સાથે રહેતી હોય તેઓ કોઈ પણ જાતના ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ સતત બે વર્ષ સુધી કર્યા વિના જાતીય સમાગમ કરતી હોય છતાં બાળકને જન્મ આપવા માટે અથવા ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ હોતી નથી. આ સ્થિતિને વંધ્યત્વ અથવા ઈન્ફર્ટિલિટી કહેવામાં આવે છે.

6. ડિનોમીનેટર : ડીનોમીનેટર એવો ભાગ છે કે જે કયું પ્રેઝન્ટેશન છે તે નક્કી કરવા માટે ઉપયોગી છે તેને ડીનોમીનેટર કહેવામાં આવે છે. અથવા દરેક પ્રેઝન્ટેશનમાં તેનો અમુક ડીનોમીનેટર તરીકે નક્કી કરવામાં આવે છે. જેના પરથી ફીટસની પોઝીશન નક્કી થાય છે પોઝીશન પ્રમાણે ડીનોમીનેટર નીચે મુજબ છે.

  • ફેસ પ્રેઝન્ટેશન ડીનોમીનેટર મેન્ટમ હોય છે.
  • વર્ટેક્ષ પ્રેઝન્ટેશન હોય તો તેનો ડીનોમીટર ઓક્સીપીટલ બોન હોય છે.
  • બ્રીચ પ્રેઝન્ટેશનનું ડીનોમીનેટર સેક્રમ હોય છે.

7. મેટરનલ મોર્ટાલીટી રેટ (MMR) : મેટર્નલ મોર્ટાલિટી રેટ (MMR) એ ગર્ભાવસ્થા, ડિલિવરી, અથવા પ્રસૂતિ પછીના 42 દિવસની અંદર, ગર્ભાવસ્થા અથવા તેના સંચાલનથી સીધા અથવા પરોક્ષ રીતે સંબંધિત કારણોસર સ્ત્રીઓના મૃત્યુનું પ્રમાણ દર્શાવે છે. તે દરેક 1,00,000 જીવંત જન્મો માટે ગણવામાં આવે છે.

  • MMR ક્યારેય ગર્ભાવસ્થા અથવા પ્રસૂતિને લીધે થતી જટિલતાઓથી સ્ત્રીઓને બચાવવા માટેનો માનક હોય છે અને તેના આધારે આરોગ્ય સેવાઓની ગુણવત્તાનો આંકને મદદ મળે છે.

8. હાયપોથર્મીયા :હાઈપોથર્મિયા (Hypothermia) એ એવી સ્થિતિ છે, જેમાં નવજાત શિશુના શરીરના તાપમાનમાં અસામાન્ય રીતે ઘટાડો થાય છે. મેડિકલ ટર્મમાં, હાઈપોથર્મિયા એ શિશુના શરીરના તાપમાનનો 36.5°C (97.7°F) કરતા ઓછો થવા પર નિર્દેશ કરે છે. આ સ્થિતિમાં શિશુના શરીરની તાપમાન નિયંત્રિત કરવાની ક્ષમતા કમજોર થાય છે, જેનાથી વિવિધ ગંભીર તબીબી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે.

  • નવજાત શિશુને તરત જ ગરમ કાંબળા/કાપડમાં લપેટવુંચમચીથી ગરમ દૂધ કે કેમિકલ હીટરથી ગરમી પૂરી પાડવી”કાંગરૂ કેયર” દ્વારા માતાની શરીરની ગરમી દ્વારા શિશુને ગરમ રાખવુંઆઈસીઓમાં “ઈન્ફ્રારેડ વોર્મર” નો ઉપયોગ.હાઈપોથર્મિયા કાબૂમાં ન લેવામાં આવે તો તે નવજાતમાં ગંભીર શારીરિક સમસ્યાઓ તેમજ મૃત્યુનું કારણ પણ બની શકે છે.

પ્ર-6 અ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.05

1. એચ.આઈ.વી. કઈ રીતે ફેલાતો નથી?

અ. સાથે નાહવાથી

બ. સાથે ખાવાથી

ક. સાથે બેસવાથી

ડ. એક પણ નહીં

2. પ્રસુતિ પછી બાળકને ક્યાં રાખવાની ભલામણ કરવામાં આવી છે.

અ. પારણામાં

બ. સગા- સંબંધી પાસે

ક. બાળકોના ડોક્ટર પાસે

ડ. માતાના પડખે

3. લગ્ન પછી પ્રથમ બાળક હાલ ન જોઈતું હોય તો તમે તેને શું સલાહ આપશો?

અ. NSV

બ.ટ્યુબેક્ટોમી

ક.નિરોધ

ડ.કોપર ટી

4. સર્વિક્સના કેન્સરના નિદાન માટે કઈ તપાસ કરવામાં આવે છે?

અ. પેપ ટેસ્ટ

બ. મેમોગ્રાફી

ક. સોનોગ્રાફી

ડ. એક પણ નહીં

5. એમિનોરિયા પ્રેગ્નન્સીની કઈ સાઇન છે?

અ. વોર્નિંગ સાઈન

બ. ડેન્જર સાઇન

ક. પ્રિઝમ્ટીવ સાઇન

ડ. ઉપરના બધા

બ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો.05

1. નાનપણમાં ગાલપચોળિયું થયેલ હોય તો સ્તરીલીટી થઈ શકે છે. ✅

2. અંબેલીકલ કોર્ડમાં એક આર્ટરી અને બે વેઈન હોય છે. ❌

3. સગર્ભાવસ્થા દરમિયાન ત્રીજા ત્રિમાસિક ગાળામાં માતાએ પડખાભેર સુવું ના જોઈએ. ✅

4. પી.પી.એચ. શરૂ થવાથી લઈને બે કલાક સુધીમાં

Published
Categorized as Uncategorised