01/09/2020-ANM-SY-HCM-પેપર સોલ્યુશન નંબર -14

પેપર સોલ્યુશન નંબર – 14 (01/09/2020)

01/09/2020

પ્રશ્ન – ૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) પી.એચ.સી. એટલે શું? તેના વિભાગો જણાવો.05

પી.એચ.સી. (PHC)

  • પી.એચ.સી. (PHC) એટલે Primary Health Centre — જેને ગુજરાતીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કહેવામાં આવે છે.
  • ગ્રામ્ય તથા અર્ધશહેરી વિસ્તારોમાં પ્રાથમિક સ્તરે આરોગ્ય સેવાઓ આપવા માટે સરકાર દ્વારા સ્થાપિત આરોગ્ય કેન્દ્ર.
  • આરોગ્ય સેવા વ્યવસ્થામાં પ્રાથમિક સ્તર પરની સૌથી મહત્વની એકમ.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેનાં જુદા જુદા વિભાગો

1. આઉટપેશન્ટ વિભાગ (OPD – Out Patient Department)

  • દર્દીઓને ચકાસણી, દવા આપવી, પ્રાથમિક સારવાર આપવી.
  • સામાન્ય બીમારીઓ માટેની સારવાર.

2. ઇનપેશન્ટ વિભાગ (IPD – In Patient Department)

  • દર્દીઓને દાખલ કરી સારવાર આપવી.
  • સામાન્ય રીતે 6 થી 10 પથારી (beds)ની સુવિધા.

3. આપતકાલીન સેવા વિભાગ (Emergency/ Casualty Unit)

  • અકસ્માત, ઝેર આપવું, સાપદંશ, પ્રસૂતિ જેવી તાત્કાલિક પરિસ્થિતિઓમાં સારવાર.

4. માતૃત્વ અને બાળ આરોગ્ય વિભાગ (MCH – Maternal and Child Health Unit)

  • ગર્ભવતી સ્ત્રીઓની ANC, પ્રસૂતિ સેવા, PNC, બાળકનું રસીકરણ.
  • પરિવાર નિયોજન સેવા.

5. રસીકરણ અને રોગપ્રતિકારક સેવા વિભાગ (Immunization Unit)

  • Universal Immunization Programme હેઠળ તમામ રસી આપવી.
  • કોલ્ડ ચેઇન સંભાળ.

6. લેબોરેટરી વિભાગ (Laboratory Unit)

  • રક્ત, મૂત્ર, થૂંક વગેરે પરીક્ષણ.
  • મલેરિયા, ક્ષયરોગ (TB), ગર્ભ તપાસ.

7. ફાર્મસી / દવા વિભાગ (Pharmacy/Dispensary Unit)

  • જરૂરી દવાઓ મફત આપવી.
  • દવાઓનો સ્ટોક અને રેકોર્ડ રાખવો.

8. ડેન્ટલ વિભાગ (Dental Unit)

  • દાંત અને મોંની સારવાર. (કેટલાંક PHCમાં ઉપલબ્ધ)

9. પ્રયોગશાળા – પરિવાર નિયોજન વિભાગ (Family Welfare Unit)

  • ગર્ભનિરોધક, IUD, ટ્યુબેક્ટોમિ, વસેક્ટોમિ જેવી સેવાઓ.

10. સ્વચ્છતા અને આરોગ્ય શિક્ષણ વિભાગ (Health Education & Sanitation Unit)

  • આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો.
  • ગામમાં પાણી, સ્વચ્છતા, પોષણ જાગૃતિ.

11. રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો માટેનું વિભાગ (National Health Programme Cell)

  • TB, મલેરિયા, કુષ્થરોગ, AIDS, NPCDCS વગેરે કાર્યક્રમોનું અમલીકરણ.

12. પ્રશાસન વિભાગ (Administrative Unit)

  • મેડિકલ ઓફિસર, નર્સ, હેલ્થ વર્કર, સપોર્ટ સ્ટાફનું સંચાલન.
  • તમામ રેકોર્ડ, રજિસ્ટર અને હિસાબ પુસ્તક સંભાળવું.

(૨) પી.એચ.સી. માં આદર્શ લેબર રૂમ કેવો હોવો જોઈએ તે લખો.05

  • આદર્શ લેબર રૂમ એટલે કે જેમાં બધા જ જરૂરી સાધનો અને જરૂરી દવાઓ હોય અને તે સીસ્ટેમીક અને યોગ્ય રીતે ગોઠવાયેલ હોય તેને આદેશ લેબરરૂમ કહેવાય છે.
  • આદર્શ લેબર રૂમમાં નીચે મુજબની સગવડતાઓ હોવી જોઈએ.

પોસ્ટર:

  • મેનેજમેન્ટ ઓફ પી.પી.એચ.
  • એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર
  • કાંગારૂ મધર કેર
  • બ્રેસ્ટ ફીડીંગ
  • હેન્ડ વોશિંગના સ્ટેપ્સ
  • બાયો મેડીકલ વેસ્ટ

નિયમો :

  • લેબરરૂમ હમેશા ઓટો ડોર મારફતે બંધ હોવો જોઈએ તથા ડબલ ડોર વાળો હોવો જોઈએ.
  • કલીન હોવો જોઈએ.
  • દરેક સાધનો યોગ્ય જગ્યાએ ગોઠવાયેલા હોવા જોઈએ.
  • હોસ્પિટલ સ્ટાફ, માતા તથા મમતા સખી સિવાય કોઈને પ્રવેશ હોવો જોઈએ નહી.
  • ટેબલ વર્ક કરવા માટે અલગ જગ્યા હોવી જોઈએ.
  • એન્ટ્રી કરતા પહેલા સ્ક્રબ થવુ જોઈએ.
  • બારીઓમાં ફોસ્ટેડ ગ્લાસ હોવા જોઈએ અને પડદા હોવા જોઈએ.
  • ૨૪ ક્લાક પાણીની વ્યવસ્થા હોવી જોઈએ.
  • એલ્બો ટેપ નળની વ્યવસ્થા હોવી જોઈએ.
  • એટેચ ટોઈલેટ બાથરૂમ હોવુ જોઈએ.

સાધન સામગ્રીઓ :

  • સેકન્ડ કાંટા વાળી દિવાલ ઘડીયાળ સામે જ હોવી જોઈએ.
  • એન્વાર્યમેન્ટલ થર્મોમીટર હોવુ જોઈએ.
  • ડીલેવરી ટ્રોલી ઈમરજન્સી ડ્રગ્સ સાથે હોવી જોઈએ.
  • રીસસ્ટીટેશન ટ્રે ચાલુ હાલતમાં હોવી જોઈએ.
  • પલ્સ ઓકિસમીટર તથા રેફ્રિઝરેટર હોવુ જોઈએ.
  • ન્યુબોર્ન કેર કોર્નર કે બેબી કોર્નર હોવુ જોઈએ જેમાં…
  • રેડીઅન્ટ વોર્મર
  • ઓકિસજન સીલીન્ડર
  • બેબી રીસકસીટેશન ટ્રે
  • સકશન મશીન
  • સકશન કેથેટર ૧૦ અને ૧૨ નંબર
  • મ્યુક્સ સકર
  • સાત ટ્રે તૈયાર હોવી જોઈએ.
  • બેબી ટ્રે
  • ડીલેવરી ટ્રે
  • એપીઝીયોટોમી ટ્રે
  • મેડીસીન ટ્રે
  • ઈમરજન્સી ડ્રગ્સ ટ્રે
  • પી.પી. આઈ.યુ.સી.ડી. ટ્રે
  • ડી.એન.ઈ. ટ્રે
  • બેબી વેઈટ મશીન ચાલુ હાલતમાં હોવુ જોઈએ.

રેકોર્ડ અને રજીસ્ટર :

  • લેબર રજીસ્ટર
  • રીફર રજીસ્ટર
  • ઓવર બૂક
  • પાર્ટોગ્રાફ
  • કેશ પેપર
  • જન્મ મરણ રજીસ્ટર
  • ઓટોકલેવ રજીસ્ટર
  • ક્લીનીનેસ ચાર્ટ

લેબર ટેબલ :

  • ઓછામાં ઓછા બે હોવા જોઈએ.
  • ચડવા માટે પગથીયા હોવા જોઈએ.
  • મેકીન ટોસ ડ્રોસીટ પાથરેલા હોવા જોઈએ.
  • લીથોટોમી પોઝીશન માટેની સગવડતા હોવી જોઈએ.
  • કેલી પેડ હોવુ જોઈએ.(બ્લડ ટેબલ પર ન રહે તે માટે )

લાઈટ :

  • પુરતો પ્રકાશ હોવો જોઈએ.
  • સેડોલેશ લાઈટની વ્યવસ્થા હોવી જોઈએ.

સ્ટરાઈલ ડ્રમ :

  • દરેક ડ્રમમાં તમામ પ્રકારના સાધનો ઓટોકલેવ હોવા જોઈએ.
  • ગ્લાઉઝ,લીનન,ઈન્સ્ટ્રુમેન્ટ તથા કોટન સ્વોબ અને ગોઝ પીસીસના ડ્રમ હોવા જોઈએ.

કલીનીનેશ:

  • દરરોજ સફાઈ થવી જોઈઅ. (દર ત્રણ કલાકે)
  • દરેક ડીલેવરી બાદ લેબર ટેબલને ફિનોલ વડે અથવા બ્લીચીંગ સોલ્યુશન વડે સાફ કરવુ જોઈએ.
  • દરેક વસ્તુનું ડસ્ટીંગ કાર્બોલીક લોશન વડે રેગ્યુલર કરવુ જોઈએ.
  • બ્લડ સ્ટેઈનને નિયમ મુજબ સાફ કરવુ જઈએ.
  • ગ્લોઝ કે વાપરેલ લીનનને જયાં ત્યા નાખવા નહી.
  • રેગ્યુલર ઈન્ટરવલ પર સ્યોબ લઈ પેથોલોજીકલ તપાસ માટે મોકલવું જોઈએ.

(૩) પી.એચ.સી. માં એ.એન.એમ. ની જવાબદારીઓ લખો.10

માતા અને બાળકનું આરોગ્ય :

  • સગર્ભા બહેનોની નોંધણી કરી સગર્ભાવસ્થા દરમિયાનની તમામ સંભાળ
  • સગર્ભામાતાની ઓછામાં ઓછી ચાર તપાસ કરશે.જેમાં યુરીન સુગર, આબ્લ્યુમીન, બ્લડ પ્રેસર અને હિમોગ્લોબીન માટેની તપાસ કરવી જોઈએ.
  • દરેક સગર્ભામાતાની ગુપ્તરોગો માટેની તથા બ્લડ ગૂપીંગ વ્યવસ્થા ગોઠવવી
  • અસામાન્ય સુવાવડ માટે નજીકના એફ.આર.યુ.(ફર્સ્ટ રેફરલ યુનિટ) ખાતે રીફર કરશે.
  • પગથી માથા સુધીની તપાસ કરશે.
  • કુલ સુવાવડના ૨૦% સુવાવડો પોતે કરશે.
  • આરોગ્ય શિક્ષણ આપશે.
  • હોસ્પિટલમાં સુવાવડ ની તૈયારી માટે સમજાવશે.
  • પોતાના દાયણ જયારે જયારે બોલાવે ત્યારે તેને મદદ કરશે.
  • રસીકરણ કાર્યક્રમ વડે માતા તથા બાળકને રક્ષણ આપશે.–
  • રીફર કરેલ કેશોને રજા આપ્યા બાદ ફરી તેની મુલાકાત લેશે.
  • પોતાના વિસ્તારમાં સુવાવડ થયેલ માતાની ત્રણ મુલાકાત લેશે.
  • માતાને આઈ.એ.એફ.(આર્યન ફોલીક એસીડ)ની ૨૦૦ ગોળીઓ આપશે
  • માતાને સ્તનપાન વિશેની સમજણ આપશે.દ્રમાસ સુધી ફકત ને ફકત ધાવણની સાચીસલાહ આપશે.
  • માતાને પર્સનલ હાઈઝીન, ન્યુટ્રીશન, વગેરે ની સમજણ આપશે.
  • મધર ક્રાફટ તથા બેબી ક્રાફટ વિશે ની સમજણ આપશે.
  • બાળકને સંપૂર્ણ રસીકરણ મળી રહે તેવા પ્રયત્નો કરશે.
  • બાળકનો ગ્રોથ ચાર્ટ મેઈનટેઈન કરશે.

ચેપી રોગના જરૂરી તમામ અટકાયતના પગલાઓ લેશે.

(M.T.P.-medical termination of pregnancy: ,

  • તબીબી રીતે પ્રસૃતિ નિવારણ કરાવવાની જરૂરીયાત વાળી સ્ત્રીઓને ઓળખશે.અને તેની તબીબી રીતે પ્રસૃતિ નિવારણ માં મદદ કરશે.અને નજીકની માન્ય સંસ્થામાં મોકલશે.
  • સેપ્ટીક એબોર્શનના પરિણામોની સમુદાયને સમજણ આપશે.
  • ભૃણ હત્યા વિશેની સાચી સમજણ આપશે.અને દિકરી નું મહત્વ સમજાવશે.
  • પી.એન.ડી.ટી.એકટ વિશેની જાણકારી આપશે.(પ્રિ નેટલ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ)

પોષક આહાર :

  • 0 થી ૫ વર્ષના બાળકોમાં કુપોષણ ઓળખશે. અને જરૂરી સારવાર, સલાહ તથા સુચન કરી જરૂરી જણાયતો રીફર કરશે.
  • સગર્ભામાતા, ધાત્રીમાતા તથા બાળકો અને કુટુંબ કલ્યાણની પધ્ધતિ અપનાવનાર લાભાર્થીને અને શાળા કોલેજની કિશોરીઓને આર્યન ફોલીક ગોળીનું વિતરણ કરશે.
  • વિટામીન – એ ના કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરશે.
  • આંગણવાડીમાં પોષણ અંગેનું જ્ઞાન આપશે.અને આંગણવાડી પર આવતા ખોરાકનું વિતરણ કરશે.

રોગપ્રતિકારક રસીઓ :

  • મમતા દિવસની ઉજવણી કરશે. અને દરેક બાળકને સંપૂર્ણ રસીકરણ થાય તેવા પ્રયત્નો કરશે.
  • ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને રસીકરણ કરશે.
  • પલ્સ પોલીયો રસીકરણમાં સક્રિય રસ લેશે.
  • ટી.ટી.-૧૦ અને ટી.ટી. – ૧૬ આપશે.

દાયણ ને તાલીમ :

  • પોતાના વિસ્તારની દાયણોની યાદી બનાવશે.
  • દાયણોને ડી.ડી.કે.( ડીસ્પોઝેબલ ડીલેવરી કીટ) નો ઉપયોગ તથા સલામત પ્રસૃતિની તાલીમ આપશે.
  • દાયણોએ આરોગ્યના કાર્યક્રમમાં કેવી રીતે પોતાનું યોગદાન આપે તે માટેની યોગ્ય જાણકારી આપશે.

કુંટુંબ કલ્યાણ :

  • લાયક દંપતી તથા બાળકની સંખ્યાના રજીસ્ટ્રેશન કરવું.
  • કુંટુંબ કલ્યાણ માટે લોકોમાં સંદેશા આપશે.અને વ્યકિતગત તથા જુથમાં કુંટુંબ કલ્યાણ નો સંદેશો આપશે.
  • કુંટુંબ કલ્યાણના કાર્યક્રમને પ્રોત્સાહન મળે તે માટે તમામ પ્રયત્નો કરશે.
  • કુંટુંબ કલ્યાણને લગતી તમામ માહિતી અને તમામ ગર્ભનિરોધક પધ્ધતિઓ વિશેની સમજણ અને કુંટુંબ કલ્યાણની માહિતી પુરી પાડે છે.
  • કુંટુંબ કલ્યાણ સ્વીકારનાર લાભાર્થી ને ફોલોઅપ કરશે.
  • સામાન્ય દર્દીઓને સ્થળ પર જ સેવાઓ આપશે.
  • કુટુંબ કલ્યાણની પધ્ધતિની આડ અસરો અને સાચી માહિતી પુરી પાડશે.
  • કુટુંબ કલ્યાણના સાધનો પુરા પાડશે. તથા ડેપો હોલ્ડ૨ને સાધનો આપશે., ,
  • મહિલા મંડળની મીટીંગમાં ભાગ લેશે.અને કુટુંબ કલ્યાણના કાર્યક્રમની ચર્ચા કરશે.

લીન્ક કપલ, કિશોરીઓ તથા તરૂણીઓને સલાહ આપશે. (Control of Communicable Diseases) :

  • પોતાના વિસ્તારની મુલાકાત દરમિયાન સામાન્યથી વધારે જયારે કોઈપણ પ્રકારના રોગો જોવા મળે તો તુરત જ જાણ કરશે. અને જરૂરી પગલાઓ લેશે.
  • રાષ્ટ્રીય નિયંત્રણ કામગીરીમાં દરેક કાર્યક્રમની સુચી મુજબ કામ કરશે.
  • ટી.બી. અને લેપ્રસી જેવા રોગોની દવાઓ દર્દીને વ્યવસ્થિત આપશે.
  • ઝાડા ઉલ્ટીના કેશમાં ઓ.આર.એસ.નું વિતરણ કરશે.
  • સ્વાઈનફલુ,એઈડસ,સીફીલીસ,ગોનોરીયા જેવા રોગના ફેલાવો અને અટકાયતી પગલાઓની માહિતી આપશે.
  • ડોટસ, માસ થેરાપી,એમ.ડી.ટી.આર.ટી.વગેરેની વ્યવસ્થા કરશે.

૨જીસ્ટર અને નોંધણી :

  • તમામ રજીસ્ટરો બરાબર નિભાવશે અને જાળવણી કરશે.
  • સમયાંતરે દરેક રિપોર્ટ વડી કચેરીમાં મોકલશે.
  • રજીસ્ટર અને આંકડા પરથી ભવિષ્યનો પ્લાન બનાવશે.
  • ‘મંથલી મીટીંગમાં હાજરી આપશે.

પાયાની આરોગ્ય સંભાળ :

  • નાની બિમારીઓ માટે સારવાર આપશે.
  • અકસ્માત અને આકસ્મીક તકલીફ માટે પ્રાથમિક સારવાર આપશે.
  • પૌતાના શકિત બહારના કેશને રીફર કરશે.

ટીમ ની પ્રવૃતી :

  • આશા,ગ્રામ આરોગ્ય મિત્ર,લીંક કપલ,આંગણવાડી વર્કર,તેડાગર,દાયણ,મહીલા સ્વાસ્થય સંઘના મેમ્બર,સીબીવી (કોમ્યુનીટી બેઈઝ વોલીન્ટીઅર),મહિલા મંડળની સ્ત્રીઓ દરેક સાથે મળીને કામ કરશે.
  • સ્ટાફ મીટિંગ અને સામુદાયની મીટિંગમાં હાજરી આપશે.
  • દરેક કાર્યકર સાથે સંકલનથી કામ કરશે.
  • પેટા કેન્દ્રની સ્વચ્છતા જાળવશે.
  • કેમ્પ અને અન્ય કામગીરીમાં ટીમના સભ્યો તરીકે કામ કરશે.

અથવા

(૧) કાર્ય આયોજન એટલે શું?02

કાર્ય આયોજન

કાર્ય આયોજન એટલે કોઈપણ કાર્ય કે પ્રવૃત્તિને યોગ્ય રીતે, પગલું-દર-પગલું, નક્કી કરેલા સમયમાં અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને પૂર્ણ કરવાની પૂર્વ તૈયારી. એટલે કે, કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં તે કેવી રીતે કરવું, કોને કરવું, ક્યારે કરવું, કયા સાધનોનો ઉપયોગ કરવો અને કયા પરિણામો મેળવવા તે વિશે વિચારવું અને લખિત/મૌખિક રૂપે નક્કી કરવું એટલે કાર્ય આયોજન.

કાર્ય આયોજનના મુખ્ય તત્વો

  • લક્ષ્ય (Objective): કાર્યનો હેતુ શું છે?
  • સાધનો (Resources): કામ માટે કયા માનવીય, ભૌતિક કે આર્થિક સાધનો જોઈએ?
  • સમય (Time): કાર્ય માટે કેટલો સમય લાગશે?
  • પગલાં (Steps/Activities): કાર્ય કેવી રીતે આગળ વધારવું?
  • જવાબદારી (Responsibility): કાર્ય કોણ કરશે?
  • મૂલ્યાંકન (Evaluation): કાર્ય સફળ થયું કે નહીં તે કેવી રીતે માપવું?

(૨) કાર્ય આયોજનના પગથિયાઓ જણાવો.06

કાર્યઆયોજનના પગથિયાં

1.પેટાકેન્દ્ર અને કાર્યક્ષેત્ર વિસ્તારનો નકશો તૈયાર કરો

  • પેટાકેન્દ્ર દ્વારા આવરી લેવામાં આવતા ગામો ઓળખો.
  • આંગણવાડી કાર્યકર તાલીમ પામેલ મહિલા સ્વાસ્થ્ય કાર્યકર અને મહિલા સ્વસ્થ્ય સંઘ અને અન્ય કડી રૂપવ્યક્તિઓ અને યુવક મંડળના હોદ્દે-દારોની સહાયતા લો.
  • પેટા કેન્દ્ર વિસ્તારમાં ઉપલબ્ધ સમુદાય સવલતોને શોધીને તારવો.
  • ગામનો મેપ તૈયાર કરો.
  • આરોગ્ય કેન્દ્ર આંગણવાડી, ગ્રામપંચાયત વગેરે અલગ માર્કિંગ વડે દર્શાવો.
  • સગર્ભામાતા તથા જોખમી માતાને કલર કોડ વડે દર્શાવો.
  • તમારા વિસ્તારનાં કુપોષિત બાળકોને અલગથી બતાવો.

2.કૌટુંબિક સર્વે હાથ ધરો અને ફોર્મ-૧ ભરો

  • ફોર્મ-૧ માં ભરવાની માહિતી
  • કૌટુંબિક સર્વે હાથ ધરીને જરૂરી યોગ્ય માહિતી એકત્રિત કરો જેની જરૂર
  • ફોર્મ-૧ ભરવા માટે જરૂર પડશે.
  • લાયક દંપતીની સંખ્યા.
  • સગર્ભામાતાની સંખ્યા
  • નોંધાયેલ સગર્ભા માતાની સંખ્યા.
  • ટીટી ના બે ડોઝ અપાયા હોય તેવી સગર્ભા
  • માતાની સંખ્યા.
  • નોંધાયેલ જન્મ ની સંખ્યા.
  • ઘરે થયેલ પ્રસૂતિની સંખ્યા.
  • ANM/FHS દ્વારા થયેલા પ્રસૂતિની સંખ્યા
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/ સામુહિક આરોગ્ય કેન્દ્ર/ સરકારી દવાખાના/ નર્સિંગ હોમમાં થયેલ પ્રસૂતિ ની સંખ્યા.
  • ખાનગી ડૉક્ટર દ્વારા કરવામાં આવેલ પ્રસૂતિ ની સંખ્યા.
  • જોખમી કેસો સંદર્ભ સેવા માટે મોકલવામાં આવેલ સગર્ભા માતાઓની સંખ્યા.
  • કોઈ પણ પ્રકારની પડેલી મુશ્કેલીવાળી સગર્ભા માતાની સંખ્યા.
  • અસાધારણ પ્રસૂતિનીની સંખ્યા.
  • MTP (મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેસી) ની સંખ્યા.
  • જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા.
  • જન્મ પછી તરત શ્વાસ લેવાની તકલીફ અનુભવતાં નવજાત શિશુની સંખ્યા.
  • નવજાત શિશુની મરણ ની સંખ્યા.
  • નવજાત શિશુના મરણના કારણો.
  • કોઈ મૃત જન્મ થયો હોય તો તેવા બાળકોની સંખ્યા.
  • ઝીરો થી એક વર્ષની ઉંમરના બાળકોની સંખ્યા.
  • ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા.
  • પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા.
  • વારંવાર ઝાડા થતા હોય તેવા બાળકોની સંખ્યા.
  • જળ શુષ્કતાને કારણે કોઇ બાળકને સંદર્ભ સેવા અર્થે મોકલ્યું હોય તો તેવા બાળકોની સંખ્યા.
  • જેને વારંવાર શ્વસનતંત્ર ના ચેપ ના હુમલા થયા હોય તો તેની વિગત અને સંખ્યા.
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ વધારાની સારવાર અર્થે મોકલવામાં આવેલ બાળકોની સંખ્યા.
  • કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા.
  • આંગણવાડી કેન્દ્રમાં જતા બાળકોની સંખ્યા.
  • સંપૂર્ણ રસીકરણ કરેલ બાળકોની સંખ્યા.
  • મોં વડે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરતી સ્ત્રીઓની સંખ્યા.
  • કોપર-ટી અપનાવેલ સ્ત્રીઓની સંખ્યા.
  • કોંડોમ વાપરતા દંપતીઓની સંખ્યા.
  • કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવેલ સ્ત્રીઓની સંખ્યા.
  • કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવેલ પુરુષોનીસંખ્યા.
  • આર.ટી.આઇ. અને એસ.ટી.ડી. ચિન્હો-લક્ષણો ધરાવતી સ્ત્રીઓની સંખ્યા.
  • ઉપરોક્ત ચેપની સારવાર મેળવતી સ્ત્રીઓ/દંપતીની સંખ્યા, તરુણોની સંખ્યા, છોકરીઓ 10 થી ૧૯ વર્ષ છોકરાઓ 10 થી 19 વર્ષ ની સંખ્યા.

3.સલાહકાર જૂથના સભ્યો પાસે ફોર્મ-૧ ની માહિતી ની વિગતો જાણો

  • સલાહકાર જૂથની સભ્ય જેવા કે પંચાયતના સભ્યો, શિક્ષકો, સંતો, પાદરી વગેરે સાથે પરામર્શ માટે જૂથ મુલાકાત યોજી કૌટુંબિક મોજણી દ્વારા ભેગી કરેલ માહિતીનું આદાન-પ્રદાન કરો.
  • વધુ માહિતી માટે પૂછો અને તેને અદ્યતન અને સાચી માહિતી બનાવો.

4.સેવાઓનો અગ્રતાક્રમ આપો

  • ઓળખી કાઢવામાં આવેલ જરૂરિયાતોના આધારે દરેક સેવાઓ માટે અનુકૂળ ધોરણો વિકસાવવો અને અગ્રતાક્રમ નક્કી કરો.

5.જોખમી જૂથને ઓળખી કાઢો

  • ભારતીય શૈલી પ્રમાણે જોઇએ તો પુખ્ત વયનાં પુરુષ સિવાય બધા જ લોકોને આપણે જોખમી જૂથમાં મુકી શકીએ છીએ. તો પણ બાકીના લોકોમાં જે લોકોને પાયાની સ્વાસ્થ્ય સુવિધા ની જરૂર છે એમને ઓળખી અલગ તારવી એમની જરૂરિયાત મુજબ સારવાર આપવી.

6.કાર્ય-ભાર અને દરેક સેવાઓના ઘટકો માટે સાધન સામગ્રીની જરૂરિયાતનો અંદાજ કાઢો

  • કાર્ય-ભાર અને દરેક સેવાઓના ઘટકો માટે સાધન સામગ્રીની જરૂરિયાતનો અંદાજ કાઢો અને નક્કી કરેલા દિવસોને વિગતો દ્વારા એક્શન-પ્લાન તૈયાર કરો તથા દરેક સેવા માટેનાં સમયે આ સેવાઓ પૂરી પાડવાની વ્યૂહરચના જેમ કે પેટા કેન્દ્ર વિસ્તારના અન્ય ગામોમાં અને દૂરના વિસ્તારમાં સેવાઓ આપવા માટે ગૃહ મુલાકાત ગોઠવી, બીજા ગામોના ક્લિનિક ચલાવવા અને એ માટેનું સ્થળ પણ નક્કી કરવું જોઈએ. જેમકે, પંચાયત ભવન, આંગણવાડી કેન્દ્રો, શાળા, સરકારી મકાન વગેરે.
  • ચાલુ વર્ષની જરૂરિયાતોને અગાઉના વર્ષની ખરેખર થયેલ કામગીરી સાથે સરખાવો.
  • જે અગાઉના વર્ષ કરતાં ૫% થી ઓછી અને ૨૫% થી વધુ નથી ને તેની ખાતરી કરો.
  • ૫% કરતા નીચો વધારો નીચો અંદાજ સૂચવે છે,૨૫% કરતાં વધુ વધારો વધુ અંદાજ સૂચવે છે, જો આવું બને તો ચાલુ વર્ષની ખોટી આકરણી સૂચવે છે.

7.ડેમોગ્રાફીક ગણતરી સાથે સરખાવી

  • રાજ્ય અથવા જીલ્લાના આંકડા પર આધારિત અંદાજ વધુ ચોક્કસ હોઈ શકે. તેથી પેટાકેન્દ્રના આયોજન માટે તેનો ઉપયોગ કરવો જોઈએ.
  • આ માહિતી જિલ્લાઆંકડા અધિકારી, કુટુંબ કલ્યાણ બ્યુરો પાસેથી મળશે. તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી તમને આપશે.

8.કાર્યક્ષેત્ર / સેવા વિસ્તારની સંલગ્ન માહિતી એકત્રિત કરવી

  • પેટા કેન્દ્ર થી અંતર,
  • મુસાફરી માટે ઉપલબ્ધ વાહનો.
  • વસ્તી નો પ્રકાર (ભણતર નું સ્તર અને જાતિ).
  • સમુદાય ની જરૂરિયાત.
  • જોખમી પરિબળો વગેરે આયોજિત અગ્રતાક્રમ લક્ષ્યમાં લેવા અને તેમને અનુકૂળ તેમ જ સમુદાયના સભ્યોની માહિતી માટેનું કાર્ય આયોજન તૈયાર કરવું.
  • પેટા કેન્દ્ર વિસ્તારના દરેક ગામમાં જરૂરી જુદા પ્રકારની સેવાઓની યાદી બનાવવાની શરૂઆત કરવી અને પેટા કેન્દ્રમાં પૂરી પાડવાની થતી સેવાઓ માટે તેમજ દૂરના વિસ્તારની મુલાકાત લઈને પૂરી પાડવાની સેવાઓ માટે અઠવાડિયાના દિવસો નક્કી કરવા.
  • ક્યારે ક્યાં અને કયા સમયે તમે તેઓને સેવાઓની પ્રાપ્તિ માટે ઉપલબ્ધ હશો તેની જાણકારી સમુદાયના સભ્યોને આપો. તમારી પાસે દરેક ગામમાં સેવા માટે જવા માટેના ચોક્કસ દિવસો પણ નક્કી સરકાર શ્રી દ્વારા કરેલા હશે.

(૩) ૫૦૦૦ ની વસ્તી વાળા નવા ગામનો જન્મ દર ૩૦ ટકા છે. તો ૦ થી ૧ વર્ષના બાળકોનો રસીનો અંદાજ કાઢી ઈન્ડેન્ટ બનાવો.12

૦ થી ૧ વર્ષના બાળકોની જરૂરિયાત નીચે મુજબ હોય છે.

૧) બી.સી.જી. ની રસી

૨) હીપેટાઈટીસ-બી ની રસી

૩)ઓરલ પોલીઓ

૪) પેન્ટાવેલેન્ટ

૫) આઈ.પી.વી

૬) રોટા વાઈરસ

૭)મીઝલ્સ રસી

૮) વિટામીન-એ

૯) સિરિંજ નીડલ

૦ થી ૧ વર્ષના બાળકોની સંખ્યા

= વસ્તી × જન્મદર /૧૦૦૦

= ૫૦૦૦ × ૩૦ / ૧૦૦૦

= ૧૫૦

લાભાર્થી ની સંખ્યા = ૧૫૦

૧) બી.સી.જી. ની રસીના ડોઝ ની ગણતરી:

બી.સી.જી. ના ડોઝની સંખ્યા: = લાભાર્થી ની સંખ્યા × ર

= ૧૫૦ × ૨

= ૩૦૦

એટલે કે બી.સી.જી. ના ડોઝ ની સંખ્યા = ૩૦૦ ડોઝ

૨) હીપેટાઈટીસ-બી ની રસીના ડોઝની ગણતરી:

હીપેટાઈટીસ-બી ના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૧ × ૧.૩૩

= ૧૫૦ × ૧ × ૧.૩૩

= ૧૯૫

હીપેટાઈટીસ-બી ના ડોઝની સંખ્યા = ૧૯૫ ડોઝ

૩) ઓરલ પોલીઓ રસીના ડોઝની ગણતરી:

ઓરલ પોલીઓ રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૪ × ૧.૩૩

= ૧૫૦ × ૪ × ૧.૩૩

= ૭૮૦

૪) પેન્ટાવેલેન્ટ રસીના ડોઝની ગણતરી:

પેન્ટાવેલેન્ટ રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૩ × ૧.૩૩

= ૧૫૦ × ૩ × ૧.૩૩

= ૫૯૮

પેન્ટાવેલેન્ટ રસીના ડોઝની સંખ્યા = ૫૯૮ ડોઝ

૫) આઈ.પી.વી રસીના ડોઝની ગણતરી:

આઈ.પી.વી રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૨ × ૧.૩૩

= ૧૫૦ × ૨ × ૧.૩૩

= ૩૯૦

પેન્ટા વેલેન્ટ રસીના ડોઝની સંખ્યા = ૩૯૦ ડોઝ

૬) રોટા વાયરસ રસીના ડોઝની ગણતરી:

રોટા વાયરસ રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૩ × ૨

= ૧૫૦ × ૩ × ૨

= ૯૦૦

રોટા વાયરસ રસીના ડોઝની સંખ્યા = ૯૦૦ ડોઝ

૭) એમ.આર.રસીના ડોઝની ગણતરી:

ઓરી (મીઝલ્સ) રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૨

= ૧૫૦ × ૨

= ૩૦૦

ઓરી (મીઝલ્સ) રસીના ડોઝની સંખ્યા = ૩૦૦ ડોઝ

૮) વિટામીન-એ ના ડોઝની ગણતરી:

વિટામીન -એ રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૨

= ૧૫૦ × ૨

= ૩૦૦

વિટામીન -એ રસીના ડોઝની સંખ્યા = ૩૦૦ ડોઝ

૯) સિરીંજ નીડલની સંખ્યાની ગણતરી:

સિરીજ નીડલની સંખ્યાની = લાભાર્થીની સંખ્યા × ૮ × ૧.૩૩

= ૧૫૦ × ૮ × ૧.૩૩

= ૧૫૯૬

સિરીજ નીડલ ની સંખ્યાની = ૧૫૯૬ નંગ.

પ્રશ્ન – ૨ ટૂંક નોંધ લખો. (કોઈપણ પાંચ)(5 × 5 = 25)

(૧) કોમ્યુનિકેશન

કોમ્યુનિકેશન

  • કોમ્યુનિકેશન એટલે વિચારોની આપ લે કરવી, વિચાર વિનિમય કરવો અને વિચારોનું પરિવહન કરવું. કોમ્યુનિકેશન એ કોઈ પણ સંગઠન માટે જરૂરી છે.
  • આપણે દરેક વ્યક્તિઓને કોમ્યુનિકેશન દ્વારા આરોગ્ય વિષયક માહિતી આપવા બંધાયેલ છીએ.
  • જ્યાં સુધી લોકોને આરોગ્ય વિષયક માહિતી પર સાચું અને અસરકારક શિક્ષણ આપવામાં નાં આવે ત્યાં સુધી લોકો આરોગ્ય સેવાઓનો પૂરો લાભ લેશે નહિ.
  • કોમ્યુનિકેશન અને શિક્ષણ એકબીજા સાથે સંકળાયેલા છે. અસરકારક કોમ્યુનિકેશન માટે સમુદાય, જૂથ કે વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ. અને જુદા જુદા માધ્યમ નો ઉપયોગ કરવો જોઈએ. અને આવા શૈક્ષણિક માધ્યમ દ્વારા કર્મચારીએ વિચાર પરીવહનની પ્રક્રિયા ક્રમને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા પૂર્વક વિચાર વિનિમય થાય તે જોવું જોઈએ.
  • ઉપરાંત કોમ્યુનિકેશન માં કયા ક્યાં અવરોધો આવે છે, તેમજ તે અવરોધો નું નિવારણ કઈ રીતે કરવું તેની સ્કીલ કર્મચારી માં હોવી જોઈએ.
  • નર્સિંગ ફીલ્ડમાં જો કોમ્યુનિકેશન ઈફેક્ટીવ હોય તો લાભાર્થીને વિશ્વાસમાં લઈ શકાય છે અને નક્કી કરેલો હેતુ જલ્દી પુરો થાય છે.

Definition

આ એક એવી પ્રક્રિયા છે કે જેમા બે કે તેથી વધુ વ્યક્તિઓ માહિતી, વિચારો, આઈડિયા અને ફીલિંગ્સ ને બોલીને, લખીને કે વર્તન દ્વારા આપ-લે કે વહેંચણી કરે છે. જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.

કોમ્યુનિકેશનના હેતુઓ

  • લોકોને સારું આરોગ્ય શિક્ષણ આપવાનો છે. જેથી લોકોના વલણ અને વર્તણુંકમાં સુધારો કરી તેના આરોગ્યને પ્રમોટ કરી શકાય છે.
  • કોમ્યુનિકેશન દ્વારા લોકોમાં વિવિધ માધ્યમ વડે રસ જાગૃત કરી તેમને આરોગ્ય શિક્ષણ આપવા માટે તૈયાર કરવાનો હેતુ છે.
  • લોકોને આરોગ્ય ને લગતી વિવિધ માહિતીએ જુદા-જુદા માધ્યમ દ્વારા પૂરી પાડવાનો છે.
  • લોકોને આરોગ્યવિષયક બાબતો નો પ્રસાર કરવાનો છે.
  • લોકોમાં જાગૃતતા લાવવા માટે.
  • કોઈપણ સમસ્યાઓને ઉજાગર કરવા માટે.
  • નક્કી કરેલા લક્ષ્યને પાર પડવા માટે/મેળવવા માટે

(૨) કન્ટીન્યુઇંગ એજ્યુકેશન

કન્ટિન્યુઇંગ એજ્યુકેશન

Definition

કન્ટિન્યુઇંગ એજ્યુકેશન એટલે કે મૂળભૂત શિક્ષણ પૂર્ણ કર્યા પછી વ્યાવસાયિક જ્ઞાન, કૌશલ્ય અને વલણને સતત સુધારવાની પ્રક્રિયા, જેથી પોતાની કાર્યક્ષમતા જળવાઈ રહે અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા આપી શકાય.

હેતુ

  • નવીન જ્ઞાન મેળવવું – ક્ષેત્રમાં નવા વિકાસ અને શોધ વિશે જાણકારી મેળવવી.
  • કૌશલ્ય સુધારવું – પ્રેક્ટિકલ સ્કિલ્સમાં સુધારો કરવો.
  • વ્યાવસાયિક વિકાસ – કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસ વધારવો.
  • સેવાની ગુણવત્તા જાળવવી – દર્દીઓને સારી સેવા મળી રહે.
  • પ્રમોશન અને કરિયર ગ્રોથ માટે તૈયાર થવું.

પદ્ધતિઓ (Methods)

  • વર્કશોપ અને સેમિનાર
  • શોર્ટ ટર્મ ટ્રેનિંગ કોર્સ
  • ઓનલાઈન કોર્સ અને વેબિનાર
  • જર્નલ ક્લબ અને કેસ સ્ટડી ચર્ચા
  • રિફ્રેશર કોર્સ
  • કોન્ફરન્સમાં ભાગ લેવો

નર્સિંગ અને આરોગ્ય ક્ષેત્રમાં મહત્વ

  • નવી સારવાર પદ્ધતિઓ શીખવી.
  • રોગચાળાની નવી માહિતી મેળવવી.
  • નવી ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ શીખવો.
  • કાનૂની અને નૈતિક માર્ગદર્શિકાઓ અપડેટ રાખવી.

(૩) આંગણવાડી વર્કરના કાર્યો

આંગણવાડી વર્કરના કાર્યો

  • તે એક હજારની વસ્તી એ હોય છે, ગામની આંગણવાડીએ તેવી જગ્યા છે જ્યા છ વર્ષ સુધીના બાળકો ત્રણ થી ચાર કલાક માટે એકઠા થાય છે. અને ત્યા આવી પૂર્વપ્રાથમિક શિક્ષણને લગતી જુદી જુદી પ્રવૃતી શીખે છે.
  • આંગણવાડી કાર્યકરે દર મહીને બાળકોનું વજન કરવું અને ચાર્ટમાં નોંધ લેવી.
  • બાળકના વજનમાં વધારો ન થતો હોય કે ઘટાડો થતો હોય તેવા બાળકને સબસેંટરમાં કે એફ.એચ.ડબ્લ્યુ. બેન ની મદદ થી વજન વધે તેવા પ્રયત્નો કરવા.
  • બાળકોને પુરક પોષણ પુરૂ પાડવું.
  • સગર્ભા માતાને પણ પુરક પોષણ પુરો પાડવું.
  • બાળકોને પુર્વ પ્રાથમીક શિક્ષણ આપવામાં સહાયભુત થવું.વાર્તાઓ, ચિત્રો,ગીતો વગેરેના માધ્યમ થી.
  • સ્વાસ્થપ્રદ ખોરાક બનાવવાની માતાઓ ને સલાહ આપવી.
  • આંગણવાડી વર્કર બાળકો ની નિયમીત આરોગ્ય તપાસ કરાવે.
  • બાળકોને રસીકરણ માં મદદ કરે છે.
  • જન્મ અને મરણ ની ગ્રામ પંચાયત માં નોંધણી કરાવે.
  • આંગણવાડી તેડાગરની મદદથી કુપોષણ સમય સર ઓળખી તેનાથી પીડાતા બાળકોને મદદ કરે અને ખોરાક વિષે આરોગ્ય શીક્ષણ આપે.

(૪) કો-ઓર્ડીનેશન

Definition : કોર્ડીનેશન મતલબ કે સહકાર, એકબીજા સાથે મળીને સહકારથી કાર્ય કરે તેને આપણે ઇન્ટર સેક્ટોરલ કો ઓર્ડીનેશન કહીએ છીએ.

  • આરોગ્ય વિભાગમા માત્ર આરોગ્ય ખાતું એક જ કોમ્યુનીટીની સેવા ન કરી શકે એ માટે આરોગ્ય ખાતાએ બીજા બધા ખાતા સાથે પણ કો ઓર્ડીનેશન જાળવવાનું હોય છે,જેમ કે શિક્ષણ ખાતું,ખેતીવાડી ખાતું સંદેશા વ્યવહાર, ઇલેટ્રિકસિટિ, પંચાયત,મ્યુનીસીપાલીટી, પાણી પુરવઠા ખાતું વગેરે.
  • ઉપર જણાવેલ તમામ ખાતાઓ આરોગ્યની કામગીરીમાં મદદ રૂપ થાય છે, તથા આરોગ્ય વિભાગમાં પણ જુદા જુદા વિભાગના કર્મચારીના સહકારથી જે તે કામગીરીમાં મદદ લેવામાં આવે છે જેમાં મેડીકલ અને પેરા મેડીકલ બન્ને નો સમાવેશ થાય છે.

કો-ઓર્ડિનેશનની વિશેષતાઓ:

  • સહકાર (Cooperation): સૌએ મળીને કામ કરવું.
  • સુમેળ (Harmony): બધા કામમાં એકરૂપતા હોવી.
  • લક્ષ્ય પ્રાપ્તિ (Goal-Oriented): કાર્ય એક જ ઉદ્દેશ્ય તરફ હોવું જોઈએ.
  • સતત પ્રક્રિયા (Continuous Process): કો-ઓર્ડિનેશન કામ પૂરું થાય ત્યાં સુધી ચાલતું રહે છે.
  • જવાબદારીનું વહેંચાણ (Division of Responsibility): દરેકને પોતાનું કામ સ્પષ્ટ હોવું.

કો-ઓર્ડિનેશનનું મહત્વ

  • સાધનોનો યોગ્ય ઉપયોગ થાય.
  • સમય બચાવે.
  • ભૂલો અને ગડબડ ટાળે.
  • કાર્યક્ષમતા વધે.
  • એકતાનો ભાવ જળવાઈ રહે.
  • લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત થાય.

આરોગ્ય ક્ષેત્રમાં કો-ઓર્ડિનેશનના ઉદાહરણો:

  • PHCમાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ANM, ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન સૌ સાથે મળીને સેવા આપે.
  • રસીકરણ કાર્યક્રમમાં ANM + AWW + ASHA + ગ્રામપંચાયત મળીને કામ કરે.
  • રોગચાળો ફેલાય ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી + પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર + સબ સેન્ટર + ગામની આરોગ્ય સમિતિ સાથે સુમેળ રાખવો પડે.

(૫) કોલ્ડ ચેઈન

કોલ્ડ ચેઇન

Definition : કોલ્ડ ચેઇનએ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદક સ્થળથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે ર સે. થી ૮ સે. તાપમાન જાળવવામાં આવે છે. જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે આવી રસીઓને ઉત્પાદન મથક થી લાભાર્થી સુધી ગુણવતા સભર સ્થિતીમાં પહોંચાડવાની પધ્ધતીને કોલ્ડ ચેઇન કહેવાય છે.

કોલ્ડ ચેઇનની જાણવણી માટે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ

  • રસીઓ ઉત્પાદક સ્થળેથી એરપોર્ટ અને એરપોર્ટથી વિભાગીય અને જિલ્લા તથા આરોગ્ય કેન્દ્રએ મોકલતી વખતે તેનું તાપમાન ૨ સે. થી ૮ સે. જળવાઈ રહેવુ જોઈએ
  • રેફ્રીજરેટરમાં ડાયલ થર્મોમીટર હોવું જરૂરી છે અને દિવસમાં એક વખત તાપમાન માપીને નોંધ કરવી જોઈએ.
  • જથ્થો હંમેશા જરૂરીયાત મુજબ જ મંગાવવો જોઈએ.એક માસથી વધુ સમયનો જથ્થો મંગાવવો જોઈએ નહિ.
  • રસીઓનુ પરિવહન જ્યારે એક કેન્દ્ર થી બીજા કેન્દ્ર પર કરતા હોય ત્યારે તાપમાનનુ ખાસ ધ્યાન રાખવું.
  • રસીકરણ બેઠક દરમ્યાનનું તાપમાન જાળવવા રસી એક વખત બહાર કાઢયા બાદ બરફના વાટકામાં મૂકો વારંવાર વેક્સિનકેરિયરને ખોલબંધ કરવું નહી.
  • જો રસીઓ ઓગાળવાની હોય તો જરૂરિયાત પ્રમાણે જ ઓગાળો એક વખત ઓગળેલી રસીનો ઉપયોગ વધુમાં વધુ ચાર કલાક સુધી જ કરવો.
  • રસીઓની સંવેદનશીલતાનો આધાર ગરમી અને લાઈટ તથા તેનાથી જવા પર રહેલો હોય છે. ઘણી રસીઓ ગરમી અને પ્રકાશથી સંવેદનશીલ હોય છે જ્યારે અમુક પ્રકારની થીજી જાય તો બગડી જાય છે. જેમાં નીચે મુજબની રસીઓનો સમાવેશ થાયછે.

ગરમી અને સૂર્યપ્રકાશ એટલે કે લાઈટથી સેન્સિટિવ રસીઓ

  • બી.સી.જી.
  • ઓ.પી.વી
  • એમ.આર
  • રોટા

ફ્રીજ એટલે કે જામી જવાથી સેન્સિટિવ બનતી રસીઓ

  • પેન્ટાવેલેંટ
  • હિપેટાઇટિસ બી
  • ડીપ્થેરિયા, ટીટેનસ
  • ટીટેનસ ટોકસોઈડ

(૬) મમતા કાર્ડ

મમતા કાર્ડ

Definition : મમતા કાર્ડ એ એક આરોગ્ય નોંધપોથી (Health Card) છે, જે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય મિશન (National Health Mission – NHM) અંતર્ગત ગર્ભવતી સ્ત્રીઓ અને 0-6 વર્ષની ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે, જેમાં તેમની આરોગ્ય સંબંધિત માહિતી વિગતવાર નોંધાયેલી હોય છે.

મુખ્ય હેતુ

  • માતા અને બાળકના આરોગ્યની સતત દેખરેખ રાખવી.
  • ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને બાળકના વિકાસ સંબંધિત સેવાઓનો રેકોર્ડ જાળવવો.
  • એમ્યુનાઈઝેશન (ટિકાકરણ) અને પોષણ સેવાઓ સુનિશ્ચિત કરવી.
  • આરોગ્ય સેવા અને પરિવાર વચ્ચે સંવાદ જાળવવો.

મમતા કાર્ડની અંદર સમાવિષ્ટ માહિતી

માતાનું વિભાગ

  • માતાનું નામ, ઉંમર, સરનામું
  • લગ્ન અને ગર્ભવતિતાની વિગતો
  • HB (હેમોગ્લોબિન) સ્તર, વજન, બ્લડ પ્રેશર
  • ANC ચકાસણીઓનો રેકોર્ડ
  • TT ટિકા તારીખ
  • આયર્ન ફોલિક એસિડ લેવાનું રેકોર્ડ
  • પ્રસૂતિની તારીખ અને સ્થળ

બાળકનું વિભાગ

  • બાળકની જન્મ તારીખ, વજન, લિંગ
  • જન્મ સમયે આપેલી આરોગ્ય સેવાઓ
  • ટિકાકરણ રેકોર્ડ (BCG, OPV, Pentavalent, MR, etc.)
  • પોષણ સ્થિતિનું મૂલ્યાંકન (Growth Chart)
  • વિટામિન A સિરપની તારીખ
  • ઉન્નત સેવા અને નિદાન માટેનો રિફરલ

મમતા કાર્ડની ઉપયોગીતા

  • બાળકના સંપૂર્ણ ટિકાકરણને સુનિશ્ચિત કરવું
  • માતાનું પોષણ અને આરોગ્ય જાળવવું
  • આરોગ્ય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ
  • સરકારી યોજના (જેમ કે જનની સુરક્ષા યોજના)ના લાભ મેળવવા આધારરૂપ

મમતા કાર્ડ કોણ આપે છે?

  • ANM (Auxiliary Nurse Midwife)
  • ASHA વર્કર
  • આંગણવાડી કાર્યકર (ICDS)
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)

(૭) CNA( કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ)

કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ

Definition : સમુદાયની જરૂરિયાતોનું મૂલ્યાંકન એટલે સમુદાયના આરોગ્ય સંબંધિત જરૂરિયાતો અને સમસ્યાઓ ઓળખવા, તેનું વિશ્લેષણ કરવા અને તે આધારિત આરોગ્ય સેવાઓનું આયોજન, અમલ અને મૂલ્યાંકન કરવાની એક સુવ્યવસ્થિત પ્રક્રિયા.

કોમ્યુનીટી નીડ એસેસમેન્ટના હેતુઓ

  • જનસમુદાયની આકરણીના હેતુઓ નીચે મુજબ છે.
  • સેવાઓનો અગ્રતાક્રમ નક્કી કરવામાં મદદરૂપ થાય છે.
  • લાયક અને લક્ષિત જૂથ અલગ ઓળખવામાં મદદરૂપ થાયછે.
  • જોખમી જૂથ અલગ ઓળખવામાં મદદરૂપ થાય છે.
  • સેવાઓનો સાચો અંદાજ મેળવવા માં મદદરૂપ થાયછે.
  • જરૂરી સાધનસામગ્રી મેળવવામાં મદદરૂપ થાય છે.
  • અગાઉના વર્ષની ખરેખર સિદ્ધિ સાથે સરખામણી કરવામાં મદદરૂપ થાય છે.
  • કર્મચારી માટે વાસ્તવિક કાર્ય આયોજન વિકસાવવામાં મદદરૂપર થાયછે.
  • અપેક્ષિત સેવાનું કદ નક્કી કરવા માટે.

પ્રક્રિયા (Steps in Community Need Assessment)

1. ડેટા સંગ્રહ (Data Collection)

  • પ્રાથમિક સ્ત્રોત: સર્વે, ઇન્ટરવ્યુ, ફોકસ ગ્રુપ ડિસ્કશન, ઓબ્ઝર્વેશન
  • દ્વિતીય સ્ત્રોત: HMIS રિપોર્ટ, સેન્સસ ડેટા, હેલ્થ રેકોર્ડ

2. ડેટા વિશ્લેષણ (Data Analysis)

  • રોગ, મૃત્યુદર, રસીકરણ દર, પોષણ સ્તર વગેરેનું મૂલ્યાંકન

3. જરૂરિયાતોની ઓળખ (Identification of Needs)

  • આરોગ્ય, પોષણ, સ્વચ્છતા, માતા-શિશુ આરોગ્ય, રોગ નિયંત્રણ ક્ષેત્રે ખામી ઓળખવી

4. પ્રાથમિકતા નક્કી કરવી (Prioritization)

  • સમસ્યાની ગંભીરતા, અસરગ્રસ્ત વસ્તીનો પ્રમાણ, ઉકેલની શક્યતા

5. આયોજન (Planning)

  • જરૂરી સેવાઓ, સ્ટાફ, બજેટ અને સાધનો નક્કી કરવું

6. અમલ અને મોનીટરીંગ (Implementation & Monitoring)

  • નક્કી કરેલ કાર્યક્રમ અમલમાં મુકવો અને સમયાંતરે પ્રગતિ ચકાસવી

7. મૂલ્યાંકન (Evaluation)

  • લક્ષ્યાંકો હાંસલ થયા કે નહીં તે માપવું

નર્સિંગ ક્ષેત્રમાં મહત્ત્વ

  • ગામ કે વિસ્તારના આરોગ્ય કાર્યક્રમો માટે યોગ્ય યોજના બનાવવામાં મદદરૂપ
  • સંસાધનોનો યોગ્ય ઉપયોગ
  • દર્દી કેન્દ્રિત સેવાઓ પૂરી પાડવામાં સહાય

(૮) JSSK(જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ)

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK)

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 2011માં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની સેવાઓ તેમજ નવજાત શિશુને જન્મ પછીના પ્રથમ 30 દિવસ સુધી મફત અને રોકડરહિત (Cashless) સેવા ઉપલબ્ધ કરાવવાનો છે.

મુખ્ય લક્ષ્યો

  • ગર્ભવતી સ્ત્રીઓ અને શિશુઓને આરોગ્ય સેવાઓ મફતમાં આપવી.
  • સંસ્થાગત પ્રસૂતિને પ્રોત્સાહન આપવું.
  • માતા અને શિશુના મરણ દરમાં ઘટાડો કરવો.
  • ગરીબ અને પછાત વર્ગની મહિલાઓને આર્થિક ભાર વગર આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવી.

મુખ્ય સુવિધાઓ

1. ગર્ભવતી સ્ત્રીઓ માટે

  • મફત પ્રસૂતિ સેવા (સીઝેરિયન સહિત)
  • મફત દવાઓ અને કન્સ્યુમેબલ સામાન
  • મફત રક્ત ચઢાવવાની સેવા
  • મફત લેબોરેટરી તપાસ
  • મફત ખોરાક
  • મફત પરિવહન સેવા
    • ઘરથી આરોગ્ય સંસ્થા સુધી
    • સંસ્થા અંદર એક યુનિટથી બીજા યુનિટ સુધી
    • ડિસ્ચાર્જ પછી ઘરે પરત
  • કોઈપણ પ્રકારની ફી ન લેવાય

2. શિશુઓ (નવજાત – 30 દિવસ સુધી)

  • મફત સારવાર (Sick Newborn Care)
  • મફત દવાઓ અને રસી
  • મફત લેબોરેટરી તપાસ
  • મફત ખોરાક
  • મફત રક્ત ચઢાવવાની સેવા
  • મફત પરિવહન સેવા
    • ઘરથી આરોગ્ય સંસ્થા સુધી
    • એક સંસ્થા થી બીજી સંસ્થા
    • ડિસ્ચાર્જ પછી ઘરે પરત

કાર્યક્રમના લાભો

  • સંસ્થાગત પ્રસૂતિમાં વધારો થયો.
  • માતા અને બાળ મૃત્યુ દર (MMR, IMR) ઘટાડવામાં મદદ.
  • ગરીબ પરિવારો પર આરોગ્ય ખર્ચનો ભાર ઓછો થયો.
  • Universal Health Coverage તરફ મહત્વપૂર્ણ પગલું.

પ્રશ્ન-3 નીચેનામાંથી સાચો વિકલ્પ લખો. (10)

(૧) એનિમિયાવાળી સગર્ભા માતાની સંખ્યા હોય છે.

(અ)૧૫%

(બ)૫૦%

(ક)૬૦%

(ડ)૮૦%

(૨) રજીસ્ટર નંબર- ૬ માં આ માહિતી હોય છે?

(અ) જન્મ-મરણની

(બ) જથ્થા રજીસ્ટર

(ક) મેલેરિયાની સારવાર

(ડ) બાળ સંભાળની માહિતી

(૩)MIESનો એક હેતુ શું અટકાવવાનો છે.

(અ) માહિતીનું ડુપ્લિકેશન

(બ) ખોટી માહિતી

(ક) માહિતીનું પૃથ્થકરણ

(ડ) અ અને બ

(૪) ડુંગરાળ વિસ્તારમાં સબસેન્ટર ની વસ્તીનું પ્રમાણ હોય છે.

(અ) ૩૦૦૦

(બ)૨૦૦૦

(ક)૫૦૦૦

(ડ)૧૦,૦૦૦

(૫) આશા વર્કરને આપવામાં આવતી તાલીમના દિવસો

(અ) ૨૨ દિવસ

(બ) ૨૫ દિવસ

(ક) ૨૩ દિવસ

(ડ) ૨૧ દિવસ

(૬) પેટાકેન્દ્રનું કાર્ય આયોજન તૈયાર કરી પી.એચ.સી. પર આ માહિતીમાં મોકલવામાં આવે છે.

(અ) એપ્રિલ

(બ) માર્ચ

(ક) જાન્યુઆરી

(ડ) જૂન

(૭) જોખમી નવજાત શિશુઓની સંખ્યા જીવિત જન્મોના અંદાજે આટલી હોય છે.

(અ)૧૨%

(બ)૧૫%

(ક)૧૦%

(ડ)૮%

(૮) ‘ગ’વર્ગનો રેકોર્ડ આટલા વર્ષ સુધી સાચવવામાં આવે છે.

(અ)૧૦ વર્ષ

(બ)૩૦ વર્ષ

(ક)૫ વર્ષ

(ડ)૧૫ એપ્રિલ ૨૦૨૧

(૯) ટી.બી. માં કઈ સારવાર અપાય છે.

(અ)DOTS

(બ)MDT

(ક)RT

(ડ) એક પણ નહીં

(૧૦) મેલેરીયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

(અ)૩૦ ડિસેમ્બર

(બ)૧૨ મે

(ક)૨૫ એપ્રિલ

(ડ)૨૪ માર્ચ

(બ) ખાલી જગ્યા પૂરો (10)

(૧) વેક્સિન ની ગણતરી કરતી વખતે ………..% વેસ્ટેજ ગણવામાં આવે છે. 10%

(૨)N.H.M. એટલે…………National Health Mission (રાષ્ટ્રીય આરોગ્ય મિશન)

(૩) તાલુકા હેલ્થ ઓફિસના વડાને …………. કહે છે. તાલુકા હેલ્થ ઓફિસર (THO)

(૪) ડેન્ગ્યુ …………… મચ્છરના કરડવાથી થાય છે. એડસ મચ્છર

(૫)B.C.G. વેક્સિન ………….રુટ દ્વારા આપવામાં આવે છે. ઇન્ટ્રાડર્મલ રૂટ(ચામડીની અંદર)

(૬) ૫ વર્ષ સુધીના બાળકોમાં વર્ષ દરમ્યાન ARI ના હુમલા …………. વખત આવે છે. 3-5 વખત

(૭) આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે ……….. દિવસે ઉજવાય છે. 12 મે

(૮) વિટામિન A નો પહેલો ડોઝ …………IU આપવામાં આવે છે.1,00,000 IU

(૯) એક આંગણવાડી………….. વસ્તીએ હોય છે.1000 વસ્તી દીઠ

(૧૦) રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના …………… વર્ષમાં શરૂ કરવામાં આવી. 2008 માં

(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. (10)

(૧) PHC માં MCH ની સુવિધા હોય છે. ✅

(૨) સર્વેની માહિતીનો પૃથ્થકરણના આધારે આરોગ્ય સેવાઓનો તાગ મેળવાય છે. ✅

(૩) મમતા કાર્ડ ૬ પાનાનું હોય છે. ❌

(૪) તંદુરસ્તીમાં વધારો કરવા માટે આપવામાં આવતી સારવારને પ્રમોટિવ કેર કહે છે. ✅

(૫) ઝેરી કમળાની રસી જન્મ સમયે આપવામાં આવે છે. ❌

(૬) સબ સેન્ટર ખાતે નવ રજીસ્ટર નિભાવવામાં આવે છે. ✅

(૭) હોસ્પિટલમાં નર્સિંગના વડાને નર્સિંગ સુપ્રીટેન્ડન્ટ કહે છે. ✅

(૮)ANM ના સુપરવાઇઝરને FHS કહેવામાં આવે છે. ❌

(૯) નર્સીસના વ્યવસાય માટે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. ✅

(૧૦) સગર્ભાવસ્થાની શરૂઆતથી જ ટેબલેટ આયર્ન અને ફોલિક એસિડ આપવામાં આવે છે. ✅

Published
Categorized as ANM-HCM-PAPER SOLUTIONS, Uncategorised