skip to main content

સમાનાર્થી શબ્દો-COH-SN

▶️અચાનક:- ઓચિંતુ,અણધાર્યું, એકાએક ,એકદમ.

▶️અક્કલ: –બુદ્ધિ, મતિ, પ્રજ્ઞા, મેઘા, ધી.

▶️આશા: ઈચ્છા,કામના, અભિલાષા, મનોરથ,વાંછા, સ્પૃહા, એષણા,આરત, મનીષા.

▶️અતિથિ: મહેમાન, પરોણો,અભ્યાગત.

▶️આંખ: ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ, ચાક્ષુષ, અક્ષ, નેન, અશિ.

▶️નસીબ : ભાગ્ય, કર્મ, કિસ્મત, ઈકબાલ, નિયતિ, વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર, નિર્માણ, કરમ, દૈવ્ય.

▶️સાગર : સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંબોધી, મહેરામણ, જલધિ, અર્ણવ, સિંધુ, અકૂપાર, મકરાકર, કુસ્તુભ,સાયર, જલનિધિ, દધિ, મહોદધિ.

▶️રજની : રાત, રાત્રિ,નિશ, નિશા, શુપા, શર્વરી, યામિની, વિભાવરી, નિશીથ, થોરા, દોષા, ત્રિયામા, તમિસા.

▶️આકાશ : વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ, વિતાન, નભસ્તલ, ફલક.

▶️અવાજ : રવ, ધ્વનિ, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ, કલરવ, કલ્લોલ, સૂર, કંઠ, નાદ.

▶️અપમાન : અનાદર, અવમાનના, અવહેલના, ઉપેક્ષા, તિરસ્કાર.

▶️અભિમાન : ગર્વ, અહંકાર, અહમ્, દર્પ, ઘમંડ.

▶️અભૂતપૂર્વ : અનન્ય, અજોડ, અદ્વિતીય, બેનમૂન.

▶️અરજ : વિનંતી, વિજ્ઞપ્તિ, અરજી, વિનવણી, અનુનય.

▶️અર્વાચીન : આધુનિક.

▶️અલ્પ : ક્ષુલ્લક, સહેજ, જરાક, નજીવું, થોડું.

▶️હાથી: ગજ, વારણ,કુંજર, દ્રિપ.

▶️ધ્યેય: લક્ષ્ય,ઉદ્દેશ્ય,હેતુ, પ્રયોજન, આશય.

▶️સુંદર: કાન્ત, રૂપાળું, ચારુ, નમણું,મનોરમ, મનોહર.

▶️સ્ત્રી: વનિતા, અબળા, વામા, નારી, ઓરત, મહિલા, કામિની, ભામિની, રમણી

પ્રવીણ :કાબેલ, હોશિયાર, ચાલાક, પંડિત, વિશારદ, ધીમાન, વિદગ્ધ, પ્રજ્ઞ, બુદ્ધ, દક્ષ, તજજ્ઞ, કર્મન્ય, ચકોર, નિષ્ણાત, આચાર્ય,વિદ્યાગુરુ, ભેજાબાજ, પારંગત, ચતુર, કુશળ, પાવરધો, કુનેહ, ખબરદાર, કોવિદ, બાહોશ, સાવધ.

ક્રોધ: ગુસ્સો, રોષ, આક્રોશ, અમર્ષ.

અરજ : વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી, વિજ્ઞપ્તિ, કરગરી, કગરી, અભ્યર્થના, ઈબાદત, અનુનય, અરજી, ઈલ્તિજા, અર્ચના, આર્જવ, સરળતા, વિનતિ, વિનંતિ.

મુસાફર : પથિક, અધ્વગ, પંથી, રાહદારી, રાહી, વટેમાર્ગુ, ઉતારુ, પ્રવાસી.

અગ્નિ : આગ, અનલ,હુતાશન, પાવક, વૈશ્વાનર, દેવતા.

બગીચા : વાટિકા, વાડી, ઉદ્યાન, પાર્ક, વનિકા, આરામ, ફૂલવાડી, ગુલિસ્તાન, ગુલશન, બાગ,ઉપવન.

અનુગ્રહ: કૃપા , ઉપકાર.

અચલ: દ્રઢ, સ્થિર, અવિકારી.

કબૂલ: મંજૂર માન્ય સ્વીકાર્ય સ્વીકૃત.

અદ્ભુત: અલૌકિક, આશ્ચર્યકારક, અજાયબ, નવાઈ ભર્યું.

કિરણ : રશ્મિ,અંશુ મરીચિ.

કિનારો:કાઠો,આરો,ઘાટ ,તીર, ઓવારો.

ઉપકાર: પાડ, ઉપકૃતિ,કૃતજ્ઞતા, એહસાન.

અર્જુન: કિરીટી, પાર્થ.

ઈસ્ટ : ઈચ્છિત,મનગમતું, પ્રિય.

અજાઝુડ: અડાબીડ, ગીચ.

કાપડ: વસ્ત્ર ,વસંન, અંબર, ચીર, કપડું.

પક્ષી : પંખી, વિહંગ, અંડજ, શકુંત, દ્વિજ, શકુનિ, ખગ, નભસંગમ, વિહગ, વિહંગમ, શકુન, ખેંચર

અખિલ: આખું, સઘડું, સમગ્ર, બધું, સકલ, નિખિલ,સર્વ, નિ:શેષ, પૂરું,અખંડ.

વાદળ : નીરદ, પયોદ, ઘન, મેઘલ, જીમૂત, જલદ, મેઘ, બલાહક, અંબુદ, વારિદ, અબ્દ, જલધર, પયોધર, અંબુધર, અંબુવાહ, અંભોદ, અંભોધર, તોયદ, તોયધર.

પંકજ : કમળ, પદ્મ, શતદલ, તોયજ, કુવલય, કુસુમ, વારિજ, પોયણું, કોકનદ, અરવિંદ, નલિન, ઉત્પલ, અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ, નીરજ.

સોનું : હેમ, કનક, હિરણ્ય, સુવર્ણ, કંચન, કુંદન.

અમી : અમૃત, પીયૂષ, સુધા

ધરતી : પૃથ્વી, ધારિણી, વસુંધરા, ભૂપૃષ્ઠ, મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા, વસુધા, અવનિ, વિશ્વંભરા, અચલા, વસુમતી, ધરા, ભોય, જમીન, ભોમકા, ધરિત્રી, ક્ષિતિ, ધરણી .

સફેદ : શ્વેત, ધવલ, શુકલ, ધોળું, ઊજળું, સિત, શુભ્ર.

અંધકાર : તિમિર, અંધારું, તમસ, તમ.

વસ્ત્ર : વસન, પટ, કાપડ, અંબર, પરિધાન.

અનુકૂળ : બંધબેસતું, ફાવતું, માફક, રુચતું સગવડભર્યું.

અનિલ : વાયુ, પવન, સમીર, વાયરો, મારુત.

શહેર : પુર, પુરી, નગરં, નગરી.

નસીબ : ભાગ્ય, કર્મ, કિસ્મત, ઈકબાલ, નિયતિ, વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર, નિર્માણ, કરમ, દૈવ્ય.

વીરતા : શૌર્ય, શૂરાતન, પરાક્રમ, બહાદુરી.

આનંદ : ઉલ્લાસ, હર્ષ, ઉમંગ, હોંશ.

શિવ : શંભુ, શંકર, રુદ્ર, ઉમાપતિ.

અનુપમ : અનોખું, અદ્વિતીય, અપૂર્વ, અતુલ.

સુવાસ : પમરાટ, મહેક, પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ, સુગંધ, ફોરમ.

અનોખું : વિલક્ષણ, અપૂર્વ.

અનિલ : પવન, વાયુ, માતરિશ્વા, સમીર, સમીરણ, મરુત, વાત.

આભૂષણ : આભરણ, અલંકાર, ભૂષણ, દાગીનો.

સૂરજ : રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, મિહિર, દિનકર, આફતાબ, અર્ક, તિગ્માંશુ, અંશુમાલી, મરીચી, ખગેશ, ભાણ, ઉષ્ણાંશ, દીનેશ, ચંડરશ્મિ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા, આદિત્ય, ચિત્રભાનુ, વિભાકર, કલિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, ખુરશેદ, કિરણમાલી.

અનુકંપા : દયા, કરુણા, અનુગ્રહ, મહેરબાની.

આસવ : અર્ક, રસ.

અમાનુષી : ક્રૂર, ઘાતકી, નિર્દય, નિસ્ઠુર.

કૂટ : કઠણ, અઘરું,અટપટું, જુઠું, ઠગાઈ, શિખર, ઢગલો.

ઓસડ : દવા, ઔષધ.

કુહર : ગુફા,બખોલ, પોલાણ, ગહવર.

કોટી : કરોડ, આલિંગન, વર્ગ,પૂર્વપક્ષ.

કોટ : કિલ્લો,ગઢ,દુર્ગ.

કેડ : કમર, કટિતટ.

કોતર : ખીણ, કરાડ,ભેખડ,બોડ, ગુફા, બખોલ, કુહર, ખોભણી,ગહવર,ગુહા, ઘેવર.

કોયલ :પિક, ૫રભૂતા,સારંગ, કોકિલા,પરભૂતિકા,કદંબરી,અન્યભૂતા.

કોમલ : કુમળું, નજાકત, મુદુલ,સુકુમાર મુલાયમ, નાજુક, કોમળ, ઋજુ.

કૌશલ : નિપૂર્ણતા, ચતુરાઈ, પ્રાવીણ્ય, દક્ષતા.

અસીમ: અમાપ ,પુષ્કળ ,અઢળક.

ઈનકાર : નામંજૂરી, અસ્વીકાર, નિષેધ, મના.

અશરફી : સોનામહોર, ગીની.

ઓશિયાળી : લાચાર, પરવશ, દીન.

કિરણ:રશ્મિ,મરીચિ,અંશુ, મયૂખ.

કીર્તિ : ખ્યાતિ, નામના યશ, નામ, શાખ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા.

કીર્તિમાન :કીર્તિવંત, જશવંત, યશવંત, નામાંકિત નામવર, પ્રખ્યાત, નામ ચીન, વિખ્યાત.

કુટુંબ : પરિવાર, પરીવાર, વંશ, કુળ, પેઢી,વાડી.

કુદરતી : નૈસર્ગિક, પ્રકૃતિક, પ્રકૃતિજન્ય, સહજ, પ્રકૃત, સ્વાભાવિક.

કુનેહ : ચતુરાઈ,આવડત,

અવસાન: મૃત્યુ, નિધન , મરણ, મોત , અંતકાળ , કાળધર્મ.

અગમ્ય : ગૂઢ, ગેબી ,રહસ્યમય.

અહોનિશ: દિનરાત

રુદન : રોદણું, વિલાપ, કંદર

અશ્વ : ઘોડો, હય, તુરંગ, વાજી

બંદગી : પ્રાર્થના, અર્ચના, ઉપાસના

રસ : આસવ, અર્ક

અંબાર : ભંડાર કોષ

બુંદ : ટીંપું, છાંટો

રિક્તતા : શૂન્યતા, ખાલીપણું, ખાલીપો, શૂન્યવકાશ

આવક : ઉપજ, મળતર, નીપજ, પેદાશ

બાંધવ : ભાઈ, સહોદર, ભ્રાતા, બાંધવ

દુષ્ટ : નીચ, અધમ, કુટિલ, ધૂર્ત

આરોપ : તહોમત, આળ, આક્ષેપ

બેનમૂન : અસાધારણ, અનન્ય

આત્મશ્લાધા : સ્વપ્રશંસા

બલા : આફત, મુસીબત

ઉન્નતિ : વિકાસ, ઉત્કર્ષ, અભ્યુદય, ચડતી, ઉત્થાન, પ્રગતિ

અધમ: નીચ

અંજલિ : ખોબો

અજ્ઞ : અજાણ, અનભિજ્ઞ

અટકળ : અનુમાન, ધારણ

અજપાળ : ભરવાડ

રાજા : રાજન, નરેશ, નરેન્દ્ર, ભૂપ, ભૂપતિ, નૃપતિ, ભૂપાલ, મહીપતિ, નરપતિ

બાગ : વાડી, વાટિકા, બગીચો, ઉદ્યાન, ઉપવન

પ્રણાલિકા : પરંપરા, રૂઢિ, રિવાજ, પ્રણાલી

અલિ : ભમરો, મધુકર, ભ્રમર, ભૂંગ

બાંધવ : ભાઈ, સહોદર, બ્રાતા, બાંધવ

બુંદ : ટીંપું, છાંટો

અધિકાર : અમલ, સત્તા, હક્ક

પ્રતિકૂળ : ઊલટું, વિપરીત

અનન્ય : અજોડ, બેનમૂન, અનેરું, અસાધારણ

બ્રહ્મા : વિધાતા, પ્રજાપતિ, પિતામહ, સંષ્ટા, ચતુર્મુખ

પ્રતિકાર : વિરોધ, સામનો

અહિ : સાપ, સર્પ, ભુજંગ, નાગ.

બક્ષિસ : ભેટ, ઉપહાર, ઈનામ, પુરસ્કાર, નજરાણું

પરાધીનતા: પરતંત્રતા, ગુલામી

કમળ : સરોજ, પંકજ, ઉત્પલ, અંબુજ, અરવિંદ, રાજીવ, શતદલ, નલિન.

બિસ્તર : બિછાનું, પથારી

બેનમૂન : અસાધારણ, અનન્ય

પ્રયત્ન : કોશિશ, પ્રયાસ

બાળક : શિશુ, અર્ભક, શાવક, બચ્ચું, અપત્ય, બાળ

બંદગી : પ્રાર્થના, અર્ચના, ઉપાસના.

બલા : આફત, મુસીબત

ઈશ્વર : પ્રભુ,પરમાત્મા,પરમેશ્વર, હરી, વિભુ.

પાણી : જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ.

ઉર : હદય , દિલ , હૈયુ, અંતઃકરણ.

વિશ્વ : સૃષ્ટિ, જગ, જગત, દુનિયા, સંસાર, લોક, આલમ, બ્રહ્માંડ, ભુવન, ખલક, દહર, જહાં.

કાળું : કૃષ્ણ, શ્યામ, શ્યામલ, શામળું.

દિવસ : દહાડો, દિન, દી, અહર, અહન.

ઉપવન: ઉદ્યાન, વાટિકા ,બાગ, બગીચો.

ચાંદની : ચંદની, ચાંદરડું, ચાદરણું, ચંદ્રકાંતા, ચંદ્રજપોતિ, ચાંદરમંકોડું, જયોત્સના, ચંદ્રિકા, ચન્દ્રપ્રભા.

આસપાસ: ચો પાસ , આજુબાજુ.

શાળા : શાલા, નિશાળ, વિદ્યાલય, વિદ્યામંદિર, શારદામંદિર,ઉતરબુનિયાદી, વિનયમંદિર, જ્ઞાનમંદિર, ફૂલવાડી, મકતબ,વિદ્યાનિકેતન, ગુરુકુળ, અધ્યાપનવિદ્યાલય, વિદ્યાભારતી, અધ્યાપન મંદિર, બાલમંદિર, શિશુવિહાર, પાઠશાલા, મહાશાલા, આશ્રમશાળા,આંગણવાડી.

કિલ્લો : દુર્ગ, કોટ.

કુતૂહલ : જિજ્ઞાસા, ઉત્કંઠા, ઈન્તેજારી, તાલાવેલી.

ઘર : ગૃહ, આવાસ,ખોરડું, ખોલી, રહેઠાણ, નિકાય, મઢી, છાપરી, ઠામ, પ્રાસાદ, મંજિલ, કુટિર, મહેલ, મહોલાત, નિવાસસ્થાન, બંગલી, ઝૂંપડી, મકાન, ધામ, સદન, નિકેત, નિકેતન, નિલય,મહેલાત, બંગલો, હવેલી, ફ્લેટ.

ઉપજ : આવક, મળતર ,નફો, પેદાશ, નીપજ, ઉત્પન્ન.

કજીયો : ઝઘડો, કંકાસ,તકરાર, ટંટો.

કામના : મનોરથ, અભિલાષા, આકાંક્ષા, અપેક્ષા, એષણા.

કાયમ : સનાતન, શાશ્વત, ધ્રુવ, નિત્ય.

કોયલ : કોડિલ, પિક, કોકિલા, વનપ્રિય, સારંગ.

કાળ : સમય, વખત, જમાનો, વેળા.

કુદરતી : પ્રાકૃતિક, સહજ, નૈસર્ગિક.

જંગલ : વન, કંતાર, આજાડી, કાનન, વનરાઈ, અટવી, વગડો, અરણ્ય, રાન, ઝાડી, વિપિન.

કેફિયત : હકીકત, દાસ્તાન.

આલેખન : લેખન,નિરૂપણ,ચિત્રણ.

આળ: તહોમત , આક્ષેપ.

વરસાદ : વૃષ્ટિ, મેહ, મેહુલો, બલાહક, મેવલો, મેઘ, વર્ષા મેવલિયો, પર્જન્ય.

પર્વત : પહાડ, અદ્રિ,તુંગ, અશ્મા, ક્ષમાધર, શૈલ, ભૂધર, અચલ, કોહ, ગિરિ,નગ, ડુંગર.

કપરું : અઘરું, કઠિન, મુશ્કેલ

કઢંગું : બેડોળ, કદરૂપુ

ગણપતિ: ગજાનન, વિનાયક,ગૌરિસુત, એકદંત,લંબોદર,ગણેશ,ગણનાયક.

કિરણ: રશ્મિ, અંશુ, મયૂખ,કર

ગિરિ : પર્વત, પહાડ, અદ્રિ.

પતિ : કંથ, ભરથાર, પણી, સ્વામી, નાથ, ધવ, ભર્તા, વલ્લભ, પ્રીતમ, પ્રાણપતિ.

કાળજી : ચીવટ, તકેદારી, સાવચેતી,સંભાળ.

પરાક્રમ : શૌર્ય, બહાદુરી, વીરતા, શૂરાતન.

કર્મ : કાર્ય, ક્રિયા, પ્રવૃત્તિ, કામ.

કામદેવ : મદન , મન્મર્થ, કંદર્પ,અનંગ, રતિપતિ.

કામદાર: મંજૂર, શ્રમજીવી, શ્રમિક.

ધી : ધૃત, હવિ, સર્પિ, આજયં

ક્રૂર : ઘાતકી, નિર્દય, નિષ્ઠુર, કઠોર.

ક્ષણ : ઘડી, પળ.

કાવ્ય : કવિતા, પદબંધ, પદ્ય.

પુર : નગર, નગરી, પુરી

કાબૂ : અંકુશ, સત્તા

કુસુમ : સુમન, પુષ્પ, ફુલ.

પત્ની : ભાર્યા, અર્ધાંગના, વલ્લભા, વધૂ, વહુ, શ્રીમતી, ગૃહલક્ષ્મી.

કરાડ : ભેખડ

ગદર્ભ: ગધેડો,ખર , વૈશાખનંદન.

▶️ટોણો : મહેણું

ટાણું : અવસર, વખત

પતાવટ: સમાધાન,સમજૂતી, મનમેળ, સુલેહ , સંધિ.

ડરપોક : ભીરુ, બીકણ

જંગજજનની : જંગદંબા, દુર્ગા

જડભરત : મૂર્ખ, અણસમજુ

સિંહ : વનરાજ, શેર, સાવજ, કેશરી, મૃગેન્દ્ર

ગારુડી : મદારી

જોબન : જુવાની, યૌવન

મોર : મયૂર, કલાપી, કલાધર, શ્રીખંડ, નીલકંઠ.

ઝાકળ : ઓશ, તુષાર, શબનમ

ઝાડ : વૃક્ષ, તરુ, તરુવર, દ્રુમ, પાદપ

તીર : બાણ, શર, સાયલ, સાયક, શલ્ય

પતાવટ : સમાધાન, સમજૂતિ, મનમેળ, સુલેહ, સંધિ

જિંદગી : જીવન, આયુષ્ય, આયખું, આવરદા, જીવતર,

જનક : પિતા, જન્મદાતા, તાત, બાપ

જરઠ : વૃદ્ધ, ઘરડું, વયોવૃદ્ધ

ગુલામી : પરાધીનતા, પરતંત્રતા

ગમગીન : ખિન્ન, ઉદાસ

ગમાર : મૂઢ, બાધું, બેવકુફ, બોઘું
તળાવ : સર, સરોવર, કાસાર, તટાગ, તડાગ

▶️નજીક : નિકટ, સમીપ, પાસે.

તંદુરસ્ત : સ્વસ્થ, નિરામય.

તલવાર : ખગ, તેગ, સમશેર, અસિ, સાયલ.

તેજ : તેજસ, પ્રકાશ ,ધૃતિ.

ધવલ : સફેદ, શ્વેત.

ધજી : ધ્વજ, પતાકા, વાવટો, કેતન.

તોરો : કલગી, છોનું.

ઢોર : જનાવર ,જાનવર , પશુ,પ્રાણી.

તિતિક્ષા : સહનશીલતા, ધૈર્ય.

તવંગર : ધનિક, શ્રીમંત, પૈસાદાર, અમીર.

નેહ : સ્નેહ, પ્રેમ, અનુરાગ, પ્રીતિ, પ્યાર.

ડરપોક : બીકણ, કાયર, ભીરું.

નિગૂઢ : ગુપ્ત, અગમ્ય.

તદ્દન : સાવ, બિલકુલ.

તટ : કિનારો, કાંઠો, ઓવારો, ઘાટ, આરો, તીર્થ.

ટોચ : શિખર , મથાળું.

નિસ્તબ્ધ : નિશ્વેષ્ટ, સ્થિર.

નિયતિ : ભાગ્ય, વિધાતા, નસીબ, દૈવ.

ઝાડ : તરુ, વૃક્ષ ,પાદપ, તરુવર, દ્રુમ.

જૂનું : પુરાણું, પ્રાચીન, પુરાતન, ચિંરંતન, જીર્ણ, જર્જરિત.

▶️તરત : શીધ્ર, ત્વરિત

પ્રપંચ : છળ, કપટ, દગો

તરજુમો : ભાષાંતર, અનુવાદ

તૃષ્ણા : લાલસા, કામના, વાસના.

દુઃખ : કષ્ટ,પીડા, સંકટ, આપદા, આફત, વેદના, યાતના, વિપત્તિ.
વ્યથા, દર્દ.

પંખી : વિહગ, ખગ, પક્ષી, પંખીડું, વિહંગ.

પુત્ર : તનય, સુત, દીકરો, આત્મજ, તનુજ.

દાદુર : દેડકો

દરિયો : સાગર, સમુદ્ર, સિંધુ, ઉદષિ, અબ્ધિ, રત્નાકર, જલધિ, સાયર,મહેરામણ.

પથ્થર : પાષાણ, શિલા, પાણો, પથરો.

પરચો : ચમત્કાર, પ્રભાવ.

દેદીપ્યમાન : દીપતું, ઝગમગતું

દિવ્ય : દૈવી, અલૌકિક

પ્રમાણભૂત : વિશ્વાસપાત્ર

દોલત : પૈસો, ધન, પૂંજી, વિત્ત, દ્રવ્યસંપત્તિ, નાણું,.

દુશ્મન : અરિ, રિપુ, શત્રુ, વૈરી

દૈત્ય : દાનવ, અસુર, રાક્ષસ, નિશાચર, દનુજ,

દેવું : કરજ, ઋણ

દીદાર : ચહેરો, સ્વરૂપ

દેહ : શરીર, કાયા, તન, વપુ, બદન, કલેવર,

દિવસ : વાસર, અહન, દિન, દહાડો.

દાદુર : દેડકો

પ્રણાલિકા : પરંપરા, રૂઢિ, રિવાજ, પ્રણાલી.

▶️નિયંત્રણ : અંકુશ,નિયમન.

નગારુ : નોબત , ઢોલ , ઢોલક.

દુષ્ટ : નીચ, અધમ, પામર , કુટીલ, ધૂર્ત.

તીર : બાણ, શર, સાયક,ઈષુ, શિલિમુખ.

નાણું : સંપત્તિ, દ્રવ્ય , પૈસો, જર.

તિમિર : અંધકાર.

દીવો : દીપક, દીપ.

નિર્ભય : નીડર, અભય.

પ્રભાત : પરોઢ, અરુણોદય, પો, પ્રાત : કાલ , સવાર , ભોર, મળસકુ.

પવન : વાયુ, સમીર , મારુ , વાત.

નવું : નવીન, નૂતન , નવલું , અભિનંદન, નૌતમ.

નિશા : રજની , રાત્રિ , શર્વરી, યામિની, વિભાવરી, ક્ષપા.

નભ : વ્યોમ, અંબર , આકાશ.

પર્વત : ગિરિ , પહાડ , ડુંગર, શૈલ,અચલ,ભૂધર,નગ,ધરાધર.

નદી: સ્ત્રોતસ્વિની, નિર્ઝરણી, સરિતા,તટિની,નિમ્નગા.

નમસ્કાર: નમન , પ્રણામ , સલામ, અભિવાદન, વંદન, પ્રણિપાત.

પંથ : રસ્તો, માર્ગ, રાહ, વાટ, પથ.

નાજુક : કોમળ, મુલાયમ ,કુમળુ, મૃદુ.

નૌકા : નાવ, હોડી , તરી, જળયાન.

નોકર : ચાકર, દાસ , પરિચારક, સેવક, અનુચર.

નિંદ્રા : ઊંઘ, નીંદ , નીંદર.

નુકસાન : ખોટ , ગેરલાભ , હાની, ઘટ, ગેરફાયદો.

▶️વસ્ત્ર : વસન, પટ, કાપડ, અંબર, પરિધાન.

મગરૂર : ગર્વિષ્ઠ, અભિમાની.

બ્રહ્મા : વિધાતા, પ્રજાપતિ, પિતામહ, ભ્રષ્ટા, ચતુર્મુખ

મહેલ : રાજગૃહ, પ્રાસાદ

બક્ષિસ : ભેટ, ઉપહાર, ઈનામ, પુરસ્કાર, નજરાણું

યશ : પ્રતિષ્ઠા, કિર્તી, નામના, આબરૂ.

ફૂલ : કુસુમ, સુમન, પુષ્પ, પ્રસૂન, સુમ, ગુલ, બકુલ, ફૂલડું.

મંઝિલ: મકામ, મુકામ, માર્ગ, ઓછી

બેનમૂન : અસાધારણ, અનન્ય

માન : આબરૂ, પ્રતિષ્ઠા.

દુષ્ટ : નીચ, અધમ, કુટિલ, ધૂર્ત.

મધુ : મિષ્ટ, ગળ્યું, મધુર.

મુખ : વદન, ચહેરો, દીદાર, મોં, આનન, વકત્ર

સમૂહ : વૃંદ, સમુદાય, ટોળુ, ગણ

મજલ : અંતર, છેટું

મેહુલો : મેઘ, વર્ષા, વરસાદ, મેહ,

મોજું : ઊર્મિ, વીચિ, તરંગ

મેહુલો : મેઘ, વર્ષા, વરસાદ, મેહ,

રિક્તતા : શૂન્યતા, ખાલીપણું, ખાલીપો, શૂન્યવકાશ.

રુદન : રૌદણું, વિલાપ, કંદર.

મોહિની : આકર્ષણ, ખેંચાણ

▶️મૃગ : હરણ, સારંગ, કુરંગ, મૃગલું, હરિણ.

કોયલ: પરભૃતા, કોકિલા, વનપ્રિયા, શ્યામા, મકરંદ, પીક.

ભમરો : ભૃંગ, ષટ્પદ, અલિ, દ્વિરેફ, મધુકર, ભ્રમણ.

પહેલ : આરંભ, પ્રારંભ.

આંસુ: અશ્રુ, નેત્રજલ, નેત્રાંબુ, અશ્રુજલ, આનંદાશ્રુ.

પાન : પત્ર, પર્ણ, પાંદડું, પલ્લવ, કિસલય.

માતા : જનની, જનેતા, મા, માવડી, જન્મદાત્રી.

પ્રત્યક્ષ : રૂબરૂ, સમક્ષ, મોઢામોઢ, નજરોનજર.

મુસાફર : પથિક, પંથી, રાહદારી, વટેમાર્ગુ, પ્રવાસી, યાત્રિક, રાહી, સફરી.

પરાક્રમ : શૌર્ય, બહાદુરી, વીરતા, શૂરાતન.

પુર : નગર, નગરી, પુરી.

પત્ની : ભાર્યા, અર્ધાંગના, વલ્લભા, વધુ, વહુ, શ્રીમતી, ગૃહલક્ષ્મી.

પંડિત : ધીમાન, પ્રજ્ઞ, વિદ્વાન, બુધ, કોવિદ.

પુરાતન : પ્રાચીન, પુરાણું, જૂનું, જીર્ણ, જર્જરિત.

માણસ : માનવ, મનુજ, માનુષ, આદમી, ઈસમ, જન.

માતા : જનની, જનેતા, મા, માવડી, જન્મદાત્રી.

મિત્ર : ભેરુ, સાથી, ભાઈબંધ, દોસ્ત, સખા, સહચર, સુહૃદ, અજીજ.

પાન : પત્ર, પર્ણ, પાંદડું, પલ્લવ, કિસલય.

મિજાજ : સ્વભાવ, પ્રકૃતિ.

કમળ : પુષ્કર, પોયણું, કમલિની, સરોજિની, જલજાત, કોકનદ.

▶️શરીર : તન, દેહ, કાયા, અંગ, કલેવર, ગાત્ર, વપુ.

અવસાન: નિર્વાણ મોત, મૃત્યુ, ચિરવિદાય, સ્વર્ગવાસ, મરણ, કૈલાસવાસ, વૈકુંઠવાસ, કાળ, પમ, કૃતાંત,પંચત્વ, દેહાંત, પરિનિર્વાણ,નિધન.

સુંદરતા : સૌન્દર્ય, કાન્તિ, ઘુતિ, ખૂબસુરતી, સુષમા, ચારુતા.

નફો : લાભ, ફાયદો, ઊપજ, મળતર, પેદાશ, બરકત, જયવારો, આવક.

શહેર: નગર, નગરી, પુર, પુરી, પત્તન.

સ્વર્ગ : દેવલોક,જિન્નત મલકૂત, દેવભૂમિ, સુરલોક, ત્રિવિષ્ટપ, ધુલોક, .

સુંદર: ચારુ, કાન્ત, મનોજ્ઞ, ખૂબસૂરત, રૂપાળું, ફૂટડું, મનોહર.

દીવો : ચિરાગ, બત્તી, શગ, દીપક, ઉત્તેજક, પ્રદીપ, મશાલ, દીપ, શમા.

સદરહુ : સદર, મજકૂર, પૂર્વોક્ત

સારવાર: ઇલાજ, ખિદમત, સંભાળ, માવજત, જતન, સાચવણી, તહેનાત, શુશ્રૂપા, ઉપચાર, ઉપાય, સેવા, ચાકરી.

સફેદ : શુક્લ, શુભ્ર, શુચિ, શ્વેત, ગૌર, ધવલ, ધોળું.

અભિલાપા : આકાંક્ષા, કામના,આશા, ઉમેદ, સ્પૃહા, , ઇચ્છા, ધારણા, મહેચ્છા, લિપ્સા, તમન્ના, મનોરથ, અપેક્ષા, ઈપ્સા, કોડ, લાલસા, વાસના, મરજી, આસ્થા, અરમાન, મનીષા, તૃષ્ણા, ઈરાદો, મનસુબો.

સિંહ:મૃગેંદ્ર, વનરાજ, હરિ, કેસરી, શેર, સાવજ.

ભયંકર: કરાલ, ભીષણ, ભયાનક, દારુણ, વિકરાળ, બિહામણું, તુમુલ,ભૈરવ, ક્રૂર, કરપીણ, ડરામણું, ભીષ્મ, રૌદ્ર.

સમૂહ : સમુદાય, સમવાય, ગણ.

રાજા: નરેશ,નરેન્દ્ર, ક્ષિતિપાલ, પૃથ્વીપતિ, નૃસિંહ, નરાધિપ, બાદશાહ, ભૂપાલ, ભૂપ, રાય, પાર્થિવ, મહિપાલ, નરપતિ, દેવ, રાજન, ભૂપાળ, નૃપાળ, નૃપાલ, ભૂપતિ, અધિપતિ, મહિષ, મહિપતિ,મહિપ.

ચક્ષુઃ શ્રવા, ઉરગ, પન્નગ

પવિત્ર : પાવન, વિમલ, નિર્મળ, પુનિત, શુદ્ધ, નિર્દોષ, વિશુદ્ધ, શુચિ, ચોખ્ખું, સ્વચ્છ

સરખું: સમ, સુમાન, તુલ્ય, સદ્દશ, સરીખું, સરસું.

પ્રતિજ્ઞા : સોગંધ, કસમ, નિયમ, માનતા, ટેક, બાધા, નિશ્ચય, પ્રણ.

સાપ: સર્પ, ભુજંગ, નાગ, અહિ, ફણીધર, દ્વિજિહવા

▶️ઇન્દ્ર : પુરંદરવાસન,સુરપતિ, રાક, મધવા,દેવરાજ, સહસ્ત્રાક્ષ, અમરેશ, શચીશ શચિપતિ

દર્પણ : મુકુર,અરીસો,

પ્રારબ્ધ : ભાગ્ય, નસીબ, નિયતિ, કિસ્મત

ઈજ્જત : આબરૂ,શાખ, નામના, મોભો, ખ્યાતિ

યામિની : રાત્રિ, નિશા, રાત, નિશ

દષ્ટિ : નજર,ધ્યાન,નિગાહ.

અલિ : ભ્રમર, ભમરો, ભૃગ, મધુકર

નદી : સરિતા, તટિની, નિર્ઝરિણી, તરંગિણી.

મુખ : આનન, ચહેરો, વદન, દીદાર.

ઇન્દુ : ચન્દ્ર, શશી,શશાંક,મૃગાંક,છાયામાન

દશા : સ્થિતિ,હાલત.

કીર્તિ : ખ્યાતિ, પ્રસિદ્ધિ, નામના, પ્રતિષ્ઠા

ઇભ્યક : સાહુકાર પૈસાદાર, ધનવાન.

દાસ : નોકર ચાકર,કિંકર, અનુચર,સેવક,પરિચારક

દુહિતા: પુત્રી, તનુજા, સુતા, બેટી

ઇન્કાર : નામંજૂરી, અસ્વીકાર, મના,નિષેધ,પ્રતિબંધ.

સવાર : પ્રભાત, અરુણોદય, પરોઢ

દાંત : દંત,દશન,ડસણ,દ્વિજ,

ઈભ : હાથી,હસ્તી, ગજ, કંજર, કુંજર

દાવ : રમતનો વારો,લાગ,યુક્તિ,

▶️પગરખાં : જૂતાં, ચંપલ, પાદત્રાણ,જોડાં

પગાર : દરમાયો,વેતન, મહેનતાણું, મળતર.

સમય : વખત, કાળ, લાગ, અવસર, તક, મોસમ, સંજોગ, નિયતિ, ટાણું, વેળા.

પડદો:આવરણ,પટંતર,આડ,ઓજલ,પડળ,જવનિકા,ઓથું,આંતરો, આચ્છાદન

વિદ્યા : શિક્ષણ, કેળવણી, ભણતર

આશરો : આશ્રય, શરણું

નગારુ : નોબત , ઢોલ , ઢોલક

મૂડી : પુંજી,સંપત્તિ

વસંત : મધુમાસ , તુરાજ , કુસુમાકર , બહાર.

વાવડ : સમાચાર

આબાદી : જાહોજલાલી, વૈભવ,ઐશ્વર્ય,દબદબો.

શિકાર : પારધી

કલંકિત : આબરૂહીન, અપ્રતિષ્ઠિત,બદનામ બેઆબરૂ કુખ્યાત.

વેદ : નિગમ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદ, જ્ઞાન, સમજ, ચૈતન્ય, ચેતના, શ્રુતિ.

યૌવન : યુવાની,યુવાવસ્થા

કારકુન : વાણોતર,ગુમાસ્તો મહેતાજી,કલાર્ક,લહિયો, કારિદી.

ફૂટ : કઠણ, અધરું,અટપટું જુઠું,ઠગાઈ,

ધનહીન : નિર્ધન,અધમ, અધમી,અકિચન,અલાદ,ગરીબ,કંગાલ,રાંક, અર્થહીન,દીન,દરિદ્ર.

પૌરુષ : પુરુષાતન , મરદાનગી

મૂળ :રત,રજ,રણું,મટોડી,નરણાં

નસ : નાડી,રંગ, ધમની

લપડાક : તમાચો , થપ્પડ

આરાધ્ય : ઉપાસક, પૂજનીય

વિદ્યાલય : નિશાળ, શાળા,

સામર્થ્ય : શક્તિ,તાકાત

મહેનત : શ્રમ, પુરુષાર્થ, ઉદ્યમ

ભરોસો : યકિન, અકીદા, પ્રતીતિ, વિશ્વાસ, પતીજ, ખાતરી, શ્રદ્ધા, મદાર, આસ્થા, ઇતબાર, એતબાર.

પ્રકરણ : ખંડ, પીઠિકા, વિષય, પ્રસંગ, અધ્યાય, વિભાગ, શકલ, ભાગ.

પ્રેમ : સ્નેહ, હેત, , રાગ, પ્રીતિ, મમતા, વહાલ, નેડો,નેડો, અનુરાગ, ચાહ, વાત્સલ્ય

રિવાજ : પ્રથા, રસમ, રૂઢી, ધારો, પ્રણાલી, પદ્ધતિ, પરંપરા, દસ્તૂર, તરેહ, શિરસ્તો, પ્રણાલિકા, શૈલી, તરીકો, રીત, કરવઠું.

કાયમ : શાશ્વત, લગાતાર, હંમેશા, નિરંતર, સતત, નિત્ય, સદા, સનાતન, અવિનાશી.

ગુસ્સો : કોપ, ક્રોધ, રોષ, ખીજ, ચીડ, રીસ, અમર્ષ, આક્રોશ, વેર, દ્વેષ, અણગમો, આવેશ, ખોફ, ખિજવાટ.

શુભ : મંગલ, ભલું, ઉજજવલ, નિર્મલ, અવદાત, કલ્યાણકારી, પનોતા, સુંદર, માંગલ્ય, કલ્યાણ.

ગણિકા: વેશ્યા, રામજણી, તવાયફ, પાતર, કનેરા, દલાલણ, ગુણકા, માલજાદી, રામજની.

પાગલ : ગાંડું, ગમાર, બેવકૂક, મૂર્ખ, શયદા, ઘેલું, બુડથલ, અણસમજુ , બર્બર, જડભરત અસંસ્કારી, ઠોઠ, કમઅક્કલ, નાસમજુ.

પાર્વતી: ગિરિજા , અર્પણા, શર્વાણી, શંકરી, ગૌરી, દુર્ગા, કાત્યાયની, અંબિકા, ભવાની, શૈલસુતા, સતી, શિવાની, ઈશ્વરી, ઉમા, ભ્રામરી.

▶️ઢગલો: પુંજ,ટીંબો, અંબાર, રાશિ, ઓઘ. ખડકલો, ઢગ, સમૂહ, પ્રકર.

વિવાહ : વાકદાન, વેવિશાળ, સગપણ, સગાઈ, ચાંલ્લો.

ભૂલ: અપરાધ,છબરડો, ભ્રાંતિ, સ્ખલન, દોષ, ત્રુટી વાંક, ગફલત, કસૂર, તકસીર, ક્ષતિ, ખામી, ચૂક, ગોટાળો, છબરડો, ભ્રાંતિ, સ્ખલન, દોષ, ત્રુટી.

વાવટો : ધ્વજ, ધજા, પતાકા.

ધન: મિલકત, દ્રવ્ય, મિરાત, અર્થ, પૈસા, દોલત, , સંપત્તિ, વિત, સંપદાવસુ, તેગાર, વિત્ત, સમૃદ્ધિ, સાહેબી.

વાદળ : મેઘ, જીમૂત, અંબુદ, વારિદ, ઘન, નીરદ, પયોદ.

ધૂળ: અટાર, રેતી,રજકણ, રેણું, ગેસુડી, ગીરદ, જેહું, સિલિકા, રજ, વેળુ, કસ્તર, વાલુકા, ધૂલિ, ખેરો, ખેરંચો, રજોટી, માટી, મૃતિકા.

વરસાદ : વૃષ્ટિ, પર્જન્ય, મેહ, મેહુલો, મેઘરાજા.

પ્રયોજન: હેતુ, મકસદ, ઉદ્દેશ્ય, ઈરાદો, મતલબ, કોશિશ, નિમિત્ત, કારણ.

લોહી : રક્ત, રુધિર, લોહિત, શોણિત, ખૂન.

વિજય: જય,કામયાબી, સિદ્ધિ, નતીજો, ફેંસલો, ફળ, ફતેહ, પરિણામ, અંજામ, સફળતા, જૈત્ર, જીત.

રાક્ષસ : અસુર, દૈત્ય, દાનવ, નિશાચર.

વંદન: નમન, આદાબ, પાયલાગણ, પ્રણિપાત,પ્રણામ, જુહાર, સલામ, તસ્લીમ, નમસ્કાર, પડણ, અભિવાદન.

રસ્તો : માર્ગ, રાહ, પથ, પંથ.

તલવાર: સમશેર, ખડગ, તેગ, ભવાની, અસિ, ખાંડુ, બીજલ, કૃપાણ, ચંદ્રહાસ, કરવાલ, કુતેગ, શમશેર, સાયક.

યુદ્ધ : લડાઈ, સંગ્રામ, સમર, વિગ્રહ.

કાફલો: સંઘ, સમુદાય, વૃંદ, સંઘાત, ગણ, સમૂહ, વણઝાર, કારવાં, પલટન, ટોળું.

મોજું : તરંગ, ઊર્મિ, વીચિ.

ગોપાલ: ભરવાડ, અજપાલ, આભીર, આહીર, રબારી, ગોવાળિયો, વછપાલ.

મોક્ષ : મુક્તિ, કૈવલ્ય, નિર્વાણ.

તફાવત: ભેદ, ફરક,અસમાનતા, વિવિધ, અલગ, નોખું, જૂજવા ભિન્ન, જુદું, નિરાળું.

મજાક : ટીખળ, ચવાઈ, ટોળ, ઠેકડી, હુડદો, ચેષ્ટા, ઉપહાસ,ચાપલૂસી, ખુશામત, મશ્કરી, ઠઠ્ઠો.

પરાજય : હાર, શિકસ્ત, પરાધીન, પરાભૂત, અભિભવ પરાસ્ત, અપજય, રકાસ.

તવંગર : શ્રીમંત, માલદાર, પૈસાદાર, અમીર, આબાદ, ધનિક, ધનવાન, માલેતુજાર, ધનાઢય, રઈસ, શાહુકારખમતીધર, સધ્ધર, તાલેવાન, દ્રવ્યવાન.

▶️ઝઘડો: લડાઈ, જંગ, વિગ્રહ, બબાલ, તકરાર, યુદ્ધ, તોફાન, કલહ, કજીયો, કંકાસ, હુલ્લડ, રકઝક.

ધર્મજ્ઞ : ધર્મદિ , ધર્મવના.

આગ : આતશ,અનલ,ક્રોધ,પાવક,

હાથણી : કરિણી,કરભી, માતંગી,હસ્તિની, વારણી

દુહિતા : પુત્રી, તનુજા, સુતા, બેટી.

દિલાસો : આશ્વાસન, સાંત્વન.

ધર્માંધ : ધર્મજડ, ધર્મમૂઢ.

પ્રણાલી : રૂઢિ, રિવાજ, પરંપરા

શારદા : સરસ્વતી, વાણીશ્વરી, ભારતી.

કીર્તિમાન : કીર્તિવંત, જશવંત, યશવંત, નામાંકિત નામવર, પ્રખ્યાત, નામ ચીન, વિખ્યાત.

પ્રારબ્ધ : ભાગ્ય, નસીબ, નિયતિ, કિસ્મત.

આનંદ : ખુશી, વિનોદ હર્ષ,હરખ,મજા લહેર પ્રમદ,પ્રમોદ,ખુશાલી,મોજ

કોતર : ખીણ, કરાડ,ભેખડ,બોડ, ગુફા, બખોલ, કુહર, ખોભણી,ગહવર ગુહા, ઘેવર.

અનુગ્રહ:કૃપા,દયા,કરુણા,મહેરબાની,મહેર,અનુકંપા.

લલિત : રમણીય, સુંદર.

ફૂટ : કઠણ, અઘરું,અટપટું, જુઠું,ઠગાઈ, શિખર, ઢગલો.

કિરણ : રશ્મિ,મરીચિ,અંશુ, મયૂખ.

ગુલામી : પરતંત્રતા, પરાધીનતા.

મેળો : મેળાવડો, મુલાકાત, ભેટ.

વાણી: વાચા, ભાષા, ગિરા, વાક

▶️પ્રકૃતિ : કુદરત, નિસર્ગ

સમાસ : સમાવું તે, સમાવેશ, સંક્ષેપ

સલ્તનત : રાજ્ય,પાદશાહત

કંચુકી : કાંચળી, કમખો

હોનારત: દુર્ઘટના,અકસ્માત

ક્ષારસિંધુ : ખારો સમુદ્ર

આગંતુક : નવું આવનારું, આવી ચડેલું.

સરંગટ : ઘૂંઘટવાળી

નંદનવન : ઈન્દ્રનું ઉપવન, હરિયાળું.

પરિનિર્વાણ : અવસાન, મોક્ષ.

આવ : આવકાર, આદર, સન્માન, માન.

છીનવવું : ઝૂંટવી લેવું.

સાવધ : જાગૃત,સજાગ, હોશિયાર.

ઉપકૃત : આભારવશ

અક્કડ : મગરૂબીવાળું, ટટાર, કડક.

તાકવું : ધારીને જોવું

દીવાન : વજીર,પ્રધાન

પ્રવર્તન : પ્રચાર, પ્રસાર

શાણી : ડાહી, ઠાવકી

કુઠાર : કુહાડો, ફરસી

વિનીત : સૌમ્ય, વિવેકી

▶️અસૂયા : ઈર્ષા, અદેખાઈ

અરવિંદ : કમળ, અંબુજ

અજ : બકરો, અનાદિ

અણછ : કંટાળો, નામરજી

વિત્ત : અર્થ, પૈસા

વિચિ : મોજું, તરંગ

શ્રુતિ : કાન, વેદ

ઘી : ધૃત , હવિ , સર્ષિ,

ચિંતન : મનન , અભ્યાસ , અનુશીલના

જુહાર : પ્રણામ , નમસ્કાર , સલામ

જીભા : જિહા , રસના , રસેન્દ્રિય

દ્રવ્ય : ધન , દોલત , સંપત્તિ , વિત્ત , અર્થ.

નિર્ભચા : નીડર , અભય,

નગારુ : નોબત , ઢોલ , ઢોલક

પત્ર : ચિઠ્ઠી , કાગળ

પ્રવર : વરિષ્ઠ , જયેષ્ઠ , ચઢિયાતું

બ્રાહ્મણ : ભૂદેવ , વિપ્ર , દ્વિજ

વેગડ : ગતિ , ચાલ , ઝડપ

વિષ્ણુ : અર્ચ્યુત , ગોવિંદ , મુકુંદ , ઉપેન્દ્ર , મુરારિ , ચક્રપાણિ , નાભ , પૃથુ , જનાર્દન , ધરણીધર.

શિવ : શંભુ , શંકર , મહાદેવ , રુદ્ર , ઉમાપતિ , ભોળાનાથી.

સરસ્વતી : શ્રી , શારદા , વાગીશ્વરી , ગિરા , ભારતી , વાણી , મયૂરવાહિની.

▶️સંનિધિ : સમીપતા, પાસે,નજીક, સંનિધ, સંન્નિધિ, સાનિધ્ય, નિકટ.

ઉત્પાત : તોફાન, દુઃખ, ધાંધલ, કૂદવું તે, આપત્તિ નું ચિહ્ન.

દળદર : દરિદ્રતા, ગરીબી, આળસ, એદીપણું, દારિદ્ર, ગરીબાઈ.

અસ્તાયમાન : આથમતું, અસ્તપામતું, ન દેખાતું.

દારુણ : નિર્દય,કઠોર, તીવ્ર, સખત, ભયંકર, તીવ્ર દર્દ.

સૌજન્ય : સજ્જનતા, માણસાઈ, મિત્રભાવ, ભલાઈ, સુજનતા.

અદબ : વિવેક, મર્યાદા, સાહિત્ય, કલા.

પશ્ચિમવય : ઉત્તરાવસ્થા, પાછલી ઉંમર.

કરામત : કારીગરી, કસબ, કળા, હિકમત, યુકિત, ચાતુરી.

લોલવિલોલ : સૌંદર્ય,લોલ,સુંદર.

જયણા : જતન, સંભાળ, જાળવણી.

હિચકારું : કાયર, બાયલું, અધમ, નીચ, હીન, હીન કોટીનું.

તંદ્રિલ : ઘેન કે તંદ્રામાં ડૂબેલું, સુસ્ત, તંદ્રાવાળું.

અસિત : શ્યામ, કાળું, નીલ, શામળું.

ઝાંખી : ઝાંખો ખ્યાલ કે દર્શન,ભાવપૂર્વક દર્શન.

શ્રવણ : કાન, સાંભળવું તે, વેદાધ્યયન.

કસબ : હુન્નર,કળા,કારીગરી, ધંધો, રોજગાર, કામ, નિપુણતા.

નિષ્કર્ષ : સાર, સત્ત્વ, અર્ક, સારાંશ, નિચોડ,તાત્પર્ય.

ગુંજન : ગણગણાટ, ગુંજારવ, અનુનાદ.

મમત : જીદ,હઠ, દુરાગ્રહ, ચડસ.

રસળવું : ઢીલ કરવા આમતેમ ફરવું, લહેરવું.

આર્જવ : સરળતા, વિનવણી, ઋજુતા, નિખાલસતા.

હેલા : ખેલ, ક્રીડા, રતિક્રીડા, ક્ષણ, સહેજ વાર.

શલ્ય : શૂળ, અજંપાનું કારણ, તીર, બાણ, કાંટો.

સગડ : નિશાની,પગેરું,પદચિહ્ન, પગલાં, ખબર, બાતમી, પત્તો, કેડો.

▶️ધાત્રી : પાલન કરનાર, દાઈ, પૃથ્વી, આમળી.

કંદન : રુદન, આક્રંદ,કલ્પાંત,વિલાપ, ઝુરાપો.

પ્રાણ : જીવનશક્તિ, જીવ, શ્વાસ, બળ, શ્વાસનો વાયુ, અસ્તિત્વ.

ગડથલ : મહેનત, મથામણ, મૂંઝવણ, વિટંબણા, ઝાંવાં.

દરજ્જો : મોભો, હોદ્દો, અધિકાર, પાયરી, કોટિ, કક્ષા, સ્થાન.

ભળભાંખળું : મોંસૂઝણું, પરોઢિયું, વ્હાણું, મળસકું, પરોઢ, પ્રભાત.

કંઠાર : સમુદ્રપટ, દરિયાનો કાંઠો, સમુદ્રતટ.

ધ્રુવ : સ્થિર, નિશ્ચિત, ઉત્તાનપાદનો પુત્ર, અચળ

દુર્ગમ : મુશ્કેલ,અઘરી, કપરી, વિકટ,દુઃસાધ્ય.

સાંગોપાંગ : અંગઉપાંગ સહિત, પૂરેપૂરું, સમસ્ત, પૂર્ણ.

અદનું : રાંક, સાધારણ, સામાન્ય, મામૂલી

ચિંતન : મનન, વિચાર, અભ્યાસ, અનુશીલન

ખખડધજ : વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું, ખખડેલું

પેર (પૅ) : પ્રકાર, તજવીજ, પેરવી, વ્યવસ્થા, રીત, તદબીર, યુક્તિ.

વીંટી : અંગૂઠી, અનામિકા, અંગુશ્તરી, મુદ્રા, મુદ્રિકા

જાસૂસ : દૂત, ખેપિયો, ગુપ્તચર, કાસદ, ચરક, બાતમીદાર

નિસ્બત : સંબંધ, નાતો, મેળ, સોબત, સહવાસ, દરકાર, પરવા

બ્રાહ્મણ : ભૂદેવ, દ્વિજ, બ્રહ્મદેવ, પુરોહિત, ઋત્વિજ, ભૂસુર, વિપ્ર.

વિધિ : પ્રારબ્ધ, નસીબ, ભાગ્ય, દૈવ.

વાઘ : વ્યાઘ્ર, શેર, શાર્દૂલ, દ્વીપી.

▶️જનોમધ્ય : લોકોની વચ્ચે

રસાલ : આંબો

આલા દરજ્જાનો : ઉત્તમ, શ્રેષ્ઠ કક્ષાનો

પટાવવુ : ફોસલાવવુ, મનાવવું

આડંબર : ડોળ, દંભ

અધરબિંબ અલંકૃત : હોઠની શોભા.

પ્રાચીન : જૂનું

કુકર્મ: ખોટું કામ

મોરધ્વજ /મયૂરધ્વજ : એક પૌરાણિક રાજા

કુટીર: ઝૂંપડી, કૂબો

છેદ : છિદ્ર, કાણું, રંધ્ર

ભઠિયારખાનુ : રસોડું

બુતખાનુ : દેવાલય, મંદિર

જેષ્ટિકા :લાકડી, સોટી

શિબિકા : પાલખી

અલકાપુરી: સ્વર્ગ

સંતલસ : ખાનગી મસલત

બંધુતા : ભાઈચારો

ગુસલખાનું:સ્નાનગૃહ, બાથરૂમ

કવચિત્ : ક્યારેક

કર્મણૂક : મનોરંજન

▶️અરીસો : દર્પણ, આયનો, મિરર, આદર્શ, આરસી, આરસો, ચાટલું.

દ્વિજ : વિપ્ર, બ્રાહ્મણ, દ્વિજન્મા, પક્ષી, દાંત.

સ્વભાવ : પ્રકૃતિ, તાસીર, લક્ષણ, અસર, છાપ, ટેવ, આદત, લત.

શાશ્વત : સનાતન, કાયમી, અમર, અવિનાશી, હંમેશનું, નિત્ય, અનંત.

કચેરી : કાર્યાલય, મહેકમ, વિભાગ, ખાતું, દફતર.

ખાનદાની : કુલીનતા, સંસ્કારિતા, અભિજાત, કુલીનપણું

ખલાસી : નાવિક, મલ્લાહ, ખારવો, સુકાની, વહાણવટી.

આડખીલી : અવરોધ, નડતર, બાધ, અડચણ, વાંધો.

કંજૂસ : ચૂધડો, મારવાડી, કૃપણ, મખ્ખીચુસ, ચીકણું, ચિંગૂસ, ચમ્મડ.

ખ્યાત : નામચીન, જાણીતું, વિખ્યાત, પ્રખ્યાત, પ્રસિદ્ધ

ખાનગી : વિશ્રંભ, ગુપ્ત, અંગત, છાનું, પોતીકું.

ત્રેવડ : તજવીજ, ગોઠવણ, ગજું, કરકસર

સહેલી : સખી, બહેનપણી, સહિયર, જેડલ, ભગિની, સ્વસા, સાહેલડી

મોરલી : વાંસળી, મહુવર, બીન, બંસરી, પાવો, વેણુ, બંસી

સીતા : જાનકી, વૈદેહી, મૈથિલી, જનકનંદિની

સનેપાત : અજંપો, મૂંઝારો, અશાંતિ, ઉચાટ, સતપત

શુલ્લક : મામૂલી, તુચ્છ, વૃથા, નકામું, પામર, ફોગટ

અધિકાર : હક, સત્તા, હકૂમત, પાત્રતા, લાયકાત, પદવી.

માણસ : માનવી, વ્યક્તિ, મનુષ્ય, મનુજ, નર, પુરુષ

યુક્તિ : તદબીર, તરકીબ, કરામત, કીમિયાગરી

▶️પાસવાન : હજુરિયો, નોકર

અલોપ : અદૃશ્ય થયા

સૂગ : અણગમો, ઘૃણા

જોખમાવું : જખમાવું, ઘાયલ થવું

એકલતા : એકાકીપણું

અમાનુષી : જંગલી, ક્રૂર, ઘાતકી

યાચનાવૃત્તિ : માગવાની ઈચ્છા

જાત : પંડ, પોતે, જાતે, ખુદ, સ્વયં, નિજ

પૌરુષેય : પુરુષ સંબંધી

જોગંધર : જોગીન્દ્ર / યોગીન્દ્ર

અડપલું : તોફાની, અટકચાળું

સેવવું : લગાવવું, ચોપડવું

સાહ્યબી : જાહોજલાલી

શાણું : સમજદાર, સુજ્ઞા

ચારપાઈ : ખાટલો, માંચી

તાંડવ : બેફામ તોફાન

પીતાંબર : પીળું અબોટિયું

મીનાકારી : ભાતવાળું

ચિત્રપટ : ચલચિત્ર, ફિલ્મ

▶️કોઠાર : વખાર,અંબાર,ગો દાન ભંડાર, ગોંડાઉન,

પ્રકરણ : ખંડ, પીઠિકા, વિષય, પ્રસંગ, અધ્યાય, વિભાગ, શકલ, ભાગ

રૂવડક :અઘટિત,અયોગ્ય,નાલાયક,

ખોટ :ઘટ,કસર,કમી,ઓછ,ઓછપ,ખૂટ,અછત, તંગી, તાણ.

ઉત્તમ : શ્રેષ્ઠ,ખાનદાન, સરસ, અજોડ, અદ્વિતીય, ઉત્કૃષ્ઠ, ચુનંદા, પરમ, અનુપમ, સર્વોત્તમ, અભિજાત, સુંદર, બેનમૂન, ઉમદા.

પ્રેસ :ઉપરણું,પછેડી,ઉત્તરીય,અંગવસ્ત્ર,દુપટ્ટો ચલોઠી.

ભરોશો : યકિન,પતીજ, ખાતરી, શ્રદ્ધા, મદાર, અકીદા, પ્રતીતિ, વિશ્વાસ, આસ્થા, ઇતભાર, એતબાર

ગંધ : વાસ, બાસ,સોડ,સોડમ, સૌરમ,બૂકુંવાસ

વીરતા : બહાદૂરી,પૌરુષ, કૌવત, બળ, તાકાત, જોમ, શૂરાતન, શૌર્ય, પરાક્રમ, શૂર, હિંમત, તૌફીક.

ઘન : નક્કર,પાડું,ધાં વાદળું,ખણ જલદ.

ગણિકા: વેશ્યા, કનેરા, દલાલણ, ગુણકા, માલજાદી, રામજણી, તવાયફ, પાતર, રામજની.

ચહેરો :સૂરત,સિકલ,વસ્ત્ર,મુખ,વદન શકલ મુખારવિંદ , દદાર,મુખમુદ્ર.

વેદ : નિગમ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદ, જ્ઞાન, સમજ, ચૈતન્ય, ચેતના, શ્રુતિ

જેલ :કારાવાસ,કારાગઢ,બંદીગૃહ,કેદ,હેડ.

વ્યવસ્થા : સંચાલન, તજવીજ, પેરવી, પ્રબંધ, ગોઠવણ, યુક્તિ, બંદોબસ્ત.

તનુજ :પુત્ર,દીકરો,તનયાયત,આત્મજ.

ધજા : પતાકા, ધ્વજ, વાવટો, ઝંડો, કેતન, ચિહ્ન, કેતુ, નેજો, વૈજયંતી, વૈજંતી.

દથી :પીડિત,આર્ત,પીડાયેલું,દુ:ખપામેલું,પકડાયેલું,

આજ્ઞા : હુકમ, પરવાનગી, અનુજ્ઞા, મંજૂરી, નિર્દેશ, મુક્તિ, ફરમાન, તાકીદ, રજા, આદેશ.

ધીર :ગંભીર,કરેલ,ધૈયવાન, પર્યશીલ, ધીરજવાન,નિકાથી અડગ,

▶️લાખેણી : અણમોલ, અમૂલ્ય

દવાતી : લહિયો, કારકુન

ઓછપ : ખામી, ઊણપ

દેશના : બોધ, ઉપદેશ

અવધિ : હદ,નિશ્ચિત સમય

દોબ : લાભ, ફાયદો

દિક્કાલ : દિશા અને કાળ

ગમવું : ગોઠવું, પસંદ પડવું

સાધુ : ભક્ત, ત્યાગી, બાવો, વૈરાગી, ભિક્ષુ

ઢાળિયું : છાપરું,છાજ, ખોરડું

નિર્દોષ : દોષ વિનાનું

જુગુપ્સા : સખત, અણગમો, નિંદા, ચીતરી

શુષ્ક : નીરસ, સૂકું, અરસિક

વત્સ : બાળક, વાછરડું

છિલ્લર : ખાબોચિયું, તૂટી ગયેલું તળાવ

લખલૂટ : પુષ્કળ,બેશુમાર

વિસ્મે : વિસ્મય, નવાઈ, અચંબો

અર્ચિ : કિરણ, રશ્મિ

ઝાકમઝોળ : ઉજ્જવળ, ઝગમગતું

વિધેરક: ખરડો, બિલ

ઘર્ષણ: તકરાર, બોલાચાલી

▶️મૌલા : ધણી, માલિક

પંથક : પ્રાંત, પ્રદેશ, મુસાફર, દૂત, કાસદ

ડહાપણ : શાણપણ, ડાહ્યાપણું

તૌહીન : અપમાન, અનાદર

મુક્તિ : છુટકારો, સ્વતંત્રતા, આઝાદી

લાહ : લાય, આગ, બળતરા

ત્વિષા : તેજ, પ્રકાશ, ચમક

પઠ્ઠો : પહેલવાન, અલમસ્ત, પરિપુષ્ટ

વારસો : વારસાઈ, ઉત્તરાધિકાર

મરકતમણિ : નીલા રંગનો મણિ, નીલમ

ઘાસ : તણખલું, કડબ, ચારો, તૃણ, ખડ

દગ્ધ : બળેલું, દાઝેલું

માયનો : અર્થ, હેતુ, ઈરાદો

પાવિત્ર્ય : પવિત્રતા, શુદ્ધિ, શુચિતા

હ્રાસ : ક્ષય, ઘટાડો, નાશ

માંડલું : ટોળું, જૂથ, સમૂહ

પ્રેરણા : આદેશ, આજ્ઞા, પ્રોત્સાહન

ઉપલ : પથ્થર, શિલા, ખડક, રત્ન

મુરાતબ : આબરૂ, પ્રતિષ્ઠા, માન

ઉદ્ધત : અવિનયી,ઉચ્છુંખલ, ઉછાંછળું

ધ્રુવનિશ્ચલ : અટલ

▶️ચરાણ : ચરો, ગોચર, ચરામણ

પંખવા : પક્ષઘાત, લકવો

તકસીર : ભૂલ, કસૂર, ગૂનો, અપરાધ

ઢૂંઢ : શબ, મડદું

પશમ : રુંવાટી, વાળ

હકીર : તુચ્છ, ક્ષુદ્ર, અલ્પ

તર્જન : ઠપકો, ધમકી, તિરસ્કાર

પહેલવાડો : પ્રારંભ, શરૂઆત

નેજો : વાવટો, નિશાન

લક્ષાધિપતિ : લખપતિ, શ્રીમંત

ચંતની : માશૂક, પ્રિયા

જગતીસુર : ભૂદેવ, બ્રાહ્મણ

ટાંભ : ભેજ, ભીનાશ

નૈયત : દાનત, વૃત્તિ

ધૃષ્ટ : હિંમતવાન, બેશરમ,ઉદ્ધત

પતિયાણ : પતીજ, આબરૂ, વિશ્વાસ

ધાંખો : કાળજી, ચિંતા, વહેમ, શંકા

ટીપલો : વૈતરું, ભાર, બોજો

પરવેઝ : પ્રતિષ્ઠિત, સન્માનિત

ગોલાપો : દાસપણું, ગોલાપણું,દાસત્વ

▶️વિસ્મય : આશ્ચર્ય, નવાઈ

લાવણ્ય : કમનીયતા, સૌંદર્ય

અલ્પ : થોડું, ઓછું

સખ્ય : મૈત્રી, સાહચર્ય

તરુ : વૃક્ષ, ઝાડ

શિકારી : વ્યાઘ, પારધી

ગમગીની :ઉદાસીનતા, રંજ

સંકલ્પ : નિર્ણય, નિર્ધાર

ક્રીડા : રમત, ખેલ

શુષ્ક : સૂકું, નીરસ

મૃદુ : સુંવાળું, કોમળ

પ્રતિકાર : વિરોધ, સામનો

દોષ : ભૂલ, ક્ષતિ

ખપ : ઉપયોગ, જરૂરત

નિયંત્રણ : નિયમન, અંકુશ

અહેસાન : ઉપકાર, પાડ

અનહદ : અપાર, નિ:સીમ

તૃષા : તરસ, પિપાસા

કોયડો : મૂંઝવણ, સમસ્યા

દ્રવ્ય : ધન, પૈસા

સ્મૃતિ : સ્મરણ, યાદ

ટૂંક : ગરીબ, દરિદ્ર

પ્રયત્ન : કોશિશ, પ્રયાસ

તડિત : વીજળી, વિદ્યુત

ભીરુ : ડરપોક, બીકણ

અવસર : ઘટના, પ્રસંગ

પ્રપંચ : છળકપટ, કાવાદાવા

દિલાસો : આશ્વાસન, સાંત્વન

રક્ત : લોહી, ખૂન

▶️ ઍડ્મિનિસ્ટ્રેટર : સંચાલક, વહીવટકર્તા

કોડ : અરમાન, હોંશ, ઈચ્છા

કઠોર : આકરું

વિકલ્પ : પર્યાય

ભટ્ટ/ભઠ : ધિક્કાર, તિરસ્કાર

ગરવું‌ : ગૌરવવાળું, મોટું, મહાન

છટા : અદા

આંદોલન : ચળવળ

પકડ : કાબૂ

કંસાર : મિષ્ટાન્ન

પાણીપોચું : કોમળ, ગદગદું

વસમી વેળાએ : મુશ્કેલ સમયે

કોમ : નાતજાત

ખાસિયત : વિશેષતા

લીલા કુંજાર : લીલા ઘટાદાર

માથાબંધણું : શિરોવસ્ત્ર

અનુશાસન પ્રિય : નિયમબદ્ધ

માત : પરાજિત

જાજમ : શેતરંજી

વાડીવજીફો : જાગીર, ખેતર વગેરે

ઢીલોઢસ : નરમ

વાડીવજીફો : જાગીર, ખેતર વગેરે

▶️ગંતવ્ય : નિર્ધારિત લક્ષ્ય

ચોક : ચોગાન

ચીમની : ધુમાડિયું

જડબાતોડ : સચોટ

શાન : છટા

નિશ્ચય : નિર્ણય

તરણું : તણખલું

કમભાગી : કમનસીબ

મત : અભિપ્રાય

ઓળખાણ : પરિચય

બાહોશ : ચાલાક

કદમ : ડગલું

સૂવું : ઊંઘવું

ટુકડી : ટીમ

અડીખમ : અચલ

નાદારી : ગરીબી, દેવાળું

ઝલક : શોભા, તેજસ્વિતા

વિખૂટું : અલગ, જુદું પડેલું

ધરતીકંપ : ભૂકંપ

ઘાયલ : જખમી

પતન : પડતી

ઋણ : દેવું, કરજ

વહારે : મદદે

જુવાળ : ભરતી, પ્રવાહ

કફન : ખાંપણ

જથરવથર : અવ્યવસ્થિત

બુલંદ : ભવ્ય, ઊંચો

અશ્વત્થ : પીપળો

માણેક : રાતો મણિ

અભિષેક : જલધારા

▶️પુસ્તકપાણી : બ્રહ્મા, પ્રજાપતિ, પ્રજેશ

પ્રભવસ્થાન : ઉદ્ભવસ્થાન

પ્રચય : ઢગલો, સમૂહ

આલેશાન : વિશાળ, ભવ્ય, આલિશાન

તળપદું : સ્થાનિક, ગામઠી, દેશી

ભંડન : ઝઘડો, તોફાન, યુદ્ધ

પમરાટ : મહેક, ખુશબો

ફૈયાઝ : દાતા, દાની, ઉદાર

નિર્વાક : મૂંગું, ચૂપ

વરતારો : આગાહી,ભવિષ્યકથન

જીવન : આયુષ્ય, જિંદગી, આયખું

તકોબરી : અહંકાર, અભિમાન

મકદૂર : તાકાત, હિંમત, મગદૂર, મજાલ

તરછટ : છેક, સાવ, તદ્દન

અર્ધ્ય : પુજા, સન્માન, મૂલ્યવાન, પૂજ્ય

સૂચવવું : જણાવવું, દેખાડવું, બતાડવું

હતવીર્ય : શક્તિહીન, નિર્માલ્ય, દુર્બળ

પ્રતિભાવ : સમર્થન, અનુમોદન, સંમતિ

તાદાત્મ્ય : એકાત્મકતા, એકરૂપતા

ફરસીબ : આજ્ઞા, કાનૂન, ધારો

લોચનનું સુખઃ જોવાનો આનંદ

▶️બાંધણી : બાંધકામ, રચના, ઢબ, શૈલી

સફાળો : બેબાકળો, ઓચિંતા

વિકલ્પ : પર્યાય

ચૌટું : બજાર

સેંથી : પાંથી

આંદોલન : ચળવળ

લક્ષ્મીવર : વિષ્ણુ ભગવાન,ઈશ્વર

લુપ્ત : લોપ પામેલું, નાશ પામેલું

અવતંસ : શિરોભૂષણ, શિરોમણિ

ઝલ્લરી : મંજીરાં,ઝાલર, ઝાંઝ

મીજાન : માપ, સીમા, અંદાજ

ઢીલાશ : શિથિલતા, ઢીલાઈ

પણછ : પ્રત્યેચા, જીવા, મૌર્વી

પકડ : કાબૂ

શાકંભરી : દુર્ગા

કીટ : કીડો

નિપાત : ચપટી વગાડવી તે

કંસાર : મિષ્ટાન્ન

છટા : અદા

પદ્મિની : મૃણાલિની, સરોજિની

ઘટ્ટ : ઘેરું, ઘન, ઘાટું

છાંટ : છાંટણા

⏩ ઉન્મત્ત : ભાન ભૂલેલું, ઉદ્ધત

મહોર : સિક્કો, છાપ

માણવું : અનુભવવું

બખોલ : પોલાણ,બાકું

દુંદાળા : દુંદ(પેટની ફાંદ) વાળા

અકસ્માત્ : અચાનક, એકાએક

અન્યથા : બીજી રીતે

ચોગમ : ચારેય દિશામાં,ચોમેર

મંદાકિની : આકાશગંગા, ગંગા

ફાંડું : કાણું, ગાબડું, બકોરું

કાતિલ : કતલ કરે એવું,ઘાતક

સૂર : અવાજ, કંઠ, સ્વર

વાસીદું : કચરો, પૂંજો

ધારણ : ઘોર નિદ્રા, ઊંઘથી ઘોરવું તે

મંત્રણા : ખાનગી મસલત

નિર્લેપ : અનાસક્ત, લેપાયા વગરનું

દીવો : શમા, દીપક

મુદ્રાલેખ : અગ્રલેખ,આદર્શસુચક વાક્ય

જલધિજલ : સમુદ્રના પાણી

વિહગયુગ્મ: પંખીનું જોડું

રમણ : વિલાસ, ક્રીડા

હુષ્ટ : પ્રસન્ન, ખુશ

આનંદપુંજ: પુષ્કળ આનંદ

➡️પક્ષ્મ : પાંપણ

કોટિ : કરોડ

પલ્લવ : પાંદડું

ઝંકાર : ઝણકાર

સાંપ્રત : વર્તમાન

બોલાશ : બોલવાની ઢબ

વિટલ : મૂર્ખ, અણસમજુ

પરાગ : ફૂલમાંની રજ

વિધાતા : બ્રહ્મા, વિધાત્રી

પુરુષાર્થી : મહેનત કરનાર

વલખવું : દુ:ખી થઈજવું

સબૂર : ધીરજ, ધૃતિ, ધૈર્ય, ધીર

ઉતાન : પથરાયેલું, ફેલાયેલું

અવિનાશ : અમર, અક્ષર, નિત્ય

દૂધ: ક્ષીર, દુગ્ધ, પય

વિપ્રયોગ: વિયોગ,વિપ્રલંભ

રંજ : દુ:ખ,દિલગીરી

ઉપકૃત : આભારવશ

પ્રવર્તન : પ્રચાર, પ્રસાર

શાણી : ડાહી, ઠાવકી

કુઠાર : કુહાડો, ફરસી

વિનીત : સૌમ્ય, વિવેકી

ટૂંકબુદ્ધિ :અલ્પબુદ્ધિ

ઢસરડો : વેઠ

કતાર : હાર

લેશ : જરાપણ

થડિંગ : થનગનતું

ન્યારા : અનોખા

પિંડ : આકાર, ઘાટ

ઢળતી વય : વૃદ્ધાવસ્થા

અક્કરમી : અભાગિયું

સ્ફૂરિત : પ્રગટેલું

બેરખા : રૂદ્રાક્ષની માળા

➡️ઇકબાલ : કિસ્મત, નસીબ, સદ્ભાગ્ય, આબાદી

સુરાત્મજા : સુર (દેવ)ની આત્મજા પુત્રી, દેવકન્યા

શિક્ષણ : કેળવણી, તાલીમ, ભણતર

કદ : પ્રમાણ, વિસ્તાર

ભેખ : વેશ, દીક્ષા

ખૂબી : ગુણ, વિશેષતા

દયાળુ : કૃપાળુ, કરુણાવાન

ખેલ : રમત, ક્રીડા, વિલાસ

ઉપવાસ : અનશન, ક્ષપણ, લાંઘણ

સ્મશાન : અક્ષરધામ, મસાણ, કબ્રસ્તાન

મહેનત : પરિશ્રમ, પ્રયાસ

કર્કશ : તીણો, કઠોર

છગ : બકરો, છાગ, છાગળ

લ્હેરખી : લહેર, તરંગ

સ્મરણ : સ્મૃતિ, યાદ

હળધર : બલરામ, હળને ધારણ કરનાર

વિકાસી : ખીલતું,વિકસતું, ખૂલતું, પહોળું

મસ્તાન : મદભર્યું, મદમાતું, ઉન્મત્ત,ચકચૂર

ઠકરાત : અધિકારક્ષેત્ર, મોટાઈ, શેઠાઈ

અભાગી: કમનસીબ, દુર્ભાગી

➡️ચિત્કાર : ચીસ, તીણી બૂમ

જનોઈ : ઉપવીત, યજ્ઞોપવિત

પલાશ : ખાખરો, કેસૂડો, કિંશુક

વર્જ્ય : ત્યજવા, છોડવા યોગ્ય

મહિષ : પાડો

રોફ : પ્રભાવ, ધાક, રૂઆબ

વારવું : અટકાવવું

ઉમેળવું : આમળવું, વાળવું

નિષ્ઠુર: નિર્દય, કઠોર

તરજુમો : અનુવાદ, ભાષાંતર

અધર : હોઠ

પ્રહાર : ઘા

દયનીય : દયાપાત્ર

શાલ્મલિ : શીમળો

ભંવર : વમળ

નિખિલ : બધું

વસવસો : અફસોસ

વાંસી : ધારિયું

મિથુન : જોડું, જોડ

ઘટ : ઘડો, કુંભ

વેલ : વલ્લી, લતા

ફાળ : બીક, ધ્રાસકો

રાહબરી : આગેવાની

▶️ સદાવ્રત : અન્નક્ષેત્ર

કલંક : લાંછન, બટ્ટો

પ્રતાપ : સામર્થ્ય, પ્રભાવ

રતલ : લગભગ ૪૫૪ ગ્રામ

કંઠસુત્ર : મંગળસૂત્ર, કંઠી

સ્વાદ : લહેજત, રસ, આનંદ

અજરાલ : વિશાળ, ભયાનક

હીંચકો : દોલા, ઝૂલો

સ્નપિત : નવડાવેલું

વૈભવી : વૈભવવાળું

પારંગત : નિષ્ણાત

પુર : નગર, શહેર

મંજરી : મોર, કૂંપળ

અજંપો : આંતરિક ઉચાટ

વિહ્વળ : બાવરું, આતુર

ખુવાર : પાયમાલ, હેરાન

દુર્દશા : કુસ્થિતિ, દુઃઅવસ્થા

પડછાયો : ઓળો, ઓછાયો

નાગણ : સાપણ, સર્પિણી

મિથ્યા : ફોગટ, વ્યર્થ, નકામું

ધારણા: કલ્પના, અનુમાન

Published
Categorized as COH-ગુજરાતી ભાષા, Uncategorised