ઉદાર દિલ રાખવું તે: અકબરદિલી.
જ્ઞાનરૂપ નેત્રવાડી વ્યક્તિ: પ્રજ્ઞાચક્ષુ.
લોકો દ્વારા ચાલતું શાસન: લોકશાહી.
તિથિ નક્કી કર્યા વિના આવનાર: અતિથિ.
બીજાના મત પ્રત્યે ક્ષમા ભાવ: મતાંતરક્ષમા.
નમે નહીં તેવું: અણનમ.
કલ્પી ન શકાય તેવું: અકલ્પ્ય.
જાણી ન શકાય તેવું: અજ્ઞેય.
શરીરનો સંવેદનશીલ ભાગ: મર્મસ્થાન.
જેની જોડ ન મળી શકે તેવું: અજોડ, અનન્ય, આદ્વિતીય બેનમૂન.
વેપારીએ રાખેલ વાણોતર: ગુમાસ્તો.
બીજાના મત પ્રત્યે સહનશીલતા: મતસહિષ્ણુતા
વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર: શાલિગ્રામ.
મરઘી નું બચ્ચું : પીલું.
કૂવામાંથી પાણી કાઢવાનું ચામડા નું સાધન: કોસ.
અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ: અગમબુદ્ધિ.
ટચલી આંગળી પાસેની આંગળી: અનામિકા.
ન સમજી શકાય તેવું: અગમ્ય.
કરી શકાય નહીં તેવું : અશક્ય.
એકબીજા નો આધાર: પરસ્પરાશ્રય.
ખાસ માનીતો મુખ્ય શિષ્ય: પટ્ટશિષ્ય
પહાડની તળેટીની સમભૂમિ: ઉપત્પકા.
કોઈપણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા: પરિભાષા
જેનું નામ લેવું પવિત્ર છે તે: પુણ્યશ્લોક.
જેનો કોઈ શત્રુ નથી તેવો: અજાત શત્રુ.
મીઠું પકવવાની જમીન: અગર
જરા વારમાં નાશ પામે તેવું: ક્ષણ ભંગુર
સૂર્ય ચંદ્ર હોય ત્યાં સુધી: યાવસ્ચંદ્રદિવાકરૌ
કહી શકાય નહીં તેવું: અકથ્ય.
જરૂર પૂરતું ખાનાર: મિતાહારી.
જાતે રાંધી ખાનાર : સ્વયંપાકી.
પૃથ્વી પર ન હોય તેવું: અલૌકિક.
શબ્દ દ્વારા જે વ્યક્ત થઈ ન શકે : અનિર્વચનીય.
યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ : હસ્ત ઉદ્યોગ.
દેખીતી સ્તુતિ મારફત નિંદા કરવી તે : વ્યાજસ્તુતિ.
દેખીતી નિંદા મારફત સ્તુતિ કરવી તે: વ્યાજોક્તિ.
પહેલા કદી ન બન્યું હોય તેવું: અભૂતપૂર્વ.
હવાઈ કિલ્લા બાંધનાર: શેખચલ્લી
અનુકરણ કરવા યોગ્ય: અનુકરણીય.
મરજી મુજબ ફરવું તે: સ્વૈરવિહાર
જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર: અક્ષયપાત્ર
સમુદ્રમાં ઊઠતું ઝંઝાવાતી તોફાન : હરિકેન
આંખના ખૂણા માંથી જોવાની મોહક રીત : કટાક્ષ
ધાતુ ને છોલતા પડેલી ઝીણી રજ: કગરસ
ગણી શકાય નહીં તેવું : અગણિત , અસંખ્ય
દહીં વલોવવાની ક્રિયા : દધિમંથન
સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે : અંધશ્રદ્ધા
લખતાં – વાંચતાં આવડવું તે : અક્ષર જ્ઞાન
પોતાની જાતની છેતરપિંડી : આત્મવંચના
વિક્રમ સવંત નો દસમો મહિનો: શ્રાવણ
ખડખડાટ હસવું તે : મુક્તહાસ્ય
સાચવી રાખવા સોંપેલી વસ્તુ : થાપણ
અભ્યાસમાં નબળો : ઠોઠ
ખૂટે નહીં તેવું : અખૂટ
સહન ન કરી શકાય તેવું : અસહ્ય
આહાર બંધ કરવો તે : અનશન
વણ તૂટેલા ચોખા : અક્ષત
ઢોરને બાંધવાની જગ્યા : કોઢાર
અગાઉ જન્મલ , મોટો ભાઈ : અગ્રજ
તાકીદની સખત ઉઘરાણી : તકાજો
નિયમ કરનાર / સંસ્થાના વડા : નિયામક
અર્થ વગરનું : નિરર્થક
ત્રણ કલાકનો સમય : પ્રહર
પ્રણામ કરવાની વિધિ : પાયલાગણ
શબ ને ઓઢાડવા નુ કપડું : કફન, ખાંપણ
વસંત જેવી સુંદર ડાળી : વિશાખા.
એક સાથે જમવા બેઠેલો આખો સમૂહ : પંગત.
કંકણ જેવો ગોળીકાર : વલય.
ગુપ્ત રાખવા યોગ્ય : ગોપનીય.
હસતાં ગાલમાં પડતો નાનો ખાડો : ખંજન.
કલ્પના અનુસારનો એક સોનેરી પર્વત : મેરુ.
કવિતાનાં ખૂટતાં પદ યોજવાં તે : પાદપૂર્તિ.
ઉમરલાયક થયેલ : વયસ્ક.
કણસ કાપવાની ક્રિયા : લણણી.
કોઇપણ કામના વગરનું : નિષ્કામ.
બ્રહ્મ કે સત્યરૂપ : તદાત્મ.
કમળની વેલ : કમલિની.
મંદિર ના શિખર તરીકે મુકાતો ઘાટ : કળશ.
પચાસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ : સુવર્ણમહોત્સવ.
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ : ષષ્ઠિપૂર્તિ.
પંચોતેર વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ : હીરકમહોત્સવ.
કદી પોતોના સ્થાનની ચળે નહિ એવા : અવિચળ.
સાંભળનાર માણસો : શ્રોતાગણ.
આરતીની જ્યોતની ધૂપ : આશકા
ભાષણ આપનાર : વક્તા.
બુદ્ધિનો ઉપયોગ કરી જીવનાર : બુદ્ધિજીવી.
આજીવન કેદની સજા : જનમટીપ.
સ્ત્રીઓ પ્રત્યેની માનવૃતિ : સ્ત્રીદાક્ષિણ્ય.
જોનાર માણસો : પ્રેક્ષકગણ.
ઓઝલમાં રહેતો રાણીવર્ગ : જનાનો.
ઉત્તમ પુરુષ: પુરુષોત્તમ.
જગતનું નિયંત્રણ કરનાર : જગતનિયંતા.
આંખ સાથે આંખ મળી થતી પ્રીતિ : તારામૈત્રક.
જેનો કોઇ આદિ નથી એવું : અનાદિ.
પશુપંખી ની ભાષા સમજવાની વિદ્યા : કાગવિદ્યા.
ધીરધારનો ધંધો કરનાર : શરાફ.
ચંદ્ર જેવા મુખવાળી સ્ત્રી : ચંદ્રમુખી.
સગાસંબંધીમાં જન્મ અને મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ : સૂતક.
રાત્રે ખિલતું સફેદ કમળ : કુમુદ.
નદીની કાંકરાવાળી જાડી રેતી : વેકરો.
સવારનો નાસ્તો : શિરામણ
બપોરનું ભોજન : રોંઢો
રાત્રિને સમય ભોજન : વાળુ
જન્મથી જ પૈસાદાર : ગર્ભશ્રીમંત.
મરણ પાછળ રોવું-કૂટવું તે : કાણ.
પ્રેમ આપનાર સ્ત્રી : પ્રેમદા.
તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર : તકસાધુ.
લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે : સામૈયું.
હાથથી લખેલું લખાણ : હસ્તપ્રત.
ગુજરાન માટે મળતી વાર્ષિક રકમ : વર્ષાસન.
કોઈ પવિત્ર કે યાત્રાની જગા : તીર્થ.
મહેનત કરીને જીવનાર : શ્રમજીવી.
કોઈપણ જાતની ખોડખાંપણ વિનાનું પૂરેપૂરું શુદ્ધ : અણીશુદ્ધ.
અરધી ક્ષણ : ક્ષણાર્ધ.
અંતરમાં રહેલું જાણનાર : અંતરજામી, અંતર્યામી.
ઈન્દ્રપ્રસ્થનગર ના વાસીઓ : ઈન્દ્રપ્રસ્થજનો.
અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા : તડીપાર.
હજારો ધારાઓથી યુક્ત: સહસ્ત્રધારા.
આવવું અને જવું તે : આવાગમન.
સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતાં નાણાં : તગાવી.
અભ્યાસ સિવાયનું : અભ્યાસેતર.
પાણી વગરની રેતાળ જગ્યા: મરુભૂમિ.
ઈશ્વરના ગુણગાન ગાવાનો ઉત્સવ : ઓત્સવ
ભવિષ્યની આગાહી કરનારી વાણી : ભવિષ્યવાણી.
અનાથ બાળકોને આશ્રય આપતી સંસ્થા : અનાથાશ્રમ.
ભાગી શકાય તેવું : વિભાજ્ય
ખેતરમાં ભાથું લઈને જનારી ખેડૂત સ્ત્રી : ભથવારી.
મરણ વખતનું ખતપત્ર : વસિયતનામું
જાદુ-ટોણા કરનાર : ઐન્દ્રજાલિક.
અધિકારી આગળ રજૂ કરાતી હક્કીકત : કેફિયત.
પાણીનાં મોજાં જેવી ચંચળ વૃત્તિવાળો : સપ્તરંગી.
અથડાવાથી તુટી જાય તેવું : બરડ
માપ બાંધીને કરાતી વ્યવસ્થા : માપબંધી
આવકજાવકનો અંદાજ આપતો પત્ર : અંદાજપત્ર.
દિશા અને કાળનો સમૂહ : દિસકાલ.
જીત સૂચવનારું ગીત : જયગીત.
મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા : દંતકથા.
દેવોની નગરી : અમરાપુર.
જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું : અણમોલ.
ઊંચે જવાની ક્રિયા: ઊર્ધ્વગમન.
ધનુષ્યની દોરી : પણછ.
બાળકથી માંડીને વૃદ્ધ સુધી: આબાલવૃદ્ધ.
દોઢ માઇલ જેટલું અંતર : કોશ.
ઝાડની છાલનું વસ્ત્ર : વલ્કલ.
એકની એક વાત વારંવાર કરવી: પિષ્ટપેષણ.
જોઇ ન શકાય તેવું : અદીઠું.
છોડી દેવા યોગ્ય : ત્યાજ્ય.
અસ્ખલિત વહેતી વાણી : વાગ્ધારા.
ભૂતોનું ટોળું : ભૂતાવળ.
મડદાને બાળવા લઇ જનારો : ડાઘું.
મદારી જે જાદુગરનો મદદનીશ : જંબુરિયો.
દહીં વલોવવાથી નીકળતું સત્વ : ગોરસ.
રેંટિયાની ઊભી થાંભલી : કરેડો.
યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ : ઋત્વિજ.
રક્ષણ કરનાર : ત્રાતા.
માનપૂર્વક સ્વીકાર : સમાદર.
રંગનો ભંડાર : રંગનિધિ.
મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું : ભાતું.
મુખમાંથી બહાર પ્રગટતી વાણી : વૈખરી.
લાભ કરી આપે તેવું : લાભદાયી.
ગુણ આપે (કરી આપે) તેવું : ગુણંકારી.
જે નમે નહિ તેવું : અણનમ.
જૈનો કોઈ વંશવારસ ન હોય તેવા : બિનવારસી.
વૃદ્ધને યુવાન બનાવનારી આયુર્વેદિક પ્રક્રિયા : કાયાકલ્પ.
જે કલ્પના વાસ્તવિક ન હોય તે: હવાઇકિલ્લા.
ઇચ્છા અનુસાર સઘળું આપનાર વૃક્ષ : કલ્પવૃક્ષ.
હાથીને કાબૂમાં રાખવા વપરાતું સાધન : અંકુશ.
કોઇનો જીવ લઇ શકે તેવું : ગોઝારું.
અન્યના દોષ શોધવાનું વલણ : છિદ્રાન્વેષીપણું.
જીવન સુધીનું : આજીવન.
જેને હજાર હાથ છે તે : સહસ્ત્રબાહુ.
ઇંડામાંથી ઉત્પન્ન થનારું : અંડજ.
પખાલમાં પાણી ભરીને લાવી લોકોને પહોંચાડનાર: ભિસ્તી.
ટાળી ન શકાય તેવું : અનિવાર્ય.
દરિયાઈ લુંટારાઓ : ચાંચિયા.
ઇચ્છેલું આપનારી ગાય : કામધેનુ.
જાતિની ભેળસેળ : વર્ણસંકર.
ઇન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે : અતીન્દ્રિય.
નખથી તે ઠેઠ શિખા સુધી : નખશિખ.
યજ્ઞમાં હોમ કરતાં બાકી રહેલો.
પ્રસાદીરૂપ પદાર્થ : હુતશેષ.
જંગલમાં વસનાર લોકો : અરણ્યક.
જેની તુલના ન થઈ શકે : અતુલ.
▶️કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું : અનુપમ.
ખુબ તીવ્ર બુદ્ધિવાળો : કુશાગ્રબુદ્ધિ.
થાક લાગ્યા સિવાય : અથાક.
મોટી ઉંમરનાને અપાતું શિક્ષણ : પ્રૌઢશિક્ષણ.
જેની આરપાર જોઈ ન શકાય તેવું : અપારદર્શક
વધારીને વાત કરવી તે : અતિશ્યોક્તિ,અત્યુક્તિ.
ચાલતાં ચાલતાં વારંવાર ઊભું રહી જનાર : અડિયલ.
ગણી શકાય નહિ તેટલું : અગણિત.
દેખાતું બંધ થઈ જવું તે : અદ્રશ્ય
જરા પણ વાંચતાં-લખતાં આવડતું ન હોય : નિરક્ષર.
મુર નામના એક રાક્ષસને હણનાર : મોરારિ.
અદભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન : અજાયબઘર.
આત્માને અનુલક્ષી ને : અધ્યાત્મ.
જીતી ન શકાય તેવું : અજેય.
મજબૂત કે ટકાઉ નહીં તેવું : તકલાદી.
જેની ઉપેક્ષા કરવી ઘટે કે ન કરાય તેવું : અનુપેક્ષ્ય.
જેની શરૂઆત જ નથી તેવું : અનાદિ.
તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે :અનુમાન
વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું : અજરામર.
નહિ પદ્ય , નહિ ગદ્ય: અપદ્યાયાગદ્ય.
▶️પોતાની જાતને અર્પણ કરવું તે : સ્વાર્પણ.
પાછળથી જન્મેલ (નાનો ભાઈ): અનુજ.
પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું : મુખમોરડો.
લગ્નવિધિ કરવાનો મંડપ :માંહ્યરુ.
બે જણ વચ્ચેનું યુદ્ધ : દ્વન્દ્વયુદ્ધ.
પથ્થર મારી મારીને જીવ લેવાની સજા : સંગસારી.
જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવો વાદ : અદ્વૈતવાદ.
જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે : સંશયાત્મા.
પોતાની જાત ઉપર આધાર રાખનારું : આપકર્મી.
એક જ સમયમાં સાથે થઈ જનાર : સમકાલીન.
પોતાનાં વખાણ પોતે જ કરવાં તે : આત્મશ્લાધા.
રૂપિયાનો સોળમો ભાગ : આનો.
સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરનાર : બગભગત.
એકલા એકલા પોતાની સાથે વાત કરવી : સ્વગત
પાછળથી જેને ઉકેલ સૂઝે તે : પચ્છમબુદ્ધિ.
ઘેર ઘેર ભીખ માગવી તે : માધુકરી.
દાબી શકાય નહિ તેવું : અદમ્ય.
પોતાની જાત ઉપર કાબૂ રાખે તેવું : આત્મસંયમી.
મહાન વ્યકિતનો જન્મદિવસ : જયંતી.
સચોટ અસર ઉપજાવે તેવું : રામબાણ.
આંખ આગળ ખડું થઈ જાય તેવું : આબેહૂબ, હૂબહૂ.
પીળા રંગનું ગુરુ ગ્રહનું એક રત્ન : પોખરાજ.
▶️ઉમદા હેતુ માટે બલિદાન આપવું તે : કુરબાની.
ઘરની બાજુની દિવાલ : કરો
વાંસ જેટલા ઊંડા પાણી : વાંસજાળ.
કરેલા ઉપકાર ભૂલી જનાર : કૃતધ્ની.
હિન્દુ તત્વજ્ઞાનના છ શાસ્ત્રો: ષટદર્શન.
લગભગ છ ફુટની ઊંચાઈ જેટલું: માથોડું.
ઊંડા પાણી વાળી જગ્યા : ધૂનો.
લેણદેણ સંબધી લખાણ : દસ્તાવેજ.
માટીની ભીંતોવાળુ નાનું ઝુંપડુ : ખોરડું.
અમરપણાની ખાતરી આપતું લખાણ : અમરપટો.
પશુ કે ગાડા વગેરેને બાંધવાનું દોરડું : રાંઢવું.
જેને વિરહ થયેલો હોય તેવું :વિયોગી.
જેની પત્ની મરણપામી છે તેવો પુરુષ : વિધુર.
આહીરોએ જંગલમાં બાંધેલા ઝુંપડાનું નામ : નેસડો.
સ્ત્રીની વાત સાંભળી રાજી થઈ જાય તેવો પુરુષ : પોમલો.
પહાડમાં પોલી જગ્યા : કુંહર.
આંખથી સાંભળનાર : ચક્ષુશ્રવા.
લાકડાના નાના નાના ટુકડા : કરગઠિયાં.
બારણું બંધ રાખવાનો લાંબો આડો દાંડો : ભોગળ.
જેમાંથી રુધીરનું વહન થાય છે તેવું : રુધિરઝર.
▶️કોઈપણ સંપ્રદાયોના ભેદભાવ વિનાનું : બિનસાંપ્રદાયિક.
જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું : પરિગ્રહ.
નાળિયેરીના પ્રકારના એક વૃક્ષના બીના ભૂકામાંથી બનતું એક પ્રકારનું પીણું : કોકો.
સોપારી ઘાટનું ઘૂથરીના ઝૂમખાવાળું કાનનું ઘરેણું : અકોટા.
કોઈની મદદ વિના આડેધડ ચાલતો વહીવટ : અરાજકતા.
ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડું : ખોડીબારું.
ભાવને વ્યકત કરવા શરીરના અવયવોની ચેષ્ટા : અંગભંગિમાઓ.
ગુનેગાર નાસી ન જાય તે માટે તેના પગ જકડી રાખવા માટેનું લાકડાનું સાધન : હેડ.
ધનુષ્યના જેવું અર્ધગોળ, સાત રંગોમાં વરસાદની ઋતુમાં દેખાતું રમણીય દશ્ય : મેઘધનુષ.
મકાનમાં અજવાળા માટે મુકેલી નાની બારી : જાળિયુ.
થાપ્યા વગરના રસ્તામાં પડીને સૂકાઈ ગયેલા છાણા : અડાયા.
ત્રણ ત્રણ કોશ ચાલતા હોય છતાં જેમાંથી પાણી ન ખૂટે તેવા વાવ કે કૂવાવાળું ખેતર : તરકોશી વાડી.
ગાડું હાંકનાર ને બેસવાના સ્થાનનું ટેકાનું લાકડું : ખલવો, ખલવું.
સર્વત્ર શોક અને ત્રાસની લાગણી ફેલાઈ જવી તે : હાહાકાર.
ઘડિયાળની શોધ પહેલા વપરાતું સમય માપવાનું સાધન : રેતઘડીયા (રેતની શીશી).
કોસની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું : બોખ.
ગૌરીવ્રત માટે કંકુ લગાવેલ રૂ ની વાટમાંથી બનાવેલી સેર : નાગલી.
ઘરના મુખ્ય બારણા અને નેવા સુધીનો ખુલ્લો ભાગ : પરસાળ.
પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની:સહધર્મચારિણી.
ઘણી ઓછી લંબાઈ-પહોળાઈની નાનકડી જાડી ચોપડી : ગુટકો.
ધાર્મિક ક્રિયાને અંતે બ્રાહ્મણને અપાતું દાન : દક્ષિણા.
▶️મન-વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ : અહિંસા.
જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી : અખોવન.
ઘરમાં અગ્નિ સતત જાળવી રાખીને તેમાં નિત્ય સવાર સાંજ હોમ કરવાનું કાર્ય : અગ્નિહોત્ર.
કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો : શેઢો.
પતિ સામે કલહ કરી રુસણું લઈ બેઠેલી સ્ત્રી : કલહાંતરિતા
બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ, હરિયાળી : લોન.
એક સાથે સો વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર : શતાવધાની.
ખભે રાખી શકાય તેવો આગળ અને પાછળ બંને બાજુએ ખાના વાળો ચાકડો , જાડા કાપડનો થેલો : ખડિયો.
લગ્ન પ્રસંગે વરકન્યા ને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ : પીઠી.
જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી : સૌભાગ્યવતી , સધવા, સોહાગણ.
સ્વર્ગ, મૃત્યુ કે પાતાળ ત્રણે ભુવનલોક ના સ્વામી : ત્રિભુવનનાથ
છાપાં ને ખબર મોકલનાર : ખબરપત્રી, સંવાદદાતા, વૃતાંત્તનિવેદક.
મનુષ્યના નસીબ ઉપર સારી-માઠી અસર કરનારી ગ્રહાદિકા ની સ્થિતિ. : દશા.
જેની જયોત હાલકડોલક થતી હોય તેવો દીવો : ફગફગિયો દીવો.
એક કાલ્પનિક પક્ષી જે મૃત્યુ બાદ રાખમાંથી પુનઃ જીવિત થાય છે : ફિનિક્સ.
એક વૃક્ષ જેના પર બેસી શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હતા : કદંબ.
ઊંચે જઈ રહેલી સ્થિતિ : ઉન્મતિ.
પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધેલું કપડું : સઢ.
કૂતરો, ગાય, ભેંસ ઈત્યિાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાઝતો જીવ : ગિંગોડો.
સરસામાન રાખવા છાપરા નજીકનો નાનો માળ : માળિયું.
એક ફળ જે લગ્નની વિધિ વખતે કાંડે બંધાય તે : મીંઢોળ
▶️સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધને લગતું : આંતરરાષ્ટ્રીય.
કેવળ એક જ સત્તાધીશ દ્વારા પોતાની ઇચ્છાનુસાર તથા પ્રજાના અભિપ્રાયની અવગણના કરી ચાલતો વહીવટ : સરમુખત્યારશાહી.
આગળ વધતાં પહેલાં પાછળનું જોઈ લેવું તે : સિંહાવલોકન.
અણીના વખતે : તાકડે.
જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર : ઉડાઉ.
શ્રીમંતોની મદદથી ચાલતો વહીવટ : શ્રીમંતશાહી.
ગામનો વહીવટ કરનારી સંસ્થા : ગ્રામપંચાયત.
પ્રજાની માલિકીનું કરવું તે : રાષ્ટ્રીયકરણ.
લેખકે ધારણ કરેલું બીજું નામ : ઉપનામ, તખલ્લુસ.
અમલદારોના અભિપ્રાય અનુસાર અને તેમનો એકહથ્થુ સત્તાનો વહીવટ :અમલદારશાહી.
કાયદાથી મના કરેલું : ગેરકાયદે.
આખા દેશ માટેની ભાષા : રાષ્ટ્રભાષા.
ઉપર જણાવ્યા મુજબ : ઉપર્યુક્ત.
શેર-કસબામાં ભરાતું બજાર : ગુજરી.
સંકટ સમયે દૂર રહેનાર મિત્ર : તાળીમિત્ર.
ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વાની : થૂલી.
આકાશ અને પૃથ્વી જ્યાં મળતાં દેખાય છે તે રેખા : ક્ષિતિજ.
ખરાબ રીતે જાણીતો : નામચીન
ભારત બહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનું કરારપત્ર : ગિરમીટ.
લોટને ચાળવાથી નીકળતો ભૂકો : થૂલું.
અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત : કેફિયત, બયાન.
ખજાનાની સંપત્તિ સાચવનાર : ખજાનચી.
ઉપકાર પર અપકાર કરનાર લૂણહરામ : કૃતઘ્ન, નિમક હરામ,
▶️પારકાનું ભલું કરનારું : પરોપકારી; પરગજુ; પરમાર્થી.
હાથથી લખેલું લખાણ : હસ્તપ્રત.
નોકરી વગેરેમાંથી હઠી જવાની રાજીખુશી દર્શાવતું લખાણ : રાજીનામું.
યંત્ર વિના હાથથી ચાલતો ઉદ્યોગ : હાથઉદ્યોગ.
સમાન અર્થવાળો શબ્દ : પર્યાય.
યંત્ર વિના હાથથી ચાલતો ઉદ્યોગ : હાથઉદ્યોગ.
સો વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ : શતાબ્દી ઉત્સવ.
સાંભળતાં વેંત જ જવાબ આપે તેવું : હાજરજવાબી.
કવિતાનાં ખૂટતાં પદ યોજવાં તે : પાદપૂર્તિ.
સાથે જોડાવા પાડેલી મોટી બૂમ : હાકલ.
પંચ સમક્ષ કરેલી તપાસણી ની નોંધ : પંચનામું; પંચક્યાસ.
મનુષ્ય જીવ પ્રાણી ઇત્યાદિનો મહાવિનાશ : હત્યાકાંડ.
પચાસ વર્ષ પૂરાં કરી એકાવનમા વર્ષમાં પ્રવેશવું તે : વનપ્રવેશ.
ઇચ્છા મુજબ ફરવું કે વિહરવું તે : સ્વૈરવિહાર.
આકાશમાં ફરનાર :ખેચર.
કોઈની મદદ લીધા વિના પોતાના જ આશ્રયે રહેનાર : સ્વાશ્રયી.
જળમાં ફરનાર : જળચર.
પોતાની મેળે પતિ પસંદ કરતાની વિધિ : સ્વયંવર.
પૃથ્વી ઉપર ફરનાર : ભૂચર.
સત્કાર માટે ગોઠવાયેલો સમારંભ: સત્કાર સમારંભ.
સ્વાર્થ માટે કરેલાં હદ બહારનાં વખાણ : ખુશામત.
મહેનત કરીને જીવનાર :શ્રમજીવી.
આકાશ જેટલું ઊંચું : ગગનચૂંબી.
રામના જેવું આદર્શ અને સારું પોતાનું રાજ્ય : રામરાજ્ય.
એક માણસની એકહથ્થુ સત્તાનો વહીવટ : અમલદારશાહી; નોકરશાહી.
રાજાની મદદથી ચાલતો વહીવટ : રાજશાસન; રાજાશાહી.
▶️સારું-નરસું ગ્રહણ ક૨વાની શક્તિ : વિવેક
અંતરની વૃતિ કે ભાવ : અંતર્ભાવ
જે રોગનો કોઈ ઈલાજ ન હોય એવું :અસાધ્ય.
રક્ષણ કરનાર : ત્રાતા
વાદળથી ઢંકાયેલું : અભ્રાવૃત
નાકથી બોલાતો (વર્ણ) : અનુનાસિક
વિશ્વાસ મૂકવા યોગ્ય વચન : આપ્તવાણી.
પાણીવાળો નાનો ખાડો : ખાબોચીયુ.
બજારમાં જઇને કરવામાં આવતી ખરીદી:હટાણું.
રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ : રણદ્વીપ
અંતરને જાણનાર : અંતર્યામી
અગાઉ કદી ન થયું હોય તેવું : અપૂર્વ
અગાઉ કહેલ ફરી કહેવું તે : પુનઃરૂકિ્ત
અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ : અગમબુદ્ધિ
અગાઉના પતિનું બાળક : આગળિયાત
અતિથિ ને માન આપવા સમૂહમાં જવું તે : સર્વેયું
અતિશય સ્નેહ : આશક્તિ
અત્યંત રમણીય છે તેવું : સુરમ્ય
અત્યંત વસમો આઘાત : વજુ ઘાત.
સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ : મડાગાંઠ
અથડાવાથી તુટી જાય તેવું :બરડ
અદ્ભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન : અજાયબઘર
જેના સ્પર્શથી લોઢાનું સોનામાં રૂપાંતર થવાનું મનાય છે તે મણિ : પારસમણિ.
જ્યાં એક કરતાં વધારે નદીઓ ભેગી થતી હોય તે સ્થળ :સંગમસ્થાન.
ધંધાદારી રીતે લખવાનું કામ કરનાર માણસ :લહિયો.
ખાણમાંથી નીકળેલું : ખનીજ.
ચાર ઘડીનો સમય : ચોઘાડિયું.
છાપાને ખબર પહોંચાડનાર: ખબરપત્રી.
ભેંસોનુ ટોળુ. : ખાડ.
મોઢાની અંદર અને ગાલની નીચેનો ભાગ : ગલોફુ.
હાથીની સૂંઢની અણી : કર્ણિકા
બાંધકામનો પાયો નાખવાનો મયંળ સમય : ખાતમુહૂર્ત.
ગ્રહણ કરવા જેવું : ગ્રાહ્ય
સમાધાન ન થઇ શકે તેવું : અસમાધેય
હળદર વગેરે મસાલા : હવેજ
▶️સ્વાર્થનો વિચાર કર્યા વગર : નિઃસ્વાર્થ
જેનો વસવાટ અહીં નથી તે : બિનનિવાસી.
ઉગ્રતાથી લડત આપનાર : ઉગ્રવાદી
પૂર્વતૈયારી વિના ગમે ત્યારે જોઈએ તેવી કવિતા કરનાર : શીઘ્રકવિ.
રાત્રે ભટકનાર :નિશાચર.
યાદગીરી માટેનું કાર્ય : સ્મારક
એકપણ સંતાન વગરનું : નિઃસંતાન, વાંઝિયું.
રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ : નેપથ્ય
શબ્દોથી ન વર્ણવી શકાય તેવું : વર્ણનાતીત
આજુબાજુના લોકો : પડોશીઓ
હલ્લા હુમલાથી ભય અને ત્રાસ ફેલાવનાર : ત્રાસવાદી.
જકાતની ચોકી વટાવીને હુકમ અનુસાર અનાજ કે ચીજો લાવવા કે લઈ જવાની ચિઠ્ઠી : પરમિટ.
શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું : શબ્દાળુ.
પથ્થર પર કોતરેલો લેખ : શિલાલેખ
અનિચ્છા અને વિરોધની ઉપરવટ થઈને : પરાણે
સ્મારક તરીકે ઊભો કરેલો પથરો : ખાંભી; પાળિયા
લાગતાંવળગતાંની જાણ માટે ફેરવાતો પત્ર : પરિપત્ર
ધર્મ કે રાષ્ટ્રને ખાતર પોતાનું બલિદાન દેનાર : શહીદ
સ્મૃતિમાં ઊભું કરેલું અર્ધ આકૃતિનું પૂતળું : બાવલું
છાના કે જાહેર હુમલાથી આતંક ફેલાવનાર : આતંકવાદી
▶️ન્યાય તોળવાની દાનત કે ન્યાયપૂર્વક વર્તવું તે : ન્યાયવૃત્તિ.
વાંચવા માટે પુસ્તક મૂકવાની ઘોડી : રેળ.
વહાણમાં ચડાવેલા માલની રસીદ : શતમી
કચરેલા તેલનો તેલભર્યો ભૂકો: સાની.
જ્યાં પાણી હંમેશ રહે એ કિનારા પરનો પ્રદેશ : કચ્છ.
રડતા રહી રહીને જોરથી ખેંચાતો શ્વાસ : ડૂસકું.
રંગમંચ પર નાટક વગેરેનું પ્રસ્તુતીકરણ : મંચન
એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું તે : સારવું.
મૃત્યુ પછી દસમો દિવસ કે તેની ક્રિયા : દશાહ.
શેકીને કડક કરેલી રોટલી: ખાખરો
રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટાવાળું કપડું : મશરૂ.
જેની અપેક્ષા કે ઈચ્છા ન રાખી હોય તેવું : અનપેક્ષિત.
સરકારી દફતરનો મુખ્ય અમલદાર : ફડનવીસ
ગળામાં પહેરવાનું મૃદંગ આકારનું તાવીજ : માદળિયું.
સમજણ વગરનો મોટી ઉંમરનો માણસ : ઢાંઢો.
જ્યાં નેવાં પડે છે તે નેવાં નીચેની જગ્યા : નેવાણી
લોકો કે સમાજ તરફથી મળેલું માન : લોકાદર.
ઝાડની આસપાસ કરેલી નાની વાડ : વાડોલિયું.
દહીં-દૂધ પરની મલાઈની પોપડી: તર
ગામમાં સહુને બેસવાની જગ્યા: ચોરો.
કોઈ કાર્ય કરવાનો સંજોગ ઊભો થવો તે : તક.
અમૃત જેવી મીઠી નજર : અમીદ્રષ્ટિ.
અરધી ક્ષણ : ક્ષણાર્ધ.
કુમુદના ફૂલોની વેલી : કુમુદ્રતિ.
ઉકેલી ન શકાય તે સમસ્યા : મડાગાંઠ.
પારસી લોકોનું ધર્મસ્થાન : અગિયારી.
કોઈ ન સાંભળે તેમ રડવું : અરણ્યરુદન.
હ્રદયનો કોમળ ભાગ : મર્મભાગ.
ગાઈ ન શકાય એવું : અગેય.
હિંદુતત્વો માં છ શાસ્ત્રો : ખટદર્શન/ખટશાસ્ત્ર.
માત્ર સપાટીને અડકીને પસાર થઈ જતું: અછડતું.
કુસ્તી કરવાની એક જગ્યા : અખાડો.
પગ મૂકી શકાય નહીં એવું : અગોચર.
ચણોઠી જેટલાં વજનનું : રતીભાર.
ખભે નાખવાનું વસ્ત્ર : ખેસ.
સિપાઇ કે જેલરને રહેવામાટેની ઓરડીઓ : બરાક.
કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ : સંપેતરું.
ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડે લાકડું : ખલવું.
સૂર્યની આસપાસ ફરતા ગ્રહોનો સમુહ :સૂર્યમંડળ.
સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું : કાંબીઉ.
ખૂબ બોલ બોલ તે વ્યક્તિ : વાચાળ.
વિશ્વાસ મૂકવા યોગ્ય વચન : આપ્તવાણી.
જોઇ ન શકાય તેવું : અદીઠું.
▶️અવાજ વિનાના પગલે : નીરવપદ.
વહેલી સવારે ગવાતા પદ કે ભજન : પ્રભાતિયાં.
ધીમે ધીમે ચંપી કરવી તે:તળાંસવું.
આછી ભીનાશ ધરાવતું : આલું.
ગરીબ પર દયા કરનાર : દીનદયાળ.
બેહોશ કરી નાખે તેવું અસ્ત્ર: મોહનાસ્ત્ર.
કાનને સાંભળવું ગમે તેવું : કર્ણપ્રિય.
દૂર કરવું, કાઢી નાખવું : નિરસ્ત.
લય પામેલું, લીન થયેલું : વિલીન.
કપડાની ઝાપટથી સાફ કરવું : ઝાપટવું.
ઘી – તેલથી તરબોળ : લસલસતો.
ભૂમિને ધારણ કરનાર : ભૂધરા.
જેનું મૂલ્ય ન થઈ શકે તેવું : અમૂલ.
મોટા ખંડનો નાનો પ્રદેશ કે પેટાખંડ : ઉપખંડ.
અંદર વહેનાર : અંતઃસ્રવા
પીઠ પાછળ કરેલી નિંદા : ચુગલી.
એક જાતનું ભાતીગળ રેશમી લૂગડું : ચૂંદડી.
કળા કારીગરીવાળો ઉદ્યોગ : હુન્નર.
લંગર નાખીને વહાણ થોભાવવું: નાંગરવું.
પગલું પારખી ભાળ કાઢનાર : પગી.
▶️બધા રાજાઓ પર પોતાની સત્તા સ્થાપનાર : ચક્રવર્તી.
છોડની આસપાસ કરેલી નાની વાડ : વાડોલિયુ.
દેશનો પ્રજાજન : નાગરિક.
પર્યાવરણમાં જીવસૃષ્ટિ માટે હાનિકારક ફેરફાર : પ્રદૂષણ.
નવાઈ પમાડે તેવું : અજબ.
સલામતીની ખાતરી આપે તે : અભયદાન.
ન્યાયધીશ ને બેસવાનું સ્થાન : ન્યાયાસન.
ઢોર ચરાવનાર : ગોવાળિયો.
પુસ્તકમાંથી મેળવેલું : પુસ્તકિયું.
સૌને પોતાના જેવા ગણવા તે : આત્મૌપમ્ય.
કીર્તિની ગાથા : યશગાથા.
અઘરું કામ કરવાની જવાબદારી : બીડું.
ખાધેલું મોમા લાવી ફરીથી ચાવવું તે : વાગોળવુ.
પૂરેપૂરું આપી દેવુ તે : સમર્પણ.
દરવાજાવાળો મહોલ્લો : પોળ.
મનની ગતિવિધિ અને માનવ – આચરણનો અભ્યાસ કરનારું વિજ્ઞાન : મનોવિજ્ઞાન.
સૂર્યની ગરમીથી પાણીનું વરાળ થવું : બાષ્પીભવન.
પોપટ ની પેઠે સમજ્યા વિના ગોખી મારેલું : પોપટિયું.
સૂકવેલું રાયણ : કોકડી.
લોટી જેવું નાનું માટીનું વાસણ : કુલડી.
▶️દરિયામાંથી મોતી કાઢનારો : મરજીવો.
ભાગ વહેંચ્યા ન હોય તેવું / સૌની સરખી માલિકીનું : સહિયારું / મજિયારું / ભેગું.
હોળી ખેલવા નીકળેલી ટોળીનો સભ્ય / ઘેરમાંનો માણસ : ઘેરૈયો.
તાલુકાનું વસુલાત સંબંધી કામ તથા વહીવટ કરનાર અમલદાર : મામલતદાર.
બે પ્રવાહ ભેગા થાય તે જગ્યા / નદીઓના સંગમની જગ્યા : સંગમસ્થાન.
જમીનમાં બોડ કરીને રહેતું એક અણીદાર પીંછાવાળું પ્રાણી : શાહુડી.
ઉત્તરભારતના પહાડી પ્રદેશમાં વેપારી માટે વપરાતો શબ્દ : લાલો.
રાજસેવા બજાવવા બદલ ગામ – ગરાસનો પટો ભોગવનાર : પટાવત.
ધરતીના પેટાળમાં રહેલા તૃણબીજોનો ફરકાટ : ગર્ભસ્ફુરણ.
મંદિર ઈત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી : ઉજાણી.
હાથની નસીબ બતાવતી રેખા : પ્રારબ્યરેખા.
રેશમના કીડાનું ઘર / કીટકની ચાર અવસ્થામાંની ત્રીજી : કોશેટો/કોકડું.
રુદ્રાક્ષના મોટા મણકાની માળા / કાંડા પર પહેરવાનું ઘરેણું : બેરખો/બેરખી.
જેનાથી બ્રહ્માંડ રચાયું છે તે ભાસમાન થાય છે તે આદિ શક્તિ : માયા.
પછેડી ઓઢવી પડે એવો વરસાદ / પછેડી પલળે તેટલો વરસાદ : પછેડિયો/પછે ડીવા.
બે મોટા સમુદ્રોને જોડનારી ખાડી : સામુદ્રધુની.
રાંધવા વગેરે માટે બળતણ ગોઠવવા કરાતી જગા કે ગોઠવણ : ચૂલો.
કોઈના અવસાન પછી આપેલી શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ : શ્રદ્ધાંજલિ.
બે જમીનોને જોડના ૨ જમીનની સાંકડી પટ્ટી : સંયોગીભૂમિ
જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો : અખાત.
કાપડનો લાંબો ચીરો / વસ્ત્રનો ટુકડો / ફેટા ઉપરના છૂટાં છોગાં : લીરો
▶️પતિ કે પુત્ર વિનાની સ્ત્રી : અવીરા.
ધીરધાર કે લેવડ-દેવડનું કામ / દુનિયાદારીના સંબંધ કે કામકાજ : વહેવાર.
હપતા પ્રમાણે દેવું ભરી દેવાનું લખત : કાંધાખત.
ઊગતી જુવાનીવાળી સ્ત્રી : ઉદ્યઘૌવના.
બંને છેડે અણીવાળો લાકડાનો કકડો : મોઈલું.
બીજનો ચંદ્રમા : કલેન્તેદુ.
વગર વિયાયેલી ભેંસ / રસ્તા પર નંખાય છે એવા પથ્થરના કાંકરા : ખડી.
પતિ અને સંતાનવાળી સુખી સ્ત્રી : પુરંધિ/પુરંધ્રી.
મેલીવિદ્યામાં પ્રવીણ માણસ / ભૂવાનો સાથી : ખાતરિયો.
ઘરનો ભાર વહન કરનાર દીકરો : કાંધેવાળિયો.
જેને એક જ સંતાન થયું હોય તેવી સ્ત્રી / એક જ વાર ફળનાર વનસ્પતિ : કાકવંજ્યા.
ટિકિટ વગર મુસાફરી કરનાર / વગર પૈસાનું : ખુદાબક્ષ
રજસ્વલા થવા લાગેલી સ્ત્રી / વચલી આંગળી : મધ્યમિકા.
હાથ કે આંગળીના ચાળાથી વિચાર જાણવાની વિદ્યા/હાથનો ઈશારો : કરપલ્લવી.
વગર કામે રખડનારી સ્ત્રી : ભટકભવાની.
જેનું વાગ્દાન થયું હોય-સગાઈ થઈ હોય તેવી કન્યા : વાગ્દત્તા.
ઢોર બાંધવાનો ખીલો : કીલક
તાબે રહેનારી : વશવર્તિની.
સ્ત્રી જેવી પાતળી કમરવાળી સ્ત્રી : હરિલંકી.
પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર વગેરે સજાવી પ્રિયતમની પ્રતીક્ષા કરતી સ્ત્રી : વાસકસજ્જા
▶️અપેક્ષા વગર : નિરપેક્ષ
પાણીનો અધિષ્ઠાતા દેવ, પશ્ચિમ દિશાનો દિક્પાલ : વરુણ.
બહાદુર સ્ત્રી : વીરાંગના.
કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ : બિરુદ.
ખેડયા વગરનું : વણખેડયું
કામ માટે દોડધામ : ધમાલ.
મોટો ધ્વનિ : ઘોષ
મોટો જાડો રોટલો : બઢો.
મશાલ ધરનારો : મશાલચી.
ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ : ગેણિયો.
દિગ્મૂઢ થયેલું : સ્તબ્ધ.
પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ : ગરનાળું.
સામાને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ : ઠઠારો.
સર્પોના બગીચા : સર્પોધાન
ટૂંકામાં આટોપી લેવું તે / સારરૂપે આટોપી લેવું તે : ઉપસંહાર.
ભૂત પ્રેતના વર્તન જેવું/ અજુગતું ચમત્કાર ભરેલું : ચળીતર.
કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ : ગોહિલવાડ.
કાયદાના જાણકાર : બૅરિસ્ટર
લંબાઈ ભરવાનું ચોવીસ(ઈચ) તસુંનું માપ : ગજ.
જેનું ઘર નથી તે : બેઘર
એક સરખા મત કે અભિપ્રાય હોવા તે : મતૈક્ય.
યાદ કરવું એ : સ્મરણ
સજીને તૈયાર કરેલું : સજજ
એકથી વધારે : એકાધિક
બોરસલીનું ઝાડ : બકુલવૃક્ષ
▶️સંકટ સમયે તાલી પાડી વેગળો રહે તેવો મિત્ર : તાલીમિત્ર.
કવિઓનું સંમેલન : મુશાયરો; કવિસભા
પોતાના તરફથી કામ કરવાની સત્તા આપનારો પત્ર : મુખત્યારનામ
જંગલમાં બળતી આગ : દવ
મૂઠીએ મૂઠીએ ભેગું કરેલું ફંડ : મુષ્ટિફંડ
આપ આગળ ખડું થઈ જાય તેવું : તાર્દશ.
દરરોજ છપાતું વર્તમાનપત્ર : દૈનિક
અઠવાડિયે બે વાર બહાર પડતું પત્ર : અર્ધ સાપ્તાહિક
દર અઠવાડિયે બહાર પડતું પત્ર : સાપ્તાહિક; અઠવાડિક
પંદર દિવસે બહાર પડતું પત્ર : પાક્ષિક; પખવાડિક
મહિને બહાર પડતું પત્ર : માસિક
ત્રણ મહિને બહાર પડતું પત્ર : ત્રૈમાસિક
છ મહિને બહાર પડતું પત્ર : અર્ધવાર્ષિક
બાર મહિને બહાર પડતું પત્ર : વાર્ષિક
અનિયમિત મુદતે બહાર પડતું પત્ર : અનિયતકાલિક
સમયને આંતરે બહાર પડતું : સામયિક
હાથથી છપાઈને બહાર આવતું : હસ્તલિખિત
સામયિકના પૂંઠાનું પાનું : મુખપૃષ્ઠ
શિવપાર્વતીનું વિનાશવેળા સૂચવતું આકરું નૃત્ય : તાંડવ
શિવપાર્વતીનું સંગીત સાથેનં સૌમ્ય નૃત્ય : લાસ્ય
મુખ પરંપરાથી ચાલી આવતી વાર્તા : દંતકથા.
મોહથી અંધ બનેલું : મોહાંધ
ખા ખા કરનારું : ખાઉધરું
(યાદવોની) અંદર અંદરની લડાઈ અને કુતલ : યાદવાસ્થળી
▶️કામ પેટે અગાઉથી આપેલી મહેનતાણાની રકમ : બાનુ/પેશગી
દેવને ધરાવેલી ખાવાની વસ્તુ: પ્રસાદ/નૈવેદ/નૈવેધ
તાગી ન શકાય એવું/બહુ જ ઊંડું હોય એવું: અતાગ
સૂર(દેવ)ની આત્મજા -પુત્રી : સુરાત્મજા/દેવીપુત્રી
કેસરી રંગના એક જાતનાં ફૂલ / ખાખરાના ફૂલ : કેસુડાં
સમય-સંજોગ પ્રમાણે, વહેલું–મોડું : અહૂર/અસુર
કુલવાન સ્ત્રી / કુલીન ઘરની સુશીલ સ્ત્રી : કુલાંગના
સૂઝબૂઝ વિનાનું : દિશાશૂન્ય/ધ્યેયહીન
રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી : આંધણ
વંશપરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ : આચાર/કુલધર્મ
ભાળ રાખવા સોંપણી કરવી (ભલામણ કરવી) : ભાળવણી/ભલામણ
અંદર ઊતરવાના પગથિયાવાળો કૂવો : વાવ.
વહાલમાં ઊછરેલી : વહાલસોયી/લાડકવાયી
કોઈ પણ ભાંગેલું અર્ધગોળ જેવું કઠણ કોટલું : કાચલાં
માણસો ઊંચકીને ચલાવે તેવું વાહન : પાલખી/સુખપાલ
નવું ફૂંટેલું પાન, ફૂટતો ફણગો / નવું ફૂટતું પાંદડું : કૂંપળ
જીવ વિનાનું, લાગણી, બુદ્ધિ કે સ્ફૂર્તિ વિનાનું : જડ/સ્થૂળ
જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો : નિઃસ્પૃહ
મહાન મોટો અનલ–અગ્નિ: મહાનલ/પરમાત્મા
▶️થાક્યા વિના : અવિશ્રાન્ત
બનાવની હકીકતનો યથાતથ ખ્યાલ : વૃત્તાંત
ગામનો છેવાડાનો ભાગ : પરવાડ
યુદ્ધનો વાવટો : રણધ્વજ
તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે : અનુમાન
ફાટેલી જગા પર મૂકેલો બીજો કકડો : થીગડું
ગેડીદડાને મળતી એક વિલાયતી રમત : હોકી
કેસર વગેરે નાખેલો મીઠો (ગળ્યો) ભાત : બિરંજ
એકે વેતર ન થયેલી ગાય કે ભેંસ : કલેડી/કલોડી
ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું : આજાનબાહુ
સોના-ચાંદીની છેક પાતળી પતરી: વરખ
ગામ પાસેની નાની વસાહત:પરું
દશેરાથી દિવાળી સુધીના દિવસોનું પર્વ : વજૈયા
વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે તે : રામણદીવડો
ઘરની પાછળનો વાડો / ગામનું પછવાડું : મસવાડો
શેરડીનો રસ કાઢવાની મોટી કઢાઈ : કાઈલ
પાપ કે અન્યાય સામે ઉત્પન્ન થતો ક્રોધ : પુણ્યપ્રકોપ
કારીગરોનો કામકાજની બંધીનો દિવસ : અકતો
ખાંધે બોજો ઉપાડવાને બનાવેલી તુલા : કાવડ
સંધિ કે વિગ્રહ કરાવનાર રાજદૂત:સંધિવિગ્રહક
ઘોડા – ગધેડાના પગ બાંધવાનું દોરડું : દામણ
▶️સારાનરસાને પારખનારી શક્તિ : વિવેકબુદ્ધિ .
તાંબાપિત્તળની ગાગર ઉપર હાથ ઠોકી કથા કરનાર : માણભટ્ટ.
હલ્લા હુમલાથી ભય અને ત્રાસ ફેલાવનાર : ત્રાસવાદી.
બાઘા જેવું : સૂમડું; જડભરત.
એક વસ્તુ આપી બીજી વસ્તુ લેવી તે : વિનિમય.
કોઈને ગણકાર્યા વગર જિંદગી પસાર કરનાર : મસ્ત.
છાના કે જાહેર હુમલાથી આતંક ફેલાવનાર : આતંકવાદી.
દરિયામાંથી મોતી કાઢનાર : મરજીવા; મરજીવિયા.
ઉગ્રતાથી લડત આપનાર : ઉગ્રવાદી.
પક્ષી પેઠે પરિસ્થિતિનું એકીસાથે ઉપરથી કરેલું નિરીક્ષણ : વિહંગાવલોકન.
ધર્મ કે રાષ્ટ્રને ખાતર પોતાનું બલિદાન દેનાર : શહીદ.
સિંહની પેઠે આગળ વધતાં પહેલાં પાછળનું ફરીથી જોઈ જવું તે : સિંહાવલોકન.
જેણે વસવાટ ગુમાવ્યો છે તે : નિર્વાસિત.
શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું : શબ્દાળુ.
ચોપડીઓમાં જ મસ્ત રહેનાર : વેદિયું; પોથીપંડિત; ચોપડીચુંબક.
શબ્દોથી ન વર્ણવી શકાય તેવું : વર્ણનાતીત.
જેનો વસવાટ અહીં નથી તે : બિનનિવાસી.
આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળા : વેધશાળા.
માત્ર શબ્દ (અવાજ)ને આધારે ધાર્યું બાણ મારનાર : શબ્દવેધી.
પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર : માનાર્હ.
અસ્થિરતામાંથી નિવેડો લાવે તેવું : નિર્ણયાત્મક.
▶️બળીને ખાખ થયેલું : ભસ્મીભૂત
લોકોમાં કીર્તિ મેળવવાની ઇચ્છા : લોકેષણા
મોહ પમાડે તેવી સ્ત્રી : મોહમયી, મોહિની
હાથીનો કુંભસ્થળ નીચેનો ભાગ: આરથી
સમુદ્રમાં રહેલો અગ્નિ :વડવાનલ; વડવાગ્નિ
જૂના કાંપવાળી જમીન : બાંગર
જળમાં રહેનારી દેવતાઈ સુંદરી : જલપરી
ખાધેલું પચાવનારો જઠરનો અગ્નિ : જઠરાગ્નિ
શાપ સામે અપાતો શાપ: પ્રતિશાપ
જવાબનો જવાબ : પ્રત્યુત્તર
બળદોની પીઠ ઉપર માલ ભરી દેશપરદેશ લઈ જનાર વેપારી: વણજારો
ક્ષમા ન કરી શકાય તેવું: અક્ષમ્ય
નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો રેતીનો બેટ : પુલિન
ભાઈ ને ત્યાં બાળક અવતરતા ફોઈ તરીકે બહેન તરફથી અપાતું લૂગડું : પાંભડી/પાંભરી
મકાનમાં તડકો કે વાછંટ આવતા અટકાવવા માટે રાખવામાં આવતો છજાનો પડદો :સાયબાન
હું ઊતરતો છું એવો મનોભાવ : લઘુતાગ્રંથિ; દૈન્યગ્રંથિ
સ્વર્ગનો ગવૈયો : ગંધર્વ
હું સૌથી ચઢિયાતો છું એવો મનોભાવ : શ્રેષ્ઠતાગ્રંથિ
એક લોહીનું અથવા લગ્ન સંબંધથી જોડાયેલું : સગું
ચીકણી અને કઠણ માટી: કરલ
ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ માણસ : લવાદ
દવાથી પેટ સાફ કરવું તે : વિરેચન
જેની શરૂઆત નથી તેવું : અનાદિ
લોકોમાં ચાલતો વ્યવહાર કે રૂઢિ : લોકાચાર
જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું : લબ્ધ પ્રતિષ્ઠિત/ પ્રતિષ્ઠિત
▶️તલના બદલામાં આપેલું તેલ : દલેલિયું
શરીર કંપન અનુભવે તે: ધૂણવું
ધારેલું નિશાન પાડનાર : લક્ષવેધી
રખેવાળને બેસવાનું સ્થાન : ચોકી
એકસામટા ઘણા મોટા તીણા અવાજો થવા તે : કિકિયાણ
સંતતિ ન થતી હોય તેવી સ્ત્રી : વાંઝણી
કાળું મોટું નળિયું, ઘાટ વગરનું ઠીકરું : કબેલું
વેચાણની વસ્તુ કે તેનો વેપાર – રોજગાર : વિપણિ
પૈડાં વગરનું બળદ પલોટવાનું એક સાધન – વાહન : જેંસલો
ગમ્મતભર્યો મેળાવડો : મિજલસ
મંદ હાસ્ય, જરા મલકવું તે : સ્મિત
બીકથી ગભરાઈ જવું: છળવું
વિવાદના મુદ્દાની રજૂઆત: દલીલ
ચાલતું આવેલું, ચાલુ : પ્રચલિત
ગાળતાં રહેલો કચરો : હંખારો
પાણીમાં બોળવું : ઝબોળવું
એક ટંક જમવું તે : એકટાણું
જીવનનિર્વાહની કામગીરી: આજીવિકા
કાને પહેરવાનું એક ઘરેણું : કુંડલ
પહેલેથી જ કબજો કરી લેવો: બોટી લેવું
જેને માલ સોંપ્યો હોય તે માણસ : નિક્ષેપી
તીર કે પાનું / એક હથિયાર: ભાલોડાં
▶️જળમાં રહેનારો રાક્ષસ: જળરાક્ષસ
શુભ થાઓ એવી ઈચ્છા : શુભેચ્છા
સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું : અણવટ
યોગ્ય કિંમત કરવી તે: કદર
અમુક નક્કી વજન તોલવાનું સાધન : કાટલું
રક્ષણ કરનાર, બચાવનાર : ત્રાતા
પરસેવાનું ટીપું : સ્વેદબિંદુ
શેકવાથી ફૂટેલા અનાજના દાણા : ધાણી
દૂરથી ફેંકવાનું હથિયાર : અસ્ત્ર
આજ્ઞા પ્રમાણે વર્તનારું : આજ્ઞાંકિત
પહોંળા મોંનુ માટીનું એક વાસણ: હાંડલી
છાણ અને પૂંજાનો ઢગલો : ઉકરડો
મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું : ચવડ
જીવનની શક્તિ: પ્રાણશક્તિ
સ્ત્રીઓએ પહેરવાનું એક વસ્ત્ર : પોલકું
અપેક્ષિત ન હોય તેવી વાત: અનપેક્ષિત
નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ : શુકલતીર્થ
મોટા ખંડનો નાનો પ્રદેશ કે પેટાખંડ : ઉપખંડ
લોપાયેલું કે નાશ પામેલું : લુપ્ત
શરીરે મોટું પણ અક્કલમાં ઓછું : જડસું
બેહોશ કરી નાખે તેવું અસ્ત્ર : મોહનાસ્ત્ર
▶️સિંહની ગર્જના : ડણક/ત્રાડ
શારીરિક તેમજ માનસિક દુઃખ કે પીડા : વ્યથા
ચક્રાકારે ગોઠવેલી સૈન્ય રચના : ચક્રવ્યૂહ
નિયમ પૂર્વક આચરવાનું પુણ્યકર્મ : વ્રત
આંખ ઠારે તેવો મનમોહક : રઢિયાળો
સોના જેવા રંગવાળી : સોનાવરણી
એકઠી કરેલી ચીજોનો ઢગલો : ખડકલો
અર્જુનનો પૌત્ર અને પરીક્ષિતનો પુત્ર : જનમેજય
પીળું રેશમી વસ્ત્ર : પીતાંબર
બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા : નવેરી
સતત કે વિરામ લીધા વિના : અવિરત
પરસ્પર સંબંધ કે મેળ : સમન્વય
પગનો સૌથી નીચેનો પાછળનો ભાગ : પાની
રખડતું કે સંભાળ વિનાનું : રેઢું
બે ડુંગર વચ્ચેનો સાંકડો માર્ગ : ઘાટી
ઉત્સાહ આપવાની ક્રિયા : પ્રોત્સાહન
બદલાની આશા વિનાનું : નિર્વ્યાજ
હથિયારો રાખવાનું સ્થાન : અસ્ત્રશાળા
કદાવર, મોટા શરીરવાળું : મહાકાય
જીવનનું મુખ્ય કર્તવ્ય : જીવનધર્મ
▶️જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ : પ્રોષિતપત્નીક
કોઈ કાર્ય કરવાનો સંજોગ ઊભો થવો તે : તક
ગામમાં સહુને બેસવાની જગ્યા: ચોરો
પૂર્વના સંસ્કારોથી દઢ થયેલી કામના : વાસના
સખત તડકો : ધોમ
રમવાનો દડો : કંદુક
ગાયોનો સમૂહ : ગોધણ
શ્યામરંગી મેઘ : મેઘશ્યામ
ભૂતોનું ટોળું : ભૂતાવળ
લોઢાનું બાણ : નારાચ
વિષ્ણુનો ભક્ત : વૈષ્ણવજન
અંધકારરૂપી જાળ : તિમિરજાળ
જીવનનો સ્વામી : જીવણ
પોતાની ઇચ્છા પ્રમાણે આચરણ કરનાર : સ્વૈરવિહારી
સૂર્યની ફરતે ભ્રમણ કરનાર ગ્રહોનો સમૂહ : સૂર્યમાલા
દરિયાની અંદર ગયેલો જમીનનો ફાટો : ભૂશિર
પથ્થર મારી મારીને જીવ લેવાની સજા : સંગસારી
જન્મથી કે જન્મને કારણે પેદા થયેલું : જન્મજાત
જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે : સંશયાત્મા
વહાણમાં ચડાવેલા માલની રસીદ : શતમી
નાની ડબી : દાબડી
ગામની હદ : સીમાડો
▶️જેની બુદ્ધિ શાંત છે તેવો : શાંતમતિ
પાણીમાં ઘોળેલું અફીણ : કસૂંબો
ચાલવાનો અવાજ : પગરવ
કટાક્ષમાં બોલનારી : વાંકાબોલી
બીકથી ગભરાઈ જવું : છળવું
રણકારભર્યો અવાજ કરવો : ખળકાવવું
વિવાદના મુદ્દાની રજૂઆત : દલીલ
ભાઈ માટેનો ભાવ કે લાગણી : ભ્રાતૃભાવ
બાળકોની ટોળી : ટિંગર
લાંબી આવરદાવાળું : ચિરંજીવ
વ્યક્ત થયેલો પ્રતિભાવ : પ્રતિસાદ
ચાર ગાઉનું અંતર : યોજન
જુવારનું કણસલું : લોથું
સુંગધભર્યો લેપ : સોંધો
ચોક્કસ ધ્યેયને વરેલો : પ્રતિબદ્ધ
આંબલી વૃક્ષનું બીજ: કચૂકો
શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું : શ્રુતિ
છેલ્લાની પહેલું : ઉપાન્ત્ય
વહેવારની રીત : વેવારાં વટ્ટ
માથાદીઠ લેવાતો કર : મૂંડકાવેરો
⏩તર્કોની પરંપરા : તર્કસરણિ
સમુદ્રનાં પાણી : જલધિજલ
સંપૂર્ણ પતન : વિનિપાત
ગરીબ પર દયા કરનાર : દીનદયાળ
નીલા રંગનું વસ્ત્ર : નીલાંબર
લાકડું કોરીખાતું જંતું : ઊધઈ
નણંદનો પતિ : નણદોઈ
પગલું પારખી ભાળ કાઢનાર : પગી
મરનારને રોવા જવું તે : ગૂડો/કાણ
ભેગું કરનાર: પરિગ્રહી
ઇલાકા કે પ્રાંતનો સૂબેદાર : સૂબો
પ્રભાવની અસરમાં આવેલું : પ્રભાવિત
અપવાદ વગર : નિરપવાદ
તમાશો કરનાર : તમાશબીન
કળા કારીગરીવાળો ઉદ્યોગ : હુન્નર
સ્ત્રીને શોભે એવો : સ્ત્રીઓચિત
કપડાની ઝાપટથી સાફ કરવું : ઝાપટવું
જેનું મૂલ્ય ન થઈ શકે તેવું : અમૂલ
ઝીણી અણીવાળું : તીણું
આછી ધ્રુજારી કે થડકો : સ્પંદન
➡️ચમકની છાંટવાળો આરસપહાણ : સંગેમરમર
તર્ક સામેનો તર્ક / ચર્ચા વિચારણા : ઊહાપોહ
વતનથી છુટા પડવું: હિજરત
વાદળથી ઢંકાયેલું : અભ્રછાયું
માનવનું ભક્ષણ કરનાર: માનવભક્ષી
જગા કે પ્રદેશના માપસર આલેખ : નકશા
સામે મુખવાળુ, સામે હોય તેવું : સન્મુખ
રાતે જ દેખી શકાતું એક પક્ષી : ઘુવડ
ટોલનાકા ઉપરનો અધિકારી : નાકાદાર
ગૂંથીને બનાવેલ જાળીદાર થેલો : ખેરો/વેડો
વનનો ભાગ કે વિસ્તાર : વનાંચલ
સમાન દૃષ્ટિ રાખનાર:સમદષ્ટિ
જીવનનો મુખ્ય આધાર : જીવાદોરી
સહેલાઈથી ન મળે તેવું : દુર્લભ
છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું : મોભ
પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા : ઉપરવાસ
પંખીઓને દાણા નાખવાની ઊંચી જગ્યા : ચબૂતરો
શરીરની લજ્જા ઢાંકનાર વસ્ત્ર : લજ્જાચીર
પારકાના હિત માટે કાર્ય કરવું: પરમાર્થ
ઘરની બાજુની દીવાલ કે ભીંત:કરો
સ્ત્રીઓ માટે પગે પહેરવાનું ઘરેણું : ઝાંઝર
➡️ શુભાશુભ પ્રસંગે નાતીલા વગેરેમાં કરાતી વાસણ આદિની વહેંચણી: લહાણું
દૂરથી આછેરું સંભળાય તે રીતે / ઉપર ઉપરથી દેખાય તેવું અસ્પષ્ટ : અલ્લપ ઝલ્લપ
વરપક્ષ તરફથી કન્યાપક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગો / મોટી પાનબીડી: બીડું
સગાસંબંધીમાં જન્મ અને મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ કે આવતું અલગપણું: સૂતક
આખામાં પા ઓછું, એકના ચાર સરખા ભાગમાંથી ત્રણ ભાગ જેટલું : પોણું
મોટા ઘરનો સામાન્ય રીતે વંઠેલો છોકરો / દીકરી કે દીકરાનું સંતાન : નબીરો
ખેતરમાં જવા – આવવા માટે બે પાંખિયાવાળું લાકડું ખોડી કરવામાં આવતો રસ્તો : ખોડીબારું
કન્યાને વિધિવત્ પરણાવતી વખતે કન્યાને અપાતી પહેરામણી: કન્યાદાન
મનમાં ચાલતું મંથન, મનમાં ચાલતી વિચારોની ઊથલપાથલ: મનોમંથન
ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો/વાળંદની દુકાન : સલૂન
જેમાંથી લોહી કે પરુ ટપકતું હોય તેવા ઘાવનાં છિદ્રો : દૂઝતાં ઘારાં
સોપારી ઘાટનું ઘૂઘરીના ઝૂમખાવાળું કાનનું ઘરેણું: અકોટાં/અકોટો
ડચ એવો અવાજ / ગાય અને બળદ, ભેંસ આદિ હાંકવા કરાતો અવાજ : ડચકારાં
કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે : પ્રાયશ્ચિત
ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા : અંજલિ
એક વસ્તુ બીજી વસ્તુ ઉપર દબાવતાં ઊઠતી પ્રતિકૃતિ : છાપ
મોટો ભારે હથોડો પછાડવાથી થતાં અવાજ / પોલી વસ્તુનો અવાજ : ધણ
વિદ્યાર્થીની ચોપડીઓ રાખવાની થેલી / કામકાજના કાગળિયા, ચોપડા વગેરે કે તેનો સંગ્રહ: દફતર
બારણું બંધ રાખવાનું આડું લાકડું કે લોખંડની પટ્ટી / બારણું બંધ કરવાની કળ: આગળો/આગળિયો
લૂગડાનો ટૂંકો કટકો / માથે અથવા કમરે બાંધવાનો લૂગડાનો કટકો: પટકો
➡️મૂર્ધા સ્થાનથી ઉચ્ચારાતું : મૂર્ધન્ય
શૂર ચડે એવા શૂરનો એક રાગ : સિંધુડો
ચિત્ર ભુંસાઈ જવું તે: ચિત્રવિલોપન
ખરાબ દશા હોવી તે : દુર્દશા
મંગળ સૂચક આકૃતિ : સાથિયો/સ્વસ્તિક
ધુમ્મસથી છવાયેલું : ધુમ્મસાવૃત્ત
પોપટની ચાંચ જેવું : શુકચંચા
નાસ્તો મળે તે સ્થળ :કેન્ટીન
દીર્ઘ આયુષ્યવાળો : ચિરાયુ
ઊંચે જઈ રહેલી સ્થિતિ : ઉન્નતિ
જાત સાથે મથામણ : આત્મસંઘર્ષ
કશા સ્વાર્થ વગરનું : અમથું/નિઃસ્વાર્થ
પ્રજા પર પ્રેમ રાખનાર : પ્રજાવત્સલ
વાંદરો કુદી જાય તેટલી પહોળી જગ્યા : બંદરકૂદની
બુટને લગાડવાનો સફેદ રંગનો પદાર્થ : બ્લેન્કો
વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો : ખાડિયો
આંતરિક ઉચાટ કે શાંતિનો અભાવ : અજંપો
જમીન પર ઢસડાઈને ચાલતા જીવો : સરિસૃપો
લગ્ન વગેરે પ્રસંગે મેણાં મારતા ગીતો : ફટાણાં
ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ : ગડાકુ
સમાન ગુણ લક્ષણ હોવાપણું: પ્રતિરૂપ
▶️ઢોરના નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા : ગમાણ/ગમાણ્ય
ગોવર્ધન નામના પર્વતને ઉપાડવાનું કાર્ય કરનાર : ગોવર્ધનગિરિધારણ
જેની જ્યોત હાલકડોલક થતી હોય તેવો દીવો : ફગફગિયો દીવો
કશુંક ગમતું માણવાનો સમૂહનો તરવરાટ : હુલ્લાસ/ઉલ્લાસ
પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની : સહધર્મચારિણી
સંધ્યા ટાણાનો રાતો (લાલ) પ્રકાશ : રક્તદ્યુતિ
યુરોપના દેશોના સમૂહે અપનાવેલ ચલણ : યુરો
બંધિયાર પાણીમાં થતી ચીકણી લીલી વનસ્પતિ : લીલ
ભાવથી સભર, ભાવમાં મસ્ત : ભાવવિભોર
ગોપીઓના વહાલા કૃષ્ણ : ગોપીજન વલ્લભ
સૂર્ય—ચંદ્રને ગ્રહણ વખતે ગ્રસનાર પીડાકારી ગ્રહ : રાહુ
રૂપિયાના ૬૪ ભાગનો તાંબાનો જૂનો સિક્કો : રાતું કાવડિયું
અવાજ કે હિલચાલ વગરનું : સૂમસામ/સૂનકાર
દુઃખી થઈ જવું/મૂંઝાવું કે અકળાવું : વલખવું
તોફાની ઢોરને પગે ભેરવાતો ગાળો લાકડું : ડહકલો
ગાડાના બળદના દોરડાના માપના અંતરે : રાશવા
જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ : કાંડું
રૂંવાટીવાળા ચામડામાંથી બનાવેલી ટોપી : ફરની ટોપી
અશક્ત કે ઘરડાં ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન : પાંજરાપોળ
પાણી કે ખોરાકનું શ્વાસનળીમાં પેસી જવું તે : અંતરસ
ખાધા વગર પાછું ગયેલું / નિરાશ થઈ પાછું ગયેલું : નિર્મુખ
સ્વર્ગ, મૃત્યુ કે પાતાળ ત્રણે ભુવનલોકના સ્વામી : ત્રિભૂવનનાથ
➡️ એક પછી એક : ક્રમશઃ
મડદાની ચિતા : ચેહ
ઘરડો માણસ : બુઢ્ઢો
નજરાણાની ચીજ : સોગાત
રમવાના કૂકા : પાંચીકા
આત્માનો આનંદ : આત્માનંદ
જાડો કામળો : ધૂંસો
મોહિની લગાડવી તે : કામણ
પતિનો મોટો ભાઈ : જેઠ
મલિન નથી તેવું : નિર્મળ
માણસોનો સમૂહ : ટોળી
સારથિનો પુત્ર : સૂતપુત્ર
રસ વગરનું : રસહીન
દુઃખ હરનાર : સંકટહરણ
નગરનો નાશ : પુરભંગ
લાગણીનો તરંગ : ઊર્મિ
તકરાર કરીએ : વઢીએ
નક્ષત્રોનું વન : નક્ષત્રવન
ખરાબ થયેલું : પ્રદૂષિત
દયા વગરનું : દયાહીન
નજર સામે : સમક્ષ
➡️