skip to main content

રૂઢિપ્રયોગો: COH-SN

કાંટો કાઢવો: દૂર કરવું.

હોઠ કરડવા: ગુસ્સો વ્યક્ત કરવો.

ગાલે તમાચો મારી મો લાલ રાખવું : સુખી હોવાનો દેખાવ કરવો.

કાદવ ઉડાડવો : ખરાબ ટીકા કરવી.

વાડ ચીભડાં ગળે: રક્ષક જ ભક્ષક બને.

ઘાસ કાપવું : નકામી મહેનત કરવી

અન્નજળ ઊઠવું: જીવવા જેવી સ્થિતિ ન હોવી.

હોળી શળગાવવી: ઝઘડા કરવા.

બળતામાં ઘી હોમવું : ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું

અક્કલનું ઓથમીર: બુદ્ધિ વિનાનું.

ઘી ના ઠામમાં ઘી પડવું : ઉચિત કે સારા વાનાં થવા

હાથ હેઠા પડવા: હતાશા સાંપડવી.

કાગળની નાવ: લાંબો વખત ન ટકે તેવી વસ્તુ.

હાથ ખંખેરવા: આશા છોડવી.

કાગડા ઉડવા: કંઈ બાકી ન રહેવું.

ઘર પૂછતા આવવું : ગરજે મદદ ખોળતા આવવું.

અડધી રાતે : ભારે અગવડ ના વખતે કટોકટીના સમયે.

આકાશ તૂટી પડવું: ઓચિંતી આપત્તિ આવવી.

અગસ્ત્યના વાયદા: લાંબા સમય ના વાયદા , પુરા ન થઇ શકે તેવા વાયદા.

ગોળના પાણીએ નાહવું : છેતરાવું.

કમર બેવડી વળી જવી: ખૂબ મહેનત કરવી.

સીસામાં ઉતારવું : ભોળવીને ફસાવવું.

ડંકો વગાડવો: યશસ્વી કાર્ય કરી બતાવવું.

હાથ લાંબા હોવા: સામર્થ્ય હોવું.

અવાજ ઉઠાવવો : વિરોધ કરવો.

તેલ કાઢવું: થાકી જાય એવી રીતે કામ લેવું.

કડવો ઘૂંટડો ગળી જવો: અપમાન સહન કરી લેવું.

રજનું ગજ કરવું: વધારીને વાત કરવી.

ઠંડે પાણીએ નાહી લેવું: આશા છોડી દેવી.

ચશમપોશી કરવી: ઘાલમેલ કરવી.

કોઠે પડવું: માફક આવવું અનુકૂળ આવવું.

લોઢાના ચણા ચાવવા: મુશ્કેલ કાર્ય કરવું.

ઠોકર વાગવી: સાચું ભાન થાય તેવી મુશ્કેલી આવવી.

આંખ લાલ કરવી: ગુસ્સો કરવો.

કૂતરાની ઊંઘ: સહેજ અવાજ થતાં જાગી જવાય એવી ઊંઘ.

કક્કો ખરો કરવો: પોતાની વાત પ્રત્યે અડગ રહેવું.

વળે વળ ઉતારવો: બંધબેસતી ગોઠણ કરવી.

કાન સરવા કરવા: ધ્યાનથી સાંભળવું.

તડકો છાયો વેઠવો: સુખદુઃખ સહન કરવા.

આંખ ભરાવી: રડવું.

ઓછું આવવું : મન દુભાવું

કૂતરા બિલાડા નું જીવન : કંકાસવાળું જીવન.

કાન ફૂંકવા : ખોટું કહીને ચઢાવવું

પેટ ન આપવું : રહસ્ય ને છુપાવવું.

આંગળીથી નખ વેગળા : ભેદભાવ હોવો

ગાંઠનું ગોપીચંદન કરવું : પોતાના પૈસે પોતાને નુકસાન થવા દેવું.

સડક થઈ જવું : સ્તબ્ધ થઈ જવું

કાન ઉઘાડવા : સાચી સ્થિતિ જણાવવી કે સમજાવવી

કોઠું ન આપવું : અંગત વાત જાણવા ન દેવી.

કીડી પર કટક : નાના અને સામાન્ય કામ માટે મોટો પ્રયાસ.

ઉચાળા ભરવા : ઘરવખરી લઈ પલાયન થઈ જવું.

તાગડધિન્ના કરવી: મોજ મજા કરવી.

કુહાડીનો હાથો બનવું : પોતાના ને નુકસાન કરી બીજાને મદદ કરવી.

કોથળામાં પાંચશેરી ઘાલીને મારવી: બહારથી માર ન જણાય તેમ છૂપો માર મારવો.

ભોપાળું નીકળવું : ઢોંગ પકડાઈ જવો.

કાગ ની ડોળે રાહ જોવી : આતુરતાથી રાહ જોવી.

ઊંધા પાટા બંધાવવા : અવળું સમજાવવું.

કાચું સોનુ : રસાળ જમીન, અત્યંત ફળદાયી.

ફેરવી તોડવું : બોલીને ફરી જવું.

કાંટા વેરવા : દુશ્મનાવટ ઊભી કરવી.

આકુળવ્યાકુળ થવું : ખૂબ ગભરાઈ જવું.

દ્રવી ઊઠવું : પીગળી જવું, ઓગળી જવું.

મોતિયા મરી જવા : હોશ ગુમાવવો, હિંમત હારી જવી.

ડઘાઈ જવું : ગભરાટથી સ્તબ્ધ થઈ જવું.

ઠૂંઠવો મૂકવો : મોટેથી, પોક મૂકીને રડવું.

છાશમાં માખણ જવું : કામ ન આવડવું.

આડા ઊતરવું : વિઘ્નરૂપ બનવું.

ખાતરદારી કરવી : મહેમાનગીરી કરવી.

નનસેનમાં ઉતરી જવું : જીવનમાં વણાઈ જવું.

દાંત ખાટા કરવા : નાસીપાસ કરવું.

ઠાવકાઈથી કહેવું : ગંભીરતાથી કહેવું.

હાથ લગાવવો : ચોરી કરવી.

પુરાણ નીકળવું: એક વાતના સંદર્ભમાં બીજી.

ભરાઈ પડવું : ફસાઈ જવું.

કેડ ભાંગી જવી : જુસ્સો તૂટી જવો.

હૃદયમાં ખટકો હોવો : દુ:ખ થવું.

ફના થવું : નાશ પામવો, પાયમાલ થવું.

આંખ ફાટી જવી : અવાચક બની જવું.

અંજાઈ જવું : પ્રભાવિત થવું.

ઠૂંઠવો મૂકવો : મોટેથી, પોક મૂકીને રડવું.

બાર વગાડી દેવા : સામે વાળાનું આવી બનવું.

નખરાં કરવાં : નાટક કરવું.

કૂવામાંનું દેડકું : સંકુચિત મનોવૃત્તિવાળું, સંકુચિત વિચારસરણીવાળું.

ગરદન મારવી : ભારે નુકસાન કરવું.

ખાડામાં ઉતારવું : નુકશાન કરવું.

કાનબુટ્ટી પકડવી : પોતાની ભૂલ કબૂલ કરવી.

કાનનું કાચું : ભરમાવે તેમ ભરમાય એવું.

ખબર લેવી : ખૂબ થપકો આપવો.

કૂવો હવાડો કરવો : કમોતે મરવું.

ગણેશ માંડવા : આરંભ કરવો.

કળ વડવી : નિરાંત થવી,ભાન આવવું.

કાંડા કાપી આપવા : કબૂલાત કરી આપવી, લખી આપવું.

કરમ ફૂટેલા હોવાં : નસીબ સારું ન હોવું.

ખાતુ માંડી વાળવું: બાકી રકમ માંડવાળ ખાતે લઈ લેણદેણ નો હિસાબ ચૂકતે કરવો.

કોણીએ ગોળ લગાડવો : કામ કઢાવવા લાલચ આપવી, પોતાનું કામ સાધવા લાલચ આપવી.

ખાતર પર દિવેલ : નુકસાનમાં વધુ નુકસાન

કાન કરડવા : ગુસપુસ વાત કરવી.

કડવો ઘૂંટડો હૈયામાં સમાવવો : ન ગમતું કાર્ય દુઃખપૂર્વક સહન કરવું.

ઘોર ઘાલવો : અડ્ડો જમાવવો.

કેસ ખલાસ થઈ જવો : મરણ પામવું.

ઘોળીને પી જવું : ગણકારવું નહીં.

કાને ન ધરવું : વાતમાં લક્ષ ન આપવું.

ખાટુ મોળુ થઈ જવું: બગડી જવું, વણસવું.

રંજ હોવો : અફસોસ હોવો.

આતમાને ઓગાળી નાખવો : સ્વમાન ગુમાવી દેવા.

ખાતરદારી કરવી : મહેમાનગીરી કરવી.

ભીંત ભૂલવી : ભારે મોટી ભૂલ થવી.

આંખો ફાટી જવી : આશ્ચર્યચકિત થઈ જવું.

દ્રવી ઊઠવું : પીગળી જવું, ઓગળી જવું.

ટોણો મારવો : મર્મવચન કહેવું.

પેટ દેવું : મનની વાત કહેવી.

આંખો ઠરવી : સંતોષ મળવો.

ટાંટિયા વાળી લેવા : અપંગ બનાવવું.

હળવા ફૂલ થઈ જવું : ચિંતામુક્ત થઈ જવું.

હૈયું ઉઝરાડવું: મનમાં પ્રબળ વેદના થવી.

ઉતારી પાડવું: માનભંગ કરવો.

ઝેર પ્રસરાવવું : કજિયાને કારણ આપવું.

ગળે ઊતરવું: સરળતાથી સમજાઈ જવું.

ઓળઘોળ થઈ જવું: ન્યોછાવર થઈ જવું.

સોંસરવું નીકળવું: મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું.

હડી કાઢવી : દોટ મૂકવી.

ટીંબો બની જવો : ગામ ઉજ્જડ થઈ જવું.

ફના થવું : નાશ પામવો, પાયમાલ થવું.

કમર બાંધવી : કઠિન કામ કરવા તૈયાર થવું.

છાતી ઠોકીને કહેવું : હિંમત પૂર્વક અને વિશ્વાસપૂર્વક કહેવું.

ચડ્યે ઘોડે આવવું : બહુ ઉતાવળ કરવી.

ચાર દિવસની ચાંદની :થોડા સમય નું સુ:ખ.

કાળજું ભરાઈ આવવું : વેદનાથી રડવા જેવું થઈ જવું.

કૂખ લજાવવી : માની આબરૂ ધૂળમાં મેળવી.

ચાલતી ગાડીએ ચડી બેસવું : વધુમતીમાં જોડાઈ જવું.

કંઠે ભુજાઓ રોપવી : ભાવભીનું સ્વાગત કરવું.

જમીન પર પગ ન મુકવો : ગર્વ થી બહેકી જવું, ખૂબ ઝડપથી ચાલવું.

કાળજું કઠણ કરવું : હિંમત ધારણ કરવી.

ચીનનો શાહુકાર : પાકો ગઠિયો.

કાળા અક્ષર કુહાડે મારવા : અક્ષરજ્ઞાન વિનાનું હોવું.

છેડે ગાંઠ વાળવી: યાદ રાખવું.

કાળજું કોરાવું : ખૂબ દુઃખ થવું.

ચોટલી હાથમાં આવવી : દાવ પેચમાં આવવું.

જીવ ખાવો : કંટાળો આપવો.

ખોડો કાઢવો : મોટી હાનિ પહોંચાડવી.

ચૌદમું રતન : મારપીટ.

કાને વાત પહોંચવી : બાતમી મળી જવી.

ખાટલે પડવું : માંદા પડવું.

છક્કા છૂટી જવા : અત્યંત ગભરાઈ જવું.

કાંડા કાપી આપવા : કબૂલાત કરી આપવી, લખી આપવું.

કાસળ કાઢવું : નાશ કરવો.

જળ મૂકવું : પ્રતિજ્ઞા લેવી.

છાણે વીંછી ચઢાવવો : ઉશ્કેરવુ,જાહેર થાય તેમ કરવું, ખોટું ઉત્તેજન આપવું.

જીવમાં જીવ આવવો: નિરાંત વળવી.

આંખે આંસુનું તોરણ બંધાઈ જવું : એકધારું રડ્યા જ કરવું.

ખાઈ-પીને મંડવું : ખંતથી સતત કામમાં મગ્ન રહેવું.

રાખ વળી જવી : ભુલાઈ જવું.

કાનમાં ઝેર રેડવું : ખોટી ઉશ્કેરણી કરવી.

કપાળ ધોવા જવું : નાહક વિલંબ કરવો.

કાળી ટીલી લાગવી : અપજશ કે કલંક લાગવું.

ખડે પગે જોવું : અધીરાઈથી જોવું.

કાંડા કાપી આપવાં : લેખિત કબૂલાત આપવી.

ખાસડાં ખાવાં : અપમાન સહન કરવું.

એક ઘા ને બે કટકા : ચોખ્ખું ચોખ્ખું કહેવું.

ખાંડાની ધારે ચાલવું : ખૂબ મુશ્કેલ રસ્તે ચાલવું.

કાળા પાણીએ કાઢવું: દેશનિકાલની સજા થવી.

આંખો ફાડીને જોઈ રહેવું : તાકી તાકીને જોઈ રહેવું.

ખોળો પાથરવો : કરગરવું.

ખંખેરી નાખવું : ધમકાવવું.

ખુલ્લા મને : હળવાશથી.

ખાવા ધાવું : ડર લાગે તેવું નિર્જન હોવું.

કંકુનાં પગલાં કરવાં : આગમનથી ઘરને સુખી કરવું.

ખો ભૂલી જવી : કુટેવ છૂટી જવી.

કાંટા વેરવા : દુશ્મનાવટ ઊભી કરવી.

▶️હૈયા ઉપર રાખવું : ખૂબ સંભાળ રાખવી , વહાલથી પાળવું.

હૈયું કાઢવું : સર્વસ્વ અર્પણ કરવું.

અખાડા કરવા : જોયું ના જોયું કરવું, લક્ષ્ય ન આપવું

હોશમાં આવવું : ગુમાવેલું ભાન પાછું આવવું.

હૈયે હાથ રાખવો : ધીરજ રાખવી.

આંખ માંડવી : એકાગ્રતાથી ધારી ધારીને જોવું.

હિંમત આપવી : નાહિંમત થતું અટકાવવું.

હિસાબ ન હોવો : મહત્ત્વ ન ગણાવું.

એકડો કાઢી નાખવો : ગણતરી માંથી બાકાત કરવું.

હોશ ઊડી જવા : નાઉમેદ થઈ જવું, બેચેન થઈ જવું, નિસ્તેજ થઈ જવું.

હીર ગુમાવવું : નૂર ગુમાવવું.

આંખ મીંચાઈ જવી : મરણ પામવું.

હેમાળે હાડ ગાળવાં : ઇચ્છાપૂર્વક મરણ નોતરવું.

હિંડોળે ચડાવવું : નિકાલ ન થવા દેવો , ધક્કે ચડાવવું, ઉશ્કેરવું; જાગૃત કરવું , હચમચાવવું.

અવતાર ઉજાળવો : ગૌરવપૂર્વક જીવવું.

હોળી સળગવી : કલેશ, કંકાસ વગેરે દુ:ખ ઉત્પન્ન થવાં.

હોઠ ખાટા કરી નાખવા : બહુ માર મારવો.

આંખમાંથી શ્રાવણ ભાદરવા વરસવા : અતિશય રડ્યા કરવું.

હોળીનું નાળિયેર બનાવવું : આફત કે જોખમમાં ત્રાહિત ને સંડોવવો કે સપડાવવો.

હોઠે પડવું : લોકોમાં ચર્ચાવું.

અડ્ડો જમાવવો : કાયમી મુકામ કરી જવો.

હૈયું ખાલી કરવું-ઠાલવવું : મનનો ઊભરો બહાર કાઢવો.

એલાન આપવું : આદેશ આપવો.

આંખ મળી જવી : ઉંઘ આવવી.

▶️ગોળનું ગાડું મળવું : વહાલું કે ઉપયોગી માણસ મળવું.

ઘા પર મીઠું ભભરાવવું : દુ:ખીને વધારે વધારે દુ:ખી કરવા.

હાલ્લા હડિયું કરવાં : ખાવાના સાંસા પડવા.

હથેળીમાં ચાંદ બતાવવો : છેતરવું.

ગૂડાં ભાંગી જવા : હિંમત જતી રહેવી.

આકાશ તૂટી પડવું : અચાનક મુશ્કેલી આવી પડવી.

વારી જવું : ફિદા થઈ જવું.

ઘડો ફૂટવો : વાત જાહેર થવી.

અંગારો પાકવો : કુળને કલંક લગાડનાર પુત્ર નીવડવો.

સગેવગે થઈ જવું : આઘાપાછા થઈ જવું.

ગાંઠનો ખીચડો ખાઈને : પોતાના ધનમાંથી ખર્ચ કરીને.

એક લાકડીએ હાંકવું : બધાને સરખાં ગણીને વર્તવું.

ગંગા નાહ્યા : નિરાંત અનુભવવી.

લીલી સૂકી જોવી : સુખદુઃખ જોવું.

સોડ તાણી સૂવું : મરી જવું.

આંગણું ઘસી નાંખવું : વારંવાર જવું.

ગંધ આવવી : બાતમી મળવી.

શરસંધાન કરવું : લક્ષ્યને સાધવું.

આગ લગાડવી : કંકાસ કરાવો.

ગાડું ગબડવું : ભારે તકલીફથી જીવનવ્યવહાર ચલાવવો.

શેર લોહી ચડવું : આનંદિત થવું.

ખાંડ ખાવી : મિથ્યાભિમાનમાં વ્યર્થ ફુલાવું.

ગળે પડવું : સામી વ્યક્તિ પર આરોપ મૂકવો.

વાદળ તૂટી પડવું : મુશીબતો સામટી આવી જવી.

અંધારામાં રાખવું : જાણ ન કરવી.

ધોળીને પી જવું : ન ગણકારવું.

▶️આત્મા રેડી દેવો : પૂરેપૂરી લગનથી કામ કરવું.

ચોટલી બાંધીને ભણવું : અભ્યાસમાં તલ્લીન થઈ જવું.

ગાંઠ કરવી : પૈસા ભેગા કરવા.

ચિત્ત ચિરાવું : ઊંડો આઘાત લાગવો.

માથે ઉપાડી લેવું : જવાબદારી લેવી.

છક્કા છુટી જવા : ગભરાઈ જવું.

ચડ્યે ઘોડે આવવું : ઉતાવળ કરવી.

દિલ દ્રવી ઊઠવું : ખુબ દુ:ખ થવું.

ધાણ કાઢવો : સંહાર કરવો

ચીલો પાડવો : નવો રિવાજ પાડવો.

માંડી વાળવું : કામ બંધ કરવું

ચાર દહાડાનું ચાંદરણું : થોડા સમયનું સુખ.

છાપરે ચડવું : ખૂબ ફુલાઈ જવું.

પાછી પાની કરવી : પાછા હઠવું

ગુસ્સો પીવો : ખામોશી રાખવી

ચકમચ ઝરવી : ઘર્ષણ થવું

ગોદમાં લેવું : સંભાળ કે રક્ષણ તળે લેવું.

બે પાંદડે થવું : સુખી-સંપન્ન થવું.

ચાર હાથવાળા થવું : લગ્ન કરવા.

ચકિત થઈ જવું : ખૂબ આશ્ચર્ય પામવું.

▶️ જાત ઘસી નાખવી : તનતોડ મહેનત કરવી.

છાતી બેસી જવી : હિંમત ગુમાવવી.

જીભ ન ઉપડવી : બોલવાની હિંમત ન રહેવી.

બારમો ચંદ્રમા : ભારે વિરોધ, શત્રુતા.

નાડ પકડવી : ખરું કારણ જાણવું.

જોરશોરથી મંડી પડવું : કોઈ કામ કરવામાં તમામ શક્તિ વાપરવી.

દાંતે તરણું લેવું : લાચારી બતાવવી /હાર કબૂલવી/ દીનતાથી શરણે જવું.

દહીં-દૂધમાં પગ રાખવા : ખુલ્લા પડ્યા સિવાય બંને પક્ષને રાજી રાખવા પ્રયત્ન કરવો.

જીવતા મૂઆ જેવા હોવું : જીવન વ્યર્થ હોવું.

પગ ઉપર ઊભા રહેવું : પગભર થવું, આત્મનિર્ભર થવું.

દાઢીમાં હાથ ઘાલવો : ગરજપૂર્વક મદદ માગવી ખુશામત કરવી.

છૂટી જવું : પોતાનાથી જવાબદારીમાંથી મુક્ત થવું.

દાંત ખાટા કરવા : ત્રાસી જાય એટલે સુધી થકવીને ન ફાવવા દેવું.

જીવતર ધૂળધાણી થઈ જવું : જીવન બરબાદ થઈ જવું

છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું : મરણતોલ માર મારવો.

જીવ ના ચાલવો : હિંમત ન ચાલવી.

છળી મરવું : ડરથી ચમકી જવું.

છાતી ફુલાવવી : ગર્વ કરવો.

જીવ ચકડોળે ચઢવો : મનમાં અનેક જાતના વિચારો પેદા થવા.

છાપેલું કાટલું : નામચીન હોવું.

હાથ લાંબા હોવા : સામર્થ્ય હોવું.

▶️બેડો પાર થવો : સફળતા મળવી

ઝાટકી નાખવું : ખૂબ ઠપકો આપવો.

બાજી કથળવી : સ્થિતિ પ્રતિકૂળ થઈ જવી.

ટાઢ-તડકો વેઠવો : મુશ્કેલીઓ સહન કરવી.

માથું મારવું : દખલગીરી કરવી.

જીવ ઊંચો હોવો : ચિંતા થવી.

બાજી ધૂળમાં મેળવવી : યોજના ઊંધી વાળી દેવી.

ઝાળ ઊઠવી : ગુસ્સાથી ધૂવાપૂવાં થઈ જવું.

માથે લેવું : સ્વીકારવું.

જડ કાઢવી : મૂળમાંથી નાબૂદ કરવું.

ભેદ પામી જવો : વાતનો મર્મ સમજી જવો.

ટાઢા પહોરનું : મૂળ માથા વિનાનું.

ભીનું સંકેલવું : તપાસ વિલંબમાં નાંખવી કે આરોપીને મદદ થાય તેમ ઢીલાસ રાખવી.

જીવ ઊંચો હોવો : ચિંતા થવી.

ભીંત ભૂલવી : માર્ગ ચૂકવો, અવળે રસ્તે ચડી જવું.

ઠઠ જામવી : ટોળું ભેગું થવું.

મનમાં ગાંઠ પડી જવી : મજબૂત માન્યતા બંધાઈ જવી.

જીવ બળી જવો : ઈર્ષાથી દુ:ખી દુ:ખી થઈ જવું.

રમણે ચડવું : મસ્તીમાં આવી જવું.

ઠંડે પાણીએ નાહી નાંખવું : આશા છોડી દેવી.

▶️ શિખરો સર કરવાં : સફળતા પ્રાપ્ત કરવી.

ડંકો વગાડવો : યશસ્વી કાર્ય કરવું.

બેડો પાર થવો : સફળતા મળવી.

તલવાર તાણવી : સંઘર્ષમાં ઊતરવું.

પેટ ન આપવું : મનની વાત પ્રગટ ન કરવી.

ટાપસી પૂરવી : ચાલતી વાતને ટેકો આપવો.

નામ કાઢવું : આબરૂ વધારવી.

ઉપર-તળે થઈ જવું : ખૂબ અધીરા બની જવું.

પૃથ્વી રસાતલ જવી : ભારે હાહાકાર મચી જવો.

તરંગે ચડી જવું : વિચારે ચડી જવું.

પાશેરામાં-પહેલી પૂણી : શરૂઆત હોવી.

ડાગળી ચસકવી : ગાંડા થવું.

નાક લઈ જવું : આબર- ધૂળમાં મેળવવી.

ઢોલ વગાડવો : જાહેરાત થવી.

પીઠ દેવી : જે તે સ્થાનેથી ચાલ્યા જવું.

ડિંગ હાંકવી : ગપ મારવી.

પનારે પડવું : બીજાને સહારે જીવવાની સ્થિતિ ઊભી થવી.

ધૂળ પડવી : ધિક્કાર હોવો, વ્યર્થ જવું.

બારમો ચંદ્રમા : વિરોધ કે શત્રુતા.

પડખું સેવવું : સહહેવાસ કરવો.

▶️દિલ દઈને કામ કરવું: ઉમંગથી સારી રીતે કામ કરવું.

મોં માથા વગરનું : ઢંગધડા વગરનું.

થૂંક ઉડાડવું : નિંદા કરવી

હાથનો મેલ : તુચ્છ વસ્તુ

ધાડ મારવી : ભારે સાહસ કરવું.

કોઠું આપવું : દિલની વાત જાણવા દેવી.

થૂંકેલું ગળવું : બોલેલા બોલ પાછા ખેંચી લેવા.

આડા હાથ દેવા : અટકાવવાનો પ્રયત્ન કરવો.

દૂધમાંથી પોરા કાઢવા : સારી વસ્તુમાં અવગુણ

હાથ ધોઈ નાખવા : આશા છોડી દેવી.

દમ મારવો : ધમકાવવું.

કાંકરો કાઢવો : દૂર કરવું

દાળ ન ગળવી : અસર ન થવી.

માથે હાથ મૂકવો : આશીર્વાદ આપવા.

દહાડા ભરાઈ જવા : મોત નજીક હોવું.

હાથ દેખાડવો : તાકાત બતાવવી

દાઢીમાં હાથ ઘલાવો :ગરજપૂર્વક મદદ માગવી.

હાથ બેસવા : આવડી જવું

દહીં-દૂધમાં પગ રાખવો : બંને પક્ષમાં રહેવું.

હાથ આપવો : મદદ કરવી

કાંડાં કાપી આપવાં : લેખિત કબૂલાત આપવી.

હાથ ઉપાડવો : માર મારવો

▶️ધ્વજ ફરકાવવો : વિજય મેળવવો.

ઓળઘોળ થઈ જવું : ન્યોછાવર થઈ જવું.

મનના મેલા હોવું: ખરાબ દાનતના હોવું.

જીવતર નાં દાન દેવાં : કુરબાન થઈ જવું.

દહાડો બગાડવો :ન ધાર્યું હોય તેવું થવું.

બે ઘોડે વાટ જોવી : આતુરતાથી રાહ જોવી.

ટાંટિયા વાળી લેવા : અપંગ બનાવવું.

પેટ દેવું : મનની વાત કહેવી.

બરાડી ઊઠવું : મોટેથી બુમ પાડવી.

અર્ધઅર્ધા થવું : ચિંતાતુર થવું.

આત્મા ડંખવો : મનમાં ખૂબ દુ:ખ થવું.

ઊંચે શ્વાસે : ઉતાવળે.

લાલપીળા થઇ જવું :ખુબ ગુસ્સે થવું.

ખાટુંમોળું થવું : બગડી જવું, ફરક પડવો.

કાનમાં કઈક કહેવું : કંઈક ગુપ્ત વાત કરવી.

થાકીને લોથ થઈ જવું : અતિશય થાકી જવું.

હાંજા ગગડી જવાં : ખૂબ ગભરાઈ જવું, હિંમત ખતમ થઈ જવી.

ઘોડા ઘડવા : આયોજન કરવું, વિચારવું.

શિખરો સર કરવાં : સફળતા પ્રાપ્ત કરવી.

સત્તર પંચા પંચાણું‌ : અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત.

પડતું મૂકવું : છોડી દેવું

નિઃશબ્દ બની જવું : શાંત થઇ જવું.

વિદાય લેવી :જવા માટે છૂટા પડવું

જોતરાઈ જવું : કામચોરી વિના કામે લાગવું

આયના સાદા : ખોટા વાયદા

અગિયારા ગણવા : નાસી જવું

અછો અછો વાનાં કરવાં : ખુબ રાજી રાખવું.

અજમો આપવો : લાંચ આપવી

અથાણું કરવું : વ્યર્થ સંગ્રહ કરવો.

અવસરે મોતી ભરડવાં : પ્રસંગ બરોબર ખર્ચ કરવું.

▶️આંખની કીકી જેવું : ખૂબ વહાલું

ઈડરિયો ગઢ જીતવો : ભારે મોટું પરાક્રમ કરવું

કાનમાં ડૂચા મારવા : શિખામણ ન સાંભળવી

અક્કલ મારી જવી : મૂર્ખામી દેખાવી

ઘડો ન કરવો : દાદ ન દેવી

ગળામાં ટાંટિયા ભરાવવા :અવળું ચોટવું

આંખ ચાર થવી : ક્રોધમાં આવવું

નામ પર પાણી ફેરવવું : નામ બગાડવું

ગળું કાપવું : દગો કરવો

અડધી રાતે : ખરી અગવડને સમયે

આંખ ઠરવી : સંતોષ થવો

પડખે રહેવું : મદદમાં રહેવું

નાકનું ટેરવું ચઢાવવું : મોં મચકોડવું

આંકડો નમવો : અભિમાન ઊતરવું

પતીજ જવી : આબરૂ જવી

પડદો પાડવો : ઢાંકપિછોડો કરવો

માથે છાણાં થાપવાં : માથે ચઢી વાગવું

પડતો બોલ ઝીલવો : બોલે કે તરત તેનું પાલન કરવું

પડદો ખૂલી જવો : ભેદ ઉઘાડો પડી જવો

માથું ઊંચકવું : શિગડાં ભરાવવાં

પત રાખવી : ટેક આબરૂ જાળવવા

લીલી સૂકી જોવી : તડકો છાંયડો વેઠવો

આંધળુકિયાં કરવાં : અવિચારી પગલું ભરવું

કાન ઉઘાડવા : સાચી પરિસ્થિતિ જણાવવી

પથરો નાખવો : વિઘ્ન ઊભું કરવું

ઓછું આવવું : મન દુભાવું

પડયા ઉપર પાટુ : મરેલાને મારવું

▶️પાણી લાગવું : આરોગ્ય બગડવું.

ઘરના હાલ્લા કુસ્તી કરવા : ઘણી ગરીબી હોવી.

મોમાં પાણી છૂટવું : ખાવા માટે ખૂબ મન થવું

કાંકરો નાંખવો : અડચણ ઊભી કરવી.

પેટની વાત ખોલવી : છાની વાત જણાવી દેવી.

મોટા ઘરના હોવું : કુળવાન હોવું.

ખોળે માથું મૂકવું : શરણ સ્વીકારવું.

દૂધે મેહ વરસવા : આનંદ આનંદ થઈ જવો.

કાચી છાતીના હોવું : હિંમત વિનાનું હોવું.

જીભ કચરવી : વચન આપી બેસવું.

જીભ આવવી : સામે બોલતા થવું.

માથાનું ફરેલ : પોતાનું ધાર્યું કરે તેવું.

ખોટું લાગવું : માઠું લાગવું.

માથે પડવું : ભારરૂપ નિવડવું

પગ ધોઈને પીવા : ઘણો ઉપકાર સ્વીકારવો.

મો બંધ કરવું : બોલતા બંધ કરવું

પવન ભરાવો : મગરૂરીમાં હોવું.

બડાઈ મારવી : આપ વખાણ કરવાં.

પાણી ચડવું : શુરાતન ચડવું

પંક્તિ બહાર મૂકવું : જ્ઞાતિ બહાર મૂકવું.

મન પીગળવું : દયા આવવી.

જીભ ઊપડવી : છૂટથી બોલવાની હિંમત આવવી.

▶️લોહીનું પાણી કરવું : સખત મહેનત કરવી.

રોટલો મળી રહેવો : ખાવા પૂરતી વ્યવસ્થા થઈ રહેવી

હુંસાતુંસી ચાલવી : ખેંચતાણ કરવી

અવાજમાં મધ રેડવું : મીઠાશથી બોલવું , મધુર ભાષણ કરવું.

મનમાં રમવું : સ્મરણરૂપે વાગોળ્યા કરવું

ગંગામાં જળ વહી જવું : ઘણો સમય પસાર થઈ જવો.

ખો ભૂલી જવી : જિંદગીભર યાદ રહે તેવો પાઠ શીખવો.

છાતી ફાટી જવી : અપાર શોક થવો.

નખ્ખોદ વળી જવું : વિનાશ થવો

વા સાથે વઢવું : ગમે તેની જોડે લડી પડવું

વાત હાથમાંથી જવી : પરિશ્રમ નકામો જવો, કોઈ ઉપાય ન રહેવો

પાણીચું આપવું : બરતરફ કરવું, નોકરીમાંથી છૂટું કરવું

જીવ તાળવે રંગાઈ રહેવો :ચિંતાભરી સ્થિતિમાં મુકાવું.

ઓઈયાં કરી જવું : બીજાની વસ્તુ પચાવી પાડવી, હજમ કરવી

બોલબાલા હોવી : યશ મળવો , ચડતી થવી

કાટલું કાઢી નાખવું : પ્રાણ હરી લેવા , મારી નાખવું

ચીતરી ચડવી : સૂગ થવી, મનને પસંદ ન પડવું

આંસુનો સાગર છલકવો : ખૂબ રડવું, ઊંડો આઘાત લાગવો.

તિલાંજલિ આપવી : છોડી દેવું, રૂખસદ આપવી

ડાગળી ચસકી જવી : ગાંડા થઈ જવું, મગજ ફરી જવું.

▶️કદમથી કદમ મેળવવાં : સાથે મળીને કાર્ય કર્યા કરવું.

મન માનવું : તૈયાર થવું, સંમત થવું, દિલને ગમે તેમ કરવું.

ઘેલું લાગવું : અતિ આકર્ષણ થવું, ગાંડપણ વળગવું.

ઊમટી આવવું : એક સાથે આગળ આવવું, ધસી આવવું.

કાન સરવા કરવા : ધ્યાનથી સાંભળવું, સાંભળવા માટે ધ્યાન આપવું.

માથું ફાટવું : તાપ, દરદ કે બદબૂથી માથું દુઃખી આવવું, ગુસ્સો ચડવો.

મોં પડી જવું : શરમિંદુ થઈ જવું, ઉદાસ થઈ જવું, ઝંખવાણું થઈ જવું.

મોં ભાંગી જવું : અતિશયતાને કારણે સ્વાદ ન રહેવો.

નિસાસો નાખવો : આહ નાખવી, દુઃખ કે નાસીપાસની આહ નાખવી.

મોંમાં મગ ભરવા / મોંમાં મગ ઓરેલા હોવા : મૂંગા રહેવું, બોલાય નહિ એવી સ્થિતિ હોવી.

પચાવી પાડવું : બથાવી પાડવું, અયોગ્ય રીતે લઈ લેવું.

સંચળ થવો : અવાજ થવો, સંચાર કે હલન ચલન થવું.

લાગમાં આવવું : તક મળવી, બરાબર કબજામાં આવવું.

ખરખરો કરવો : શોક વ્યક્ત કરવો, લૌકિકે જવું.

બાકરી બાંધવી : દુશ્મનાવટ કરવી, મમત પર ચડી સામે થવું, વેર કરવું.

પડતું મૂકવું : છોડી દેવું, હાથમાં લીધેલું કામ વચ્ચેથી છોડી દેવું.

મૂછ મરડવી : અભિમાન કે શૂરાતન બતાવવું, મૂછના આંકડા વાળવા.

ટકાનાય ન હોવું : કશી કિંમત વિનાનું હોવું, પ્રતિષ્ઠા વિનાનું હોવું.

હિલોળે ચડવું : ભીડરૂપે એકઠાં થવું, ભેગા થવું, મસ્તીએ ચડવું.

અળપાવા દેવું નહિ : ઝાંખું પડવા દેવું નહિ, ટકાવી રાખવું.

▶️માયા લાગવી : મમતા બંધાવી, લાગણીનો સંબંધ થવો.

મીઠા ઝાડનાં મૂળ કાઢવાં : સ્વાર્થ બુદ્ધિએ ભલું કરનારનો વધુ લાભ ઉઠાવવો.

આંતરડી કકળવી : અંતરનું દુ:ખ ઊભરાવું.

નામરૂપ મિથ્યા કરવું : નિર્મોહી થઇને જીવવું.

પટ્ટણનું દટ્ટણ થઈ જવું : ખંડેર થઈ જવું.

ખોપરી ફાડી જવી: મગજને નુકસાન પહોંચવું , મૃત્યુ થવું.

કાપો તો લોહી ન નીકળવું : ભોંઠા પડી જવું, છોભીલા થઈ જવું.

ખભે હાથ મૂકવો : સાંત્વન આપવું.

શિખરો સર કરવાં : સફળતા પ્રાપ્ત કરવી.

દીવો ન રહેવો : વંશ ન રહેવો.

તુંબડીમાં કાંકરા હોવા : કશી જ સમજ ન પડવી.

ભેખ લેવો : સંન્યાસ લેવો, કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને નીકળી પડવું.

માલ ન હોવો : વજૂદ વિનાના હોવું.

જગ ખારું લાગવું : સંસારનું સુખ અપ્રિય લાગવું.

સાત ખોટ નો દીકરો : સાત દીકરી પછી આવેલો દીકરો, એકનો એક દીકરો‌.

મોં માગ્યા પૈસા આપવા :જોઈએ તેટલા પૈસા આપવા.

રંજ હોવો : દિલગીરી હોવી, અફસોસ હોવો.

ગળગળા થઈ જવું : લાગણીવશ થઈ , આવેશ અનુભવવો.

માથું કોરાણે મૂકવું : જીવનું જોખમ ખેડવું.

ખડે પગે હોવું : હંમેશા તૈયાર રહેવું.

ભોગ લાગવો : ભાગ્ય ફૂટી જવું

મોઢાં ચડી જવાં : રિસાઈ જવું.

ભય વિના પ્રીતિ ન થવી : થોડોક ડર રાખવો.

શેરીની ધૂળ ઉસરડવી : ખૂબ મહેનત કરવી.

મનનો ડૂમો કાઢી નાખવો : મનમાં ઘૂંટાતું દુઃખ પ્રગટ.

અલવીદા કરવી : છેલ્લી સલામ કરી જવું.

ફજેતી થવી : બદનામી થવી, આબરૂનો ધજાગરો થવો.

મહોર લાગી જવી : પ્રમાણિત કરવું, ખાસ કદર થવી.

ખૂણો ખાલી રહી જવો : ખોટ પડવી.

પાણીચું આપવું : બરતરફ કરવું, નોકરીમાંથી છૂટું કરવું.

અછોઅછોવાનાં કરવાં : લાડ લડાવવાં, પ્રેમાગ્રહ કરવો.

▶️વાત કરવાનું ઠેકાણું : વિશ્વાસુ માણસ કે સ્થાન.

ગુંદરિયું ચોટવું : લપ વળગવી, લફરું વળગવું.

હિસાબ ચૂકતે કરવો : વેરનો બદલો લેવો.

કંઠ મોકળો મળવો : બોલવાની છૂટ હોવી.

ઘોડા પર ઘોડા વધવા : વ્યાજ પર વ્યાજ ચડવું.

આણાસુખડી આપવી : રજા આપવી.

વાયે ગયા વિચાર : વિચાર હવામાં ઊડી જવા.

ઘડોઘાટ કરવો : મારી નાખવું, પાયમાલ કરવું.

અંધારપછેડો ઓઢવો : ગુપ્ત કે અજ્ઞાત થઈ જવું.

કોયડો થઈ પડવો : ઝટ ઊકલી ન શકે તેવો પ્રશ્ન.

સોપાનો સર કરવાં : સિદ્ધિઓ હાંસલ કરવી.

કોથળી છૂટી મૂકવી : છૂટે હાથે પૈસા આપવા.

ગુરુમંત્ર આપવો : છૂપી શિખવણી આપવી.

ગોઠણ છૂટા થવા : હરતા ફરતા થઈ જવું.

પીપળે દીવો કરવો : બધે જાહેર કરી દેવું.

ઊભા મેલીને જવું : પતિ ને છોડીને નાતરે જવું.

પીંછા નું પારેવું કરવું : રજ નું ગજ કરવું.

ગારો ચાવવો : વ્યર્થ કે ખોટું યા અનુચિત બોલવું.

હૈયે હાથ રાખવો : ધીરજ રાખવી, હિંમત રાખવી.

લોહી ઠરી જવું : જુસ્સો શાંત પડી જવો.

▶️કટકી ખાવી : લાંચ લેવી.

છટકી જવું : નાસી જવું.

છેડાઈ પડવું : ગુસ્સે થઈ જવું.

કાંદો કાઢવો : લાભ થવો.

હાથ ઉપાડવો : મારવું.

માથું વધેરવું : બલિદાન આપવું.

વાળ ધોળા થઈ જવા : ઉંમર વધી જવી.

વળ રાખવો : અંટસ રાખવો.

ગોથાં ખાવાં : ફાંફાં મારવા.

જિંદગી માણવી : મજા કરવી.

ખોટો ઠરવો : ખોટો પુરવાર થવો.

અંધારામાં રાખવું : જાણવા ન દેવું.

પગ ભારે થઈ જવા : સંકોચ થવો.

ઘેલું લાગવું : અતિ આકર્ષણ હોવું.

કાળું કરવું : કલંકિત કરવું.

રસ્તો કાઢવો : ઉપાય શોધવો.

માઠું લાગવું : લાગણી દુભાવવી.

આગ લગાડવી : કજિયો કરાવવો.

તરણા તોલે હોવું : તદ્દન તુચ્છ હોવું.

આહુતિ આપવી : જાતનું બલિદાન આપવું.

આભ ડંખવો : મનમાં દુ:ખ થવું.

પાણીમાં જવું : નકામું જવું.

▶️ડોળી આવવી : માઠા સમાચાર આવવા.

માંડી વાળવું : પતાવટ કરવી, જતું કરવું.

ખાઈ પડી જવી : ન પુરાય તેવી ખોટ પડવી.

ખૂંટો ઘાલવો : પગ પેસાડવો, પાયો નાખવો.

પાણી ફેરવવું : નકામું કરવું, વ્યર્થ બનાવવું.

ગેલમાં આવવું : આનંદમાં આવવું.

મન વાળવું : અનિચ્છાએ સંતોષ માનવો.

ચિત ચોરવું : હૃદય આકર્ષવું, મોહિત કરવું.

નયણે કરવું : જોઈને હૃદયમાં ઉતારવું.

રવાડે ચડવું : ખોટો માર્ગ લેવો.

ઢગ આવવી : કન્યાને તેડવા આવવું.

લેણમાં આવવું : લાઈનમાં આવવું.

વાત દાટી દેવી : વાતનો ત્યાં જ અંત લાવવો.

કમોદ આપવી : સારી પેઠે માર મારવો.

મનમાં વસી જવું : ગમી જવું.

હાથ પકડવો : લગ્ન કરવું.

તજગરો લેવો : હિસાબની તપાસ કરવી.

કાટલાં ફૂટવા : વ્યર્થ પ્રયત્ન કરવો.

મરી ફીટવું : પોતાનું સઘળું જોર વાપરવું.

સગડ કાઢવો : બાતમી મેળવવી.

ડાળે વળગવું : આશ્રય મળવો, ધંધે વળગવું.

તડકો તોડવો : ઠપકો આપવો.

શ્રીગણેશ કરવા : કાર્યનો શુભારંભ કરવો.

ઘરભંગ થવું : પત્નીનું મૃત્યું થવું.

▶️નાડ હાથમાં હોવી : કબજો હોવો

છેલ્લે પાટલે : તદ્દન હલકી ને નિંદવા યોગ્ય સ્થિતિએ

નખ ખૂંપવો : પ્રવેશ થવો

નામ પર પાણી ફેરવવું : નામ બગાડવું

જખ મારવી : પસ્તાવો થાય એવું કરવું.

નજર ટૂંકી હોવી : લાંબો વિચાર કરવાની શક્તિ ન હોવી .

જગ બત્રીસીએ ચઢવું : ખરાબ કાર્યથી જાહેર થવું

નાહી નાખવું : કોઈ આશા કે સંબંધ છોડી દેવા

નજર બગડવી : પાપ કરવાની ખરાબ દાનત થવી

પડદો ખૂલી જવો : ભેદ ઉઘાડો પડી જવો

નમતું જોખવું : ગમ ખાવી, હાર કબૂલ કરવી

પથરો નાખવો : વિઘ્ન ઊભું કરવું

નવ ગજના નમસ્કાર કરવા : દૂર રાખવું.

જડ કાઢવી : ખૂબ ઠપકો આપવો

પડખે રહેવું : મદદમાં રહેવું

દાળમાં કાળું : છૂપું પાપ

પડતો બોલ ઝીલવો : બોલે કે તરત તેનું પાલન કરવું

દાવ રમવો : યુક્તિ-પ્રયુક્તિ કરવી

પડદો પાડવો : ઢાંકપિછોડો કરવો

પડયા ઉપર પાટુ : મરેલાને મારવું

દાણો ચાંપી જોવો : કહી જોવું

પત રાખવી : ટેક આબરૂ જાળવવા

પતીજ જવી : આબરૂ જવી

દાઢમાં લેવું : વેર લેવાની મનમાં ગાંઠ વાળવી

પનોતી ઊતરવી : પડતીના દિવસો પૂરા થવા

પરસેવો પાડવો : સખત મહેનત કરવી

▶️પહેલા ખોળાનો : પ્રથમ પુત્ર.

પીઠ કરવી : વિમુખ થવું.

વાળ ઝડી જવા : વાળ ખરી પડવા.

ધાડ પાડવી : હુમલો કરવો.

આંખો એક થવી : એકબીજાને જોવું.

પાટે ચઢી જવું : કામધંધે ચઢી જવું.

માથું ન ઝૂકાવવું : હાર ન માનવી.

મોં બંધ કરાવવું : બોલતું બંધ કરવું.

હિજરત કરી જવું : વતન છોડી જવું.

પીઠ ફેરવવી : પીછેહઠ કરવી.

ઠેકાણે આવી જવું : અનુકૂળ થઈ રહેવું.

દેવ જાગી જવા : નસીબ ખૂલી જવા.

પ્રાણ હણાવા : નિસ્તેજ થઈ જવું.

કમકમાં આવવા : કંપારી આવવી.

મન તલસવું : અત્યંત આતુર હોવું.

કાળ ચડવો : ગુસ્સો આવવો.

વંઝી બાંધવી : ખટપટીયા બાંધવા.

હાથ હોવો : સામેલગીરી હોવી.

મેળો જામવો : ઘણા માણસોનું એકઠા થવું.

શરસંધાન કરવું : લક્ષ્યને સાધવું.

પલીતો ચાંપવો : ઉશ્કેરવું.

▶️સૂર્ય તપવો : પ્રગતિના શિખર પર હોવું.

દિલમાં રામ વસવા: દિલમાં દયા હોવી.

ઊની આંચ ન આવવી : જરા પણ નુકસાન ન થવું.

મરેલું જીવવું : નામોશીભર્યું જીવન પસાર કરવું.

તાળી લાગવી : એકતાન થવું, તાલ મળવો.

પાતાળમાં પગ હોવા : અંદરખાનેથી કપટી હોવું

ઊધડું લેવું : સખત ઠપકો આપવો, ખૂબ વઢવું.

વામકુક્ષી કરવી : જમ્યા પછી ડાબે પડખે સૂવું.

ધૂળ પર લીંપણ થવું : પ્રયત્નો નિષ્ફળ નિવડવા.

આંજી નાખવું : છક કરી નાખવું, પ્રભાવિત કરવું.

હવામાં બાચકાં ભરવાં: મિથ્યા પ્રયાસ કરવો.

એકતંતે બાંધવું : એકત્ર કરવું, સંગઠિત કરવું.

પેટમાં કોયલી પડવી : અત્યંત ભૂખ લાગવી.

હૃદયમાં ઘા થવો : દુઃખની તીવ્ર અનુભૂતિ થવી.

ઘર પૂછતાં આવવું : ગરજે મદદ માટે આવવું.

કંઠે પ્રાણ આવવા : ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું.

ખીલો થઈ જવું : ઉભા રહી જવું, સ્થિર થઈ જવું.

મનમાં આંકડા મેળવવા : માનસિક ગણતરી કરવી.

બફાઈ જવું : કંઈકને બદલે કંઈક કહેવાઈ જવું.

મધ મૂકીને ચાટવું : નિરર્થક સંઘરવું કે રાખી મૂકવું.

કર્યાં ભોગવવાં : કરેલાં કર્મોનું ફળ ભોગવવું.

▶️દિલમાં અવાજ ઊઠવો :અંતરમાં પ્રેરણા થવી

દયા ખાવી : અશક્ત કે નિર્બળ પ્રત્યે લાગણી થવી

પુરુષાર્થનું તેજ ટપકવું : પરિશ્રમનો પ્રભાવ દેખાવો.

હાથા થવું : સાધન કે નિમિત્ત બનવું

આંખ દાબી દેવી: જોવાની હિંમત ન હોવી

કીર્તિ પ્રસરવી : ખ્યાતિ કે નામના મળવી.

પરસેવાનું ખાવું : મહેનતનું ખાવું.

અડવું લાગવું : શોભા વગરનું, સારું ન લાગવું; કાંઈક ખૂટતું, રુચિ બહાર લાગવું

ટાઢા કરી દેવાં: શાંત કરી દેવું

આયુધારા વહેવી : જીવતા રહેવું.

આંખ વરતવી : સંકેતથી સમજવું

ભભૂકી ઊઠવું : ગુસ્સામાં ગમે તેમ બોલવું

જીવતરના દાન દેવાં: કુરબાન થઈ જવું.

ભજગોવિન્દા કરવું : પ્રભુભજન કરવું.

વદન કરમાઈ જવું : નિરાશ થઈ જવું.

વતું કરાવવું : હજામત કરાવવી.

આઠે પહોર આનંદ : હંમેશાં પ્રસન્ન રહેવું.

અભરે ભરાવું : સમૃદ્ધ થવું (હોવું)

છેલ્લે પાટલે બેસવું:અંતિમ હદે જવું.

રગરગમાં વ્યાપી જવું : આખા શરીરમાં ફેલાઈ જવું.

નસીબ લઈને આવવું :નસીબમાં જે લખ્યું હોય તે મળવું.

અવળું મોઢું કરવું : સામે જોવાનું બંધ કરવું

▶️માંખો મારવી : આળસુ બેસી રહેવું

મેખ મારવી : ચોક્કસ કરી આપવું

મેદાન મારવું : લડાઈ જીતવી

મોતિયા મરી જવા : નાસી પાસી આવવી

મોર મારવો : મોખરે રહેવું

રગ પકડવી : મૂળ વાત પકડવી

બેડો પાર કરવો : સેફળતા મેળવવી

ભાંગરો વાટવો : છૂપી વાત કરી દેવી

ભીનું સંકલવું : કંઈપણ કામ કે તપાસ આગળ વધતી છુપાવવી

ભુત ભરાવું : મગજમાં કંઈક ઊલટું ભરાઈ જવું

મગજ લડાવવું : બહુ વિચાર કરવો

માથે છાણાં થાપવાં : ગાંઠવું નહિ

રંગ જામવો : ખૂબ ગમ્મત પડવી

રાઈ ભરાવી : ઘણો મિજાજ ભરાવો

રાફડો ફાટવો : મોટી સંખ્યામાં બહાર પડવું

રામ રમી જવા : પ્રાણ ચાલ્યો જવો

રેવડી દાણાદાર કરવી : ખૂબ જ બેઆબરૂ કરવું

રોદણાં રડવાં : દુ:ખની વાત કહી બતાવવી

વાદળ તૂટી પડવું : દુઃખ પડવું

વાળ વાંકો થવો : ઈજા થવી

લાકડે માંકડું વળગાડવું : વિરુદ્ધ સ્વભાવનાં બે જણને જોડવાં

લાંબો હાથ કરવો : મદદ કરવી

લીલી સૂકી જોવી : સુખ દુઃખ જોવા

લોચા વાળવા : બોલતાં ખચકાવું

વરાળ કાઢવી : મનનો રોષ ઠાલવવો

▶️હથેળીમાં રાખવું : અતિશય માયા મમતા બતાવવી.

કપાળે ચોંટવું : ભાગ્યજોગે માથે આવી પડવું.

મંતરી જવું : છેતરી જવું, ભરમાવીને લઈ જવું.

ઘડોઘાટ કરવો : મારી નાખવું, પાયમાલ કરવું.

હાથ આવી જવું : મળી જવું, પ્રાપ્ત થવું.

પુસ્તકો પચાવવા : જીવનમાં જ્ઞાન ઉતારવું.

ભરડો લેવો : આજુબાજુ જોરથી વીંટાવું.

ગોઠણ છૂટા થવા : હરતા ફરતા થઇ જવું.

જિંદગી મોળી થઈ જવી : જીવન નિરસ થઈ જવું.

ઊભા મેલીને જવું : પતિને છોડીને નાતરે જવું.

સોપાનો સર કરવાં : સિદ્ધિઓ હાંસલ કરવી.

જિંદગીની ઝલકો : જીવનની નોંધપાત્ર ઘટનાઓ.

કોયડો થઈ પડવો : ઝટ ઊકલી ન શકે તેવો પ્રશ્ન.

મન ભારે હોવું : મનમાં દુઃખનો બોજો હોવો.

વાત કરવાનું ઠેકાણું : વિશ્વાસુ માણસ કે સ્થાન.

કંઠ મોકળો મળવો : બોલવાની છૂટ હોવી.

હૈયું બેસી જવું : દુઃખ થવું, આઘાતની લાગણી.

બે ઘોડે વાટ જોવી : આતુરતાથી રાહ જોવી.

ઘર ભરવા : પોતાના ઘરને સમૃદ્ધ બનાવવું.

લોહી ઠરી જવું : જુસ્સો શાંત પડી જવો.

વાતોનાં ગાડાં ભરવાં : અતિશય વાતો કરવી.

નવાં પગરણ માંડવાં : નવી શરૂઆત કરવી.

▶️ધૂનમાં હોવું : તરંગમાં હોવું.

લક્ષ ખેંચવું : ધ્યાન પર લાવવું.

ત્રાજવાં ત્રોફવવાં : શરીર ઉપર છૂંદણાં છૂંદાવવાં.

બહોળો હાથ હોવો : ઉદાર હાથ હોવો.

દાઝય પડવી : દાઝયાની નિશાનીઓ થવી.

કૂંડાળું વળવું : પાસપાસે ગોળાકાર બેસવું.

ઉદ્ધાર કરવો : સારી સ્થિતિ કરવી તે.

એળે જવું : નકામું જવું.

પાણીના મૂલે : સાવ સસ્તા ભાવે.

ચકમક ઝરવી : કજિયો થવો.

પગદોડ કરવી : દોડાદોડી કરવી.

કાઠું પકડવું : અક્કડ થવું.

મહાત કરવું : હરાવવું.

ગ્રસી લેવું : પકડી લીધો, પકડી લેવું.

હાજિયો પુરાવવો : હા કહેવી.

ઓકારી આવવી :ઊલટી(બકારી) થવી.

મટકું ન માંડયું : આંખનો પલકારો ન માર્યો.

ધૂળ ભેગા થવું : જમીન પર પડી જવું.

જીવ કપાઈ જવો : દુખી થવું.

નોબત આવવી : સંકટનો સમય આવવો.

એક કાન થઈ જવું : એકાગ્ર થવું.

▶️ખેરાત કરવી : દાન કરવું, મફત આપવું.

છક્કા છૂટી જવા : હિંમત હારી જવી.

મીરાંબાઈ થવું : વૈરાગ્ય લેવો.

બેડલો પાર થવો : ઈચ્છા હેમખેમ પાર પડવી.

પેટમાં પધરાવવું : ખાવાનું પૂરું કરી દેવું.

થરથરી ઉઠવું : કંપવું, ધ્રૂજવું.

છીછરી બુદ્ધિની : કાચી-અપરિપક્વ બુદ્ધિની.

રાંગ વાળી : સવારી કરી.

કૂચ કરવી : આગળ વધવું.

મિજાજ જવો : ગુસ્સો આવવો.

ચિત્ત ચકરાવે ચડયું : મનમાં આડા વિચારો આવવા.

કાહરી ફાવવી : પ્રયત્ન સફળ થવો.

કાળજી લેવી : દરકાર રાખવી.

અમલ કરવું : હુકમ પ્રમાણે કાર્ય કરવું.

વછૂટી જવું : નીકળી જવું.

સંકલ્પ કરવો : નિર્ધાર કરવો, નિયમ કરવો.

ખાતું ખૂલવું : શરૂઆત થવી.

લોપાતું જવું : નાશ પામતું જવું.

ચાડી ખાવી : એકની વાત બીજાને કહી દેવી તે.

ખાડે જવું : નુકસાન થવું.

ફિદા થઈ જવું : અતિ આસક્ત થઈ જવું.

▶️જૂજવે રૂપે હોવું : જુદાં જુદાં સ્વરૂપે હોવું

પસીનામાં રેબઝેબ થઈ જવું: પરસેવે લથબથ થઈ જવું, થાકી જવું.

લક્ષ્મીની છોળો ઉછાળવી : પુષ્કળ પ્રમાણમાં ધન હોવું.

સોનાના પારણામાં ઝૂલવું : વૈભવ કે શ્રીમંતાઈમાં ઊછરવું.

ફાટી આંખે જોઈ રહેવું : અચંબા કે વિસ્મય સાથે જોવું.

સડક થઈ જવું : સ્તબ્ધ થઈ જવું, આશ્ચર્યમૂઢ થઈ જવું.

તાલાવેલી લાગવી : આતુરતા, ચટપટી કે તાલાવેલી ઊઠવી.

આંખ ભીની થવી : આંખમાં આસું આવવા લાગણીસભર થવું.

આડા ફંટાવું : વિરુદ્ધ જવું, સરળ ચાલતામાં વિઘ્ન પાડવું.

આંખો ફાડી ફાડીને જોવું : આંખો પહોળી કરીને નવાઈથી જોવું.

છિન્ન – ભિન્ન થઈ જવું : વેરણ-છેરણ થઈ જવું.

જીવસટોસટનો જંગ ખેલવો : જીવન મરણની લડાઈ કરવી.

પડયો બોલ ઝીલવો : બધું કહેલું સ્વીકારવું, આજ્ઞાનું પાલન કરવું.

ઝળઝળિયાં આવવાં : આંખમાં આંસુ આવી જવાં, ભાવવશ થઈ રડવું આવવું.

છલી વળવું : ઊછળી ઊઠવું, ઊભરાઈ જવું.

સૂરજ તપતો હોવો : ચડતી દશા હોવી.

હિમ્મત ન હારવી : હામ-ધીરજ રાખવી.

હાથ ઘસવા : નાસીપાસ થઈ જવું, થાકી જવું, પસ્તાવો કરવો, બળાપો કરવો.

આડી જીભ વાપરવી/વાવવી : અવરોધ ઊભો કરવો, ના પાડવી.

હીરનાં ચીર હોવા : કપડાં કિંમતી હોવા.

▶️ધોમ ધખવો : સખત તાપ પડવો.

ખુવાર થવું : પાયમાલ થવું.

તળેઉપર થવું : ખૂબ જ ઉતાવળા બનવું.

ત્રીજું નેત્ર ખૂલવું : અત્યંત ગુસ્સે થવું.

દૂઝયા કરવું : ઝર્યા કરવું.

મનસા સાધે : ઈચ્છા ફળવી.

સાફ કરી દેવું : કામ પૂરું કરવું.

મોઠી માંડવી : ઉજાણી કરવી.

ટીંબો બની જવું : ખેદાનમેદાન કરી નાખવું.

વાયરો ઢોળવો : પવન નાખવો.

છણકો કરવો : અણગમો વ્યક્ત કરવો.

દ્રવી ઊઠવું : પીગળવું.

પાંસળા ઢીલા કરવા : માર મારવો.

સારીગમ છેડવી : સંગીતના સ્વરો રેલાવવા

ધૂળમાં મેળવી દેવું : જમીનદોસ્ત કરી નાખવું.

તિલાંજલિ આપવી : રુખસદ આપવી.

પગ ટકવો : સ્થિર થવું.

લમણે હાથ દેવો : હતાશ થઈ જવું.

મોટું મન રાખવું : ઉદારતા દાખવવી.

લૂઢકી જવું : ઢળી પડવું.

પ્રતિધ્વનિત થવું : પડઘો પડવો.

⏩ફાચર મારવી : આડખીલી ઊભી કરવી, નડતર ઊભી કરવી.

સમાસ થવો : ચાલુ વ્યવસ્થામાં ગોઠવાઈ જવું, સમાઈને રહેવું.

મસીદ કોટે વળગવું : બલા ગળે પડવી, સારું કરવા જતાં મુશ્કેલીમાં મુકાવું.

માથામાં રાઈ ભરાવી : ખૂબ ઘમંડ કે મિજાજ હોવો.

ભોંય કુંડાળી લખવી : મરણસ્થાન નક્કી કરવું, મરણસ્થાનનું નિર્માણ કરવું.

મતું મારવું : સંમતિસૂચક સહી કરવી, લખાણમાં સહી કરવી.

વાએ વાત જવી : કશું છાનું ન રહેવું, જાહેર થઈ જવું.

શાણા શિયાળ થવું : બહારથી ડાહ્યા પણ અંદરથી કપટી હોવું.

શ્રીફળ આપવું : બરતરફ કરવું, નોકરીમાંથી કાઢી મૂકવું, રજા આપવી.

કાન તળે કાઢી નાખવું : કોઈ વાત પર લક્ષ ન આપવું.

બત્રીસ કોઠે દીવા થવા: અંતરમાં ચારેતરફથી નિરાંત થવી, તૃપ્તિ થવી.

બે છેડા ભેગા કરવા : મુસીબતથી ગુજરાન ચલાવવું.

ભેદ પામી જવો : છૂપી વાત જાણી લેવી, રહસ્ય જાણી જવું.

માથે કરવું : અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા.

પોચકાં નાખવાં : ગભરાઈ જવું, ડરી જવું, છાણના પોદળા નાખવાં.

સમય પાકી જવો : તક આવી જવી, નિયત કે યોગ્ય વખત થવો.

હરખપદૂડા થઈ જવું : આનંદથી ગાંડાઘેલા થઈ જવું.

વહારે ધાવું : સહાય કરવા આગળ વધવું, મદદ કરવી.

નોરા કરવા : આગ્રહપૂર્વક વિનંતી કરવી, કાલાવાલા કરવાં.

બંગડીઓ પહેરવી : કાયરતા દાખવવી, નામર્દાઈ બતાવવી.

⏩મોં વીલું થવું : ઝંખવાણા પડી જવું.

હૈયું હરખથી ફૂલવું : ખૂબ હરખ થવો.

રસવિભોર થવું : રસમગ્ન થવું.

નિર્વાસિત થવું : સ્થળ છોડીને જવું.

આરિયાં થઈ જવું : ઢીલું ઢફ થઇ જવું.

પ્રાણ પરવારી જવા : મૃત્યુ થવું.

ગધાડી ફૂલેકે ચડવી : મૂરખે મુગટ પહેર્યો, ખોટી મોટાઈથી ફુલાવું.

પગે કમાડ ઠેલવાં : પરોક્ષ રીતે યુક્તિથી કામ સાધવું.

ખોળો પાથરવો : કરગરવું, કાકલૂદી કરવી, વિનંતી કરવી.

ગાજ્યું ન જવું : ન ગાંઠવું, કોઈના દાબમાં ન આવવું.

નાટક ભજવવું : હકીકત છુપાવવા ઢોંગ કરવો.

કાળજું કોરાવું : દિલને સંતાપ થવો.

લાગી આવવું : દુ:ખ થવું.

પ્રભુના ધામમાં જવું : મૃત્યુ પામવું.

ખાકમાં મળવું : નિષ્ફળ જવું.

ઉવેખી ન શકવું : ઉપેક્ષા ન થઈ શકવી.

અમી છલકાવું : હેત ઉભરાવું.

દોગામી દેવી : જૂઠો આરોપ મૂકવો.

મોઢું પડી જવું : ઝંખવાણા પડી જવું.

લાલન પાલન કરવું : લાડમાં ઉછેરવું.

➡️ગુંદરિયું ચોટવું : લપ વળગવી, લફરું વળગવું.

કોથળી છૂટી મૂકવી : છૂટે હાથે પૈસા આપવા.

પીંછાનું પારેવું કરવું : રજનું ગજ કરવું.

પીપળે દીવો કરવો : બધે જાહેર કરી દેવું.

હિસાબ ચૂકતે કરવો : વેરનો બદલો લેવો.

આણાસુખડી આપવી : રજા આપવી.

અંધારપછેડો ઓઢવો : ગુપ્ત કે અજ્ઞાત થઈ જવું.

વાયે ગયા વિચાર : વિચાર હવામાં ઊડી જવા.

જીભ ન ઉપડવી : બોલવાની હિંમત ના હોવી.

ગુરુમંત્ર આપવો : છૂપી શિખવણી આપવી.

ગારો ચાવવો : વ્યર્થ કે ખોટું યા અનુચિત બોલવું

હૈયે હાથ રાખવો : ધીરજ રાખવી, હિંમત રાખવી.

એક પંથ દો કાજ : એક સાથે બે કામ પાર પાડવાં

ઊંધું વેતરવું : ભૂલ કરી બેસવી, ઊલટું કરવું.

ગલ આપવો : મનની વાત કહેવી, લાલચ આપવી.

શરત કાઢવી : એકમેકની સ્પર્ધામાં ઊતરવું.

પગ ઉપાડવા : જવા માંડવું, ઝડપથી ચાલવું.

માખો મારવી : નવરા બેસી રહેવું, બેકાર હોવું.

ડાંડાઈ કરવી : કામચોરી કરવી, આળસ કરવી.

➡️હાથ દેવો : સહારો આપવો, હૂંફ આપવી

દિલમાં ડૂબવું : હૃદયમાં ડૂબકી મારવી.

ચાનક ચડવી : ઉત્સાહમાં આવી જવું.

બાખડી બાંધવી : સામનો કરવો.

ટાટલું કરવું : એંઠા વાંસણ માંજવા.

ટેગરો ચડાવવો : મોં કટાણું કરવું.

ભોંઠાં પડવું : શરમિંદા થવું, ઝાંખુ પડવું.

આંખો ઢાળવી : આંખો બંધ કરવી, ન જોવું.

આંખ ફોડવી : આંખ તાણીને વાંચવુ કે જોવું.

નાકે દમ આવવો : બહુ હેરાન પરેશાન થવું.

ગધેડે ગવાવું : ફજેત થવું, ખૂબ સસ્તું હોવું.

ધખધખ કરવું : અત્યંત ગરમ થઈ જવું.

ત્રણ પૈસાના હોવું : આબરુ વગરના હોવું.

વહાણાં વાઈ જવા : સમય જતો રહેવો.

ભજી જાણવું : ભક્તિ કરી જાણવી.

આપ ખોલવું : પોતાની વાત કરવી.

આળ ચડાવવું : આરોપ મૂકવો.

ગોટલી મારવી : કામમાંથી છટકી જવું.

કીર્તિ ઝંખવાવી : આબરૂ ઓછી થવી.

જાસકિયાં ઊડવાં : ખૂબ ખર્ચ પાણી થવું.

સુખડી આપવી : બક્ષિસ કે દસ્તૂરી આપર્વી

ફાગ ખેલવા : જીવનનો આનંદ માણવો.

➡️વાળ પણ વાંકો ન થવો : સહેજપણ ઈજા ન થવી.

આંખ મીંચીને ચાલવું : વિચાર્યા સિવાય વર્તવું.

બળતામાં ઘી હોમવું : ગુસ્સે થયેલાને વધુ ઉશ્કેરવો.

બીડું ઝડપવું : કપરું કામ કરવાનું માથે લેવું.

બાજી બગડી જવી : યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી.

કપાળ ધોઈ આવવું : વિધાતાના લેખ દૂર કરવાં, લાયક થવું.

ટોટો પીસી નાખવો : ગળાનો હડિયો દબાવી ટૂંપો દેવો.

બે પાંદડે થવું : સુખી-સંપન્ન થવું, આર્થિક સ્થિતિ સારી થવી.

બાઘા થઈ જવું : ગતાગમ વિનાનું થઈ જવું, સમજ ન પડવી.

જીવ ઊડી જવો : ધ્રાસકો પડવો, કામમાં રસ ન રહેવો, મરી જવું.

ઘડીએ ઘૂંટ ભરાવી : વિલંબ દુઃસહ હોવો, મરણની અણી પર હોવું.

ઘાટડીએ જવું : સુહાગણને (સુવાસણને) વેશે મરવું.

ઘાંટી ફૂટવી : જુવાની આવવી, ઘાત આવવી, મુશ્કેલી આવવી.

ચણિયારું ખસી જવું : ડગળી ચસકી જવી, નુકસાન થવું.

છબલીકાં વગાડવાં : પૈસે ટકે ખાલી થઈ જવું.

ઘાટી ફૂટવી : જુવાની આવવી, ઘાત આવવી, મુશ્કેલી આવવી.

ચોપાળ ઓઢવો : પોક મૂકીને રોવું, દેવાળું કાઢવું, પાયમાલ થઈ જવું.

દોપિસ્તાં ઘૂંટવાં : કંટાળાભર્યું કામ કર્યા કરવું, અક્ષર ઘૂંટવા.

ધૂળ ચાટતા થઈ જવું : પૂરેપૂરા બરબાદ થઈ જવું.

ઘડાઈને ઠેકાણે આવવું : અનુભવથી ખત્તા ખાઈને પાંસરા થવું.

ઊંડો કાંટો રહી જવો : મનમાં ઊંડું દુઃખ રહેવું.

અપીલ કરવી : હૃદયમાં ઉતરે, અસર થાય તેમ કરવું.

અંધારી ઓઢાડવી : કંઈ સૂઝ ન પડવા દેવી, ભોળવી દેવું

➡️ગધ્ધાવૈતરું કરવું : પૂરો બદલો ન મળે એવી ખૂબ મહેનત કરવી.

નમતું આપવું : પોતાનો આગ્રહ જતો કરવો, ગમ ખાવી.

ભીત ભૂલવી : તદ્દન અવળે રસ્તે ચડી જવું, મોટી ભૂલ કરવી

માથે લેવું / માથે ઉપાડી લેવું: કામ કરવાની જવાબદારી સ્વીકારવી.

ટાયલી કરવી : વગર જરૂરની દોઢ ડહાપણની વાત કરવી.

ચોળીને ચીકણું કરવું : વાતનું નિરર્થક લંબાણ કરવું.

મૂછે તાવ દેવો : મગરૂરી બતાવવી, રુઆબ બતાવવો.

પરિક્રમા કરવી : કોઈ મંદિર કે તીર્થસ્થાનથી ચોતરફ ફરવું.

બોટી લેવું : પહેલેથી જ કબજો કરી લેવો, રોકી લેવું.

ઠરીને રહેવું : કાયમી, એક સ્થળે સ્થિર થવું.

ફટકો પડવો : પરાજિત થવું, ઘસી નાખવું,નુકસાન થવું.

નજર કરવી : દ્રષ્ટિ સ્થિર થવી, લક્ષ આપવું, જોઈ લેવું.

ઠેકાણે પડવું : નોકરી-ધંધે વળગવું, યોગ્ય સ્થાને ગોઠવાવું.

તેડું મોકલવું : નોતરું મોકલવું, બોલાવવું, આમંત્રણ આપવું.

હાથ વાટકો થવું : નાના મોટાં કામમાં ઉપયોગી થવું.

જોખમ લટકવું : સદા સંકટ આવે તેવી સ્થિતીમાં હોવું.

પાને પડવું : સંબંધ થવો, જીવનમાં સાથે રહેવાનું થવું.

પાતાળમાંથીય પકડી પાડવું : ગુપ્તમાં ગુપ્ત સ્થાનમાંથી પણ શોધી કાઢવું.

મન મૂકીને વરસવું : મુશળધાર વરસાદ પડવો, ખૂબ પ્રેમ આપવો.

ક્યાસ કાઢવો : કિંમતની આંકણી કરવી, અંદાજ બાંધવો.

જિંદગીની ઘાણીએ ફરવું :જીવનમાં અનેક આફતો સંકટોથી પીડાવું.

આઘુપાછું કરવું : જગાફેર કરવું, સંતાડવું.

હાથ તાળી દેવી : છટકી જવું, છેતરી જવું, નમકહરામ નીવડવું.

➡️

Published
Categorized as COH-ગુજરાતી ભાષા, Uncategorised