skip to main content

psy-UNIT-VII (COMMUNITY MENTAL HEALTH)

UNIT-VII (COMMUNITY MENTAL HEALTH)

COMMUNITY MENTAL HEALTH

*”કોમ્યુનીટીના લોકોમાં મેન્ટલ હેલ્થ નું લેવલ વધારવામાં અને મેન્ટલ ડીસઓર્ડર ધરાવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવાની પ્રોસેસ એટલે કમ્યુનિટી મેન્ટલ હેલ્થ.”

*કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ એ મેન્ટલ ડીસઓર્ડર્સ ને અટકાવવા, મેન્ટલ હેલ્થ ને પ્રમોટ કરવા તથા મેન્ટેન કરવા અને રીહેબીલીટેશન કરવા માટે પોપ્યુલેશન અને કોમ્યુનિટી માટે નોલેજ નો યોગ્ય ઉપયોગ છે.

IMPORTANCE OF COMMUNITY MENTAL HEALTH

*પ્રિવેન્ટિવ અને પ્રમોટિવ ઇન્ટરવેનશન દ્વારા ફેમિલી ના મેન્ટલ હેલ્થ ને પ્રમોટ કરવા અને મેન્ટેન કરવા માટે જરૂરી છે.

*પોઝિટિવ મેન્ટલ હેલ્થ માટે આવશ્યક યોગ્યતા પ્રદાન કરવા માટે તેમની strength ઉપયોગ કરવા માટે અને કોમ્યુનિટીના લોકોની સંભાવનાઓને વધારવા માટે હેલ્પ કરે છે.

*ફેમિલી મેમ્બર્સને વિવિધ સ્ટ્રેસર્સ ને ઓળખવા અને પ્રોબ્લેમ્સનો સામનો કરવા માટેની મેથડ વિશે એજ્યુકેટ કરવા માટે હેલ્પ કરે.

*ફેમિલી મેમ્બર્સ ને સામાજિક, સાંસ્કૃતિક અને પરિસ્થિતિગત પાસાઓ બિહેવિયર કેવી પર અસર કરે છે અને તે ફેમિલીમાં વ્યક્તિગત વ્યક્તિના બિહેવિયરને કેવી રીતે અસર કરી શકે છે એ ઓળખવામાં હેલ્પ કરે છે.

*કોમ્યુનિટીના લોકોને તેમના અને કોમ્યુનિટીની સમગ્ર મેન્ટલ હેલ્થ મોનિટર કરવા શીખવે છે.

*કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસ લોકોમાંથી stigma દૂર કરવા હેલ્પ કરે છે.

*સાયકોસોશ્યિલ સપોર્ટ અને રીહેબીલીટેશન સર્વિસ પુરી પાડે છે.

SCOPE OF COMMUNITY MENTAL HEALTH

•DAY HOSPITALS /CENTERS

*આમાં પેશન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ, સર્વિસ પુરી પાડવામાં આવે છે અને દિવસના અંતે પેશન્ટને પોતાના ઘરે જવા દેવામાં આવે ફેમિલી દિવસમાં થોડા કલાકો માટે રાહત અનુભવે છે અને જ્યારે પેશન્ટ ઘરે હોય ત્યારે બાકીના સમય માટે કોપિંગ એનર્જી ડેવલપ છે. પેશન્ટ ડિસિપ્લિન અને routine ડેવલપ કરે છે.

•NURSING HOME

*નર્સિંગ હોમ એ મેન્ટલ ઇલનેસ ધરાવતા પેશન્ટ્સ , ફેમિલી મેમ્બર્સ વગેરે માટે મેન્ટલ હેલ્થ સર્વિસીઝ નો એક પાર્ટ છે. હોસ્પિટલો મેન્ટલ ડિસેબીલિટી વાળા વ્યક્તિઓને વિવિધ પ્રકારની Care પૂરી પાડે છે.

•HALFWAY HOUSE/ SOBER HOUSE

*તેમને રિકવરી હોમ પણ કહેવાય છે, તે મેન્ટલ પેશન્ટ માટે એક transition ફેસિલિટી છે જેમને હવે હોસ્પિટલની સંપૂર્ણ સર્વિસીઝ ની જરૂર નથી પરંતુ મેડિસિન અને ડોમેસ્ટિક એકવીટી માટે સુપરવિઝન કરવું પડે છે.

•SUICIDE PREVENTION CENTER

*સ્યુસાઈડ પ્રિવેનશન સેન્ટર સ્યુસાઈડના ઇન્સિડન્સ ને ઘટાડે છે. ડિપ્રેસન જેવા સા્યકિયાટ્રીક મૂડ ડીસઓર્ડર માં સ્યુસાઈડ નું ઇન્સિડન્સ ખુબ જ વધારે હોય છે.

•FOSTER HOMES

*એવુ Home કે જ્યાં પેશન્ટ પોતાના ફેમિલી મેમ્બર્સ વચ્ચે મેન્ટલ ઇલનેસ માંથી રિકવરી મેળવી શકે છે જ્યાં પેશન્ટને પોતાના ઘર જેવું environment મળે છે.

•GROUP HOMES

*આ Homes હોસ્પિટલના હોઈ શકે છે તેમાં રિકવર થઇ રહેલા મેન્ટલ ઇલનેસ ધરાવતા પેશન્ટ એ સંપૂર્ણ રિકવર થયેલા

 પૂર્વ પેશન્ટ સાથે રહે છે,  તેઓ એકબીજાને moral , emotional અને social support આપવાનો પ્રયાસ કરે છે.

•SELF HELP GROUPS

*મેન્ટલ હેલ્થ માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ એવા લોકોના વોલ્યુન્ટરી એસોસિએશન છે જેઓ મેન્ટલ ઇલનેસ ને દૂર કરવાની ઇચ્છા ધરાવે છે.સેલ્ફ હેલ્પ ગ્રુપ મેમ્બર્સ ને પરસ્પર સપોર્ટ પૂરો પાડે છે અને મેન્ટલ ઇલનેસ અથવા ડ્રગ્સ એબ્યુઝ સાથેના તેમના  જીવનમાં તેમને આવતા પ્રોબ્લેમ્સ માટે સોલ્યુશન લાવવામાં હેલ્પ કરે છે.

COMMUNITY MENTAL HEALTH NURSING

કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ એ કોમ્યુનિટીના લોકોની મેન્ટલ હેલ્થ ને પ્રમોટ કરવા અને મેન્ટેન કરવા માટે early diagnosis અને care માં હેલ્પ કરવા અને મેન્ટલ ઈલનેસ પછી કલાયન્ટ ના રીહેબીલીટેશન માં  સા્યકિયાટ્રીક નર્સિંગના નોલેજ નો ઉપયોગ છે.

PURPOSE OF COMMUNITY MENTAL HEALTH NURSING

*મેન્ટલ હેલ્થને કરવાના હેતુથી પોપ્યુલેશન ને પ્રિવેન્ટિવ એક્ટિવિટી પુરી પાડવી.

*પ્રોમ્પ્ટ ઇન્ટરવેનશન પૃવાઈડ કરવું.

*લોકોને self-worth અને independency ની ભાવના ડેવલપ કરવામાં હેલ્પ કરવી.

*હ્યુમન ઇન્ટરેક્શનને અસર કરતા સોશ્યિલ અને સાયકોલોજીકલ ફેક્ટર્સ ને ઓળખવા અને તેને change કરવા જોઈએ.

*પ્રાઇમરી પ્રિવેન્ટિવ એક્ટિવિટી માટે નવા approach ડેવલપ કરવા.

*મેન્ટલ હેલ્થ એજ્યુકેશન આપવું અને મેન્ટલ હેલ્થનું અસેસમેન્ટ કરવું.

PRINCIPLES OF COMMUNITY MENTAL HEALTH NURSING

*કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગને યુનિક કન્સેપચ્યુઅલ ફ્રેમવર્ક ક્લિનિકલ પ્રોસેસ અને ઇન્ટરવેનશન સ્ટ્રેટેજી દ્વારા અલગ પાડવામાં આવે છે.

*કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ એ social સેટિંગ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવી જોઈએ જ્યાં ફેમિલી મેમ્બર્સ stress અને problems નો અનુભવ કરે છે અને તે મેન્ટલ હેલ્થ ના પ્રમોશન અને મેન્ટલ ડિસરઓર્ડર્સ ના પ્રિવેનશન માટે સંભવિત અને ability પર આધારિત હોવું જોઈએ.

* કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ કોમ્યુનિટીના લોકો સાથે deal કરવા માટે holistic approach નો ઉપયોગ કરે છે જે mind, body અને spirit ના concept related છે.

* કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ એક ખાસ પ્રકારની મેન્ટલ હેલ્થ સર્વિસીઝ પૂરી પાડે છે

*કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ નું targeted પોપ્યુલેશન, social અને community network પર ફોકસ હોય છે.

 *કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ એ group form માં create થયેલા interrelationship પર focus કરે છે કારણ કે તેઓ daily life ની એકટીવીટી માં ઇન્ટરેકશન કરે છે.

Attitude,Stigma and Discrimination relates to mentally ill

મેન્ટલ ઇલનેસ અસામાન્ય છે

હકીકતમાં ઘણી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ જેમ કે Anxiety, ડિપ્રેશન વગેરેને હકીકતમાં કોમન મેન્ટલ ડીસઓર્ડર કહેવામાં આવે છે. તેના બદલે તે એકદમ સામાન્ય છે.

માનસિક બીમારી અલૌકિક શક્તિને કારણે થાય છે અને તે દુષ્ટ આત્મા દ્વારા શાપ અથવા કબજાનું પરિણામ છે.

ઘણા લોકો માનસિક બીમારીને બીમારી માનતા નથી, પરંતુ ભૂતકાળના પાપો અથવા પાછલા જન્મના દુષ્કૃત્યોને કારણે દર્દી અથવા પરિવાર પર આત્મા અથવા શ્રાપ દ્વારા કબજો મેળવ્યો છે એવુ માને છે.આ માન્યતા શહેરી અને શિક્ષિત લોકો કરતાં Rural અને Illitrate(અશિક્ષિત) લોકોમાં વધુ પ્રચલિત છે.

માનસિક બિમારી એ શરમજનક છે.

     એવી Feeling છે કે માનસિક બીમારી એ શરમજનક છે. આ attitude ને કારણે એવા ઘણા લોકો છે જેઓ પ્રોફેશનલ help લેતા નથી.પરિણામે જ્યારે તેઓ આખરે  પ્રોફેશનલ help લે છે ત્યારે ઘણું મોડું થઈ જાય છે.કોઈ પણ શરમ અને સંકોચ વગર હેલ્પ લેવી જોઈએ.

મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો વિચિત્ર વર્તન દર્શાવે છે.

મેન્ટલ હોસ્પિટલો અને ક્લિનિક્સમાં પેશન્ટ ને ઘણીવાર વિચિત્ર વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે જેઓ નકામુ વિચિત્ર વર્તન દર્શાવવામાં તેમનો સમય વિતાવે છે જેમ કે હાથને વળી જવું વગેરે.

માનસિક રીતે બીમાર લોકો ડેન્જર્સ (ખતરનાક) હોય છે.

મેન્ટલ ઇલનેસ ધરાવતા મોટાભાગના લોકો હિંસક નથી હોતા. એવા કિસ્સાઓમાં જ્યારે હિંસા થાય છે, ઘટના સામાન્ય રીતે સામાન્ય લોકો જેવા જ કારણોથી પરિણમે છે, જેમ કે ધમકીની લાગણી અથવા આલ્કોહોલ અને/અથવા ડ્રગ્સનો વધુ પડતો ઉપયોગ ને લીધે.આ કિસ્સામાં પણ, અસરકારક દવાઓ/કાઉન્સેલિંગ ઉપલબ્ધ હોવાથી તેઓને નિયંત્રણમાં લાવી શકાય છે.

માનસિક હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવતા પેશન્ટને ઘણીવાર શંકાની નજરે જોવામાં આવે છે

  કેટલીક public opinion study દર્શાવે છે કે ડિસ્ચાર્જ આપવામાં આવેલા patients ને રહેવાની ના પાડવામાં આવે છે.ઘણા લોકો મેન્ટલ ઇલનેસ વાળા લોકો સાથે સામાન્ય સંબંધ રાખવા અથવા રિકવર થયા પછી પણ તેમને રોજગાર આપવા અથવા પડોશી તરીકે સ્વીકારતા નથી.

•મેન્ટલ ઇલનેસ કન્ટેજીયસ (ચેપી) છે.

 મેન્ટલ ઇલનેસ એ ચેપી કે કન્ટેજીયસ નથી તે એક વ્યક્તિમાં થી બીજા વ્યક્તિમાં ફેલાતી નથી.તે ચેપી છે તેવો ભય એ મુખ્ય ખોટી ધારણા છે જે લોકોને શંકાસ્પદ રીતે જોવા તરફ દોરી જાય છે.

મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો  કન્ટ્રીબ્યુશન આપી શકે નહિ અથવા તેઓ પોઝિટિવ હોતા નથી.

    એવુ માનવામાં આવે છે કે મેન્ટલ ઇલનેસ વાળા લોકો પાસે કન્ટ્રીબ્યુશન આપવા માટે કાંઈ પણ પોઝિટિવ નથી.

મેરેજ કરવાથી મેન્ટલ ઇલનેસ દૂર થઈ શકે છે

    મેન્ટલ ઇલનેસ ધરાવતા વ્યક્તિ મેરેજ કરવાથી સારા થઇ જાય એ માન્યતા ખોટી છે. જે પેશન્ટ રિકવર થઈ ગયેલ છે તે મેરેજ કરી શકે છે અને અન્ય વ્યક્તિની જેમ સામાન્ય જીવન જીવી શકે છે.

•મેન્ટલ ઇલનેસ માટે લોકો પોતે જ જવાબદાર છે

     મેન્ટલ ઇલનેસ કોઈને પણ થઇ શકે છે, પછી તે ગરીબીમાં જીવતી વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ હોય. તે Genetic (આનુવંશિક) પણ હોઈ શકે છેઅથવા વારસાગત આવી શકે છે. કોઈ વ્યક્તિ મેન્ટલ ઇલનેસ માં રહેવાનું પસંદ કરતું નથી.અને લોકો મેન્ટલ ઇલનેસ માટે પોતેજ જવાબદાર નથી.

મોટાભાગના ફેમિલીઝ હિસ્ટ્રી માં ઓછામાં ઓછી એક મેન્ટલ ઇલનેસ ધરાવતી વ્યક્તિ હોય છે.

    ફેમિલી માં કોઈ મેન્ટલ ઇલનેસ ધરાવતી વ્યક્તિ હોય તો અન્ય ફેમિલી મેમ્બર્સ ને મેન્ટલ ઇલનેસ થવાનો ડર રહે છે.

મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો Lazy (આળસુ) અને ઈનઈ ફેક્ટિવ હોય છે.

        Reality માં , તે મેન્ટલ ઇલનેસ જ છે જે વ્યક્તિને Effectively રીતે કાર્ય કરવામાં Incapable બનાવે છે અથવા ઈનઈફેક્ટિવ બનાવે છે.Disability ને કારણે Job છોડી દેનારા અડધા લોકો વાસ્તવમાં સાયકોસોમેટિક Disorder થી પીડાય છે.

મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો નીચા લેવલ ની job કરી શકે છે પરંતુ ખરેખર મહત્વપૂર્ણ અથવા જવાબદાર પોસ્ટ (હોદ્દા) માટે યોગ્ય નથી

    મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો, બીજા બધાની જેમ, તેમની પોતાની ક્ષમતાઓ, અનુભવો અને પ્રેરણાના આધારે કોઈપણ સ્તરે કામ કરવાની ક્ષમતા ધરાવે છે.

 *માત્ર Weak લોકો જ મેન્ટલ ઇલનેસ થી Suffer (પીડાય) છે.

આ Disorder મુખ્યત્વે Brain માં કેમિકલ ઇમબેલેન્સને કારણે થાય છે.માત્ર weak અથવા નબળા લોકોને જ મેન્ટલ ઇલનેસ નથી થતી તે કોઈને પણ થઇ શકે છે.

મેડિસિન લેવાથી સારું થઈ શકે છે.

       મેડિસિન રાહતમાં help કરી શકે છે પરંતુ તે એક લાંબી પ્રોસેસ છે (કેટલાક વર્ષો લાગી શકે છે), અને વિવિધ મેડિકેશન વિવિધ લોકો માટે કામ કરે છે, તેથી દરેક વ્યક્તિ માટે યોગ્ય ટ્રીટમેન્ટ નક્કી કરવી મુશ્કેલ છે.

•મેન્ટલ ઇલનેસ જીવનના સામાન્ય Stress (તણાવને) કારણે થાય છે.

     રોજિંદા જીવનમાં તણાવ સામાન્ય છે અને જીવન માં સ્કિલ શીખવા અને વિકસાવવા માટે જરૂરી છે. તેઓ મેન્ટલ ઇલનેસ નું કારણ નથી. કેટલાક લોકો માટે, ગંભીર અને સતત તણાવ મેન્ટલ ઇલનેસ થવાનું જોખમ વધારે છે.

•Old Person (વૃદ્ધ લોકો ) જ ડિપ્રેશન જેવી મેન્ટલ ઇલનેસથી પીડાય છે.

    Reality માં old લોકોમાં Severe મેન્ટલ Disorder ની સૌથી ઓછી ઘટના જોવા મળે છે.old person ને જ માત્ર ડિપ્રેશન થાય છે તે બાબત ખોટી છે.

ઇલેક્ટ્રોકોનવલ્સિવ થેરાપી(ECT) એ ટ્રીટમેન્ટ કરવાની અયોગ્ય પદ્ધતિ છે.

    ECT ઓછી પેઈનફૂલ છે અને સ્કિઝોફરેનીયાની અને મેજર ડિપ્રેશન ની ટ્રીટમેન્ટ માટે ઇફેક્ટિવ છે. ECT એ ટ્રીટમેન્ટ કરવાની અયોગ્ય પદ્ધતિ નથી.

કોઈ વ્યક્તિને મેન્ટલ ઇલનેસ હોય, તો તે સામાન્ય, પ્રોડક્ટિવ લાઈફ જીવી શકતા નથી.

    મેન્ટલ ઇલનેસ ધરાવતી ઘણી વ્યક્તિઓ પ્રોડક્ટિવ અને સંતોષકારક જીવન જીવી શકે છે કારણ કે મેન્ટલ હેલ્થની વિવિધ કન્ડિશન ને મેન્ટેન કરવા માટે અસરકારક ટ્રીટમેન્ટ અભિગમો ઉપલબ્ધ છે.

 PREVENTION OF MENTAL ILLNESS

1.Primary Prevention

*પ્રાઇમરી પ્રિવેનશન વ્યક્તિગત,ફેમિલી અને ગ્રુપનો સામનો કરવાની ક્ષમતાને મજબૂત કરીને મેન્ટલ ડીસઓર્ડરસને અટકાવવાના પ્રયત્નને પ્રાઇમરી પ્રિવેનશન કહે છે.

•Indvidual Centered Intervention

*mother ની એન્ટીનેટલ કેર કરવી અને ઇરેડિયેશન અને મેડીસીન અને તેમની સાઈડ ઇફેક્ટ માટે એજ્યુકેટ કરવા જોઈએ.

*ફીઝકલી અને મેન્ટલી રીતે હેન્ડિકેપ બાળકો જેવા કે blind, deaf , mute અને મેન્ટલી સબનોર્મલ ચાઈલ્ડ વગેરે માટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ.

* ફિઝિકલી અને મેન્ટલી હેન્ડિકેપ ચાઈલ્ડ ના પેરેન્ટ્સ નું કાઉન્સેલિંગ કરવું. પેરેન્ટ્સ એ ચાઈલ્ડને સ્વીકારવું જોઈએ અને તેમને ઈમોશનલ સપોર્ટ આપવો જોઈએ.

*ચાઈલ્ડના growth અને development બાબતે ટીચર્સ અને પેરેન્ટ્સ ને એજ્યુકેટ કરવા જોઈએ.

•Family Centered Intervention

*યોગ્ય ડિસિપ્લિન measure બાબતે પેરેન્ટ્સ સાથે consulting કરવું જોઈએ.

*ફેમિલીમાં ઓપન હેલ્થ કોમ્યુનિકેશન promote કરવું.

•Mental Health Education

*ફિલ્મ શો, ફ્લેશ કાર્ડ્સ અને મેન્ટલ ઇલનેસના પ્રિવેનશન અને કોમ્યુનિટીમાં મેન્ટલ હેલ્થ ને પ્રમોટ કરવા રિલેટેડ યોગ્ય ઓડિયો-વિઝ્યુઅલ aids દ્વારા કોમ્યુનિટી હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ નું  આયોજન કરવુ.

2. Secondary Prevention

*સેકન્ડરી પ્રિવેનશન એવા લોકોને લક્ષ્ય બનાવે છે કે જેઓ મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બન્સ ના early symptoms દર્શાવે છે અને treatment દ્વારા રિકવરી મેળવે છે.

•Early Diagnosis :

રિસ્ક માં રહેલ પોપ્યુલેશનનું સ્ક્રીનીંગ અને પિરિયોડીક એક્ઝામીનેશન દ્વારા case finding કરવું અને કલાયન્ટનું મોનીટરીંગ કરવું.

•Early Reference :

લોકોને મેન્ટલ ઇલનેસ ના શરૂઆતના symptoms ની જાણ થતાં જ આ કેસોને યોગ્ય હોસ્પિટલોમાં મોકલવા માટે એજ્યુકેટ કરવા જોઈએ.

•Training Of Health Personnel:

Health Personnel ને તેમના નિયમિત કાર્ય દરમિયાન કેસ શોધવા માટે ઓરિએન્ટેશન કોર્સ પૂરા પાડવા જોઈએ.

•Crisis Intervention : જો crisis નો સામનો કરવામાં ન આવે તો તે સ્યુસાઈડ અથવા મેન્ટલ ડીસઓર્ડર્સ તરફ દોરી શકે છે. વ્યક્તિને સમયસર માર્ગદર્શન આપવાથી તે crisis situationનો વધુ સારી રીતે સામનો કરવામાં મદદ કરી શકે છે.

3.Tertiary Prevention

*Tertiary Prevention એ મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકોને  તેમની ઇલનેસ સાથે જોડાયેલ સિવિયારિટી ,ડિસ્કમ્ફર્ટ અને ડિસેબીલિટી ઘટાડવામાં હેલ્પ કરે છે.

*ફેમિલી મેમ્બર્સ એ ટ્રીટમેન્ટ ફંક્શન માં એક્ટિવલી સામેલ થવું જોઈએ જેથી ઇફેક્ટિવ follow-up  કરી શકાય.

*હોસ્પિટલમાં ઓક્યુપેશનલ અને રીક્રીએશનલ એક્ટિવિટી નું આયોજન કરવું જોઈએ.

*કોમ્યુનિટી હેલ્થ નર્ અને મેન્ટલ હેલ્થ ઓર્ગેનાઈઝશન વચ્ચે ડિસ્ચાર્જ થયેલા પેશન્ટના ફોલો-અપ અંગે સતત વાતચીત થવી જોઈએ.

*ફેમિલી સાથે work કરતી nurses એ મેન્ટલ ઇલનેસ વાળા મેમ્બર્સ પ્રત્યે હેલ્ધી એટીટ્યુડ રાખવું જરૂરી છે.

*જો રીહેબીલીટેશન ત્યારેજ સક્સેસ થાય છે જયારે મેન્ટલ હેલ્થ કેર પુરી પાડનાર લોકો અને કોમ્યુનિટી એજન્સીઓ વચ્ચેના રિલેશનશિપ યોગ્ય હોય.

 ROLE OF NURSE IN MENTAL HEALTH PROGRAMME AND PSYCHIATRIC CARE IN COMMUNITY

*Nurses એ community health services માં vital role play કરે છે.

Assessment And Screening

*તેઓ પેશન્ટમાં મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ ઓળખવા માટે initial અસેસમેન્ટ અને સ્ક્રીનીંગ કરે છે.

•Treatment Planning

*મેન્ટલ કન્ડિશન ધરાવતા પેશન્ટ માટે વ્યક્તિગત ટ્રીટમેન્ટ પ્લાન ડેવલપ કરવા માટે Nurses અન્ય હેલ્થ કેર વર્કર સાથે સહયોગ કરે છે.

•Medication Administration

Nurses એ સૂચવ્યા મુજબ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરે છે અને કોઈપણ adverse reaction અથવા side effect માટે પેશન્ટને મોનિટર કરે છે.

•Therapeutic Intervention

Nurses એ પેશન્ટને તેમની મેન્ટલ હેલ્થ મેનેજ કરવા માટે કાઉન્સેલિંગ, સાયકોએજ્યુકેશન અને બિહેવિયરલ થેરાપી જેવુ થેરાપ્યુટીક ઇન્ટરવેનશન પૂરૂ પાડે છે.

•Monitoring And Evaluation

તેઓ પેશન્ટના progress સતત મોનીટરીંગ કરે છે અને ટ્રીટમેન્ટ ઇન્ટરવેનશન અસરકારકતાનું અસેસમેન્ટ કરે છે, જરૂરિયાત મુજબ plan ને adjust કરે છે.

•Advocative Role

Nurses એ હેલ્થ કેર સિસ્ટમ અને મોટા પ્રમાણમાં સોસાયટીમાં મેન્ટલ કન્ડિશન ધરાવતી વ્યક્તિઓના અધિકારો અને જરૂરિયાતો માટે advocate નો role play કરે છે.

•Education And Support

તેઓ પેશન્ટને અને તેમના ફેમિલી ને મેન્ટલ હેલ્થ કન્ડિશન , ટ્રીટમેન્ટ અને સામનો કરવાની સ્ટ્રેટેજી વિશે એજ્યુકેટ કરે છે, જે રીહેબીલીટેશન ની સમગ્ર પ્રોસેસ દરમિયાન સપોર્ટ ઓફર કરે છે.

•Prevention And Health Promotion

Nurses એ મેન્ટલ well-being ને પ્રમોટ કરવા અને  હેલ્થ એજ્યુકેશન અને early intervention દ્વારા મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ રોકવા માટેની એક્ટિવિટીમાં જોડાય છે.

•Collaboration And Coordination

મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ ધરાવતા પેશન્ટ માટે comprehensive care પુરી પાડવા માટે Nurses એ સાયકીયાટ્રીસ્ટ ,સાયકોલોજીસ્ટ , સોશ્યિલ વર્કર અને અન્ય હેલ્થ કેર વર્કર સહિત multidisciplinary ટીમો સાથે collaborate કરે છે.

•Research Work

 તેઓ મેન્ટલ હેલ્થ કન્ડિશન વિશે નોલેજ અને સમજણને આગળ વધારવા અને મેન્ટલ હેલ્થ સર્વિસીઝ ની ઍક્સેસને સુધારવા અને stigma ઘટાડવાના હેતુથી research માં કન્ટ્રીબ્યુશન આપે છે.

Published
Categorized as GNM-S.Y.-PSY-FULL COURSE