Medical Surgical Nursing 2
Paper 2018
Q-1 A Define Tonsilitis and Enlist types of Tonsilitis. 03
ટોન્સીલાઈટીસ ની વ્યાખ્યા આપી તેના પ્રકારો લખો.
ટોન્સિલ એ ગળાના ભાગે આવેલા લીમ્ફેટીક ટીશ્યુ ના માસ છે. તેનુ કાર્ય એ બોડીને માઈક્રોઓર્ગેનિઝમ અને ઓર્ગેનિઝમ ના ટોક્સિક સબસ્ટન્સથી રક્ષણ આપવાનુ છે.
ટોન્સિલ ના ભાગે જ્યારે ઇન્ફેક્શન લાગે છે અને ઇન્ફ્લામેશન ફેલાય છે તેને ટોન્સીલાઈટીસ કહેવામા આવે છે. આ એક પેઇનફૂલ કંડીશન છે, કારણ કે આ ટોન્સિલના ભાગે ફોરેન સબસ્ટન્સ કે માઈક્રો ઓર્ગેનિઝમ ના ટોક્સિન જમા થયેલા હોય છે તેના કારણે આ કન્ડિશન વધારે પેઇન ફૂલ જોવા મળે છે.
ટોન્સિલ મા જ્યારે ઇન્ફ્લામેશન લાગે છે, ત્યારે તે સ્વોલન (સોજેલ), લાલ અને ટેન્ડરનેસ વાળા દેખાય છે.
આ ભાગે ગ્રે અને વાઈટ કલર નો અપિરિયન્સ પણ જોવા મળે છે.
ટોન્સિલ ના ભાગે ઇન્ફેક્શન લાગવાના લીધે નેક ની આજુબાજુ ની લિંફ નોડ મા પણ સ્વેલિંગ જોવા મળે છે.
ટોન્સીલાઈટીસના સામાન્ય રીતે બે પ્રકાર જોવા મળે છે.
એક્યુટ ટોન્સીલાઇટીસ..
આ કન્ડિશન મા ખૂબ જ ટૂંકા ગાળામા ઇન્ફેક્શનના લક્ષણો જોવા મળે છે અને ઝડપથી ઇન્ફેક્શન લાગે છે.
તે થવાનુ કારણ મુખ્યત્વે બેક્ટેરિયા અને વાયરસ હોય છે હૉય છે.
ક્રોનિક ટોન્સીલાઇટીસ..
એક્યુટ ટોન્સીલાઈટીસ ના એપિસોડ વારંવાર જોવા મળે તો આ કન્ડિશન લાંબા સમયે ટ્રીટ ન થવાના કારણે ક્રોનિક ટોન્સીલાઇટીસ મા કન્વર્ટ થાય છે.
ટોન્સીલાઈટીસ થવા માટેના મુખ્ય કારણોમા ગ્રુપ એ બીટા સ્ટ્રેપ્ટોકોકલ માઈક્રો ઓર્ગેનિઝમ જવાબદાર હોય છે.
b. Enlist clinical manifestations of Tonsilitis 04
ટોન્સીલાઇટીસના ક્લિનિકલ મેનીફેસ્ટેશન ની યાદી બનાવો.
આ કન્ડિશનમા મુખ્યત્વે કોઈપણ વસ્તુ ગળે ઉતારવામા પેઇન જોવા મળે છે.
લોકલ નેક ની મયુકસ મેમ્બ્રેન ના ભાગમા રેડનેસ અને સ્વેલિંગ જોવા મળે છે.
તેમા પેઇન એ કાનના ભાગ સુધી જતુ હોય એવુ રિફર્ડ પેઇન પણ જોવા મળે છે.
ફીવર અને ચિલ્સ.
હેડેક.
મસલ્સ પેઇન.
નેક ના ભાગે લિંફ નોડ નુ સ્વેલીંગ.
હેલીટોસીસ એટલે કે બેડ બ્રિધીંગ.
સ્નોરીંગ.
સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થયેલ જોવા મળે છે.
વ્યક્તિ ને જનરલ વિકનેશ, એનોરેકસિયા, મલાઈઝ આ ઉપરાંત નોસિયા, વોમિટીંગ, એબડોમીનલ પેઈન, કોંસ્ટીપેશન વગેરે પ્રકારના ચિન્હો અને લક્ષણો ટોન્સીલાઈટીસ મા જોવા મળે છે.
c. Write nursing management of Tonsilitis. 05
ટોન્સીલાઈટીસ નુ નર્સિંગ મેનેજમેન્ટ લખો.
આ કન્ડિશનના મેનેજમેન્ટ માટે ઇબુપ્રોફેન પેઇન રીલીવ કરવા માટે એનાલજેસિક્સ તરીકે ખાસ આપવામા આવે છે. તેનાથી પેઇન, ઇન્ફ્લામેશન અને સોજો પણ ઘટે છે.
આ કન્ડિશન ની ટ્રીટમેન્ટ કરવા માટે એન્ટિબાયોટિક થેરાપી આપવામા આવે છે.
દર્દીને વધારે પ્રવાહી લેવા માટે સલાહ આપવી તથા ગ્રીન લિફીવેજીટેબલ અને ફ્રુટ્સ ખાવા માટે સલાહ આપવી જોઈએ.
એસ્પીરીન અને એસીટામીનોફેન નામની દવાઓ દર્દીને આપી તેને થ્રોટ પેઇન મા અને ઇનફલામેશન મા રાહત આપી શકાય છે.
દર્દીને આ કન્ડિશનમા ખાસ આરામ કરવા માટે સલાહ આપવી.
કોઈપણ ઇરીટન્ટ કરતા પદાર્થ અવોઇડ કરવા માટે કહેવુ .
ગરમ પાણીમા શોલ્ટ ઉમેરી વાર્મ વોટર ગાર્ગલ કરવા માટે સલાહ આપવી.
દર્દીને આ કન્ડિશનમા રાહત મેળવવા માટે અમુક હર્બલ તથા ઘરગથ્થુ ઉપચારો પણ સૂચવી શકાય છે, જેમ કે ગેલ્સેમીયમ .
ક્રોનિક ટોન્સીલાઇટીસ ના કેસમા ઓપરેશન કરી ટોન્સિલ રીમૂવ કરવામા આવે છે. આ દર્દીની પેરી ઓપરેટિવ કેર ખાસ લેવાવી જોઈએ.
ઓપરેશન પછી દર્દીને રેસ્ટ કરવાની સલાહ આપવી બને ત્યા સુધી ફિઝિકલ એક્ટિવિટીને અવોઈડ કરવા માટે કહેવુ તથા બહાર નીકળવા માટે મનાઈ કરવી. ખાસ કરીને બાળકો માટે પ્રિકોશન્સ વધારે રાખવામા આવે છે.
ઓપરેશન પછી થોડા સમય માટે લિક્વિડ ડાયટ આપવો જેનાથી તેને પેઇન ઓછુ થશે અને ત્યારબાદ ધીમે ધીમે સેમી સોલીડ ડાયેટ શરૂ કરી શકાય. સ્પાઈસી ફૂડ અવોઇડ કરવા જોઈએ તથા સખત – કડક ફૂડ પણ અવોઈડ કરવા જોઈએ.
ઓપરેશન પછી પણ દર્દીને થોડા સમય પેઇન ની ફરિયાદ હોય છે. તે ફરિયાદ દૂર કરવા માટે પેઇન રીલીવ મેડિસિન લેવા માટે સલાહ આપવી.
દર્દીને ખાસ ઓપરેશન પછી આઈસ કોલર લેવા માટે સલાહ આપવી જેમા એક બેગમા આઈસ મૂકી અને તે બેગને નેક ની બાજુ રાખવાથી દર્દીને ખૂબ જ રાહત મળે છે. તથા બ્લિડિંગ ટેન્ડંસી પણ ઓછી જોવા મળે છે.
ઓપરેશન પછી દર્દીને બિલ્ડિંગની પણ ફરિયાદ હોય છે. આ બ્લડિંગ જોવા મળે કે તરત જ તેને અપરાઇટ પોઝીશનમા બેસાડી તેના ગળાના ભાગે આઈસ કોલર એપ્લાય કરવામા આવે છે. અને તાત્કાલિક હોસ્પિટલાઈઝેશન માટે પણ સલાહ આપવામાં આવે છે.
Q-1 A માયોકાર્ડિયલ ઇન્ફાર્કશનની વ્યાખ્યા આપો.
આ એક પ્રકારની મેડિકલ ઈમરજન્સી છે. જેમા હાર્ટને બ્લડ સપ્લાય કરતી કોરોનરી આટ્રીમા બ્લોકેજ આવવાના કારણે હાર્ટના માયોકાર્ડીયમ ના મસલ્સને બ્લડ સપ્લાય ન મળવાના કારણે તેનુ પરમેનેન્ટ ડેમેજ થાય તે કન્ડિશનને માયો કાર્ડિયલ ઇન્ફેક્શન કહેવામા આવે છે.
આમા આર્ટરી મા બ્લોકેજ આવવાનુ કારણ એ થ્રોમ્બસ ફોર્મેશન તથા એથેરોસક્લેરોસિસ ની કન્ડિશન હોય છે. જેથી માયોકાર્ડિયમ ને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય મળતી નથી અને તેના મસલ્સ ટિસ્યૂ નેક્રોસ થાય છે.
આ કન્ડિશનને હાર્ટ એટેક તરીકે પણ ઓળખવામા આવે છે. તે મોર્ટાલીટી નુ એક મુખ્ય અગત્યનુ કારણ પણ છે.
b . માયોકાર્ડિયલ ઇનફાર્કશન ના ક્લિનિકલ મેનીફેસ્ટેશન ની યાદી બનાવો..
આ કન્ડિશનમા માયોકાર્ડિયમને પૂરતુ ઓક્સિજનેટેડ બ્લડ ન મળવાના કારણે ઇસ્ચેમિક પેઇન એ મુખ્યત્વે જોવા મળે છે.
તેમા ચેસ્ટના વચ્ચેના ભાગે એટલેકે રીટ્રોસ્ટર્નલ ચેસ્ટ પેઇન અથવા તો ચેસ્ટ હેવીનેશ જોવા મળે છે.
આ પેઇન એ ખૂબ જ હેવી હોય છે અને તે લેફ્ટ સાઈડના જો (jaw) અને આર્મ બાજુએ રેડિયેટ પણ થતુ હોય છે.
આ કન્ડિશનમા નોસિયા તથા વોમીટીંગ પણ જોવા મળે છે.
સીમ્પેથેટિક નર્વસ સિસ્ટમના સ્ટીમ્યુલેશન ના કારણે પ્રોફયુઝ સ્વેટિંગ એટલે કે ડાયાફોરેસીસ પણ જોવા મળે છે અને સ્કિન એ કોલ્ડ અને કલેમી જોવા મળે છે.
કાર્ડીયાક આઉટપુટમા ઘટાડો થવાના લીધે હાઇપોટેન્શન અને ટેકીકાર્ડીયા પણ જોવા મળે છે.
વ્યક્તિમા શોક ની પરિસ્થિતિ જોવા મળે છે અને બ્રિધિંગ ડિફીકલ્ટી કે શોર્ટ નેસ ઓફ બ્રીધ પણ જોવા મળે છે.
વ્યક્તિમા એન્ઝાઈટી, પાલ્પીટેશન અને હેડેક પણ જોવા મળે છે.
આ કન્ડિશનમા કાર્ડીયાક એરિધમિયા પણ જોવા મળે છે.
આ ખૂબ જ સિવીયર મેડિકલ ઇમરજન્સીની કન્ડિશન છે. સમયસર ટ્રીટમેન્ટ ન મળવાના કારણે વ્યક્તિનુ ડેથ પણ થઈ શકે છે.
c. માયોર્ડિયલ ઇન્ફાર્કશન નુ નર્સિંગ મેનેજમેન્ટ લખો.
આ એક ઇમર્જન્સી મેડિકલ કન્ડિશન છે. જેમા તાત્કાલિક મેનેજમેન્ટ કરવામા આવે છે.
માયોકાર્ડિયમ ની ઓક્સિજન ડિમાન્ડ ઘટાડવા માટે વ્યક્તિને રેસ્ટ આપવો તેમજ ઓક્સિજન થેરાપી સ્ટાર્ટ કરવી.
વ્યક્તિને ઈમોશનલ સપોર્ટ આપવો અને એન્ઝાઇટી રીડયુઝ કરવાના પ્રયત્નો કરવા.
નાઇટ્રોગ્લિસેરાઇડ્સ મેડિસિન્સ આપવાથી દર્દીને પેઇન મા રાહત અનુભવાય છે.
પેઈન મેનેજમેન્ટ માટે મોરફિન પણ આપવામા આવે છે.
વ્યક્તિની જનરલ કન્ડિશન તેમજ તેનુ કાર્ડીયાક ફંક્શન નુ રેગ્યુલર મોનીટરિંગ કરવુ જોઈએ અને કોમ્પ્લિકેશન માટે ઓબ્ઝર્વ કરતા રહેવુ જોઈએ.
પેશન્ટનુ હિમોડાયનેમિક સ્ટેટસ મોનીટર કરવુ તેમજ તેના યુરિન આઉટપુટને પણ મોનિટર કરવામા આવે છે.
ઇમર્જન્સી કન્ડિશનમા ડોક્ટર ઓર્ડર મુજબ થ્રોમ્બોલાઇટીક થેરાપી, બ્લડ થીનર મેડિસિન્સ આપવી જોઈએ.
દર્દીનુ કોન્સીયસનેસ લેવલ મોનિટર કરવુ, તેનુ ન્યુટ્રીશનલ સ્ટેટસ મોનિટર કરવુ અને જનરલ કન્ડિશન ઓબ્ઝર્વ કરતા રહેવી.
દર્દીને જરૂરિયાત મુજબ અને ડોક્ટર ઓર્ડર મુજબ સ્ટૂલ સોફ્ટનર્સ અને સેડેટિવ્સ મેડિસિન્સ પણ આપવામા આવે છે.
દર્દીને તેની લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન બાબતે ડાએટ, એક્સરસાઇઝ, નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ આ તમામ બાબત વિશે હેલ્થ એજ્યુકેશન આપવુ.
દર્દીને તેના રિસ્ક ફેક્ટર્સ મીનીમાઇઝ કરવા માટે સલાહ આપવી.
મેડિસિન સમયસર લેવી તથા ફોલોઅપ કેર બાબતે પણ સમજાવુ.
સિવિયર કેસમા સર્જીકલ કે ઇન્વેઝિવ પ્રોસિજર પણ કરવામા આવે છે. આ પ્રોસિજર ની તમામ કેર લેવી તેમજ તેના પ્રિકોશન્સ બાબતે પણ સમજાવુ.
Q.2 a. Write nursing care plan on left above knee Amputation. 08
એબોવ ની (Above Knee) એમ્પયુટેશન ના પેશન્ટ નો નર્સિંગ કેર પ્લાન લખો.
( અહી શરળતા ખાતર કંટીન્યુટી માં કેર પ્લાન આપેલ છે. એક્ઝામ મા કેર પ્લાન ના ફોર્મેટ મા લખવુ)
ઇન્ટ્રોડક્શન.
કોઈપણ ઇન્જરી કે ડીસીઝ કન્ડિશનના કારણે જ્યારે કોઈ બોડી પાર્ટ કે લીંબ ને સર્જરી દ્વારા દૂર કરવામા આવે તેને એમપ્યુટેશન કહેવામા આવે છે. અહીં ની એટલે કે ઘુટણ ના ભાગ થી ઉપરના પગ નુ એમ્પયુટેશન કરવામા આવેલ છે. જેમા નર્સ માટે આ પેશન્ટની પ્રોપર કેર અને જાળવણી માટે તેના વિશે જાણવુ ખૂબ જ જરૂરી હોય છે અને તેનો ઉપયોગ તે પેશન્ટ ના કેર દરમિયાન કરી શકે છે.
અસેસમેન્ટ.
નર્સિંગ એસેસમેન્ટ મા પેશન્ટ ના એનાટોમીકલ સ્ટ્રક્ચર નુ રિવ્યુ કરવો, તેની રેન્જ ઓફ મોશન જોવી, તે ભાગના સેન્સેશન તપાસવા તથા ત્યાના સ્કીન ની ઇન્ટીગ્રિટી તપાસવી જરૂરી હોય છે. આ ઉપરાંત દર્દીના ઈમોશનલ અને સાઇકોલોજીકલ સ્ટેટસ તથા તેના કન્ડિશન અંગે ના નોલેજ ને પણ અસેસમેન્ટ કરવુ જરૂરી હોય છે.
નર્સિંગ ડાયગનોસિસ.
Above knee એમ્પયુટેશન ના પેશન્ટમા અલ્ટર્ડ ટીસ્યુ પરફ્યુઝન, એક્યુટ પેઇન, ઇમ્પેર્ડ ફિઝિકલ મોબિલિટી, એક્ટિવિટી ઇંટોલન્સ, સેલ્ફ કેર ડેફિસીટ, ઇમ્પેર્ડ સ્કીન ઇન્ટીગ્રિટી, રિસ્ક ફોર ઇન્ફેક્શન, એન્ઝાઈટી, ડિસ્ટર્બ બોડી ઈમેજ વગેરે નર્સિંગ ડાયગ્નોસીસ તૈયાર થાય છે.
પ્લાનિંગ એંડ ઇમપ્લીમેન્ટેશન.
નર્સ એ સર્જીકલ સાઈટ નુ ઇન્સ્પેક્શન કરવુ જોઈએ અને ઇન્ફ્લામેશન ના કોઈપણ સાઈન હોય તો તેના માટે જોવુ જોઈએ. ફીવર હોય તો તેના માટે એસેસ કરવુ.
વુંડ કેર મા ડેડ ટીસ્યુ અને ઇન્ફેક્ટેડ ટીશ્યુને રીમુવ કરવા માટે ડિબ્રાઇનમેન્ટ કરવુ જેથી ડીલે હીલિંગ અટકાવી શકાય.
વુંડ પર પ્રોપર ડ્રેસિંગ એપ્લાય કરવુ જેથી વુંડ હીલિંગ પ્રમોટ કરી શકાય.
પેશન્ટ ના સ્કીન ની ખાસ કાળજી લેવી તથા સરકયુલેશન ઇમ્પ્રુવ થાય તે માંટે મૂવમેન્ટ કરાવતી રહવી. તેને પૉતે પોતાની સેલ્ફ કેર લાઇ શકે તે માંટે એન્કરેજ કરવો તથા પોતાની બદલાયેલી ઇમેજ એક્સેપ્ટ કરવામા મદદ કરવી.
પેશન્ટને એજ્યુકેશન આપવુ જેમા ન્યુટ્રીશન, ઇન્ફેક્શન પ્રિવેનશન, હેલ્ધી લાઈફ સ્ટાઈલ, પ્રિવેન્શન ઓફ કોનસ્ટ્રીકશન વગેરે બાબતો વિશે હેલ્થ એજ્યુકેશન આપવુ.
દર્દીને ઇમોશનલ અને સાયકોલોજીકલ સપોર્ટ આપવો તેની એન્ઝાઈટી રીડયુઝ કરવી તેનુ કોપીંગ મિકેનિઝમ ઈમ્પ્રુવ કરવુ.
ઇવોલ્યુશન.
નર્સ એ દર્દીના વુન્ડ હીલિંગ, રેન્જ ઓફ મોશન, એક્ટિવિટી લેવલ, વાઈટલ સાઇન , એન્ઝાઈટી, ઈમોશનલ એન્ડ સાયકોલોજીકલ સ્ટેટસ, ન્યુટ્રીશનલ લેવલ વગેરે આસ્પેકટમા સારી કેર લેવાથી યોગ્ય ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે.
Que.2b. પ્લાસ્ટર કાસ્ટ ની કેર લખો..
જ્યારે પણ કોઈ પણ બોન મા ફ્રેક્ચર થાય ત્યારે ફ્રેક્ચર પાર્ટને ઈમોબીલાઈઝ કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ ની બેન્ડેજીંગ કરવામા આવે છે. તેને પ્લાસ્ટર કાસ્ટ કહેવામા આવે છે.
તેની મદદથી ઇજાગ્રસ્ત ભાગને ઈમોબાઇલાઇઝ કરી શકાય છે.
પ્લાસ્ટર ક્લાસ્ટ એપ્લાય કર્યા પછી દર્દી ની પ્લાસ્ટર કાસ્ટ ની જગ્યા નુ એસેસમેન્ટ કરવુ ખૂબ જ જરૂરી હોય છે. આ જગ્યા નુ ન્યુરોલોજીકલ એસેસમેન્ટ, પલ્સ, સ્કીન કલર, સ્વેલિંગ વગેરે માટે પ્લાસ્ટર કાસ્ટ ને ચેક કરવો જોઈએ.
પ્લાસ્ટર કાસ્ટ વાળી જગ્યા ને જો ખૂબ જ પેઈન કે ઇરીટેશન થતુ હોય તો કમ્પાર્ટમેન્ટ સિંડ્રોમ માટે રૂલ આઉટ કરવુ જરૂરી છે.
આ કાસ્ટ વાળા ભાગે સ્કિનનો કલર ચેન્જ થાય તો તરત જ નોટિફાય કરવુ જોઈએ.
આ ભાગ સ્કીન ઇન્ફેક્શન લાગવાની શક્યતા હોય છે જેથી પર્સનલ હાઈજિન ના મેઝરમેન્ટ લેવા માટે ખાસ સલાહ આપવી જોઈએ.
કાસ્ટ એપ્લાય કરેલો હોય તે વધારે ટાઇટ કે વધારે લુઝ ન હોય તે ડ્રાય થઈ જાય પછી મોનીટર કરવુ જોઈએ.
જો પ્લાસ્ટર બરાબર એપ્લાય કરવામા આવેલ ન હોય તો તેની નીચેના ભાગે શોર કે ઇન્ફેક્શન લાગવાની શક્યતા પણ હોય છે. તેના માટે ચેક કરતુ રહેવુ.
પ્લાસ્ટર કાસ્ટ એપ્લાય કરેલો હોય તેનાથી આગળ પેરીફરી ના ભાગની મુવમેન્ટ કરવા માટે સલાહ આપવી જેનાથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રુવ રહે છે.
કાસ્ટ એપ્લાય કરતી સમયે કોઈ પણ પ્રકારના એલર્જીક રીએક્શન ની હિસ્ટ્રી હોય તો રૂલ આઉટ કરવી.
કાસ્ટ ના ભાગે ક્લીનલીનેશ મેન્ટેઇન કરવી તથા પર્સનલ હાઈજીન જાળવવુ તેની ઉપરના ભાગે કોઈપણ વસ્તુઓ લગાવવી નહીં.
કાસ્ટ ની અંદરના ભાગે કોઈપણ પ્રકારના પાવડર કે ડીઓડરંટ કે કેમિકલ લગાવવા નહીં.
કાસ્ટ ને પોતાની જાતે મોડીફાઇ કરવા ના પ્રયત્ન ન કરવા માટે સલાહ આપવી.
તેના પર કોઈ પણ વસ્તુ વજનદાર ન પડે, તે બ્રેક ન થાય તથા તેનાથી કોઈ પણ વસ્તુ ન ઉચકવાની સલાહ આપવી.
que.૩a. ડીઝાસ્ટર ની વ્યાખ્યા આપી ડિઝાસ્ટર મેનેજમેન્ટમા નર્સિંગ નો રોલ લખો.
ડિઝાસ્ટર શબ્દ એ ડિઝાસ્ટ્રે કે ડિઝાસ્ટ્રો પરથી ઉતરી આવેલ શબ્દ છે. જેનો અર્થ જુના સમય ના વ્યક્તિઓ તેને ડિસ્ટ્રક્શન (વિનાશ) સાથે સરખાવતા હતા. આ વ્યક્તિઓ માનતા હતા કે ડિઝાસ્ટર એ ગ્રહની કે પૃથ્વીની અન ફેવરેબલ પોઝિશનના કારણે અથવા ભગવાન દ્વારા ઉત્પન્ન કરવામા આવેલી એક અન ફેવરેબલ કન્ડિશન ના કારણે જોવા મળતુ હતુ.
ડબલ્યુ એચ ઓ ની માન્યતા મુજબ ડિઝાસ્ટર એટલે કે સમાજના કોઈપણ વિસ્તાર મા કોઈપણ એવો એક્સ્ટ્રાઓર્ડીનરી બનાવ બને કે જે કોઈ ડેમેજ કે નુકસાન કરે છે, ઇકોનોમિકલ ડિસ્ટર્બન્સિસ સર્જે છે, જેમા માનવ જિંદગીની જાનહની થાય છે, આરોગ્ય તથા આરોગ્ય સર્વિસીસને નુકસાન થાય છે.
આ એક એવી કન્ડિશન છે જેમા ખૂબ મોટા પાયે મોર્બીડિટી અને મોર્ટાલિટી જોવા મળે છે, તથા પ્રોપર્ટી,રોડ – રસ્તાઓ, ઇલેક્ટ્રિકલ લાઇન્સ અને તમામ ઇન્ફ્રાસ્ટ્રકચરને ખૂબ જ નુકસાન થાય છે.
ડિઝાસ્ટર એ અનુમાન ન કરી શકાય તે પ્રકાર ની બધાથી અજાણ અને તાત્કાલિક ઉત્પન્ન થતી એક ભયજનક કન્ડિશન છે.
આ સમયે વ્યક્તિનુ નોર્મલ શેડ્યુલ ખોરવાઈ જાય છે, તથા વ્યક્તિની નોર્મલ લાઇફમા આવતો આ એક મેજર ચેન્જ છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટમા નર્સ નો રોલ.
ડિઝાસ્ટર મેનેજમેન્ટમા નર્સ નો રોલ ખૂબ જ મહત્વનો રહેલો છે. જેમા નર્સ તરીકે મલ્ટી ડિસિપ્લિનરી મેનેજમેન્ટના પગલાઓ લેવા ખાસ જરૂરી હોય છે.
ડિઝાસ્ટરના સમય દરમિયાન અફેકટેડ પોપ્યુલેશન ને આઈડેન્ટીફાય કરવી. તેને કેર આપવી અને ડિઝાસ્ટર પ્લાનિંગ અને મેનેજમેન્ટમા એક્ટિવ પાર્ટીસીપેરેશન કરવાનો હોય છે.
ડિઝાસ્ટર વખતે નર્સ એ હોલિસ્ટિક કેર એપ્રોચ મેન્ટેઇન કરવા માટે એક કી રોલ પ્લે કરે છે. જેમા તે દરેક ના ઇન્ટીગ્રેશન માટે કાર્ય કરે છે.
નર્સ દરેક વ્યક્તિ ને ફિઝિયોલોજીકલ, સાયકોલોજીકલ તેમજ સ્પીરીચ્યુલ આસ્પેક્ટ થી કેર પ્રોવાઈડ કરે છે અને તે દરેક ટીમ મેમ્બર વચ્ચે કોલાબોરેશન મેન્ટેઈન કરે છે.
નર્સ તરીકે ડિઝાસ્ટર વખતે કયા પ્રકારની ઇવેન્ટ અને કયા પ્રકારનુ ડેમેજ છે, તે આઈડેન્ટીફાય કરવુ. ત્યારબાદ અફેકટેડ પોપ્યુલેશન ની નીડ આઈડેન્ટીફાય કરવી એ મુખ્ય કાર્ય હોય છે.
નીડને પ્રાયોરિટી સેટિંગમાં એરેન્જ કર્યા બાદ ઓબ્જેકટીવ અને ગોલ સેટ કરી need ફૂલફીલ કરવા માટેના રિસોર્સીસ અને એક્ટિવિટી ને કોલાબ્રેટ એપ્રોચ દ્વારા કેર નુ પ્લાનિંગ કરવામા મદદ કરે છે.
આ સમય દરમિયાન ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ તેમજ ઘણી એજન્સીઓ સાથે પણ કોન્ટેક્ટ કરી શક્ય તેટલી હેલ્પફૂલ થવા મદદ કરે છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ મા કાર્ય કરવા માટે નર્સ પોતે ફિઝિકલી અને સાયકોલોજીકલી તૈયાર હોવી જરૂરી છે. તેણે કાર્ય કરવા માટે ની જરૂરી ટ્રેનિંગ તેમજ પ્રોફેશનલ પ્રિપરેશન કરેલી હોવી જોઈએ.
આ સિચ્યુએશન વખતે નર્સ એ દરેક ટીમ મેમ્બર વચ્ચેનુ કોમ્યુનિકેશન જાળવી હેલ્પફૂલ થવા પ્રયત્ન કરે છે.
કોમ્યુનિટીમા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ડિઝાસ્ટર પ્રિવેન્શન સ્ટ્રેટેજી મા પણ નર્સનો ખૂબ અગત્યનો રોલ રહેલો હોય છે.
આના માટે જરૂરી સ્ટ્રેટેજી અને ટ્રેનિંગ પ્રોગ્રામ પણ અમલમા મુકાવવા જોઈએ. મોકડ્રીલ દ્વારા કોમ્યુનિટીના લોકોને આ બાબત થી અવેર અને માહિતગાર કરી શકાય છે.
ડિઝાસ્ટર મા ઇવાલ્યુએશન પ્લાન પણ તૈયાર કરવામા આવે છે. જે મુજબ અસેસમેન્ટ કરી ફરી પ્લાનિંગમા અને ઇમ્પલીમેન્ટેશન મા તકેદારીઓ રાખી શકાય છે.
ડિઝાસ્ટર થી અફેક્ટ થયેલ પોપ્યુલેશન ને રિહેબિટેશન પ્રોગ્રામ દ્વારા ફરી નોર્મલાઈઝ કરવા માટે પણ પ્રયત્ન કરવામા આવે છે.
ડિઝાસ્ટર પ્લાનિંગના દરેક તબક્કે અફેક્ટેડ વ્યક્તિઓની બેઝિક નીડ નો ખ્યાલ રાખવો અને આ નીડ પૂરી કરવી એ પણ મહત્વની બાબત છે.
Que ૩b. રુલ ઓફ નાઇન વિશે લખો અને બર્ન્સ ના દર્દીનું ફ્લૂઈડ રીશકસીટેશન વિશે લખો.
બર્નસ ઇન્જરી એટલે કે કોઈપણ હિટ સોર્સ એ બોડીના સેલ અને ટીશ્યુમા ટ્રાન્સફર થઈ અને તેને નુકસાન પહોંચાડે તેને બર્ન્સ ઇંજરિ કહેવામા આવે છે. આ ઇન્જરી કંડકશન, રેડિએશન તેમજ અલગ અલગ પ્રકારના થર્મલ અને કેમિકલ સબસ્ટન્સ દ્વારા બોડી ના સેલ ટિસ્યૂ ને નુકસાન થાય એ રીતે અલગ અલગ કેટેગરીમા ક્લાસિફાય કરવામા આવે છે.
બર્ન્સ ના લીધે શરીરમા કેટલા પ્રમાણમા ટીસ્યુ ડેમેજ થયેલા છે. તેના અલગ અલગ ક્લાસિફિકેશન આપવામા આવેલા છે. જેમાં રૂલ ઓફ નાઇન દ્વારા બોડી મા બર્ન્સ ના એરિયાને કેલ્ક્યુલેટ કરવામા આવે છે.
રુલ ઓફ નાઇન એ બોડી મા બર્ન્સ દ્વારા થયેલ ડેમેજ ને ઝડપથી કેલ્ક્યુલેટ કરવા માટે તેમજ ટોટલ બોડી સરફેસ ઓફ બર્ન્સ એરિયા કેલ્કયુલેટ કરવા માંટે ખૂબ અગત્યની મેથડ છે.
આ મેથડ મુજબ બોડીના અલગ અલગ સરફેસ એરિયાને અમુક પર્સન્ટેજમા ડિવાઇડ કરવામા આવેલા હોય છે તે મુજબ તેનુ કેલ્ક્યુલેશન કરવામા આવે છે.
રુલ ઓફ નાઇન મુજબ બોડી ના દરેક ભાગને 9 પર્સન્ટ કેલ્ક્યુલેટ કરી ટોટલ બર્ન્સ નો સરફેસ એરિયા કેલ્ક્યુલેટ કરવામા આવે છે.
આમા પેરીનિયમના ભાગને 1% કેલ્ક્યુલેટ કરાય છે. તેમજ આ મેથડ ઇન્ફન્ટ અને ચિલ્ડ્રન માટે રૂલ ઓફ નાઇન મુજબ કમ્પ્લીટ લાગુ પાડી શકાતી નથી.
એડલ્ટમા ટોટલ બોડી સરફેસના બર્ન્સ કેલ્ક્યુલેશન માટે આ મેથડ ખૂબ જ અગત્યની છે.
બર્ન્સ પેશન્ટ નુ મેનેજમેન્ટ
બર્ન્સ પેશન્ટ ના મેનેજમેન્ટ માટે પ્રાયોરિટી મા એર વે એસ્ટાબ્લીશ થયા બાદ તરત જ સર્ક્યુલેશન મેન્ટેઇન કરવુ એ ખૂબ જ અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે.
બર્ન્સ ઇન્જરી ના કારણે બોડી માથી ખૂબ જ વધારે માત્રા મા ફ્લૂઇડ લોસ થયેલ હોય છે અને ઇન્ટ્રા સેલ્યુલર અને ઇન્ટ્રા વિનસ ફ્લૂઈડ એ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લૂઇડ મા કન્વર્ટ થવાના કારણે એડીમા એટલે કે સોજો પણ જોવા મળે છે. આમ બોડીમા બર્ન્સ ઇંજરી પછી ખૂબ જ ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટસ ઇમ બેલેન્સ સર્જાય છે.
આ ફ્લુઇડને તાત્કાલિક મેનેજમેન્ટ કરવાના પ્રોસેસને ફ્લુઇડ રીશકસીટેશન કહેવામા આવે છે.
સિવીયર બર્ન્સ પછી હાઇપો વોલેમિક શોક જોવા મળે છે. જેથી ફ્લુઇડ રીશકસટેશન એ જેટલુ બને તેટલુ વહેલુ શરૂ કરવુ જોઈએ.
શરૂઆતના 48 કલાક દરમિયાન બોડી નુ સર્ક્યુલેશન મેન્ટેઇન કરવા માટે રેપિડ ફ્લૂઈડ એડમિનિસ્ટ્રેશન પણ આપવામા આવે છે.
આ ફ્લુઇડ તરીકે કોલોઇડ્સ, પ્લાઝમા. ઇલેક્ટ્રોલાઇટ, રીંગર સોલ્યુશન, સોડિયમ ક્લોરાઇડ, હાર્ટમન્સ સોલ્યુશન અને અમુક પ્રમાણમા ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન પણ આપવામા આવે છે.
ફ્લૂઇડ રિપ્લેસમેન્ટની ગણતરીમા વ્યક્તિના ટોટલ બોડી સરફેસ બર્ન્સ ના એરીયા ને તેના વજન સાથે ગુણાકાર કરી અને તેનો ગુણાકાર 4 એમ.એલ રીંગટેડ સોલ્યુશન સાથે કરવાથી પહેલા 24 કલાકની ફ્લુડ રિક્વાયરમેન્ટ કેલ્ક્યુલેટ કરી શકાય છે. આ ટોટલ ફ્લૂઈડ એમાઉન્ટ માંથી 50% ફ્લૂઇડ એ પહેલા આઠ કલાકમા એડમિનિસ્ટર કરવામા આવે છે અને બાકીનુ 50% ફ્લૂઇડ એ 16 કલાકમા એડમિનિસ્ટર કરવામા આવે છે. પહેલા 24 કલાક દરમિયાન આ મુજબ ફ્લૂઈડ રીસક્સીટેશન આપવામા આવે છે ત્યારબાદ બે એમએલ રીંગર લેકટેટ સોલ્યુશન મુજબ ઉપરની ગણતરી કરી ફ્લૂઈડને 24 કલાક દરમિયાન સરખા ભાગે વહેંચવામા આવે છે.
ઉપરોક્ત મેથડ દ્વારા બર્ન્સ ના પેશન્ટમા ફ્લૂઈડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેઇન કરવામા આવે છે.
ફ્લુઇડ રિક્વાયરમેન્ટ પૂરતી મળે છે તે નક્કી કરવા માટે દર્દીને ફોલી કેથેટર મૂકવામા આવે છે અને તેના યુરીન આઉટપુટ પરથી તેના ફલુઇડ બેલેન્સની કન્ડિશન નક્કી કરવામા આવે છે.
Que ૩c. કીમોથેરાપી ની વ્યાખ્યા આપી કીમોથેરાપી નુ નર્સિંગ મેનેજમેન્ટ લખો.
કીમોથેરાપી એ શરીરમા આવેલા કેન્સર ની ટ્યુમર ના એબનોર્મલ કેન્સર સેલને મારવા માટેની એક થેરાપી છે.
કીમોથેરાપી એટલે કે કેમિકલ એજન્ટ વડે કેન્સર ના સેલને ડિસ્ટ્રોય કરવા માટેની એક ટ્રીટમેન્ટ.
આ કેમિકલ એજન્ટ એબનોર્મલ કેન્સર સેલના રીપ્રોડક્શન અને સેલ્યુલર ફંક્શન ને ડિસ્ટર્બ કરી તેને મલ્ટિપ્લાય થતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાતા રોકવા માટેની ટ્રીટમેંટ છે.
આ થેરાપી એ અમુક વખતે રેડીએશન થેરાપીની સાથે પણ યુઝ કરવામા આવે છે.
સર્જરી પહેલા ટ્યુમર ની સાઈઝ રીડયુઝ કરવા માટે આ થેરાપી ખાસ આપવામા આવે છે.
આ થેરાપી શરીરની દરેક જગ્યાએ સિસ્ટમ મા ફેલાયેલા કેન્સર સેલમા પહેલા અસર કરે છે અને કેન્સર વાળી મુખ્ય જગ્યાએ તેની સાઈઝમા ઘટાડો કરવા માટે છેલ્લે કાર્ય કરે છે.
આ થેરાપીમા આપવામાં આવતા કેમિકલ એજન્ટ એ ખાસ મેલિગનન્ટ કેન્સર સેલ ને ડિસ્ત્રોય કરવામા ખૂબ જ અગત્યના છે અને આ એજન્ટના બીજા એજન્ટ સાથે કોમ્બિનેશન મા ઉપયોગ કરવાથી ખૂબ જ સારા ઈફેક્ટિવ રીઝલ્ટ મળે છે.
કીમોથેરાપી દરમિયાન પેશન્ટનુ નર્સિંગ મેનેજમેન્ટ
કીમોથેરાપી દરમિયાન પેશન્ટનુ નર્સિંગ મેનેજમેન્ટ ખૂબ જ સાવચેતી પૂર્વક કરવુ જોઈએ. જેમા નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ કરવામા આવે છે.
કોઈપણ દર્દીને કીમોથેરાપી શરૂ કરતા પહેલા તેનુ કમ્પ્લીટ રિવ્યુ કરવો જરૂરી છે. જેમા તે ડ્રગનુ ડિસ્ક્રિપ્શન, કયા પ્રકારની દવા છે, કયો એજન્ટ છે, તેનો ડોઝ શુ છે, તેનો રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન શુ છે, આ તમામ માહિતી નો રિવ્યુ કરવો જરૂરી છે.
જે દર્દી ને કિમોથેરાપી આપવાની છે, તે દર્દીનુ આઇડેન્ટિફિકેશન ચોક્કસપણે કરવુ જરૂરી છે.
દર્દીનુ એસેસમેન્ટ કરવુ તથા તેના બ્લડ રિપોર્ટ્સ ચેક કરવા તેને કોઈપણ પ્રકારની તકલીફ છે કે નહીં તેને મોનિટરિંગ કરવું એ કેમોથેરાપી શરૂ કરતા પહેલા ખૂબ જ જરૂરી હોય છે.
દર્દીનુ એન્ઝાઈટી લેવલ અને સાયકોલોજીકલ સ્ટેટસ રિવ્યુ કરવુ ખાસ જરૂરી હોય છે. તેને તમામ પ્રોસેસ સમજાવવી જેથી એની ચિંતા દૂર કરી શકાય.
કીમોથેરાપી શરૂ કર્યા પછી દર્દીને અમુક સાઈડ ઈફેક્ટસ જોવા મળશે જે બાબતે તેને પહેલેથી સમજાવી અને પ્રીપર કરવો.
કીમોથેરાપી એજન્ટ એકદમ ચોક્કસ ડોઝ મા અને તમામ પ્રિકોશન રાખ્યા બાદ આપવામા આવે છે.
કીમોથેરાપી ના પેશન્ટ માટે મેડિસિન અને મેડિસિનની પ્રિપરેશન કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જરૂરી હોય છે.
દવાઓના ડોઝ આપ્યા પછી જે કાંઈ પણ ડિસ્પોઝેબલ આઈટમ બચે છે અથવા અનયુઝડ ડ્રગ બચે છે તેનો પ્રોપર ડિસકાર્ડ કરવો જરૂરી છે.
દર્દીને કીમોથેરાપી આપતી વખતે કોઈપણ દવા નીચે ઢોળાય તો તેનુ સ્પીલ મેનેજમેન્ટ યોગ્ય કરવુ જરૂરી છે.
પેશન્ટને તથા સ્ટાફને પ્રોટેક્શન માટેના પગલા લેવા જરૂરી છે, એના માટે મેડિસિન એ ઢોળાઈ નહીં તથા સ્કીન પર ન પડે તેના માટેના પ્રિકોશન્સ લેવા.
દર્દી માટે આ કીમોથેરાપ્યુટિક એજન્ટ પ્રીપેર કરતી વખતે સ્ટાફે કમ્પલિટ પ્રિકોર્શન્સ લેવા જોઈએ. ઇન્હેલેશન દ્વારા પણ મેડિસિન સ્ટાફ ના કોન્ટેક્ટમા ન આવે તેની ખાસ કાળજી રાખવી જોઈએ.
દર્દીને કીમો થેરાપી આપ્યા બાદ તેની તમામ બાબતનુ રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ વ્યવસ્થિત કરવુ જોઈએ. જેમ કે કેમિકલ એજન્ટ નુ નામ, ડોઝ, રૂટ, ટાઈમ, પ્રિમેડીકેશન, પોસ્ટ મેડીકેશન, કંઈ કમ્પ્લેન હોય તો તે દરેક બાબતનુ ડોક્યુમેન્ટેશન પ્રોપર થવુ જરૂરી છે.
Que 4 શોર્ટ નોટ લખો
a. ગ્લુકોમા..
ગ્લુકોમા એ આંખનો એક ડિસઓર્ડર છે. જેમા આંખની અંદર આવેલ ફ્લૂઈડ નુ પ્રેશર વધે છે. એટલે કે ઇન્ટ્રા ઑક્યુલર પ્રેશર એગ્નોર્મલી હાઇ (high) હોય છે, ઓપટીક નર્વ ની ડિસ્ટ્રોફી જોવા મળે છે અને પેરિફરલ વિઝ્યુઅલ ફીલ્ડ લોસ થયેલુ જોવા મળે છે.
આ કન્ડિશનમા ઇન્ટ્રા ઑક્યુલર પ્રેશર એ 25 mm hg કરતા વધારે જોવા મળે છે.
લાંબા સમય સુધી આ પ્રેશર વધારે રહે અને ગ્લુકોમા ને ટ્રીટ કરવામા ન આવે તો ઓપ્ટિક નર્વ ડેમેજ પરમેનેટલી થઈ જાય છે અને વિઝ્યુઅલ ફીલ્ડ લોસ થાય છે અને અંતે બ્લાઇન્ડનેશ પણ જોવા મળે છે.
ઇટિયોલોજિકલ ફેક્ટરસ..
જીનેટીક કન્ડિશન, એજ (age), થીન કોર્નિયા, નિયર સાઈટનેસ, સ્ટીરોઈડ નો વધુ પડતો ઉપયોગ.
એનિમિયા, આંખમા જૂની કોઈ ઈજા થયેલ હોય તો તેના કારણે સિવિયર પણ જોવા મળી શકે છે.
માયોપિયા, હાઇપર ટેન્શન, ડાયાબિટીસ મલાઈટસ, હેડેક, માઇગ્રેન જેવી કોઈ પણ કાનડીશન ના લીધે પણ થાય શકે છે.
આંખની જૂની કોઈ સર્જરી કરેલ હોય તો તેના કારણે પણ ગ્લુકોમાની કન્ડિશન જોવા મળે છે.
ટાઈપ્સ ઓફ ધ ગ્લુકોમા..
કોન્જીનેટલ ગ્લુકોમા..
ગ્લુકોમા નો આ પ્રકાર જન્મજાત જોવા મળે છે અથવા જન્મ પછી અમુક વર્ષો માં જોવા મળે છે. તેમા એન્ટિરિયર ચેમ્બર ના એંગલમા ડિફેક્ટ આવવાના કારણે એક્વિયસ હ્યુમર નો ફ્લો ઓબસ્ટ્રકટ થાય છે. જો આને સમયસર ટ્રીટ કરવામા ન આવે તો ઓપ્ટિક નર્વ ને ડેમેજ થાય છે તથા બ્લાઈન્ડનેશ પણ જોવા મળે છે.
આ કેસમા સામાન્ય રીતે સર્જરી કરવામા આવે છે. આ કન્ડિશનમા બાળકને જન્મજાત પણ ગ્લુકોમા જોવા મળી શકે છે થોડા વર્ષોમા જોવા મળી શકે છે અને બાળક 15 વર્ષનુ થાય ત્યા સુધીમા પણ ગ્લુકોમા જોવા મળી શકે છે.
એકવાયર્ડ ગ્લુકોમા..
એકવાયર્ડ ગ્લુકોમામા એ લાઇફમા ગમે ત્યારે જોવા મળી શકે છે. તેના બે પ્રકાર છે.
પ્રાઇમરી ગ્લુકોમા. અને સેકન્ડરી ગ્લુકોમા
પ્રાઇમરી ગ્લુકોમા.
પ્રાઇમરી ગ્લુકોમા ના પણ બે પ્રકાર જોવા મળે છે.
પ્રાઇમરી ઓપન એંગલ ગ્લુકોમા અને પ્રાઇમરી એંગલ ક્લોઝર ગ્લુકોમા
પ્રાઇમરી ઓપન એંગલ ગ્લુકોમા.
આ ગ્લુકોમા નો સૌથી સામાન્ય ટાઈપ છે. જે સામાન્ય રીતે બાયલેટલ જોવા મળે છે. જેમા તે સ્લો પ્રોગ્રેસિવલી આગળ વધે છે. તેમા ડિસ્કમ્ફર્ટ કે પેઇન વધારે જોવા મળતુ નથી.
આમા સ્કેલમ કેનાલમા ઓબસ્ટ્રકશન આવવાના લીધે અથવા ટ્રાબેક્યુલર મેશવર્ક મા ઓબસ્ટ્રક્શન આવવાના લીધે એક્વીયસ હ્યુમરનો આઉટ ફ્લો ઓબસ્ત્રકટ થાય છે. જેના લીધે ફ્લુઇડ નો ભરાવો ત્યા થાય છે અને ઇન્ટ્રા ઑક્યુલર પ્રેશરમા વધારો થાય છે. ધીમે ધીમે ઓપ્ટિક નર્વ ડેમેજ થાય છે અને ગ્રેજ્યુઅલી વિઝન લોસ પણ જોવા મળે છે.
ક્લિનિકલ મેનિફેસ્ટેશન.
આઈ પેઇન.
ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશર 24 mm hg કરતા વધારે.
પેરિફરલ વિઝન લોસ.
કલર ચેન્જ ઓળખવામા તકલીફ.
વિઝ્યુઅલ ફીલ્ડ જોવામા તકલીફ.
રાત્રી સમયે અથવા ઓછા પ્રકાશમા જોવામા તકલીફ.
પ્રાઇમરી એંગલ ક્લોઝર ગ્લુકોમા..
તેને ક્લોઝ એંગલ ગ્લુકોમા કહેવામા આવે છે અથવા નેરોએંગલ ગ્લુકોમા પણ કહેવામા આવે છે.
તે ઝડપથી પ્રોગ્રેસ કરે છે અને તેમા તાત્કાલિક ડોક્ટરનો કન્સલ્ટ કરવાની પણ જરૂર પડે છે. જો આ તકલીફ થોડો સમય રહે તો બ્લાઇન્ડનેસ પણ જોવા મળી શકે છે.
તેમા આંખના આગળના ભાગમા તકલીફ જોવા મળે છે. જેના કારણે એક્વિયસ હ્યુમરનુ સ્લો એબસોર્પશન થાય છે. જેથી આઈરીસ અને પોસ્ટીરીયર કોર્નીયલ સરફેસ વચ્ચે નો એંગલ અથવા પેસેજ નેરો થાય છે અને એન્ટિરિયર ચેમ્બર સાંકળી બને છે અને આયરીસ જાડી બને છે. જેનાથી પ્યુપીલ નુ ડાયલેટેશન જોવા મળે છે અને ટ્રાબેક્યુલ મેષવર્ક પર પ્રેસર આવે છે અને ક્લોઝ એન્ગલ ગ્લુકોમા જોવા મળે છે.
તેમા આઇ ઓ પી ઝડપથી વધે તેવુ જોવા મળે છે.
ક્લિનિકલ ફિચર્સ..
આઈ ઓ પી 40 થી 70 mm hg.
આંખની અંદર દુખાવો થાય છે તથા આંખ લાલ જોવા મળે છે.
નોસિયા, હેડેક, વોમિટીંગ જોવા મળે છે.
એડિમેટસ કોર્નિયા.
ફોટો ફોબિયા.
ડાયલિટેશન ઓફ પ્યુપિલ.
બ્લર વિઝન.
બ્રાઇટ લાઇફમા હેલો જોવા મળે છે.
સેકન્ડરી ગ્લુકોમા
આ પ્રકારનો ગ્લુકોમા એ આંખની બીજી ડીઝીઝ કન્ડિશનના કારણે જોવા મળે છે જેમકે આખ મા ઇન્ફ્લામેશન, ટ્રોમા, ઇન્ટ્રા ઑક્યુલર હેમરેજ, કોઈપણ ભૂતકાળમા સર્જરી કરેલી હોય,
ડાયાબિટીસ, કોઈ ટ્યુમર હોય, સ્ટીરોઈડ મેડિસિન્સ ચાલુ હોય તો વગેરે કન્ડિશનના કારણે આંખમા સેકન્ડરી ગ્લુકોમા ડેવલપ થાય છે.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએસન ફોર ગ્લુકોમા..
આઈ એક્ઝામિનેશન
મેડિકલ હિસ્ટરી
આઈ ઓ પી મેજર કરવા માટે ટોનોમેટ્રી
ઓપ્થેલ્મોસ્કોપી
ગોનીયોસ્કોપી આંખમા આવેલા એંગલ ની તપાસ માટે
પેરીમેટ્રી વિઝ્યુઅલ ફીલ્ડની તપાસ કરવા માટે
સ્લીટ લેમ્પ એક્ઝામિનેશન આંખની અંદરનુ સ્ટ્રક્ચર કોર્નિયા, આઈરીસ અને લેન્સ ની તપાસ માટે
ફંડશ ફોટોગ્રાફી આંખની અંદર આવેલી ડીસ્ક ના ચેન્જીસ જોવા
મેનેજમેન્ટ ઓફ ગ્લુકોમા.
આઈ ઓ પી નુ પ્રોડક્શન ઘટાડવા માટે બીટા બ્લોકર મેડિસિન આપવામા આવે છે તથા આઈ ઓ પી નુ ડ્રેનેજ કરવા માટે કોલીનર્જીક મેડિસિન આપવામા આવે છે.
કાર્બોનિક એનહાઈડ્રેઝ ઇન્હીબિટર જેવા કે એસીટાસોલામાઈડ આપવામા આવે છે જેનાથી એક્વીયસ હ્યુમરનુ ફોર્મેશન અને સિક્રેશન ઓછુ થાય છે.
ઓસ્મોટિક એજન્ટ જેમ કે મેનીટોલ ઇન્ટ્રા વિનસ આપવામા આવે છે અથવા તો ઓરલ ગ્લીસરીન આપવામા આવે છે જેનાથી બ્લડ અને ઇન્ટ્રા ઓક્યુલર ફ્લુઈડ ઓસ્મોટિક પ્રેશર ના લીધે આઈ ઓ પી મા ઘટાડો જોવા મળે છે.
સર્જીકલ મેનેજમેન્ટ.
લેઝર ટ્રાબેક્યુલો પ્લાસ્ટી.
આ ઓપન એંગલ ગ્લુકોમા ટ્રીટ કરવામા ઉપયોગી સર્જરી છે.
કેનાલ ઓફ સકેલમ પોહડી કરવા માટે અને ઇન્ટ્રા ટ્રાબેક્યુલ સ્પેસ ઓપન કરવા માટે ટ્રાબેક્યુલર મેષવર્ક મા લેઝર બર્ન્સ એપ્લાય કરવામા આવે છે. જેથી એક્વીયસ હ્યુમરનો આઉટફલો વધે છે અને આઇ ઓ પી ડીક્રીઝ થાય છે.
નર્સિંગ મેનેજમેન્ટ.
ઇન્ટ્રા ઓકયુલર પ્રેશરમા વધારો થવાના કારણે ખૂબ જ પેઇન જોવા મળે છે. જેથી નર્સ તરીકે પેઇન રીલીવ કરવા માટેની ખૂબ જ અગત્યની કામગીરી હોય છે.
જેમા તરત જ હેલ્થ કેર પ્રોવાઇડર ને જાણ કરવામા આવે છે અને મેડિસિન આપવામા આવે છે.
દર્દીને સમજાવવુ જોઈએ કે સારવારનો હેતુ એ iop ના રેગ્યુલર પ્રેશરમા ઘટાડો કરવા માટેનો છે.
દર્દીના ફિયર અને એન્ઝાઈટીને એશિયોરન્સ આપી કંટ્રોલ કરવા જોઈએ.
દર્દીને ઇન્જરીથી પ્રિવેન્ટ કરવા માટે હંમેશા તેની સાથે રહેવુ તથા તેને રૂમ નુ orientation કરાવવુ અને કોઈ પણ જગ્યાએ ઇન્જરી ન થાય કે કંઈ લાગે નહીં તેના માટે સતત તેની સાથે રહેવુ જરૂરી હોય છે.
દર્દી સાથે સારા ipr મેન્ટેઇન કરવા તેમજ કામ (શાંત) અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પૂરુ પાડવુ. દર્દીને મ્યુઝિક થેરાપી તેમજ રિલેક્સેશન ટેકનીક વિશે સમજણ આપવી.
દર્દીને ડીસીસ કન્ડિશન વિશે નોલેજ આપવુ તેનો પ્રોગ્નોશીશ પણ સમજાવવો.
દર્દીની સર્જરી દરમિયાન ની પેરી ઓપરેટિવ કેર લેવી જેમા મેડિકેશન, રેસ્ટ, ફોલોઅપ વગેરે બાબત વિશે સમજાવવુ.
દર્દીને સર્જરી પછી આંખના પ્રિકોશન્સ લેવા માટે જેમ કે ગોગલ્સ પહેરવા ઇરીટેશન ન થાય વગેરે માટે સમજાવવુ.
Que 4 શોર્ટ નોટ લખો
b. એનીમિયા
ફોલિક એસિડ અને વિટામીન b12 ની ડેફીસીયન્સી ના કારણે મેગાલો બ્લાસ્ટિક એનીમિયા જોવા મળે છે. તેમા આરબીસી (RBC) ને તેના એરિથ્રોપોએસીસ ના તબક્કા દરમિયાન ફોલિક એસિડ અને વિટામિન b12 ન મળવાના કારણે ઇમમેચ્યોર આરબીસી બને આ આર બી સી એ સાઈઝમા મોટો હોય છે અને તેનું અરલી distriction થવાના કારણે મેગાલો બ્લાસ્ટિક એનીમિયા જોવા મળે છે.
આમા ફોલિક એસિડ અને વિટામિન બી12 ઘટવાના કારણો નીચે મુજબના છે.
આ પ્રકારનુ એનિમિયા ડેવલપ થવા માટે સ્ટમક ની દિવાલમાથી સિક્રીટ થતુ ઇન્ટ્રેન્સિક ફેક્ટર જો ન સિક્રીટ થતુ હોય તો તેના કારણે આ પ્રકારનો એનિમીયા ડેવલપ થવાનુ જોવા મળે છે.
વિટામીન સી ની ડેફિશિયનસી ના લીધે પણ આ પ્રકારનો એનિમા જોવા મળી શકે છે.
3. સીકલ સેલ એનિમિયા..
આ પ્રકારનુ એનિમિયાએ ઑટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર છે. આ એક જિનેટિકલ એબનોર્માલિટી ના કારણે ઉત્પન્ન થતી કંડીશન છે. જેમા એબનોર્મલ હિમોગ્લોબીન સિન્થેસિસ થાય છે. જેના લીધે સી સેપ (C શેપ ) ના દાતરડા આકારના એબનોર્મલ શેપ ધરાવતા આરબીસી તૈયાર થાય છે. જેના લીધે તેને સિક્કલ સેલ એનિમિયા કહેવામા આવે છે.
આ એબનોર્મલ શેપ ધરાવતા આરબીસી નાની કેપેલેરીમા પ્લગ થાય છે અને બ્લડ સર્ક્યુલેશન ને અવરોધે છે ત્યારે બ્લડમા ઓક્સિજન સિચ્યુએશન મા ઘટાડો જોવા મળે છે અને આરબીસી પ્લગ થયેલી જગ્યા પર ખૂબ જ પેઇન જોવા મળે છે તેને સિકલ સેલ ક્રાઈસીસ અથવા તો વાઝો ઓક્લઝિવ ક્રાઇસીસ જોવા મળે છે. આના લીધે ઇનફાર્કશન ડેવલપ થવાની શક્યતા પણ રહેલી હોય છે.
એક સાથે ઘણા બધા આરબીસી નુ ડિસ્ટ્રક્શન થવાના કારણે હિમોલાઈટીક ક્રાઈસીસ પણ ઊભી થાય છે.
આ પ્રકારના એનિમિયા ડેવલપ થવાના કારણો મા જીનેટીકલ અને ક્રોમોઝોમલ એબનોરર્માલીટી જોવા મળે છે.
Que.4 શોર્ટ નોટ લખો
c. ટીટેનસ..
ટીટેનસ એ ક્લોસ્ટ્રીડિયમ ટીટેની બેક્ટેરિયા દ્વારા બોડીમા તેની ટોક્સિક ઇફેક્ટ ફેલાવી નર્વસ સિસ્ટમમા અસર કરતી એક કન્ડિશન છે.
ટીટેનસ મા શરીરમા સિવીયર અને અનકન્ટ્રોડ મસલ્સ સ્પાઝમ જોવા મળે છે.
તેમા મસલ્સ સ્પાઝમ ના કારણે લોક જો એટલે કે જડબાનો ભાગ ન ખુલે આ પ્રકારની કન્ડિશન પણ જોવા મળે છે.
રેસ્પિરેશન ના મસલ્સમા સ્પાઝમ આવવાના કારણે શ્વાસોશ્વાસ સારી રીતે ન લઈ શકવાના કારણે વ્યક્તિનુ ડેથ પણ જોવા મળે છે.
બોડી મા આવેલા તમામ મસલ્સ મા અનકંટ્રોલડ સ્પાઝમ જોવા મળે છે. આ કન્ડિશન એ વેક્સિન અને ઇમ્યુનાઈઝેશન દ્વારા પ્રિવેન્ટ કરી શકાય એ પ્રકારની છે.
કોઝીઝ ફોર ટીટેનસ..
ટીટેટસ માટેના કોઝિટિવ ઓર્ગેનિઝમ એ જમીનમા જોવા મળે છે. તે જમીનમા સુસુપ્ત અવસ્થા મા રહેલ હોય છે અને કોઈ પણ ઘાવ કે જખમ દ્વારા તે શરીરમા અંદર પ્રવેશી અને બોડીમા નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે અને તેના સાઇન અને સિમ્પટમ્સ જોવા મળે છે.
મુખ્યત્વે આ માઇક્રો ઓર્ગેનિઝમ એ શરીરમા કટ પડવાથી બોડીમા અંદર દાખલ થાય છે.
ક્લિનિકલ મેનીફેસ્ટેશન્સ.
આ કન્ડિશનમા ખાસ કરીને મસ્ક્યુલર રીજીડીટી અને મસ્ક્યુલર સ્પાઝમ જોવા મળે છે.
બોડીમા આવેલા તમામ મશલ્સ મા સ્પાઝમ આવી શકે છે.
ફેસ ના મસલ્સ મા સ્પાઝમ ના લીધે લોક જો (lock jaw) ની કન્ડિશન જોવા મળે છે.
બેક ના મસલ્સ ના સ્પાઝમ ના કારણે સ્પાઇનનો કર્વેચર વળાંક વાળો થઈ જાય છે જે કન્ડિશનને ઓપીસ્થોટોનસ તરીકે ઓળખવામા આવે છે.
રેસ્પીરેશન મસલ્સમા સ્પાઝમ આવવાના કારણે બ્રેધીંગ ડિફીકલ્ટી જોવા મળી શકે છે.
સખત મસ્ક્યુલર સ્પાઝમ ની કન્ડિશનને ટીટેની તરીકે પણ ઓળખવામા આવે છે. આ સખત સ્પાઝમ ના કારણે બોડીમા મસલ્સ રપ્ચર થવા તથા બોડી ના કોય પણ ભાગ મા ફ્રેક્ચર થવુ એ પણ જોવા મળી શકે છે.
ફેસના મસલ્સ મા સ્પાઝમ આવવાના કારણે જીભ બહાર નીકળેલી તથા એક્સેસિવ સ્વેટિંગ, ડ્રોલિંગ તથા સોલોવીંગ ડિફીકલ્ટી પણ જોવા મળી શકે છે.
યુરીન પાસ કરવામા અને સ્ટુલ પાસ કરવામા પણ પ્રોબ્લેમ જોવા મળી શકે છે.
સિવીયર કન્ડીશનમા વ્યક્તિનુ ડેથ પણ જોવા મળે છે.
ડાયગ્નોસ્ટીક ઇવાલ્યુએશન..
હિસ્ટ્રી, ફિઝિકલ એક્ઝામિનેશન અને ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ પરથી ડાયગ્નોસીસ કરી શકાય છે.
મેનેજમેન્ટ..
આ કન્ડિશનમા વ્યક્તિને કોઈપણ પ્રકારની બહારની સ્ટીમ્યુલેશન ન મળે એ રીતે તેને isolate કરવામા આવે છે તથા બેડ રેસ્ટ આપવામા આવે છે.
એન્ટીબાયોટિક થેરાપી ડોક્ટર ઓર્ડર મુજબ આપવામા આવે છે.
આ કન્ડિશનમા ટીટેનસ ના ઈમ્યુનો ગ્લોબ્યુલીન આપવામા આવે છે.
બોડીમા આવતા મસલ્સ સ્પાઝમને કંટ્રોલ કરવા માટે સેડેટીવ્સ મેડિસિન આપવામા આવે છે.
બ્રિધીંગ ડિફીકલ્ટી ના કેસમા ઓક્સિજન થેરાપી આપવામા આવે છે. જો વધારે સિવીયર કન્ડિશન હોય તો મિકેનિકલ વેન્ટિલેટરની મદદ થી આર્ટિફિશિયલ રેસ્પીરેશન પણ આપવામા આવે છે.
આમા વ્યક્તિને નીલ બાઈ માઉથ (NBM) રાખવામા આવે છે. આથી પેરેન્ટ્રલ ન્યુટ્રીશન અને ઇન્ટ્રા વિનસ ફ્લૂઇડ થેરાપી દ્વારા ફ્લૂઈડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેઈન કરવામા આવે છે.
આમા લોકલ અફેક્ટેડ એરિયા પર સર્જીકલ ડિબ્રાઇનમેન્ટ ના પ્રોસિજર દ્વારા વુંડ ક્લીન કરવામા આવે છે. જેથી ટોક્સિન નો સોર્સ મીનીમાઈઝ કરી શકાય.
પ્રિવેશન એન્ડ હોમ કેર.
જ્યારે કોઈપણ ઘાવ સ્કીન પર પડે કે કોઈપણ વસ્તુ લાગે અને સ્કીન બ્રેક ડાઉન થાય ત્યારે તેને એન્ટિસેપ્ટિક સોલ્યુશન અને રનીંગ વોટર થી ક્લીન કરવી જેથી ટીટેનસના માઇક્રો ઓર્ગેનિઝમ નુ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય.
બ્લડિંગ સ્ટોપ કરવા માટે ક્લીન ક્લોથ નો ઉપયોગ કરવો જોઈએ.
સ્કિન પર પડેલા વુન્ડ ની રેગ્યુલર કેર, ડ્રેસિંગ અને હાઈજીનિક મેઝરમેન્ટ લેવા જોઈએ.
આ કન્ડિશન એ એક ઇમ્યુનાઈઝેશન દ્વારા પ્રિવેન્ટ કરી શકાય છે તથા ન્યુ બોર્ન કે નિયોનેટમા ડિલિવરી વખતે ના પ્રિકોશન્સ રાખવાથી આ કન્ડિશન ન્યુ બોર્ન અને નિયમોનેટ મા પ્રિવેન્ટ કરી શકાય છે.
ટીટેનસ વેક્સિન દ્વારા આ કન્ડિશન કમ્પલીટલી પ્રિવેન્ટ કરી શકાય છે જેનુ complet ઇમ્યુનાઇઝેશન શેડ્યૂલ બાળકોમા અપાવવુ ખૂબ જરૂરી હોય છે.
ટીટેનસ નો બુસ્ટર ડોઝ પણ અપાવવો જરૂરી હોય છે.
d. બોન હીલિંગ પ્રોસેસ વિષે લખો.
બોન હીલિંગ પ્રોસેસ એ ઇજા પામેલ બોન રિપેઇર કરી તેની કન્ટીન્યુટી ફરી નોર્મલ કરવા માંટે નો પ્રોસેસ છે. તેમા બોન ના સ્ટ્રકચર ને ફરી રિસ્ટોર કરવામા આવે છે. તેમા ઇજા ગ્રસ્ત બોન ના ભાગે અમુક સમય અને અમુક ફેઝ માંથી પસાર થાય બાદ તે ભાગ ફરી નોર્મલ કન્ડિશન મા આવે છે.
બોન હીલિંગ પ્રોસેસ માં નીચે મુજબ ના સ્ટેજિસ જોવા મળે છે.
સ્ટેજ 1 ઇનફલામેશન
સ્ટેજ 2 સોફ્ટ કેલસ ફોર્મેશન
સ્ટેજ 3 હાર્ડ કેલસ ફોર્મેશન
સ્ટેજ 4 રીમોડેલિંગ
સ્ટેજ 1 ઇનફલામેશન : આ ઇન્જરી થયા પછી ના અમુક કલાક પછી શરૂ થાય છે અને તે 24 કલાક માં તેના પિક લેવલે પોહચે છે. તે 24 કલાક પછી ના 7 દિવસ સુધી જોવા મળે છે. આ સ્ટેજ ના લીધે ઇજા વાડા ભાગ માં હિમેટોમા જમા થયેલ હોય તેને કોઓગ્યુલેટ કરી ઇજા ગ્રસ્ત ભાગ મા કેલસ ફોર્મેશન કરે છે.
સ્ટેજ 2 સોફ્ટ કેલસ ફોર્મેશન : આ સ્ટેજ નો ડ્યુરેશન 2 થી 3 વીક નો હોય છે. આ સમય દરમિયાન ઇજા વાડા ભાગ મા કનેકટિવ ટિસ્યૂ ના ગ્રોથ થયા બાદ સોફ્ટ કેલસ ડેવલપ થાય છે જે બોન ના બે છેડા ને કનેક્ટ કરે છે. આ કનેક્શન મજબૂત હોતુ નથી.
સ્ટેજ 3 હાર્ડ કેલસ ફોર્મેશન : આ સ્ટેજ નો ડ્યુરેશન 3 થી 12 વીક નો હોય છે. સોફ્ટ કેલસ ડેવલપ થયા પછી અમુક સમય જતા તે ભાગ સખત બનતો જાય છે અને હાર્ડ કેલસ મા તેનુ રૂપાંતર થાય છે. આ સ્ટેજ માં ક્લિનિકલી બોન નું યુનિયન થયેલુ જોવા મળે છે પરંતુ તે કમ્પ્લીટ હીલિંગ હોતું નથી. આમા સેલ્યુલર વોલ્યુમ અને મેટ્રીક્સ ઇનક્રિઝ થવાથી હાર્ડનેશ ડેવલપ થાય છે.
સ્ટેજ 4 રીમોડેલિંગ : આ પ્રોસેસ માં 2 થી 3 વીક લાગે છે પરંતુ આ પ્રોસેસ કંપલિટ પૂર્ણ થતા વર્ષો લાગી શકે છે. આ સ્ટેજ મા હાર્ડ કેલસ ના ભાગે કમ્પ્લીટ બોન નુ લેમિલર સ્ટ્રકચર અને મેડયુલરી કેનાલ ડેવલપ થાય છે. આમા હાર્ડ કેલસ એ ઓસ્ટીઑક્લાસ્ટ સેલ દ્વારા રીએબ્સોર્પ થાય છે અને ઓસ્ટીઑબ્લાસ્ટ સેલ દ્વારા બોન નો લેમિલર ભાગ ડેવલપ થાય છે. રિમોડેલિંગ એ યંગ વ્યક્તિ માં જલ્દી થી જોવા મળે છે.
બોન નુ હીલિંગ થવા માંટે વ્યક્તિ ની ઉમર, તેનુ ન્યુટ્રીશનલ સ્ટેટસ, કોઈ ડીસીઝ કન્ડિશન છે કે નહી, હોર્મોનલ એક્ટિવિટી, કોઈ બેડ હેબિટ છે કે નહી આ તમામ બાબત આધાર રાખે છે.
Que. 5. ડેફીનેશન્સ
a. ઓસ્ટીઓપોરોસીસ.
આ એક પ્રકાર નો બોન ને લગતો ડીસીઝ છે. જેમા બોન છિદ્રાળુ અને નબળા બની અને તૂટી શકે તે પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ ધરાવે છે.
બોડીમા હોર્મોનલ ઈમબેલેન્સ થવાના કારણે તથા વિટામિન ડી અને કેલ્શિયમની ડેફીશીયન્સી થવાના કારણે પણ આવુ જોવા મળી શકે છે.
આ ડીસીઝ મા બોન ની ડેન્સિટી મા ઘટાડો જોવા મળે છે જેના લીધે બોન નબળા પડે છે અને ફેક્ચર થવાની સંભાવના વધી જાય છે.
આમા બોન મા આવેલા ઓસ્ટીઓ ક્લાસ્ટ સેલ ની એક્ટિવિટીમા વધારો થાય છે તથા ઓસ્ટીઓ બ્લાસ્ટ સેલ ની એક્ટિવિટી મા ઘટાડો જોવા મળે છે.
b. મેનીયાર્સ ડીસીઝ..
મેનીયાર્સ ડીસીઝ એ ઇન્ટર્નલ ઈયરનો એક ડિસઓર્ડર છે. તેમા એન્ડો લિમ્ફેટિક શેક મા ડાયલિટેશન થવાના કારણે એન્ડોલિમ્ફ ના ડ્રેનેજ મા તકલીફ જોવા મળે છે. જેના કારણે ઇન્ટર્નલ ઈયર મા આવેલા વેસ્ટિબ્યુલ ના ફંકશનમા પ્રોબ્લેમ આવવાના કારણે બોડી નુ બેલેન્સ નોર્મલ જળવાતુ નથી અને ડીઝીનેસ, ટીનીટસ જોવા મળે છે. ધીરે ધીરે આગળ જતા હિયરિંગ લોસ પણ જોવા મળે છે. આ તકલીફ એક બાજુના કાન મા હોય તેવુ વધારે જોવા મળે છે.
તેને એંડોલિમ્ફેટિક હાઈડ્રોપ્સ પણ કહેવામા આવે છે.
મેનીયાર્સ ડીઝીઝ નુ નામ એ ફ્રેન્ચ ફિઝિશિયન ના નામ પરથી આપવામા આવેલ છે.
c. એકને વલ્ગારીશ..
આ એક સ્કીનની કન્ડિશન છે. જેમા સ્કીન મા આવેલા હેર ફોલિકલ અને સીબેસીયસ ગ્લેન્ડ મા ઓબસ્ટ્રક્શન આવવાના કારણે આ કન્ડિશન જોવા મળે છે.
આમા સ્કીન મા પેપ્યુલ, પેસ્ચ્યુઅલ, નોડ્યુલ અને સીસ્ટ જોવા મળે છે. આ લિઝન ઇન્ફલામેટરી કે નોન ઈનફ્લામેટરી હોઈ શકે છે.
મુખ્યત્વે આ કન્ડિશન એ ફેસ, ચેસ્ટ અને બેક મા જોવા મળે છે.
d. ફેન્ટમ લીંબ પેઈન..
ફેન્ટમ લિંબ પેઈન એ એક પ્રકાર નુ પેઈન કે ડીસકંફર્ટ્ છે. જે ખાસ કરીને એક્સ્ટ્રીમિટી ના એમ્યુટેશન પછી જોવા મળે છે. આ એક્ષટ્રીમીટી રીમુવ થઈ ગયા પછી વ્યક્તિને તે જગ્યાએ પેઇન ના સેન્સેશન પર્સીવ થાય છે.
આ પ્રકારનુ પેઇન એ એમપ્યુટેશન થયાના થોડા દિવસો સુધી જોવા મળે છે. આ પ્રકારના પેઇન નુ મિકેનિઝમ હજી સુધી સ્પષ્ટ સમજાઈ શક્યું નથી કે વ્યક્તિ દ્વારા આ પ્રકારના સેન્સેશન માત્ર પર્સિવ થાય છે કે અમુક થિયરી મુજબ આ પ્રકારનુ પેઇન એ એક્સ્ટ્રીમિટી કે લીબ ના એમપ્યુટેશન પછી બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ના સેંસેશન દ્વારા વ્યક્તિ મા હકીકતમા અનુભવાય છે.
e. બ્લેફરાઇટીસ…
આ એક પ્રકારનુ આઇલીડ મા લાગતુ ઇનફલામેશન છે. તે આંખમા આઇલીડ અને આઇ લેસિસ ને અફેક્ટ કરે છે.
આ કન્ડિશન એ આઈ લીડ ની માર્જિન પર આવેલી ગ્લેન્ડ મા ઇનફલામેશન લાગવાના કારણે ઊભી થાય છે. તે એલર્જી કે સ્કીન ઇન્ફેક્શન લાગવાના કારણે પણ જોવા મળે છે.
આ કન્ડિશન એક આંખ અથવા બન્ને આંખ મા જોવા મળી શકે છે. તેમા આંખમા સ્વેલિંગ અને રેડનેસ જોવા મળે છે અને વોટરી ડિસ્ચાર્જ પણ થાય છે.
f. હોસ્પિસ કેર ..
જ્યારે કોઈ વ્યક્તિ તે ટર્મિનલ ઇલનેશ હોય અથવા તો તે વ્યક્તિ પોતાના લાઈફ ના એન્ડ સ્ટેજ મા હોય અને ડીસીઝ ક્યોર કરી શકાય તેમ ન હોય ત્યારે હોસ્પિટલ અને તેના ફેમિલી મેમ્બર દ્વારા વ્યક્તિનુ પેઇન ઓછુ કરવા માટે તેમજ તેનુ સફરીંગ ઘટાડવા માટે આ કન્સેપ્ટ અમલમા મૂકવામા આવે છે.
હોસ્પિસ કેર મા કેર નુ ફોકસ એ વ્યક્તિના કમ્ફર્ટ લેવલ અને તેની કવોલીટી ઓફ લાઈફ પર હોય છે. આમા ડિસિઝ ક્યોર કરવા માટે કોઈ મેનેજમેન્ટ કરવામા આવતુ નથી, પરંતુ દર્દી ની કેર નો અસપેક્ટ એ પેલીએટીવ કેર નો હોય છે.
આમા વ્યક્તિના ઈમોશનલ અને સ્પીરીચુઅલ આસ્પેક્ટ પર પણ કેર આપવામા આવે છે.
કેન્સર તથા કોઈ ક્રોનીક ઇલનેશ મા આ પ્રકારની કેર નો કન્સેપ્ટ રહેલો હોય છે.
g. સેલ્યુલાઈટિસ…
આ એક પ્રકારનુ સ્કીન ના નીચેના ભાગે લાગતુ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. આમા સ્કીન ના અંદરના ભાગે બેક્ટેરિયા એન્ટર થઈ તેનુ ટોક્સિન ફેલાવી ઇનફલામેશન લગાડે છે.
સેલ્યુલાઇટિસ મા ઇનફલામેશન વાળી જગ્યા પર રેડનેસ, સ્વેલિગ, વાર્મથ અને પેઇન જોવા મળે છે. સેલ્યુલાઈટીસ એ સબક્યુટેનીયસ ટિસ્યૂ સુધી પણ ફેલાયેલુ જોવા મળે છે.
h. કેટ્રેક્ટ..
આ એક પ્રકાર નો આંખને લગતો ડિસઓર્ડર છે. જે ઉંમરના લીધે સૌથી સામાન્ય જોવા મળતી તકલીફ છે. આંખના ભાગે લેન્સ એ પારદર્શક હોય છે અને નોર્મલ વિઝન સાથે સંકળાયેલ હોય છે.
જ્યારે આ લેન્સ એ અપારદર્શક બને અને પ્રકાશના કિરણો રેટિના સુધી પહોંચી ન શકવાના કારણે બ્લરર્ડ વીઝન જોવા મળે છે.
આમા લેન્સ એ ક્લાઉડેડ અપેરીયન્સ નો જોવા મળે છે.
મુખ્યત્વે ઉંમર વધવાની સાથે લેન્સના પ્રોટીનનુ કોગ્યુલેશન થાય છે અને લેન્સ અપારદર્શક બને છે. આંખને બહારની બાજુએથી જોતા વચ્ચેના ભાગમા આ મિલ્કી વાઈટ કલરના આપીરીયન્સ જેવો લેન્સ જોવા મળે છે જે કેટ્રેક્ટ સૂચવે છે.
સર્જરી દ્વારા આ લેન્સને રિમુવ કરી તેને બદલે બીજો લેન્સ મૂકી તેને કરેક્ટ કરી શકાય છે.
Que 6 A. ખાલી જગ્યા પૂરો.
1. નોર્મલ ડબલ્યુ બીસી કાઉન્ટ 4000 થી 10000 હોય છે.
2. ઇન્ટ્રા ઓકયુલર પ્રેશર ટોનોમીટર સાધન દ્વારા માપી શકાય છે.
3. રૂમેટિક હાર્ટ દિસીઝ એ રૂમેટિક ફીવર નુ કોમ્પ્લિકેશન છે.
4. વુચેરેરીયા બાનક્રોફટી ઓર્ગેનીઝમ ફાઈલેરીયાસિસ ફેલાવે છે.
5. પેરી ટોન્સિલર એબસેસ ને ક્વિન્ઝી કહે છે..
Que 6. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો.
2. હર્પીસ જોસ્ટર એ હરપીસ સિમ્પ્લેક્સ દ્વારા થાય છે. (ખોટુ)
3. કેરેટોપ્લાસ્ટિ એ કેટ્રેક્ટ ની મોર્ડન ટ્રીટમેન્ટ છે. (ખોટુ)
4. થેલેસેમિયા એ વારસાગત રોગ છે. (સાચુ)
5. જુનોસિસ એ ફોમાઈટ દ્વારા ફેલાય છે. (ખોટુ)
Que 6
C. નીચેના જોડકા જોડો.
1 – iv
2 – v
3 – i
4 – ii
5 – iii