skip to main content

GNM-T.Y-Midwifery & Gynecological-12/09/2022 (DONE-paper no.5)

GNM-T.Y-Midwifery & Gynecological-12/09/2022

Q-1🔸a. Define Abortion.એર્બોશનલની વ્યાખ્યા લાખો.

  • એબોર્શન એ એવી પ્રોસેસ છે કે જેમાં પ્રેગ્નેન્સી એ ટર્મિનેશન થાય છે એબોર્શન માં કન્સેપ્સન ની પ્રોડક્ટ એ વાયેબિલીટી ની એજ( 28 વીક ) પહેલા જ યુટેરાઇન વોલ માંથી પાર્શીયલી તથા કમ્પ્લીટલી સેપરેસન તથા એક્સપલ્ર્ઝન થાય છે આ કન્ડિશનને “એબોર્શન” કહેવામાં આવે છે.
  • એબોર્શન એ જો સ્પોન્ટાનિયસલી થાય તો તેને “મીસ્કેરેજ” કહેવામા આવે છે.અને જો પરપઝફૂલી કરાવવા મા આવે તો તેને “ઇન્ડ્યુઝ્ડ એબોર્શન” કહેવામા આવે છે.
  • મેજોરીટી એબોર્શન અથવા મિસ્કેરેજ એ પ્રેગ્નેન્સી ના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમ્યાન એટલે કે પ્રેગ્નેન્સી ના ફર્સ્ટ 12 વીક દરમિયાન થાય તો તેને “અર્લી મિસ્કેરેજ” કહેવામાં આવે છે. તથા જે મિસ્કેરેજ એ પ્રેગ્નેન્સી ના 13 વીક પછી થાય તો તેને “લેટ મિસ્કેરેજ” કહેવામા આવે છે.

એબોર્શન ના ટાઇપ એ નીચે પ્રમાણે છે.

  • 1)સ્પોન્ટાનિયસ એબોર્શન
  • A)થ્રેટેન્ડ એબોર્શન,
  • B)ઇનઇવાઇટેબલ એબોર્શન,
  • C) કમ્પ્લીટ એબોર્શન,
  • D)ઇનકમ્પ્લિટ એબોર્શન,
  • E)સાઇલેન્ટ અથવા મિસ્ડ એબોર્શન,
  • D) સેપ્ટીક એબોર્શન,
  • E) રીકરંટ અબોર્શન અથવા હેબિચ્યુઅલ એબોર્શન,
  • 2)ઇન્ડ્યુઝ્ડ એબોર્શન

🔸b. Write signs and symptoms of Abortion. એર્બોશનના ચિહ્નોનો અને લક્ષણો લખો.

એબોર્શન ના લક્ષણો તથા ચિન્હો નીચે મુજબ છે.

1)સ્પોન્ટાનિયસ એબોર્શન

A)થ્રેટેન્ડ એબોર્શન,

  • વજાઇનલ બિલ્ડિંગ થવુ,
  • માઇલ્ડ એબડોમીનલ પેઇન તથા ક્રેમ્પીંગ થવુ,
  • બ્લીડિંગ એ સ્લાઇટ હોવું,
  • બ્લડ નો કલર બ્રાઇડ રેડ જોવા મળવો,
  • માઇલ્ડ એબડોમિનલ પેઇન થવું,
  • બ્લીડિંગ એ પેઇનલેસ થવુ,
  • માઇલ્ડ બેક એક થવું,
  • લોવર એબડોમીનલ એરિયા માં ડલ પેઇન થવું,
  • કોઇપણ પ્રકારનું ફ્રેશ લંપ એ એક્સપલ્ઝન ન થવુ,
  • સર્વિક્સ કે ક્લોઝ હોવું,
  • ડિસ્ચાર્જ જોવા મળવુ.

B)ઇનઇવાઇટેબલ એબોર્શન,

  • વજાઇનલ બ્લીડિંગ ઇન્ક્રીઝ હોવું,
  • આ બ્લીડિંગ એ યુટેરાઇન વોલ માથી પ્લેસેન્ટાના ડીટેચમેન્ટ થવાના કારણે જોવા મળવું,
  • સિવ્યર કોલીકી લોવર એબડોમીનલ પેઇન થવું,
  • કોઇપણ પ્રકારના ટીશ્યુસ એ એક્સપલ્ર્ઝન ન થવા,
  • હેવી બ્લડ લોસ થવાના કારણે ચક્કર આવવા,
  • મેજોરીટી કેસીસ માં વાઇટલ સાઇન નોર્મલ જોવા મળે છે પરંતુ અમુક કેસીસમાં વધારે પ્રમાણમાં બ્લીડિંગ થવાના કારણે શોક ના સાઇન જોવા મળે છે.
  • સ્કિન એ કોલ્ડ તથા ક્લેમી થવી,
  • યુટ્રસ એ ફિર્મ( કોન્ટ્રેક્ટેડ) ફેલ્ટ થવું,
  • સર્વિક્સ એ ડાયલેટ થતું જોવા મળવું.

C) કમ્પ્લીટ એબોર્શન,

  • ફ્લેસી માસ લાઇક સ્ટ્રક્ચર નું એક્સપલ્ઝન થવાની હિસ્ટ્રી જોવા મળવી,
  • એબડોમીનલ પેઇન ઓછા પ્રમાણમાં થવું,
  • વજાઇનલ બ્લિડિંગ એ ઓછા પ્રમાણમાં અથવા એબસન્ટ હોવું,
  • યુટ્રસ એ એમેનોરીયા ના પિરિયડ કરતા સ્મોલ જોવા મળવું,
  • ટ્રાન્સવજાઇનલ અલ્ટ્રાસોનોગ્રાફી માં યુટોરાઇન કેવીટી એમ્પટી જોવા મળવી

D)ઇનકમ્પ્લિટ એબોર્શન,

  • સ્મોલ અમાઉન્ટમાં વજાઇનલ એરિયા માંથી માસ લાઇક સ્ટ્રક્ચર ના એક્સપલ્ઝન થવાની હિસ્ટ્રી જોવા મળવી,
  • લોવર એબડોમીનલ એરિયા મા કોલીકી પેઇન થવું,
  • ઇન્ટરનલ એક્ઝામિનેશન દરમિયાન..
  • યુટ્રસ એ એમેનોરીયા ના પિરિયડ કરતા સ્મોલ જોવા મળવું,
  • વજાઇનલ બ્લીડિંગ જોવા મળવું,
  • એક્ઝામિનેશન દરમિયાન ઇનકમ્પ્લિટ માસ લાઇક સ્ટ્રક્ચર નું એક્સ્પલઝન થતુ જોવા મળવુ.

E)સાઇલેન્ટ અથવા મિસ્ડ એબોર્શન,

  • પર્સીસ્ટન્ટ બ્રાઉનીસ વજાઇનલ ડિસ્ચાર્જ જોવા મળવું,
  • પ્રેગનેન્સી રિલેટેડ સિમ્ટોમ્સ સબસાઇડ થવા,
  • યુટોરાઇન ગ્રોથ સ્ટોપ થવો,
  • ફિટલ હાર્ટ સાઉન્ડ ન સંભળાવા,
  • સર્વિક્સ એ ફિમૅ થવું,
  • રેડિયોલોજીમાં ફિટલ સ્કેલેટલ કોલેપ્સડ થવા,
  • ફિટલ મુવમેન્ટ એબ્સન્ટ જોવા મળવી.

D) સેપ્ટીક એબોર્શન,

  • ઇન્ફેક્શનના સાઇન જોવા મળવા જેમકે,
  • ફિવર આવવો,
  • ઠંડી લાગવી,
  • રાઇગર્સ આવવી,
  • ફાઉલ સ્મેલિંગ વજાઇનલ ડિસ્ચાર્જ તથા પુરુલન્ટ વજાઇનલ ડિસ્ચાર્જ જોવા મડવુ,
  • ઇન્ફેક્શન એ બ્લડ સ્ટ્રીમ મા ટ્રાન્સમિશન થવાની શક્યતા જોવા મળવી.
  • એબડોમીનલ પેઇન તથા ટેન્ડરનેસ થવું,
  • ટકીકાર્ડિયા,
  • પલ્સ રેટ ઇન્ક્રીઝ થવા 100-120 કરતા પણ વધારે પલ્સરેટ થવા,કે જે ઇન્ફેક્શન એ યુટેરાઇન કેવીટી મા સ્પ્રેડ થતુ ઇન્ડિકેટ કરે છે,
  • વજાઇનલ બ્લીડિંગ જોવા મળવું,
  • સેપ્ટીક શોક ની હિસ્ટ્રી જોવા મળવી,
  • જોન્ડિસ, ઓલિગોયુરિયા તથા એનયુરિયા ની હિસ્ટ્રી જોવા મળવી,

E) રીકરંટ અબોર્શન અથવા હેબિચ્યુઅલ એબોર્શન,

  • ફિટલ હાર્ટ સાઉન્ડ એબસન્ટ થવા,
  • મલ્ટીપલ સ્પોન્ટાનિયસ એબોર્શન(રિકરન્ટ)થવું,

2)ઇન્ડ્યુઝ્ડ એબોર્શન

  • વજાઇનલ બિલ્ડિંગ જોવા મળવું,
  • એબડોમીનલ પેઇન તથા કેમ્પિંગ થવું,
  • ઇમોશનલ રિએક્શન જોવા મળવા,
  • જેમ કે ગીલ્ટ, સેડનેસ વગેરે.

🔸c. Write Nursing Management of Threatened Abortion. થ્રેટન્ડ એર્બોશનનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.

  • થ્રેટન્ડ એર્બોશનનું નર્સિંગ મેનેજમેન્ટ
  • થ્રેટેન્ડ એબોર્શન ના નર્સિંગ મેનેજમેન્ટમાં પ્રેગનેન્ટ વુમન નું પ્રોપર્લી એસેસમેન્ટ તથા મોનિટરિંગ કરવું.
    વુમનને પ્રોપરલી સપોર્ટીવ કેર પ્રોવાઇડ કરવી.

1)અસેસમેન્ટ :-

  • વાઇટલ સાઇન
  • મધર ના વાઇટલ સાઇન કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવા. જેમ કે,
  • પલ્સ,
  • બ્લડ પ્રેશર,
  • ટેમ્પરેચર,
  • રેસ્પીરેસન વગેરે.

બ્લીડિંગ એસેસમેન્ટ :- વજાઇનલ બ્લીડિંગના કલર , અમાઉન્ટ, ઇન્ટેન્સિટી તથા કન્સીસ્ટન્સી ને અસેસ કરવી.

હિસ્ટ્રી કલેક્શન :- મધરની પ્રોપરલી હિસ્ટ્રી કલેક્ટ કરવી જેમાં પ્રિવ્યસ પ્રેગનેન્સી તથા એબોર્શન વિશે કમ્પ્લીટ હિસ્ટ્રી કલેક્ટ કરવી.

2) મોનિટરિંગ એન્ડ ઓબ્ઝરવેશન :-

  • મધરને કંટીન્યુઅસલી ઓબ્ઝર્વેશન કરવું તેને કોઇ પણ સોક( હાઇપોટેન્સન, ટેકીકાર્ડિયા,પેલર)ના સાઇન તથા સિમ્ટોમ્સ છે કે નહી તે અસેસ કરવુ.
  • મધર ના પ્રોપરલી ઇન્વેસ્ટિગેશન્સ કરાવવા જેમાં હેમોગ્લોબીન, હિમાટોક્રિટ, અલ્ટ્રાસોનોગ્રાફી,ABO & Rh ગ્રુપિંગ રુટીન્લી કરાવવુ.

3) બેડરેસ્ટ તથા ફિઝિકલ એક્ટિવિટી :-

  • મધર ને કમ્પલીટ્લી બેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.
  • મધર ને ફિઝિકલ એક્ટિવિટી લિમિટેડ કરવા માટે એડવાઇઝ આપવી.
  • મધર ને એક મંથ સુધી હાઉસહોલ્ડ વર્ક ન કરવા માટે એડવાઇઝ આપવી.
  • 4) ઇમોશનલ સપોર્ટ :-
  • મધર તથા તેના ફેમિલી ને ઇમોશનલ સપોર્ટ તથા રિએશ્યોરન્સ પ્રોવાઇડ કરવો.
  • મધર તથા તેના ફેમિલી મેમ્બર્સ ના ડાઉટ્સ અને ક્વેરીસ ને પ્રોપર્લી ક્લિયર કરવા.
  • મધર તથા તેના ફેમિલી મેમ્બર્સને ફોલ્સ રિએસ્યોન્સ આપવો નહીં.

5)એજ્યુકેશન :-

  • મધર ને એબોર્શનના સાઇન તથા સીમટોમ્સ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેમ કે ઇન્ક્રીઝ બ્લિડિંગ,સિવ્યર પેઇન વગેરે તથા એડવાઇઝ આપવી કે આવા કોઇપણ પ્રકારના સાઇન તથા સિમ્ટોમ્સ જોવા મળે તો ઇમીડિયેટલી મેડિકલ ટ્રીટમેન્ટ લેવી.
  • મધરને પ્રોપરલી ફોલોઅપ લેવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.

6) હાઇડ્રેશન અને તથા ન્યુટ્રીશન :-

  • મધર ને એડીક્યુએટ ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
  • મધરનો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ કંટીન્યુઅસલી મોનિટર રાખવો.
  • મધરને પ્રોપરલી બેલેન્સ ડાયટ લેવા માટે એડવાઇઝ આપવી.
  • મધર ને એડવાઇઝ આપવી કે કોન્સ્ટીપેસન ને પ્રિવેન્ટ કરવા માટે હાઇ ફાઇબર યુક્ત ડાયટ ઇન્ટેક કરવુ.
  • મધરને ગુડ ફીટીંગ સાથે સપ્લિમેન્ટસ પ્રોવાઇડ કરવી.
  • Ex:= ફેરસ સલ્ફેટ 200 mg( BD. ),
  • ફોલિક એસિડ 5 mg/ day( TDS ).
  • મધર ને હાઇ પ્રોટીન તથા વિટામીન E યુક્ત ડાયટ પ્રોવાઇડ કરવો.

7) મેડીકેશન એડમિનિસ્ટ્રેશન :-

  • મધરને પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીટેશન પ્રોવાઇડ કરવી.
  • બ્લિડિંગ ને કંટ્રોલ કરવા માટે તથા પેઇન ને રીલીવ કરવા માટે મેડીકેશન પ્રોવાઇડ કરવી.
  • મધરને મેડીકેશનનો ડોઝ, ડિરેક્શન તથા તેના સાઇડ ઇફેક્ટ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • જો મધરને સ્લિપ તથા એન્ઝાઇટી ની પ્રોબ્લેમ હોય તો તેને રીલીવ કરવા માટે

Tab.Diazepam, ( 5-10 mg before night meal ),
Or
Tab.Calmpose, ( 5-10 mg before night meal ),
Or
Tab.valium ( 5-10 mg before night meal ),
પ્રોવાઇડ કરવી.

ગુડ બોલ એક્ટિવિટી માટે બેડ ટાઇમ પર મધર ને માઇલ્ડ અમાઉન્ટ માં લક્ઝેટીવ પ્રોવાઇડ કરવી.
Ex:= મિલ્ક ઓફ મેગ્નેસિયા.

મધર ને એનીમા પ્રોવાઇડ ન કરવું કારણકે એનીમા એ મધર ને યુટેરાઇન કોન્ટ્રાકશન ને સ્ટીમ્યુલેટ કરવા માટે જવાબદાર હોય છે.
મધરને થ્રેટન્ડ એબોર્શન ના સાઇન તથા સીમ્પટોનમ્સ જોવા મળ્યા ના 48 અવર્સ બાદ માઇલ્ડ અમાઉન્ટ મા પરગેટિવ અથવા સપોસીટરી પ્રોવાઇડ કરવી કોન્સ્ટીપેશન હોય તો તેને રીલીવ કરવા માટે.

8) કન્સલ્ટન્સ તથા રેફરલ :-

  • અધર હેલ્થ કેર પર્સનલ સાથે કેર માટે પ્રોપરલી કોલાબોરેશન કરવું .
  • જો જરૂરિયાત રહે તો મધર ને ટાઇમ્લી રેફરલ સર્વિસીસ પ્રોવાઇડ કરવી.

9) ડોક્યુમેન્ટેશન :- મધર નું અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ,પ્રોવાઇડેડ ઇન્ટરવેન્શન,તથા મધર ની કન્ડિશન મા કોઇ ચેન્જીસ છે કે નહી તેનુ ટાઇમ્લી ડોક્યુમેન્ટેશન કરવુ.

10)ફોલોઅપ :-

  • મધર ના પ્રોગ્રેસ તથા રિઅસેસમેન્ટ માટે રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
  • થ્રેટન્ડ એબોર્શન નું નર્સિંગ મેનેજમેન્ટ એ સામાન્ય રીતે મધરને પ્રોપરલી કોમ્પરાહેન્સીવ કેર પ્રોવાઇડ કરવા માટે તથા મધરની કન્ડિશનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા તે માટે પ્રોવાઇડ કરવામાં આવે છે.

🔸OR🔸

🔸a. Define Pre-Eclampsia, પ્રિ -એકલેમ્સિયાની વ્યાખ્યા આપો.

પ્રિક્લેમ્પસિયા :- પ્રિક્લેમ્પસિયા એ પ્રેગનેન્સી ની એક કોમ્પ્લિકેશન છે. જેમાં તેની ઇટિયોલોજી એ અનનોન છે પરંતુ તે મલ્ટીસિસ્ટમ ડિસઓર્ડર છે. જેમાં બ્લડપ્રેશર એ હાઇ જોવા મળે છે સાથે સાથે બીજા ઓર્ગન પણ ડેમેજ થાય છે અને મોસ્ટ કોમન્લી લીવર તથા કિડની એ અફેક્ટ થાય છે.
પ્રિક્લેમ્પસિયા તે પ્રેગનેન્સીના 20th વીક પછી મુખ્યત્વે જોવા મળે છે તથા તે સિવ્યારિટી મા પણ ડિફરન્ટ હોય છે.

પ્રિક્લેમ્પસિયા ના મેઇન સિમ્ટોમ્સ માં, :-

  • 1) હાઇપરટેન્શન જે 140/90 mmHg કરતા પણ ઇન્ક્રીઝ થાય છે( હોલમાર્ક સાઇન ઓફ પ્રિએક્લેમ્પસિયા),
  • 2)ઇડિમા( મેઇન્લી હેન્ડ,ફેસ,તથા લેગ મા ) તથા એક્સેસિવ વેઇટ ગેઇન થવો ,
  • 3) પ્રોટીનયુરિયા(યુરિન મા એક્સેસ અમાઉન્ટ મા પ્રોટીન જોવા મળવુ),
  • 4)આલ્બ્યુમિન્યુરિયા ( યુરિન મા આલ્બ્યુમિન પ્રેઝન્ટ હોવુ). આ પ્રિક્લેમ્પસિયા ના સિમ્પટોમ્સ એ 20th વીક પછી જોવા મળે છે.

🔸b. Write signs and symptoms of Pre-Eclampsia, પ્રિ -એકલેમ્સિયાની ચિહ્નોનો અને લક્ષણો જાના જણાવો

પ્રી-એક્લેમ્પસિયાના ચિહ્નો અને લક્ષણો સિવ્યારિટી મુજબ બદલાઈ શકે છે.

તેમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:

મેઇન સિમ્પટોમ્સ:=

  • 1.હાઇ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન): બ્લડ પ્રેશર સતત 140/90 mm Hg થી ઉપર, જોવા મળે છે.
  • 2.પ્રોટીન્યુરિયા:યુરિન માં પ્રોટીન ડિટેક્ટ થાય છે.
  • 3.એડીમા :- એડિમા, ખાસ કરીને હાથ, ફેસ અથવા પગમાં જોવા મળે છે . જ્યારે પ્રેગ્નેન્સિ દરમિયાન થોડા પ્રમાણ મા એડીમા એ સામાન્ય હોય છે, પરંતુ અથવા અચાનક એડીમા, થાય અને જો અન્ય લક્ષણો તથા ચિન્હો સાથે હોય, તો પ્રી-એક્લેમ્પસિયા સૂચવી શકે છે.
  • 4.આલ્બ્યુમિન્યુરિયા :-યુરિન મા આલ્બ્યુમિન જોવા મળવુ.
  • એલાર્મિગ સિમ્ટોમ્સ:=
  • 5.માથાનો દુખાવો થવો :- ઘણી વખત સિવ્યર અને સતત માથાનો દુખાવો થાય કે જે ટ્રીટમેન્ટ થી પણ રિલીવ થતો નથી.
  • 6.વિઝ્યુઅલ ડિસ્ટબન્સ થવુ :- આમાં બ્લર વિઝન, ફ્લેશિંગ લાઇટ અથવા સ્પોટ્સ જોવા મડી શકે છે.
  • 7.એબડોમન ના અપર પાટૅ માં પેઇન થવુ :- ખાસ કરીને રાઇટ એબડોમન ના ઉપરના ભાગમાં, જે લીવર નુ ઇન્વોલ્વમેન્ટ સુચવે છે.
  • 8.યુરિન આઉટપુટમાં ઘટાડો :- ઓલિગુરિયા (યુરિન નું પ્રોડક્શન રિડ્યુસ થવુ) અધર સિમ્ટોમ્સ:=
  • 9.નોઝીયા અને વોમીટીંગ થવી :- ખાસ કરીને જો તે સતત અને સિવ્યર હોય.
  • 10 શ્વાસની તકલીફ :-ખાસ કરીને જો લંગ્સ માં ફ્લુઇડ એ એક્યુમ્યુલેટ થવા સાથે અસોસીએટેડ હોય (પલ્મોનરી એડીમા).
  • 11હાયપરરેફ્લેક્સિયા :- એક્ઝાગરેટેડ રીફ્લેક્સ રિસ્પોન્સ.
  • 12 થ્રોમ્બોસાયટોપેનિયા: પ્લેટલેટની સંખ્યા ઓછી થવી , જે બ્લડ ક્લોટ થવાની પ્રોબ્લમ તરફ દોરી શકે છે.

13.ફિટલ ની મુવમેન્ટ મા ઘટાડો :-

  • પ્રેગ્નેન્સિ ના તે સ્ટેજ કરતા ફિટલ દ્વારા નોમૅલ કરતાં ઓછી મુવમેન્ટ થવી.
  • એ નોટ કરવુ અગત્યનું છે કે પ્રી-એક્લેમ્પસિયા ધરાવતી બધી સ્ત્રીઓ એ આ બધા જ લક્ષણોનો અનુભવ કરશે નહીં.
  • પ્રિવ્યસ નોર્મોટેન્સિવ વુમન માં પ્રેગ્નેન્સિ ના 20 અઠવાડિયા પછી હાયપરટેન્શન અને પ્રોટીન્યુરિયાની હાજરી એ પ્રી-એક્લેમ્પસિયા માટે પ્રાઇમરી ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા છે.

🔸c. Write Nursing Management of Pre-Eclampsia. પ્રિ -એકલેમ્સિયાનું નર્સિંગ મેનેજમેન્ટ લખો

પ્રી એક્લેમ્પસિયા ના નર્સિંગ મેનેજમેન્ટ માં મધરનું ક્લોઝલી મોનેટરીંગ કરવું, કોમ્પ્લીકેશન ને પ્રિવેન્ટ કરવુ, તથા મધર અને ફિટસ ના વેલબિંગને ઇમ્પ્રુવ કરવા માટે નર્સિંગ મેનેજમેન્ટ કરવામાં આવે છે.

1) એસેસમેન્ટ એન્ડ મોનીટરિંગ

  • વાઈટલ સાઇન
  • મધર ના કંટીન્યુઅસલી વાઇટલ સાઇન મોનિટર કરવા જેમાં ,
  • પલ્સ ,
  • બ્લડપ્રેશર,
  • રેસ્પીરેસન,તથા
  • ટેમ્પરેચર નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

ફ્લુઇડ ઇન્ટેક આઉટપુટ મોનીટરીંગ મધર નુ ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મોનિટરિંગ કરવો. જેના કારણે કિડની ફંક્શન તથા ફ્લુઇડ બેલેન્સ ને મોનિટર કરી શકાય.

ફિટલ અસેસમેન્ટ ફિટલ અસેસમેન્ટ મા ફિટસ ના હાર્ટ રેટ તથા ફિટસ ની મુવમેન્ટ ને અસેસ કરવી.

સિમ્પટોમ્સ અસેસમેન્ટ

  • મધરના સાઇન તથા સીમટોન્સ ને રેગ્યુલરલી અસેસ કરવું જેમા
  • હેડએક,
  • વિઝ્યુઅલ ડિસ્ટબન્સ,
  • એપીગેસ્ટ્રીક પેઇન,
  • તથા એડિમા ની કન્ડિશન છે કે નહી તે અસેસ કરવુ.

2) બેડરેસ્ટ તથા પોઝિશનિંગ

  • મધર ને લેફ્ટ સાઇડ પર રેસ્ટ કરવા માટે એડવાઇઝ આપવી જેના કારણે યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થય શકે અને વેના કાવા કમ્પ્રેશન ને રીડયુઝ કરી શકાય.
  • મધર ને લિમિટેડ માઉન્ટ માં એક્ટિવિટી કરવા માટે એડવાઇઝ આપવી જેના કારણે બ્લડપ્રેશરને ઇન્ક્રીઝ થતું પ્રિવેન્ટ કરી શકાય.

3) ફ્લુઇડ મેનેજમેન્ટ

  • મધર ના ઇન્ટ્રા વિનસ એક્સેસને મેઇન્ટેન રાખવુ જેના કારણે તેનું હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન રહી શકે તથા મેડીકેશન ને એડમિનિસ્ટ્રેશન કરી શકાય.
  • મધર નું ઇન્ટેક આઉટપુટ કંટીન્યુઅસલી મોનિટર કરવું જેના કારણે મધર નું હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન રાખી શકાય તથા મધર ને ફ્લ્યુઇડ ઓવરલોડ થતા પ્રિવેન્ટ કરી શકાય.

4) મેડિકેશન એડમિનિસ્ટ્રેશન
મધરને હેલ્થકેર પ્રોવાઇડર દ્વારા પ્રોપરલી પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
જેમ કે, બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવા માટે એન્ટીહાઇપરટેન્સિવ ડ્રગ
Ex:=
labetalol
( ઓરલી 100 mg (TDS)
I.V infusion :=1-2 mg / min.),

Hydralazine( ઓરલી
100 mg / day ઇન ફોર ડિવાઇડેડ ડોઝ).

જો મધરને ફ્લ્યુઇડ ઓવરલોડ ની કન્ડિશન થતી હોય તો ડાયયુરેક મેડીકેશન પ્રોવાઇડ કરવી જેમ કે,
Ex: Lasix(Frusemide)( 40 mg અપ ટુ 5 ડે).

જો મધર ને કન્વલ્ઝન ની કન્ડિશન હોય તો એન્ટીકન્વર્ઝિવ મેડીકેશન પ્રોવાઇડ કરવી.
Ex:=મેગ્નેસિયમ સલ્ફેટ.

મધરને સીડેટીવ મેડીટેશન પ્રોવાઇડ કરવી.
Ex:=
Diazepam 10-20 mg I.v.ફોલોવ્ડ બાય:
Tab.Diazepam 5mg ( TDS),
Tab.phenobarbitone 60 mg ( hs).

મધર ને જો કોન્સ્ટિપેશન ની કન્ડિશન હોય તો માઇન્ડ લક્ઝેટીવ બેડટાઇમ પર પ્રોવાઇડ કરવી.
Ex:= milk of megnesia.

  • મધર નો પ્રોગ્રેસ ચાર્ટ મેન્ટેન રાખવો જેમાં,
  • બ્લડ પ્રેશર એ દિવસ દરમિયાન ચાર વખત મોનિટરિંગ કરવું.
  • મધર નો ડેઇલી વેઇટ મોનિટરિંગ કરવો તથા એડિમા ની કન્ડિશન એસેસ કરવી.
  • મધર નું ફ્લુઇડ ઇન્ટેક તથા યુરિન આઉટપુટ મોનિટરિંગ કરવું.
  • મધર નું યુરિન એક્ઝામિનેશન કરવું જેમાં પ્રોટીન યુરિયાની કન્ડિશન અસેસ કરવી.
  • મધરના બ્લડ ઇન્વેસ્ટિગેશન કરવા જેમાં મધર નું
  • હિમાટોક્રિટ,
    પ્લેટલેટ કાઉન્ટ,
    યુરિક એસિડ,
    ક્રિએટીનીન લેવલ,
    તથા લિવર ફંક્શન ટેસ્ટ ( LFT) એ વિક મા એક વખત કરવુ.
  • મધર નું ઓપ્થેલ્મિક એક્ઝામિનેશન કરવું.
  • ફિટસ નું વેલ્બીંગ કંટીન્યુઅસલી અસેસ કરવું.

5) મોનિટર ફોર કોમ્પ્લીકેશન
મધર ને સિવ્યર પ્રી-એક્લેમ્પશિયા ના તથા એક્લેમ્પસિયા ના વોર્નિંગ સાઇન તથા સિમ્ટોમ્સ નું અસેસમેન્ટ કરવું જેમાં,
સિઝર, સિવ્યર હેડએક,
એપીગેસ્ટ્રીક પેઇન,
બ્લર વિઝન માટે અસેસ કરવુ.

મધર ને HELLP સિન્ડ્રોમ:

  • (1)H :=હિમોલાઇટીક એનિમિયા,
  • (2) EL:=એલિવેટેડ લિવર એન્ઝાઇમ,
  • (3) LP:= લો પ્લેટલેટ કાઉન્ટ)

જેવા કોમ્પ્લિકેશન વિશે અસેસમેન્ટ કરવું.

6) પેશન્ટ એજ્યુકેશન

  • પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને રેગ્યુલરલી પ્રેગ્નેન્ટ વુમન નું એન્ટિનેટલ ચેકઅપ કરાવવા માટે એડવાઇઝ આપવી જેના કારણે પ્રી-એક્લેમ્પસિયા ની કન્ડિશન વહેલી ડિટેક્ટ થય શકે.
  • પ્રેગ્નેટ વુમન તથા તેના ફેમિલી મેમ્બર્સને પ્રિ-એક્લેમ્પસિયા ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો , ડાયગ્નોસીસ, કોમ્પ્લીકેશન અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન તથા એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • પ્રેગનેન્ટ વુમન તથા તેના ફેમિલી મેમ્બર્સ ને એડવાઇઝ આપવી કે ઇમીડીયેટ મેડિકલ ટ્રીટમેન્ટ લેવી જેના કારણે
  • પ્રી-એક્લેમ્પસિયાની કન્ડિશનને વધારે પડતી વર્ઝ થતી પ્રિવેન્ટ કરી શકાય.

7) ઇમોશનલ સપોર્ટ

  • પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી રિએશ્યોરન્સ તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સને પ્રોપરલી કોપ અપ મિકેનિઝમ ને ઇમ્પ્રુવ કરવા માટે એડવાઇઝ આપવી.

8) કોલાબોરેશન તથા કોમ્યુનિકેશન

  • મધર ની પ્રોપરલી ટ્રીટમેન્ટ માટે અધર હેલ્થ કેર પર્સનલ સાથે પ્રોપરલી કોલાબોરેશન કરવું જેમાં ઓબસ્ટેટ્રીસિયન, નિયોનેટોલોજીસ્ટ તથા એનેસ્થેશિયા પ્રોવાઇડર સાથે કોમ્યુનિકેશન કરવુ જેના કારણે મધર ની પ્રોપર્લી કેર કરી શકાય.
  • મધરની કેર માટે અધર હેલ્થ કેર ટીમ મેમ્બર સાથે પ્રોપરલી કોમ્યુનિકેશન તથા કોલાબોરેશન કરી મધર ને પ્રોપરલી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.

9) પ્રિપેરેશન ફોર ડીલેવરી

  • મધરની પ્રી-એક્લેમ્પસિયાની કન્ડિશન,
  • જેસ્ટેશનલ એજ,તથા સીવ્યારીટી ના આધારે મધરને તથા બેબીને કોમ્પ્લિકેશન થતું પ્રિવેન્ટ કરવા માટે ટાઇમ્લી ડીલેવરી માટે પ્રિપેરેશન કરવી.
  • જરૂરી બધા ઇમર્જન્સી ઇક્વીપમેન્ટ તૈયાર રાખવા જેમ કે, એરવે, કેથેટરાઇઝેશનના ઇક્વિપમેન્ટ્સ, ઓક્સિજન, સક્સન એપરેટર્સૅ , ઇમરજન્સી મેડિસિન ટ્રે તથા સિઝેરિયન સેક્શન ની ટ્રે વગેરે પ્રોપરલી તૈયાર રાખવી.

10) ફોલોઅપ એન્ડ ડિસ્ચાર્જ પ્લાનિંગ

  • મધરની પોસ્ટ પાર્ટમ કેર વિશે પ્લાનિંગ કરવું તથા પ્રી-એક્લેમ્પસિયાની કન્ડિશનન માંથી મધરને કયા પ્રકારે રિક્વરી લાવવી તેના વિશે પ્રોપરલી પ્લાનિંગ કરવું.
    ક્લાઇન્ટ ને તથા તેના ફેમિલી મેમ્બર્સ ને, ક્લાઇન્ટ ની પ્રોપરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી તથા બ્લડપ્રેશર ને કંટીન્યુઅસલી મોનિટરિંગ કરાવવા માટે એડવાઇઝ આપવી.
  • આમ પ્રી-એક્લેમ્પસિયા નું નર્સિંગ મેનેજમેન્ટ એ પ્રેગ્નેન્ટ વુમન નુ કંટીન્યુઅસલી મોનિટરિંગ માટે, ટાઇમ્લી ઇન્ટરવેશન માટે, કોમ્પ્રાહેંસીવ કેર પ્રોવાઇડ કરવા માટે તથા મધર અને બેબી ને થતી કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરવા માટે પ્રોવાઇડ કરવામાં આવે છે.

Q-2 Answer the following

🔸a. Define Labour. Describe physiological changes during pregnancy. લેબરની વ્યાખ્યા આપો. પ્રેગ્નેન્સી દરમ્યાન થતા ફીઝીયોલોજીકલ ફેરફારો વર્ણવો.

લેબર
યુટ્રસ(વોમ્બ)માંથી વજાઇ ના દ્વારા આઉટર વર્લ્ડ માં કન્સેપ્સન ની વાયેબલ પ્રોડક્ટ ને બહાર લાવવા માટે જીનાઇટલ ઓર્ગન્સ માં જે ઇવેન્ટ ની સિરીઝ રચાય છે તેને “લેબર” કહેવામાં આવે છે.

જે વુમન લેબરમાં હોય તેને “પારટ્યુરિઅન્ટ” કહેવામા આવે છે.
તથા
બર્થ આપવાની પ્રોસેસ ને “પાર્ટ્યુરીઝન” કહેવામાં આવે છે.

નોર્મલ લેબર ને યુટોશીયા પણ કહેવામાં આવે છે.
નોર્મલ લેબર એ ત્યારે કહેવામાં આવે છે જ્યારે નીચે પ્રમાણેના ક્રાઇટેરિયા એ ફૂલફીલ થઇ શકે.

  • 1) લેબર ની શરૂઆત એ સ્પોન્ટેનિયસલી તથા એટ ટમૅ (37 થી 48 વીક)પર હોવી જોઇએ.
  • 2)ફિટસ નુ વર્ટેક્સ પ્રેઝન્ટેશન( ફિટસ ના હેડ નો ઓક્સિપુટ નો પાટૅ એ યુટેરાઇન કેવીટી ના લોવર પાટૅ મા હોવુ તથા ફિટસ ની ચીન એ તેના ચેસ્ટ સાથે ટક્ડ થયેલી હોવી).
    હોવું જોઇએ.
  • 3)લેબર નો સમયગાળો એ વધારે ન હોવો જોઇએ(એટલે કે જો પ્રાઇમરી ગ્રેવીડા મધર હોય તો લેબર નો એવરેજ ડ્યુરેશન 12 અવર્સ નો તથા જો મલ્ટીપારા મધર હોય તો લેબરનો એવરેજ ડ્યુરેસન એ 6 અવર્સ નો હોવો જોઇએ)
  • 4) ઓછામાં ઓછી મદદ થી નેચરલી બર્થ થવું જોઇએ.
  • 5) મધર અને બેબી ની હેલ્થને અસર કરે તેવા કોઇપણ પ્રકારના કોમ્પ્લિકેશન ના હોવી જોઇએ.

પ્રેગ્નેન્સી દરમ્યાન થતા ફીઝીયોલોજીકલ ફેરફારો

  • પ્રેગનેન્સી તે કન્સેપશન ના ટાઇમ થી ડીલેવરી ના ટાઇમ સુધીની એક કન્ડિશન છે.અમુક પ્રકારના સ્પેસિફિક હોર્મોન્સ ના કારણે મધરની બોડીમાં પ્રેગનેન્સી સમય દરમિયાન ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે. આ ચેન્જીસ એ ફિટસ ના ઉછેર કરવા માટે, મધરની બોડી ને લેબર માટે તૈયાર કરવા, તથા પરપેરીયમ પિરિયડ દરમિયાન બેસ્ટ મિલ્ક ના પ્રોડક્શન માટે થાય છે.

1) ચેન્જીસ ઇન રીપ્રોડક્ટિવ સિસ્ટમ

A)વલ્વા:=

  • વલ્વા એ વધારે ઇડીમાટોસ અને વાકયુલર બને છે.
  • મલ્ટીપારામાં સુપર ફિશિયલ વેરીકોસાઇટીસ(વેરીકોસ વેઇન := વેઇન એ એન્લાર્જ તથા સ્વોલેન થવી, તે સામાન્ય રિતે લેગ મા જોવા મળે અને પ્રેગ્નેન્સિ પીરીયડ દરમિયાન પેલ્વિક એરિયા મા પણ જોવા મળે છે.) પણ જોવા મળે છે તથા લેબિયામાઇનોરા એ પીગ્મેન્ટેડ બને છે તથા તેની હાઇપરટ્રોફી(ઓર્ગન ની સાઇઝ વધવી) થાય છે.

B)વજાઇના:=

  • વજાઇના ની વોલ એ હાઇપરટ્રોફોઇડ,
  • ઇડીમાટોસ અને વધારે વાસ્ક્યુલર બને છે.
  • વજાયનલ વોલમાં વિનસ બ્લડ સપ્લાય વધવાથી વજાઇનલ મ્યુકોઝા નુ બ્લુઇસ કલરેસન મળે છે તેને “જેક્મીયર સાઇન” કહેવામાં આવે છે.
  • અઃન્ટિરિયર વોલ ની લંબાઇ ઇન્ક્રીઝ થાય છે.
    વજાઇનલ સિક્રીશન એ વધારે એસિડીક,પાતળું અને કર્ડી વાઇટ હોય છે.
  • વજાઇના ના સિક્રીસન ની એસિડિક પીએચ ના કારણે પેથોજેનીક માઇક્રોઓર્ગેનીઝમ નુ મલ્ટીપ્લિકેશન અટકે છે.

(C) યુટ્રસ:= પ્રેગ્નન્સી સમયમાં યુટ્રસ નો વધારે પ્રમાણમાં ગ્રોથ થાય છે. પ્રેગ્નન્સી સમય દરમિયાન યુટ્રસ નો વેઇટ તથા તેની લેન્થ એ પણ ઇન્ક્રીઝ થાય છે.

વેઇટ ઓફ યુટ્રસ: નોન પ્રેગનેન્ટ સ્ટેટમાં યુટ્રસ નો વજન આશરે 60 gm નો હોય છે જે પ્રેગ્નેન્સી સમય દરમિયાન(એટ ટમૅ) તેનો વેઇટ એ 900 – 1000 ગ્રામ જેટલો ઇન્ક્રીઝ થાય છે.

લેંથ( લંબાઇ), વીથ( પહોડાઇ) એન્ડ થીકનેસ( જાડાઇ) ઓફ યુટ્રસ:

નોન પ્રેગનેન્ટ સ્ટેટમાં યુટ્રસ ની ,

  • લંબાઇ := 7.5 cm ,
  • પહોડાઇ:=5 cm તથા જાડાઇ :=2.5 cm જેટલી હોય છે.
  • જ્યારે પ્રેગ્નેન્સી સમય દરમિયાન(એટ ટમૅ) યુટ્રસ ની
  • લંબાઇ := 30-35 cm ,
  • પહોડાઇ := 22.5 cm તથા
  • જાડાઇ :=20 cm જેટલી થાય છે.

વોલ્યુમ ઓફ યુટેરાઇન કેવીટી: નોન પ્રેગનેન્ટ સ્ટેટમાં યુટ્રસ નુ વોલ્યુમ એ 10 ml હોય છે જે પ્રેગ્નેન્સી સમય દરમિયાન(એટ ટમૅ) તેનો વોલ્યુમ એ 5 લિટર જેટલુ ઇન્ક્રીઝ થાય છે.

બોડી ઓફ યુટ્રસ: યુટ્રસ ની બોડી નું ગ્રોથ અને એન્લાર્જમેન્ટ થાય છે.

મસલ્સ

  • 1) આઉટર:= લોન્જિટ્યુડીનલ લેયર
  • 2) મિડલ:= વાસ્ક્યુલર લેયર
  • 3) ઇનર:= સર્ક્યુલર લેયર

મસલ્સમાં હાઇપરટ્રોફી(સાઇઝ ઇન્ક્રીઝ થવી) તથા હાઇપરપ્લેશીયા(સંખ્યા વધવી) જોવા મળે છે.

પ્રેગનેન્સી ના 20 વિક પછી યુટ્રાઇન મસલ્સ ફાઇબર ની લંબાઈ વધે છે તથા યુટેરાઇન વોલ એ પાતળી થાય છે તેના લીધે એ નોન ગ્રેવિડ કન્ડિશન કરતા ગ્રેવીડ કન્ડિશન માં યુટ્રસ એ સોફ્ટ અને ઇલાસ્ટિક બને છે.

વાસ્ક્યુલર સિસ્ટમ:

  • બ્લડ સપ્લાય એ 20 વીક થી વધવા લાગે છે ઇસ્ટ્રાડાયોલ અને પ્રોજેસ્ટેરોનના લીધે વાઝોડાયલેટેશન થાય છે.
  • યુટેરાઇન આર્ટરી નો ડાયામીટર ડબલ થાય છે તથા બ્લડ ફ્લો એ કે ઇન્ક્રીઝ થાય છે અને વેઇન્સ એ ડાયલેટ થાય છે.
  • પ્રેગનેન્સી સમય દરમિયાન યુટર્સના એન્ડોમેટ્રીયમને ડેસીડ્યુઆ કહેવામાં આવે છે.

બ્રેક્સટન હિક્સ કોન્ટ્રેક્સનઃ

  • પ્રેગનેન્સી ની શરૂઆતમાં યુટર્સ તેની જાતે જ કોન્ટ્રાકશનમાં જાય છે તે એ ઇરરેગ્યુલર, ઇનફ્રિકવન્ટ, સ્પાઝમોડીક તથા પેઇનલેસ હોય છે તેના કારણે સર્વિક્સ ના ડાયલેટેસન ઉપર કોઇ અસર થતી નથી તે ટર્મ( 37-42 વીક) ની નજીક તે વધીને છેલ્લે લેબરના પેઇનફૂલ કોન્ટ્રાકશન સાથે ભળી જાય છે.

D) ઇસ્થમસ:=

  • પ્રેગનેન્સી સમય દરમિયાન યુટર્સ નો લોવર સેગ્મેન્ટ એ ઇસ્થમસ ફોર્મ કરે છે.
  • નોનપ્રેગ્નેન્ટ સ્ટેટમાં ઇસ્થમસ ની લેન્થ એ 0.5 cm ની હોય છે જે પ્રેગનેન્સી સમય દરમિયાન તેની લંબાઇ વધીને એટ ટમૅ ઇન્ક્રીઝ થયને 7.5 cm-10 cm જેટલી ઇન્ક્રીઝ થાય છે.
  • ઇસ્થમસ ના મસલ્સ ફાઇબર એ લોવર સેગમેન્ટ માં સર્ક્યુલરલી અરેન્જ થય અને સ્પીન્કટર લાઇક સ્ટ્રક્ચર ફોમૅ કરે છે જેના કારણે અર્લી પ્રેગ્નન્સી દરમ્યાન ફિટસ ને યુટ્રસ માં સ્ટે કરવા માટે હેલ્પ કરે છે.જો આ સ્પીન્કટર એ ઇનકંમ્પીટન્ટ હોય તો એબોર્શન પણ થય શકે છે.

E)સર્વિક્સ:=

  • પ્રેગનેન્સી સમય દરમિયાન સર્વિક્સ એ વાસ્ક્યુલર,એડીમાટોસ તથા હાઇપરટ્રોફોઇડ અને હાઇપરપ્લેશીયા થાય છે.
  • સર્વિક્સ કે સોફ્ટ બને છે જેને “ગુડેલ સાઇન” કહેવામાં આવે છે.
  • સર્વિક્સ ની લેન્થ એ ડબલ થાય છે તથા તેનું વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થાય છે.

F) ફેલોપિયન ટ્યુબ્સ:=

  • થોડા પ્રમાણમાં ફેલોપિયન ટ્યુબ ની લેન્થ એ ઇન્ક્રીઝ થાય છે. ટ્યુબ એ કંજેસ્ટેડ બને છે. મસલ્સ હાઇપરટ્રોફી થાય છે અને એપીથિલિયમ ફ્લેટ બને છે.

G)ઓવરી:=

  • પ્રેગનેન્સી સમય દરમિયાન ઓવ્યુલેસન એ સ્ટોપ રહે છે. ઓવરી એ હાઇપરટ્રોફી તથા વાસ્ક્યુલર થાય છે.
  • જે યુઝવલ મેન્સટ્રુઅલ સાયકલ હતી તે કોર્પસ લ્યુટીયમ સતત રહે છે અને 8 વીક સુધી બે 2.5 cm એન્લાર્જ થાય છે અને તે ફર્ટિલાઇઝ્ડ ઓવન (ટ્રોફોબ્લાસ્ટ) ના ચેન્જીસ ના કારણે થાય છે અને હોર્મોન પ્રોડ્યુસ કરવામાં હેલ્પ કરે છે 12th વીક એ
  • કોલોઇડ ડીજનરેશન થાય છે અને એટ ટમૅ કેલ્સીફાઇડ બને છે કોર્પસ લ્યુટીયમ દ્વારા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને પ્લેસેન્ટા ની એક્શન સ્ટાર્ટ થાય ત્યાં સુધી ઓવમ ને મેઇન્ટેન કરવા માટે એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરે છે.

H) બ્રેસ્ટ:=

  • ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ની અસર ના કારણે આખી પ્રેગનેન્સી દરમિયાન બ્રેસ્ટની વાસ્કયુલારીટી વધવાની સાથે બ્રેસ્ટની સાઇઝ, નોડ્યુલારીટી અને સેન્સિટીવીટી વધે છે.
  • નિપલ એ એન્લાર્જ, ડાર્ક અને ઇરેક્ટાઇલ બને છે.
  • 5 થી 15 સીબેએસિયસ ગ્લેન્ડ કે જે નોન પ્રેગ્નેન્ટ સ્ટેટમાં ઇનવિઝિબલ હોય તેની હાઇપરટ્રોફી જોવા મળે છે જેને ” મોન્ટગોમેરી ટ્યુબરકલ્સ” કહેવામાં આવે છે. તે નિપલ ની આસપાસ આવેલા હોય છે તેનું સિક્રીશન એ નિપલ અને એરીયોલા ને મોઇસ્ટ તથા હેલ્થી રાખી છે.
  • એરીઓલા એ ડાર્ક તથા પિગ્મેન્ટેડ બને છે તેને પ્રાયમરી એરીયોલા કહેવામાં આવે છે.
  • સેકન્ડ ટ્રાયમેસ્ટરમાં પ્રાઇમરી એરીયોલાની આસપાસ બીજો પીગ્મેન્ટેડ ઝોન રચાય છે જેને સેકન્ડરી એરીયોલા કહે છે.
  • પહેલા ત્રણ મહિનામાં બ્રેસ્ટ માં ડક્ટલ સિસ્ટમનો ગ્રોથ વધે છે પ્રેગનેન્સી નું પ્રોગ્રેસ થાય છે તેમ તેની એલ્વીયોલર સેલ સિક્રેટરી બને છે.
  • બ્રેસ્ટ નો ટોટલ વેઇટ એ 0.4 kg જેટલો થાય છે.
  • એલ્વીઓલર એ પ્રોલીફરેશન અને ફેટ ડિપોઝીશન ના કારણે બેસ્ટ એન્લાર્જમેન્ટ થાય છે તથા બેસ્ટ માંથી ક્લીયર સ્ટિક્કી ફ્લુઇડ એ આશરે 12 વીક એ સ્કવીઝ કરી શકાય છે.
  • 16 વીક એ આ ક્લીયર સ્ટિક્કી ફ્લુઇડ એ થીક તથા યેલો બને છે જેને કોલેસ્ટ્રમ કહેવામાં આવે છે તે પ્રેગ્નન્સી નું અગત્યનું સાઇન છે.

ચેન્જીસ ઇન અધર સિસ્ટમ ઓફ ધ બોડી.

1) સ્કિન ચેન્જીસ:=

A) ફેસ: ચીક, ફોરહેડ અને આઇસ ની આસપાસ પિગ્મેન્ટેસન જોવા મળે છે જેને “ક્લોઝમાં ગ્રેવિડેરમ” અથવા “પ્રેગ્નેન્સી માસ્ક” કહેવામાં આવે છે જે ડીલેવરી પછી તેની જાતે જ અદ્રશ્ય થઈ જાય છે.

B) બ્રેસ્ટ: બ્રેસ્ટમાં વિઝીબલ પિગ્મેન્ટેસન ચેન્જીસ થાય છે.

C) એબડોમન:

લાઇના નાઇગ્રા મેલેનોસાઇટ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન ના કારણે ઝીફિસ્ટરનમ થી સિમ્ફાયસીસ પ્યુબીસ સુધી મીડલાઇન માં બ્રાઉનીસ બ્લેક કલરની લાઇન વિઝીબલ થાય છે તેને લાઇના નાઇગ્રા કહે છે.

સ્ટ્રાયા ગ્રેવીડેરમ

  • એબડોમિનલ વોલમાં અંબેલીકસ થી નીચે અને ક્યારેક થાય અને બ્રેસ્ટ પર ડિપ્રેસ્ડ લિનીયર માસ્ક જોવા મળે છે જે શરૂઆતમાં પિંક પરંતુ ડિલિવરી પછી ગ્લીસ્ટનીંગ વાઇટ બને છે જેને સ્ટ્રાયા આલ્બીકેન્સ અથવા સ્ટ્રાયા ગ્રેવીડેરમ કહે છે.
  • હાઇ ઇસ્ટ્રોજન લેવલ થી વાકયુલર સ્પાઇન્ડર અને પાલ્રમર એરીધેમા જોવા મળે છે.સ્કિન
  • માઇલ્ડ ડીગ્રીમાં હરસુટીઝમ(એક્સેસ હેઇર)જોવા મળે છે અને પરપેરિયમા પિરિયડમાં એક્સેસ અમાઉન્ટમાં હેર એ લોસ્ટ થાય છે.

2) વેઇટ ગેઇન પ્રેગનેન્સી ના શરૂઆતના વીક દરમિયાન નોઝિયા તથા વોમિટિંગના કારણે વેઇટ એ લોસ થાય છે. પછીના મન્થ થી વેઇટ ગેઇન એ પ્રોગ્રેસિવ રહે છે.
હેલ્થી વુમન માં પ્રેગનેન્સી સમય દરમિયાન એવરેજ 11 kg( 24 lbs) જેટલો વેઇટ ઈન્ક્રીઝ થાય છે.

1st ટ્રાઇમેસ્ટર દરમ્યાન: 1kg,
2nd ટ્રાઇમેસ્ટર
દરમ્યાન: 5kg,
3rd ટ્રાઇમેસ્ટર દરમ્યાન: 5kg,

જેટલો વેઇટ ઇન્ક્રીઝ થાય છે.

A) રીપ્રોડક્ટિવ વેઇટ ગેઇન

  • 1) વેઇટ ઓફ ફિટસ: 3.3kg,
  • 2)વેઇટ ઓફ પ્લેસેન્ટા: 0.6kg,
  • 3)વેઇટ ઓફ લાઇકર: 0.8kg,
  • 4) વેઇટ ઓફ યુટ્રસ: 0.9kg,
  • 5) વેઇટ ઓફ બ્રેસ્ટ: 0.4kg.

B) નેટ મેટરનલ વેઇટ ગેઇન

  • 1) ઇન્ક્રીઝ બ્લડ વોલ્યુમ:=1.3kg,
  • 2) ઇન્ક્રીઝ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ:=1.2kg,
  • 3) ફેટ અને પ્રોટીન:=3.5kg.

3) કાર્ડીઓ વાસ્ક્યુલર સિસ્ટમ

  • A) હાર્ટ ને પ્રેગનેન્સી સમય દરમિયાન વધારે પ્રમાણમાં વર્ક કરવું પડે છે.
    કાર્ડિયાક વોલ્યુમ એ 10% જેટલું વધે છે પરંતુ ECG મા કોઇ ચેન્જ થતો નથી.
    હાટૅરેટ અને સ્ટ્રોક વોલ્યુમ વધવાના કારણે કાર્ડિયાક આઉટપુટ પણ ઇન્ક્રીઝ થાય છે.
    પલ્સ રેટ પણ ઇન્ક્રીઝ થાય છે.
    કોન્સન્ટ્રેશન રેટ 40 થી 45 mm જેટલું વધવાના કારણે પ્લેટલેટ્સ કાઉન્ટ એ સ્લાઇટલી ઓછા થાય છે.
  • B) બ્લડ પ્રેશર અને બ્લડ વોલ્યુમ: બ્લડ પ્રેશર એ નોર્મલ લિમિટમાં રહે છે કેટલીક વુમનમાં મીડ પ્રેગ્નેન્સી સમય દરમિયાન ડાયસ્ટોલીક પ્રેસર એ 5 થી 10 mm જેટલું ડ્રોપ થાય છે.
  • C) વિનસ પ્રેસર: ગ્રેવીડ યુટ્રસ નું પ્રેશર પેલ્વિક વેઇન પર આવવાના લીધે ફિમોરલ વિનસ પ્રેશર એ 10 cm જેટલું વધે છે ત્યારબાદ બ્લડ વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થાય છે રેડ બ્લડ સેલ્સ નું વોલ્યુમ તથા પ્લાઝમા વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થાય છે બોડી ના ઘણા પાર્ટસ જેવા કે યુટ્રસ, પલ્મોનરી, રીનલ , સ્કિન ,અને મ્યુકોઝા માં બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થાય છે.

4) રેસ્પીરેટરી સિસ્ટમ

  • અપ્પર રેસ્પીરેટરી મ્યુકોઝા મા હાઇપરએમીયા (બ્લડ ફ્લો વધી જવો)અને કન્જેશન જોવા મળે છે.
  • ઇન્સ્પિરેશન વધવાના લીધે ઓક્સિજન ઇન્ટેક પણ વધે છે અને ફીટસ નો ઓક્સિજન સપ્લાય પણ વધે છે.
  • એક્સપિરેશન વધવાના લીધે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે આથી લો મેટરનલ કાર્બનડાયોક્સાઇડ ના કારણે કાર્બન ડાયોક્સાઇડ નું ટ્રાન્સફર એ ફીટસ માંથી મધરના બ્લડમાં સહેલાઇથી થઈ શકે છે.
  • પ્રેગનેન્સીના છેલ્લા અઠવાડિયાઓમાં ગ્રેવિડ યુટર્સ નું પ્રેશર ડાયાફ્રેમ પર આવવાથી બ્રિધિંગ ડિફીકલ્ટી ની કમ્પ્લેઇન રહે છે જે લાઇટનિંગ થવાથી ઓછી થઈ જાય છે.

5) ડાયજેસ્ટિવ સિસ્ટમ

  • પ્રોજેસ્ટેરોનની ઇફેક્ટના કારણે ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ નો મસલ્સ ટોન એ ઓછો થાય છે.
  • કાર્ડિયાક સ્પીન્કટર નુ રિલેક્સેશન થવાથી સ્ટમક કન્ટેન્ટ નુ રિગર્જીટેસન અને હાટૅબર્ન થાય છે.
  • ગેસ્ટ્રીક મોટીલીટી ઘટવાથી એ ધીમે ધીમે ખાલી થાય છે તે લેબર માં પણ કંટીન્યુ રહે છે.
  • ઘણી વુમન્સમાં ગમ્સ એ સ્પન્જી અને વાસ્કયુલર બને છે આથી બ્રશિંગ દરમિયાન બ્લિડિંગ થઈ શકે છે.
  • ઇન્ટેસ્ટાઇનની મોટીલીટી ઘટવાથી ફુડનું બેટર એબ્સોર્બશન થાય છે અને કોન્સ્ટિપેશન થાય છે.

6) નર્વસ સિસ્ટમ

  • પ્રેગનેન્સી અને પર્પેરીયમ પિરિયડમાં મૂડ ચેન્જીસ રહે છે સાઇકોલોજીકલ કન્ડિશનના કારણે નોઝીયા, વોમીટીંગ, મેન્ટલ ઇરિટેબીલિટી તથા સ્લીપલેસનેસ જોવા મળે છે.
  • વુમનમાં ડિપ્રેશન અથવા સાયકોસીસ પણ ડેવલોપ થઈ શકે છે.
  • વ્રિસ્ટ માં મીડીયન નર્વ નું કમ્પ્રેશન થવાથી હેન્ડ્સ અને આર્મમાં પેઇન અને પેરેસ્થેસિયા( ઝણઝણાટી) રહે છે તેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહે છે તે પ્રેગ્નેન્સીના લાસ્ટ મંથમાં જોવા મળે છે તે જ રીતે થાય માં પણ ક્યુટેનિયસ નવૅ દબાવાના કારણે સેન્સરી લોસ જોવા મળે છે.

7) યુરીનરી ટ્રેક

  • અર્લી અને લેટ પ્રેગનેન્સીમાં વારંવાર મીક્ચ્યુરેસન એ કોમન્લી જોવા મળે છે.
  • સ્ટ્રેસ ઇનકન્ટીનન્સી પણ થઇ શકે છે.
  • યુટ્રસ અને પેલ્વિન નું ડાયલેટેસન એ અર્લી પ્રેગ્નેન્સી થી મિડ પ્રેગ્નન્સી સુધી કંટીન્યુ રહેવાના કારણે યુરીનરી સ્ટેસીસ થાય છે અને ઇન્ફેક્શન પણ થય શકે છે પ્રેગ્નેન્સીમાં રીનલ ફંક્શન પણ વધે છે.

8) લોકોમોટર સિસ્ટમ

  • પ્રેગનેન્સીમાં રિલેક્સીન હોર્મોનના કારણે લોર્ડોસીસ તથા જોઇન્ટ્સ નું રિલેક્સેશન થવાથી બેકએક એ કોમન રહે છે.
    સેક્રલ અને લંબર પ્લેક્સિસ મા વેઇટ આવવાના કારણે લેગ ક્રેમ્પ્સ રહે છે અને વોકિંગમાં પણ ડિફીકલ્ટી આવે છે.
  • આમ પ્રેગનેન્સી સમય દરમિયાન વુમનમાં ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે.

🔸b. Describe nursing responsibilities during administration of Inj oxytocin in labour. લેબર દરમ્યાન ઈન. ઓકસીટોસીન આપતી વખતે નર્સની જવાબદારીઓ વર્ણવો.

લેબર દરમ્યાન ઇન્જેક્શન ઓકસીટોસીન આપતી વખતે નર્સની જવાબદારીઓ:

લેબર દરમ્યાન ઇન્જેક્શન ઓક્સિટોસિન ને એડમિનિસ્ટ્રેશન કરવું એ નર્સ માટે એક ક્રિટિકલ રિસ્પોન્સિબિલિટી છે ઓક્સિટોસિન એ લેબર ના ફેસિલિટીશન માટે તથા લેબર પ્રોગ્રેશન ને મેનેજ કરવા માટે અગત્યનો રોલ ભજવે છે છતાં પણ ઓક્સિટોસીન એડમિનીસ્ટ્રેશન માટેની નર્સિંગ રિસ્પોન્સિલિટી નીચે પ્રમાણે છે.

1) અસેસમેન્ટ એન્ડ પ્રિપેરેશન

  • અસેસમેન્ટ ઇન્જેક્શન ઓક્સિટોસિન ને એડમિનિસ્ટ્રેશન કરતા પહેલા નર્સ એ પ્રેગ્નેન્ટ વુમન ના લેબર પ્રોગ્રેશન, ફીટલ હાર્ટ રેટ, અને યુટેરાઇન કોન્સ્ટ્રકશન તથા મેટરનલ વાઇટલ સાઇન નું પ્રોપરલી અસેસમેન્ટ કરવું. જેના કારણે મેડીકેશન નુ પ્રોપરલી ઇનીસીયેસન તથા કન્ટીન્યુ કરી શકાય.
  • પ્રિપેરેશન હોસ્પિટલ પ્રોટોકોલ્સ પ્રમાણે તથા હેલ્થ કેર પર્સનલ દ્વારા પ્રિસ્ક્રાઇબ પ્રમાણે પ્રોપરલી ઓક્સિટોસિન સોલ્યુશન પ્રીપેર કરવું.

2) મોનિટરિંગ

  • યુટેરાઇન કોન્ટ્રેક્શન પાલ્પેશન મેથડ દ્વારા કંટીન્યુઅસલી યુટેરાઇન કોન્ટ્રાક્શન ને મોનિટર કરવા અને અસેસ કરવું કે યુરાઇન કોન્ટ્રાકશન એ રેગ્યુલરલી તથા પ્રોપરલી થાય છે કે નહી.
  • ફીટલ હાર્ટ રેટ ફીટલ હાર્ટ રેટ ને કન્ટીન્યુઅસલી મોનિટરિંગ કરવા અને અસેસ કરવુ કે ફિટલ ડિસ્ટ્રેસ ના કોઇ સાઇન તથા સિમ્ટોમ્સ છે કે નહી.

3)એડમિનિસ્ટ્રેશન

ઇનીસીયેસન એન્ડ એડજસ્ટમેન્ટ

  • હેલ્થ કેર પ્રોવાઇડર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિકેશન ને પ્રોપર્લી એડમિનિસ્ટ્રેશન કરવી.
  • શરૂઆતમાં ઇન્ફ્યુઝન રેટ એ ઓછો રાખવો ત્યારબાદ યુટેરાઇલ કોન્ટ્રાક્શન અને લેબર પ્રોગ્રેશન ના આધારે ઇન્ફ્યુઝન ને ઇન્ક્રીઝ કરતું રહેવું.

4) પેશન્ટ એજ્યુકેશન

  • એક્સપ્લાનેસન મધર તથા તેના સપોર્ટ પર્શન ને ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન કરવા માટેનો પર્પઝ, તેના સાઇડ ઇફેક્ટ, તથા કંટીન્યુઅસલી મોનિટરિંગ વિશે એક્સપ્લાનેશન પ્રોવાઇડ કરવું.
  • એક્સપેક્ટેશન્સ મધર તથા તેના સ્પોટર્સ ને ઓક્સિટોસિન આપ્યા પછી શું એક્સપેક્ટેસન્સ છે જેમકે યુટેરાઇન કોન્ટ્રાકશન ની ઇન્ટેન્સિટી તથા ફ્રિકવન્સીસ એ ઇન્ક્રીઝ થવી વિશે એક્સપ્લાનેશન પ્રોવાઇડ કરવુ.

5)ડોક્યુમેન્ટેશન

  • ચાર્ટીંગ ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન કર્યા નુ ડોક્યુમેન્ટેશન કરવુ, જેમા સ્ટાર્ટિંગ ટાઇમ, ઇન્ફ્યુઝન રેટ,મેટરનલ વાઇટલ સાઇન,યુટેરાઇન કોન્સ્ટ્રકશન પેટર્ન,તથા ફિટલ હાર્ટ રેટ નુ કંટીન્યુઅસલી ચાર્ટિંગ કરવું.
  • રિસ્પોન્સ ટુ ટ્રીટમેન્ટ
    ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન કર્યા બાદ ઓક્સિટોસિન એ કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવ છે તે અસેસ કરવા માટે પ્રોપરલી યુટેરાઇન કોન્સ્ટ્રકશન ને મોનિટર કરવા તથા લેબર એ કેટલા પ્રમાણ મા પ્રોગ્રેસિવ છે તે અસેસ કરવુ.
    તથા ઓક્સિટોસિન ની કોઇપણ સાઇડ ઇફેક્ટ છે કે નહી તે અસેસ કરવુ.

6)કોમ્યુનિકેશન ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન માટે અધર હેલ્થકેર પર્સનલ સાથે કોમ્યુનિકેશન કરવુ જેમકે,
ઓબસ્ટેટ્રીસિયન, મીડવાઇફ તથા અધર નર્સ સાથે કોલાબોરેશન કરવુ.

પેશન્ટ અપડેટ્સ મધર તથા તેના સપોર્ટર પર્સનને ઓનગોઇંગ પેશન્ટ અપડેટ પ્રોવાઇડ કરવી જેમાં લેબર પ્રોગ્રેસ,ફિટલ વેલ્બીંગ, તથા ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન કર્યા પછી કોઇપણ પ્રકાર ના ચેન્જીસ હોય તો તેની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.

7) એમરજન્સી રિસ્પોન્સ ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન કર્યા સમય દરમિયાન કોઇપણ પ્રકારના સાઇડ ઇફેક્ટ જોવા મળે તથા અધર સિમ્ટોમ્સ જોવા મળે જેમ કે યુટેરાઇન હાઇપરસ્ટીમ્યુલેસન તો ઇમિડીએટલી ઓક્સિટોસિન ને ડિસકંટીન્યુ કરી સપોર્ટીવ કેર પ્રોવાઇડ કરવી.

આમ ઇન્જેક્શન ઓક્સિટોસિન પ્રોવાઇડ કરતી સમયે આ પ્રકારની નર્સિંગ રિસ્પોન્સિબિલિટી પરફોર્મ કરવાની જરૂરિયાત રહે છે.

🔸OR🔸

🔸a. Define first stage of labour and write nursing management of first stage of labour. ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબરની વ્યાખ્યા આપો અને લેબરના ફસ્ટ સ્ટેજ ઓફ લેબરનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.

ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર

  • ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર એ ચાઇલ્ડબર્થ નો ઇનીસીયલ ફેઝ છે. જેમાં સર્વિક્સ એ ગ્રેજ્યુલી ઓપન (ડાયલેટ)તથા થીન (એફેસમેન્ટ) થાય છે. જેના કારણે બેબી એ યુટેરાઇન કેવીટીમાંથી બર્થકેનાલ (વજાઇના) માં પાસ થય શકે. જેમાં રેગ્યુલર તથા રિધેમીક યુટેરાઇન કોન્સ્ટ્રકશન્સ જોવા મળે છે અને યુટેરાઇન કોન્ટ્રાકશન ની ફ્રિકવન્સી, ઇન્ટેન્સિટી તથા ડ્યુરેશન એ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે. ફસ્ટ સ્ટેજ ઓફ લેબર ને સર્વાઇકલ સ્ટેજ પણ કહેવામાં આવે છે કે જે ટ્રુ લેબર પેઇન થી સ્ટાર્ટ થય અને સર્વિક્સ એ ફૂલ્લી 10 cm જેટલુ ડાયલેટ થય એન્ડ થાય છે.

ફર્સ્ટ સ્ટેજ નો ટાઇમ પિરીયડ :
પ્રાઇમીગ્રેવીડા:=12-16 અવર્સ, અને
મલ્ટીગ્રેવીડા:=6-8 અવર્સ, નો હોય છે.

લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ત્રણ ફેઝીસ માં ડિવાઇડ થયેલો હોય છે.

  • 1) લેટન્ટ ફેઝ,
  • 2) એક્ટિવ ફેઝ,
  • 3)ટ્રાન્ઝીશનલ ફેઝ
  • 1) લેટન્ટ ફેઝ,:-
  • લેટન્ટ ફેઝ ને “પ્રોડોમલ લેબર” અથવા “પ્રિ-લેબર” તરીકે ઓળખવામાં આવે છે.
  • આ સ્ટેજમાં 1-4 cm સેન્ટીમીટર જેટલું સર્વાઇકલ ડાયલેટેસન થાય છે.
  • આ ફેઝ માં કોન્ટ્રાકશન એ 15 – 30 મિનિટે રીપીટ થાય છે અને 15- 30 સેકન્ડ સુધી રહે છે.
  • આ ફેઝ માં મધર એ ટોકેટીવ હોય છે.

2) એક્ટિવ ફેઝ,

  • એક્ટિવ ફેઝ ને ડાયલેટેસન ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ ફેઝ મા સર્વિક્સ એ 5 – 7 સેન્ટિમીટર જેટલું ડાયલેટ થાય છે. તથા કોન્ટ્રાક્શન એ 3-5 મિનિટે રીપીટ થાય છે અને 45 – 60 સેકન્ડ સુધી જોવા મળે છે.
  • આ સ્ટેજમાં મધર ને રેસ્ટલેસનેસ ફીલ થાય છે.

3)ટ્રાન્ઝીશનલ ફેઝ:-

  • ટ્રાન્ઝીશનલ ફેઝ મા સર્વિક્સ નુ ડાયલેટેસન એ 8-10 cm જેટલુ થાય છે.
  • કોન્ટ્રાકશન એ 2-3 મિનિટે રીપીટ થાય છે અને 60 થી 90 સેકન્ડ સુધી જોવા મળે છે.
  • ઓવરઓલ લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ક્રિટીકલ પિરિયડ છે કે જેમાં સર્વિક્સ એ ઓપન થાય ત્યારબાદ, યુટેરાઇન કેવીટી મા બેબી ની પ્રોપર પોઝિશન પ્રોવાઇડ કરી યુટ્રસ એ ડિલીવરી માટે પ્રિપેર થાય છે. આ સ્ટેજ દરમિયાન મધર તથા ફિટસ ની કન્ડિશનને તથા તેની વેલબિંગ ને ઇમ્પ્રુવ કરવા માટે કંટીન્યુઅસલી હેલ્થ કેર પ્રોવાઇડર્સ દ્વારા મોનિટરિંગ કરવું અગત્યનું રહે છે.

••> ફસ્ટ સ્ટેજ ઓફ લેબરનું નર્સિંગ મેનેજમેન્ટ:- ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર ના નર્સિંગ મેનેજમેન્ટમાં કોમ્પ્રાહેંસીવ કેરનું ઇન્વોલ્વમેન્ટ થાય છે.તેનો એઇમ એ મધર ને ફિઝિકલ, ઇમોશનલી તથા એજ્યુકેશનલી સપોર્ટ કરવુ તથા લેબર પ્રોગ્રેશન ને ક્લોઝલી મોનીટરીંગ કરવુ.

1) અસેસમેન્ટ:-

  • લેબરના પ્રોગ્રેસને, મધરની કન્ડિશન અને તથા ફિટસ ની કન્ડિશન ને પ્રોપરલી મોનિટર કરવું.
  • લેબર પેઇન એ ક્યારે સ્ટાર્ટ થયુ તેના વિશે ઇન્કવાયરી કરવુ.
  • કોઇપણ પ્રકારનું લાઇકર એ લીકેજ થાય છે કે નહીં તેના વીસે ઇન્ક્વાઇરી કરવું.
  • મધર નું પ્રોપરલી એક્ઝામિનેશન કરવું.
  • પ્રોપર્લી ઓબ્સટ્રેટ્રીક એક્ઝામિનેશન કરવુ.
  • મધર નુ વજાઇનલ એક્ઝામિનેશન કરવુ.
  • મધર ના એન્ટીનેટલ રકોડ્સ ને પ્રોપર્લી ચેક કરવા.

મેટર્નલ અસેસમેન્ટ:-

  • મધરના વાઇટલ સાઇન રેગ્યુલરલી મોનિટરિંગ કરવા,જેમ કે,
  • ટેમ્પરેચર,
  • પલ્સ,
  • રેસ્પીરેસન,
  • તથા બ્લડપ્રેશર ને પ્રોપરલી અસેસ કરવા.
  • પ્રેગનેન્ટ વુમન ના યુટેરાઇન કોન્ટ્રાકશન ની ઇન્ટેન્સિટી, ફ્રિકવન્સી, ડ્યુરેશન, તથા રેસ્ટીંગ ટોન ને પાલ્પેશન મેથડ દ્વારા પ્રોપરલી અસેસ કરવું.
  • પરવજાયનલ એક્ઝામિનેશન દ્વારા સર્વાઇકલ ડાયલેટેસન તથા એફેસમેન્ટને પ્રોપરલી અસેસ કરવું.
    સર્વાઇકલ ડાયલેટેસન તથા એફેસમેન્ટ નુ પ્રોપર્લી તથા એક્યુરેટલી ડોક્યુમેન્ટેશન તથા ચાર્ટીંગ કરવુ.

ફીટલ અસેસમેન્ટ:-

  • ફીટલ હાર્ટ રેટ ને કંટીન્યુઅસલી ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટરિંગ (EFM) દ્વારા મોનિટરિંગ કરવા.
  • ફિટલ હાર્ટ રેટ ની પેટર્નને પ્રોપરલી અસેસ કરવી.
  • ફિટલ હાર્ટ રેટ ને પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું તથા કોઈપણ એબનોર્માલીટી હોય તો તેનું પણ પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.

2) સપોર્ટ એન્ડ કમ્ફટૅ મેઝર્સ:-

  • મધરને પ્રોપરલી કમફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરાવવી જેના કારણે મધર નું કમ્ફર્ટે લેવલ પણ ઇન્ક્રીઝ થય શકે અને લેબર પ્રોસેસ પણ પ્રોગ્રેસ થય શકે જેમ કે વોકિંગ,સ્ટેન્ડિંગ, સિટીંગ વગેરે.
  • મધરને રિલેક્સેશન ટેકનીક માટે એડવાઇઝ આપવી જેમકે ડીપ બ્રિધિંગ એક્સરસાઇઝ, તથા માઇન્ડ ડાઇવરઝનલ થેરાપી વગેરે.
  • મધરની એન્ઝાઇટી ને રીડયુઝ કરવા માટે મધરને ઇમોશનલ સપોર્ટ, રિએશ્યોરન્સ તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

3) હાઇડ્રેશન તથા ન્યુટ્રીશન:-

  • મધરને થોડા પ્રમાણમાં ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
  • મધરના હાઇડ્રેશન સ્ટેટસ ને પ્રોપરલી મેઇન્ટેન કરવા માટે મધર નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ને કંટીન્યુઅસલી મોનિટર કરવુ.
  • મધરના ન્યુટ્રીશન સ્ટેટસને મેઇન્ટેન કરવા માટે મધરને એડિક્યુએટ અમાઉન્ટ માં લાઇટ ફૂડ તથા પ્લેન ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
  • જેમ કે, પ્લેઇન વોટર,
  • સોલ્ટી લેમન વોટર,
  • સુપ,તથા ફ્રુઇટ જ્યુસ વગેરે.

4) એન્ટીસેપ્ટીક તથા એસેપ્ટીક:- જીનાઇટલ એરિયા પર પ્રોપર્લી એન્ટિસેપ્ટિક ડ્રેસિંગ એપ્લાય કરવુ.જેના કારણે ક્લિન્લીનેસ મેઇન કરી સકાય.

5)એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન:- મધર તથા તેના સપોર્ટર્સ ને મધર ની કન્ડિશન તથા પ્રોગ્રેસ ઓફ લેબર વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

6)કેર ઓફ બોવેલ:- મધર ના બોવેલ ને ક્લિયર કરવા માટે તથા યુટેરાઇન કોન્ટ્રાકશન ને ઇન્ક્રીઝ કરાવવા માટે પ્રોપરલી એનીમા પ્રોવાઇડ કરવો.

7) કેર ઓફ બ્લાડર:- પ્રેગનેન્ટ વુમન ને ફ્રિકવન્ટલી બ્લાડર એમ્પટી કરવા માટે એડવાઇઝ આપવી કારણકે ફુલ બ્લાડર હોય તો તે કોન્ટ્રાક્ટરને ઇન્હિબીટ કરે છે.

8) ડોક્યુમેન્ટેશન:-

  • મધર તથા ફિટસની કન્ડિશનને અસેસ કરી ત્યારબાદ તેનું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું તથા પાર્ટોગ્રાફ ને પ્રોપરલી મેઇન્ટેન કરવો.
  • બધા જ પ્રકારના એસેસમેન્ટ, ઇન્ટરવેશનસ, ઓબ્ઝર્વેશન, એ મધરના મેડિકલ રેકોર્ડમાં પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.
  • મેટર્નલ વાઇટલ સાઇન, યુટેરાઇન કોન્ટ્રાકશન પેટર્ન, સર્વાઇકલ ડાયઇલેટેશન તથા એફેસમેન્ટ,ફીટલ હાર્ટ સાઉન્ડ તથા લેબર પ્રોગ્રેસ ને પ્રોપર્લી રેકોર્ડ કરવુ.

9) કોલાબોરેશન તથા એડવોકેસી

  • મધરના લેબરની કન્ડિશન ને અધર હેલ્થ કેર પર્સનલ સાથે કોલાબોરેશન કરવું જેમકે ઓબસ્ટેટ્રીસિયન, મીડવાઇફ તથા નર્સ વગેરે સાથે પ્રોપરલી કોમ્યુનિકેશન કરી પ્રોપરલી મધરની કન્ડિશન વિશે ડિસિઝન લેવુ .
  • આમ લેબર ના ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર ને પ્રોપરલી મેનેજ કરી મધર તથા ફીટસ માં થતી કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરી શકાય છે તથા લેબર ના ફસ્ટ સ્ટેજ ને પ્રોપરલી મેઇન્ટેન કરી શકાય છે.

🔸b. Describe immediate new born care in L.R. લેબર રૂમમાં તાત્કાલીક આપવામાં આવતી ન્યુ બોર્ન કેર વર્ણવો.

લેબર રૂમમાં આપવામાં આવતી ઇમીડિયેટ ન્યુબોર્ન કેર

ઇમિડીયેટ ન્યુબોર્ન કેરમાં ન્યુબોર્ન ને પ્રોપરલી અસેસ તથા સ્ટેબિલાઇઝ કરવાનું હોય છે.
ઇમિડીયેટ ન્યુબોર્ન કેર એ ફીટસ માટે ઇન્ટરાયુટરાઇન લાઇફમાંથી એક્સટ્રા યુટરાઇન લાઇફમાં સ્ટેબિલાઇઝ થવા માટે ક્રુશિયલ હોય છે.

ગોલ ઓફ ઇમિડીયેટ ન્યુબોર્નકેર

  • 1) ન્યુબોર્ન ના રેસ્પિરેશન ને એસ્ટાબ્લીસ,મેઇન્ટેન તથા સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે કરવામા આવે છે.
  • 2) ન્યુબોર્ન ને વામ્થ તથા હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે.
  • 3) ન્યુબોર્ન ને ઇન્ફેક્શન થતુ પ્રિવેન્ટ કરવા માટે.
  • 4) ન્યુબોર્ન ને સેફ્ટી પ્રોવાઇડ કરવા માટે તથા તેને ઇન્જરીમાંથી પ્રિવેન્ટ કરવા માટે.
  • 5) ન્યુબોર્ન માં કોઇપણ પ્રકારની એક્ચ્યુઅલ તથા પોટેન્સિઅલ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી ઇમિડીયેટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવા માટે.
    ઇમીડીયેટ ન્યુબોર્ન કેર પ્રોવાઇડ કરવામા આવે છે.

••>ઇમીડિયેટ ન્યુબોર્ન કેર

1) એસ્ટાબ્લિશમેન્ટ ઓફ રેસ્પીરેશન:-

  • જ્યારે ન્યુબોર્ન ને રિસીવ કરવામાં આવે ત્યારે ન્યુબોર્ન ના એરવેને ઇમિડીએટલી પેટન્ટ કરવું તથા એરવે ને પ્રોપરલી ક્લિયર કરવું. જેના કારણે ન્યુબોર્ન એ ઇફેક્ટિવલી બ્રિધિંગ કરી શકે.
  • ન્યુબોર્ન નુ હેડ બોનૅ થાય કે તરત જ માઉથ તથા નોઝ ને વાઇપ કરવુ તથા માઉથ તથા નોઝ નુ સક્સન કરવુ જેના કારણે ન્યુબોર્ન એ પ્રોપર્લી બ્રિધિંગ કરી શકે. સક્સન એ પહેલા માઉથ ત્યારબાદ નોઝ મા કરવુ જેના કારણે સિક્રીશન ને એસ્પીરેશન થતુ પ્રિવેન્ટ કરી શકાય.

2)ઇનીસીયેસન ઓફ ક્રાય :-
નોર્મલી 99% જેટલા ન્યુબોર્ન એ ડીલેવરી થયા બાદ એમિડીએટલી અને સ્પોન્ટાનિયસલી ક્રાય કરે છે, આ ક્રાય એ ન્યુબોર્ન ના બ્રિધિંગ માટેની એક ગુડ સાઇન તરીકે ઓળખવામાં આવે છે.
જો ન્યુબોર્ન એ પ્રોપરલી ક્રાય ન કરે તો

નીચે પ્રમાણેના સ્ટેપને ફોલો કરવા:

  • a) જો બેબી એ સ્પોન્ટાનિયસલી ક્રાય ન કરે અથવા જો ક્રાય એ વિક હોય તો બેબી ને ક્રાય કરાવવા માટે સ્લાઇટ્લી સીમ્યુલેટ કરવું.
  • b) બેબીના ક્રાય ને સ્ટીમ્યુલેટ કરવા માટે તેના બટક પર સ્લેપ કરવાના બદલે તેના પગના તળિયા પર સ્લાઇટલી રબ કરવું. ન્યુબોર્ન ના સિક્રીસન ને રીમુવ કર્યા બાદ તેના ક્રાય ને સ્ટાર્ટ કરવા માટે બેબી ને સ્ટીમ્યુલેટ કરવુ.
  • C) ન્યુબોર્ન ની ક્રાય એ સામાન્ય રીતે લાઉડ તથા હસ્કી હોય છે તથા જો નીચે મુજબ ની કોઇ એબનોર્મલ ક્રાય હોય તો ન્યુબોર્ન નુ પ્રોપર્લી મોનિટરિંગ કરવુ જેમ કે,

•>હાઇપીચ ક્રાય:= હાયપોગ્લાયસેમીયા તથા ઇન્ટ્રાક્રેનીયલ પ્રેસર ઇન્ક્રીઝ થવાના કારણે,
વીક ક્રાય:= પ્રિમેચ્યોરિટી,
હોસૅક્રાય:= લેરિન્જીયલ સ્ટ્રાઇડર

3)કેર ઓફ કોડૅ:-

  • કોર્ડ કેર એ ન્યુબોર્ન ની ઇમ્પોર્ટન્ટ ઇમીડિયેટ કેર છે.
  • ન્યુબોર્ન ની કોર્ડ એ બર્થ પછીના 30 સેકન્ડની અંદર ક્લેમ્પ કરી ત્યારબાદ તેને પ્રોપરલી કટ કરવી.
  • ન્યુબોર્ન એ ડિલીવર થયા બાદ ન્યુબોર્ન ને મધરના એબડોમન પર રાખવુ.
  • ત્યારબાદ કોર્ડ ને કોર્ડ ક્લેમ્પ દ્વારા બે અપોઝીટ સાઇટ પરથી પ્રોપર્લી ક્લેમ્પ કરવું.
  • પહેલો ક્લેમ્પ એ અંબેલિકસ થી 5 cm દુર પર લગાડવો ત્યારબાદ બીજો ક્લેમ્પ એ પહેલા કેમ્પથી 2.5 સેન્ટીમીટર પર લગાવવો.
  • ત્યારબાદ બંને ક્લેમ્પ વચ્ચે કોર્ડ ને પ્રોપરલી કટ કરવી.
  • કોર્ડ પર કંઇપણ વસ્તુ ને એપ્લાય કરવી નહીં તેને નેચરલી ડ્રાય તથા ફોલ થવા દેવી.
  • કોડ એ બર્થપછી ના સાત થી દસ દિવસની અંદર જ નેચરલી ફોલડાઉન થઈ જાય છે.
  • કોર્ડ ને વોટર તથા યુરિન દ્વારા વેટ થતી પ્રિવેન્ટ કરવી.
  • જો કોર્ડ માં કોઇપણ પ્રકારનું ડિસ્ચાર્જ તથા બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો ઇમિડીએટલી કોર્ડ ક્લેમ્પ ને અસેસ કરવુ ત્યારબાદ તેને પ્રોપરલી લુઝ કરવું.
  • જો કોડૅ માંથી નીચે પ્રમાણેના સાઇન તથા સીમટોમ્સ જોવા મળે તો ઈમીડિએટલી રિપોર્ટ કરાવવા જેમ કે, કોર્ડ માથી ફાઉલ ઓડર આવવી, કોઇ ડિસ્ચાર્જ જોવા મડવુ, કોર્ડ ની અરાઉન્ડ મા રેડનેસ જોવા મળવી, કોર્ડ એ વેટ હોવી, કોર્ડ એ 7-10 દિવસ મા ફોલડાઉન ન થવી, ઇન્ફ્લામેશન, ફિવર આવવી વગેરે.

4)મેઇન્ટેન પોઝિશન ઓફ ધ ન્યુબોર્ન:-

  • ન્યુબોર્ન એ બર્થ પછીના પહેલા 12 -18 અવર્સ દરમિયાન મ્યુકસ એ સામાન્ય રીતે ચોક, કફ તથા ગેગ થવાની સંભાવના રહે છે. તેથી ન્યુબોર્ન ને પ્રોપરલી પોઝિશન પ્રોવાઇડ કરવી.
  • જેમાં ફીટર્સને પ્રોપરલી સાઇડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી જેના કારણે મ્યુકસ એ રીમુવ તથા ડ્રેઇનેજ થય શકે.

5) આઇડેન્ટિફિકેશન તથા બેન્ડિંગ:- બેબી એ બોર્ન થયા બાદ બેબી ને પ્રોપરલી આઇડેન્ટિફિકેશન બેન્ડ લગાડવુ જેના કારણે બેબી ને પ્રોપરલી આઇન્ડેફાય કરી શકાય.

6)આઇકેર:- ન્યુબોનૅ ની આઇસ ને પ્રોપરલી સ્ટરાઇલ ગોઝ વડે ઇનર કેન્થર્સ થી આઉટર કેન્થર્સ તરફ ક્લીન કરવી.
જો જરૂરિયાત હોય તો એરીથ્રોમાયસીન અથવા ટેટ્રાસાઇક્લિન આઇઓઇન્ટમેન્ટ એ આઇસ માં લોવર લીડ તરફથી એપ્લાય કરવું.

7) એટેચમેન્ટ એન્ડ વામ્થ ( બોન્ડિંગ):- બેબીના બર્થ થયા પછી બેબી ને મધરના એબડોમન પર મૂકવું જેના કારણે મધર સાથે બોન્ર્ડિંગ થાય તથા પ્રોપરલી સ્કિન ટુ સ્કીન કોન્ટેક થય શકે જેના કારણે મધર અને બેબી નું અટેચમેન્ટ થાય તથા બેબીને હાઇપોથર્મિયા સામેથી પ્રિવેન્ટ કરી શકાય.

8)APGAR સ્કોર:-

  • APGAR સ્કોર એ ઇમીડિયેટ ન્યુબોર્ન કેર નો મોસ્ટ ઇમ્પોરટન્ટ પાટૅ છે.
  • APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ ત્યારબાદ 5 મીનીટ પર અસેસ કરવુ.
  • APGAR સ્કોર મા,

A:= અપીરીયન્સ (સ્કિન કલર),
P:=પલ્સ (હાટૅરેટ),
G:=ગ્રાઇમેઝ (રિફ્લક્સ ઇરિટેબીલિટી),
A:=એક્ટિવીટી (મસલ્સ ટોન),
R:= રેસ્પીરેસન (રેસ્પીરેટરી એફોર્ટ્સ) ને અસેસ કરવામા આવે છે.
APGAR સ્કોર નો ટોટલ સ્કોર એ 0-10 હોય છે.

APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ પર:

  • જો અપગાર સ્કોર એ 7-10 જેટલું હોય તો તે નોર્મલ કહેવાય એટલે કે નો ડિપ્રેસન છે જેમાં બેબીને નોર્મલી પોસ્ટ ડિલિવરી રૂટીન કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • જો APGAR સ્કોર એ 4-6 વચ્ચે હોય તો તે માઇલ્ડ ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને બ્રિધિંગ માટે આસીસ્ટન્સ ની જરૂરીયાત રહે છે.
  • જો APGAR સ્કોર એ 0-3 વચ્ચે હોય તો તે સિવ્યર ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને રિસક્સીટેસન ની જરૂરીયાત રહે છે.

APGAR સ્કોર એ બર્થ પછીના 5 મીનીટ પર:

  • APGAR સ્કોર એ 7-10 વચ્ચે હોય તો તે નોર્મલ કહેવામાં આવે છે પરંતુ જો અપગાર સ્કોર એ 7 થી નીચે જોવા મળે તો બેબી ને બીજી હાફ અવર માટે મોનિટર કરવાની જરૂરિયાત રહે છે.
  • આમ બર્થ પછીની ન્યુ બોર્ન ની ઈમિડીએટલી કેર આ પ્રમાણે કરવામાં આવે છે.

Q-3 Answer in short (Any two) ટૂંકમાં જવાબ લખો (કોઈ પણ બે)

🔸a. Partograph-પાટોગ્રાફ

પાર્ટોગ્રાફ

ડેફીનેશન:

  • પાર્ટોગ્રાફ એ એ સર્વાઇકલ ડાયલેટેશન,
  • ફીટલ હેડ ડિસેન્ડ થવુ તથા લેબર પ્રોગ્રેસ માટેનો અને મધર અને ફિટલ ની કન્ડિશન નો ગ્રાફિક રેકોર્ડિંગ અને ટૂલ છે.પાર્ટોગ્રાફ દ્વારા મધર અને ફિટસ ની કન્ડિશન વિશે ઇમીડિયેટલી તથા રિલીવન્ટ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે.
  • તે એપ્રોપ્રિએટ ટાઇમ અને સમયસર રેફરલ માટે એક્શન લેવાની નીડ ને રેકોગ્નાઇઝ કરે છે. પાર્ટોગ્રાફ દ્વારા મધર તથા ફિટસ ના મોરબીડીટી તથા મોર્ટાલિટી રેટ પણ સુધારી શકાય છે.

ઓબ્જેકટીવ્સ અથવા એડવાન્ટેજીસ:

  • 1) લેબર દરમિયાન ઓબ્ઝર્વેશન કરીને પ્રોપરલી રેકોર્ડ કરવા માટે.
  • 2) લેબરના લેટંટ અને એક્ટિવ ફેઝ નો ખ્યાલ આવે તે માટે.
  • 3) પાર્ટોગ્રાફ ને ઇન્ટરપ્રિટ કરીને નોર્મલ થી કોઈ ડેવિએશન થતું હોય તો તેને ઓળખીને યોગ્ય પગલા લેવા માટે.
  • 4) લેબરના પ્રોગ્રેસને જાણીને યોગ્ય સમયે એકશન લઇ ને રિફર કરી શકાય તે માટે.
  • 5) એક સિંગલ સીટ માં જ એક નજરે રેકોર્ડ જોઇ શકાય તથા ઇઝીલી હેન્ડ ઓવર થઈ શકે તે માટે.
  • 6) લેબરની ઇવેન્ટને વારંવાર રેકોર્ડ ન કરવી પડે તે માટે.
  • 7) પ્રોલોંગ લેબર અને શિક્ષણનો રેટ ઘટે તે માટે.

ઓબ્ઝર્વેશન ચાર્ટેડ ઓન પાર્ટોગ્રાફ:

1) પ્રેગનેન્ટ વુમન ઇન્ફોર્મેશન:

  • A) નામ ,
  • B) GTPAL સ્કોર
  • G: ગ્રેવિડા,
  • T:=ટમૅ બર્થ,
  • P:=પારા,
  • A:= એબોર્શન,
  • L:= લિવિંગ ચિલ્ડ્રન.
  • C) હોસ્પિટલ નું નામ,
  • D) હોસ્પિટલ રજીસ્ટ્રેશન નંબર,
  • E) એડમિશન ની ડેટ એન્ડ ટાઇમ,
  • F) મેમ્બરેન રપ્ચર થયાનો ટાઇમ,
  • G) પિરિયડ ઓફ જેસ્ટેશન,
  • H) લેબર ઓનસેટ થયાનો ડેટ એન્ડ ટાઇમ.

2) ફિટલ કન્ડિશન:

  • A) ફિટલ હાર્ટ રેટ,
  • B) એમ્નીઓટિક ફ્લ્યુઇડ,
  • C) મોલ્ડિંગ.

3) પ્રોગ્રેસ ઓફ લેબર

  • A) સર્વાઇકલ ડાયઇલેટેશન ,
  • B) ડિસેન્ડ ઓફ હેડ,
  • C) યુટેરાઇન કોન્ટ્રાકશન.

4) મેટરનલ કન્ડિશન

  • A)ઓક્સિટોસિન,ડ્રગ્સ એન્ડ I.v.ફ્લુઇડ એડમિનિસ્ટ્રેશન
  • B) પલ્સ,
  • C) બ્લડ પ્રેશર,
  • D) ટેમ્પરેચર,
  • E) યુરીન વોલ્યુમ, એસિટોન તથા પ્રોટીન.

આ બધી ઇન્ફોર્મેશન એ પાર્ટોગ્રાફ માં ફીલ કરવામાં આવે છે.

પાર્ટોગ્રાફ ભરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:

  • 1) જ્યારે વુમન એ લેબરના એક્ટિવ ફેસમાં પહોંચે ત્યારે પાર્ટોગ્રાફ મેઇન્ટેન કરવાનું ચાલુ કરવું જોઇએ અને પ્રેગ્નેન્ટ વુમનને એકલી મૂકવી ન જોઇએ.
  • 2) ફિટલ હાર્ટ રેટ કાઉન્ટ કરીને દર અડધી કલાકે રેકોર્ડ કરવા જોઇએ,
    ફિટલ હાર્ટ સાઉન્ડ એ ફૂલ 1 મિનિટ માટે એકાઉન્ટ કરવા જોઇએ અને તે યુટેરાઇન કોન્ટ્રાકશન પત્યા પછી તરત જ કાઉન્ટ કરવા જોઇએ.
  • 3) જ્યારે સર્વિક્સ નુ ડાયલેટેસન 4 cm અથવા તેનાથી વધારે થાય ત્યારે યુટેરાઇન કોન્ટ્રાક્ટરની ફ્રિકવન્સી, ઇન્ટેન્સિટી, ડ્યુરેશન,પલ્સ,ફિટલ હાર્ટ રેટ દર 30 મિનિટે મોનિટર કરવું.
  • 4) બ્લડ પ્રેશર અને સર્વાઇકલ ડાયલેટેસન ( cm મા) દર બે કલાકે મોનિટર કરવું.
  • 5) ડિસેન્ડ ઓફ હેડ તથા ટેમ્પરેચર એ દર ચાર કલાકે મોનિટર કરવું.

પાર્ટોગ્રાફ

1) પેશન્ટ આઇડેન્ટિફિકેશન ડેટા આમાં વુમન નું નામ, એજ,GTPAL સ્કોર, એડમિશનની ડેટ તથા ટાઇમ, રજીસ્ટ્રેશન નંબર, મેમ્બરેન રપ્ચર થયા નો ટાઇમ તથા લેબરના ઓનસેટ થયાનો ટાઇમ અને ડેટ ને માર્ક કરવામાં આવે છે.

2) ફિટલ કન્ડિશન

  • ફિટલ હાર્ટ રેટ કાઉન્ટ કરીને દર અડધી કલાકે રેકોર્ડ કરવા.
  • ફિટલ હાર્ટ રેટ ફૂલી 1 મિનિટ માટે એકાઉન્ટ કરવા.
  • યુટેરાઇન કોન્ટ્રેક્શન પત્યા પછી તરત જ ફીટલ હાર્ટ રેટ કાઉન્ટ કરવા.
  • જો ફીટલ હાર્ટ સાઉન્ડ ( FHS )એ < 120/Minutes અથવા જો ( FHS )એ >160/ Minutes હોય તો તે ફિટલ ડિસ્ટ્રેસ સૂચવે છે. જો ફિટલ ડિસ્ટ્રેસ ની કન્ડિશન હોય તો તાત્કાલિક પગલા લેવા જોઈએ.
  • દરેક સ્મોલ બોક્સમાં વર્ટિકલ કોલમ તે અડધા કલાક નો ઇન્ટરવલ દર્શાવે છે.

2) કન્ડિશન ઓફ મેમ્બરેન ફિટલ કન્ડિશન સાથે દર 30 મિનિટે એમ્નીઓટિક મેમ્બરેન ની કન્ડિશન તથા એમ્નીઓટિક ફ્લ્યુઇડ નો કલર પણ રેકોર્ડ કરવો.

A) એમ્નીઓટીક મેમ્બરેન એ ઇન્ટેક હોય તો := I ( Intect),

B) લાઇકર એ ક્લિયર હોય તો:= C( Clear),

C) લાઇકર એ એબસન્ટ હોય તો:= A( Absent) ,

D)એમ્નીઓટીક મેમ્બરેન એ રપ્ચર હોય તો := R ( Rupture),

E) મીકોનિયમ સ્ટેઇન્ડ લાઇકર હોય તો:= M( meconium),

F) જો લાઇકર મા બ્લડ પ્રેઝન્ટ હોય તો: B(Blood)

આમ , પાર્ટોગ્રાફ મા એમ્નીઓટિક મેમ્બરેન ની કન્ડિશન તથા એમ્નીઓટિક ફ્લ્યુઇડ આ પ્રમાણે માર્કિંગ કરવું.

3) મોલ્ડિંગ ( ફિટસ હેડ ના બોન એ સુચર્સ તથા ફોન્ટાનેલ્સ દ્વારા સેપરેટ થયેલા હોય છે પરંતુ તે બર્થ કેનાલ દ્વારા પાસ થતી સમયે આ ફીટલ હેડના બોન એ એક બીજા પર ઓવરલેપિંગ થાય અને હેડ નો સેપ એ થોડા સમય માટે ચેન્જ થાય જેના કારણે ફિટલ હેડ એ બર્થ કેનાલ માથી ઇઝીલી પાસ થય શકે આ કન્ડિશનને મોલ્ડિંગ કહેવામાં આવે છે.)
મોલ્ડિંગ ને રેકોર્ડ કરવા માટે ગ્રેડ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે.

A) 0 -> જો બોન એ સેપરેટ થયેલા હોય અને સુચર્સ એ સરળતાથી ફેલ્ટ થાય ત્યારે.

B) + -> બોન એ એકબીજાને જસ્ટ ટચ કરે ત્યારે.

C) ++ -> બોન એ ઓવરલેપિંગ થાય પરંતુ ઇઝીલી સેપરેટ થાય ત્યારે.

D) +++ -> બોન એ સિવ્યરલી ફિક્સ્ડ ઓવરલેપિંગ થયેલા હોય ત્યારે.

4) પ્રોગ્રેસ ઓફ લેબર

  • જ્યારે વુમન એ એક્ટિવ લેબરમાં આવે ત્યાર પછી જ લેબર પ્રોગ્રેશન ને પાર્ટોગ્રાફ પર પ્લોટીંગ કરવાનું ચાલુ કરવું.
  • એક્ટિવ લેબર એ સર્વાઇકલ ડાયલેટેશન એ 4 cm અથવા તેના કરતાં વધારે હોય અને એવ્રી 10 મિનિટ માં એટલીસ્ટ બે સારા કોન્ટ્રાકશન આવે ત્યારે જ પાર્ટોગ્રાફ પર પ્લોટીંગ કરવાનું સ્ટાર્ટ કરવું.
  • સર્વાઇકલ ડાયઇલેટેશન ને cm માં દર ચાર કલાકે રેકોર્ડ કરવું.
  • સર્વાઇકલ ડાયલેટેશન નો શરુઆત નો રેકોર્ડ એ લેફ્ટ એલટૅ લાઇન ( જ્યારે મધર એ એક્ટિવ લેબરમાં હોય) થી સ્ટાર્ટ કરવો. નોર્મલી ગ્રાફ લાઇન એ લેફ્ટ એલર્ટ લાઇન ઉપર સતત રહે છે દરેક વખતે પ્રોપર ટાઇમ દર્શાવવો.
  • જો એલર્ટ લાઇન ક્રોસ થાય એટલે કે જો ગ્રાફ એ એલર્ટ લાઇનની રાઇટ તરફ મુવ થાય તો તે પ્રોલોન્ગ લેબર દર્શાવે છે. આથી મીડવાઇફ એ તરત જ એલર્ટ થઇ જવું કે લેબરમાં કંઇક એબનોર્મલ છે. એલર્ટ લાઇન એ ક્રોસ થાય તે ટાઇમ ને નોટ કરવો અને તરત જ તાત્કાલિક ટ્રીટમેન્ટ અથવા રીફર કરવા માટેના મેઝર્સ( પગલા)લેવાના સ્ટાર્ટ કરી દેવા.
  • જ્યારે ગ્રાફ એ એક્શન લાઇન ની ક્રોસ થાય એટલે કે જો એક્સન લાઇનની રાઇટ સાઇડ પર જાય તો તરત જ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી અથવા મધરને એપ્રોપ્રિએટ મેડિકલ સર્વિસ પર રીફર કરવી.
  • એલર્ટ અને એક્શન લાઇન વચ્ચેનો તફાવત 4 અવર્સ નો હોય છે.

5)યુટેરાઇન કોન્ટ્રાકશન
યુટેરાઇન કોન્ટ્રાકશન દર અડધી કલાકે રેકોર્ડ કરવા કોન્ટ્રાકશન એ દસ મિનિટમાં બે વાર કોન્સ્ટ્રેક્શન એ ગુડ યુટેરાઇન કોન્ટ્રાકશન ને ઇન્ડિકેટ કરે છે.

પાર્ટોગ્રાફ ના બોક્સ માં તેનુ નીચે પ્રમાણે માર્કિંગ કરવું.

•••• -> માઇલ્ડ યુટેરાઇન કોન્ટ્રાકશન < 20 સેકન્ડ,

///// -> મોડરેટ યુટેરાઇન કોન્ટ્રાકશન 20 – 40 સેકન્ડ,

■ ->સ્ટ્રોંગ યુટેરાઇન કોન્ટ્રાકશન > 40 સેકન્ડ.

6) સર્વાઇકલ ડાયલેટેસન તથા ડિસેન્ડ ઓફ ફિટલ હેડ

  • ફિટર હેડ નુ ડિસેન્ડ ડાઉન એ થ્રુ આઉટ લેબર પ્રોસેસ દરમિયાન સર્વાઇકલ ડાયલેટેશન ની સાથે સાથે જ થાય છે.
  • જ્યાં સુધી સર્વાઇકલેશન એ 7 સેન્ટિમીટર ના થાય ત્યાં સુધી ફિટસ હેડ નુ ડિસેન્ટ અસેસમેન્ટ એ એબડોમીનલ પાલ્પેશન દ્વારા કરવામાં આવે છે જેમાં પેલ્વિક બ્રીમની ઉપર ફીટલ હેડના ફિફ્થ(5) નંબર થી અસેસ કરવામાં આવે છે.
  • પાર્ટોગ્રાફ માં સર્વાઇકલ ડાયલિટેશન ને(x) દ્વારા પ્લોટ કરવામાં આવે છે જ્યારે ફિટલ હેડના ડિસેન્ટને(O) દ્વારા પ્લોટ કરવામાં આવે છે.

7) મેટરનલ કન્ડિશન

  • મેટરનલ પલ્સને દર અડધી કલાકે પાર્ટોગ્રાફ પર રેકોર્ડ કરવામાં આવે છે અને તેને ડોટ(•) દ્વારા પાર્ટોગ્રાફ માં પ્લોટ કરવામાં આવે છે.
  • મેટરનલ બ્લડ પ્રેશરને દર 4 કલાકે રેકોર્ડ કરવામાં આવે છે જેમાં બંને સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ને વર્ટિકલ એરો( ↕ )દ્વારા દર્શાવવામાં આવે છે જેમાં એરોનો અપર એન્ડ સિસ્ટોલિક બીપી દર્શાવે છે. જ્યારે એરો નો લોવર એન્ડ એ ડાયસ્ટોલીક બ્લડ પ્રેશર દર્શાવે છે.
  • મેટરનલ ટેમ્પરેચરને દર ચાર કલાકે પાર્ટોગ્રાફ પર રેકોર્ડ કરવું.
  • મેટરનલ યુરિન નુ વોલ્યુમ, યુરિનમાં એસિટોન તથા પ્રોટીન લેવલને પાર્ટોગ્રાફ પર પ્રોપરલી રેકોર્ડિંગ કરવું.
  • જો લેબર પ્રોસેસ દરમિયાન મધરને કોઇપણ ડ્રગ આપેલી હોય અથવા ઓક્સીટોસીન મેડિકેશન આપેલી હોય તો તેનો ડોઝ રૂટ તથા એડમિનિસ્ટ્રેશન નો ટાઇમ ના ટાઇમ ને પ્રોપરલી રેકોર્ડિંગ કરવુ.
  • આમ,પાર્ટોગ્રાફ દ્વારા લેબર પ્રોગ્રેસ તથા મધર અને ફીટસ ની કન્ડિશન ને વિશે અર્લી,ક્વીક તથા રિલીવન્ટ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે.

🔸b. Placenta – પ્લેસન્ટા

પ્લેસેન્ટા

ઇન્ટ્રોડક્શન

  • પ્લેસેન્ટા એ એક માસ લાઇક સ્ટ્રક્ચર છે. તે ફિટલ કંમ્પોનન્ટ કોરિયોન ફ્રોન્ડોઝમ તથા મેટરનલ કમ્પોનન્ટ ડેસીડ્યુઆ બેઝાલિસ એમ બે સોર્સિસ માથી સામાન્ય રીતે અપર યુટેરાઇન સેગ્મેન્ટ માં એન્ટિરિયર અથવા પોસ્ટીરીયર સાઇડમાં ડેવલોપ થાય છે.
  • પ્લેસેન્ટા એ ફિટસ સાથે અંબેલીકલ કોડ દ્વારા કનેક્ટ થાય છે અને પ્રેગનેન્સી મેઇન્ટેન થાય છે. પ્લેસેન્ટા એ એમ્બ્રિયોની લાઇફ ને સપોર્ટ કરે છે જે એમબ્રીઓ ને ઓક્સિજન અને ફૂડ પુરુ પાડે છે તથા ટોક્સિક મટીરીયલ્સ ને રીમુવ કરે છે.

ડેફીનેશન

  • પ્લેસેન્ટા એ તેના સેપ ના કારણે “ડિસ્કોઇડ શેપ” હોય છે,
  • તે “હિમોકોરિયોનિક” હોય છે કારણ કે તેનુ કોરીઓન એ મેટરનલ બ્લડ ના ડાયરેક્ટ કોન્ટેકમાં આવે છે અને તે “ડેસિડ્યુએટ” હોય છે કારણ કે પ્લેસેન્ટા એ બર્થ પછી સેડઓફ થય જાય છે.

પ્લેસેન્ટા ઓરિજીનેશન

  • પ્લેસેન્ટા એ ફર્ટિલાઇઝ્ડ ઓવમ ના ટ્રોફોબ્લાસ્ટિક લેયર માંથી ઓરીજીનેટ થાય છે.
  • પેશન્ટા એ મધરના સર્ક્યુલેશન સાથે ક્લોઝલી લિંક થયેલ હોય છે તેના ફંકશનને પ્રોપર્લી કરવા માટે જે ફંક્શન એ ફિટસ એ ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ દરમિયાન પરફોર્મ કરવામાં અનએબલ હોય છે.
  • ફિટસનું સર્વાઇવલ એ પ્લેસેન્ટાની ઇન્ટીગ્રિટી તથા એફિશિયન્સી પર ડીપેન્ડ કરે છે.

એટેચમેન્ટ ઓફ પ્લેસેન્ટા પ્લેસેન્ટા એ મધર ની યુટેરાઇન વોલ સાથે અટેચ થયેલી હોય છે અને તે મધર અને ફીટસ વચ્ચે અંબેલીકલ કોડૅ દ્વારા કનેક્શન એસ્ટાબ્લીસ કરે છે.

પ્લેસેન્ટા એટ ફુલટમૅ એટ ટમૅ પ્લેસેન્ટા એ ફ્લેટ અને રાઉન્ડ અથવા ઓવલ શેપ માં હોય છે તે ડિસ્ક લાઇક સ્પન્જી, ફ્લેસી સ્ટ્રક્ચર છે. પ્લેસેન્ટા એ સેન્ટરમાં થીક અને કિનારીમાં થીન હોય છે.

ડાયામીટર એન્ડ થિકનેસ ઓફ પ્લેસેન્ટા

  • 1)પ્લેસેન્ટાનો એવરેજ વેઇટ એ:= 500 ગ્રામ
  • 2) રેશિયો બીટવીન ફિટસ એન્ડ પ્લેસેન્ટા := 1/6( 3kg / 500 gm).
  • 3) પ્લેસેન્ટાનો ડાયામીટર એ:= 15-20 cm.
  • 4)પ્લેસેન્ટા નો સરફેસ એરિયા:= 243 sq cm (સ્કવેર સેન્ટીમીટર).
  • 5) પ્લેસેન્ટાનું વોલ્યુમ એ:= 500 ml.
  • 6) પ્લેસેન્ટા એ સેન્ટરમાં થીક હોય છે જ્યારે કિનારી પર થીન હોય છે.
    સેન્ટર પાટૅ ઓફ પ્લેસેન્ટા:= 2.5 થી 3 cm.
    પેરીફેરલ પાટૅ ઓફ પ્લેસેન્ટા := 1 થી 1.5 cm
  • ફીટસ થી પ્લેસેન્ટા સુધી અંબેલીકલ કોડૅ કનેક્ટ થાય છે જેમાં એક અંબેલીકલ વેઇન અને
    બે અંબેલિકલ આર્ટરી આવેલી હોય છે.

પાર્ટ ઓફ પ્લેસેન્ટા

પ્લેસેન્ટામાં બે સરફેસ આવેલી હોય છે.

1) ફીટલ સરફેસ( 80%),

2) મેટરનલ સરફેસ(20%)

1) ફીટલ સરફેસ( 80%):

  • ફીટલ સરફેસ તે સ્મૂધ, સાઇની તથા ટ્રાન્સપરન્ટ હોય છે કે જે સ્મુધ અને ગ્લીસ્ટનીંગ (ચળકાટવાડુ) એમ્નીઓન દ્વારા કવર્ડ થયેલી હોય છે.
  • જેમાં અમ્બેલિકલ કોડૅ એ સેન્ટર પર કનેક્ટ થયેલી થાય છે.
  • અંબેલીકલ વેસેલ્સ એ આ સરફેસ પર દેખાય છે.
  • ફિટલ સરફેસ એ બ્રાઇટ રેડ કલર ની હોય છે.

2) મેટરનલ સરફેસ(20%):

  • મેટરનલ સરફેસ એ “રફ અને સ્પંજી” હોય છે.
  • તે ડલ રેડ કલરની હોય છે.
  • મેટરનલ સરફેસ એ 15 થી 30 કોટીલોડોન્સમાં વહેંચાયેલ હોય છે જે સલ્કાઇ વડે અલગ પડે છે.
  • મેટરનલ સરફેસ પર સ્મોલ કેલ્સીફાઇડ ઇન્ફ્રાક્ટ દેખાય છે.

સ્ટ્રકચર ઓફ પ્લેસેન્ટા

  • પ્લેસેન્ટા માં બે પ્લેટ્સ હોય છે. કોરીઓનીક પ્લેટ અંદરની તરફ હોય છે જે એમ્નીઓટીક મેમ્બરેન વડે કવર થયેલી હોય છે. અંબેલીકલ કોડૅ એ આ પ્લેટ પર અટેચ થાય છે. મેટરનલ સાઇડ પર બેઝલ પ્લેટ હોય છે.
  • આ કોરીયોનિક પ્લેટ(ફિટલ સાઇટ) અને બેઝલ પ્લેટ( મેટરનલ સાઇટ) વચ્ચે ઇન્ટરવિલસ સ્પેસ આવેલી હોય છે.
  • આ ઇન્ટરવિલસ સ્પેસ માં સ્ટેમ વિલાય તથા તેની બ્રાન્ચીસ આવેલી હોય છે અને તેના સ્પેસમાં મેટરનલ બ્લડ રહેલું હોય છે.

1) એમ્નીઓટીક મેમ્બરેન

  • એમ્નીઓટીક મેમ્બરેન એ ક્યુબીકલ એપીથિલિયમ તથા કનેક્ટીવ ટીશ્યુસ નું સિંગલ લેયર છે. તથા એમ્નીઓટીક મેમ્બરેન એ કોરીઓનીક પ્લેટ સાથે લુઝ્લી અટેચ હોય છે.
  • તેનું પ્લેસેન્ટા ફોર્મેશનમાં કોઇ પાર્ટ હોતો નથી.

2) કોરીયોનિક પ્લેટ

  • કોરીયોનિક પ્લેટ એ કનેક્ટિવ ટીશ્યુસ ની સીટ હોય છે. તેમાં અંબેલિકલ વેસેલ્સની બ્રાન્ચીસ આવેલી હોય છે. આ કોરીયોનિક પ્લેટ એ ફીટલસાઇટ પર એમ્નીઓટીક મેમ્બરેન દ્વારા કવર થયેલી હોય છે.
  • સ્ટેમ વિલાય એ કોરીઓનીક પ્લેટ માંથી ઉત્પન્ન થાય છે જે કોરિયોડેસીડ્યુલ સ્પેસની ઇનર બાઉન્ડ્રી બનાવે છે.

3) બેઝલ પ્લેટ.

  • બેઝલ પ્લેટ એ સાઇટોબ્લાસ્ટ, સિનસાયટોબ્લાસ્ટ, એન્ડ ડેસિડ્યુઆ બેઝાલિસ માથી ફોમૅ થાય છે.
  • તે કોમ્પેક્ટ અને સ્પંજી લેયર હોય છે.
  • બેઝલ પ્લેટ એ મેટરનલ સરફેસના નીયરર મા પ્રેઝન્ટ હોય છે.
  • બેઝલ પ્લેટ માંથી યુટેરાઇન આર્ટરી તથા વેઇન એ ઇન્ટરવિલસ સ્પેસમાં એન્ટર થાય છે.
  • બેઝલ પ્લેટ એ મેટરનલ સરફેસમાં બાઉન્ડ્રી ફોર્મ કરે છે.

4) ઇન્ટરવિલસ સ્પેસ

  • જેની અંદરની સાઇડમાં કોરીયોનિક પ્લેટ અને આઉટર સાઇડમાં બેઝલ પ્લેટ હોય છે. આજુબાજુ બે પ્લેટ નું જોડાણ છે.
  • ઇન્ટરનલી બધી સાઇડમાં સીનસાઇટોટ્રોફોબ્લાસ્ટ ની લાઇન તથા સ્લો ફ્લોવિંગ મેટરનલ બ્લડ થી ફીલ થયેલ હોય છે.
  • આ ઇન્ટરવિલસ સ્પેસમાં સ્ટેમ વિલાઇ તથા તેની બ્રાન્ચીસ પણ તથા તેની બ્રાન્ચીસ એ આવેલી હોય છે.

5) સ્ટેમ વિલાઇ

  • સ્ટેમ વિલાઇ એ કોરીયોનીક પ્લેટ માંથી ઉત્પન્ન થઇને બેઝલ પ્લેટ સુધી વધે છે.
  • પ્રોગ્રેસીવ ડેવલોપમેન્ટમાં પ્રાઇમરી,સેકન્ડરી તથા ટર્સિયરી વિલાઇ બને છે.
  • પ્લેસેન્ટાના ફંક્શનલ યુનિટ ને ફિટલ કોટીલોડોન અથવા પ્લેસેન્ટોમ છે. તે મેજર પ્રાઇમરિ સ્ટેમ વિલસ માંથી બને છે.
  • આ મેજર સ્ટેમવિલાઇ એ ઇન્ટરવિલસ સ્પેસ માંથી પસાર થઈ બેઝલ પ્લેટમાં એન્કર થાય છે.ફંક્શનલ સબયુનિટ ને લોબ્યુલ કહે છે.જે ટર્સિયરી વિલાઇ માથી બને છે.
  • હ્યુમન પ્લેસેનટામાં 60 જેટલી સ્ટેમવિલાય આવેલી હોય છે. આથી દરેક કોટીલોડોન ( ટોટલ :=15-20) ને ત્રણ થી ચાર મેજર સ્ટેમ વિલાય આવેલી હોય છે. કેટલીક વિલાઇ પ્લેસેન્ટાને એન્કરિંગ કરે છે અને કેટલીક ઇન્ટરવેલસ સ્પેસમાં ફ્રી રહે છે તેને ન્યુટ્રીટીવ વિલાય કહે છે વિલાયમાં આવેલી બ્લડ વેસેલ્સ એ એકબીજા સાથે જોડાતી નથી.

સરક્યુલેશન થ્રુ ધ પ્રેસેન્ટા પ્લેસેન્ટા માં બે પ્રકારે સરક્યુલેસન થાય છે.

  • 1) ફીટો પ્લેસેન્ટલ સર્ક્યુલેશન,
  • 2) યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન

1) ફીટો પ્લેસેન્ટલ સર્ક્યુલેશન,:-

  • ફિટોપ્લેસેન્ટલ સર્ક્યુલેશનમાં બે અંબેકલ આર્ટરી એ ઇમ્પ્યોર બલ્ડ એ ફિટસ માંથી લાવે છે અને તે કોરિયોનીક પ્લેટમાં એન્ટર થાય છે.જે દરેક 1/2 ઓફ પ્લેસેન્ટા મા સપ્લાય કરે છે.
  • આર્ટરીસ એ સ્મોલ બ્રાન્ચીસ માં બ્રેક થઇને કોરીઓનીક વિલાઇ ના સ્ટેમમાં એન્ટર થાય છે જે પ્રાઇમરી, સેકન્ડરી,અને ટર્સિયરી વેસેલ્સમાં ડિવાઇડ થાય છે. મેટરનલ અને ફીટલ બ્લડ એ અપોઝિટ ડાયરેક્શનમાં સાઇડ બાય સાઇડ રહે છે.
  • ફીટલ બ્લડ ફ્લો એ 400 ml/ minute હોય છે જે મેઇન્લી ફિટલ હાર્ટ રેટ ની પમ્પીંગ એક્સન પ્રમાણે હોય છે. અંબેલીકલ આર્ટરી નુ બ્લડ એ પ્લેસેન્ટાને કાર્બન ડાયોક્સાઇડ આપી અને ઓક્સિજન નુ એબ્સોર્બશન કરીને અંબેલીકલ વેઇન દ્વારા ફીટસ મા રિટર્ન થાય છે.

2)યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન( મેટર્નલ સર્ક્યુલેશન) :- યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન મા યુટેરાઇન આર્ટરી તથા વેઇન એ બેઝલ પ્લેટ દ્વારા ઇન્ટરવિલસ સ્પેસ મા એન્ટર થાય છે અને તે બ્લડ તથા ન્યુટ્રીયંટ એ મધર માંથી ઇન્ટરવિલસ સ્પેસમાં ટ્રાન્સમિટ કરે છે.

ફંક્શન ઓફ પ્લેસેંટા

1) રેસ્પીરેટરી ફંક્શન :-

  • પ્લેસેન્ટા દ્વારા ફિટસ એ ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને એક્સક્રીઝ કરે છે.મધરના બ્લડ માંથી ઓક્સિજન એ ફિટલ બ્લડમાં પાસ થાય છે તેવી જ રીતે ફિટસ માં રહેલું કાર્બન ડાયોક્સાઇડ એ પ્લેસેન્ટા મારફતે મેટરનલ બ્લડમાં ટ્રાન્સમિટ થાય છે.

2) ન્યુટ્રીટીવ ફંક્શન:-

  • બધા જ પ્રકારના ન્યુટ્રીયંટ્સ જેમકે અમાઇનોએસિડ, ગ્લુકોઝ, વિટામિન્સ ,મિનરલ્સ, લિપિડ, વોટર અને ઇલેક્ટ્રોલાઇટ એ મધરમાંથી ફિટર્સમાં ટ્રાન્સમિટ થાય છે.
  • મેટરનલ ડાયટમાં લેવાયેલું ફૂડ એ પ્લેસેન્ટલ સાઇડ સુધી પહોંચે છે ત્યાં સિમ્પલ ફોર્મ થઈ જાય છે ત્યારબાદ ફીટ્સને જરૂરી સબસ્ટન્સ એ પ્લેસેન્ટા સિલેક્ટ કરે છે અને તે ફિટસ સુધી ટ્રાન્સમિટ કરે છે.

3) સ્ટોરેજ ફંક્શન:- પ્લેસેન્ટા એ ગ્લુકોઝ, આયર્ન તથા વિટામીન ને સ્ટોર કરે છે. અને ફીટસ ને જરૂર પડતી સમયે પ્લેસેન્ટા એ પ્રોવાઇડ કરે છે.

4) એકસ્ક્રીટરી ફંક્શન:- ફીટસ માં રહેલું વેસ્ટ પ્રોડક્ટ એ પ્લેસેન્ટ માં ટ્રાન્સમિટ થાય છે.

5) પ્રોટેક્શન:- પ્લેસેન્ટલ મેમ્બરેન માં લિમિટેડ બેરિયર ફંક્શન હોય છે. કેટલીક એન્ટીબોડીસ એ મધરમાંથી ફિટસ માં જાય છે તે બર્થ પછી બેબી ને ત્રણ મહિના સુધી ઇમ્યુનિટી પ્રોવાઇડ કરે છે.

6) ઇમ્યુનોલોજીકલ ફંક્શન:- ફિટસ અને પ્લેસેન્ટાના એન્ટીજન એ મધર માટે ફોરેઇન તરીકે વર્તે છે. તેમ છતાં ગ્રાફ્ટ રિજેક્શન થતું નથી કારણ કે પ્લેસેન્ટા એ રિજેક્શન સામે ઇમ્યુનોલોજીકલ પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે

7) હોર્મોનલ ફંક્શન:-

  • સ્ટીરોઇડ હોર્મોન્સ
  • ઇસ્ટ્રોજન,
  • પ્રોજેસ્ટેરોન.
  • પ્રોટીન હોર્મોન્સ
  • HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન),
  • HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન),
  • રિલેક્સીન,
  • PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A).
  • •>HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન),
    કોરિયોનીક વિલાઇ ના સાયટોટ્રોફોબ્લાસ્ટિક લેયર માથી HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રોડ્યુસ થાય છે.
    HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના 7 થી 10 વીક દરમિયાન વધારે હોય છે પછી પ્રેગ્નેન્સિ વધે તેમ ઓછુ થાય છે તે કોર્પસ લ્યુટીયમ ને મેઇન્ટેન કરે છે.
    HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના ટેસ્ટ મા યુઝ થાય છે કારણ કે તે મધરના યુરિનમાં એક્સક્રીટ થાય છે.
  • HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ ફર્ટીલાઇઝએસન બાદ બ્લડ મા 7 દિવસે અને યુરિન મા 9 દિવસે ડિટેક્ટ થાય છે.કે જે પોઝીટીવ પ્રેગ્નેન્સિ ટેસ્ટ ઇન્ડિકેટ કરે છે.

••> HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન)

  • HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન) એ પ્લેસેન્ટા માથી પ્રોડ્યુસ થાય છે તે પ્રેગ્નેન્સીના લેક્ટોજેનિક અને મેટાબોલિક પ્રોસેસમાં ઇનવોલ્વ થાય છે જ્યારે હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોફિન ટ્રોફીન નું લેવલ ઓછું થાય ત્યારે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન ( HPL) નુ લેવલ ઇન્ક્રીઝ થાય છે અને તે થ્રોઆઉટ પ્રેગનેન્સીમાં કંટીન્યુ રહે છે.
  • હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન( HPL) એ એન્ટી ઇન્સ્યુલિન તરીકે વર્ક કરે છે જે બ્લડમાં ગ્લુકોઝ લેવલને ઇન્ક્રીઝ કરીને ગ્લુકોઝ ને ફીટસ સુધી સપ્લાય કરવામા હેલ્પ કરે છે.

••>રિલેક્સિન રિલેક્સિન એ ડેસિડ્યુઆસ સેલ્સ દ્વારા ઉત્પન્ન થાય છે. અને તે સર્વિક્સ ને સોફ્ટ કરે છે તથા પેલ્વિક લીગામેન્ટ ને અને સિમ્ફાઇસીસ પ્યુબિસને લેબર પ્રોસેસ રિલેક્સ કરવામાં હેલ્પ કરે છે.

••>PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A)
પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A એ ઇમ્યુનોસપ્રેસન્ટ તરીકે વર્ક કરે છે અને પ્રેગનેન્સીને મેન્ટેઇન રાખવા માટેનું વર્ક કરે છે.

••> ઇસ્ટ્રોજન ઇસ્ટ્રોજન એ થ્રોઆઉટ પ્રેગ્નેન્સિ મા પ્લેસેન્ટા દ્વારા પ્રોડ્યુસ થાય છે. તે ફીટોપ્લેસેન્ટા ના વેલ્બિંગ માટે જરૂરી હોય છે.
લેબર દરમિયાન ઇસ્ટ્રોજન એ ઇન્ક્રીઝ થાય છે જે ઓક્સિટોસિન ને રિલીઝ કરવામાં હેલ્પ કરે છે જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાકશન ઇન્ક્રીઝ થાય છે.

••> પ્રોજેસ્ટેરોન પ્રોજેસ્ટેરોન એ પ્લેસેન્ટાના સીનસાઇટીઅલ લેયર માંથી ઉત્પન્ન થાય છે જે ટોકોલાઇટીક એજન્ટ તરીકે વર્ક કરે છે અને યુટરાઇન કોન્ટ્રાકશનને પ્રિવેન્ટ કરે છે સાથે સાથે ઇમ્યુનોસપ્રેશન્ટ તરીકે વર્ક કરી પ્રેગનેન્સીને કંટીન્યુ રાખવામાં મદદ કરે છે.

🔸c. Difference between Placenta Previa & Placenta Abruptio પ્લેસન્ટા પ્રીવીઆ અને પ્લેસન્ટા એબ્રપ્ટીઓ વચ્ચેનો તફાવત જણાવો.

  • પ્લેસેન્ટા પ્રીવીઆ અને એબ્રપ્સીઓ પ્લેસન્ટા વચ્ચેનો તફાવત:
  • 1)ક્લિનિકલ ફીચર્સ

•>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • નેચર ઓફ બ્લિડિંગ:-પેઇનલેસ, કોઝલેશ અને રીકરંટ બ્લીડિંગ થવું .
    બ્લીડિંગ એ હંમેશા વિઝીબલ હોય છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા:-પેઇનફૂલ,પ્રિએક્લેમ્પસિયા અથવા ટ્રોમા ના કારણે બ્લિડિંગ થાય છે.
    બ્લિડિંગ એ વિઝીબલ, દેખાય નહી તેવુ મોટે ભાગે મિક્સ પણ હોઇ શકે છે.

•>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • કેરેક્ટર ઓફ બ્લડ:- બ્રાઇટ રેડ કલર નું બ્લડ જોવા મળે છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા:- ડાર્ક રેડ કલરનું બ્લડ હોય છે.

•>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • જનરલ કન્ડિશન એન્ડ એનિમિયા:- વિઝીબલ બ્લડ લોસના પ્રમાણમાં એનિમીયા જોવા મળે છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા:- આમાં વિઝિબલ બ્લડલોસના પ્રમાણ કરતા એનિમિયા ની કન્ડિશન વધારે જોવા મળે છે.

>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • ફીચર્સ ઓફ પ્રિએક્લેમ્પસિયા:- પ્લેસેન્ટા પ્રીવીઆ સાથે પ્રિએક્લેમ્પસિયા ની કન્ડિશન એ સંબંધિત હોતી નથી.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા:- એબ્રપ્સીઓ પ્લેસેન્ટા મા ફીચર્સ ઓફ પ્રિએક્લેમ્પસિયા એ 1/3 કેસીસ મા જોવા મળે છે.

2) એબડોમિનોલ એક્ઝામિનેશન

•>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • હાઇટ ઓફ યુટ્રસ:- જેસ્ટેશનલ એજ પ્રમાણે યુટ્રસ ની હાઇટ જોવા મળે છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા:-એબ્રપ્સીઓ પ્લેસેન્ટા માં યુટર્સ ની હાઇટ એ જેસ્ટેસનલ એજ કરતા વધારે એન્લાર્જ હોય છે.

•>પ્લેસેન્ટા પ્રીવીઆ:-

  • ફિલ ઓફ યુટ્રસ:- પ્લેસેન્ટા પ્રીવીઆ મા યુટ્રસ એ સોફ્ટ અને રિલેક્સડ ફીલ થાય છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા:- એબ્રપ્સીઓ પ્લેસેન્ટા મા યુટ્રસ એ ટેન્સ, ટેન્ડર અને રિજીડ હોઇ શકે છે.

•>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • માલપ્રેઝન્ટેશન:- પ્લેસેન્ટા પ્રીવીઆ માં માલપ્રેઝન્ટેશન એ કોમન હોય છે અને હેડ એ હાઇફ્લોટિંગ હોય છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા:- એબ્રપ્સીઓ પ્લેસેન્ટા મા માલપ્રેઝન્ટેશન એ અનરિલેટેડ હોય છે અને હેડ એ એન્ગેજ પણ હોય શકે છે.

•>પ્લેસેન્ટા પ્રીવીઆ

  • FHS( Fetal heart sounds) :- પ્લેસેન્ટા પ્રીવીઆ માં હાર્ટ સાઉન્ડ એ મોટેભાગે પ્રેઝન્ટ હોય છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા:- એબ્રપ્સીઓ પ્લેસેન્ટા માં હાર્ટ સાઉન્ડ એ મોટેભાગે એબસન્ટ હોય છે.

3)પ્લેસેન્ટોગ્રાફી( USG)

  • પ્લેસેન્ટા પ્રીવીઆ:- પ્લેસેન્ટા એ યુટ્રસ ના લોવર સેગ્મેન્ટમાં જોવા મળે છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા:- પ્લેસેન્ટા એ યુટ્રસ ના અપર સેગ્મેન્ટમાં જોવા મળે છે.

4) વજાયનલ એક્ઝામિનેશન

  • પ્લેસેન્ટા પ્રીવીઆ પ્લેસેન્ટા એ યુટ્રસ ના લોવર સેગ્મેન્ટ માં ફીલ થાય છે.
  • એબ્રપ્સીઓ પ્લેસેન્ટા પ્લેસેન્ટા એ યુટ્રસ ના લોવર સેગ્મેન્ટ માં ફીલ થતી નથી.

Q-4 Write Short Notes (Any Three) ટુંક નોધ લાખો ( કોઈ પણ ત્રણ )

🔸a. Objectives of Antenatal care – એન્ટીનેટલ કેરના હેતુઓ

એન્ટિનેટલ કેરનો એઇમ એ ફીટસ તથા મધરની ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રુવ કરવુ તથા મધર તથા ફિટસ ના વેલ્બિંગ ને ઇમ્પ્રુવ કરવુ તથા કોમ્પ્લિકેશન થતુ પ્રિવેન્ટ કરવું એ એક મેઇન એઇમ છે.

1) મોનિટરિંગ મેટરનલ હેલ્થ:- રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરવાથી મધરની ઓવરઓલ હેલ્થ ને મોનિટર કરી શકાય, જેમ કે બ્લડપ્રેશર,વેઇટ ગેઇન,તથા ઓવરઓલ વેલ્બિંગ વગેરે ને પ્રોપરલી અશેસ કરવું જેના કારણે મધર ને કોઇ પણ પ્રકારની કોમ્પ્લિકેશન હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી શકાય. તથા તેને અર્લી ટ્રીટ કરી તેને ફરધર વઝૅ થતું પ્રિવેન્ટ કરી શકાય.

2) મોનિટરિંગ ફીટલ હેલ્થ:- એન્ટિનેટલ કેરમા ફીટસ નુ અસેસમેન્ટ કરવુ જેમા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન,ફિટલ હાર્ટબીટ મોનીટરીંગ, તથા અધર ટેસ્ટ ને પ્રોપરલી કરવા જેના કારણે ફિટસ નુ ગ્રોથ તથા ડેવલપમેન્ટ પ્રોપરલી થય શકે. જો ચાઇલ્ડ ને કોઇપણ એમનોર્માલિટી હોય તો તેનું અર્લી ડિટેક્શન થય શકે તથા તેનું પ્રોપરલી મેનેજમેન્ટ થય શકે.

3) હેલ્થ એજ્યુકેશન:- એન્ટિનેટલ કેર એ એક્સપેક્ટન્ટ મધર્સ ને એપ્રોપ્રિએટ એજ્યુકેશન ની ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે.જેમા પ્રગ્નેન્સી, ચાઇલ્ડ બર્થ,બ્રેસ્ટ ફિડીંગ,ન્યુટ્રીશન તથા પેરેનટીંગ વિશેના એજ્યુકેશનની ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે. આ એજ્યુકેશન એ એન્ટીનેટલ મધર ને પ્રોપરલી ડિસિઝન લેવામા હેલ્પફુલ થય શકે છે.

4)પ્રેગ્નેન્સિ :- રિલેટેડ કોમ્પ્લીકેશન નુ અર્લી ડિટેક્શન કરી તેનુ પ્રોપર મેનેજમેન્ટ કરવા માટે
એન્ટિનેટલ કેર વિઝીટ કરવાથી પ્રેગ્નેન્સિ રિલેટેડ કોમ્પ્લીકેશન નુ અર્લી ડિટેક્શન કરી કરી શકાય છે તથા તેનું ટાઇમલી મેનેજમેન્ટ કરી શકાય છે. જેમ કે, જેસ્ટેશનલ ડાયાબિટીસ, પ્રિએક્લેમ્પસીયા, ઇન્ફેક્શન તથા બીજા પ્રેગનેન્સી રિલેટેડ રિસ્ક કે જે પ્રેગનેન્સીને અફેક્ટ કરી શકે છે.

5) પ્રિપેરેશન ફોર ચાઇલ્ડબર્થ:- એન્ટિનેટલ કેર સેસન માં બર્થ પ્લાનિંગ, પ્રિપ્રેશન ફોર લેબર, તથા ડીલેવરી ના ઓપ્શન્સ વિશે ડિસ્કશન કરવામાં આવે છે. આ ડિસ્કશન કરવાથી મધર તથા તેના ફેમિલી મેમ્બર્સ એ મેન્ટલી તથા પ્રેક્ટીકલી ચાઇલ્ડ બર્થ માટે પ્રિપેર થય શકે.

6) સાયકોલોજીકલ સપોર્ટ:- પ્રેગ્નેન્સી ના કારણે ઇમોશનલ તથા સાઇકોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે. એન્ટિનેટલ કેર માં સપોર્ટીવ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે કે જેમાં એક્સપેક્ટન્ટ મધર એ તેની એન્ઝાઇટી ,ફિયર તથા ડાઉટ્સ વિશે ડિસ્કશન કરી તેને ક્લિયર કરી શકે છે તથા તેની એન્ઝાઇટી અને ફિયર ને રીડ્યુસ કરી શકે છે અને ઇમોશનલી વેલ્બિંગ ફીલ કરી શકે છે.

7) પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ મેટરનલ એન્ડ ઇન્ફન્ટ કોમ્પ્લિકેશન:- એન્ટીનેટલ કેર ઇન્ટરવેન્શન માં ઇમ્યુનાઇઝેશન, આયર્ન તથા ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન, એન્ડ પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે જેના કારણે પ્રેગનેન્સી અને ચાઇલ્ડબર્થ રિલેટેડ રિસ્ક તથા કોમ્પ્લિકેશન એ પ્રિવેન્ટ કરી શકાય.

8) પ્રમોશન ઓફ હેલ્ધી બીહેવ્યર:- એન્ટિનેટલ કેરમાં બિહેવ્યર ને પ્રમોટ કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં સ્મોકિંગ સેસેસન, આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ અવોઇડિંગ, મેન્ટેનીંગ બેલેન્સ ડાયટ, તથા ફિઝિકલી એક્ટિવ રહેવું આ બિહેવ્યર એ હેલ્ધી પ્રેગનેન્સી આઉટકમ માટે અગત્યનું હોય છે.

9) પોસ્ટપાર્ટમ પ્લાનિંગ :- એન્ટિનેટલ કેરમાં પોસ્ટ પાર્ટમ કેર વિશે પણ ડિસ્કશન કરવામાં આવે છે જેમાં,પોસ્ટ પાર્ટમ કેર,

  • બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ તથા ફેમિલી પ્લાનિંગ ના ઓપ્શન્સ વિશે ડિસ્કસન કરવામાં આવી છે.
  • ઓવરઓલ એન્ટિનેટલ કેર નો ઓબ્જેકટીવ્સ એ હેલ્ધિ પ્રેગ્નેન્સી હોવી, કોઇપણ રિસ્ક તથા કોમ્પ્લિકેશન હોય તો તેનું પ્રોપરલી મેનેજમેન્ટ કરવું, ચાઇલ્ડ બર્થ માટે મધર ને પ્રીપેર કરવી, તથા થ્રોઆઉટ પ્રેગ્નન્સી સમય દરમિયાન મધર તથા ફિટસ ની હેલ્થને પ્રોપરલી મેઇન્ટેન રાખવી એ હોય છે.

🔸b. Infertility-ઇનફર્ટીલીટી

ડેફીનેશન:= ઇનફર્ટીલીટી તે એક મેડિકલ કન્ડિશન છે કે જેમાં 1 યર અથવા તેના કરતાં પણ વધારે સમયથી રેગ્યુલર તથા અનપ્રોટેકટેડ કોઇટસ કરવા છતા પણ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામા ઇનએબિલિટી હોય તો આવી કન્ડિશન ને ઇનફર્ટીલીટી કહેવામા આવે છે.
તે વિશ્વભરના આશરે 10-15% કપલ્સ ને અફેક્ટ કરે છે. ઇનફર્ટીલીટી એ મેલ, ફિમેલ અથવા બંને ને અફેક્ટ કરતા વિવિધ ફેક્ટર ના કારણે હોય શકે છે, અને તે ટેમ્પરરી અથવા પર્મનેન્ટ હોય શકે છે.

ટાઇપ ઓફ ઇન્ફર્ટિલિટી
ઇન્ફર્ટિલિટી ના સામાન્ય રીતે બે ટાઇપ પડે છે.

  • 1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી,
  • 2) સેકન્ડરી ઇનફર્ટિલિટી

1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી:- તે એવા પેશન્ટ ને સૂચવે છે જે એક પણ વખત પ્રેગ્નેન્સિ કન્સિવ કરી શક્યા ન હોય.

2) સેકન્ડરી ઇનફર્ટિલિટી:- આમા, પ્રિવ્યસ પ્રેગ્નન્સી કન્સિવ થયેલ ઇન્ડિકેટ કરે છે પરંતુ ત્યારબાદ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામાં ફેઇલ્યોર થાય તેને સેકન્ડરી ઇન્ફર્ટીલીટી કહેવામા આવે છે.

કોઝીઝ ઓફ ઇનફર્ટીલીટી

  • ઇનફર્ટીલીટી મેઇન ત્રણ કોઝ છે.
  • 1)ફોલ્ટ ઇન ફિમેલ,
  • 2)ફોલ્ટ ઇન મેલ,
  • 3)કમ્બાઇન્ડ ફેક્ટર.

1)ફોલ્ટ ઇન ફિમેલ:-

A) ઓવેરિયન ફેક્ટર:- આમાં ઓવ્યુલેટરી ડીસફંક્શન ના કારણે જોવા મળે છે મેઇન્લી તેના ત્રણ રિઝન નીચે મુજબ છે.

a) એનઓવ્યુલેશન/ઓલીગોઓવ્યુલેસન:-

  • એનઓવ્યુલેશન/ઓલીગોઓવ્યુલેસન એ સામાન્ય રીતે હાઇપોથેલેમો પિટ્યુટરીઓવેરિયરીયન એક્સિસ મા ડિસ્ટબન્સ હોવાના કારણે જોવા મળે છે.
  • ઓવેરિયન એક્ટિવિટી એ ગોનાડોટ્રોફીન પર ડિપેન્ડ કરે છે તથા ગોનાડોટ્રોફીન નુ નોમૅલ સિક્રીશન એ હાઇપોથેલેમસ માથી રિલીઝ થતા GnRH( ગોનાડો ટ્રોફીન રિલીઝિંગ હોર્મોન) પર ડિપેન્ડ કરે છે.

(b) લ્યુટેનાઇઝ્ડ અનરપ્ચર્ડ ફોલિકલ( LUF)
(ટ્રેપ્ડ્ ઓવમ):-
આ, કોર્પસ લ્યુટીયમ ના ઇનએડિક્યુએટ ગ્રોથ તથા ફંક્શનના કારણે જોવા મળે છે.

( C) ટ્રેપ્ડ ઉવમ:- આમાં ઓવમ એ ફોલિકલ્સ ની ઇનસાઇડમાં જ ટ્રેપ થાય છે તે સામાન્ય રીતે એન્ડોમેટ્રીઓસીસ ના કારણે અથવા હાઇપર પ્રોડક્ટેનેમિયાના કારણે હોય છે.

2) ટ્યુબલ ફેક્ટર્સ:- આમાં ઇનફેર્ટીલીટી એ સામાન્ય રીતે ટ્યુબોપથી (ટ્યુબલ ઇન્ફેક્શન )ના કારણે થાય છે જેના કારણે ટ્યુબલ ફંક્શન્સ એ ઇમ્પેઇરડ થાય છે.
Ex:= ડિફેક્ટીવ ઓવમ પીકઅપ કરે અને ત્યારબાદ ઇનફર્ટિલિટી જોવા મળે છે.

3) પેરિટોનિયલ ફેક્ટર:- આમાં ઇનફર્ટિલિટી નું એક અને મેઇન ફેક્ટર એ એન્ડોમેટ્રિઓસીસ છે.

4) યુટેરાઇન ફેક્ટર:- આમાં અમુક ફેક્ટર્સ કે જે ફર્ટિલાઇઝડ ઑવમ ને એન્ડોમેટ્રીઅમ માં ઇમ્પ્લાન્ટેશન થવામાં સ્ટોપ કરતા ફેક્ટર્સ ના કારણે જોવા મળે છે.

આ ફેક્ટર્સ જેમ કે,

  • a) એન્ડોમેટ્રીઓસીસ,
  • b) ફાઇબ્રોઇડ યુટ્રસ,
  • c)યુટેરાઇન હાઇપોપ્લેસિયા,
  • d)કંજીનાઇટલ માલફોર્મેશન ઓફ ધ યુટ્રસ.

5)સર્વાઇકલ ફેક્ટર્સ:- આમાં સેકન્ડ ડિગ્રી યુટેરાઇન પ્રોલેપ્સ ના કારણે, રેટ્રોવરટેડ યુટ્રસ ના કારણે, તથા સર્વાઇકલ ન્યુકસના કમ્પોઝિશનમાં ચેન્જીસ થવાના કારણે જોવા મળે છે.

6) વજાઇનલ ફેક્ટર:- આમાં વજાઇનલ એટ્રેસિયા, ટ્રાન્સવર્સ વજાઇનલ સેપ્ટમ,ના કારણે.

2)ફોલ્ટ ઇન મેલ:

1) ડિફેક્ટીવ સ્પરમેટોજીનેસીસ ના કારણે:-

  • આના કારણે ઇનફર્ટીલીટી જોવા મળે છે અને તે સામાન્ય રીતે નીચે મુજબના કારણના લીધે જોવા મળે છે:
  • ઓર્ચાઇટીસ,
  • અનડિસેન્ડેડ ટેસ્ટીસ,
  • ટેસ્ટીક્યુલર ટોક્સિન્સ,
  • પ્રાઇમરિ ટેસ્ટિક્યુલર ફેઇલ્યોર,
  • જીનેટીક અથવા ક્રોમોઝોમલ ડિસઓર્ડર ના કારણે જેમ કે, 47,XXY,
  • એન્ડોક્રેનીઅલ ફેક્ટરના કારણે જેમ કે થાઇરોઇડ ડિસ્ફંક્શન.

2) ઓબસ્ટ્રકશન ઓફ ધ એફરન્ટ ડક્ટ સિસ્ટમના કારણે:-
આ બે ટાઇપમાં જોવા મળે છે.
1) કંજીનાઇટલ:- વાસડિફરન્સ એબસન્ટ હોવાના કારણે.
2)એક્વાયર્ડ:- આ સામાન્ય રિતે અમુક ઇન્ફેક્શન ના કારણે, ટ્યબરક્યુલોસીસ, ગોનોરીયા, તથા સર્જીકલ ટ્રોમા( ડ્યુરિંગ હર્નિયોરાફી)ના કારણે જોવા મળે છે.

3)ફેઇલ્યોર ટુ ડિપોઝિટ સ્પમૅ ઇન વજાઇના:-

  • આમાં સ્પર્મ એ વજાઇનામાં ડિપોઝીટ ફેઇલ્યોર થવાના કારણે.
  • આના કારણ મા:
  • ઇમ્પોટન્સી,
  • ઇજેક્યુલેટરી ફેઇલ્યોર,
  • હાઇપોસ્પાડિયાસિસ,
  • બ્લાડર નેક સર્જરી.

4)સેમીનલ ફ્લુઇડ મા એરર થવાના કારણે:- આમા, ઇમમોટાઇલ સ્પર્મ ના કારણે, સ્પર્મ કાઉન્ટ એ ડિસ્ટરબન્સ થવાના કારણે, લો ફ્રુક્ટોઝ કાઉન્ટ ના કારણે.

3)કમ્બાઇન્ડ ફેક્ટર:- આમાં મેલ તથા ફિમેલ બંનેના કમાઇન્ડ ફેક્ટર્સ ના કારણે ઇન્ફર્ટિલિટી જોવા મળે છે.

ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન:- કમ્પ્લીટ હિસ્ટ્રી કલેક્શન કરવું તથા ફિઝિકલ એક્ઝામિનેશન આમાં ઓવરઓલ હેલ્થનું એસેસમેન્ટ કરવું જેમાં,રિપ્રોડક્ટિવ હેલ્થ, હિસ્ટ્રી તથા પોટેન્શિયલ રિસ્ક ફેક્ટરને આઇડેન્ટીફાય કરવુ.

ઓવ્યુલેશન ટેસ્ટિંગ:- આમાં મેન્સ્ટ્રુએશન સાયકલને મોનિટરિંગ કરવુ તથા ઓવ્યલેસન એ રેગ્યુલરલી થાય છે કે કેમ તેનું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.

સિમેન એનાલાઇસીસ:- આમાં સ્પર્મ કાઉન્ટ નું ઇવાલ્યુએશન કરવામાં આવે છે તથા સ્પર્મ ની મોટીલિટી,મોરફોલોજી, તથા બીજા પેરામીટર્સ ને અસેસ કરવામા આવે છે.

ઇમેજિંગ ટેસ્ટિંગ:- આમાં યુટ્રસ તથા ફેલોપિયન ટ્યુબ નું અસેસમેન્ટ કરવા માટે અલ્ટ્રાસોનોગ્રાફી તથા હિસ્ટેરોસાલ્પીન્જીયોગ્રાફી કરવામાં આવે છે.

હોર્મોનલ ટેસ્ટ:- આમાં ઓવેરિયન ફેક્ટર તથા બીજા એન્ડોક્રાઇન ડિસઓર્ડર ને અસેસ કરવાઆટે હોર્મોનલ લેવલને અસેસ કરવામા આવે છે.

ડાયગ્નોસ્ટિક પ્રોસિજર:- જેમ કે,લેપ્રોસ્કોપી( પેલી ઓર્ગનનું એક્ઝામિનેશન કરવા માટે),તથા જીનેટીક ટેસ્ટિંગ( ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ ને આઇડેન્ટિફાઇડ કરવા માટે).

ટ્રીટમેન્ટ:- ઇનફર્ટિલિટી ની ટ્રીટમેન્ટ એ તેના કોઝ,ડ્યુરેશન તથા ઇનફર્ટીલિટી ના ડ્યુરેસન પર આધાર રાખે છે.

મેડિકેશન:-ફર્ટીલિટી ડ્રગ્સ એ વુમન મા ઓવ્યુલેસન ને સ્ટીમ્યુલેટ કરવા માટે મેન મા સ્પર્મ પ્રોડક્શન ને તથા તેના ફંક્શન ને ઇમ્પ્રુવ કરવા માટે પ્રોવાઇડ કરવામાં આવે છે.

સર્જરી:- સર્જરીમાં એનાટોમિકલ એબનોર્માલીટીસ ને કરેક્ટ કરવામાં આવે છે.જેમ કે, ટ્યુબલ બ્લોકેજ, યુટેરાઇન ફાઇબ્રોઇડ,તથા વેરિકોસિલ( એન્લાર્જ વેઇન ઇન સ્ક્રોટમ).

  • આસિસટેડ રીપ્રોડક્ટિવ ટેક્નિક(ART)
  • ઇન્ટરા યુટેરાઇન ઇન્સેમીનેશન( IUI)
  • આમાં ઓવ્યુલેશન સમય દરમિયાન સ્પર્મને ડાયરેક્ટ યુટેરાઇન કેવીટી મા પ્લેસ્ડ કરવામા આવે છે.
  • ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન( IVF)
  • આમાં લેબોરેટરીમાં ઓવમ તથા સ્પર્મ નું ફર્ટિલાઇઝેશન કરી ત્યારબાદ એમ્બ્રિયો ને યુટ્રર્સ માં ટ્રાન્સફર કરવામાં આવે છે.
  • ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન ( ICSI)
  • આ પ્રોસિજરમાં ફર્ટિલાઇઝેશનને કરાવવા માટે સિંગલ સ્પર્મ ને ડાયરેક્ટ એગ માં ઇન્જેકટ કરવામાં આવે છે .
  • સરોગસી
  • જ્યારે પ્રેગનેન્સી ને કેરી આઉટ કરવા માટે શક્ય ન હોય ત્યારે સરોગસી કરાવવામાં આવે છે.

જનરલ નર્સિંગ મેનેજમેન્ટ:

  • પેશન્ટની જનરલ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટેના પ્રોપરલી મેઝર્સ લેવા.
  • જો પર્સન એ ઓબેઝ હોય તો વેઇટ ને રીડયુઝ કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને હેવી સ્મોકિંગ તથા આલ્કોહોલ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને એડવાઇઝ આપવી કે ટાઇટ તથા વામૅ અંડરગારમેન્ટસ એવોર્ડ કરવા.
    પેશન્ટને એડવાઇઝ આપવી કે વિટામિન E, વિટામિન C, વિટામીન B12 તથા ફોલિક એસિડ ને પ્રોપર લેવું જે સ્પરમેટોજીનેસીસ ને ઇમ્પ્રુવ કરે છે.
  • પેશન્ટ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • પેશન્ટનો બોડી વેઇટ પ્રોપરલી ચેક કરવો તથા બોડી માસ ઇન્ડેક્સ ને કેલ્ક્યુલેટ કરવું કે જે
    20 – 24 ની વચ્ચે હોવો જોઇએ.
    પેશન્ટ ને પ્રોપરલી સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે એડવાઇઝ આપવી. જેમાં પેશન્ટને પ્રોપરલી યોગા તથા મેડીટેશન કરવા માટે એડવાઇઝ આપવી

🔸c. Causes of onset of labour – લેબર સારું થવાના કારણો

લેબર શરૂ થવા માટેના કારણ:

લેબર માટે કોઇ ચોક્કસ કારણ એ જાણીતું નથી પરંતુ એવું કહેવાય છે કે લેબર ની શરૂઆત માટે ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર હોય છે જેમ કે,

1)મીકેનીકેલ કોઝ,
2) હોર્મોનલ કોઝ,
3) ન્યુરોલોજીકલ કોઝ

1)મીકેનીકેલ કોઝ,
આમા,
યુટ્રસ ની હાઇટેન્ડ રીફ્લેક્સ ઇરિટેબિલિટી થવી,
યુટેરાઇન ડિસ્ટેન્સન,
મેન્સટ્રુઅલ પિરીયડ સપ્રેસન,
પ્રોલોન્ગ પ્રેસર ઓફ ફિટસ.

2) હોર્મોનલ કોઝ:

1) ફિટો-પ્લેસેન્ટલ કન્ટ્રીબ્યુસન
રિલીઝિંગ ફેક્ટર્સ ને પ્રોડ્યુસ કરવા ફીટલ હાયપોથેલેમસ ટ્રીગર થાય છે.
આ રિલીઝિંગ ફેક્ટર્સ ના લીધે એન્ટિરિયર પિટ્યુટરીગ્લેન્ડ એ એડ્રીનોટ્રોફીકહોર્મોન
( ACTH) પ્રોડ્યુસ કરવા માટે સ્ટીમ્યુલેટ થાય છે.

એડ્રીનોટ્રોફીક હોર્મોન
( ACTH) એ ફીટલ એડ્રીનલ ગ્લેન્ડને કોર્ટીસોલ ને સિક્રિટ કરવા માટે સ્ટીમ્યુલેટ કરે છે.

કોર્ટિસોલ ના લીધે પ્લેસેન્ટલ હોર્મોન્સમાં ચેન્જીસ થાય છે.
Ex:=
ઇસ્ટ્રોજન લેવલ વધે છે,
પ્રોજેસ્ટેરોન લેવલ ઘટે છે.

2) ઇસ્ટ્રોજન હોર્મોન: ઇસ્ટ્રોજનના કારણે નીચે પ્રમાણે મિકેનિઝમની શક્યતાઓ વધે છે:

1) મેટરનલ પિટ્યુટરી માંથી ઓક્સીટોસીન નું રિલીઝ એ વધે છે.

2) માયોમેટ્રીયલ રિસેપ્ટર ને ઓક્સિટોસિન , પ્રોસ્ટાગ્લેન્ડીન્સ નું સિન્થેસીસ કરવા સ્ટીમ્યુલેટ કરે છે.

3) ડેસિડ્યુઅલ અને એમનીઓન સેલ્સ દ્વારા પ્રોસ્ટાગ્લેન્ડિન નું સિન્થેસીસ વધે છે.

4) માયોમેટ્રીયલ કોન્ટ્રાકશન એ પ્રોટીન એક્ટોમાયોસિન ના સિન્થેસીસને સ્ટીમ્યુલેટ કરે છે.

3) પ્રોજેસ્ટેરોન
યુટ્રસ ઉપર પ્રોજેસ્ટેરોનની રિલેક્સટન્ટ ઇફેક્ટ છે.
પ્રોજેસ્ટેરોન પહેલા કોર્પસ લ્યુટીયમ દ્વારા અને પછી પ્લેસન્ટા દ્વારા પ્રોડ્યુસ થાય છે.
તે યુટેરાઇન કોન્ટ્રાક્ટિલિટીને ઇન્હિબીટ કરે છે.
ફિટલ પ્રોડક્શન ડિહાઇડ્રોએપિએન્ડ્રોસ્ટેરોન સલ્ફેટ( DHEA -S) અને કોર્ટિસોલ વધવાને લીધે ફિટસ પ્રેગ્નેનોલોન માંથી પ્રોજેસ્ટેરોનનું કન્વર્ઝન અટકી જાય છે.
આથી લેબર પહેલા પ્રોજેસ્ટેરોનનું લેવલ ફોલડાઉન થાય છે જ્યારે ઇસ્ટ્રોજનનું લેવલ વધે છે.
ત્યારે પ્રોજેસ્ટેરોનનું લેવલ એ ફોલડાઉન થાય છે જે પ્રોસ્ટાગ્લેન્ડીન ના સિન્થેસીસ સાથે સંકળાયેલું હોય છે.

4) ઓક્સિટોસિન:
મધરની પોસ્ટીરીયર પિટ્યુટરી ગ્લેન્ડમાંથી ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે.
ઇસ્ટ્રોજન નુ લેવલ ઇન્ક્રીઝ થવાના કારણે તે ઓક્સિટોસિન ના લેવલ ને ઇન્ક્રીઝ થવામાં હેલ્પ કરે છે.
પ્રેગનેન્સી ના એન્ડ માં ડેસીડ્યુઅસ વેરામાં ઓક્સિટોસિન રિસેપ્ટર ઇન્ક્રીઝ થાય છે. ઓક્સિટોસિન એ માયોમેટ્રિયમ પર ડાયરેક્ટલી એક્ટ કરે છે અને યુટ્રસ નું કોન્ટ્રાકશન થાય છે.
આ ઉપરાંત એન્ડોમેટ્રીઅલ ટીશ્યુસ પર પણ એક્ટ કરે છે જેથી પ્રોસ્ટાગ્લેન્ડિન એ રિલીઝ થાય છે.

5) પ્રોસ્ટાગ્લેન્ડિન
પ્રોસ્ટાગ્લેન્ડિન બનવાની મેજર સાઇટ્સ એ પ્લેસેન્ટા, ફિટલ મેમ્બરેન, ડેસિડ્યુઅલ સેલ્સ અને માયોમેટ્રિયમ છે.
એવું કહેવાય છે કે ઇસ્ટ્રોજન રિલીઝ થવાના કારણે એટ ટમૅ ડેસીડ્યુઆ એ પ્રોસ્ટાગ્લેન્ડિન ને રિલીઝ કરે છે તેની એક્ટ એ યુટરાઇન મસલ્સ પર થવાથી યુટેરાઇન મસલ્સ એ કોન્ટ્રાક્ટ થાય છે.

3) ન્યુરોલોજીકલ કોઝ
લેબરની શરૂઆત એ નર્વ પથવે દ્વારા થઈ શકે છે.
બંને  ‘α’ અને ‘β’ એડરેનેરજીક રિસેપ્ટર્સ એ માયોમેટ્રીયલ મા પ્રઝેન્ટ હોય છે.
ઇસ્ટ્રોજન ની ‘α’ રિસેપ્ટર ઉપર અને પ્રોજેસ્ટેરોન એ ‘β’ રિસેપ્ટર પર ઇફેક્ટ કરે છે.

1)’α’:=’α’ એડરેનેરજીક રિસેપ્ટર સ્ટિંમ્યુલેટ ‘α’ રિસેપ્ટર.

2)’β’:=’β’ એડરેનેરજીક રિસેપ્ટર સ્ટિંમ્યુલેટ ‘β’ રિસેપ્ટર.

સર્વિસ ની અંદર અને આસપાસ આવેલા તથા યુટર્સના લોવર પાર્ટમાં આવેલા પ્રોસ્ટાગ્લિઓનીક નર્વ ફાઇબર્સ નુ ‘α’ રિસેપ્ટર્સ માંથી કોન્ટ્રાક્ટાઇલ રિસ્પોન્સ એ સ્ટાર્ટ થાય છે જ્યારે પ્રોજેસ્ટેરોન રીડયુઝ થાય ત્યારે લેબરની શરૂઆત થાય છે.

આમ આ લેબરને સ્ટાર્ટ થવા માટેના કારણો આ પ્રમાણે છે.

🔸d. Vesicular mole – વેસીક્યુલર મોલ

વેસિક્યુલર મોલ:

ડેફીનેશન

  • વેસિક્યુલર મોલ ને હાઇડેટીડીફોર્મ મોલ (H.મોલ) પણ કહેવામાં આવે છે.
  • આ પ્લેસેન્ટા ની એક એબનોર્મલ કન્ડિશન છે. જેમાં યંગ કોરીયોનિક વિલાઇમાં થોડા ડીજનરેટિવ અને થોડા પ્રોલીફરેટીવ ચેન્જીસ થાય છે અને તેના કારણે સિસ્ટ માં ક્લસ્ટર (ઝુમખા જેવો આકાર)રચાય છે. અને તે હાઇડેટીડ સિસ્ટ જેવો હોવાથી તેને હાઇડેટીડીફોમ મોલ અથવા વેસિક્યુલર મોલ કહેવાય છે.
  • કોરિઓનીક વિલાઇ એ જ્યારે ટ્રાન્સલ્યુસન્ટ વેસિકલ્સ ના માસ મા ટ્રાન્સફોર્મ થાય છે ત્યારે તે ગ્રેપ્સ ના બન્ચ જેવુ સ્ટ્રક્ચર ફોર્મ થાય છે તેને હાઇડેટીડીફોમ મોલ કહેવાય છે.

ઇટિયોલોજી

  • તેનું એક્ઝેક્ટ કોઝ
  • અનનોન છે,
  • ઓવ્યુલર ડિફેક્ટ ના કારણે,
  • નીચે પ્રમાણેના કારણોના કારણે પણ થય શકે છે:
  • હેમરેજીક પ્રેગનેન્સી,
  • વધારે ટીનએજ પ્રેગનેન્સીસમાં,
  • 35 વર્ષથી વધારે ઉંમર વાળી સ્ત્રીઓમાં,
  • ફોલ્ટી ન્યુટ્રીશન હેબિટ ના કારણે જેમ કે ઓછા પ્રમાણમાં પ્રોટીન ઇન્ટેક કરવાના કારણે,
  • ડાયટમાં ઓછા પ્રમાણમાં કેલરી ઇન્ટેક કરવાના કારણે,
  • ડિસ્ટર્બ્ડ મેટરનલ ઇમ્યુન મીકેનીઝમ ના કારણે,
  • હાઇડેટીડીફોમ મોલ ની હિસ્ટ્રી હોવાના કારણે,
  • એવી વુમન કે જેમને ક્લોમીફેન દ્વારા ઓબ્યુલેશન નું સીમ્યુલેશન થયેલું હોય,
  • પુઅર સોસિયોઇકોનોમિક કન્ડિશન હોય.

ટાઇપ ઓફ વેસિક્યુલર મોલ

વેસિક્યુલર મોલ ના બે ટાઇપ પડે છે:

  • 1) કમ્પ્લીટ મોલ ,
  • 2) ઇન્કમ્પ્લિટ મોલ

1) કમ્પ્લીટ મોલ:

  • કમ્પ્લીટ અથવા ક્લાસિક H.મોલ એ જ્યારે એગ કે જેનું ન્યુક્લિયસ એ લોસ્ટ તથા ઇનએક્ટિવેટેડ થયેલું હોય તેમાં ફર્ટિલાઇઝેશન થવાના કારણે ફોર્મ થાય છે.
  • આમાં મોલ એ વાઇટ ગ્રેપ્સના બંચ ને મળતુ આવે છે.
  • આમા, ફ્લુઇડ ફિલ્ડ વેસીકલ્સ એ રેપીડલી ગ્રો થાય છે તેના કારણે યુટ્રસ એ એક્સપેક્ટેડ ડ્યુરેશન ઓફ પ્રેગનેન્સી કરતા પણ લાર્જર થાય છે.
  • કમ્પ્લીટ મોલમાં ફીટસ, પ્લેસેન્ટા તથા એમ્નીઓટીક મેમ્બરેન નું ઇનવોલ્વમેન્ટ થાય છે.
  • કમ્પ્લીટ મોલ એ કાર્સીનોમા મા પણ પ્રોગ્રેસ શકે છે અને તેમાં એમ્બ્રીઓ હોતો નથી.

2) ઇન્કમ્પ્લિટ મોલ

  • આમાં એમ્બ્રિયોનિક અથવા ફિટલ પાર્ટ્સ હોય છે અને એમ્નીઓટિક સેક પ્રેઝન્ટ હોય છે.
  • આમાં કન્જીનાઇટલ એનોમાલિશ પ્રેઝન્ટ હોય છે.
  • આમાં અંડર ડેવલોપ્ડ એમ્બ્રિયો હોય છે કે જે સર્વાઇવ થવામા ફેઇલ્યોર હોય છે.

સાઇન તથા સિમ્ટોમ્સ( લક્ષણો તથા ચિન્હો)

  • એબનોર્મલ વજાઇનલ બ્લીડિંગ થવુ, બ્લીડિંગ એ બ્રાઉનીસ તથા વોટરી જોવા મળવું કારણકે બ્લડ એ રપ્ચર થયેલી સિસ્ટમમાંથી નીકળતા ફ્લુડમાં મિક્સ થયને બ્લડનો અપીરીયન્સ એ ડિસ્ચાર્જ જેવો જોવા મળે છે.
  • આમા, પ્રેગ્નેન્સિ ના ફોર્થ તથા ફિફ્થ મન્થ દરમિયાન પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ જોવા મળે છે.
  • લોવર એબડોમીનલ પેઇન થવું.
  • પેશન્ટ એ કોઇપણ કારણસર વગર પણ બિમાર હોય તેવો અપિરીયન્સ લાગે છે.
  • હાઇપર એમેસિસ ગ્રેવીડેરમ થાય છે.
  • 20 વીક કરતા ઓછા પિરિયડમાં પ્રી-એકલેમ્પસિયા ના શરૂઆતના ફિચર્સ જોવા મળે છે.
  • પલ્મોનરી એમ્બોલીઝમ થવાના કારણે ડિસ્પનીયા થાય છે.
  • યુટ્રસ એ જેસ્ટેશન ના પીરીયડ કરતા મોટું દેખાય છે.
  • થાઇરોટોક્સિક ફિચર્સ જોવા મળે છે જેમ કે, ટ્રેમર્સ,તથા એન્ઝાઇટી વગેરે.
  • ફિટલ હાર્ટ સાઉન્ડ તથા ફિટસ પાટૅસ એ એબસન્ટ જોવા મળે છે.
  • વજાઇનલ એરિયા માથી ગ્રેપ્સ લાઇક વેસિકલ્સ નું એક્સપલ્ર્ઝન થવું.
  • USG:=સ્નો સ્ટ્રોમ અપીરીયન્સ જોવા મડે છે .

ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન

  • ફુલ બ્લડ કાઉન્ટ,
  • ABO એન્ડ Rh ગ્રુપિંગ તથા બ્લડ ક્લોટિંગ ટેસ્ટ,
  • હિપેટીક,રિનલ તથા થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ,
  • સોનોગ્રાફી,
  • સ્ટ્રેઇટ X-ray એબડોમન,
  • પેલ્વિક એન્જીઓગ્રાફી,
  • CT સ્કેન તથા MRI.

મેનેજમેન્ટ

  • મધર ને પ્રોપરલી સપોર્ટીવ થેરાપી પ્રોવાઇડ કરવી જેના કારણે લોસ થયેલું બ્લડ એ રિસ્ટોર થય શકે.
  • જ્યારે વેસિક્યુલર મોલ એ ડાઇગ્નોસ થાય ત્યારે જ એઝ અર્લી એઝ પોસીબલ સક્સન દ્વારા તથા સર્જિકલ ક્યુરેટેજ દ્વારા ઇવાક્યુએટ કરવું એના કારણે કોરિયોકાર્શીનોમાના રિસ્ક ને પ્રિવેન્ટ કરી શકાય.
  • મધર ના બ્લડ ઇન્વેસ્ટિગેશન મા ABO એન્ડ Rh ને ટેસ્ટ કરવા.
  • મધરને ઇમીડિયેટલી ફ્લુઇડ ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરવું.
  • જો એક્સેસિવ અમાઉન્ટમાં બ્લડ લોસ થયું હોય તો મધરને બ્લડ ટ્રાન્સફયુઝન પ્રોવાઇડ કરવું.
  • યુટ્રસ ને સક્ષન પ્રોસિઝર દ્વારા એમ્પટી કરવુ એટલે કે મોલને સક્ષન કરવું.
  • સક્ષન એ પૂરું થયા બાદ જ્યારે સક્સન કેન્યુલામાં કોઇપણ વેસિકલ્સ આવે નહિ અને યુટેરાઇન કેવીટી એ કોન્ટ્રાક્ટ થાય ત્યારે 10 યુનિટ ઓક્સીટોસીન ને ગ્લુકોઝ ડ્રિપમાં એડ કરી સ્ટાર્ટ કરવું અને 0.2 મિલિગ્રામ મીથારજીન ડ્રીપમાં ઇન્ટ્રોડ્યુસ કરવું.
  • ઓક્સીટોસીન એ સક્સન પ્રોસિજર દરમિયાન અવોઇડ કરવું કારણકે તે પેસન્ટ ની વિનસ ચેનલમાં વેસિકલ્સનું એમ્બોરાઇઝેશન કરે છે.
  • યુટેરાઇન કેવીટીમાંથી જેન્ટલી અને પ્રોપરલી બ્લન્ટ ક્યુરેટેજ દ્વારા ક્યુરેટીંગ કરવું.
  • ક્યુરેટીંગ કર્યા બાદ વેસીકર્લ્સ ને હિસ્ટોલોજીકલ એક્ઝામિનેશન કરવા માટે પ્રોપરલી લેબોરેટરીમાં સેન્ટ કરવા.
  • મધરના વાઇટલ સાઇન પ્રોપર્લી મોનિટર કરવા જેમ કે,પલ્સ રેટ, રેસ્પીરેસન, એન્ડ બ્લડપ્રેશર દર અડધી કલાકે અસેસ કરવા.
  • મધર ને 10 યુનિટ ઇન્જેક્શન ઓક્સિટોસિન એ ઇન્ટ્રા મસક્યુલરલી ( IM) અથવા જો ઇન્ટ્રા વિનસલી( IV) ઇન્ફ્યુઝન કરવાનું હોય તો 20 યુનિટ ઓક્સિટોસિન ને 500 ml નોર્મલ સલાઇન અથવા રીંગરલેક્ટેડ સોલ્યુશન માં એડમિનિસ્ટ્રેશન કરી પેશન્ટને એડમિનિસ્ટ્રેશન કરવું જેના કારણે પોસ્ટ પાર્ટમ હેમરેજ ને પ્રિવેન્ટ કરી શકાય.
  • જો પેશન્ટ એ 40 વર્ષથી ઉપરની એજમાં હોય તો હિસ્ટરેક્ટોમી કરાવવા માટે પેશન્ટને એડવાઇઝ આપવી.
  • મધરને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
  • મધરને જો Rh નેગેટીવ હોય તો Anti D immunoglobulin 100 microgram ( IM ) એડમિનિસ્ટ્રેશન કરવું.
  • વુમનને પ્રોપરલી કોન્ટ્રાસેપ્ટીવ મેથડ નો યુઝ કરવા માટે એડવાઇઝ આપવી.
  • મધર ને એક યર સુધી પ્રેગ્નન્સી રાખવા માટે અવોઇડ કરવા એડવાઇઝ આપવી.
  • મધરને એટલીસ્ટ બે યર સુધી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી. તેનો એઇમ એ કોરીયોકાર્શીનોમા
    ને ફાઇન્ડ આઉટ કરવો.
  • વુમન ને 4 થી 6 વિક ના ફોલોપ પછી દર ત્રણ મહિને ત્યારબાદ એટલીસ્ટ 2 યર માટે ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી તેમાં વુમનની હિસ્ટ્રી કલેક્શન,ક્લિનિકલ એક્ઝામિનેશન ને અસેસ આવે છે.

Q-5 Define the following (Any Six)

🔸a. Ectopic Pregnancy – એકટોપીક પ્રેગનન્સી

એક્ટોપીક પ્રેગનન્સી

  • જ્યારે ફર્ટિલાઇઝ્ડ ઓવમ એ નોર્મલ એન્ડોમેટ્રીયલ કેવીટીની બહારની તરફ ઇમ્પ્લાન્ટ અને ડેવલોપ થાય તો તેને એક્ટોપિક પ્રેગનેન્સી કહેવામાં આવે છે.
  • એનાટોમીકલ સાઇટ ઓફ ઇમ્પ્લાન્ટેશન ઓફ એક્ટોપીક પ્રેગ્નેન્સી:
  • ટ્યુબલ પ્રેગનેન્સી એ વધારે કોમન હોય છે નોમૅલી રાઇટ ફેલોપિયન ટ્યુબમાં લેફ્ટ ફેલોપિયન ટ્યુબ કરતા વધારે જોવા મળે છે.
  • ફેલોપિયન ટ્યુબમાં એમ્પયુલા એ એક્ટોપીક પ્રેગ્નેન્સિ ના ઇમ્પ્લાન્ટેશન ની મોસ્ટ કોમન સાઇટ છે.
  • જો એક્ટોપીક પ્રેગ્નન્સી ફેલોપિયન ટ્યુબ ના ઇસ્થમસ થાય તો તે એક ડેન્જરિયર્સ સાઇટ ગણાય છે જેના કારણે ટ્યુબલ રપ્ચર પણ થય શકે છે.

🔸b. Hydatidiform mole -હાઇડેટીડીફોર્મ મોલ

હાઇડેટીડીફોર્મ મોલ:

ડેફીનેશન

  • હાઇડેટીડીફોર્મ મોલ (H.મોલ) ને વેસિક્યુલર મોલ પણ કહેવામાં આવે છે.
  • આ પ્લેસેન્ટા ની એક એબનોર્મલ કન્ડિશન છે. જેમાં યંગ કોરીયોનિક વિલાઇમાં થોડા ડીજનરેટિવ અને થોડા પ્રોલીફરેટીવ ચેન્જીસ થાય છે અને તેના કારણે સિસ્ટ માં ક્લસ્ટર (ઝુમખા જેવો આકાર)રચાય છે. અને તે હાઇડેટીડ સિસ્ટ જેવો હોવાથી તેને હાઇડેટીડીફોમ મોલ અથવા વેસિક્યુલર મોલ કહેવાય છે.
  • કોરિઓનીક વિલાઇ એ જ્યારે ટ્રાન્સલ્યુસન્ટ વેસિકલ્સ ના માસ મા ટ્રાન્સફોર્મ થાય છે ત્યારે તે ગ્રેપ્સ ના બન્ચ જેવુ સ્ટ્રક્ચર ફોર્મ થાય છે તેને હાઇડેટીડીફોમ મોલ કહેવાય છે.

ટાઇપ ઓફ વેસિક્યુલર મોલ

વેસિક્યુલર મોલ ના બે ટાઇપ પડે છે:

  • 1) કમ્પ્લીટ મોલ ,
  • 2) ઇન્કમ્પ્લિટ મોલ

1) કમ્પ્લીટ મોલ:

  • કમ્પ્લીટ અથવા ક્લાસિક H.મોલ એ જ્યારે એગ કે જેનું ન્યુક્લિયસ એ લોસ્ટ તથા ઇનએક્ટિવેટેડ થયેલું હોય તેમાં ફર્ટિલાઇઝેશન થવાના કારણે ફોર્મ થાય છે.
  • આમાં મોલ એ વાઇટ ગ્રેપ્સના બંચ ને મળતુ આવે છે.
  • આમા, ફ્લુઇડ ફિલ્ડ વેસીકલ્સ એ રેપીડલી ગ્રો થાય છે તેના કારણે યુટ્રસ એ એક્સપેક્ટેડ ડ્યુરેશન ઓફ પ્રેગનેન્સી કરતા પણ લાર્જર થાય છે.
  • કમ્પ્લીટ મોલમાં ફીટસ, પ્લેસેન્ટા તથા એમ્નીઓટીક મેમ્બરેન નું ઇનવોલ્વમેન્ટ થાય છે.
  • કમ્પ્લીટ મોલ એ કાર્સીનોમા મા પણ પ્રોગ્રેસ શકે છે અને તેમાં એમ્બ્રીઓ હોતો નથી.

2) ઇન્કમ્પ્લિટ મોલ

  • આમાં એમ્બ્રિયોનિક અથવા ફિટલ પાર્ટ્સ હોય છે અને એમ્નીઓટિક સેક પ્રેઝન્ટ હોય છે.
  • આમાં કન્જીનાઇટલ એનોમાલિશ પ્રેઝન્ટ હોય છે.
  • આમાં અંડર ડેવલોપ્ડ એમ્બ્રિયો હોય છે કે જે સર્વાઇવ થવામા ફેઇલ્યોર હોય છે.

🔸c. Hyperemesis graviduram – હાયપરમેસિસ ગ્રેવિદુરમ

હાઇપરએમેસિસ ગ્રેવીડેરમ

  • પ્રેગનેન્સીમાં થતા સીવ્યર ટાઇપ ના નોઝીયા અને વોમીટીંગ કે જેમાં મધરની હેલ્થ ઉપર ખરાબ રીતે અસર થાય છે જેમાં મધર નુ ડીહાઇડ્રેશન, વેઇટ લોસ તથા ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય છે અને મધરની ડેઇલી રૂટીન એક્ટિવિટીમાં પણ ઇમ્પેઇરમેન્ટ આવે છે આ ન્ડિશનને “હાઇપરએમેસીસ ગ્રેવીડેરમ” કહેવામાં આવે છે.
  • હાયપરમેસિસ ગ્રેવિડેરમ (HG) એ સામાન્ય રીતે પ્રેગ્નેન્સી ના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમિયાન વધારે પ્રમાણ મા થાય છે, સામાન્ય રીતે પ્રેગ્નેન્સી ના 4-6 અઠવાડિયાની આસપાસ થી શરૂ થાય છે અને લગભગ 9-13 અઠવાડિયા સુધી તેના સિમ્પટોમ્સ જોવા મળે છે.
  • આ સમયગાળો તે સમયને અનુરૂપ છે જ્યારે પ્રેગ્નેન્સિ ના હોર્મોન્સ, ખાસ કરીને હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન (hCG), તેમના હાઇ લેવલ હોય છે. મોટા ભાગના કેસિસ માં, હાયપરમેસિસ ગ્રેવિડેરમના લક્ષણો પ્રથમ ટ્રાઇમેસ્ટર ના અંત સુધીમાં સુધરવાનું શરૂ થાય છે, જો કે કેટલીક વુમન્સ મા સિવ્યર કેસીસ માં બીજા ટ્રાઇમેસ્ટર અથવા થ્રો આઉટ પ્રેગ્નેન્સી સમય દરમિયાન લક્ષણો ચાલુ રહેવાનો અનુભવ થય શકે છે.

🔸d. Decapitation – ડીકેપીટેશન

  • ડીકેપીટેશન એક ડિસ્ટ્રક્ર્ટીવ ડિલેવરી છે.
  • આ ડિસ્ટ્રક્ર્ટીવ ડિલેવરી ત્યારે પરફોર્મ કરવામાં આવે છે જ્યારે વોમ્બ(યુટ્રસ) માજ ફિટસ એ ડેથ થય ગયેલું હોય અને ડેથ થયેલા ફિટસ ને વોમ્બ માંથી વજાયનલ કેનાલ દ્વારા એક્સપેલ આઉટ કરાવવા માટે આ પ્રકારની ડિસ્ટ્રક્ર્ટીવ ડીલેવરી પરફોર્મ કરવામાં આવે છે કે જેમાં ડેથ થયેલા ફિટસ ના અમુક બોડી પાર્ટ્સ ને રિડ્યુસ કરવામાં આવે છે. જેના કારણે ડેથ થયેલા ફિટસ ની બર્થકેનાલ માંથી ઇઝીલી ડિલિવરી થય શકે.
  • ડીકેપીટેશન ડીલેવરી માં વોમ્બ ( યુટેરાઇન કેવીટી) માંજ ડેથ થયેલા ફીટસ ના હેડને તેના ટ્રંક થી કટ કરી ત્યારબાદ ફિટસ ના ટ્રંક ના એક્સટ્રેક્સન સાથે ફીટસ ની ડિલેવરી કરાવવામાં આવે છે. આ પ્રોસિઝર ને ડીકેપીટીશન કહેવામાં આવે છે.

🔸e. Tocolytic agent – ટોકોલાયટીક એજન્ટ

ટોકોલાયટીક એજન્ટ:

  • ટોકોલાયટીક એજન્ટ એ એક મીડીકેશન નો ટાઇપ છે જે પ્રેગ્નેન્સી સમય દરમિયાન યુટેરાઇન કોન્ટ્રાકશન ને ઇન્હીબીટ કરવા માટે યુઝ થાય છે. આ મેડીકેશન એ પ્રિ-ટમૅ લેબર ને ડીલે કરાવવા માટે તથા પ્રિ મેચ્યોર બર્થ ને પ્રિવેન્ટ કરાવવા માટે યુઝ થાય છે.
  • ટોકોલાયટીક એજન્ટ એ જ્યારે વુમન એ પ્રિ ટર્મ લેબર( યુટેરાઇન કોન્ટ્રાકશન એ 37 વીક પહેલા જ સ્ટાર્ટ થય જવા) એક્સપિરિયન્સ કરે ત્યારે ટેમ્પરરીન યુટેરાઇન કોન્ટ્રાક્શન ને સ્ટોપ અથવા સ્લોડાઉન કરવા માટે પ્રોવાઇડ કરવામાં આવે છે. જેના કારણે બીજા પ્રકારના ઇન્ટરવેશનને લઇ શકાય જેમ કે ફિટસ ના લંગ્સ ના મેચ્યુરેસન માટે કોર્ટીકોસ્ટીરોઇડ પ્રોવાઇડ કરવું તથા પ્રિ મેચ્યોર ન્યુબોર્ન ની કેર માટે વેલ ઇક્વીપ્ડ હોસ્પિટલ ફેસિલિટીઝ માં મધરને ટ્રાન્સફર કરવી વગેરે.

ટાઇપ ઓફ ટોકોલાઇટીક એજન્ટ:

  • 1)બીટા એગોનિસ્ટ: જેમ કે ટરબ્યુટાલીન જે યુરાઇન સ્મુથ મસલ્સ ને રિલેક્સ કરવા માટેનું વર્ક કરે છે.
  • 2) કેલ્શિયમ ચેનલ બ્લોકર: જેમ કે નીફીડિપાઇન આ મેડીકેશન એ યુટેરાઇન કેવીટી ના સ્મુથ મસલ્સ માં કેલ્શિયમની એન્ટ્રી ને બ્લોક કરે છે જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાક્શન રિડ્યુસ જ થય શકે.
  • 3) મેગ્નેશિયમ સલ્ફેટ: મેગ્નેશિયમ સલ્ફેટ એ સેલ મેમ્બરેન ની મોટર એન્ડ પ્લેટ પર એક્ટ કરી કેલ્શિયમની એન્ટ્રી ને ઘટાડે છે અને યુટેરાઇન મસલ્સ ને રિલેક્સ કરવા માટેનુ વર્ક કરે છે. સાથે સાથે એસીટાઇલકોલીન ના રિલીઝ ને પણ ઘટાડે છે.
    જો પ્રી ટર્મ બર્થ હોય તો ફિટસમાં હેડને પણ પ્રોટેક્ટ કરવા માટેનું વર્ક કરે છે.
  • 4) પ્રોસ્ટાગ્લેન્ડિન ઇન્બીટર: જેમ કે,ઇન્ડોમીથાસીન કે જે પ્રોસ્ટાગ્લેન્ડિન ના સિન્થેસિસને ઘટાડે છે. અને યુટેરાઇન કોન્ટ્રાકશન ને રીડ્યુસ કરે છે.

5) ઓક્સિટોસિન રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ:

  • જેમ કે,એટોસીબન કે જે માયોમેટ્રીયલ માં આવેલા ઓક્સિટોસિન રિસેપ્ટર્સ ને બ્લોક કરે છે ,સાથે સાથે ઇન્ટ્રાસ્લ્યુલર કેલ્શિયમ ની એન્ટ્રી પણ ઇન્હીબીટ કરે છે અને પ્રોસ્ટાગ્લિડિનનું રિલીઝ પણ ઇન્હીબીટ થાય છે જેના કારણે માયોમેટ્રીઅલ કોન્ટ્રાકશન એ પણ ઇન્હીબીટ થાય છે.
  • ટોકોલાઇટિંગ એજન્ટ એ I.V.અથવા ઓરલી એડમિનિસ્ટ્રેશન કરી શકાય છે જે સામાન્ય રીતે સ્પેસિફિક મેડિકેશન, ક્લિનિકલ સિચ્યુએશન, જેસ્ટેશનલ એજ, મધરની હેલ્થ, ફિટસની હેલ્થ, તથા મેડીકેશન ના કોન્ટ્રાઇન્ડિકેસન પર આધાર રાખે છે.
  • આમ, ટોકોલાયટીક એજન્ટ એ ઓબ્સટેટ્રીક કેર માં પ્રિમેચ્યોર બર્થ ને ડિલે કરાવી તથા હાઇ રિસ્ક પ્રેગ્નેન્સિ મા મધર તથા બેબી બન્ને માટે આઉટકમ ઇમ્પ્રુવ કરી એક ક્રુશિયલ રોલ પ્લે કરે છે.

🔸f. Precipitate labour – પ્રેસીપીટેટ લેબર

પ્રેસીપીટેટ લેબરઃ

  • પ્રેસીપીટેટ લેબર ને “રેપીડ લેબર” તથા “રેપીડ ચાઇલ્ડબર્થ ” કહેવામા આવે છે .
  • પ્રેસીપીટેટ લેબર તેને કહેવામા આવે છે કે જેમાં લેબર ના ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજનું ટોટલ ડ્યુરેશન બે અવર્સ કરતા ઓછું હોય છે. તેના કારણે રેપિડ્લી તથા સ્પોંટેનિયસલી ઇન્ફન્ટ નું એક્સપલ્ઝન થાય છે.
  • તે કોમન્લી મલ્ટીપારા વુમન માં જોવા મળે છે.
  • મલ્ટીપારા સાથે રિલેક્સડ પેલ્વિક કે પેરીનીયલ ફ્લોર હોય,
  • મલ્ટીપારા સાથે સાથે યુઝવલી સ્ટ્રોંગ, ફોર્સફૂલ કોન્ટ્રાકશન હોય
  • તથા લેબર દરમિયાન પેઇનફૂલ સેન્સેસન ફિલ ના થાય તેના કારણે ઇમિડીયેટ બર્થ ની જાણ થતી નથી જેના કારણે પ્રેસિપ્રીટેડ લેબર જોવા મળે છે.

🔸g. Genetic Counseling – જીનેટીક કાઉન્સેલીંગ

જીનેટીક કાઉન્સેલીંગ

જીનેટીક્સ: હેરીડીટી તથા વેરીએશન સાથે સંકળાયેલા સાયન્સને જિનેટિક્સ કહે છે તથા જીનના સ્ટ્રક્ચર અને બિહેવ્યર ની સ્ટડી ના સાયન્સને જીનેટિક્સ કહેવામાં આવે છે.

જીનેટીક કાઉન્સેલિંગ

  • જીનેટીક કાઉન્સેલિંગ એ એક પ્રોસેસ છે કે જેમા માં ફેમિલી હિસ્ટ્રી નું અને મેડિકલ રેકોર્ડ ઇવાલ્યુએશન કરવામાં આવે છે,જિનેટિક ટેસ્ટ નો ઓર્ડર કરવામા આવે છે તથા આ જીનેટીક ટેસ્ટના રીઝલ્ટ નું ઇવાલ્યુએશન કરી ત્યારબાદ પેરેન્ટ્સ ને નેક્સ્ટ મા કયુ ડિસીઝન લેવુ તે અન્ડરસ્ટેન્ડ કરવા મા હેલ્પ કરે છે.
  • જીનેટીક કાઉન્સેલિંગ એ એક પ્રોસેસ છે કે જે મેડિકલ એક્સપર્ટસ દ્વારા કેરી આઉટ કરવામાં આવે છે જેમાં જીનેટીક ટેસ્ટ કરવામાં આવે છે તથા ફેમિલી હિસ્ટ્રી લેવામા આવે છે અને મેડિકલ રેકોર્ડ ને એક્સપર્ટસ દ્વારા જોવામાં આવે છે જેનો એઇમ એ હોય છે કે પેરેન્ટ્સ દ્વારા તેના ચાઇલ્ડ મા કોઇપણ પ્રકારના જીનેટીક ડીસઓર્ડર એ પાસ થવાની પોસીબીલીટી છે કે નહીં તે આઇડેન્ટિફાય કરી શકાય છે.
  • જીનેટીક કાઉન્સેલિંગમાં પેરેન્ટ્સને જીનેટીક ડિસઓર્ડર વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે .
  • સાથે સાથે તેમને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે અને જે સપોર્ટ ગ્રુપ તથા સર્વિસીઝ હોય તેના માટેની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • જીનેટીક કાઉન્સેલિંગ નો મેઇન એઇમ એ હોય છે કે જેમા કપલ્સ એ પ્રેગ્નેન્સિ ના ફ્યુચર મેનેજમેન્ટ માટે નિર્ણય લઇ શકે.
  • તેના ઓબ્જેક્ટીવસમાં ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી, કાઉન્સિલિંગમાં આસિસ્ટ કરવું, તથા કપલને પ્રોબ્લેમમાં એડજસ્ટ થવા માટે હેલ્પ કરવી.
  • આ રીતે જીનેટીકલી ડિફેક્ટીવ બેબીસ ના બર્થ ની શક્યતાઓ ઓછી કરવી તે જીનેટીક કાઉન્સેલિંગ નો મેઇન એઇમ હોય છે.

h. Episiotomy -એપીસીયોટોમી

એપીસીયોટોમી:

  • પેરીનિયમ અને પોસ્ટીરીયર વજાયનલ વોલ ઉપર લેબરના સેકન્ડ સ્ટેજ( 2nd સ્ટેજ) દરમિયાન સર્જીકલી પ્લાન ઇન્સીઝન મુકવામાં આવે છે તેને “એપિસીયોટોમી” કહેવામાં આવે છે.
  • એપીસીયોટોમી એ ફિટસ ની સ્પોન્ટેનિયસ અથવા મેનીપ્યુલેટીવ ઇઝી તથા સેફ ડીલેવરી માટે વજાઇનલ ઓપનિંગ ને વાઇડ કરવા માટે પરફોર્મ કરવામાં આવે છે.
    પેરીનિયલ મસલ્સ અને ફેશિયા નુ વધારે પડતું સ્ટ્રેચિંગ અને રપ્ચર ને ઓછા કરવા માટે તથા ફિટલ હેડ ઉપર સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ને ઓછો કરવા માટે એપીસીયોટોમી કરવામાં આવે છે.

ટાઇપ ઓફ એપીસીયોટોમી

એપીસીયોટોમી મા સામાન્ય રિતે ચાર ટાઇપ પડે છે જેમકે,

  • 1) મિડીયો-લેટરલ
  • 2)મીડીયન
  • 3)લેટરલ
  • 4)’J ‘ સેપ

1) મિડીયો-લેટરલ: આમાં એ ફોરચીટ ના મીડ પોઇન્ટ થી રાઇટ અથવા લેફ્ટ સાઇડમાં નીચેની તરફ(ડાઉનવડૅ) અને બહારની તરફ (આઉટવડૅ) મૂકવામાં આવે છે.
તે 2.5 cm સેન્ટીમીટર એનસ થી દૂર મૂકવામાં આવે છે.

2)મીડીયન: આમાં ઇન્સીઝન એ ફોરચીટ ના સેન્ટર થી શરૂ કરી પોસ્ટીરીયર 2.5 Cm જેટલું મિડલાઇનમાં એક્સટેન્ડ કરવામાં આવે છે.

3)લેટરલ: આમાં ઇન્સીઝન એ ફોરચીટ ના સેન્ટર થી 1 cm દૂરથી સ્ટાર્ટ કરી લેટરલી એક્સટેન્ડ કરવામાં આવે છે જેમાં બારથોલિયન ગ્લેન્ડ ને ઇંજરી થવાની શક્યતાઓ રહે છે.

4)’J ‘ સેપ: આમાં ઇનસિઝન એ ફોરચીટ ના સેન્ટરથી શરૂઆત થાય છે અને મીડલાઇન થી પોસ્ટીરીયર 1.5 cm અને પછી ડાઉનવર્ડ અને આઉટવર્ડ
5 અથવા 7 o’clock પોઝીસન મા એનલ સ્પીન્કટર અવોઇડ થાય તે રિતે મુકવામા આવે છે.

Q-6 (A) Fill in the blanks. ખાલી જગ્યા પૂરો 05

1) The fusion of ovum and sperm is called ——– ઓવમ અને સ્પર્મના જોડાવાની પ્રક્રિયાને——કહે છે. ફર્ટીલાઇઝેસન ( Fertilization).

2) TORCH stands for_——— TORCH નું પૂર્ણ રૂપ ——–

T: ટોક્સોપ્લાસ્મોસીસ O: અધર (વિવિધ ઇન્ફેક્શન જેમ કે સિફિલિસ, વેરીસેલા-ઝોસ્ટર વાયરસ, પરવોવાયરસ B19, અને હેપેટાઇટિસ B અથવા Cનો સમાવેશ થાય છે) R: રૂબેલા (જર્મન ઓરી)
C:સાયટોમેગાલો વાયરસ (CMV)
H: હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ.

3) ———–means absent of menstruation. ————એટલે મેન્સ્ટ્રુએશન ની ગેરહાજરી.એમેનોરિયા ( Amenorrhea) .

4) Fully dilation of cervix during labour is —————– cm. લેબર દરમ્યાન સર્વિક્ષ નું ફુલ ફાયલેટેશન——-સેમી હોય છે.10 cm

5) Discharge/Bleeding after delivery from uterus is called ——– ડીલીવરી પછી યુટરસમાંથી થતા સ્ત્રાવ/બ્લીડીંગને_ ———-કહે છે. લોકિયા(Lochia).

(B) State whether following statements are True or False. 05 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો

1) Care should not be provided to the baby after immediate birth. બેબીને બર્થ પછી તરતજ કોઈપણ કેર આપવી જોઈએ નહી.
( Reason := બેબી ના બર્થ પછી બેબી ને તેની હેલ્થ અને વેલ્બીંગ માટે ઇમિડીએટલી કેર પ્રોવાઇડ કરવી જરૂરી હોય છે.)

2) The myometrium during pregnancy is called Decidua. પ્રેગનન્સી દરમ્યાન માયોમેટ્રીઅમને ડેસીડયુઆ કહે છે.
( Reason := યુટ્રસનું માયોમેટ્રીયમ એ એક મસ્ક્યુલર લેયર છે કે જે લેબર દરમિયાન યુટેરાઇન કોન્ટ્રાકશન મા હેલ્પ કરે છે પરંતુ પ્રેગનેન્સી દરમિયાન યુટ્રસ ના એન્ડોમેટ્રીયમ (ઇનરમોસ્ટ લેયર) ને ડેસિડ્યુયા કહેવામાં આવે છે.)

3) Quickening is a positive sign of pregnancy. કવીકનીંગ એ પ્રેગનન્સી ની પોઝીટીવ સાઈન છે.

4) During pregnancy mother gain 15 kg of weight normally. સામાન્યતઃ પ્રેગનન્સી દરમ્યાન મધર ૧૫ કીલોગ્રામ વજન ગેઈન કરે છે.
( Reason := એવરેજ પ્રેગનેન્ટ વુમનમાં પ્રેગ્નન્સી સમય દરમિયાન સામાન્ય રીતે 11 kg જેટલો વેઇટ ગેઇન થાય છે જેમા
1st ટ્રાઇમેસ્ટર દરમ્યાન :=1 kg,
2nd ટ્રાઇમેસ્ટર દરમ્યાન :=5kg,
3rd ટ્રાઇમેસ્ટર દરમ્યાન :=5 kg, આમ, ટોટલ 11 kg જેટલો વેઇટ ગેઇન થાય છે.)

5) Injection methargin used as a tocolytic agent in a delivery. ડીલીવરી માં Injection methargin નો ઉપયોગ ટોકોલાઈટીક એજન્ટ તરીકે થાય છે.
( Reason:= મીથારજીન એ ડીલેવરી સમય દરમિયાન ટોકોલાઇટિંગ એજન્ટ તરીકે યુઝ કરવામાં આવતું નથી પરંતુ મીથારજીન એ ડિલીવરી બાદ યુટેરાઇન કોન્ટ્રાકશન ને ઇન્ક્રીઝ કરીને તથા બ્લિડિંગ થતુ પ્રિવેન્ટ કરીને પોસ્ટ પાર્ટમ હેમરેજ ની કન્ડિશન ને પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે જ્યારે બીજી બાજુ જોઈએ તો ટોકોલાઇટીક એજન્ટ એ યુટેરાઇન કોન્ટ્રાકશન ને ઇન્હિબીટ કરે છે અને પ્રી ટર્મ ડીલેવરી ને પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે.).

(C) Write Multiple Choice Questions. 05

1) Golden color amniotic fluid indicated in ગોલ્ડન કલરનું એમ્નિઓટીક ફલુઈડ આમાં જોવા મળે છે

a) Polyhadramnios -પોલિહાઇડ્રેમનીઓસ

c) RH incompatibility – RH ઈનકોમ્પેટીબીલીટી

b) Feotal distress – ફિટલ ડીસ્ટ્રેસ

d) All the above – ઉપરના તમામ

2) Commonest site of fertilization of ovum is ઓવમના ફર્ટીલાઈજેશનની સામાન્ય જગ્યા છે

A) Ampulla – એમ્પ્યુલા

b) Cornu of Uterus – કોર્નુ ઓફ યુટરસ

c) Ovary -ઓવરી

d) Interstitial Space – ઈન્ટરસ્ટીસીઅલ સ્પેસ

3) In Menopause female has not menstruate continuously for months મેનોપોઝમાં ફીમેલ સતત આટલા મહીના સુધી મેન્સ્ટ્રુએટ થતી નથી

a) 3 months

b) 6 months

c) 9 months

d)-12 months

4) FHS audible with stethoscope after weeks of gestation આટલા અઠવાડીયાની પ્રેગનન્સી પછી FHS સ્ટેથોસ્કોપથી સંભળાય છે

a) 10 to 12

b) 14 to 18

c) 16 to 18

d) 20 to 24

5) Hormone is responsible for male sex characteristics મેલ સેકસ કેરેકટરીસ્ટીકંસ માટે હોર્મોન જવાબદાર છે

a) HCG – એચસીજી

c) Progesterone -પ્રોજેસ્ટેરોન

b) Estrogen – ઈસ્ટ્રોજન

d) Festosterone -ટેસ્ટોસ્ટેરોન

(C) Write Multiple Choice Questions.

💪 💥☺ALL THE BEST ☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as GNM-T.Y-MIDWIFE-PAPER SOLU.