skip to main content

Midwifery Third Year COMMUNITY HEALTH NURSING -II-19/02/2019 (upload paper no.5)

Midwifery Third Year COMMUNITY HEALTH NURSING -II-19/02/2019 Q-1 🔸A) Define diarrhea, ડાયેરીયાની વ્યાખ્યા આપો. 03

ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં લિક્વિડ, લુઝ તથા વોટરી સ્ટૂલ એ દિવસમાં ( in 24 hours) ત્રણ time કરતાં પણ વધારે વખત પાસ થાય છે. અને આ લુઝ , વોટરી સ્ટૂલ ની ફ્રિકવન્સી પણ વધારે હોય છે.
ડાયરિયા થવાના કારણે બોડી માંથી એક્સેસિવ અમાઉન્ટ માં ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ એ લોસ થાય છે તેના કારણે ડીહાઇડ્રેશન ની કન્ડિશન અરાઇઝ થાય છે.
ડાયરિયા એ ડેવલોપિંગ કન્ટ્રીસ માં ચાઇલ્ડ ના મોર્ટાલિટી રેટ ના કોઝ માં ટોપ થ્રી માં આવતું ડીઝીઝ છે.

1 St no := રેસીપીરેટરી ઇન્ફેક્શન જેમકે ન્યુમોનિયા .

2 nd no := ડાયરીયા ડીસીઝ તથા મેલેરિયા ,

3 rd no := પ્રિમેચ્યોર બર્થ કોમ્પ્લિકેશન .

ડાયરિયા ના મુખ્ય ચાર ટાઈપ પડે છે.

(1)એક્યુટ ડાયરિયા
(2)ક્રોનિક ડાયરિયા
(3) પર્સીસ્ટન્ટ ડાયરીયા ,
(4) ડિસેન્ટ્રી

(1) એક્યુટ ડાયરિયા:

  • એક્યુટ ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમા ડાયરિયા નું ઓન સેટ એ સડ્નલી હોય છે તથા શોર્ટ ડ્યુરેશન માટે હોય છે.
  • તથા બે વીક કરતા ઓછા સમયગાળા માટે હોય છે.
  • એક્યુટ ડાયરિયા એ મુખ્યત્વે કોઈપણ ઇન્ફેક્શન ના કારણે થાય છે.

(2) ક્રોનિક ડાયરિયા: ક્રોનિક ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં લુઝ વોટરી સ્ટૂલ એ 3 વિક કરતા પણ વધારે સમય થી હોય તો તેને ક્રોનિક ડાયરીયા કહેવામાં આવે છે. ક્રોનિક ડાયરિયા કોઇપણ ઓર્ગેનિક ડિસીસ ના કારણે હોય છે.

(3) પર્સીસ્ટન્ટ ડાયરીયા: પર્સીસ્ટન્ટ ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં એક્યુટ ડાયરિયા ના અટેકસ એ બે વીક કરતા વધારે સમય સુધી જોવા મળે છે અને તે ડાયરિયા એ ઇન્ફેક્શનના કારણે થાય છે.

(4) ડિસેન્ટ્રી: ડીસેન્ટ્રી એ એવી કન્ડિશન છે કે જેમાં સ્ટૂલમાં બ્લડ,મ્યુકસ અને પસ એ પ્રેઝન્ટ હોય છે તથા તેમાં એબડોમીનલ કોલીક, ફીવર, તથા ટેનીસ્મશ ( આ એવી કન્ડિશન છે કે જેમાં બોવેલ એ ઓલરેડી એમ્પટી થયેલ હોય છતાં પણ સ્ટૂલ પાસ કરવાની જરૂરિયાત પડે છે.) જોવા મળે છે.

🔸B) Write components of diarrheal disease control programme.
ડાયેરીયલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ ના ઘટકો લખો.04

ડાયેરીયલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ ના ઘટકો:ડાયેરીયલ ડીસીઝ ના કંટ્રોલ પ્રોગ્રામ માં સામાન્ય રીતે ડાયરિયલ ડિસીઝ સાથે સંકળાયેલા ઇન્સિડન્સ, સિવ્યારિટી અને મોર્ટાલીટી રેટ ઘટાડવાના હેતુથી કેટલાક મુખ્ય કમ્પોનન્ટ નો સમાવેશ થાય છે. આ કમ્પોનન્ટ છે:

1) પ્રમોશન ઓફ સેફ ડ્રિંકિંગ વોટર: ક્લિન અને સેફ પાણીના સ્ત્રોતોની પહોંચ ની ખાતરી કરવી.વોટર પ્યુરિફિકેશન મેથડ નો અમલ કરવો જેમ કે બોઇલિંગ, ક્લોરીનેશન અથવા ફિલ્ટરેશન.

વોટર સપ્લાય સિસ્ટમ ની નિયમિત જાળવણી અને દેખરેખ કરવી.

2) સેનિટેશન એન્ડ હાઇજીન:

  • પ્રોપર સેનિટેશન ફેસીલીટી ના ઉપયોગ ને પ્રમોટ કરવુ, જેમ કે ટોઇલેટસ અને ગટર(સિવેજ) વ્યવસ્થા.
  • સાબુથી નિયમિત હાથ ધોવા માટે એન્કરેજ કરવુ, ખાસ કરીને જમતા પહેલા અને ડેફિકેશન પછી.
  • કચરાના નિકાલની યોગ્ય પદ્ધતિઓ વિશે કમ્યુનીટી ને એજ્યુકેશન આપવું.

3) હેલ્થ એજ્યુકેશન એન્ડ બીહેવ્યરલ ચેન્જીસ:

  • ડાયેરીયલ ડિસીઝ ના પ્રિવેન્શન અને મેનેજમેન્ટ વિશે માહિતી આપવી.
  • હાઇજીન પ્રેક્ટિસ વિશે અવેરનેસ લાવવા માટે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ નું આયોજન કરવું.
  • હેલ્થ કેર વર્કર્સ અને કોમ્યુનિટીના મેમ્બર્સ ને ઇફેક્ટિવ હાઇજિન અને સેનિટેશન ના મેઝર્સ વિશે ટ્રેઇનિંગ આપવી.

4) વેક્સિનેશન:

  • રોટાવાયરસ જેવા ડિસીઝ માટે વેક્સિનેશન (કંપેઇન્સ) ઝુંબેશ અમલમાં મૂકવી જે ડાયેરીયા જેવી બિમારીઓનું કારણ બને છે.
  • ખાતરી કરવું કે રસીઓ અવેઇલેબલ છે, એક્સીસેબલ છે અને ટાઇમસેડ્યુલ અનુસાર એડમિનિસ્ટ્રેશન થાય છે.

5)ઓરલ રીહાઇડ્રેશન થેરાપી (ORT): ડાયરિયા ને કારણે થતા ડિહાઇડ્રેશન ની ટ્રીટમેન્ટ માટે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન્સ (ORS) ના ઉપયોગ અંગે કેરગીવર્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું. હેલ્થ કેર ફેસીલીટી અને કોમ્યુનિટીમાં ORS ની અવેઇલીબ્લીટી ની ખાતરી કરવી.

6) ટ્રીટમેન્ટ ઓફ ડાયેરીયલ ડીસીઝ:

  • સીવ્યર (severe) ડાયરિયા વાળા વ્યક્તિઓ માટે મેડિકલ કેર ની ઍક્સેસ પ્રોવાઇડ કરવી.જો જરૂરી હોય તો ઝિંક સપ્લિમેન્ટેશન અને એન્ટિબાયોટિક્સ સહિત યોગ્ય ટ્રીટમેન્ટ ની અવેઇલીબીલીટી માટે એન્સ્યોર કરવુ.
  • ડાયેરીયા ના સિવ્યર કેસોને આઇડેન્ટીફાય કરવા અને તેનું મેનેજમેન્ટ કરવા માટે હેલ્થ કેર પ્રોવાઇડર્સ ને ટ્રેઇનિંગ આપવી.

7)સર્વેલન્સ અને મોનીટરીંગ:

  • ડાયરીયલ ડીસીઝ ના આઉટબ્રેક થવા માટેના અર્લી ડિટેકશન અને રિપોર્ટિંગ કરવા માટે સિસ્ટમો એસ્ટાબ્લિસ્ટ કરવી.
  • ડાયરિયલ ડીસીઝ ની ઇન્સિડન્સ માં ટ્રેન્ડસ નું મોનિટરિંગ કરવું અને કંન્ટ્રોલિંગ મેઝર્સ ની ઇફેક્ટીવનેસ નું ઇવાલ્યુએશન કરવું.

8) રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ:

  • ડાયરિયલ અને ડિસીઝ ના પ્રિવેન્શન તથા ન્યુઇન્ટરવેશન માટે રિસર્ચને સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • ન્યુ વેક્સિન, ટ્રીટમેન્ટ તથા ડાયગ્નોસ્ટિક ટૂલ નું ડેવલોપિંગ કરવું તથા તેનું ટેસ્ટિંગ કરવું.

9) ઇમર્જન્સી પ્રિપેર્ડનેસ એન્ડ રિસ્પોન્સ:

  • ડાયરિયલ ડિસિઝ ના આઉટબ્રેક તથા ઇમરજન્સી સમય દરમિયાન ઇમીડીએટલી યોજનાઓ ને બનાવવી.
  • ડાયરિયલ ડિસીઝ એ આઉટ બ્રેક થવાના સમયે ઇફેક્ટિવ રિસ્પોન્સ માટે લોકલ, નેશનલ અને ઇન્ટરનેશનલ એજન્સીઓ સાથે કોઓર્ડીનેશન કરવુ.
  • આ કમ્પોનન્ટસ એ ડાયરિયલ ડીસીઝ ના મલ્ટિફેસેટેડ ચેલેન્જીસ નો સામનો કરવા અને પબ્લિક હેલ્થ ના આઉટકમ્સ ને ઇમ્પ્રુવ કરવા માટે સાથે મળીને કામ કરે છે.

🔸C) Write preventive strategies of diarrhea. ડાયેરીયા માટેના અટકાયતી પગલાં લખો. 05

પ્રિવેન્ટીવ સ્ટેટેજીસ ઓફ ડાયરીયા:

  • ડાયરિયા માટે પ્રિવેન્ટીવ સ્ટ્રેટેજીસ એ ડાયરિયા થવા માટેના રિસ્ક ને રિડ્યુસ કરવા અને ઓવરઓલ હેલ્થ ને મેઇન્ટેન કરવા પર ફોકસ કરે છે.
  • જેમા મુખ્ય સ્ટ્રેટેજીસ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે:

1)ચોખ્ખુ પીવાનું પાણી:

  • ક્લિન વોટર ની ઍક્સેસ: ખાતરી કરવી કે કોમ્યુનીટી પાસે પીવાના પાણીના સેફ સોર્સિસ ની રિલાયેબલ ઍક્સેસ છે કે નહી.
  • વોટર ટ્રીટમેન્ટ: પાણીને શુદ્ધ કરવા માટે ઉકાળવુ, ક્લોરિનેશન અથવા ફિલ્ટરેશન જેવી પદ્ધતિઓ નો ઉપયોગ કરવો

2) હાઇજીન એન્ડ સેનિટેશન:

  • કચરાનો યોગ્ય નિકાલ: ટોઇલેટસ જેવી સેનિટેશન ફેસીલીટી ના કન્સ્ટ્રકશન અને તેના યુઝ ને પ્રમોટ કરવુ.
  • હેન્ડ વોશિંગ: સાબુ અને પાણીથી નિયમિત હાથ ધોવા માટે એન્કરેજ કરવુ, ખાસ કરીને જમતા પહેલા અને ટોઇલેટસ નો યુઝ કર્યા પછી.
  • સેફ ફૂડ હેન્ડલિંગ: કંટામીનેશન થતું પ્રિવેન્ટ કરવા માટે ફુડ ની પ્રોપર પ્રિપેરેશન,સ્ટોરેજ અને કુકિંગ પ્રેક્ટિસ વિશે એજ્યુકેટ કરવું .

3) હેલ્થ એજ્યુકેશન:

  • અવેરનેસ કમ્પેઇન્સ: હાઇજીન,સેનિટેશન તથા ડાયરિયલ ડિસીઝ ના પ્રિવેન્શન વિશે કમ્યુનિટી માં એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • સ્કૂલ પ્રોગ્રામ્સ: બાળકોને પ્રીવેન્ટીવ પ્રેક્ટિસીસ વિશે શીખવવા માટે શાળાઓમાં હાઇજીન એજ્યુકેશન પ્રોગ્રામ નો અમલ કરવો.

4) વેક્સિનેશન:

  • રોટાવાયરસ વેક્સિન: બાળકો ને રોટાવાયરસ વેક્સિનેશન મળે તેની ખાતરી કરવી, જે નાના બાળકોમાં ડાયરિયા થવાના મુખ્ય કારણ સામે રક્ષણ આપે છે.
  • અધર વેક્સિન: અધર પેથોજન્સ સામે વેકસીનેશન માટે એન્કરેજ કરવું કે જે ડાયરિયા થવા માટે જવાબદાર છે ,જેમ કે કોલેરા.

5) પ્રમોટ બેસ્ટ ફીટીંગ:

  • એક્સક્લુઝિવ બ્રેસ્ટફીડિંગ: છ મહિનાથી નીચેના ઇન્ફન્ટ માટે એક્સક્લુઝિવ બ્રેસ્ટફીડિંગ ને એન્કરેજ કરવુ, જે જરુરી ન્યુટ્રીયન્સ અને ઇમ્યુન પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.
  • કંટીન્યુડ બ્રેસ્ટફીડિંગ: ચાઇલ્ડ ને બે વર્ષની એજ સુધી પ્રોપર કંમ્પલીમેન્ટ્રી ફૂડ સાથે રેગ્યુલર બ્રેસ્ટફીડિંગ ને સપોર્ટ પ્રોવાઇડ કરવો.

6)ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન્સ (ORS):

  • ઓ.આર.એસ( ORS) ની ઍક્સેસ: ખાતરી કરવી કે ઓઆરએસ અવેઇલેબલ છે અને કેર ગીવર્સ એ જાણે છે કે માઇલ્ડ ડિહાઇડ્રેશન ને મેનેજ કરવા માટે કેવી રીતે તૈયાર કરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

7) સેફ ફૂડ પ્રેક્ટિસીસ:

  • ફૂડ સેફ્ટી: ફળો અને શાકભાજી ને ધોવા,ખોરાક ને સારી રીતે કુક કરવુ અને કાચા અથવા ઓછા રાંધેલા ખોરાકના યુઝ ને ટાળવા જેવી પ્રેક્ટિસીસ ને પ્રમોટ કરવુ.

8) પ્રોપર ડિસ્પોઝલ ઓફ ડાયરીયલ વેસ્ટ:

  • સેફ ડિસ્પોઝલ: ઇન્ફેક્શન ને સ્પ્રેડ થતું અટકાવવા માટે ડાયરિયલ વેસ્ટ નો યોગ્ય રીતે નિકાલ થાય તેની ખાતરી કરવી.

9) રેગ્યુલર હેલ્થ ચેકઅપ: પોટેન્શિયલ હેલ્થ ઇશ્યુસ ને અર્લી આઇડેન્ટિફાઇ કરવા અને તેનું મેનેજમેન્ટ કરવા માટે રેગ્યુલર હેલ્થ ચેકઅપ ને એન્કરેજ કરવુ.

10) ઇમ્પ્રુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર:

  • કમ્યુનિટી પ્રોજેક્ટ: ક્લિન વોટર અને સેનિટેશન ફેસીલીટી ની ઍક્સેસ ઇમ્પ્રુવ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માં ઇન્વેસ્ટ કરવુ.

11) ઇમરજન્સી પ્રિપેર્ડનેસ:

  • ડાયરિયલ ડિસીઝ ના પોટેન્શિયલ આઉટબ્રેક માટે ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન ને ડેવલોપ કરવો તથા તેને મેન્ટેઇન રાખવો.
  • આ સ્ટ્રેટેજીસ નુ ઇમ્પલીમેન્ટેશન કરવાથી ડાયરિયલ ડિસીઝ ના ઇન્સીડન્સ ને સિગ્નીફિકન્ટલી રિડ્યુસ કરવામા અને પબ્લિક હેલ્થ ને ઇમ્પ્રુવ કરવામાં હેલ્પ મળી શકે છે.

🔸OR🔸

🔸a) What is demography? ડેમોગ્રાફી એટલે શું?03

ડેમોગ્રાફિ ડેફીનેશન:

  • ડેમોસ મિન્સ પીપલ
  • ગ્રાફીન મિન્સ ધ રેકોર્ડ.

ડેમોગ્રાફિ હ્યુમન પોપ્યુલેશન અને તેના એલિમેન્ટ્સ એટલે કે સાઇઝ, કમ્પોઝિશન તથા ડિસ્ટ્રીબ્યુશન ની સાયન્ટિફિક સ્ટડી ને ડેમોગ્રાફી કહેવામાં આવે છે. ડેમોગ્રાફી એટલે પોપ્યુલેશન ની સાયન્ટિફિક રીતે સ્ટડી કરવી.

કોન્સેપ્ટ ઓફ ડેમોગ્રાફી

  • ડેમોગ્રાફી એ એક એવી સાયન્સ ની બ્રાન્ચ છે જે હ્યુમન પોપ્યુલેશન વિશે સ્ટડી કરી છે તે માત્ર ત્રણ એલિમેન્ટ્સ પર સ્પેશિયલ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • 1) પોપ્યુલેશન ની સાઇઝમાં કોઇપણ ચેન્જીસ થાય તો એટલે કે સાઇઝ એ ઇન્ક્રીઝ અથવા ડીક્રીઝ થાય .
  • 2) પોપ્યુલેશન નું સ્ટ્રક્ચર( બેઝીક ઓફ એજ એન્ડ સાઇઝ).
  • 3) રાજ્ય અથવા પ્રદેશ ના આધારે જીયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન.

🔸B) Enlist the stages of demography. ડેમોગ્રાફી ના તબ્બકાઓ ની યાદી બનાવો.04

સ્ટેજીસ ઓફ ડેમોગ્રાફિ:

ડેમોગ્રાફિ ના મેઇન્લી 5 સ્ટેજિસ પડે છે.

1) ફર્સ્ટ સ્ટેજ= હાઇ સ્ટેસનરી સ્ટેજ,
2)સેકન્ડ સ્ટેજ= અર્લી એક્સપાન્ડિંગ,
3)થર્ડ સ્ટેજ = લેટ એક્સપાન્ડિંગ,
4) ફોર્થ સ્ટેજ= લો સ્ટેશનરી,
5) ફિફ્થ સ્ટેજ=ડિક્લાઇન સ્ટેજ

1) ફર્સ્ટ સ્ટેજ= હાઇ સ્ટેસનરી સ્ટેજ:

  • હાઇ સ્ટેશનરી સ્ટેજ માં પોપ્યુલેશન ની સાઇઝ અને કમ્પોઝિશન માં ચેન્જીસ થતા નથી.
  • બર્થ રેટ : ↑હાઇ
    ડેથ રેટ : ↑હાઇ
  • કારણ કે તેમાં હાઇ બર્થ રેટ તથા હાઇ ડેથ રેટ એટલે કે બંને એકબીજા ને કેન્સલ કરે છે અને જેના કારણે પોપ્યુલેશન એ સ્ટેશનરી(સ્થિર) રહે છે.
  • 17મી સદીના મધ્ય સુધી, વિશ્વની વસ્તી આ સ્ટેજ માં હતી અને ભારત 1920 સુધી આ સ્ટેજ માં હતું.
  • Ex: India in 1920

2)સેકન્ડ સ્ટેજ= અર્લી એક્સપાન્ડિંગ:

  • સેકન્ડ સ્ટેજ અર્લી એક્સપાન્ડિંગ સ્ટેજ માં ડેથ રેટ એ ડિક્રીઝ થાય છે કારણ કે હેલ્થ કન્ડિશનમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને બર્થ રેટ એ અનચેન્જ રહે છે.
  • બર્થ રેટ : ↑અનચેન્જ
    ડેથ રેટ : ↓ડિક્લાઇન
  • અર્લી એક્સપાન્ડિંગ સ્ટેજમાં બર્થ રેટ એ ચેન્જ થતો નથી પરંતુ દેથલેટ એ ઓછો થાય છે જેના કારણે પોપ્યુલેશન ની સાઇઝ માં થોડો વધારો જોવા મળે છે.
  • વિશ્વની વસ્તી 17મી સદીના મીડલ થી 19મી સદીના મીડલ સુધી આ સ્ટેજ માં હતી. ભારત 1921 થી 1950 સુધી આ સ્ટેજ માં હતું

Ex: South Asia,Africa

3)થર્ડ સ્ટેજ = લેટ એક્સપાન્ડિંગ:

  • થર્ડ સ્ટેજ લેટ એક્સપાન્ડિંગ સ્ટેજમાં ડેથ રેટ એ થોડું વધારે ડિક્લાઇન ને થાય છે અને બર્થ ડેટ થોડુ ડિક્લાઇન જોવા મળે છે
  • બર્થ રેટ : ↓સ્લાઇડ ( થોડુ) ડિક્લાઇન
    ડેથ રેટ :↓ફરધર ડિક્લાઇન
  • લેટ એક્સપાંડિંગ સ્ટેજમાં બર્થ ડેટ એ થોડો ડિકલાઇન થાય છે જ્યારે ડેથ રેટ એ થોડું વધારે ડીક્લાઇન થાય છે પરંતુ બર્થ ડેટ એ ડેથ રેટ કરતા થોડું વધારે હોવાના કારણે તેમાં પોપ્યુલેશન ગ્રો જોવા મળે છે.
  • Ex: china,Singapore and india

4) ફોર્થ સ્ટેજ= લો સ્ટેશનરી:

  • ફોર્થ સ્ટેજ લો સ્ટેશનરી સ્ટેજ માં બર્થ ડેટ લો થાય છે અને ડેટ રેટ પણ લો થાય છે જેના કારણે પોપ્યુલેશન સ્ટેશનરી (સ્થિર) જોવા મળે છે
  • બર્થ રેટ : ↓લો
    ડેથ રેટ : ↓લો
  • આ સ્ટેજ માં જન્મ પ્રમાણ અને મૃત્યુ પ્રમાણ એ ઓછું હોવાના કારણે વસ્તીમાં સ્થિરતા જોવા મળે છે અને આ સામાન્ય રીતે ડેવલોપ્ડ અને ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રીમાં મેઇન્લી જોવા મળે છે. ઑસ્ટ્રેલિયામાં 1980-1985 દરમિયાન ઝીરો પોપ્યુલેશન ગ્રોથ નોંધવામાં આવે છે.
  • Ex:=Australia in 1980-1985.

5) ફિફ્થ સ્ટેજ=ડિક્લાઇન સ્ટેજ:

  • ફિફ્થ સ્ટેજ ડિક્લાઇન સ્ટેજ માં બર્થ ડેટ એ ફરધર લો થાય છે જ્યારે ડેટ એ અનચેન્જ રહે છે જેના કારણે પોપ્યુલેશન માં ઘટાડો જોવા મળે છે.
  • બર્થ રેટ : ↓ફરધર લો
    ડેથ રેટ : ↓અનચેન્જ
  • આમ આ ડીકલાઈન સ્ટેજમાં બર્થ ડેટ એ ઓછો થવાના કારણે અને જ્યારે દેથરેટ હોવાના કારણે પોપ્યુલેશનમાં ઘટાડો જોવા મળે છે જે સામાન્ય રીતે જર્મની અને હંગેરી મા આ સ્ટેજ જોવા મળે છે.
  • Ex:= Germany and Hungary.
  • ડેમોગ્રાફિક સાયકલ એ સમજાવવામાં મદદ કરે છે કે સોસિયો- ઇકોનોમિક ફેક્ટર, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને કલ્ચરલ ચેન્જીસ થી અફેક્ટેડ, ડેવલોપમેન્ટ ના વિવિધ સ્ટેજિસ દ્વારા પોપ્યુલેશન કેવી રીતે વિકસિત થાય છે અને ટ્રાન્ઝીસન(સંક્રમણ) થાય છે.

🔸c) Factors responsible for increased population. વસ્તી વધારા માટે જવાબદાર પરિબળો જણાવો.04

પોપ્યુલેશન ઇન્ક્રીઝ થવા માટેના રિસ્પોન્સિબલ ફેક્ટર્સ: પોપ્યુલેશન ઇન્ક્રીઝ થવા માટે જવાબદાર ફેક્ટર્સ ને ઘણા બ્રોડ એરિયા મા કેટેગરાઇઝ્ડ કરી શકાય છે: સોસિયલ, મેડીકલ, ઇકોનોમિક,તથા એન્વાયરમેન્ટલ ફેક્ટર

અહી, આ ફેક્ટર્સ વિશે ડિટેઇલ મા ઇન્ફોર્મેશન છે :

1) સોશિયલ ફેક્ટર:

  • કલ્ચરલ બિલીવ્સ એન્ડ નોમ્સ: ઘણા સમાજોમાં, મોટા પરિવારો ને કલ્ચરલી રીતે વેલ્યૂ આપવામાં આવે છે અને તેમને સમૃદ્ધિ અને સિક્યુરિટી ના સાઇન તરીકે જોવામાં આવે છે. ટ્રેડીશનલ નોર્મ્સ એન્ડ રિલીજીઅસ ટેકનીક હાઇ બર્થ ડેટ ને એન્કરેજ કરી શકે છે.
  • અર્લી મેરેજ: એવા રિજીયન માં જ્યાં વહેલા લગ્ન કોમન છે, તે હાઇ ફર્ટીલિટી રેટ તરફ દોરી જાય છે કારણ કે સ્ત્રીઓ નાની ઉંમરે ચાઇલ્ડ બીયરિંગ કરવાનું શરૂ કરે છે અને તેમના લાઇફટાઇમ દરમિયાન વધુ બાળકો હોય છે.
  • લેક ઓફ ફેમિલી પ્લાનિંગ એજ્યુકેશન: ફેમિલી પ્લાનિંગ મેથડ એન્ડ રીપ્રોડક્ટિવ હેલ્થ વિશે ઇનએડીક્યુએટ અવેરનેસ ના કારણે બર્થ રેટમાં વધારો થય શકે છે.

2) ઇકોનોમિક ફેક્ટર:

  • ઇકોનોમિક ઇન્સેન્ટીવ્સ: કેટલાક કન્ટ્રીસ,મા બાળકોને આર્થિક સંપત્તિ તરીકે જોવામાં આવે છે જે ઘરની આવક માં વધારો કરી શકે છે અથવા વૃદ્ધાવસ્થામાં માતા-પિતા ને ટેકો આપી શકે છે. આ લાર્જ ફેમિલી ને એન્કરેજ કરી શકે છે.
  • પોવર્ટી: પુઅર રિજીઅન્સ મા હાઇ બર્થ રેટ જોવા મળે છે જ્યાં બાળકોને લેબર (શ્રમ ) અને ફાઇનાન્સિયલ સપોર્ટ ના સોસૅ તરીકે જોવામાં આવે છે, તેમજ જ્યાં ફેમિલી પ્લાનિંગની ફેસિલિટીઝની ઍક્સેસ લિમિટેડ છે.

3) મેડિકલ ફેક્ટર:

  • ઇમ્પ્રુવ્ડ હેલ્થકેર: હેલ્થ કેરમાં એડવાન્સમેન્ટ ના કારણે ડેથરેટ માં ઘટાડો થયો છે, ખાસ કરીને ઇન્ફન્ટ અને ચાઇલ્ડ માં. ઇમ્પ્રુડ મેડિકલ કેર નો અર્થ એ છે કે વધુ બાળકો એડલટહુડ સુધી સર્વાઇવ થાય છે, જે વસ્તી વૃદ્ધિમાં ફાળો આપી શકે છે.
  • વેક્સિનેશન એન્ડ ડીસીઝ કંટ્રોલ: ઇફેક્ટિવ વેક્સિનેશન પ્રોગ્રામ અને ડેસીઝ નું વધુ સારું નિયંત્રણ લોંગર લાઇફ એક્સપેક્ટન્સી મા ફાળો આપે છે, તેના ,કારણે જો બર્થ રેટ હાઇ થશે તો વસ્તીમાં વધારો થય શકે છે.
  • ફર્ટીલિટી ટ્રીટમેન્ટ: ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ વધુ લોકો ને પ્રેગ્નેન્સી કન્સિવ કરવામાં સક્ષમ બનાવ્યા છે જેઓ પહેલા પ્રેગ્નેન્સી કન્સિવ કરવામાં સક્ષમ ન હતા, તેના કારણે બર્થ રેટ વધારો થયો છે.

4) એન્વાયરમેન્ટલ ફેક્ટર:

  • અર્બનાઇઝેશન: ઝડપી અર્બનાઇઝેશન ના કારણે શરૂઆત માં પોપ્યુલેશન ગ્રોથ થાય છે કારણ કે લોકો વધુ સારી તકો માટે શહેરોમાં સ્થળાંતર કરે છે.
  • જો કે, સમય જતાં, શહેરીકરણ ને કારણે જીવનનો ખર્ચ અને જીવનશૈલી બદલાવાથી બર્થ રેટ મા ઘટાડો થઈ શકે છે.
  • એન્વાયરમેન્ટલ : જો વ્યક્તિ ને એડીક્યુએટ અમાઉન્ટ માં તેમની બેઝિક રિક્વાયરમેન્ટ એ ફુલ ફીલ થતી હોય તો તેના કારણે પણ બર્થ રેટમાં વધારો થય શકે છે.

5) પોલિટિકલ ફેક્ટર:

  • ગવર્મેન્ટ પોલિસીસ: હાઇ બર્થ રેટ ને પ્રમોટ કરતી પોલિસીસ ,જેમ કે પ્રોનેટાલિસ્ટ પોલિસી, એ પોપ્યુલેશન ગ્રોથ માં ફાળો આપી શકે છે.
  • પોલિટિકલ સ્ટેબિલિટી: સ્ટેબલ પોલિટિકલ એન્વાયરમેન્ટ એ ઇકોનોમિક ડેવલોપમેન્ટ અને પબ્લિક હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ ને પ્રમોટ કરી શકે છે, જેના કારણે બર્થ રેટ મા વધારો થાય અને પોપ્યુલેશન ગ્રોથ એ ગ્રોથ છે.

6)એજ્યુકેશનલ ફેક્ટર્સ:

  • એજ્યુકેશન લેવલ: જ્યારે એજ્યુકેશન નું લો લેવલ,હોય ખાસ કરીને ફિમેલ એ એજ્યુકેટેડ ન હોય ,તો તેના કારણે હાઇ બર્થ રેટ જોવા મળે છે.
  • એજ્યુકેશન ન હોવાના કારણે ફેમિલી પ્લાનિંગ વિશે પ્રોપરલી અવેરનેસ હોતી નથી, જેના કારણે ચાઇલ્ડ બર્થ મા વધારો થાય છે, જેના કારણે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થઇ શકે છે.
  • ઍક્સેસ ટુ એજ્યુકેશન:
  • એજ્યુકેશન ની લિમિટેડ એક્સેસ એ ખાસ કરીને ફિમેલ માટે, હાઇ ફર્ટીલિટી તરફ દોરી જાય છે. જેના કારણે બર્થ ડેટ ઇન્ક્રીઝ થાય છે અને પોપ્યુલેશન માં પણ વધારો જોવા મળે છે.
  • આમ,પોપ્યુલેશન ઇન્ક્રીઝ થવા માટે આ પ્રમાણે સોશિયલ ફેક્ટર, ઇકોનોમિક ફેક્ટર, મેડિકલ ફેક્ટર, એન્વાયરમેન્ટલ ફેક્ટર, પોલિટિકલ ફેક્ટર, તથા એજ્યુકેશનલ ફેક્ટર રિસ્પોન્સિબલ છે.

Q-2 🔸a) What is family welfare policy? Enlist its objectives.
કટુંબ કલ્યાણ નીતી શું છે? તેના હેતુઓ લખો.08

•ફેમિલી વેલફેર પોલીસી
•એનલિસ્ટ ધ ઓબ્જેકટીવ્સ ઓફ ફેમેલી વેલ્ફેર પોલિસીસ

•>ફેમિલી વેલફેર પોલીસી:

  • નેશનલ ફેમિલી વેલ્ફેર પોલિસી ફર્સ્ટ 1966 માં નેશનલ વેલ્ફેર પોલિસી પર ફોકસ્ડ કરવા ઉપરાંત ટાર્ગેટ ફ્રી એપ્રોચ ના બેઝિસ પર ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવી હતી.
  • ફેમેલી ની ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઇફમાં ઇમ્પ્રુવમેન્ટ કરવુ તે ફેમિલી વેલ્ફેર પોલિસી નો મેઇન એઇમ હતો.
  • ફેમિલી વેલ્ફેર પોલીસી એ ફેમેલીસ ની વેલ્બીંગ ને પ્રમોટ કરવા માટે ફોર્મ થયેલી ગવર્મેન્ટ સ્ટ્રેટેજીસ અને પ્રોગ્રામ નુ સ્ટ્રકચર્ડ સેટ છે.
  • આ પોલીસી નો એઇમ એ ફેમેલીસ ને બેટર હેલ્થ, ઇકોનોમિક સ્ટેબિલિટી અને લાઇફ ની ઓવરઓલ ક્લોલિટી ને એચીવ કરવામાં હેલ્પ કરવાનો છે.
  • ન્યુટ્રીશન
  • ફેમિલી પ્લાનિંગ,
  • એજ્યુકેશન,
  • હેલ્થ સર્વિસીસ,
  • એમ્પ્લોયમેન્ટ,
  • વુમન વેલ્ફેર એન્ડ રાઇટ્સ ,
  • સેલ્ટર,
  • એન્વાયરમેન્ટલ સેનિટેશન,
  • સેફ ડ્રિંકિંગ વોટર.
  • આ બધી સર્વિસીસ એ ફેમિલી વેલ્ફેર પોલિસીની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલી છે.

ઇન્ટ્રોડક્શન:

  • ફેમિલી વેલ્ફેર પોલીસી એ ફેમેલીસ ની લાઇફ ના વિવિધ આસ્પેક્ટ (પાસાઓ) ને સંબોધવા માટે ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં અને અમલમાં મુકાયેલ એક કોમ્પ્રહેન્સીવ ફ્રેમવર્ક છે.
  • આ પોલીસી એ સપોર્ટ તથા રિસોર્સિસ ને પ્રોવાઇડ કરવા માટે ડેવલોપ કરવામાં આવેલી છે જે,
  • ફેમિલી ને તેમના હેલ્થનું મેનેજ કરવામા,
  • ફેમિલી નુ પ્લાનિંગ કરવામા,
  • ચિલ્ડ્રન ને એજ્યુકેટ કરવામા, તથા
  • ઇકોનોમિક સ્ટેબિલિટી મેળવવામાં મદદ કરે છે.
  • ફેમિલી વેલ્ફેર પોલિસી નો મેઇન એઇમ એ,
  • હેલ્થ,એજ્યુકેશન તથા સોશિયલ નીડ ને ફુલફીલ કરીને વ્યક્તિ તથા ફેમિલીના લાઇફ ની ક્વોલિટી ને ઇમ્પ્રુવ કરવું તે હોય છે.

આ પોલીસીમાં નીચેના કમ્પોનન્ટ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે:

  • 1) હેલ્થ સર્વિસીસમધર, ચિલ્ડ્રન તથા ફેમિલીસ માટે મેડિકલ કેર એક્સેસ થવી જોઇએ .
  • 2) ફેમિલી પ્લાનિંગકોન્ટ્રાસેપ્ટીવ્સ સર્વિસીસ તથા રીપ્રોડક્ટિવ હેલ્થ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • 3) ઇકોનોમીક સહાયતેમાં ઇકોનોમિક સહાય તથા પોવર્ટી ને નાબુદ કરવા માટેના કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
  • 4) એજ્યુકેશનલ પ્રોગ્રામલિટરસી ને ઇમ્પ્રુવ કરવા માટે તથા એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટી પ્રોવાઇડ કરવા માટેના ઇનીસીયેટીવ્સ લેવામા આવે છે.
  • 5) સોશિયલ સર્વિસીસડોમેસ્ટિક વાયોલન્સ નો ભોગ બનેલા લોકો માટે સપોર્ટ તથા કાઉન્સેલિંગ અને વૃદ્ધો અને અપંગો માટેની સર્વિસીસ પ્રોવાઇડ કરવી.
  • 6) ચાઇલ્ડ પ્રોટેક્શનચાઇલ્ડ ડેવલોપમેન્ટ,તથા એબ્યુસ થી પ્રોટેક્શન અને ચિલ્ડ્રન ના રાઇટ્સ માટે સપોર્ટ માટેના પ્રોગ્રામ્સ ચલાવવા મા આવે છે.

••> એનલિસ્ટ ધ ઓબ્જેકટીવ્સ ઓફ ફેમેલી વેલ્ફેર પોલિસીસ:

  • ફેમિલી વેલ્ફેર પોલિસી એ ફેમિલી લાઇફ અને સોસાઇટલ હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા માટેના વિવિધ ઓબ્જેકટીવ્સ ને એચીવ કરવા માટે બનાવવામાં આવી છે.
  • અહીં ફેમેલી વેલ્ફેર પોલિસીસ ના ઓબ્જેકટીવ્સ છે:

1) પ્રમોટ મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ એન્ડ રીડ્યુસ મોર્ટાલિટી:

ઓબ્જેકટીવ:ફેમિલી ની હેલ્થમાં સુધારો કરવો, ખાસ કરીને મેટરનલ અને ચાઇલ્ડ ના હેલ્થ પર ફોકસ કરીને, ઇન્ફન્ટ અને મેટરનલ મોર્ટાલિટી રેટમાં ઘટાડો કરવો.

એક્શન

  • મધરને ક્રિનેટલ તથા પોઝીટલ કેર પ્રોવાઇડ કર
  • ચાઇલ્ડ ને ડિસીઝમાંથી પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ વેકેશન પ્રોગ્રામનું ઇમ્પલિમેન્ટ કરવું.
  • ચિલ્ડ્રન માટે યુટ્રીશનલ સપોર્ટ તથા તેમનું ગ્રોથ મોનિટરિંગ કરવું.
  • મધર તથા ચાઇલ્ડ માટે હેલ્થ કેર સર્વિસીસ ના એક્સેસમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું.

2)એન્હાન્સ રીપ્રોડક્ટિવ હેલ્થ એન્ડ ફેમિલી પ્લાનિંગ:

ઓબ્જેકટીવ

  • રીપ્રોડક્ટિવ હેલ્થ એન્ડ ફેમિલી સાઇઝના મેનેજમાં વ્યક્તિઓ તથા કપલ ને મદદ કરવી. એક્શન
  • કોન્ટ્રાસેટીવ મેથડ્સ તથા ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ ને ઓફર કરવામાં આવે છે.
  • રીપ્રોડક્ટિવ હેલ્થ વિશે એજ્યુકેશન તથા કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે.
    સેફ મધરહુડ ને પ્રમોટ કરવું તથા અનવોન્ટેડ પ્રેગ્નન્સી ને પ્રીવેન્ટ કરવી.

3)ઇમ્પ્રુડ એજ્યુકેશન એન્ડ અવેરનેસ:

  • ઓબ્જેકટીવ્સ
    હેલ્થ, ફેમિલી પ્લાનિંગ તથા વેલ્ફેર સર્વિસીસ વિશે પબ્લિક ના નોલેજ માં ઇમ્પ્રુવમેન્ટ કરવુ. એક્શન
    • હેલ્થ તથા ફેમિલી પ્લાનિંગ વિશે પબ્લિકમાં અવેરનેસ લાવવા માટેના પ્રોગ્રામ્સ ચલાવવામાં આવે છે.
  • પેરેન્ટિંગ,ન્યુટ્રીશન તથા હેલ્થ માટે એજ્યુકેશનલ વર્કશોપ નું ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે.
  • ફેમિલી વેલ્ફેર ટોપીક્સ ને સ્કૂલના કરી કરીક્યુલમ ઇન્ટીગ્રેટ કરવું.

4) સપોર્ટ ઇકોનોમિક સ્ટેબિલિટી:

  • ઓબ્જેકટીવ્સ
  • ફેમિલીની ફાઇનાન્સિયલ સિક્યુરિટી ને એચીવ કરાવી ને તેની ક્વોલિટી ઓફ લાઇફમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું.
  • એક્શન સબસીડી તથા વેલ્ફેર પ્રોગ્રામ દ્વારા ફાઇનાન્સિયલ સહાય પ્રોવાઇડ કરવી.
    સ્મોલ બીઝનેસ માટે જોબ ટ્રેઇનિંગ પ્રોગ્રામ્સ અને સપોર્ટ ઓફર કરે.
    ઓછી આવક ધરાવતા પરિવારો માટે માઇક્રોફાઇનાન્સ ની ઓપોર્ચ્યુનિટી ની સુવિધા આપો.

5) પ્રમોટ ઝેન્ડર ઇક્વાલિટી:

  • ઓબ્જેકટીવ
    •ઝેન્ડર ઇમ્બેલન્સ ને દૂર કરવુ અને વુમન અને ગર્લ્સ ને સશક્ત કરો. એક્શન
    • ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકો માટે લિગલ સહાય અને સેલ્ટર પ્રોવાઇડ કરે.
  • વુમનના રાઇટ્સ તથા ઝેન્ડર ઇક્વાલિટી ના ઇનીસિએટીવ્સ ને સપોર્ટ આપવો.
  • વુમન તથા ગર્લ્સ માટે એજ્યુકેશન તથા પ્રોફેશનલ ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરવી.

6) સ્ટ્રેનધેન ફેમિલી સ્ટ્રક્ચર:

  • ઓબ્જેકટીવ્સ
    હેલ્થી ફેમિલી રિલેશનશિપ ને મજબૂત બનાવવું તથા ક્રાઇસીસ ની સીચયુએશન માં ફેમિલી ને સપોર્ટ આપવો.
  • એક્શન:
  • રિલેશનશિપ તથા ફેમિલી ઇસ્યુ માટે ફેમિલી કાઉન્સેલિંગ સર્વિસ પ્રોવાઇડ કરવી.
    •પેરેન્ટિંગ વર્કશોપ અને સપોર્ટ ગ્રુપ ને ઓર્ગેનાઇઝ કરવું.
    •ઘરેલું સમસ્યાઓ ( ડોમેસ્ટિક વાયોલન્સ)નો સામનો કરી રહેલા પરિવારો માટે ક્રાઇસીસ ઇન્ટરવેન્શન સર્વિસીસ પ્રોવાઇડ કરવી.

7) સપોર્ટ એલ્ડરલી એન્ડ ડિસએબલ ફેમિલી મેમ્બર્સ:

  • ઓબ્જેકટીવ
    એલ્ડરલી તથા ડિસેબલ વ્યક્તિ ને સપોર્ટ પ્રોવાઇડ કરવો. એક્શન
  • એલ્ડર વ્યક્તિ માટે પેન્શન તથા ફાઇનાન્સિયલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • ડિસએબલ વ્યક્તિ માટે હોમ કેર સર્વિસીસ એન્ડ સ્પેશિયલાઇઝ્ડ મેડિકલ કેર પ્રોવાઇડ કરવી.
  • ડિસએબલ વ્યક્તિ માટે આસિસ્ટીવ ટેક્નોલૉજી ની એક્સેસિબિલિટી પ્રોવાઇડ કરવી.

8) પ્રમોટ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ એન્ડ પ્રોટેકશન:

  • ઓબ્જેકટીવ
    બાળકો એ સ્વસ્થ, સુરક્ષિત રહે તથા તેઓ વિકાસની તકો મેળવી શકે . એક્શન
  • અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન પ્રોગ્રામ નું ઇમ્પલિમેન્ટેશન કરવું.
    •ચાઇલ્ડ એબ્યુસ અને દુરઉપયોગ ને રોકવા માટે ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસીસ નુ ડેવલોપમેન્ટ કરવુ.
  • ચાઇલ્ડના રાઇટ તથા તેના લિગલ પ્રોટેક્શન માટે એડવોકેટિંગ કરવું.

9) એન્કરેજ કમ્યુનિટી ઇનવોલ્વમેન્ટ:

  • ઓબ્જેકટીવ્સ
    ફેમિલી વેલ્ફેર એફ્ટ્સ મા કમ્યુનીટી ની એંગેજમેન્ટ ને પ્રોત્સાહન આપવુ. એક્શન
  • કોમ્યુનિટી બેસ્ટ વેલ્ફેર પ્રોગ્રામ તથા વોલ્યુન્ટરી ઓપર્ચ્યુનિટી ને સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • ફેમિલી વેલ્ફેર સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે લોકલ ઓર્ગેનાઇઝેશન્સ નું ઇન્વોલ્વમેન્ટ કરવું.
    •ફેમેલી હેલ્થ અને વેલ્ફેર ઇસ્યુસ વિશે કમ્યુનીટી ની અવેરનેસ ને પ્રમોટ કરવુ.

10) એડ્રેસ અર્બન એન્ડ રૂરલ ડીસ્પેરીટીસ (અસમાનતાઓ):

  • ઓબ્જેકટીવ્સ
    અર્બન તથા રૂરલ બંને એરિયા પર ફેમિલી વેલ્ફેર સર્વિસીસ નું ઇક્વલી એક્સેસ થઇ શકે. એક્શન
  • રૂરલ તથા અસરગ્રસ્ત એરિયામાં ટાર્ગેટ પ્રોગ્રામ ને ડેવલોપ કરવા.
  • અર્બન અને રૂરલ સર્વિસીસ વચ્ચેના અંતર ને પૂરવા માટે રિસોર્સની ફાળવણી કરવી.
  • જુદી જુદી કમ્યુનિટી ની યુનિક નીડને પહોંચી વળવા માટે સ્પેશિયલ ઇનીસીયેટીવ્સ નુ ઇનવોલ્વમેન્ટ કરવું.

11) ફેસીલીટેટ મેન્ટલ હેલ્થ સપોર્ટ:

  • ઓબ્જેકટીવ
    ફેમિલીસમાં જોવા મળતી મેન્ટલ હેલ્થ ઇસ્યુસ નું અસેસમેન્ટ કરવું તથા મેન્ટલ વેલ્બીંગ ને પ્રમોટ કરવું. એક્શન
  • મેન્ટલ હેલ્થ કાઉન્સેલિંગ તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • કોમ્યુનિટીમાં જોવા મળતા મેન્ટલ હેલ્થ ઇસ્યુસ વિશે કમ્યુનિટીના મેમ્બર્સ માં અવેરનેસ લાવવી અને મેન્ટલ હેલ્થ રીલેટેડ સિગ્મા ને દૂર કરવું.
  • સ્ટ્રેસ ના મેનેજમેન્ટ માટે તથા ઇમોશનલ સપોર્ટ માટે પ્રોગ્રામ્સ નું ઇમ્પલિમેન્ટેશન કરવું.

12) પ્રમોટ સેફ એન્ડ હેલ્થી એન્વાયરમેન્ટ:

  • ઓબ્જેકટીવ
  • લિવિંગ કન્ડિશનને સેફ કરવું તથા એન્વાયરમેન્ટલ હેલ્થને પ્રમોટ કરવું. એક્શન
  • સ્વચ્છ પાણી,હાઇજીન અને સેફ હાઉસિંગ એનસ્યોર કરવા માટે પબ્લિક હેલ્થ ઇનીસિએટીવ્સ નુ ઇમ્પલીમેન્ટેશન કરવુ.
  • કોમ્યુનિટી પ્રોગ્રામ દ્વારા એન્વાયરમેન્ટલ સ્ટેબિલિટી ને પ્રમોટ કરવું . આમ, ફેમિલી વેલ્ફેર પોલિસીસ એ હેલ્થ, એજ્યુકેશન ,ઇકોનોમિક્સ સ્ટેબિલિટી ,અને સોશિયલ સપોર્ટ પર ફોકસ વિવિધ ઓબ્જેકટીવ દ્વારા ફેમિલીસ ની ઓવરઓલ વેલ્બિંગ માં ઇમ્પ્રુવમેન્ટ કરવાનો છે.

🔸b) Write role of murse in family welfare programme. કુટુંબ કલ્યાણ કાર્યક્રમ મા નર્સ ની ભૂમીકા લખો.04

ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામમાં નર્સનો રોલ:

  • ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામ માં નર્સનો રોલ એ ડાઇવર્સ તથા મલ્ટિફેસેટેડ હોય છે. નર્સ એ ફેમિલી વેલફેર સર્વિસીસ ના ડિફરન્ટ સેટિંગમાં ડિફરન્ટ રોલ પ્લે કરે છે. તે સામાન્ય રીતે તેમની પોસ્ટ તથા તેમની વર્ક કરવાની કેપેસિટી પર ડીપેન્ડ કરે છે.
  • ફેમિલી વેલ્ફેર સર્વિસીસ માં કોમ્યુનિટી હેલ્થ નર્સ (CHN) નો રોલ એ રિપ્રોડક્ટિવ હેલ્થ, ફેમેલી પ્લાનિંગ અને કમ્યુનીટી માં ઓવરઓલ વેલ્બિંગ ને પ્રમોટ કરવા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે.
    અહીં તેમના રોલ ના મુખ્ય આસ્પેક્ટ આપેલા છે:

1) સર્વે વર્ક:

  • નર્સ એ સર્વે દ્વારા ડેમોગ્રાફીક ફેક્ટ ને કલેક્ટ કરે છે.
    તે કોમ્યુનીટી માં રહેલા હાઉસ ના નંબર તથા તેના લોકેશન નું લિસ્ટ બનાવે છે.
    નર્સ એ સર્વે દ્વારા પ્રેગ્નેન્ટ મધર, ઇલીજીબલ કપલ્સ, કોન્ટ્રાસેપ્ટીવ યુઝર્સ , ચિલ્ડ્રન તથા સ્કૂલ ગોઇંગ એજ થી નીચેના ચાઇલ્ડ ની ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે.
  • ત્યારબાદ કપલ્સ ને હાય, મીડીયમ અને લો પ્રાયોરિટી માં ક્લાસિફાઇ કરે છે.
  • આગળ ના એક્ષન પ્લાન નું ફોર્મેશન કરવા માટે કેટલા કપલ્સ એ કોન્ટ્રાસેપ્ટીવ નો યુઝ કરે છે તથા કેટલા પીપલ્સ એ યુઝ કરતા નથી તેના વિશે રીવ્યુ કલેક્ટ કરવા.

2) હેલ્થ એજ્યુકેશન:

  • વ્યક્તિ, ફેમિલી, તથા કમ્યુનિટી ને હેલ્થ તથા ફેમિલી પ્લાનિંગ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • લોકોને અવેઇલેબલ ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ વિશે અવેર કરવા.
  • કપલ્સ ને ડીફરન્ટ ટાઇપના કોન્ટ્રાસેપ્ટીવ વિશે એજ્યુકેશન તથા વિગતવાર માહિતી પ્રોવાઇડ કરવી જેના લીધે તે તેમની ચોઇસ પ્રમાણે એડોપ્ટ કરી શકે.
  • મધર ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે એટલીસ્ટ વન યર સુધી તેમના ચાઇલ્ડ ને બ્રેસ્ટ ફિડીંગ કરાવવું કારણકે તે નેચરલ કોન્ટ્રાક્ટિવ તરીકે વર્ક કરે છે.
  • કોમ્યુનિટીમાં ઇમ્યુનાઇઝેશન,ન્યુટ્રીશન, ફર્સ્ટ એઇડ તથા પર્સનલ અને એન્વાયરમેન્ટલ હાઇજીન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

3) કોઓર્ડીનેટર એન્ડ પ્રોવાઇડર ઓફ ફેમિલી વેલફેર સર્વિસીસ:

  • ઇલીજીબલ કપલ્સ માટે અવેઇલેબલ વિવિધ પ્રકારના કોન્ટ્રાસેપ્ટીવ ની સપ્લાઇ કરવી.
  • લોકોની નીડ તથા અવેઇલેબલ સર્વિસીસ વીશે અવેરનેસ લાવવા માટે ફેમિલી પ્લાનિંગ ના ક્લિનિક્સ તથા કેમ્પ ને અરેન્જ કરવા.
  • સ્ટેટ ગવર્મેન્ટ તથા સ્ટેટ ના રૂલ્સ અને રેગ્યુલેશન્સ ને ફોલો કરવા અને લીગલ અને પ્રોફેશનલ લિમિટ્સ માં ડાયરેક્ટ સર્વિસીસ પ્રોવાઇડ કરવી.
  • તે ગાયનેકોલોજિસ્ટ તથા અધર ફેમિલી વેલ્ફેર સર્વિસીસ ના પર્સનલ્સ ની સર્વિસીસ નુ કોઓર્ડીનેશન કરે છે.

5) મોટીવેશન ફંકશન:

  • ઇલીજીબલ કપલ્સ ને કોન્ટ્રાસેપ્ટીવ નો યુઝ કરી સ્મોલ ફેમીલી નોર્મ્સ ને એડોપ્ટ કરવા માટે મોટીવેટ કરે છે.
  • ફેમિલી પ્લાનિંગ ની જરૂરિયાત અને તેના મહત્વને એક્સપ્લેઇન કરવા નુ વર્ક કરે છે.
  • જે વુંમન ને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી ની જરૂરિયાત હોય તેમનું આઇડેન્ટિફિકેશન કરી તેને ડોક્ટર પાસે અર્લી રિફર કરવા.
  • દરેક વિલેજીસ માં એડીક્યુએટ કોન્ટ્રાસેપ્ટીવ સપ્લાય તથા ડિસ્ટ્રીબ્યુશન માટે ડિપોટ નું એસ્ટાબ્લિશમેન્ટ કરવું જેના કારણે કોન્ટ્રાસેપ્ટીવ ની એડિક્યુએટ સપ્લાય થઈ શકે.

6) એડમિનિસ્ટ્રેટિવ રોલ:

  • ફેમિલી પ્લાનિંગ માટેના ક્લિનિક્સ ની ડેટ અને લોકેશન નક્કી કરવું ક્લિનિક્સ મા એક્વીપમેન્ટ, સપ્લાઇસ અને અન્ય રિસોર્સિસ ની વ્યવસ્થા કરવી.
  • ક્લિનિક્સમાં મલ્ટીપર્પસ હેલ્થ વર્કર નુ સુપરવિઝન કરવુ અને તેમને ગાઇડન્સ આપવું અને કોન્ટ્રાસેપ્ટીવ નું ડિસ્ટ્રીબ્યુશન કરવુ અને IUD નુ ઇન્સરસન કરવા અને તેને રિમુવ કરવી.
  • ક્લિનિક ને કંડકટ કરવામાં મેડિકલ ઓફિસર ને આસિસ્ટન્ટ પ્રોવાઇડ કરવું.
  • ફેમિલી પ્લાનિંગ માટેના કેમ્પ નું આયોજન કરવું અને મેલ-ફિમેલ અને ફિમેલ સ્ટરિઝાઇઝેશન ઓપરેશન ના માં ડોકટરો ને મદદ કરવી.
  • ઓપરેશન સમયે એસેપ્ટીક ટેકનીક મેન્ટેઇન રાખવી.
  • જે કપલ્સ એ ફેમિલી પ્લાનિંગની મેથડ ને એક્સેપ્ટ કરેલી હોય તેમને ફોલોઅપ સર્વિસીઝ પ્રોવાઇડ કરવી.
  • એજ્યુકેશન પ્રોગ્રામને પ્લાનિંગ કરવું તથા તેનું ઇવાલ્યુએશન કરવું.

7) કન્સલ્ટન્ટ:

  • ફેમિલી વેલ્ફેર સર્વિસીસ માં કોઓર્ડીનેટર તરીકે તથા ડાયરેક્ટ કેર પ્રોવાઇડર તરીકે કોમ્યુનિટી માં કોઇપણ પ્રકારનો હેલ્થ કેર પ્રોગ્રામ સ્ટાર્ટ કરતા પહેલા તેમની પાસેથી કન્સલ્ટ( સલાહ ) લેવી અગત્યની રહે છે.

8) કાઉન્સેલર:

  • નર્સ એ ડિફરન્ટ કોન્ટ્રાસેપ્ટીવ મેથડ્સ પર ઇલીજીબલ કપલ્સ અને ટાર્ગેટ કપલ નું કાઉન્સેલિંગ કરે છે અને તેમને સ્પેસિંગ માટે બેસ્ટ સ્યુટેબલ મેથડ ને પસંદ કરવાની ઓપોરચ્યુનીટી પ્રોવાઇડ કરે છે.

9) સુપરવાઇઝરી રોલ:

  • સુપરવાઇઝર તરીકે, ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ માં કામ કરતી નર્સે તેમના સ્ટાફને ફેમિલી વેલફેર પ્રોગ્રામમાં એક્ટીવલી રીતે પાર્ટીશીપેટ થવા માટે એન્કરેજ કરે છે.
  • સુપરવાઇઝર તરીકે, નર્સ દ્વારા હેલ્થ વર્કર, પ્રોફેશનલ્સ , તથા નર્સિંગ પર્સનલ માટે ઇન સર્વિસ એજ્યુકેશન પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે.

10) ડોમીસિલરી સર્વિસીસ:

  • હોમ વિઝીટ એ ફેમિલી પ્રોગ્રામનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ સર્વિસીસ એ મલ્ટીપરપઝ હેલ્થ વર્કર અને હેલ્થ આસિસ્ટન્ટ પ્રોવાઇડ કરે છે.
    જેમાં સર્વિસીસ તરીકે, ઇલેજિબલ કપલ્સ ને એજ્યુકેશન તથા મોટીવેશન પ્રોવાઇડ કરવું.
  • IUD તથા પીલ્સ નો યુઝ કરતા હોય તો ફોલોઅપ માટે એડવાઇસ પ્રોવાઇડ કરવી તથા વાસેક્ટોમી, ટ્યુબેક્ટોમી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી( MTP) ના કેસીસમાં ફોલોઅપ લેવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • એન્ટીનેટલ, પોસ્ટનેટલ, ન્યુ બોર્ન તથા ટોડલર ને ડોમીસિલરી કેર પ્રોવાઇડ કરવી.
  • જો કોઇપણ ને પોસ્ટ ઓપરેટીવ કોમ્પ્લિકેશન્સ હોય તો રેફરલ સર્વિસીસ પ્રોવાઇડ કરવી.

11) રેકોર્ડ મેઇન્ટેનન્સ:

  • નર્સ એ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામમાં બધા રેકોર્ડસ ને મેઇન્ટેન કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે જેમ કે,
  • •ઇલેજિબલ કપલ રેકોર્ડ્સ,
  • •ટાર્ગેટ કપલ રેકોર્ડ્સ,
  • •ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ રેકોર્ડ,
  • •સ્ટરિલાઇઝેશન ઓપરેશન રેકોર્ડ,
  • •ક્લિનિક તથા કેમ્પ રેકોર્ડ,
  • •હેલ્થ એજ્યુકેશન એક્ટિવિટી રેકોર્ડ,
  • •ટ્રેઇનિંગ રેકોર્ડ,
  • •મેડિકલ રેકોર્ડ વગેરે.
  • નર્સ એ મંથલી રિપોર્ટસ ને પ્રિપેર કરવા માટે તથા તેને ઓથોરિટીઝ સુધી પહોંચાડવા માટે રિસ્પોન્સિબલ હોય છે.

12) રોલ ઇન રિસર્ચ: મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ ટીમમાં કોમ્યુનિટી હેલ્થ નર્સ એ એક પ્રાઇમરી મેમ્બર હોય છે. નર્સ ને ફેમિલી વેલફેર સર્વિસિસ ના રિસર્ચ એક્ટિવિટીસ માં કોઓપરેશન તથા પાર્ટીશીપેશન કરવાનુ હોય છે.

13) ઇવાલ્યુએશન રોલ: નર્સ એ ફેમિલી વેલફેર પ્રોગ્રામમાં પરફોર્મ કરવામાં આવેલા વર્ક નું ઇવાલ્યુએશન કરે છે તથા તેના રિપોર્ટ્સ ને પ્રિપેર કરે છે. આ ઇવાલ્યુએશન ના બેઝિસ પર પ્રોગ્રામવના ઇમ્પલિમેન્ટેશન માં ફરધર કોઇપણ ચેન્જીસ કરવામાં આવે છે અને ડિઝાયરેબલ ટાર્ગેટ ને એચીવ કરવામાં આવે છે.

14) કોલાબોરેટર:

  • કમ્યુનિટી હેલ્થ નર્સ એ કમ્યુનિટીમાં રહેલા હેલ્થ ટીચર્સ તથા નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે કોલાબોરેશન કરી હેલ્થ કેર સર્વિસીસ ને ઇમ્પ્રુવમેન્ટ માટેનો વર્ક કરે છે.
  • નર્સ એ કોમ્યુનિટીમાં ફેમિલી વેલ્ફેર સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે ડોક્ટર્સ, ડિસ્પેન્સર્સ, વેક્સિનેટર્સ, ટ્રેઇન બર્થ અટેન્ડન્સ ,તથા લેડી હેલ્થ વિઝીટર્સ સાથે કોલાબોરેટિવલી વર્ક કરે છે.
  • કોમ્યુનિટી હેલ્થ નર્સ એ વ્યક્તિઓ તથા ફેમેલીસ ને તેમના રિપ્રોડક્ટિવ હેલ્થ વિશે ઇન્ફોમ્ડ ડિસિઝન લેવા, હેલ્થી પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ ને સપોર્ટ આપવા અને ઇફેક્ટિવ ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામ્સ દ્વારા કોમ્યુનિટી ની ઓવરઓલ વેલ્બિંગ માં કન્ટ્રીબ્યુસન આપવા માટે ક્રુશિયલ રોલ પ્લે કરે છે.

🔸OR🔸

🔸a) Describe National Nutritional Anemia Prophylaxis Programme. નેશનલ ન્યુટ્રીશનલ એનિમિયા પ્રોફાયલેશીસ પ્રોગ્રામ વર્ણવો.08

નેશનલ ન્યુટ્રીશનલ એનિમિયા પ્રોફાયલેક્ષીસ (NNAPP) પ્રોગ્રામ:

ઇન્ટ્રોડક્શન:

  • NNAPP(નેશનલ ન્યુટ્રીશનલ એનિમિયા પ્રોફાયલેક્ષીસ પ્રોગ્રામ) 1970 માં સ્ટાર્ટ કરવામાં આવેલો હતો ,જેથી પ્રેગનેન્ટ વુમન મા, લેક્ટેટીંગ મધર, ઇન્ફન્ટ અને ચાઇલ્ડ મા ન્યુટ્રીશનલ એનિમિયા ને પ્રિવેન્ટ કરી શકાય.
  • આ પ્રોગ્રામ અંતર્ગત પ્રેગનેન્ટ વુમન,લેક્ટેટીંગ મધર અને ફેમેલી પ્લાનિંગ એક્સેપ્ટરસૅ ને આયર્ન અને ફોલિક એસિડ ની ટેબલેટ આપવામાં આવે છે.
  • આ પ્રોગ્રામ એ મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ના મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ (MCH) વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ,
    જેમાં નેશનલ ન્યુટ્રીશનલ એનિમિયા પ્રોફીલેક્સિસ એ RCH પ્રોગ્રામ ના ભાગ રૂપે ચલાવવામાં આવે છે.
  • જેમા રિવાઇઝ્ડ પોલીસી ,ની અંદર ટાર્ગેટ ગ્રુપ ને એક્સપાન્ડ કરવામાં આવ્યું છે ,જેમાં 6 -12 મંથ ઇન્ફન્ટ,સ્કૂલ ચાઇલ્ડ અને 11-18 વર્ષની વયના એડોલસન્ટ કે જેમને ક્લિનીકલી રીતે એનિમિયા હોવાનું જણાયું છે.તેમને ઇન્ક્લુડ કરવામા આવેલ છે.

સ્પેસિફિક ઓબ્જેક્ટીવ્સ:

  • મધર તથા યંગચિલ્ડ્રન માં હિમોગ્લોબિન લેવલ નું એસ્ટીમેશન કરી તેમના ન્યુટ્રીશનલ એનિમિયા ના બેઝલાઇન કન્ડિશન ને એસેસ કરવા .
  • લો Hb ( હિમોગ્લોબીન) લેવલ ધરાવતી મધર અને ચાઇલ્ડ ને અનુક્રમે <10 ગ્રામ અને <8 ગ્રામ Hb હોય તો તેમને એન્ટિએનિમિયા ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
  • Hb લેવલ >10 gm ધરાવતી માતાઓ અને >8 gm ધરાવતા ચાઇલ્ડ ને પ્રોફાઇલેક્સિસ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
  • ટેબલેટ્સ ની ક્વોલિટી અને ડિસ્ટ્રીબ્યુશન તથા સપ્લીમેન્ટ્સ નું કન્ઝપ્શન નું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
  • બેનિફિશ્યરીસ નું પીરીયોડીકલી હિમોગ્લોબિન( HB ) લેવલ એસેસ કરવું.
  • રીલીવન્ટ ન્યુટ્રીશનલ એજ્યુકેશન દ્વારા મધર ને ટેબલેટ્સ લેવા માટે એન્કરેજ કરવા. એક્ટિવિટીસ:

આ પ્રોગ્રામમાં નીચે પ્રમાણેની એક્ટિવિટીસ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે:

  • આયર્ન રિચ ફૂડ ના રેગ્યુલર કન્ઝપ્શન માટે પ્રમોશન કરવુ.
  • ટેબલેટ્સ ના ફોમૅ મા ટાર્ગેટ ગ્રુપને આયર્ન અને ફોલિક એસિડ સપ્લીમેન્ટ્સ પ્રોવાઇડ કરવુ.
  • સિવ્યર એનિમિયા ના કેસિસને આઇડેન્ટિફિકેશન કરવું અને તેની ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
  • આ પ્રોગ્રામ માં ડાયટરી ઇન્ટેક માં ઇમ્પ્રુવ કરવા , આયર્ન અને ફોલેટ રિચ ફૂડ નુ કન્ઝપ્શન તેમજ ફૂડ આઇટમ ના વપરાશ ને પ્રમોટ કરવા માટે હેલ્થ અને ન્યુટ્રીશનલ એજ્યુકેશન નુ પણ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

ડોઝ શેડ્યૂલ:

  • ચાઇલ્ડ 6 month -5 year:= જ્યારે ચાઇલ્ડ એ ક્લિનિકલી એનેમિક ફાઉન્ટ થાય ત્યારે 20 mg iron+ 100 µg folic acid up to 100 days.
  • સ્કૂલ ચિલ્ડ્રન 6-10 years :=30 mg iron + 250 mg folic acid for 100 days.
  • એડોલ્સન્ટ 11- 18 years :=100mg iron + 500 µg folic Acid for 100 days.
  • પ્રેગ્નેન્ટ મધર:= 100mg iron + 500 µg folic Acid for 100 days.

નર્સિંગ મધર એન્ડ ફેમિલી પ્લાનિંગ એક્સેપ્ટર્સ :=100mg iron + 500 µg folic Acid for 100 days.

ઓર્ગેનાઇઝેશન: આ પ્રોગ્રામનું નો ઇમ્પલિમેન્ટેશન પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને તેના સબ સેન્ટરો દ્વારા કરવામાં આવે છે. PHC( પ્રાઇમરી હેલ્થ સેન્ટર)માં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર અને બીજા પેરામેડિકલ સ્ટાફ બેનિફિશ્યરીસ ને IFA( આયર્ન એન્ડ ફોલિક એસિડ) ટેબ્લેટ ના ડિસ્ટ્રીબ્યુશન માટે જવાબદાર છે.
ICDS(ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ)સ્કીમ ના કાર્યકર્તાઓ પ્રોગ્રામ ના ઇમ્પ્લીમેન્ટેશન મા મદદ કરે છે.

🔸b) Write role of nurse in Anemia Control Programme.
એનીમીયા કંટ્રોલ પ્રોગ્રામ મા નર્સ ની બુમીકા લખો.04

એનીમીયા કંટ્રોલ પ્રોગ્રામ મા નર્સ નો રોલ:

એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં નર્સ એ એક અગત્યનો રોલ પ્લે કરે છે જેમ કે:

1) એસેસમેન્ટ એન્ડ ડાયગ્નોસીસ:

  • પેશન્ટ ઇવાલ્યુએશન નર્સ એ પેશન્ટ ની એનીમિયા ને કન્ડિશન ને આઇડેન્ટિફાય કરવા માટે કોમ્પ્રાહેંસીવ અસેસમેન્ટ કરે છે જેમાં ડીટેઇલ મેડિકલ હિસ્ટ્રી, ડાયટરી અસેસમેન્ટ તથા ફેમિલી હેલ્થ હિસ્ટ્રી ને કલેક્ટ કરવામાં આવે છે.
  • ફિઝિકલ એક્ઝામિનેશન એનિમિયા ની કન્ડિશન અસેસ કરવા માટે એનીમિયાના સાઇન ને અસેસ કરવા જેમાં પેલનેસ, ફટીગ, શોર્ટનેસ ઓફ બ્રિધ જેવા સીમટોમ્સ ને અસેસ કરવા.
  • ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ એનીમીયા ની કન્ડિશન ને અસેસ કરવા માટે લેબોરેટરી ટેસ્ટ કરવા ,આ ટેસ્ટ માટે બ્લડ કલેક્શન કરવું, ટેસ્ટ માં હિમોગ્લોબિન લેવલ,
  • હિમેટોક્રીટ લેવલ, તથા આયર્નના લેવલને અસેસ કરવું. તેથી કયા ટાઇપ નું એનીમિયા છે તે આઇડેન્ટિફાય થય શકે.
  • ( Ex := આયર્ન ડેફિશન્સી એનીમિયા, વિટામીન B12 ડેફિશયન્સી એનીમિયા )

2) એજ્યુકેશન એન્ડ કાઉન્સેલિંગ:

  • પેશન્ટ એજ્યુકેશન પેશન્ટ ને એનીમિયા થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો અને તેના ટ્રીટમેન્ટ ની ઇમ્પોર્ટન્સ વિશે કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું. ત્યારબાદ એનીમિયાની કન્ડિશન એ બોડીમાં કેવી રીતે અફેક્ટ કરે છે તેના વિશે પણ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • ન્યુટ્રીશનલ કાઉન્સેલિંગ ક્લાઇન્ટ ને આયર્ન રીચ ફૂડ ઇન્ટેક કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું. ( Ex:= રેડ મીટ,બિન્સ ,પાલક).
  • ક્લાઇન્ટ ને આયર્ન નું એબ્સોપ્શન ઇન્ક્રીઝ કરે તેવા ફૂડનું પણ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી ( EX:= સાઇટ્રસ ફૂડ).
  • એવા ફૂડ કે જે આયર્ન નુ એબ્સોપ્શન ઘટાડવા માટે જવાબદાર હોય તેને અવોઇડ કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.( Ex : ટી ,કોફી).

સપ્લીમેન્ટ ગાઇડન્સ આયર્ન સપ્લીમેન્ટ નું કરેક્ટલી યુઝ કરવા માટે એડવાઇઝ આપવી જેમાં તેનું ટાઇમ,ડોઝ,ડ્યુરેશન, સાઇડ ઇફેક્ટ વિશે પણ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

3) મોનિટરિંગ એન્ડ ફોલોઅપ

  • રેગ્યુલરલી મોનિટરિંગ ક્લાઇન્ટ ને ટ્રીટમેન્ટની એફિશિયનસી અસેસ કરવા માટે, હિમોગ્લોબીન લેવલ મોનિટર કરવા માટે તથા ઓવરઓલ હેલ્થ ને અસેસ કરવા માટે ફોલો લેવા માટેની એડવાઇઝ આપવી.

4) સ્ક્રીનીંગ એન્ડ રેફરલ:

  • પોપ્યુલેશન સ્ક્રિનિંગ હાઇરિસ્ક પોપ્યુલેશન જેમ કે, ચિલ્ડ્રન, પ્રેગ્નન્ટ વુમન, તથા એલ્ડરલી પીપલ્સ મા રૂટિન સ્ક્રીનીંગ એક્ઝામિનેશન કરવું જેના કારણે એનીમિયા ના કેસિસ નું અર્લી આઇડેન્ટિફિકેશન કરી શકાય.
  • રેફરલ સર્વિસીસ પેશન્ટ ને જ્યારે એડવાન્સ કેર ની જરૂરિયાત હોય ત્યારે તેમને હિમાટોલોજીસ્ટ અથવા તો ડાયટીશિયન્સ પાસે રિફર કરવું.

5) પ્રોગ્રામ ઇમ્પલિમેન્ટેશન:

  • કોમ્યુનિટી આઉટરીચ એનિમિયા પ્રિવેન્સન અને મેનેજમેન્ટ માટે કોમ્યુનિટી એજ્યુકેશન ઇનીસીયેટીવ્સ મા જોડાવુ. હેલ્થ ફેર, વર્કશોપ અને પબ્લિક હેલ્થ કમ્પેઇન નું આયોજન કરવુ અને તેમાં પાર્ટીશીપેશન કરવું.
  • સપ્લીમેન્ટરી ડિસ્ટ્રીબ્યુશન પબ્લિક હેલ્થ પ્રોગ્રામ દ્વારા આયર્ન અને ફોલિક એસિડ સપ્લીમેન્ટરી ના ડિસ્ટ્રીબ્યુશનમાં હેલ્પ કરવી.એનિમિયા ના પ્રવેન્શન માટે આ સપ્લિમેન્ટ્સ ના મહત્વ વિશે કોમ્યુનિટી ને એજ્યુકેટ પ્રોવાઇડ કરવુ.
  • પોલીસી ઇમ્પ્લીમેન્ટેશન લોકલ,રીજીયોનલ અથવા નેશનલ લેવલે એનિમિયા કંટ્રોલ પોલીસીસ ના ડેવલોપમેન્ટ અને ઇમ્પ્લીમેન્ટેશન માં કંટ્રીબ્યુશન આપવુ.
  • પ્રોગ્રામની ઇફેક્ટીવનેસ ને વધારવા માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ઓર્ગેનાઇઝેશન સાથે વર્ક કરવુ.

6) ડેટા કલેક્શન એન્ડ રિપોર્ટિંગ: નર્સ એ એનિમિયા ના પ્રિવેલેન્સ અને પ્રોગ્રામ ની ઇફેક્ટિવનેસ વિશેના ડેટા કલેકટ કરે છે અને તેનું સંચાલન કરે છે, રિપોર્ટ્સ માં કન્ટ્રીબ્યુસન આપે છે અને પ્રોગ્રામ સ્ટ્રેટેજીને રિફાઇન કરવામાં મદદ કરે છે.

7) એડવોકેસી: નર્સ એ પેશન્ટ ની જરૂરિયાતો માટે એડવોકેટિંગ કરે છે,અને તે ખાતરી કરે છે કે પેશન્ટ એ પ્રોપર કેર અને રિસોર્સિસ ને મેળવે છે.
તથા કોમ્યુનિટીમાં એનિમિયા વિશે અવેરનેસ લાવવા માટે વર્ક કરે છે. એનિમિયાના પ્રિવેલેન્સ ને ઘટાડવામાં અને ઓવર ઓલ પબ્લિક હેલ્થ ને ઇમ્પ્રુવ કરવામા નર્સ એ હેલ્પ કરે છે.

આમ નર્સ એ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ ની સક્સેસ માટે આવશ્યક રોલ પ્લે કરે છે.

Q.3 Write short answer (Any Two) ટુંકમા જવાબ લખો (કોઈ પણ બે) 2X6=12

🔸1.Write components of RCH Phase-II.
RCH Phase-II ના કોમ્પોનન્ટસ લખો.

RCH Phase-II ના કોમ્પોનન્ટસ:

  • રીપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ (RCH) ફેઝ-II એ ભારત સરકાર દ્વારા મેટરનલ અને ચાઇલ્ડ હેલ્થ સર્વિસીસ માં ઇમ્પ્રુવમેન્ટ કરવા પર ફોકસ કરતી એક મેજર ઇનીસીયેટીવ્સ હતી.
  • આ પ્રોગ્રામ નો એઇમ એ RCH ફેઝ-1 ની સક્સેસ અને બાકીના ચેલેન્જીસ ને ફેસ કરવાનો હતો.

RCH ફેઝ-II ના કમ્પોનન્ટ નીચે મુજબ છે:

1) રીપ્રોડક્ટિવ હેલ્થ સર્વિસીસ

  • ફેમિલી પ્લાનિંગ
  • મેટરનલ હેલ્થ
  • એડોલ્સન્ટ રીપ્રોડક્ટિવ હેલ્થ

2)ચાઇલ્ડ હેલ્થ સર્વિસિસ

  • ઇમ્યુનાઇઝેશન
  • ન્યુટ્રીશન
  • ગ્રોથ મોનિટરિંગ

3)ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ

  • ડિસીઝ સર્વેઇલંન્સ
  • પ્રેવેન્ટીવે હેલ્થ સર્વિસિસ

4)હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ હ્યૂમન રિસોર્સિસ

  • ફેસિલિટી અપગ્રેડસ
  • ટ્રેઇનિંગ એન્ડ કેપેસીટી બિલ્ડિંગ

5)કમ્યૂનિટી પાર્ટીશીપેશન એન્ડ એમપાવરમેંટ

  • કમ્યૂનિટી એન્ગેજમેંટ
  • એમપાવરમેંટ ઇનીસિએટીવ્સ 6) હેલ્થ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ એન્ડ ડેટા મેનેજમેંટ
  • ડેટા કલેક્શન એન્ડ મેનેજમેંટ
  • મોનિટરિંગ એન્ડ ઇવાલ્યુએશન

7) બિહેવ્યર ચેન્જ કમ્યુનિકેશન (BCC)

  • કમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ
  • એજ્યુકેશનલ કંમ્પેઇનિંગ

8 ઇન્ટિગ્રેશન ઓફ સર્વિસિસ

  • સર્વિસ ઇન્ટિગ્રેશન
  • રેફરલ સિસ્ટમ્સ 9) પોલિસી સપોર્ટ એન્ડ પ્લાનિંગ
  • પોલિસી ડેવલપમેંટ
  • પ્રોગ્રામ પ્લાનિંગ

1) રીપ્રોડક્ટિવ હેલ્થ સર્વિસીસ ફેમિલી પ્લાનિંગ જુદા જુદા કોન્ટ્રાસેપ્ટીવ મેથડ ના એક્સેસ નું એક્સપાન્સન કરવું આ કોન્ટ્રાસેપ્ટીવ્સ જેમ કે, શોર્ટ ટર્મ કોન્ટ્રાસેપ્ટીવ( ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પીલ્સ) લોંગ ટર્મ કોન્ટ્રાસેટીવ ( IUDS, સ્ટરિલાઇઝેશન).

મેટરનલ હેલ્થ

  • સેફ પ્રગ્નેન્સિ અને ડિલિવરી એન્સ્યોર કરવા માટે , કોમ્પ્રાહેંસીવ એન્ટિનેટલ કેર (ANC), સ્કિલ બર્થ અટેન્ડન્ટ અને પોસ્ટનેટલ કેર (PNC) પ્રોવાઇડ કરવી. આમાં રેગ્યુલર ચેક-અપ, કોમ્પ્લીકેશન્સનું મેનેજમેન્ટ અને ડિલિવરી પછી ના સપોર્ટ નો ઇનવોલ્વમેન્ટ થાય છે.
  • એડોલ્સન્ટ રીપ્રોડક્ટિવ હેલ્થ એડોલ્સન્ટ રીપ્રોડક્ટિવ હેલ્થમાં એડોલ્સન્ટ ને સેક્સ્યુઅલ હેલ્થ પ્રિવેશન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું

2)ચાઇલ્ડ હેલ્થ સર્વિસિસ

  • ઇમ્યુનાઇઝેશન ટ્યુબરક્યુલોસિસ (BCG), પોલિયો, ડિપ્થેરિયા, ટીટેનસ, પેર્ટ્યુસિસ (ડીટીપી), હેપેટાઇટિસ બી અને મિઝલ્સ જેવા રોગો માટે વેક્સિનેશન પ્રોવાઇડ કરવા માટે વેક્સિનેશન પ્રોગ્રામ નો અમલ અને વિસ્તરણ કરવુ.
  • ન્યુટ્રીશન બ્રેસ્ટફીડિંગ ને પ્રમોટ કરવુ,ન્યુટ્રીશન સપ્લીમેન્ટ્રી (જેમ કે વિટામીન A અને આયર્ન-ફોલિક એસિડ) પૂરી પાડવી, અને બાળકોના માલન્યુટ્રીશન અને ગ્રોથ રિટારડેશન સામે લડવા માટેના કાર્યક્રમોનો અમલ કરવો.
  • ગ્રોથ મોનિટરિંગ ડેવલોપમેન્ટલ ડિલે નુ અર્લી આઇડેન્ટિફિકેશન દ્વારા ચાઇલ્ડ ના ગ્રોથ અને ડેવલોપમેન્ટ નુ રેગ્યુલર અસેસમેન્ટ અને રેગ્યુલર મોનિટરિંગ કરુ.

3)ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ

  • ડિસીઝ સર્વેઇલંન્સ સર્વેઇલંન્સ સિસ્ટમો અને રિસ્પોન્સ સ્ટ્રેટેજીસ દ્વારા કોમ્યુનિકેબલ ડિસીઝ નું મોનીટરીંગ અને મેનેજમેન્ટ કરવુ..
  • પ્રેવેન્ટીવે હેલ્થ સર્વિસિસ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ, અને હાઇજીન એન્ડ સેનિટેશન અને ડિસીઝ પ્રિવેન્શન પર હેલ્થ એજ્યુકેશન જેવી સર્વિસીસ ઓફર કરે છે.

4)હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ હ્યૂમન રિસોર્સિસ

  • ફેસિલિટી અપગ્રેડસ ક્વોલિટીયુક્ત સર્વિસીસની ડિલિવરી એન્સ્યોર કરવા, નવી ફેસીલીટી કન્સ્ટ્રક્શન અને હાલની સુવિધાઓમાં સુધારો સહિત હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રકચર ને સ્ટ્રેન્ધેન અને અપગ્રેડ કરવું.
  • ટ્રેઇનિંગ એન્ડ કેપેસીટી બિલ્ડિંગ હેલ્થ કેર પ્રોવાઇડર્સ ને RCH સર્વિસીસ માં સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે તેમને તેમની સ્કિલ ને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવી

5)કમ્યૂનિટી પાર્ટીશીપેશન એન્ડ એમપાવરમેંટ

  • કમ્યૂનિટી એન્ગેજમેંટ કમ્યુનિટી ને અવેરનેસ દ્વારા,હેલ્થ એજ્યુકેશન દ્વારા તથા હેલ્થ કમિટીમાં પાર્ટીશીપેશન કરી કોમ્યુનિટી નું ઇન્વોલ્વમેન્ટ કરવું.
  • એમ્પાવરમેંટ ઇનીસિએટીવ્સ કમ્યુનિટી-સંચાલિત હેલ્થ સોલ્યુશન્સ ને પ્રમોટ કરવામાં વુમન ગ્રુપ, સેલ્ફ હેલ્પ ગ્રુપ અને અન્ય લોકલ ઓર્ગેનાઇઝેશન ને સપોર્ટ પ્રોવાઇડ કરવો.

6) હેલ્થ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ એન્ડ ડેટા મેનેજમેંટ

  • ડેટા કલેક્શન એન્ડ મેનેજમેંટ RCH રિલેટેડ ડેટા ને કલેક્શન , મેનેજમેન્ટ તથા એનાલાઇસીસ કરવા માટે હેલ્થ ઇન્ફોર્મેશન સિસ્ટમ ને ડેવલોપ કરવી તથા તેને મેઇન્ટેઇન કરવું.
  • મોનિટરિંગ એન્ડ ઇવાલ્યુએશન પ્રોગ્રામ ની ઇફેક્ટીવનેસ નું કંટીન્યુઅસલી ઇવાલ્યુએશન તથા મોનિટરિંગ કરવું.

7) બિહેવ્યર ચેન્જ કમ્યુનિકેશન (BCC)

  • કમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ રીપ્રોડક્ટિવ તથા ચાઇલ્ડ હેલ્થ માટેની હેલ્થી પ્રેક્ટિસ માટે બિહેવ્યર ચેન્જ કોમ્યુનિકેશન ને ડિઝાઇન તથા તેનું ઇમ્પલીમેન્ટેશન કરવું.
  • એજ્યુકેશનલ કંમ્પેઇનિંગ રીપ્રોડક્ટિવ તથા ચાઇલ્ડ હેલ્થ ઇસ્યુસ વિશે અવેરનેસ લાવવા માટે એજ્યુકેશન મટીરીયલ્સ નું કલેક્શન તથા ડિસ્ટ્રીબ્યુશન કરવું.

8 ઇન્ટિગ્રેશન ઓફ સર્વિસિસ

  • સર્વિસ ઇન્ટિગ્રેશન કોમ્પ્રાહેન્સીવ સર્વિસ પ્રોવાઇડ કરવા માટે RCH સર્વિસીસ ને બીજા હેલ્થ પ્રોગ્રામ્સ સાથે ઇન્ટીગ્રેશન કરવું.
  • રેફરલ સિસ્ટમ્સ જુદા જુદા લેવલની હેલ્થ કેર સિસ્ટમમાંથી પેશન્ટ એ પ્રોપરલી કેર લઇ શકે તે માટે રેફરલ સર્વિસીઝ પ્રોવાઇડ કરવી.

9) પોલિસી સપોર્ટ એન્ડ પ્લાનિંગ

  • પોલિસી ડેવલપમેંટ RCH -II ના ગોલને સપોર્ટ કરે તેવી પોલીસીસ તથા સ્ટ્રેટેજીને ફોર્મ્યુલેટ કરવા માટે કંટ્રીબ્યુશન પ્રોવાઇડ કરે.
  • પ્રોગ્રામ પ્લાનિંગ RCH પ્રોગ્રામના પ્લાનિંગ, મેનેજમેન્ટ તથા તેના ઇમ્પલિમેન્ટેશન માટે જુદા જુદા એડમિનિસ્ટ્રેટીવ લેવલ પર આસિસ્ટ કરવું.
    આ કમ્પોનન્ટ નો કલેક્ટીવલી એઇમ મેટરનલ અને ચાઇલ્ડ હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા , ડેથ રેટ ઘટાડવા અને સમગ્ર કમ્યુનિટીમાં સસ્ટેઇનેબલ હેલ્થ પ્રેક્ટિસિસને પ્રમોટ કરવાનો છે.

🔸2.Write old age associated health problems.
ઓલ્ડ એજ ને લગતા હેલ્થ પ્રોબ્લેમ્સ વિશે લખો.

ઓલ્ડ એજ ને લગતા હેલ્થ પ્રોબ્લેમ્સ: સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓ દ્વારા અનુભવાતી હેલ્થ પ્રોબ્લેમ વ્યાપકપણે બદલાય શકે છે પરંતુ ઘણી વખત તેમાં ક્રોનિક કન્ડિશન, ડિજનરેટિવ ડિસીઝ અને એજ રિલેટેડ ઇસ્યુસ નો સમાવેશ થાય છે.

અહીં, વૃદ્ધ વ્યક્તિઓ માં જોવા મળતી હેલ્થ પ્રોબ્લેમ છે:

  • 1) કાર્ડીઓવાસ્ક્યુલર ડીસીઝ: કન્ડિશન જેમકે હાઇપરટેન્શન (હાઇ બ્લડ પ્રેશર), કોરોનરી આર્ટરી ડીસીઝ, હાર્ટ ફેઇલ્યોર, આ કન્ડિશન એ વૃદ્ધોમાં સામાન્ય રીતે તેના એજ ના રિલેટેડ તથા બ્લડ વેસેલ્સ ની ઇલાસ્ટીસીટી રીડ્યુસ થવાના કારણે અને લાઇફ સ્ટાઇલ ફેક્ટર ના કારણે હાર્ટ ની પ્રોબ્લેમ અરાઇઝ થય શકે છે.
  • 2)ઓસ્ટીઆર્થેરાઇટીસ અને જોઇન્ટ ની પ્રોબ્લેમ: ઓસ્ટીઆર્થેરાઇટીસ જેવા ડીજનરેટિવ જોઇન્ટ ડિસીઝ એ ઓલ્ડર એડલ્ટસ માં મોબીલિટી અને લાઇફ ની ક્વોલિટી ને અફેક્ટ કરે છે, જેના કારણે પેઇન,સ્ટીફનેસ અને રેન્જ ઓફ મોશનમાં ઘટાડો થાય છે.
  • 3) ઓસ્ટી ઓપોરોસીસ: એક એવી કન્ડિશન છે જ્યાં બોન એ ફ્રેજાઇલ બની જાય છે અને ફ્રેક્ચર થવાની સંભાવના છે, ઘણી વખત એજ ની સાથે બોન ની ડેન્સીટી માં ઘટાડો થવાને કારણે ઓસ્ટી ઓપોરોસીસ ની કન્ડિશન જોવા મળે છે, ખાસ કરીને પોસ્ટમેનોપોઝલ વુમન માં મેઇન્લી જોવા મળે છે.
  • 4)ડાયાબિટીસ: ટાઇપ 2 ડાયાબિટીસ ઉંમર સાથે વધુ પ્રિવેલેન્ટ બને છે, જે બ્લડ માં સુગર ના લેવલ ને કન્ટ્રોલ કરવાની શરીર ની એબીલીટી ને અસર કરે છે.
  • 5)રેસ્પીરેટરી પ્રોબ્લેમ: ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD),જેમાં એમ્ફાઇસેમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસ નો સમાવેશ થાય છે, તે એજ સાથે વધી શકે છે, ત્યારબાદ તે રેસ્પીરેસન અને લંગ્સ ના ઇન્ટરનલ ફંક્શન ને અફેક્ટ કરે છે.
  • 6)ન્યુરોલોજીકલ ડિસઓર્ડર: અલ્ઝાઇમર ડિસીઝ અને ડેમેન્સિયા ના અન્ય ફોર્મ એ લોકોની ઉંમર સાથે વધુ કોમન બને છે, જે મેમરી, કોગ્નીશન અને ડેઇલી ફંક્શન ને અફેક્ટ કરે છે.
  • 7)વિઝન એન્ડ હિયરિંગ લોસ: એજ રીલેટેડ વિઝન પ્રોબ્લેમ જેમ કે કેટ્રેક, ગ્લુકોમા અને મેક્યુલર ડિજનરેશન, તેમજ હિયરિંગ લોસ , એલ્ડર પીપલ્સ મા વધારે જોવા મળે છે અને લાઇફ ની ક્વોલિટી ને સિગ્નિફિકનટ્લી રીતે અસર કરી શકે છે.
  • 8)મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ: વૃદ્ધ વયના લોકોમાં ડિપ્રેશન અને એન્ઝાઇટી થઇ શકે છે, જે ઘણીવાર જીવનના ફેરફારો, લાંબા સમય ની માંદગી, સોસિયલ આઇસોલેશન અથવા શોક સાથે જોડાયેલ હોય છે.
  • 9) ઇનકન્ટીનન્સ: બ્લાડર અને બોવેલ કન્ટ્રોલ ની પ્રોબ્લેમ એજ સાથે વધુ કોમન બને છે, જે ઇન્ડીપેન્ડન્સી અને લાઇફ ની ક્વાલિટી ને અસર કરે છે.
  • 10)ન્યુટ્રીશનલ ડેફીસિયન્સી ઓલ્ડર એડલ્ટસ ને વિટામિન ડી, વિટામિન બી 12 અને કેલ્શિયમ જેવા આવશ્યક પોષક તત્ત્વો ની ડેફિસીયન્સી અનુભવી શકે છે, જે બોન ના હેલ્થ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાળો આપે છે.
  • 11)ફોલ એન્ડ ફ્રેક્ચર: સ્નાયુઓની શક્તિમાં ઘટાડો, સંતુલનની સમસ્યાઓ અને ઓસ્ટીયોપોરોસીસ જેવા પરિબળોને લીધે, ફ્રેક્ચર તરફ દોરી જતા ફોલડાઉન એ વૃદ્ધોમાં નોંધપાત્ર ચિંતાનો વિષય છે.
  • 12) મેડિકેશન મેનેજમેન્ટ: પોલિફાર્મસી (ઘણી દવાઓ લેવી) અને દવાઓની ક્રિયાપ્રતિક્રિયાઓ વૃદ્ધ લોકો માટે જોખમ ઊભું કરી શકે છે, જેમાં સાવચેતીપૂર્વક સંચાલન અને દેખરેખની જરૂર પડે છે.
  • 13) સ્કિન કન્ડિશન: ઉંમર સાથે સ્કિન પાતળી અને વધુ નાજુક બને છે, સ્કિન ના ઇન્ફેક્શન, પ્રેશર અલ્સર અને અન્ય ત્વચા સંબંધી સમસ્યાઓ પ્રત્યે સસેપ્ટીબીલીટી ઇન્ક્રીઝ થાય છે.
  • 14) સ્લિપ ડિસઓર્ડર વૃદ્ધ વયસ્કોમાં ઇનસોમ્નીયા અને અન્ય સ્લિપ ડિસઓર્ડર એ સામાન્ય છે, જે એકંદર હેલ્થ અને વેલ્બીંગ ને અફેક્ટ કરે છે.
  • આ હેલ્થ પ્રોબ્લેમ્સ ને મેનેજ કરવા માટે કોમ્પ્રાહેન્સીવ એપ્રોચિસ ની જરૂર છે જેમાં નિયમિત હેલ્થ સ્ક્રીનિંગ , પ્રિવેન્ટીવ હેલ્થકેર મેઝર્સ , ક્રોનિક કન્ડિશન નું મેનેજમેન્ટ, હેલ્થી લાઇફ સ્ટાઇલ પસંદગી, સોસિયલ સપોર્ટ અને ઓલ્ડર એડલ્ટસ ની જરૂરિયાતો ને અનુરૂપ યોગ્ય આરોગ્યસંભાળ સેવાઓની ઍક્સેસ નો સમાવેશ થાય છે.

🔸3.Write control measures for STD
એસ.ટી.ડી ને નિયંત્રણ માં રાખવાના પગલાંઓ લખો.

STD( Sexually Transmitted Diseases) ને કન્ટ્રોલ કરવા માટેના મેઝર્સ: સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ના કંટ્રોલિંગ મેઝર્સમાં પ્રવેન્શન, ડાયગ્નોસીસ, ટ્રીટમેન્ટ, તથા પબ્લિક હેલ્થ ઇન્ટરવેન્શન ને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટેજીસ નું સંયોજન ઇનવોલ્વ છે.

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ( STD ) ના કંટ્રોલિંગ મેઝર્સ નીચે મુજબ છે:

1) પ્રીવેન્ટીવ મેઝર્સ: હેલ્થ એજ્યુકેશન એન્ડ પ્રમોશન

અવેરનેસ:

  • કોમ્યુનિટી આઉટરીચ, સ્કૂલ, મીડિયા, તથા હેલ્થ કેર ફેસેલીટીસ દ્વારા લોકોને સેક્સયુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD)
  • તેનું મોડ ઓફ ટ્રાન્સમિશન, તથા તેના પ્રિવેન્ટીવ મેઝર્સ માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

બિહેવ્યરલ ઇન્ટરવેશન: સેફર સેક્સ્યુઅલ બિહેવ્યર ને એ એડોપ્ટ કરવું જેમ કે કોન્ટ્રાસેપ્ટીવ મેથડ્સ ના બેરિયર મેથડ નો યુઝ કરવો તથા સેક્સ્યુઅલ પાર્ટનર્સ ના નંબર માં ઘટાડો કરવો.

પ્રિવેન્સન પ્રોગ્રામ: તેમાં કોમ્પ્રાહેંસીવ સેક્સ્યુઅલ હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ નું ઇમ્પલીમેન્ટેશન કરવામાં આવે છે.જેમા STD ના પ્રવેન્શન તથા કોન્ટ્રાસેપ્શન વિશે પ્રોગ્રામ્સ ચલાવવામાં આવે છે.

એક્સેસ ટૂ કોન્ટ્રાસેપ્સન: કોન્ટ્રાસેપ્ટિવસ ની અવેઇલિબ્ટી તથા એક્સેસ છે કે નહીં તે ખાતરી કરવી જેના કારણે અનઇન્ટેન્ટેડ પ્રેગ્નેન્સી ના રિસ્ક ને રિડ્યુસ કરી શકાય કે જે STD (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ)ના ટ્રાન્સમિશન થવા માટેના રિસ્ક ને ઇન્ક્રીઝ કરે છે.

વેક્સીનેશન:

  • HPV (હ્યુમન પેપિલોમાવાયરસ) વેક્સિન: HPV ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરવા માટે હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) વેક્સિન ને પ્રમોટ કરવુ અને તેનું એડમિનિસ્ટ્રેશન કરવું, જેના કારણે સર્વાઇકલ કેન્સર અને અન્ય જીનાઇટલ કેન્સર થય શકે છે.
  • હિપેટાઇટિસ B વેક્સિન: લિવર ના ડિસીઝ ને રોકવા અને સેક્સ્યુઅલ કોન્ટેક્ટ દ્વારા ટ્રાન્સમિશન ને ઘટાડવા માટે હિપેટાઇટિસ બી વાયરસ સામે યુનિવર્સલ વેક્સિનેશન પ્રોવાઇડ કરવુ.

2) સ્ક્રિનિંગ એન્ડ અર્લી ડિટેકશન:

રૂટિન ટેસ્ટિંગ:

  • કોમન સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ માટેના ટેસ્ટ કરવા જેમાં, HIV, સિફિલિસ,ગોનોરિયા, ક્લેમાઇડિયા, એન્ડ હ્યુમન પેપીલોમા વાયરસ ( HPV).
  • કોમ્પ્રાહેંસીવ હેલ્થ વિઝીટના પાર્ટ સ્વરૂપે રેગ્યુલરલી સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડિસીઝ નુ સ્ક્રિનિંગ કરાવવુ.
  • પાટૅનર નોટીફીકેશન: STD નું ડાયગ્નોસીસ થયેલ વ્યક્તિઓ ને તેમના સેક્સ્યુઅલ પાર્ટનર્સ ને નોટીફાઇ કરવા અને વધુ ટ્રાન્સમિશન થતુ પ્રિવેન્ટ કરવા માટે ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ કરાવવા માટે એન્કરેજ કરવા.

3) ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટ:સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ( STD )નુ અર્લી ડાયગ્નોસીસ કરવું તથા ડાયનોસિસ થયા બાદ એપ્રોપ્રિએટ એન્ટિબાયોટિક તથા એન્ટિવાયરલ મેડીકેશન એ ઇન્ફેક્શન ને ક્યોર કરવા માટે, સિમટોન્સ ને રિલિવ કરવા માટે તથા કોમ્પ્લિકેશન થતું પ્રિવેન્ટ કરવા માટે પ્રોવાઇડ કરવી.

પાર્ટનર ટ્રીટમેન્ટ:જે વ્યક્તિને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એ ડાયગ્નૉસ(STI )થયું હોય તે વ્યક્તિના સેક્સ્યુઅલ પાર્ટનર નું પણ પ્રોપરલી ટેસ્ટિંગ કરાવવું જેના કારણે ફરધર ઇન્ફેક્શન અને ટ્રાન્સમિટ થતુ પ્રિવેન્ટ કરી શકાય અને કોમ્પ્લિકેશન થતા યુઝ કરી શકાય.

4) પબ્લિક હેલ્થ ઇન્ટરવેન્શન:

  • સર્વેઇલંન્સ એન્ડ મોનીટરિંગ: પબ્લિક હેલ્થ સ્ટ્રેટેજીસ ને જાણ કરવા અને ઇફેક્ટિવ રીતે રિસોર્સીસ ને એલોકેટ કરવા માટે સર્વેલન્સ સિસ્ટમ્સ દ્વારા STD ના પ્રિવેલેન્સ અને ટ્રેન્ડસ નું નિરીક્ષણ કરવું.
  • આઉટરિચ એન્ડ ટેસ્ટીંગ પ્રોગ્રામ: આઉટરીચ પ્રોગ્રામ્સ, મોબાઇલ ક્લિનિક્સ અને કોમ્યુનીટી-બેઝ્ડ ટેસ્ટિંગ ઇનિશિયેટિવ્સ ને ઇમ્પલીમેન્ટ માં મૂકવી તથા ઓછી સેવા ધરાવતી વસ્તી સુધી પહોંચવા અને STD માટે ટેસ્ટિંગ ને પ્રોત્સાહન આપવું.
  • કોન્ટેક્ટ ટ્રેસિંગ: એસટીડી ( STD ) ના કોન્ટેક્ટ માં આવેલી વ્યક્તિઓ ને ઓળખવા અને નોટિફાઇડ કરવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરવું, ટેસ્ટિંગ ઓફર કરવું અને કાઉન્સેલિંગ અને ટ્રીટમેન્ટ સર્વિસીસ પ્રોવાઇડ કરવી.

5) પ્રમોશન ઓફ વેક્સિન અવેઇલીબ્લીટી: અસોસીએટેડ કેન્સર અને લીવર ના ડિસિઝ ના ઇન્સીડન્સ ને ઘટાડવા માટે HPV ( હ્યુમન પેપિલોમાવાયરસ ) અને હેપેટાઇટિસ B જેવા પ્રિવેન્ટટેબલ હોય તેવા STD માટે વેક્સિનેશન પ્રોગ્રામ ને પ્રમોટ કરવુ તથા તેનુ ઇમ્પ્લીમેન્ટેશન કરવું.

6) એડ્રેસિંગ સોશિયલ એન્ડ બિહેવ્યરલ ડિટરમીનન્ટસ:

  • હેલ્થ ઇક્વિટી: હેલ્થ ના સોશિયલ ડીટરમિનન્સ ને એડ્રેસિંગ કરીને જેમ કે પોવર્ટી, સ્ટીગમાં, ડિસ્ક્રિમેશન, તથા હેલ્થ કેર ફેસિલિટીઝ નો અભાવ હોવાના કારણે હેલ્થ ઇનઇક્વાલિટીસ જોવા મળે છે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ઇન્ફેક્શન (STI ) થવા માટેના રિસ્ક ઇન્ક્રીઝ થાય છે.
  • બિહેવ્યરલ કાઉન્સેલિંગ વ્યક્તિઓને સેફ સેક્સ્યુઅલ પ્રેક્ટિસિસ ને એડોપ્ટ કરવા અને રિસ્ક ફેક્ટર્સ ને ઘટાડવા માટે તથા એમ્પાવર બનાવવા માટે બિહેવ્યરલ કાઉન્સેલિંગ અને સપોર્ટ સર્વિસીસ પ્રોવાઇડ કરવી.

7) રિસર્ચ એન્ડ ઇનોવેશન:

  • નવા ડાયગ્નોસ્ટિક ટૂલ્સ, ટ્રીટમેન્ટ, વેક્સિન, તથા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ના પ્રિવેન્ટીવ સ્ટેટેજીસ ને ડેવલોપમેન્ટ કરવા માટે રિસર્ચ ઇનિસીએટીવ્સ ને સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • આ કોમ્પ્લાયન્સિવ કંટ્રોલિંગ મેજર્સ નું ઇમ્પલીમેન્ટેશન કરીને પબ્લિક હેલ્થ ઓથોરિટીઝ, હેલ્થ કેર પ્રોવાઇડર્સ તથા કોમ્યુનિટી ઇફેક્ટિવ રીતે STD ના બરડન ને ઘટાડી શકે છે, સેક્સ્યુઅલ હેલ્થ ને પ્રમોશન આપી શકે છે અને ઓવર ઓલ પોપ્યુલેશન હેલ્થ આઉટકમ મા સુધારો કરી શકાય છે.

🔸4.Write Functions of DGHS
ડી.જી.એચ.એસ ના કાર્યો લખો.

ડાયરેકટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ(DGHS) ના કાર્યો: ડાયરેકટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ(DGHS) મેડિકલ એન્ડ પબ્લિક હેલ્થ બાબતો માટે કેન્દ્ર સરકાર ને મુખ્ય સલાહકાર તરીકે કામગીરી કરે છે હેલ્થ સર્વિસમાં ડાયરેક્ટર ની નિમણૂક કરવામાં આવે છે જેને એડિશનલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ, ડેપ્યુટી ઓફિસર એન્ડ અધર એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ મદદ કરે છે.

ડાયરેક્ટોરેટ ના મુખ્ય ત્રણ યુનિટ છે.

  • 1) મેડિકલ કેર એન્ડ હોસ્પિટલ્સ,
  • 2) પબ્લિક હેલ્થ,
  • 3) જનરલ એડમિનિસ્ટ્રેટિવ.

ફંકશન ઓફ ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ( DGHS )

ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ ના મેઇન્લી બે ફંક્શન છે.

  • 1) જનરલ ફંક્શન,
  • 2) સ્પેસિફિક ફંક્શન

1) જનરલ ફંક્શન:

  • 1) સર્વે,
  • 2) પ્લાનિંગ,
  • 3) કોઓર્ડીનેશન,
  • 4) પ્રોગ્રામિંગ,
  • 5) અપરેઇઝલ ઓફ ઓલ હેલ્થ મેટર્સ ઇન ધ કંન્ટ્રી.

1) સર્વે:

  • DGHS પબ્લિક હેલ્થ ઇન્ડિકેટર્સ, ડિસીઝ પ્રિવેલેન્સ, કેર નીડ્સ અને ડેમોગ્રાફિક ટ્રેન્ડસ પર ડેટા એકત્રિત કરવા માટે સર્વે અને અસેસમેન્ટ કરે છે.
  • આ સર્વે પરથી વસ્તીના હેલ્થ ના સ્ટેટસ ને સમજવામાં અને હેલ્થ અને પ્રોગ્રામ ની જાણ કરવામાં મદદ કરે છે.

2) પ્લાનિંગ:

  • સર્વે કર્યા પછી તથા બીજા ડેટાને ફાઇન્ડ કર્યા પછી ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ (DGHS) હેલ્થ કેર સર્વિસીસ ની સ્ટ્રેટેજીસ ને પ્લાનિંગ કરે છે.
  • આમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ઇમ્પ્રુવ કરવા માટે,ઇફેક્ટીવ રીતે રિસોર્સિસ ની ફાળવણી કરવા અને હેલ્થ ઇસ્યુસ ને રિડ્યુસ કરવા માટે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ની પ્લાન ને ડેવલોપ કરવામા આવે છે.

3) કોઓર્ડીનેશન:

  • ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ( DGHS )એ જુદા જુદા હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે, એજન્સી સાથે તથા હિતધારકો સાથે એક્ટિવિટીસ નું કોઓર્ડીનેશન કરે છે.
  • તેના કારણે એ ખાતરી કરી શકાય છે કે હેલ્થ પ્રોગ્રામ નું ઇફેક્ટિવલી રીતે ઇમ્પલિમેન્ટેશન થાય છે, એફોટ્સ ના ડુપ્લિકેશન ને પ્રિવેન્ટ કરી શકાય, તથા રિસોર્સીસ ના યુટીલાઇઝેશન ને ઓપ્ટિમાઇઝિંગ બનાવી શકાય.

4) પ્રોગ્રામિંગ:

  • હેલ્થ પ્રોગ્રામ અને ઇનીસીયેટીવ્સ નુ ડેવલોપમેન્ટ અને ઇમ્પલીમેન્ટેશન એ DGHS નું મુખ્ય કાર્ય છે.
  • જેમાં ડીસીઝ ને પ્રીવેન્શન માટે, હેલ્થના પ્રમોશન માટે, મેટર્નલ તથા ચાઇલ્ડ હેલ્થ, વેક્સીનેશન કંપેઇનીંગ તથા બીજા પબ્લિક હેલ્થ ઇન્ટરવેશન
    માટેના પ્રોગ્રામ્સ ની રચના નો સમાવેશ થાય છે.

5) અપરેઇઝલ ઓફ ઓલ હેલ્થ મેટર્સ ઇન ધ કન્ટ્રી:

  • DGHS હેલ્થ પ્રોગ્રામ અને પોલિસીસ ની ઇફેક્ટીવનેસ, ઇમ્પેક્ટ અને ઓબ્જેકટીવ ના પાલન નું અસેસમેન્ટ કરવા માટે અપરેઇસીસ અને ઇવાલ્યુએશન કરે છે.
  • નિયમિત અસેસમેન્ટ હેલ્થ કેર પ્રણાલીમાં ઇમ્પ્રુવમેન્ટ માટે સ્ટ્રેન્થ, વિકનેસ અને એરિયા ને ઓળખવામાં મદદ કરે છે.

2) સ્પેસિફિક ફંક્શન:

  • 1) ઇન્ટરનેશનલ હેલ્થ રિલેશનશિપ એન્ડ ક્વોરેન્ટાઇન.
  • 2) કંટ્રોલ ઓફ ડ્રગ સ્ટાન્ડર્ડસ
  • 3) મેડિકલ સ્ટોર ડિપોટ્સ
  • 4) પોસ્ટગ્રેજ્યુએશન ટ્રેઇનીંગ
  • 5) મેડિકલ એજ્યુકેશન
  • 6) મેડિકલ રિસર્ચ
  • 7) સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ
  • 8) નેશનલ હેલ્થ પ્રોગ્રામ
  • 9) સેન્ટ્રલ હેલ્થ એજ્યુકેશન બ્યુરો(C.H.E.B)
  • 10) હેલ્થ ઇન્ટેલિજન્સ
  • 11) નેશનલ મેડિકલ લાઇબ્રેરી મેનેજમેન્ટ

એક્સપ્લાનેશન:

  • 1) ઇન્ટરનેશનલ હેલ્થ રિલેશનશિપ એન્ડ ક્વોરેન્ટાઇન કન્ટ્રીના મુખ્ય બંદરો અને ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટ મેનેજમેન્ટ કરે છે વિવિધ દેશો સાથે હેલ્થના રિલેશનશિપ મેઇન્ટેન કરે છે અને ઇન્ફોર્મેશન ની આપ લે કરે છે અને ડીસીઝ ને સ્પ્રેડ થતુ કંટ્રોલ કરવામાં મહત્વ ની કામગીરી કરે છે.
  • 2) કંટ્રોલ ઓફ ડ્રગ સ્ટાન્ડર્ડ: ડ્રગ કંટ્રોલર ની દેખરેખ હેઠળ મેડીકેશન ની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ ને મેઇન્ટેન કરે છે. નક્કી કરેલા સ્ટાન્ડર્ડ મુજબ કેન્દ્ર તથા રાજ્ય સરકારના ઓફિસર દ્વારા દવાઓનો યોગ્ય રીતે પ્રોડક્શન કરે અને તેનુ ડિસ્ટ્રીબ્યુશન કરે છે.
  • 1940 ના ડ્રગ એક્ટ મુજબ દવાઓની ક્વોલિટી પણ ચેક કરે છે.
  • 3) મેડીકલ સ્ટોર ડિપોટ્સ: સેન્ટ્રલ લેવલે મુખ્ય મેડિકલ ડિપોટ્સ ચલાવે છે જેમ કે મુંબઇ , ચેન્નઇ, કોલકત્તા, ગોવાહાટી કરનાલ, હૈદરાબાદ જે તેના વિસ્તાર ના રાજ્યોને જરૂર મુજબ મેડિસિન એક્વીપમેન્ટ વગેરે નું વિતરણ અને તેનું મેનેજમેન્ટ કરે છે. તેઓ સસ્તી અને ક્વોલિટી વાળી મેડિસિનનું પ્રોડક્શન કરાવી અને જરૂર મુજબ સપ્લાય કરાવે છે.

4) પોસ્ટ ગ્રેજ્યુએશન ટ્રેઇનીંગ:

  • જુદી જુદી નેશનલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ જુદા જુદા હેલ્થ પર્સન ને પોસ્ટ ગ્રેજ્યુએશન( P.G. Course)ની ટ્રેઇનિંગ આપવાની જવાબદારી આપે છે જેમાં,
  • ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એટ( AIIMS )- ન્યુ દિલ્હી.
  • ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ હાયજીન એન્ડ પબ્લિક હેલ્થ – કોલકત્તા.
  • ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ- બેંગ્લોર.
  • નેશનલ ટ્યુબરક્યુુલોસીસ ઇન્સ્ટિટ્યૂટ- બેંગલોર.
  • સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ- કસૌલી.
  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ-દિલ્હી.
  • નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલીવેલ ફેર- ન્યુ દિલ્હી.
  • રાજકુમારી અમૃત કોર( RAK) કોલેજ ઓફ નર્સિંગ – ન્યુ દિલ્હી.
  • પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન- ચંદીગઢ.

5) મેડિકલ એજ્યુકેશન: વિવિધ મેડિકલ કોલેજ નું ડાયરેક્ટ મેનેજમેન્ટ કરે છે જેમ કે,લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ અને એસોસિયેટેડ SSK અને KSC, મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, મેડિકલ કોલેજ પુડુચેરી એન્ડ ગોવા આ આ મેડિકલ કોલેજો સિવાય, ભારતમાં ઘણી મેડિકલ કોલેજો છે જેને સેન્ટર દ્વારા ગાઇડન્સ અને સપોર્ટ આપવામાં આવે છે.

6) મેડિકલ રિસર્ચ: દેશમાં મેડિકલ રિસર્ચ મોટે ભાગે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ( I.C.M.R = ફાઉન્ડેડ ઇન 1911) ન્યુ દિલ્હી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે.
હ્યુમન ડીસીઝ અને તેના કોઝ, ટ્રીટમેન્ટ,સર્વે અને પ્રિવેન્શન માટે રિસર્ચ કામમાં ઇકોનોમિક તેમજ બીજી હેલ્પ કરે છે. તમામ પ્રકારનું ફંડ યુનિયન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા પૂરું પાડવામાં આવે છે.

મેડિકલ ક્ષેત્રે વિવિધ સંશોધન સંસ્થાઓનું સંચાલન કરે છે જેમ કે: કેન્સર રિસર્ચ સેન્ટર- ચેન્નઇ, ટ્યબરક્યુલોસીસ કિમોથેરાપી સેન્ટર- ચેન્નઇ, વાયરસ રિસર્ચ સેન્ટર- પુના, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન એટ -હૈદરાબાદ.

7) સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ( C.G.H.S):જે વિમા નું સુરક્ષા કવચ પ્રોવાઇડ કરે છે જે અંતર્ગત વિવિધ એકસીડન્ટ, ડીસીઝ તથા ડેથ વગેરે માં સહાય મળે છે.

8) નેશનલ હેલ્થ પ્રોગ્રામ:નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં કરોડો રૂપિયાનો ફંડ જોઈએ તેવા પ્રોગ્રામ ચલાવે છે સામાન્ય રીતે કેન્દ્રીય સહાય વગર આ પ્રોગ્રામ સફળ થતાં નથી, પ્લાનિંગ, ગાઇડન્સ અને કોઓર્ડીનેશન માટેનું ખૂબ અગત્યનું કાર્ય આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

9) સેન્ટ્રલ હેલ્થ એજ્યુકેશન બ્યુરો( C.H.E.B):લોકોમાં હેલ્થ વિશે અવેરનેસ લાવવા માટેના આરોગ્ય શિક્ષણ તૈયાર કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે જે જુદા જુદા લેવલના હેલ્થ વર્કરને જુદા જુદા પ્રકારની ટ્રેનીંગ આપવાનું પણ પ્લાનિંગ કરે છે.

10) હેલ્થ ઇન્ટેલિજન્સી:હેલ્થ ઇન્ટેલિજન્સી એ હેલ્થ રીગાર્ડીંગ ઇન્ફોર્મેશન ઇન બધા જ સ્ટેટ તથા ઇન્ટરનેશનલ એજન્સીસ માં પ્રોવાઇડ કરે છે.

11) નેશનલ મેડિકલ લાઇબ્રેરી: નેશનલ મેડિકલ લાઇબ્રેરી એ 1966 મા તે ડિક્લેર કરવામાં આવી જેનો મુખ્ય હેતુ મેડિકલ હેલ્થ અને તેની સાથે સંકળાયેલા સાયન્સ માં એડવાન્સમેન્ટ લાવવાનો છે તથા તેનો મુખ્ય ઓબ્જેકટીવ એ પ્રોફેશનલ બુક, જર્નલ અને મેડિકલ રિપોર્ટ વગેરેની આપલે કરવી.

Q-4 Write short note (Any Three) ટૂંક નોંધ લખો.(કોઇ પણ ત્રણ) 3×4=12

🔸1.Geriatric nursing Care- વૃધ્ધા વસ્થા ની સારવાર

જીરિયાટ્રીક નર્સિંગ કેર:

  • ઓલ્ડ એજ એ યુનિવર્સલ છે. આ ઉમર દરમિયાન જુદી જુદી ઘણી જરૂરિયાતો રહે છે ઓલ્ડ એ જ એ કોઇ ડીઝીઝ નથી કે જેને આપણે નાબૂદ કરી શકીએ આ એક ક્રમશઃ જીવનનું સ્ટેપ છે અને આ સ્ટેપ દરમિયાન એક્સિડન્ટ ,ઇન્ફેક્શન, ડિસેબિલીટી થી પ્રોડક્ટ કરવાની જરૂરિયાત હોય છે.
  • કોમ્યુનિટી હેલ્થ નર્સ એ ફેમિલીમાં રહેતા વૃદ્ધો માટેની કેરમાં હેલ્પ કરવી જોઇએ તેમજ આવા વૃદ્ધોને સેફ હાઉસિંગ, ગુડ ડાયટ ,હેપ્પી સરાઉન્ડિંગ એરીયા તેમજ ચોક્કસ પ્રકારનું રિક્રિએશન મળી રહે તે માટે હેલ્પ કરવી જોઇએ જેના દ્વારા વૃદ્ધોમાં ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરી શકાય તેમ જ તે શાંતિથી જીવન જીવી શકે આ ઉપરાંત નીચે મુજબની કેરનું પણ ઇન્વોલમેન્ટ થાય છે.

ન્યુટ્રીશન

  • ઓલ્ડએજ ની વ્યક્તિ ને તેની કાર્યક્ષમતા અને કેલરી ની નીડ મુજબ બેલેન્સ ડાયટ માટે હેલ્થ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • તેમને એજ્યુકેશન આપવું કે ઇઝીલી ડાયજેસ્ટેબલ ફૂડ ને ઇન્ટેક કરવું તથા કોન્સ્ટીપેશન ન થાય તેવો ફાઇબર યુક્ત ડાયટ ઇનટેક કરવો.

કેર ઇન ઇલનેસ

  • ઓલ્ડ એજ પીપલ ને કેરફૂલી અટેન્શનની જરૂરિયાત હોય છે તેના માટે નર્સ એ વારંવાર વિઝીટ લેવી જોઇએ .
  • જો બેટરીડન હોય તો બેડસોર ન થાય તે માટે તેમના ફેમિલી ને એજ્યુકેશન આપવું જોઈએ.
  • આ ઉપરાંત તેના પર્સનલ હાયજીન માં બાથીંગ માઉથ ક્લિનિંગ માટે પણ એજ્યુકેશન આપવું જોઇએ.

એલિમિનેશન કેર

  • ઓલ્ડ એજ માં ડાયજેસ્ટિવ સિસ્ટમનું અને અન્ય ઓર્ગન નું ફંકશન ડીક્રીઝ થય જાય છે તેથી ડાયટ વિશે ખાસ એજ્યુકેશન આપવું.
  • યુરીનરી ઇનકન્ટીનન્સી હોય તો તેને કેર લેવા માટે એજ્યુકેશન આપવું તથા ઓલ્ડ એજ માટે તેના ટોયલેટ ની ફેસીલીટી પણ નજીક રહે તે રીતે વ્યવસ્થા કરવી જોઇએ.

એક્સરસાઇઝ

  • વૃદ્ધ લોકો કરી શકે તે પ્રમાણે તેમની અનુકૂળતા મુજબ તેમને એક્સરસાઇઝ કરવા માટે એજ્યુકેશન આપવું.

ઇમ્પેઇરમેન્ટ કેર

  • ઓલ્ડ એજ પીપલને હીયરીંગ, વિઝન, વોકિંગ સ્લીપિંગ વગેરેમાં મુશ્કરીઓ જોવા મળે છે આ બાબતે ફેમિલી મેમ્બર્સને સમજાવવું જોઇએ તેમની જરૂરિયાત મુજબ સ્પેશિયલાઇઝ્ડ ડોક્ટર નો કોન્ટેક કરી ટ્રીટમેન્ટ માટે રીફર કરવું જોઇએ ખાસ કરીને હિયરિંગ એઇડ, ઓપ્ટિકલ ડેન્ચર્સ વગેરે જેથી કરીને તેઓની મુશ્કેલીઓ ઓછી કરી શકાય.

રીક્રીએશન

  • વૃદ્ધને તેમની પસંદ અને અનુકૂળતા મુજબ ક્રિએશન મળે તેવી વ્યવસ્થા હોવી જોઇએ, ફેમિલીમાં તેમને ગમતું વર્તન કરવાની સલાહ આપવી જોઇએ તેના પર કોઇપણ પ્રકારનું પ્રેશર કરવું જોઇએ નહીં.
  • વૃદ્ધોના રીક્રીએશન માટે સોશિયલ એક્ટિવિટી, ઓલ્ડ મુવીસ, તથા સોંગ માટે, રેડિયો, મેગેઝીન પુસ્તકો વાંચવા વગેરે માટે તેમને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જોઇએ.

સાઇકો સોશિયલ પ્રોબ્લેમ

  • એજ પર્સન એ સાયકોલોજિકલી ડિસ્ટર્બ ન થાય તે માટે તેમને જુદી જુદી એક્ટિવિટીઝ માં ઇન્વોલ્વ કરવા જેના કારણે તેમને સાયકોલોજીકલ પ્રોબ્લેમ થતી પ્રિવેન્ટ કરી શકાય.
  • પ્રિવેન્શન ઓફ ઓલ્ડ એજ પ્રોબ્લેમ
  • ઓલ્ડ એજ ને તેમની એજ પ્રમાણે એક્ટિવિટી કરવા માટે એડવાઇઝ આપવી.
  • ઓલ્ડ એજ નુ એક્ટિવિટીસમાં ઇન્ટરેસ્ટ મેઇન્ટેન રહે તે માટેના મેઝર્સ લેવા.
  • ઓલ્ડ એજ ના માઇન્ડમાં ફ્યુચર પ્લાનિંગ અને એક્ટિવિટીઝના આઇડિયા ન આવે તે માટેના મેઝર્સ લેવા.
  • તેમને પૂરતું સેપરેટ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું જેથી તેમને લાગે કે તે અગત્યની વ્યક્તિ છે અને તે કોઇપણ પર આધારિત નથી ફેમિલી મેમ્બર્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે દરેક બાબતમાં તેમનો પણ ઓપિનિયન લેવો જેથી તેમનું માન જળવાય રહે.
  • દરેક આઇડિયા એ તેમની સામે રજૂ કરવા.
  • આમ ઉપરના જીરિયાટ્રીક નર્સિંગ માં નર્સિંગ નો રોલ મહત્વનો છે કે જે ઓલ્ડ એજ ને અફેક્ટ કરતા દરેક પરિબળ માં ઇમ્પ્રૂવમેન્ટ લાવી સ્પેશ્યલી ઓલ્ડ એજની ક્વોલિટી ઓફ લાઇફ ને મેઇન્ટેન કરી શકે.

🔸2.Functions of PHC- પી. એચ. સી. ના. કર્યો

PHC ના ફંક્શન

પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ફંક્શન્સ: રૂરલ એરિયામાં હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે ભોર કમિટી દ્વારા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ( PHC ) નું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું હતું જે પ્લેઇન એરિયામાં 30,000 ની પોપ્યુલેશન એ એક PHC હોય છે જ્યારે હિલી, ટ્રાઇબલ, તથા બેક વડૅ એરિયામાં 20,000 ની પોપ્યુલેશન એ એક PHC હોય છે કે જે કોમ્યુનિટીના પીપલ્સ ને હેલ્થ કેર સર્વિસીસ પ્રોવાઇડ કરે છે.

પ્રાઇમરી હેલ્થ સેન્ટર ( PHC ) ના કાર્યો નીચે મુજબ છે:

  • 1) મેડિકલ કેર
  • 2)MCH સર્વિસીસ ઇન્ક્લુડીંગ ફેમિલી પ્લાનિંગ.
  • 3) સેફ વોટર સપ્લાય એન્ડ બેઝિક સેનિટેશન.
  • 4) પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમીક ડિસીઝ
  • 5) કલેક્શન એન્ડ રિપોર્ટિંગ ઓફ વાઇટલ સ્ટેટેસ્ટિક્સ.
  • 6) એજ્યુકેશન અબાઉટ હેલ્થ.
  • 7) નેશનલ હેલ્થ પ્રોગ્રામ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ અવેરનેસ
  • 8) રેફરલ સર્વિસીસ
  • 9) ટ્રેઇનિંગ ઓફ હેલ્થ ગાઇડ,હેલ્થ વર્કર, લોકલ દાઇ એન્ડ હેલ્થ આસિસ્ટન્ટ.
  • 10) બેઝિક લેબોરેટરી સર્વિસીસ.

ડિસ્ક્રિપ્શન:

1) મેડિકલ કેર:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એક્યુટ તથા ક્રોનિક હેલ્થ કન્ડિશન ને ટ્રીટ કરવા માટે બેઝીક મેડિકલ કેર પ્રોવાઇડ કરે છે. તેમાં આઉટ પેશન્ટ સર્વિસીસ થ્રુ ડાયગ્નોસીસ, ટ્રીટમેન્ટ તથા માઇનર ઇલનેસ અને ઇંજરી માટેની ટ્રીટમેન્ટ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • કોમ્યુનિટી ની ઇમીડીયેટ હેલ્થ નીડ ને પહોંચી વળવા માટે માટે PHC મેડિકલ કેર એસેન્સિયલ છે
    મેડિકલ કેરમાં પેશન્ટ ને તેમના ડીઝીઝના પ્રમાણે ટેબલેટ, ઇન્જેક્શન, ડ્રેસીંગ, અને બીજી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રિવેન્ટીવ, ક્યુરેટીવ, પ્રમોટીવ કેર પ્રોવાઇડ કરવામા આવે છે.

2)MCH( મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ )સર્વિસીસ ઇન્ક્લુડિંગ ફેમિલી પ્લાનિંગ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર માં કોમ્પ્રાહેંસીવ મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં, પ્રિનેટલ કેર,
  • એન્ટિનેટલ ચેકઅપ,
  • સેફ ડીલેવરી સર્વિસીસ,
  • પોસ્ટ નેટલ કેર,
  • તથા ચાઇલ્ડ માટે ઇમ્યુનાઇઝેશન પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • તેમાં ફેમિલી પ્લાનિંગ ઇનીસીયેટીવ્સ ને સપોર્ટ કરવા માટે,
  • ફેમિલી પ્લાનિંગ,
  • કાઉન્સેલિંગ,
  • કોન્ટ્રાસેપ્ટીવ ,
  • તથા રિપ્રોડક્ટિવ હેલ્થ સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • આમાં મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થમાં RCH નો પણ સમાવેશ થાય છે જેમાં મધરની રીપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થમાં એડોલ્સન્ટ સુધીની કેર લેવામાં આવે છે.
  • આમાં મધરની એન્ટીનેટલ કેર,ન્યુટ્રીશન,હાઇજીન,ઇમ્યુનાઇઝેશન, તથા લેબોરેટરી એક્ઝામિનેશન વગેરે વિશે સમજાવવામાં આવે છે.
  • પોસ્ટ નેટલ પિરિયડ માં રેગ્યુલર ચેકઅપ, ઓબ્ઝર્વેશન, તેમજ ફેમિલી પ્લાનિંગ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.

3) સેફ વોટર સપ્લાય એન્ડ બેઝિક સેનિટેશન:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ કોમ્યુનિટી માં સેફ ડ્રિંકિંગ વોટર તથા સેનીટેશન ની ફેસીલીટી પ્રોવાઇડ કરીને કોમ્યુનિટી મા પબ્લિક ની હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા માટેનું વર્ક કરે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ વોટર બોર્ન ડિસીઝ ને પ્રિવેન્ટ કરવા માટે તથા કોમ્યુનિટી ની ઓવરઓલ હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા માટે હાઇજીનિક પ્રેક્ટિસ, તથા ક્લીન વોટર સોર્સ ને પ્રમોટ કરવા માટે, તથા સેનિટેશન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • એન્વાયરમેન્ટ ક્લિનલીનેસ ને જાળવવા માટે પગલાં લેવામાં આવે છે જેમાં લોકોને બેઝિક સેનિટેશન વિશે, એક્સક્રીટા ડિસ્પોઝલ, તથા ક્લીનલીનેસ ઓફ કિચન, ગાર્ડન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • આ ઉપરાંત સેફ વોટર સપ્લાય માટે પીવાના પાણીના કુવા તથા નળ હોવા જોઇએ જેનું ક્લોરીનેશન થવું જોઇએ.

4) પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમીક ડિસીઝ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ પ્રિવેન્શન ,સર્વેઇલન્સ, તથા લોકલી એન્ડેમીક ડીસીઝ ને કંટ્રોલ કરવા માટે ક્રુશિયલ રોલ પ્લે કરે છે.
  • તેમાં ડિસિઝને પ્રિવેન્ટ કરવા માટેના મેઝર્સ લેવામાં આવે છે જેમાં, વેક્સિનેશન પ્રોવાઇડ કરવામાં આવે, એન્ડેમીક ડીસીઝની ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે , તથા ડિસીઝ ને આઉટ બ્રેક થતું પ્રિવેન્ટ કરવા માટે તેના ટ્રેન્સ ને મોનિટર કરવામાં આવે છે.

5) કલેક્શન એન્ડ રિપોર્ટિંગ ઓફ વાઇટલ સ્ટેટેસ્ટિક્સ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ વાઇટલ સ્ટેટેસ્ટિક જેમકે બર્થ રેટ, ડેથ રેટ, તથા પર્ટિક્યુલર કોમ્યુનિટીમાં કોઇપણ ડીસીઝ ના ઇન્સિડન્સ થયા હોય તો તેને કલેક્ટ તથા રિપોર્ટિંગ કરવા માટે નુ વર્ક કરે છે. આ કલેક્ટ કરેલા ડેટા એ હેલ્થના પ્લાનિંગ માટે, રિસોર્સીસ ના એલોકેશન માટે, હેલ્થના આઉટ કમ્સ ને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અને હેલ્થ ઇન્ટરવેન્શન ને પ્રાયોરિટીઝ આપવા માટે હેલ્થ ટ્રેન્ડ્સ નું મોનિટરિંગ કરવા માટે આવશ્યક હોય છે.

6) એજ્યુકેશન અબાઉટ હેલ્થ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ વ્યક્તિ તથા કમ્યુનિટી ને પ્રીવેન્ટીવ હેલ્થ પ્રેક્ટિસિસ, ન્યુટ્રીશન, હાઇજીન, સેનિટેશન તથા ડીસીઝ પ્રિવેન્શન સ્ટ્રેટેજીસ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ હેલ્થ કન્ડિશન માં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે હેલ્થ એજ્યુકેશન સેસન, વર્કશોપ તથા સેમીનાર ને ઓર્ગેનાઇઝ કરે છે.

7) નેશનલ હેલ્થ પ્રોગ્રામ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ અવેરનેસ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ નેશનલ હેલ્થ પ્રોગ્રામ તથા કંમ્પેઇનિંગ નું ઇમ્પ્લીમેન્ટ કરે છે જેનો મેઇન એઇમ એ, સ્પેસિફિક હેલ્થ ઇસ્યુસ ને ઉદેશીને હોય છે જેમાં, ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવ, ડિસીઝ ઇરાડીકેશન એફ્ટ્સ, ન્યુટ્રીશન સપ્લીમેન્ટેશન, તથા હેલ્થ અવેરનેસ વિશેની ઝુંબેશ ચલાવવામાં આવે છે.
  • તેઓ નેશનલ હેલ્થ પ્રાયોરિટીઝ વિશે અવેરનેસ ફેલાવે છે અને હેલ્થ ઇનિશિયેટિવ્સ માં કોમ્યુનિટી ના પાર્ટીશીપેશન ને એન્કરેજ કરે છે.
  • દરેક નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં મહત્વની કામગીરી હોય છે ક્લિનિકમાં નેશનલ હેલ્થ પ્રોગ્રામની લગતી સેવાઓ પ્રોવાઇડ કરવામાં આવે છે જેમ કે,એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ, મેલેરિયા,ડાયરિયા,લેપ્રસી, ઇમ્યુનાઇઝેશન, ટીબી કંટ્રોલ પ્રોગ્રામ,સપ્લીમેન્ટરી પ્રોગ્રામ લેબર દરમિયાન એમનોર્મલ કન્ડિશનમાં મધર ને વધારાની સેવાઓ માટે રિફર કરવું, તેને ફિમેલ હેલ્થ વર્કર , ઓક્ઝિલરી એન્ડ નર્સ મીડ વાઇફ કે મેડિકલ ઓફિસર પાસે પ્રાઇમરી હેલ્થ સેન્ટર મા રીફર કરવું.

8) રેફરલ સર્વિસીસ:

  • જ્યારે પેશન્ટને કોઇપણ સ્પેશિયાલિસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ ની જરૂરિયાત હોય અથવા કોઇપણ સ્પેસિફિક ડાયગ્નોસીસ કરવાની જરૂરિયાત હોય અને જો પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં તેની ફેસિલિટીઝ અવેલેબલ ન હોય તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ પેશન્ટ ને રીફર કરવા માટેનું પણ વર્ક કરે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ પેશન્ટની જરૂરિયાત પ્રમાણે તેને ઇમિડીએટલી રેફરલ સર્વિસીઝ પ્રોવાઇડ કરે છે જેના કારણે પેશન્ટની હેલ્થ કન્ડિશનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય તથા કોમ્પ્લિકેશન ને થતું પ્રિવેન્ટ કરી શકાય.

9) ટ્રેઇનિંગ ઓફ હેલ્થ ગાઇડ હેલ્થ વર્કરસ,લોકલ દાઇસ, એન્ડ હેલ્થ આસિસ્ટન્ટ.

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ ટ્રેનિંગ પ્રોગ્રામને કંડક્ટ કરે છે જેમાં, કોમ્યુનિટી હેલ્થ વર્કર, ટ્રેડિશનલ બર્થ અટેન્ડન્સ, હેલ્થ આસિસ્ટન્ટ, તથા બીજા હેલ્થ કેર પર્સનલ્સ ને તેમની સ્કિલ તથા નોલેજને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • આ ટ્રેઇનિંગનો મેઇન એમ એ હેલ્થનું પ્રમોશન કરવું, ડીસીઝ નું પ્રિવેન્શન, મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ, તથા બેઝિક મેડિકલ કેરમાં હેલ્થ કેર પર્સનલ્સ ની સ્કીલ નું ઇમ્પ્રુવમેન્ટ કરવું તે હોય છે.

10) બેઝિક લેબોરેટરી સર્વિસીસ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ બેઝિક લેબોરેટરી સર્વિસિસ કંડક્ટ કરે છે જેમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, માઇક્રોસ્કોપિક ટેસ્ટ, યુરીન ટેસ્ટ વગેરે જેવા ટેસ્ટ કરવામાં આવે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર દ્વારા પ્રોવાઇડ કરવામાં આવતા આ બધા ફંકશન્સ દ્વારા કોમ્યુનિટીને પ્રિવેન્ટીવ, પ્રોમોટીવ, ક્યુરેટીવ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે જેના કારણે કોમ્યુનિટી ના પીપલ્સનું ઓવરઓલ હેલ્થ કન્ડિશન ઇમ્પ્રુવમેન્ટ પરું થય શકે તથા તેની વેલ્બિંગ એ મેઇન્ટેન રહી શકે

🔸3.Emergency ambulance services- ઇમરજન્શી અમ્બ્યુંલેન્સ સેવાઑ

ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસીસ

ઇન્ટ્રોડક્શન
ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ એ પબ્લિક હેલ્થ અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ ની ક્રુશિયલ સર્વિસ છે.
એમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસીસ એ ઇમિડીએટલી મેડિકલ કેર પ્રોવાઇડ કરવા માટે તથા વ્યક્તિને કોઇપણ અરજન્ટ હેલ્થ ક્રાયસીસ હોય તો ટ્રાન્સપોર્ટેશન સર્વિસ કરવા માટે ડિઝાઇન થયેલી છે.

•>પરપઝ એન્ડ ઓબ્જેકટીવ:

ઇમિડીયેટ રિસ્પોન્સ

  • એમ્બ્યુલન્સ સર્વિસીસ એ એમર્જન્સી સિચ્યુએશન દરમિયાન અરજન્ટ મેડિકલ કેર પ્રોવાઇડ કરવા માટે હોય છે.
  • જેમાં પેશન્ટ ને સ્ટેબિલાઇઝ કરવું તથા ક્રિટિકલ હેલ્થ સિચ્યુએશન દરમિયાન પેશન્ટ ને ઇમરજન્સી ટ્રાન્સપોર્ટ ફેસીલીટી પ્રોવાઇડ કરવા કરવા માટે હોય છે.

સેફ ટ્રાન્સપોર્ટ

  • એમ્બ્યુલન્સ એ પેશન્ટ ને મેડિકલ ફેસીલીટી સુધી ટ્રાન્સપોર્ટ કરે છે જેમકે હોસ્પિટલ, સ્પેશિયલાઇઝ્ડ કેર સેન્ટર વગેરે

•> ટાઇપ ઓફ એમ્બ્યુલન્સ:

  • 1)બેઝિક લાઇફ સપોર્ટ( BLS) તેમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન દ્વારા નોન ઇન્વેસિવ મેડિકલ કેર જેમકે C.P.R., ફર્સ્ટ એડ તથા ઓક્સિજન થેરાપી પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • 2) એડવાન્સ લાઇફ સપોર્ટ( ALS) તેમાં એડવાન્સ મેડિકલ કેર એ એડવાન્સ કેર પ્રોવાઇડર્સ દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે તેમાં મેડીકેશન એડમિનિસ્ટ્રેશન, એરવે મેનેજમેન્ટ, તથા કાર્ડિયાક મોનીટરીંગ પણ કરવામાં આવે છે.
  • 3) સ્પેશિયલાઇઝ્ડ સર્વિસીસ તેમાં નિયોનેટ તથા પીડિયાટ્રીક ને ટ્રાન્સપોર્ટ કરવા તથા એવા સીવ્યર કેસીસ કે જેમાં સ્પેશિયલાઇઝ ઇક્વિપમેન્ટ એડવાન્સ કેર તથા ક્રિટિકલ કેર ની જરૂરિયાત હોય તેમને ટ્રાન્સપોર્ટ સર્વિસીઝ સર્વિસીસ દ્વારા મેડિકલ ફેસિલિટીઝ સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે.

•>કમ્પોનન્ટ ઓફ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસીસ:

  • વેહિકલ તેમાં લાઇફ સેવિંગ્સ ઇક્વિપમેન્ટ જેમકે ડીફેબ્રિલેટેર, ઓક્સિજન ટેન્ક,ફર્સ્ટ એઇડ સપ્લાય તથા કોમ્યુનિકેશન ટૂલ્સ અવેઇલેબલ હોય છે.
  • પર્સનલ તેમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ,પેરામેડિક્સ તથા ક્યારેક ડોક્ટર્સ અથવા નર્સ પણ હોય કે જે ટ્રાન્સપોર્ટરટેશન સમય દરમિયાન મેડિકલ પ્રોવાઇડ કરે છે.

•> ઓપરેશનલ પ્રોટોકોલ્સ:

  • એમરજન્સી કોલ હેન્ડલિંગ ઇમરજન્સી સેવાઓ ને નિયુક્ત ફોન નંબરો દ્વારા એક્સેસ કરવામાં આવે છે (જેમ કે યુ.એસ.માં 911 અથવા ઘણા યુરોપિયન દેશોમાં 112, જ્યારે ઇન્ડિયા મા 108.). સિચ્યુએશન ના નેચર અને એમરજન્સી ના આધારે કૉલ્સને પ્રાયોરિટી આપવામાં આવે છે.
  • રિસ્પોન્સ ટાઇમ એમ્બ્યુલન્સ સેવાઓ નો હેતુ એ ઇમરજન્સી દરમિયાન ઇમીડીયેટ રિસ્પોન્સ માટે હોય છે
    ટોલ ફ્રી નંબર સાથે જોડાયેલા કંન્ટ્રી ના દરેક ખૂણે ફ્રી એમ્બ્યુલન્સ સેવાઓ પ્રોવાઇડ કરવામાં આવે છે અને તે કોલ કર્યાના 30 મિનિટ ની અંદર પહોંચી જાય છે.
  • મેડિકલ પ્રોટોકોલ્સ પેશન્ટ નું અસસેસમેન્ટ ટ્રીટમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન પ્રોસિઝર સહિત ઇમર્જન્સી કેર માટે ફોર્મ થયેલા મેડિકલ પ્રોટોકોલ્સ ને અનુસરે .

•> ઇમ્પોર્ટન્સ એન્ડ ઇમ્સ્પેક્ટ:

  • લાઈફ સેવિંગ ક્રિટીકલ તથા ઇમરજન્સી સિચ્યુએશન દરમિયાન પેશન્ટ ને ઇમીડિએટલી કેર પ્રોવાઇડ કરી પેશન્ટ ના હેલ્થ આઉટ કમ માં ઇમ્પ્રુવમેન્ટ કરે છે.
  • કમ્યુનિટી હેલ્થ એમ્બ્યુલન્સ સર્વિસીસ ઇમરજન્સી હેલ્થ કેર સિસ્ટમ માટે અભિન્ન અંગ છે, એક્યુટ મેડિકલ સિચ્યુએશન નું મેનેજમેન્ટ કરીને ઓવરઓલ પબ્લિક હેલ્થ અને સેફટીમાં કન્ટ્રીબ્યુશન આપે છે.
  • ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસીસ એ ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ (EMS) નો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે ઈમીડીએટલી કેર પૂરી પાડવા અને પેસન્ટ ને જરૂરી ટ્રીટમેન્ટ એ ઝડપથી મળે તેની ખાતરી કરવા માટે રચાયેલ છે.

🔸4.Bhore Committee- ભોર કમિટી

ઇન્ટ્રોડક્શન: ભોર કમિટી એ ભારત માં હાલની હેલ્થ કન્ડિશન અને હેલ્થ ઓર્ગેનાઇઝેશન નુ સર્વે કરવા અને ફ્યુચર ના ડેવલોપમેન્ટ માટે ની ભલામણો કરવા માટે તેની નિમણૂક ભારત ની બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા 1943 દરમિયાન કરવામા આવેલી હતી અને તેના ચેરમેન તરીકે સર જોસેફ ભોર હતા, કમીટી માં એવા સભ્યો હતા જેઓ પબ્લિક હેલ્થ ના પાયોનીયર હતા. તેઓ બે વર્ષ સુધી નિયમિત રીતે મળ્યા અને 1946માં તેનો રિપોર્ટ સબમીટ કર્યો.

ભોર કમિટીની સ્થાપના એ “1946” માં થઇ હતી. તેના સ્થાપક “સર જોસેફ ભોર” હતા, તેથી તેને ભોર કમિટી કહેવામાં આવે છે.

ભોર કમિટી ને “હેલ્થ સર્વે એન્ડ ડેવલોપમેન્ટ કમિટી”( Health survey and development Committee) તરીકે ઓળખવામાં આવે છે.

રિકમન્ડેશન: કમિટીએ નેશનલ પ્રોગ્રામ ઓફ હેલ્થ સર્વિસીસ ના ડેવલોપમેન્ટ માટે ફસ્ટ વખત કોમ્પ્રાહેંસીવ પ્રપોઝલ ફોરવર્ડ કર્યો હતો.

ભોર સમિતિ ની મહત્વની ભલામણો હતી:

  • બધા જ એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર પ્રિવેન્ટીવ તથા ક્યુરેટીવ સર્વિસીસ નુ ઇન્ટીગ્રેશન કરવું.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર ને બે સ્ટેજિસમાં ડેવલપમેન્ટ કરવી: 1) શોર્ટ ટર્મ મેઝર્સ
    2) લોંગ ટર્મ મેઝર્સ 1) શોર્ટ ટર્મ મેઝર્સ: દરેક રૂરલ એરિયામાં 40,000 ની પોપ્યુલેશન ને કવર કરતું પ્રાઇમરી હેલ્થ સેન્ટર( PHC) પ્રોવાઇડ કરવું.

પ્રાઇમરી હેલ્થ સેન્ટર( PHC) મા,

  • ડોક્ટર્સ : 2,
  • પબ્લિક હેલ્થ નર્સ : 4,
  • નર્સ : 1,
  • મિડવાઇફ : 4,
  • ટ્રેઇન દાઇ : 4,
  • સેનીટરી ઇન્સપેક્ટર : 2,
  • હેલ્થ આસીસ્ટન્સ : 2,
  • ફારમાસિસ્ટ : 2,
  • ક્લાસIVએમ્પ્લોઇસ: 15.
  • દ્વારા સંચાલિત કરવામાં આવશે.
  • સાથે સાથે પ્રાઇમરિ હેલ્થ સેન્ટર ( PHC ) ને સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે તથા અને તેના ફંકશન ને કોઓર્ડીનેશન કરવા માટે તથા તેને સુપરવાઇઝ કરવા માટે સેકન્ડરી હેલ્થ સેન્ટર ની પણ કલ્પના કરવામાં આવેલી છે.

2) લોંગ ટર્મ મેઝર્સ:

  • દરેક 10,000 અને 20,000 વસ્તી માટે 75 બેડવાળી હોસ્પિટલો સાથે સેન્ટર( PHC ) સ્થાપવાની 3 મિલિયન યોજના પણ કહેવાય છે.
  • સેકન્ડરી હેલ્થ યુનિટ તરીકે 650 બેડ ની હોસ્પિટલ તૈયાર કરવી અને ડીસ્ટ્રીક લેવલ પર 2500 બેડ ની હોસ્પિટલ ઉભી કરવી.
  • મેજર ચેન્જીસ એ મેડિકલ એજ્યુકેશનમાં કરવું કે જેમાં સોશિયલ ફિઝિશિયન ને પ્રિપેર કરવા માટે પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસિન માટે ત્રણ મંથની ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવી.
  • ડેવલોપમેન્ટ પ્રોગ્રામ માં બેટર કોઓર્ડીનેશન તથા સપોર્ટ ને મેળવવા માટે વિલેજ હેલ્થ કમિટી નુ એસ્ટાબ્લીસમેન્ટ કરવું.
  • જાહેર પબ્લિક અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસિયલ્સ ના પ્રતિનિધિત્વ સાથે જિલ્લા આરોગ્ય બોર્ડ ની સ્થાપના કરવામાં આવશે.

🔸5.IUCD- આઈ.યુ.સી.ડી

IUCD ( intrauterine contraceptive device )

ઇન્ટ્રોડક્શન

  • ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ એ T શેપ નું સ્મોલ તથા ફ્લેક્સિબલ ડિવાઇસ છે કે જે પ્રેગ્નેન્સી પ્રિવેન્ટ કરવા માટે યુટેરાઇન કેવીટીમાં ઇન્સર્ટ કરવામાં આવે છે.
  • ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ (IUCDs) એ લોંગ ટર્મ કોન્ટ્રાસેટીવ તરીકે ની પોપ્યુલર મેથડ છે જેનો ફેમેલી વેલફેર પ્રોગ્રામ માં તેમની ઇફેક્ટીવનેસ ના કારણે ઇન્વોલ્વમેન્ટ થાય છે.
    ગ્રાફેન બર્ગ દ્વારા જર્મનીમાં 1929 માં ગ્રાફિનબર્ગ રીંગ યુઝ કરવામાં આવી હતી ત્યારબાદ ઘણા જુદા જુદા પ્રકારની ડિવાઇસીસ ની શોધ થઇ હતી જેને મેઇન્લી બે ભાગમાં વહેંચવામાં આવે છે.

જેમાં,

1) Copper IUCD (કોપર ટી)

  • ડિસ્ક્રિપ્શન: પ્લાસ્ટિક અને કોપરનું બનેલું હોય છે. કોપર સ્પરમીસાઇડલ તરીકે કામ કરે છે, અને ફર્ટિલાઇઝેશન ને અટકાવે છે.
  • ડ્યુરેશન સ્પેસિફિક ટાઇપ પર આધાર રાખી ને, 5-10 વર્ષ માટે ઇફેક્ટીવ હોય છે.
  • ઉદાહરણો: કોપર T 380A, મલ્ટિલોડ 375.

2) હોર્મોનલ IUCD (LNG-IUD)

  • ડિસ્ક્રિપ્શન: પ્લાસ્ટિકનું બનેલું હોય છે અને લેવોનોર્જેસ્ટ્રેલ રિલીઝ છે, જે સર્વાઇકલ મ્યુકસ ને થીક કરે છે, સ્પર્મ ને અટકાવે છે અને યુટેરાઇન લાઇનિંગ ને થીન કરે છે.
  • ડ્યુરેશન 3-5 વર્ષ માટે અસરકારક.
  • ઉદાહરણો: મિરેના, સ્કાયલા, લિલેટા, કાયલીના.

ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇસ માં નીચે મુજબની કોન્ટ્રાસેટીવ ડિવાઇસ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

1) lippes loop
2) CU T 200 B
3) CuT 380 A,
4) Multiload Cu 250,
5) Multiload 375,
6) progesttasert,
7) Levonorgestrel IUCD.

1)lippes loop:

  • લિપીસ લુપ એ ફર્સ્ટ જનરેશન ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ છે લિપીસ લૂપ એ પોલીઇથીલીન માંથી ફોર્મ થાય છે. અને તે ડબલ એસ ( S ) શેપનું હોય છે અને નાયલોનનો થ્રેડ એ તેની સાથે અટેચ થયેલો હોય છે કે જે વજાઇનામાં રહે છે, કે જે લૂપને ઇન્ટ્રાયુટેરાઇન કેવીટીમાંથી રીમુવ કરવામાં મદદ કરે છે. તે ચાર સાઇઝમાં એટલે કે, A,B,C એન્ડ D માં અવેઇલેબલ હોય છે.
  • લિપીસ લુપ એ નોનટોક્સિક, રીલાયેબલ તથા સ્ટેબલ હોય છે. તે યુટેરાઇન વોલ ને પર્ફોરેશન પણ કરી શકે છે. તેમાં થોડા અમાઉન્ટમાં બેરીયમ5 પ્રેઝન્ટ હોય છે જેના કારણે તે એક્સરે માં વિઝીબલ હોય છે પરંતુ હાલમાં તેનો યુઝ થતો નથી.

2) CU T 200 B:

  • CU T 200 B એ વાઇડલી યુઝ થતી મેડીકેટેડ ડિવાઇસ છે. જેમાં 215 sq mm સરફેસ એરીયા ધરાવતો કોપર વાયર એ ડિવાઇસના વર્ટિકલ સ્ટેમ ની રાઉન્ડમાં વીંટળાયેલ હોય છે.
  • ટી- આકારના ડિવાઇસ નું સ્ટેમ એ પોલિઇથિલિન ફ્રેમ થી બનેલું છે.તેમાં પોલિઇથિલિન એક મોનોફિલામેન્ટ છે જે વર્ટિકલ સ્ટેમ ના અંતમાં બંધાયેલ છે.
  • આ ડિવાઇસ એ 4 યર્સ બાદ રીમુવ કરવામાં આવે છે.
  • CuT 200 B એ 120 mg કોપર ધરાવતો 200 sq mm સરફેસ વાયર ધરાવે છે અને 3 વર્ષ પછી દૂર કરવામાં આવે છે

3)CuT 380 A:

  • CuT 380 A તે ગવર્મેન્ટ સપ્લાય CuT 380 A છે. તેમાં ટી શેપ ડિવાઇસ સાથે બે સોલિડ કોપર સ્લીમ્સ ટ્રાન્સવર્સ આર્મ અને કોપર વાયર વર્ટિકલ સ્ટેમ ઉપર હોય છે.
  • કોપરનો ટોટલ સરફેસ એરીયા એ 380 Sq mm જેમા 314 mm ઉપર વાયર અને 33 sq mm દરેક કોપરસ્લિવ પર હોય છે. તેમાં મોનોફિલામેન્ટ વાઇટ થ્રેડ હોય છે.
    તે આશરે 10 વર્ષ સુધી ઇફેક્ટિવ રહે છે.

4) Multiload Cu 250:

  • ડિવાઇસ એ એપ્લીકેટર સાથે સ્ટરાઇલ પેકેટમાં અવેઇલેબલ હોય છે. તેમાં ઇન્ટ્રોડ્યુસર કે પ્લન્જર અવેઇલેબલ હોતું નથી.
  • ડિવાઇસ એ એક વર્ષના સમયગાળા દરમિયાન દરરોજ 60-100 µg કોપરનું રિલીઝ કરે છે. ડિવાઇસ ને 3 વર્ષ પછી બદલવાનું હોય છે.

5)Multiload 375:

  • તેની વર્ટિકલ સ્ટેમની આસપાસ 375 mm² તાંબાના વાયર નો સપાટી વિસ્તાર છે. રિપ્લેસમેન્ટ દર 5 વર્ષે હોય છે

6)progesttasert:

  • પ્રોજેસેટ્રોન (38 Mg) ના માઇક્રો ક્રિસ્ટલ ધરાવતો બાયોએક્ટિવ કોર પ્લાસ્ટિક ની દિવાલની અંદર બંધાયેલ છે જે દરરોજ લગભગ 65 µg પ્રોજેસ્ટ્રોજન યુટેરાઇન ની કેવીટી માં રિલીઝ કરે છે. ડેપોમાંથી રિલીઝ માત્ર એક વર્ષ માટે ચાલુ રહે છે. આમ, તેને એક વર્ષ પછી રિપ્લેસ કરવુ જોઇએ.

7)Levonorgestrel IUCD:

  • આ ટી- આકારનું ડિવાઇસ છે
  • સ્ટેમ ની આજુબાજુ પોલિડાઇમેથિલસિલોક્સેન મેમ્બરેન એ સ્ટીરોઇડ ના રિઝરવિયર તરીકે કામ કરે છે. લેવોનોર્જેસ્ટ્રેલની કુલ માત્રા 52mg છે જે 20 µg/ ડે ના દરે રિલીઝ થાય છે. આ ડિવાઇસ એ દર 5 વર્ષે રિપ્લેસ હોય છે.

•>મિકેનિઝમ ઓફ એક્શન

  • 1) હોર્મોનલ IUD કોપર આયનો રિલીઝ કરે છે, સ્પર્મ માટે અગમ્ય વાતાવરણ બનાવે છે. સ્પર્મ દ્વારા એગ્સ નું ફર્ટિલાઇઝ થતા પ્રિવેન્ટ કરે છે. જો ફર્ટિલાઇઝેશન થાય તો ઇમ્પ્લાન્ટેશન અટકાવી શકે છે.
  • 2) હોર્મોનલ IUD સર્વાઇકલ મ્યુકસ ને થીક કરવા માટે લેવોનોર્જેસ્ટ્રેલ રિલીઝ કરે છે, સ્પર્મ ને યુટ્રસ મા એન્ટર થતા પ્રિવેન્ટ કરે છે.
  • એન્ડોમેટ્રાયલ ગ્રોથ ને સપ્રેઝ કરે છે, યુટેરાઇન કેવીટી ની લાઇનીંગ ને ઇમ્પ્લાન્ટેશન માટે અનસ્યુટેબલ બનાવે છે. કેટલીક ફિમેલ માં ઓવ્યુલેશન ને પાર્શીયલી રીતે સપ્રેઝ કરી દે છે.

બેનિફિટ્સ

  • અસરકારક: પ્રેગ્નેન્સીને પ્રિવેન્ટ કરવામાં 99% થી વધુ અસરકારક.
  • લોંગ લાસ્ટિંગ: ઘણા વર્ષો સુધી કોન્ટ્રાસેટીવ તરીકે વર્ક કરે છે.
  • રિવર્ઝીબલ: દૂર કર્યા પછી ફર્ટિલાઇઝેશન ઝડપથી પાછી આવે છે.
  • કન્વિનીયન્સ : ઇન્સર્ટ કર્યા પછી થોડી જાળવણી ની જરૂર છે.
  • કોસ્ટ ઇફેક્ટિવ: ઇકોનોમિકલ રિતે પરવળી શકે તેવી હોય છે.

ઇન્સરશન એન્ડ રિમુવલ

  • ઇન્સરશન: ટ્રેઇન્ડ હેલ્થ કેર પર્સનલ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે મેન્સ્ટ્રુએશન પિરિયડ દરમિયાન અથવા કોઇપણ સમયે પ્રેગ્નેન્સી ને રુલઆઉટ કરી શકાય છે.
    પ્રોસીઝર મા સર્વિક્સ દ્વારા યુટેરાઇન કેવીટી મા IUD ઇન્સર્ટ કરવામા આવે છે.
  • રિમુવલ હેલ્થકેર પ્રોવાઇડર દ્વારા કોઇપણ સમયે કરી શકાય છે.
    ફર્ટિલાઇઝેશન સામાન્ય રીતે રિમુવ કર્યા પછી ઇમીડીએટલી રિટર્ન થાય છે.

કોમન સાઇડ ઇફેક્ટ

  • ઇન્ટ્રોડક્શન કરતી સમયે તથા કર્યા બાદ કેમ્પિંગ પેઇન થવું.
  • ઇરરેગ્યુલર બિલ્ડિંગ તથા સ્પોર્ટ્સ થવું સ્પેશિયલી ફર્સ્ટ મન્થ દરમિયાન.
  • હેવી મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ થવું.
  • હોર્મોનલ IUD સાથે પીરિયડ્સ ઓછા થવા અથવા મિસ્ડ થય જવા.

રિસ્ક

  • એક્સપલ્ઝન થઇ જવું ​​(યુટ્રસ માંથી IUD બહાર નીકળવી જવું ).
  • પરફોરેશન (ભાગ્યે જ, IUD ઇન્સર્ટ કરતી વખતે યુટ્રસ ની વોલ ને પંચર કરી શકે છે).
  • ઇન્ફેક્શન (દાખલ કર્યા પછી પ્રથમ થોડા અઠવાડિયા દરમિયાન ઇન્ફેક્શન થવાના રિસ્ક થોડો વધારો).
  • નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
  • પ્રિઇન્સરસન કાઉન્સેલિંગ
  • પેશન્ટને IUD ના ડિવાઇસના ટાઇપ,તેના બેનિફિટ્સ તથા તેના સાઇડ ઇફેક્ટને એક્સપ્લેઇન કરવું.
  • પેશન્ટ એ પ્રોસિઝર, ઇફેક્ટીવનેસ તથા તેનું ડ્યુરેશન વિશે કમ્પ્લીટલી સમજે તે તેના વિશે ખાતરી કરવી.
  • ઇન્સરશન પ્રોસિઝર
  • ઇન્સરશન સમય દરમિયાન હેલ્થ કેર પ્રોવાઇડર્સને મદદ કરવી.
  • પેશન્ટને પ્રોપરલી રેસ્ટ લેવા માટે કહેવુ તથા રિએશ્યોરન્સ પ્રોવાઇડ કરવો.
  • કોઇપણ પ્રકારની કોમ્પ્લિકેશન હોય તો તેને ઇમિડીએટલી ટ્રીટ કરવું.
  • પોસ્ટ ઇન્સરર્શન કેર
  • પેશન્ટને પ્રોપરલી ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇઝ ની સાઇડ ઇફેક્ટ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ ને કોમ્પ્લિકેશન્સ ના સાઇન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેમ કે પેઇન ફિવર , ઇન્ફેક્શન , સિવ્યર ડિસ્ચાર્જ બ્લીડિંગ વગેરે.
  • પેશન્ટને પ્રોપરલી ફોલોઅપ માટે એડવાઇઝ આપવી.
  • આમ, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ (IUDs) એ લોંગ ટર્મ કોન્ટ્રાસેટીવ તરીકે ની પોપ્યુલર મેથડ છે .

Q.5 Define following (Any Six) વ્યાખ્યા આપો ( કોઈ પણ છ)6×2-12

🔸1.Servey – સર્વ સર્વેમાં પોપ્યુલેશન અથવા સ્પેસિફિક ગ્રુપના હેલ્થ નીડ ને આઇડેન્ટીફાય કરવા, કન્ડિશન અને અસેસ કરવા, તથા પ્રોગ્રામ નું ઇવાલ્યુશન કરવા માટે સિસ્ટેમેટિકલી ડેટા નું કલેક્શન તથા એનાલાઇઝ કરવામાં આવે તેને સર્વે કહેવામાં આવે છે.

🔸2.Census- સેન્સસ

  • ડેમોગ્રાફી, હેલ્થ સ્ટેટસ, અને નીડ જેવી વિવિધ આસ્પેક્ટ પર ઇન્ફોર્મેશન ને કલેક્ટ કરવા માટે વસ્તી અથવા કોમ્યુનિટીના દરેક વ્યક્તિ પાસેથી કોમ્પ્રાહેન્સીવ અને સિસ્ટમેટિક ડેટા નું કલેક્શન તથા કાઉન્ટ કરવું તેને સેન્સસ કહેવાય છે.

    કન્ટ્રી ની પોપ્યુલેશન ને ઓફિશ્યલી કાઉન્ટ કરવી તેને સેન્સેસ કહેવામાં આવે છે.
  • વિશ્વના મોટાભાગના દેશોમાં, દેશ ના સીમાંકિત પ્રદેશ ના તમામ લોકો માટે ચોક્કસ સમયે ડેમોગ્રાફિક, ઇકોનોમિક તથા સોશિયલ ડેટા ને કલેક્ટ કરવા, એનાલાઇઝ કરવા તથા પબ્લિશ કરવાની ટોટલ પ્રોસેસ ને સેન્સસ કહેવામાં આવે છે.
    વર્લ્ડના મોસ્ટ ઓફ કન્ટ્રીઝમાં રેગ્યુલર 10 યર ના ઇન્ટરવલે સેન્સર્સ ને કાઉન્ટ કરવામાં આવે છે.

🔸3.IMR- આઈ.એમ.આર

IMR- આઈ.એમ.આર(ઇનફન્ટ મોલાલીટી રેટ)

એક હજાર ની વસ્તીએ તેજ યરમાં આપેલા પોપ્યુલેશનમાં ટોટલ લાઇવ બર્થ બાળકોની સંખ્યામાંથી 1 year ની એજ ની અંદર મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ( IMR ) કહેવામાં આવે છે.

IMR =

Number of deaths of children less
than one year of age in a year
_ x 1000
Number of live births in the same year

🔸4.MMR- એમ.એમ.આર

મેટરનલ મોર્ટાલિટી રેટ (એમ.એમ.આર) એ ચોક્કસ સમયગાળા દરમિયાન, સામાન્ય રીતે એક વર્ષ દરમિયાન 100,000 લાઇવ બર્થ દીઠ માતાના મૃત્યુ ની સંખ્યાને મેટરનલ મોર્ટાલિટી રેટ( MMR ) કહેવાય છે.

Maternal mortality rate(M.M.R) =

આપેલ વર્ષ દરમિયાન બાળકના જન્મ અથવા ડિલીવરી ના 42 દિવસની અંદર કોમ્પ્લીકેશન્સ ના કારણે ફિમેલ ડેથ ની કુલ સંખ્યા
—————- × 100,000
ટોટલ નંબર ઓફ લાઇવ બર્થ ઇન સેમ યર.

🔸5.TFR- ટીએફઆર

TFR( ટોટલ ફર્ટિલિટી રેટ)

વુમનમાં દરેક એજ ગ્રુપમાં જે રેટ થી ચાઇલ્ડ નો જન્મ થાય છે તે જ વુમનના તેના ટોટલ રીપ્રોડક્ટિવ યર મા કેટલા ચાઇલ્ડને જન્મ આપી શકે છે તેની સરેરાશ સંખ્યા ને ટોટલ ફર્ટીલીટી રેટ(TFR) કહેવામાં આવે છે.

Total fertility rate (TFR):=

         45 - 49
    5× Σ       ( ASFR)
         15 - 19
    ---------------------
         1000

(ASFR = Age specific fertility rate)

🔸6.Immunity- ઈમ્યુનીટી

  • Immunity (ઇમ્યુનિટી) એ એક પ્રકારનું રેઝિસ્ટન્સ છે કે જે હોસ્ટની બોડી દ્વારા એક્ટિવેટ થાય છે .
  • જ્યારે કોઇપણ ફોરેન બોડી ( એન્ટિજન) એ હોસ્ટ ની બોડીમાં એન્ટર થાય ત્યારે જે એન્ટીબોડી એ એન્ટીજન વિરુદ્ધ ફાઇટ કરે છે તેને ઇમ્યુનિટી કહેવામાં આવે છે.
  • જ્યારે બોડીમાં કોઇ એન્ટીજન ( ફોરેન બોડી) થાય તો તેની વિરુદ્ધમાં બોડીની ફાઇટ કરવાની ક્ષમતાને ઇમ્યુનીટી કહે છે.

ઇમ્યુનિટીના મેઇન્લી બે ટાઇપ પડે છે:

  • 1)ઇનનેટ ઇમ્યુનીટી
  • 2) એક્વાયર્ડ ઇમ્યુનિટી

(1) ઇનનેટ ઇમ્યુનિટી-ઇનનેટ ઇમ્યુનિટી એ એવી ઇમ્યુનિટી છે કે જે વ્યક્તિને by born/by birth જોવા મળે છે.

આ એક પ્રકારની નેચરલ ઇમ્યુનિટી છે.

(2) એક્વાયર્ડ ઇમ્યુનિટી-બર્થ થયા પછી વોલ લાઇફ દરમિયાન બોડીને જે ઇમ્યુનિટી મળે તેને એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે.

🔸૭.Target couple- ટારગેટ કપલ ટાર્ગેટ કપલ એટલે એવા કપલ કે જેમને 2 થી 3 લાઇવ ચાઇલ્ડ હોય અને તેમને ફેમિલી પ્લાનિંગ વિશે હાઇલી મોટીવેટ કરવાની જરૂરિયાત હોય તેમને ટાર્ગેટ કપલ કહેવામાં આવે છે.

🔸8.Infertility- ઇન્ફરટીલીટી

ડેફીનેશન:= ઇનફર્ટીલીટી તે એક મેડિકલ કન્ડિશન છે કે જેમાં 1 યર અથવા તેના કરતાં પણ વધારે સમયથી રેગ્યુલર તથા અનપ્રોટેકટેડ કોઇટસ કરવા છતા પણ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામા ઇનએબિલિટી હોય તો આવી કન્ડિશન ને ઇનફર્ટીલીટી કહેવામા આવે છે.
તે વિશ્વભરના આશરે 10-15% કપલ્સ ને અફેક્ટ કરે છે. ઇનફર્ટીલીટી એ મેલ, ફિમેલ અથવા બંને ને અફેક્ટ કરતા વિવિધ ફેક્ટર ના કારણે હોય શકે છે, અને તે ટેમ્પરરી અથવા પર્મનેન્ટ હોય શકે છે.

ટાઇપ ઓફ ઇન્ફર્ટિલિટી
ઇન્ફર્ટિલિટી ના સામાન્ય રીતે બે ટાઇપ પડે છે.

  • 1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી,
  • 2) સેકન્ડરી ઇનફર્ટિલિટી

1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી: તે એવા પેશન્ટ ને સૂચવે છે જે એક પણ વખત પ્રેગ્નેન્સિ કન્સિવ કરી શક્યા ન હોય.

2) સેકન્ડરી ઇનફર્ટિલિટી: આમા, પ્રિવ્યસ પ્રેગ્નન્સી કન્સિવ થયેલ ઇન્ડિકેટ કરે છે પરંતુ ત્યારબાદ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામાં ફેઇલ્યોર થાય તેને સેકન્ડરી ઇન્ફર્ટીલીટી કહેવામા આવે છે.

Q-6(A) Fill in the blanks. ખાલી જગ્યા પૂરો.05

1.World health day is celebrated on ……..and theme of year 2018was…… ….
વિશ્વ આરોગ્ય દિન ની ઉજવણી …….. દિવસે થાય છે અને ૨૦૧૮ નુ સુત્ર……. હતુ. 7 April

2.Indian red cross society was established in ……..year
ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ની સ્થાપના …….વર્ષ માં થઈ. 1920

3.RCH phase II begins from ………year
RCH phase II ની શરૂઆત_……. વર્ષ માં થઈ. 1 April 2005

4.ASHA stands for…..
ASHA નુ પુરૂ નામ ……. Accredited Social Health Activist( ક્રિએટેડ સોશિયલ હેલ્થ એક્ટીવીસ્ટ)

B) State weather following statements are True or False.(05)
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.

1.Hospital-services provide mostly preventive care.
હોસ્પિટલ માં ફકત અટકાયતી સારવાર આપવામાં આવે છે. ❌

( Reason := હોસ્પિટલમાં માત્ર પ્રિવેન્ટીવ સર્વિસીસ નહીં પરંતુ ક્યુરેટીવ ટ્રીટમેન્ટ તથા એક્યુટ કેર પણ પ્રોવાઇડ કરવામાં આવે છે)

2.Antenatal mother must examine atleast three times during pregnancy.
સગર્ભામાતા ને સગર્ભાવસ્થા દરમીયાન ત્રણ તપાસ થવીજ જોઈએ. ❌

( Reason : ડબ્લ્યુ.એચ.ઓ. (WHO) એન્ટીનેટલ કેર ના વિવિધ મોડલ ની ઇફેક્ટીવનેસ ની રિવ્યુ ના આધારે ઓછામાં ઓછી ચાર એન્ટીનેટલ વિઝીટ ની ભલામણ કરે છે.પ્રેગનેન્સી સસ્પેક્ટ થતાં જ પ્રથમ વિઝીટ ની ભલામણ કરવામાં આવે છે;

બીજી વિઝીટ 4-6 મહિના (લગભગ 26 અઠવાડિયા) ની વચ્ચે શેડ્યૂલ કરેલી હોવી જોઈએ.
  3 ત્રીજી વિઝીટ 8 મા મહિનામાં (લગભગ 32 અઠવાડિયા) અને
ચોથી વિઝીટ 9મા મહિનામાં (36-40 અઠવાડિયા) .

3.ART is given to HIV positive patient.
ART એ એચ.આઈ.વી વાળા પેશન્ટ ને આપવામાં આવે છે. ✅

4.Medical officer is a head of PHC.
મેડીકલ ઓફીસર પી.એચ.સી ના હેડ છે. ✅

5.Food fortification means adding protein in food.
ફુડ ફોર્ટીફીકેશન એટલે ખોરાક માં પ્રોટીન ઉમેરવું. ❌

( Reason : ફુડ ફોર્ટીફીકેશન એટલે કે ફૂડની ન્યુટ્રીશનલ ક્વોલિટી ને ઇમ્પ્રૂવ કરવા અને પોપ્યુલેશનમાં ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી ને દૂર કરવા માટે જરૂરી પોષક તત્વો જેમ કે વિટામિન્સ તથા મિનરલ્સ ને ફૂડમાં એડ કરવાની પ્રોસિજર છે જ્યારે પ્રોટીન એ ફૂડ ફોર્ટિફિકેશન નો પાર્ટ હોય શકે છે પરંતુ તે પ્રાઇમરી નથી સામાન્ય રીતે ફોરટીફાઇડ ન્યુટ્રીયન્સમાં આયોડિન , આયર્ન, વિટામીન એ તથા ફોલિક એસિડનો સમાવેશ થાય છે.)

C) Write Multiple Choice Questions. નીચેના માંથી સાચો જવાબ લખો.05

1.In this year alma ata conference given the definition for the primary health care.
આલ્યા આટા કોન્ફરન્સ મા પ્રાયમરી હૅસ્થ કેરની વ્યાખ્યા આ વર્ષ માં આપવામાં આવી

a. 1978

b. 1987

c. 1970

d. 1972

2.First five year plan in India started at
પ્રથમ પંચ વર્ષીય યોજના ભારત માં શરૂ થઈ

a. 1950

b. 1951

c. 1952

d. 1953

3.IUCD work as -આઈ.યુ.સી.ડી આ રીતે કાર્ય કરે

a. Killing spermatozoa સ્પર્મેટોઝુઆ ને મારે

b. Prevent inflammation in endometrium
એન્ડોમેટ્રીમ માં ઈન્ફલામેશન થતું અટકાવે

c. Increasing cervical mucus
સર્વાઈકલ મ્યુકસ ને વધારે

d. Preventing the fertilization of ovum.
અંડકોષ ને ફર્ટીલાઈઝ થતા અટકાવે

4.Which of the following is not a communicable disease?
નીચેનામાંથી કયો ચેપી રોગ નથી?

a. Malaria- મલેરિયા

c. Cancer- કેન્સર

b. T.B-ટી.બી

d. AIDS- એઈડ્સ

5.The age for Adolescent ranges
એડોલેશન ની ઉમર આની વચ્ચે હોય

a. 10-15 Years

c. 10-16 Years

b. 10-19 Years

d. 10-18 Years

Published
Categorized as GNM-T.Y.CHN-II-PAPERS