skip to main content

GNM-S.Y.-PSY-2018-( UOLOAD paper no .3)

MENTAL HEALTH NURSING

GNM-GNC- PAPER SOLUTION-YEAR-2018

Q.1 a. What is mental illness?   મેન્ટલ ઇલનેસ એટલે શું ? 03

મેન્ટલ ઇલનેસ એટલે જેમાં વ્યકિત ને ઘણા બધા સાઈકિયાટ્રિક ડિસઓર્ડર છે તેમાંથી કોઈ પણ નો સમાવેશ હોય જે વ્યકિત ના થીંકિગ, મૂડ, બિહેવિયર, પર્સનાલિટી અને શરીર ના બીજા ભાગો ને પણ અસર કરે છે તેના માં કાર્યો કરવાં માં અશક્ત થાય છે જેની સિવિયયારીટી અલગ અલગ હોય છે તેને મેન્ટલ ઈલનેસ કહે છે.

b. Enlist the biological causes of mental illness. 04 મેન્ટલ ઇલનેસના બાયોલોજીકલ કારણોનું લીસ્ટ લખો.

Biological causes of mental illnesses

  1. જીનેટિક અથવા ( વારસાગત)

                       જેમના પરિવારના કોઈ સભ્યને મેન્ટલ ઇલનેસ હોય તેમને મેન્ટલ બીમારી થવાની શક્યતા વધુ હોય છે.  પરિવારોમાં જિન્સ (Gene) દ્વારામેન્ટલ રોગો નો પ્રસાર  થાય છે. મેન્ટલ વિકૃતિઓના વિકાસમાં આનુવંશિક પરિબળો ઘણીવાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિષ્ણાતો માને છે કે ઘણી મેન્ટલ ઇલનેસઓ  એક જનીનમાં નહીં પણ અનેક જનીનોની અસામાન્યતાઓ સાથે જોડાયેલી છે.

આ સિવાય સ્ટ્રેસ , એબ્યુઝ, કોઇ અણઘટ્ના ,તેનુ વાતાવરણ વગેરે તેના માટે જવાબદાર છે.

  2. હોર્મોન્સ અથવા ન્યુરો ટ્રાંસ-મિટર

                             અમુક મેન્ટલ ઇલનેસ  મગજમાં રહેલા કેમિકલ ના અસંતુલન સાથે સંકળાયેલી હોય છે જે ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખાય છે. જ્યારે આ ન્યુરો ટ્રાંસ-મિટર યોગ્ય કામ ના કરે ત્યારે બ્રેઇન થી વ્યવવ્સ્થિત સંદેશા મળતા નથી  તેમજ વ્યક્તિ ના મૂડ નો આધાર પણ આના વધારા ઘટડા પર જોવા મળે છે .

૩. ટોક્સિન એક્સ્પોઝર

            લેડ પોઇઝનીંગ અને ઘણા ગેસ ના  એક્સ્પોઝર ની પણ અસર જોવા મળે છે

4. ઇન્ફેક્શન 

              ઘણા ઇન્ફેક્શન જેમ કે પેડીયાટ્રિક ન્યુરો ટ્રાંસ-મિટર ડિસોર્ડર (PANDA) જે બેક્ટેરિલ ઇન્ફેક્શન OCD સાથે  સંક્ળયેલ છે.

 5.બ્રેઇન  ઇન્જરી 

              ઇન્જરી અથવા બ્રેઇન મા જોવા મળતી ડિફેક્ટ ના કારણે પણ  મેન્ટલ ઇલનેસ જોવા મળે છે.

ન્યુટ્રિશન 

              ઘણા ન્યુટ્રિશન મા ખાસ વિટમિન અને મિનરલ્સ ની ડેફિસિયંસિ ના કારણે જેમ કે vit.B 12 ની ડેફિસિયન્સિ

7.પ્રી નેટલ 

         પ્રેગ્નન્સિ દરમિયાન અથવા ડિલેવરી વખતે  બાળક ને પૂરતો ઑક્સિજન ના મળે તો તેમા પણ મેન્ટલ ઇલનેસ જોવા મળે છે

c. Describe the nursing management of mental illness. 05 મેન્ટલ ઇલનેસનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો

1.થેરાપ્યુટીક નર્સિંગ મેનેજમેન્ટ

  • સાઈકીયાટ્રિસ્ટ દ્વારા પ્રિસક્રાઇબ કરવા માં આવેલી દવાઓ આપવી
  • મેડિસિન આપતા પહેલા હમેશા 5 રાઇટ યાદ રાખવા
  • મેડિસિન આપ્યા પછી તેની સાઇડ ઇફેક્ટ કે પેશન્ટમાં આવતા કોઈ ચેન્જીસ જોવા અને તેને રેકોર્ડ કરવા
  • જો પેશન્ટ ઈ સી ટી આપવાનું હોય તો તેના વિશે સમજાવવું તેમજ તેને તેની બીમારી વિષે બોલવા દેવું
  • જો કોઈ ચેન્જીસ જણાય તો રેકોર્ડ કરી ફિઝિશયન ને જાણ કરવી

2. સાયકો -સોસ્યલ નર્સિંગ મેનેજમેન્ટ

  • પેશન્ટ ની નજીક બેસવું
  • પેશન્ટ સાથે વિશ્વસનીય સબધો રાખી કમ્ફર્ટ વાતાવરણ માં વાત કરવી જેથી તેની ચિંતા દૂર થાય
  • પેશન્ટ ને તેના પ્રોબ્લેમ વિષે બોલવા માટે પ્રોત્સાહિત કરવું
  • તેને બોલતી વખતે અથવા તેની વાત કરતાં હોય ત્યારે તેને ક્યારેય ક્રિટિસાઈઝ કરવું નહીં
  • પેશન્ટ ને બોલવા માટે પ્રોત્સાહિત કરવું
  • પેશન્ટ સાથે સરળ ભાષા માં તેને સમજાય તેમ વાત કરવી
  • પેશન્ટ ના ડિલ્યુશન વિષે વાત કરે ત્યારે શાંતિ થી સાંભળો અને તેના બિહેવીયર માં તે કઇ રીતે જોવા મળે તેને ઑબ્ઝર્વ કરો
  • તેના ડિલ્યુશન ને ક્યારેય માન્યતા આપવી નહીં પરંતુ તેને સેફ વાતાવરણ પૂરું પાડવું
  • પેશન્ટ ના હેલ્યુસીનેશન વિષે વાત કરવી નહીં આ સિવાય ની બધી વાતો કરવી
  • પેશન્ટ ને ક્યારેય ઇગ્નોર કરવું નહીં તેની સાથે વાત કરતાં ક્યારેક થોડો પોઝ લેવો અને વાત દરમિયાન પીનપોઈંટિંગ ,કલેરિફાઇંગ , રિફલએક્ટિંગ , સમરાઈઝિંગ વગેરે ઇન્ટરવ્યૂ ટેકનિક નો ઉપયોગ કરવો
    • સેલ્ફ કોન્સૈપ્ટ માં વધારો કરવો પેશન્ટ ને તેના સેલ્ફ કોન્સૈપ્ટ માં વધારો કરવા તેને થોડા કામ સોંપવા જોઈએ જેમકે બધા ને ડે એક્ટિવિટી માટે બોલાવવા ,બધા એ જમી લીધું છે કે નહીં તે ચેક કરવા કહેવું ,સફાઇ માટે કહેવું વગેરે
    • એટેન્શન અને જજમેન્ટ ને ઇમ્પ્રુવ કરવું પેશન્ટ સાથે કેરમ ,ચેસ ,લુડો વગેરે ગેમ નર્સ એ રમવી જોઈએ . નાંનાં નાના પ્રોબ્લેમ તેને સોલ્વ કરવા કહેવું જોઈએ પેશન્ટ નું ધ્યાન જળવાઈ રહે તેવું કામ સોંપવું જોઈએ
    • ફેમિલી સપોર્ટ ને ઇમ્પ્રુવ કરવું પેશન્ટ સાથે હમેશા એક પેશન્ટ ના રિલેટિવ એ રહેવું જોઈએ જે તેના પ્રોબ્લેમ માં મદદ કરી શકે. પેશન્ટ ની ડેઈલિ એક્ટિવિટી જેમકે પર્સનલ હાયજીન,ડાયેટ વગેરે માટે મદદ રૂપ થઈ શકે
  • 3. ફિઝિકલ નીડ નર્સિંગ મેનેજમેન્ટ

રક્ષણ આપવું :-

  • પેશન્ટ ની પાસે કોઇ ધારદાર કે ઇન્જરી કરે તેવી કોઈ વસ્તુઓ જેવી કે છરી ,બ્લેડ,સળિયો ,કાચની વસ્તુઓ વગેરે બને ત્યાં સુધી ન રાખવા
  • જો પેશન્ટ બીજા સાથે ઝઘડો કરતો હોય અને મારા મારી કરે તો તેને પનિશમેન્ટ જેમ કે તેને રમત માં ભાગ ન લેવા દેવો વગેરે કરી શકાય
  • ) પર્સનલ હાયજીન જાળવવા માં મદદ કરવી
  • પેશન્ટ ને બ્રશ કરવા જવા માટે પ્રોત્સાહિત કરવું
  • પેશન્ટ ને તેના બોવેલ અને બ્લડર ને પૂરા ખાલી કરાવવા કારણ કે પેશન્ટ તેનો ભરવો કરી શકે છે

c) ઉંધ માં મદદ કરવી

  • પેશન્ટ ને રાત્રે વહેલા સૂઈ જવા માટે પ્રોત્સાહિત કરવા. મેં લાઇટ ને સ્વિચ ઓફ કરવી. તેમજ બેડ સાઈડ પર ફ્લોર લાઇટ મુકવી.
  • જો કોઇ પેશન્ટ બીજા પેશન્ટ ને ડિસ્ટર્બ કરતો હોય તો તને અલગ કરી દેવો જોઈએ
  • પેશન્ટ ને એક ગ્લાસ ભરી ગરમ દૂધ પીવા માટે આપવું.
  • દિવસ દરમિયાન પેશન્ટ ને પરતી એક્ટિવિટી કરાવવી.
  • પેશન્ટ ને બપોરે ઊંઘ લેવાની મનાઇ કરવી.

d ) ન્યૂટ્રિશનલ નીડ

  • આગલા દિવસે પેશન્ટના માટે જરૂરી બેલેન્સ ડાયટ પ્લાન કરવું જોઈએ
  • પેશન્ટને રુચિ થાય તેવું અને તેના જ વાસણમાં ખાવાનું પીરસવું જોઈએ અને તેની જાતે જમવું જોઈએ
  • જો પેશન્ટ જમવાની બાબતે શંકાશીલ હોય તો સૌપ્રથમ તેના રિલેટિવ ને ફૂડ ને ટેસ્ટ કરાવવું જોઈએ
  • પેશન્ટને તેની જરૂરિયાત મુજબનું ફૂડ મળી રહેવું જોઈએ

4. રિક્રીએશનલ નીડ ર્સિંગ મેનેજમેન્ટ

  • પેશન્ટને તેના શોખ વિશે પૂછવું જોઈએ જેથી તે મુજબની તેને મનગમતું રિક્રીએશનલ આપી શકાય
  • પેશન્ટને કેરમ બોર્ડ કે લુડો જેવી ગેમ રમવા માટે આપવી જોઈએ
  • એનર્જી નો ઉપયોગ થાય તે માટે બેડમિન્ટન જેવી ગેમ પણ રમવા માટે આપી શકાય
  • શરૂઆતમાં પેશન્ટને કોઈ કોમ્પિટિશન વાળી ગેમ ન આપવી અથવા કરવી જોઈએ
  • જો કોઈ કોમ્પિટિશન જીતે તો તેને શાબાશી આપવી જોઈએ

5. સ્પિરિચ્યુઅલ નીડ ર્સિંગ મેનેજમેન્ટ

  • પેશન્ટને દરરોજ પ્રાર્થના કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ તેમજ તેના માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ તેમજ આવતા દરેક તહેવારો સરસ રીતે ઉજવવા જોઈએ પરંતુ ક્યારેય કોઈને બીજા ધર્મ કે તહેવારો ઉજવવા માટે ફોર્સ કરી શકાય નહીં

OR

a. What is therapeutic communication?    03 થેરાપ્યુટીક કોમ્યુનિકેશન એટલે શું ?

થેરાપ્યુટિક કોમ્યુનિકેશન :-

  થેરાપ્યુટીક કોમ્યુનિકેશન એટ્લે પેશન્ટ અને હેલ્થ કેર પ્રોવાઈડર વચ્ચે વર્બલ કે નોન વર્બલ રીતે કરવા મા આવતુ કોમ્યુનિકેશન જેનો મુખ્ય હેતુ પેશન્ટ ને સારી રીતે સમજવા અને કેર આપવા માટે નો  છે.

b. What are the components of therapeutic nurse patient relationship. થેરાપ્લેટીક નર્સ પેશન્ટ રીલેશનશીપ ના ઘટકો સમજાવો. 04

 થેરાપ્યુટીક રિલેશનશિપના ઘટકો

1. Rapport (રિપોર્ટ ): –

વ્યક્તિ સાથે ઇન્ટરેક્શન કરવા માટેનું આ એક સૌથી અગત્યનું અન કોન્સિયન્સ વ્યક્તિની કેરેક્ટરિસ્ટિક્સ છે

રેપોર્ટ એટલે બે વ્યક્તિ વચ્ચેનો પારસ્પરિક સમજૂતી વિશ્વાસ અથવા એગ્રીમેન્ટ એવો થાય છે મેન્ટલ હેલ્થ નર્સ એ પેશન્ટના વિશ્વાસ કેળવવો અને ટ્રસ્ટીંગ રિલેશનશિપ બાંધવી ખૂબ જરૂરી છે તેના માટે તેનામાં સમજૂતી નોન જજમેન્ટલ એટીટ્યુડ હુંફ વગેરે જેવા ગુણો હોવા જોઈએ

2.empathy (સહાનુભૂતિ): – સહાનુભૂતિ એ સામાન્ય રીતે બીજાની લાગણીને ઓળખવાની, સમજવાની અને પ્રત્યક્ષ અનુભવપૂર્વક અનુભવવાની ક્ષમતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સહાનુભૂતિ ઘણીવાર “પોતાને બીજાના પગરખાંમાં  મૂકવાની” ક્ષમતા તરીકે દર્શાવવામાં આવે છે, અથવા પોતાની અંદર રહેલા અન્ય વ્યક્તિના દૃષ્ટિકોણ અથવા લાગણીઓનો અનુભવ કરવો, એક પ્રકારનો ભાવનાત્મક પડઘો છે જેથી બીજા વ્યક્તિની લાગણી ભાવનાઓ અને સારી રીતે સમજી શકે તેની સમસ્યા નું કારણ જાણી શકે.

3. : Genuineness :- વ્યક્તિના શબ્દોમાં અને વ્યક્તિના વર્તનમાં, વ્યક્તિના પોતાનામાં રહેલી વિવિધ લાગણીઓ અને વલણો વ્યક્ત જેવા હોય તે રીતે કરવા

4.acceptance :-

પેશન્ટ જેવું છે તેવું સ્વીકારવું તેનાથી સારી રિલેશનશિપ છે તે ડેવલપ થાય છે અને તેનો ઉપયોગ આપણે પેશન્ટ ની કેર માટે કરી શકીએ

5. .Understanding:-

પેશન્ટ જેવુ છે તેવું તેની લાગણી ને સમજવી ખૂબ જરૂરી છે અને તેના માટે નર્સ ને સમજણ હોવી જોઈએ

6. warmth:-

શન્ટને આપણે મદદ કરીએ કે જેથી તે કમ્ફર્ટેબલ ફીલ કરી શકીએ વ્યક્તિ એક યુનિટ છે તે રીતે એનો સ્વીકાર કરવો ખુશી અને દુઃખના પ્રસંગોમાં ભાગ લેવો અને તેની કેર કરવી

7 Respect :-

મેન્ટલ વાળૂ પેશન્ટ પણ એક હ્યુમન બિંગ છે તેમ ગણીને જ તેની સાથે વ્યવહાર કરવો તેમ જ સતત થેરાપ્યૂટિક રિલેશનશિપ દરમિયાન તેની સાથે સારો વ્યવહાર કરવો અને તેનો આદર કરવો

c. Explain the phases of therapeutic nurse – patient relationship. 05 થેરાપ્લેટીક નર્સ પેશન્ટ રીલેશનશીપના તબક્કાઓ સમજાવો

નર્સ પેશન્ટ રિલેશનશિપ રિલેશનશિપ ના ફેઝ

1. પ્રિ -ઇન્ટરેકશન ફેઝ (pre interaction phase)

જ્યારે નર્સને પેશન્ટ અસાઇન થાય છે ત્યારથી શરૂ થાય છે જે તેની સાથે ઇન્ટરેક્શન કરે તે પહેલા નો ફેઝ છે આ ફેસ દરમિયાન નર્સને થોડો ડર અને એન્જોયટી હોય છે તેના ઓબ્જેકટીવ સેટ કરે છે પોતાની એન્ઝાઈટી દૂર કરવા માટે ક્લિનિકલ સુપરવાઇઝર ની હેલ્પ લઈ છે કારણ કે તેમને પણ પેશન્ટ વિશે ઘણી બધી મિસ કન્સેપ્ટ કે બીલીફ હોય છે કે પેશન્ટ મને સ્વીકારશે કે નહીં તે વાયોલંટ બિહેવિયર તો નહીં કરે નહીં તેના માટે તે ઘણી વખત આગળની સીફટ ના નર્સ સાથે વાત કરે છે અથવા તો રેકોર્ડ પરથી અનુમાન કાઢે છે

2. ઓરિએન્ટેશન ફેઝ (orientation phase )

આ ફેઝ ની શરૂઆત જ્યારે નર્સ પેશન્ટ સાથે ઇન્ટરેકશન કરે છે ત્યારથી થાય છે જ્યાં નર્સ પોતાની ઓળખ આપે છે અને પેશન્ટ પણ તેનાથી અજાણ હોય છે આ ફેઝ માં બંને એકબીજાના પરિચિત થાય છે એકબીજાને સ્વીકારે છે એકબીજા સાથે નો સારવાર બાબત ના કોન્ટ્રાક્ટ થાય છે આ વખતે પેશન્ટ સાથે વાતચીત કરતી વખતે તમારા વર્તનમાં તેના પ્રત્યે ટ્રસ્ટ બતાવો. મળેલી માહિતીની કોન્ફિડન્સિયાલીટી વિશે પેશન્ટને જણાવવુંનર્સ અને પેશન્ટ બંને એકબીજાને યુનિક હ્યુમન બીન તરીકે સ્વીકારે ત્યારે ઓરિયેન્ટેશન ફેસ કમ્પ્લીટ થઈ જાય છે

3. વર્કિંગ ફેઝ (Working phase )

આ ફેસમાં નર્સ અને પેશન્ટ માટેનો પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ માટેનો ફેસ છે જેમાં orientation ફેજમાં નક્કી કરેલા ગોલપુરા કરવા નર્સ કામગીરી કરે છે પેશન્ટની રિકવરી માટે કામગીરી કરે છે આમાં નર્સ પોતાની એન્ઝાઇટી ઉપર કાબુ મેળવે છે અને તેનો તેના ફિયરમાં ઘટાડો થાય છે આ સમય દરમિયાન પેશન્ટને સોશિયલાઈઝેશન માટે ઇનકરેજ કરવું કોમ્યુનિકેશન કરવા માટે મોટીવેટ કરવું સોલ્યુશન લાવવામાં મદદ કરવી વગેરે કાર્ય કરે છે

4. ટર્મિનેશન ફેઝ (Termination phase)

આ નર્સ અને પેશન્ટના થેરાપ્યૂટિક રીલેસન નો અંતિમ તબક્કો છે આ ફેઝ ને રિઝોલ્યુશન ફેઝ અથવા તો એન્ડ ફેસ પણ કહે છે ટર્મિનેશન ફેઝ નો મુખ્ય હેતુ નર્સ અને પેશન્ટ વચ્ચે ની થેરાપ્યૂટિક રીલેસન રિલેશનશિપ નો અંત લાવવાનો છે ટર્મિનેશન ફેઝની શરૂઆત ઓરિએન્ટેશન ફેસ ના પેશન્ટના કોન્ટ્રાક્ટ કરતી વખતે થાય છે પેશન્ટ ડિસ્ચાર્જ થાય પેશન્ટ પેરોલ પર જાય અને ફરીથી પાછો ન આવે ક્લિનિકલ રોટેશન મુજબ બીજી જગ્યાએ જવાનું થવાથી પેશન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થવાથી વન ટુ વન રિલેશનશિપની જરૂરિયાત ન રહેવાથી પેશન્ટ હોસ્પિટલમાં હોવા છતાં નર્સ રિલેશનશિપ ટર્મિનેટ કરે પેશન્ટ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય અને થેરાપીટિક રિલેશનશિપનો અંત લાવે વગેરે કારણોથી ટર્મિનેશન ફેસ આવે છે પેશન્ટને ટર્મિનેશન બાબતે જાણ કરવી મહત્વનું છે અને તે જાણવાનો હક છે પેશનને તેના વિચારો અને ફિલિંગ્સ રજૂ કરવું કરવા દેવા જોઈએ

Q.2 a. Describe the nursing management of depression patient. 08 ડીપ્રેશનવાળા દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.

 1.થેરાપ્યુટીક નીડ નર્સિંગ મેનેજમેન્ટ

પેશન્ટ ને આરામદાયક વાતાવરણ આપવું.અને પેશન્ટ ના રિલેટિવ ને તેની સાથે સતત રહેવા માટે કહેવું

ડૉક્ટર એ પ્રિસ્ક્રાઇબ કરેલ મેડિસિન અપાવી.તેની સાઇડ ઇફેક્ટ માટે જોવું અને તેનો રેકૉર્ડ-રિપોર્ટ રાખવો.સામાન્ય રીતે ને એન્ટિ ડિપ્રેઝ્ન્ટ ડ્રગ્સ આપવા મા આવે છે તે આપવી

પેશન્ટ નું MSE કરવુ તેમા તેના સ્યુસાઇડ ના વિચારો અને પ્લાન તેમજ તે કેટ્લુ ઘાતક છે તે તેમા જાણવુ અને તે દરેક નુ રેકૉર્ડ કરવું

જો પેશન્ટ ને ECT આપવાનું હોય તો તેમા મદદ કરવી અને તેની તૈયારી કરવી

2.ફિઝિકલ નીડ નર્સિંગ મેનેજમેન્ટ

a.સેફ ઇન્વારર્ન્મેંટ

  • પેશન્ટ સતત ઓબ્ઝર્વેશનમાં રાખવું એક નર્સ સતત તેની સંભાળ માટે હોવી જોઈએ
  • ગ્લાસ આર્ટીકલ્સ દોરડાઓ પાયજામા અને પેટીકોટની નાડીઓ , નેટ ટાઈ વગેરે રૂમમાંથી દૂર કરવા જોઈએ
    લાંબી બેડશીટ નો પણ ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેના માટે હેંગિંગ માટે ઉપયોગ કરી શકે છે
    ફૂડ માટે પેપર ડીશ નો ઉપયોગ કરવો
  • ઇલેક્ટ્રીક કનેક્શન ઓપન ન રાખવા જોઈએ
  • મેડિસિન અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ વોર્ડમાં લોક રાખવા જોઈએ
  • પેશન્ટ એક કરતાં વધારે મેડિસિન ન ગળે તેની ત્યાં કાળજી રાખવી જોઈએ
    નર્સિંગ સ્ટેશનની નજીક રૂમ આપવો જોઈએ
  • તેને લાઈફ ની જુદી જુદી કોપિંગ મિકેનિઝમ સમજાવવું

3.પર્સનલ હાઇજિન :-

પેશન્ટ પોતાનું પર્સનલ હાયજીન મેન્ટેન કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવું તેને તેના કપડા ચેન્જ કરવા બાથ લેવા ,હેયર કોમબીગ કરવું વગેરે માટે પ્રોત્સાહિત કરવું તમે આજે ખુબ સરસ દેખાવ છો તેવું કહો

4. ન્યુટ્રિશનલ લીડ

થોડો અને વારંવાર ડાયેટ લેવા માટે કહો

આમલેટ ,સલાડ ,વેજિટેબલ્સ વગેરે સાથે નો ફૂલ મિલ ડાયેટ આપવો

જ્યારે બધા જમતા હોય તેની સાથે જ ફૂડ સર્વ કરવું

પેશન્ટ ને તેના ફોડ ની પસંદગી માટે પૂછવું

ઇનપુટ અને આઉટપુટ રેકોર્ડ કરો

4.સાયકો સોશ્યલ નીડ :-

ટ્રસ્ટીંગ રિલેશનશિપ

પેશન્ટ સાથે વાત કરો તેને શાંતિથી સાંભળો તેનામાં રહેલી પોઝિટિવ બાબતોને બહાર લાવો પેશને તેના રિલેટિવ ની વિઝીટ કરવા દો તેની અંદર પોઝિટિવ એટીટ્યુડ નિર્માણ થાય તેવા માટેના પ્રયત્ન કરવો

સુસાઇડલ આઈડિયા ઘટાડવા

પેશન્ટ ને તેના સુસાઇડ આઈડિયા અને કઈ રીતે સુસાઇડ કરવું વગેરે વિશે વાતો કરવા માટે પ્રોત્સાહિત કરો તે સ્યુસાઈડ માં શેનો ઉપયોગમાં કરવા માને છે તે કેટલી લેથલ છે તે જાણો પેશન્ટ ને તેના સુસાઇડ થી થતા પરિણામોની જાણ કરો કે તમારા ફેમિલી મેમ્બર પર શું વિતશે વગેરે

સેલ્ફ એસ્ટીમ માં વધારો કરવો

પેશન્ટને તેના નામથી બોલાવું તેના પોઝિટિવ પોઇન્ટ અને તેના પોઝીટીવ અચિવમેન્ટને બિરદાવવું

ઈમ્પ્રુવ સોશીયલાઈઝેશન

પેશન્ટને ક્યારેય એકલું મૂકવું જોઈએ નહીં તેમને ધીમે ધીમે બેડ માંથી બહાર આવી લોકો સાથે મળવા મળવા માટે કહેવું

રીક્રીએશનલ નીડ

પેશન્ટની તેની ફેવરિટ હોબી અથવા તો ગેમ ની ઓળખ કરવી તેમને તેની હોબી પૂરી કરવા છતાં આઉટડોર ગેમ્સ માટે પૂરતો સમય આપવો જો જીતે તો તેને યશ આપવો હારી જાય તો કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વગર સ્વીકાર કરો

સ્પિરિશચ્યુઅલ એક્ટિવિટીઝ


b. Briefly explain the qualities of psychiatric nursing. 04 સાયકયાટ્રીક નર્સિંગની લાક્ષણિકતાઓ ટૂંકમાં સમજાવો 

ક્વોલિટીસ ઓફ સાઇકી આટ્રિક નર્સ

1. Empathy (સહાનુભૂતિ)

સારા નર્સ ને સમજની જરૂર છે કે દરેક દર્દી અલગ છે અને જીવનનો અનુભવ વિવિધ રીતે કરે છે. દરેક દર્દીની સ્થિતિને સમજવી, તેમની ચોક્કસ પરિસ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી અને બિન જરૂરી અથવા સામાન્ય સલાહ આપવાનું ટાળવું ફાયદાકારક છે. દર્દીના સંજોગોને વધુ સારી રીતે સમજવા માટે તેઓ શું પસાર થઈ રહ્યાં છે તેની કલ્પના કરવી અને તેઓ કેવું અનુભવી રહ્યા છે તે સ્વીકારવું ઉપયોગી થઈ શકે છે.

જો નર્સ તેમની સ્થિતિની સારવાર કરતા પહેલા તેમની સાથે તેમની લાગણીઓને સમર્થન આપો તો દર્દીઓ વધુ આરામદાયક અનુભવી શકે છે. દર્દી સાથે સમાન અનુભવ અને તેમની સારવારના પરિણામ વિશે ચર્ચા કરવાનું ટાળવું ફાયદાકારક છે. તમારા દર્દીને સક્રિય રીતે સાંભળવાથી તમે તેમની વાર્તાને સંપૂર્ણ રીતે સમજવામાં અને એમ્પથી બતાવવા માટે સક્ષમ બનાવી શકો છો આ પછી તમને તેઓ કેવું અનુભવે છે તે સમજવાની અને લાગણીઓ માન્ય છે તે સ્વીકારવા માટે તમને પરવાનગી આપે છે.

2. Non judgmental attitude બિન -નિર્ણાયક વલણ

જ્યારે વ્યક્તિઓ માટે તેમના અર્થઘટનના આધારે અન્ય લોકોનો ન્યાય કરવો તે સામાન્ય હોઈ શકે છે, જ્યારે દર્દીઓનું સંચાલન કરતી વખતે નર્સ માટે બિન-જજમેન્ટલ રહેવું વધુ સારું છે. બેકગ્રાઉન્ડ માન્યતા અથવા દેખાવના આધારે વ્યક્તિનું મૂલ્યાંકન તમને અલગ પાડી શકે છે અને તમને તેમનો વિશ્વાસ મેળવવાથી અટકાવી શકે છે. દર્દીઓ અનુભવવા માંગે છે કે તેઓ તમારા પર વિશ્વાસ કરી શકે છે અને તમે તેમની પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના તેમને ટેકો આપો છો.

બિન-જજમેન્ટલ કેર પ્રદાન કરવાથી નર્સ દર્દીઓને સ્વીકાર કરી શકે છે , ગમે તે સંજોગોમાં. આ તમને દર્દીઓને સમાન રીતે શ્રેષ્ઠ સારવાર આપવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. જો તમારા મંતવ્યો તેમનાથી ભિન્ન હોય, તો જો જરૂરી હોય તો આને નમ્રતાપૂર્વક અને આદરપૂર્વક વ્યક્ત કરવાની સલાહ આપવામાં આવે છે.

3. Excellent communication ઉત્તમ સંચાર

ડિપ્રેશન અથવા પર્સનાલિટી ડિસઓર્ડર જેવી પરિસ્થિતિઓ વિશે દર્દીઓ અને તેમના સંબંધીઓ સાથે અસરકારક રીતે વાતચીત કરવા માટે નર્સ ને ઉત્તમ કોમ્યુનિકેશન સ્કિલ ની જરૂર હોય છે. દર્દીઓને સક્રિય રીતે સાંભળવું ફાયદાકારક છે, કારણ કે નાના ખુલાસા પણ તેમની માનસિક સ્થિતિ વિશે ઘણું કહી શકે છે. નવા દાખલ થયેલા દર્દીને તેમના પર્યાવરણના પરિવર્તનને અનુરૂપ સમસ્યાઓ અનુભવી શકે છે. તેથી, નજીકથી વાતચીત કરીને શક્ય તેટલો વધુ સપોર્ટ આપવો મહત્વપૂર્ણ છે. દર્દીઓ સાથે સ્પષ્ટ રીતે વાત કરો અને તપાસો કે તેઓ સમજે છે કે તમે શું પૂછો છો. તેમના ચહેરાના હાવભાવ અને હાવભાવનું અવલોકન કરવું ફાયદાકારક છે, કારણ કે આ તમને જાણ કરી શકે છે કે વાતચીત કેવી રીતે ચાલુ રાખવી.

4. Compassion (કરુણા)

સહાનુભૂતિ દર્શાવવાનો અર્થ એ છે કે વ્યક્તિની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બનવું અને તેમની પરિસ્થિતિ સુધારવા માટે તમે જે કરી શકો તે કરો. દયાળુ કૃત્ય દર્દીના મૂડને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે, અને તેઓ આવી સંભાળને વળગી શકે છે. નર્સ માટે તેમના કાર્યના સંવેદનશીલ સ્વભાવને કારણે કરુણા દર્શાવવી તે ફાયદાકારક છે.

કેટલીકવાર, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી વ્યક્તિઓ તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેવા માટે કોઈ વ્યાવસાયિક પર વિશ્વાસ કરવામાં અસમર્થ લાગે છે. ઇરાદાપૂર્વક પ્રોત્સાહન અને ટેકો આપવાથી સકારાત્મક ભાવનાત્મક પ્રતિભાવ ટ્રિગર થઈ શકે છે અને પુનઃપ્રાપ્તિની સુવિધા મળી શકે છે. નર્સ વારંવાર તેમના દર્દીઓને વધુ આરામદાયક લાગે અને વિશ્વાસ વધારવામાં મદદ કરવા માટે દયાના સરળ કાર્યો કરે છે.

5. ફરજ પ્રત્યેની નિષ્ઠા (Devotion to Duty)

નર્સ માટે ફરજ પ્રત્યે ની નિષ્ઠા ચાવીરૂપ છે, કારણ કે તેઓ આવશ્યક સેવાઓ પૂરી પાડે છે. ફરજ પ્રત્યે સમર્પણનો અર્થ એ છે કે તમે પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડવામાં સતત રહો છો. તે શ્રેષ્ઠ સંભવિત પરિણામો સાથે સરળ કાર્ય અનુભવ માટે સહકર્મીઓ, દર્દીઓ અને તેમના સંબંધીઓ સાથે તંદુરસ્ત, સકારાત્મક સંબંધો બનાવવાનું મહત્વ સમજો છે . આ હાંસલ કરવા માટે, શ્રેષ્ઠ પ્રેક્ટિસ સાથે પોતાને અદ્યતન રાખવા માટે સતત વ્યાવસાયિક વિકાસ માટે પ્રતિબદ્ધતા નર્સ માટે ઉપયોગી છે.

વ્યાવસાયિક વિકાસ માટે સમર્પિત થવાથી નર્સ ને વધુ સારી દર્દી-કેન્દ્રિત સંભાળ અને ઉત્તમ સેવા પૂરી પાડવાની મંજૂરી મળી શકે છે. આ વ્યાવસાયિકો માટે તેમની પોતાની ભાવનાત્મક અને માનસિક સુખાકારીનું નિરીક્ષણ કરવું પણ મહત્વપૂર્ણ છે. અસ્વસ્થતા તેમને શ્રેષ્ઠ દર્દી સંભાળ પૂરી પાડવાથી રોકી શકે છે.અસ્વસ્થતા તેમને શ્રેષ્ઠ દર્દી સંભાળ પૂરી પાડવાથી રોકી શકે છે

6. શાંત (Calmness)

એવી પરિસ્થિતિઓમાં જ્યાં દર્દીઓ અને સંબંધીઓ ઉશ્કેરાટની લાગણી અનુભવે છે, તે મદદરૂપ છે જો નર્સ શાંત રહી શકે અને સમાન પ્રતિક્રિયા આપવાને બદલે મામલાઓને દૂર કરવાનો પ્રયાસ કરે, જે દર્દીની આક્રમકતા અને તકલીફમાં વધારો કરી શકે છે. સંદેશાવ્યવહાર તકનીકોનો ઉપયોગ કરીને તણાવપૂર્ણ પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ મળી શકે છે, જેમ કે દવાઓનું સંચાલન કરીને અથવા આક્રમક વ્યક્તિઓને નિયંત્રિત કરીને દર્દીઓ અને સંબંધીઓને શાંત કરી શકાય છે. વધુ સમસ્યાઓને ટ્રિગર કરવાનું ટાળવા માટે કાળજીપૂર્વક આમ કરવું ફાયદાકારક છે.

7.Emotional intelligence (ભાવનાત્મક બુદ્ધિ)

ભાવનાત્મક બુદ્ધિ એ પોતાની અને અન્યની લાગણીઓને ઓળખવાની અને સમજવાની ક્ષમતા છે. ખાસ કરીને જટિલ પરિસ્થિતિઓમાં તેમની અને દર્દીઓની લાગણીઓને કેવી રીતે સંચાલિત કરવી તે શીખવાથી RMNS ને ફાયદો થઈ શકે છે. દર્દીની લાગણીઓનું અવલોકન અને સંચાલન કરવાથી તેઓ આક્રમક બને તેવી પરિસ્થિતિમાં તેમને શાંત કરવામાં મદદ કરી શકે છે. આમાં દર્દીની અને હાજર અન્ય લોકોની સલામતી સુનિશ્ચિત કરવાનો સમાવેશ થઈ શકે છે.

ભાવનાત્મક બુદ્ધિ દર્શાવવાથી તમે દર્દીઓ સાથે કેવી રીતે વાતચીત કરો છો તેની અસર કરી શકે છે. તમે સૂચવી શકો છો કે તમે તેમની પરિસ્થિતિને સમજો છો અને પૂછો કે તમે તેમને વધુ સારું અનુભવવામાં કેવી રીતે મદદ કરી શકો. જો તેમની વિનંતી શક્ય ન હોય, તો તેમની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ હોવા બદલ માફી માગવી અને યોગ્ય ઉકેલ ઑફર કરવો શ્રેષ્ઠ છે. ભાવનાત્મક બુદ્ધિ તમને અમુક મુદ્દાઓ પર …

8. Adaptability (અનુકૂલનક્ષમતા)

કાર્ય વાતાવરણ ઘણીવાર બદલાય છે, અને નર્સ માટે ઝડપથી નવી ગતિશીલતા સાથે અનુકૂલન કરવું જરૂરી બની શકે છે. જો નર્સ એ દર્દીઓને સતત સારી સંભાળ પૂરી પાડવી હોય તો તેઓ બદલાતા વાતાવરણમાં કામ કરે છે તે સ્વીકારવું અને ઝડપથી અનુકૂલન કરવું મહત્વપૂર્ણ છે. તેઓ અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવતા વિવિધ દર્દીઓને પણ મળી શકે છે, માનસિક સ્વાસ્થ્યની વિવિધ પરિસ્થિતિઓ સાથે કામ કરી શકે છે અને તેમના દર્દીઓમાં વિવિધ મૂડનું સંચાલન કરી શકે છે. તેઓ વિવિધ જૂથો સાથે કામ કરતી વખતે એડજસ્ટ કરવા અને સાથે રહેવા માટે અનુકૂલનક્ષમતાનો ઉપયોગ કરી શકે છે. નવી પ્રક્રિયાઓ અને નીતિઓ સાથે કામ કરતી વખતે પણ આ વિશેષતા મદદરૂપ થાય છે.

9. ધીરજ (Patience)

દર્દીઓ અને તેમના સંબંધીઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતી વખતે નર્સ માટે ધીરજ દર્શાવવી ઘણીવાર જરૂરી છે. દર્દીઓ સ્પષ્ટ રીતે વાતચીત કરી શકતા નથી અથવા અસ્વસ્થ થઈ શકતા નથી, અને આ વ્યાવસાયિકો માટે આવી ઘટનાઓને શાંતિથી હેન્ડલ કરવા અને સમાન સ્તરની કાળજી સાથે દર્દીઓની સારવાર કરવી તે ફાયદાકારક છે. સંબંધીઓનું સંચાલન નર્સ માટે જટિલ પડકારો પણ પેદા કરી શકે છે, અને અહીં ધીરજ અને સ્પષ્ટ સમજૂતીની જરૂરિયાત પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

OR

a. Describe the principles of psychiatric nursing. 08 સાયકયાટ્રીક નર્સિંગના સિદ્ધાંતો વર્ણવો.

Patient is Accepted Exactly as He is ( દર્દીને તે જેમ છે તેમ બરાબર સ્વીકારવામાં આવે છે )

સ્વીકાર એટલે કોઈપણ જાત ના પૂર્વગ્રહ રહિત કે બિન નિર્ણયી  હોવું. સ્વીકૃતિ પ્રેમ અને સંભાળની લાગણી વ્યક્ત કરે છે. સ્વીકૃતિનો અર્થ સંપૂર્ણ અનુમતિ નથી, પરંતુ વ્યક્તિગત માનવ તરીકે તેને આદર આપવા માટે સકારાત્મક વર્તણૂકોનું સેટિંગ છે

A. Being Non-judgmental and Non-punitive (બિન -નિર્ણાયક અને બિન-શિક્ષાત્મક હોવું )

દર્દીના વર્તનને સાચા કે ખોટા, સારા કે ખરાબ તરીકે નક્કી કરવામાં આવતું નથી. દર્દીને તેના અનિચ્છનીય વર્તન માટે સજા કરવામાં આવતી નથી. સજા જેવી કે  પ્રત્યક્ષ સાંકળ બાંધવી, રિસઇટ્રેન કરવું કે , અલગ રૂમમાં રાખવા   અને પરોક્ષ તેની હાજરીને અવગણવી અથવા જાણી જોઈને ધ્યાન ના આપવું  કે ટાળવું . એક નર્સ જે સ્વીકૃતિ દર્શાવે છે તે દર્દીને તેની અપેક્ષાઓથી વિપરીત વર્તન કરે ત્યારે પણ તેને નકારતી નથી.

B. Being Sincerely Interested in the Patient.(દર્દીમાં નિષ્ઠાપૂર્વક રસ ધરાવવો)

  • અન્ય વ્યક્તિમાં નિષ્ઠાપૂર્વક રસ હોવાનો અર્થ એ છે કે અન્ય વ્યક્તિના હિતને ધ્યાનમાં લેવું
  •  દર્દીના વર્તન ના પેટર્નનો અભ્યાસ કરવો
  • શક્ય હોય ત્યાં સુધી તેને પોતાની પસંદગીઓ અને નિર્ણયો લેવાની મંજૂરી આપવી
  • તેની પસંદ અને નાપસંદથી વાકેફ રહેવું.
  • તેની સાથે પ્રમાણિક બનવું.
  •  તે શું કહે છે તે સાંભળવા માટે સમય આપો .
  • સંવેદનશીલ વિષયો અને મુદ્દાઓથી દૂર રહેવું.
  • દર્દી વ્યક્ત કરી શકે તેવી લાગણીઓને ઓળખવી અને તેનું પ્રતિબિંબ પાડવું – જ્યારે દર્દી
C. Recognize and Reflecting on Feelings which Patient may Express (દર્દી વ્યક્ત કરી શકે તેવી લાગણીઓને ઓળખવી અને તેનું પ્રતિબિંબ પાડવું)

જ્યારે દર્દી વાત કરે છે, ત્યારે તેમાં શું કન્ટેન્ટ છે તેની  નોંધ લેવી મહત્વપૂર્ણ નથી, પરંતુ વાતચીત પાછળની લાગણી શું હોય શકે છે, જેને ઓળખી અને પ્રતિબિંબિત કરવી જોઈએ.

D . Talking with Purpose (હેતુ સાથે વાત કરવી )

દર્દી સાથે નર્સની વાતચીત તેની જરૂરિયાતો, ઈચ્છાઓ અને રુચિઓની આસપાસ ફરતી હોવી જોઈએ. જ્યારે સમસ્યાઓ સ્પષ્ટ ન હોય ત્યારે રિફલેક્શન , ખુલ્લા પ્રશ્નો(open ended question ), મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા, વાસ્તવિકતા રજૂ કરવા માટે આવા  જેવા પરોક્ષ અભિગમો વધુ અસરકારક છે.

E .Listening (સાંભળવું )

સાંભળવું એ એક સક્રિય પ્રક્રિયા છે. દર્દી શું કહે છે તે સાંભળવા માટે નર્સે સમય અને શક્તિ (એનર્જી) લેવી જોઈએ. તેણીએ સહાનુભૂતિપૂર્વક સાંભળનાર હોવું જોઈએ અને વાસ્તવિક રસ દર્શાવવો જોઈએ.

F Permitting patient to express strongly held feeling (દર્દીને મજબૂત લાગણીઓ વ્યક્ત કરવાની પરવાનગી આપવી)

સ્ટ્રોંગ ઇમોશન નો ભરવો એ ખુબજ વિસ્ફોટક હોય છે. દર્દીને અસ્વીકાર અથવા સજા વિના તેની તીવ્ર લાગણીઓ વ્યક્ત કરવાની મંજૂરી આપવી તે વધુ સારું છે.

2.Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો

મનોચિકિત્સકની નર્સ પાસે વાસ્તવિક સ્વ ખ્યાલ હોવો જોઈએ અને તે પોતાની લાગણીઓ અને પ્રતિભાવોને ઓળખવામાં સક્ષમ હોવી જોઈએ.

3.Consistency is used to contribute to patients security (પેશન્ટની સિક્યુરિટી માટે સતત ફાળો આપવો)

એમનો અર્થ એવો થાય છે કે સ્ટાફ એ વોર્ડ રૂટિન દરમિયાન દરમિયાન  પેશન્ટની સેફટી માટેના પગલાંઓ લેવા જોઈએ

4. Reassurance should be given in a Subtle and Acceptable Manner-(સ્વીકાર્ય હોય તે રીતે આશ્વાસન આપવું)

આશ્વસન દર્દીનો આત્મવિશ્વાસ નિર્માણ કરે છે . નર્સ આશ્વાસન આપવા માટે દર્દી ની પરિસ્થિતિને સમજાવવાની અને તેનેવિશ્લેષણ કરવાની જરૂર છે હોય છે . 

5.Patient’s Behaviour is Changed through Emotional Experience and not by Rational Interpretation Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો )

દર્દીઓને સલાહ આપવા થી કે તેને  તર્કસંગત બનાવવું એ  વર્તન બદલવામાં અસરકારક નથી. રોલ-પ્લે અને સામાજિક-નાટક વગેરે થી તેના બિહેવીયર માં બદલાવ લાવી શકાય 

6.Unnecessary Increase in Patient’s Anxiety should be Avoided (દર્દીની ચિંતામાં બિનજરૂરી વધારો ટાળવો જોઈએ)

પેશન્ટ માં બિનજરૂરી ચિંતા ના થાય તે માટે નીચે મુજબ ની બાબતો નું ધ્યાન રાખવું જોઈએ 

  • નર્સ એ પોતાની ચિંતા ન બતાવવી.
  • દર્દીની ખામીઓ તરફ ધ્યાન બતાવવું.
  • દર્દીને વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો.
  • દર્દી પર એવી માંગણીઓ મૂકવી જે તે દેખીતી રીતે પૂરી કરી શકતો નથી.

7. Objective Observation of Patient to Understand his Behavior(તેના વર્તનને સમજવા માટે દર્દીનું ઓબ્જેકટિવ  નિરીક્ષણ)

જેથી પેશન્ટ શું કહેવાય માંગે છે તેનું મૂલ્યાંકન કરી શકાય. નર્સ એ પોતાની ફિલિંગ,જજમેંટ અભિપ્રાયો ને મિક્સ કરવા ના જોઈએ. 

8. Maintain Realistic Nurse-Patient Relationship (વાસ્તવિક નર્સ-દર્દી સંબંધ જાળવો)

વાસ્તવિક અથવા વ્યાવસાયિક સંબંધ વ્યક્તિની વ્યક્તિગત અને ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે દર્દી અને નર્સની જરૂરિયાતો પર નહીં.

9. Avoid Physical and Verbal Force as Much as Possible (શારિરિક કે માનસિક કોઇ પણ પ્રકાર નો ફોર્સ કરવો નહી)

નર્સ એ કોઈપણ પ્રકારની પનિશમેન્ટ આપવી જોઈએ નહીં પેશન્ટ સાયકોલોજીકલ ટ્રોમા થી પિડાતો તો હોય છે આ ઉપરાંત નર્સ એ પેશન્ટના બિહેવિયર નો અભ્યાસ કરીને અનિશ્ચિત બિહેવિયર ને અટકાવી શકાય છે. નર્સ એ પ્રોસિજર જલ્દી કરી લેવા જોઈએ પોતાનો અણગમો છે તે પેશન્ટને દર્શાવવો ન જોઈએ જો પેશન્ટને રિસ્ટ્રેઈન કરવામાં આવે તો તેનું કારણ જણાવો.પેશન્ટ ના બિહેવિયર મા પોઝિટિવ ફેરફાર થાય ત્યારે બીજા સાથે હળી મળી શકે તેના માટે પરવાનગી આપવી.

10. Nursing Care is Centered on the Patient as a Person and not on the Control of Symptoms (નર્સિંગ કેર વ્યક્તિ ને ધ્યાન મા લઇને આપવી નહિ કે તેના સિમ્પટ્મ્સ)

વ્યક્તિમાં જોવા મળતા બિહેવિયર પાછ્ળ કંઈક કારણ હોય છે જે નર્સ તેના આ બિહેવિયર ના સિમ્પટ્મ્સ ક્યા ક કારણે આવે છે તેની સમજણ હોવી જોઈએ પેશન્ટ ઘણી વખત એક જ પરિસ્થિતિમાં પેશન્ટ અલગ અલગ બિહેવિયર ના સીમટમ્સ બતાવે છે તેથી નર્સિંગ કેર પેશન્ટ ને ધ્યાન મા રાખીને કેર કરવી નહીં કે તેના સિમ્પટમ્સને ધ્યાનમાં રાખીને

11. All Explanations of Procedures and other Routines are Given According to the Patient’s Level of Understanding (પેશન્ટ ને તેની સમજ મુજબ રુટિન અને પ્રોસિઝર ની સમજ આપવી)

સાયકીયાટ્રિક પેશન્ટ ની સમજ અને જરુરિયાત મુજબ રુટીન અને પ્રોસિઝર સમજાવવા જોઇએ જેથી તેની ચિંતા મહદ અંશે દુર થાય તેમજ દરેક વ્યક્તિ ને તેના પર કરવા મા આવતી પ્રોસિઝર જાણવા નો અધિકાર છે તે મેન્ટ્લ છે એટ્લે તેને આ સમજાવવૂ જરુરી નથી એવુ હોવુ જોઇએ નહી.

12. Many Procedures are Modified but Basic Principles Remain Unaltered-(ઘણા પ્રોસિઝર મોડિફાઈડ થશે પરંતુ આ બેઝિક પ્રિંન્સિપાલ એમજ રહ્શે)

પેશન્ટ ની જરુરિયાત મુજબ ઘણાપ્રોસિઝર મોડિફાય થશે મેથડ ચેન્જ થશે પરંતુ આ બેઝિક પ્રિન્સિપાલ એમજ રહ્શે જેમા મુખ્યત્વે પેશન્ટ ની કેર કરવી જેમા તેની સેફ્ટી,સિક્યુરિટી,થેરાપ્યુટિક રિલેશનશીપ, પ્રોસિઝર વગેરે…..

b. Briefly explain the barriers of communication. 04 કોમ્યુનીકેશનના અવરોધો ટુંકમાં સમજાવો.

  1. સાંભળવું નહીં (Not Listening)

પેશન્ટ જ્યારે વાતચીત કરે ત્યારે તે નર્સ ના સાંભળે કે બે ધ્યાન રહે તો કોમ્યુનિકેશનની ક્રિયા ફેલ થાય છે નર્સ પેશન્ટ રિલેશનશિપ સારા થતાં નથી તેમ જ જો પેશન્ટ પણ નર્સની વાત ન સાંભળે તો પણ આ પ્રોબ્લેમ આવે છે

2. રિજેક્ટ રિસ્પોન્સ(Reject Response)

પેશન્ટ જ્યારે કંઈ બોલે ત્યારે તેને વાતને રિજેક્ટ કરવામાં આવે તો જેમ કે ચાલો અહીં વાત બંધ કરીએ તેમ કરવાથી પેશન્ટને ખોટું લાગશે અને પછી તે તેની વાત જણાવશે નહીં

3. રીયસ્યોરન્સ (Reassurance)

પેશન્ટને ખોટા આશ્વાસનો આપવા નહીં જેમ કે સારું થઈ જશે હોસ્પિટલ એકલા આવશો તો ચાલશે તેનાથી પેશન્ટની સારવારમાં અવરોધ થઈ શકે છે

4. પ્રોબિગ (Probing)

પરાણે દર્દી પાસેથી કોઈ બાબતની જાણવાની કોશિશ ન કરવી આ બાબત ખોટી છે તેનાથી દર્દી કોઈ પણ બાબત જણાવવા ઇન્કાર કરશે અને વધારે પ્રશ્નો ઊભા થશે

એડવાઇઝિંગ

પેશન્ટ અને બિન જરૂરી સલાહો આપવી નહીં

ચેન્જિંગ ટોપીક્સ

જો દર્દી કોઈ ટોપીક પર વાત કરતો હોય તો કારણ વિના ટોપિક્સ બદલ ન કરતા તેને શાંતિથી સાંભળવો

બ્લેમઇન્ગ

પેશન્ટ પર કોઈ પણ પ્રકારના બ્લેમ કરવા નહીં કે તમે આમ કર્યું એટલા માટે આમ થયું

ડાયરેકટિંગ

પેશન્ટને સારવાર દરમિયાન કોઈ વધારે સૂચનાઓ જાવ નાયલો કપડાં બદલાવી લો વગેરે

પ્રિચીન

કે ઉપદેશ આપવા નહીં જેમ કે તમારી જિંદગી જીવવાની રીત જ ખોટી

પેટ્રોનાઝિંગ

કોમ્યુનિકેશન પ્રોસેસ દરમિયાન પેશન્ટનું વધારે કાળજી ભર્યું વર્તન કરવું નહીં

ચેલેન્જ પેશન્ટ

પેશન્ટ સાથે ચેલેન્જ ન કરવી પેશન્ટ ભારતનો પ્રાઇમ મિનિસ્ટર છું તો તેને એમ ન કહેવું કે તમે ક્યાંથી હોઈ શકો આ કહેવાથી પેશન્ટને આપણી સાથે કમ્ફર્ટનેસ નહીં લાગે


યુઝિંગ ડેનિયલ

પેશન્ટ કોઈ એવી બાબત જણાવે તો તેને સામાન્ય ન ગણવી દાખલા તરીકે પેશન્ટએમ કહે કે હું મૃત છું તો તેને એમ ન કહેવાય કે મજાક ન કરો અથવા જવા દો આવી બાબત સીરીયસલી લેવી જોઈએ

Q.3 Write Short Answers (Any Two) ટૂંકમાં જવાબ આપો. (કોઇપણ બે) 2X6=12

a. Explain the modern psychiatric nursing. મોર્ડન સાયકયાટ્રીક નર્સિંગ સમજાવો.

આધુનિક સાયકયાટ્રીક નર્સિંગ વિકાસ 1873 માં, લિન્ડા રિચાર્ડ્સ બોસ્ટનની ન્યૂ ઈંગ્લેન્ડ હોસ્પિટલ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રનમાંથી સ્નાતક થયા.

તેણીએ સાયકિયાટ્રિક હોસ્પિટલોમાં નર્સિંગ સંભાળમાં સુધારો કર્યો.

રિચાર્ડ્સને પ્રથમ અમેરિકન સાયકિયાટ્રિક નર્સ કહેવામાં આવે છે; તેણી માનતી હતી કે “માનસિક રીતે બીમાર વ્યક્તિની ઓછામાં ઓછી શારીરિક રીતે બીમાર જેટલી કાળજી લેવી જોઈએ”

પ્રથમ સાયકિયાટ્રિક નર્સિંગ ની ટેક્સ્ટસબૂક , હેરિયેટ બેઈલી દ્વારા નર્સિંગ મેન્ટલ ડિસીઝ, 1920 માં પ્રકાશિત થયું હતું.

1913 માં, જોન્સ હોપકિન્સ નર્સિંગની પ્રથમ શાળા હતી જેણે તેના અભ્યાસક્રમમાં સાયકિયાટ્રિક નર્સિંગનો અભ્યાસક્રમ શામેલ કર્યો હતો.

1953: મેક્સવેલ જોન્સે થેરાપ્યુટિક કોમ્યુનીટીની રજૂઆત કરી.

1960: પ્રાયમરી પ્રિવેન્શન અને કોમ્યુનીટી કેર અને કાઉંસિલ ના અમલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ થયું

સાયકિયાટ્રિક નર્સિંગ નામ મેન્ટલ હેલ્થ નર્સિંગમાં બદલાઈ ગયું.

1980: સાયકોબાયોલોજી, મગજની ઇમેજિંગ તકનીકો, ન્યુરોટ્રાંસમિટર અને ન્યુરોનલ રીસેપ્ટર્સ વિશે જ્ઞાન, મોલેક્યુલર જીનેટિક્સ સંબંધિત મનોચિકિત્સા વગેરેના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પ્રગતિ ઉભરી આવી.

b. Describe social and economical factors affecting on mental health. મેન્ટલ હેલ્થને અસર કરતાં સામાજીક અને આર્થિક પરિબળો વર્ણવો

સોશિયલ અને ઈકોનોમિક ફેક્ટર એ મેન્ટલ હેલ્થ પર એક ન અનેક રીતે અસર કરે છે. જેમાં અમુક એવા key point કે જે મેન્ટલ વેલ બીઇંગ વ્યક્તિ ને અસર કરે છે :-

1. Socioeconomic Status (SES) (સોસીઓ ઈકોનોમિક સ્ટેટસ):

  • Impact(ઇમ્પેક્ટ):

Low(નીચા) SES ના લીધે stress માં વધારો થાય છે, આવક અને બીજા resources (રીસોર્સ) માં લિમિટ આવે છે, અને માનસિક તાણ માં વધારો થાય છે.

  • Explanation(એકસ્પ્લેનેશન):

Economic(ઈકોનોમિક) અસમાનતા નાં લીધે વ્યક્તિ ને financial (ફાઈનાનસિયલ) strain(તંગી) નો સામનો કરવો પડે છે જેના થી તેને જરૂરી હેલ્થ કેર અને એજ્યુકેશન મળતું નથી.

2. Employment and Job Insecurity(એમપ્લોયમેન્ટ અને જોબ ઈન-સેક્યોરીટી):

  • Impact(ઇમ્પેક્ટ):

Unemployment(અન-એમપ્લોયમેન્ટ), job insecurity(જોબ ઈન-સેક્યોરીટી), underemployment (અંડર-એમપ્લોયમેન્ટ) નાં લીધે પણ stress(તાણ) માં અને anxiety(ચિંતા) માં વધારો થાય છે જેના લીધે ડિપ્રેશન જેવી બીમારી થાય છે.

  • Explanation(એકસ્પ્લેનેશન): એક stable job(સ્ટેબલ જોબ) નાં લીધે financial security મળી રહે છે જેનાથી ચિંતા અને માનસિક તણાવ રેતો નથી વ્યક્તિ પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે છે…..

3. Social Support and Relationships(સોશ્યલ સપોર્ટ અને રીલેશનશીપ):

  • Impact(ઇમ્પેક્ટ):

સારા અને મજબૂત સોશ્યલ કનેકશન નાં લીધે વ્યક્તી એ mentally healthy રહી શકે છે…જ્યારે એકલો રહેતો વ્યક્તી એ મેન્ટલી unstable હોય છે જેને ડિપ્રેશન જેવી બીમારી થવા ની શક્યતા છે.

  • Explanation(એકસ્પ્લેનેશન):

સપોર્ટ વાળા રીલેશનશીપ ની મદદ થી વ્યક્તિ સામાજિક રૂપે અને માનસિક(mentally) રીતે સારું સ્વાસ્થ્ય(health) મેળવે છે.

4. Education:

  • Impact(ઇમ્પેક્ટ):

Limited(લિમિટેડ) education એ વ્યક્તિ ની માનસિકતા પર ડાયરેક્ટ રીતે અસર કરે છે……

  • Explanation(એકસ્પ્લેનેશન):

Educated (સારા ભણતર) વાળો વ્યક્તિ એ સારી employment(નોકરી) મેળવે છે અને ઈકોનોમિક રીતે પણ તે પોતાની પ્રાથમિક જરૂરિયાત સંતોષી શકે છે, અને સારા ભણતર થી તેનો પોતાની વિચાર શક્તિ પણ સારી હોય છે જેથી તે mentally healthy રહે છે…

5. Housing and Neighborhood Conditions(હાઉસિંગ અને નેબોર કન્ડીશન):

  • Impact(ઇમ્પેક્ટ):

Poor living conditions (લિવિંગ કન્ડીશન) અને અસામાજિક પાડોશી નાં લીધે વ્યક્તિ ની ચિંતા અને તાણ માં વધારો થાય છે જેના લીધે તેની માનસિક કન્ડીશન બગડે છે…

  • Explanation(એકસ્પ્લેનેશન):

housing પ્રોબ્લેમ, violence(વાયોલેન્સ) વાળા વાતાવરણ, અને community resources નાં અભાવે વ્યક્તિ પર નેગેટિવ અસર થાય છે જેના લીધે તેમાં માનસિક બીમારી જોવા મળે છે.

6. Discrimination and Stigma(ડીસ્ક્રીમિનેશન એન્ડ સ્ટિગમા):

  • Impact(ઇમ્પેક્ટ):

Discrimination(ડીસ્ક્રીમિનેશન- ભેદભાવ) એ race(પ્રજાતિ), gender, or sexual orientation (સેક્સ્યુઆલ ઓરીએન્ટેશન) ના આધારે થતો હોય તો તે મેન્ટલી ડિસ્ટર્બ થાય છે…..

  • Explanation(એકસ્પ્લેનેશન):

Discrimination(ડીસ્ક્રીમિનેશન) ના લીધે વ્યક્તિ એ chronic stress(સ્ટ્રેસ-તાણ), anxiety(ચિંતા), અને ડિપ્રેશન જોવા મળે છે. Stigma(સ્ટિગમા-કલંક) ના લીધે કોમ્યુનિટી તરફ થી કોઈ હેલ્પ મળતી નથી જેના લીધે માનસિક બીમારી જોવા મળે છે.

7. Access to Healthcare(એક્સેસ to હેલ્થકેર):

  • Impact:(ઇમ્પેક્ટ)

હેલ્થ સર્વીસ ના Limited (લિમીટેડ) એક્સેસ નાં લીધે વ્યક્તી ને પૂરતી સારવાર મળતી નથી, જેના લીધે તેમાં માનસિક બિમારીઓ જોવા મળે છે….

  • Explanation(એકસ્પ્લેનેશન):

ફાઈનાન્સીઅલ બેરીઅર્સ, જેવા કે પૈસા ની તંગી….etc..
ના લીધે પૂરતી હેલ્થ સારવાર મેળવી શકતો નથી જેના લીધે મેન્ટલ ડિસઓર્ડર જોવા મળે છે…

8. Economic Downturns and Recession(ઈકોનોમિક ડાઉનટર્ન એન્ડ રિસેશન):

  • Impact(ઇમ્પેક્ટ):

Economic downturns (ઈકોનોમિક ડાઉનટર્ન– ખોટ)
ના લીધે વ્યક્તિ માં stress, anxiety અને સોશ્યલ તણાવ નો સામનો કરવો પડે છે જેથી તેની મેન્ટલ હેલ્થ બગડે છે….q

  • Explanation(એકસ્પ્લેનેશન):

Economic instability( ઈકોનોમિક ઈન-સ્ટેબિલીટી) નાં લીધે બિનજરૂરી fear આવે છે જેથી મેન્ટલ હેલ્થ માં ઘણા બધાં ચેલેન્જ જોવા મળે છે…

આ સોશિયલ એન્ડ ઈકોનોમિક ફેક્ટર ને સમજી ને આપણે હેલ્થ ને અસર કરતા પરિબળો ને early diagnosis કરી શકીએ છીએ અને તેની સારવાર(treatment) કરી વ્યક્તિ ને ફરી પાછું normal condition(કંડીશન) માં લાવી શકીએ છીએ…

c. Explain the types of sexual deviation and disorders. સેકસુઅલ ડેવીએશન અને ડીસઓર્ડરના પ્રકારો સમજાવો.

સેક્સ્યુઅલ ડીસઓર્ડર અને ડેવીયેશન (વિકૃતિઓ) માં એવી કન્ડિશન નો સમાવેશ થાય છે જે ક્લચરલ (સાંસ્કૃતિક) રીતે સ્વીકૃત ધોરણોથી વિચલિત થાય છે અથવા વ્યક્તિઓને પ્રોબ્લેમ્સ આપે છે. સેન્સિટિવીટી સાથે આ આ ટોપિક નો સંપર્ક કરવો અને ક્લાસીફિકેશન ને ઓળખવું અને કન્ડિશન ને સમજવી અગત્યની છે. કેટલીક કેટેગરી નીચે મુજબ છે.

  1. પેરાફિલિયાસ:

ડે્ફિનિશન : અસામાન્ય સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ અને વર્તન ને પેરાફીલીયા કહે છે.

  • ઉદાહરણો: પે ડોફિલિયા, એક્સીબીશનિઝમ (પ્રદર્શનવાદ), વોયુરિઝમ, ફેટીશિઝમ, સેડિઝમ, મેસોચિઝમ.
  1. સેક્સ્યુઅલ ડિસફંક્સન(જાતીય તકલીફો)

ડે્ફિનિશન : પ્રોબ્લેમ્સ અથવા ડીસઓર્ડર જે જે નોર્મલ સેક્સ્યુઅલ રિસ્પોન્સ સાયકલ માં(ઇન્ટરફેર) દખલ કરે છે.

  • ઉદાહરણો: ઇરેક્ટાઇલ ડિસફંક્શન,પ્રિમેચ્યોર ઈંજેક્યુલેશન (અકાળ સ્ખલન), સ્ત્રી જાતીય ઉત્તેજના ડિસઓર્ડર, વજાઇનીસમ્સ.
  1. જેન્ડર ડિસફોરિયા: ડે્ફિનિશનડિસ્ટ્રેસ કે જે કોઈના અનુભવ અથવા વ્યક્ત કરેલ જેન્ડર અને જન્મ સમયે તેમને સોંપેલ જેન્ડર વચ્ચેની અસંગતતા સાથે હોઈ શકે છે.
  • ઉદાહરણો: ટ્રાન્સસેક્સ્યુઅલિઝમ, જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર.
  1. હાયપરસેક્સ્યુઆલિટી (કમ્પલ્સિવ સેક્સ્યુઅલ બિહેવિયર ડિસઓર્ડર):

ડે્ફિનિશન: જાતીય વિચારો, કલ્પનાઓ અથવા વર્તન સાથે અતિશય અને અન કન્ટ્રોલેબલ વ્યસ્તતા.

  • ઉદાહરણો: અનિવાર્ય માસ્ટરબેશન (હસ્તમૈથુન) અતિશય પોર્નોગ્રાફીનું , વારંવાર અનામી જાતીય મેળાપ.
  1. પેરાફિલિક ડિસઓર્ડર:

ડે્ફિનિશન: પેરાફિલિયા કે જે વ્યક્તિ માટે નોંધપાત્ર પ્રોબ્લેમ્સ અથવા નુકસાન નું કારણ બને છે અથવા અન્ય લોકો માટે નુકસાનનું રિસ્ક ઊભું કરે છે.

  • ઉદાહરણો: પીડોફિલિક ડિસઓર્ડર, એક્ઝિબિશનિસ્ટિક ડિસઓર્ડર, વોયુરિસ્ટિક ડિસઓર્ડર.
  1. સેક્સ્યુઅલ પેઈન ડીસઓર્ડર (જાતીય પીડા વિકૃતિઓ):

ડે્ફિનિશન: સેક્યુઅલ એક્ટિવિટી (જાતીય પ્રવૃત્તિ )દરમિયાન શારીરિક પેઈન થાય તેવી કન્ડિશન છે

  • ઉદાહરણો: ડિસપેરેયુનિયા (સંભોગ દરમિયાન દુખાવો), યોનિસમસ (ઇન્વોલ્યુન્ટ્રી મસલ્સ સ્પાઝમ જે પેની્ટ્રેશન સાથે ઇન્ટરફેર કરે છે).
  1. હાયપોએક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસઓર્ડર (HSDD):

ડે્ફિનિશન: સતત ઓછી અથવા absent સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ અથવા ઇચ્છા,.

  • ઉદાહરણો: , સેક્સ્યુઅલ એક્ટિવિટી માં ઇન્ટરેસ્ટ નો અભાવ,સેક્સ્યુઅલ રિલેશન માં ઇન્ટરેસ્ટ ન હોવું.
  1. સેક્સ્યુઅલ એવર્ઝન ડિસઓર્ડર:

ડે્ફિનિશન: વધુ Fear , Anxiety અથવા એવરઝન (અણગમા)ને કારણે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ પ્રત્યે અણગમો અને તેને અવોઇડ કરવું અથવા ટાળવું.

  • ઉદાહરણો: સેક્સ્યુઅલ એકટીવીટી દરમિયાન અત્યંત ડિસ્કમફર્ટ ફીલ કરવું. એ note કરવું નિર્ણાયક છે કે સેક્સ્યુઅલ વેરાઈયેશન (જાતીય ભિન્નતા અને ડીસઓર્ડર નું ક્લાસીફિકેશન અને સમજ વિવિધ ક્લચરમાં બદલાય શકે અને સમય જતાં ડેવલપ થઈ શકે છે.વધુમાં, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઑફ મેન્ટલ ડિસઓર્ડર (DSM-5) નો ઉપયોગ સામાન્ય રીતે ક્લાસીફિકેશન માટે થાય છે, પરંતુ તેમાં અપડેટ થઈ શકે છે. ટ્રીટમેન્ટ એપ્રોચમાં ઘણીવાર સાયકોથેરાપી,બિહેવિયરલ ઇન્ટરવેનશન અને કેટલીકવાર ફાર્માકોથેરાપીનો સમાવેશ થાય છે. તેમના સેક્સ્યુઅલ હેલ્થ ને રિલેટેડ પ્રોબ્લેમ્સ ધરાવતી વ્યક્તિઓ માટે ક્વોલિફાઈડ હેલ્થકેર પ્રોફેશનલ્સની help લેવી ઈમ્પોર્ટન્ટ છે કે જેઓ diversity (વિવિધતા) પ્રત્યે સેન્સિટિવીટી અને રિસ્પેક્ટ સાથે આ issue ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે.

d. Write withdrawal symptoms of drugs addiction. ડ્રગ્સ એડીકશન વીથડ્રોવલના લક્ષણો લખો.

Withdrawal symptoms can be different for different people and can be mild or severe. Symptoms depend on:

વિડ્રોલ સિમ્પટસ

  • the type of substance / behavior and how long you used it for
  • your age
  • your physical health
  • your mental and emotional state
  • the withdrawal process used

Symptoms can include:

  • not being able to sleep
  • irritability
  • changing moods
  • depression
  • anxiety
  • aches and pains
  • cravings
  • tiredness
  • seeing things that are not there (hallucinations)
  • nausea and vomiting
  • diarrhoea
  • sweating
  • shaking

You may also be hot and cold, have goosebumps, or have a runny nose

Severe withdrawal symptoms, especially for drugs and alcohol, can include:

Q.4 Write Short notes (Any Three) ટૂંકનોધ લખો (કોઇપણ ત્રણ) 3X4=12

1. Difference between hysteria and Epilepsy. હીસ્ટેરીયા અને એપીલેપ્સી વચ્ચેનો તફાવત

હીસ્ટેરીયા એપીલેપ્સી

Hysteria  (હિસ્ટેરિયા)Epilepsy (એપિલેપ્સિ)
                               હિસ્ટેરીયા એ સાઇકોલોજીકલ ડિસઓર્ડર છે. જેમાં દબાવી રાખેલી ઇનર કોન્ફ્લિકટ અનકોનસ્યસલી ફિઝિકલ સીમટમ્સ માં કન્વર્ટ થાય છે.એપીલેપ્સી એ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. જેમાં બ્રેઈનમાં  ઇલેક્ટ્રિકલ ડિસ્ટર્બન્સ ને કારણે સીઝર (seizures) જોવા મળે છે.
હીસ્ટેરિયા એ એડલ્ટમાં વધારે જોવા મળે છે.એપીલેપ્સી એ બાળકોમાં વધારે જોવા મળે છે.
હિસ્ટેરીક ફીટ આવતા પહેલા વોર્નિંગ સાઇન જોવા મળતા નથી.એપીલેપ્ટીક ફીટ આવતા પહેલા વોર્નિંગ સાઇન જોવા મળે છે.
હિસ્ટેરીક ફીટમાં ટંગ બાઈટ જોવા મળતું નથી.એપીલેપ્ટીક ફીટ માં ટંગ બાઈટ જોવા મળે છે.
હિસ્ટેરીક ફિટ એ આખા દિવસમાં ગમે ત્યારે આવી શકે પરંતુ સુવા ના સમયે જોવા મળતી નથી.એપીલેપ્ટીક ફીટ એ આખા દિવસમાં ગમે ત્યારે આવી શકે સુવાના સમયે પણ આવી શકે.
હિસ્ટેરીક ફીટ એ ઘરની અંદર સેફ જગ્યા પર જ જોવા મળે છે.એપીલેપ્ટીક ફીટ એ ઘરની અંદર અથવા બહાર ગમે ત્યાં આવી શકે.
હિસ્ટેરીક ફીટ દરમિયાન urine અને stool પાસ થઈ જતું નથી.એપીલેપ્ટીક ફીટ દરમિયાન યુરીન અને સ્ટુલ પાસ થઈ જાય છે.
હિસ્ટેરીક ફીટ બાદ પેશન્ટમાં કન્ફ્યુઝન જોવા મળતુ નથી.એપીલેપ્ટીક ફીટ બાદ પેશન્ટમાં કન્ફ્યુઝન જોવા મળે છે અને મેમરી લોસ જોવા મળે છે.
હિસ્ટેરીયામાં ન્યુરોલોજીકલ સાઇન એબસન્ટ હોય છે.એપીલેપ્સી વાળા પેશન્ટમાં ન્યુરોલોજીકલ સાઇન પ્રેઝન્ટ હોય છે.
હિસ્ટેરીયા વાળા પેશન્ટમાં ઇન્જરી જોવા Hysteria Epilepsyમળતી નથીએપીલેપ્સી વાળા પેશન્ટમાં ઇન્જરી જોવા મળે છે.
હિસ્ટેરીયા વાળા પેશન્ટ પેઈન સામે રિસ્પોન્સ આપે છે.એપીલેપ્સી વાળા પેશન્ટ પેઈન સામે રિસ્પોન્સ આપતા નથી.
હિસ્ટેરીક ફીટ દરમિયાન પેશન્ટ એ કમ્પ્લીટ અનકોનસીયસ જોવા મળતુ નથી.એપીલેપ્સી દરમિયાન પેશન્ટ કમ્પ્લીટ અનકોન્સિયસ જોવા મળે છે.

2. Occupational therapy – ઓક્યુપેશનલ થેરેપી

ઓક્યુપેશનલ થેરાપી નો પ્રાઇમરી ગોલ એ અનેબલ પીપલને તેની લાઇફની એક્ટિવિટીસમાં પાર્ટીસિપેટ કરવા માટે છે ઓક્યુપેશનલ થેરાપી ની હેલ્પ થી પર્સનને તેની ફરીથી ઇન્ડિપેન્ડન્સ લિવિંગ એક્ટિવિટીઝ કરવામાં મદદ મળે છે

મેન્ટલ રિહેબિલીટેશન માટે ઉપયોગમાં લેવાતી કેટલીક પદ્ધતિઓમાં હાઉસિંગ પ્લેસમેન્ટ (દા.ત. હાફવે હોમ્સ, દેખરેખ હેઠળના આવાસ), વ્યાવસાયિક તાલીમ (આશ્રય વર્કશોપ, વ્યાવસાયિક માર્ગદર્શન)નો સમાવેશ થાય છે.

મેન્ટલ હેલ્થ મા ઓક્યુપેશનલ થેરાપી નો હેતુ લોકોને માનસિક અને ભાવનાત્મક બિમારીઓ દ્વારા લાદવામાં આવતા રોજિંદા જીવનના પડકારોનો સામનો કરવામાં મદદ કરવાનો છે.

ઓક્યુપેશનલ થેરાપિસ્ટ સમસ્યાના વિસ્તારો શોધી કાઢે છે અને તેના અનુસાર પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.

માનસિક દર્દીઓમાં સમસ્યાના વિસ્તારો-

  1. મોટર (દા.ત. સાયકોમોટર પ્રવૃત્તિ).
  2. સંવેદનાત્મક (દા.ત. આભાસ, ભ્રમણા)
  3. જ્ઞાનાત્મક (દા.ત. નિર્ણય લેવો, સમસ્યાનું નિરાકરણ)
  4. આંતરવ્યક્તિત્વ (દા.ત. સ્વ-વિભાવના, લાગણીઓ)
  5. આંતરવ્યક્તિત્વ (દા.ત. સમાજીકરણ, સંચાર)
  6. સ્વ-સંભાળ (દા.ત. રોજિંદા જીવનની મૂળભૂત અને સાધનાત્મક પ્રવૃત્તિઓ)
  7. ઉત્પાદકતા (દા.ત. કામ, નોકરી)
  8. લેઝર (દા.ત. રસ, આનંદપ્રદ પ્રવૃત્તિઓ)

Occupational therapy approaches
. ટાસ્ક ની નજીક પહોંચવાના ન્યુ ટીચિંગ વે શીખવા એક્ટિવિટીઝને અચીવ કરવા માટે તેને બ્રેક ડાઉન કરી અને પૂર્ણ કરવી

એડેપ્ટિવ એક્ટિવિટીઝ શીખવી

Role of nurse…
ફેમિલી ગ્રુપ એન્ડ કોમ્યુનિટીઝ ની ગુડ હેલ્થ એન્ડ વેલ્બીંગ માટે નર્સ એ વર્ક કરવું જોઈએ

નર્સ એ ક્લાઈન્ટ નું ઓક્યુપેશનલ એસેસમેન્ટ કરવું જોઈએ

ક્લાઈન્ટ ને ઓક્યુપેશનલ થેરાપીમાં ઇન્વોલ્વ થવા માટે એનકરેજ કરવું જોઈએ

થેરાપીસની અંદર થેરાપિસ્ટ ને હેલ્પ કરવી જોઈએ ક્લાઈન્ટને જે એક્ટિવિટીઝ ની અંદર ફોકસ હોય તેમાં ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ

3. Side effect of Anti-depressive drugs- એન્ટી ડીપ્રેસીવ ડ્રગ્સ ની સાઈડ ઈફેક્ટ

  • Nausea, vomiting or diarrhea (નોઝિયા,વોમિટિંગ,ડાયેરીયા)
  • Headache (હેડેક)
  • Drowsiness (ડ્રાઉઝિનેસ)
  • Dry mouth (ડાય માઉથ)
  • Insomnia (ઇંસોમ્નિઆ-ઉંઘ ના આવવી)
  • Nervousness, agitation or restlessness (નર્વસ, રેસ્ટ્લેસ્નેસ)
  • Dizziness(ડિઝિનેસ)
  • Sexual problems, such as reduced sexual desire, difficulty reaching orgasm or inability to maintain an erection (erectile dysfunction)(સેક્સસ્યુઅલ પ્રોબ્લેમ)
  • Impact on appetite, leading to weight loss or weight gain(વજન વધવો, વજન ઘટવો)

4. Anorexia Nervosa – એનોરેક્ષીયા નર્વોસા

એનોરેક્ષીયા શબ્દનો અર્થ ‘એબસન્સ ઓફ એપેટાઇટ’ એટલે ‘ભૂખની ગેરહાજરી’ એવું થાય છે

એનોરેક્ષીયા નરવોસા એ ઈટિંગ ડિસઓર્ડર છે. જેમાં વ્યક્તિએ ખાવાનું અવોઈડ કરે છે, અને પાતળા થવાની ઈચ્છા ધરાવે છે અને આવા લોકોમાં વજન વધી જવાનો ડર જોવા મળે છે.

આવા લોકો દરરોજ 200 કેલેરી કરતા પણ ઓછો ખોરાક લે છે.

Types of Anorexia nervosa (એનોરેક્ષિયા નરવોસાના પ્રકારો) :

1) Restricting type (રીસ્ટ્રીક્ટિંગ ટાઈપ)
2) Binge eating / Puring type (બિંજ ઈટીંગ /પુરિંગ ટાઈપ)

1) Restricting type (રીસ્ટ્રીક્ટિંગ ટાઈપ) :
આ ટાઇપમાં પરસન એ વેઇટ લોસ કરવા માટે ફૂડ અવોઇડ કરે છે અને અતિશય કસરત કરે છે .

2) Binge eating/Puring type (બિંજ ઈટીંગ /પુરિંગ ટાઈપ) :
આ ટાઈપમાં પરસન એ ફૂડ ખાય છે પણ તે મોઢામાં આંગળી નાખીને ઉલટી કરે છે અને લક્ષેટિવ, ડાયયુરેટિક, એનીમા નો ઉપયોગ કરે છે

Sign & symptoms (સાઇન એન્ડ સિમ્પ્ટોસ) :

  • Rapid weight loss (રેપિડ વેઇટ લોસ)
  • Loss of muscle mass (લોસ ઓફ મસલ માસ)
  • Thining of bones (થીનિંગ ઓફ બોન્સ)
  • Russell’s sign (રસેલ્સ સાઇન- સેલ્ફ ઈનડીયુસ વોમીટીંગ ને કારણે નકલ્સમાં સ્કાર જોવા મળે)
  • Swelling in cheek (ગાલ પર સોજા જોવા મળે)
  • Enlarged salivary gland (સિલાઈવરી ગ્લેન્ડ મોટી જોવા મળે)
  • Food refuses (ફૂડ રિફયુઝ)
  • Dehydration (ડીહાઈડ્રેશન)
  • Elctrolyte imbalnce (ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ)
  • Low blood pressure (લો બ્લડ પ્રેશર )
  • Abnormal heart rhythm (એબનોર્મલ હાર્ટ રીધમ)
  • Slow heart rate (સ્લો હાર્ટ રેટ)
  • Anemia (એનિમિયા)
  • Constipation (કોન્સ્ટીપેશન)
  • Headache (હેડએક)
  • Fatigue (ફટીગ)
  • Lethargy (લેથરજી)
  • Fainting (ફેન્ટીંગ)
  • Dry skin (ડ્રાય સ્કીન)
  • Brittle hair and nail (બ્રિટલ હેર એન્ડ નેઈલ)
  • Insomnia (ઇનસોમનીયા)
  • Infertility (ઈન્ફર્ટિલિટી)
  • Amenorrhea (એમેનોરિયા)
  • irregular menses (ઈરરેગ્યુલર મેનસીસ)
  • Alkalosis (આલક્લોસીસ)

Investigation ( ઇન્વેસ્ટિગેશન):

  • complete blood count (કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ)
  • electrolyte test (ઇલેક્ટ્રોલાઇટ ટેસ્ટ)
  • bone density test (બોન ડેનસીટી ટેસ્ટ)
  • thyroid function test (થાઇરોડ ફંક્શન ટેસ્ટ)
  • ECG (ઇલેક્ટ્રો કાર્ડિયો ગ્રામ)
  • urine analysis (યુરીન એનાલિસિસ)
  • kidney function test(કિડની ફંક્શન ટેસ્ટ)
  • liver function test(લીવર ફંકશન ટેસ્ટ)

Treatment of Anorexia nervosa

1) psychological therapy (સાઈકોલોજીકલ થેરાપી) :

~ family therapy ( ફેમીલી થેરાપી) :
ચિલ્ડ્રન અને એડોલેસેન્ટ માટે ફેમીલી થેરાપી ઈમપોરટન્ટ છે. જેમા ફેમીલી મેમ્બર અનોરેક્ષીયા વાળા પેશન્ટની ફૂડ હેબીટ ઈમપ્રૂવ કરે છે .

~ Motivational psychotherapy ( મોટીવેશનલ સાયકોથેરાપી) :
પેશન્ટને વજન વધારવા માટે અને સારી ફૂડ હેબિટ અપનાવવા માટે મોટીવેટ કરવામાં આવે છે.

~ Cognitive behavioral therapy (કોગ્નિટિવ બીહેવીયર થેરાપી):
વજન રિસ્ટોર કર્યા બાદ કોગ્નિટિવ બિહેવિયર થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે.

~ Behavioural therapy (બીહેવીયરલ થેરાપી):
આ થેરાપીમાં પેશન્ટના બિહેવિયરમા થતા ચેન્જીસ જોવામાં આવે છે અને તેના પર ફોકસ કરવામાં આવે છે.

2) Antidepressants drug ( એન્ટીડિપ્રેશન્ટ ડ્રગ) :

સિલેક્ટિવ સેરોટોનીન રીઅપટેક ઇનહીબીટર્સ ગ્રુપની દવા આપવામાં આવે છે

દા.ત. : fluoxetine (ફ્લુઓકસતિન)

3) nutritional supplements (ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ) :

કેલ્શિયમ અને વિટામિન ડી સપ્લિમેન્ટ આપવામાં આવે છે તેની સાથે ઝીંકની સપ્લીમેન્ટ પણ આપવામાં આવે છે.

Nursing management (નર્સિંગ મેનેજમેન્ટ ) :

  • વાઈટલ સાઇન મોનિટર કરવા
  • વેઈટ મોનિટર કરવો.
  • ન્યુટ્રીશનલ ડાયટ પ્રોવાઇડ કરવો જેથી ન્યુટ્રીશનલ ડેફિશ્યનસી રહે નઈ.
  • આખા દિવસમાં 3000 જેટલી કેલરી યુક્ત ડાયટ આપવો .
    કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને સીરમ ઇલેક્ટ્રોલાઇટ લેવલ મોનીટર કરવું.
  • પેશન્ટને આશ્વાસન આપવું.

5. Mental Health Team- મેન્ટલ હેલ્થ ટીમ

મેન્ટલ હેલ્થ ટીમ:-

મેન્ટલ હેલ્થ એ ખુબ મોટો ક્ન્સેપ્ટ છે તેને એક વ્યક્તિ દ્વારા બધી સેવા આપી શકાતી નથી તે માટે ટીમ ની જરુરિયાત રહેછે જેમા બધા તેના રોલ મુજબ મેન્ટલ હેલ્થ ના પ્રમોશન, પ્રિવેન્શન, ટ્રિટ્મેન્ટ અને રિહેબિટેશન માટે કાર્ય કરે છે.

1. સાયકિયાટ્રીસ્ટ (Psychiatrist)

      સાયકિયાટ્રીસ્ટ એ 2-3 વર્ષની નિવાસી તાલીમ સાથે સાયકિયાટ્રી માં પોસ્ટ-ગ્રેજ્યુએશન ધરાવતા ડૉક્ટર હોય છે. સાયકિયાટ્રીસ્ટ મેન્ટલ ડિસોર્ડરના ડાયગ્નોસિસ, ટ્રિટ્મેન્ટ અને પ્રિવેન્શન માટે જવાબદાર છે, મેડિસિન અને સોમેટિક થેરાપી લખે છે અને મેન્ટલ હેલ્થ ટીમના લીડર તરીકે કાર્ય કરે છે.

2. સાયકિયાટ્રિક નર્સ ક્લિનિકલ સ્પેશિયાલિસ્ટ

        સાયકિયાટ્રિક નર્સ ક્લિનિકલ સ્પેશિયાલિસ્ટ પાસે નર્સિંગમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ, મેન્ટલ ડિસોર્ડરના primary, secondary & tertiary  પ્રિવેન્શનમાં સક્રિયપણે ભાગ લે છે અને હોસ્પિટલ અને કોમ્યુનિટી સેટિંગમાં વ્યક્તિગત, જૂથ અને કુટુંબ સાયકિયાટ્રી ટ્રિટ્મેન્ટ પ્રદાન કરે છે. તે શિક્ષણ, વહીવટ અને સંશોધનની જવાબદારી પણ લે છે.

3. સાઇકિયાટ્રિક રજિસ્ટર્ડ નર્સ

        નર્સ જનરલ નર્સિંગ અને મિડવાઇફરી પ્રોગ્રામ અથવા B.Sc નર્સિંગ/પોસ્ટ-બેઝિક B.Sc નર્સિંગ પ્રોગ્રામમાંથી પસાર થાય છે તેમજ મેન્ટલ નર્સિંગમાં ડિપ્લોમા જેવી વધારાની લાયકાત સાથે હોય છે. આ નર્સ મેન્ટલ રીતે બીમાર લોકોની સંભાળ રાખવામાં કુશળ છે, પેશન્ટની મેન્ટલ, સોશ્યલ, શારીરિક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક જરૂરિયાતોનું મૂલ્યાંકન કરીને સર્વગ્રાહી સંભાળ આપે છે.

4. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ

       ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ક્લિનિકલ સાયકોલોજીમાં U.G /માસ્ટર ડિગ્રી અથવા ડોકટરેટ ડિગ્રી ધરાવે છે અને ક્લિનિકલ સાયકોલોજીસ્ટ એસોસિએશનમાં નોંધાયેલ હોય છે. તે મનોવૈજ્ઞાનિક પ્રોબ્લેમ નુ જુદાજુદા ટેસ્ટ દ્વારાડાયગ્નોસિસ કરે છે, આ પરીક્ષણોની શોધનું અર્થઘટન કરે છે અને તેનું મૂલ્યાંકન કરે છે અને વર્તન મા આવતા ફેરફાર ની નોંધ કરે છે .

5. સાઇકિયાટ્રી સોશ્યલ કાર્યકર

      સાઇકિયાટ્રી સોશ્યલ કાર્યકર સોશ્યલ કાર્યમાં સ્નાતક અને સાઇકિયાટ્રી સોશ્યલ કાર્યમાં અનુસ્નાતક છે. તેણી/તે વ્યક્તિ, કુટુંબ અને કોમ્યુનિટી સહાય પ્રણાલીનું મૂલ્યાંકન કરે છે, ડિસ્ચાર્જ આયોજનમાં મદદ કરે છે, જોબ પ્લેસમેન્ટ માટે કાઉન્સેલિંગ કરે છે અને રાજ્યના કાયદાઓ અને પેશન્ટના કાનૂની અધિકારોથી વાકેફ છે અને આ અધિકારોનું રક્ષણ કરે છે.

  • સાયકિયાટ્રિક પેરા-પ્રોફેશનલ્સ

1.સાયકિયાટ્રિક નર્સિંગ એડ્સ / એટેન્ડન્ટ્સ:- 

   તેઓને હાઇ સ્કૂલની તાલીમ છે અને નોકરી પર તાલીમ આપવામાં આવે છે. તેઓ થેરાપ્યુટિક વાતાવરણ જાળવવામાં મદદ કરે છે અને દેખરેખ હેઠળ સંભાળ પૂરી પાડે છે.

2.ECT ટેક્નિશ્યન 

    તેઓ 6-9 મહિનાની તાલીમ લે છે. તેમનું કાર્ય સાયકિયાટ્રીસ્ટ અથવા એનેસ્થેટીસ્ટની દેખરેખ હેઠળ ECT તૈયાર રાખવાનું છે.

3.સહાયક કર્મચારીઓ

        તેઓ સ્વયંસેવક હાઉસકીપર અથવા કારકુન સ્ટાફ છે અને પેશન્ટ ની થેરાપી મા ભાગ ભજ્વે છે.

4.ઓક્યુપેશનલ થેરાપિસ્ટ

.         ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વિશેષ તાલીમમાંથી પસાર થાય છે. પેશન્ટના આંતરવ્યક્તિત્વ પ્રતિભાવોનું મૂલ્યાંકન કરવા માટે મેન્યુઅલ અને સર્જનાત્મક તકનીકોનો ઉપયોગ કરીને તેની  મુખ્ય ભૂમિકા છે. પેશન્ટ ને તેમની પસંદગીના ક્ષેત્રમાં કૌશલ્ય વિકસાવવા અને આર્થિક રીતે સ્વતંત્ર બનવામાં મદદ કરવામાં આવે છે. તેઓને આશ્રય વર્કશોપમાં કામ કરવામાં મદદ કરવામાં આવે છે.

5.મનોરંજન ચિકિત્સક ડાયવર્ઝનલ ​​પ્લે થેરાપિસ્ટ

મ   આ મનોરંજક ચિકિત્સક પેશન્ટના સ્નાયુ સંકલન, આંતરવ્યક્તિત્વ સંબંધ અને સોશ્યલાઇઝેશન ને ઉત્તેજીત કરવા પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આ અભિગમો જરૂરિયાત આધારિ

6. ક્રિએટિવ આર્ટ થેરાપિસ્ટ:-

   તે કલા સ્નાતક છે અને પેશન્ટને તેમના કાર્યને રંગો સાથે મુક્તપણે વ્યક્ત કરવા અને વિવિધ રંગોના ઉપયોગ, વિવિધ દ્રશ્યોના ચિત્ર વગેરેનું વિશ્લેષણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ થેરાપી ડાયગ્નોસિસમાં મદદ કરે છે અને તેની દબાયેલી લાગણીઓને પણ બહાર લાવવામાં મદદ કરે છે.   

 7. ડાયવર્ઝનલ ​​પ્લે થેરાપિસ્ટ:-

    બાળક/પેશન્ટનું તેના રમત દરમિયાન નિરીક્ષણ કરે છે. રમતી વખતે બાળકની વર્તણૂક, રમકડાંનો પ્રકાર અને ઢીંગલી પ્રત્યેની તેની પ્રતિક્રિયા, માર મારવો, બોલાવવો કે ફેંકવું એ ધ્યાનનું કેન્દ્ર છે.

8.પાદરીઓ

      આ ધાર્મિક વ્યક્તિઓ છે જેમને અઠવાડિયામાં એકવાર હોસ્પિટલ યુનિટમાં આવવાનું કહેવામાં આવી શકે છે (પેશન્ટની ધાર્મિક આસ્થા પર આધાર રાખીને) અને પેશન્ટ સાથે આધ્યાત્મિક વાત કરશે

Q.5. Write Meaning (Any Six) અર્થ આપો. (કોઇપણ છ) 6X2=12

 a. Obsession- ઓબ્સેશન

વારંવાર આવતા અને સતત આવતા વિચારો(Thought), આવેગ (Impulse) અથવા ઇમેજ જે ચિંતા, ભય અથવા અણગમો જેવી દુઃખદાયક લાગણીઓના કારણે થાય છે જેને બ્સેશન કહે છે.

b. Agnosia -એગ્નોસીયા

એગ્નોસિયા એટ્લે જેમા વ્યક્તિ કોઇ ઓબ્જેક્ટ,વ્યક્તિ કે સાઉન્ડ વગેરે દ્વારા મળતા સેંસેશન અને સ્ટિમ્યુલાઇ ને ઓળ્ખવા મા નિષ્ફળ જાય છે.

c. Narcolepsy- નાર્કોલેપસી

નાર્કોલેપસી એ એક સ્લીપ (Sleep) નો ડિસોર્ડર છે.જેમા વ્યક્તિ આખા દિવસ દરમિયાન ડ્રાઉસી રહે છે અને લાંબા સમય સુધી સુઇ રહે છે.સ્લીપ એટેક આવ્યા કરે છે જેથી તે વારમવાર અને તાત્કલિક સુઇ જાય છે જેથી તેના કારણે તેના ડેઇલી રુટિન મા સિરિયસ પ્રોબ્લેમ આવે છે

d. Grief – ગ્રીફ

જ્યારે કોઇ નજીક ના સબંધ ધરાવતું કે ખુબજ કિમતી વસ્તુ ના ગુમાવવા થી જે હતાશા ની લાગણી નો અનુભવ થાય તેને ગ્રિફ કહે છે.જે ડિપ્રેશન નો જ એક પ્રકાર કહિ શકીએ.

e. Phobia- ફોબિયા

કોઈ ચોક્કસ ઑબ્જેક્ટ, વ્યક્તિ અથવા પરિસ્થિતિનો અતિશયોક્તિપૂર્ણ સામાન્ય રીતે સમજાવી ન શકાય એવો અને અતાર્કિક ડર ને ફોબિયા કહે છે.

દા.ત :-કેન્સર વગેરે રોગ થવાનો ડર , અંધારા નો ડર, અજાણી જ્ગ્યા એ જવાનો વધુ પડતો ડર વગેરે

f. Dilemma- દ્રિધા

બે અથવા તેના કરતા વધારે વિકલ્પો માંથી કોઈ એક ની પસંદગી કરવાની હોય કોઈપણ બે પરિસ્થિતિ વસ્તુ વિશે નિર્ણય ન લઇ શકે તેને ડાયલેમા કહે છે.

દા. ત પૈસા પણ કમાવા છે અને પૈસા જરૂરી પણ નથી લાગતા ,આપવું કે ના આપવું,જવુ કે ના જવું વગેરે

g. echolalia ઈકોલેલીયા

આમા વ્યક્તિ બિજા વ્યક્તિ એ બોલેલા શબ્દો નું પુનરાવર્તન કરવા ની મનોવ્રુતિ ધરાવે છે જે ઇકોલેલિયા તરીક ઓળખાય છે.

દાખલા તરીકે… વ્યક્તિને એવું પૂછવામાં આવે કે તમે કેમ છો ? તો તે વ્યક્તિ સામે એમજ બોલશે કે તમે કેમ છો?…તમને સારું છે?…તોવ્યક્તિ પણ એમજ કહેશે કે તમને સારું છે?

h. Akinesia-એકય્નેસિયા

એકાઈનેસિયા (Akinesia)એ એક મેડિકલ ટર્મ છે.જેનો અર્થ વોલ્યુંન્ટરી મસલ્સની મુવમેન્ટ લોસ (loss) થવી અથવા તો એબસેન્સ (Absecence) હોવી . જે ન્યુરોલોજીકલ કન્ડિશન સાથે સંકળાયેલ છે ખાસ કરીને પાર્કિંનસન્સ (Parkinson’s) ડીસીઝ માં જોવા મળે છે. જેમાં બ્રેનનો જે ભાગ મુવમેન્ટ અને કંટ્રોલ કરે છે તેમાં ઇમ્પેરમેન્ટ હોય છે. જે પેશન્ટને Akinesia હોય તે વ્યક્તિને ચાલવાની શરૂઆત કરવામાં મુશ્કેલી અનુભવે જેના કારણે તેનું ચાલવું ખૂબ જ સ્લો હોય છે અથવા તો કમ્પ્લીટલી મુવ કરી શકતા નથી.

Q.6 A. Fill in the blanks. ખાલી જગ્યા પૂરો. 05

1. Opium is a …….. drug, ઓપીયમ એ ……ડ્રગ છે. (Narcotic-નાર્કોટિક)

2. Fear of marriage is called…………  લગ્નના ડરને કહે છે……………. (Gamo Phobia-ગેમો ફોબિયા)

3. ………… test is done in chronic organic psychosis. ………….ટેસ્ટએ ક્રોનીક ઓર્ગેનીક સાયકોસીસમાં કરવામાં આવે છે. (M.R.I)

4. Disaster is a part of…………. crisis. ડીઝાસ્ટરએ ક્રાઇસીસનો….. એક ભાગ છે. (Humanitarian-હ્યુમાનિટેરિયન)

5. ……….. is the most common feature in phobic disorder. …….. ફોબીક ડીસઓર્ડરનુ સામાન્ય લક્ષણ છે. (Anxiety-એન્જાયટી)

_Q.6 B. State whether following statements are True or False . 05 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો.

1. EEG is done to detect electrical activity of the brain. EEG એ મગજની ઇલેક્ટ્રીકલ એક્ટીવીટી જાણવા માટે કરવામાં આવે છે.✅

2. Poverty of idea is a sign of schizophrenia. પોવર્ટી ઓફ આઇડીયાએ સ્કીઝોફેનીયાનું ચિન્હ છે.✅

3. Psychosis caused due to brain injury is known as functional psychosis. મગજની ઇજાને કારણે થતા સાયકોસીસને ફંકશનલ સાયકોસીસ તરીકે ઓળખાય છે.❌

4. Alcohol is a CNS stimulant. ‘આલ્કોહોલ એ સી.એન.એસ. સ્ટીમ્યુલન્ટ છે.❌

5. An amount of electrical current passed during ECT is 10–22 O volts. ઇસીટી દરમ્યાન વોલ્ટનો કરંટ પસાર કવામાં આવે છે.❌

Published
Categorized as GNM-S.Y.PSY.PAPER