skip to main content

F.Y.GNM-Community health nursing-2024-(uploadPAPER SOLUTION NO.7)(mcq pending)

Community health nursing 25/4/2024

પ્ર -1

🌟 A.Define health team – હેલ્થ ટીમની વ્યાખ્યા આપો.03

ANSWER:-

હેલ્થ ટીમ એ ઘણા બધા વ્યક્તિઓ નું એક જૂથ છે જે કોમ્યુનીટી અને હોસ્પિટલ માં હેલ્થ ને સારી રાખવા માટે બધા સાથે મળી ને કામ કરે છે જેમાં ટીમ નાં દરેક સભ્યોનું જ્ઞાન ,લાયકાત ,સ્કીલ,ક્ષમતા પર્સનાલીટી અલગ અલગ હોય છે .હેલ્થ ટીમ માં મેડીકલ અને નોન-મેડીકલ કર્મચારીઓ નો સમાવેશ થાય છે જે એક બીજા નાં પુરક થઇ ને કામ કરે છે. જે સરકાર દ્વારા લાગુ પડતા નીતિ -નિયમો અનુસાર કામ કરે છે.

દા.ત :- PHC ની હેલ્થ ટીમ જેમાં મેડીકલ ઓફિસર ,ફાર્માસિસ્ટ ,લેબોરેટરી ટેકનીશ્યન ,મેલ હેલ્થ સુપરવાઈઝર ,ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ,ફેમલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર વગેરે….

🌟 b. Write down objectives of community health nursing કોમ્યુનીટી હેલ્થ નર્સિંગના ઓબ્જેકટીલ્સ લખો0.4

ANSWER:-

1. મેટરનલ અને ચાઈલ્ડહેલ્થ  ને પ્રમોટ કરી. મેટરનલ અને ઇન્ફન્ટ મોર્ટાલીટી  (IMR,MMR) અને મોર્બીડીટી ઘટાડો કરવો.

2. લોકો ની શરેરાશ આયુષ્ય માં વધારો કરવો

૩.ચેપી રોગો નો કંટ્રોલ અને તેના માટે અટકાયતી પગલા લેવા

4.વેક્સીન થી અટકાવી શકાય તેવા રોગો સામે ઈમ્યુનાઈઝેશન કરવું.

5.ક્રુડ બર્થ રેટ અને ક્રુડ ડેથ રેટ માં ધટાડો કરવો

6. ટોટલ ફર્ટીલીટી રેટ 2010 સુધી માં 2.1 સુધી લઇ જવો

7.હેલ્થ વર્કર અને નર્સિંગ સ્ટુડન્ટ ને ટ્રેઈન કરવા

8.કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ પ્રેક્ટીસ નાં સ્ટાન્ડર્ડ માં વધારો કરવો

9. નર્સિંગ મેન પાવર ના વિકાસ માટે ભલામણ કરવી

10. કેર નું સ્ટાન્ડર્ડ ,હેલ્થ ના નીતિ-નિયમો વગેરે ના વિકાસ માટે ભાગ લેવો

11. સંવેદનશીલ ગ્રુપ જેમકે એન્ટીનેટલ,વૃદ્ધ, બાળકો,એડોલેસન્ટ ને પ્રાયોરીટીસાથે  તેમજ  જરૂરી હેલ્થ કેર સર્વિસ આખી કોમ્યુનીટી ને આપવી.

12. કોમ્યુનિટી માં ફેમિલી અને વ્યક્તિગત જરૂરિયાત મુજબ ની રેફરલ સિસ્ટમ ની સેવા આપવી જેથી તે સરકારી હોસ્પટલ અને બીજી સંસ્થા નો લાભ લઈ શકે

🌟 C . Discuss principles of community health nursing કોમ્યુનીટી હેલ્થ નસિંગના સિધ્ધાંતો લખો.05

  1. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એ કોમ્યુનિટી પર ફોકસ્ડ હોવાથી જ્યાં કોમ્યુનિટી માં નર્સિંગ કેર આપવાની છે તેની જાણકારી મેળવવી તેના માટે નકશો બનાવવો અને સારા અને અને કાર્યકારી સંબધ પ્રસ્થાપિત કરવા
  2. કોમ્યુનિટી અને વ્યક્તિગત ની જરૂરિયાત મુજબ ની કેર આપવી. હેલ્થ પ્રોગ્રામ અને સંસાધનો થી હેલ્થ પ્રોબ્લેમ નું નિરાકરણ થવું જોઈએ
  3. કોમ્યુનિટી હેલ્થ ટીમ માં માં ડોકટર, ફીમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપરપઝ વર્કર અને બીજા હેલ્થનાં કર્મચારીઓ સાથે કામ કરવુ, નર્સે હેલ્થ પ્રોગ્રામના પ્લાનિંગમાં, ઇવાલ્યુએશનમાં મદદ કરવી, લોકોના ઘેર જઇને સલાહ આપવી, સેનિટેશન પ્રોબ્લેમ, ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ, માતા અને બાળકનું આરોગ્ય જાળવવું અને હેલ્થ એજયુકેશન આપવું.
  4. હેલ્થ વર્કર ઓર્થોરાઇઝડ, હેલ્થ ઓથોરીટી દરેક હેલ્થ વર્કર માટે જવાબદાર હોય છે.દરેક હેલ્થ વર્કર સ્ટેટ, મ્યુનિસિપાલીટી, લોકલ કે પ્રાઇવેટ બોડી કે એજન્સી દ્રારા નિમણુક પામેલી હોય છે. નર્સ જે એરીયામાં કામ કરે છે. તે પબ્લીક હેલ્થ ઓથોરીટીનાં કોન્ટેકટમાં રહેવુ જોઇ
  5. પોતાના કાર્યનું પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝેશન કરવું જોઇએ.આ બધું હેલ્થ પ્રોગ્રામમાં એકસુત્રતા અને સહકાર જળવાય તે માટે જરૂરી છે. કારણકે હેલ્થ ઓથોરીટી વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય છે.
  6. હેલ્થ સર્વિસીઝ લોકોન તેમની ઉમર, જાતિ , ધર્મ, રાષ્ટ્રિયતા, સામાજિક, રાજકીય કે આર્થિક સ્તર પ્રમાણે મળવી જોઇએ., દરેકને સારી પર્સનલ હેલ્થ અને એન્વાયર મેન્ટ મળી રહે તેવુ વાતાવરણ હોવુ જોઇએ. હેલ્થ વર્કર નોન- પોલીટીકલ અને પક્ષપાતી વલણ ધરાવતા ન હોવા જોઇએ. પબ્લીક હેલ્થ વર્કર બે લોકોની રાષ્ટ્રીય, ધાર્મિક માન્યતામાં દખલગીરી ન કરવી જોઇએ પણ બીજી બધી માન્યતાઓ અને સામાજીક બાબતોની રીતભાત સમજાવવા તેણી શક્તિમાન હોવી જોઇએ.
  7. પબ્લીક હેલ્થ વર્કરે કયારેય કોઇ ગીફટ કે લાંચ રુશ્વત લેવી ન જોઇએ. પરંતુ કેટલીક હેલ્થ કેર માટે અમુક ચાર્જ સરકારે નક્કી કર્યા હોય તો તે પ્રામાણિકતા થી લેવા જોઈએ
  8. પબ્લીક હેલ્થ વર્ક માં કામ કરવા માટે ફિમીલી અને કોમ્યુનીટી એક યુનીટ ગણાય છે. દરેક આરોગ્ય એવાઓ માટે ટીચીંગ મહત્વનો ભાગ છે.
  9. પ્લાનીંગ અને પ્રોગ્રેસ માટે સેવાઓનું સમયાંતરે કોમ્યુનિટી માં આપેલી નર્સિંગ સેવ નું મૂલ્યાંકન ખૂબ જ અગત્યની બાબત
  10. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માટે કોમ્યુનિટી સાથે પ્રોફેશનલ રિલેશન અને શિસ્ત રાખવા જોઈએ
  11. પબ્લીક હેલ્થ નર્સિસ સર્વિસીઝ માટે માર્ગદર્શન અને સુપરવિઝન માટે વ્યવસ્થા હોવી જોઇએ
  12. કોમ્યુનિટી માં કરેલા દરેક કામ નો વ્યવવસ્થિત રેકોર્ડ અને રિપોર્ટ રા ખવો નિભાવવા જોઈએ
  13. સતત આપવામાં આવતી હેલ્થ સર્વિસીઝ આપવી અસરકારક ગણાય છે.
  14. બ્લીક હેલ્થ વર્કમાં કામ કરવા માટે ફિમીલી અને કોમ્યુનીટી એક યુનીટ ગણાય છે. દરેક આરોગ્ય એવાઓ માટે ટીચીંગ મહત્વનો ભાગ છે.
  15. આરોગ્ય એવાઓ વ્યક્તિગત તેમજ સાનુકૂળતા પ્રમાણે મળવી જોઇએ.
  16. બીજા સભ્યો કે જેઓ વીલેજ પીપલ સાથે કામ કરે છે. તેઓ પણ હેલ્થ પ્રોગ્રામમાં મદદ કરી શકે
  17. સંપૂર્ણ સંતોષકારક કામગીરી માટે કાર્યસૂચી મળેલી હોવી જોઇએ.
  18. વ્યક્તિનો પ્રોફેશન પ્રત્યેનો ઇન્ટરેસ વિકસાવવો જોઇએ તેમજ જાળવી રાખવો જોઇએ.
                        OR

🌟 a. Family is a Unit of health, explain it -ફેમીલી એ હેલ્થનું યુનિટ છે તે સમજાવો.03

કોમ્યુનિટી માં હેલ્થ કેર પ્રેક્ટિસ કરતી વખતે ફેમિલી એ યુનિટ છે

કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ પ્રેકટીસીસ એ ફેમીલીનાં પ્રકાર પર આધારીત છે જે ફેમીલીનાં સભ્યો અથવા ફેમીલીની નીડનાં વિચારો દ્વારા જાણી શકાય છે. આનો આધાર કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ સર્વિસીસમાં ફેમીલીની એક યુનીટ તરીકે કઇ રીતે રજુઆત કરવામાં આવે છે તેનાં પર છે.

કોઇપણ ફેમીલી માટે આરોગ્યનું ધોરણ અથવા ફેમીલીની સુખાકારી જાળવવી એ ફેમીલીની કેપેસીટી ઉપર આધારીત છે.

હેલ્થ વિશે નકકી કરવા માટે ઘણા આઉટસાઇડ અને ઇનસાઇડ ફેકટર્સ વચ્ચેની પ્રતિક્રિયા જે ફેમીલી માટે લાભદાયક છે કે નુકશાનકારક અસર કરશે તેનાં ઉપર આધારીત છે. તેની સંપૂર્ણ અસર ચોકકસ સમય દરમ્યાન પોઝીટીવ અને નેગેટીવ એટીટયુડ પ્રમાણે વિચારી શકાય. આ ઉપરાંત ઘણા મુદાઓ નિચે મુજબ છે.

(1) ફેમીલી એ સમાજનું એક નેચરલ અને મુળભૂત યુનીટ છે.

(2) ફેમીલી સાથે રહેલા સભ્યો વચ્ચે ઉપસ્થિત થતા પ્રોબ્લેમ્સ સુધારે છે અને તેનું સાથે મળી ને નિવારણ કરે છે.

(3) ફેમીલીનાં હેલ્થ પ્રોબ્લેમ એકબીજા સાથે જોડાયેલા હોય છે.

(૪) ફેમીલી કટોકટીનાં સમયમાં સહકાર આપે છે.

(5) ફેમીલીમાં હેલ્થ અંગેના નિર્ણયો અને પર્સનલ કેર માટે મર્યાદાઓ હોય છે.

(6) ઘણા ખરા કોમ્યુનીટી હેલ્થ નર્સિંગનાં પ્રયત્નો માટે ફેમીલી માટે એ ઇફેકટીવ અને અવેલેબલ ચેનલ છે.

🌟 b. Write health assessment of antenatal mother- એન્ટિનેટર મધર ના હેલ્થ એસેસમેન્ટ વિશે લખો .04

એન્ટિન્ટિનેટલ હિસ્ટ્રિ :-

(1) જનરલ હેલ્થ હિસ્ટ્રિ :-

જેમા મધરની જનરલ હીસ્ટરી સંપૂર્ણ પ્રિનેટલ એકઝામીનેશન જેમા ટયુબર કલોસીસ, એનીમીયા અને માલ ન્યુટ્રીશન, હાર્ટડીસીઝ, ડાયાબીટીસ, સેકસુયલી ટ્રાન્સમીટેડ ડીસીઝ, કીડની ડીસીઝ અથવા બીજા કોઇ કોમ્પ્લીકેશન્સ જોવામાં આવે છે.

(2) ફેમિલી હિસ્ટ્રિ :-

જેમાં પતિનો ધંધો.તેની હેલ્થ, આગળના બાળકોની ઉંમર અને તેનું આરોગ્ય, કુટુંબમાં અથવા નજીકનાં સગા-સંબંધીમાં કોઇ બિમારી છે કે કેમ તે પૂછવું.

(3) ઇન્વાર્મેંટલ અને સોશ્યલ હિસ્ટ્રિ :-

જેમા ઘરનો પ્રકાર, કેટલા રૂમ, પીવાનુ પાણી કયાંથી લાવે છે. હ્ કચરાનો નિકાલ કેવી રીતે કરે છે, પર્સનલ હાયજીન, ડોમેસ્ટીક હાયજીન ખોરાક કેવા પ્રકારનો લે છે વગેરે પૂછવુ,

(4) પાસ્ટ ઓબ્સ્ટ્રેટિક્સ હિસ્ટ્રિ :-

અગાઉ ગાયનેકને લગતી દા.ત ડીલીવરી જેમાં અગાઉની પ્રેગનન્સી, સીઝેરીયન, એબોર્સન ,બ્લડ ટ્રાન્સફયુઝન, એકટોપીક પ્રેગનન્સી, વગેરે વિશે પુછવુ.ટોકસીમીયા ઓફ પ્રેગનન્સી વગેરે જાણવામાં આવે છે.

(5) હાલ ની પ્રેગનન્સિ ની હિસ્ટ્રિ :-

(i) ડેટા કલેકટ કરવા :

જેમાં મધરનું નામ, એડ્રેસ, ઉંમર, જીવિત બાળકોની સંખ્યા, નાના બાળકની ઉંમર, LMP (લાસ્ટ મેન્સ્ટૃએશન પીરિયડ) ની તારીખ, તેના પરથી E.D.D (એક્સ્પેક્ટેડ ડિલેવરી ડેટ)

(ii) પ્રેગનન્સી અનવોન્ટેડ છે કે નહીં.

(iii) માતાને સતત વોમીટીંગ,હેડેક,વજાયનલ બ્લીડીંગ કે ડીસ્ચાર્જ છે કે કેમ ? હાલમાં માતા બાળકને બ્રેસ્ટ ફીડ આપે છે કે કેમ ?

(iv) ખોરાકમાં તેણી શું લે છે.

(v) રોજીંદુ કાર્ય શુ કરે છે.

(vi) માતા બાળકનું હલન ચલન અનુભવી શકે છે કે કેમ વગેરે એન્ટીનેટલ

હીસ્ટરી લઇ તેનો રેકોર્ડ મમતા કાર્ડમાં કરવો
(2) પ્રિનેટલ એક્ઝામિનેશન :-

મધરની હિસ્ટ્રિલેવાઇ ગયા પછી પ્રિનેટલ એક્ઝામિનેશન કરવી જેમાં,

(1) રુટિન એક્ઝામિનેશન:-

જેમાંT.P.R, B.P, હાઇટ,વેઇટ, યુરિન સુગર આલ્બ્યુમિન,બ્લડ ગ્રુપ., હિમોગ્લોબિન (Hb%), RH ફેક્ટર, સ્ટુલ એક્ઝામિનેશન,VDRL ટેસ્ટ- વેનેરીયલ ડીસીસ સીફીલીસ ગાર્નારીયા માટે.

(2) ફિઝિકલ એક્ઝામિનેશન

આમાં હેડ ટુ ટૉ એક્ઝામિનેશન કરવામાં આવે છે. દા.ત: ફેસની એકઝામ દરમ્યાન ફેસ પર પફિનેસ્૩(સોજા આવી જવા) પેલોર (ફિકાસ), પગની તપાસમાં પીટીંગ ઇડીમા આ બધી વસ્તુ જોવી ખૂબ જ અગત્યની છે.

(3) ઓબ્સસ્ટ્રેટિક્સ એક્ઝામિનેશન:-

જેમા બાળક ની પોઝીશન, પ્રેઝનટેશન , એક કે વધુ બાળકો છે કે કેમ, યુટ્રસમા તેમજ બીજી કોઇ abnormality હોય તો તે જોવું. આ એકઝામીનેશન માં પેલ્વીમેટરી એકઝામનો પણ સમાવેશથાય છે. તેમજ એબ્ડોમિનલ એક્ઝામ નો જેમાં ઇન્સપેકશન, પાલ્પેશન અને અસ્કલ ટેશન, ફીટલ હાર્ટ સાઉન્ડ માટે કરવામાં આવે છે. વલ્વાનું ઇન્સપેકશન કરવુ અને વજાયનલ એકઝામીનેશન કરવામાં આવે છે.

🌟 C.Describe the routes of transmission of disease.
રોગના ટ્રાન્સમીશનના માર્ગો વર્ણવો.05

  • Pathogen જેના મારફતે એકમાંથી બીજા વ્યકિતમાં દાખલ થાય છે તેને transmission of infection કહે છે. તેના બે પ્રકાર છે,
  • (1) Direct transmission 
  • (2) Indirect transmission 
  • (1) Direct transmission of infection 
  • (i) Through actual body contact :-

         skin to skin contact  થવાથી , patient માથી organism discharge થતા હોય તેવી વ્યકિતના body નો contact થવાથી બીજી વ્યકિત કે જેને cuts, abrasion હોય તો organism તે વ્યકિતમાં સહેલાઇથી દાખલ થઇ શકે.

ii) Through infected hands

માણસના હાથ ઘડી- ઘડી બીજા વ્યકિતના સંપર્કમાં કે વાતાવરણનાં સપર્કમાં આવતા હોય છે, તે faecal matter ના સંપર્ક માં આવતા હોય છે. Harmless staphylococcus અને streptococcus કાયમી હાથ ઉપર હોય છે. પરંતુ ઘણી વખત Pathogen પણ હાથ પર આવી જતાં હોય છે. દા. ત. Host ના તેના urine, body secretions કે feccal matter હેંડલ કરતી વખતે વ્યકિત પોતાના શરીરમાં કે અન્ય વ્યકિતના શરીરમાં pathogen acquire કરે છે. Intestinal અને Respiratory tract ના diseases infection hands થી ફેલાય છે. આથી infection materials direct handle કરવાનું ટાળવું જોઇએ

દા.ત. Trachoma, Gonorrhoea અને Syphilis direct sexual intercose થી ફેલાય છે.

iii) Trough Droplets:-Infected વ્યકિતના બોલવાથી coughing થી, laughing કે sneezing થી નીકળેલા droplet inhale કરવાથી પણ વ્યકિત infection acquire કરે છે. Diphtheria, influenza, T.B., Whooping cough, Measles, Mumps ની pathogen nasal discharge કે saliva માં હોય છે.

(iv) Trough Contaminated fomites :-            જમવાના કે પાણી પીવાનાં સાધનો, રૂમાલ, ટોવેલ, કપડા, Sputum cups વગેરે માર્ફતે  Diphtheria, Trachoma, Small pox, Measles, Pneumonia વિગેરે ફેલાય છે. Beddings, Clothes વિગેરેથી પણ Respiratory, digestive અને Skin ના infection ફેલાય છે. v) From mother to Foetus:- (Before birth, congenital inf.) Mother અને foetus વચ્ચે રહેલ ખુબજ પાતળા tissues મારફતે mother થી foetus માં pathogen pass થઇ શકે છે. આથી baby infectionસાથે જન્મે છે. દા.ત. Syphilis, Aids, measles (vi) Through laboratories + hospitals:-   જો સાવચેતી સાથે aseptic techniques નો ઉપયોગ કરવામાં ન આવે તો infection laboratories કે hospital માંથી acquire થઇ શકે છે. Syphilis, Viral hepatitis, Aids વગેરે તેના ઉદાહરણ છે એક વ્યક્તિ માંથી અન્ય વ્યક્તિમાં Indirectly infection transmitted થાય છે.અને transfer time સામાન્ય રીતે લાંબા હોય છે.  i) Through contaminated water and sewage :-

        કુવા, તળાવ કે નદીમાં મોટા ભાગે domestic કે industrial waste ભળેલો હોવાથી તે polluted – infected હોય છે. તેમાં રહેલા pathogen પાણીના પીવાથી કે ઉપયોગથી વ્યક્તિના શરીરમાં પ્રવેશી infection ઉભું કરે છે. આપણે ત્યાં અપનાવવામાં આવેલ ગટર વ્યવસ્થા સલામત ન હોવાથી તેમાથી પણ infection transfer થઇ શકે.

Raw sewage ના પાણીમાં dumping થવાના પરીણામે ઘણા બધા water born diseases થાય છે. 

Amoebic dysentery, Typhoid, bacillary dysentery વગેરે તેના ઉદાહરણો છે.

ii) Through food other than milk)                  ખોરાક જુદી-જુદી રીતે infected થઇ શકે છે. વિશ્વના ઘણા ભાગમાં આજે પણ polluted water અને manure (animal waste) ખેતીવાડી માટે વાપરવામાં આવે છે. આવા Soil માં typhoid bacilli અને બીજા pathogens અને hookworm, round worm હોવાથી તે ફેલાવો કરી શકે છે. Anthrax અને tetanus ના spore લાંબો વખત soil માં જીવી શકે છે. 

iii)Utensils:- રસોડામાં વપરાશમાં લેવામાં આવતા વાસણો Rat ના faeces થી contaminated હોઇ શકે. Flies  અને cockroaches જેવા insect et food ને contaminet કરે છે.

Milk and water:-ખોરાકની બનાવટમાં આ બન્ને તત્વો વપરાય છે. જૈના Infected હોવાથી infection transmite થઇ શકે છે.

 Infected milkમાંથી ઘણા જુદા-જુદા પદાર્થો બનાવવામાં આવે છે. આથી milk infection transmission નું મોટું માધ્યમ પુરૂ પાડે છે. ખુબજ સાવચેતી પછીપણ milk ને bacteria free મેળવવું મુશ્કેલ છે. ઘણા bacteria કાયમી ધોરણે milk duct અને tears માં રહે છે. contaminate containers, atmosphere અને flies પણ પોતાનું કામ કરે છે. (Streptococcus lactis એ દુધમાંથી દહી બનાવવા માટે જવાબદાર છે.) Bacillary dysentery, typhoid એ આના ઉદાહરણો છે. T.B.અને Brucellosis infected cow ના milk થી ફેલાય છે.(4) Through Air :-

   Organisms air થી  spread થાય છે. Soil, water  અને human excreta  ના pathogens પણ હવામાં ભળે છે. આ germs air માં droplets કે dust particles તરીકે મોજુદ હોય છે. વ્યક્તિના શ્વાસમાં જવાથી તે infection કરે છે. 

 Pul kochs, diphtheria જેવા રોગો ફેલાય છે. કે તેનુ infection transmite થાય છે. 

આ droplets ઘણી વખત floor, clothes, beddings, uncovered food અને milk માં પણ settle થાય છે.

5) Through vectors :-

      Insects such as mosquitoes, flies, flea (ચાંચડ), mites (નાના જીવ જંતુ)lice અને ticks (જુ) Arthropods કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ કે animal થી human માં infection transmit કરે છે. તેઓ carrier છે. 

તેઓ skin inoculation કે biting અથવા infected material ને ખોરાક પર deposit કરીને ફેલાવે છે.

Vector થી ફેલાતા infections મોટા ભાગે warm climates માં જોવા મળે છે કારણ કે ત્યારે મોટી સંખ્યામાં insect અને infected human કે animals હોય છે.Vector diseases બે રીતે ransmite કરે છે.

Bacteria થી થતા  diseases mechanically transmit થી થાય છે.

Insect all flies, cockroaches વગેરે faeces માથી ખોરાક મેળવે છે. તેઓના feet infected થવાથી infected agents ને તેઓ food પર deposits કરે છે. 

Biological transmission :-

Malaria, Filaria, Yellow fever, Plague ના ફેલાવવા મા micro- organisms insect vector  મા multiply થાય છે  (plague bacilli in Rat flea) vector  ના body મા  development cycle પૂરૂ કરે છે.

Q-2

🌟 a) Define epidemiology and explain spectrum of disease. એપીડેમીઓલોજી ની વ્યાખ્યા આપી, ડીસીઝ સ્પેક્ટ્રમ વિશે સમજાવો.08

ઉલ્લેખિત વસ્તીમાં હેલ્થ સંબંધિત પરિસ્થિતિઓ નું વિતરણ (ડિસ્ટ્રિબ્યુશન )અને નિર્ધારકો (ડિટર્મિનન્ટ ) નો અભ્યાસ આ અભ્યાસ ના ઉપયોગ થી હેલ્થ સંબંધિત સમસ્યા નું નિયંત્રણ કરવું ” …………….જહોન એમ લાસ્ટ (1988 )

અથવા

” એપીડેમિયોલોજી એટલે એવા રોગો નો અભ્યાસ જે ખૂબ વધુ પ્રમાણ માં જોવા મળે છે “

ગ્રીન વૂડ (1934)

સ્પેક્ટ્રમ ઓફ ડિસીઝ

ડિસીઝ ની સીવીયારીટી પ્રમાણે ડીસીઝના સાઇન અને સિપટમ્સ ઓછા કે વધુ હોય છે એટલે કે એક વ્યક્તિમાં ઓછા તો બીજી વ્યક્તિમાં વધુ કે ઘણા વધુ હોય શકે છે. આ કોન્સેપ્ટ ને સ્પેક્ટ્રમ ઓફ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. જે નીચે પ્રમાણે જોઇ શકાય છે.

(1) સબ ક્લિનિકલ : જે કલીનીકમાં સારવાર આપી શકાય છે.

(2) માઇલ્ડ કેસ :-કે જેમાં ઘરે રહી મેડીસીન લેવાથી સારૂ થઇ શકે છે.
(3) મોડરેટ :- જેમાં મધ્યમ પ્રકાર ની ડીસીઝ ની સિવિયારીટી હોય છે

(4)સિવિયર :- ગંભીર સ્થિતિ ધરાવાતા હોય છે.કે જે બીજાને ઇન્ફેકશન આપી શકે છે અને વધુ નુકશાનકારક હોય છે. તેને કલોઝ ઓબર્ઝર્વેશનમાં રાખવા જોઇએ.

(5 ) ડેથ : આમાં જીવલેણ ડાયગ્નોસીસ વાળા દર્દીઓ હોય છે. જેને હોસ્પીટાલીટી કરવા જરૂરી છે. જેથી હોસ્પીટલમાં તેઓની લાઇફ બચાવવા માટેનાં પ્રયત્નો કરી શકાય છે.

કોઇ એક જ ડીસીઝ એક વ્યક્તિમાં ખૂબ જ માઇલ્ડનો બીજી વ્યક્તિમાં ખૂબ જ સીવીયર જોવા મળે છે, જયારે અમુક વ્યક્તિઓમાં ડિસિજ સબક્લિનિકલ સ્ટેજ માં જ રહે છે અને બીજાઓમાં ખૂબ જ વધુ જોવા મળે છે. જેમાં સબકલીનીક અને માઇલ્ડ કેસ, બીજા કેશ કરતાં કોમ્યુનિકેબલ disij સ્પ્રેડ કરે છે. આ રીતે વધુ નુકશાનકારક ગણાય છે.

b) Write down functions of ASHA.
ASHA ના કાર્થો લખો.04

હેલ્થ એજ્યુકેશન

કોમ્યુનિટી મા જાગૃતિ લાવવા અને સમુદાયને આરોગ્ય, પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા અને સ્વચ્છતા વિશે હેલ્થ એજ્યુકેશન આપવું

M.C.H અને ફેમિલી પ્લાનીંગ સર્વિસ અપાવી

સુરક્ષિત ગર્ભાવસ્થા, ડિલિવરી, સ્તનપાન અને પૂરક આહાર અને રસીકરણ, ગર્ભનિરોધક અને પ્રજનન માર્ગના ચેપ અને નાના બાળકની સંભાળ સહિત સામાન્ય ચેપના નિવારણ અંગે મહિલાને સલાહ આપો.નાના પારિવારિક ધોરણો અપનાવવા માટે સ્ત્રીને સલાહ આપો.

જરુરિ દવાઓ અપાવી

ઓઆરએસ, આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ, ક્લોરોક્વિન ગોળીઓ, ઓરલ પિલ્સ, કોન્ડોમ અને ડિસ્પોઝેબલ ડિલિવરી કીટ જેવી આવશ્યક દવાઓ માટે ડેપો ધારક.

પ્રાથમિક સારવાર અપાવી

ફિવર, ઝાડા અને પ્રાથમિક સારવાર જેવી નાની સમસ્યાઓ માટે પ્રાથમિક તબીબી સંભાળ પૂરી પાડે છે.

રેફરલ સર્વિસ

સબસેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવાઓ મેળવવા માટે સમુદાયને એકત્ર કરો સગર્ભા સ્ત્રીને વગેરે ને જે સારવારની જરૂર હોય છે તે આપવા મા આવે છે

હેલ્થ પ્રોગ્રામ

નેશનલ હેલ્થ પ્રોગ્રામ મા ભાગ લેવો. DOTS થેરાપી અપાવી

વાઇટલ સ્ટેસ્ટિક્સ:-

ગામડામાં જન્મ અને મૃત્યુ વિશે અને સબ-સેનટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અસામાન્ય આરોગ્ય સમસ્યાઓ ફાટી નીકળવાની માહિતી આપો

સેનિટેશન

સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હેઠળ ઘરના શૌચાલયોના ઉપયોગ પ્રોત્સાહન આપો તે ગ્રામ પંચાયતની ગ્રામ આરોગ્ય અને સ્વચ્છતા સમિતિ સાથે તુલનાત્મક ગ્રામ આરોગ્ય યોજના ઘડશે

                    OR

🌟 a) List out the indicators of health and write advantages of health indicators
હેલ્થ ઈન્ડીકેટરના નામની યાદી બનાવી અને તેના ઉપયોગો લખો.08

  • હેલ્થના અલગ અલગ કન્સેપ્ટ અનુસાર ઘણા બધા હેલ્થના ઇન્ડિકેટર છે
  • ઇન્ડિકેટર હેલ્થને ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ પ્રભાવિત કરે છે

1. ડાયરેક્ટ અથવા સ્પેસિફિક ઇન્ડિકેટર

  • મોર્ટાલિટી ઇન્ડિકેટર
  • મોરબીડીટી ઈન્ડીકેટર 
  • ડીસેબિલિટી ઇન્ડિકેટર
  • હેલ્થ પોલિસી ઇન્ડિકેટર
  • હેલ્થ કેર ડીલેવરી ઇન્ડિકેટર

2. ઇનડાયરેક્ટ અથવા તો જનરલ ઇન્ડિકેટર

  • મોર્ટાલિટી ઇન્ડિકેટર
  • મોરબી ડીટી ઈન્ડીકેટર 
  • ડીસેબિલિટી ઇન્ડિકેટર
  • હેલ્થ કેર ડીલેવરી ઇન્ડિકેટર
  • હેલ્થ પોલિસી ઇન્ડિકેટર
  • સોશિયલ અને મેન્ટલ ઇન્ડિકેટર
  • સોશિયલ ઇકોનોમિક ઇન્ડિકેટર
  • ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇન્ડિકેટર
  • યુટીલાઈઝેશન રેટ ઇન્ડિકેટર
  • એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર
  • ક્વોલિટી લાઈફનું ઇન્ડિકેટર

હેલ્થ નિર્દેશકના (ઇન્ડિકેટર ) ફાયદાઓ :-

  1. કોમ્યુનિટી નું આરોગ્ય સ્તર કેવું છે તે જાણવા માટે
  2. દેશની બીજા દેશ સાથે નું હેલ્થ સ્ટેટસ ની તુલના કરવા માટે
  3. હેલ્થ કેર સર્વિસીસની કેટલી જરૂરિયાત છે તેનું એસેસમેન્ટ કરવા માટે
  4. રિસોર્સીસ નો જરૂરી ઉપયોગ કરવા માટે
  5. જે કંઈ પણ સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવે છે તે નક્કી કરવા તેના લક્ષ્યાંકો નક્કી કરવા તેમજ કરેલા કામ નું મૂલ્યાંકન કરવા માટે હેલ્થ ઇન્ડિકેટર ખૂબ જ જરૂરિયાત હોય છે
  6. આગમ ચેતી પગલાં લેવા માટે
  7. પોપ્યુલેશન માં રોગ થવાની સંભાવના અને તેનો પ્રોગનોસિસ જાણવા માટે
  8. દેશ માં કયા હેલ્થ પ્રોગ્રામ ની જરૂરિયાત છે અને તેના અમલીકરણ પછી તેનું મૂલ્યાંકન કરી શકાય
  9. ટાર્ગેટ સાથે કામ કરવા માં અનુકૂળતા રહે
  10. હેલ્થ સર્વિસિસ ,પ્રોગ્રામ અને એક્ટિવિટી ને મોનીટરીંગ કરવા માટે

b ) Write dowa prevention and control of malnutrition in community.
કામ્યુનીટીમાં માલેન્યુટ્રીશન ના નિવારણ અને નિયંત્રણ વિશે લખો.04

  • રીકેટ્સ  ગોઈટર એનિમિયા બેરીબેરી પેલાગ્રાં સ્કર્વી  વગેરે વગેરે ન્યુટ્રિશનલ રોગો છે

A. ફેમિલી લેવલનું પ્રિવેન્શન

  • જેમાં infant માટે એક્સક્લોઝિવ માટે ચાર થી પાંચ વર્ષ સુધી પ્રોત્સાહિત કરો
  • ચારથી પાંચ વર્ષની ઉંમરે જ ફૂડ સપ્લીમેન્ટેશનમાં એડિશનલ ન્યુટ્રીટીવ વધારો કરો
  • ફેમિલીને પોષાઈ શકે તેવા ફૂડ જેમ કે દૂધ માસ ઈંડા વગેરેની બાયોલોજીકલ વેલ્યુ મુજબ ઓફર કરો
  • મેલ અને ફિમેલ બંનેમાં એક સરખું એકસરખા ન્યુટ્રીટીવ ફૂડનું વિતરણ કરો
  • ANC અને પીએનસી વિઝીટ દરમિયાન માતાની પહેલાથી જ ન્યુટ્રીટિવ સંભાળ રાખીને માલ ન્યુટ્રીશન થતું અટકાવી શકાય
  • ફુલ એસ બાળકો અને લેટેસ્ટિંગ મધર ને લોન ફોર્મલ હેલ્થ એજ્યુકેશન આપી શકાય
  • માલ ન્યુટ્રીશન નું વહેલું નિદાન અને તેનું ઇન્ટરવેશન કરવું
  • ફેમિલી પ્લાનિંગ નું પ્રમોશન કરવું
  • આવકમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા
  • આઇસીડીએસ દ્વારા ફૂડ બાળકો અને માતાઓને મળી રહે તેવા પ્રયત્ન કરવા
  • આયોડિન સોલ્ટ વિટામીનેશન એન્થોકોમેટ્રિક એક્ઝામિનેશન ખાસ કરીને બાળકોનું જેમાં તેની હાઈટ મિડ આમ સર્કલ
  • હેડ સરકમફરન્સ હાઈટ અને વેઇટ જોવા

B.નેશનલ લેવલ પ્રિવેન્શન

  • ન્યુટ્રિશનલ પ્રોગ્રામનું પ્લાનિંગ ઈમ્પ્લીમેન્ટેશન અને ઇવોલ્યુશન કરવું
  • ક્રિષ્ના રિહેબિલિટેશન સેન્ટર બનાવવા
  • ન્યુટ્રીશનલ ઇન્ટરવેશન પ્રોગ્રામ બનાવવા જેમકે એનેમિયા કંટ્રોલ માટે બાળકો અને પ્રેગ્નેન્ટ માતાઓને આયનો અને ફોલિક એસિડ નું વિતરણ કરવું
  • સારા ન્યુટ્રીશનલ કોમ્પ્લીમેન્ટેશન માટેની સ્ટેટેજી બનાવવી
  • રૂરલ ડેવલોપમેન્ટ અને પોપ્યુલેશન અને સ્થિર કરવું
  • ડાયટ અને ન્યુટ્રીશન સર્વે કરવા
  • પ્રોબ્લેમને નું પ્રમાણ જાણવા તેમજ તેનું કેરેક્ટર અને કોઈ જાણવા માટે ન્યુટ્રિશનલ સંવેલન્સ કરાવવા વગેરે

Q.3 Write short answer any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે )12

🌟 A.Write down advantages and disadvantagesof home visit.
હોમ વિઝિટના ફાયદાઓ અને ગેરફાયદાઓ લખો.

હોમ વિઝિટના ફાયદાઓ:

  • (1 ) નર્સને ઘર અને ફેમીલીની એકચ્યુઅલ સીચ્યુએશનનો ખ્યાલ આવી શકે છે.
  • (2 ) ફેમીલી મેમ્બર્સને આપણી વાતમાં પૂરતો વિશ્વાસ હોવાથી તે પોતાના ઘરે આપણા પ્રોગ્રામમાં વધારે રસ ધરાવે છે તેમજ પોતાના ઘરમાં વધુ રીલેક્ષ હોય છે.
  • (૩) ફેમીલીનાં ઘરનું શોસીયલ, ઇકોનોમીક બેક ગ્રાઉન્ડ જાણી શકાય છે. જેથી morial માપ સારૂ ટીચીંગ આપી શકાય છે.
  • (4 ) ફેમીલીનાં નવા નવા હેલ્થ પ્રોબ્લેમ જાણી શકાય.
  • (5 ) ફેમીલી મેમ્બર્સને મળવાથી તેને મળતી હેલ્થ સર્વિસીસનો લાભ લે છે કે
  • નહિ તે જાણવા મળે છે.
  • (6 ) અન્ય હેલ્થ એજન્સીની સેવાઓ ફેમીલી સુધી મળે છે કે નહિ તે જોવાની તક મળે છે.

હોમ વિઝિટ ના ગેર ફાયદા :-

  • (1 ) હોમ વિઝીટ એ ટાઈમ કન્ઝ્યુમીંગ છે લોકોની જરૂરી નીડ આપવા માટે ટ્રાવેલિંગ માટેના સમયની જરૂરિયાત રહે છે
  • (2) ઇમરજન્સી ની પરિસ્થિતિ માટે હેલ્થ પ્રોફેશનલ પાસે ઈમરજન્સી સાધનો હોતા નથી
  • (3 ) ઘણી કોમ્યુનિટી ની અંદર વિઝીટના કારણે ઈસ્યુ ઊભા થતા હોય છે નર્સિંગ સ્ટાફની સેફટી ના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે
  • (4 ) ઘરે જઈને કેર આપતા હોવાથી કેર આપવા માટેના સેટિંગ પર નર્સનો ખૂબ જ ઓછો કંટ્રોલ હોય છે દાખલા તરીકે ક્લિનિક ,નોઈસ, પ્રાઇવેસી ,ડિસ્ટરેક્શન વગેરે

b) Describe millennium development goal.
મીલેનીયમ ડેવલોપમેંટ ગોલ વિશે લખો.

મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ (MDGs)

[1] ભારે ગરીબી અને ભૂખ નાબૂદ કરો.

[2] સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરો.

[૩] જાતિય સમાનતાને પ્રોત્સાહન આપો અને મહિલાઓને સશક્તિકરણ કરો.

[4] બાળ મૃત્યુદરમાં ઘટાડો.

[5] માતાના સ્વાસ્થ્યમાં સુધારો.

[6] HIV/AIDS, મેલેરિયા અને અન્ય રોગો સામે લડવું.

[7] પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરો.

[8] વિકાસ માટે વૈશ્વિક ભાગીદારી.

🌟 c) Explain purification of water at large scale.
મોટા પાયે પાણીનું પ્યુરીફીકેશન સમજાવો.

મોટા પાયા પાણીનું શુદ્ધિકરણ સેન્ડ ફિલ્ટરશન દ્વારા કરી શકાય છે આ ફિલ્ટરશન બે પ્રકારના હોય છે જેને અનુક્રમે સ્લો સેન્ડ ફિલ્ટરેશન or બાયોલોજીકલ સેન્ડ ફિલ્ટરેશન ૨) રેપિડ સેન્ડ ફિલ્ટરેશન or મિકેનિકલ સેન્ડ ફિલ્ટરેશન કહેવા

આમાં પ્રથમ raw water શુદ્ધ કરવામાં આવે છે તેને સેટલમેન્ટ ટેન્ક માં બે દિવસ સ્ટોર કરવામાં આવે છે અને આ ટૂંકા ગાળામાં પાણીનું મોટા જથ્થામાં પ્યુરિફિકેશન થાય છે અને તેમાંથી 90% અશુદ્ધ દૂર થાય છે આ કુદરતે રીતે થાય છે બીજી રીતે કહીએ તો આ તબક્કામાં raw water કો ડોહળાશ ઓછી થાય છે.


બીજા તબક્કામાં આ પાણીને સ્લો સેન્ડ ફિલ્ટરમાં દાખલ કરવામાં આવે છે તેને ફિલ્ટર bed કહે છે આ bed ની રચના ઉપર થી નીચે તરફ આ રીતે થયેલી હોય છે
જેમાં 1.4 મીટર માં પાણી હોય છે તેની નીચે 1.2 લીટર ઝીણી રેતી હોય છે તેની નીચે 0.4 મીટર માં મોટા કાકરા હોય છે.


સેન્ડ bed માં રેતીએ મુખ્ય ફિલ્ટરિંગ માધ્યમ છે આની જાડાઈ 1.2 મીટર હોય છે તળિયાના ભાગે રેતી હોય છે જે રેતીનું layer છે તે sand bed ને support કરે છે આ send bed ના તળિયાના ભાગમાં પાઇપ હોય છે જે હોલ વાળા હોય છે તેના દ્વારા ફિલ્ટર થયેલું પાણી ભેગું થઈને બહાર મુખ્ય ટાંકીમાં પાઇપ દ્વારા આવે છે આ રીતે send ફિલ્ટર દ્વારા પાણીને શુદ્ધ કરવાની ના બીજા ઘણા મિકેનિકમ જવાબદાર છે જે નીચે પ્રમાણે
1) mechanical (મિકેનિકલ )
2) sendamentation (સેડમેન્ટેશન )
3) absorption (એબસોરપ્શન )
4) ઓક્સિડેશન ઓફ એમ્પ્યોરિટી
5) bacterial action (બેક્ટેરિયલ એક્શન )

આ દરેક બાબતો પોતાનો થોડો ઘણો ભાગ water purification માં ભજવે છે પરંતુ મહત્વનો ભાગ send bed ઉપર or જુગલિયર layer or vital layer ઉપર હોય છે આ એક પાતળું અને ચીકાશવાળું layer છે જેમાં ઘણા પ્રકારના આલ્કલી પ્રોટોજુ અને bactria હોય છે આ layer બનતા બે થી ત્રણ દિવસનો સમય લાગે છે vital layer ને slow layer દ્વારા હાનિકારક bacteria નો નાશ થાય છે અને પાણી 98% જેટલું શુદ્ધ બને છે આથી નવી send bed ઉપર જ્યાં સુધી વાઈટલ layer તૈયાર ના થાય ત્યાં સુધી filter થયેલ પાણી વપરાશમાં લેવું હિતાવહ નથી slow sand filtration માં 2+03 મિલિયન ગેલન પાણી filter માં દર 1 કલાક એ 2 ગેલન પાણી filter કરી શકાય છે. Filter bed પર vital lamer ની thickness વધી જાય તો તેમાંથી પાણી બરાબર filter થઈ શકતું નથી અને filtration નું પ્રમાણ ઘટી જાય છે.

Filter bed ની ક્ષમતા થોડા અઠવાડિયા કે દિવસો પછી ઘટી જાય છે. જેને લોસ of bed કહે છે. જ્યારે આનું પ્રમાણ 4 foot જે વધી જાય ત્યારે. પાણી filtration કરવું હિતા ગણાય નહીં. આવા વખતે vital layer ઉપરના ભાગેથી. 2 to 3 am જેટલું સ્ક્રેચ કરવામાં આવે છે. આ સ્ક્રેચ કરવાની ક્રિયાને ક્લીનીંગ the filter કહેવામાં આવે છે. જે bed મા વારંવાર કરવી જોઈએ. જ્યારે sand bed ની thickness 30 to 40 CM જેટલી ઓછી થઈ જાય ત્યારે ક્લોઝ કરી દેવામાં આવે છે. અને bed નો કન્સ્ટ્રક્શન કરી process ફરી ચાલુ કરવામાં આવે છે. Slow sand filtration માં મુખ્ય ગેરફાયદો એ છે કે તેમાં થોડા થોડા સમયે bed બદલાવવાની જરૂર પડે છે!

નોંધ :-રેપિડ સેન્ડ ફિલટરેશન (પેપર -1 માં થી વાંચવું )

🌟 D) Write down principles and methods of cooking
કુકીંગની રીત અને સિધ્ધાંતો લખો.

ખોરાકને રાંધવા માટે નીચે મુજબ જુદી જુદી પધ્ધતીનો ઉપયોગ કરાય છે.

  • (1) Boiling (ઉકાળવુ)
  • (2)Steaming (વરાળ થી બાફવું)
  • (3) Fraying (તળવુ)
  • (4) Rousting (શેકવું)
  • (5) Baking (બેકિંગ)
  • (6). Grilling (ગ્રિલિંગ)

   (1)Boiling (બોઇલિંગ):-

     પાણીને 100* સે. ગ્રેડ ઉકાળીને તેમાં ખોરાક રાંધવામાં આવે છે. આ પધ્ધતી થી દાળ, ભાત, શાક, કઠોળ, કંદમુળ, તથા બીજા શાકભાજી બનાવાય છે.

        આ રીત માં પાણી વધુ વપરાતુ હોવાથી વિટામીન અને ક્ષાર નાશ પામે છે. જેથી બોઇલીંગ મેથડ માં પુરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરાય છે.

(2)Steaming (વરાળ થી બાફવું ):- 

     આમાં ગરમીની વરાળ થી ખોરાક ને રાંધવામાં આવે છે. આ નિયમ પર પ્રેશર કુકર કાર્ય કરે છે. તેમાં પ્રેશર કુકર ઉપર સ્ટીમ વધુ હોય છે. તેના દ્રારા બધા પોષક તત્વો જળવાય રહે છે. આમાં સમય તેમજ બળતણ નો બચાવ થાય છે. જેથી આ પધ્ધતી ઉતમ છે. 

 (3) Faying (તાળવુ) :- 

    આની અંદર થેપલા, ઢોસા, દરેક પ્રકારના પુડલા, તેલ સુકીને બનાવવામાં આવે છે. એ જ રીતે પુરી, ભજીયા, વડા, કચોરી વગેરે તે પણ તેલ માં તળી શકાય છે. 

(4) Rousting (શેકવું)

     થોડુ તેલ કે ઘી મુકીને બનાવાય છે. ત્યાર પછી તેને direct heat ઉપર મુકવામાં આવે છે. આ પધ્ધતી થી ચિકન બનાવાય છે. આ પધ્ધતી પણ સારી છે.

(5) Baking (બેકિંગ)

   આમાં ડ્રાય હિટ દ્રારા ખોરાક રાંધવામાં આવે છે. તેમા ઓવન નો ઉપયોગ કરી તેની ગરમ હવા દ્વારા દ્વારા ખોરક રાંધવા મા આવે છે. આ પધ્ધતી સારી છે. તેમાં બિસ્કીટ, બ્રેડ, તથા કેક બનાવાય છે.

(6) Grilling (ગ્રિલીંગ)

    આની અંદર ડ્રાય હિટ ના ઉપયોગ કરવા મા આવે છે મેટલ ની ઝાળી ઉપર ગરમ કરી ખોરક ને રાંધવા મા આવે છે.

Q.4 Write short notes. ટૂંકનોધ લખો. (કોઈપણ ત્રણ)

a. Kitchen garden – કીચન ગાર્ડન

ઘરના આંગણા માં કિંચન ને જરૂરી તેવા છોડ ને ઉછેરી ને કિચન ગાર્ડન બનાવી શકાય છે. કિચનની નજીક માં અને જયાં ખુલ્લી જગ્યા રહેલ હોય ત્યાં કિચન ગાર્ડન બનાવી શાય છે. 

  1. ઘરની નજીક માં અને જયાં સહેલાઇ થી તેની સંભાળ લઇ શકાય તેવો હોવો જોઈએ.
  2. પાણી ની આવ જા થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.
  3. ગાર્ડન ની આજુબાજુ તાર ની વાડ કરેલી હોવી જોઈએ. 
  4. ગાર્ડન ને સાચવવા માટે માળી ની વ્યવસ્થા હોવી જોઈએ.

કિચન ગાર્ડન ના ફાયદાઓઃ-

  • (1 ) સમય નો સદ ઉપયોગ થાય છે.
  • (2 ) વાતાવરણીય સ્વછતાં જળવાઇ રહે છે.
  • (3 ) કવોલીટી અને કવોન્ટીટી મા શાકભાજી માં મેળવી શકીએ,
  • (4) ઘરની શોભા માં અભિવૃદ્ધિ પામે છે.
  • (5 ) ધરની ઈકોનોમિક કન્ડિશન જળવાઇ રહે.
  • (6 ) ઘરના સભ્યોનો ઇન્ટરેસ્ટ કેટલો છે, તે જાણી શકાય છે. 
  • (7) ફેમિલી ના ડાયેટ માં સુધારો થાય છે .
  • (8 ) રસોડાનો નકામો કચરો અને પાણીનો આરોગ્યની દ્રષ્ટિ એ નિકાલ થાય છે.

🌟 b. importance of records and reports – રેકોર્ડ અને રીપોર્ટસનું મહત્વ

  • (1) ભૂતકાળની કોઇપણ બાબત રેકોર્ડ કરેલી હોય તો તેના દ્વારા માહિતી મેળવવા માટે.
  • (2) રેકોર્ડ દ્રારા દરેક કર્મચારીને તેની જવાબદારીનું ભાન થાય છે.
  • (3) રેકોર્ડના માધ્યમ દ્વારા ટ્રીટમેન્ટ બરાબર અપાય છે કે નહીં તેનો ખ્યાલ આવે છે તેમજ તે હેલ્થ વર્કર તથા કોમ્યુનીટી (પેશન્ટ) વચ્ચે માર્ગદર્શક બને છે.
  • (4) રેકોર્ડ એપ્રુવ થયેલ હોવાથી તે કાયદાકીય રીતે રક્ષણ આપે છે.
  •  (5) Administrative Staff અને બીજા સભ્યોને સર્વિસીસ માટે દસ્તાવેજ પૂરા પાડવા તેમજ આંકડાકીય માહિતી તથા પ્રોગ્રામનાં પ્લાનીંગ અને મૂલ્યાંકન માટે
  • (6) કોમ્યુનીટી હેલ્થ નર્સ એ પ્રેકટીશનર ને તેના જ્ઞાનનો ઉપયોગ ફેમીલીની હેલ્થ સુધારવા માટે જરૂરી ડેટા પૂરા પાડવા માટે.
  • (7) હેલ્થ વર્કર તથા ફેમીલી અને સંબંધીત સંસ્થાઓ સાથે કોમ્યુનીકેશનનાં માધ્યમ તરીકે ઉપયોગી છે.
  • (8) ઉપસ્થિત હેલ્થ પ્રોબ્લેમ વિશે માહિતી પૂરી પાડવા અને નર્સિંગ કેર માટે આપવામાં આવેલ સૂચનાનાં અસર કરતા ફેકર્ટસ શોધવા માટે ઉપયોગી છે.
  • (9) Short Term and Long Term Plan બનાવવા માટે, પાયાની માહિતી પૂરી પાડવા, નવી નિતીમાં સુધારો લાવવા તથા ભવિષ્ય માટે સુધારો કરવા માટે,
  • (10) કોમ્યુનીટી હેલ્થ નર્સ અને ફેમીલીની એક બીજા સાથે બોલવાની તક આપે છે, જેથી તેઓની જરૂરીયાત અને તેના માટે જરૂરી પ્રક્રિયા વિશે જાણી શકાય
  • (11) ફેમીલીની હેલ્થની પરિસ્થિતીનું diagnos કરી સાચુ જજમેન્ટ આપવા માટે.
  • (12) Research Purpose માટે ડેટા પૂરા પાડવા માટે.
  • (13) સર્વિસીસનું ડુપ્લીકેશન અટકાવી શકાય છે.
  • (14) સમય નો સારો ઉપયોગ એટલે કે ટાઈમ મેનેજમેન્ટ થઈ શકે છે

🌟 c) Determinants of health -ડીટરમીનન્ટ્સ ઓફ હેલ્થ

Determinants of health:
એન્વાયરમેન્ટ determinants પોલિટિકલ સિસ્ટમ
બાયોલોજીકલ determinants બિહેવીયરલ determinants
સોસીયો ઇકોનોમિક determinants હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ determinants

એન્વાયરમેન્ટલ determinants:
એન્વાયરમેન્ટની ડાયરેક અસર વ્યક્તિ ફેમિલી અને કોમ્યુનિટી ના હેલ્થ પર પડે છે.
એન્વાયરમેન્ટના ઇન્ટર્નલ અને ઇન્ટર્નલ ફેક્ટર બંને આપણા હેલ્થને પ્રભાવિત કરે છે.
હવા ,પાણી ,અવાજ, રેડીએશન ,હાઉસિંગ, વેસ્ટ મેનેજમેન્ટ વગેરે બધી જ હેલ્થની સ્થિતિ અને લાઇફની ક્વોલિટી ની અસર કરે છે.

પોલિટિકલ સિસ્ટમ:
આપણે જે સોશિયલ એન્વાયરમેન્ટમાં રહીએ છીએ તેના પર પોલિટિકલ સિસ્ટમની મોટી અસર પડે છે. સ્ટ્રોંગ પોલિટિકલ વિના કોઈપણ હેલ્થ કાર્યક્રમનું ઇમ્પલીમેન્ટેશન યોગ્ય રીતે થઈ શકતું નથી.
સોશિયલ પોલિટિકલ એન્વાયરમેન્ટ, ઇકોનોમિક ડેવલપમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, પબ્લિક હેલ્થનું રેગ્યુલેશન અને કામગીરીનું સારું લેવલ.

બાયોલોજિકલ determinants:
હેરીડીટરી અને જીનેટીક ડીટર્મિનંસ ફિઝિકલ અને મેન્ટલ રીટાર્ડેશન , મેટા બોલીક ડીસઓર્ડર, ક્રોમોઝોમલ એબનોર્માલિટી વગેરે પર અસર ધરાવે છે જે જીનેટીક ઓરિજિન છે. નર્સની રિસ્પોન્સિબીલીટી છે કે તેઓ એવા લોકોને પ્રોપર જીનેટીક કાઉન્સિલિંગ પ્રોવાઈડ કરે કે જેને જિનેટિક રીતે ઇમ્પેઇર થવાનું રિસ્ક હોય.

બિહેવીયરલ ડિટર્મીનેન્ટસ્
હેલ્થ એ વ્યક્તિની લાઈફ સ્ટાઈલનો મિરર છે. કારણકે ખામી અને ખરાબ ટેવો વ્યક્તિના હેલ્થ પર એડવર્ટ ઇફેક્ટ કરે છે.
કોમ્યુનિટી હેલ્થ નર્સ તેમના હેલ્થની સ્થિતિ ઇમ્પ્રુવ કરવા માટે દર્દીના અથવા વ્યક્તિગત બિહેવીયર પેટર્ન વિશે જાણકાર હોવા જોઈએ.
બેદરકારી અને ખોટી માન્યતા ના આધારે રિસ્ક લેવાનું બીહેવીયર લોકોના હેલ્થને પ્રભાવિત કરે છે.

સોસિયો ઇકોનોમિક ડિટર્મીનેન્ટ
સોસીયો ઇકોનોમિક સ્થિતિ કોઈપણ દેશના હેલ્થની સ્થિતિ પર મોટી અસર કરે છે. એજ્યુકેશન ,ઇકોનોમી, ઓક્યુપેશનલ તકો, હાઉસિંગ, માથાદીઠ આવકનો ન્યુટ્રીશનલ લેવલ વગેરે હેલ્થ કેર સિસ્ટમ અને હેલ્થ રિસોર્સિસ નક્કી કરે છે.

હેલ્થ કે ડીલેવરી સિસ્ટમ determinants
હેલ્થ કેર ડીલેવરી સિસ્ટમ હેલ્થના ફિલ્ડમાં મોટી ભૂમિકા ભજવે છે. ફેસીલીટીના ઇકવલ ડિસ્ટ્રીબ્યુશનમાં તરસરી કેરને વધુ મહત્વ, રૂરલ એરિયામાં હેલ્થ પર્સનલ ની ઉપલબ્ધતા, અયોગ્ય રેફરલ સર્વિસીસ, રિસોર્સ નો અભાવ વગેરે વ્યક્તિ ફેમિલી અને કમ્યુનિટી ની હેલ્થની સ્થિતિ નક્કી કરે છે.


🌟 d) Classification of Minor ailments – કલાસીફીકેશન ઓફ માયનોર એઈલમેન્ટ

Minor ailments ને બે (two) નાના શીર્ષકો હેઠળ વ્યાપક રીતે વર્ગીકૃત કરી શકાય છે:

1. general minor ailments:

2.systemic minor ailments:

(1). General minor ailments: સામાન્ય નાની બિમારીઓ:

 તેમાં સામાન્ય અકસ્માતો અને emergency condition નો સમાવેશ થાય છે જેને તાત્કાલિક પ્રાયમરી સારવારની જરૂર હોય છે.

આ કેટેગરીમાં ઇજાઓ અને પડવું (Fall down), ફેક્ચર (fracture), દાઝવું (Burns), કૂતરા કરડવા(Dog Bite), ખૂબ તાવ (High Fever), હાર્ટ સ્ટ્રોક (Heart Srokes), ઝાડા (Diarrhoea), fainting.. વગેરેનો સમાવેશ થાય છે. 

(2). Systemic minor ailments: Systemic નાની બિમારી:

તેમાં એવી બિમારીઓનો સમાવેશ થાય છે જે શરીરની વિવિધ system ને અસર કરે છે. 

તેમાંના કેટલાક અહીં નોંધાયેલા છે જે નીચે મુજબ છે:

Systemic minor ailments:

Eye:

Eye accident, foreign bodies(ફોરેન બોડી), infections, poor eye sight, dry eyes, blindness, etc..

Ear:

Earache, foreign body in ear, otitis media, discharge from ear, temporary deafness ,etc…

Respiratory Tract:

Allergic rhinitis/common cold, sinusitis, sorethroat, cough, dyspnoea, chest pain, asthmatic attack, etc…

Cardiovascular system:

Hypertension, anaemia, Rheumatic heart

Disease, etc..

Digestive system:

Toothache, stomatitis, soreness in mouth, constipation, diarrhea, indigestion, vomiting, abdominal distension and pain, intestinal obstruction, haemorrhoids, etc..

Urinary system:

Burning micturition (બર્નિંગ મિચ્યુરિશન), retention of urine, urinary infection, renal stones.

Neuromuscular system:

Headache backache, convulsions, epileptic fits etc.

Reproductive system:

Dysmenorrhoea (ડિસ્મેનોરીયા), heavy bleeding, sore and discharge from genitals, brest pump, etc..

ઉપરોક્ત બિમારીઓ સાથે, વર્તણૂક (behaviour) સંબંધી સમસ્યાઓ જેમ કે maladjustment અથવા ભાવનાત્મક વિક્ષેપ (emotional disturbance)  વગેરેને પણ minor ailments ની શ્રેણીમાં સમાવી શકાય છે. 

આ બધાને યોગ્ય નિદાન અને યોગ્ય management ની જરૂર છે.

🌟 E.)Methods of health education મેથોડસ ઓફ હેલ્થ એજ્યુકેશન

(1) વ્યકિતગત આરોગ્ય શિક્ષણઃ-

  •       જયારે વ્યકિત હોસ્પિટલ માં દાખલ થાય ત્યારે અને હોસ્પિટલ માંથી રજા આપી હોય ત્યારે ડૉક્ટર અને હેલ્થ વર્કર વ્યકિતગત રીતે આરોગ્ય શિક્ષણ આપે છે. 
  • – દર્દી જયારે પોતાની માંદગી ની સારવાર લેવા આવે ત્યારે આરોગ્ય શિક્ષણ આપી શકાય છે.
  • – વ્યકિતગત સ્વચ્છતા માંદગીના કારણે સારવાર અને અટકાવ વિશે સમજણ આપી શકાય છે.
  • – પબ્લિક હેલ્થ નર્સ વ્યકિતગત રીતે ઘરોમાં આરોગ્ય શિક્ષણ આપી ચર્ચા કરે છે. અને સાચી સમજ આપે છે.
  • – વ્યકિતગત આરોગ્ય શિક્ષણ આપવા માટે ફ્લિપ બૂક નો ઉપયોગ થાય છે. વ્યકિતગત શિક્ષણની મર્યાદાઓ એટલી છે કે ઘણી ઓછી સંખ્યામાં લોકો ને આરોગ્ય શિક્ષણ આપી શકાય છે. 
  • – સાચી, સચોટ, ચોકકસ માહીતી જે તેઓ અપનાવે છે.

(ર) જુથ આરોગ્ય શિક્ષણ :-

  •                આપણો સમાજ જુદા જુદા જુથોમાં વંહેચાયેલો છે. વિધાર્થી જુથ, સગર્ભા માતાનું જુચ વગેરે માં આ એપ્રોચ અસરકારક છે.
  • – group teacliing નો વિષય group માં રસ હોવો જોઈએ. તો જ તેઓ ધ્યાનથી સંભળે છે. – દશ્ય, શ્રાવ્ય, સાધનોની મદદથી group teaching આપી શકાય છે.
  • – student, pre school, children, ANC, PNC, body care, nutrition, industrial workers નું group તથા બાળકો અને વૃધ્ધોમાં ખાસ પ્રકારનું health education જેમ કે prevention of accident, nutrition વગેરે ઉપર health education આપી શકાય છે.

જુથ આરોગ્ય શિક્ષણ આપવા ના તેના બે પ્રકાર છે

1 . વન -વે મેથડ:જેમાં ગ્રુપ ના વક્તા કે હેલ્થ એજ્યુકેશન આપનાર સાથે ઓડિયન્સ નું ઇન્ટર એક્શન હોતું નથી .

દા . ત :- લેકચર મેથડ

2. ટુ વે મેથડ: ગ્રુપ ના વક્તા કે હેલ્થ એજ્યુકેશન આપનાર સાથે ઓડિયન્સ નું ઇન્ટર એક્શન હોય છે. બંને નું એક્ટિવ પાર્ટીસિપેશન હોય છે.

દા . ત. ગ્રુપ ડિસ્કશન ,સેમિનાર ,સઇમ્પોઝિયમ વગેરે

Q.5. Deline following any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈ૫ણ છ)

🌟 A.Disease રોગ

આ એક પેથોલોજીકલ પ્રોસેસ છે જે બોડી હેલ્થને અસર કરે છે જેમાં સ્પેસિફિક સાઇન્સ જોવા મળે છે જેમાં બોડી ફંક્શન માં એબનોરમાલીટી જોવા મળે છે

🌟 b) Pandemic પેન્ડેમિક

પેન્ડેમિક એટલે કે કોઈપણ રોગ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટ અને એક કન્ટ્રીથી બીજા કન્ટ્રીમાં ફેલાય અને આખા વિશ્વમાં જોવા મળે તેને પેંડામિક કહે છે દાખલા તરીકે સ્વાઇન ફ્લુ કોવિડ 19 વગેરે

🌟 c)Fomite ફોમાઈટ

ઇન્ફેક્ટેડ વ્યક્તિ એ વપરાશ કરેલી વસ્તુઓ જેવી કે પહેરેલા કપડા, ઉપયોગ મા લિધેલા વાસણો ફર્નિચર વગેરે પણ ઇન્ફેક્ટેડ હોય છે જે ચેપ ફેલાવી શકે જેને ફોમાઈટ તરિકે ઓળખવા મા આવે છે.

🌟 e) Kilocalorie – કિલો કેલેરી

એક કિલો પાણી ના તાપમાન ને 1* C વધારવા માટે જરૂરી હિટ એનર્જી નો જથ્થો છે જેને કિલો કેલરી કહે છે

🌟 f) Cold chain – કોલ્ડ ચેન

“વેક્સિન ના નિર્માણના સ્થળથી વાસ્તવિક રસીકરણ સુધી કે લાભાર્થી સુધી નીચા તાપમાને રસીને સંગ્રહિત (Storage) અને પરિવહન (Transport) કરવાની સિસ્ટમને કોલ્ડ ચેઇન કહેવામાં આવે છે”.

🌟 g)Communication – કોમ્યુનિકેશન

કોમ્યુનિકેશન એ એક એવો પ્રોસેસ છે જેમાં બે કે વધુ વ્યક્તિઓ પોતાના વિચારો સુચનાઓ અને લાગણીઓની આપ લે અથવા વહેંચણી કરે છે એટલે કે વિચારોનું આદાન પ્રદાન કરવું તેને કોમ્યુનિકેશન કહે છે

Q-6(A) Fill in the blanks ખાલી જગ્યા પૂરો. 05

🌟 1.Deficiency of vitamin c causes disease. વિટામીન સી ની ઉણપથી ……રોગ થાય છે. સ્કર્વી (Scurvy)

🌟 2.diet is given to peptic ulcer patient.
……….ખોરાક પેપટીક અલ્સર વાળા દદી આપવામાં આવે છે. બ્લેન્ડ ડાયટ (Bland Diet)

🌟 3.B M.I stands for…….
B.M.I નું પૂરું નામ ….. બોડી માસ ઇન્ડેક્સ (Body Mass Index)

🌟 4 Another name of chicken pox is
ચીકનપોક્ષનું બીજુ નામ…….છે વેરીસેલા (varicella) 

🌟 5.Oral pills are method of family planning.
ઓરલ પીલ્સ એ ફેમીલી પ્લાનીગની……પધ્ધનિ છે.

Answer: હોર્મોનલ ટેમ્પરરી મેથડ (હોર્મોનલ ટેમ્પરરી )

Answer:- ટેમ્પરરી હોર્મોનલ (Temporary Hormonal)

🌟 (B) Match the following – જોડકા જોડો.

A B

(A) Dehydration ડીહાઈડ્રેશન (A) Home visit હોમ વિઝિટ

(B) Eradication ઈરાડીકેશન (B) Hydrogen હાઈડ્રોજન

(C) Sputum slide સ્પૂટમ સ્લાઇડ (C) lodine આયોડીન

(D) Bag technique બેંગ ટેક્નીક (D) Diarrhea ઝાડા

(E) Gaiter ગોઈટર (E) Elimination એલીમીનેશન

(F) Leprosy લેપ્રસી (G) Tuberculosis ટયુબરકયુલોસીસ

Answer:-

(A) Dehydration ડીહાઈડ્રેશન→ (D) Diarrhea ઝાડા

(B) Eradication ઈરાડીકેશન → (E) Elimination એલીમીનેશન

(C) Sputum slide સ્પૂટમ સ્લાઇડ → (G) Tuberculosis ટયુબરકયુલોસીસ

(D) Bag technique બેંગ ટેક્નીક → (A) Home visit હોમ વિઝિટ

(E) Goiter ગોઈટર→ (C) lodine આયોડીન

(C) Multiple choice questions નીચેનામાંથી સાચો વિકલ્પ લખો

()

🌟 1.Best source of iron is આયર્નનો સૌથી સારો સ્ત્રોત

(a) Milk- દૂધ

(b) Rice -ચોખા

(c) Wheat -ઘઉં

(d) Jaggery- ગોળ

🌟 2. Inflammation of tongue is known as -જીભના ઇન્ફ્લામેશન ને ઓળખાય છે

(a) Mastitis માસ્ટાઈટીસ

(b) Gingivitis જીન્જીવાઈટીસ

(c) Glossitis ગ્લોસાઈટીસ

(d) Stomatitis સ્ટોમેટાઈટીસ

🌟 3.Coloum is essential for the formation of – કેલ્શીયમ આની રચના માટે જરૂરી છે

(a)Bones -હાડકા

(b) Kidney-કીડની

(c) Spleen બરોળ

(d) Liver-લીવર

🌟 4.Fat soluble vitaminis -ફેટ સોલ્યુબલ વિટામીન છે

(a) Vitamin C વિટામીન C

(b) Vitamin A વિટામીન A

(c) Vitamin B1 વિટામીન B1

(d) Vitamin B12 વિટામીન B12

💪 💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

નોંધ :-MCQ ANSWER APP નીયુનિકપેટર્નમાં બંને ભાષામાં આગળ paper solution /click here નીનીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથીભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as GNM-F.Y-CHN-I-PAPER