GNM-F.Y-CHN-1-GNC–PAPER -2023-SOLUTION SOLUTION
Q-1 a. Describe concept of primary health care. 03
પ્રાયમરી હેલ્થ કેરનાં કોન્સેપ્ટનું વર્ણન કરો.
પ્રાથમિક આરોગ્ય સંભાળ – પ્રાથમિક આરોગ્ય સંભાળનો ખ્યાલ ભારતમાં મૂળભૂત આરોગ્ય સેવાઓના ખ્યાલ જેવો જ હતો જે 1946માં ભોર સમિતિ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને આઝાદી પછી ભારત સરકાર દ્વારા ક્રમિક પંચવર્ષીય યોજનાઓ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો.
પ્રાથમિક આરોગ્ય સંભાળની વ્યાખ્યા – WHO મુજબ, “ પ્રાઇમરી હેલ્થ કેર એ ખૂબ જ જરૂરી હેલ્થ કેર છે જે દરેક જગ્યાએ વ્યક્તિ ફેમિલી અને સમાજના સંપૂર્ણ સહયોગથી સ્વીકારેલ મેથડ અને ટેકનોલોજી દ્વારા પ્રેક્ટીકલી અને વૈજ્ઞાનિક રીતે દરેક જગ્યાએ આપી શકાય તેવી દેશ દ્વારા એફોર્ડ થઈ શકે તેવી આપવામાં આવતી આરોગ્ય સેવાઓને પ્રાઇમરિ હેલ્થ કેર કહેવામાં આવે છે “
પ્રાથમિક આરોગ્ય સંભાળનો ખ્યાલ
Accountibility – જવાબદારી
Affordibility – પોસાય એવી
Available – ઉપલબ્ધ છે
Acceptable– સ્વીકાર્ય
Accessibility – સુલભ
b. Write down functions of PHC 04
પ્રાયમરી હેલ્થ સેન્ટરનાં કાર્યો લખો.
આલ્મા આટાએ જણાવ્યા મુજબ પી.એચ.સી.એ નીચે પ્રમાણેના કાર્યો કરવાનાં હોય છે.
(1) મેડિકલ કેર :-
આમાં પેશન્ટને તેના પેશન્ટને રોગ મુજબ સારવાર આપવામાં આવે છે જેમાં ઇન્જેક્શન કે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રિવેન્ટીવ ,પ્રોમોટીવ ,ક્યુરેટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમજ માઇનોર ડિસિઝ ની સારવાર કરવામાં આવે છે
(2) M.C.H. સર્વિસ અને ફેમિલી પ્લાનીંગ
મેટરનલ અનેચાઇલ્ડ હેલ્થ કેર જેમા એન્ટીનેટલ પિરિયડ થી લઇને ચાઇલ્ડ હેલ્થ ની તમામ સેવાઓ જેવી કે ઇમ્યુનાઇઝેશન, એન્ટિનેટલ ચેકઅપ,પોસ્ટ નેટ્લ ચેકઅપ,ન્યુટ્રિશન વગેરે આપવા મા આવે છે.
(3) સેફ વોટર સપ્લાય અને બિઝિક સેનીટેશન
લોકો ને પીવા માટે સેફ પાણી મળે તે માટે કુવાઓ મા ક્લોરીનેશન કરવું ,સેનીટેશન પ્રોગ્રામ ચલાવવા વગેરે…
(4) પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમિક ડીસીઝ
કોમ્યુનીટી મા વારંવાર જોવા મળતા ડિસિજ પર કન્ટ્રોલ કરવો અગત્ય નો છે.
(5) કલેક્શન અને વાઇટલ સ્ટેટેસ્ટિક્સ નુ રિપોર્ટીંગ.
જન્મ, મરણ,ડિલેવરી,એપિડેમિક ડિસિજ નુ નોટીફિકેશન વગેરે જેવા વાઇટલ કલેક્શન અને વાઇટલ સ્ટેટેસ્ટિક્સ નુ રિપોર્ટીંગ કર્વુ
(7) નેશનલ હેલ્થ પ્રોગ્રામ
દરેક હેલ્થ પ્રોગ્રામ નુ ઇમ્પલિમેન્ટેશન પ્રાયમરી હેલ્થ સેન્ટર થી જ થાય છે.જેવા કે સ્કુલ હેલ્થ પ્રોગ્રામ, મેલેરીયા, ફાઇલોરીયા, લેપ્રસી,ટયુબરકયુલોસીસ, એઇડ્સ વગેરેમાં ભાગ લેવો.
(8) રેફરલ સર્વિસીઝ પુરી પાડવી.
જરુરીયાત મુજબ રેફરલ સર્વિસ પુરી પાડવી.
(9) હેલ્થ ગાઇડ, હેલ્થ વર્કર અને હેલ્થ આસિસ્ટન્ટ ને ટ્રેનીંગ આપવી.
આરોગ્ય કાર્યકર ને ટ્રેનીંગ આપવા માટે સગવડ્તા
(10) બેઝિક લેબોરેટરી સર્વિસ આપવી
હિમોગ્લોબિન ટેસ્ટ, યુરિન ટેસ્ટ, મેલેરિયા માટે બ્લડ સ્મિયર વગેરે જેવી બેઝિક લેબોરેટરી સર્વિસ પુરી પાડવી વગેરે..
c. Write down principles of community health nursing 05
કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ નાં સિધ્ધાંતો લખો.
OR
a.Describe Epidemiological triad. 03
એપીડેમીથોલોજીક્સ ટ્રાયડનું વર્ણન કરો.
એપિડેમિયોલોજિકલ ટ્રાયડ અથવા એપિડેમિયોલોજિકલ ત્રિકોણ એ કોમ્યુનીટી મા કેવી રીતે ચેપી રોગો થાય છે અને ટ્રાન્સમિટ થાય છે એ સમજાવવા માટેનું પરંપરાગત મોડેલ છે આ મોડેલ ખૂબ જ સરળ છે અને ચેપી રોગો થવા માટે ના અને તેના ક્ન્ટ્રોલ અને ઈરાડીકેશન માટે ખુબ જરુરી છે.
ડિસિઝ થવા માટે આ ત્રણ પરિબળો જવાબદાર છે એજ્ન્ટ ,હોસ્ટ અને ઇંવાયર્મેન્ટ જો તેમાથી કોઇ એક ની પણ ગેરહાજરી હોય તો રોગ થતો નથી.તેથી રોગો નો ઉદભવ તેમજ ઉપાય માટે આ મોડેલ નો ઉપયોગ થાય છે.
b. Write down immunization schedule up to 1 year of child. 04
એક વર્ષ સુધીનાં બાળકનું રસીકરણ પત્રક લખો,
(આગળ ના પેપર મા ગુજરાતી અને ઇંગ્લિશ એમ બન્ને ભાષા મા IMAGE આપેલ છે…Most IMP)
c. Write down the principles of home visit. 05
હોમ વિઝિટનાં સિધ્ધાંતો લખો.
(1) લોકોની જરૂરીયાત પ્રમાણે પ્લાનીંગ કરવુ જોઇએ. દા.ત: અમૂક એરીયામાં અમુક પ્રકારનો હેલ્થ પ્રોબ્લેમ હેલ્થ પ્રોબ્લેમ હોય છે. તે મુજબ હેલ્થ નીડનાં અનુસંધાને હોવી જોઇએ.
(2) ફેમીલીની તમામ માહિતી ચોકસાઇપૂર્વક એકઠી કરવી તેમજ કોમ્યુનીટીની જનરલ ઇન્ફોર્મેશન પણ એકઠી કરવી. જેમાં ફેમીલીની સાઇઝ, ઇન્કમ, રીલીજીયન, કસ્ટમસ વગેરે વિશે પૂછવુ.
(3) વિઝીટ દરમ્યાન વ્યક્તિની લાગણી અને જરૂરીયાત પ્રત્યે સેન્સેટીવ થવુ.
(4) નર્સિંગ પ્રોસિઝર હંમેશા સલામત રીતે અને ટેકનીકલ સ્કીલ વાપરી કરવા.
(5) કામના પ્રમાણ કરતા ગુણવત્તાને વધારે મહત્વ આપવું.
(6) ફેમીલી સાથેનો એપ્રોચ હંમેશા નમ્રતાપૂર્વકનો અને વિશ્વાસ બેસે તેવો હોવો
જોઇએ.
Q-2 a. List out family planning methods and explain any two methods. 08
ફેમિલી પ્લાનીંગની રીતોની યાદી બનાવી કોઈપણ બે રીતો વિશે સમજાવો.
1.નેચરલ મેથડ
2.આર્ટિફિશિયલ
A . ટેમ્પરરી
1. કેમિકલ મેથડ → ફોર્મ ટેબલેટ્સ
→મિકેનિકલ મેથડ
2.મિકેનિકલ મેથડ → કોન્ડોમ ફોર મેલ → વજાયાનલ ડાયાફાર્મ → સર્વાઇકલ કેપ ફોર ફિમેલ
3. હોર્મોનલ મેથડ
→ ઓરલ પીલ્સ
→ ઇન્જેકટેબલ કોન્ટ્રાસેપટીવ
→સબડર્મલ ઇમ્પ્લાન્ટ
4. ઇન્ટ્રા યુટેરાઈન ડીવાઈસ → લીપીસ લુપ → કોપર-T
B. પરમેનેન્ટ
→ વાઝેકટોની અથવા એનએસવી (N.S.V)
→ ટ્યુબેક ટોમી
→ લેપ્રોસ્કોપી
કોન્ડોમ
* Advantages : –
Dis Advantages :–
ફિમેલ સ્ટરીલાઇઝેશન (Female Sterilization ::-
(1) ટ્રેડિશનલ ટ્યુબેકટોમી
b. Explain the factors affecting on Nutrition. 04
ન્યુટ્રીશન પર અસર કરતા પરિબળો સમજાવો.
1. Age / Developement ઉંમર/વિકાસ
૨.Gender (જાતિ)
૩.Ethnicity & Culture (વંશીયતા અને સંસ્કૃતિ)
4.સામાજિક પરિબળો/અંધશ્રદ્ધા
5.Religious Factors (ધાર્મિક પરિબળ)
6.Traditional Facors (પરંપરાગત પરિબળો)
7.Economical Factors (આર્થિક પરિબળો)
8.Geographical area (ભૌગોલિક વિસ્તારો)
કર્ણાટક, કેરળ, ગોવા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો મોટા પ્રમાણમાં દરિયાઈ ખોરાક લે છે.
9.Life Style (લાઇફ સ્ટાઇલ)
10.Other Factors (અન્ય પરિબળો)
OR
a.Discuss the role of community health nurse in family health services. 08
ફેમિલી હેલ્થ સર્વિસમાં કોમ્યુનિટી હેલ્થ નર્સનો રોલની ચર્ચા કરો
(1) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટ અથવા આઇડેન્ટીફિકેશન ઓફ કોમ્યુનીટી:
કોમ્યુનીટી હેલ્થ નીડ જાણવા સર્વે કરવો ઘરે ઘરે જઇને લોકોની નીડ જાણવી. આ સિવાય ભૌગોલિક પરિસ્થિતી, envirnmental આસ્પેકટ,સોશિયોકલ્ચરલ આસ્પેકટ વગેરેનો સમાવેશ થાય છે.
(2) પ્લાનીંગ
કોમ્પ્રીહેન્સીવ નર્સિંગ કેર આપવા મેડીકલ તથા બીજા ટીમ મેમ્બર સાથે રહી કામનું પ્લાનીંગ કરે છે, જેમાં સ્કુલ, કલીનીક તેમજ હેલ્થ સેન્ટર પણ હેલ્થ સર્વિસીઝ માટે પ્લાનીંગ કરે છે. આ ઉપરાંત હેલ્થ એજયુકેશન પ્રોગ્રામ માટે પ્લાનીંગ કરે છે.
(3) કેર પ્રોવાઇડર
કોમ્યુનીટી હેલ્થ નર્સ કંટીન્યુસ અને કોમ્પ્રિહેન્સીવ કેર વિશાળ કોમ્યુનિટીને પૂરી પાડવાનું કામ કરે છે. હેલ્થ પ્રમોશન અને ડિસિઝન નું કાર્ય કરે છે બીમાર લોકોને સારવાર આપે છે તેમજ તેનો વિશ્વાસ જીતે છે
(4)એજ્યુકેટર લોકોને એજ્યુકેશન આપે છે કે તેના હેલ્થ પ્રોબ્લેમ તે તેની જાતે રિઝોલ્વ કરી શકે હેલ્થ એજ્યુકેટર તરીકે કોમ્યુનીટી હેલ્થ નર્સ ગ્રુપ ફેમિલી અને વ્યક્તિગત રીતે કોમ્યુનિટીમાં લોકોને એજ્યુકેટ કરે છે તેનાથી હેલ્થ પ્રમોશન અને ઇલનેસના પ્રવેન્શન તેમજ રિહેબલીકેટેશન અને ડિસેબલિટી ના પ્રિવેન્શન નું કાર્ય થાય છે કોમ્યુનિટી હેલ્થ નર્સ સ્કૂલ ચિલ્ડ્રન મધર એલિજેબલ કપલ વગેરે લોકો માટે કોમ્યુનિટીમાં હેલ્થ એજ્યુકેશનના સેશન પ્લાન કરે છે અને કંડક્ટ કરે છે
(5)કાઉન્સેલર
કોમ્યુનીટી હેલ્થ નર્સ કોમ્યુનીટી માં ફેમિલીને તેના પ્રોબ્લેમ ની ઓછા કરવા માટે સોલ્વ કરવા માટે રિસોર્સિસ મેળવવા માટે કામ કરે છે
(6) હ્યુમન રિસોર્સ
કોમ્યુનીટી હેલ્થ નર્સ કમિટીની અંદર વહેલા રિસોર્સીસને ઓળખે છે અને તેનો ઉપયોગ કરે છે (7) ઓબ્ઝેર્વેશન (Observation)
કોમ્યુનીટી હેલ્થ કોમ્યુનીટી નર્સ તેની આજુબાજુમાં બનતા બધા જ બનાવો અને ઓબ્ઝર્વ કરે છે જેથી હેલ્થની સ્થિતિ મા આવતા કોઈ ફેરફારોને ઓળખી શકાય
(8) કેર મેનેજર કેર મેનેજર તરીકે કોમ્યુનીટી હેલ્થ નર્સ ફેમિલીને હેલ્થ કેર સર્વિસીસ આપે છે
(9) મેડિકલ આસિસ્ટન્ટ:- મેડિકલ ઓફિસર અને હેલ્થ પ્રોગ્રામ મા જરારી જણાય ત્યા મદદ કરવી
b. Explain the mid-day meal program. 04
મધ્યાહન ભોજન યોજના સમજાવો.
આ પ્રોગ્રામ સ્કૂલ લંચ પ્રોગ્રામ તરીકે પણ ઓળખાય છે
ભારતમાં 1961 થી સ્કૂલ મિડ ડે મીલ સ્કીમ ની અમલવારી થાય છે આ નેશનલ ન્યુટ્રિશનલ પ્રોગ્રામનું જ એક ભાગ છે
મિડ ડે સ્કીમ એ એ ભારત સરકાર દ્વારા સ્કૂલ માં જોતા બાળકોનું રાષ્ટ્રીય સ્તરે ન્યુટ્રીશનલ સ્ટેટસ માં વધારો થાય તે માટે સ્કૂલ મિલ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે
ઓબ્જેકટીવ ઓફ મીલ સ્કીમ
પ્રિન્સિપલ્સ ઓફ મિડ ડે મીલ પ્રોગ્રામ
પરપોઝ ઓફ મિડ ડે મીલ સ્કીમ
ફૂડ રીપેરેશન કરવા માટેના સજેશન
ફૂડને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવું જોઈએ બ્રોકન વીટ કરતા આખા વીટ નો ઉપયોગ કરવો જોઈએ ચોખા અનપોલિસ્ટ હોવા જોઈએ એક ડીશ વેજીટેબલ સાથેની હોવી જોઈએ સીરીયલ અને પલ્સ સીસ નો સાથે ઉપયોગ કરવો જોઈએ ફણગાવેલા કઠોળ નો ખાસ સમાવેશ કરવો જોઈએ ફર્મેન્ટેશનથી ન્યુટ્રીટી વેલ્યુમાં વધારો કરવો જોઈએ રાંધતી વખતે ન્યુટ્રીયંટ નું વેસ્ટિજ ન થાય તે માટેનું ધ્યાન રાખવું જોઈએ વધુ પડતું કુકિંગ એવોર્ડ કરવું જોઈએ વારંવાર ઉકાળેલું તેલ ન વાપરવું જોઈએ ગાજર અને મૂળાના પાંદડાઓનો પણ ઉપયોગ કરવો જોઈએ આયોડાઈઝ સોલ્ટનો ઉપયોગ કરવો જોઈએ
મીડે મીલ સ્કીમ ના ફાયદાઓ
શાળાઓમાં એડમિશનમાં વધારો થાય છે બાળકો દરરોજ સ્કૂલે આવે છે જેથી તેની હાજરીમાં વધારો થાય છે બાળકોનો તંદુરસ્ત વિકાસ કરવામાં મદદ કરે છે બાળકોમાં ઘણા બધા પ્રકારની ગુડ હેલ્થ હેબિટ નો વિકાસ કરવાની તક મળે છે દાખલા તરીકે હેન્ડ વોશિંગ સામાજિક સમાનતા નો વિકાસ કરવા માં મદદ કરે છે જેન્ડર ઇક્વાલિટી માં વધારો કરવામાં મદદ કરે છે બાળકોમાં કોગ્નિટિવ ઈમોશનલ અને સોશિયલ ડેવલપમેન્ટને ફેસીલેટેડ કરે છે.
મિડ ડે મિલ પ્રોગ્રામમાં નર્સનો રોલ
Q-3 Write short answers of the following (Any Two) 2X6=12
નીચેના ટૂંકમાં જવાબ લખો (કોઈ પણ બે )
a. Write down characteristics of healthy individual.
તંદુરસ્ત વ્યક્તિની લાક્ષણિક્તાઓ લખો.
હેલ્થ ની વ્યાખ્યા મુજબ વ્યક્તી શારીરિક ,માનસિક,સામાજિક,અને ધાર્મિક રીતે હેલ્થી હોય તેમજ તેને કોઈ રોગ ખોડ-ખાપણ નાં હોય તેવી સ્થિતિ છે તો તે મુજબ તેની લાક્ષણિકતા નીચે મુજબ આપી શકાય
1.ફિઝીકલી હેલ્થી વ્યક્તિ ની લાક્ષણિકતા :-
b. Explain cold chain.
શીત-શૃંખલા સમજાવો.
Definition
“વેક્સિન ના નિર્માણના સ્થળથી વાસ્તવિક રસીકરણ સુધી કે લાભાર્થી સુધી નીચા તાપમાને રસીને સંગ્રહિત (Storage) અને પરિવહન (Transport) કરવાની સિસ્ટમને કોલ્ડ ચેઇન કહેવામાં આવે છે”.
કોલ્ડ ચેઇનનું મહત્વ
કોલ્ડ ચેઇન જાળવી રાખવા માટે ના સાધનો:-
૨.કોલ્ડ પેક
૩.ડે કેરિયર
4.રેફ્રિજરેટર્સ
5.વોક ઇન કોલ્ડ રૂમ :- આ રિજિયોનલ લેવલ એ આવેલ હોય છે જ્યા વેક્સિન 3 મહિના સુધી સ્ટોર થાય છે
કોલ્ડ ચેઇનને નિયંત્રિત કરવાની પદ્ધતિઓ
c. Write down process of communication.
આદાન પ્રદાન પ્રક્રિયા લખો.
સેન્ડર / સોર્સ
આ વ્યક્તિ મેસેજની ગોઠવણી કરનાર છે. અસરકારક કોમ્યુનીકેટરમાં નીચે મુજબના ગુણ હોવા જોઈએ તેનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ ઓડિયન્સ ની જરૂરિયાત અને ઇન્ટરેસ્ટ મુજબ મેસેજ હોવો જોઈએ મેસેજ ની અસરકારકતા તેના પોતાના સોશિયલ સ્ટેટસ તેનું નોલેજ અને તેની કોમ્યુનિટીમાં વેસ્ટિજના આધારે જોવા મળે છે
૨. મેસેજ
મેસેજ એટલે કોમ્યુનિકેટર પાસે જે માહિતી હોય તે લોકો સમજવા ઈચ્છા ધરાવે અને તે મુજબ કાર્ય કરવાની ઈચ્છા ધરાવે તેવો હોવો જોઈએ સારા મેસેજમાં હંમેશા નીચે મુજબની બાબતો હોવી જોઈએ મેસેજનો ચોક્કસ હેતુ હોવો જોઈએ મેસેજ સ્પષ્ટ અને સમજી શકાય તેવો હોવો જોઈએ મેસેજની આઉટલાઈન હોવી જોઈએ મેસેજ સમય સૂચક અને માંગણી સાથે નો હોવો જોઈએ
તે જરૂરિયાત ના પાયા પર આધારિત હોવું જોઈએ
કોડિંગ
માહિતી કે વિચારોને એ કન્ટેન્ટને કોડમાં કન્વર્ટ કરવા દાખલા તરીકે શબ્દો ચિત્ર એક્શન વગેરેમાં તેને એન કોડિંગ કહે છે
ચેનલ ઓફ કોમ્યુનિકેશન
ચેનલ એ સેન્ડલ અને રીસીવર વચ્ચેના સંદેશાવ્યવહારનું માધ્યમ છે આખું કોમ્યુનિકેશન તેના ત્રણ માધ્યમની સિસ્ટમ દ્વારા જોવા મળે છે જેમ કે ઇન્ટર પર્સનલ કોમ્યુનિકેશન દાખલા તરીકે કાઉન્સેલિંગ અને ટ્રેડિશનલ મીડિયા જેમ કે પપેટ શો નવતનકી વગેરે આ ઉપરાંત માસ મીડિયા જેમ કે રેડિયો ટેલીફોન ટેલિવિઝન પોસ્ટર ફિલ્મ વિડીયો વગેરે માસ મીડિયા નો ઉપયોગ ખૂબ જ મોટી સંખ્યાની લોકો માટે કરી શકાય હાલના હાઇટેક સમયમાં મોબાઇલ ઇમેલ વોઈસ મેલ ઇન્ટરનેટ અને બ્લોગ વગેરેનો પણ ચેનલ તરીકે ઉપયોગ કરી શકાય
રીસીવર
દરેક કોમ્યુનિકેશનમાં રીસીવર તો હોવો જ જોઈએ ઓડિયન્સ વગર કોમ્યુનિકેશનનો કોઈ જ અર્થ નથી માત્ર ઘોઘાટ છે
ડીકોડિંગ
કોડને ખોલવું તેને ડીકોડિંગ કહે છે એનો મતલબ કે તેમણે જે કન્ટેન્ટ રીસીવ કર્યું છે તેનો તે મિનિંગ એટલે કે અર્થ આપે છે
ફીડબેક
આ રીસીવર કે ઓડિયન્સથી સેન્ટર સુધી માહિતી પહોંચાડતો એક ફ્લો છે જે મેસેજ નું ઓડિયન્સ નું રિએક્શન છે જો મેસેજ ક્લિયર ના હોય તો તે સ્વીકાર્ય નથી તો ઓડિયન્સ તેને રિજેક્ટ કરશે ફીડબેક સિસ્ટમથી સેન્ટરને તેનું તેના મેસેજ ના સ્વીકાર્યતા વધારવાની તક મળે છે સામાન્ય રીતે ફીડબેક પોલ ઇન્ટરવ્યૂ સર્વે વગેરે દ્વારા લેવામાં આવે છે
Q.4 Write short notes (Any Three) ટૂંક નોંધ લખો (કોઈ પણ ત્રણ) 3X6=12
a. Role of nurse in referral services
રેફરલ સર્વિસમાં નર્સનો રોલ
b. Purification of water by rapid sand
રેપીડ સેન્ડ રીતથી પાણીનું શુધ્ધીકરણ
પ્રથમ રેપિડ સેન્ડ ફિલ્ટરેશન ની શરૂઆત 1885 માં યુએસએ માં થઈ રેપિડ સેન્ડ ફિલ્ટરેશનના બે પ્રકાર છે એક પ્રેશર ટાઈપ બીજું ગ્રેવિટી ટાઈપ માટે નીચે પ્રમાણેના સ્ટેપ નો ઉપયોગ કરવામાં આવે છે
કોગ્યુલેશન
આમાં રો વોટર ને પહેલા કેમિકલી કોગ્યુલંટ કરવામાં આવે છે જેમાં ફટકડી વાપરીને ડોહાશ ઓછી કરવામાં આવે છે ફટકડીનો ડોઝ પાંચ થી 40 મિલિગ્રામ પર લીટર ડહોળાસના પ્રમાણમાં વાપરવામાં આવે છે
મિક્સિંગ ચેમ્બર
આમાં ફટકડી નાખ્યા પછી પાણીની થોડા સમય માટે મિક્સિંગ ચેમ્બરમાં ભરી રાખવામાં આવે છે અને તેમાં સ્પેશિયલ સાધન વડે પાણીમાં ફટકડી નાખવામાં આવે છે ફટકડી બરાબર મિક્સ થયા પછી ત્રીજા સ્ટેપમાં જવા દેવામાં આવે છે
લોકેશન આમાં પાણીની પોપ્યુલેશન ચેમ્બરમાંથી પસાર કરવામાં આવે છે જ્યાં તેને ધીમે ધીમે 30 મિનિટ સુધી સ્પેશિયલ સાધન વડે હલાવવામાં આવે છે જેના લીધે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઈડ વધુ પ્રમાણમાં ઘટ્ટ બને છે
સેડીમેનટેશન
પાણીને સેડીમેન્ટેશન ટેન્કમાં ભરવામાં આવેલ છે જેમાં તેને બે કલાકથી માંડી છ કલાક સુધી રાખવામાં આવે છે જેથી તેમાં એલ્યુમિનિયમ હાઈડ્રોક્સાઈડ અને બીજી અશુદ્ધિ ટેન્ક ના તળિયે બેસી જાય છે અને પાણી શુદ્ધ બને છે
ફિલ્ટરેશન આ તબક્કામાં પાણી 99% શુદ્ધ થાય છે રેપિડ સેન્ડ ફિલ્ટરેશનમાં પણ સ્લો ફિલ્ટરેશન ની જેમ જ હોય છે ફિલ્ડરેશન મીડિયા સેન્ડ છે અને ફિલ્ટર થયેલ પાણી હોલ વાળા પાઇપ મારફતે ભેગું થાય છે આમાં પણ સ્લો સેન્ડની માફક બેડ પર પાતળું લેયર બનાવવામાં આવે છે જે સ્લો સેન્ડ ફિલ્ટર ના લેયર જેવું જ હોય છે ફિલ્ટરેશનના કારણે તેના પર અશુદ્ધિ એકઠી થાય છે જેથી તે જલ્દીથી ગંદુ થાય છે અને બેનને સાફ કરવાની જરૂર પડે છે જેને બેડ વોશિંગ પ્રોસેસ કહે છે સેન્ડ બેડ ની અશુદ્ધિને પાણીનું રિવર્સ ઓ છોડી શુદ્ધ કરવામાં આવે છે આ શુદ્ધ કરવા માટેનો સમય 15 થી 20 મિનિટ જેટલો હોય છે ત્યારબાદ બેડ ફરીથી વાપરવા તૈયાર થાય છે સ્લો સેન્ડ અને રેપિડ સેન્ડ ની રીત થોડી અલગ છે કારણ કે સ્લો સેન્ડમાં એક વખત પાણી ફિલ્ટર થયા પછી આખી બેડ ફરી બનાવવામાં આવે છે જ્યારે એપીડી સેન્ડમાં બેડ વોશિંગ પછી ફિલ્ટર બેડ ફરી ઉપયોગમાં લઈ શકાય છે
C.Principles of health education-
હેલ્થ એજયુકેશનનાં સિધ્ધાંતો
1.ઇન્ટરેસ્ટ એટલે કે રસ (Interest)
આ એક જાણીતો સાયકોલોજીકલ એપ્રોચ છે
જો લોકોને રસ હોય તો જ લોકો શીખે છે હેલ્થ એજ્યુકેશન લોકોના રસ સાથે સંબંધ ધરાવે છે તેથી હેલ્થ એજ્યુકેશન આપતા પહેલા સૌપ્રથમ લોકોની હેલ્થનીડ જાણવી જોઈએ લોકોની હેલ્થનીડને ધ્યાનમાં રાખીને હેલ્થ એજ્યુકેશન આપીએ તો લોકોને તેમાં રસ રહે છે
2.મોટીવેશન (Motivation)
ઈચ્છા અથવા પ્રેરણા બે પ્રકારની છે
પ્રાઇમરી
જેમાં ભૂખ ઊંઘ તરત બચાવ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે
સેકન્ડરી
જેમાં ઈચ્છા શક્તિ કે બહારના બીજા બળથી ઉત્તેજના મળેલ હોય તો તેનો સમાવેશ થાય છે પ્રેમ પ્રશંસા હરીફાઈ ઓળખ બદલા ની ભાવના કે શિક્ષા આ દરેક વ્યક્તિ માટે જરૂરી નીટ છે મોટીવેશન હેલ્થ એજ્યુકેશનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે મોટીવેશન બીજા લોકોની વર્તણુકમાં ફેરફાર લાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય
3.પાર્ટીશીપેશન (Participation)
પાર્ટિસિપેશન એ હેલ્થ એજ્યુકેશન નો મુખ્ય ભાગ છે તે એક્ટિવ લર્નિંગ પર આધારિત છે તેમજ પેસિવ લર્નિંગ કરતા ઉત્તમ છે જેમાં વ્યક્તિગત ભાગ લેવાથી વ્યક્તિની સ્વીકૃતિ જોવા મળે છે ગ્રુપ ડિસ્કશન પેનલ ડિસ્કશન વર્કશોપ વગેરે એક્ટિવ લર્નિંગ ના પ્રકાર છે
4. કોમ્પ્રિહેન્સન (Comprehension)
હેલ્થ એજ્યુકેશનમાં કોમ્યુનિટી નો પ્રકાર અને તેની રીતભાત એજ્યુકેશન લેવલ ઇકોનોમિકલ સ્ટેટ્સ અને તેઓના ધંધાનો પ્રકાર જણાવો ખૂબ જરૂરી છે તેઓની સંસ્કૃતિ ધર્મ ટેવ અને જનરલ બિહેવિયર વિશેનું જ્ઞાન હોવું જોઈએ કોમેડી ની આ માહિતી મળે છે જેથી તે પોતાની ભાષા નક્કી કરેલ વિચારો તેઓની ભાષાઓ રહેણીકરણી ધોરણ પ્રમાણે રજૂ કરે છે જેથી લોકો તેને આપેલ સંદેશો સરળતાથી સમજી શકે
5.ક્રેડિબિલિટી (Credibility)
કોમ્યુનિકેટ કરવામાં આવેલ મેસેજ વિશ્વસનીય હોવો જોઈએ તે સાયન્ટિફિક નોલેજ સાથેનો હોવો જોઈએ તેમજ કલ્ચર લોકલ કલ્ચર એજ્યુકેશનલ સિસ્ટમ અને આપણા ગોલ સાથે મેચ થતો હોય તેવો હોવો જોઈએ જ્યાં સુધી આપણે લોકોનો વિશ્વાસ નહીં જીતીએ ત્યાં સુધી આપણે સારું કોમ્યુનિકેશન કરી શકશો નહીં
6.રીઇન્ફોર્સમેન્ટ (Reinforcement)
ખૂબ ઓછા લોકો એક જ વખત શીખવાડવાથી શીખી જતા હોય છે જ્યારે ઘણા બધા લોકો શીખી શકતા નથી અથવા નવા વિચારો કે બાબતો સ્વીકારવા માટે તેને વારંવાર મળવાની કે તે મેસેજ જુદા જુદા રસ્તાઓ થી વારંવાર આપવાની જરૂરિયાત પડે છે જેથી ઇફેક્ટિવ હેલ્થ એજ્યુકેશન રહે
7.લર્નિંગ બાઈ ડુઇંગ (Learning by Doing)
શીખવું એ એક પ્રક્રિયા છે એક ચાઈનીઝ કહેવત પ્રમાણે કંઈ જાતે કરે છે તે વધારે લાંબો સમય યાદ કરી શકે છે તેથી હેલ્થ એજ્યુકેશન એ રીતે આપવું જોઈએ કે જેથી લોકો પોતાની પ્રેક્ટિસમાં ન મૂકે ત્યાં સુધી ચાલુ રાખવું
7.નોન ટુ અનનોન (known to unknown)
હેલ્થ એજ્યુકેશનમાં કામની શરૂઆત લોકો જાણતા હોય તેવી બાબતથી ન જાણતા હોય તેવી પ્રક્રિયાથી કરવી જોઈએ
8.ગુડ હ્યુમન રિલેશનશિપ (Good Human Relationship)
લોકો સાથે સારા ફ્રેન્ડલી સંબંધો પ્રસ્થાપિત કરવા જોઈએ તેનાથી સારું પરિણામ મળે છે
9.લીડર (Leader)
ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એજ્યુકેશન આપવા માટે લોકલ લીડર કે જેનું જે તે લોકોમાં હોય તેની મદદ લઈએ તો સારી રીતે હેલ્થ એજ્યુકેશન આપી શકીએ
d. Level of prevention of disease.
ડીસીસનાં પીવેન્શનનાં સ્તરો.
(1) પ્રાઇમરી પ્રિવેન્શન
રોગ થતો અટકાવવા અથવા તો થાય કે તરત જ તેને અટકાવવા માટે જે પગલા લેવામાં આવે છે તેને પ્રાઇમરી પ્રિવેન્શન કહે છે, જેમાં
(a) વહેલુ નિદાન
જેમાં સ્ક્રીનીંગ કેશ, હેલ્થ પ્રોગ્રામ વગેરેનો સમાવેશ થાય છે,આપણી પાસે બધા જ ડીસીઝ અટકાવવા માટેના વેકસીન નથી. તેથી વહેલુ નિદાન ખુબ જરુરી છે.
(b) સારવાર (પૂરતી)
કેટલાક પ્રકારનાં ડીસીઝ જેમ કે સિફિલસ લેપ્રસી વગેરે માટે વહેલું નિદાન તથા સારવાર એ જ શોલ્યુશન છે. જે કોમ્યુનીટીમાં ડીસીઝ ફેલાતો અટકાવવા ખૂબ જરૂરી છે.
(3) ટર્સરી પ્રિવેન્શન :-
જયારે રોગનો ફેલાવો વધુ થાય અને તે પહેલા સ્ટેજ થી વધુ હોય ત્યારે તેના પ્રીવેન્સન માટે સમય ન હોય ત્યારે તેને ટર્સરી પ્રિવેન્શનકહે છે.
(a) ડિસેબિલીટી ઓછી કરવી
એટલે કે ખોડખાંપણ ઓછી કરવી,
(b) રિહેબીલીટેશન :-
વ્યક્તિ ને માદગી સબબ જે નુક્શાન થયુ હોય તેનુ મહદ અંશે તેના મુળ સ્થિતિ મા લઈ જવા માટે ના પ્રયત્નો. જેમ કે
ફંકશનલ રિહેબીલીટેશન
વોકેશનલ રિહેબીલીટેશન
સાયકોલોજીકલ રિહેબીલીટેશન
સોસ્યલ રિહેબીલીટેશન
Q-5 Define the following (Any Six) વ્યાખ્યાઓ લખો . (કોઈ પણ છ) 6X2=12
a. Community health nursing process (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસ)
“કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસ એ એક સિસ્ટેમેટિક, , ડાય્નામિક, સતત ચાલી રહેલી આંતરવ્યક્તિત્વ પ્રક્રિયા છે જેમાં નર્સ અને વ્યક્તિ ને એક સિસ્ટમ તરીકે જોવામાં આવે છે જેમાં દરેક એક અને બીજાને અસર કરે છે અને બંને વર્તનમાંના પરિબળોથી પ્રભાવિત થાય છે.”
અથવા
કોનમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસ એ કોમ્યુનિટી હેલ્થ નર્સ દ્વારા કોમ્યુનીટી મા લેવા મા આવતા પગલાંઓની વ્યવસ્થિત શ્રેણીનો(સીરિઝ) ઉલ્લેખ કરે છે જેમા કોમ્યુનીટી હેલ્થ નર્સ એ કોમ્યુનીટી મા ઉપલબ્ધ અભિગમો (એપ્રોચ) અને સંસાધનોનો (રિસોર્સિસ) ઉપયોગ કરીને કોમ્યુનિટી હેલ્થ અને નર્સિંગ પ્રોબ્લેમ ને માટે કાર્ય કરે છે
b. Epidemic- એપિડેમીક
જો કોઈ ચોકકચ ભોગોલિક વિસ્તાર માં અસાધારણ એક જ ડીસીઝ ના ઘણા બધા કેસ એકજ સમયે આ બધા કેસ જોવા મળે તો તેને એપીડેમિક કહે છે.
દા. ત . ડેન્ગ્યુ
C. Environmental health (એન્વાયરમેન્ટલ હેલ્થ)
માનવ સ્વાસ્થ્ય(Human Health) અને રોગ (Desease) ના તે પાસાઓ જેનો આધાર એન્વાયરમેન્ટલ ના જુદા-જુદા પરિબળો પર રહેલો છે જેને એન્વાયરમેન્ટલ હેલ્થ કહે છે.એન્વાયરમેન્ટ એ હેલ્થ માટે ભાગ ભજવતુ અગત્ય નુ પરિબળ છે.
d. Standing order (સ્ટેન્ડીંગ ઓર્ડર)
જ્યારે હેલ્થ વર્કર હોમ વિઝીટમાં કે સ્કુલ કે ઇન્ડ્રસ્ટીમાં જાય ત્યારે ડોકટર હાજર ન હોય તે કંડીશનમાં સારવાર આપી શકે છે. આ ઇન્સ્ટ્રકશનમાં ઓથોરીટી એ છુટ આપેલી હોય તેવી સારવાર આપી શકે છે. આ ઇન્સ્ટ્રકશન મેડીકલ ઓફીસર અથવા ઓથોરાઇઝ કમિટી દ્રારા આપવામાં આવે છે આને સ્ટેન્ડીંગ ઓર્ડર કહે છે..
e. Counseling- સંપરામશ
” કાઉન્સેલિંગ એ આવશ્યક એવી પ્રક્રિયા છે જેમાં કાઉન્સેલર કાઉન્સિલી(કાઉન્સેલિંગ લેનાર) ને પસંદગી, યોજના અથવા એડજ્સ્ટમેંટ ને લગતી હકીકતોનું અર્થઘટન કરવામાં મદદ કરે છે જે તેને એ કરવાની જરૂર છે.”
અથવા
” કાઉન્સેલિંગ એ વ્યક્તિ સાથેના સીધા સંપર્કોની શ્રેણી છે જેનો ઉદ્દેશ્ય તેને તેના વલણ અને વર્તનને બદલવામાં સહાય આપવાનો છે.”
f. B.M.I.
બી.એમ.આઈ.
બોડી માસ ઇન્ડેક્સ (BMI) એ વ્યક્તિનું કિલોગ્રામ મા વજન અને ઊંચાઈ મીટરના સ્ક્વેર દ્વારા વિભાજિત થાય છે, BMI એ વજન માટે સસ્તી અને સરળ સ્ક્રીનીંગ ની પદ્ધતિ છે- ઓછું વજન, તંદુરસ્ત વજન, વધુ વજન અને સ્થૂળતા દર્શાવે છે .જેથી ઓબેસિટી ના કારણે થતા ડિસિઝ ને કન્ટ્રોલ કરી શકાય.
g. Noise – નોઈશ
નોઈસ શબ્દ લેટિન શબ્દથી આવ્યો છે એવો અપ્રિય અવાજ કે જે માણસ અથવા પ્રાણીઓના જીવનમાં ના સંતુલનમાં વિક્ષેપ પાડે છે તેને નોઇસ પોલ્યુશન કહે છે
h. Infant mortality rate-
બાળ મૃત્યુદર
“વર્ષ ના 1000 લાઈવ બર્થ ની સામે એ જ વર્ષ ના જન્મ થી એક વર્ષ ના બાળક ના થતાં ડેથ થતા ડેથ ને બાળ મૃત્યુ દર કહે છે “
I.M.R=એ જ વર્ષ ના જન્મ થી એક વર્ષ ના બાળક ના થતાં ડેથ / એજ વર્ષ ના ટોટલ લાઈવ બર્થ x1000
Q-6(A) Fill in the blanks. ખાલી જગ્યા પુરો. 05
1.ASHA stands for____________
ASHA નું પૂર્ણ નામ ______છે. (એક્રિડિયેટેડ શોસ્યલ હેલ્થ એક્ટિવિસ્ટ-Accrediated social health activist)
2.Child between 1 to 3 years of year is called_____
એક થી ત્રણ વર્ષનાં બાળકને __________કહેવાય છે. (ટોડ્લર-Toddler)
3.The causative organism of tetanus is________
ટીટેનસ થવા માટે જવાબદાર ઓર્ગેનિઝમ __________છે. (ક્લોસ્ટ્રોડિયમ ટિટેની-clostrodium teteni)
4.V.V.M. stands for_________
V.V.M નું પૂર્ણ નામ._________ છે.(વેક્સિન વાયલ મૉનિટર-vaccine vial monitor)
5.Vitamin B is__________- soluble vitamin.
વિટામીન બી એ ________માં ઓગળત વિટામીન છે.(વોટર સોલ્યુબલ-water soluble)
(B) State weather following statements are True or False.05 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
1.Deficiency of vitamin C causes Beri-Beri.
વિટામીન-સી ની ઉણપથી બેરી—બેરી થાય છે. ❌
2.Best source of Iron is wheat.
ઘઉં એ આર્યન માટેનો બેસ્ટ સ્ત્રોત છે. ❌
3. Measles is a live attenuated vaccine.
ઓરી માટેની રસીએ જીવંત એટેન્યુએટેડ છે.✅
4.Things like pen, pencil and handkerchief should be kept inside home visit bag.
પેન, પેનસિલ અને રૂમાલ જેવી વસ્તુઓ હોમ વિઝિટ બેગની અંદર મુકવી જોઈએ. ❌
5.AIDS day is celebrated on Is December.
એઈડ્સ દિવસ એ પહેલી ડિસેમ્બરએ ઉજવાય છે.✅
💪 💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪
નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.
IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407