(i). SUBSTANCE USE AND DE-ADDICTION:(Alcohol, tobacco, and other psychoactive disorders)
PSYCHOACTIVE SUBSTANCE ABUSE (સાયકોએક્ટિવ સબસ્ટન્સ એબ્યુઝ)
લોકો સાયકોએક્ટિવ ડ્રગ્સનો ઉપયોગ ખૂબ લાંબા સમય માટે કરતા હોય છે માત્ર આનંદ વધારવા અને ડિસ્કમ્ફર્ટ દૂર કરવા માટે જ નહીં પરંતુ સામાજિક, ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે પણ સાયકોએક્ટિવ સબ્સ્ટનસનો નો ઉપયોગ કરતા હોય છે.
સાયકોએક્ટિવ સબ્સ્ટન્સ એબ્યુઝ’ એ ‘સોશ્યિલ , ઓક્યુપેશનલ ,સાયકોલોજીકલ અથવા ફિઝિકલ પ્રોબ્લેમ્સ થવાનું નોલેજ હોવા છતાં તેમના સતત ઉપયોગની અયોગ્ય પેટર્ન તરીકે છે.તેમનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તે ફિઝિકલી નુકસાનકારક છે.
ડ્રગ એડિક્શન એક સોશ્યિલ પ્રોબ્લેમ્સ છે, તે સોસાયટી, ફેમિલી અને વ્યક્તિનો પ્રોબ્લેમ્સ છે. આલ્કોહોલ, ટોબેકો વગેરે નો સબસ્ટન્સનો એબ્યુઝ કરવામાં આવે છે.
COMMONLY ABUSED DRUGS/SUBSTANCE
•નારકોટિક (ઓપીયમ, કોડીન, મોરફિન)
•ડિપ્રેસન્ટ્સ (બારબીટયુરેટસ, બેનઝોડાયાઝેપાઈન્સ, આલ્કોહોલ )
•સ્ટીમ્યુલંટ્સ (એમફેટામાઈન્સ, કોકેઈન)
•કેનાબીઝ(ગાંજા, હસીસ ચરસ, ભાંગ)
•હેલ્યુશિનોજન(LSD-લાઈસરજિક એસિડ ડાયઇથીલામાઈડ)
•ઇનહેલેન્ટ્સ (વોલેટાઈલ સોલ્વન્ટ્સ)
•નિકોટિન
*અન્ય ડ્રગ
•મસલ્સ રિલેક્સન્ટ્સ
•પેઈનકિલર્સ
•એન્ટી-હિસટામાઈન્સ (એલર્જી માટે)
ETIOLOGY OR CAUSES OF SUBSTANCE ABUSE (સબ્સ્ટન્સ એબ્યુઝ ના કારણો)
જિનટીકસ ફેક્ટર્સ
•ડ્રગ પ્રોબ્લેમ્સ ની ફેમિલી હિસ્ટરી એ ડ્રગ ડીપેનડન્સી નું મોસ્ટ પાવરફુલ રિસ્ક ફેક્ટર છે.
ઇન્ટરપર્સનલ અને સાયકો સોશ્યિલ ફેક્ટર્સ.
•સોશ્યિલ અને ફેમિલી સપોર્ટ બરાબર ન હોય.
•ફેમિલી કોન્ફલીક્ટ
•ફેમિલી થી ડિસ્ટન્સ હોય.
•પેરેન્ટ્સ નું બાળકો પર પ્રેસર ન હોય.
•પ્રોફેશન માં મેડિસિન ની પોપ્યુલારિટી.
•આલ્કોહોલ અને ડ્રગ ઇઝીલી અવેલેબલ હોય.
•રિલીજીયસ રીઝન (ધાર્મિક કારણો)
સા્યકિયાટ્રીક અને મેડિકલ ડીસઓર્ડર
કો-મોરબીડ સા્યકિયાટ્રીક ડીસઓર્ડર ના કારણે થઇ શકે છે જેમાં ડ્રગ એબ્યુઝ એ વધુ પ્રમાણ માં ડિપ્રેશન થી સફર થતા લોકો માં જોવા મળે છે.
પર્સન એ ટરમીનલી ઇલ કેન્સર પેશન્ટ માં પ્રિસકરાઇબ કરેલ પેઈન રિલિવિંગ મેડિસિન ને લીધે સબ્સ્ટન્સ એબ્યુઝ થઇ શકે છે.
અમુક ડ્રગ્સ ક્લાયન્ટને પ્રબળ અસર પેદા કરે છે જે ક્લાયન્ટ માટે વારંવાર ડ્રગ્સ લેવાનું ફરજિયાત બનાવે છે.
સોશ્યિઓ-ઇકોનોમિક ફેક્ટર્સ
Low socio-economic status ધરાવતા લોકોમાં ડ્રગ એડિક્શન વધુ જોવા મળે છે. Poverty, હોપેલેસનેસ, ફરસ્ટ્રેશન વગેરે ને કારણે જોવા મળે છે.
બાયોકેમિકલ ફેક્ટર.
આલ્કોહોલ ડિહાઇડ્રોજેનેઝ અથવા ન્યુરોટ્રાન્સમીટર મિકેનિઝમ્સ જેવા બાયોકેમિકલ ફેક્ટર્સ ને લીધે થઇ શકે છે.
સાયકોલોજીકલ ફેક્ટર્સ
રિલેશનશિપ સ્થાપિત કરવા માટે કેટલાક યુવાનો ડ્રગ્સ એબ્યુઝ કરનારાઓના ગ્રુપ માં જોડાઈ શકે છે. સોશ્યિલ ગ્રુપ ડ્રગ એડિક્શન માટે અન્ય environmental pressure છે.
SIGN AND SYMPTOMS OF SUBSTANCE ABUSE (સબસ્ટન્સ એબ્યુઝના સાઈન અને સિમ્પટમ્સ)
આલ્કોહોલ :
•ડિસ્પેપ્સિયા
•ડિપ્રેસન
•ઇન્ફેક્શન
•anger (ગુસ્સો)
*ઓપીયોઇડ
•એપેથી
•હાયપોટેન્શન.
•અસાધારણ તાપમાન.
•ઇનસોમનિયા
*એમ્ફેટામાઇન
•કાર્ડિયાક ફેલ્યોર
•પેનિક
•ઇલ્યુઝન
•ઇનસોમનિયા
*કોકેઈન
•પ્યુપિલરી ડાયલેટેશન
•ટેકીકાર્ડિયા
•સ્વેટિંગ (પરસેવો)
•નોઝિયા
•હાયપરટેન્શન
•એપેટાઈટ લોસ
•siezure (તાણ આંચકી )
MANAGEMENT OF SUBSTANCE ABUSE (સબ્સ્ટન્સ એબ્યુઝની ટ્રીટમેન્ટ)
હોસ્પિટલાઈઝેશન
સબસ્ટન્સ એબ્યુઝ માટે પર્સન ને હોસ્પીટલ માં એડમિટ કરવું જરૂરી બને છે.જ્યાં તેમની યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
ડીટોકસિફિકેશન
ડિટોક્સિફિકેશન એ એવી પ્રોસેસ છે જેના દ્વારા ટોક્સિક સન્સ્ટન્સ (ઝેરી પદાર્થો) વધુ સોલ્યુબલ ( દ્રાવ્ય) અને ઓછા ટોક્સિક સબસ્ટન્સ માં કનવર્ટ થાય છે, જે મુખ્યત્વે યુરિન બાઈલ દ્વારા બોડી ની બહાર નીકળે છે.
એનાલજેસિક અને વિટામિન સપ્લીમેન્ટ્સ
એનાલજેસિક મેડિસિન એ સબસ્ટન્સ એબ્યુઝ ની ટ્રીટમેન્ટ યુઝફૂલ છે. વિટામિન B કોમ્પ્લેક્સ, વિટામિન C તથા વિટામિન A સપ્લીમેન્ટ્સ આપવામાં આવે છે.
સપોર્ટિવ સાયકોથેરાપી
સપોર્ટિવ સાયકોથેરાપી એ સબ્સ્ટન્સ એબ્યુઝ ના મેનેજમેન્ટ માટે ઘણી ઉપયોગી થાય છે.
સ્ટ્રેસ મેનેજમેન્ટ
સ્ટ્રેસ એ સબ્સ્ટન્સ એબ્યુઝ ડેવલપ થવાનું નું સૌથી મોટુ રિસ્ક ફેક્ટર છે તેથી સ્ટ્રેસ મેનેજમેન્ટ આવશ્યક બને છે.
ઇન્ફેકશન , ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી અને ફિઝિકલ પ્રોબ્લેમ્સ ને કરેક્ટ કરવાની મેથડ નો યુઝ કરવામાં આવે છે.
WITHDRAWAL EFFECT TREATMENT (વિથડ્રોવલ ઇફેક્ટ)
ડિટોક્સિફિકેશન દરમિયાન મેડિસિન એ વિથડ્રોવલ સિમ્પટમ્સ સપ્રેસ કરવામાં હેલ્પ કરે છે. જો કે, મેડકલી રીતે ડિટોક્સિફિકેશન એ પોતે “ટ્રીટમેન્ટ” નથી, તે ટ્રીટમેન્ટ પ્રોસેસ નું ફર્સ્ટ સ્ટેપ છે. જે પેશન્ટ મેડિકલી આસિસ્ટેડ વિથડ્રોવલ માંથી પસાર થાય છે પરંતુ તેઓને વધુ ટ્રીટમેન્ટ મળતી નથી, તેઓ, જેમની ક્યારેય સારવાર કરવામાં આવી ન હતી તેને સમાન ડ્રગ એબ્યુઝની પેટર્ન દર્શાવે છે.
TREATMENT OF SUBSTANCE ABUSE DISORDER (સબસ્ટન્સ એબ્યુઝ ડીસઓર્ડરની ટ્રીટમેન્ટ)
આલ્કોહોલ
આલ્કોહોલ ડીપેનડેંસી ની ટ્રીટમેન્ટ માટે ઘણી બધી મેડિસિન નો ઉપયોગ કરવામાં આવ્યો છે: ડાયસલ્ફીરામ,નાલ્ટ્રેક્સોન, એકેમ્પ્રોસેટ.ડાયસલ્ફીરામ થેરા્પી ને એન્ટાબ્યુઝ થેરા્પી કહેવામાં આવે છે
ઓપિયોઇડ્સ
નાલ્ટ્રેકઝોન એ ઓપીયોઇડ એડિક્શન ની ટ્રીટમેન્ટ માટે સૌથી ઇફેક્ટિવ છે, મિથેડોન અને બ્યુપ્રીનોરફીન જેવી મેડિકેશનનો ટ્રીટમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે.આ તમામ મેડિકેશન એ પેશન્ટ ને ડ્રગ સિકિંગ ( શોધ )અને તેને રિલેટેડ ક્રિમિનલ બિહેવિયર થી છૂટકારો મેળવવામાં મદદ કરે છે તથા અને બિહેવિયરલ ટ્રીટમેન્ટ માટે વધુ રિસેપ્ટીવ (ગ્રહણશીલ)બનાવે છે.
ટોબેકો (તમ્બાકુ) :
નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપીના વિવિધ ફોર્મ્યુલેશન હવે અવેલેબલ છે જેમાં પેચ, સ્પ્રે, ગમ અને લોઝેન્જીસ નો સમાવેશ થાય છે જે ઓવર ધ કાઉન્ટર ઉપલબ્ધ છે. નિકોટિન એ વિથ ડ્રોવલ સિમ્પટમ્સ ને ઘટાડશે.વધુમાં, બે પ્રિસ્ક્રિપ્શન કરેલ મેડિસિન bupropion અને varenicline આપવામાં આવે છે,જ બ્રેઈન માં આવેલ નિકોટીનીક એસીટાઈલકોલાઈન રિસેપટર પર વર્ક કરે છે.
બિહેવિયરલ ટ્રીટમેન્ટ્સ
ડ્રગ એબ્યુઝ અને એડિક્શન માટેની ટ્રીટમેન્ટ વિવિધ બિહેવિયરલ એપ્રોચ નો ઉપયોગ કરીને વિવિધ સેટિંગ્સમાં ડિલિવર કરી શકાય છે.
1.આઉટપેશન્ટ બિહેવિયરલ ટ્રીટમેન્ટ:-
તે રેગ્યુલર ક્લિનિકની મુલાકાત લેતા દર્દીઓ માટે વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સનો સમાવેશ કરે છે. મોટાભાગના કાર્યક્રમોમાં વ્યક્તિગત અથવા ગ્રુપ ડ્રગ કાઉન્સેલિંગ નો સમાવેશ થાય છે.
કેટલાક પ્રોગ્રામ્સ બિહેવિયરલ ટ્રીટમેન્ટ્સ અન્ય સ્વરૂપો પણ ઓફર કરે છે જેમ કે-
•કોગનિટીવ બિહેવિયરલ થેરાપી(CBT): – આ થેરાપી પેશન્ટ્સ ને એવી સિચ્યુંએશન ને આઇડેન્ટિફાઈ કરવામાં , અવોઇડ કરવામાં અને તેનો સામનો કરવામાં મદદ કરશે જેમાં તેઓ ડ્રગ એબ્યુઝ કરે તેવી શક્યતા છે.
• મલ્ટીડાયમેંશનલ ફેમિલી થેરાપી અને ઇન્ટરવ્યુ:- તે ડ્રગ એબ્યુઝ એડ઼ોલેસેન્ટ્સ માટે ડેવલપ કરવામાં આવી હતી,તેમજ ઓવર ઓલ ફેમિલી ફંક્શન ને ઈમ્પ્રુવ કરવા માટે આ થેરાપી ને ડિઝાઇન કરવામાં આવે છે.
ઇન્ટરવ્યૂ જે વ્યક્તિઓને તેમના બિહેવિયર બદલવા અને ટ્રીટમેન્ટ લેવા માટે મોટીવેટ કરે છે.
અન્ય થેરાપી
એવરઝન થેરાપી(સબ્સ્ટન્સ સાથે અન્ય ઇમેટિક મેડિસિન આપી અને વ્યક્તિ ને સબ્સ્ટન્સ પ્રત્યે નેગેટિવ ફીલિંગ આવે જેથી એડિક્શન ન કરે.)
(ADS)ALCOHOL DEPENDENCY SYNDROME(ALCOHOLISM) (આલ્કોહોલ ડીપેનડેન્સી સિન્ડ્રોમ(આલ્કોહોલીઝમ)
આલ્કોહોલીઝમ એ એવી કન્ડિશન છે જેમાં સતત આલ્કોહોલ ઇન્ટેક કરવામાં આવે છે અને તેને લીધે હેલ્થ પ્રોબ્લેમ અને નેગેટિવ સોશ્યિલ પરિણામો જોવા મળે છ.આલ્કોહોલીઝમ એ વ્યક્તિ,સોસાયટી અથવા બંનેને નુકસાન પહોંચાડે છે.
આલકોહોલીઝમ , જેને “આલ્કોહોલ ડીપેન્ડેન્સી” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક disease છે જેમાં વ્યક્તિ સતત આલ્કોહોલ ઇન્ટેક કરે તેના પ્રોબ્લેમ્સ તેઓ જાણતા હોય છે છતાં ઓલ્કોહોલ નો યુઝ કરે છેઅને કાયદામાં મુશ્કેલીમાં આવવા છતાં ડ્રિન્ક ચાલુ રાખે છે.
CAUSES OF ALCOHOLISM (આલ્કોહોલીઝમના કારણો)
સા્યકિયાટ્રીક ડીસઓર્ડર:
-કેટલાક ડિપ્રેશન,anxiety અનેફોબીયાના પેશન્ટ મૂડ એલિવેટ કરવા આલ્કોહોલ ઇન્ટેક કરશે.
ઓક્યુપેશનલ ફેક્ટર :
-મેડિકલ પ્રોફેશનલ્સ, બાર્મેટ્સ, જર્નલિસ્ટ, એક્ટર વગેરે પ્રોફેશન સાથે જોડાયેલા કેટલાક લોકો આલ્કોહોલ ઇન્ટેક કરે છે.
જિનેટીકસ ફેક્ટર:
-કેટલાક વધુ ડ્રિન્કર્સ ની આલ્કોહોલીઝમ ની ફેમિલી હિસ્ટ્રી હોય છે. જે એક જનરેશન માંથી બીજી જનરેશન આવે છે.
બાયોકેમિકલ ફેક્ટર :
-ડોપામાંઈન અને એપિનેફરીન માં અલ્ટરેશન ને કારણે વ્યક્તિ આલ્કોહોલીઝમ તરફ જાય છે.
સોશ્યિલ ફેક્ટર :
-અચાનક પ્રોપર્ટિસ લોસ થવી,અનઇમ્પ્લોયમેન્ટ (બેરોજગારી), લોસ, ઈનજસ્ટિસ (અન્યાય ), પીઅર(સાથીદાર )ગ્રુપ પ્રેસર, લાર્જ ફેમિલી, બ્રોકન હોમ્સ,neglect,બોરડમ(કંટાળો), ઇગ્નોર, isolation.
પર્સનાલિટી ફેક્ટર :
– આલ્કોહોલીઝમ એ એનઝીયસ અને એન્ટી સોશ્યિલ પર્સનાલિટી ધરાવતા લોકો માં વધુ કોમન જોવા મળે છે.
સાયકોલોજીકલ ફેક્ટર :
લો સેલ્DIAGNOSIS પુઅર ઈમ્પલ્સ,તેઓ રિયાલિટી થી બચવા માટે અને સ્ટ્રેસ ને અવોઇડ કરવા માટે આલકોહોલ નો યુઝ કરે છે.
હાઈ રિસ્ક ગ્રુપ્સ
-આલ્કોહોલ સહેલાઇથી મળી જાય તો તે આલ્કોહોલીઝમ તરફ લઇ જાય છે.
-ક્રોનિક ફિઝિકલ ઇલનેસ થી સફર થતી વ્યક્તિ, બિઝનેસ એકઝેક્યુંટીવસ, ટ્રાવેલિંગ સેલ્સ પર્સનલ માં આલકોહોલીઝમ ડેવલપ થવાની શક્યતા છે.
-ખાસ કરીને બોય્સ તેમના પેરેન્ટ્સ ની ડ્રિન્કીંગ્સ પેટર્ન ને ફોલો કર છે.
PSYCHIATRIC DISORDERS DUE TO ALCOHOL DEPENDENCY (આલ્કોહોલ ડીપેન્ડેન્સી ને કારણે થતા સાયકિયાટ્રીક ડીસ ઓર્ડર્સ )
એકયુટ ઈંટોક્સીકેશન
તે આલ્કોહોલ પીધા પછી તરત જ ડેવલપ થાય છે જેમાં બિહેવિયર ચેન્જ થાય વ્યક્તિ એગ્રેસીવ અથવા સેક્સ્યુઅલ બિહેવિયર બતાવે છે.
મૂડ ડિસ્ટર્બન્સ, ઇમપેર્ડ જજમેન્ટ, સ્લર્ડ સ્પીચ જોવા મળે છે.
વિથડ્રોવલ સિમ્પટમ્સ
પર્સન ઘણા લાંબા સમયથી આલ્કોહોલ ડ્રિન્કીંગ કરતા હોય અને અચાનક ડ્રિન્ક કરવાનું બઁધ કરીદે ત્યારે વિથડ્રોવલ સિમ્પટમ્સ જોવા મળે છે.
જેમાં સિમ્પલ સિમ્પટમ્સ : ટ્રેમર, નોઝિયા, વોમિટિંગ, વીકનેસ, anxiety વગેરે જોવા મળે છે.
ડિલિરીયમ ટ્રેમેન્સ : આલ્કોહોલ વિથડ્રોવલ નું સિવિયર સિમ્પટમ્સ છે.
•આલ્કોહોલ રિલેટેડ એમનેસ્ટિક ડીસઓર્ડર્સ
થાયામીન (વિટામીન B1) ડેફિસિયન્સી ને કારણે એમનેસ્ટિક ડીસઓર્ડર્સ જોવા મળે છે.
વરનિક્સ સિન્ડ્રોમ
કોર્સકોફ સિન્ડ્રોમ
DIAGNOSTIC EVALUATION OF ALCOHOLISM (આલ્કોહોલીઝમ નું ડાયાગનોસીસ)
હિસ્ટરી કલેક્શન : આલ્કોહોલિક ક્લાયન્ટને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે.
ફિઝિકલ એકઝામીનેશન
• ટેલેનજીએક્ટેસિયા: – સ્મોલ બ્લડ વેસલ્સ ના ડાયલેટેશન થી વાસક્યુલર લીઝન, સ્પેશ્યલિ ફેસ પર જોવા મળે.
• પાલમર એરિથેમા: – palms (હથેળીઓ )પર રેડ સ્પોટ જોવા મળે.
• પેરિફેરલ ન્યુરોપથી: – હાથ અને પગમાં નર્વસ સિસ્ટમનો ડીઝીસ..
MSE(મેન્ટલ સ્ટેટ્સ એક્ઝામિનેશન)
ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન
CAGE અસેસમેન્ટ
CAGE question,એ તેમાં પૂછવામા ચાર પ્રશ્નો માટે નામ આપવામાં આવ્યું છે, તે એક એવું example છે જેનો ઉપયોગ ડૉક્ટરની ઑફિસમાં પેશન્ટ્સની ઝડપથી તપાસ કરવા માટે થઈ શકે છે. બે “હા” જવાબો સૂચવે છે કે પેશન્ટ નું વધુ ઇનવેસ્ટિગેશન થવું જોઈએ. તેમાં ચાર પ્રશ્નો પૂછવામા આવે છે.
C=Cut down
A=Annoyed
G=Guity
E=Eye Opener
Early Sign
•Minor Complaint
•Withdrawal Symptoms
Phases Of Alcoholism
હોસ્પિટલાઈઝેશન
સબસ્ટન્સ એબ્યુઝ માટે પર્સન ને હોસ્પીટલ માં એડમિટ કરવું જરૂરી બને છે.જ્યાં તેમની યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
ગ્રુપ થેરાપી
ગ્રૂપ થેરાપી એ ટ્રીટમેન્ટ મેથડ છે જેમાં પેશન્ટ રિકવરી સ્ટ્રેટેજી શીખે છે અને તેની સ્ટડી કરે છે, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ બિલ્ડ કરે છે અને સોશ્યિલ સપોર્ટ નેટવર્કને ડેવલપ કરે છે.
ડીટોકસિફિકેશન
ડિટોક્સિફિકેશન એ એવી પ્રોસેસ છે જેના દ્વારા ટોક્સિક સન્સ્ટન્સ (ઝેરી પદાર્થો) વધુ સોલ્યુબલ ( દ્રાવ્ય) અને ઓછા ટોક્સિક સબસ્ટન્સ માં કનવર્ટ થાય છે, જે મુખ્યત્વે યુરિન બાઈલ દ્વારા બોડી ની બહાર નીકળે છે.
ઇન્ડિવીજ્યુઅલ સાયકોથેરાપી
સાયકોથેરાપી એ એક નિયંત્રિત અને નિર્ણાયક ઇનવાયરમેન્ટ કરે છે જ્યાં પેશન્ટ તેમના પ્રોબ્લેમ્સ અને ઇસ્યુ વિશે વાત કરી શકે છે.
આ પ્રોબ્લેમ્સ વિશે વાત કરવી એ સાયકોથેરાપી નું હાર્ટ છે.પેશન્ટને આલ્કોહોલની તેમની જરૂરિયાતને દૂર કરવામાં સક્ષમ હોય શકે છે.
ફેમિલી એન્ડ મરાઇટલ થેરાપી
ફેમિલી થેરાપી એ ઇન્ટરવેનશન નું કલેક્શન છે જે ચેન્જ લાવવા માટે ફેમિલી સ્ટ્રેન્થ નો ઉપયોગ કરે છે. તે કુટુંબને એક જટિલ સિસ્ટમ તરીકે જુએ છે, જ્યાં સિસ્ટમના એક ભાગને અસર કરતા કોઈપણ ફેરફાર અન્ય તમામ ભાગોને અસર કરે છે. આલ્કોહોલીઝમ એ ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિને જ નહીં, પરંતુ ઘણીવાર તેમના ફેમિલી મેમ્બર્સ ને પણ નુકસાન પહોંચાડે છે. ફેમિલી થેરાપી આ નુકસાનને ઘટાડવામાં મદદ કરી શકે છે.
એવરઝન થેરાપી
કેમિકલ એવરઝનમાં ,પેશન્ટ ને એવી મેડિસિન એડમિનિસ્ટર કરવામાં આવે છે જેમાં વ્યક્તિ આલ્કોહોલ પીવે છે તો જે નોઝિયા અથવા વોમિટિંગ નું કારણ બને છે.જ્યાં સુધી વ્યક્તિ આલ્કોહોલ પીવાને ઇલનેસ ની ફીલિંગ સાથે સાંકળવાનું શરૂ ન કરે ત્યાં સુધી આનું રિપીટેશન થાય છે અને તેથી પેશન્ટ ને આલ્કોહોલ પીવાની ઇચ્છા થતી નથી.એમ પેશન્ટ આલ્કોહોલ થી દૂર જાય છે.
આલ્કોહો્લિક એનોનીમ્સ
આલ્કોહોલીક એનોનીમ્સ એ એક સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, જે સ્વસ્થતા જાળવવા માટે એકસાથે મળે છે.આ ગ્રુપ માં આલ્કોહોલ ડીપેનડેંસી થી રિકવર થયેલા લોકો નો સમાવેશ થાય છે. તેઓ ડ્રિન્કર્સ ને ઇન્સ્ટ્રક્ટ આપે છે અને આલ્કોહોલ ઇન્ટેક ન કરવા માટે મોટીવેટ કરે છે.આલ્કોહોલિક એનોનીમ્સ ના ઓરીજીનલ ફોર્મ માં 12 સ્ટેપ્સ આપેલા છે.
ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ
•ડાયસલ્ફીરામ : ડાયસલ્ફીરામ ને એન્ટાબ્યુઝ કહે છે. જે એસિટાલડીહાઈડ ના એલિમિનેશન ને પ્રિવેન્ટ્સ કરે છે.ડાયસલ્ફીરામ થેરાપી ને એન્ટાબ્યુઝ થેરાપી પણ કહે છે.
એકેમપ્રોસેટ : એકેમ્પ્રોસેટ એ એન્ટી ક્રેવિંગ એજન્ટ છે. તેમનો યુઝ આલ્કોહોલ ડીપેનડેંસી ના મેન્ટેનેન્સ ફેઝ ની ટ્રીટમેન્ટ માટે થાય છે.
•ટેમ્પોસિલ(કેલ્શિયમ કાર્બમાઈડ): એન્ટાબ્યુઝ ની જેમ જ ટેમ્પોસિલ વર્ક કરે છે, પણ તે વીક અને સેફ છે.
બેનઝોડાયાઝેપાઇન્સ : એકયુટ આલ્કોહોલ વિથડ્રોવલ ના મેનેજમેન્ટ માટે યુઝફુલ છે, તથા એન્ટિકનવલઝન્ટ એજન્ટ પણ એડમિનિસ્ટર કરવામાં આવે છે.
નાલ્ટ્રેકઝોન: નાલ્ટ્રેકઝોન એ ઓપીયોઇડ રિસેપટર માટે કમ્પિટિટીવ એન્ટગોનિસ્ટ છે.
ટોપિરામેટ:
જે કુદરતી રીતે બનતું સુગર મોનોસેકરાઇડ ડી-ફ્રુક્ટોઝનું ડ્રા ઇવેટિવસ છે, તે આલ્કોહોલ છોડવામાં અથવા તેઓ જે પ્રમાણમાં ડ્રિંક્સ કરે છે તે ઘટાડવામાં મદદ કરવામાં અસરકારક છે.
વિટામિન એન્ડ ન્યુટ્રીશન: ન્યુટ્રીશનલ ડેફિસિયન્સીને સુધારવા માટે વિટામિન અને ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ આપવામાં આવે છે. વિટામિન B 1(થાયામીન) એ વરનિક્સ કોર્સકોફ સિન્ડ્રોમ ને પ્રિવેન્ટ કરવા માટે આપવામાં આવે છે.
IV ફલૂઇડસ : ફલૂઇડ અને ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ ને મેન્ટેન કરવા માટે IV ફલૂઇડ આપવામાં આવે છે.
NURSING MANAGEMENT OF PATIENT SUBSTANCE ABUSE (સબ્સ્ટન્સ એબ્યુઝના પેશન્ટનું નું નર્સીંગ મેનેજમેન્ટ)
1.Increased એંઝાઈટી
ઓબ્જેક્ટિવ્સ : પેશન્ટનું એંઝાઈટી લેવલ ઘટાડવા માટે હેલ્પ કરવી.
નર્સિંગ ઇન્ટરવેનશન
2.અલ્ટર્ડ સ્લીપ પેટર્ન
ઓબ્જેક્ટિવ્સ : પેશન્ટની તેની સ્લીપ પેટર્ન ને ઈમ્પ્રુવ કરવા માટે હેલ્પ કરવી.
નર્સિંગ ઇન્ટરવેનશન
3.ઇમપેર્ડ કોમ્યુનિકેશન
ઓબ્જેક્ટિવ્સ : પેશન્ટનું કોમ્યુનિકેશન ઈમ્પ્રુવ થાય અને લોકો સાથે ઇન્ટરેક્શન કરે.
નર્સિંગ ઇન્ટરવેનશન
4.રેડ્યુઝ સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કન્સેપ્ટ
ઓબ્જેક્ટિવ્સ :-પેશન્ટનો સેલ્ફ સેલ્ફ કન્સેપ્ટ ઈમ્પ્રુવ કરવો જોઈએ.
નર્સિંગ ઇન્ટરવેનશન