Unit-8-Psychiatric Emergencies and Crisis Intervetion
UNIT-VIII-PSYCHIATRIC EMEREGENCY AND CRISIS INTERVENTION
PSYCHIATRIC EMERGENCY
*સા્યકિયાટ્રીક ઇમરજન્સી એ એવી કન્ડિશન છે જેમાં પેશન્ટના વિચાર, mood અને સાયકોમોટર સાયકોમોટર એક્ટિવિટીમાં ડિસ્ટર્બન્સ થાય છે જે તેના સ્યુસાઈડ અને envronment માં અન્ય લોકોની હોમીસાઈડ (હત્યા) તરફ દોરી જાય છે.
*પેશન્ટની life ને safe રાખવા, ફેમિલી મેમ્બર્સ ની anxiety ઘટાડવા અને environment માં અન્ય લોકો માટે ઈમોશનલ સેફ્ટી વધારવા માટે આ condition માં તાત્કાલિક ઇન્ટરવેનશન ની જરૂરિયાત રહે છે.
TYPES OF PSYCHIATRIC EMERGENCY
1.સ્યુસાઈડ
2.વાયોલેન્ટ બીહેવીયર
3.પેનીક એટેક
4.હીસ્ટેરિકલ એટેક
5.Grief (ગ્રીફ )
6. Rape (રેપ)
7. ડ્રગ ટોકસીસિટી
8. Acute Drug-induced EPS
9. ડેલિરિયમ ટ્રેમેન્સ
10.કેટાટોનિક સ્ટુપર
1. SUICIDE (સ્યુસાઈડ)
*સ્યુસાઈડ માં વ્યક્તિ deliberately (ઇરાદાપૂર્વક) પોતાનું નુકસાન કરે છે અને તેને પોતાની જાતને મારી kill કરવાની ક્રિયાને સ્યુસાઈડ કહેવાય છે.સ્યુસાઈડ એ મેજર સા્યકિયાટ્રીક ઇમરજન્સી છે.
ETIOLOGY (કારણો)
•સાયકીયાટ્રીક ડીસઓર્ડર્સ :
*મેજર ડિપ્રેસન
*સ્કિઝોફ્રેનિયા
*પર્સનાલિટી ડીસઓર્ડર્સ
*ડ્રગ અથવા આલ્કોહોલ એબ્યુઝ
*ડિમેનસિયા અને ડેલિરીયમ.
•ફિઝિકલ ડીસઓર્ડર્સ : કેન્સર, એડ્સ જેવા painful ફિઝિકલ ડીસઓર્ડર્સ.
•સાયકોસોશ્યિલ ફેક્ટર્સ :
*એક્ઝામ ફેલ્યોર
*dowry(દહેજ) હરેસમેન્ટ
*મરાઇટલ પ્રોબલેમ્સ
*loved object loss
*ફાઇનાન્સીયલ પ્રોબ્લેમ્સ
*ઓકયુપેશનલ પ્રોબ્લેમ્સ
RISK FACTORS(રિસ્ક ફેક્ટર્સ)
•Age :
*Male 40 વર્ષ થી વધુ age માં રિસ્ક રહે છે.
*Female 55 વર્ષ થી વધુ age માં રિસ્ક રહે છે.
•Sex :
*Men માં સ્યુસાઈડ નું રિસ્ક વધુ રહે છે.
*Women કરતા Men માં 3 ગણું વધારે સ્યુસાઈડ નું રિસ્ક છે.
•Unmarried પર્સન, devorced, Unemployed પર્સન વગેરે જેવા રિસ્ક ફેક્ટર્સ છે.
•પ્રિવિયસ સ્યુસાઈડ અટેમ્પ્ટ.
MAMAGEMENT
*વ્યક્તિમાં જોવા મળતા સ્યુસાઈડ ના sign થી aware રહેવું જેમ કે સ્યુસાઈડલ થ્રેટ (આત્મહત્યાની ધમકી) farewell લેટર્સ લખવા, વસિયતનામું બનાવવું, બેંક એકાઉન્ટ બંધ કરવા વગેરે sign થી aware રહેવું.
*તમામ સ્યુસાઈડલ threat અથવા attempt ને સિરિયસલી લો અને સાયકીયાટ્રીસ્ટ ને ઇન્ફોર્મ કરવુ.
*પેશન્ટને એકલા રાખવા નહિ તેમની સાથે રહેવું અને સતત ઓબઝર્વેશન કરવું જોઈએ.
*પેશન્ટની આજુબાજુ શાર્પ ઈન્સ્ટ્રુમેન્ટ ગ્લાસીસ, દોરડું વગેરે વસ્તુઓ રાખવી નહિ.
*પેશન્ટને પ્રોટેક્શન પુરુ પાડવું અને safe environment પુરુ પાડવું.
*તેના environment માં રેઝર બ્લેડ, છરી, કાચની બોટલ જેવા sharp ઈન્સ્ટ્રુમેન્ટ remove કરવા.
પેશન્ટની પોતાની ફીલિંગ અને ઈમોશન ને વ્યક્ત કરવા માટે મોટીવેટ કરવા.
*પેશન્ટને પોતાના સ્યુસાઈડ ના પ્લાન અને મેથડ કહેવા માટે મોટીવેટ કરવા જોઈએ.
*વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓનો અર્થ શોધવામાં પેશન્ટને હેલ્પ કરવી અને કોપિંગ મેકેનિઝમ (સામનો કરવાની પદ્ધતિઓ) શીખવો.
*પેશન્ટ પોતાની insight મેળવી શકે એ માટે હેલ્પ કરવી. પેશન્ટ સ્યુસાઈડ ના વિચારો અને અટેમ્પ્ટ ન કરે તે માટે ફેમિલી સપોર્ટ પણ પૂરો પાડવો.
*સાયકોટિક સિમ્પટમ્સ સાથે સ્યુસાઈડલ ideation વાળા પેશન્ટની ટ્રીટમેન્ટ માટે ECT થેરાપી નો ઉપયોગ કરી શકાય છે.
VIOLENT BEHAVIOUR
(વાયોલેન્ટ બિહેવિયર)
*આ aggressiveness નું severe form છે. આ phase દરમિયાન, પેશન્ટ irrational , uncooperative , ડેલ્યુઝનલ અને assaultive (આક્રમક ) હોય છે.ઈમરજન્સી રૂમ સેટિંગમાં ઘણીવાર વાયોલેન્સ નો સામનો કરવો પડે છે.
ETIOLOGY(કારણો)
•કાર્બનિક મેન્ટલ ડીસઓર્ડર્સ
*ડેલિરીયમ
*ડીમેનશિયા
*વરનિક્સ-કોર્સકોફ સાયકોસીસ (વિટામિન B1 ડેફિસિયન્સી)
•અન્ય મેન્ટલ ડીસઓર્ડર્સ
*સ્કિઝોફ્રેનિયા
*મેનિયા
*એજીટેટેડ ડિપ્રેશન
*આલ્કોહોલ અને ડ્રગ્સથી વિથડ્રોવલ
*એપીલેપ્સી
*એકયુટ સ્ટ્રેસ રીએક્શન
*પર્સનાલિટી ડીસઓર્ડર્સ
MANAGEMENT
*ફર્સ્ટ સ્ટેપ chain રીમુવ કરવા જે insult દૂર કરવા માટે હોવું જોઈએ.
*પેશન્ટ સાથે કોમ્યુનિકેશન કરો અને જુઓ કે તે જવાબ આપે છે કે નહીં. નર્સ દ્વારા firm(મક્કમ )અને kind approach જરૂરી છે.
*પેશન્ટને પ્રોટેક્શન પુરુ પાડવું અને safe environment પુરુ પાડવું.
*assault માં use થઇ શકે તેવા articles room માંથી remove કરી નાખવા જોઈએ.
*સામાન્ય રીતે સિડેટિવ્સ આપવામાં આવે છે. ડાયઝેપામ 10- 20mg, IV હેલોપેરીડોલ 10-20mg, chlorpromazine 50-100mg IM
*એકવાર પેશન્ટ શાંત થઈ જાય, તેના રિલેટિવ્સ પાસેથી તેમની હિસ્ટરી લેવી કાર્બનિક પેથોલોજીની શક્યતાને નકારી કાઢો. ખાસ કરીને કનવલઝન ,ફીવર , આલ્કોહોલ ઇન્ટેક , કોનસીયસનેસ માં વધારો ઘટાડાની નોંધ લેવી.
3.PANIC ATTACK(પેનિક એટેક)
*આ એક એવો ડિસઓર્ડર છે જેમાં ધારેલ ન હોય એવા અને વારંવાર fear ના એપિસોડ્સ ફિઝિકલ સિમટમ્સની સાથે જોવા મળે છે જેમાં ચેસ્ટ પેઈન, હાર્ટ રેટ વધી જવા, બ્રિથીંગ ડિફિકલ્ટી, ડીઝીનેસ અને એબ્ડો મીનલ પેઈન નો સમાવેશ થાય છે.
*panic અને anxiety ના episode એ ન્યુરોટીક અથવા સાયકોટિક ઇલનેસ ના ભાગ રૂપે આવે છે.
MANAGEMENT
-પેશન્ટને પેનિક એટેકને જોવાની વધુ વાસ્તવિક, પોઝિટિવ રીતોથી નેગેટિવ વિચારો બદલવાનું શીખવવું જોઈએ.
-પેશન્ટને પેનિક એટેક માટે સંભવિત ટ્રિગર્સને ઓળખવામાં મદદ કરો, જેમ કે કોઈ ચોક્કસ વિચાર અથવા સિચ્યુએશન .
-પેશન્ટને anxiety પહેલાના વિચારોને ઓળખવા અને તેનું ઇવાલ્યુંએશન કરવામાં હેલ્પ કરો અને પછી વધુ વાસ્તવિક પરસેપશન મેળવવા માટે હેલ્પ કરવી.
-ડોક્ટર ના પ્રીસ્ક્રીપશન મુજબ બેન્ઝોડાયએઝેપાઈન્સ અને
એન્ટીડિપ્રેઝન્ટ્સ જેવી મેડિકેશન આપવી જોઈએ.
-પેનિક ડિસઓર્ડર ના રિસ્ક ફેક્ટર, સિમ્પટમ્સ, ટ્રીટમેન્ટ બાબતનું હેલ્થ એજ્યુકેશન પેશન્ટ અને તેના ફેમિલી ને પુરુ પાડવું જોઈએ.
-પેશન્ટને ઈમોશનલ સપોર્ટ આપવો જોઈએ અને કાઉન્સેલિંગ કરવું જોઈએ.
-રેગ્યુલર ફોલો અપ અસેસમેન્ટ કરવું જોઈએ જેથી પેશન્ટનો પ્રોગ્રેસ મોનિટર કરી શકાય અને ટ્રીટમેન્ટ પ્લાન જરૂરિયાત પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે.
4.HYSTERICAL ATTACKS
(હિસ્ટેરિકલ એટેકસ)
*હિસ્ટેરિકલ એટેક જે વોલ્યુન્ટ્રી કન્ટ્રોલ હેઠળ છે. જે ચાઈલ્ડમાં અને ફિમેલમાં પણ સૌથી સામાન્ય રિસ્ક છે.કેટલીક સામાન્ય પ્રેઝન્ટેશન રીતો હોઈ શકે છે
•હિસ્ટેરિકલ fits
•હિસ્ટરીકલ ataxia
•હિસ્ટરીકલ પેરાપ્લેજિયા
MANAGEMANT
*હિસ્ટરીકલ ફિટને genuine ફિટથી અલગ પાડવું જરૂરી છે.
*હિસ્ટરીકલ સિમ્પટમ્સ એ રિલેટિવ્સ માં panic કારણ બની શકે છે, રિલેટિવ્સ ને સિમ્પટમ્સના સાયકોલોજીકલ નેચર સમજાવો અને ખાતરી કરો કે પેશન્ટને કોઈ નુકસાન નહીં થાય.
*પેશન્ટને સિમ્પટમ્સનો અર્થ સમજવામાં હેલ્પ કરવી અને તેને સ્ટ્રેસ નો સામનો કરવાના અન્ય માર્ગો શોધવામાં હેલ્પ કરવી.
*suggestion therapy સાથે IV પેન્ટોથાલ કેટલાક cases માં ઉપયોગી થઇ શકે છે.
5.GRIEF(ગ્રીફ -દુઃખ )
*જયારે close relation ધરાવતી વ્યકિતનું death થાય કે કોઈ significant વસ્તું ગુમાવીએ છીએ ત્યારે જે sadness જોવા મળે છે તેને grief કહે છે.
*ગ્રીફ એ loss સામેનો ઈમોશનલ રિસ્પોન્સ છે.
MANAGEMENT
*Grief ના Causative અથવા કન્ટ્રીબ્યુશન આપતા ફેક્ટર્સ અસેસમેન્ટ કરવા.
*trusting રિલેશનશિપ સ્થાપિત કરવી અને rapport સ્થાપિત કરવો જોઈએ.
*grief reaction ને explain કરવું જોઈએ.
*safe અને secure environment મેન્ટેન કરવું.
*જેઓ પેશન્ટની condition સમજે છે તેવા લોકોની સપોર્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં હેલ્પ કરવી.
*ડિપ્રેશન ઓછું થતાં sense of humer જાળવી રાખો.
*પેશન્ટનું સોશ્યિલ ઇન્ટરેક્શન પ્રમોટ કરવું.
*Reading, playing with pets , shopping અને religious activity માં પેશન્ટ ને loneliness ન feel કરે તે માટે તેમાં busy રાખવા જોઈએ.
*પેશન્ટને પ્રોબ્લેમ્સ સોલવિંગ ટેક્નિક શીખવવી અને સપોર્ટ પૃવાઈડ કરવો.
6.RAPE(રેપ)
*sexual assault અથવા rape એ અન્ય વ્યક્તિ સાથે તેમની મંજુરી વગર બળજબરીપૂર્વક sexual contact છે.rape victim નું યોગ્ય મેનેજમેન્ટ ન કરવામાં આવે તો સાયકોલોજીકલ અને સેક્સ્યુઅલ ડિસફંક્શન જોવા મળે છે.female માં pregnent થવાનો નો વધારાનો fear રહે છે.
SIGN AND SYMPTOMS
*anxiety
*ડિપ્રેસન
*PTSD (પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડીસઓર્ડર્સ)
*ડીપર્સનલાઈઝેશન
*Low self esteem
*એનોરેકસિયા
*સ્લીપ ડિસ્ટર્બન્સ
*એગોરાફોબીયા (પબ્લિક પેલેસ નો ડર)
*fear
MANAGEMENT
*Rape victim નું ફિઝિકલ એક્ઝામીનેશન કરવું.
*Rape victim ને આશ્વાસન આપો.
*Rape trauma સાથે સંકળાયેલ ફીલિંગ્સ અને ઈમોશન કહેવા માટે મોટીવેટ કરવા.
*Rape victim ને હેલ્પ કરવા માટે સોશિયલ સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો.
*Victim પોતાના previous level ના ફંકશન કરી શકે એ માટે યોગ્ય રીતે તેમને સમજાવવા જોઈએ.
*Victim અને ફેમિલી ને legal (કાનૂની ) કાઉન્સેલિંગ પૂરું પાડો.
*Pregnancy Status અસેસ કરવું અને pregnancy ના તમામ વિકલ્પો આપવા.
*STD (સેક્સયૂઅલી ટ્રાન્સમિટટેડ ડિસીઝ)નું examine કરો અને પ્રીસ્ક્રીપશન મુજબ મેડિસિન આપવી.
7.DRUG TOXICITY
*drug over dosage એ accidental અને suicidal હોઈ શકે છે. કોઈપણ cases મા જે મેડિસિન લેવામાં આવી છે તે શોધવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ. ડિટેઇલ માં હિસ્ટરી કલેકટ કરવી જોઈએ અને સિમ્પટમ્સ ની ટ્રીટમેન્ટ start કરવી જોઈએ.
*લીથીયમ ટોક્સીસિટી એ drug poisioning નો common case છે.
SYMPTOMS
*વોમિટિંગ
*એબ્ડોમીનલ પેઈન
*કન્ફ્યુઝન
*બ્લર વિઝન
*સ્ટુપર અને કોમા
*ઓલીગયુરીયા
*ડેથ
MANAGEMENT
*ઓક્સિજન એડમિનિસ્ટર કરવું જોઈએ.
*પ્રીસ્ક્રીપશન મુજબ એન્ટિકનલઝન્ટ્સ મેડિકેશન આપવી.
*IV line secure કરવી અને પ્રીસ્ક્રીપશન મુજબ એન્ટિડોટ આપવો.
*cardiac arrhythmia માટે પેશન્ટને અસેસ કરવું.
*supportive care પુરી પાડવી જોઈએ.
8. ACUTE DRUG INDUCED -EPS
EPS(એક્સ્ટ્રા પીરામિડલ સિમ્પટમ્સ)
*Long time થી એન્ટીસાયકોટીક ડ્રગ્સ ઉપયોગ કરવાના લીધે EPS જોવા મળે છે.
*EPS મા એકાથીસિયા,સ્યુડોપાર્કિન્સનીઝમ,એકયુટ ડિસ્ટોનિયા,ટાર્ડીવ ડીસકાઈનેઝિયા અને અને NMS (ન્યુરો લેપટિક મેલીગ્નન્ટ સિન્ડ્રોમ ) નો EPS નો સમાવેશ થાય છે.
•એકાથીસિયા :
* તે એક મુવમેન્ટ ડિસોર્ડર છે જેમાં વ્યક્તિ બરાબર રીતે ઉભા રહી શકે નહિ અથવા બેસી શકે નહિ.
•સ્યુડોપાર્કિન્સનીઝમ :
*rigidity, tremors, વીકનેસ અને fatigue જેવા પાર્કિન્સનીઝમ ના ક્લિનિકલ ફીચર્સ જોવા મળે છે.
•એકયુટ ડિસ્ટોનિયા :
*આમાં involuntary muscle કોન્ટ્રાકશન જોવા મળે છે જેમ કે neck મા spasm (ટોર્ટિકોલીસ).ડિસ્ટોનિયા એક થી વધુ body parts ને અસર કરે છે અને ક્યારેક સમગ્ર body ને અફેક્ટ કરે છે.
•ટાર્ડીવ ડીસકાઈનેઝિયા :
*Uncontrolled અને Involuntary Muscles મુવમેન્ટ જોવા મળે છે, જેમાં body મા tremors (ધ્રુજારી ) આવે છે.
•NMS(ન્યુરોલેપ્ટીક મેલીગ્નન્ટ સિન્ડ્રોમ):
*ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ (NMS) એ લાઈફ threatening ન્યુરોલોજીકલ ઇમરજન્સી છે જે એન્ટિસાઈકોટિક (ન્યુરોલેપ્ટિક) એજન્ટોના ઉપયોગ સાથે સંકળાયેલી છે અને તેમાં મેન્ટલ સ્ટેટ્સ ચેન્જીસ ,fever અને rigidity જોવા મળે છે.
*NMS એ rare અને મોસ્ટ સિરિયસ EPS સિમ્પટમ્સ છે.
MANAGEMENT
*જે મેડિસિન EPS નું કારણ બને તેને stop કરવી જોઈએ.
*પેશન્ટના body નું ટેમ્પરેચર ઘટાડવાનો પ્રયત્ન કરવો.
*ફલૂઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન કરવું જોઈએ.
*મસલ્સ રિલેકસેસન માટે diazepam આપવું જોઈએ.
*મેલીગ્નન્ટ હાયપરથરમિયાની ટ્રીટમેન્ટ માટે ડેન્ટ્રોલિન આપવું.
*bromocriptine, amantadine અને Levo-dopa નો ઉપયોગ કરવામાં આવે છે.
9.DELIRIUM TREMENS
*Delirium Tremens એ alcohol withdrawal નું સૌથી serious complication છે.જેમાં hallucination અને seizure જોવા મળે છે અને તેને કારણે permanent brain damage થઇ શકે છે.
MANAGEMENT
*પેશન્ટ clean, calm અને safe environment પૂરું પાડવું જોઈએ.
*સિડેશન માટે diazepam 10mg અથવા Lorazepam 4mg IV આપવામાં આવે છે ત્યારબાદ orally આપવામાં આવે છે.
*ફલૂઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન રાખવું.
*વિટામીન B કોમ્પ્લેક્સ પૂરતા પ્રમાણ માં ઇન્ટેક કરવું જેની ડેફિસિયન્સી ને લીધે ડેલિરીયમ થઇ શકે છે.
*પેશન્ટને અને અન્ય લોકોને ઇનજયુરી ન થાય તે માટે restrain જરૂરી છે.
10. CATATONIC STUPER
આ ન્યુરોસા્યકિયાટ્રીક કન્ડિશન છે જેમાં વ્યક્તિ environment પ્રત્યે unresponsive છે. જેમાં વ્યક્તિ કોઈ movement જોવા મળે નહિ અને એકજ position માં રહે છે.
CRISIS INTERVENTION
Crisis
*Crisis કે જેમાં વ્યક્તિની સામાન્ય પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાની સ્ટ્રેટેજીઓ સિચ્યુએશન ને resolve કરવા માટે નિષ્ફળ જાય છે જેના પરિણામે અસંતુલનની condition સર્જાય છે.વ્યક્તિની પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાની સ્કિલ્સ લોસ થાય છે તેને crisis કહે છે.
Crisis Intervention
* Crisis Intervention એ એવી મેથડ છે જેમાં એવા વ્યક્તિઓ કે જે ફિઝિકલ, ઈમોશનલ, મેન્ટલ અને બિહેવીયરલ પ્રોબ્લેમ્સ નો અનુભવ કરે છે તેવા વ્યક્તિઓને તાત્કાલિક, short term help કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
TYPES OF CRISIS
•Developmental crisis
•Situational Crisis
•Adventitious(Social) Crises
•Developmental Crisis
*Developmental Crisis એ normal life changes જેમ કે puberty, marriage, retirement ના પરિણામે થાય છે. તેમને maturational crisis પણ કહે છે.
•Situational Crisis
*Situational Crisis એ unexpected trauma જેમ કે losses, divorce, abortion,illnes અને displacement ને પરિણામે થાય છે.
•Adventitious(Social) Crises
*Adventitious Crises ને event of disaster કહે છે. આ crisis એ everyday life નો part નથી.
*તે natural disaster : flood, fire, earthquake અને ગ્લોબલ પેન્ડેમિક જેમ કે Covid-19 અને ઇનફ્લુએન્ઝા વગેરે.
GOALS OF CRISIS INTERVENTION
*ઈમોશનલ સ્ટ્રેસ ઘટાડવા અને crisis victim ને વધારાના stress થી protect કરવા માટે.
*Victim ને unique need પૂરી કરવા માટે resources અથવા સપોર્ટ સિસ્ટમ નું આયોજન અને mobilizing કરવામાં help કરવી.
*Crisis માંથી rehabilitation માટે વ્યક્તિને help કરવા અને સિવિયર long term પ્રોબ્લેમ્સ ને પ્રિવેન્ટ કરવા માટે.
PURPOSE OF CRISIS INTERVENTION
*Crisis ની સામે વ્યક્તિની ઈમોશનલ, ફિઝિકલ, મેન્ટલ અને બિહેવિયરલ intensity ઘટાડવી.
*વ્યક્તિને crisis પહેલા નું functional level return લાવવામાં help કરવી.
AIMS OF CRISIS INTERVENTION
*વ્યક્તિને Crisis માંથી recovery મેળવવા માટે help કરવી અને સિરિયસ મેન્ટલ પ્રોબ્લેમ્સ થી પ્રિવેન્ટ કરવા માટે help કરવી.
PRINCIPLES OF CRISIS INTERVENTION
*પેશન્ટને પોતાની feeling કહેવા માટે સમજાવવું.
* concise statement નો (સંક્ષિપ્ત નિવેદનોનો) ઉપયોગ કરવો અને પેશન્ટને irrelevant quistion અથવા વધુ પડતી ડિટેઇલ થી હેરાન કરવાનું ટાળો.
*Calm(શાંત), controll હાજરી વ્યક્તિને ખાતરી આપે છે કે નર્સ help કરી શકે છે.
*પેશન્ટની ફીલિંગ્સ સાંભળવી અને પ્રોસેસ ઇન્ફોર્મેશન તથા question પૂછવા માટે વ્યક્તિને પૂરતો સમય આપવો.
REQUESITES(આવશ્યકતાઓ)
*ઓછી વાત કરીને વ્યક્તિને વાતચીત કરવાની તક પૂરી પાડો.
*વર્બલ અને નોન -વર્બલ Sign થી aware રહેવું જોઈએ.
*જો face to face situation હોય તો eye to eye contact મેન્ટેન કરવો અને યોગ્ય social distance જાળવવુ.
*Open ended question પૂછવા.
*પરમિશન માંગવી, ધારણાઓ પર ક્યારેય કામ ન કરવું.
*સેન્સિટિવ ક્રોસ-કલ્ચરલ ફેક્ટર્સ ચેક કરવા.
LENGTH OF TIME FOR CRISIS INTERVENTION
* Crisis intervention માટે time length એક session થી લઈને કેટલાક week સુધીની હોઈ શકે છે, જેમાં everage ચાર weeks હોય છે.
*Long standing પ્રોબ્લેમ્સ ધરાવતી વ્યક્તિઓ માટે crisis intervention પર્યાપ્ત નથી અને તે 20 મિનિટથી 2 કલાક અથવા 2 કલાકથી વધુની રેન્જમાં હોઈ શકે છે.
PHASES OF CRISIS INTERVENTION
*Crisis interventionના 3 Phases છે.
1.Immediate Crisis Intervention
2. Second Phase
3. Third Phase
1. Immediate Crisis Intervention
*તે victim સાથે rapport સ્થાપિત કરવા, short term અસેસમેન્ટ અને service delivery માટે information collect કરવા અને સંભવિત crisis ની condition ને ટાળવાનો સમાવેશ કરે છે. Immediate Crisis Intervention માં victim ની મેડિકલ , ફિઝિકલ , મેન્ટલ હેલ્થ અને વ્યક્તિગત જરૂરિયાતની સંભાળ રાખવી અને victim ને લોકલ રિસોર્સીસ અથવા સર્વિસીસ વિશેની માહિતી પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે.
2. Second Phase
*Crisis intervention ના સેકન્ડ phase માં victim ને ઈમોશનલ સપોર્ટ આપવા માટે victim દ્વારા જરૂરી સર્વિસ અને સંસાધનો નિર્ધારિત કરવાની જરૂરિયાતોનું અસેસમેન્ટ નો સમાવેશ થાય છે.
*second phase નો હેતુ એ નિર્ધારિત કરવાનો છે કે crisis એ victim ના જીવનને કેવી રીતે અસર કરે છે, જેથી કરીને recovery માટે plan ડેવલપ કરી શકાય, જેનાથી victim ભવિષ્ય તરફ આગળ વધી શકે.
3. Third Phase
*રિકવરી ઇન્ટરવેનશન victim ને તેમના જીવનને ફરીથી stable કરવામાં અને ફરીથી healthy બનાવવામાં help કરે છે.
*તેમાં victim ને ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમ અથવા અન્ય એજન્સીઓ તરફથી વધુ victimization રોકવામાં help કરવાનો પણ સમાવેશ થાય છે.
TECHNIQUE OF CRISIS INTERVENTION
Catharsis : આમાં વ્યક્તિ પોતાની ભૂતકાળ ની આઘાતજનક બાબતો અથવા ઈમોશન માંથી મુક્ત થવા તે બાબતો નું ઇમેજિંનેશન અથવા અન્ય સામે વર્ણન કરે છે.
Clarification : અમુક ઘટનાઓ વચ્ચેના સંબંધને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા માટે પેશન્ટને સમજાવવું.
Suggestion: વ્યક્તિને કોઈ વિચાર અથવા માન્યતા સ્વીકારવા માટે પ્રભાવિત કરવું, ખાસ કરીને એવી માન્યતા કે નર્સ help કરી શકે છે અને તે વ્યક્તિ સમય જતાં better feel કરશે.
Reinforcement Of Behaviour : પેશન્ટને adaptive behaviour માટે માટે positive response આપવો.
Support Of Defence : healthy , adaptive defence ના ઉપયોગને પ્રમોટ કરવું અને જે unhealthy છે તેને ડિસ્કરેજ કરવું.
Rising Self-esteem :પેશન્ટને self worth ની લાગણી ફરીથી મેળવવા help કરવી.
Solution Exploration : તાત્કાલિક પ્રોબ્લેમ્સ ને ઉકેલવાની વૈકલ્પિક રીતોની તપાસ કરવી.
PROCESS OF CRISIS INTERVENTION
*Aguilera list (1982) પ્રમાણે crisis intervention ની process ના 4 steps છે.
1.Assessment
અસેસમેન્ટ પ્રોસેસ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરે છે જેમ કે-
•શું થયું છે? (સમસ્યાની ઓળખ)
•કોણ સામેલ છે?
•કારણ શું છે?
•પ્રોબ્લેમ્સ કેટલા સિવિયર છે?
2.Planning Therapeutic Intervention
* થેરાપ્યુટિક ઇન્ટરવેનશન પ્રીલિસ્ટિંગ સ્કિલ્સ, crisis worker ની creativity અને flexibility વ્યક્તિના રિસ્પોન્સ ની ઝડપ પર આધાર રાખે છે. Crisis Worker વ્યકિતને precipitating ફેક્ટર્સ અને crisis વચ્ચેના સંબંધને નોંધીને crisis ની intellectual સમજ સ્થાપિત કરવામાં help કરે છે.
3.Implementing Technique Of Intervention
*positive relationship સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરવો.
*વ્યક્તિને હાલની લાગણીઓ વિશે ચર્ચા કરવા કહો કરો, જેમ કે denial(ઇનકાર), guilt(અપરાધ), દુઃખ અથવા ગુસ્સો.
*condition ની intellectual તેમજ emotional સમજ મેળવીને crisis ની reality નો સામનો કરવામાં વ્યક્તિને help કરો.
*વ્યક્તિને સમજાવો કે emotion એ crisis નું normal reaction છે.
*ખોટા આશ્વાસન ન આપવા, ડિસ્ટ્રક્ટિવ બિહેવીયર માટે limit set કરો.
*બિહેવિયર અને ડિસિઝન માટે વ્યક્તિની જવાબદારી પર ભાર મુકવો.
*વ્યક્તિને તેમની daily life activity માં help કરવી અને નર્સિંગ ઇન્ટરવેનશન નું અસેસમેન્ટ કરવામાં આવે છે અને આવશ્યકતા મુજબ તેમાં ફેરફાર કરવામાં આવે છે.
4.Resolution Of Crisis
*evaluation phase દરમિયાન અથવા crisis intervention ના step દરમિયાન, ઈન્ટરવેનશન સ્ટ્રેસ અને anxiety ઘટાડે છે તે સુનિશ્ચિત કરવા માટે reassessment થવું જોઈએ.
*ભવિષ્ય માટે realistic plan ઘડવા માટે help કરવામાં આવે છે, અને વ્યક્તિને વર્તમાન અનુભવો future ની crisis નો સામનો કરવામાં કેવી રીતે help કરી શકે છે તેની ડિસ્ક્સ કરવાની તક આપવામાં આવે છે.