▶️a. Define health team – ( હેલ્થ ટીમ ની વ્યાખ્યા આપો) ૦૩ marks
Ans. હેલ્થ ટીમ એ ઘણા બધા વ્યક્તિઓ નું એક જૂથ છે જે કોમ્યુનીટી અને હોસ્પિટલ માં હેલ્થ ને સારી રાખવા માટે બધા સાથે મળી ને કામ કરે છે જેમાં ટીમ નાં દરેક સભ્યોનું જ્ઞાન ,લાયકાત ,સ્કીલ,ક્ષમતા પર્સનાલીટી અલગ અલગ હોય છે .હેલ્થ ટીમ માં મેડીકલ અને નોન-મેડીકલ કર્મચારીઓ નો સમાવેશ થાય છે જે એક બીજા નાં પુરક થઇ ને કામ કરે છે. જે સરકાર દ્વારા લાગુ પડતા નીતિ -નિયમો અનુસાર કામ કરે છે.
▶️b. Write down objective of community health nursing – કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ નાં હેતુ ઓ લખો. 04 Marks
▶️c. Discuss the principles of community health nursing – કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ના સિદ્ધાંતો લખો.. 05 Marks
Ans. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એ કોમ્યુનિટી પર ફોકસ્ડ હોવાથી જ્યાં કોમ્યુનિટી માં નર્સિંગ કેર આપવાની છે તેની જાણકારી મેળવવી તેના માટે નકશો બનાવવો અને સારા અને અને કાર્યકારી સંબધ પ્રસ્થાપિત કરવા
કોમ્યુનિટી અને વ્યક્તિગત ની જરૂરિયાત મુજબ ની કેર આપવી. હેલ્થ પ્રોગ્રામ અને સંસાધનો થી હેલ્થ પ્રોબ્લેમ નું નિરાકરણ થવું જોઈએ
કોમ્યુનિટી હેલ્થ ટીમ માં માં ડોકટર, ફીમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપરપઝ વર્કર અને બીજા હેલ્થનાં કર્મચારીઓ સાથે કામ કરવુ, નર્સે હેલ્થ પ્રોગ્રામના પ્લાનિંગમાં, ઇવાલ્યુએશનમાં મદદ કરવી, લોકોના ઘેર જઇને સલાહ આપવી, સેનિટેશન પ્રોબ્લેમ, ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ, માતા અને બાળકનું આરોગ્ય જાળવવું અને હેલ્થ એજયુકેશન આપવું.
હેલ્થ વર્કર ઓર્થોરાઇઝડ, હેલ્થ ઓથોરીટી દરેક હેલ્થ વર્કર માટે જવાબદાર હોય છે.દરેક હેલ્થ વર્કર સ્ટેટ, મ્યુનિસિપાલીટી, લોકલ કે પ્રાઇવેટ બોડી કે એજન્સી દ્રારા નિમણુક પામેલી હોય છે. નર્સ જે એરીયામાં કામ કરે છે. તે પબ્લીક હેલ્થ ઓથોરીટીનાં કોન્ટેકટમાં રહેવુ જોઇ
પોતાના કાર્યનું પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝેશન કરવું જોઇએ.આ બધું હેલ્થ પ્રોગ્રામમાં એકસુત્રતા અને સહકાર જળવાય તે માટે જરૂરી છે. કારણકે હેલ્થ ઓથોરીટી વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય છે.
હેલ્થ સર્વિસીઝ લોકોન તેમની ઉમર, જાતિ , ધર્મ, રાષ્ટ્રિયતા, સામાજિક, રાજકીય કે આર્થિક સ્તર પ્રમાણે મળવી જોઇએ., દરેકને સારી પર્સનલ હેલ્થ અને એન્વાયર મેન્ટ મળી રહે તેવુ વાતાવરણ હોવુ જોઇએ. હેલ્થ વર્કર નોન- પોલીટીકલ અને પક્ષપાતી વલણ ધરાવતા ન હોવા જોઇએ. પબ્લીક હેલ્થ વર્કર બે લોકોની રાષ્ટ્રીય, ધાર્મિક માન્યતામાં દખલગીરી ન કરવી જોઇએ પણ બીજી બધી માન્યતાઓ અને સામાજીક બાબતોની રીતભાત સમજાવવા તેણી શક્તિમાન હોવી જોઇએ.
પબ્લીક હેલ્થ વર્કરે કયારેય કોઇ ગીફટ કે લાંચ રુશ્વત લેવી ન જોઇએ. પરંતુ કેટલીક હેલ્થ કેર માટે અમુક ચાર્જ સરકારે નક્કી કર્યા હોય તો તે પ્રામાણિકતા થી લેવા જોઈએ
પબ્લીક હેલ્થ વર્ક માં કામ કરવા માટે ફિમીલી અને કોમ્યુનીટી એક યુનીટ ગણાય છે. દરેક આરોગ્ય એવાઓ માટે ટીચીંગ મહત્વનો ભાગ છે.
પ્લાનીંગ અને પ્રોગ્રેસ માટે સેવાઓનું સમયાંતરે કોમ્યુનિટી માં આપેલી નર્સિંગ સેવ નું મૂલ્યાંકન ખૂબ જ અગત્યની બાબત
કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માટે કોમ્યુનિટી સાથે પ્રોફેશનલ રિલેશન અને શિસ્ત રાખવા જોઈએ
પબ્લીક હેલ્થ નર્સિસ સર્વિસીઝ માટે માર્ગદર્શન અને સુપરવિઝન માટે વ્યવસ્થા હોવી જોઇએ
કોમ્યુનિટી માં કરેલા દરેક કામ નો વ્યવવસ્થિત રેકોર્ડ અને રિપોર્ટ રા ખવો નિભાવવા જોઈએ
સતત આપવામાં આવતી હેલ્થ સર્વિસીઝ આપવી અસરકારક ગણાય છે.
બ્લીક હેલ્થ વર્કમાં કામ કરવા માટે ફિમીલી અને કોમ્યુનીટી એક યુનીટ ગણાય છે. દરેક આરોગ્ય એવાઓ માટે ટીચીંગ મહત્વનો ભાગ છે.
આરોગ્ય એવાઓ વ્યક્તિગત તેમજ સાનુકૂળતા પ્રમાણે મળવી જોઇએ.
બીજા સભ્યો કે જેઓ વીલેજ પીપલ સાથે કામ કરે છે. તેઓ પણ હેલ્થ પ્રોગ્રામમાં મદદ કરી શકે
સંપૂર્ણ સંતોષકારક કામગીરી માટે કાર્યસૂચી મળેલી હોવી જોઇએ.
વ્યક્તિનો પ્રોફેશન પ્રત્યેનો ઇન્ટરેસ વિકસાવવો જોઇએ તેમજ જાળવી રાખવો જોઇએ.
OR
▶️a. Define primary health care – પ્રાઇમરી હેલ્થ કેર ની વ્યાખ્યા આપો … 03
Ans. પ્રાઇમરી હેલ્થ કેર એ ખૂબ જ જરૂરી હેલ્થ કેર છે જે દરેક જગ્યાએ વ્યક્તિ ફેમિલી અને સમાજના સંપૂર્ણ સહયોગથી સ્વીકારેલ મેથડ અને ટેકનોલોજી દ્વારા પ્રેક્ટીકલી અને વૈજ્ઞાનિક રીતે દરેક જગ્યાએ આપી શકાય તેવી દેશ દ્વારા એફોર્ડ થઈ શકે તેવી આપવામાં આવતી આરોગ્ય સેવાઓને પ્રાઇમરિ હેલ્થ કેર કહેવામાં આવે છે
▶️b. write function of primary health care – પ્રાઇમરી હેલ્થ કેર ના કર્યો લખો. 04
Ans. લોકો ને હેલ્થ પ્રમોશન થી લઈ ને તેના પ્રીવેન્શન ,ટ્રીટમેન્ટ અને રિહેલિટેશન તેમજ પેલીએટિવ કેર લોકો ના રોજિંદા વાતાવરણ શક્ય તેટલી આપવી
કોમ્યુનિટી માં લોકો ને હેલ્થ એજ્યુકેશન આપવું જેથી હેલ્થ પ્રોબ્લેમ્સ નો કંટ્રોલ અને તેને અટકાવી શકાય તે માટે પ્રયત્નો કરી શકાય
લોકોને પૂરતો ખોરાક અને ન્યુટ્રીશન મળીએ તેની સમજણ આપવી પૂરતા પ્રમાણમાં સલામત પાણી પુરવઠો અને પાયાની જરૂરિયાત જાણવા માટેની તકો પૂરી પાડવી
માતા અને બાળકનું આરોગ્ય જાળવવું માટે પ્રાથમિક સારવાર આપવી સાથે ફેમિલી પ્લાનિંગ ને પ્રોત્સાહન આપવું
ચેપી રોગો સામે બાળકોને રસી આપવી
લોકલ એન્ડેમિક્સ નો કંટ્રોલ કરવો અને તેને અટકાવવાના પ્રયત્નો કરવા
સામાન્ય રોગો અને ઇજાઓની યોગ્ય અને જરૂરી સારવાર આપવી
દરેક વ્યક્તિ કુટુંબ અને સમાજ માટે સમાન રીતે જરૂરી દવા મળી રહે તે માટે પ્રયત્નો કરવા
હેલ્થ ડિપાર્ટમેન્ટ એકલું જ કામ કરી શકતું નથી તેથી સોશિયલ વેલ્ફેર એગ્રીકલ્ચર ફૂડ હાઉસિંગ વોટર પ્યુરિફિકેશન સેનિટેશન માટે ટીવી ડેરીઓ વગેરે દ્વારા કોડીનેશન કરી હેલ્થ ની કામગીરી ઇમ્પ્રૂવ કરવી
▶️c. Write Principles of Health Education. – હેલ્થ એજ્યુકેશન ના સિદ્ધાંતો લખો. 05
Ans.રસ (Intrest ) આ એક જાણીતો સાયકોલોજીકલ એપ્રોચ છે જો લોકોને રસ હોય તો જ લોકો શીખે છે હેલ્થ એજ્યુકેશન લોકોના રસ સાથે સંબંધ ધરાવે છે તેથી હેલ્થ એજ્યુકેશન આપતા પહેલા સૌપ્રથમ લોકોની હેલ્થનીડ જાણવી જોઈએ લોકોની હેલ્થનીડને ધ્યાનમાં રાખીને હેલ્થ એજ્યુકેશન આપીએ તો લોકોને તેમાં રસ રહે છે
મોટીવેશન ઈચ્છા અથવા પ્રેરણા બે પ્રકારની છે પ્રાઇમરી જેમાં ભૂખ ઊંઘ તરત બચાવ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે સેકન્ડરી જેમાં ઈચ્છા શક્તિ કે બહારના બીજા બળથી ઉત્તેજના મળેલ હોય તો તેનો સમાવેશ થાય છે પ્રેમ ,પ્રશંસા ,હરીફાઈ ,ઓળખ બદલા ની ભાવના કે શિક્ષા આ દરેક વ્યક્તિ માટે જરૂરી નીડ છે મોટીવેશન હેલ્થ એજ્યુકેશનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે મોટીવેશન બીજા લોકોની વર્તણુકમાં ફેરફાર લાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય
પાર્ટીસિ પેશન પાર્ટિસિપેશન એ હેલ્થ એજ્યુકેશન નો મુખ્ય ભાગ છે તે એક્ટિવ લર્નિંગ પર આધારિત છે તેમજ પેસિવ લર્નિંગ કરતા ઉત્તમ છે જેમાં વ્યક્તિગત ભાગ લેવાથી વ્યક્તિની સ્વીકૃતિ જોવા મળે છે ગ્રુપ ડિસ્કશન પેનલ ડિસ્કશન વર્કશોપ વગેરે એક્ટિવ લર્નિંગ ના પ્રકાર છે કોમ્પ્રેશન હેલ્થ એજ્યુકેશનમાં કોમ્યુનીટી નો પ્રકાર અને તેની રીતભાત એજ્યુકેશન લેવલ ઇકોનોમિકલ સ્ટેટ્સ અને તેઓના ધંધાનો પ્રકાર જણાવો ખૂબ જરૂરી છે તેઓની સંસ્કૃતિ ધર્મ ટેવ અને જનરલ બિહેવિયર વિશેનું જ્ઞાન હોવું જોઈએ ની કોમ્યુનીટી ની આ માહિતી મળે છે જેથી તે પોતાની ભાષા નક્કી કરેલ વિચારો તેઓની ભાષાઓ રહેણીકરણી ધોરણ પ્રમાણે રજૂ કરે છે જેથી લોકો તેને આપેલ સંદેશો સરળતાથી સમજી શકે
ક્રેડિબિલિટી કોમ્યુનિકેટ કરવામાં આવેલ મેસેજ વિશ્વસનીય હોવો જોઈએ તે સાયન્ટિફિક નોલેજ સાથેનો હોવો જોઈએ તેમજ કલ્ચર લોકલ કલ્ચર એજ્યુકેશનલ સિસ્ટમ અને આપણા ગોલ સાથે મેચ થતો હોય તેવો હોવો જોઈએ જ્યાં સુધી આપણે લોકોનો વિશ્વાસ નહીં જીતીએ ત્યાં સુધી આપણે સારું કોમ્યુનિકેશન કરી શકશો નહીં
રીઇન્ફોર્સમેન્ટ ખૂબ ઓછા લોકો એક જ વખત શીખવાડવાથી શીખી જતા હોય છે જ્યારે ઘણા બધા લોકો શીખી શકતા નથી અથવા નવા વિચારો કે બાબતો સ્વીકારવા માટે તેને વારંવાર મળવાની કે તે મેસેજ જુદા જુદા રસ્તાઓ થી વારંવાર આપવાની જરૂરિયાત પડે છે જેથી ઇફેક્ટિવ હેલ્થ એજ્યુકેશન રહે
લર્નિંગ બાઈ ડુઇંગ શીખવું એ એક પ્રક્રિયા છે એક ચાઈનીઝ કહેવત પ્રમાણે કંઈ જાતે કરે છે તે વધારે લાંબો સમય યાદ કરી શકે છે તેથી હેલ્થ એજ્યુકેશન એ રીતે આપવું જોઈએ કે જેથી લોકો પોતાની પ્રેક્ટિસમાં ન મૂકે ત્યાં સુધી ચાલુ રાખવું
નોન ટુ અનનોન હેલ્થ એજ્યુકેશનમાં કામની શરૂઆત લોકો જાણતા હોય તેવી બાબતથી ન જાણતા હોય તેવી પ્રક્રિયાથી કરવી જોઈએ
ગુડ હ્યુમન રિલેશનશિપ લોકો સાથે સારા ફ્રેન્ડલી સંબંધો પ્રસ્થાપિત કરવા જોઈએ તેનાથી સારું પરિણામ મળે છે
લીડર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એજ્યુકેશન આપવા માટે લોકલ લીડર કે જેનું જે તે લોકોમાં હોય તેની મદદ લઈએ તો સારી રીતે હેલ્થ એજ્યુકેશન આપી શકીએ
▶️Q.2 a. List out methods of family planning and explain any two methods of family panning. – ફેમિલી પ્લાનીંગના પ્રકારો જણાવો, કોઈપણ બે રીતે સમજાવો. 08 Marks
Ans.1.નેચરલ મેથડ
વિદ્રોલ અથવા કોઇટસ ઈંટરપ્ટસ
સેલ્ફ કંટ્રોલ
રીધમ મેથડ અથવા સેફ પિરિયડ
બેઝલ બોડી ટેમ્પરેચર
2.આર્ટિફિશિયલ
A . ટેમ્પરરી 1. કેમિકલ મેથડ → ફોર્મ ટેબલેટ્સ →જેલી અથવા ક્રીમ →મિકેનિકલ મેથડ
B. પરમેનેન્ટ → વાઝેકટોની અથવા એનએસવી (N.S.V) → ટ્યુબેક ટોમી → લેપ્રોસ્કોપી
કોન્ડોમ
કોન્ડોમ 17.4 સેમી લાંબુ અને 4.5 સેમી ના ડાયામીટરનું હોય છે, ઇન્ટરકોર્ષ કરતા પહેલા ઇરેક્ટ પેનિસ પર પહેરવામાં આવે છે. ઇન્ટરકોષ કર્યા પછી સીમે ન બહાર ન નીકળે તે રીતે પેનીસ પરથી ઉતારી કોઇ વ્યક્તિ બાળકોના હાથમાં ન આવે તે રીતે ડિસ્કોર્ડ કરવું, બાળી નાખવું કે ઘાટી દેવુ જોઇએ
આ મેઇલ દ્વારા કોન્ટ્રાસેપ્શન માટે વપરાતું પાતળું રબ્બર નું સાધન છે.
તે ઇન્ટરકોર્ષ વખતે પહેરવાનું હોય છે.
બર્થ કંન્ટ્રોલ માટે કોન્ડોમ એ ખુબ જ અસરકારક અને સલામત છે
. આના ઉપયોગથી બે બાળકો વચ્ચે ઇચ્છીત સમયગાળો રાખી શકાય છે. આના ઉપયોગથી બે બાળકો વચ્ચે ઇ પ્રેગનન્સી રહેતી નથી.
તેની કોઇ સાઇડ ઇફેકટ નથી.
આ દરેક સેક્સયુઅલ ઇન્ટરકોર્ષ વખતે પેનીસ પર પહેરવાનું હોય છે.
આના ઉપયોગથી સિમેન વજાઇનમાં જ અટકાવી શકાય છે.
આનો ઉપયોગ કેમીકલ સ્પર્મી સાઇડલ (જેલી) સાથે કરવાથી વધુ અસરકારક બંને છે.
આ ફક્ત પ્રેગનન્સી જ અટકાવે છે તેવું નથી પરંતુ એઇડ્સ અને જાતીય રોગો સામે પણ રક્ષણ આપે છે.
દરેક વખતે નવા કોન્ડોમ નો ઉપયોગ કરવો,
કોન્ડોમનો ઉપયોગ કરતા પહેલા તે લીક છે કે નહીં તે ચેક કરવુ
માર્કેટમાં ઘણા પ્રકારના કોન્ડોમ મળે છે,
Advantages : –
સહેલાઇથી મળે છે. દરેક ફેમીલી વેલ્ફેર સેન્ટરમાં મળે છે.
વાપરવામાં સરળ રહે છે.
ન જોઈતી અટકાવે છે.
S.T.D & Aids સામે રક્ષણ આપે છે.
કોઇ સાઇડ ઇફેકટ નથી.
કોઇપણ પ્રકારનાં મેડીકલ સુપરવિઝન ની જરૂર નથી.
Dis Advantages :–
જાતીય આનંદ ઓછો કરે છે.
દરેક વખતે નવો કોન્ડોમ જરૂરી છે
ધણી વખત ફાટી જાય છે.
ફેલ્યોર રેટ 14% છે
ફિમેલ સ્ટરીલાઇઝેશન (Female Sterilization ::-
આમાં ફેલોપીયન ટ્યુબ ને કટ કરી ટાઇ કરવામાં આવે છે.
ડીલીવરી પછી 1 થી ૩ દિવસમાં સ્ટરીલાઇઝેશન ઓપરેશન કરવામાં આવે તો તેને પોસ્ટ પાર્ટમસ્ટરીલાઇઝેશન કહે છે.
ડીલીવરીનાં થોડા સમય પછી કે એર્બોશન પછી ઓપરેશન કરવામાં આવે તેને ઇન્ટરવલ સ્ટરીલાઇઝેશન કહે છે.
(1) ટ્રેડિશનલ ટ્યુબેકટોમી
આ એબડોમીનલ ઓપરેશન છે. આમાં બંન્ને ફેલોપીઅન ટયુબ કટ કરી બાંધી દેવામાં આવે છે.
આ ઓપરેશન જનરલ કે સ્પાઇનલ એનેસ્થેસીયામાં કરવામાં આવે છે. પેશન્ટને પાંચ થી સાત દિવસ હોસ્પીટલમાં રહેવુ પડે છે.
સ્ટીચ રીમુવ કર્યા પછી ડીચાર્જ આપવામાં આવે છે. ડીસચાર્જ આપ્યા બાદ ૧૦ દિવસ સુધી હળવુ કાર્ય કરી શકે છે. વજન ઉચકવાની તથા ભારે વસ્તુ ખસેડવાની ૩ વીક સુધી મનાઇ કરવામાં આવે છે. ઓપરેશન બાદ ૪ વીક પછી જાતીય સંબંધ રાખી શકે છે. આની મેજર ઓપરેશન તરીકે ગણતરી કરવામાં આવે છે.
(2) મિનિ લેપ્રોટોમી :-
ટ્રેડિશનલ ટ્યુબેકટોમી નું સુધારેલું રૂપ છે. આ ખુબ સીમ્પલ પ્રોસીઝર છે.
આમાં 2.5 થી ૩ સેમી. જેટલો કાપો માં મુકવામાં આવે છે.
ત્યારબાદ બંન્ને ટયુબ કટ કરી ટાઇ કરી દેવામાં આવે છે.
આ ઓપરેશન પી.એચ.સી પર અને કેમ્પમાં પણ થઇ શકે છે.
પોસ્ટ પાર્ટમ સ્ટરીલાઈઝેશન માટે ખુબ સારૂ છે. ટ્રેડિશનલ ટ્યુબેકટોમી કરતા આમાં નાનો Incision (કાપો) મુકવામાં આવે છે.
(3) લેપ્રોસ્કોપી :: –
આ ખુબ જ સીમ્પલ અને આધુનીક છે. આ ઓપરેશન ટ્રેઇન ગાયનેકોલોજીસ્ટ કે સર્જન દ્રારા જ કરવામાં આવે છે. આ ઓપરેશન સ્પેશ્યલ સાધન લેપ્રોસ્કોપ દ્રારા કરવામાં આવે છે.
આમાં Lower Abdoman માં એક થી બે ઇંચ નો કાપો મુકવામાં આવે છે.
ત્યારબાદ તેના દ્વારા લેપ્રોસ્કોપ એબડોમેન માં દાખલ કરી ટયુબ શોધવામાં આવે છે. આમાં પ્રથમ કાર્બન મોનોકસાઇડ, નાઇટ્રોજન અને હવા પેટ માં ભરવામાં આવે છે. જેથી ઓપરેશન ની જગ્યા પરથી ઇન્ટેસ્ટાઇન દુર ખસી જાય.
ટયુબ મળી ગયા પછે ટયુબ પર કલીપ લગાડી દેવામાં આવે છે.
આમા ખુબ જ ઓછો સમય લાગે છે.
હોસ્પીટલમાં પણ ઓછો સમય રહેવુ પડે છે.
સ્કાર પણ ખુબ નાનો હોય છે. તેથી દેખાવમાં ખાસ તકલીફ પડતી નથી.
આ ખુબ સફળ અને લોક પ્રિય રીત છે.
ફલોપ રીંગ સારી રીતે ટયુબમાં મુકી શકાય છે. તેમજ ભવિષ્યમાં કયારેય ટયુબ ફરી ચાલુ કરવી હોય તો રીંગ દુર કરી ટયુબ ચાલુ થઇ શકે છે.
▶️b.write purposes of Home Visit. – હોમ વિઝિટ કરવાના હેતુ ઓ લખો. 04 Marks
૩) લોકોની અંધશ્રધ્ધા, અજ્ઞાનતા દૂર કરી, વૈજ્ઞાનિક દ્રષ્ટિબીંદુ સમજાવવા માટે.
4) હેલ્થ એજયુકેશન આપવા માટે, દા.ત: પર્સનલ હાયજીન અને બીજા વિષયો પર.
5) કોમ્યુનિકેબલ ડીસીઝ શોધી તેની સારવાર કરવા અને તેને અટકાવવા માટે.
6) પબ્લીક હેલ્થ તરફથી ચાલતા દરેક પ્રોગ્રામ સફળ બનાવવા.દા.ત. ફેમીલી પ્લાનીંગ, ઇમ્યુનાઇઝેશન વગેરે …….
7) લોકોને ન્યુટ્રીશનલ એડવાઇઝ આપી આરોગ્ય સુધારવા માટે.
(8 ) લોકોનાં ઘરમાં હાઇજનીંગ સુધારો લાવવા માટે,
8) આકડાશાસ્ત્રની માહિતી મેળવવા માટે,
9) લોકોને હેલ્થ હેઝાર્ટસ સમજાવવા.
10) Rehabilitation & Follow – Up માટે
OR
▶️a. List out of Health indicators and advantages of health indicators – હેલ્થ નિર્દેશકનાપ્રકાર જણાવી તેનાફાયદાઓ લખો. 08 Marks
Ans. હેલ્થના અલગ અલગ કન્સેપ્ટ અનુસાર ઘણા બધા હેલ્થના ઇન્ડિકેટર છે
ઇન્ડિકેટર હેલ્થને ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ પ્રભાવિત કરે છે
1. ડાયરેક્ટ અથવા સ્પેસિફિક ઇન્ડિકેટર
મોર્ટાલિટી ઇન્ડિકેટર
મોરબીડીટી ઈન્ડીકેટર
ડીસેબિલિટી ઇન્ડિકેટર
હેલ્થ પોલિસી ઇન્ડિકેટર
હેલ્થ કેર ડીલેવરી ઇન્ડિકેટર
2. ઇનડાયરેક્ટ અથવા તો જનરલ ઇન્ડિકેટર
મોર્ટાલિટી ઇન્ડિકેટર
મોરબી ડીટી ઈન્ડીકેટર
ડીસેબિલિટી ઇન્ડિકેટર
હેલ્થ કેર ડીલેવરી ઇન્ડિકેટર
હેલ્થ પોલિસી ઇન્ડિકેટર
સોશિયલ અને મેન્ટલ ઇન્ડિકેટર
સોશિયલ ઇકોનોમિક ઇન્ડિકેટર
ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇન્ડિકેટર
યુટીલાઈઝેશન રેટ ઇન્ડિકેટર
એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર
ક્વોલિટી લાઈફનું ઇન્ડિકેટર
↣ હેલ્થ નિર્દેશકના (ઇન્ડિકેટર ) ફાયદાઓ :-
કોમ્યુનિટી નું આરોગ્ય સ્તર કેવું છે તે જાણવા માટે
દેશની બીજા દેશ સાથે નું હેલ્થ સ્ટેટસ ની તુલના કરવા માટે
હેલ્થ કેર સર્વિસીસની કેટલી જરૂરિયાત છે તેનું એસેસમેન્ટ કરવા માટે
રિસોર્સીસ નો જરૂરી ઉપયોગ કરવા માટે
જે કંઈ પણ સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવે છે તે નક્કી કરવા તેના લક્ષ્યાંકો નક્કી કરવા તેમજ કરેલા કામ નું મૂલ્યાંકન કરવા માટે હેલ્થ ઇન્ડિકેટર ખૂબ જ જરૂરિયાત હોય છે
આગમ ચેતી પગલાં લેવા માટે
પોપ્યુલેશન માં રોગ થવાની સંભાવના અને તેનો પ્રોગનોસિસ જાણવા માટે
દેશ માં કયા હેલ્થ પ્રોગ્રામ ની જરૂરિયાત છે અને તેના અમલીકરણ પછી તેનું મૂલ્યાંકન કરી શકાય
ટાર્ગેટ સાથે કામ કરવા માં અનુકૂળતા રહે
હેલ્થ સર્વિસિસ ,પ્રોગ્રામ અને એક્ટિવિટી ને મોનીટરીંગ કરવા માટે
▶️b. Prevention and control malnutrition in community – કોમ્યુનિટીમાં માલ ન્યુટ્રીશનના નિવારણ અને કંટ્રોલના ઉપાયો 04Marks
Ans. રીકેટ્સ ગોઈટર એનિમિયા બેરીબેરી પેલાગ્રાં સ્કર્વી વગેરે વગેરે ન્યુટ્રિશનલ રોગો છે – A. ફેમિલી લેવલનું પ્રિવેન્શન
જેમાં infant માટે એક્સક્લોઝિવ માટે ચાર થી પાંચ વર્ષ સુધી પ્રોત્સાહિત કરો
ચારથી પાંચ વર્ષની ઉંમરે જ ફૂડ સપ્લીમેન્ટેશનમાં એડિશનલ ન્યુટ્રીટીવ વધારો કરો
ફેમિલીને પોષાઈ શકે તેવા ફૂડ જેમ કે દૂધ માસ ઈંડા વગેરેની બાયોલોજીકલ વેલ્યુ મુજબ ઓફર કરો
મેલ અને ફિમેલ બંનેમાં એક સરખું એકસરખા ન્યુટ્રીટીવ ફૂડનું વિતરણ કરો
ANC અને પીએનસી વિઝીટ દરમિયાન માતાની પહેલાથી જ ન્યુટ્રીટિવ સંભાળ રાખીને માલ ન્યુટ્રીશન થતું અટકાવી શકાય
ફુલ એસ બાળકો અને લેટેસ્ટિંગ મધર ને લોન ફોર્મલ હેલ્થ એજ્યુકેશન આપી શકાય
માલ ન્યુટ્રીશન નું વહેલું નિદાન અને તેનું ઇન્ટરવેશન કરવું
ફેમિલી પ્લાનિંગ નું પ્રમોશન કરવું
આવકમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા
આઇસીડીએસ દ્વારા ફૂડ બાળકો અને માતાઓને મળી રહે તેવા પ્રયત્ન કરવા
આયોડિન સોલ્ટ વિટામીનેશન એન્થોકોમેટ્રિક એક્ઝામિનેશન ખાસ કરીને બાળકોનું જેમાં તેની હાઈટ મિડ આમ સર્કલ
હેડ સરકમફરન્સ હાઈટ અને વેઇટ જોવા – B.નેશનલ લેવલ પ્રિવેન્શન
ન્યુટ્રિશનલ પ્રોગ્રામનું પ્લાનિંગ ઈમ્પ્લીમેન્ટેશન અને ઇવોલ્યુશન કરવું
ક્રિષ્ના રિહેબિલિટેશન સેન્ટર બનાવવા
ન્યુટ્રીશનલ ઇન્ટરવેશન પ્રોગ્રામ બનાવવા જેમકે એનેમિયા કંટ્રોલ માટે બાળકો અને પ્રેગ્નેન્ટ માતાઓને આયનો અને ફોલિક એસિડ નું વિતરણ કરવું
સારા ન્યુટ્રીશનલ કોમ્પ્લીમેન્ટેશન માટેની સ્ટેટેજી બનાવવી
રૂરલ ડેવલોપમેન્ટ અને પોપ્યુલેશન અને સ્થિર કરવું
ડાયટ અને ન્યુટ્રીશન સર્વે કરવા
પ્રોબ્લેમને નું પ્રમાણ જાણવા તેમજ તેનું કેરેક્ટર અને કોઈ જાણવા માટે ન્યુટ્રિશનલ સંવેલન્સ કરાવવા વગેરે
▶️Q-3 write short answer (any two)
∎ટૂંક મા જવાબ લખો (કોઈપણ બે) 2×6=12 Marks
▶️a. Write nurses role in school health program – સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં નર્સ ની ભૂમિકા લખો...
Ans.1. હેલ્થ પ્રમોશન અને સ્પેસિફિક પ્રોટેકશન
બાળકોનું ઇમ્યુનાઈઝેશન કરવું
બાળકોને સસ્તુ સારું અને પોષક તત્વો વાળું ભોજન મળી રહે તે માટે ટીચર સાથે મળીને મધ્યાહન ભોજનનું આયોજન કરવું
બાળકો તેના માતા પિતા અને શિક્ષકોને હેલ્થ એજ્યુકેશન આપો
આરોગ્ય વર્તુળ તરફ પોઝિટિવ એટીટ્યુડ નો વિકાસ કરવા માટે બાળકો તેના વાલીઓ અને શિક્ષકોને મદદ કરવી
કાઉન્સેલિંગ કરવું
એજ્યુકેશનલ કેરક્યુલમ માં આરોગ્યને મહત્વ આપવું
સ્કૂલના વાતાવરણનું એક્ઝામિનેશન કરવું
કોમ્યુનિટી નું પાર્ટીશીપેશન મેળવવું
૨. અરલી ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટ
Ans. રેગ્યુલર અને સમયાંતરે બાળકોના આરોગ્યનું મૂલ્યાંકન કરવું
જો તેમાં કોઈ ખામી જણાય તો તેના માતા પિતાને જાણ કરવી
જરૂર જણાય ત્યાં રિફર કરવું તેનું ફોલોઅપ લેવું
સિલેક્ટેડ બાળકોના ઘરે જઈને વિઝિટ કરવી
સ્ટુડન્ટ અને તેના વાલીઓને કાઉન્સિલિંગ કરવું
એન એમ એમ પી એચ ડબલ્યુ અને ફેમિલીને ટીચિંગ આપવું
મન કે ઈંજરી દરમિયાન ફર્સ્ટ એઈડ તેમજ ઈમરજન્સી સારવાર આપવી
3. પ્રિવેશન ઓફ કોમ્પ્લિકેશન અને રિહેબિલિટેશન
Ans. રિસ્ક ફેક્ટરોને દૂર કરીને જે એક્યુટ કન્ડિશન બનતી હોય તેમાં ઘટાડો કરવા માટે મદદ કરવી
બાળકોની સ્પેશિયલ નીડને ઓળખી તેનાથી થતા કોમ્પ્લિકેશન ના નિવારણ કરવા બાળકોનું કાઉન્સેલિંગ કરીને તેમાં જોવા મળતા એડવર્ડ રિએક્શનનું નિવારણ કરવું
કોઈના બીજા કાર્યો
હેલ્થ રેકોર્ડ જાળવવા
આરોગ્ય કાર્યકરો જેમ કે એન એમ એમ પી એચ ડબલ્યુ ડોક્ટર વગેરેને મદદ કરવી
સ્કૂલ હેલ્થ ક્લિનિક નું આયોજન અને તેનું મેનેજમેન્ટ કરવું
હેલ્થ કાઉન્સિલ અને કમિટીમાં ભાગ લેવો
ટીચરને એજ્યુકેશનમાં ભાગ લેવો
આ સિવાય સ્કૂલ હેલ્થ કન્સલ્ટન્ટ પ્રેક્ટિસ પ્લાનર ઓર્ગેનાઇઝર ઓર્ડીનેટર ગાઈડ સુપરવાઇઝર એજ્યુકેટર ટ્રેનર કાઉન્સિલર વગેરે રોલ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં નર્સનો જોવા મળે છે
Ans. આ પ્રોગ્રામ સ્કૂલ લંચ પ્રોગ્રામ તરીકે પણ ઓળખાય છે
ભારતમાં 1961 થી સ્કૂલ મિડ ડે મીલ સ્કીમ ની અમલવારી થાય છે આ નેશનલ ન્યુટ્રિશનલ પ્રોગ્રામનું જ એક ભાગ છે
મિડ ડે સ્કીમ એ એ ભારત સરકાર દ્વારા સ્કૂલ માં જોતા બાળકોનું રાષ્ટ્રીય સ્તરે ન્યુટ્રીશનલ સ્ટેટસ માં વધારો થાય તે માટે સ્કૂલ મિલ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે
ઓબ્જેકટીવ ઓફ મીલ સ્કીમ
બાળકો સ્કૂલમાં એડમિશનમાં વધારો કરવો
બાળકોની સ્કૂલમાં હાજરીમાં વધારો કરવો
બાળકોમાં સાક્ષરતા વધારવી
પ્રિન્સિપલ્સ ઓફ મિડ ડે મીલ પ્રોગ્રામ
મીડે મિલમાં આપવામાં આવતું ભોજન એ સપ્લીમેન્ટ છે તે ઘરમાં લેવામાં આવતા ડાયેટનું સબસ્ટિટ્યૂટ નથી
મીડ ડે મિલમાં અપાતું ભોજન ભોજનથી બોડીની જરૂરિયાત મુજબનું અડધું પ્રોટીન અને વન થર્ડ એનર્જી મળી રહે તેવું હોવું જોઈએ
ભોજન માટે નો ખર્ચ ઓછો હોવો જોઈએ
ભોજન સહેલાઈથી તૈયાર કરી શકાય તેવું હોવું જોઈએ લોકલ જે અવેલેબલ ફૂડ છે તેમાંથી બનાવવું જોઈએ જેથી તેનો ખર્ચ ઘટાડી શકાય મેનુમાં વખતોવખત બદલાવ લાવવો જોઈએ
પરપોઝ ઓફ મિડ ડે મીલ સ્કીમ
બાળકોનું સ્કૂલ એનરોલમેંટ વધારો થાય બાળકોની હાજરી વધે
બાળકોમાં ન્યુટ્રીશનલ સ્ટેટસ માં વધારો થાય
પ્રથમ ધોરણથી આઠમા ધોરણ સુધીમાં ભણતા સરકારી શાળાના દરેક બાળકોમાં ન્યુટ્રીશનલ સ્ટેટસ માં વધારો થાય
ગરીબ બાળકો સ્કૂલમાં રહે તે માટે પ્રોત્સાહિત થાય બાળકોને પ્રાથમિક સ્ટેજમાં જ ન્યુટ્રિશનલ સપોર્ટ મળી રહે
ફૂડ રીપેરેશન કરવા માટેના સજેશન
ફૂડને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવું જોઈએ બ્રોકન વીટ કરતા આખા વીટ નો ઉપયોગ કરવો જોઈએ ચોખા અનપોલિસ્ટ હોવા જોઈએ એક ડીશ વેજીટેબલ સાથેની હોવી જોઈએ સીરીયલ અને પલ્સ સીસ નો સાથે ઉપયોગ કરવો જોઈએ ફણગાવેલા કઠોળ નો ખાસ સમાવેશ કરવો જોઈએ ફર્મેન્ટેશનથી ન્યુટ્રીટી વેલ્યુમાં વધારો કરવો જોઈએ રાંધતી વખતે ન્યુટ્રીયંટ નું વેસ્ટિજ ન થાય તે માટેનું ધ્યાન રાખવું જોઈએ વધુ પડતું કુકિંગ એવોર્ડ કરવું જોઈએ વારંવાર ઉકાળેલું તેલ ન વાપરવું જોઈએ ગાજર અને મૂળાના પાંદડાઓનો પણ ઉપયોગ કરવો જોઈએ આયોડાઈઝ સોલ્ટનો ઉપયોગ કરવો જોઈએ
મીડે મીલ સ્કીમ ના ફાયદાઓ
શાળાઓમાં એડમિશનમાં વધારો થાય છે બાળકો દરરોજ સ્કૂલે આવે છે જેથી તેની હાજરીમાં વધારો થાય છે બાળકોનો તંદુરસ્ત વિકાસ કરવામાં મદદ કરે છે બાળકોમાં ઘણા બધા પ્રકારની ગુડ હેલ્થ હેબિટ નો વિકાસ કરવાની તક મળે છે દાખલા તરીકે હેન્ડ વોશિંગ સામાજિક સમાનતા નો વિકાસ કરવા માં મદદ કરે છે જેન્ડર ઇક્વાલિટી માં વધારો કરવામાં મદદ કરે છે બાળકોમાં કોગ્નિટિવ ઈમોશનલ અને સોશિયલ ડેવલપમેન્ટને ફેસીલેટેડ કરે છે
મિડ ડે મિલ પ્રોગ્રામમાં નર્સનો રોલ
મિડ ડે મીલ પ્રોગ્રામના મોનિટરિંગ અને ઇમ્પલીમેન્ટેશનમાં નર્સ નો રોલ ખૂબ જ અગત્યનો છે
નર્સ એ કાયમી સ્કીમ નું મોનિટરિંગ કરવું કરવાનું હોય છે
રસોઈ બનાવવાનું સ્થળ તેની ચોખ્ખાઈ વગેરેને મોનિટર કરવું
મેન ભોજન નું મેનુ બનાવવામાં અને બનાવવામાં મદદ કરે છે
Ans. ક્લિનિક ગીચ એરીયા તેમજ માર્કેટ અને સ્કૂલથી દૂર હોવું જોઈએ
ક્લિનિક લોકો સહેલાઈથી પહોંચી શકે તેવી જગ્યાએ હોવું જોઈએ ત્યાં સુધી પહોંચવા માટે વાહન વ્યવહાર ની સગવડતા હોવી જોઈએ અથવા લોકો ચાલીને પહોંચી શકે તેટલું નજીક હોવું જોઈએ
ક્લિનિક બિલ્ડીંગ સારું અને સગવડતા વાળું અને તેમાં જાણીતી જગ્યાએ હોવું જોઈએ ક્લિનિક નું માં સ્ત્રીઓને (A.N.C) બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ
ક્લિનિકમાં સગર્ભા માતા ની પ્રાઇવેસી જળવાઈ રહે તે માટે એક્ઝામિનેશન રૂમ ટેબલ અને સ્ક્રીન હોવા જોઈએ
ઇન્વેસ્ટીગેશન રૂમ તથા પીવાના પાણીની સગવડતા હોવી જોઈએ
ડોક્ટર રૂમ લેબોરેટરી ઓફિસ એ દરેક રૂમ અલગ અલગ હોવા જોઈએ
ક્લિનિક નું બિલ્ડીંગ પાકુ બાંધેલું હોવું જોઈએ તેમજ ફ્લોર નો એરીયા સિમેન્ટ અથવા તો ટાઇલ્સ વાળો હોવો જોઈએ
ક્લિનિક નું રૂપ સિમેન્ટ કોંક્રેટના સ્લેબ વાળું અથવા તો સિમેન્ટના પતરાવાળું હોવું જોઈએ ફ્લોર લીસી ન હોવી જોઈએ કે જેથી લાભાર્થી સ્લીપ થઈને ઇન્જર્ડ થઈ જાય
બિલ્ડીંગ પૂરતા હવા ઉજાસ વાળું તેમજ 24 કલાક ઇલેક્ટ્રિસિટી સપ્લાય મળી રહે તે પ્રકારનું તેમજ લાભાર્થીને દરેક પ્રકારની સારવાર મળી રહે તે પ્રમાણેનું હોવું જોઈએ
રૂમ ક્લિનિકમાં પૂરતા પ્રમાણમાં રૂમ હોવા જોઈએ જેમ કે વેઇટિંગ રૂમ સેન્ટ્રલ રજીસ્ટ્રેશન રૂમ લેબોરેટરી ક્લાર્ક રૂમ વગેરે હોવા જોઈએ
ક્લિનિકના રજીસ્ટર કાર્ડ તેમજ ફોલ્ડર નંબર વાઇસ ગોઠવી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ અને આના માટે રજીસ્ટ્રેશન રૂમ અલગ હોવો જોઈએ ડોક્ટર એક્ઝામિનેશન અને કન્સલ્ટિંગ રૂમ તેમજ કોન્ફરન્સ રૂમ વગેરે ની સગવડતા હોવી જોઈએ
નર્સિસના ટીચિંગ એન્ડ કોન્ફરન્સ રૂમમાં ઇમ્યુનાઈઝેશન કરી શકાય તેમજ હેલ્થ એજ્યુકેશન અથવા તો હેલ્થ ટીચિંગ આપી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેમાં ટીવી ન્યુઝ પેપર મેગેઝીન વગેરે હોવા જોઈએ ડ્રિંકિંગ વોટર ટોયલેટ વોશબેસિન લેટરીન વગેરેની વ્યવસ્થા હોવી જોઈએ
ક્લિનિકમાં એન્ટ્રન્સ અને એક્ઝિટ માટે અલગ અલગ ડોર અથવા તો ફેસિલિટી હોવી જોઈએ જેથી કરીને એક જગ્યા પર લોકોની ભીડ એકઠી થાય નહીં
ક્લિનિકમાં ફર્નિચર જરૂરિયાત પ્રમાણેનું તેમજ વર્કિંગ કન્ડિશનમાં હોવું જોઈએ વેઇટિંગ રૂમમાં બેસવા માટે બેન્ચીસ અથવા તો ચેર ખાલી હોવી જોઈએ ઉપરાંત રજીસ્ટ્રેશન રૂમમાં ત્રણથી ચાર ચેર તેમજ ત્રણથી ચાર ટેબલ હોવો જોઈએ નર્સિંગ રૂમમાં ટેબલ ત્રણથી ચાર રેકોર્ડ રાખવા માટે રજીસ્ટર બોર્ડ એક્ઝામિનેશન ટેબલ વગેરે હોવા જોઈએ ડોક્ટર કન્સલ્ટિંગ તેમજ એક્ઝામિનેશન માટે ટેબલ ચેર તેમજ એક્ઝામિનેશન ટેબલ્સ સ્ક્રીન વગેરેની વ્યવસ્થા હોવી જોઈએ
ફિઝિકલ એક્ઝામિનેશન માટે બ્લડ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સ્ફીગ્મોમેનોમીટર ટોર્ચ ટંગ સ્ટેચ્યુલા હેમર થર્મોમીટર હાઈટવેટ મશીન તેમજ ગાયનેક એક્ઝામ માટે વજાયન સ્પેક્યુલમ વજાઈનર સર્વાઇકલ હોલસેલમ વગેરે પૂરતા પ્રમાણમાં લીનન તેમજ સીટ મેટ્રેસ સ્ક્રીન ટોવેલ નેપકીન વગેરે હોવા જોઈએ જરૂરી સ્ટેશનરી જેમ કે રજીસ્ટર પેપર પેડ પંચ ફાઈલ ઓપીડીકેસ પેપર વગેરે હોવા જોઈએ એવી એઇડ્સ જેવા કે ક્લિક બુક પેમ્પલેટ રોલર બોર્ડ ઓવર હેડ પ્રોજેક્ટર કોમ્પ્યુટર લેપટોપ વગેરે સાધનો હોવા જોઈએ જેથી કરીને હેલ્થ એજ્યુકેશન સારું અને અસરકારક આપી શકાય જરૂરી મેડિસિન જેવી કે ટેબલેટ આઈ એમ ફોલિક એસિડ બી કોમ્પ્લેક્સ કેલ્શિયમ વગેરે તેમજ એન્ટિસેફટીક લોશન જેવા કે સ્પિરિટ ડેટોલ સેવલોન બીટાડીન વગેરે હોવા જોઈએ ઉપરાંત જરૂરી ટેસીંગ મટિરિયલ જેમાં ગોલ્ડ પીસ કોટન પેડ બેન્ડેજ વગેરે મટીરીયલ પણ હોવું જોઈએ
ક્લિનિક સારી રીતે ચાલે તે માટે પહેલા દરેક પ્રકારની સગવડતા ક્લિનિકમાં હોવી જોઈએ લોકોના સહકાર ક્લિનિક માટે ખૂબ જ અગત્યની બાબત છે સાર્વજનિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ મહિલા મંડળો યુવક મંડળ તેમજ વોલ્યુન્ટરી સંસ્થાઓ વગેરેનો સહકાર ક્લિનિક માટે ખૂબ જ અગત્યનો છે ક્લિનિક જે જગ્યાએ ચલાવવાનું છે તે ગામની સોશિયલ ઇકોનોમિકલ કન્ડિશન પ્રમાણે તેમજ લોકો ક્લિનિકમાં સરળતાથી આવી શકે તે માટેની વ્યવસ્થા તેમજ ક્લિનિકમાં કમ્પોઝિશન મુજબ આરોગ્ય માટેનો ફિલ્મશો લાઇટ રીફ્રેશ મેન્ટ વગેરેની વ્યવસ્થા હોવી જોઈએ
▶️d. Describe the efect of pollutedair on health & Write preventive and controlling measures of it. – અશુદ્ધ હવાની આરોગ્ય પર થતી અસરો લખી તેના નિવારણ અને નિયંત્રણનાં ઉપયોગ જણાવો .
Ans. અશુદ્ધ હવાની તંદુરસ્તી પર વહેલી કે મોડી અસર થાય છે જેમાં એકક્યુટ બ્રોન્કાઇટીસ જેવી કન્ડિશન થવાની શક્યતા રહે છે
વહેલી અસરમાં ખાસ કરીને રેસ્ટ્રેપાયરેટરી ટ્રેક પર ખૂબ જ જલ્દી અસર થાય છે જો એર પોલ્યુશન વધુ હોય તો ઘણી વખત શ્શવાસકો ના લીધે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે આવું 1948 માં લોસ એન્જેલિસમાં તેમજ 1972માં લ****** બન્યું હતું અને એર પોલ્યુશન એપિડેમિક કહેવામાં આવે છે
એર પોલ્યુશન ની બીજી અસર પણ થાય છે જેમાં કેટલીક બીમારી જેમ કે ન્સર અને બીજા શ્વસનતંત્રના રોગો પણ થાય છે
માણસ ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીઓની લાયક પણ ડિસ્ટર્બ થાય છે ખૂબ લાંબી અસરો જોઈએ તો લાંબા ગાળે સડી જાય છે બિલ્ડીંગ ડેમેજ થાય છે પહાડ ઘસાઈ જાય છે વગેરે અસરો થાય છે
એર પોલ્યુશન ઓછું કરવા માટે ભરત સરકારે ઈસવીસન 1981માં પ્રીમિનેશન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશન એક તો બહાર પાડેલ છે
(પ્રિવેશન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશન)
1. કન્ટેનમેન્ટ: આમાં એર પોલ્યુશનનો કંટ્રોલ તેની ઉત્પત્તિના સ્થાનેથી થવું તેવું નક્કી થયેલું છે જે ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં એન્ડ ક્લોઝર વેન્ટિલેશન તથા એર ફયૂલિગ સિસ્ટમ દાખલ કરીને થઈ શકે છે
2. રિપ્લેસમેન્ટ: આમાં બળતણ માટે કોલસા તથા ડીઝલ પેટ્રોલ ગેસ વગેરેનો ઉપયોગ ઓછો કરી ઇલેક્ટ્રિકલ્સ વપરાશ વધુ રાખવો એવું સૂચન કરવામાં આવેલ છે જેથી એર પોલ્યુશન ઓછું થાય
૩. ડાયલ્યુશન:ઔદ્યોગિક કારખાના અને રહેણાંક વિસ્તારોની વચ્ચે ઝાડ ઉગાડવાથી એર પોલ્યુશનનું પ્રમાણ ઓછું થઈ શકે છે
4. લેજીસલેસન્સ એટલે કે કાયદાકીય રીતે: ઘણા દેશોમાં એર પોલ્યુશન અટકાવવા માટે સ્પેશિયલ કાયદા બનાવેલ છે જેનું પાલન ત્યાં રહેતા દરેક વ્યક્તિએ ફરજિયાત પણે કરવાનું હોય છે
▶️Q-4 write short notes (Any Three) – ટૂંક નોંધ લખો (કોઈપણ ત્રણ) ૩x4=12 Marks
▶️a. processofcommunication – પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન
Ans.જેમાં સેન્ડર / સોર્સ : આ વ્યક્તિ મેસેજની ગોઠવણી કરનાર છે. અસરકારક કોમ્યુનીકેટરમાં નીચે મુજબના ગુણ હોવા જોઈએ તેનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ ઓડિયન્સ ની જરૂરિયાત અને ઇન્ટરેસ્ટ મુજબ મેસેજ હોવો જોઈએ મેસેજ ની અસરકારકતા તેના પોતાના સોશિયલ સ્ટેટસ તેનું નોલેજ અને તેની કોમ્યુનિટીમાં વેસ્ટિજના આધારે જોવા મળે છે
૨. મેસેજ: મેસેજ એટલે કોમ્યુનિકેટર પાસે જે માહિતી હોય તે લોકો સમજવા ઈચ્છા ધરાવે અને તે મુજબ કાર્ય કરવાની ઈચ્છા ધરાવે તેવો હોવો જોઈએ સારા મેસેજમાં હંમેશા નીચે મુજબની બાબતો હોવી જોઈએ મેસેજનો ચોક્કસ હેતુ હોવો જોઈએ મેસેજ સ્પષ્ટ અને સમજી શકાય તેવો હોવો જોઈએ મેસેજની આઉટલાઈન હોવી જોઈએ મેસેજ સમય સૂચક અને માંગણી સાથે નો હોવો જોઈએ
તે જરૂરિયાત ના પાયા પર આધારિત હોવું જોઈએ
કોડિંગ: માહિતી કે વિચારોને એ કન્ટેન્ટને કોડમાં કન્વર્ટ કરવા દાખલા તરીકે શબ્દો ચિત્ર એક્શન વગેરેમાં તેને એન કોડિંગ કહે છે
ચેનલ ઓફ કોમ્યુનિકેશન: ચેનલ એ સેન્ડલ અને રીસીવર વચ્ચેના સંદેશાવ્યવહારનું માધ્યમ છે આખું કોમ્યુનિકેશન તેના ત્રણ માધ્યમની સિસ્ટમ દ્વારા જોવા મળે છે જેમ કે ઇન્ટર પર્સનલ કોમ્યુનિકેશન દાખલા તરીકે કાઉન્સેલિંગ અને ટ્રેડિશનલ મીડિયા જેમ કે પપેટ શો નવતનકી વગેરે આ ઉપરાંત માસ મીડિયા જેમ કે રેડિયો ટેલીફોન ટેલિવિઝન પોસ્ટર ફિલ્મ વિડીયો વગેરે માસ મીડિયા નો ઉપયોગ ખૂબ જ મોટી સંખ્યાની લોકો માટે કરી શકાય હાલના હાઇટેક સમયમાં મોબાઇલ ઇમેલ વોઈસ મેલ ઇન્ટરનેટ અને બ્લોગ વગેરેનો પણ ચેનલ તરીકે ઉપયોગ કરી શકાય
રીસીવર: દરેક કોમ્યુનિકેશનમાં રીસીવર તો હોવો જ જોઈએ ઓડિયન્સ વગર કોમ્યુનિકેશનનો કોઈ જ અર્થ નથી માત્ર ઘોઘાટ છે.
ડીકોડિંગ: કોડને ખોલવું તેને ડીકોડિંગ કહે છે એનો મતલબ કે તેમણે જે કન્ટેન્ટ રીસીવ કર્યું છે તેનો તે મિનિંગ એટલે કે અર્થ આપે છે.
ફીડબેક :આ રીસીવર કે ઓડિયન્સથી સેન્ટર સુધી માહિતી પહોંચાડતો એક ફ્લો છે જે મેસેજ નું ઓડિયન્સ નું રિએક્શન છે જો મેસેજ ક્લિયર ના હોય તો તે સ્વીકાર્ય નથી તો ઓડિયન્સ તેને રિજેક્ટ કરશે ફીડબેક સિસ્ટમથી સેન્ટરને તેનું તેના મેસેજ ના સ્વીકાર્યતા વધારવાની તક મળે છે સામાન્ય રીતે ફીડબેક પોલ ઇન્ટરવ્યૂ સર્વે વગેરે દ્વારા લેવામાં આવે છે.
▶️b. Golden rules to Prevent Vitamin Loss – વિટામીનને નાશ થતા અટકાવવા ના નિયમો
Ans. કાપતા પહેલા શાકભાજીને ધોઈ લો
પલાળવા માં અથવા ધોવા માં પોષક તત્વોની ખોટ ઘટાડવા માટે સમય ઘટાડવો જોઈએ
શાકભાજીને મોટા ટુકડાઓમાં કાપો જેથી રાંધતી વખતે અને ધોતી વખતે પાણીમાં વિટામીન ઓછો સંપર્ક થાય
શાકભાજી અને ફ્રુટ ને સુધારતી વખતે તેની ઉપરની પાતળી છાલ ને દૂર કરવા માટે પીલરનો ઉપયોગ કરો કારણ કે તે માત્ર છાલ ખૂબ જ પાતળો પડ.દૂર કરવામાં મદદ કરે છે
રસોઈ માટે ઓછામાં ઓછું પાણી વાપરો.પાણી ઉકાળો પછી શાકભાજી નાખવા જેથી ન્યુટ્રીયન્ટ જળવાઈ રહે
શાકભાજીને બાફવા અને પ્રેશર-કુકિંગ દ્વારા રાંધવા જેથી ન્યુટ્રીયન્ટ જળવાઈ રહે .
રસોઈ કરતી વખતે વાસણને ઢાંકણથી ઢાંકી દો કારણ કે તે રસોઈ માટે ઓછો સમય લે.
શાકભાજીને રાંધતી વખતે સોડાનો ઉપયોગ ન કરો કારણ કે તે જરૂરી વિટામિન્સ નાશ કરે છે
વેજીટેબલ સલાડ જમવા સમયે જ તૈયાર કરવા જેથી પોષક તત્વોન જાળવાઇ રહે .
સલાડમાં લીંબુનો રસ અથવા વિનેગર જેવા એસિડનો ઉપયોગ કરવો જે વિટામિન C નો નાશ થતો અટકાવે છે કારણ કે વિટામિન C એસીડીક માધ્યમ માં સ્ટેબલ રહે છે
▶️c. Anganwadi– આગણવાડી
Ans. ભારતીય ભાષાઓમાં આંગણવાડી શબ્દનો અર્થ થાય છે “આંગણનું આશ્રય”. બાળકોની ભૂખ અને કુપોષણ સામે લડવા માટે સંકલિત બાળ વિકાસ સેવા કાર્યક્રમના ભાગરૂપે 1975માં ભારત સરકાર દ્વારા તેઓની શરૂઆત કરવામાં આવી હતી.
આઇ. સી. ડી. એસ. યોજના આંગણવાડી કાર્યન્વીત છે. જેમાં ૬ માસથી ૬ વર્ષ નાં બાળકો અને સગર્ભા માતા, ધાત્રીમાતા, અને 11 થી 18 વર્ષની કિશોરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં લાભાર્થીઓ આં.વા. કેન્દ્રો મારફત પુરક પોષણ અને પુર્વ. પ્રાર્થમિક શિક્ષણ તથા રોગપ્રતિકારક રસીઓ તથા સંદર્ભ સેવા આપવામાં આવે છે.
આંગણવાડીમાં આં. વા. કાર્યકર મારફત બાળકોને પુરક પોષણ અને પૂર્વ પ્રાર્થમિક શિક્ષણ ૬ – માસ થી ૫ વર્ષનાં બાળકો / કિશોરીઓને આપવામાં આવે છે. ફોર્ટીફાઇડ આટો, ન્યુટ્રીકેન્ડી, બાલભોગ પેકેટ , તથા ચણા પુરક પોષણ માટે આપવામાં આવે છે.
ભારતીય ભાષાઓમાં આંગણવાડી શબ્દનો અર્થ થાય છે “આંગણનું આશ્રય”. બાળકોની ભૂખ અને કુપોષણ સામે લડવા માટે સંકલિત બાળ વિકાસ સેવા કાર્યક્રમના ભાગરૂપે 1975માં ભારત સરકાર દ્વારા તેઓની શરૂઆત કરવામાં આવી હતી.
આંગણવાડી ના કર્યો:-
બાળકો નુ હેલ્થ-ચેકઅપ કરવું અને ગ્રોથ ચાર્ટ મોનિટરિંગ કરવો
બાળકો ને પુરક પોષણ પુરુ પાડ્વુ
પ્રિ-સ્કુલચિલ્ડ્રેન ને ફોર્મલ એજ્યુકેશન આપવું
રેફરલ સર્વિસ આપવી
આરોગ્ય કાર્યકરો સાથે મળી ને કાર્ય કરવુ
▶️d. Factors affecting on B.M.R – બી એમ આર પર અસર કરતા પરિબળ….
Ans.વેરીએબલ ફેક્ટર ન્યુટ્રિશનલ સ્થિતિ સારા નરિશમેન્ટ કરતા માલ નરીશ વ્યક્તિમાં બીએમઆર ઓછો જોવા મળે છે ભૂખમરાની સ્થિતિમાં બીએમઆર માં ઘટાડો થાય છે.
બોડી સાઈઝ અને સરફેસ એરિયા:બી એમ આર એ બોડી સાઇઝના સરફેસ એરિયાના પ્રમાણ મુજબ હોય છે વધુ સરફેસ એરીયા માં વધુ હીટ લોસ થાય છે જે હિટ પ્રોડક્શન અને બી એમ આર માં વધારો કરે છે.
બોડી કમ્પોઝિશન: જે લીન બોડી માસ એલપીએમ ના પ્રમાણમાં જોવામાં આવે છે જો બોડીમાં વધુ પ્રમાણમાં હોય તો ઓછો હોય છે.
એન્ડોક્રાઇનો અને હોર્મોનલ સ્થિતિ: હાઇપર થાઇરોડિઝમમાં બી એમ આર વધે છે જ્યારે હાઇપોથાઇરોડીઝમ માં બી એમ આર માં ઘટાડો થાય છે.
વાતાવરણ નું તાપમાન અને ક્લાઈમેટ:શિયાળાની ઋતુમાં બી એમ આર ઊંચો હોય છે જ્યારે સમ આબોહવા વાળા વિસ્તારમાં ઓછો હોય છે ઇન્ફેક્શન બંધ કેન્સર સ્ટ્રેસ વગેરે બીએમઆર વધારે છે.
ડ્રગ્સ: કેફેન નિકોટીન બીએમઆર વધારે છે બીટા બ્લોકર બીએમઆર માં ઘટાડો કરે છે.
ઇન વેરિયેબલ ફેક્ટર જેબીએમઆર ના અફેક્ટ કરે છે.
જેન્ડર: પુરુષોમાં મહિલાઓ કરતા વધુ બીએમઆર હોય છે ઘણી વખત સેક્સ ફોર્મો ના ડિફરન્ટ ના કારણે પણ જોવા મળે છે.
ઉમર : bmr ઉમર વધવાની સાથે ઘટે છે કારણ કે ઉંમર વધવાથી એલ બી એમ અને એડી પોઝ ત્રિશુના પ્લેસમેન્ટમાં ઘટાડો આવે છે જેથી મેટાબોલિઝમ ઘટે છે.
▶️e. purificationof water by Rapid sand – રેપિડ સેન્ડ ફિલ્ટરેશન અથવા મિકેનિકલ ફિલ્ટરેશન
પ્રથમ રેપિડ સેન્ડ ફિલ્ટરેશન ની શરૂઆત 1885 માં યુએસએ માં થઈ રેપિડ સેન્ડ ફિલ્ટરેશનના બે પ્રકાર છે એક પ્રેશર ટાઈપ બીજું ગ્રેવિટી ટાઈપ માટે નીચે પ્રમાણેના સ્ટેપ નો ઉપયોગ કરવામાં આવે છે.
કોગ્યુલેશન: આમાં રો વોટર ને પહેલા કેમિકલી કોગ્યુલંટ કરવામાં આવે છે જેમાં ફટકડી વાપરીને ડોહાશ ઓછી કરવામાં આવે છે ફટકડીનો ડોઝ પાંચ થી 40 મિલિગ્રામ પર લીટર ડહોળાસના પ્રમાણમાં વાપરવામાં આવે છે.
મિક્સિંગ ચેમ્બર:આમાં ફટકડી નાખ્યા પછી પાણીની થોડા સમય માટે મિક્સિંગ ચેમ્બરમાં ભરી રાખવામાં આવે છે અને તેમાં સ્પેશિયલ સાધન વડે પાણીમાં ફટકડી નાખવામાં આવે છે ફટકડી બરાબર મિક્સ થયા પછી ત્રીજા સ્ટેપમાં જવા દેવામાં આવે છે.
લોકેશન આમાં પાણીની પોપ્યુલેશન ચેમ્બરમાંથી પસાર કરવામાં આવે છે જ્યાં તેને ધીમે ધીમે 30 મિનિટ સુધી સ્પેશિયલ સાધન વડે હલાવવામાં આવે છે જેના લીધે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઈડ વધુ પ્રમાણમાં ઘટ્ટ બને છે.
સેડીમેનટેશન માં: પાણીને સેડીમેન્ટેશન ટેન્કમાં ભરવામાં આવેલ છે જેમાં તેને બે કલાકથી માંડી છ કલાક સુધી રાખવામાં આવે છે જેથી તેમાં એલ્યુમિનિયમ હાઈડ્રોક્સાઈડ અને બીજી અશુદ્ધિ ટેન્ક ના તળિયે બેસી જાય છે અને પાણી શુદ્ધ બને છે.
ફિલ્ટરેશન આ તબક્કામાં પાણી 99% શુદ્ધ થાય છે રેપિડ સેન્ડ ફિલ્ટરેશનમાં પણ સ્લો ફિલ્ટરેશન ની જેમ જ હોય છે. ફિલ્ડરેશન મીડિયા સેન્ડ છે અને ફિલ્ટર થયેલ પાણી હોલ વાળા પાઇપ મારફતે ભેગું થાય છે. આમાં પણ સ્લો સેન્ડની માફક બેડ પર પાતળું લેયર બનાવવામાં આવે છે જે સ્લો સેન્ડ ફિલ્ટર ના લેયર જેવું જ હોય છે. ફિલ્ટરેશનના કારણે તેના પર અશુદ્ધિ એકઠી થાય છે. જેથી તે જલ્દીથી ગંદુ થાય છે. અને બેનને સાફ કરવાની જરૂર પડે છે. જેને બેડ વોશિંગ પ્રોસેસ કહે છે .સેન્ડ બેડ ની અશુદ્ધિને પાણીનું રિવર્સ ઓ છોડી શુદ્ધ કરવામાં આવે છે. આ શુદ્ધ કરવા માટેનો સમય 15 થી 20 મિનિટ જેટલો હોય છે. ત્યારબાદ બેડ ફરીથી વાપરવા તૈયાર થાય છે સ્લો સેન્ડ અને રેપિડ સેન્ડ ની રીત થોડી અલગ છે. કારણ કે સ્લો સેન્ડમાં એક વખત પાણી ફિલ્ટર થયા પછી આખી બેડ ફરી બનાવવામાં આવે છે. જ્યારે એપીડી સેન્ડમાં બેડ વોશિંગ પછી ફિલ્ટર બેડ ફરી ઉપયોગમાં લઈ શકાય છે.
▶️Q-5Define following (Any Six) વ્યાખ્યા આપો (કોઈ પણ છ) 6 x 2 =12
1.Health Education – હેલ્થ એજ્યુકેશન : આલ્મા આટા (1978) મુજબ ” હેલ્થ એજ્યુકેશન એ એક એવો પ્રોસેસ છે કે જે લોકો ની હેલ્થ પ્રેક્ટિસ મા નોલેજ અને વર્તણુક સબંધિત ફેરફારો લાવવા પ્રોત્સહિત થાય તેમજ હેલ્થ બાબતે વ્યક્તિગત હેલ્થી રહી શકે અને જરુરિયાત મુજબ મદદ મેળવી શકે.
2. Kilocalorie–કીલો કેલરી :એક કિલો પાણી ના તાપમાન ને 1* C વધારવા માટે જરૂરી હિટ એનર્જી નો જથ્થો છે જેને કિલો કેલરી કહે છે.
૩.Fomite – -ફોમાઈટ:ઇન્ફેક્ટેડ વ્યક્તિ એ વપરાશ કરેલી વસ્તુઓ જેવી કે પહેરેલા કપડા, ઉપયોગ મા લિધેલા વાસણો ફર્નિચર વગેરે પણ ઇન્ફેક્ટેડ હોય છે જે ચેપ ફેલાવી શકે જેને ફોમાઈટ તરિકે ઓળખવા મા આવે છે.
4.Carrier -કેરિયર: કેરિયર એટ્લે કે જે પેથોજન નું વહન કરતા હોય તેમની અંદર પેથોજન ની હાજરી હોય પરંતુ તેમા કોઈ ડિસિઝ ના કોઇ સાઇન સિમ્ટમ્સ જોવા મળતા નથી પરંતુ બીજી વ્યક્તિ ને ચેપ લગાવી શકે છે જેને કેરિયર કહે છે.
5.pandemic -પેન્ડેમીક
જ્યારે કોઇ ચેપીરોગ આખા વિશ્વ મા ફેલાય ત્યારે તે ડિસિઝ પેંન્ડેમિક થયો કહેવાય.દા.ત. કોવિડ -19
or
પેન્ડએમિક એટલે કે કોઈપણ રોગ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટ અને એક કન્ટ્રીથી બીજા કન્ટ્રીમાં ફેલાય અને આખા વિશ્વમાં જોવા મળે તેને પેંડામિક કહે છે
દા. ત . સ્વાઇન ફ્લુ કોવિડ 19 વગેરે
6.Quarantine – ક્વોરેનટાઈન:જ્યારે કોઇ વ્યક્તિ કે પ્રાણી ને ઇન્ફેક્શન થાય ત્યારે તે ચેપ લગાવી શકે તે સમય સુધી તેને બિજા લોકો થી અલગ રાખવા મા આવતા સમયગાળા ને ક્વોરેનટાઈન કહે છે.
7.Therapeutic Diet -થેરાપ્યુટીક: થેરાપ્યુટિક ડાયટ એટલે ખોરાકમાં અમુક પોષક તત્વો નો સમાવેશ કરવો અને કંટ્રોલ કરવો જે મેડિકલ ટ્રીટમેન્ટનો જ એક ભાગ છે જે સામાન્ય રીતે ફિઝિશિયન અને ડાયેટિશ્યન દ્વારા પ્રિસ્ક્રાઈબ કરવામાં આવતો હોય છે અને ડાયેટિશ્યન દ્વારા તેને પ્લાન કરવામાં આવે છે.
8.Contamination – કન્ટામીનેશન : એટલે કોઈ વસ્તુને ઇમ્પ્યોર અન ક્લિન પોલ્યુટેડ કે પોઈઝનિંગ બનાવવી ખાસ કરીને કોઈ વસ્તુ કે વ્યક્તિને બેક્ટેરિયા વાયરસ ફૂગ વગેરેનો કોન્ટેક્ટ થવો.
▶️Q.6 ( A) fill in the blanks .ખાલી જગ્યા પુરો. 05
LYCF is stand for _________ IYCF નું પૂરુ નામ___ઇંન્ફટ એન્ડ યંગ ચાઇલ્ડ ફિડિંગ
plague is sprecad by _________પ્લેગનો ફેલાવો _ઉંદર_દ્વારા થાય છે.
RNTCP is stand for _________RNTCP પૂરું નામરિવાઇઝ્ડ નેશનલ ટ્યુબર્ક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ છે.
1st dose MR vaccine is given at _______age of child -એમ .આર .સરીનો પેહેલો ડોજ બાળકને_9 મહિના ઉમરે આપવામાં આવે છે .
C.H.C cover 1,20000 population in plain સી .એસ .સદા વિસ્તારમાં_______વસ્તી ને કવર કરે છે .
▶️Q.6 (B)અહી M.C.Q. છે તે એપ્લીકેશન માં આપેલા છે
▶️Q.6 (c)Match the following. જોડકા જોડો .
1 ) Scurvy-સ્કર્વિ a) Nicotinic acid -નીકોટીનીક એસિડ
2) Rickets – રીકેટસ b ) Deficiency of Vitamin ‘ વિટામિન સી ની ઉણપ
3) Pellagra – પેલાગ્રા c) Deficiency of Vitamin વિટામિન ડી ની ઉણપ