skip to main content

FY-GNM-GNC-CHN-1-sample GNC-Solved Paper-2019

SAMPLE GNC SOLVED EXAM PAPER

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-

  1. પેપર મળ્યા બાદ સૌપ્રથમ પેપરને એક વખત વાંચવુ જેથી દરેક પ્રશ્નો વિશે માહિતગાર થઈ શકાય.
  2. પેપરમાં બને ત્યાં સુધી બ્લુ પેન નો ઉપયોગ કરવો જરૂર જણાય ત્યાં બ્લેક બોલપેન નો ઉપયોગ કરી શકાય આ સિવાય કોઈ પણ પેન નો ઉપયોગ કરવો નહીં.
  3. પેપરમાં કોઈપણ છાપ છોડતી હોય અથવા આઇડેન્ટિટી બતાવતી હોય તેવી કોઈ પણ પેટર્ન જેમકે લાઇન,બોક્સ,સર્કલ વગેરે જેવી કોઈ પણ પેટર્નનો ઉપયોગ કરવો નહીં.
  4. પેપરમાં માગ્યા મુજબ જરૂર જણાય ત્યા સચોટ આકૃતિ દર્શાવવી.
  5. કવેશ્ચન પેપર માં સીટ નંબર સિવાય કોઈપણ અન્ય પ્રકારના લખાણો કરવા નહીં.
  6. કવેશ્ચન માં પુછાયેલા પ્રશ્નો જવાબ આપતા પહેલા ધ્યાનથી બે વખત વાંચવા માગ્યા મુજબનો જ જવાબ આપવો જવાબ આપતી વખતે માર્ક્સના વેઇટેજને ખાસ ધ્યાનમા રાખવું.

▶️Q-1  a.Define health team ( હેલ્થ ટીમ ની વ્યાખ્યા આપો)  ૦૩ marks   

  Ans. હેલ્થ ટીમ એ ઘણા બધા વ્યક્તિઓ નું એક જૂથ છે જે કોમ્યુનીટી અને હોસ્પિટલ માં હેલ્થ ને સારી રાખવા માટે બધા સાથે મળી ને કામ કરે છે જેમાં ટીમ નાં દરેક સભ્યોનું જ્ઞાન ,લાયકાત ,સ્કીલ,ક્ષમતા પર્સનાલીટી અલગ અલગ હોય છે .હેલ્થ ટીમ માં મેડીકલ અને નોન-મેડીકલ કર્મચારીઓ નો સમાવેશ થાય છે જે એક બીજા નાં પુરક થઇ ને કામ કરે છે. જે સરકાર દ્વારા લાગુ પડતા નીતિ -નિયમો અનુસાર કામ કરે છે.

દા.ત :- PHC ની હેલ્થ ટીમ જેમાં મેડીકલ ઓફિસર ,ફાર્માસિસ્ટ ,લેબોરેટરી ટેકનીશ્યન ,મેલ હેલ્થ સુપરવાઈઝર ,ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ,ફેમલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર વગેરે….

▶️Q-2 List out the indicators of Health and write advantages of health indicator (હેલ્થ નિર્દેશકના પ્રકાર જણાવી તેના ફાયદા લખો) 08 marks

  • હેલ્થના અલગ અલગ કન્સેપ્ટ અનુસાર ઘણા બધા હેલ્થના ઇન્ડિકેટર છે
  • ઇન્ડિકેટર હેલ્થને ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ પ્રભાવિત કરે છે

1. ડાયરેક્ટ અથવા સ્પેસિફિક ઇન્ડિકેટર

  • મોર્ટાલિટી ઇન્ડિકેટર
  • મોરબીડીટી ઈન્ડીકેટર 
  • ડીસેબિલિટી ઇન્ડિકેટર
  • હેલ્થ પોલિસી ઇન્ડિકેટર
  • હેલ્થ કેર ડીલેવરી ઇન્ડિકેટર

2. ઇનડાયરેક્ટ અથવા તો જનરલ ઇન્ડિકેટર

  • મોર્ટાલિટી ઇન્ડિકેટર
  • મોરબી ડીટી ઈન્ડીકેટર 
  • ડીસેબિલિટી ઇન્ડિકેટર
  • હેલ્થ કેર ડીલેવરી ઇન્ડિકેટર
  • હેલ્થ પોલિસી ઇન્ડિકેટર
  • સોશિયલ અને મેન્ટલ ઇન્ડિકેટર
  • સોશિયલ ઇકોનોમિક ઇન્ડિકેટર
  • ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇન્ડિકેટર
  • યુટીલાઈઝેશન રેટ ઇન્ડિકેટર
  • એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર
  • ક્વોલિટી લાઈફનું ઇન્ડિકેટર

હેલ્થ નિર્દેશકના (ઇન્ડિકેટર ) ફાયદાઓ :-

  1. કોમ્યુનિટી નું આરોગ્ય સ્તર કેવું છે તે જાણવા માટે
  2. દેશની બીજા દેશ સાથે નું હેલ્થ સ્ટેટસ ની તુલના કરવા માટે
  3. હેલ્થ કેર સર્વિસીસની કેટલી જરૂરિયાત છે તેનું એસેસમેન્ટ કરવા માટે
  4. રિસોર્સીસ નો જરૂરી ઉપયોગ કરવા માટે
  5. જે કંઈ પણ સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવે છે તે નક્કી કરવા તેના લક્ષ્યાંકો નક્કી કરવા તેમજ કરેલા કામ નું મૂલ્યાંકન કરવા માટે હેલ્થ ઇન્ડિકેટર ખૂબ જ જરૂરિયાત હોય છે
  6. આગમ ચેતી પગલાં લેવા માટે
  7. પોપ્યુલેશન માં રોગ થવાની સંભાવના અને તેનો પ્રોગનોસિસ જાણવા માટે
  8. દેશ માં કયા હેલ્થ પ્રોગ્રામ ની જરૂરિયાત છે અને તેના અમલીકરણ પછી તેનું મૂલ્યાંકન કરી શકાય
  9. ટાર્ગેટ સાથે કામ કરવા માં અનુકૂળતા રહે
  10. હેલ્થ સર્વિસિસ ,પ્રોગ્રામ અને એક્ટિવિટી ને મોનીટરીંગ કરવા માટે

ALL THE BEST

પ્રશ્નપત્રો સંપૂર્ણ જવાબ સાથે આ જ એપ્લિકેશન માં મેળવવા માટે 8758520434 મોબાઈલ નંબર પર કોલ કરી ફક્ત 149 રૂપિયામા તમામ વિષય ના પ્રશ્નપત્રો જવાબ સાથે આજે જ મેળવો અને પરીક્ષામા સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થાઓ.

WEL-COME TO MY NURSING APP FAMILY

Published
Categorized as GNM-F.Y-CHN-I-PAPER