Unit 1. INTRODUCTION
(યુનિટ 1. ઈન્ટ્રોડક્સન)
As Per INC Syllabus
Introduction
a) Concept of mental health and mental illness
b) Misconceptions related to mental illness
c) Principles of Mental Health nursing
d) Definition of terms used in psychiatry
e) Review of defense mechanisms
f) Mental Health Team
CONCEPT OF MENTAL HEALTH-ક્ન્સેપટ ઓફ મેન્ટલ હેલ્થ)
CONCEPT OF MENTAL ILLNESS)
(ક્ન્સેપટ ઓફ મેન્ટલ ઇલનેસ)
–મેન્ટલ ઇલનેસ ને ઓળખવાના criteria
~પોતાના અનુકૂલન થી સંતુષ્ટ ન હોય.
~પોતાની ખાસિયતો, આવડતો થી ખુશ ન હોય.
~ઇન્ટર પર્સનલ રિલેશનશિપ (IPR) ઇફેક્ટિવ કે સંતોષકારક ન હોય.
~જીવન માં બનતી ઘટનાઓ સાથે તાલમેલ ન મેળવી શકે.
~Adjustment કરવામાં મુશ્કેલી પડે અથવા ન કરી શકે.
~પોતાના વ્યક્તિગત Growth નો અભાવ જોવા મળે.
~કોમ્યુનિકેશન અન્ય લોકો સાથે સારી રીતે ન કરી શકે.
Discuss On Miscoceptions About Mental Illness
(માનસિક બીમારી સંબંધિત ગેરમાન્યતાઓ બાબતે ડિસ્ક્સ )
•મેન્ટલ ઇલનેસ અસામાન્ય છે
હકીકતમાં ઘણી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ જેમ કે Anxiety (એન્જાયટી-ચિંતા), ડિપ્રેશન (Depression) વગેરેને હકીકતમાં કોમન મેન્ટલ ડીસઓર્ડર કહેવામાં આવે છે. તેના કારણે તે એકદમ સામાન્ય છે.
•માનસિક બીમારી અલૌકિક શક્તિને કારણે થાય છે અને તે દુષ્ટ આત્મા દ્વારા શાપ અથવા કબજાનું પરિણામ છે.
ઘણા લોકો માનસિક બીમારીને બીમારી માનતા નથી, પરંતુ ભૂતકાળના પાપો અથવા પાછલા જન્મના દુષ્કૃત્યોને કારણે દર્દી અથવા પરિવાર પર આત્મા અથવા શ્રાપ દ્વારા કબજો મેળવ્યો છે એવુ માને છે.આ માન્યતા શહેરી અને શિક્ષિત લોકો કરતાં Rural અને Illitrate(અશિક્ષિત) લોકોમાં વધુ પ્રચલિત છે.
•માનસિક બિમારી એ શરમજનક છે.
એવી Feeling છે કે માનસિક બીમારી એ શરમજનક છે. આ Attitude ને કારણે એવા ઘણા લોકો છે જેઓ પ્રોફેશનલ Help લેતા નથી.પરિણામે જ્યારે તેઓ આખરે પ્રોફેશનલ Help લે છે ત્યારે ઘણું મોડું થઈ જાય છે.કોઈ પણ શરમ અને સંકોચ વગર હેલ્પ લેવી જોઈએ.
•મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો વિચિત્ર વર્તન દર્શાવે છે.
મેન્ટલ હોસ્પિટલો અને ક્લિનિક્સમાં પેશન્ટ ને ઘણીવાર વિચિત્ર વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે જેઓ નકામુ વિચિત્ર વર્તન દર્શાવવામાં તેમનો સમય વિતાવે છે જેમ કે હાથને વળી જવું વગેરે.
•માનસિક રીતે બીમાર લોકો ડેન્જર્સ (ખતરનાક) હોય છે.
મેન્ટલ ઇલનેસ ધરાવતા મોટાભાગના લોકો હિંસક નથી હોતા. એવા કિસ્સાઓમાં જ્યારે હિંસા થાય છે, ઘટના સામાન્ય રીતે સામાન્ય લોકો જેવા જ કારણોથી પરિણમે છે, જેમ કે ધમકીની લાગણી અથવા આલ્કોહોલ અને/અથવા ડ્રગ્સનો વધુ પડતો ઉપયોગ ને લીધે.આ કિસ્સામાં પણ, અસરકારક દવાઓ/કાઉન્સેલિંગ ઉપલબ્ધ હોવાથી તેઓને નિયંત્રણમાં લાવી શકાય છે.
•માનસિક હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવતા પેશન્ટને ઘણીવાર શંકાની નજરે જોવામાં આવે છે
કેટલીક public opinion study દર્શાવે છે કે ડિસ્ચાર્જ આપવામાં આવેલા patients ને રહેવાની ના પાડવામાં આવે છે.ઘણા લોકો મેન્ટલ ઇલનેસ વાળા લોકો સાથે સામાન્ય સંબંધ રાખવા અથવા રિકવર થયા પછી પણ તેમને રોજગાર આપવા અથવા પડોશી તરીકે સ્વીકારતા નથી.
•મેન્ટલ ઇલનેસ કન્ટેજીયસ (ચેપી) છે.
મેન્ટલ ઇલનેસ એ ચેપી કે કન્ટેજીયસ નથી તે એક વ્યક્તિમાં થી બીજા વ્યક્તિમાં ફેલાતી નથી.તે ચેપી છે તેવો ભય એ મુખ્ય ખોટી ધારણા છે જે લોકોને શંકાસ્પદ રીતે જોવા તરફ દોરી જાય છે.
•મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો કન્ટ્રીબ્યુશન આપી શકે નહિ અથવા તેઓ પોઝિટિવ હોતા નથી.
એવુ માનવામાં આવે છે કે મેન્ટલ ઇલનેસ વાળા લોકો પાસે કન્ટ્રીબ્યુશન આપવા માટે કાંઈ પણ પોઝિટિવ નથી.
•મેરેજ કરવાથી મેન્ટલ ઇલનેસ દૂર થઈ શકે છે
મેન્ટલ ઇલનેસ ધરાવતા વ્યક્તિ મેરેજ કરવાથી સારા થઇ જાય એ માન્યતા ખોટી છે. જે પેશન્ટ રિકવર થઈ ગયેલ છે તે મેરેજ કરી શકે છે અને અન્ય વ્યક્તિની જેમ સામાન્ય જીવન જીવી શકે છે.
•મેન્ટલ ઇલનેસ માટે લોકો પોતે જ જવાબદાર છે
મેન્ટલ ઇલનેસ કોઈને પણ થઇ શકે છે, પછી તે ગરીબીમાં જીવતી વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ હોય. તે Genetic (આનુવંશિક) પણ હોઈ શકે છેઅથવા વારસાગત આવી શકે છે. કોઈ વ્યક્તિ મેન્ટલ ઇલનેસ માં રહેવાનું પસંદ કરતું નથી.અને લોકો મેન્ટલ ઇલનેસ માટે પોતેજ જવાબદાર નથી.
•મોટાભાગના ફેમિલીઝ હિસ્ટ્રી માં ઓછામાં ઓછી એક મેન્ટલ ઇલનેસ ધરાવતી વ્યક્તિ હોય છે.
ફેમિલી માં કોઈ મેન્ટલ ઇલનેસ ધરાવતી વ્યક્તિ હોય તો અન્ય ફેમિલી મેમ્બર્સ ને મેન્ટલ ઇલનેસ થવાનો ડર રહે છે.
•મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો Lazy (આળસુ) અને ઈનઈ ફેક્ટિવ હોય છે.
Reality માં , તે મેન્ટલ ઇલનેસ જ છે જે વ્યક્તિને Effectively રીતે કાર્ય કરવામાં Incapable બનાવે છે અથવા ઈનઈફેક્ટિવ બનાવે છે.Disability ને કારણે Job છોડી દેનારા અડધા લોકો વાસ્તવમાં સાયકોસોમેટિક Disorder થી પીડાય છે.
મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો નીચા લેવલ ની job કરી શકે છે પરંતુ ખરેખર મહત્વપૂર્ણ અથવા જવાબદાર પોસ્ટ (હોદ્દા) માટે યોગ્ય નથી
મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો, બીજા બધાની જેમ, તેમની પોતાની ક્ષમતાઓ, અનુભવો અને પ્રેરણાના આધારે કોઈપણ સ્તરે કામ કરવાની ક્ષમતા ધરાવે છે.
માત્ર Weak લોકો જ મેન્ટલ ઇલનેસ થી Suffer (પીડાય) છે.
આ Disorder મુખ્યત્વે Brain માં કેમિકલ ઇમબેલેન્સને કારણે થાય છે.માત્ર weak અથવા નબળા લોકોને જ મેન્ટલ ઇલનેસ નથી થતી તે કોઈને પણ થઇ શકે છે.
• મેડિસિન લેવાથી સારું થઈ શકે છે.
મેડિસિન રાહતમાં help કરી શકે છે પરંતુ તે એક લાંબી પ્રોસેસ છે (કેટલાક વર્ષો લાગી શકે છે), અને વિવિધ મેડિકેશન વિવિધ લોકો માટે કામ કરે છે, તેથી દરેક વ્યક્તિ માટે યોગ્ય ટ્રીટમેન્ટ નક્કી કરવી મુશ્કેલ છે.
•મેન્ટલ ઇલનેસ જીવનના સામાન્ય Stress (તણાવને) કારણે થાય છે.
રોજિંદા જીવનમાં તણાવ સામાન્ય છે અને જીવન માં સ્કિલ શીખવા અને વિકસાવવા માટે જરૂરી છે. તેઓ મેન્ટલ ઇલનેસ નું કારણ નથી. કેટલાક લોકો માટે, ગંભીર અને સતત તણાવ મેન્ટલ ઇલનેસ થવાનું જોખમ વધારે છે.
•Old Person (વૃદ્ધ લોકો ) જ ડિપ્રેશન જેવી મેન્ટલ ઇલનેસથી પીડાય છે.
Reality માં old લોકોમાં Severe મેન્ટલ Disorder ની સૌથી ઓછી ઘટના જોવા મળે છે.old person ને જ માત્ર ડિપ્રેશન થાય છે તે બાબત ખોટી છે.
•ઇલેક્ટ્રોકોનવલ્સિવ થેરાપી(ECT) એ ટ્રીટમેન્ટ કરવાની અયોગ્ય પદ્ધતિ છે.
ECT ઓછી પેઈનફૂલ છે અને સ્કિઝોફરેનીયાની અને મેજર ડિપ્રેશન ની ટ્રીટમેન્ટ માટે ઇફેક્ટિવ છે. ECT એ ટ્રીટમેન્ટ કરવાની અયોગ્ય પદ્ધતિ નથી.
•કોઈ વ્યક્તિને મેન્ટલ ઇલનેસ હોય, તો તે સામાન્ય, પ્રોડક્ટિવ લાઈફ જીવી શકતા નથી.
મેન્ટલ ઇલનેસ ધરાવતી ઘણી વ્યક્તિઓ પ્રોડક્ટિવ અને સંતોષકારક જીવન જીવી શકે છે કારણ કે મેન્ટલ હેલ્થની વિવિધ કન્ડિશન ને મેન્ટેન કરવા માટે અસરકારક ટ્રીટમેન્ટ અભિગમો ઉપલબ્ધ છે.
CHARACTERISTICS OF MENTALLY HEALTHY PERSON (મેન્ટલી રીતે સ્વસ્થ વ્યક્તિની લક્ષણિકતાઓ)
•>તેઓ પોતાની સ્ટ્રેન્થ(શક્તિ) અને વીકનેસ (નબળાઈ) સારી રીતે જાણે છે.
•> બદલાયેલા સંજોગો અને પરિસ્થિતિઓમાં એડજસ્ટમેન્ટ કરવાની તેની પાસે પૂરતી ક્ષમતા છે.
•> પોતાને, અન્ય અને પ્રકૃતિ (નેચર)ને Accept કરવાની એ બીલીટી ધરાવે છે.
•> તે ભાવનાત્મક રીતે પરિપક્વ અને સ્થિર છે કારણ કે તે તેની લાગણીઓને ઇચ્છનીય રીતે વ્યક્ત કરી શકે છે અને તેના પર યોગ્ય નિયંત્રણનો ઉપયોગ કરી શકે છે.
•> અન્ય લોકો સાથે કલોઝ રિલેશનશિપ બાંધવામાં સક્ષમ હોય છે.
•> તે સામાજિક રીતે એડજસ્ટેબલ છે કારણ કે તેની પાસે પોતાની જાત સાથે અને અન્ય લોકો સાથે સારી રીતે રહેવાની પૂરતી ક્ષમતા છે.
•>પોતાની પર્સનલ આઈડિન્ટિટી (અંગત ઓળખ) હોય.
•> તે સ્વતંત્ર રીતે વિચારવા અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ છે.
•> તે હંમેશા કલ્પના અને કાલ્પનિકતાને બદલે વાસ્તવિકતાની દુનિયામાં રહે છે.
•> તેઓ પોઝિટિવ સેલ્ફ કોન્સેપ્ટ ધરાવે છે અને લોકો અને તેમના એનવાયરમેન્ટ સાથે સારી રીતે સંબંધિત છે.
•> શક્ય હોય તેટલા પોતાના પ્રયત્નોથી તેમની પ્રોબ્લેમ્સનું સોલ્યૂશન કરવામાં સક્ષમ છે.
•>જીવનની પ્રશંસા કરવા અને એન્જોય કરવા સક્ષમ હોય છે.
•>વિચાર અને એકશન માં ઈન્ડેપેંડેન્ટ હોય છે અને બિહે વિયર અને વેલ્યુઝ ના વ્યક્તિગત સ્ટાન્ડર્ડ પર આધાર રાખે છે.
•> તેના જીવનમાં નિષ્ફળતાઓનો સામનો કરવા માટે તેની પાસે પૂરતી હિંમત અને સહનશીલતાની શક્તિ છે.
•> તેઓ પોતાની નિષ્ફળતાઓ અને ભૂલો માટે ક્યારેય ચિંતા કરતા નથી.
•>રિયાલીટીનો સામનો કરવામાં કેપેબલ હોય છે.તેઓ પોતાની રિસ્પેક્ટ કરે છે.
•>તેમના જીવનમાં તેઓ અચીવ કરી શકાય તેવા ગોલ્સ (ધ્યેય ) ડેવલપ કરે છે.તેઓ પોતાનાથી અને પોતાની લાઈફ થી હેપ્પી હોય છે.
•> ઓપન અને ફ્રેન્ડલી હોય છે, અને નવા લોકોને મળવામાં તેમને કોઈ ડિફિકલ્ટી નથી થતી..
•>તેઓ જોબમાં સફળતાપૂર્વક કામ કરવા અને પોતાને સપોર્ટ આપવા કેપેબલ હોય છે.
•> પૂરતી ઊંઘ(sleep) મેળવવા માટે સક્ષમ હોય છે.ડેઇલી રૂટિન ને સ્વસ્થ રીતે મેઇન્ટેન રાખે છે.ઇમોશનલ મેચ્યુરિટી દર્શાવે છે.
•> તેઓ તેના સંબંધિત ગ્રુપ અને વાતાવરણમાં એકદમ સેફ અને સુરક્ષિત અનુભવે છે.
•> તે જે ગ્રુપ સાથે સંબંધ ધરાવે છે તેના પ્રત્યે તેની વફાદારી હોય છે.
•> તેઓ તે શક્ય તેટલું સરસ રીતે તેનું કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે.
•>Stress અને હતાશા નો સ્વસ્થ રીતે સામનો કરવામાં કેપેબલ હોય છે.
•> લોકો સાથે સારી રીતે Communication કરવા માટે કેપેબલ હોય છે.લોકો માટે good Feel કરવા સક્ષમ હોય છે.
•> તેમની Feelings અને Emotions ને વ્યક્ત કરવામાં કેપેબલ હોય છે.
•> પોતાની જવાબદારીઓ સંપૂર્ણપણે નિભાવે છે.
•> તેઓ કોમ્ફિડેન્ટ હોય છે તથા તે કોઈપણ નવી સોંપાયેલ સિદ્ધિ માટે અનુચિત ભય અને ચિંતા દર્શાવતા નથી
GENERAL PRINCIPLES OF MENTAL HEALTH NURSING OR PSYCHIATRIC NURSING–મેન્ટલ હેલ્થ નર્સિંગ અથવા સા્યકિયાટ્રીક નર્સીંગના જનરલ સિદ્ધાંતો
આ પ્રિન્સિપલ્સ છે જે બિહેવિયર ડીસઓર્ડર ધરાવતા દરેકની Care માટે લાગુ પડે છે દરેક વ્યક્તિની અમુક બેઝિક જરૂરિયાતો હોય છે જે પૂરી કરવી આવશ્યક છે પછી ભલે તે કોઈપણ રોગથી પીડાતો હોય, પ્રિન્સિપલ્સ સામાન્ય છે જે Mentally ill તેમજ Physically ill હોય ત્યાં લાગુ પડે છે.
Principles એ Concept ના આધારે બનાવવામાં આવે છે.દરેક Principles પેશન્ટની ઈમોશનલ કેર માટે ગાઇડલાઈન બનાવે છે. મેન્ટલ હેલ્થ નર્સિંગ પ્રેક્ટિસમાં નીચેના પ્રિન્સિપલ્સ ઉપયોગ થાય છે.
1. Accept The Patient Exactly as He/She Is
(પેશન્ટ ને તે જેમ છે તેમ બરાબર સ્વીકારવામાં આવે છે)
Acceptance એટલે નિર્ણય વિનાનું હોવું.Acceptance એ loved અને Cared આપવાની સંભાવના દર્શાવે છે. Acceptance નો મીનિંગ કમ્પલીટ અનુમતિ નથી પરંતુ individual કલાયન્ટ તરીકે તેને રિસ્પેક્ટ આપવા માટે પોઝિટિવ વર્તન સેટ કરવું છે.
પેશન્ટ ને જેવા હોય તેવા accept કરવું એ Nurse ની જવાબદારી છે. અયોગ્ય વર્તન કરતા હોય તો પણ પેશન્ટ ની ટ્રીટમેન્ટ યોગ્ય રીતે કરવી જોઈએ.
~Acceptance નીચે મુજબ Conveyed (અભિવ્યક્ત) કરી શકાય છે;
•નોન-જજમેન્ટલ અને નોન પ્યુનીટીવ બનવું.
પેશન્ટ ના વર્તનને સાચા કે ખોટા, સારા કે ખરાબ તરીકે નક્કી કરવામાં આવતું નથી. પેશન્ટ ને તેના અયોગ્ય વર્તન માટે સજા કરવામાં આવતી નથી. સજાની તમામ પદ્ધતિ પ્રત્યક્ષ (સાંકળ બાંધવી, તેને અલગ રૂમમાં મૂકવુ ) અને પરોક્ષ રીતે (તેની હાજરીને અવગણવી અથવા ધ્યાન ખેંચવું) ટાળવી જોઈએ.
પેશન્ટએ Nurses ની Expectation વિરુદ્ધ વર્તન કર્યું હોય ત્યારે પણ પેશન્ટને reject કરવું જોઈએ નહીં. direct અને Indirect Punishment પણ પેશન્ટ ને આપવી જોઈએ નહિ.
•પેશન્ટ સાથે પ્રમાણિકતા અને Intrest દર્શાવવું.
અન્ય વ્યક્તિમાં નિષ્ઠાપૂર્વક interest ધરાવવાનો અર્થ એ છે કે વ્યક્તિના હિતને ધ્યાનમાં લેવું.Nurses ને કલાયન્ટ ને કેર આપવામાં interest હોવો જોઈએ.જે નીચે મુજબ દર્શાવી શકાય છે.
~પેશન્ટ ના બિહેવિયર પેટર્નનો અભ્યાસ કરવો.
~તેને શક્ય હોય ત્યાં સુધી તેની પોતાની પસંદગીઓ અને નિર્ણયો લેવાની મંજૂરી આપવી.
~ક્લાયન્ટની પસંદ અને નાપસંદને Identify કરવી.
~તેની સાથે પ્રમાણિક બનવું.
~કલાયન્ટ સાથે time spend કરવો.
~સેન્સિટિવ ટોપિક અને મુદ્દાઓથી દૂર રહેવું
•ક્લાયન્ટને યોગ્ય રીતે સાંભળવું.
•ક્લાયન્ટને પોતાની Feelings અને Emotions વ્યક્ત કરવા Encourage કરવું.
•પેશન્ટ વ્યક્ત કરી શકે તેવી Feelings ને ઓળખવી અને તેના પર ધ્યાન આપવું.
જ્યારે પેશન્ટ વાત કરે છે, ત્યારે તેમના કન્ટેન્ટ ની નોંધ લેવી મહત્વપૂર્ણ નથી, પરંતુ વાતચીતની પાછળની લાગણી, જેને ઓળખી તેના પર ધ્યાન આપવાની જરૂર છે.Clients દ્વારા વ્યક્ત કરાયેલ Feelings ને ઓળખવી Nurses માટે જરૂરી છે
•ચોક્કસ Purpose(હેતુ) થી કલાયન્ટ સાથે વાત કરવી.
પેશન્ટ સાથેની નર્સ ની વાતચીત એ તેમની જરૂરિયાત સાથે જોડાયેલી હોવી જોઈએ.Nurses નું Communication કલાયન્ટ અને નર્સ બંને દ્વારા Set કરેલ Goals ને Achieve કરવા તરફ ડાયરેકટેડ હોવું જોઈએ.પેશન્ટ સાથે વાતચીત માં વાસ્તવિકતા રજૂ કરવી વધુ અસરકારક છે.પેશન્ટની Needs અને ઇન્ટરેસ્ટને પણ જાણવું જોઈએ.
કલ્યાન્ટ ને યોગ્ય સાંભળવું(Listening).
Listening એ એક Active Process છે. પેશન્ટ શું કહે છે તે Nurses એ ધ્યાનપૂર્વક સાંભળવાની જરૂર છે. પેશન્ટ જે કહે છે તે સાંભળવા અને મીનિંગ સમજવા માટે nurses એ પ્રયત્ન કરવો જોઈએ.Nurses એ સહાનુભૂતિપૂર્વક સાંભળનાર હોવું જોઈએ અને વાસ્તવિક interest દર્શાવવો જોઈએ.
2. Self Understanding as a therapeutic Tools (રોગનિવારક tools તરીકે પોતાની સમજણ)
એક Psychiatric Nurse પાસે realistic પોતાનો concept હોય છે અને તે લાગણીઓ, વલણ અને રિસ્પોન્સ ને ઓળખવામાં સક્ષમ હોવી જોઈએ.Aware રહેવાની અને પોતાના power અને લિમિટેશન સ્વીકારવાની તેમની ક્ષમતા થી તેમનણે અન્ય લોકોમાં પણ power અને લિમિટેશન જોવામાં મદદ કરવી જોઈએ.સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ જીવનની પરિસ્થિતિઓમાં એગ્રેસીવ અને દોષિત થયા વિના અડગ રહેવામાં મદદ કરે છે.
3 Consistency is used to Contribute to Patient’s Security (કંસીસ્ટન્સીનો ઉપયોગ પેશન્ટની ની સુરક્ષામાં યોગદાન આપવા માટે થાય છે)
આનો અર્થ એ છે કે સ્ટાફના વલણમાં, વોર્ડના ડેઇલી રૂટિનમાં અને પેશન્ટ પર મૂકવામાં આવેલી લિમિટેશન ને ડિફાઇન કરવામાં સુસંગતતા હોવી જોઈએ. જે પેશન્ટની સેક્યુરિટી માં કન્ટ્રીબ્યુશન આપે છે.Clients ની સેફ્ટી અને સેક્યુરીટી એ મેન્ટલ હેલ્થ નર્સિંગ કેર પ્રુવાઈડ કરવાનો મુખ્ય objective છે. clientને ઇમોશનલ મેચ્યુરિટી વધારવામાં હેલ્પ કરશે.
4.Give Reassurance To The client in acceptable manner. (ક્લાયન્ટને સ્વીકાર્ય રીતે આશ્વાસન આપો.)
Reassurance(ખાતરી)સ્વીકાર્ય રીતે આપવી જોઈએ
આશ્વાસન પેશન્ટ નો કોન્ફિડન્સ નિર્માણ કરે છે.
ક્લાયન્ટનો confidence વધારવા માટે reassurance આપવામાં આવે છે. ક્લાયન્ટને reassurance આપતી વખતે, nurses એ કન્ડિશન ને સમજવી અને તેનું એનાલિસિસ કરવું જોઈએ. False reassurance(ખોટું આશ્વાસન) ન આપવુ જોઈએ.
*5.Change The Patients Behaviour through emotional experience and not by rational interpretation.(ઈમોશનલ અનુભવ દ્વારા પેશન્ટનું બિહેવીયર ચેન્જ કરવું, રેશનલ ઇન્ટરપ્રિટેશન વડે નહિ.)
Psychiatry નું ફોકસ mainly પેશન્ટ ની feeling પર હોય છે અને intellectual aspects પર નહીં. તેથીઅમુક principles અથવા technique છે જેના દ્વારા પેશન્ટના બિહેવિયર માં ચેન્જીસ થવાની expectation રાખી શકાય છે જેમ કે રોલ પ્લે,સોશ્યિલ ડ્રામા એ કરેક્ટિવ ઈમોશનલ અનુભવો પૃવાઈડ કરે છે.
6.Unnecessary Increase in Patient’s Anxiety should Be Avoided (દર્દીની ચિંતામાં બિનજરૂરી વધારો ટાળવો જોઈએ)
Mentally ill પેશન્ટ પહેલાથી જ વિવિધ કારણોને લીધે થોડી Anxiety માં હોય છે.
કેટલાક અભિગમો જે પેશન્ટ ની Anxiety માં વધારો કરે છે.
~નર્સની પોતાની Anxiety દર્શાવે છે.
~પેશન્ટ ની વીકનેસ અને ખામીઓ બતાવવી.
~પેશન્ટને વારંવાર failure નો સામનો કરવો પડે છે.
~પેશન્ટ પર એવી ડિમાન્ડ મૂકવી જે તે દેખીતી રીતે પૂરી કરી શકે નહિ.
~પેશન્ટ ના psychotic ideas નો વિરોધાભાસ.
~sharp comment passing કરવી.
7.Objective Observation of Patient to Understand Behaviour (વર્તનને સમજવા માટે દર્દીનું ઓબ્જેક્ટિવ ઓબઝર્વેશન કરવું.)
Objective (હેતુ) એ client ની ફીલિંગ ને સમજવાની અને Evaluate (મૂલ્યાંકન) કરવાની ક્ષમતા છે અને પોતાની લાગણીઓ, ઓપીનીયન અથવા જજમેન્ટ ને મિક્સ કરવા જોઈએ નહિ.તે માટે nurses એ પોતાની ઓબઝર્વેશન સ્કિલ ઈમ્પ્રુવ કરવી જોઈએ.
8.Maintain realistic nurse patient relationship. (વાસ્તવિક નર્સ-પેશન્ટ રિલેશન મેન્ટેન રાખો)
Realistic અથવા પ્રોફેશનલ રિલેશન પેશન્ટ ની વ્યક્તિગત અને ઈમોશનલ જરૂરિયાતો પર ફોકસ કરે છે અને નર્સની જરૂરિયાતો પર નહીં.વાસ્તવિક નર્સ પેશન્ટ રિલેશન જાળવવા માટે, નર્સ પાસે રિયલ પોતાનો કન્સેપ્ટ હોવો જોઈએ અને પેશન્ટની ફીલિંગ અને બિહેવિયરના મીનિંગ ને સમજવામાં કેપેબલ હોવા જોઈએ.
9.Avoid Physical And Verbal Force as much as possible.(પોસિબલ હોય ત્યાં સુધી ફિઝિકલ અને વર્બલ(મૌખિક) ફોર્સ અવોઇડ કરો.)
વ્યક્તિ પર કોઈપણ પ્રકારના ફોર્સ થી psychological trauma (માનસિક આઘાત) થશે.ક્લાયન્ટ પર ફોર્સ કરતી વખતે નર્સે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
~એડિકવેટ હેલ્પ સાથે ઝડપથી, નિશ્ચિતપણે અને ઇફેકટીવ રીતે procedure કરો.
~રિસ્ટ્રેન (બાંધતી) વખતે ગુસ્સો ન બતાવો.
~પેશન્ટને restraints લાગુ કરવા માટેનું કારણ જણાવો
અને કહો કે જ્યારે તે તેના પર કન્ટ્રોલ મેળવશે ત્યારે તેને અન્ય લોકો સાથે જવા અને મળવાની મંજૂરી આપવામાં આવશે.
~પેશન્ટની needs પુરી કરવા present રહેવું.પેશન્ટને ક્યારેય એવું feel ન થવા દો કે તેને પનિશમેન્ટ અપાઈ રહી છે.
~તે કન્ટ્રોલમાં આવ્યા પછી તેને ફરી ક્યારેય આ ઘટના વિશે યાદ ન કરાવો.
10.Nursing Care Is Centers On The Patient As A Person And Not On Control Of Symptoms (નર્સિંગ કેર એક વ્યક્તિ તરીકે પેશન્ટ ના સેન્ટર્સમાં છે તેના સિમ્પટમ્સ ના કન્ટ્રોલ પર નહિ)
Nurses એ તેના બિહેવિયર પાછળનો મીનિંગ સમજવો જોઈએ અને symptoms એ પ્રોબ્લેમ્સનું રીફલેકશન છે. સમાન લક્ષણો દર્શાવતા બે દર્દીઓની જુદી જુદી જરૂરિયાતો હોઈ શકે છે .દા.ત. એકને ઊંઘ ન આવવાને કારણે Headache થઈ શકે છે અને બીજાને હાઈપોગ્લાયસેમિઆના કારણે થઈ શકે છે
સિમ્પટમ્સ એનાલિસિસ અને અભ્યાસ તેમના અર્થ અને પેશન્ટને તેમના મહત્વને જાહેર કરવા માટે જરૂરી છે.
11. All Explanations of Procedures and other Routine Given According to the Patient’s Level of Understanding (પેશન્ટની સમજણના લેવલ એ રૂટિન અને પ્રોસીજર સમજાવો).
પેશન્ટ ને અટેનશન, Anxiety level અને decide કરવાની ability ને આધારે explanation (સમજણ) આપી શકાય છે. દરેક પેશન્ટ ને તેની સાથે શું કરવામાં આવી રહ્યું છે અને શા માટે કરવામાં આવી રહ્યું છે તે જાણવાનો right (અધિકાર) છે.
12.Many Procedures Are Modified But Basic Remains Unultered. (ઘણી પ્રોસિજર મોડીફાઈડ કરવામાં આવી છે પરંતુ બેઝિક સમાન રહે છે.)
સા્યકિયાટ્રીક નર્સીંગ ફિલ્ડમાં ઘણી પદ્ધતિઓ પેશન્ટ ની વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ છે પરંતુ અંતર્ગત નર્સિંગ સાઇન્ટીફીક પ્રિન્સિપલ સમાન રહે છે.બેઝિક પ્રિન્સિપલ્સ જે સમાન રહે છે જેમ કે સેફ્ટી, સેક્યુરીટી, કમ્ફર્ટ, પ્રાઇવેસી, મટીરીયલ અને ટાઈમ મની અને ઈકોનોમી થેરાપ્યુટીક ઇફેકટીવનેસ જાળવવી વગેરે.
DEFINITION OF TERMS USED IN PSYCHIATRY (સાયકીયાટ્રીમાં ઉપયોગ થતી કેટલીક ટર્મ્સ અથવા ડે્ફિનિશન્સ)
DEFINE PSYCHIATRY(વ્યાખ્યાયિત કરો -સાયકીયાટ્રી )
સાયકીયાટ્રી એ મેડિસિન ની એક બ્રાન્ચ છે જેનું ફોક્સ મેન્ટલ, ઈમોશનલ અને બિહેવિયરલ ડીસઓર્ડરના Diagnosis, ટ્રીટમેન્ટ અને પ્રિવેન્સન પર રહેલું હોય છે, જેમાં મેડિકલી રીતે ક્વાલીફાઈડ વ્યક્તિઓ દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
વ્યક્તિનું મેન્ટલ હેલ્થ એવા ફેક્ટરના કોમ્બિનેશન થી પ્રભાવિત થાય છે જે વ્યક્તિ માટે વિશિષ્ટ તેમજ સોસાયટી , કમ્યુનિટી અને ફેમિલી સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓથી રિલેટેડ હોય છે.
DEFINE PSYCHIATRIC NURSING (સા્યકિયાટ્રીક-નર્સિંગ)
તે નર્સિંગ પ્રેક્ટિસનું એક ઈમ્પોર્ટન્ટ એરિયા છે, જે હ્યુમન બિહેવિયરની થિયરીનો ઉપયોગ કરે છે કારણ કે તે એક સાયન્સ છે. જે મેન્ટલ ડિસઓર્ડર અને તેના પરિણામોનું પ્રિવેન્સન, કેર અને ક્યોર સાથે સંબંધિત છે અને નર્સિંગ પ્રેક્ટિસમાં તેની કલા અથવા અભિવ્યક્તિ તરીકે પોતાનો ઉપયોગ કરે છે.
સા્યકિયાટ્રીક નર્સીંગ ને મેન્ટલ હેલ્થ નર્સીંગ કહે છે જેમાં મેન્ટલ ડીસઓર્ડર ધરાવતા વ્યક્તિ ને Care પુરી પાડવા ઉપરાંત તેમને રિકવર થવામાં અને પોતાની લાઈફ ની ક્વાલિટી ઈમ્પ્રુવ કરવામાં હેલ્પ કરે છે.
DEFINE PSYCHIATRIST ( સા્યકિયાટ્રિસ્ટ)
સા્યકિયાટ્રિસ્ટ એ ફિઝિશીયન હોય છે જે મેન્ટલ હેલ્થ ડીસઓર્ડર ના ડાયગનોસીસ અને ટ્રીટમેન્ટ માટે સ્પેશિયાલિટી ધરાવતા હોય છે.સા્યકિયાટ્રિસ્ટ એ મેડિકેશન મેનેજમેન્ટ, સાયકોથેરાપી અને અલ્ટરનેટિવ થેરાપી જેવી ટ્રીટમેન્ટ વ્યક્તિને પુરી પાડે છે જે મેન્ટલ ઇલનેસ ને મેનેજ કરવા હેલ્પ કરે છે.
REVIEW OF DEFENCE MECHANISM (રીવ્યુ ઓફ ડિફેન્સ મિકેનિઝમ્સ)
ડિફેન્સ મિકેનિઝમ એ ટેકનિક અથવા મિકેનિઝમ છે જેનો ઉપયોગ વ્યક્તિ દ્વારા સ્ટ્રેસ ને કન્ટ્રોલ કરવા અથવા Anxiety ઘટાડવા અથવા કોન્ફલીક્ટ ને સોલ્વ કરવા માટે થાય છે. આ વ્યક્તિત્વ માટે પ્રારંભિક ડિફેન્સ પૂરું પાડે છે.
મેન્ટલ મિકેનિઝમ્સ એ સાયકોલોજીકલ વ્યૂહરચના છે જે reality નો સામનો કરવા અને પોતાની ઇમેજ જાળવવા માટે અમલમાં મૂકવામાં આવે છે.મેન્ટલ મિકેનીઝ્મ ને ડિફેન્સ મીકેનીઝ્મ પણ કહેવાય છે.
•CLASSIFICATION OF DEFENCE MECHANISM
•Positive Defence Mechanism
1. Compensation
2. Substitution
3. Sublimation
4. Rationalization
5. Repression
6.Undoing
7.Identification
8.Transference
9. Intellectualization
10.Introjection
•Negative Defence Mechanism
1. Suppression
2. Displacement
3. Projection
4. Regression
5. Fixation
6. Acting Out
7. Reaction formation
8. Conversion
9. Dissociation
10. Denial
•POSITIVE DEFENCE MECHANISM
(1).Compensation (બદલો / વળતર)
– જયારે કોઇ વ્યકિતમાં કશીક ઉણપ ખામી હોય ત્યારે તે એક કે બીજી રીતે પરી કરવાં પ્રયત્ન કરે છે અને પોતાની તમામ શકિત તે બાજુ વાળે છે. આનાથી વ્યકિતમાં constructive અને task-oriented behaviour જોવા મળે છે.
Ex.કોઇ એક વ્યકિત physiscally handicapped છે. તે sports માં આગળ આવી શકતી નથી તેથી આ ઉણપ દૂર કરવા માટે તે પોતાની pleasing personality develop કરે છે અથવા અન્ય આવડતોને તે અભ્યાસમાં ઉપયોગ કરી આગળ વધે છે અને આ ઉણપ માંથી પોતાનું ધ્યાન અન્યત્ર પરોવે છે, અંધ વ્યકિત સંગીતમાં આગળ વધે છે.
(2).Substitution (પ્રતિસ્થાપન)
આમાં કોઈ વ્યક્તિ પોતાની કેપેસીટી બહારનો ગોલ નક્કી કરે છે પરંતુ તેમાં સફળતા ન મળતા તેનાથી નાનો ગોલ નક્કી કરી સફળ થાય છે.
Ex. કોઈ વ્યક્તિ IAS ઓફિસર ન બની સકતા તેને બદલે તેઓ IPS ઓફિસર બને છે..
(3).Sublimation (ઉર્ધ્વગમન)
આમાં વ્યકિત પોતાની સમાજ ધ્વારા અસ્વીકૃત બાબતો/ટેવોને redirect કરી સમાજ ધ્વારા સ્વીકૃત સ્વરૂપમાં ફેરવે છે. એવો healthy રસ્તો પસંદ કરે કે તેની બાબતો/ટેવો ને પણ સંતોષ મળે.
Ex. કોઈ વ્યક્તિ ને ખુબ જ ગુસ્સો આવતો હોઈ ત્યારે તે બોકસીંગ કરીને પોતાનાં ગુસ્સાને ટ્રાન્સફર કરી દે છે..
(4).Rationalization.,(તાર્કિક રીતે પ્રતિપાદ કરવો. દોષમુકત/ક્ષમા, યોજનાબધ્ધ દલીલ)
આ ઘણું સામાન્ય mechanism છે. દરેક વ્યક્તિ આ mechanism નો ઉપયોગ કરે છે.તેમાં વ્યકિતની પ્રતિષ્ઠાને નુકશાન થયું હોય કે અહમ ઘવાયેલો હોRationalize કરે છે. અમુક યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવનાર યુવકને જયારે તેમાં નિષ્ફળતા મળે ત્યારે તે તેમનો દોષ બતાવે છે કે તે અભિમાની છે, વિશ્વાસઘાતી છે અથવા તેનો ભૂતકાળ સારો નથી. આ mechanism બે forms માં જોવા મળે છે.
Ex:-
~ Sour grapes (દ્રાક્ષ ખાટી છે.):- જે યુવાનને સુંદર સ્ત્રી ન મળે તો તે સુંદર સ્ત્રી એ એક વધારાની જવાબદારી છે તેવું બતાવે છે.
વાહન વગરનો ડોકટર એવું કહે કે તે driving નાં હિસાબે પોતાનાં જાન પર જોખમ લેવા માંગતો નથી.
~ Sweet lemons :- આમાં વ્યકિત પોતાની નિષ્ફળતાઓ પોતાનાં સદગણો જાહેર કરીને ઢાંકે છે. દા.ત. એક ગરીબ માણસ વધારે પૈસા કમાવા માંગતો નથી તેવું જાહેર કરે છે અને તેનાં કારણમાં કહે છે કે પૈસો જ દષણો માટે કારણભૂત છે.
(5).Repression (દમન, અવરોધ)
આ એક પ્રકારનું defence mechanism છે. જેમાં વ્યકિત અમુક વસ્તું કે ઘટના જાણી જોઇને ભૂલવાનો પ્રયત્ન કરે છે. જેમાં ખરેખર ભુલાઇ જતું નથી પરંતુ ભલાઇ ગયું છે એવો દેખાવ કરવામાં આવે છે.
Ex. પરીક્ષા ખંડમાં ભૂલ માટે કોઈ student ને પકડવામાં આવે ત્યારે તે ખૂબ જ દુ:ખ થયાનું નાટક કરે છે. અને પાછળથી તે ઘટના ભૂલાઇ ગયાનું statement મિત્રોમાં કરે છે.)
(6).Undoing (માફી માંગવી)
જયા વ્યકિત દ્વારા કોઇ ભૂલ થાય છે અથવા પ્રોપર કાર્ય ન થાય ત્યારે વ્યકિત પોતાની ભૂલ બદલ માફી માંગે છે, પોતાને માફ કરી દેવા અથવા સજા કરવા કહે છે તેને undoing કહેવાય છે.
Ex. કોઈ Student classroom માં આવવામાં મોડો પડે તો તે પનીશમેન્ટ થી બચવા માટે teacher ની માફી માગે છે.
(7).Identification (તાદાત્મય)
આમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ ના voice, idea, clothes, પર્સનાલિટી, હાવભાવ, દેખાવ, અને બિહેવિયર ને કોપી કરે છે અને બીજા વ્યક્તિ ની જેમ દેખાવા નો પ્રયત્ન કરે છે.
*Ex.*એક વ્યક્તિ જે પોતે શાહરુખ ખાન જેવો દેખાવા માટે તેમના કપડાં, સ્ટાઇલ અને અવાજ બધા માં શાહરુખ ખાન ની copy કરે છે.
(8). Transference(ટ્રાન્સફરન્સ)
ટ્રાન્સફરન્સમાં , એક વ્યક્તિની ઇમેજ અજાગૃતપણે બીજાની સાથે ઓળખાય છે.એક વ્યક્તિની ઇમેજ અને કવાલિટી એ બીજા વ્યક્તિ જેવી દેખાય છે.
Ex.એક પેશન્ટ જે તેની પુત્રીને પ્રેમ કરે છે તેને તેની પુત્રી જેટલી જ ઉંમર અને ઊંચાઈની નર્સ જોવા મળે છે
તેથી તે તેની પોઝિટિવ લાગણીઓને તેની પુત્રી તરીકે નર્સને ટ્રાન્સફર કરે છે.
તે પણ શક્ય છે કે જો તે તેની પુત્રીને નાપસંદ કરે તો તે કોઈપણ કારણ વગર અસંસ્કારી, અપમાનજનક અથવા આક્રમક બનીને તેની નકારાત્મક લાગણીઓ નર્સને ટ્રાન્સફર કરે છે.
(9).Intellectualization( (બૌદ્ધિકિકરણ)
Rationalization ની માફક આ પણ કારણ દર્શાવતું બીજું defense mechanism છે. Emotion and threatening condition માંથી બુધ્ધિપૂર્વક અને વિચારીને વાતો કે સંવાદ ધ્વારા દુર થવા માટેનું intellectual behaviour એટલે intellectualization.
Ex. એક નર્સ કે ડોકટરને દરેક દર્દી સાથે લાગણીપૂર્વકનાં સંબંધો રાખવા પરવડે નહીં. આથી તેઓ પોતાની જાતને સંવેદનાવિહીન શાંત શબ્દો વડે પરિસ્થિતિથી દુર રાખે છે. એક ખુબ જ બિમાર વ્યકિત સાથે કે જેનું મૃત્યુ ચોકકસ છે તેવી વ્યકિત સાથે નર્સ આ mechanism નો ઉપયોગ કરતી જોવા મળે છે. Professional crisis ને દુર કરવા માટે આ mechanism નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દરેક વખતે સંબંધોમાં આનો ઉપયોગ unhealthy emotional experiences આપે છે.
(10).Introjection(ઈન્ટ્રોજેકશન)
આમાં વ્યક્તિ બીજા વ્યક્તિ ના વોઇસ અને ideas ને copy કરે છે. આ ડિફેન્સ મિકેનિઝમ બાળકો માં વધુ જોવા મળે છે. અને તેઓ તેનાથી મોટા લોકોનું અનુકરણ કરે છે.
*Ex.*સ્કૂલ માં બાળકો તેમના શિક્ષક ની જેમ દેખાવાનો પ્રયત્ન કરે છે.અને તેમના શિક્ષક ની જેમ બોલવાનો પ્રયત્ન કરે છે.
•NEGATIVE DEFENCE MECHANISM
(1).Suppression (દબાવી દેવું)
આમાં preconscious mind માં રહેલ unwelcome ideas memories. impulses, feelings, thoughts કે જે દુઃખદાયક હોય છે તેને consciously dismiss કરવાનો પ્રયત્ન કરે છે તેને suppression કહેવાય છે. આપણે તેને subconscious mind માં ધકેલી દઇએ છીએ અને જયારે આપણે તેને યાદ કરવા માંગીએ છીએ ત્યારે Naccessible હોય છે.
Ex. પરીક્ષા અગાઉ પોતાના મિત્ર સાથે દલીલો અથવા ઝઘડો થયો હોય તો તેનો જવાબ આપવાના બાકી હોય છે પરંતુ પેપર લખતી વખતે આ બનાવને થોડો સમય માટે ભૂલી શાંતિથી પેપર લખવાનો પ્રયત્ન કરે છે અને પેપર પૂરૂ કરે છે. અથવા એક દર્દી પોતાનાં દુઃખની લાગણીઓ માટે “મારે તે બાબતે વાત કરવી નથી” તેમ કહીને તેને suppres કરે છે.
(2).Displacement(વિસ્થાપન)
પોતાના ઈમોશન ને બીજા વ્યક્તિ કે ઓબ્જેકટ પર ડિસ્પ્લેસ કરવા અથવા વિસ્થાન કરવું.અથવા એક વ્યક્તિ પર નો ગુસ્સો બીજા વ્યકતી પર વ્યક્ત કરવો.
Ex. એક 3rd યરના નર્સિંગ સ્ટુડન્ટ પર હોસ્પિટલ વોર્ડ માં ઇન્ચાર્જ સિસ્ટર ગુસ્સે થાય છે તેથી સ્ટુડન્ટ પોતાનો ગુસ્સો તેમના જુનિયર સ્ટુડન્ટ પર નિકાળે છે.
(3).Projection(બીજાનો વાંક કાઢવો / યોજનાઓ ઘડવી)
આ વારંવાર વાપરવામાં આવતું defense mechanism છે. આમાં અસ્વીકૃત વિચારો, તરંગો, કામનાઓ વગેરેને બીજાઓ પર transfer કરવામાં આવે છે. આમાં વ્યકિત પોતાની ભૂલો અને અન્ય લોકો પર દોષારોપણ (blame) કરે છે. જયારે projection નો ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણા સંબંધોમાં મશ્કેલી ઉભી થાય છે.
દા.ત. student પરીક્ષામાં fail થયો હોય તો, તે examiner નો વાંક કાઢે છે કે તેમને સરખી રીતે પેપર તપાસતા જ નથી આવડતું.
(4).Regression (પીછેહઠ)
It is an immature way of responding to stress અમુક લોકો જીવનનાં પડકારોનો હિંમતભેર સામનો કરી શકતા નથી. આવા વખતે તેઓ પોતાની ઉંમર કરતા નાની ઉંમરનાં લોકો જેવું વર્તન કરીને anxiety ઓછી કરે છે. આમાં વ્યકિત ધ્વારા reality ના બદલે તેના આગળનાં developmental level જેવું વર્તન કરવામાં આવે છે.
અમુક regression normal હોય છે જેવા વધારે પડતા emotional થતા આંખમાં આંસુ આવવા. Extreme forms and degrees વાળા regressions psychosis માં પરીણમે છે.
Ex. Family માં new born baby નો બર્થ થતા આગળ ના child માં attention ઓછું આપવામાં આવતા આ child infantile behaviour કરવા લાગે છે જેમ કે bed wetting.
(5).Fixation(સ્થિરિકરણ)
આ ડિફેન્સ મિકેનિઝમ માં પર્સન એડલ્ટ Age નો હોવા છતાં તેનામાં immature બાબતો રહી જાય છે અને તેની પર્સનાલિટી માં તે બાબત ફિક્સ થઇ જાય છે.
Ex. મોટી ઉમરે પણ thumb sucking ની ટેવ હોય છે.
(6).Acting Out
એકટિંગ આઉટ ડિફેન્સ મિકેનિઝમમાં જ્યારે વ્યક્તિ ઈમોશનલ કોન્ફલીક્ટ અથવા સ્ટ્રેસ સાથે ફીલિંગ ને બદલે ક્રિયાઓ દ્વારા વ્યવહાર કરે છે.
* Ex.* હું તમારાથી ગુસ્સે છું,” એવુ કહેવાને બદલે તે, અન્ય વ્યક્તિ પર પુસ્તક ફેંકી શકે છે.એટલે એની જે ફીલિંગ હોય છે તેને કાર્ય માં રૂપાંતર કરે છે.
(7).Reaction Formation (પ્રતિક્રિયા રચના)
આમાં Umacceptable real feeling ને repressed કરવામાં આવે છે અને acceptable opposite feeling ને expressed કરવામાં આવે છે.
Ex. એક મહિલા actually પોતાની સાસુ ને નાપસંદ કરતી હોય છે પરંતુ બીજા લોકો ની સામે તેમની સાસુ ની સારી રીતે કેર પણ કરતી હોય છે.
(8).Conversion (રૂપાંતરણ)
આમાં વ્યકિત પોતાની strong emotional conflict ને physical symptoms માં convert કરે છે. જેનું કોઇ દેખીતું કારણ હોતું નથી. આ mechanism સંપૂર્ણપણે unconscious લેવલ પર ઓપરેટ થાય છે.
*Ex.*કોઈ વ્યક્તિ પોતાના ક્લોઝ ફ્રેન્ડ ના ડેથ ના સમાચાર સાંભળી પોતાના બંને પગ નું બેલેન્સ ખોઈ બેસે છે અને બેભાન થઇ જાય છે.
(9)Dissociation
આ ડીફેન્સ મિકેનિઝમમાં, વ્યક્તિ પોતાની Usual awareness of self ને બદલી ને ઈમોશનલ સ્ટ્રેસ નો સામનો કરે છે.વ્યક્તિ રિયલ વર્લ્ડ થી દૂર થઇ જાય છે અને immature બિહેવિયર કરે છે.આજુ બાજુ શું ચાલી રહ્યું છે તેમને કાંઈ ખબર હોતી નથી.
*Ex.*એક વ્યક્તિ પોતાની શરમ અને આત્મધિક્કાર ની લાગણીઓ થી બચવા માટે અર્ધજાગ્રત પ્રયાસ માં બુલીમિક ઇટિંગ( વધારે પડતું ખાવું )કરવા લાગે છે..
(10).Denial(ઇન્કાર/અસ્વીકાર)
આ એક સામાન્ય અને બધા જ Defense mechanism માં સૌથી જુનું/પ્રાચીન Defense mechanism છે. આમાં વ્યકિત પોતાને ન ગમતી કે દુઃખદાયક વસ્તું ઘટનાઓનો અસ્વીકાર કરે છે અને reality ને face કરવાનું refuse કરે છે. સામાન્ય રીતે વ્યકિત death, serious illness, painful and fearful બાબતો માટે Denial નો Use કરે છે.
Ex. પુત્ર જયારે દારૂનો વ્યસની હોય, તો તેની માતા પાડોશીઓ તરફથી જયારે પુત્ર અંગે ફરીયાદ કરવામાં આવે છે ત્યારે માતા ખુબ જ કામમાં busy હોવાનો ડોળ કરે છે અને પાડોશીઓની ફરીયાદ પ્રત્યે બિલકુલ ધ્યાન આપતી નથી.
MENTAL HEALTH TEAM OR MULTIDISCIPLINARY TEAM (મેન્ટલ હેલ્થ ટીમ અથવા મલ્ટી ડિસિપ્લિનરી ટીમ)
કોઈપણ ગ્રુપની Success માટે ટીમવર્ક જરૂરી છે. ટીમવર્કનો અર્થ એ છે કે ટીમના હિત, લક્ષ્ય અથવા ધ્યેયની સિદ્ધિ માટે ટીમના દરેક સભ્યનો સંયુક્ત, સહ-સંકલિત અને સમર્પિત પ્રયાસ.
મેન્ટલ હેલ્થ ટીમ તરીકે ઓળખાતા થેરાપ્યુટીક (રોગ નિવારક) એનવાયરમેન્ટના પ્રમોશનમાં અનેક બ્રાન્ચના મેમ્બર્સ ભાગ લે છે. તેમાં ઘણા બધા મેમ્બર્સ નો સમાવેશ થાય છે. જે નીચે મુજબ છે.
•Psychiatrist(મનોચિકિત્સક)
તેઓ મેડિકલ ડોક્ટર હોય છે જે મેન્ટલ અને ઈમોશનલ ડિસોર્ડર નું ડાયગ્નોસીસ ,ટ્રીટમેન્ટ અને પ્રિવેનશન પ્રુવાઈડ કરે છે.થેરાપી સેશન કન્ડકટ કરે છે અને તેઓ મેન્ટલ હેલ્થ ટીમના લીડર હોય છે.મેડિકેશન અને થેરાપી પ્રીસ્ક્રાઇબ કરે છે અને કાઉન્સેલિંગ પૂરું પાડે છે.સા્યકિયાટ્રિસ્ટ એ મેડિકેશન મેનેજમેન્ટ, સાયકોથેરાપી અને અલ્ટરનેટિવ થેરાપી જેવી ટ્રીટમેન્ટ વ્યક્તિને પુરી પાડે છે જે મેન્ટલ ઇલનેસ ને મેનેજ કરવા હેલ્પ કરે છે.
•General Physician(જનરલ ફિઝીશયન)
મેન્ટલ ડિસોર્ડર ધરાવતા લોકો માટે જનરલ ફીઝીશયન એ ઘણીવાર contact નું પ્રથમ પોઇન્ટ હોય છે,mentally ill પેશન્ટ ને support અને advice આપે છે. તેમની પાસે વધુ ચોક્કસ psychological ટ્રીટમેન્ટ નો અનુભવ અને ટ્રેનિંગ હોય છે.જનરલ ફિઝિશીયન યોગ્ય રીતે guide કરી અને પેશન્ટને હેલ્પ કરશે.
Mental Health Nurse(મેન્ટલ હેલ્થ નર્સ)
કલાયન્ટની નર્સીંગ needs ને Assess કરે છે અને સમજે છે. Holistic નર્સિંગ કેર પ્રુવાઈડ કરે છે.મેડિકેશન પૃવાઈડ કરે છે અને મોનીટરીંગ કરે છે.પેશન્ટ ના રિકોર્ડ્સ અને રિપોર્ટ્સ મેન્ટેન કરે છે.Nurses પેશન્ટ સાથે કાઉન્સેલિંગ અને psychotherapy carry out કરે છે.પેશન્ટ ની કેર કરવાની જવાબદારી હોય છે,
કલાયન્ટ અને ફેમિલી મેમ્બર્સ ને એજ્યુકેટ કરે છે અને ટ્રીટમેન્ટ પુરી પાડે છે.
•Clinical Psychologist(ક્લિનિકલ મનોવૈજ્ઞાનિક)
ક્લિનિકલ સાયકોલોજિસ્ટ એક પ્રોફેશનલ છે જે પેશન્ટ ના મેન્ટલ હેલ્થ ડીસઓર્ડર જુએ છે. તેઓ મુખ્યત્વે Anxiety , ડિપ્રેશન, એડિક્શન, સ્ટ્રેસ જેવા મેન્ટલ પ્રોબ્લેમ ધરાવતી વ્યક્તિ ઓ સાથે work કરે છે.
હોસ્પિટલ્સ અને કમ્યુનિટી હેલ્થ ટીમમાં બંનેમાં work કરે છે.પેશન્ટ ની મેન્ટલ હેલ્થની જરૂરિયાતોના અસેસમેન્ટમાં હેલ્પ કરવી અને વ્યક્તિઓ અને group સાથે psychological therspies નું plan કરે છે.
•Psychiatric Social Worker(સાયકીયાટ્રીક સામાજિક કાર્યકર)
Social work માં માસ્ટર ડિગ્રી અથવા Ph.d હોય છે તે હેલ્થ સર્વિસીઝ ને બદલે social સર્વિસીઝ માટે કાર્યરત છે.કમ્યુનિટી રિસોર્સીંસ અને એનવાયરન્ટમેન્ટ સાથેની વ્યક્તિઓની adaptive કેપેસીટી નો ઉપયોગ કરે છે.રીફર્ડ પેશન્ટ માટે કાઉન્સેલિંગ અને advice આપે છે તથા ગ્રુપ થેરાપી સેસન નું આયોજન કરે છે.
•Occupational Therapist(વ્યવસાયિક થેરાપીસ્ટ)
મનોરંજન, વ્યવસાયિક અને એકટીવીટી પ્રોગ્રામ્સ માટે જવાબદાર છે.પેશન્ટ ને સ્કિલ ઈમ્પ્રુવ કરવામાં મદદ કરે છે જે તેમને ઈમ્પ્લો યમેન્ટ (રોજગાર) મેળવવા અથવા જાળવી રાખવા, અને તેમના daily life નો સામનો કરવામાં help કરે છે.
તેઓ હોસ્પિટલ્સ અથવા કમ્યુનિટી માં વર્ક કરે છે.
વ્યક્તિગત અથવા group માં વિવિધ પ્રકારની theapy provide કરે છે.
•Educational Therapist(એજયુકેશનલ થેરાપીસ્ટ).
ઇફેક્ટિવ ઇન્સ્ટ્રકશન નક્કી કરે છે; મેથડ્સ,વ્યક્તિની કેપેસીટી નું અસેસમેન્ટ કરવું અને અવ્યવસ્થિત બાળકો માટે વિશિષ્ટ પ્રોગ્રામ્સ સિલેક્ટ કરવા વગેરે.
ઈમોશનલ અને બિહેવિયરલ પ્રોબ્લેમ્સ ધરાવતા હોસ્પિટલમાં સ્ટુડન્ટ માટે સતત શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરે છે.હેલ્થ એજ્યુકેશન બાળકોને તથા પેરેન્ટ્સ પૃવાઈડ કરે છે.
•Musical Therapist (મ્યુઝિકલ થેરાપીસ્ટ)
Musical થેરાપીસ્ટ એ Music નો ઉપયોગ કરી વ્યક્તિના મેન્ટલ હેલ્થ ને પ્રમોટ કરે છે.Music દ્વારા, પોતાના expression પર ફોકસ કરે છે.મેમરી, અટેનશન અને કન્સન્ટ્રેશનમાં ઈમ્પ્રુવમેન્ટ ને પ્રમોટ કરે છે અને વ્યક્તિને તેની અચીવમેન્ટ પર પ્રાઉડ ફીલ કરવાની તક પૂરી પાડે છે.music દ્વારા વ્યક્તિના મેન્ટલ હેલ્થ ને ઈમ્પ્રુવ કરવાનો પ્રયત્ન કરે છે.
•Psychodrama Therapist(સાયકોડ્રામા થેરાપીસ્ટ).
તેઓ ડ્રામા અને રોલ પ્લે એકટીવીટી કરી લોકોને પોતાની ફીલિંગ્સ અને ઈમોશનલ કોન્ફલીક્ટ ને વ્યક્ત કરવા માટે મોટીવેટ કરે છે. સાયકોડ્રામા થેરાપીસ્ટ પણ મેન્ટલ હેલ્થ ટીમ ના એક ઈમ્પોર્ટેન્ટ મેમ્બર છે.
•Diversional play therapist(ડાઇવરઝનલ પ્લે થેરાપીસ્ટ)
તેઓ રમત દરમિયાન બાળક અથવા કલાયન્ટ નું ઓબઝર્વેશન કરે છે. રમતી વખતે બાળકની વર્તણૂક, રમકડાંનો પ્રકાર અને તેમના પ્રત્યેની તેમનું રીએક્સન વગેરે નું ઓબઝર્વેશન કરે છે.
•Recreational Therapist(મનોરંજન થેરાપીસ્ટ)
Recreational (મનોરંજક) એકટીવીટી કરી કલાયન્ટને પર્સનલ thought,ફીલિંગ્સ અને ઈમોશનમાં વધુ attention થી prevent કરવા માટે તેમનું ધ્યાન બહાર રીડાયરેક્ટ કરવા મોટીવેટ કરે છે.તેઓ કલાયન્ટ ને મનોરંજન પૂરુ પાડે છે જેથી તેમના મેન્ટલ હેલ્થ ને ઇમપેર્ડ થતી અટકાવી શકાય છે.
•Speech Therapist(સ્પીચ થેરાપીસ્ટ)
સ્પીચ થેરાપીસ્ટ એ speech, language અને communication ધરાવતા ડીસઓર્ડર નું અસેસમેન્ટ, ડાયાગનોસીસ અને ટ્રીટમેન્ટ પુરી પાડે છે.સ્પીચ થેરાપીસ્ટ એ અન્ય હેલ્થ કેર પર્સનલ ને ટ્રેનિંગ પણ આપે છે.
•Dietician(ડાયેટિશિયન)
ડાયેટિશિયન એ કલાયન્ટને ડાઇટ બેલેન્સ કરવા માટે હેલ્પ કરે છે.Psychiatric મેન્ટલ હેલ્થ ટીમ માટે રિસોર્સ પર્સન તરીકે તેમજ ન્યુટ્રીશનલ ડિસોર્ડર જેમ કે anorexia nervosa, bulimia nervosa અને pica( ન ખાવાની વસ્તુઓ ખાવી) વગેરે થી suffer થતા ક્લાયન્ટ માટે nutritional counselor તરીકે કાર્ય કરે છે.કલાયન્ટ ને તેની ઇટિંગ પેટર્નને ઈમ્પ્રુવ કરવા માટે હેલ્પ કરે છે.
Clergymen Or Chap lain (ધર્મગુરુ)
તેઓ રિલીજીયસ (ધાર્મિક) વ્યક્તિઓ છે જેઓ કલાયન્ટ ને હોસ્પીટલ જવા માટે મોટીવેટ કરે છે.
Mentally ill કલાયન્ટની spiritual needs (આધ્યાત્મિક જરૂરિયાતોને) identify કરે છે.
વ્યક્તિઓને support આપે છે અને જરૂરિયાત મુજબ spiritual rest આપે છે.
જ્યારે જરૂર પડે ત્યારે તેઓ કાઉન્સેલર તરીકે કાર્ય કરી શકે છે.કલાયન્ટ સાથે રિલીજીયસ બાબતો પર ડિસ્ક્સ કરે છે