Mental Health Nursing – મેન્ટલ હેલ્થ (સાયકીયાટ્રિક) નર્સિંગ
★DEFINITIONS/TERMS
(ડેફિનિશન્સ /ટર્મ્સ)
(1) Define Psychiatry–(વ્યાખ્યાયિત કરો–સાયકીયાટ્રિ)
સાયકીયાટ્રી એ મેડિસિન ની એક બ્રાન્ચ છે જેનું ફોક્સ મેન્ટલ, ઈમોશનલ અને બિહેવિયરલ ડીસઓર્ડરના diagnosis (નિદાન), ટ્રીટમેન્ટ અને તેના પ્રિવેન્સન પર રહેલું હોય છે, જેમાં મેડિકલી રીતે ક્વાલીફાઈડ વ્યક્તિઓ દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
(2) Define Psychology–(વ્યાખ્યાયિત કરો–સાયકોલૉજી)
સાયકોલોજી એ પોઝિટિવ સાયન્સ છે, જેના વડે હ્યુમન બિહેવિયર (માણસ ની વર્તણુક) અને માઈન્ડ ની સ્ટડી કરી શકાય છે.તે માટે મેડિકલ ક્વોલિફિકેશન ની જરૂર પડતી નથી.
(3) Define Mind–(વ્યાખ્યાયિત કરો–માઇન્ડ)
માઈન્ડ એ ફિલોસોફીકલ ટર્મ છે પરંતુ સાયકોલોજીકલ ટર્મ નથી.જેના વડે વ્યક્તિ થીંકીંગ (Thinking) કરે છે, ઇમેજીન (Imagine) કરે છે, રીમેમ્બર (યાદ) કરે છે, ઇચ્છા કરે છે અને સંવેદના કરે છે અથવા આવી ઘટનાઓ માટે જવાબદાર ફેકલ્ટીઓનો સમૂહ છે . માઈન્ડ એ પરસેપ્સન (perception) ,ઈમોશન (Emotion) , પ્લેઝર (Pleasure) અને પેઈન (pain) સાથે જોડાયેલ છે તેના દ્વારા વ્યક્તિ પોતાના વાતાવરણ થી aware (જાગૃત) થઇ શકે છે.માઈન્ડ એ અમૂર્ત કંપોનેન્ટ છે તેનો CNS(સેન્ટ્રલ નર્વ્સ સિસ્ટમ મા સમાવેશ થતો નથી.
(4).Define Psychoanalysis–(વ્યાખ્યાયિત કરો–સાયકોએનાલાયસીસ)
આ ચોક્કસ પ્રકારની મેન્ટલ ઇલનેસ ને Treat કરવા માટેની method છે, જેમાં વ્યક્તિને તેના ભૂતકાળ ના અનુભવો, સપનાઓ અને ફીલિંગ વિશે પૂછવામાં આવે છે અને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.નોન મેડિકલ પર્સન પણ સાયકોએનાલિસિસ ની પ્રેકટીસ કરી શકે છે.
(5).Define Adjustment-(વ્યાખ્યાયિત કરો–એડજસ્ટમેન્ટ)
વ્યક્તિ પોતાના વાતાવરણમાં spiritual (સ્પિરિચ્યુઅલ)કે ફિઝિયોલોજીકલ બદલાવ સાથે સુમેળ સાધવા માટે જે ક્રિયા, પ્રક્રિયા કે ટેક્નિક નો ઉપયોગ કરે તેને adjustment કહે છે.તેમને એડેપ્ટેશન પણ કહે છે.વ્યક્તિ ને ઘણા બધા બદલાવોનો સામનો કરવો પડે છે જે કે વાતાવરણ, ભેજ, ઓક્સિજન લેવલ વગેરે તથા job છોડવી અથવા job મા ટ્રાન્સફર થવું વગેરે.
(6).Define Personality-(વ્યાખ્યાયિત કરો-પર્સનાર્લિટી)
પર્સનાલિટી એ કોઈ સમય અને પરિસ્થિતિમાં બિહેવિયર અને વિચારની સ્થાયી અથવા કાયમી પેટર્ન છે, તેમાં વ્યક્તિના વ્યક્તિગત પ્રવાહો વાતાવરણ મા શારીરિક (Physical) અને માનસિક (Mental) ગુણધર્મો સાથે જોવા મળે છે.વ્યક્તિમાં રહેલા જુદા જુદા શારીરિક અને માનસિક ગુણો એક સાથે વાતાવરણ મા જોવા મળે છે.જેને તેની પર્સનાલિટી કહે છે
(7).Define Mental Disorder–(વ્યાખ્યાયિત કરો–મેન્ટલ ડિસઓર્ડર)
મેન્ટલ ડીસઓર્ડર જે વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તનને અસર કરી શકે છે અને તેને સુખી, સ્વસ્થ ઉત્પાદક જીવન જીવતા અટકાવે છે.અને તેમાં એબનોર્મલ બિહેવિયર જોવા મળે છે.
(8).Define Psychopatholgy –(વ્યાખ્યાયિત કરો–સાયકોપેથોલોજી)
Psyche એટલે માઈન્ડ, patho એટલે ડીઝીસ, અને logy એટલે અભ્યાસ આમ સાયકોપેથોલોજી એટલે ડીઝીસ કે એબનોર્મલ બિહેવિયર ના કારણો તથા nature નો અભ્યાસ કરવો.
(9).Define Behaviour-(વ્યાખ્યાયિત કરો-બિહેવીયર)
વ્યક્તિ દ્વારા કરવામાં આવતી covert (કોવર્ટ) કે overt (ઓવર્ટ ) એટલે કે સ્પષ્ટ કે અસ્પષ્ટ એક્ટિવિટી કે જેને ઓબઝર્વ કરી શકાય આ બિહેવિયરને કોંગનિટીવ (માઈન્ડ ), અફેક્ટિવ (મૂડ ) અને સાયકોમોટર મા વર્ગીકરણ કરવામાં આવે છે.
(10).Define Abnormal Behaviour-(વ્યાખ્યાયિત કરો-એબનોર્મલ બિહેવીયર)
વ્યક્તિની જે એક્ટિવિટીઝ નોર્મલ બિહેવિયર પેટર્ન ને અસર કરે તેને એબનોર્મલ બિહેવિયર પેટર્ન કહે છે.સામાજિક ધોરણોનું ઉલ્લંઘન, , વ્યક્તિગત પ્રોબ્લેમ્સ અને માલએડ઼ેપટીવ (ખરાબ ) બિહેવિયર વગેરે એબનોર્મલ બિહેવિયર છે.
(11).Define Insanity ((વ્યાખ્યાયિત કરો–ચિતભ્રમ,અકકલ વિહીન)
Insanity એ social and legal term છે.એનો મતલબ એવો થાય છે કે વ્યીકત પોતાનાં affairs (બાબતો)સંભાળી શકવા અસમર્થ હોય છે અને પોતે કરેલી action ની અસરો શું થશે તે જાણતા હોતા નથી.
(12). Define Psychiatric Nursing-(વ્યાખ્યાયિત કરો–સાયકીયાટ્રિક નર્સિંગ
સાઇકિયાટ્રિક નર્સિંગ એ નર્સિંગની એક બ્રાંચ છે જે મેન્ટલ ડિસઓર્ડર અને તેના પરિણામોનું પ્રિવેન્સન, કેર અને ક્યોર સાથે સંબંધિત છે. તેમનું ફોકસ મેન્ટલ હેલ્થ ના પ્રમોશન, મેન્ટલ ઇલનેસ ના પ્રિવેનશન અને મેન્ટલ ઇલનેસ દરમિયાન નર્સીંગ કેર ઉપર રહેલ હોય છે.
(13).Define Memory-(વ્યાખ્યાયિત કરો–મેમરી)
મેમરી એ માહિતી અને ભૂતકાળના અનુભવોને જાળવી રાખવા અને યાદ રાખવાની શક્તિ છે. જે માનવી મા રહેલ ગુણધર્મ છે.
(14).Define Perception-(વ્યાખ્યાયિત કરો–પરસેપ્શન)
પરસેપ્સન એટલે કે sense organ ના સંપર્ક મા આવતા કોઈપણ પદાર્થનો અર્થઘટન કરીયે તેને પરસેપ્સન કહે છે.
પરસેપ્સન ને ભૂતકાળના અનુભવના આધારે વર્તમાન ઉત્તેજનાના અર્થઘટનની પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય છે.
(15). Define Abreaction (વ્યાખ્યાયિત કરો-ભાવવિમોચન)
આ એક સાયકોએનાલિસીસ નો પ્રકાર છે જેમાં અગાઉ ભુલાય ગયેલ કે રહેલી લાગણીની અભિવ્યક્તિ જે તેને કારણે થયેલા અનુભવને પુનર્જીવિત કરીને પ્રાપ્ત થાય છે.તે realising process છે.
(16). Define Cognition (વ્યાખ્યાયિત કરો–સમજશક્તિ)
અલગ અલગ Psychological process જે જાણવા અથવા સમજવા માટે વાપરવામાં આવે તેને cognition કહે છે.જેને આપણે આપની જ્ઞાનાત્મક શક્તિ પણ કહી છીએ .
(17). Define Sensation (વ્યાખ્યાયિત કરો–સેન્સેશન )
શરીરમાં રહેલ sense organs ને બહાર ના વાતાવરણમાંથી મળતી સંવેદના ને Sensation કહે છે.સેન્સરી ઓર્ગન ની પ્રોસેસ એ ફિઝિકલ એનર્જી ને ન્યુરો લોજીકલ ઈમ્પલસીસ મા કનવર્ટ કરે છે.
(18).Define Mood (વ્યાખ્યાયિત કરો–મૂડ )
આ એક જાતની લાગણી છે કે જે લાંબા સમય સુધી ટકી રહે છે. જેમાં અમુક ચોકકસ પ્રકારની feelings જોવા મળે છે.મૂડને પ્રમાણમાં સ્થિર લાગણીશીલ સ્થિતિ તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે જેને ઘણીવાર નેગેટિવ અથવા પોઝિટિવ તરીકે વર્ણવવામાં આવે છે.
(19). Define Affect( (વ્યાખ્યાયિત કરો-લાગણી)
આ એક જાતની લાગણી છે કે જે દુઃખદાયક કે સુખદાયક હોય છે. તેને Affect કહેવાય છે.તેમાં પેશન્ટ ઇમોશન નું તરત જ એક્સપ્રેસન આપે છે.
(20).Define Affective Disorder (વ્યાખ્યાયિત કરો-અફેક્ટિવ ડિસઓર્ડર)
આ ડીસઓર્ડર મા મૂડ મા ડિસ્ટર્બન્સ જોવા મળે છે અને મૂડ ચેન્જ થવું એ મેન્ટલ ઇલનેસ નું પ્રાઇમરી સિમ્પટમ્સ છે. મેંનીયા, ડિપ્રેસન અને બાઈપોલાર ડિસોર્ડર એ અફેક્ટિવ અથવા મૂડ ડિસોર્ડર છે.
(21)Define Empathy ( (વ્યાખ્યાયિત કરો-સહાનુભૂતિ/એમ્પથી)
પોતાની ઓળખાણ ભૂલ્યા વગર બીજા વ્યક્તિઓ સાથેની લાગણી ને Empathy કહે છે.
(22). Define Id ( (વ્યાખ્યાયિત કરો-ઇડ)
Id એ unconscious વિચારો છે, જેમાં માણસ ના મનમાં વિચાર અને લાગણીઓ ઉત્પન થાય છે. જે primary થિન્કિંગ પ્રોસેસ છે જે pleasure ના પ્રિન્સિપલ પર કાર્ય કરે છે.
(23).Define Ego ( (વ્યાખ્યાયિત કરો-ઈગો)
વ્યક્તિના મનમાં યોગ્ય રીતે ઉત્પન્ન થતા ઈમોશન ને યોગ્ય રીતે બહાર આવવા દે તેને Ego કહે છે. Ego એ Id અને super-Ego વચ્ચે બેલેન્સ નું કાર્ય કરે છે તે Reality ના પ્રિન્સીપલ ઉપર કાર્ય કરે છે.
(24).Define Super-Ego( (વ્યાખ્યાયિત કરો-સુપર ઈગો)
સુપર ઈગો એ consciuos છે, જે માઈન્ડનો એવો ભાગ છે જે વ્યક્તિ ની કોઈ વર્તણુકને અમલમાં મુકવી કે નહિ તે નક્કી કરે છે.Ego દ્વારા લેવાયેલ Action ને Judge કરે છે.
(25).Define Concentration (વ્યાખ્યાયિત કરો-કોન્સેન્ટરેશન)
કોઈ ચોક્કસ કાર્ય અથવા ઉત્તેજના પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા એટલે કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એ કોઈ પણ પરિસ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ શું છે તેના પર ઇરાદાપૂર્વક માનસિક પ્રયત્નો કરવાની વ્યક્તિની ક્ષમતાનો સંદર્ભ આપે છે.
(26).Define Confusion (વ્યાખ્યાયિત કરો-કન્ફ્યુઝન )
વ્યક્તિના Consciousness મા ડિસ્ટર્બન્સ જોવા મળે છે અને તેમની સાથે વ્યક્તિને time, Place અને Person ના ઓરિએન્ટેશન મા પ્રોબ્લેમ્સ થાય છે તેમને કન્ફયુઝન કહે છે.
(27).Define Apathy (વ્યાખ્યાયિત કરો–એપથી )
વ્યક્તિને આજુ બાજુના ઇમવાયર્નમેન્ટ મા interest ન હોય અને વ્યક્તિમાં ફીલિંગ અને ઈમોશન નો અભાવ જોવા મળે તેમને Apathy કહેવાય છે. આ સ્કિઝોફરેનીયા ડીસઓર્ડર મા જોવા મળે છે.
(28).Define Agitation (વ્યાખ્યાયિત કરો–એજીટેશન)
એજિટેશન મા ઇરિટેબિલિટી અથવા સિવિયર restlessness (બેચેની) ની લાગણી સાથે Anxiety જોવા મળે છે. સાયકીયાટ્રીક વિભાગ, ઇમરજન્સી વિભાગો અને લોંન્ગ ટાઈમ કેર સુવિધાઓમાં તે એક સામાન્ય દૃશ્ય છે.
(29). Define Anxiety ( (વ્યાખ્યાયિત કરો-એન્જાયટી /ચિંતા)
Anxiety એ મેન્ટલ ડિસકમ્ફર્ટ છે. જે ફિઝિકલ સિમ્પટમ્સ સાથે દેખાય છે.જેમાં ટેન્સન ની લાગણી અને fear જોવા મળે છે.
(30).Define Aggression( (વ્યાખ્યાયિત કરો–એગ્રેશન /આક્રમકતા)
Aggression એટલે ફોર્સફુલ બિહેવિયર.લોકોને નુકસાન પહોંચાડવાના હેતુથી કોઈપણ વર્તન અથવા કાર્ય ને Aggression કહે છે.
(31).Define Idiot ( (વ્યાખ્યાયિત કરો-ઈડિયટ /મૂર્ખ)
Intelligency એકદમ ઓછી હોય છે અને સામાન્ય થી પણ સામાન્ય ભય થી પોતાનું રક્ષણ કરી શકે નહિ તેને Idiot કહે છે.
(32).Define Intelligency( (વ્યાખ્યાયિત કરો-ઇન્ટેલિજેનસી /બુદ્ધિ)
Intelligency એ વિચારવાની, અનુભવમાંથી શીખવાની, પ્રોબ્લેમ્સ નું સોલ્યૂશન કરવાની અને નવી પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવાની ક્ષમતા છે. Intelligency એ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઘણા માનવ વર્તન પર અસર કરે છે.
(33).Define Akinesia ( (વ્યાખ્યાયિત કરો–એકાઈનેશિયા )
Lack of Physical એકટીવીટી અથવા ફિઝિકલ એક્ટિવિટી નો અભાવ એટલે Akinesia કહે છે . વોલ્યુન્ટરી મુવમેન્ટ ઇમપેર્ડ અથવા લોસ થાય છે.જે કેટાટોનિક સ્ટુપર મા જોવા મળે છે.
(34). Define Acalculia (વ્યાખ્યાયિત કરો–એકેલક્યુલિયા )
એકેલક્યુલીયા એ learning ડિસોર્ડર છે. તેમાં Calculate (ગણતરી) કરવાની ability Loss થાય છે.તેમા Mathemetical ability લોસ થાય છે. જે ઓર્ગનિક બ્રેઈન સિન્ડ્રોમ મા જોવા મળે છે.
(35). Define Dyskinesia (વ્યાખ્યાયિત કરો– ડિસ્કાઈનેશિયા )
આમાં Uncontrolled અને Involuntary Muscles મુવમેન્ટ જોવા મળે છે, જેમાં body મા tremors (ધ્રુજારી ) આવે છે તેને Dyskinesia કહેવાય છે.
(36). Define Dilirium (વ્યાખ્યાયિત કરો– ડિલિરિયમ )
આ એક એકયુટ કોમન ક્લિનિકલ સિન્ડ્રોમ છે, જે રિવરસીબલ અને ઓર્ગેનિક કન્ડિશન છે, જેમાં વ્યક્તિને Confusion થાય છે.જેમાં વ્યક્તિ ધ્યાન કેન્દ્રિત કરી શકે નહિ અને તેમા એકયુટ કોગનિટીવ ડિસફંક્સન જોવા મળે છે.તેને ડેલિરીયમ કહે છે.
(37). Define Dementia (વ્યાખ્યાયિત કરો– ડિમેન્શિયા )
ડિમેનસીયા એ સિરિયસ કોંગનિટીવ ડીસઓર્ડર છે. કોઈપણ ઓર્ગનિક મેન્ટલ ડીસઓર્ડર ના લીધે પેશન્ટ ની memory, intellectual ability અને Personality ઇમપેર્ડ થાય છે.
(38). Define Delusion (વ્યાખ્યાયિત કરો– ડિલયુઝન )
ડેલ્યુઝન મા “False bellief-ખોટી માન્યતા ” જોવા મળે છે. એટલે કે વ્યક્તિની ખોટી માન્યતા કે જે સમજાવવા છતાં દૂર થતી નથી. કે જે માન્યતાઓ તેની same જાતિ, ઉંમર અને ભણતર ધરાવતી વ્યક્તિમાં જોવા મળે નહિ.
(39).Define Illusion (વ્યાખ્યાયિત કરો– ઇલ્યુઝન)
Wrong Identification Or Misperception of sensory impression અથવા Distortion Of Sense. જેમાં વ્યક્તિ ઓબ્જેકટ કે વસ્તુ ને ઓળખવામાં mistake અથવા Misinterpretation (ખોટી ધારણા) કરે છે. ઓરીજીનલ જે વસ્તુ હોય છે તેના બદલે કઈંક અલગ માની લે છે. Example : દોરડાને સાપ માની લે છે.
(40). Define Hallucination (વ્યાખ્યાયિત કરો– હેલ્યુંસીનેશન)
A False sensory perception occuring without the external stimulation of the sensory involvement.
હેલ્યુઝિનેશન એટલે કે ઓબ્જેક્ટ ન હોવા છતાં તેનો આભાસ થવો. Example તરીકે અવાજો સંભળાવા (ઓડિટરી હેલ્યુઝિનેશન), કોઈ મારવા આવે તેવો ભાસ થવો (Visual Hallucination) વગેરે.
(41). Define Chorea (વ્યાખ્યાયિત કરો– કોરીઆ )
Chorea એ મુવમેન્ટ ડિસોર્ડર છે. જેમાં કારણ વિના Muscles મા મુવમેન્ટ જોવા મળે છે.જેમ કે arms, legs અને Facial muscles મા અનિયંત્રિત મુવમેન્ટ થાય છે.
(42). Define Paresthesia (વ્યાખ્યાયિત કરો– પેરાસ્થેસિયા
આમાં વ્યક્તિને એબનોર્મલ tectile(સ્પર્શ) sensation થાય છે. જેમ કે burning sensation, tingling(ખાલી ચડવી), નીડલ sensation એટલે કે કોઈ સોય મારે તેવી લાગણી થાય છે.
(43). Define Euphoria (વ્યાખ્યાયિત કરો– યુફૉરિયા )
મૂડ માં માઈલ્ડ એલીવેશન જોવા મળે છે. અને વ્યક્તિ ઇમોશનલ અને ફિઝિકલ વેલ-બેઇંગ ફીલ કરે છે.આ મેંનીયા મા જોવા મળે છે.
(44).Define Cyclothymid (વ્યાખ્યાયિત કરો– સાયક્લોથયમિડ )
ડિપ્રેસન અને મેંનીયા ના અનુભવ પ્રત્યેની વૈકલ્પિક ટેંડેંસી ને cyclothymid કહેવાય છે.
(45). Define Puerperal Psychosis (વ્યાખ્યાયિત કરો-પરપયુરલ સાયકોસિસ )
જેને post partum psychosis પણ કહેવાય છે.Child Birth પછી Mother માં જોવા મળતી મેન્ટલ ઇલનેસ ને puerperal psychosis કહે છે.
(46). Define Pica (વ્યાખ્યાયિત કરો-પાઈકા)
વ્યક્તિ ન ખાવાની વસ્તુઓ ખાય છે તેને Pica કહેવાય છે. જેમ કે માટી, ચોક ,ભૂતડો વગેરે, તે એક ઇટિંગ ડીસઓર્ડર છે પરંતુ અત્યારની મેન્ટલ ઇલનેસ નું પરિણામ છે.
(47). Define Panic (વ્યાખ્યાયિત કરો-પેનિક)
આ એક Anxiety નો એક્યૂટ સિવિયર એટેક છે જેના લીધે વ્યક્તિની પર્સનાલિટી અથવા Ego માં Disorganization (કારણ વગરનો આકસ્મિક ભય ) જોવા મળે છે.
(48). Define Waxy-flexibility-(વ્યાખ્યાયિત કરો-વેકસી-ફ્લેક્સિબિલિટી)
પેશન્ટ એક ને એક જ પોઝિશન માં લાંબા સમય સુધી રહે છે. વ્યક્તિ ના હાથ અને પગ મીણ ની જેમ વળેલા હોય છે અને તે awkward પોઝિશન માં જ કલાકો સુધી બેસી રહે છે. આ કેટાટોનિક સ્કિઝોફ્રેનિયા માં વધુ જોવા મળે છે.
(49).Define Stereotype Activity (વ્યાખ્યાયિત કરો-સ્ટીરિયો ટાઈપ એક્ટિવિટી )
જયારે વ્યક્તિ એકની એકજ એકટીવીટી, પોઝિશન, મુવમેન્ટ અથવા સ્પીચ નું સતત અને વારંવાર રિપીટેશન કરે તેને Stereotype Activity કહે છે.
(50).Define Catalapsy (વ્યાખ્યાયિત કરો-કેટાલેપ્સી)
વ્યક્તિ તેની કોઈપણ મુવમેન્ટ વગર કોન્સ્ટન્ટ તેની એકજ પોઝિશન માં રહે તેને કેટાલેપસી કહે છે.તે સ્કિઝોફરેનીયા ના પેશન્ટ માં જોવા મળે છે.
(51).Define Echolalia (વ્યાખ્યાયિત કરો-ઇકોલેલીયા)
આમાં વ્યક્તિ અન્ય વ્યક્તિ દ્વારા બોલવામાં આવેલ શબ્દોનું રિપીટેશન કરે છે. આમાં વ્યક્તિ અન્ય વ્યક્તિ ના સ્પીચ ની Copy કરે છે.Example તરીકે નર્સ તેને પુછશે કે તમને કેમ છે? તો આવી વ્યકિત નર્સ ને સામું પછશે કે તે તમને કેમ છે?
(52). Define Echoprexia (વ્યાખ્યાયિત કરો-ઇકોપ્રેકસીયા)
Tendency to repeat other persons’ activity, એટલે કે અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ activity નું રિપીટેશન કરે છે અથવા activity ની copy કરે છે. Example તરીકે કોઈ વ્યક્તિ પોતાના માથા ઉપર હાથ રાખે તો તે પણ પોતાના માથા પર હાથ રાખે.
(53)Define Mannerisms (વ્યાખ્યાયિત કરો-મેનેરીઝમ )
તે stereotype મુવમેન્ટ છે, તેમાં વ્યક્તિ વારંવાર એક ને એકજ મુવમેન્ટ કરે છે અથવા એકજ મુવમેન્ટ ને વારંવાર રિપીટ કરે તેને Mannerism કહે છે. Example તરીકે કોઈ વ્યક્તિ વાતો કરતી વખતે પોતાના ખભા વારંવાર ઉંચા કરે.
(54)Define Verbigeration or word salad (વ્યાખ્યાયિત કરો-વરબિઝરેશન /વર્ડ સલાડ )
પેશન્ટ એકનાં એક શબ્દ કે વાકય વારંવાર બોલ્યા કરે છે તેમનો Stereotype speech માં સમાવેશ થાય છે.
(55).Define Clang Association (વ્યાખ્યાયિત કરો-કલંગ ઓફ એસોસિયેશન)
It is the repetition of rhyming words like bat, cat. rat, sat etc. આમાં વ્યકિત rhythm (પ્રાસ) માં આવતાં શબ્દો વારંવાર બોલ્યા કરે છે.તેમને Clang Association કહે છે.
(56).Define Negativism (વ્યાખ્યાયિત કરો-નેગેટીવીઝમ )
psychological defence mechanism નો એક પ્રકાર છે જેમાં તમે વ્યક્તિને જે કાંઈ સુચન કરશો તેનો હંમેશા વિરોધ સમાય અવરોધ કરશે.તે વારંવાર મ્યુટિઝમ, ફૂડ ની ના પાડી ને અને ક્લાયંટની સંભાળ રાખવાના પ્રયત્નોના પ્રતિકારના સ્વરૂપમાં વ્યક્ત થાય છે.
(57). Define Obsession ((વ્યાખ્યાયિત કરો–ઓબસેશન)
વ્યક્તિની ઈચ્છા ન હોવા છતાં વિચારો નું રિપીટેશન થાય છે અને આ બધું જાગૃત અવસ્થામાં જ થાય છે.જે Anxiety અને Fear નું કારણ બને છે. Example તરીકે વ્યક્તિને જીવજંતુઓના ક્ન્ટામિનેશન ના વારંવાર વિચારો આવે.
(58). Define Compulsion (વ્યાખ્યાયિત કરો-કમ્પલશન)
ઈચ્છા ન હોવા છતાં, હેતુ વગરની ક્રિયાઓનું સતત રિપીટેશન કરવું અને તેને કંટ્રોલ કરી શકાતું નથી.
Example વારંવાર હાથ ધોવા,દરવાજો locked છે કે નહિ તે ચેક કરવું.
(59)Define Cluster Phobia (વ્યાખ્યાયિત કરો-ક્લસ્ટર ફોબિયા)
Fear of Closed Place એટલે કે બંધ જગ્યા નો કારણ વગરનો ડર.example બન્ધ રૂમ માં વ્યક્તિને ડર લાગવો.
(60) Define Violence (વ્યાખ્યાયિત કરો–વાયોલન્સ )
આમાં વ્યક્તિ પોતાની ગુસ્સાની લાગણી ને criminal સ્વરૂપે પ્રદર્ષિત કરે છે. Example તરીકે rape, Murder અને suicide વગેરે.વ્યક્તિનું બિહેવિયર એગ્રેસીવ જોવા મળે છે.
or
(60)Define Violence (વ્યાખ્યાયિત કરો–વાયોલેન્સ)
આ એક expression(એક્સપ્રેશન) છે જેમાં aggressiveness(એગ્રેસિવનેસ) માં murder(મડર), assaults(મારા-મારી), rape(રેપ), damaging self(પોતાને નુકશાન) and others and suicide(સ્યુસાઈડ) થાય છે.
વ્યક્તિ પોતાની ગુસ્સાની લાગણીને criminal સ્વરૂપે પ્રદર્શીત કરે છે.
.દા.ત. ખૂન, બળાત્કાર,
(61).Define Suicide
It means self destruction.
(પોતાની જાત ને નુકશાન પોહચાડવું કે ખતમ કરી નાખવી.)
દા. ત :-આત્મ હત્યા
(62) Define Dilemma (વ્યાખ્યાયિત કરો–ડીલેમા)
કોઈ પણ બે કંડીશન માથી એક નિર્ણય ન લય શકવો.
દાત . કે bsc. nursing કરવું કે પછી general nursing (GNM) કરવું.
(63). Define Conversion (વ્યાખ્યાયિત કરો-કન્વર્ઝન )
Anxiety (એંકઝાયટી) નું ફિઝિકલ symptoms માં change(ચેનજ) થવું.
આમાં વ્યક્તિ પોતાની અંદર ની Anxiety (એંકઝાયટી) / tension (ટેન્શન) ને ફિઝિકલ movement દ્વારા પ્રદર્શિત કરે છે .
(64).Define Copping Mechanism (વ્યાખ્યાયિત કરો–કોપિંગ મિકેનિઝમ)
(કોપિંગ મેકેનીઝમ)
Dealing with stress. જયારે જીવનમાં stress ઉત્પન્ન થાય છે ત્યારે તેના સામનો કરવા વ્યક્તિ આનો ઉપયોગ કરે છે.
(65) Define Transference (વ્યાખ્યાયિત કરો–ટ્રાન્સફરન્સ)
આમાં unconsciously એક વ્યક્તિ ની image ની બીજા સાથે સરખામણી કરે છે, જેમાં નર્સની height and age પોતાની દીકરીને મળતી આવતી હોય તો દર્દી નર્સ ને પોતાની દીકરી સમજે છે અને તેની દીકરી જેવું વર્તન તેની સાથે કરે છે.
(66)Define Counter Transference (વ્યાખ્યાયિત કરો–કાઉન્ટર -ટ્રાન્સફરન્સ)
આમાં જાણતા – અજાણતા સારવાર કરનાર વ્યક્તી એ દર્દી સાથે ઈમોશનલ સંબંધ બાંધે છે….
સારવાર કરનાર વ્યક્તી એ દર્દી પોતાનું માની બેસે છે….
(67)Define Decompensation (વ્યાખ્યાયિત કરો–ડી- કોમપેનસેશન)
Copping Mechanism (કોપિંગ મેકેનીઝમ) એ break-down (બ્રેક ડાઉન) થાય છે.
(68) Define Dysmnesia (વ્યાખ્યાયિત કરો–ડિસમેન્સયા)
Impaired memory or Group of disorders (Mental attention, judgment, emotional and orientation)
મેમરી impairment થાય છે અથવા ઘણાં mental function માં ડિસઓર્ડર જોવા મળે છે જેમ કે attention, judgment, emotional and orientation….
(69)Define Dyslexia (વ્યાખ્યાયિત કરો–ડિસલેકસિયા)
Learning disability(ડીસ્એબિલીટી), નવી બાબત (ખાસ કરીને ભણતરને લગતી) શીખવામાં મુશ્કેલી પડે છે school performance ખરાબ હોય છે.
(70). Define Fixation (વ્યાખ્યાયિત કરો–ફિક્સેશન)
વ્યક્તી ની ઉંમર વધવા ની સાથે તેના ફિઝિકલ growth સાથે મેન્ટલ growth થતો નથી….
(71 )Define Hypochondria (વ્યાખ્યાયિત કરો–હાઇપોકોન્ડ્રિયા)
વ્યક્તિ ને પોતાની health related વધુ anxiety હોય છે….
પોતાની health પર વધુ concentrate(કોન્સેન્નટ્રેટ) હોય છે.
નાનું એવું ulcer થયું હોય તો પણ કેન્સર થયું છે એવું લાગે અને તેની ચીંતા કરે
(72)Define Flight of Ideas (વ્યાખ્યાયિત કરો–ફ્લાઇટ ઓફ આઇડિયા)
આમાં વિચારોની પ્રક્રિયા ખુબ જ ઝડપથી ચાલતી હોય છે, જો કે એક પણ idea complete થતો નથી.
આમાં વ્યક્તિ એ ખુબજ વિચારશીલ હોય છે most of mania માં આ જોવા મળે છે….
(73) Define Retardation (વ્યાખ્યાયિત કરો–રિટયાર્ડશન)
આમાં વિચારોની movement ખુબ slow હોય છે. દર્દી ખૂબ જ ધીમે-ધીમે અને નીચા અવાજે બોલે છે. દર્દી વિચારી શકતો નથી…
આવા વ્યક્તિ નો IQ ઓછો હોય છે….
(74)Define Thought Preservation (વ્યાખ્યાયિત કરો–થોંટ પર્સિવેશન)
આમાં દર્દી એક ની એક બાબત /વિચાર વારંવાર repeat કરે છે….
આ વિચાર તેની સાથે સંકળાયેલ હોય પણ અને ન પણ હોય…
(75) Define Circumstantiality (વ્યાખ્યાયિત કરો–સરકમસ્ટેનશ્યાલિટી)
આ વિચારો નાં flow માં થતો disturbance નો એક પ્રકાર છે જેમાં દર્દી ને જે સવાલ પૂછવા માં આવેલો હોય તેનો જવાબ આપવા નાં બદલે બીજી બાબતો નો સમાવેશ કરે પોતાની વાતો માં…..છેલ્લે સરખો જવાબ આપે.
દા. ત :-પેશન્ટ ને પૂછો તમારું નામ શું છે તો પેશન્ટ પોતાનું નામ આપવા ના બદલે બીજી વાતો કરશે છેલ્લે તેનું નામ આપશે
(76) Define Tangantiality (વ્યાખ્યાયિત કરો–ટેનજેનશિયાલિટી )
દર્દીને પ્રશ્ન પુછવામાં આવે તો તે response આપે છે, પણ તેમા સીધો જવાબ દેવાનાં બદલે દર્દી ઘણી બધી બિનજરૂરી બાબતો (કે જેની જરૂર હોતી નથી) જણાવ્યા રાખે છે પરંતું જે જવાબ દેવાનો હોય છે તે આપતો નથી. છે. આ લક્ષણ schizophrenia માં જોવા મળે છે.
(77)Define Incoherence (વ્યાખ્યાયિત કરો–ઇનકોહરન્સ)
વિચારો નો કોઈ sequence હોતો નથી એક વિચાર બીજાવિચાર માં મળી જાય છે….
(78)Define Blocking (વ્યાખ્યાયિત કરો–બ્લોકીગ)
વ્યક્તિ અચાનક વાત કરવાનું બંધ કરી દે છે એટલે કે તેની વિચારોની ટ્રેનમાં અચાનક વિક્ષેપ પડી જાય છે….
(79)Define Ideas of reference (વ્યાખ્યાયિત કરો–આઇડિયા ઓફ રેફરન્સ )
Delusional beliefs(ડેલ્યુંઝનલ બિલીફ) that other people are talking about him, delusion નો એક પ્રકાર છે જેમાં એવું જ લાગે કે બીજા બધા મારી જ વાતો કરે છે….
જો કોઈ તેની સામે જોઈ ને બીજા સાથે વાત કરે તો તેને તેણીજ વાતો કરતાં હોય તેવું લાગે
(80)Define Thought Broadcasting (વ્યાખ્યાયિત કરો–થોંટ બ્રોડકાસ્ટિંગ ):-
દર્દી ને એવું લાગે છે કે લોકો મારા વિચારો જાણી જાય છે અને બીજા ને જણાવી દે છે…..
(81)Define Thought Insertion (વ્યાખ્યાયિત કરો–થોટ ઈનસરશન)
દર્દી ને એવું લાગે કે બીજા લોકો દ્વારા તેનાં મગજમાં અન્ય વિચારોને implant કરવામાં આવે છે.
(82)Define Korsakoff Psychosis (વ્યાખ્યાયિત કરો–કોરસ્કોફ સાઈકોસીસ)
Impairment with confabulation. આ psychosis નો એક પ્રકાર છે, જેમાં દર્દીને memory માં impairment થાય છે અને સાથે confabulation જોવા મળે છે.
(83). Define Alcoholism (વ્યાખ્યાયિત કરો–આલ્કોહોલિઝમ)
આ એક (chronic) ક્રોનિક dependency (ડિપેન્ડન્સી) છે જેમાં વ્યક્તિ alcohol નું સેવન કરે છે જેનાથી તેનું mental disturbance થાય છે અને economical, social problem નો સામનો કરવો પડે છે, જેમાં વારંવાર alcohol drink કરવામાં આવે છે અને તે પણ એટલી
વધારે માત્રામાં કે જેથી વ્યકિત પોતાનું માનસીક સંતુલન ગુમાવે છે…
(84). Define Lesbianism (વ્યાખ્યાયિત કરો–લેસબિનીઝમ)
Female homosexuality. એમાં બે સ્ત્રી ઓ વચ્ચે sexual relationship જોવા મળે છે.
(85). Define Frigidity (વ્યાખ્યાયિત કરો–ફ્રીજિડિટી)
જ્યારે સ્ત્રી એ પોતાના sexual partner સાથે sexual activity દરમીયાન કોઇ response ન બનાવે ત્યારે તેને frigidity કહે છે.
(86)Define Libido (વ્યાખ્યાયિત કરો–લિબિડો)
Sexual desire/drive(ઈચ્છા).સેક્સ ની ઈચ્છાને ને લીબિડો કહે છે.
(87). Define vaginismus (વ્યાખ્યાયિત કરો–વાજાઈનીસમ્સ)
આ કંડીશન માં પેહલા ની કોઈ ઘટના કે sexual activity નાં લીધે vagina માં spasm આવેલ હોય છે જેના લીધે intercourse દરમિયાન pain થાય છે……
(88). Define Voyeurism (વ્યાખ્યાયિત કરો–વોયુરિઝમ)
અન્યની sexual activity ને જોઈને પોતાને પ્રાપ્ત થયેલ sexual arousal (એરાઉસલ).
(89).DefineTranssexualism(વ્યાખ્યાયિત કરો–ટ્રાન્સસેક્સ્યુઅલિઝમ)
વિરોધી જાતિ બનવાની ઇચ્છા….
દાત. Male ને female બનવાની અને female ને male બનવાની..
(90)Define Transvestitism (વ્યાખ્યાયિત કરો–ટ્રાન્સ્વેસ્ટિટિઝમ)
વિરુદ્ધ જાતિના કપડાં પહેરીને પ્રાપ્ત થયેલ sexual સંતુષ્ટિ.
91).Define fetishism (વ્યાખ્યાયિત કરો–ફેટિશિઝમ)
વિરુદ્ધ સેક્સ ના કપડા, એન્ડ્રવીયર પેહરીને સેક્સુઅલ આનંદ મેળવે છે. (clothing, underwear etc)
(92). Define Satyriasis (વ્યાખ્યાયિત કરો–સ્ટરીયાસીસ)
એટલે કે પુરૂષમાં જોવા મળતી સેક્સ ની ખુબ વધું ઇચ્છા.
(93)Define Necrophilia (વ્યાખ્યાયિત કરો–નેક્રોફિલિયા)
મૃત શરીર સાથે sexual activity કરવી….
(94)Define Nymphomania (વ્યાખ્યાયિત કરો–નાયફોમેનિયા) :- –
Excessive sexual desire. Sex લગતા જ વિચારો આવતા હોય.
(95)Define Exhibitionism(વ્યાખ્યાયિત કરો–એકશિબિશોનિસ્મ) :–
A sexual disorder જેમાં વ્યકિત પોતાનાં genital organs અયોગ્ય સ્થળે જાહેરમાં પ્રદર્શીત કરે છે.
(96)Define Masochism((વ્યાખ્યાયિત કરો-માસોચિસ્મ) :-
વ્યકિત પોતાનાં sexual partner ને શારીરીક કે માનસિક ઈજા કરી તેને દર્દ થી પીડાતા જોય ને Sexually satisfaction મેળવે છે.
દાત. પોતાના sexual partner બટકું ભરી લોહી કાઢે વગેરે…
(97)Define Macropsia((વ્યાખ્યાયિત કરો-મેક્રોપસિયા) :-
આ એક ઇલયુઝન છે (An Illusion) જેમાં વસ્તું હોય તેનાં કરતા મોટી લાગે છે
દાત. Cricket ball એ foot ball જેવો લાગે…
(98)Define Malingering((વ્યાખ્યાયિત કરો-મલિંગેરિંગ) :
કોઈ પણ જવાબદારી લેય નહિ..જવાબદારીઓથી દૂર થાય છે.
(99)Define Oedipus complex((વ્યાખ્યાયિત કરો-ઓડીપસ કોમ્પલેક્સ) :-
એક condition,જેમાં child ને તેનાં opposite sex ધરાવતા parent પ્રત્યે attachment થાય છે. દા.ત. છોકરાને તેની mother ગમવા લાગે છે અને છોકરીને તેનાં father પ્રત્યે attachment થાય છે.
(100)Define Ambivalence (વ્યાખ્યાયિત કરો-એમ્બીવેલેન્સ) :-
એક જ વ્યકિત કે વસ્તું પ્રત્યે બે પ્રકારની વિરુધ્ધ લાગણી થવી. આ એક સિકકાની બે બાજું જેવી પરીસ્થિતિ છે જેમાં એક બાજુ દેખાય છે પરંતુ બીજી બાજુ હાજર હોય છે…
આપણ ને parent પ્રત્યે feeling of love and hate બન્ને હોય……
(101)Define Depersonalization((વ્યાખ્યાયિત કરો-ડી- પર્સોનલાઈઝેશન) :–
વ્યક્તી ની પોતાની identity થી અલગ હોય પોતાની ઓળખ ભૂલી જાય… કે પોતે શું છે…..
(102)Define Phobias((વ્યાખ્યાયિત કરો-ફોબિયા) :-
કોઈ વસ્તુ/વ્યકિત થી કારણ વગર ખુબ જ ડર લાગવો અને તે બાબત નાં જ સતત વિચારો આવે….
(103)Define Depression((વ્યાખ્યાયિત કરો-ડી-પ્રેશન) :-
આ condition માં પેશન્ટ એ sadness(ઉદાસ) અને હતાશા ની લાગણી અનુભવે છે… જેમાં વ્યક્તિ બેસી રહે, કંઈ બોલે-ચાલે નહિ, room માં પોતાને બંધ કરી બેસી રહે..
(104)Define Grief((વ્યાખ્યાયિત કરો-ગ્રિફ- દુઃખ) :-
જયારે close relation ધરાવતી વ્યકિતનું અવસાન થાય કે કોઈ significant વસ્તુંગુમાવીએ છીએ ત્યારે જે હતાશાની લાગણી થાય છે તેને grief કહે છે…..
(105)Define Distractibility((વ્યાખ્યાયિત કરો-ડીસ્ટ્રેક્ટીબિલીટી) :-
જ્યારે વ્યક્તી કોઈ કાર્ય કે વસ્તુ પ્રત્યે પુરતું ધ્યાન આપી શકે નહિ ત્યારે તેને distract કહેવાય…..
(106)Define Confabulation((વ્યાખ્યાયિત કરો-કોનફેબ્યુંલેશન) :-
આમાં વ્યક્તિ પોતાની main વાત ભૂલી ગયો હોય છે અને એ વાત એ બીજી કોઈ વાત માં રહેલ gap કે તેની સાથે જોડી દે છે… કે જેનું કોઈ અસ્તિત્વ હોતું નથી વાત પૂરેપૂરી ખોટી હોય છે…..
(107). Define Personality Traits (વ્યાખ્યાયિત કરો-ખાસિયતો).
તે વ્યક્તિને વર્તવાની સામાન્ય રીત છે. દા.ત. એક નર્સ તેની ખાસિયતોની એટલે કે જે qualities ધરાવે છે. તેનાં list ને traits કહે છે, જેમ કે ધીરજ, પ્રમાણિકતા, જ્ઞાનપૂર્ણતા વિગેરે qualities ને નર્સની personality traits કહેવાય છે.
(108)Define Narcolepsy((વ્યાખ્યાયિત કરો-નારકોલેપસી):-
સ્લીપ નો એટેક…દિવસ માં વધુ પડતી ઊંધ આવવી…..
(109)Define perseveration ((વ્યાખ્યાયિત કરો-પર્સીવેરેશન):-
આમાં વ્યક્તિ પોતાની motor actions ની ability ગુમાવે છે કોઈ activitiy નું stop અને start ખબર હોતી નથી…
એક ને એક action repeat કરે…..
(110)Define rapport(વ્યાખ્યાયિત કરો-રેપોર્ટ):-
બે અથવા બે થી વધારે વ્યકિતના પરસ્પરના લાગણી ના સંબંધો ને rapport કહેવાય છે
(111) Define somnambulism((વ્યાખ્યાયિત કરો-સોમનાબુલીસમ):-
sleep walking disorder (ઊંધ માં ચાલવું )
(112)Define stupor((વ્યાખ્યાયિત કરો-સ્ટુપર-મૂખૅ):-
વ્યક્તિ એ જાગૃત અવસ્થામાં હોય છે પણ response આપતો નથી ,હલનચલન કરતો નથી, મૂંગો બેસી રહે છે અને sleep માં હોય એવા લક્ષણો જોવા મળે છે
(113)Define Tic ((વ્યાખ્યાયિત કરો-ટીક ):-
Anxiety નું ચિન્હ છે small muscle નું involuntary movement થાય. ઈચ્છા ન હોવા છતાં movement થાય દા.ત ખંભો ઊછળવઓ, ડોક મરડવી etc..
(114)Define Amnesia((વ્યાખ્યાયિત કરો-એમનેસિયા) :- loss of memory. Inability to recall past યાદશક્તિ ઓછી થાય છે . ભૂતકાળન ના બનાવો ભુલાય જાય છે
(115)Define Absence((વ્યાખ્યાયિત કરો-એબસેન્સ) :- થોડા સમય માટે consciousnes ગુમાવે છે ખાસ epilepsy માં જોવા મળે
(116)Define agnosia((વ્યાખ્યાયિત કરો-એગનોસિયા) :- વ્યક્તિ sensation or stimuli ઓળખવામાં નિષ્ફળ રહે છે.
(117).Define Akathisia ((વ્યાખ્યાયિત કરો–એકાથીસિયા )
આ એક્સટ્રા પિરામિડલ સિમ્પટમ્સ છે જે એન્ટીસાયકોટિક ડ્રગ ની સાઈડ ઇફેક્ટ ને લીધે થાય છે. તે એક મુવમેન્ટ ડિસોર્ડર છે જેમાં વ્યક્તિ બરાબર રીતે ઉભા રહી શકે નહિ અથવા બેસી શકે નહિ.
(118). Define Alexia (વ્યાખ્યાયિત કરો–એલેકસીયા )
વ્યક્તિ ની વાંચી શકવાની ability લોસ થાય છે અથવા sentence Read કરી શકે નહિ તે બ્રેઈન ડેમેજ થવાને કારણે થાય છે.
(119). Define Alogia (વ્યાખ્યાયિત કરો–એલોજીયા)
આમાં બોલવામાં ડિફિકલ્ટી થાય છે. તેમને poverty of Speech કહે છે. તે એક પ્રકારે thought ડિસોર્ડર છે જેમાં વ્યક્તિને નેગેટિવ વિચારો આવે છે.
(120). Define Aphonia (વ્યાખ્યાયિત કરો–એફોનીયા )
આમાં વ્યક્તિનો Voice લોસ થાય છે તેથી વ્યક્તિ વાતો કરી શકે નહિ.
(121). Define Allelomorph((વ્યાખ્યાયિત કરો-એલીલોમોર્ફ)
જિનેટીકલી વારસા પ્રમાણે બાળકો તેના પેરેન્ટ્સ જેવું વર્તન કરે છે તેને એલીલોમોર્ફ કહે.example : પેરેન્ટ્સ ને જોઈને દીકરો તેના જેવું વર્તન કરે છે.
(122). Define Anorexia Nervosa ((વ્યાખ્યાયિત કરો–એનોરેકસીયા-નરવોસા )
એનોરેક્સિયા નર્વોસામાં ફૂડ પ્રત્યે એવરઝન (અણગમો) થાય છે જે સ્ટાર્વેશન (ભૂખમરો )અન ઈમાસિએશન (વીકનેસ )
નું કારણ બને છે.વેઇટ વધવાનો fear રહેલો હોય છે, તેથી વ્યક્તિ ઈનએડિકવેટ ફૂડ ઇન્ટેક કરે છે અને વેઇટ લોસ થાય છે.તે એક સિરિયસ ઇલનેસ છે.તે પ્યુબર્ટી પછી ફિમેલ મા વધુ જોવા મળે છે.
(123).Define Attension (વ્યાખ્યાયિત કરો–એટેન્શન )
એકટીવીટી પર ફોક્સ કરવું અથવા કોઈ પણ કાર્ય કે એકટીવીટી પર ધ્યાન કેન્દ્રિત કરવું.
(124).Define Insight ((વ્યાખ્યાયિત કરો–ઈન્સાઈટ)
પેશન્ટ પોતાની situation માં પોતાના સિમ્પટમ્સ સમજી શકે તેવી સ્થિતિ ને Insight કહે છે.
(125). Define Autism (વ્યાખ્યાયિત કરો–ઓટીઝમ)
Autism એ ન્યુરોડેવલપમેન્ટ ડીસઓર્ડર છે. જેમાં વ્યક્તિ વાતચીત કરે નહિ અને પોતાના બહારની દુનિયાથી દૂર થઇ જાય છે અને પોતાની દુનિયા માં જ રહે છે.
(126). Define Judgement ((વ્યાખ્યાયિત કરો-જજમેન્ટ)
યોગ્ય નિર્ણય લેવાની શક્તિ ને જજમેન્ટ કહેવામાં આવે છે. અનુભવેલ માહિતી માંથી નોલેજ નો ઉપયોગ કરી અને ડીઝીશન લેવાની ability.
(127). Define Jamais Vu((વ્યાખ્યાયિત કરો-જમૈસ વુ)
આમાં વ્યક્તિ પોતાનું જાણીતું વાતાવરણ ઓળખી શકે નહિ. પોતાની ફેમિલીયર situation ને જાણી શકે નહિ. Example : પોતાનું ઘર.
(128). Define Deja Vu ((વ્યાખ્યાયિત કરો-દેજા વુ)
આમાં વ્યક્તિને એવુ લાગે છે મેં આ વસ્તુ કે વ્યક્તિને પેલા કયાંક જોયેલ છે પણ ક્યા અને ક્યારે એ યાદ રહેતું નથી.
(129). Define Down’s Syndrome((વ્યાખ્યાયિત કરો-ડાઉન સિન્ડ્રોમ)
તે એક મેન્ટલી રિટાર્ડેડ કન્ડિશન છે જે ક્રોમોઝોમલ(રંગસૂત્રીય ) એબનોર્માલિટી ને લીધે થાય છે.
(130).Define Drug Abuse (વ્યાખ્યાયિત કરો–ડ્રગ એબ્યુઝ)
મેડિકલ સિવાયના અન્ય કારણોસર ફિઝિકલ અથવા મેન્ટલ ફંક્શન ને અસર કરે તેવી રીતે ડ્રગ નું વધુ પડતું સેવન ને ડ્રગ એબ્યુઝ કહેવાય છે. તેમનો પેથોલોજીકલ ઉપયોગ ની સાથે social અને occupational કાર્ય માટે ડ્રગ નો વધુ પડતો ઉપયોગ કરવો.કોઈપણ એબ્યુઝ (દુરુપયોગ) એડિક્શન (વ્યસન )તરફ દોરી શકે છે.
(131).Define Addiction (વ્યાખ્યાયિત કરો–એડિક્શન)
વ્યસન એ આલ્કોહોલ અથવા અન્ય ડ્રગ્સના ઉપયોગ પર માનસિક અથવા શારીરિક નિર્ભરતા (અથવા બંને) ની સ્થિતિ છે.
(132).Define Acrophobia (વ્યાખ્યાયિત કરો–એક્રોફોબિયા)
Extreme Or Irretional Fear Of Height એટલે કે કારણ વગરનો નો વધુ પડતો Height નો ડર.
(133).Define Agraphia( વ્યાખ્યાયિત કરો–એગ્રાફિયા)
લખી શકવાની ability ન હોવી તેને Agraphia કહેવાય છે.
તે બ્રેઈન ના અમુક પાર્ટ્સ માં ડેમેજ થવાને કારણે જોવા મળે છે.
(134).Define Aphasia(વ્યાખ્યાયિત કરો–એફેસિયા )
આ એક લેંન્ગવેજ ડીસઓર્ડર છે તેમાં વ્યક્તિના બોલવાની શક્તિ ઓછી થાય છે.વ્યક્તિ પ્રોપર વાતચીત કરી શકે નહિ.
(135). Define Automatism ((વ્યાખ્યાયિત કરો–ઓટોમેટિઝમ )
જટિલ કાર્ય તરફનું Unconsciuos performance જેમાં Involuntary (ઈચ્છા વગરનું ) બિહેવિયર જોવા મળે છે.
(136).Define Catharsis (વ્યાખ્યાયિત કરો–કેથારસીસ )
આમાં વ્યક્તિ પોતાની ભૂતકાળ ની આઘાતજનક બાબતો અથવા ઈમોશન માંથી મુક્ત થવા તે બાબતો નું ઇમેજિંનેશન અથવા અન્ય સામે વર્ણન કરે છે.
(137). Define Crisis (વ્યાખ્યાયિત કરો–ક્રાઇસીસ)
Stress એ તણાવપૂર્ણ ઘટના અથવા Threat (ધમકીને) કારણે થતું disturbance છે. તે પ્રકૃતિમાં social, psychological અથવા biological હોઈ શકે છે.જ્યારે ના વિચારેલું પરિસ્થિતિ ઓચિતી આવી પડે ત્યારે આ સ્થિતિ ઉત્પન થયા છે
(138). Define Foster Home (વ્યાખ્યાયિત કરો-ફૉસ્ટર)
એવુ Home કે જ્યાં પેશન્ટ પોતાના ફેમિલી મેમ્બર્સ વચ્ચે મેન્ટલ ઇલનેસ માંથી રિકવરી મેળવી શકે છે.
(139). Define Neurasthemia (વ્યાખ્યાયિત કરો–ન્યૂરાસથએમિયાં )
મેન્ટલ એફર્ટ પછી સતત fatigue (થાક) અને વીકનેસ જોવા મળે છે. તે એક ન્યુરોટીક કન્ડિશન છે.
(140). Define Neurosis (વ્યાખ્યાયિત કરો–ન્યૂરોસીસ)
આ એક પર્સનાલિટી ડીસઓર્ડર છે.તે પર્સનાલિટી ની માઈલ્ડ અથવા મોડરેટ illness છે. તે સાયકોલોજીકલ ફેક્ટર્સ ને લીધે થાય છે.
(141). Define Psychosis (વ્યાખ્યાયિત કરો–સાયકોસીસ)
તે પર્સનાલિટી ની સિરિયસ ઇલનેસ છે.તે ફિઝિયોલોજીક અને ઑર્ગનિક કારણો ને લીધે થાય છે. Ego ફંક્શન ઇમપેર્ડ થાય છે. તેમાં હોસ્પિટલાઇઝેશન ની જરૂર પડે.
(142). Define Psychopathic Personality (વ્યાખ્યાયિત કરો- સાયકોપથિક પર્સનાલિટી )
એન્ટી સોશ્યિલ એકટીવીટી જેમ કે ચોરી કરવી, ક્રાઈમ વગેરે સાથે સંકળાયેલ હોય છે.
(143). Define Truancy (વ્યાખ્યાયિત કરો-ટ્રાંન્સી )
Permission વગર અથવા બીમારી જેવા કારણો વગર school માં absent રહેવાની ક્રિયા એટલે truancy.યુવાનો માં ગંભીર અપરાધી પ્રવૃત્તિ અને નેગેટિવ બિહેવિયર સાથે truancy સંકળાયેલ છે.
દા. ત . નિશાળમાંથી ગાપચી મારવી તે,ચાલુ કામે ગેરહાજર રહેવું તે,ચાલુ કામે ગેરહાજર રહેવું તે
(144). Define Withdrawal Symptoms (વિદ્રોલ સિમટમ્સ ને વ્યાખ્યાયિત કરો )
જ્યારે સબ્સ્ટન્સ જેવા કે આલ્કોહોલ, opioid (ઓપોઇડ -નશાકારક દા. ત . અફીણ,મૉર્ફિન ) વગેરે લેવાનું અચાનક બંધ કરવામાં આવે છે, ત્યારે શરીર માં વિથડ્રોવલ સિમ્પટમ્સ જોવા મળે છે. ફિઝિકલ ડીપેનડેંસી ને લીધે વિથડ્રોવલ સિમ્પટમ્સ તરીકે ટ્રેમર( ધ્રુજારી )અને વોમિટિંગ જોવા મળે છે. સાયકોલોજીકલ ડીપેનડેંસી એ રેસ્ટલેસનેસ (બેચેની) અથવા ડિપ્રેસન જેવા વિથડ્રોવલ સિમ્પટોમ્સ નું કારણ બને છે.તે એક ઓર્ગેનિક મેન્ટલ ડીસઓર્ડર છે.