skip to main content

GNM-S.Y-PSY-PAPER-2022 JUHI (UPLOAD paper no.1)

MENTAL HEALTH NURSING

GNM-GNC-PAPER SOLUTION YEAR-2022

2022

Q-1 a) Define Mania. મેનીયાની વ્યાખ્યા આપો. 03

મેનિયા એ એક વિશિષ્ટ સમયગાળો છે જે દરમિયાન વ્યક્તિ અસામાન્ય અને સતત એલિવેટેડ, વિસ્તૃત (Expansive )અથવા ચીડિયા મૂડ (Irritable)હોય છે. અસામાન્ય મૂડનો આ સમયગાળો ઓછામાં ઓછો 1 અઠવાડિયું (અથવા જો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય તો તેનાથી ઓછો)

મેનિયા મા પેશન્ટ ને મેનિયા એ અસામાન્ય રીતે એલિવેટેડ મૂડ , અયોગ્ય અને વધેલી ઉત્તેજના, વધેલુ ચીડિયાપણું, ગંભીર અનિદ્રા (Insomnia), ભવ્ય કલ્પનાઓ (Grandiosity), વાણીની માત્રા મા વધેલી ઝડપ , ડિસ્કનેક્ટ અને રેસિંગ વિચારો, જાતીય ઇચ્છામાં વધારો, નોંધપાત્ર રીતે વધેલી ઊર્જા અને પ્રવૃત્તિ સ્તર, નબળુ જજ્મેન્ટ અને અયોગ્ય સામાજિક વર્તન.


b) Explain types of Mania. મેનીયાના પ્રકારો જણાવો. 04

1.હાઇપો મેનિયા (Hypomania)

  • આમાં સામાજિક અથવા વ્યવસાયિક કામગીરીમાં નોંધપાત્ર ક્ષતિ પેદા કરવા અથવા હોસ્પિટલમાં દાખલ થવા માટે પૂરતો ગંભીર ચિન્હો હોતા નથી.
  • હાયપોમેનિક વ્યક્તિનો મૂડ ખુશખુશાલ અને વિસ્તૃત હોય છે.
  • જો કે, તેમાં ચીડિયાપણું હોય છે જે વ્યક્તિની ઇચ્છાઓ અને ઇચ્છાઓ અધૂરી જાય ત્યારે ઝડપથી સપાટી પર આવે છે.
  • હાઈપોમેનિક વ્યક્તિનો સ્વભાવ ખૂબ જ અસ્થિર અને વધઘટવાળો હોય છે.
  • વ્યક્તિ પોતાની જાતને મહાન હોય તેવું ફિલ કરે છે
  • વ્યક્તિ માં સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ અસ્યોરન્સ માં વધારો થાય છે
  • ગોલ (goal) ડાયરેક્ટેડ એક્ટિવિટીમાં સમસ્યાઓ સર્જાય છે વ્યક્તિ નું સહેલાઈથી ધ્યાન ભટકાવી શકાય છે અથવા ભટકે છે
  • વ્યક્તિની મોટર એક્ટિવિટી વધે છે
  • બધા સાથે ખૂબ જ હળી મળીને ફ્રેન્ડલી રહે છે
  • ઘણા બધા પરિચિતો બનાવે છે
  • તેની પર્નાલિટી માં ઊંડાણ ના હોવાથી ક્લોઝ ફ્રેન્ડશીપ બનાવી શકતા નથી
  • તે ખૂબ જ વાતો કરે છે મોટે મોટેથી હસે છે
  • વ્યક્તિ સોશિયલી ખૂબ જ એગ્રીસિવ આર્ગ્યુમેન્ટીવ વધારે ખર્ચાળ અને પૂરી ન થાય તેવી મહત્વકાંક્ષાઓ રાખે છે
  • પોતાની ટીકાઓ સહન કરી શકતું નથી મૂડ ચેન્જ થયા કરે છે

2. એક્યુટ મેનિયા (Acute Mania)

  • હાયપો મેનિયા કરતાં લક્ષણો ની તીવ્રતા માં વધારો જોવા મળે છે જેથી વ્યક્તિ નું સામાજિક અથવા વ્યવસાયિક કામગીરીમાં નોંધપાત્ર અસર જોવા મળે છે નૉર્મલી કામ કરી શકતો નથી તેને હોસ્પિટલાઈઝેશન ની જરૂરિયાત રહે છે
  • એક્યુટ મેનિયા માં વ્યક્તિ હમેશા યુફૉરિયા (Euphoria) અને ઇલેશન (Elation) એમ સતત આનંદિત અને exitement એમ હાઇ મૂડ માં જોવા મળે છે
  • વિચારો ખૂબ જડપી અને ફ્લાઇટ ઓફ આઇડિયા જોવા મળે છે તેના વિચારો માં ડેલયુશન ઓફ ગ્રેનીયોસિટી (મહાનતા ના વિચારો) જોવા મળે છે કે હું તો મોટો સાયનસ્ટીસ્ટ છું.
  • વ્યક્તિ માં excitement વધુ હોવાથી મોટર એક્ટિવિટી વધુ જોવા મળે છે. આવો વ્યક્તિ મારા-મારી પણ કરી શકે તેનું બિહેવીયર વાયોલન્ટ થઈ જાય છે
  • સતત કઈક ને કઈક પ્રવુતિ કરે છે પણ થાક લાગતો નથી. ભૂખ લાગે કહી પણ શાંતિ થી જમી શકતો નથી તેથી વજન માં ઘટાડો થાય છે
  • હએલ્યુસીનેશન જોવા મળે છે પણ તે સામાન્ય નથી
  • એટેન્શન અને જજમેન્ટ માં પણ ઘટાડો થાય છે

3. ડિલિરિયસ મેનિયા (Delirious Mania)

  • આમાં એક્યુટ મેનિયા સાથે સિવિયર ક્લાઉડિનગ ઓફ કોન્સિયસનેસ જોવા મળે છે જે આ ખુબજ ઓછો જોવા મળે છે
  • ચિત્તભ્રમિત (ડિલિરિયસ) વ્યક્તિની મનોસ્થિતિ ખૂબ જ નાજુક હોય છે.
  • તે નિરાશાની લાગણીઓ પ્રદર્શિત કરી શકે છે અને ટી,થી ઝડપથી તે અનિયંત્રિત આનંદ (Ectasy )માં રૂપાંતરિત થઈ શકે છે અથવા વાતાવરણ પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન બની શકે
  • સમજશક્તિ(કોગ્નિશન) અને પરસેપ્શન માં ડિસોરીએન્ટેશન ,કનફયુજન જોવા મળે છે
  • વધારે પડતી ધાર્મિકતા, ભવ્યતા અથવા સતાવણી (ડિલયુશન ઓફ પરસિકયુશન) ના ભ્રમ (ડિલયુશન ) , અને ઓડિટરી અથવા વિજયુઅલ હેલયુસન .
  • વ્યક્તિ અત્યંત વિચલિત અને અસંગત છે.
  • સાયકોમોટર પ્રવૃત્તિ ઉન્મત્ત છે અને ઉત્તેજિત, હેતુહીન હલનચલન દ્વારા વર્ગીકૃત થયેલ છે.
  • આ વ્યક્તિઓની સલામતી જોખમમાં છે, જ્યાં સુધી આ પ્રવૃત્તિ પર અંકુશ ન આવે.
  • થાક, પોતાને અથવા અન્યને ઇજા, અને છેવટે જો કોઈ સારવાર ના મળે તો વ્યક્તી નું મૃત્યુ પણ થઈ શકે .

c) Describe nursing management of Mania. 05
મેનીયાનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.

થેરાપ્યુટિક નર્સિંગ નીડ

  • સાઈકીયાટ્રિસ્ટ દ્વારા પ્રિસક્રાઇબ કરવા માં આવેલી દવાઓ આપવી
  • મેડિસિન આપતા પહેલા હમેશા 5 રાઇટ યાદ રાખવા
  • મેડિસિન આપ્યા પછી તેની સાઇડ ઇફેક્ટ કે પેશન્ટમાં આવતા કોઈ ચેન્જીસ જોવા અને તેને રેકોર્ડ કરવા
  • પેશન્ટ ને લિથિયમ કાર્બોનેટ થેરાપી ચાલતી હોય લિથિયમ લેવલ ચેક કરવું
  • જો પેશન્ટ ઈ સી ટી આપવાનું હોય તો તેના વિશે સમજાવવું તેમજ તેને તેની બીમારી વિષે બોલવા દેવું
  • લિથિયમ મેડિસિન ચાલુ હોય તેથીઓછું સોલ્ટ લેવા સલાહ આપવી

2. ફિઝિકલ નીડ

  • પેશન્ટ ની ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરવા અને ઊંઘ લેવા માટે પ્રોત્સાહિત કરો
  • પેશન્ટ ની એનર્જી ડાયવર્ટ કરવા માટે અને ધ્યાન કેન્દ્રિત કરે તેવી એક્ટિવિટી જેમ કે ભારત ગૂંથણ ,મોજા ના બોલ બનાવવા વગેરે કરાવવી જોઈએ
  • કેરમ,બેડમિન્ટન ,ટેનિસ વગેરે રમત રમવા માટે પ્રોત્સાહિત કરો
  • બપોર દરમિયાન થોડી ઊંઘ લેવા માટે કહેવું અને રાત્રિ દરમિયાન 6 થી 7 કલાક ઊંઘ લેવા પ્રોત્સાહિત કરવા

3. સેફટી અને સિક્યોરિટી

  • પેશન્ટ ને ઇન્જરી ના થાય એનું ધ્યાન રાખવું ,કોઈ ઘાવ કે વુંડ હોય તો તેનું ડ્રેસિંગ કરવું
  • આજુ બાજુ નું વાતાવરણ શાંત રાખવું જેથી એને બીજા કોઈ સ્ટીમ્યુલેશન મળે નહીં
  • પેશન્ટ બીજા કોઈ ને મારે નહીં તે માટે તેના બિહેવીયર ને કંટ્રોલ કરવું તેને માટે અમુક એક્ટિવિટી માટે રિસ્ટરિકશન કરવા

4. ન્યુટ્રિશનલ નીડ

  • મેનિયા ના પેશન્ટ શાંત હોતા નથી તેથી તેને “ફિંગર ફૂડ” આપવા
  • પેશન્ટ ને લિથિયમ થેરાપી ચાલતી હોય ત્યારે તેને વધુ પ્રમાણ માં ફ્લુઇડ લેવા માટે કહેવું
  • પેશન્ટ ને હાઇ કેલરી ,હાઇ પ્રોટીન ડાયટ આપવો
  • પેશન્ટ ને ભૂખ લાગતી નથી તેથી તે પૂરતા પ્રમાણ માં ખોરાક લેતા નથી તેથી તેનો રેગ્યુલર વેઈટ કરવો તેમજ ઇન્ટેક આઉટ પુટ ચાર્ટ મેન્ટેન કરવો

5. જજમેંટ અને કોન્સેન્ટરેશન માં સુધારો લાવવો

  • પેશન્ટ ને દરરોજ ટાસ્ક આપવો જોઈએ અને તે કી રીતે પૂર્ણ કરે છે તે ચેક કરવું
  • બીજા પેશન્ટ સાથે નું વર્તન ને કરેક્ટ કરાવવું. પેશન્ટ સાથે થોડું ફ્રેન્ડલી રહેવું અને અણગમતા બિહેવીયર ને ઇગ્નોર કરવું
  • પેશન્ટ ને થોડું વાંચવા આપો અથવા T.V ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કરવું
  • શરૂઆત નાના કામ થી આપવું

6.કોમ્યુનિકેશન માં સુધારો લાવવો

  • પેશન્ટ સાથે સરળ અને ટૂંકમાં વાત કરવી તેમજ તેની સાથે કોઈપણ જાત ની તકરાર કરવી જોઈએ નહો
  • પેશન્ટ કોમ્યુનિકેશન માં આવતા પોઝિટિવ ફેરફાર માટે રોવોર્ડ આપવો
  • પેશન્ટ સાથે હસતાં હસતાં વાત કરવી પરતું પેશન્ટ ની ક્યારેય હસી મજાક કરવા નહીં
  • પહેલા દિવસ થી જ તેનું સોશ્યલ ઇન્ટરેક્શન ચેક કરવું
  • સારા અને વાસ્તવિક નર્સ થેરાપ્યુટીક રિલેશન જાળવવા
  • તેમણે બીજા લોકો સાથે વાત ચિત કરવા પ્રોત્સાહિત કરો અને તેના માટે તકો પૂરી પાડો
  • પેશન્ટ ને તેના શોખ ને પોષવા માટે પ્રયત્ન કરવો

7. રિક્રીએશન નીડ

  • સૌ પ્રથમ પેશન્ટ ને એકલા રમાડવા ત્યાર બાદ બે ત્રણ ને સાથે રમવા માટે પ્રોત્સાહિત કરવા
  • રમત ટૂંકી અને સરળ હોયતો વધુ સારું
  • પેશન્ટ ને સુડોકું,લુડો,સાપ સીડી વગેરે રમતો રમાડી ને પણ રિક્રીશન આપી શકાય

8. સ્પિરિચ્યુઅલ નીડ

  • પેશન્ટ ને તેની ધાર્મિકતા બાબતે પ્રોત્સાહિત કરવો
  • તેની માન્યતા અનુસાર હોસ્પિટલ માં આવતા પાદરી કે બીજા ધર્મ ગુરુઓ જેમાં એ વિશ્વાસ ધરાવતો હોયતેની સાથે વાત ચિત કરવા માટે પ્રોત્સાહિત કરવું
  • તેને એકલા અથવા સમૂહ માં પ્રાર્થના કરવા દેવી
  • તેના ધર્મ મુજબ આવતા ઉત્સવો જેમકે દીવાળી ,હોળી ,રમજાન ,ઈદ ,ક્રિસમસ વગેરે ઉજવવા જોઈએ

0R

a) Define community mental health services. 03 કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસની વ્યાખ્યા લખો.

કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસ માં કોમ્યુનિટી માં રહેતા બધા લોકોની મેન્ટલ હેલ્થ નીડ નો સમાવેશ કરવામાં આવે છે જેમાં મેન્ટલ હેલ્થનું પ્રમોશન કરવું અને મેન્ટલ્સ ઈલનેસ ને પ્રિવેન્ટ કરવી અને સબસ્ટન્સ એબ્યુસ કરવાને કારણે થતી કન્ડિશનને પ્રિવેન્ટ કરવી.


b) Write down the principles of community mental health nursing. 04
કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગના સિધ્ધાંતો લખો.

યુકેમાં કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસને કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ ટીમ તરીકે ઓળખવામાં આવે છે જેમાં કોમ્યુનિટીમાં મેન્ટલ ડિસઓર્ડર ધરાવતા વ્યક્તિને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને તેમને સપોર્ટ કરવામાં આવે છે.

મેન્ટલ હેલ્થ નર્સિંગ દ્વારા ઘણા બધા પ્રિન્સિપલ નક્કી કરવામાં આવ્યા છે જેથી કોમ્યુનિટી ના પીપલને સારી મેન્ટલ હેલ્થ કેર પ્રોવાઇડ કરી શકાય.

  • કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ એ બીજા કરતા અલગ પડે છે કારણ કે તેને પોતાની યુનિક ફ્રેમવર્ક, ક્લિનિકલ પ્રોસેસ અને ઇન્ટરવેશન સ્ટ્રેટેજી છે જેના દ્વારા તે બીજા બધાથી અલગ પડે છે.
  • જે ઘરના સભ્યો ડ્રેસ અને પ્રોબ્લેમ નો અનુભવ કરે છે તેના સોશિયલ સેટિંગ અને કન્ડિશન ને ધ્યાનમાં રાખી કેર પ્રોવાઈડ કરવી અને મેન્ટલ હેલ્થને પ્રમોટ કરવી અને મેન્ટલ ડિસઓર્ડર ને પ્રિવેન્ટ કરવા.
  • કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ એ કોમ્યુનિટીના પીપલ ને કેર પ્રોવાઈડ કરતી વખતે હોલીસ્ટિક એપ્રોચનો ઉપયોગ કરે છે. જેમાં તે માઈન્ડ, બોડી અને સ્પિરિટ ના કોન્સેપ્ટ ને સંકલિત કરે છે.
  • નર્સ એ તેના સોશિયલ અને પ્રોફેશનલ રોલ તરીકે કોમ્યુનિટીના પીપલને વિશિષ્ટ પ્રકારની મેન્ટલ હેલ્થ સર્વિસ પ્રોવાઇડકરવી જેથી વધારે સારા પરિણામો મેળવી શકાય.
  • કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ એ ટાર્ગેટ પોપ્યુલેશન, સોશિયલ અને કોમ્યુનિટી નેટવર્ક માટે કામ કરે છે.
  • કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ એ ગ્રુપમાં બનતા ઇન્ટર રિલેશનશિપ પર ફોકસ કરે છે અને તેમની ડેઇલી લિવિંગ એક્ટિવિટી સાથે ઇન્ટરેક્ટ કરે છે.


c) Describe the role of nurse in community mental health services. 05
કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસમાં નર્સની ભૂમિકા સવિસ્તાર વર્ણવો.

કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં નર્સનો નર્સનો અગત્યનો રોલ છે.
કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરતી વખતે નર્સ એ ઘણા બધા રોલ ભજવે છે.

  • Care provider
  • Educator
  • Leader
  • Domiciliary role
  • Liaison
  • Counselor
  • Coordinator
  • Administrator
  • Advocator
  • Research work
  • Care provider :
    (કેર પ્રોવાઇડર)
  • નર્સ એ મેન્ટલી ઈલ પેશન્ટને કેર પ્રોવાઇડ કરે છે અને મેન્ટલી ઈલ પેશન્ટની કેર ઘરે કેવી રીતે કરવી તેના વિશે ફેમિલી મેમ્બરને ગાઈડન્સ આપે છે.
  • Educator :
    (એજ્યુકેટર).
    • નર્સ એ કોમ્યુનિટીના લોકોને મેન્ટલ હેલ્થ કેવી રીતે પ્રમોટ કરવી તેના વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરે છે.
    • કોમ્યુનિટીમાં મેન્ટલ હેલ્થ વિશે રહેલા મિસ કોનસેપ્શન વિશે લોકોની અવેર કરે છે.
    • કોમ્યુનિટીમાં જઈને વિવિધ પ્રોગ્રામનું આયોજન કરે છે અને ત્યાં લોકોને મેન્ટલ હેલ્થ ના પ્રમોશન માટે અને મેન્ટલી ઇલનેસ ના પ્રિવેન્શન વિશે એજ્યુકેશન આપે છે.
  • Laision :
    (લિઝન)
  • લિઝન એટલે સંપર્ક
  • નર્સ એ લિઝન ઓફિસર તરીકે વર્ક કરે છે અને તે પેશન્ટ, તેના ફેમિલી મેમ્બર, મેન્ટલ હેલ્થ કેર ટીમ, અને બીજા મેમ્બર જોડે લીંક તરીકેનું કામ કરે છે.
  • Domiciliary :
    (ડોમીસિલિયરી)
  • નર્સ એ ડોમીસિલિયરી સર્વિસીસ પ્રોવાઇડ કરે છે.
  • તે કોમ્યુનિટીમાં જઈને હું વિઝીટ કરે છે અને કોમ્યુનિટીના લોકોનું સ્ટેટસ જાણે છે.
  • જો કોઈ મેન્ટલી ઇલનેશ વાળું વ્યક્તિ ડિટેક્ટ થાય તો તેને કેર પ્રોવાઈડ કરે છે અને તેને psychiatrist પાસે રેફરલ કરે છે.
  • Cuonseller :
    (કાઉન્સેલર)
    • નર્સ એ પેશન્ટ, તેના ફેમિલી મેમ્બર અને કોમ્યુનિટીના લોકોને કાઉન્સેલિંગ સર્વિસિસ પ્રોવાઇડ કરે છે.
    • જેમ કે કોઈ ટ્રેસફુલ સિચ્યુએશન અથવા લાઈફ ઈવેન્ટ હોય તો તેને કાઉન્સેલિંગ સર્વિસીસ પ્રોવાઇડ કરે છે.
  • Coordinator :
    (કોઓર્ડીનેટર) નર્સ એ મેન્ટલ હેલ્થ ટીમના વિવિધ મેમ્બર વચ્ચે કોઓર્ડીનેશન નું કામ કરે છે જેથી કોમ્યુનિટીના લોકોને સારી કેર પ્રોવાઇડ કરી શકાય અને લોકો તેનો ઉપયોગ કરી શકે.
  • Advocator :
    (એડવોકેટર)
  • નર્સ એ એડવોકેટ તરીકે વર્ક કરે છે. તે પેશન્ટને ડિસિઝન લેવામાં મદદ કરે છે અને પેશન્ટના રાઇટ માટે તેના તરફથી લડે છે.
  • Administrator :
    (એડમિનિસ્ટ્રેટર)
    • નર્સ એ એડમિનિસ્ટ્રેટર તરીકે રોલ ભજવે છે. જેમકે કોમ્યુનિટી માં કઈ જગ્યા એ પ્રોગ્રામ કરવો અને કેવી રીતે પ્રોગ્રામ કરવો અને તે માટેના રિસોર્સિસ પ્રોવાઇડ કરે છે.
  • Evaluator :
    (ઈવાલયુટર) -કોમ્યુનિટીમાં કરવામાં આવેલા વિવિધ પ્રોગ્રામનું ઈવાલયુશન કરે છે અને તેની લોકો પર શું અસર થાય છે તેના વિશે જાણે છે.
  • Reserach :
    (રિસર્ચ)
  • નર્સ એ રિસર્ચ વર્કમાં ઈમ્પોર્ટન્ટ રોલ ભજવે છે તે પેશન્ટને ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટ ઓબ્ઝર્વિંગ કરતી હોય છે અને તેના પર તે રિસર્ચ કરતી હોય છે.

Q-2 a) Describe the principles of Psychiatric Nursing. 08
સાયયાટ્રીક નર્સિંગના સિધ્ધાંતો વર્ણવો.

Patient is Accepted Exactly as He is ( દર્દીને તે જેમ છે તેમ બરાબર સ્વીકારવામાં આવે છે )

સ્વીકાર એટલે કોઈપણ જાત ના પૂર્વગ્રહ રહિત કે બિન નિર્ણયી  હોવું. સ્વીકૃતિ પ્રેમ અને સંભાળની લાગણી વ્યક્ત કરે છે. સ્વીકૃતિનો અર્થ સંપૂર્ણ અનુમતિ નથી, પરંતુ વ્યક્તિગત માનવ તરીકે તેને આદર આપવા માટે સકારાત્મક વર્તણૂકોનું સેટિંગ છે

A. Being Non-judgmental and Non-punitive (બિન -નિર્ણાયક અને બિન-શિક્ષાત્મક હોવું )

દર્દીના વર્તનને સાચા કે ખોટા, સારા કે ખરાબ તરીકે નક્કી કરવામાં આવતું નથી. દર્દીને તેના અનિચ્છનીય વર્તન માટે સજા કરવામાં આવતી નથી. સજા જેવી કે  પ્રત્યક્ષ સાંકળ બાંધવી, રિસઇટ્રેન કરવું કે , અલગ રૂમમાં રાખવા   અને પરોક્ષ તેની હાજરીને અવગણવી અથવા જાણી જોઈને ધ્યાન ના આપવું  કે ટાળવું . એક નર્સ જે સ્વીકૃતિ દર્શાવે છે તે દર્દીને તેની અપેક્ષાઓથી વિપરીત વર્તન કરે ત્યારે પણ તેને નકારતી નથી.

B. Being Sincerely Interested in the Patient.(દર્દીમાં નિષ્ઠાપૂર્વક રસ ધરાવવો)

  • અન્ય વ્યક્તિમાં નિષ્ઠાપૂર્વક રસ હોવાનો અર્થ એ છે કે અન્ય વ્યક્તિના હિતને ધ્યાનમાં લેવું
  •  દર્દીના વર્તન ના પેટર્નનો અભ્યાસ કરવો
  • શક્ય હોય ત્યાં સુધી તેને પોતાની પસંદગીઓ અને નિર્ણયો લેવાની મંજૂરી આપવી
  • તેની પસંદ અને નાપસંદથી વાકેફ રહેવું.
  • તેની સાથે પ્રમાણિક બનવું.
  •  તે શું કહે છે તે સાંભળવા માટે સમય આપો .
  • સંવેદનશીલ વિષયો અને મુદ્દાઓથી દૂર રહેવું.
  • દર્દી વ્યક્ત કરી શકે તેવી લાગણીઓને ઓળખવી અને તેનું પ્રતિબિંબ પાડવું – જ્યારે દર્દી
C. Recognize and Reflecting on Feelings which Patient may Express (દર્દી વ્યક્ત કરી શકે તેવી લાગણીઓને ઓળખવી અને તેનું પ્રતિબિંબ પાડવું)

જ્યારે દર્દી વાત કરે છે, ત્યારે તેમાં શું કન્ટેન્ટ છે તેની  નોંધ લેવી મહત્વપૂર્ણ નથી, પરંતુ વાતચીત પાછળની લાગણી શું હોય શકે છે, જેને ઓળખી અને પ્રતિબિંબિત કરવી જોઈએ.

D . Talking with Purpose (હેતુ સાથે વાત કરવી )

દર્દી સાથે નર્સની વાતચીત તેની જરૂરિયાતો, ઈચ્છાઓ અને રુચિઓની આસપાસ ફરતી હોવી જોઈએ. જ્યારે સમસ્યાઓ સ્પષ્ટ ન હોય ત્યારે રિફલેક્શન , ખુલ્લા પ્રશ્નો(open ended question ), મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા, વાસ્તવિકતા રજૂ કરવા માટે આવા  જેવા પરોક્ષ અભિગમો વધુ અસરકારક છે.

E .Listening (સાંભળવું )

સાંભળવું એ એક સક્રિય પ્રક્રિયા છે. દર્દી શું કહે છે તે સાંભળવા માટે નર્સે સમય અને શક્તિ (એનર્જી) લેવી જોઈએ. તેણીએ સહાનુભૂતિપૂર્વક સાંભળનાર હોવું જોઈએ અને વાસ્તવિક રસ દર્શાવવો જોઈએ.

F Permitting patient to express strongly held feeling (દર્દીને મજબૂત લાગણીઓ વ્યક્ત કરવાની પરવાનગી આપવી)

સ્ટ્રોંગ ઇમોશન નો ભરવો એ ખુબજ વિસ્ફોટક હોય છે. દર્દીને અસ્વીકાર અથવા સજા વિના તેની તીવ્ર લાગણીઓ વ્યક્ત કરવાની મંજૂરી આપવી તે વધુ સારું છે.

2.Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો

મનોચિકિત્સકની નર્સ પાસે વાસ્તવિક સ્વ ખ્યાલ હોવો જોઈએ અને તે પોતાની લાગણીઓ અને પ્રતિભાવોને ઓળખવામાં સક્ષમ હોવી જોઈએ.

3.Consistency is used to contribute to patients security (પેશન્ટની સિક્યુરિટી માટે સતત ફાળો આપવો)

એમનો અર્થ એવો થાય છે કે સ્ટાફ એ વોર્ડ રૂટિન દરમિયાન દરમિયાન  પેશન્ટની સેફટી માટેના પગલાંઓ લેવા જોઈએ

4. Reassurance should be given in a Subtle and Acceptable Manner-(સ્વીકાર્ય હોય તે રીતે આશ્વાસન આપવું)

આશ્વસન દર્દીનો આત્મવિશ્વાસ નિર્માણ કરે છે . નર્સ આશ્વાસન આપવા માટે દર્દી ની પરિસ્થિતિને સમજાવવાની અને તેનેવિશ્લેષણ કરવાની જરૂર છે હોય છે . 

5.Patient’s Behaviour is Changed through Emotional Experience and not by Rational Interpretation Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો )

દર્દીઓને સલાહ આપવા થી કે તેને  તર્કસંગત બનાવવું એ  વર્તન બદલવામાં અસરકારક નથી. રોલ-પ્લે અને સામાજિક-નાટક વગેરે થી તેના બિહેવીયર માં બદલાવ લાવી શકાય 

6.Unnecessary Increase in Patient’s Anxiety should be Avoided (દર્દીની ચિંતામાં બિનજરૂરી વધારો ટાળવો જોઈએ)

પેશન્ટ માં બિનજરૂરી ચિંતા ના થાય તે માટે નીચે મુજબ ની બાબતો નું ધ્યાન રાખવું જોઈએ 

  • નર્સ એ પોતાની ચિંતા ન બતાવવી.
  • દર્દીની ખામીઓ તરફ ધ્યાન બતાવવું.
  • દર્દીને વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો.
  • દર્દી પર એવી માંગણીઓ મૂકવી જે તે દેખીતી રીતે પૂરી કરી શકતો નથી.

7. Objective Observation of Patient to Understand his Behavior(તેના વર્તનને સમજવા માટે દર્દીનું ઓબ્જેકટિવ  નિરીક્ષણ)

જેથી પેશન્ટ શું કહેવાય માંગે છે તેનું મૂલ્યાંકન કરી શકાય. નર્સ એ પોતાની ફિલિંગ,જજમેંટ અભિપ્રાયો ને મિક્સ કરવા ના જોઈએ. 

8. Maintain Realistic Nurse-Patient Relationship (વાસ્તવિક નર્સ-દર્દી સંબંધ જાળવો)

વાસ્તવિક અથવા વ્યાવસાયિક સંબંધ વ્યક્તિની વ્યક્તિગત અને ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે દર્દી અને નર્સની જરૂરિયાતો પર નહીં.

9. Avoid Physical and Verbal Force as Much as Possible (શારિરિક કે માનસિક કોઇ પણ પ્રકાર નો ફોર્સ કરવો નહી)

નર્સ એ કોઈપણ પ્રકારની પનિશમેન્ટ આપવી જોઈએ નહીં પેશન્ટ સાયકોલોજીકલ ટ્રોમા થી પિડાતો તો હોય છે આ ઉપરાંત નર્સ એ પેશન્ટના બિહેવિયર નો અભ્યાસ કરીને અનિશ્ચિત બિહેવિયર ને અટકાવી શકાય છે. નર્સ એ પ્રોસિજર જલ્દી કરી લેવા જોઈએ પોતાનો અણગમો છે તે પેશન્ટને દર્શાવવો ન જોઈએ જો પેશન્ટને રિસ્ટ્રેઈન કરવામાં આવે તો તેનું કારણ જણાવો.પેશન્ટ ના બિહેવિયર મા પોઝિટિવ ફેરફાર થાય ત્યારે બીજા સાથે હળી મળી શકે તેના માટે પરવાનગી આપવી.

10. Nursing Care is Centered on the Patient as a Person and not on the Control of Symptoms (નર્સિંગ કેર વ્યક્તિ ને ધ્યાન મા લઇને આપવી નહિ કે તેના સિમ્પટ્મ્સ)

વ્યક્તિમાં જોવા મળતા બિહેવિયર પાછ્ળ કંઈક કારણ હોય છે જે નર્સ તેના આ બિહેવિયર ના સિમ્પટ્મ્સ ક્યા ક કારણે આવે છે તેની સમજણ હોવી જોઈએ પેશન્ટ ઘણી વખત એક જ પરિસ્થિતિમાં પેશન્ટ અલગ અલગ બિહેવિયર ના સીમટમ્સ બતાવે છે તેથી નર્સિંગ કેર પેશન્ટ ને ધ્યાન મા રાખીને કેર કરવી નહીં કે તેના સિમ્પટમ્સને ધ્યાનમાં રાખીને

11. All Explanations of Procedures and other Routines are Given According to the Patient’s Level of Understanding (પેશન્ટ ને તેની સમજ મુજબ રુટિન અને પ્રોસિઝર ની સમજ આપવી)

સાયકીયાટ્રિક પેશન્ટ ની સમજ અને જરુરિયાત મુજબ રુટીન અને પ્રોસિઝર સમજાવવા જોઇએ જેથી તેની ચિંતા મહદ અંશે દુર થાય તેમજ દરેક વ્યક્તિ ને તેના પર કરવા મા આવતી પ્રોસિઝર જાણવા નો અધિકાર છે તે મેન્ટ્લ છે એટ્લે તેને આ સમજાવવૂ જરુરી નથી એવુ હોવુ જોઇએ નહી.

12. Many Procedures are Modified but Basic Principles Remain Unaltered-(ઘણા પ્રોસિઝર મોડિફાઈડ થશે પરંતુ આ બેઝિક પ્રિંન્સિપાલ એમજ રહ્શે)

પેશન્ટ ની જરુરિયાત મુજબ ઘણાપ્રોસિઝર મોડિફાય થશે મેથડ ચેન્જ થશે પરંતુ આ બેઝિક પ્રિન્સિપાલ એમજ રહ્શે જેમા મુખ્યત્વે પેશન્ટ ની કેર કરવી જેમા તેની સેફ્ટી,સિક્યુરિટી,થેરાપ્યુટિક રિલેશનશીપ, પ્રોસિઝર વગેરે…..


b) Explain the characteristics of mentally healthy person. 04
મેન્ટલી હેલ્થી વ્યકિતની લાક્ષણીકતાઓ વર્ણવો.

માનસિક રીતે તંદુરસ્ત વ્યક્તિની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

1. He has his own philosophy of life (તેની પોતાની જીવનની ફિલસૂફી છે):

મેન્ટલ રીતે હેલ્થી વ્યક્તિ સમાજની માંગને ધ્યાનમાં રાખીને પોતાના મૂલ્યો ઘડે છે. આ ફિલસૂફી તેમને તેમની જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપે છે.

2. A proper sense of self-evaluation (સ્વ-મૂલ્યાંકનની યોગ્ય સમજ ):-

સારી રીતે અડજેસ્ટેડ વ્યક્તિ તેની ક્ષમતાઓ, મૉટિવ , મજબૂત મુદ્દાઓ (Strong point)અને મર્યાદાઓ વિશે જાણે છે. તે તેના વર્તનનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરે છે અને તેની ભૂલો સ્વીકારે છે.

3. Emotionally mature (ભાવનાત્મક રીતે પરિપક્વ):-

  તે ઇમોશનલી રીતે પરિપક્વ અને સ્થિર છે અને સારી રિતે તેની લાગણી વ્યક્ત કરે છે અને તેના પર યોગ્ય નિયંત્રણ કરી તેનો ઉપયોગ કરે છે.

4. A balanced self-regarding sentiment. (સંતુલિત સ્વ-સંબંધિત લાગણી):-

તેની પાસે વ્યક્તિગત આદરની યોગ્ય ભાવના છે. તે વિચારે છે કે તે સામાજિક જૂથનો એક મહત્વપૂર્ણ સભ્ય છે અને તેની પ્રગતિ અને કલ્યાણ માટે કંઈક યોગદાન આપી શકે છે.

5. . Socially adjustable (. સામાજિક રીતે એડજસ્ટેબલ):-

આપણે બધા સામાજિક જીવો છીએ. આ સામાજીક જીવન વાસ્તવિકતા Give & Take નો સંદર્ભ આપે છે. મેન્ટલ રીતે હેલ્થી વ્યક્તિ સામાજીક જીવન જીવવાની કળા જાણે છે અને સોશિયલ ગીવ એન્ડ ટેક કરે છે

6. A realistic approach (વાસ્તવિક અભિગમ):-

:  જીવનની વિવિધ સમસ્યાઓ પ્રત્યેનો તેમનો અભિગમ વાસ્તવિક હોય છે. . તે આવી શકે તેવા કાલ્પનિક ભય અથવા મુશ્કેલીઓથી ડરતો નથી.

8. Intellectually sound (બૌદ્ધિક રીતે સાઉન્ડ):

   તેણે બૌદ્ધિક શક્તિઓનો પર્યાપ્ત વિકાસ કર્યો હોય છે. આ તેને સ્વતંત્ર રીતે વિચારવા અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા સક્ષમ હોય છે

9. Emotional maturity. (ઇમોશન પરિપક્વતા)

ડર, ગુસ્સો, પ્રેમ,  વગેરે જેવી લાગણીઓ સામાન્ય રીતે આપણા સામાજિક જીવનમાં જોવા મળે છે. આવી વ્યક્તિ પરિપક્વ ઇમોશન વર્તન ધરાવે છે. તેમનું તેમના પર નિયંત્રણ છે અને સ્વીકૃત સામાજિક ધોરણો અનુસાર તેમને વ્યક્ત કરે છે.

10. Bravery facing failures (નિષ્ફળતાઓનો સામનો કરવાની હિંમત) :

જીવન એ see-saw  રમત છે. જો આપણે સફળતાનું લક્ષ્ય રાખીએ છીએ, તો આપણે કેટલીકવાર નિષ્ફળતાઓનો સામનો પણ કરીએ છીએ. સંપૂર્ણ મેન્ટલ સંતુલન ધરાવતી વ્યક્તિમાં તેના જીવનમાં નિષ્ફળતાઓનો સામનો કરવા માટે પૂરતી હિંમત અને સહનશક્તિ હોય છે.

11. Punctuality (સમયની પાબંદી):

મેન્ટલ હેલ્થ ધરાવતી વ્યક્તિમાં ઇચ્છનીય સામાજિક અને હેલ્થી ટેવો હોય છે. તે પોતાની પ્રતિબદ્ધતાઓને ભૂલતો નથી અને તેની ફરજો નિભાવવામાં નિયમિત અને સમયના પાબંદ હોય છે.

12. 13. Self-judgment (સ્વ-નિર્ણય):

   સ્વ-નિર્ણય એ આવા વ્યક્તિની મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓમાંની એક છે. તે તેનો ઉપયોગ તેની સમસ્યાઓ હલ કરવામાં કરે છે. તે બીજાના જ્જમેન્ટ પર આધાર રાખતો નથી.

મેન્ટ્લી હેલ્થી વ્યક્તિ ની સામન્ય કેરેક્ટરીસ્ટિક્સ :-

તેઓ પોતાના વિશે સારું અનુભવે છે.

તેઓ ડર, ગુસ્સો, પ્રેમ, ઈર્ષ્યા, અપરાધ અથવા ચિંતા જેવી લાગણીઓથી ભરાઈ જતા નથી.

તેઓ સ્થાયી અને સંતોષકારક અંગત સંબંધો ધરાવે છે.

તેઓ અન્ય લોકો સાથે આરામદાયક લાગે છે.

તેઓ પોતાની જાત પર અને અન્ય લોકો સાથે હસી શકે છે.

જો મતભેદો હોય તો પણ તેઓ પોતાના માટે અને અન્ય લોકો માટે આદર ધરાવે છે.

તેઓ જીવનની નિરાશાઓને સ્વીકારવામાં સક્ષમ છે.

તેઓ જીવનની માંગને પૂરી કરી શકે છે અને જ્યારે તેઓ ઊભી થાય ત્યારે તેમની સમસ્યાઓનું સંચાલન કરી શકે છે.

તેઓ પોતાના નિર્ણયો જાતે લે છે.

જ્યારે પણ શક્ય હોય ત્યારે તેઓ તેમના પર્યાવરણને આકાર આપે છે અને જ્યારે જરૂરી હોય ત્યારે તેને અડજેસ્ટેડ કરે છે.


OR
a) Define therapeutic communication and explain about therapeutic communication techniques. 04
થેરાપ્યુટીક કોમ્યુનિકેશનની વ્યાખ્યા આપો અને તેની ટેકનીકસ વિશે સમજાવો.

Definition of therapeutic communication:

(ડેફીનેશન ઓફ થેરાપ્યુટીક કોમ્યુનિકેશન)

થેરાપ્યુટીક કોમ્યુનિકેશન એ એક પ્રોસેસ છે જેમાં નર્સ એ કોઈ પર્પસ સાથે ક્લાઈન્ટ સાથે સ્ટેપ ટુ સ્ટેપ વર્બલ અને નોનવરબલ કોમ્યુનિકેશન કરે છે જેમાં તે પેશન્ટને સારી રીતે સમજે છે અને તેનું ફિઝિકલ અને મેન્ટલ સ્ટેટસ જાણે છે.

techniques of therapeutic communication : (ટેકનિક ઓફ થેરાપ્યુટીક કોમ્યુનિકેશન)

થેરાપ્યુટીક કોમ્યુનિકેશન ની ટેકનીક નીચે મુજબ આપેલ છે :

1) Observing : (ઓબ્ઝર્વિંગ)

કોમ્યુનિકેશન કરતી વખતે શાર્ક ઓબ્ઝર્વેશન કરવું. ઓબ્ઝર્વેશન કરવાથી પેશન્ટના ભાવ જાણી શકાય છે.

2) Listening : (લીસનિંગ)

નરશે એક્ટિવ લિસ્નર બનવું જોઈએ . પેશન્ટની સાથે કોમ્યુનિકેશન કરતી વખતે તેની વાત બરાબર શાંતિથી સાંભળવી જોઈએ અને સાથે માથું હલાવવું જોઈએ જેથી પેશન્ટને એમ લાગે કે નર્સ તેની વાત ધ્યાનથી સાંભળી રહી છે.

3) Restating : (રિસ્ટેટિંગ)

નર્સ એ પેશન્ટ દ્વારા બોલાયેલા મુખ્ય વિચારો અને બાબતોને રીપીટ કરવા જેથી પેશન્ટને લાગે કે નર્સ તેમની વાત બરાબર સાંભળે છે અને તેની વાતમાં ધ્યાન આપે છે. ઉદાહરણ તરીકે પેશન્ટ કહે છે કે મને બધાની સાથે રહેવું ગમતું નથી મને રૂમમાં એકલું રહેવું ગમે છે ત્યારે નર્સ આ વાત રીપીટ કરે છે.

4) Questioning : (ક્વેશ્ચનિંગ)

જ્યારે નર્સને કોઈ ક્લિયર ઇન્ફોર્મેશન મળે ત્યારે તેણે પેશન્ટ ને કલોઝ એન્ડેડ અને ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછવા. ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનમાં યસ અથવા નો માં જવાબ આપવામાં આવે છે જ્યારે ઓપન એન્ડેડ ક્વેશ્ચનમાં વિગતવાર જવાબ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે નર્સ પેશન્ટને પૂછે છે કે તમારી આ હાલત કેવી રીતે થઈ

5) Clarifying : (ક્લેરીફાઇંગ)

નર્સ એ પેશન્ટ દ્વારા અપાયેલા સ્ટેટમેન્ટ અને ઇમોશનને કલેરીફાઈ કરવા જોઈએ. જેમકે પેશન્ટ દ્વારા અપાયેલા ઈમોશન અને સ્ટેટમેન્ટ ને ક્વેશ્ચન કરી પૂછી લેવા જોઈએ અને કલેરીફાઈ કરી લેવા જોઈએ.

6) Focusing : (ફોકસિંગ)

કોઈ એક સિંગલ પોઇન્ટ પર ફોકસ કરવુ. કોઈ એક સિંગલ પોઇન્ટ પર ફોકસ કરવાથી પેશન્ટ તે ટોપીક વિશે વધારે ડિટેલમાં જાણકારી આપશે જેનાથી આપણે વધારે સારી રીતે સમજી શકીએ. જો ટોપીક ચેન્જ થઈ જાય તો આપણે આગળના ટોપીક વિશે વાત કરવી જેનાથી પેશન્ટ તે ટોપીક પર ફોકસ કરે.

7) Silence : (સાઇલન્સ)

જ્યારે પેશન્ટ કોઈ વાત કરતું હોય ત્યારે નર્સ એ ચુપ રહેવું. પેશન્ટની વાતને વચ્ચેથી કાપવી નહીં. જેથી પેશન્ટને સારી રીતે તેની વાત જણાવી શકે.

8) Sharing : (શેરિંગ)

નર્સ એ પેશન્ટ ઘેર પ્રોવાઇડ કર્યા પછી વધારાના સમયમાં તેના વિશે વિચારવું જોઈએ જેથી પેશન્ટને એમ થાય કે નર્સ તેના વિશે વિચારી રહી છે. ઉદાહરણ તરીકે નર્સ પેશન્ટને એમ કહે છે કે કાલે મેં તમને એક વાત ઉપર યાદ કર્યા હતા.

9) Broad opening : (બ્રોડ ઓપનિંગ)

નર્સ એ પેશન્ટને ટોપિક સિલેક્ટ કરવા માટે એન્કરેજ કરે છે જેથી પેશન્ટને એમ લાગે કે નર્સ તેની કન્ડિશન પણ ધ્યાન આપે છે અને ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછવાથી તે ક્વેશ્ચનનો વિસ્તારથી જવાબ મળશે.

10) Linking : (લિન્કિંગ)

લિન્કિંગ એટલે જોડાણ કરવું . નરસિંહ પેશન્ટની બે ઇવેન્ટ અથવા ફીલિંગની લિંક કરવી. ઉદાહરણ તરીકે પેશન્ટ ની વાઈફ તેના પર ગુસ્સે છે કારણકે પેશન્ટ તેના ફ્રેન્ડ સાથે બહાર જમવા ગયો હતો.

11) Pinpointing : (પીન પોઈટિંગ)

નર્સ એ પેશન્ટ દ્વારા અપાયેલા અમુક સ્ટેટમેન્ટ પર પણ અટેન્શન આપવું. જેમકે પેશન્ટ શું બોલે છે અને શું કરે છે તેના વચ્ચે ડિફરન્સ કરવો. ઉદાહરણ તરીકે પેશન્ટ એમ કહે છે કે હું દુઃખી છું પરંતુ તેના ફેસ પર સ્માઈલ જોવા મળે છે.

12)Providing information (પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન) :

પેશન્ટને પર્સનલ, સોશિયલ અને થેરાપ્યુટીક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી. ઉદાહરણ તરીકે પેશન્ટને દવા ક્યારે લેવી, કેની સાથે લેવી અને તેની સાઇડ ઇફેક્ટ વિશે ઇન્ફોર્મેશન આપવી.

13) Suggesting : (સજેસ્ટિંગ)

સજેસ્ટિંગ એટલે પોતાના આઈડિયા પ્રેઝન્ટ કરવા. કોમ્યુનિકેશન કરતી વખતે જરૂર જણાય ત્યારે પેશન્ટને સજેશન અને એડવાઇઝ આપવી.

14) Role playing : (રોલ પ્લેયિંગ)

કોમ્યુનિકેશનની સાથે રોલ પ્લેન ઈમ્પોર્ટન્ટ છે. જેમાં કોઈ સિચ્યુએશન પર રોલ પ્લે કરવામાં આવે છે એટલે કે તે સિચ્યુએશનને એક્ટિંગ કરીને વર્ણવવામાં આવે છે. રોલ પ્લેયિંગ એ પર્સન ના એટીટ્યુડ ને ચેન્જ કરવામાં હેલ્પફૂલ છે અને પેશન્ટમાં સેલ્ફ અવેરનેસ વધારે છે.

15) Summary : (સમરી)

કોમ્યુનિકેશનના અંતે નર્સ એ કોમ્યુનિકેશનની આખી પ્રોસેસને સમરાઇઝ કરવી જોઈએ. જેમાં મેઈન થીમ, ટોપીક લીસ્ટ કરવા અને યાદ રાખવા. જેથી બીજા દિવસે એ ટોપીક પર વધુ સારી રીતે કોમ્યુનિકેશન કરી શકાય.

b) Write down qualities of psychiatric nurse. 08
સાયકયાટ્રીક નર્સિંગની કવોલીટીઝ વિશે જણાવો.

  • Self confident :
    (સેલ્ફ કોન્ફિડન્ટ) નર્સ પાસે સેલ્સ કોન્ફિડન્સ હોવું જરૂરી છે આથી તે કોઈપણ ગંભીર પરિસ્થિતિમાં પોતાની રીતે ડિસિઝન લઈ શકે અને હોલિસ્ટિક કેર પ્રોવાઇડ કરી શકે.
  • Empathy :
    (એમ્પથી) નર્સ ને બીજાના પેઈન અને દુઃખ પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ તે બીજાના દુઃખ અને પરિસ્થિતિને સમજી શકતી હોવી જોઈએ.
  • Excellent communication :
    (એકસીલેન્ટ કોમ્યુનિકેશન) નર્સ પાસે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કીલ હોવી જોઈએ જેથી તે કોમ્યુનિકેશન દ્વારા પેસન્ટની સિચ્યુએશન જાણી શકે અને તેને સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરી શકે.
  • Non judgemental attitude :
    (નોન જજમેન્ટલ એટીટ્યુડ) પેશન્ટ જેવું છે તેવું તેને સ્વીકારી લેવું અને પેશન્ટને જોઈને કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ બાંધવો નહીં. કોઈપણ જાતના પૂર્વ ગ્રહ બાંધીયા વગર કેર પ્રોવાઈડ કરવી.
  • Compassion :
    (કમ્પેસન) કમ્પેસન એટલે પેશન્ટની કન્ડિશન પ્રત્યે સેન્સેટિવ બનવું જેથી પેશન્ટ આપણા પર ભરોસો કરી અને તેની બધી પ્રોબ્લેમ શેર કરે.
  • Intelligence
    (ઇન્ટેલિજન્સ) નર્સ એ ઇન્ટેલિજન્ટ હોવી જોઈએ આથી તે પ્રોબ્લેમને અર્લી ડિટેકશન કરી અને તેને કેર પ્રોવાઇડ કરી શકે.
  • Emotional stability :
    (ઈમોશનલ સ્ટેબિલિટી) નર્સ એ કામ કરતી વખતે ઈમોશનલી સ્ટેબલ હોવી જોઈએ.
    તેનામાં એમપથી હોવી જોઈએ પરંતુ બીજાના દુઃખમાં દુઃખી થઈને નિરાશ થવાનું નથી.
  • Devotion to duty :
    (ડિવોસન ટુ ડ્યુટી) નર્સ એ પોતાની ડ્યુટી ઈમાનદારી અને પૂરેપૂરી લગન થી કરવી જોઈએ. તેને તેની ડ્યુટી દરમિયાન પૂરતો સમય ફાળવો અને પેશન્ટને સારી રીતે કેર પ્રોવાઈડ કરવી.
  • Calmness :
    (કામનેસ) પેશન્ટ અને તેના રિલેટિવ સાથે વાતચીત કરતી વખતે નર્સ એ કુલ રહેવું.કોમ્યુનિકેશન કરતી વખતે ઘણીવાર પેશન્ટ એગ્રેસીવ થઈ જાય છે ત્યારે નર્સ એ શાંત રહીને વાતચીત કરવી.
  • Patience :
    (પેશન્સ) કોમ્યુનિકેશન કરતી વખતે અને કેર પ્રોવાઇડ કરતી વખતે નરશે પેશન્સ રાખવુ. પેશન્ટ એ દુઃખી હોવાથી પ્રોપર રીતે કોમ્યુનિકેશન કરશે નહીં આથી તે સમય દરમિયાન નર્સ એ પેશન્સ રાખવું.
  • Team work :
    (ટીમ વર્ક) નર્સ એ તેના મેન્ટલ હેલ્થ ટીમ મેમ્બર સાથે ટીમવર્ક કરવું જોઈએ. જેથી વધારે સારી રીતે કેર પ્રોવાઇડ કરી શકાય.
  • Conflict resolution :
    (કોનફ્લિટ સોલ્યુશન) કોઈ કોનફ્લિટ અથવા પ્રોબ્લેમ આવે તો તેને સોલ્વ કરવાની નર્સમાં કેપેસિટી હોવી જોઈએ.
  • Good listener :
    (ગુડ લીસનર) પેશન્ટ સાથે કોમ્યુનિકેશન કરતી વખતે પેસન્ટની ફીલિંગ, પ્રોબ્લેમ અને સ્ટેટમેન્ટ ને એકાગ્રતાથી સાંભળવા જોઈએ.
  • Keen observation :
    (નીન ઓબ્ઝર્વેશન) નર્સ એ કોઈપણ વ્યક્તિ અથવા સિચ્યુએશન શાર્પ ઓબ્ઝર્વેશન કરવું જેથી એક્ચ્યુઅલ પ્રોબ્લેમને આઇડેન્ટીફાય કરી શકાય.
  • Punctuality :
    (પંકચ્યુલીટી) નર્સ એ સમયની પાકી હોવી જોઈએ. કોઈ એક સમય પર કોઈ કામ કરવાનું હોય ત્યારે નર્સ એ તે ચોક્કસ સમય પર કામ કરવું જોઈએ.

Q-3 Write short answers (Any Two) ટુકમા જવાબો લખો (કોઈ પણ બે) 2X6=12

1.Prevention of Mental Retardation.
મેન્ટલ રીટાર્ડેશન નિવારણના પગલાં લખો.

‘ પ્રિવેન્શન ઇસ બેટર ધેન ક્યોર ‘ એટલે કોઈ કન્ડિશન થાય એ પહેલા આપણે તેના નિવારણ માટેના પગલાં લઈ અને તેને થતી અટકાવીએ.

મેન્ટલ રિટાર્ડેસનના પ્રિવેશન માટેના ત્રણ ટાઈપ છે :
1) Primary prevention (પ્રાઇમરી પ્રિવેન્શન)
2)Secondary prevention (સેકન્ડરી પ્રિવેન્શન)
3)Tertiary prevention (ટર્સરી પ્રિવેન્શન)

1) Primary prevention : (પ્રાઇમરી પ્રિવેસન)

  • પ્રાઇમરી પ્રિવેન્શનમાં મેન્ટલ રિટાર્ડેશન થવા માટેના કોસ અને ફેક્ટરને પ્રિવેન્ટ કરવામાં આવે છે.
  • મધર ને સારી એન્ટિનેટલ, ઇન્ટરાનેટલ અને પોસ્ટનેટલ કેર પ્રોવાઈડ કરવી.
  • બાળકને યુનિવર્સલ ઇમ્યુનાઈઝેશન પ્રોવાઇડ કરવું. જેમ કે બીસીજી વેક્સિન, પોલિયો વેક્સિન, ડીપીટી વેક્સિન અને એમએમઆર વેક્સિન પ્રોવાઈડ કરવી.
  • મધર તેમજ ચાઈલ્ડને રુબેલા નું ઇમ્યુનાઈઝેશન કરવું જેથી મેન્ટલી રીટાડેશન અટકાવી શકાય.
  • એન્ટિનેટલ પિરિયડ દરમિયાન મધરને ફર્સ્ટ ટ્રાઈમેસ્તર માં ફોલિક એસિડ ની મેડિસિન આપવી. જેથી બાળકમાં થતીન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવી શકાય.
  • મધર ને પ્રેગ્નેન્સી સમય દરમિયાન ઝેરી પદાર્થો ,આલ્કોહોલ, નિકોટીન અને કોકિન અવોઇડ કરવા કહેવુ.
    -મધર ને રેડીએશનના સંપર્કમાં આવવા મનાઈ કરવી.
  • પ્રેગનેન્સી દરમિયાન ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટરી પ્રોવાઈડ કરવી.
  • આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ કરવો જેથી આયોડિનની ઉણપથી થતા રોગો અટકાવી શકાય.
  • રિસ્ક ધરાવતા પેરેન્ટ્સનું જીનેટીક કાઉન્સિલિંગ કરવું.
  • કોમ્યુનિટી માં આવેલા મિસ કોનસેપ્શન દૂર કરવા અને લોકોને હેલ્થ એજ્યુકેશન આપવું.
  • લોકોની સોસીયો અને ઇકોનોમિક કન્ડિશન ઈમ્પ્રુવ કરવી.
  • 21 વર્ષ પહેલા અને 35 વર્ષ પછી પ્રેગ્નન્સી અવોઈડ કરવી જેથી કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરી શકાય.
  • બે પ્રેગનેન્સી વચ્ચેનો સમયગાળો મિનિમમ ત્રણ વર્ષનો રાખવો.
  • મધર માં આર એચ આઈસો એમ્યુનાઈઝેશન પ્રિવેન્ટ કરવું.
  • પ્રેગનેટ વુમનમાં સિફિલિસ અને રુબેલા જેવા ડીસીઝનું સ્ક્રીનીંગ કરવું.
  • ઇમનીઓસીન્ટેસીસ, ફીટોસ્કોપી, બાયોપસી અને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ફીટસની તપાસ કરવી.
  • ચાઈલ્ડ હુડ જેવા કે ડાયરિયા, બ્રેન ઇન્ફેક્શન અને પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન ને ટ્રીટ કરવા.
  • બાળકના મેન્ટલ ડેવલોપમેન્ટ માટે પ્રોપર એન્વાયરમેન્ટ પૂરું પાડવું.
  • લાંબા સમય સુધી લીડના કોન્ટેકમાં હોવાથી બ્રેનના ડેવલોપમેન્ટ પર અસર પડે છે આથી પોલ્યુશન ઘટાડવું.
  • મેન્ટલ રિટર્ડેસન થવા માટેના કોસ અને પ્રિવેશન માટે કોમ્યુનિટીના લોકોને હેલ્થ એજ્યુકેશન આપવું.

2) Secondary prevention :(સેકન્ડરી પ્રિવેન્શન)

  • મિસલ્સ, રુબેલા જેવા પ્રિવેન્ટેબલ ડીસીઝ ને વહેલા આઈડેન્ટિફાય કરી અને તેમની પ્રોપર ટ્રીટમેન્ટ કરવી.
  • હાઈડ્રોસેફેલસ, ગેલેકટોસેમિયા જેવી કન્ડિશન આઇડેન્ટીફાય કરવી અને તેમને ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
  • ઈમોશનલ અને બિહેવિયર પ્રોબ્લેમને ટ્રીટ કરવા.

3) Tertiary prevention : (ટર્સરી પ્રીવેન્શન)

  • ડ્રગ અને બિહેવિયર મોડિફિકેશન દ્વારા ફિઝિકલ અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ સોલ્વ કરવા.
  • સિવિયર મેન્ટલી રિટાર્ડેડ પેશન્ટને હોસ્પિટલાઈઝ કરવું અને સ્પેશિયલ કેર પ્રોવાઈડ કરવી.
  • મેન્ટલી રિટાર્ડેડ ચાઈલ્ડને એજ્યુકેશન અને ટ્રેનિંગ આપવી જેથી મેન્ટલી હેન્ડીકેપ થતા અટકાવી શકાય.
  • આવા બાળકોને સ્પેશિયલ ઇન્સ્ટિટ્યૂશનમાં મોકલવા જ્યાં તેમને એજ્યુકેશન આપવામાં આવે,ટ્રેનિંગ આપવામાં આવે અને તેમની કેપેસિટી પ્રમાણે તેમને વર્ક આપવામાં આવે.

2.Antipsychotic drug. એન્ટીસાયકોટિક ડ્રગ.

એન્ટીસાઇકોટિક ડ્રગને neuroleptic (ન્યુરોલેપટીક) અથવા tranquilizer તરીકે પણ ઓળખવામાં આવે છે.

એન્ટીસાઇકોટિક ડ્રગ નો ઉપયોગ સાયિકોટીક ડિસઓર્ડર ને ટ્રીટ કરવા માટે થાય છે. એન્ટી સાઇકોટિક ડ્રગ નો પ્રાઇમરી યુઝ schizophrenia ને ટ્રીટ કરવા માટે થાય છે સાથે એ બીજા સાઇકોટિક ડિસઓર્ડર જેવા કે મેનિયા, બાયપોલર ડિસઓર્ડર ને પણ ટ્રીટ કરવામાં ઉપયોગી છે.

classification of antipsychotic drug : (ક્લાસિફિકેશન ઓફ એન્ટી સાઇકોટિક ડ્રગ)

  • First generation (ફર્સ્ટ જનરેશન)
  • Second generation (સેકન્ડ જનરેશન)
  • Third generation (થર્ડ જનરેશન)
  • First generation:
    (ફર્સ્ટ જનરેશન) ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટીક ડ્રગને typical antipsychotic drug (ટીપીકલ એન્ટીસાઇકોટિક ડ્રગ) તરીકે પણ ઓળખવામાં આવે છે.
    ફર્સ્ટ જનરેશન એન્ટિસાઇકોટિક ડ્રગ 1950 માં ડિસ્કવર થઈ હતી.
    જે કોમ્પિટીટીવ ઇનહીબીટર છે જે d2 ડોપામાઇન રિસેપ્ટરને બ્લોક કરે છે.
  • Phenothiazines :
  • Chlorpromazine
  • perphenazine
  • trifluoperazine
  • thioridazine
  • Thioxanthe chlorprothixenethiothixenefl upenthixolzuclopenthixol
  • Butyrophenones : haloperidol
  • Dibenzothiazepine : quetiapine
  • 2) Second generation : (સેકન્ડ જનરેશન) સેકન્ડ જનરેશન એન્ટીસાઇકોટીક ડ્રગને એટીપીકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સેરોટોનીન અને ડોપામાઈન બંનેના રિસેપ્ટરને બ્લોક કરે છે.
  • clozapinerisperidoneolanzapineri speridonequetiapineziprasidone
  • 3) Third generation : (થર્ડ જનરેશન)
    • aripiprazole
    • partial agonist of
      dopamine
  • Mechanism of action: ( મેકેનિઝમ ઓફ એક્શન)
  • બ્રેનમાં આવેલા ડોપામાઈ પાથવે ના D2 રિસેપ્ટરને બ્લોક કરે છે જેથી ડોપામાઈન લેસ ઇફેક્ટિવ બને છે અને તેની ઈફેક્ટ ઘટે છે.
  • મેંઝોલીમ્બિક પાથવે માં વધારે પડતું ડોપામાઈન રિલીઝ થવાથી સાઇકોટિક સીમટમ્સ જોવા મળે છે.
  • આથી એન્ટી સાઇકોટીક ડ્રગ એ D2 રિસેપ્ટરને બ્લોક કરે છે અને ડોપામાઇનનું પ્રોડક્શન ઘટાડે છે.
  • એટીપીકલ એનટીસાઇકોટિક એ ડોપામાઇન અને સેરોટોનીન બંનેના રિસેપ્ટરને બ્લોક કરે છે.

Indication : (ઇન્ડિકેશન)

– schizophrenia
– bipolar disorder
– delusional disorder
– psychotic depression
– Asperger’s syndrome
– post traumatic stress
disorder
– anxiety
– insomnia
– autism
– obsessive
compulsive disorder

Contraindication : (કોન્ટ્રાઇન્ડિકેશન)

– hypersensitivity
– severe hypotension
– liver, renal & cardiac
insufficiency
– CNS depression
– cardiac dyscrasia
– Parkinson’s disease
– comatose
– bone marrow
depression

Side effects : (સાઇડ ઇફેક્ટ)

– extra pyramidal
symptoms
– hypotension
– tachycardia
– lethargy
– drowsiness
– tachycardia
– seizure
– nightmares
– constipation
– hyperprolectinemia
– blurring vision
– weight gain
– sexual dysfunction

Nursing responsibility: (નર્સિંગ રિસ્પોન્સિબિલિટી)

  • ડ્રગ આપતા પહેલા ફાઈવ આર મેન્ટેન કરવા.
  • એન્ટી સાઇકોટિક ડ્રગ આપતા પહેલા તેનું સાયકોલોજીકલ એસસીસમેન્ટ કરવું.
  • એક્સ્ટ્રા પિરામિડલ સિમટોન્સ પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવું.
  • બ્લડપ્રેશર મેજર કરતા રહેવું.
  • વાઈટલ સાઈન અસેસ કરવા.
  • બ્લડમાં પ્રોલેક્ટીનનું લેવલ ચેક કરવું.
  • ફિમેલ પેસન્ટમાં બ્રેસ્ટમાં મિલ્ક પ્રોડક્શન થાય છે કે નહીં તે ચેક કરવું.
  • પેશન્ટને કોઈ એડવર્ડ્સ ઇફેક્ટ અને ડીસકમ્ફર્ટ થાય છે કે નહીં તે ચેક કરવુ.
  • રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા.

Extra pyramidal symptoms: (એક્સ્ટ્રા પિરામિડલ સીમટમ્સ)

  • acute dystonia : (એક્યુટ ડીસ્ટોનિયા) નેક, આઈ, ટંગ અને જો માં મસ્ક્યુલર સ્પાર્ઝમ જોવા મળે છે અને ઇનવોલ્યુનટરી મસલ કોન્ટ્રાક્ટ થાય છે .
  • Akathisia : (એકાથીશીયા) આ એક પ્રકારનું મુવમેન્ટ ડિસઓર્ડર છે જેમાં ઇનરરેસ્ટલેસનેસ જોવા મળે છે આથી પર્સન બેસી કે ઉભી શકતા નથી.
  • pseudo Parkinsonism : (શયુડો પારકીનોસિઝમ) મસલ રિજીડીટી અને સ્ટીફનેસ જોવા મળે.
  • tardive dyskinesia : (ટારડીવ ડિસ્ક્રાઈનેસિયા) ઈન્વોલેન્ટરી અને ઇરરેગ્યુલર મસલ મોમેન્ટ જોવા મળે. ફેસમાં વધારે પડતું જોવા મળે.
  • neuroleptic malignant syndrome : ( ન્યુરોલેપટીક મેલીગનન્ટ સિન્ડ્રોમ) લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે જેમાં ફીવર, મસલ રીજીડીટી, ઓટોનોમિક ડીસફંક્શન અને મેન્ટલ સ્ટેટસ ડિસ્ટર્બ થયેલું જોવા મળે છે.

3.Anorexia Nervosa. એનોરેક્ષીયા નર્વોસા.

એનોરેક્ષીયા શબ્દનો અર્થ ‘એબસન્સ ઓફ એપેટાઇટ’ એટલે ‘ભૂખની ગેરહાજરી’ એવું થાય છે એનોરેક્ષીયા નરવોસા એ ઈટિંગ ડિસઓર્ડર છે. જેમાં વ્યક્તિએ ખાવાનું અવોઈડ કરે છે, અને પાતળા થવાની ઈચ્છા ધરાવે છે અને આવા લોકોમાં વજન વધી જવાનો ડર જોવા મળે છે. આવા લોકો દરરોજ 200 કેલેરી કરતા પણ ઓછો ખોરાક લે છે.

incidence (ઇન્સિડન્સ) :

એડોલેસન્ટ ગર્લ માં વધારે જોવા મળે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં તેનું પ્રમાણ નવ ગણું વધારે જોવા મળે છે.

Types of Anorexia nervosa (એનોરેક્ષિયા નરવોસાના પ્રકારો) :

  • 1) Restricting type (રીસ્ટ્રીક્ટિંગ ટાઈપ)
  • 2) Binge eating / Puring type (બિંજ ઈટીંગ /પુરિંગ ટાઈપ)

1) Restricting type (રીસ્ટ્રીક્ટિંગ ટાઈપ) :
આ ટાઇપમાં પરસન એ વેઇટ લોસ કરવા માટે ફૂડ અવોઇડ કરે છે અને અતિશય કસરત કરે છે .

2) Binge eating/Puring type (બિંજ ઈટીંગ /પુરિંગ ટાઈપ) :
આ ટાઈપમાં પરસન એ ફૂડ ખાય છે પણ તે મોઢામાં આંગળી નાખીને ઉલટી કરે છે અને લક્ષેટિવ, ડાયયુરેટિક, એનીમા નો ઉપયોગ કરે છે

Sign & symptoms (સાઇન એન્ડ સિમ્પ્ટોસ) :

  • Rapid weight loss (રેપિડ વેઇટ લોસ)
  • Loss of muscle mass (લોસ ઓફ મસલ માસ)
  • Thining of bones (થીનિંગ ઓફ બોન્સ)
  • Russell’s sign (રસેલ્સ સાઇન- સેલ્ફ ઈનડીયુસ વોમીટીંગ ને કારણે નકલ્સમાં સ્કાર જોવા મળે)
  • Swelling in cheek (ગાલ પર સોજા જોવા મળે)
  • Enlarged salivary gland (સિલાઈવરી ગ્લેન્ડ મોટી જોવા મળે)
  • Food refuses (ફૂડ રિફયુઝ)
  • Dehydration (ડીહાઈડ્રેશન)
  • Elctrolyte imbalnce (ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ)
  • Low blood pressure (લો બ્લડ પ્રેશર )
  • Abnormal heart rhythm (એબનોર્મલ હાર્ટ રીધમ)
  • Slow heart rate (સ્લો હાર્ટ રેટ)
  • Anemia (એનિમિયા)
  • Constipation (કોન્સ્ટીપેશન)
  • Headache (હેડએક)
  • Fatigue (ફટીગ)
  • Lethargy (લેથરજી)
  • Fainting (ફેન્ટીંગ)
  • Dry skin (ડ્રાય સ્કીન)
  • Brittle hair and nail (બ્રિટલ હેર એન્ડ નેઈલ)
  • Insomnia (ઇનસોમનીયા)
  • Infertility (ઈન્ફર્ટિલિટી)
  • Amenorrhea (એમેનોરિયા)
  • irregular menses (ઈરરેગ્યુલર મેનસીસ)
  • Alkalosis (આલક્લોસીસ)

Investigation ( ઇન્વેસ્ટિગેશન):

  • complete blood count (કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ)
  • electrolyte test (ઇલેક્ટ્રોલાઇટ ટેસ્ટ)
  • bone density test (બોન ડેનસીટી ટેસ્ટ)
  • thyroid function test (થાઇરોડ ફંક્શન ટેસ્ટ)
  • ECG (ઇલેક્ટ્રો કાર્ડિયો ગ્રામ)
  • urine analysis (યુરીન એનાલિસિસ)
  • kidney function test (કિડની ફંક્શન ટેસ્ટ)
  • liver function test(લીવર ફંકશન ટેસ્ટ)

Treatment of Anorexia nervosa

Goal (ગોલ) :

નોર્મલ વેઇટ અને ફૂડ હેબીટ રીસ્ટોર કરવી.

1) psychological therapy (સાઈકોલોજીકલ થેરાપી) :

~ family therapy ( ફેમીલી થેરાપી) :
ચિલ્ડ્રન અને એડોલેસેન્ટ માટે ફેમીલી થેરાપી ઈમપોરટન્ટ છે. જેમા ફેમીલી મેમ્બર અનોરેક્ષીયા વાળા પેશન્ટની ફૂડ હેબીટ ઈમપ્રૂવ કરે છે .

~ Motivational psychotherapy ( મોટીવેશનલ સાયકોથેરાપી) :
પેશન્ટને વજન વધારવા માટે અને સારી ફૂડ હેબિટ અપનાવવા માટે મોટીવેટ કરવામાં આવે છે.

~ Cognitive behavioral therapy (કોગ્નિટિવ બીહેવીયર થેરાપી):
વજન રિસ્ટોર કર્યા બાદ કોગ્નિટિવ બિહેવિયર થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે.

~ Behavioural therapy (બીહેવીયરલ થેરાપી):
આ થેરાપીમાં પેશન્ટના બિહેવિયરમા થતા ચેન્જીસ જોવામાં આવે છે અને તેના પર ફોકસ કરવામાં આવે છે.

2) Antidepressants drug ( એન્ટીડિપ્રેશન્ટ ડ્રગ) :

સિલેક્ટિવ સેરોટોનીન રીઅપટેક ઇનહીબીટર્સ ગ્રુપની દવા આપવામાં આવે છે

દા.ત. : fluoxetine (ફ્લુઓકસતિન)

3) nutritional supplements (ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ) :

કેલ્શિયમ અને વિટામિન ડી સપ્લિમેન્ટ આપવામાં આવે છે તેની સાથે ઝીંકની સપ્લીમેન્ટ પણ આપવામાં આવે છે.

Nursing management (નર્સિંગ મેનેજમેન્ટ ) :

  • વાઈટલ સાઇન મોનિટર કરવા
  • વેઈટ મોનિટર કરવો.
  • ન્યુટ્રીશનલ ડાયટ પ્રોવાઇડ કરવો જેથી ન્યુટ્રીશનલ ડેફિશ્યનસી રહે નઈ.
  • આખા દિવસમાં 3000 જેટલી કેલરી યુક્ત ડાયટ આપવો .
    કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને સીરમ ઇલેક્ટ્રોલાઇટ લેવલ મોનીટર કરવું.
  • પેશન્ટને આશ્વાસન આપવું.

4.List out types of defense mechanism. Explain any four in detail.
ડીફેન્સ મીકેનીઝમના પ્રકારોની યાદી બનાવી તે માંથી કોઈપણ ચાર વિશે વિગતવાર લખો.

ડિફેન્સ મેકેનિઝમને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે:
1) positive defence mechanism
2) negative defence mechanism

Positive defense mechanism (પોઝિટિવ ડિફેન્સ મેકેનિઝમ)

~ Compensation (કમ્પેનસેશન)
~ Substitution સબ (સ્ટીટ્યુશન)
~ Sublimation (સબ્લીમેશન)
~ Rationalization (રેસનલાઈઝેશન)
~ Repression (રિપ્રેશન)
~ Undoing (અનડુઇંગ)
~ Identification (આઇડેન્ટિફિકેશન)
~ Transference (ટ્રાન્સફરન્સ)
~ Intellectualisation (ઈનતેક્યુલાયઝેશન)
~ Introjection (ઇન્ટ્રોડજેક્શન)

Negative defense mechanism (નેગેટિવ ડિફેન્સ મિકેનિઝમ):

~ Suppression (સપરેશન)
~ Displacement (ડિસ્પ્લેસમેન્ટ)
~ Projection (પ્રોજેક્શન)
~ Regression (રિગ્રેશન)
~ Fixation (ફિક્સેશન)
~ Fantasy (ફેન્ટેસી)
~ Reaction formation (રિએક્શન ફોર્મેશન)
~ Conversion (કન્વર્ઝન)
~ Dissociation (ડીસોસીએશન)
~ Denial (ડીનાઇલ)

Denial (ડીનાઇલ) :

  • ડીનાઇલ એટલે નકારવું .
  • આ ડિફેન્સ મિકેનિઝમમાં પર્સન એ રિયાલિટી ને ફેસ કરવાનો ઇનકાર કરે છે. તે રિયાલિટી માનવા તૈયાર થતો નથી.
  • પર્સન અનકોન્સીયસલી આ મિકેનિઝમનો ઉપયોગ થોડા સમય માટે કરે છે.
  • ઉદાહરણ : કોઈ એક પર્સન છે તેનું અત્યંત નજીકનું અને વહાલું વ્યક્તિ ગુજરી જાય છે પણ તે પર્સન માંડવા માટે તૈયાર થતો નથી કે તેનું કોઈ વહાલું ગુજરી ગયું છે. એ પર્સન એમ જ વિચારે છે કે તે વ્યક્તિ હજુ જીવે છે.

Displacement (ડિસ્પ્લેસમેન્ટ) :

  • ડિસ્પ્લેસમેન્ટ એટલે વિસ્થાપન
  • આ ડિફેન્સ મિકેનિઝમમાં પર્સન એ અનકોન્સીયસલી પોતાની ઈમોશનલ ફિલિંગ બીજા પર્સન અથવા ઓબ્જેક્ટ પર ટ્રાન્સફર કરે છે જે ઓછા ડેન્જર હોય છે.
  • ઉદાહરણ : કોઈ એક વર્કર ઓફિસમાં કામ કરે છે અને તેના બોસ તેની પર ગુસ્સે થાય છે આ વર્કર બોસ ને કંઈ કહી શકતો નથી માટે તે ઘરે જઈને તેના ફેમિલી મેમ્બર પર ગુસ્સો કરે છે જેને ડિસ્પ્લેસમેન્ટ કર્યું કહેવાય
  • કોઈ સ્ટુડન્ટ નર્સ તેની સિનિયર પાસેથી ઠપકો મેળવે છે એ સ્ટુડન્ટ નર્સ તેના સિનિયર સામેગુસ્સો કરી શકતી નથી પણ તે ઘરે જઈને તેના નાના ભાઈ બહેનને પનીશ
    કરે છે અને ખીજાય પણ છે

Rationalization (રેશનલાઈઝેશન):

  • રેસનોલાઈઝેશન એટલે તર્કસંગતિકરણ.
  • આ ડિફેન્સ મિકેનિઝમમાં પર્સન એ પોતાની ફેલિયર, સામાજિક રીતે અસ્વીકારિત બાબતો અને બિહેવિયર સામે પોતાના બનાવેલા લોજીકલ રીઝન આપે છે.
  • ઉદાહરણ : કોઈ ગર્લને નર્સિંગમાં એડમિશન ન મળતા તે નર્સિંગ પ્રોફેસરને ખરાબ વર્ણવે છે.

Identification (આઇડેન્ટિફિકેશન):

  • આઇડેન્ટિફિકેશન એટલે ઓળખ
  • આઇડેન્ટિફિકેશન મેકેનિઝમ એ ચિલ્ડ્રન માં વધારે ઉપયોગ કરવામાં આવે છે.
  • આઇડેન્ટિફિકેશન મેકેનિઝમમાં પર્સને પોતાની જાતને પોતાની ગમતી વ્યક્તિ અથવા કોઈ શ્રેષ્ઠ હોદા પર ની વ્યક્તિ સાથે સરખાવે છે અને પોતાના અને સામેવાળી વ્યક્તિ વચ્ચે સમાનતા દર્શાવે છે.
  • ઉદાહરણ: કોઈ ગર્લ સર્જરી માટે હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારે તે ગર્લ નર્સ ને જોઈને પ્રેરિત થાય છે અને નર્સ બનવાનો વિચાર કરે છે અને તેની જાતને નર્સ સાથે સરખાવે છે.

Q-4 Write short note (Any Three)ટુંક નોધ લખો. (કોઈ પણ ત્રણ) 3X4=12

1.Nursing management of suicide attempted client – સુસાઈડ અટેમ્પ્ટ કરેલ દર્દીનું નર્સિંગ મેનેજરેન્ટ

1.થેરાપ્યુટીક નીડ નર્સિંગ મેનેજમેન્ટ

પેશન્ટ ને આરામદાયક વાતાવરણ આપવું.અને પેશન્ટ ના રિલેટિવ ને તેની સાથે સતત રહેવા માટે કહેવું

ડૉક્ટર એ પ્રિસ્ક્રાઇબ કરેલ મેડિસિન અપાવી.તેની સાઇડ ઇફેક્ટ માટે જોવું અને તેનો રેકૉર્ડ-રિપોર્ટ રાખવો.સામાન્ય રીતે સ્યૂસાઇડ અટેમ્પ્ટ કરેલ પેશન્ટ ને એન્ટિ ડિપ્રેઝ્ન્ટ દ્રગ આપવા મા આવે છે તે આપવી

પેશન્ટ નું MSE કરવુ તેમા તેના સ્યુસાઇડ ના વિચારો અને પ્લાન તેમજ તે કેટ્લુ ઘાતક છે તે તેમા જાણવુ અને તે દરેક નુ રેકૉર્ડ કરવું

જો પેશન્ટ ને ECT આપવાનું હોય તો તેમા મદદ કરવી અને તેની તૈયારી કરવી

2.ફિઝિકલ નીડ નર્સિંગ મેનેજમેન્ટ

a.સેફ ઇન્વારર્ન્મેંટ

  • પેશન્ટ સતત ઓબ્ઝર્વેશનમાં રાખવું એક નર્સ સતત તેની સંભાળ માટે હોવી જોઈએ
  • ગ્લાસ આર્ટીકલ્સ દોરડાઓ પાયજામા અને પેટીકોટની નાડીઓ , નેટ ટાઈ વગેરે રૂમમાંથી દૂર કરવા જોઈએ
    લાંબી બેડશીટ નો પણ ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેના માટે હેંગિંગ માટે ઉપયોગ કરી શકે છે
    ફૂડ માટે પેપર ડીશ નો ઉપયોગ કરવો
  • ઇલેક્ટ્રીક કનેક્શન ઓપન ન રાખવા જોઈએ
  • મેડિસિન અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ વોર્ડમાં લોક રાખવા જોઈએ
  • પેશન્ટ એક કરતાં વધારે મેડિસિન ન ગળે તેની ત્યાં કાળજી રાખવી જોઈએ
    નર્સિંગ સ્ટેશનની નજીક રૂમ આપવો જોઈએ

3.પર્સનલ હાઇજિન :-

પેશન્ટ પોતાનું પર્સનલ હાયજીન મેન્ટેન કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવું તેને તેના કપડા ચેન્જ કરવા બાથ લેવા ,હેયર કોમબીગ કરવું વગેરે માટે પ્રોત્સાહિત કરવું તમે આજે ખુબ સરસ દેખાવ છો તેવું કહો

4. ન્યુટ્રિશનલ લીડ

પેશન્ટને ડાયટ લેવા માટે સલાહ આપો તેનો ઇનપુટ અને આઉટપુટ રેકોર્ડ કરો

4.સાયકો સોશ્યલ નીડ :-

ટ્રસ્ટીંગ રિલેશનશિપ

પેશન્ટ સાથે વાત કરો તેને શાંતિથી સાંભળો તેનામાં રહેલી પોઝિટિવ બાબતોને બહાર લાવો પેશને તેના રિલેટિવ ની વિઝીટ કરવા દો તેની અંદર પોઝિટિવ એટીટ્યુડ નિર્માણ થાય તેવા માટેના પ્રયત્ન કરવો

સુસાઇડલ આઈડિયા ઘટાડવા

પેશન્ટ ને તેના સુસાઇડ આઈડિયા અને કઈ રીતે સુસાઇડ કરવું વગેરે વિશે વાતો કરવા માટે પ્રોત્સાહિત કરો તે સ્યુસાઈડ માં શેનો ઉપયોગમાં કરવા માને છે તે કેટલી લેથલ છે તે જાણો પેશન્ટ ને તેના સુસાઇડ થી થતા પરિણામોની જાણ કરો કે તમારા ફેમિલી મેમ્બર પર શું વિતશે વગેરે

સેલ્ફ એસ્ટીમ માં વધારો કરવો

પેશન્ટને તેના નામથી બોલાવું તેના પોઝિટિવ પોઇન્ટ અને તેના પોઝીટીવ અચિવમેન્ટને બિરદાવવું

ઈમ્પ્રુવ સોશીયલાઈઝેશન

પેશન્ટને ક્યારેય એકલું મૂકવું જોઈએ નહીં તેમને ધીમે ધીમે બેડ માંથી બહાર આવી લોકો સાથે મળવા મળવા માટે કહેવું

રીક્રીએશનલ નીડ

પેશન્ટની તેની ફેવરિટ હોબી અથવા તો ગેમ ની ઓળખ કરવી તેમને તેની હોબી પૂરી કરવા છતાં આઉટડોર ગેમ્સ માટે પૂરતો સમય આપવો જો જીતે તો તેને યશ આપવો હારી જાય તો કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વગર સ્વીકાર કરો

સ્પિરિશચ્યુઅલ એક્ટિવિટીઝ

પેશન્ટ શા માટે મરવા માંગે છે તે જાણો
જો તે જીવશે તો તે શું શું કરી શકશે તેના વિશે વાત કરો
તેમને ધાર્મિક પુસ્તકો વાંચવા માટે આપો અને ધાર્મિક પુસ્તકોનું તેની સાથે ડિસ્કશન કરો તેને તેની ક્વોલિટી ઓળખવામાં મદદ કરો

2. Group Therapy- ગ્રુપ થેરાપી

ગ્રુપ થેરાપી એ સાઇકો સોશિયલ થેરાપી નો એક ટાઈપ છે જેમાં એક અથવા એક થી વધારે થેરાપિસ્ટ દ્વારા બે અથવા બેથી વધારે (સ્મોલ ગ્રુપ) પેશન્ટને એક જ સમયે ટ્રીટ કરવામાં આવે છે

ગ્રુપ થેરાપી દ્વારા સાઇકોલોજીકલ અને ઈમોશનલ પ્રોબ્લેમ ને ટ્રીટ કરવામાં આવે છે જેમ કે ડિસ્ટ્રેસમાંથી છુટકારો મેળવવો, સેલ્ફ સ્ટીમ (સ્વ સન્માન) વધારવા અને બિહેવિયર અને સોશિયલ રિલેશનને ઈમ્પ્રુવ કરવા માટે ગ્રુપ થેરાપીનો ઉપયોગ થાય છે.

Aim of group therapy (ગ્રુપ થેરાપી નો હેતુ):

પેશન્ટની ઇમોશનલ કન્ડિશનને સોલ્વ કરવામાં પેશન્ટની મદદ કરવી અને ગ્રુપમાં તેના પર્સનલ ડેવલોપમેન્ટ માટે એન્કરેજ કરવું.

principle group therapy (પ્રિન્સિપલ ઓફ ગ્રુપ થેરાપી):

~ ગ્રુપની ચોક્કસ બાઉન્ડ્રી હોવી જોઈએ. ~ગ્રુપના લોકો એકબીજા સાથે કોમ્યુનિકેશન કરતા હોવા જોઈએ અને એકબીજા સાથે રિલેશન ધરાવતા હોવા જોઈએ. ~ગ્રુપમાં મેક્સિમમ 10 થી 15 સભ્યો હોવા જોઈએ જેથી થેરાપી વધુ ઈફેક્ટિવ રહે. ~ગ્રુપ થેરાપીના સેશનનો સમયગાળો 60 મિનિટ થી વધારે હોવો જોઈએ નહીં. ~ગ્રુપમાં ઇઝી અને ફ્રી કોમ્યુનિકેશન કરવું. ~દરેક ગ્રુપને પોતાના સિદ્ધાંતો અને નિયમો હોવા જોઈએ. ~ગ્રુપમાં આવેલ દરેક પર્સનને તેનો પોતાનો ટાસ્ક અને રોલ હોવો જોઈએ.

Phases of group development (ફેસીસ ઓફ ગ્રુપ ડેવલોપમેન્ટ) :

1) pre-affiliation phase (પ્રી એફિલિએશન ફેસ) : આ ફેસમાં ફિઝિકલ સેટ અપ તૈયાર કરવામાં આવે છે. જેમાં પ્લેસ, ટાઈમ ,ટાઈપ ઓફ ગ્રુપ, સેશન અને ડ્યુરેશન વગેરે નક્કી કરવામાં આવે છે .

2) Initial or orientation phase
(ઈનિશિયલ ફેસ) :

આ ફેસમાં ગ્રુપ મેમ્બર એકબીજાને અને થેરાપિસ્ટને ઓળખે છે. જેમાં ગોલ, રોલ, નિયમો અને રિસ્પોન્સિબિલિટી વિશે જણાવવામાં આવે છે.

3) working phase
(વર્કિંગ ફેસ) :

આ ફેસમાં ગ્રુપ મેમ્બર ગોલ અચીવ કરવા માટે એકબીજા સાથે કામ કરે છે અને તેમાં હાઈ કોમ્યુનિકેશન જોવા મળે છે અને ગ્રુપ મેમ્બર પોતાની પર્સનલ ફીલીંગ એકબીજા સાથે શેર કરે છે.

4) Termination phase
(ટર્મિનેશન ફેસ) :

આ ફેસમાં થેરાપી પૂરી કરવામાં આવે છે જેમાં ગ્રુપ એક્સપિરિયન્સ નું evaluation કરવામાં આવે છે. ટર્મિનેશન થવાના કારણે ગ્રુપ મેમ્બરમાં એનસાયટી, રિગ્રેશન અને ટ્રાન્સફરન્સ જોવા મળે છે.

Indication of group therapy

(ઇન્ડિકેશન ઓફ ગ્રુપ થેરાપી): ~ રિલેશનશિપ પ્રોબ્લેમ ~ એન્ઝાઈટી ~ ડિપ્રેશન ~ ગ્રીફ લોસ ~ ઈમોશનલ ટ્રોમા ~ લો સેલ્ફ ઈસ્ટીમ ~ જ્યારે ઈન્ડી વિઝ્યુઅલ થેરાપી ફેલ જાય ત્યારે ~ જ્યારે પેશન્ટને સોશિયલાઈઝ થવાની જરૂર હોય

contraindications of group therapy

(કોન્ટ્રા ઇન્ડિકેશન ઓફ ગ્રુપ થેરાપી) : ~ એન્ટી સોશિયલ પેશન્ટ ~ સીવીયરલી ડીપ્રેસ પેશન્ટ ~ હેલ્યુઝિનેશન અને ડીલ્યુશન વાળા પેશન્ટ ~ સુસાઇડ અટેમ્પ કરેલ પેશન્ટ

Role of nurse

(રોલ ઓફ નર્સ) :

~ નર્સ એ કો-થેરાપિસ્ટ અને લીડર તરીકે મહત્વનો ભાગ ભજવે છે.
~ તે ગ્રુપ મેમ્બર સાથે કામ કરતી વખતે સર્જનાત્મક અને તકવાદ તરીકે વર્તે છે.
~ તે ગ્રુપ મેમ્બરના લોકોને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરે છે.
~ તે થેરાપીસ્ટ સાથે કોઓપરેટિવ વર્ક કરે છે.
~ તે પેશન્ટને ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં આસિસ્ટ કરે છે.

3.National Mental Health Programme – નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ

ઈન્ડિયાની ગવર્મેન્ટ દ્વારા ૧૯૮૨ માં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ લોન્ચ કરાયો હતો. મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય હતું જેણે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ને ઈમ્પ્લીમેન્ટ કર્યો હતો. મેન્ટલ ઈલનેસ એ કોમ્યુનિટી માટે એક બર્ડન છે જે બર્ડન ને દૂર કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેન્થનીંગ કરવા કરવા માટે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો.

Aims :

(હેતુ)

  • મેન્ટલ અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર તથા તેની સાથે સંકળાયેલી ડીસેબિલિટીને પ્રિવેન્ટ કરવી અને તેને ટ્રીટ કરવી.
  • જનરલ હેલ્થ સર્વિસિસને ઈમ્પ્રુવ કરવા માટે મેન્ટલ હેલ્થ ટેકનોલોજી નો ઉપયોગ કરવો.
  • નેશનલ ડેવલોપમેન્ટ માટે મેન્ટલ હેલ્થના પ્રિન્સિપલ નોઉપયોગ કરવો. જેથી લાઈફની ક્વોલિટી ઇમ્પ્રુવ કરી શકાય .

Objectives :

(ઓબ્જેક્ટિવ) – નજીકના ભવિષ્યમાં ખાસ કરીને સંવેદનશીલ ગ્રુપ અને વંચિત વર્ગ માટે મિનિમમ મેન્ટલ હેલ્થ કેર ની ઉપલબ્ધતા અને સુલભતા સુનિશ્ચિત કરવી. – સોશિયલ ડેવલપમેન્ટ માટે અને જનરલ હેલ્થ કેર માટે મેન્ટલ હેલ્થ નોલેજનો ઉપયોગ કરવો. – મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરતી વખતે કોમ્યુનિટી નું પાર્ટિસિપેશન વધારવું અને કોમ્યુનિટીમાં સેલ્ફ હેલ્પ માટેના પ્રયત્નો કરવા.

Strategies :

(સ્ટ્રેટેજીસ) – મેન્ટલ હેલ્થને પ્રાઇમરિ હેલ્થ સાથે સંકલિત કરવી. – મેન્ટલ ડિસઓર્ડર ના ટ્રીટમેન્ટ માટે ટર્સરી કેર ઇન્સ્ટિટ્યૂશન પ્રોવાઈડ કરવી. – બધા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટ કરવો.

  • મેન્ટલી ઈલ પેશન્ટ પર લાગેલું કલંક દૂર કરવું અને તેના રાઈટને પ્રોટેક્ટ કરવા.
  • ગ્રાસ રૂટ લેવલે સાકયાટ્રીક યુનિટ અને સાકયાટ્રીક હોસ્પિટલ ની સુવિધા કરવી.

Specific approaches :

(સ્પેસિફિક એપ્રોચ)

  • ડિફયુઝન ઓફ મેન્ટલ હેલ્થ સ્કિલ ટુ પેરીફરી એરીયા
    • મેન્ટલ હેલ્થ સ્કીલ નો પેરીફરી વિભાગમાં ફેલાવો કરવો.
    • મેન્ટલ હેલ્થ કેર ને ગ્રાસ રૂટ લેવલે થી સ્ટાર્ટ કરવી.
    • અર્બન એરિયામાં મેન્ટલ હેલ્થ કેર પર ફોકસ કરવાની બદલે રૂરલ અને પેરિફરલ એરિયા પર ધ્યાન આપવું.(પેરિફરલ એરિયા જેવા કે સબસેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર )
  • એપ્રોપ્રિએટ અપોઇમેન્ટ ઓફ ટાસ્ક ઇન મેન્ટલ હેલ્થ કેર
  • બધા લેવલે ટાસ્ક પરફોર્મ કરવું જેમ કે વિલેજવર્કર, સબસેન્ટર, પ્રાઇમરિ હેલ્થ સેન્ટર, ડીસ્ટ્રીક હોસ્પિટલ, રિજયનલ હોસ્પિટલ.
  • ઈક્વિટેબલ એન્ડ બેલેન્સ ડીસટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ
  • રિસોર્સીસ નું સંતુલિત અને સમાન પ્રમાણમાં વહેંચણી કરવી.
  • બધા લેવલે મેન્ટલ હેલ્થ સર્વિસીસ ને મજબૂત કરવી અને રિસોર્સીસ નું ડિસ્ટ્રીબ્યુશન કરવુ.
  • ઇન્ટીગ્રેશન ઓફ બેઝિક મેન્ટલ હેલ્થ સર્વિસીસ ઇનટુ જનરલ હેલ્થ કેર સર્વિસીસ
    • બેઝિક મેન્ટલ હેલ્થ સર્વિસીસ નું જનરલ હેલ્થ કેર સર્વિસ સાથે સંકલન કરવું.
  • લિંકેજ ટુ કોમ્યુનિટી ડેવલોપમેન્ટ -મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ના ઇમ્પલિમેન્ટ માટે બ્લોક, ડિસ્ટ્રિક્ટ અને સ્ટ્રેટને ઇન્વોલ કરવા.
    -આલ્કોહોલ, ડ્રગ એબયુઝ ને કારણે થતા પ્રોબ્લેમને પ્રિવેન્ટ કરવા માટે કોમ્યુનિટી ને ઇન્વોલ કરવી.
  • યુટીલાઈઝેશન ઓફ એકઝીસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટુ ડીલીવર મિનિમમ મેન્ટલ હેલ્થ કેર સર્વિસીસ
    • જેટલા પણ મેન્ટલ હેલ્થ કેર માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવેલા છે તેને યુટીલાઈઝ કરવા અને ત્યાં મિનિમમ મેન્ટલ હેલ્થ કેર સર્વિસીસ પ્રોવાઈડ કરવી.
  • પ્રોવિઝન ઓફ એપ્રોપ્રિએટ ટાસ્ક ઓરિએન્ટેડ ટ્રેનિંગ ટુ ધ એકઝીસ્ટિંગ સ્ટાફ -મેન્ટલ હેલ્થ કેર સર્વિસીસ પ્રોવાઇડ કરતા સ્ટાફને કાર્યલક્ષી એપ્રોપ્રિએટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી .

Componant of NMHP :

(કમ્પોનન્ટ ઓફ NHMP)

  • Village & sub enter level :
    (વિલેજ એન્ડ સબ સેન્ટર લેવલ) વિલેજ એન્ડ સબસેન્ટર લેવલે સાયકિયાટ્રીક ડિસઓર્ડરને આઈડેન્ટીફાય કરવા અને તેને પીએચસી અથવા ડિસ્ટ્રીક હોસ્પિટલ પર રેફરલ કરવા.
  • Primary health center :
    (પ્રાઇમરી હેલ્થ સેન્ટર) પીએચસી લેવલે નાના એવા સાયકિયાટ્રીક ડિસઓર્ડરને આઈડેન્ટીફાઈ કરવા અને તેને ટ્રીટ કરવા અને જરૂર જણાય તો ડીસ્ટ્રીક હોસ્પિટલ રેફરલ કરવા.
  • District hospital :
    (ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ) ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સાઇકિયાટ્રિસ્ટ આવેલ હોય છે જે વિવિધ મેન્ટલ ડિસઓર્ડર ની ડાયગ્નોસ કરે છે અને તેને ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરે છે.
  • Teaching unit :
    (ટીચિંગ યુનિટ) ટીચિંગ યુનિટમાં લોકોને મેન્ટલ હેલ્થ વિશે સમજાવવામાં આવે છે અને મેન્ટલ હેલ્થ કેવી રીતે જાળવી રાખવી તેના વિશે સમજાવવામાં આવે છે.
  • Rehabilitation :
    (રીહેબિલિટેશન) રિહેબિલિટેશન સેન્ટર બનાવવા અને ત્યાં સ્પેશિયલ રિહેબિલિટેશન સર્વિસીસ પ્રોવાઈડ કરવી.
  • Prevention :
    (પ્રિવેનશન) આલ્કોહોલ અને સબસ્ટન્સ એબયુસ રિલેટેડ પ્રોબ્લમને પ્રિવેન્ટ કરવા.
  • Mental health training :
    (મેન્ટલ હેલ્થ ટ્રેનીંગ) ટ્રેનિંગ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા જ્યાં હેલ્થ કેર પર્સનને મેન્ટલ હેલ્થ વિશે ટ્રેનિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે.

4.Mental Health Team- મેન્ટલ હેલ્થ ટીમ

  • મેન્ટલ હેલ્થ ને પ્રમોટ કરવા માટે વિવિધ શાખાઓ નો સભ્યો પાર્ટિસિપેટ કરે છે જેને મેન્ટલ હેલ્થ ટીમ તરીકે ઓળખવામાં આવે છે.
    • મેન્ટલ હેલ્થ ટીમ માં ઘણા બધા મેમ્બર નો સમાવેશ થાય છે.
      જેમાં સાઇકીયાટ્રીસ્ટ, જનરલ ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, મેન્ટલ હેલ્થ નર્સ, નર્સ આસિસ્ટન્ટ, સાયકીયાટ્રીક સોશિયલ વર્કર, ડાયટીશીયન, ઓક્યુપેશનલ, એજ્યુકેશનલ, આર્ટ, મ્યુઝિકલ, સાયકો ડ્રામા અને સ્પીચ થેરાપિસ્ટનો સમાવેશ થાય છે.
  • Psychiatrist :
    (સાઇકીયાટ્રીસ્ટ)
    • સાઇકીયાટ્રીસ્ટ એ મેડિકલ ડોક્ટર છે જેણે સાઇકિયાટ્રીકમાં સ્પેશિયલ ટ્રેનીંગ લીધેલી હોય છે.
      જે મેન્ટલ ડિસઓર્ડર નું ડાયગ્નોસીસ કરે છે અને તેને ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરે છે.તે વિવિધ જાતની થેરાપી પ્રિસ્ક્રાઈબ કરે છે અને થેરાપી સેશનને અટેન્ડ કરે છે.
  • General physician :
    (જનરલ ફિઝિશિયન)
    • જનરલ ફિઝિશિયન મિનિમમ એમબીબીએસ કરેલ હોય છે અને એક વર્ષનો મેડિસિન અને સર્જરીમાં હાઉસ ઓફિસર તરીકે રહેલ હોય છે.
  • Clinical psychologist :
    (ક્લિનિકલ સાયકોલોજીસ્ટ)
    • સાયકોલોજી વિષયમાં ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોય છે અને સાયકોલોજીમાં ડિગ્રી મેળવેલી હોય છે. હોસ્પિટલ અને કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં મદદ કરે છે.
      તે પેશન્ટની મેન્ટલ હેલ્થ નીડ અસેસ કરવામાં અને સાયકોલોજીકલ થેરાપી પ્રોવાઇડ કરવામાં મદદ કરે છે.
  • Mental health nurse :
    (મેન્ટલ હેલ્થ નર્સ)
    • સ્ટાફ નર્સ ની સાથે તેણે ત્રણ અથવા ચાર વર્ષ ની ડીગ્રી અથવા ડિપ્લોમા સાકીયાટ્રીક નર્સિંગ કરેલું હોવું જોઈએ. જે પેશન્ટની નર્સિંગ નીડ કરે છે અને પોલિસ્ટિક નર્સિંગ કેર પ્રોવાઈડ કરે છે
  • Psychiatric social health worker :
    (સાકીયાટ્રીક સોશિયલ હેલ્થ વર્કર)
    • તેણે સોશિયલ વર્કમાં ડિપ્લોમા બે કે ત્રણ વર્ષ કરેલા હોવા જોઈએ. તેની સોશિયલ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે રાખવામાં આવે છે જે રેફરલ પેશન્ટને કાઉન્સિલિંગ અને એડવાઇઝ પ્રોવાઇડ કરે છે.
  • Nurse assistant :
    (નર્સ આસિસ્ટન્ટ)
    • ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને તેની જોબ વિશે એજ્યુકેશન હોવું જોઈએ.
  • Dietician :
    (ડાયટિસિયન)
    • ન્યુટ્રીશન ફિલ્ડ માં બેચલર અથવા માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ. તે ન્યુટ્રીશનલ ડિસઓર્ડર જેવા કે એનોરેક્સિયા નરવોસા અને બુલેમીયા નરવોસા માં ન્યુટ્રીશનલ કાઉન્સિલિંગ નું કામ કરે છે.
  • Occupational therapist :
    (ઓક્યુપેશનલ થેરાપિસ્ટ) -ઓક્યુપેશનલ થેરાપીમાં ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય છે. તે લોકોને તેમની દરરોજ જીવનમાં આવતી પરિસ્થિતિ સામે કોપઅપ કરતા શીખવાડે છે. રીહેબેલીટેસન સેવાઓનો પણ સમાવેશ કરે છે.
  • Art therapist :
    (આર્ટ થેરાપીસ્ટ)
    • આર્ટ થેરાપીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. પેશન્ટને ક્રિએટિવ આર્ટવર્ક કરવામાં આશિષ્ટ કરે છે અને તેના ઈમોશનલ કોર્નફ્લિકટ અને ફીલિંગ ને એક્સપ્રેસ કરે છે.
  • Speech therapist :
    (સ્પીચ થેરાપીસ્ટ)
    • સ્પીચ થેરાપીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તે બાળકોમાં રહેલા સ્પીચ ડિસઓર્ડરને પ્રીત કરવા સ્પીચ થેરાપી પ્રોવાઇડ કરે છે.
  • Psychodrama therapist:
    (સાયકોડ્રામા થેરાપીસ્ટ)
    • તેણે ગ્રુપ થેરાપીની ફિલ્ડ માં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તે લોકોની ફીલિંગ અને ઈમોશન ને રોલપ્લે દ્વારા એક્સપ્રેસ કરવામાં એન્કરેજ કરે છે.
  • Recreational therapist:
    (રિક્રિએશનલ થેરાપિસ્ટ)
    • રિક્રિએશન અથવા એક્ટિવિટી થેરાપીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તે પેશન્ટને તેના થોટ, ફીલિંગ અને ઈમોશન માંથી તેનું ધ્યાન બહાર લાવવા માટે રિક્રીએક્શન થેરાપી પ્રોવાઈડ કરે છે.

5.Role of nurse in primary level prevention of psychiatric illness.
સાયયાટ્રીક ઈલનેસ ના પ્રાયમરી લેવલ પ્રીવેન્શનમાં નર્સની ભૂમિકા.

કોમ્યુનિટી ની અંદર ઘણી બાબત મેન્ટલ હેલ્થને અસર કરે છે તેથી કોમ્યુનિટી હેલ્થ નર્સ એ મેન્ટલ હેલ્થ માટે કોમ્યુનિટી લેવલે મેન્ટલ હેલ્થના પ્રમોશન મેન્ટલ ઇલેશના પ્રિવેન્શન ટ્રીટમેન્ટ અને રિહેબિલિટેશન માટે કાર્ય કરે છે અહીં આપણે નર્સનો પ્રાઇમરી પ્રિવેન્શનમાં રોલ જોઈશું જે નીચે મુજબ છે

વ્યક્તિગત પગલાંઓ

ઘણી બધી એવી ડ્રગ્સ છે જેની આડઅસર મધર ને થઈ શકે છે અને તેના ફિટસ ને પણ થઈ શકે છે તેથી પ્રેગ્નન્સી દરમિયાન બિનજરૂરી અને સ્વ રીતે દવાઓ લેવાની ટાળવી ડીલેવરી સેફલી કંડક્ટ કરવી કારણકે તે દરમિયાન હાઇપોક્સિયા કે બેબીના હેડને એન્જરી થવાથી બ્રેઇન અસર જોવા મળે છે જો કોઈ બાળક ફિઝિકલી કે મેન્ટલી ચેલેન્જ હોય તો તેને કાઉન્સેલિંગ કરવું સપોર્ટ કરવો માતા અને બાળકના સંબંધો મજબૂત કરવું

સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ માં ભાગીદારી

કોમ્યુનિટી હેલ્થ નર્સ સ્કૂલ માં જઈને બાળકોનું એબ નોર્મલ બિહેવિયરને ડિટેક્ટ કરી શકે અને તેના કરેક્ટ કરવા માટે વહેલી તકે યોગ્ય વ્યવસાયિક પગલાંઓ લઈ શકાય શિક્ષકોને બાળકોમાં જો કોઈ એબ નોર્મલ બિહેવિયર જોવા મળે તો તેને ઓળખતા શીખવું આવા કેસને ઓળખી અને તેને તાત્કાલિક સ્થળે રીફર કરી શકાય

ફેમિલી કેર

ફેમિલીમાં કરવામાં આવતી એક્ટિવિટી જેમાં દરેક ફેમિલી ના સભ્યો વચ્ચે આદર પ્રેમ વિશ્વાસ અને હુફ ની લાગણી હોવી જોઈએ ફેમિલી એ બાળક ઉછેર માટેનું અગત્યનું માધ્યમ છે તેથી બાળકને અહીંથી જ એડજેસ્ટમેન્ટ અને કોપીંગ એબિલિટી શીખવી શકાય ચાઈલ્ડ ગાઈડન્સ ક્લિનિક દ્વારા બાળક ઉછેર ને લગતી પેરેન્ટ્સને ટ્રેનિંગ આપી શકાય બાળકના મેન્ટલ હેલ્થને લગતા પ્રોબ્લેમ્સ બાબતોની ચર્ચા કરી તેને ગાઈડન્સ આપી શકાય જો ઘરમાં એકબીજા સાથે સારા સંબંધો ન હોય તો ખાસ કરીને પતિ પત્ની વચ્ચે તો તેને મરાઇટલ ગાઈડન્સ આપી શકાય

એડોલેશન્સ કેર

ડેવલોપ મેન્ટલ ક્રાઈસીસ માટે જ્યારે બાળક એડોલેશન્સ માંથી પસાર થતું હોય છે ત્યારે તેમાં ઘણા હોર્મોનલ અને બોડીમાં ચેન્જીસ આવે છે તેથી તેની અસર તેના મેન્ટલ હેલ્થ પર થાય છે

ઉમર અને સોસયો કલ્ચરલ મુજબ ના ફેરફાર

આ ઉપરાંત રિટાયરમેન્ટ અને મેનોપોઝ પણ એક એવી પરિસ્થિતિ છે ફેમિલીમાં કોઈ કમાનાર વ્યક્તિનું ડેથ થવું લગ્ન વિચ્છેદ થવા વગેરે ફેમિલી ક્રાયસીસ જોવા મળે છે તેમાં મેન્ટલ હાઈઝીંગ ક્લિનિક ,ફર્સ્ટ એઇડ વોકિંગ ક્લિનિક આવી ઘણી બધી જગ્યાઓ એ આ પરિસ્થિતિને હેન્ડલ કરી શકાય

સાંસ્કૃતિક રીતે વંચિત કુટુંબો માટે ફેમિલી માટે ના પ્રોગ્રામ જે કોમ્યુનિટી માં રહેતા જે ફેમિલી કે જેની લિવિંગ કન્ડિશન સારી નથી એમને ફૂડ એજ્યુકેશન હેલ્થ અને બીજી કોઈ રિક્રીશન ફેસીલીટી મળતી નથી આવા લોકો આલ્કોહોલિઝમ ડ્રગ એડિશન ક્રાઇમ અને મેન્ટલ તરફ વળે છે

સોસાયટી માટેના અટકાયતી પગલાઓ માતાને બાળકના જન્મ પહેલા જ તેમને સાંત્વના આપવી બાળકોના એજ્યુકેશન મેથડના કન્ટેન્ટમાં સુધારા ઓ લાવવા માટે પ્રયત્ન કરવા ક્રાઇસીસ ને પહોંચી વળવા માટેના પ્રયત્નો કરવા જુદા જુદા બાયોલોજીકલ ડેટાઓ એટલે કે વાઈટ ડેટાઓ મેળવી તેનો ઉપયોગ કરો

કોમ્યુનીટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરવા આમ પ્રાઇમરી પ્રવેન્શનમાં નર્સ એ કાઉન્સેલર એજ્યુકેટર ,ફેસીલેટર ,એડવોકેટ વગેરે રોલ હોય છે આ ઉપરાંત પેરિફરી માં કામ કરતા હેલ્થ વર્કરને પ્રિવેન્શન અને પ્રમોશન ઓફ મેન્ટલ ની કામગીરી માટે માહિતગાર કરવા

Q-5 Define following (Any Six]વ્યાખ્યા આપો (કોઈ પણ છે) 6X2=12

1.Amnesia– એમનેસીયા

એમનેસિયા મીન્સ ‘લોસ ઓફ મેમરી’
એટલે યાદ રાખવાની ક્ષમતા ગુમાવવી
એમનેસિયા એ એબનોર્મલ મેન્ટલ સ્ટેટ છે જેમાં મેમરી અને લર્નિંગ અફેક્ટ થયેલા હોય છે એટલે પર્સનને કંઈ પણ બનેલી વસ્તુ યાદ રહેતી નથી પરંતુ તેના બીજા કોગ્નિટિવ ફંકશન નોર્મલ જોવા મળે છે.

2.Circumstantiality-સરકમસ્ટન્સીપાલીટી આમાં પર્સન ની થોટ પ્રોસેસમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે જેમા તેને પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ આપતા પહેલા તે વધારાની અને બિનજરૂરી બાબતો બતાવ્યા કરે છે. વ્યક્તિ તેના ગોલ સુધી પહોંચતા પહેલા બિનજરૂરી વાતો કરે છે અને છેવટે તે ગોલ પર પહોંચે છે.

3.Delusion- ડેલ્યુસંન

ડીલ્યુશનમાં વ્યક્તિ બહારની વાસ્તવિકતા વિશે ખોટી માન્યતા ધરાવે છે જેમાં વ્યક્તિને એમ લાગે છે કે તેની વિરુદ્ધ પુરાવાઓ ભેગા કરવામાં આવે છે અને તેની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવે છે આ બધું પર્સનના એજ્યુકેશન અને કલ્ચર બેકગ્રાઉન્ડ ની બહાર હોય છે.
સ્કીઝ ઓફ ઇન્ડિયા વાળા પેશન્ટમાં સામાન્ય રીતે ડીલ્યુશન જોવા મળે છે.

4.Phobia- ફોબિયા

ફોબિયા એ ઓબ્જેક્ટ(પદાર્થ), પર્સન(વ્યક્તિ), એનિમલ(પ્રાણી), એક્ટિવિટી(પ્રવૃત્તિ)અને સિચ્યુએશન (પરિસ્થિતિ) પ્રત્યેનો સતત, અતિશય અને અવાસ્તવિક ફીયર (ડર) છે.
ફોબિયા એ કારણ વગરનો ફિયર છે જેમાં વ્યક્તિ તેને ડર લાગતી એક્ટિવિટી સિચ્યુએશન અને સબ્જેક્ટ ને કોન્સેસલી અવોઇડ કરે છે.
ઉદાહરણ :
Fear of height – acrophobia (એકરોફોબિયા)
Fear of water – Aquaphobia (એકવાફોબિયા)

5.Enuresis- એનુરેસીસ

Enuresis શબ્દ એ ગ્રીકવર્ડ ‘enourein’ પરથી આવેલો છે જેનો અર્થ ‘ to void urine ‘ એટલે યુરિન પાસ કરવું એમ થાય છે.
પાંચ વર્ષથી વધારે ઉંમરના બાળકોમાં સતત ત્રણ મહિના કે તેનાથી વધારે સમયગાળા માટે વિકમાં મિનિમમ બે વાર કપડા અથવા પથારીમાં યુરીન પાસ કરવું જે ઈનવોલેન્ટરી (અનૈચ્છિક) અને ઇન્ટેસ્નલી (ઈરાદા પૂર્વક) પુનરાવર્તિત થાય તેને એન્યુરેસીસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જે કોઈપણ ફિઝિકલ એબનોર્માલિટીના કારણે જોવા મળતું નથી.

6.Obsession- ઓબ્સેશન

ઓબસેશન એટલે અનિચ્છનીય ,સતત અને વારંવાર એક જ પ્રકારના આઈડિયા, થોટ, ઈમ્પલસીસ અને ઈમેજીસ જોવા મળે છે જેને કારણે વ્યક્તિ મેન્ટલી ડિસ્ટર્બ રહે છે.
સૌથી કોમન ઓબસેશન ‘fear of germs and contamination

7. Deja vu – ડેજાવું

આમાં વ્યક્તિને એવું લાગે છે કે આ વ્યક્તિ, જગ્યા કે દ્રશ્ય ક્યાંક જોયેલા છે પરંતુ ક્યાં અને ક્યારે તે ખબર હોતી નથી. વાસ્તવિક રીતે તે પ્રથમ વખત જ જોવા મળતું હોય છે.

8.Wernicke korsakoff Syndrome -વર્નિક કોરસાકોફ સિન્ડ્રોમ

વનીર્ક કોરસાકોફ સિન્ડ્રોમ એ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે જે વિટામીન b1 થાયમીન ની ડેફિસિયન્સી ને કારણે જોવા મળે છે.
તેમાં ટ્રાયડ ઓફ સિમટમ જોવા મળે છે :
-opthalmoplegia-ઓફથેલમોપ્લેજીયા
( આઈ માં આવેલા એક્સ્ટ્રા ઓક્યુલર મસલમાં પેરાલાઈસીસ જોવા મળે છે.)

  • altered mental status
  • ataxia – એટેકસીયા
    ( કોઓર્ડીનેશનમાં પ્રોબ્લેમ જોવા મળે)

Q-6(A) Fill in the blanks.ખાલી જગ્યા પુરો. 05

1.National mental health program was launched in________
નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ_______ વર્ષમાં શરૂ થયો. (1982)

2.Therapeutic serum level of lithium is_______
સીરમ લીથીયમનું થેરાપ્યુટીક લેવલ______ હોય છે. (0.8-1.2 mEq /l )

3.________is a father of modern psychiatric.
________એ મોર્ડન સાયકયાટ્રિકના ફાધર છે. (phillip pinel -ફિલિપ પીનેલ )

4.Fear of high places is called_________
ઉંચાઈ વાળી જગ્યાના ડરને ________કહે છે. (Acrophobia-એક્રોફોબિયા)

5.ECT stands for_________
ઈ.સી.ટી નું પૂર્ણ રૂપ_________ છે. (ઈલેક્ટ્રો કન્વલસન થેરાપી )

(C) State whether following statement are true or false 05 નીચેના વિધાનો સાા છે કે ખોટા તે જણાવો.

1. Excessive sleep is known as insomnia.
વધારે પડતી ઉંઘને ઈનસોમ્નીઆ કહેવાય છે.

2. Touching one’s body without consent is known as Battery
સંમતિ વિના કોઈના શરીરને ટચ કરવું એને બેટરી કહેવાય છે.

3.All mentally ill persons are dangerous. બધા માનસિક બીમાર વ્યક્તિઓ ખતરનાક હોય છે.

4 Clag association means impaired verbal communication. કલોગ અસોસિએશન એટલે મૌખિક વાતચીતમાં ખલેલ.

5 Ego works on pleasure principles. ઈગો પ્લેઝર પ્રિન્સીપલ પર કામ કરે છે.

💪 💥☺ALL THE BEST ☺💥💪

MY NURSING APP

Published
Categorized as GNM-S.Y.PSY.PAPER