MSN-II-સેમ્પલ પેપર સોલ્યુશન
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-
(Sample Answer only-Full paper inside)
Que.ટોન્સીલાઈટીસ ની વ્યાખ્યા આપી તેના પ્રકારો લખો.
ટોન્સિલ એ ગળાના ભાગે આવેલા લીમ્ફેટીક ટીશ્યુ ના માસ છે. તેનુ કાર્ય એ બોડીને માઈક્રોઓર્ગેનિઝમ અને ઓર્ગેનિઝમ ના ટોક્સિક સબસ્ટન્સથી રક્ષણ આપવાનુ છે.
ટોન્સિલ ના ભાગે જ્યારે ઇન્ફેક્શન લાગે છે અને ઇન્ફ્લામેશન ફેલાય છે તેને ટોન્સીલાઈટીસ કહેવામા આવે છે. આ એક પેઇનફૂલ કંડીશન છે, કારણ કે આ ટોન્સિલના ભાગે ફોરેન સબસ્ટન્સ કે માઈક્રો ઓર્ગેનિઝમ ના ટોક્સિન જમા થયેલા હોય છે તેના કારણે આ કન્ડિશન વધારે પેઇન ફૂલ જોવા મળે છે.
ટોન્સિલ મા જ્યારે ઇન્ફ્લામેશન લાગે છે, ત્યારે તે સ્વોલન (સોજેલ), લાલ અને ટેન્ડરનેસ વાળા દેખાય છે.
આ ભાગે ગ્રે અને વાઈટ કલર નો અપિરિયન્સ પણ જોવા મળે છે.
ટોન્સિલ ના ભાગે ઇન્ફેક્શન લાગવાના લીધે નેક ની આજુબાજુ ની લિંફ નોડ મા પણ સ્વેલિંગ જોવા મળે છે.
ટોન્સીલાઈટીસના સામાન્ય રીતે બે પ્રકાર જોવા મળે છે.
એક્યુટ ટોન્સીલાઇટીસ..
આ કન્ડિશન મા ખૂબ જ ટૂંકા ગાળામા ઇન્ફેક્શનના લક્ષણો જોવા મળે છે અને ઝડપથી ઇન્ફેક્શન લાગે છે.
તે થવાનુ કારણ મુખ્યત્વે બેક્ટેરિયા અને વાયરસ હોય છે હૉય છે.
ક્રોનિક ટોન્સીલાઇટીસ..
એક્યુટ ટોન્સીલાઈટીસ ના એપિસોડ વારંવાર જોવા મળે તો આ કન્ડિશન લાંબા સમયે ટ્રીટ ન થવાના કારણે ક્રોનિક ટોન્સીલાઇટીસ મા કન્વર્ટ થાય છે.
ટોન્સીલાઈટીસ થવા માટેના મુખ્ય કારણોમા ગ્રુપ એ બીટા સ્ટ્રેપ્ટોકોકલ માઈક્રો ઓર્ગેનિઝમ જવાબદાર હોય છે.
Que . ટોન્સીલાઇટીસના ક્લિનિકલ મેનીફેસ્ટેશન ની યાદી બનાવો.
આ કન્ડિશનમા મુખ્યત્વે કોઈપણ વસ્તુ ગળે ઉતારવામા પેઇન જોવા મળે છે.
લોકલ નેક ની મયુકસ મેમ્બ્રેન ના ભાગમા રેડનેસ અને સ્વેલિંગ જોવા મળે છે.
તેમા પેઇન એ કાનના ભાગ સુધી જતુ હોય એવુ રિફર્ડ પેઇન પણ જોવા મળે છે.
ફીવર અને ચિલ્સ.
હેડેક.
મસલ્સ પેઇન.
નેક ના ભાગે લિંફ નોડ નુ સ્વેલીંગ.
હેલીટોસીસ એટલે કે બેડ બ્રિધીંગ.
સ્નોરીંગ.
સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થયેલ જોવા મળે છે.
વ્યક્તિ ને જનરલ વિકનેશ, એનોરેકસિયા, મલાઈઝ આ ઉપરાંત નોસિયા, વોમિટીંગ, એબડોમીનલ પેઈન, કોંસ્ટીપેશન વગેરે પ્રકારના ચિન્હો અને લક્ષણો ટોન્સીલાઈટીસ મા જોવા મળે છે.
que. ટોન્સીલાઈટીસ નુ નર્સિંગ મેનેજમેન્ટ લખો.
આ કન્ડિશનના મેનેજમેન્ટ માટે ઇબુપ્રોફેન પેઇન રીલીવ કરવા માટે એનાલજેસિક્સ તરીકે ખાસ આપવામા આવે છે. તેનાથી પેઇન, ઇન્ફ્લામેશન અને સોજો પણ ઘટે છે.
આ કન્ડિશન ની ટ્રીટમેન્ટ કરવા માટે એન્ટિબાયોટિક થેરાપી આપવામા આવે છે.
દર્દીને વધારે પ્રવાહી લેવા માટે સલાહ આપવી તથા ગ્રીન લિફીવેજીટેબલ અને ફ્રુટ્સ ખાવા માટે સલાહ આપવી જોઈએ.
એસ્પીરીન અને એસીટામીનોફેન નામની દવાઓ દર્દીને આપી તેને થ્રોટ પેઇન મા અને ઇનફલામેશન મા રાહત આપી શકાય છે.
દર્દીને આ કન્ડિશનમા ખાસ આરામ કરવા માટે સલાહ આપવી.
કોઈપણ ઇરીટન્ટ કરતા પદાર્થ અવોઇડ કરવા માટે કહેવુ .
ગરમ પાણીમા શોલ્ટ ઉમેરી વાર્મ વોટર ગાર્ગલ કરવા માટે સલાહ આપવી.
દર્દીને આ કન્ડિશનમા રાહત મેળવવા માટે અમુક હર્બલ તથા ઘરગથ્થુ ઉપચારો પણ સૂચવી શકાય છે, જેમ કે ગેલ્સેમીયમ .
ક્રોનિક ટોન્સીલાઇટીસ ના કેસમા ઓપરેશન કરી ટોન્સિલ રીમૂવ કરવામા આવે છે. આ દર્દીની પેરી ઓપરેટિવ કેર ખાસ લેવાવી જોઈએ.
ઓપરેશન પછી દર્દીને રેસ્ટ કરવાની સલાહ આપવી બને ત્યા સુધી ફિઝિકલ એક્ટિવિટીને અવોઈડ કરવા માટે કહેવુ તથા બહાર નીકળવા માટે મનાઈ કરવી. ખાસ કરીને બાળકો માટે પ્રિકોશન્સ વધારે રાખવામા આવે છે.
ઓપરેશન પછી થોડા સમય માટે લિક્વિડ ડાયટ આપવો જેનાથી તેને પેઇન ઓછુ થશે અને ત્યારબાદ ધીમે ધીમે સેમી સોલીડ ડાયેટ શરૂ કરી શકાય. સ્પાઈસી ફૂડ અવોઇડ કરવા જોઈએ તથા સખત – કડક ફૂડ પણ અવોઈડ કરવા જોઈએ.
ઓપરેશન પછી પણ દર્દીને થોડા સમય પેઇન ની ફરિયાદ હોય છે. તે ફરિયાદ દૂર કરવા માટે પેઇન રીલીવ મેડિસિન લેવા માટે સલાહ આપવી.
દર્દીને ખાસ ઓપરેશન પછી આઈસ કોલર લેવા માટે સલાહ આપવી જેમા એક બેગમા આઈસ મૂકી અને તે બેગને નેક ની બાજુ રાખવાથી દર્દીને ખૂબ જ રાહત મળે છે. તથા બ્લિડિંગ ટેન્ડંસી પણ ઓછી જોવા મળે છે.
ઓપરેશન પછી દર્દીને બિલ્ડિંગની પણ ફરિયાદ હોય છે. આ બ્લડિંગ જોવા મળે કે તરત જ તેને અપરાઇટ પોઝીશનમા બેસાડી તેના ગળાના ભાગે આઈસ કોલર એપ્લાય કરવામા આવે છે. અને તાત્કાલિક હોસ્પિટલાઈઝેશન માટે પણ સલાહ આપવામાં આવે છે.