skip to main content

GNM-S.Y.PSY-PAPER 31/01/2024 (uploa paper no.6)

MENTAL HEALTH NURSING
Date: -31/01/2024

Q.1 🔸a)Explain the mental health and mental illness. મેન્ટલ પેલ્થ અને મેન્ટલ ઈલનેસ સમજાવો.

Mental health :-મેન્ટલ હેલ્થ એ એક વેલ બિઇંગની સ્ટેટ છે જેમાં દરેક ઇન્ડીવિઝયુલ એ પોતાની એબિલીટી જાણતો હોય, જીવનના નોર્મલ સ્ટ્રેસ સામે કોપ અપ કરતો હોય, તે પોતાનું વર્ક પ્રોડકટિવ અને ફેઇથફુલી કરતો હોય છે તેમજપોતાની કોમ્યુનિટીમાં કોન્ટ્રીબ્યુશન આપવા માટે એબલ હોય છે.

Mental illness :- મેન્ટલ ઇલનેસ મિન્સ એવી મેન્ટલ હેલ્થ કન્ડીશન કે જે વ્યકિતના મૂડ, થિંકિંગ અને બિહેવયરને અફેકટ કરતી હોય. જેમકે સ્કિઝોફ્રેનિઆ, ડિપ્રેશન, ઇટિંગ ડિસઓર્ડર.

🔸b ) List out mental health team members. મેન્ટલ હેલ્થ ટીમ મેમ્બર્સનું લીસ્ટ બનાવો.

  • મેન્ટલ હેલ્થ ને પ્રમોટ કરવા માટે વિવિધ શાખાઓ નો સભ્યો પાર્ટિસિપેટ કરે છે જેને મેન્ટલ હેલ્થ ટીમ તરીકે ઓળખવામાં આવે છે.
  • મેન્ટલ હેલ્થ ટીમમાં ઘણા બધા મેમ્બર નો સમાવેશ થાય છે.
    જેમાં સાઇકીયાટ્રીસ્ટ, જનરલ ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, મેન્ટલ હેલ્થ નર્સ, નર્સ આસિસ્ટન્ટ, સાયકીયાટ્રીક સોશિયલ વર્કર, ડાયટીશીયન, ઓક્યુપેશનલ, એજ્યુકેશનલ, આર્ટ, મ્યુઝિકલ, સાયકો ડ્રામા અને સ્પીચ થેરાપિસ્ટનો સમાવેશ થાય છે.
  • Psychiatrist (સાઇકીયાટ્રીસ્ટ) સાઇકીયાટ્રીસ્ટ એ મેડિકલ ડોક્ટર છે જેણે સાઇકિયાટ્રીકમાં સ્પેશિયલ ટ્રેનીંગ લીધેલી હોય છે.
    જે મેન્ટલ ડિસઓર્ડર નું ડાયગ્નોસીસ કરે છે અને તેને ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરે છે.તે વિવિધ જાતની થેરાપી પ્રિસ્ક્રાઈબ કરે છે અને થેરાપી સેશનને અટેન્ડ કરે છે.
  • General physician (જનરલ ફિઝિશિયન)

જનરલ ફિઝિશિયન મિનિમમ એમબીબીએસ કરેલ હોય છે અને એક વર્ષનો મેડિસિન અને સર્જરીમાં હાઉસ ઓફિસર તરીકે રહેલ હોય છે.

  • Clinical psychologist (ક્લિનિકલ સાયકોલોજીસ્ટ)

સાયકોલોજી વિષયમાં ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોય છે અને સાયકોલોજીમાં ડિગ્રી મેળવેલી હોય છે. હોસ્પિટલ અને કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં મદદ કરે છે.
તે પેશન્ટની મેન્ટલ હેલ્થ નીડ અસેસ કરવામાં અને સાયકોલોજીકલ થેરાપી પ્રોવાઇડ કરવામાં મદદ કરે છે.

  • Mental health nurse (મેન્ટલ હેલ્થ નર્સ)

સ્ટાફ નર્સની સાથે તેણે ત્રણ અથવા ચાર વર્ષની ડીગ્રી અથવા ડિપ્લોમા સાકીયાટ્રીક નર્સિંગ કરેલું હોવું જોઈએ. જે પેશન્ટની નર્સિંગ નીડ કરે છે અને પોલિસ્ટિક નર્સિંગ કેર પ્રોવાઈડ કરે છે

  • Psychiatric social health worker (સાકીયાટ્રીક સોશિયલ હેલ્થ વર્કર)

તેણે સોશિયલ વર્કમાં ડિપ્લોમા બે કે ત્રણ વર્ષ કરેલા હોવા જોઈએ. તેની સોશિયલ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે રાખવામાં આવે છે જે રેફરલ પેશન્ટને કાઉન્સિલિંગ અને એડવાઇઝ પ્રોવાઇડ કરે છે.

  • Nurse assistant (નર્સ આસિસ્ટન્ટ)

ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને તેની જોબ વિશે એજ્યુકેશન હોવું જોઈએ.

  • Dietician (ડાયટિસિયન)

ન્યુટ્રીશન ફિલ્ડમાં બેચલર અથવા માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ. તે ન્યુટ્રીશનલ ડિસઓર્ડર જેવા કે એનોરેક્સિયા નરવોસા અને બુલેમીયા નરવોસામાં ન્યુટ્રીશનલ કાઉન્સિલિંગ
નું કામ કરે છે.

  • Occupational therapist (ઓક્યુપેશનલ થેરાપિસ્ટ)

ઓક્યુપેશનલ થેરાપીમાં ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય છે. તે લોકોને તેમની દરરોજ જીવનમાં આવતી પરિસ્થિતિ સામે કોપઅપ કરતા શીખવાડે છે. રીહેબેલીટેસન સેવાઓનો પણ સમાવેશ કરે છે.

  • Art therapist (આર્ટ થેરાપીસ્ટ)

આર્ટ થેરાપીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. પેશન્ટને ક્રિએટિવ આર્ટવર્ક કરવામાં આશિષ્ટ કરે છે અને તેના ઈમોશનલ કોર્નફ્લિકટ અને ફીલિંગ ને એક્સપ્રેસ કરે છે.

  • Speech therapist (સ્પીચ થેરાપીસ્ટ)

સ્પીચ થેરાપીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તે બાળકોમાં રહેલા સ્પીચ ડિસઓર્ડરને પ્રીત કરવા સ્પીચ થેરાપી પ્રોવાઇડ કરે છે.

  • Psychodrama therapis (સાયકોડ્રામા થેરાપીસ્ટ)

તેણે ગ્રુપ થેરાપીની ફિલ્ડમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તે લોકોની ફીલિંગ અને ઈમોશન ને રોલપ્લે દ્વારા એક્સપ્રેસ કરવામાં એન્કરેજ કરે છે.

  • Recreational therapist (રિક્રિએશનલ થેરાપિસ્ટ)

રિક્રિએશન અથવા એક્ટિવિટી થેરાપીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તે પેશન્ટને તેના થોટ, ફીલિંગ અને ઈમોશન માંથી તેનું ધ્યાન બહાર લાવવા માટે રિક્રીએક્શન થેરાપી પ્રોવાઈડ કરે છે.

🔸c) Describe trends and issues in Psychiatric nursing. સાઈકીયાટ્રીક નર્સિંગના વલણો અને મુદ્દાઓ વર્ણવો.

Trends and issue in psychiatric nursing

Psychiatric નર્સિંગ માં સાઇકેટ્રિક મેન્ટલ હેલ્થ નર્સ માટે ગ્રેજ્યુએશન અને સર્ટિફિકેશન માટેના ઘણા બધા પ્રોગ્રામ લોન્ચ થયા જેમાં ઘણા બધા પણ થયા જેથી નર્સિંગ ના સાહિત્યમાં સુધારાઓ થયા.

Shift from institutional to community-based care:

મેન્ટલ હેલથ સંભાળ પ્રાથમિક સંભાળ ક્લિનિક, શાળાઓ અને કાર્યસ્થળો જેવા સમુદાય સેટિંગ્સમાં પ્રદાન કરવા તરફ વધુ વલણ છે. આ સંસ્થાકીયકરણ તરફના વલણ અને માનસિક અસ્વસ્થતા ધરાવતા લોકો યોગ્ય સમર્થન સાથે સમુદાયમાં રહી શકે અને વિકાસ કરી શકે તે માન્યતા સાથે સુસંગત છે.

Increased focus on early intervention and prevention:

Psychiatric nurse play key રોલ ઈન intervention and other  programs. આમાં માનસિક આરોગ્ય સમસ્યાઓ વિકસાવવાના જોખમમાં રહેલા બાળકો અને કિશોરો સાથે કામ કરવાનું, તેમજ પરિવારો અને સંભાળ રાખનારાઓને સમર્થન આપવાનું શામેલ છે.

• Greater emphasis on holistic care:

Psychiatric nurse એ સંપૂર્ણ સંભાળ માટે વધુ સમગ્ર અભિગમ અપનાવી રહી છે, જે શારીરિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીના પાસાઓને ધ્યાનમાં લે છે. આમાં દર્દીઓને તેમના શારીરિક સ્વાસ્થ્યનું સંચાલન કરવામાં મદદ કરવાની સાથે તેમની સામાજિક અને ભાવનાતમક જરૂરિયાતો માટે સમર્થન આપવાનું શામેલ છે.

• Utilization of technology:

Psychiatric nurse એ mental ill વ્યક્તિ ની સંભાળ પૂરી પાડવા માટે ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરી રહી છે. આમાં ટેલિહેલ્થ અને ટેલિસાયકિયાટ્રીનો સમાવેશ થાય છે, જે નર્સોને દૂરસ્થ અથવા અપૂરતા સેવા આપતા વિસ્તારોમાં દર્દીઓને સંભાળ પૂરી પાડવાની મંજૂરી આપે છે.

Collaboration with other healthcare professionals:

Psychiatric nurse, doctor, social health workers અને મનોવિજ્ઞાનીઓ જેવા અન્ય આરોગ્યસંભાળ વ્યાવસાયિક સાથે વધુ નજીકથી કામ કરી રહી છે. આ માનસિક અસ્વસ્થતા ધરાવતા લોકોની જટિલ જરૂરિયાતો અને સંભાળ માટે ટીમ અભિગમની મહત્તાને માન્યતા આપવામાં આવે છે.

• મેન્ટલ હેલ્થ care અને જનરલ હેલ્થ care એ community services રૂપે provide કરવામાં આવે છે.

• ઈનએડીક્વેટ ટ્રેન્ડ સ્ટાફ available ઈન મેન્ટલ હેલ્થ area.

• qualified મેન્ટલ હેલ્થ કેર provider available and ફોકસ ઓન હોલિસ્તિક care.

• લોકો માં મેન્ટલ હેલ્થ વિશે અવરેનેસ વધી છે.

• comprehensive approach

• nurse ની મેન્ટલ હેલ્થ કેર ને improve કરવામાં અગત્ય નો ફાળો છે.

• નર્સ એ અગત્ય નો રોલ નિભાવે છે, primary psychiatric care ma અને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ ને cure કરવા માં, જે patients ને મેન્ટલ અને ફિઝિકલ support પૂરો પાડે છે.

• ઘણા બધા રીસર્ચ પણ mentally ill patient ની સારવાર માટે થયા છે. જે ની ટ્રેનિંગ એ નર્સ ને આપવામાં આવે છે effective care માટે.

🔸OR🔸

🔸a) What is Bipolar mood disorder? બાયપોલર મૂડ ડીસઓડર એટલે શું?

બાયપોલાર મૂડ ડિસઓર્ડરને ‘મેનિક ડીપ્રેસિવ ડિસઓર્ડર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં પેશન્ટનો મૂડ એ ડિફરન્ટ ટાઇમે મેનિક એપિસોડમાંથી ડિપ્રેસિવ એપિસોડમાં ચેન્જ થાય છે. મૂડ, એનર્જી અને ફંકશનમાં
એક્સ્ટ્રીમલી શિફ્ટ જોવા મળે છે. ટૂંકમાં બાયપોલાર મૂડ ડિસઓર્ડરમાં અલ્ટરનેટ પીરીયડમાં ડિપ્રેશન અને મેનિયા બને જોવા મળે છે. બાયપોલાર ડિસઓર્ડર એ કોમન, સિવિયર અને પર્સિસ્ટન્ટ જોવા મળતી મેન્ટલ ઇલનેસ છે.

🔸b) Write down the characteristics of mania. મેનીયાની લાક્ષણિકતાઓ લખો.

  • યુફોરિક મૂડ
  • ઇરીટેબિલીટી
  • ઇન્ક્રીઝ એક્ટીવિટી લેવલ
  • ટોલ્કેટિવનેસ
  • સ્પિકિંગ રેપિડલી એન્ડ લાઉડલી
  • રિસ્કી બિહેવ્યર
  • ડિક્રીઝ નીડ ફોર સ્લીપ
  • રેસિંગ થોટ
  • ફ્લાઇટ ઓફ આઇડિયા
  • ડિસ્ટ્રેકટીબીલીટી
  • ઇન્ફ્લેટેડ સેલ્ફ ઇસ્ટીમ ઓર ગ્રેન્ડીઓસિટી
  • ઇન્ક્રીઝ એનર્જી લેવલ
  • એજીટેશન
  • પુર ડિસિઝન મેકિંગ

🔸c) Describe the nursing management of depression. ડીપ્રેશનનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.

1.થેરાપ્યુટીક નીડ નર્સિંગ મેનેજમેન્ટ

  • પેશન્ટ ને આરામદાયક વાતાવરણ આપવું.અને પેશન્ટ ના રિલેટિવ ને તેની સાથે સતત રહેવા માટે કહેવું
  • ડૉક્ટર એ પ્રિસ્ક્રાઇબ કરેલ મેડિસિન અપાવી.તેની સાઇડ ઇફેક્ટ માટે જોવું અને તેનો રેકૉર્ડ-રિપોર્ટ રાખવો.સામાન્ય રીતે ને એન્ટિ ડિપ્રેઝ્ન્ટ ડ્રગ્સ આપવા મા આવે છે તે આપવી
  • પેશન્ટ નું MSE કરવુ તેમા તેના સ્યુસાઇડ ના વિચારો અને પ્લાન તેમજ તે કેટ્લુ ઘાતક છે તે તેમા જાણવુ અને તે દરેક નુ રેકૉર્ડ કરવું
  • જો પેશન્ટ ને ECT આપવાનું હોય તો તેમા મદદ કરવી અને તેની તૈયારી કરવી

2.ફિઝિકલ નીડ નર્સિંગ મેનેજમેન્ટ

a.સેફ ઇન્વારર્ન્મેંટ

  • પેશન્ટ સતત ઓબ્ઝર્વેશનમાં રાખવું એક નર્સ સતત તેની સંભાળ માટે હોવી જોઈએ
  • ગ્લાસ આર્ટીકલ્સ દોરડાઓ પાયજામા અને પેટીકોટની નાડીઓ , નેટ ટાઈ વગેરે રૂમમાંથી દૂર કરવા જોઈએ
    લાંબી બેડશીટ નો પણ ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેના માટે હેંગિંગ માટે ઉપયોગ કરી શકે છે
    ફૂડ માટે પેપર ડીશ નો ઉપયોગ કરવો
  • ઇલેક્ટ્રીક કનેક્શન ઓપન ન રાખવા જોઈએ
  • મેડિસિન અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ વોર્ડમાં લોક રાખવા જોઈએ
  • પેશન્ટ એક કરતાં વધારે મેડિસિન ન ગળે તેની ત્યાં કાળજી રાખવી જોઈએ
    નર્સિંગ સ્ટેશનની નજીક રૂમ આપવો જોઈએ
  • તેને લાઈફ ની જુદી જુદી કોપિંગ મિકેનિઝમ સમજાવવું

3.પર્સનલ હાઇજિન :- પેશન્ટ પોતાનું પર્સનલ હાયજીન મેન્ટેન કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવું તેને તેના કપડા ચેન્જ કરવા બાથ લેવા ,હેયર કોમબીગ કરવું વગેરે માટે પ્રોત્સાહિત કરવું તમે આજે ખુબ સરસ દેખાવ છો તેવું કહો

4. ન્યુટ્રિશનલ લીડ

  • થોડો અને વારંવાર ડાયેટ લેવા માટે કહો
  • આમલેટ ,સલાડ ,વેજિટેબલ્સ વગેરે સાથે નો ફૂલ મિલ ડાયેટ આપવો
  • જ્યારે બધા જમતા હોય તેની સાથે જ ફૂડ સર્વ કરવું
  • પેશન્ટ ને તેના ફોડ ની પસંદગી માટે પૂછવું
  • ઇનપુટ અને આઉટપુટ રેકોર્ડ કરો

5 .સાયકો સોશ્યલ નીડ :-

ટ્રસ્ટીંગ રિલેશનશિપ:- પેશન્ટ સાથે વાત કરો તેને શાંતિથી સાંભળો તેનામાં રહેલી પોઝિટિવ બાબતોને બહાર લાવો પેશને તેના રિલેટિવ ની વિઝીટ કરવા દો તેની અંદર પોઝિટિવ એટીટ્યુડ નિર્માણ થાય તેવા માટેના પ્રયત્ન કરવો

સુસાઇડલ આઈડિયા ઘટાડવા:- પેશન્ટ ને તેના સુસાઇડ આઈડિયા અને કઈ રીતે સુસાઇડ કરવું વગેરે વિશે વાતો કરવા માટે પ્રોત્સાહિત કરો તે સ્યુસાઈડ માં શેનો ઉપયોગમાં કરવા માને છે તે કેટલી લેથલ છે તે જાણો પેશન્ટ ને તેના સુસાઇડ થી થતા પરિણામોની જાણ કરો કે તમારા ફેમિલી મેમ્બર પર શું વિતશે વગેરે

સેલ્ફ એસ્ટીમ માં વધારો કરવો:- પેશન્ટને તેના નામથી બોલાવું તેના પોઝિટિવ પોઇન્ટ અને તેના પોઝીટીવ અચિવમેન્ટને બિરદાવવું

ઈમ્પ્રુવ સોશીયલાઈઝેશન:- પેશન્ટને ક્યારેય એકલું મૂકવું જોઈએ નહીં તેમને ધીમે ધીમે બેડ માંથી બહાર આવી લોકો સાથે મળવા મળવા માટે કહેવું

રીક્રીએશનલ નીડ:- પેશન્ટની તેની ફેવરિટ હોબી અથવા તો ગેમ ની ઓળખ કરવી તેમને તેની હોબી પૂરી કરવા છતાં આઉટડોર ગેમ્સ માટે પૂરતો સમય આપવો જો જીતે તો તેને યશ આપવો હારી જાય તો કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વગર સ્વીકાર કરો

સ્પિરિશચ્યુઅલ એક્ટિવિટીઝ:-

Q-2 🔸a) Describe the mental status examination. મેન્ટલ સ્ટેટસ એકઝામીનેશનનું વર્ણન કરો.

MSE એ એક સ્ટાન્ડર્ડ સ્ટ્રકચર કે એક આખી પ્રોસેસ છે જેની મદદ થી સાઈકિઆટ્રીક પેશન્ટ નું  વ્યવસ્થિત અસેસમેન્ટ કરી શકાય છે.

જેમાં પેશન્ટ નું બેહાવીઓર, કોન્સન્ટ્રાશન, થોટ પ્રોસેસ, અટેનશન, અને ઈમોશનલ function નું examination કરવા માં આવે છે જેના પરથી પેશન્ટ ની માનસિકતા નું તારણ નીકળે છે જેને MSE કહેવાય છે.

DEFINITION :- મેન્ટલ સ્ટેટસ એકઝામીનેશન એટલે વ્યક્તિ ની ઇન્ટેલેક્ત્યુલ, કોગનીટીવ ability, mood, અને થોટ પ્રોસેસ નું ઈવાલ્યુએશન કરવા માં આવે છે.

  • Befor MSE, vital signs assess કરવા જરૂરી છે.
  • (બ્લપ્રેશર, હાર્ટ રેટ, respiratory rate, temprature)

• Topics are assessed in MSE :-

  • 1) GENERAL APPEARANCE AND BEHAVIOUR
  • 2) SPEECH/TALKING PETTERN
  • 3) MOOD/AFFECT
  • 4) THOUGHT
  • 5) PERCEPTION
  • 6) COGNITIVE FUNCTION
  • 7) MEMORY
  • 8) INTELLIGENCE
  • 9) INSIGHT
  • 10) JUDGMENT
  • 11) ATTENTION

1) GENERAL APPEARANCE AND BEHAVIOUR :-

(જનરલ એપિરિયન્સ એન્ડ બીહાવીઓર)

Appearance (દેખાવ) :- વ્યક્તિ દેખાવ માં કેવું છે તે જોવું…. વૃદ્ધ છે, જુવાન છે,…etc…

Conscious ( કનસીયાસ ) :- વ્યક્તિ એ એલર્ટ છે, drowsy(અડધું નીંદર માં ) છે, stupor છે કે પછી comatose (કોમાંટોસ) છે….

Hygiene (હાઈજીન) :-

  • પોતાની ચોખાય કેવી રાખે છે…..
  • બરાબર રાખે છે કે નહિ…..

Sleep (નીંદર ) :-

  • બરાબર ઉંઘ લે છે કે નહિ…
  • કેટલો ટાઈમ ઊંઘે છે…

Posture :-

  • during એકઝામીનેશન વ્યક્તિ નાં હાવ ભાવ કેવા છે તે જોવા
  • જેમાં, તે ખુલી ને વાત કરે છે કે નથી કરતો….
  • પૂછેલા સવાલ નાં જવાબ આપે છે કે નહિ….
  • માથું નીચે રાખી બેસી રહે છે કે સામેં જોય વાત કરે છે…

Eye to eye contact :- આંખ માં આંખ નાખી વાત કરે છે, કેટલો ટાઈમ અને ક્યારે નજર ફેરવી નાખે છે…

Gait ( ચાલવા ની રીત ) :- પેશન્ટ એ આવે છે ત્યારે કેવી રીતે ચાલી ને આવે છે confidently (કોનફાઇડન્ટેલી) આવે કે ડરી ગયેલ હોય તેમ આવે….

Facial expressions ( હાવ-ભાવ ) :- મોઢા પર નાં હાવ-ભાવ કેવા આપે છે….

Eating pettern :- બરોબર જમે છે કે નહિ અને વધુ પડતું જમતો તો નથી….

2) SPEECH/TALKING PETTERN :- (સ્પીચ/ ટોકિંગ પેટર્ન )

  • વ્યકિત બોલવા ની શરૂઆત એકદમ ઝડપથી કરે છે કે પછી ધીમે ધીમે બોલે છે…
  • ભયભીત થય ને જવાબ આપે છે કે નહિ….
  • જોર જોર થી બૂમો પાડી જવાબ આપે છે….
  • સવાલ નાં જવાબ સાચા આપે છે કે ખોટા….
  • એક ને એક વાત રીપિટ કરે છે…..(clang association- કલાંગ અસોસીએશન)
  • ગણગણાટ કરે છે…..(mumbring – મુંબરિંગ)
  • વાત સીધી રીતે કેવા ના જગ્યા એ ગોળ ગોળ ફેરવે છે..
  • (Circumstantial સરકમસ્ટેંનતિશિયલ – ગોળ ગોળ વાત ફેરવી)
  • (tangential – ટેંજેટિયલ – સાચો જવાબ હયસે નહિ)

*3) MOOD/AFFECT :- મૂડ / એફેક્ટ :-

  • મૂડ કેવું છે….
  • ઉદાસ, એંકઝીયસ, ડિપ્રેસ, એંગ્રી, euphoric( ઇયુંફોરિક- ખૂબ આનંદિત ), fear, restlessness(રેસ્ટ-લેસ), irritable(ઇરીટેબલ – ચિડિયાપણું)
  • મૂડ બદલ્યા રાખે છે….!! કેટલા time એ બદલે છે..
  • response(રિસ્પોન્સ) મુજબ મૂડ છે કે નહિ…

4) THOUGHT :- (થોટ – વિચાર)

  • વ્યકિત નાં થોટ એ કેવા છે….
  • positive(પોઝીટીવ) / negetive (નેગેટીવ)
  • વિચારો ઝડપી છે ને વારે-વારે બદલે છે….
  • Flights of ideas (ફ્લાઇટ ઓફ આઇડિયા) :-
  • વિચારો સતત આવતા હોય પણ તેની દિશા બદલાતી રહેતી હોય છે…….
  • અસ્પષ્ટ વિચારો

Neologism (નેઓલોગીસમ) :- નવા નવા શબ્દો નું ઉચ્ચારણ કરે જેનો કોઈ meaning j નથી.

5) PERCEPTION (પરસેપશન) :-

Hallucination (હેલ્યુંઝીનેશન) :-

  • કોઈ એક્સ્ટરનલ વસ્તુ/અવાજ/સમેલ/સ્પર્શ હોતો નથી છતાં તે હોવા નો ભાસ થાય
  • Auditory (ઓડિટરી), visual(વીસયુઅલ), olfactory(ઓલફેકટોરી), gustatory(ગસ્ટેટરી), tectile (ટેકટાઇલ)

Illusion (ઇલ્યુઝન) :- બહાર થી મળતી stimuli નું false(ખોટું) perception (પરસેપશન) થાય

Deja vu(દે-જાવું) :- પૂર્વ જન્મ માં જોયેલા નો ભાસ થાય real માં કોઈ દિવસ મળ્યા હોતા નથી…..

Jamais Vu (જમાઈસ વું) :- ફેમિલી નાં જ લોકો ને ભૂલી જાય કે જેની સાથે જ રહેતા હોય છે…..

6) COGNITIVE FUNCTION (કોગનીટીવ ફંકશન) :-

  • વ્યક્તિ એ conscious (કનસીયાસ) છે કે નહિ તે જાણવું….
  • આપણા ને રિપ્લે ધીમે ધીમે આપે છે (stupor)
  • coma માં હોય તેવું બેહાવીઓર કરે છે….
  • જૂની વાતો વિશે કેવી માહિતી આપે છે…. પૂરે પૂરી વાત ખબર છે કે પછી થોડુક જ યાદ છે….
  • સમય, જગ્યા, વ્યક્તિ, વગેરે નો ખ્યાલ છે કે નહિ….

7) MEMORY (મેમરી) :-

immediate (ઈમીડિયેટ ) memory :- કોઈ વાત કહી તે રીપીટ કરવા કહેવું….

remote (રિમોટ) memory :- પોતાના મેરેજ ની તારીખ, પોતાની ઉંમર, જોબ ક્યારે મેળવી ક્યાં મેળવી…..તે યાદ છે કે નહિ….

recent (રીસેન્ટ) memory :-

  • હમણાં ની j ઘટનાઓ યાદ છે કે નહિ તે જાણવું….
  • સવારે શું જમ્યા, ક્યારે જમ્યા, ક્યારે ઉઠ્યા….

8) INTELLIGENCE (ઈનટેલીજેન્સ) :- લખી – વાંચી શકે છે કે નહિ…અને સ્કૂલ performance કેવું હતું …..

9) INSIGHT :- (ઈનસાઇટ) :-

  • વ્યક્તિ ને પોતાની condition (કંડીશન) વિશે ખબર છે કે નહિ….
  • આંતરિક (internal) બુદ્ધિ કેવી છે….
  • આ જાણવા તેને પોતાના વિશે પ્રશ્નો પૂછવા તેના જવાબ ના આધારે નક્કી કરવું કે ઈનસાઇટ present છે કે નહિ….

10) JUDGMENT (જજમેન્ટ) :-

  • આના વિશે ની માહિતી વ્યક્તી નાં knowledge, education level પર આધારિત હોય છે…
  • બધા લોકો નું judgment (જજમેન્ટ) અલગ-અલગ હોય છે….

11) ATTENTION / CONCENTRATION (અટેનશન / કોન્સેનટ્રશન) :-

  • વ્યક્તિ ને 100 માંથી 7 બાદ કરવા કહેવું આગળ તે પૂછતું રહેવું… (100-7 = 93, 93-7 = 86……..)
  • અથવા રિવર્સ કાઉન્ટ કરાવવા……(100,99,98,97…..)
  • Month, week, days વિશે પૂછી શકાય…..

🔸b) Write down the Nursing management during electro convulsive therapy. ઈલેક્ટ્રો કન્વલસીવ થેરાપી દરમ્યાનનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.

👉Nursing Care Before Giving ECT

  • ફિઝિકલ એક્ઝામીનેશન કરવું અને ECG, Hb Urine albumine /sugar, અને X-ray વગેરે ઇન્વેસ્ટિગેશન કરવું.
  • પેશન્ટના નજીકનાં રિલેટિવ્સ ને આ procedure explain કરવી અને written consent લેવી.પેશન્ટને બને ત્યાં સુધી એવુ ન કહેવું કે ECT આપવાના છે.
  • Metallic articles જેવા કે watch, bangles, ring વગેરે Ornaments remove કરવા જોઈએ.
  • ECT આપતાં પહેલા પેશન્ટને NBM (Nil by mouth) રાખવું. ECT આપતાં પહેલા 6-8 કલાક સુધી પેશન્ટને NBM રાખવું.
  • artificial denture ને remove કરવું જેથી respiratory blockage prevent થઇ શકે.
  • hair oil, lipstick, mack-up, nail polish વગેરે ને remove કરવું જેથી cyanosis status જાણી શકાય.
  • ECT આપતાં પહેલા bladder અને bowel empty કરવા કહેવું.
  • પેશન્ટને allrgy/ID bands બાંધવો અને પેશન્ટના food માં fatty food કે meat અથવા fried food શામેલ કરવા નહિ.
  • પેશન્ટને પોતાનું પર્સનલ હાયજિન મેન્ટેન રાખવા માટે સમજાવ વુ અને પેશન્ટનું anxiety level asses કરવું.
  • પેશન્ટને tight clothes રીમુવ કરવા કહેવું, હોસ્પિટલ્સ ના clothes આપવા.
  • પેશન્ટને સપોર્ટ આપવો અને તેમનો fear દૂર કરવો.
  • પેશન્ટને પ્રીસ્ક્રીપશન મુજબ muscle relaxants મેડિસિન આપવી જેથી પેશન્ટની anxiety ઘટે.

👉Nursing Care During ECT

  • પેશન્ટને સ્ટ્રેચર અથવા wheel chair પર થી ECT table પર લઇ જવા હેલ્પ કરવી.
  • પેશન્ટને comfortable dorsal position આપવી અને પેશન્ટના lumber region માં small pillow રાખવો.
  • પ્રીસ્ક્રીપશન મુજબ short acting anasthetic drugs અથવા મસલ્સ relaxants drugs આપવી.
  • Shoulder અને arm ને support આપવો અને thigh ને restrain કરવા જેથી fracture ન થાય.
  • પેશન્ટના vital sign માં Blood pressure, pulse નું રેકોર્ડ કરવા અને oxygen level check કરવું.
  • Teeth ની  વચ્ચે mouth gag અને tongue depressor રાખવું જેથી tounge bite ન થાય.
  • જે area માં electrode place કરવાના હોય ત્યાં આલકોહોલ swab અથવા gel થી clean કરવું.
  • પેશન્ટના head નું Chin ના support થી hyperextension કરવું જેથી jaw fracture ને અટકાવી શકાય.
  • electrode ને place કરવામાં હેલ્પ કરવી અને બધા major joints ને support આપવો.
  • વોલ્ટેજ, ફ્રિકવેન્સી અને ડ્યુરેશન મોનિટર કરો.
  • Cuf મેથડનો પયોગ કરીને Siezure એક્ટિવિટી મોનિટર કરો.
  • Siezure એકટીવીટી સમયે 100% Oxygen એડમિનિસ્ટર કરવો.
  • પેશન્ટ એનેસથેસીયા માંથી રિકવર થઇ જાય તો રિકવરી room માં ટ્રાન્સફર કરવું જોઈએ.

👉Nursing Care After ECT

  • પેશન્ટને side lying પોઝિશન આપવી જેથી secretion નું aspiration ન થાય.
  • પેશન્ટના vital sign મોનીટર કરવા અને side rails provide કરવી જેથી injury ન થાય.
  • પેશન્ટ ને countinue oxygenation આપવું જ્યાં સુધી spontaneous respiration start ન થઇ જાય.
  • Confusion અને restlessness અસેસ કરવી.
  • પ્રીસ્ક્રીપશન મુજબ મેડિકેશન આપવી અને side effect check કરવી.
  • ડોકયુમેન્ટેશન કરવું અને ઈમ્પોર્ટન્ટ ઇવેન્ટ મેંશન કરવી.

👉INSULIN SHOCK THERAPY (ઇન્સ્યુલીન શોક થેરાપી)

~સાયકીયાટ્રીક ટ્રીટમેન્ટ નું એક સ્વરૂપ છે જે 1940-1950 ના દાયકામાં ઇન્સ્યુલિન શોક થેરાપી એ લોકપ્રિય ટ્રીટમેન્ટ મેથડ હતી. હાઈપોગ્લાયસેમિક કોમાને પ્રેરિત કરવા માટે સ્કિઝોફ્રેનિક  પેશન્ટ ને વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન આપવામાં આવતું હતું. આનાથી body માં convulsion આવે છે. આ મેથડ બ્રેઈન ની એક્ટિવિટી ને supress અને  મેન્ટલ સ્થિતિઓને ઘટાડવા માટે માનવામાં આવતી હતી. જો કે, ટ્રીટમેન્ટ ની લાંબા ગાળાની અસરોને કારણે, આખરે US સા્યકિયાટ્રીક ફેસિલિટી એ તેને નાબૂદ કરી છે.

~તે 1933 માં રજૂ કરવામાં આવી હતું અને 1940 અને 1950 ના દાયકામાં તેનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

~ ઇન્સ્યુયુલીન શોક થેરાપી ને ઇન્સ્યુલીન કોમા થેરાપી પણ કહે છે જે સ્કિઝોફ્રેનિયા ની સૌપ્રથમ બાયોલોજીકલ ટ્રીટમેન્ટ છે.

🔸OR🔸

🔸a) Define mental retardation and write down the causes of mental retardation. મેન્ટલ રીટાડેશનની વ્યાખ્યા આપી અને મેન્ટલ રીટાર્ડેશન થવાના કારણો લખો.

Define mental Retardation

  • મેન્ટલ રિટાયર્ડેશનને “ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસએબિલિટીઝ” પણ કહેવામાં આવે છે.
  • મેન્ટલ રિટાર્ડેશન એ ડેવલપમેન્ટલ કન્ડિશન છે જેમાં ચાઇલ્ડની કોગ્નિટિવ તથા પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એ ઓછા પ્રમાણમાં હોય છે. જેને ‘કોગ્નિટીવ ડેવલોપમેન્ટલ ડીલે’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • જેમા ચાઇલ્ડના ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શન તથા એડેપ્ટીવ બિહેવ્યર મા લિમિટેશન્સ આવે છે.
  • મેન્ટલ રિટારર્ડેશન એ એવી કન્ડિશન છે કે જેમાં ચાઇલ્ડમાં બીજા ચાઇલ્ડની સાપેક્ષમાં લર્નિંગ, થીંકીંગ,પ્રોબ્લેમ સોલ્વિંગ, રિઝનીંગ તથા કોનસેપ્ટ ને અંડરસ્ટેન્ડિંગ કરવામા ડિફીકલ્ટીઝ થાય છે.
  • આ લીમીટેશન્સ એ માઇલ્ડ થી પ્રોફાઉન્ડ સુધી પણ હોઇ શકે છે.

Causes of mental retardation

👉1) બાયોમેડિકલ ફેક્ટર

A) પ્રિનેટલ ફેક્ટર

  • એમાઇનોએસિડ યુરિયા
  • ગેલેક્ટોસેમીયા
  • ઇનહેરિટેડ ડીજનરેટિવ ડીસઓર્ડર ઓફ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ
  • ક્રોમોઝોમલ ડિસઓર્ડર જેમ કે ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ.
  • ડેવલોપમેન્ટ ડિફેક્ટ જેમ કે માઇક્રોસેફેલી, ક્રેનિયલ સ્ટેનોસિસ, ક્રીટીનીઝમ, પોરેંસેફેલી.

B) મેટરનલ ફેક્ટર

  • ડ્રગ્સ યુઝ
  • ઇન્ફેક્શન જેમ કે રુબેલા, ટોક્સોપ્લાઝમોસિસ,
    સાઇટોમેગાલી ઇન્ક્લુસન, હર્પીસ તથા સિન્જેલા.
  • પ્લેસેન્ટલ ઇનસફિશિયનસી
  • ટોક્ઝેમીયા ઓફ પ્રેગનેન્સી
  • એન્ટીપાર્ટમ હેમરેજ
  • એક્સપોઝર ટુ રેડીએશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી

C) નેટલ ફેક્ટર્સ

  • બર્થ ઇન્જરી
  • પ્રિમેચ્યોરીટી
  • લો બર્થ વેઇટ
  • બર્થ ટ્રોમા
  • બર્થ એસ્ફાક્સિયા
  • પેરિનેટલ એસ્ફાક્સિયા
  • પ્રોલોંગ તથા ડીફિકલ્ટ બર્થ
  • પ્રિમેચ્યોરિટી
  • ઇન્ટ્રા સેરેબ્રલ હેમરેજ
  • પ્રિએકલેમ્સિયા

D) પોસ્ટનેટલ ફેક્ટર્સ

  • ઇન્ફેક્શન ઇન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જેમ કે મેનીન્જાયટીસ, એનસેફેલાઇટિસ,
  • હેડ ઇન્જરી
  • સેરેબ્રો વાસ્ક્યુલર થ્રોમ્બોસિસ
  • કર્નિક્ટેરસ
  • હાઇપોગ્લાઇસેમિયા
  • હાઇપોક્ઝીયા

👉2) સોશિયલ ફેકટર

  • લો સોસિયોઇકોનોમિક કન્ડીશન
  • સાયલોજીકલ ફેક્ટર
  • એડવાન્સ એજ ઓફ મધર

🔸b) Explain myths of mental retardation. મેન્ટલ રીટાડેશન માટે પ્રવર્તતી ગેરમાન્યતાઓ વિશે સમજાવો.

મેન્ટલ રિટાર્ડેશન માટે નીચે મુબજના મિથ્સ અને મિસકન્સપશન જોવા મળે છે :

  • ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી એ મેન્ટલ ઇલનેસને સમાન હોય છે :

ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી એ ડેવલપમેન્ટલ કન્ડીશન છે જેમાં ઇન્ટેલેકચ્યુલ ફંકશનમાં અલટરેશન જોવા મળે છે.

  • ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી ધરાવતાં લોકો એ ન્યૂ સ્કીલ લર્ન કરી શકતાં નથી.

ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી ધરાવતા લોકો એ ઘણી બધી નવી વસ્તુ અને સ્કીલ શીખી શકે છે. જે માટે જૂદી જૂદી ટીચિંગ મેથડની જરુર પડે તેમજ તેને શીખવા માટે વધારે મેહનતની જરુર પડે છે.

  • ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી એ સિવિયર હોય છે :

ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી એ હંમેશાં સિવિયર હોતી નથી તે માઇલ્ડ ટુ પ્રોફાઉન્ડ ફોર્મમાં જોવા મળે છે.

  • ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી એ બેડ પેરેન્ટિંગને કારણે જોવા મળે છે :

ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી એ બેડ પેરેન્ટિંગને કારણે નહિ પણ બીજા ઘણા બધા ફેકટરને કારણે જોવા મળે છે. જેનકે જેનેટિક ફેક્ટર, એન્વાયરમેન્ટલ ફેક્ટર, કોમ્પ્લિકેશન ડ્યુરિંગ પ્રેગનન્સી એન્ડ બર્થ

  • ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી ધરાવતા લોકો એ હંમેશાં હેપી અને ફ્રેન્ડલી જોવા મળે છે :

ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી ધરાવતા લોકોમાં બધા જ પ્રકારનાં ઇમોશન્સ અને પર્સનાલિટી જોવા મળે છે જેમકે સેડનેસ, ફ્રસ્ટેશન, એન્ગર, જોય

  • જ્યાં સુધી ચાઇલ્ડ એ સ્કૂલમાં જતું નથી ત્યાં સુધી ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટીને ડિટેકટ કરી શકાતી નથી :

ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટીને અર્લી ચાઇલ્ડહૂડના સમયગાળા દરિમયાન ડેવલપમેન્ટલ સ્ક્રીનીંગ અને અસેસમેન્ટ થ્રુ ડિટેક્ટ કરી શકાય છે.

  • ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી ધરાવતા લોકો એ જોબ હોલ્ડ કરી શકતા નથી :

ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી ધરાવતા ઘણા લોકો એ વર્ક અથવા જોબ કરવા માટે કેપેબલ હોય છે અને તેઓ વિવિઘ પ્રકારની જોબ કરવા માટે સક્ષમ હોય છે.

  • ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી ધરાવતા લોકોને સ્પષ્ટ રીતે જોઇને ઓળખી શકાય છે :

ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી ધરાવતા લોકોને જોઇને ઓળખી શકાતા નથી. માઇલ્ડ ઇન્ટેલેકચ્યુલ ડિસએબીલીટી ધરાવતા લોકોને ઓળખવા મુશ્કેલ છે. આવા લોકોને આઇડેન્ટીફાય કરવા એ એક પ્રકારની ચેલેન્જ છે.

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે ) 6+6 =12

🔸a) Write down factors affecting on personality development – પર્સનાલીટી ડેવલોપમેન્ટ પર અસર કરતા પરિબળો લખો.

Education (એજ્યુકેશન) :-એજ્યુકેશન પર્સનાલિટીને અફેક્ટ કરે છે. એજ્યુકેશન એ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેનો મોસ્ટ પાવરફુલ વે છે. એજ્યુકેટેડ અને નોન એજ્યુકેટેડ લોકોની પર્સનાલિટીમાં ઘણો ફેરફાર જોવા મળે છે.

Family environment (ફેમિલી એન્વાયરમેન્ટ) :-બાળક તેના માતા પિતાને ફોલો કરે છે અને તે ફેમિલી માંથી શીખે છે . આથી ફેમિલી એન્વાયરમેન્ટ એ પર્સનાલિટીને અફેક્ટ કરે છે. જો ફેમિલી એન્વાયરમેન્ટ સારું હશે તો બાળક એક્સ્ટ્રોવર્ટેડ પર્સનાલિટી ધરાવતો હશે. જો ફેમિલી એન્વાયરમેન્ટ સારું નહીં હશે તો બાળક ઈન્ટ્રોવર્ટેડ પર્સનાલિટી ધરાવતું હશે.

School environment (સ્કૂલ એન્વાયરમેન્ટ) :-બાળક વધારે પડતો ટાઈમ સ્કૂલમાં સ્પેન્ડ કરે છે આમ સ્કૂલ એન્વાયરમેન્ટ એ પર્સનાલિટીને અફેક્ટ કરે છે.

Childhood memories (ચાઈલ્ડ હુલ્ડ મેમરીઝ) :-પર્સનની ચાઈલ્ડ હૂડ મેમરી એ પર્સનાલિટી ડેવલોપમેન્ટ માટે અગત્યનો ભાગ ભજવે છે. જો ચાઈલ્ડ હુડ મેમરી સારી હશે તો વ્યક્તિ સારી પર્સનાલિટી ધરાવતો હશે.

Environmental factors (એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ) :-વ્યક્તિની આજુબાજુ નું એન્વાયરમેન્ટ કેવું છે એ પર્સનાલિટીના ડેવલોપમેન્ટમાં અસર કરે છે.

Culture (કલ્ચર) :-વ્યક્તિ કયા કલ્ચરને ફોલો કરે છે એ પણ પર્સનાલિટીને અફેક્ટ કરતુ અગત્યનું ફેક્ટર છે.

Biological factor (બાયોલોજીકલ ફેક્ટર) :-બાયોલોજીકલ ફેક્ટર જેવા કે ઝેન્ડર, હોર્મોન, બ્રેઇન સ્ટ્રકચર વગેરે પર્સનાલિટી ની અફેક્ટ કરે છે.

Media and technology (મીડિયા અને ટેકનોલોજી) :-હાલમાં મીડિયા અને ટેકનોલોજી એ ખુબ જ ટ્રેન્ડમાં છે. આથી પર્સન એ મીડિયા અને ટેકનોલોજી નો કેવો ઉપયોગ કરે છે તેના આધારે તેની પર્સનાલિટી જોવા મળે છે.

🔸b) Write down causes of mental disorder- મેન્ટલ ડીસઓર્ડર થવાના કારણો લખો.

Biological causes of mental illnesses

  1. જીનેટિક અથવા ( વારસાગત):-

                       જેમના પરિવારના કોઈ સભ્યને મેન્ટલ ઇલનેસ હોય તેમને મેન્ટલ બીમારી થવાની શક્યતા વધુ હોય છે.  પરિવારોમાં જિન્સ (Gene) દ્વારામેન્ટલ રોગો નો પ્રસાર  થાય છે. મેન્ટલ વિકૃતિઓના વિકાસમાં આનુવંશિક પરિબળો ઘણીવાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિષ્ણાતો માને છે કે ઘણી મેન્ટલ ઇલનેસઓ  એક જનીનમાં નહીં પણ અનેક જનીનોની અસામાન્યતાઓ સાથે જોડાયેલી છે.

આ સિવાય સ્ટ્રેસ , એબ્યુઝ, કોઇ અણઘટ્ના ,તેનુ વાતાવરણ વગેરે તેના માટે જવાબદાર છે.

  2. હોર્મોન્સ અથવા ન્યુરો ટ્રાંસ-મિટર:-અમુક મેન્ટલ ઇલનેસ  મગજમાં રહેલા કેમિકલ ના અસંતુલન સાથે સંકળાયેલી હોય છે જે ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખાય છે. જ્યારે આ ન્યુરો ટ્રાંસ-મિટર યોગ્ય કામ ના કરે ત્યારે બ્રેઇન થી વ્યવવ્સ્થિત સંદેશા મળતા નથી  તેમજ વ્યક્તિ ના મૂડ નો આધાર પણ આના વધારા ઘટડા પર જોવા મળે છે .

૩. ટોક્સિન એક્સ્પોઝર:-લેડ પોઇઝનીંગ અને ઘણા ગેસ ના  એક્સ્પોઝર ની પણ અસર જોવા મળે છે

4. ઇન્ફેક્શન :-ઘણા ઇન્ફેક્શન જેમ કે પેડીયાટ્રિક ન્યુરો ટ્રાંસ-મિટર ડિસોર્ડર (PANDA) જે બેક્ટેરિલ ઇન્ફેક્શન OCD સાથે  સંક્ળયેલ છે.

 5.બ્રેઇન  ઇન્જરી:- ઇન્જરી અથવા બ્રેઇન મા જોવા મળતી ડિફેક્ટ ના કારણે પણ  મેન્ટલ ઇલનેસ જોવા મળે છે.           

6.ન્યુટ્રિશન:- ઘણા ન્યુટ્રિશન મા ખાસ વિટમિન અને મિનરલ્સ ની ડેફિસિયંસિ ના કારણે જેમ કે vit.B 12 ની ડેફિસિયન્સિ

7.પ્રી નેટલ :-પ્રેગ્નન્સિ દરમિયાન અથવા ડિલેવરી વખતે 

🔸c) Write down difference between psychosis and neurosis સાયકોસીસ અને ન્યુરોસિસ વચ્ચેનો તફાવત.

Psychosis :

  • સાયકોસિસ એ મેજર પર્સનાલિટી ડિસઓર્ડર છે.
  • એવા લોકોમાં પર્સનાલિટી અફેકટ થાય છે.
  • સાયકોસિસ થવા માટે ઓર્ગેનિક કોસ અથવા જેનેટિક ફેક્ટર જવાબદાર હોઇ છે.
  • સાયકોસિસવાળા પેશન્ટમાં ઇનસાઇટ એબસન્ટ હોય છે.
  • ટ્રુ હેલ્યુસીનેશન જોવા મળે છે.
  • ડિલ્યુઝન પ્રેઝન્ટ હોય છે.
  • આવા લોકોમાં જજમેન્ટ અને રિઝનીંગ ઇમ્પેર થયેલ જોવા મળે છે.
  • સાયકોસિસ વાળા પેશન્ટને ટ્રીટ કરવા ડિફિકલ્ટ હોય છે.
  • ઉદાહરણ તરીકે, સ્કિઝોફ્રેનિઆ

Neurosis :

  • ન્યુરોસિસવાળા લોકોમાં પર્સનાલિટી અફેકટ થતી નથી.
  • ન્યુરોસિસ થવા માટે ઓર્ગેનિક કોસ કે જેનેટિક ફેક્ટર જવાબદાર હોતું નથી.
  • જ્યારે ન્યુરોસિસવાળા પેશન્ટમાં ઇનસાઇટ પ્રેઝન્ટ હોય છે.
  • ટ્રુ હેલ્યુસીનેશન એબ્સન્ટ હોય છે.
  • ડિલ્યુઝન એબ્સન્ટ હોય છે.
  • ન્યુરોસિસવાળા પેશન્ટમાં જજમેન્ટ અને રિઝનીંગ ઇન્ટેક જોવા મળે છે.
  • ન્યુરોસિસ વાળા પેશન્ટને ઇઝીલી ટ્રીટ કરી શકાય છે.
  • ઉદાહરણ તરીકે, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર

🔸d) Write down principles of psychiatric nursing – સાયકિયાટ્રીક નર્સિંગના સિધ્ધાંતો વિશે લખો.

Patient is Accepted Exactly as He is ( દર્દીને તે જેમ છે તેમ બરાબર સ્વીકારવામાં આવે છે )

સ્વીકાર એટલે કોઈપણ જાત ના પૂર્વગ્રહ રહિત કે બિન નિર્ણયી  હોવું. સ્વીકૃતિ પ્રેમ અને સંભાળની લાગણી વ્યક્ત કરે છે. સ્વીકૃતિનો અર્થ સંપૂર્ણ અનુમતિ નથી, પરંતુ વ્યક્તિગત માનવ તરીકે તેને આદર આપવા માટે સકારાત્મક વર્તણૂકોનું સેટિંગ છે

A. Being Non-judgmental and Non-punitive (બિન -નિર્ણાયક અને બિન-શિક્ષાત્મક હોવું )

દર્દીના વર્તનને સાચા કે ખોટા, સારા કે ખરાબ તરીકે નક્કી કરવામાં આવતું નથી. દર્દીને તેના અનિચ્છનીય વર્તન માટે સજા કરવામાં આવતી નથી. સજા જેવી કે  પ્રત્યક્ષ સાંકળ બાંધવી, રિસઇટ્રેન કરવું કે , અલગ રૂમમાં રાખવા   અને પરોક્ષ તેની હાજરીને અવગણવી અથવા જાણી જોઈને ધ્યાન ના આપવું  કે ટાળવું . એક નર્સ જે સ્વીકૃતિ દર્શાવે છે તે દર્દીને તેની અપેક્ષાઓથી વિપરીત વર્તન કરે ત્યારે પણ તેને નકારતી નથી.

B. Being Sincerely Interested in the Patient.(દર્દીમાં નિષ્ઠાપૂર્વક રસ ધરાવવો)

  • અન્ય વ્યક્તિમાં નિષ્ઠાપૂર્વક રસ હોવાનો અર્થ એ છે કે અન્ય વ્યક્તિના હિતને ધ્યાનમાં લેવું
  •  દર્દીના વર્તન ના પેટર્નનો અભ્યાસ કરવો
  • શક્ય હોય ત્યાં સુધી તેને પોતાની પસંદગીઓ અને નિર્ણયો લેવાની મંજૂરી આપવી
  • તેની પસંદ અને નાપસંદથી વાકેફ રહેવું.
  • તેની સાથે પ્રમાણિક બનવું.
  •  તે શું કહે છે તે સાંભળવા માટે સમય આપો .
  • સંવેદનશીલ વિષયો અને મુદ્દાઓથી દૂર રહેવું.
  • દર્દી વ્યક્ત કરી શકે તેવી લાગણીઓને ઓળખવી અને તેનું પ્રતિબિંબ પાડવું – જ્યારે દર્દી
C. Recognize and Reflecting on Feelings which Patient may Express (દર્દી વ્યક્ત કરી શકે તેવી લાગણીઓને ઓળખવી અને તેનું પ્રતિબિંબ પાડવું)

જ્યારે દર્દી વાત કરે છે, ત્યારે તેમાં શું કન્ટેન્ટ છે તેની  નોંધ લેવી મહત્વપૂર્ણ નથી, પરંતુ વાતચીત પાછળની લાગણી શું હોય શકે છે, જેને ઓળખી અને પ્રતિબિંબિત કરવી જોઈએ.

D . Talking with Purpose (હેતુ સાથે વાત કરવી )

દર્દી સાથે નર્સની વાતચીત તેની જરૂરિયાતો, ઈચ્છાઓ અને રુચિઓની આસપાસ ફરતી હોવી જોઈએ. જ્યારે સમસ્યાઓ સ્પષ્ટ ન હોય ત્યારે રિફલેક્શન , ખુલ્લા પ્રશ્નો(open ended question ), મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા, વાસ્તવિકતા રજૂ કરવા માટે આવા  જેવા પરોક્ષ અભિગમો વધુ અસરકારક છે.

E .Listening (સાંભળવું )

સાંભળવું એ એક સક્રિય પ્રક્રિયા છે. દર્દી શું કહે છે તે સાંભળવા માટે નર્સે સમય અને શક્તિ (એનર્જી) લેવી જોઈએ. તેણીએ સહાનુભૂતિપૂર્વક સાંભળનાર હોવું જોઈએ અને વાસ્તવિક રસ દર્શાવવો જોઈએ.

F Permitting patient to express strongly held feeling (દર્દીને મજબૂત લાગણીઓ વ્યક્ત કરવાની પરવાનગી આપવી)

સ્ટ્રોંગ ઇમોશન નો ભરવો એ ખુબજ વિસ્ફોટક હોય છે. દર્દીને અસ્વીકાર અથવા સજા વિના તેની તીવ્ર લાગણીઓ વ્યક્ત કરવાની મંજૂરી આપવી તે વધુ સારું છે.

2.Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો

મનોચિકિત્સકની નર્સ પાસે વાસ્તવિક સ્વ ખ્યાલ હોવો જોઈએ અને તે પોતાની લાગણીઓ અને પ્રતિભાવોને ઓળખવામાં સક્ષમ હોવી જોઈએ.

3.Consistency is used to contribute to patients security (પેશન્ટની સિક્યુરિટી માટે સતત ફાળો આપવો)

એમનો અર્થ એવો થાય છે કે સ્ટાફ એ વોર્ડ રૂટિન દરમિયાન દરમિયાન  પેશન્ટની સેફટી માટેના પગલાંઓ લેવા જોઈએ

4. Reassurance should be given in a Subtle and Acceptable Manner-(સ્વીકાર્ય હોય તે રીતે આશ્વાસન આપવું)

આશ્વસન દર્દીનો આત્મવિશ્વાસ નિર્માણ કરે છે . નર્સ આશ્વાસન આપવા માટે દર્દી ની પરિસ્થિતિને સમજાવવાની અને તેનેવિશ્લેષણ કરવાની જરૂર છે હોય છે . 

5.Patient’s Behaviour is Changed through Emotional Experience and not by Rational Interpretation Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો )

દર્દીઓને સલાહ આપવા થી કે તેને  તર્કસંગત બનાવવું એ  વર્તન બદલવામાં અસરકારક નથી. રોલ-પ્લે અને સામાજિક-નાટક વગેરે થી તેના બિહેવીયર માં બદલાવ લાવી શકાય 

6.Unnecessary Increase in Patient’s Anxiety should be Avoided (દર્દીની ચિંતામાં બિનજરૂરી વધારો ટાળવો જોઈએ)

પેશન્ટ માં બિનજરૂરી ચિંતા ના થાય તે માટે નીચે મુજબ ની બાબતો નું ધ્યાન રાખવું જોઈએ 

  • નર્સ એ પોતાની ચિંતા ન બતાવવી.
  • દર્દીની ખામીઓ તરફ ધ્યાન બતાવવું.
  • દર્દીને વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો.
  • દર્દી પર એવી માંગણીઓ મૂકવી જે તે દેખીતી રીતે પૂરી કરી શકતો નથી.

7. Objective Observation of Patient to Understand his Behavior(તેના વર્તનને સમજવા માટે દર્દીનું ઓબ્જેકટિવ  નિરીક્ષણ)

જેથી પેશન્ટ શું કહેવાય માંગે છે તેનું મૂલ્યાંકન કરી શકાય. નર્સ એ પોતાની ફિલિંગ,જજમેંટ અભિપ્રાયો ને મિક્સ કરવા ના જોઈએ. 

8. Maintain Realistic Nurse-Patient Relationship (વાસ્તવિક નર્સ-દર્દી સંબંધ જાળવો)

વાસ્તવિક અથવા વ્યાવસાયિક સંબંધ વ્યક્તિની વ્યક્તિગત અને ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે દર્દી અને નર્સની જરૂરિયાતો પર નહીં.

9. Avoid Physical and Verbal Force as Much as Possible (શારિરિક કે માનસિક કોઇ પણ પ્રકાર નો ફોર્સ કરવો નહી)

નર્સ એ કોઈપણ પ્રકારની પનિશમેન્ટ આપવી જોઈએ નહીં પેશન્ટ સાયકોલોજીકલ ટ્રોમા થી પિડાતો તો હોય છે આ ઉપરાંત નર્સ એ પેશન્ટના બિહેવિયર નો અભ્યાસ કરીને અનિશ્ચિત બિહેવિયર ને અટકાવી શકાય છે. નર્સ એ પ્રોસિજર જલ્દી કરી લેવા જોઈએ પોતાનો અણગમો છે તે પેશન્ટને દર્શાવવો ન જોઈએ જો પેશન્ટને રિસ્ટ્રેઈન કરવામાં આવે તો તેનું કારણ જણાવો.પેશન્ટ ના બિહેવિયર મા પોઝિટિવ ફેરફાર થાય ત્યારે બીજા સાથે હળી મળી શકે તેના માટે પરવાનગી આપવી.

10. Nursing Care is Centered on the Patient as a Person and not on the Control of Symptoms (નર્સિંગ કેર વ્યક્તિ ને ધ્યાન મા લઇને આપવી નહિ કે તેના સિમ્પટ્મ્સ)

વ્યક્તિમાં જોવા મળતા બિહેવિયર પાછ્ળ કંઈક કારણ હોય છે જે નર્સ તેના આ બિહેવિયર ના સિમ્પટ્મ્સ ક્યા ક કારણે આવે છે તેની સમજણ હોવી જોઈએ પેશન્ટ ઘણી વખત એક જ પરિસ્થિતિમાં પેશન્ટ અલગ અલગ બિહેવિયર ના સીમટમ્સ બતાવે છે તેથી નર્સિંગ કેર પેશન્ટ ને ધ્યાન મા રાખીને કેર કરવી નહીં કે તેના સિમ્પટમ્સને ધ્યાનમાં રાખીને

11. All Explanations of Procedures and other Routines are Given According to the Patient’s Level of Understanding (પેશન્ટ ને તેની સમજ મુજબ રુટિન અને પ્રોસિઝર ની સમજ આપવી)

સાયકીયાટ્રિક પેશન્ટ ની સમજ અને જરુરિયાત મુજબ રુટીન અને પ્રોસિઝર સમજાવવા જોઇએ જેથી તેની ચિંતા મહદ અંશે દુર થાય તેમજ દરેક વ્યક્તિ ને તેના પર કરવા મા આવતી પ્રોસિઝર જાણવા નો અધિકાર છે તે મેન્ટ્લ છે એટ્લે તેને આ સમજાવવૂ જરુરી નથી એવુ હોવુ જોઇએ નહી.

12. Many Procedures are Modified but Basic Principles Remain Unaltered-(ઘણા પ્રોસિઝર મોડિફાઈડ થશે પરંતુ આ બેઝિક પ્રિંન્સિપાલ એમજ રહ્શે)

પેશન્ટ ની જરુરિયાત મુજબ ઘણાપ્રોસિઝર મોડિફાય થશે મેથડ ચેન્જ થશે પરંતુ આ બેઝિક પ્રિન્સિપાલ એમજ રહ્શે જેમા મુખ્યત્વે પેશન્ટ ની કેર કરવી જેમા તેની સેફ્ટી,સિક્યુરિટી,થેરાપ્યુટિક રિલેશનશીપ, પ્રોસિઝર વગેરે…..

Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) 12

🔸a) Positive and negative symptoms of schizophrenia સ્કિઝોફ્રેનિઆના પોઝીટીવ અને નેગેટીવ લક્ષણો.

પોઝિટિવ સીમટમ્સ

જે સિમટમ્સ સ્કીઝોફ્રેનીયા ના પેશન્ટમાં જોવા જ મળે છે જે સાઇકોટિક્સ તરીકે પણ ઓળખાય છે
ડીલ્યુશન :- જેમાં વ્યક્તિ ને તેના પર કોઈ જુલમ કરે છે ,કોઈ તેના વિરુદ્ધ ષડયંત્ર કરે છે,બીજા લોકો તેના વિષે વાતો કરે છે જેવા ડિલ્યુશન (ભ્રમણા) જોવા મળે છે

હેલયૂસીનેશન :-ખોટા આભાસો થવા
એગ્રેશન :-ઈમોશન પર કંટ્રોલ ન હોવો
એજીટેશન :-જેમાં નર્વસ નેસ જોવા મળે
સસ્પેસિયસનેસ :- શંકાશીલ થવું
હોસ્ટેલિટી :-વિરોધાભાષી વર્તણુંક
એક્સાઈટમેન્ટ:- બિન જરૂરી ઉત્સાહિત જોવા મળે
ગ્રેન્ડીઓસીટી:- ભવ્યતા ની લાગણી જેમાં તેને એવું લાગે કે હું પ્રાઈમ મીનીસ્ટર છું
કન્સેપચુઅલ ઓર્ગેનાઇઝેશન :- તેના કન્સેપ્ટ ને વ્યવસ્થિત ગોઠવી શકતું નથી.

નેગેટીવ સીમટમ્સ

  • ઇવેન્ટ ની સાથે સુસંગત ન હોય તેવું ઈમોશન થોટ અને મૂડ
  • ફેમિલી ફ્રેન્ડ્સ અને સોશિયલ એક્ટિવિટીથી વીદ્રોલ
  • મોટીવેશન નો અભાવ જીવનમાં ખુશી અને રસ નો અભાવ થાય છે અને હાઈજીન અને ગ્રૂમિંગ નો અભાવ
  • રોજિંદા જીવનના કાર્યમાં કરવાનો અભાવ
  • મૂડીનેસ
  • કેટાટોનીઆ

🔸b) Alcoholism -આલ્કોહોલીઝમ

આલ્કોહોલિઝમ એ એક પ્રકારનું એડિક્શન  છે, જેમાં વ્યક્તિને આલ્કોહોલનો આધિક  અને શારીરિક રીતે ઇચ્છા થાય છે અને તે આલ્કોહોલ લીધા  વિના રોકી શકતો નથી. આ સમસ્યાને આલ્કોહોલિક યુઝ ડિસઓર્ડર (AUD) તરીકે પણ ઓળખવામાં આવે છે.

👉આલ્કોહોલિઝમના લક્ષણો:

  • 1. નિયંત્રણની અછત: આલ્કોહોલ  પર નિયંત્રણ રાખવામાં અસફળતા.
  • 2. બેકાબૂ ઇચ્છા: વારંવાર અને વધુ માત્રામાં આલ્કોહોલ પાન કરવાની ઇચ્છા.
  • 3. : શારીરિક, મેન્ટલ  અથવા સામાજિક નકારાત્મક અસર હોવા છતાં  ચાલુ રાખવું.
  • 4. આલ્કોહોલ માટે સમયગાળો: આલ્કોહોલ મેળવવા, આલ્કોહોલ લેવા અને આલ્કોહોલ  લીધા પછી ઉબરવા માટે બહુ જ સમય પસાર કરવો.
  • 5. વિનાશક અસર: સામાજિક, વ્યવસાયિક અને ખાનગી જીવન પર વિપરીત અસર થતી હોવા છતાં આલ્કોહોલ પાન ચાલુ રાખવું.

👉આલ્કોહોલિઝમના હેલ્થ  પર પડતા દૂષણ:

  • 1. મેમરી  અને બ્રેઇન  પર અસર: આલ્કોહોલ પાનથી બ્રેઇન ના કાર્યમાં બાધા આવે છે, પરિણામે યાદશક્તિ, વિચારશક્તિ અને સમજૂતીમાં ઘટાડો થાય છે.
  • 2. લીવર ડીસીઝ : લીવરના કામકાજમાં બાધા, જેમ કે ફેટી લિવર, આલ્કોહોલિક હેપેટાઇટિસ, અને લિવર સિરોસિસ.
  • 3. ડીસીઝ : વધુ આલ્કોહોલ પાનથી હાર્ટ ના રોગો, જેમ કે હાઇપરટેંશન, હાર્ટ ફેઇલ્યર અને સ્ટ્રોકનો ખતરો વધે છે.
  • 4. ડાયજેસ્ટિવ સિસ્ટમ પર અસર: વધુ આલ્કોહોલ પાનથી પેટ અને ઇન્ટેસટાઈન  પર વિપરીત અસર થાય છે, જેનાથી ગેસ્ટ્રાઇટિસ, પેંક્રિએટાઇટિસ અને પેટના અલ્સર ની સમસ્યાઓ થઈ શકે છે.
  • 5. મેન્ટલ  હેલ્થ  પર અસર: આલ્કોહોલિઝમથી ડિપ્રેશન, એન્ઝાયટી, અને અન્ય મેન્ટલ  રોગોનો ખતરો વધી શકે છે.
  • 6. કિડની ડીસીઝ : કિડની ફેલ્યોર અને અન્ય કિડની રોગોનો ખતરો વધી જાય છે.
  • 7. માધ્યમિક રોગો: બીજા રોગોની ઇમ્યુનિટી ઘટે છે, જેના પરિણામે બીમારીઓને દાવ પકડવાની શક્યતા વધારે છે.

👉આલ્કોહોલિઝમની સારવાર:

  • 1. ડિટોક્સિફિકેશન: આલ્કોહોલ પાન બંધ કરીને શરીરમાંથી તંત્રને શુદ્ધ કરવું.
  • 2. થેરાપી અને કાઉન્સેલિંગ: વ્યવહાર થેરાપી, ગ્રુપ થેરાપી અને મેન્ટલ  કાઉન્સેલિંગનો ઉપયોગ.
  • 3. મેડીકલ ઈન્ટરવેન્શન: ચોક્કસ દવાઓનો ઉપયોગ, જેમ કે Naltrexone, Acamprosate અને Disulfiram, જે આલ્કોહોલ પાનની ઇચ્છાને ઘટાડે છે.
  • 4. સપોર્ટ ગ્રુપ્સ: આલ્કોહોલિક એનનિમસ જેવા સપોર્ટ ગ્રુપ્સમાં જોડાવું, જેથી વ્યક્તિને આલ્કોહોલ પાન છોડવા માટે પ્રેરણા મળી રહે.

👉નિષ્કર્ષ: આલ્કોહોલિઝમ એક ગંભીર હેલ્થ  સમસ્યા છે, જેનો પ્રભાવ વ્યક્તિના શારીરિક અને મેન્ટલ  હેલ્થ  પર વિપરીત રીતે પડે છે. આ સમસ્યાની ઓળખ અને સમયસર સારવાર જરૂરી છે, જેથી આલ્કોહોલ પાનના એડિક્શન થી મુક્તિ મેળવી શકાય

🔸c) Side effects of anti-psychotic drugs એન્ટી સાયકોટિક ડ્રગ્સની સાઈડ ઇફેકટ

  • એક્સ્ટ્રા પિરામિડલ સિમ્પ્ટમ્સ
  • હાયપોટેન્શન
  • ટેકીકાર્ડિયા
  • લેથાર્જી
  • ડ્રાઉસિનેસ
  • સિઝર
  • નાઇટમેર
  • કોન્સ્ટીપેશન
  • હાયપરપ્રોલેક્ટીનેમિયા
  • બ્લર વિઝન
  • વેઇટ ગેઇન
  • સેક્સ્યુઅલ ડિસ્ફંકશન

👉Extra pyramidal symptoms (એક્સ્ટ્રા પિરામિડલ સિમ્પ્ટમ્સ)

Acute dystonia (એક્યુટ ડીસ્ટોનિયા):-નેક, આઈ, ટંગ અને જો માં મસ્ક્યુલર સ્પાર્ઝમ જોવા મળે છે અને ઇનવોલ્યુનટરી મસલ કોન્ટ્રાક્ટ થાય છે .

Akathisia (એકાથીશીયા):- આ એક પ્રકારનો મુવમેન્ટ ડિસઓર્ડર છે. જેમાં ઇનરરેસ્ટલેસનેસ જોવા મળે છે. આથી પર્સન બેસી કે ઉભી શકતા નથી.

Pseudo Parkinsonism (શયુડો પારકીનોસિઝમ):- મસલ રિજીડીટી અને સ્ટીફનેસ જોવા મળે.

Tardive dyskinesia (ટારડીવ ડિસ્ક્રાઈનેસિયા):-ઈન્વોલેન્ટરી અને ઇરરેગ્યુલર મસલ મોમેન્ટ જોવા મળે. ફેસમાં વધારે પડતું જોવા મળે.

Neuroleptic malignant syndrome (ન્યુરોલેપટીક મેલીગનન્ટ સિન્ડ્રોમ) :- લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. જેમાં ફીવર, મસલ રીજીડીટી, ઓટોનોમિક ડીસફંક્શન અને મેન્ટલ સ્ટેટસ ડિસ્ટર્બ થયેલું જોવા મળે છે.

🔸d) Classification of sexual disorders સેકસ્યુઅલ ડીસઓડર નું વર્ગીકરણ:-

સેક્સ્યુઅલ ડીસઓર્ડર અને ડેવીયેશન (વિકૃતિઓ) માં એવી કન્ડિશન નો સમાવેશ થાય છે જે ક્લચરલ (સાંસ્કૃતિક) રીતે સ્વીકૃત ધોરણોથી વિચલિત થાય છે અથવા વ્યક્તિઓને પ્રોબ્લેમ્સ આપે છે. સેન્સિટિવીટી સાથે આ આ ટોપિક નો સંપર્ક કરવો અને ક્લાસીફિકેશન ને ઓળખવું અને કન્ડિશન ને સમજવી અગત્યની છે. કેટલીક કેટેગરી નીચે મુજબ છે.

1.પેરાફિલિયાસ: ડે્ફિનિશન:- અસામાન્ય સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ અને વર્તન ને પેરાફીલીયા કહે છે.

  • ઉદાહરણો:-પે ડોફિલિયા, એક્સીબીશનિઝમ (પ્રદર્શનવાદ), વોયુરિઝમ, ફેટીશિઝમ, સેડિઝમ, મેસોચિઝમ.

2.સેક્સ્યુઅલ ડિસફંક્સન(જાતીય તકલીફો) ડે્ફિનિશન : પ્રોબ્લેમ્સ અથવા ડીસઓર્ડર જે જે નોર્મલ સેક્સ્યુઅલ રિસ્પોન્સ સાયકલ માં(ઇન્ટરફેર) દખલ કરે છે.

  • ઉદાહરણો:-ઇરેક્ટાઇલ ડિસફંક્શન,પ્રિમેચ્યોર ઈંજેક્યુલેશન (અકાળ સ્ખલન), સ્ત્રી જાતીય ઉત્તેજના ડિસઓર્ડર, વજાઇનીસમ્સ.

3.જેન્ડર ડિસફોરિયા:- ડે્ફિનિશનડિસ્ટ્રેસ કે જે કોઈના અનુભવ અથવા વ્યક્ત કરેલ જેન્ડર અને જન્મ સમયે તેમને સોંપેલ જેન્ડર વચ્ચેની અસંગતતા સાથે હોઈ શકે છે.

  • ઉદાહરણો:-ટ્રાન્સસેક્સ્યુઅલિઝમ, જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર.

4.હાયપરસેક્સ્યુઆલિટી (કમ્પલ્સિવ સેક્સ્યુઅલ બિહેવિયર ડિસઓર્ડર): ડે્ફિનિશન:-જાતીય વિચારો, કલ્પનાઓ અથવા વર્તન સાથે અતિશય અને અન કન્ટ્રોલેબલ વ્યસ્તતા.

  • ઉદાહરણો:-અનિવાર્ય માસ્ટરબેશન (હસ્તમૈથુન) અતિશય પોર્નોગ્રાફીનું , વારંવાર અનામી જાતીય મેળાપ.

5.પેરાફિલિક ડિસઓર્ડર:- ડે્ફિનિશન:-પેરાફિલિયા કે જે વ્યક્તિ માટે નોંધપાત્ર પ્રોબ્લેમ્સ અથવા નુકસાન નું કારણ બને છે અથવા અન્ય લોકો માટે નુકસાનનું રિસ્ક ઊભું કરે છે.

  • ઉદાહરણો:-પીડોફિલિક ડિસઓર્ડર, એક્ઝિબિશનિસ્ટિક ડિસઓર્ડર, વોયુરિસ્ટિક ડિસઓર્ડર.

6.સેક્સ્યુઅલ પેઈન ડીસઓર્ડર (જાતીય પીડા વિકૃતિઓ): ડે્ફિનિશન:-સેક્યુઅલ એક્ટિવિટી (જાતીય પ્રવૃત્તિ )દરમિયાન શારીરિક પેઈન થાય તેવી કન્ડિશન છે

  • ઉદાહરણો:-ડિસપેરેયુનિયા (સંભોગ દરમિયાન દુખાવો), યોનિસમસ (ઇન્વોલ્યુન્ટ્રી મસલ્સ સ્પાઝમ જે પેની્ટ્રેશન સાથે ઇન્ટરફેર કરે છે).

7.હાયપોએક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસઓર્ડર (HSDD): ડે્ફિનિશન: સતત ઓછી અથવા absent સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ અથવા ઇચ્છા,.

  • ઉદાહરણો: , સેક્સ્યુઅલ એક્ટિવિટી માં ઇન્ટરેસ્ટ નો અભાવ,સેક્સ્યુઅલ રિલેશન માં ઇન્ટરેસ્ટ ન હોવું.

8.સેક્સ્યુઅલ એવર્ઝન ડિસઓર્ડર: ડે્ફિનિશન: વધુ Fear , Anxiety અથવા એવરઝન (અણગમા)ને કારણે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ પ્રત્યે અણગમો અને તેને અવોઇડ કરવું અથવા ટાળવું.

  • ઉદાહરણો: સેક્સ્યુઅલ એકટીવીટી દરમિયાન અત્યંત ડિસ્કમફર્ટ ફીલ કરવું. એ note કરવું નિર્ણાયક છે કે સેક્સ્યુઅલ વેરાઈયેશન (જાતીય ભિન્નતા અને ડીસઓર્ડર નું ક્લાસીફિકેશન અને સમજ વિવિધ ક્લચરમાં બદલાય શકે અને સમય જતાં ડેવલપ થઈ શકે છે.વધુમાં, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઑફ મેન્ટલ ડિસઓર્ડર (DSM-5) નો ઉપયોગ સામાન્ય રીતે ક્લાસીફિકેશન માટે થાય છે, પરંતુ તેમાં અપડેટ થઈ શકે છે. ટ્રીટમેન્ટ એપ્રોચમાં ઘણીવાર સાયકોથેરાપી,બિહેવિયરલ ઇન્ટરવેનશન અને કેટલીકવાર ફાર્માકોથેરાપીનો સમાવેશ થાય છે. તેમના સેક્સ્યુઅલ હેલ્થ ને રિલેટેડ પ્રોબ્લેમ્સ ધરાવતી વ્યક્તિઓ માટે ક્વોલિફાઈડ હેલ્થકેર પ્રોફેશનલ્સની help લેવી ઈમ્પોર્ટન્ટ છે કે જેઓ diversity (વિવિધતા) પ્રત્યે સેન્સિટિવીટી અને રિસ્પેક્ટ સાથે આ issue ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે.

🔸e) Occupational therapy – ઓક્યુપેશનલ થેરાપી

  • ઓક્યુપેશનલ થેરાપી નો પ્રાઇમરી ગોલ એ અનેબલ પીપલને તેની લાઇફની એક્ટિવિટીસમાં પાર્ટીસિપેટ કરવા માટે છે ઓક્યુપેશનલ થેરાપી ની હેલ્પ થી પર્સનને તેની ફરીથી ઇન્ડિપેન્ડન્સ લિવિંગ એક્ટિવિટીઝ કરવામાં મદદ મળે છે
  • મેન્ટલ રિહેબિલીટેશન માટે ઉપયોગમાં લેવાતી કેટલીક પદ્ધતિઓમાં હાઉસિંગ પ્લેસમેન્ટ (દા.ત. હાફવે હોમ્સ, દેખરેખ હેઠળના આવાસ), વ્યાવસાયિક તાલીમ (આશ્રય વર્કશોપ, વ્યાવસાયિક માર્ગદર્શન)નો સમાવેશ થાય છે.
  • મેન્ટલ હેલ્થ મા ઓક્યુપેશનલ થેરાપી નો હેતુ લોકોને માનસિક અને ભાવનાત્મક બિમારીઓ દ્વારા લાદવામાં આવતા રોજિંદા જીવનના પડકારોનો સામનો કરવામાં મદદ કરવાનો છે.
  • ઓક્યુપેશનલ થેરાપિસ્ટ સમસ્યાના વિસ્તારો શોધી કાઢે છે અને તેના અનુસાર પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.

માનસિક દર્દીઓમાં સમસ્યાના વિસ્તારો-

  1. મોટર (દા.ત. સાયકોમોટર પ્રવૃત્તિ).
  2. સંવેદનાત્મક (દા.ત. આભાસ, ભ્રમણા)
  3. જ્ઞાનાત્મક (દા.ત. નિર્ણય લેવો, સમસ્યાનું નિરાકરણ)
  4. આંતરવ્યક્તિત્વ (દા.ત. સ્વ-વિભાવના, લાગણીઓ)
  5. આંતરવ્યક્તિત્વ (દા.ત. સમાજીકરણ, સંચાર)
  6. સ્વ-સંભાળ (દા.ત. રોજિંદા જીવનની મૂળભૂત અને સાધનાત્મક પ્રવૃત્તિઓ)
  7. ઉત્પાદકતા (દા.ત. કામ, નોકરી)
  8. લેઝર (દા.ત. રસ, આનંદપ્રદ પ્રવૃત્તિઓ)
  • Occupational therapy approaches
    . ટાસ્ક ની નજીક પહોંચવાના ન્યુ ટીચિંગ વે શીખવા એક્ટિવિટીઝને અચીવ કરવા માટે તેને બ્રેક ડાઉન કરી અને પૂર્ણ કરવી
  • એડેપ્ટિવ એક્ટિવિટીઝ શીખવી
  • Role of nurse…
    ફેમિલી ગ્રુપ એન્ડ કોમ્યુનિટીઝ ની ગુડ હેલ્થ એન્ડ વેલ્બીંગ માટે નર્સ એ વર્ક કરવું જોઈએ
  • નર્સ એ ક્લાઈન્ટ નું ઓક્યુપેશનલ એસેસમેન્ટ કરવું જોઈએ
  • ક્લાઈન્ટ ને ઓક્યુપેશનલ થેરાપીમાં ઇન્વોલ્વ થવા માટે એનકરેજ કરવું જોઈએ
  • થેરાપીસની અંદર થેરાપિસ્ટ ને હેલ્પ કરવી જોઈએ

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લાખો ( કોઈ પણ છ ) 12

🔸a) Memory મેમરી

  • માણસ ઘણા લાંબા સમય સુધી ઇન્ફોર્મેશનને સ્ટોર કરી શકે છે અને સાચવી શકે છે અને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ફરી તેને યાદ કરી શકે છે. જેને મેમરી તરીકે ઓળખવામાં આવે છે.
  • મેમરી એટલે કે અનુભવને સ્ટોર કરવાનો પાવર. કે જે અનુભવ મળ્યા પછી થોડા સમય પછી જ્યારે જરૂર હોય ત્યારે તેને ફરીથી જાગૃત અવસ્થામાં લાવી શકાય છે.
  • મેમરી એ એક ન્યુરોકેમિકલ પ્રોસેસ છે. જેમાં બ્રેઇન દ્વારા ઇન્ફોર્મેશનને સાચવામાં આવે છે અને જરૂર પડીએ ફરી પાછી મેળવી શકાય છે.

🔸b) Autism -ઓટીઝમ:- ઓટીઝમ એ ન્યુરો-ડેવલોપમેન્ટલ ડિસઓર્ડર છે. જેમાં કોમ્યુનિકેશન ઇમ્પેર થાય છે. જેમાં વ્યક્તિએ વાતચીત કરતો નથી અને બહારની દુનિયા થી દૂર થઈ જાય છે અને પોતાની દુનિયામાં મસ્તાન રહે છે અને પોતાની જ દુનિયામાં જીવે છે.

🔸c) Delusion- ડેલ્યુંઝન : ડિલ્યુશનમાં વ્યક્તિ બહારની વાસ્તવિકતા વિશે ખોટી માન્યતા ધરાવે છે જેમાં વ્યક્તિને એમ લાગે છે કે તેની વિરુદ્ધ પુરાવાઓ ભેગા કરવામાં આવે છે અને તેની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવે છે આ બધું પર્સનના એજ્યુકેશન અને કલ્ચર બેકગ્રાઉન્ડની બહાર હોય છે. સ્કિઝોફ્રેનિઆ, બાયપોલાર ડિસઓર્ડર તેમજ સિવિયર ડિપ્રેશન વાળા પેશન્ટમાં ડિલ્યુશનમાં જોવા મળે છે.

🔸d) Ego-ઈગો:- ઈગો એ પર્સનાલિટીનો એક ડિસિઝન મેકિંગ કમ્પોનન્ટ છે. જે ઇડ અને સુપર ઇગો વચ્ચે બેલેન્સ મેન્ટેન કરવાનું કામ કરે છે. ઇગો એ માઈન્ડનો પાર્સિયલી કોન્સિયસ પાર્ટ છે. જે ત્રણ વર્ષની ઉંમરે ડેવલપ થાય છે. ઇગો એ રિયાલીટીના પ્રિન્સિપલ પર વર્ક કરે છે.

🔸e) Defense mechanism-ડીફેન્સમીકેનીઝમ :- ડિફેન્સ મિકેનિઝમ એ આપણા મનની પ્રતિક્રિયા અને પ્રતિભાવ છે જે તેના પર થતી અસર દ્વારા ઉદભવે છે. ડિફેન્સ મિકેનિઝમ એ વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવતી સાયકોલોજીકલ વ્યૂહરચના છે. જેનો ઉપયોગ વ્યક્તિ વાસ્તવિકતા (રિયાલીટી) નો સામનો કરવા અને સેલ્ફ ઈમેજ જાળવવા માટે કરે છે. જેને વિવિધ એકમો દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. હેલ્થી વ્યક્તિઓ સામાન્ય રીતે જીવનભર ડિફેન્સ મિકેનિઝમનો ઉપયોગ કરતા હોય છે.

🔸f) Mania – મેનિઆ :- મેનિયા એ મૂડ ડિસઓર્ડર છે જેમાં મૂડ એલીવેશન, ઈન્ક્રીઝ સાયકો મોટર એક્ટિવિટી અને ફ્લાઈટ ઓફ આઈડિયાઝ મુખ્યત્વે જોવા મળે છે.

  • મેનિક એપિસોડ એ વિશિષ્ટ સમયગાળો છે જે દરમિયાન એબનોર્મલી અને પર્સિસ્ત્ન્ટલી એલીવેટેડ, એક્સપેન્સિવ અને ઇરીટેબલ મૂડ જોવા મળે છે અને આ એબનોર્મલ મૂડનો સમયગાળો ઓછામાં ઓછો એક વીક જોવા મળે છે.

🔸g) Phobia – ફોબીઆ:- કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ, વ્યક્તિ અથવા પરિસ્થિતિનો અતિશયોક્તિપૂર્ણ સામાન્ય રીતે સમજાવી ન શકાય એવો અને અતાર્કિક ડરને ફોબિયા તરીકે ઓળખવામાં આવે છે જે સામાન્ય રીતે તેની ઉંમર ધરાવતા લોકોમાં જોવા મળતો નથી. ઉદાહરણ તરીકે ઊંચાઈનો ડર (એક્રોફોબિયા)

🔸h) Projection -પ્રોજેક્શન:- પ્રોજેક્શન એ વારંવાર ઉપયોગમાં લેવાતું ડિફેન્સ મેકેનિઝમ છે. જેમાં અસ્વીકૃટ વિચારો, તરંગો અને કામનાઓને બીજા પર ટ્રાન્સફર કરવામાં આવે છે. આમાં વ્યક્તિ પોતાની ભૂલોને અન્ય લોકો પર દોષારોપણ કરે છે. ઉદાહરણ તરીકે, કોઈપણ સ્ટુડન્ટ જયારે પરીક્ષામાં ફેઇલ થાય ત્યારે તે પોતાના વાંક કાઢવાને બદલે એક્સામીનરના વાંક કાઢે છે કે તેમણે પેપર બરાબર ચેક કર્યુ નથી.

Q-6(A) Fill in the blanks ખાલી જગ્યા પૂરો 05

1.Pathological impairment of memory is known as ——- યાદશક્તિની પેથોલોજીકલ ક્ષતિ—— તરીકે ઓળખાય છે. Amnesia (એમનેસિયા)

2.In ECT ——voltage current is passed. ઈસીટીમાં——— વોલ્ટેજ કરન્ટ પસાર કરવામાં આવે છે. 70-120 વોલ્ટ્સ

3. Absence of pleasure feeling in any activity is called ——– કોઈપણ પ્રવૃતિ માટે આનંદનો અનુભવ ન થવો તેને——-કહે છે. Anhedonia (એન્હેડોનિયા)

4,Lack of awareness of correct time, place and person is called——- સાચો સમય, જગ્યા અને વ્યકિત ઓળખવાની ક્ષમતાના અભાવને ——–કહે છે. Disorientation (ડિસોરિયનટેશન)

5.——–is a choice of drug for patient with mania. મેનીયાના દર્દીમાં ——-એ ચોઈસ ઓફ ડ્રગ છે. Lithium (લિથિયમ)

(B) True or False – ખરા ખોટા જણાવો. 05

1.Indian lunacy act was passed in 1812. ઈન્ડીઅન લ્યુનસી એકટ ૧૮૧૨ માં પસાર થયો.❌

2.All mentally ill persons are dangerous. બધા માનસિક બિમાર લોકો ભયજનક હોય છે.❌

3.Person with unsound mind cannot give vote. માનસિક અસ્થિરતા ધરાવતી વ્યકિત મત આપી શકતી નથી.✅

4.Euphoria is seen in depression યુફોરીયા ડિપ્રેશનમાં જોવા મળે છે.❌

5.Elevation of mood is a primary symptom of mania. મુડમાં થતો વધારો મેનીયાનું પ્રાથમિક લક્ષણ છે.✅

(C) Match the following – નીચેના જોડકા જોડો. 05

A b

1.Agorophobia-એગોરોકોબીઆ 1.Anti-depressant drugs- એન્ટી ડિપ્રેસન્ટ ડ્રગ્સ

2.Haloperidol- હેલોપેરીડોલ 2. Anti-convulsant drugs -એન્ટી કેન્વલજન્ટ ડ્રગ્સ

3.Imipramine-ઈમીપ્રામીન 3.Fear of open place-ફીવર ઓફ ઓપન પ્લેસ

4.Gustatory Hallucination 4. Fear of High place- ફીવર ઓફ હાઈ પ્લેસ -ગેસ્ટેટરી હેલ્યુસીનેશન

5.Chorea- કોરીઆ 5.Anti-psychotic drugs-એન્ટી સાયકોટીક ડ્રગ્સ

6.Perception of tasting something that is not really there – એવી વસ્તુનો સ્વાદ ચાખવાની ધારણા જે ખરેખર નથી

7.Unvoluntary muscular movement – અનૈચ્છિક મસલ્સમાં મુવમેન્ટ થવી

ANSWER :-

1) Agrophobia – 3.fear of open place
2) Haloperidol – 5. anti psychotic drug
3) Imipramine – 1.anti depressant drug
4) Gustatory hallucination – 6.perception of tasting something
5) chrorea – 7.involuntary muscular movement

💪 💥☺ALL THE BEST ☺💥💪

Published
Categorized as GNM-S.Y.PSY.PAPER