skip to main content

GNM-T.Y-Midwif& Gynecological-31/08/2020 (DONE-upload-paper-no.2)

GNM-T.Y-Midwif& Gynecological-31/08/2020

Q-1

🔸a. Enlist the objective and d subjective signs of pregnancy, 05 પ્રેગનેન્સીના ઓબ્જેકીવ અને સબ્જેકટીવ ચિન્હો નુ લીસ્ટ બનાવો.

પ્રેગનેન્સીના ઓબ્જેકીવ અને સબ્જેકટીવ ચિહ્નો નુ લીસ્ટ:

ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર (1- 12(1-3 મંથ) week):

સબ્જેક્ટિવ સિમ્ટોમ્સ:

  • એમિનોરિયા,
  • મોર્નિંગ સિકનેસ,
  • ફ્રિકવન્સી ઓફ મિકચ્યુરેશન,
  • બ્રેસ્ટ ડિસ્કકમ્ફર્ટ,
  • ફટીગ( થાક લાગવો)

એમેનોરિયા: હેલ્ધી મેરીડ વુમનમાં રીપ્રોડક્ટિવ પિરિયડ દરમિયાન લાસ્ટ મેન્સ્ટ્રુએશન પિરિયડ પછી ના 6 વિક થી એમેનોરિયા તો તે મોસ્ટલી પ્રેગનેન્સી ના કારણે હોય છે.

મોર્નિંગ સિકનેસ : એમાં મોટેભાગે મધર ને નોઝીયા એન્ડ વોમિટિંગ થાય છે.

ફ્રિકવન્સી ઓફ મિકચ્યુરેશન : પ્રેગ્નન્સી ના 8 થી 12 વીકમાં બ્લાડર પર બલ્કીયુટ્રસ નું પ્રેશર આવવાના કારણે ફ્રિકવન્સી ઓફ મિક્ચ્યુરેશન જોવા મળે છે.

બ્રેસ્ટ ડિસ્કકમ્ફર્ટ: 6 થી 8 વિક દરમિયાન બ્રેસ્ટમાં ફૂલનેસ સેન્સેસન થવાના કારણે ડિસ્કકમ્ફર્ટ થાય છે.

ફટીગ (થાક લાગવો): આ સીમટોન્સ એ અર્લી પ્રેગનેન્સી સમય દરમિયાન જોવા મળે છે અને ઘણી પ્રેગનેટ વુમન માં એક્સપિરિયન્સ થાય છે.

ઓબ્જેકટીવ સાઇન:

બ્રેસ્ટ ચેન્જીસ, ચેન્જીસ પર એબડોમન એન્ડ પેલ્વિક ચેન્જીસ, ઇમ્યુનોલોજીકલ ટેસ્ટ

બ્રેસ્ટ ચેન્જીસ:

  • બ્રેસ્ટ ચેન્જીસ એ પ્રાઇમીગ્રેવિડા માં વધારે ક્લિયરલી થાય છે.
  • આ બેસ્ટ ચેન્જીસ કે 6 થી 8 વિક દરમિયાન થાય છે.
  • સ્કિન ની નીચેથી ડેલિકેટ વેઇન દેખાય છે અને બ્રેસ્ટ એ એન્લાર્જ થાય છે.
  • નીપલ અને પ્રાઇમરી એરીયોલા વધારે પિગ્મેન્ટેડ થાય છે.
  • મોન્ટગમેરી ટ્યુબરકલ પ્રોમિનન્ટ દેખાય છે.
  • તથા 12 વિકની પ્રેગનેન્સી દરમિયાનથી થી યલોવીસ સિક્રીશન (કોલેસ્ટ્રોમ) એક્સપ્રેસ કરી શકાય છે.

પર એબડોમન ચેન્જીસ એન્ડ પેલ્વિક ચેન્જીસ:

પર એબડોમન: યુટ્રસ એ 12 વીકની પ્રેગનેન્સી સુધી પેલ્વીક ઓર્ગન તરીકે હોય છે અને ત્યારબાદ યુટ્રસ એ પર એબડોમન સુપરાપ્યુબિક બલ્જ (ઉપસેલો ભાગ)તરીકે ફીલ થાય છે.

પેલ્વિક ચેન્જીસ: આ ચેન્જીસ એ વૈવિધ્યસભર છે અને જુદા જુદા સમયગાળામાં દેખાય છે.

  • 1)જેક્મીયર સાઇન, ચેડ્વિક સાઇન,
  • 2) વજાઇનલ સાઇન(ઓસિએન્ડર સાઇન),
  • 3)સર્વાઇકલ સાઇન
  • (ગુડેલ સાઇન),
  • 4)યુટેરાઇન સાઇન (પિકસેક સાઇન),
  • 5)હેગાર સાઇન,
  • 6) પાલ્મર સાઇન.
  • 1) જેક્મીયર સાઇન:
  • વજાઇના ની વોલ એ હાઇપરટ્રોફોઇડ, ઇડીમાટોસ,અને વધારે વાસ્ક્યુલર બને છે.
  • વજાઇનલ વોલમાં વિનસ બ્લડ સપ્લાય વધવાથી વજાઇનલ મ્યુકોઝા નુ બ્લુઇસ ડિસ્કલરેશન જોવા મળે છે તેને જેક્મીયર સાઇન” કહેવામાં આવે છે.

•> ચેડ્વિક સાઇન: આ સાઇન એ પ્રેગનેન્સી ના 8 વીક દરમ્યાન જોવા મળે છે. તેમાં લોકલ વાસ્ક્યુલર ચેન્જીસ થવાના કારણે સર્વિક્સ, વજાયના તથા લેબિયા માઇનોરા નુ બ્લ્યુઇસ ડિસ્કલરેશન જોવા મળે છે. જેને “ચેડ્વિક સાઇન” કહેવાય છે.

2)વજાઇનલ સાઇન(ઓસિએન્ડર સાઇન):

  • એન્ટિરિયર વજાયનલ વોલ માં બ્લુઇસ ડિસ્કલરેશન, એન્ટિરિયર વજાઇનલ વોલ એ સોફ્ટ થાય, તથા 6 વિક થી નોન ઇરીટેટીંગ મ્યુકોઇડ ડિસ્ચાર્જ જોવા મળે છે.
  • તેમાં સાથે સાથે 8 વિક દરમિયાન લેટરલ ફોરનિક્સ દ્વારા પલ્સેપ્શન ફિલ થાય છે જેને “ઓસિએન્ડર સાઇન” કહેવામાં આવે છે.

3)સર્વાઇકલ સાઇન

(ગુડેલ સાઇન):

  • સર્વાઇકલ સાઇન એ 6 વીક ની પ્રેગનેન્સી દરમિયાન જોવા મળે છે.
  • જેમાં સર્વિક્સ એ વાકયુલર,એડીમાટોસ તથા હાઇપર ટ્રોઇડ અને હાઇપરપ્લેસિયા થાય છે.
  • જેમાં સર્વિક એ સોફ્ટ બને છે તેને “ગુડેલ સાઇન” કહેવામાં આવે છે.

4)યુટેરાઇન સાઇન :

સાઇઝ,સેપ અને કન્સિસ્ટન્સી:

  • 6 વિકએ યુટ્રસ એ મરઘીના ઇંડા જેટલુ,
  • 8 વિક એ ક્રિકેટ ના બોલ જેટલુ,
  • અને 12 વિક એ ફીટલ ના હેડ જેટલું હોય છે.
  • યુટ્રસ નો નોનપ્રેગ્નેન્ટ સ્ટેજ મા રહેલો પાયરિફોમૅ સેપ એ 12 વિક દરમિયાન ગ્લોબ્યુલર થાય છે. યુટ્રસ એ સોફ્ટ અને ઇલાસ્ટિક બને છે.

પિસ્કસેક સાઇન: જો યુટ્રસ મા લેટરલ ઇમ્પ્લાન્ટેશન થાય, તો યુટ્રસ નું સિમેટ્રીકલ એન્લાર્જમેન્ટ થય શકે છે. આને “પિસ્કસેક સાઇન” કહેવામાં આવે છે, જ્યાં એક અડધો ભાગ બીજા કરતાં વધુ ફિર્મ (મજબૂત) હોય છે.

5)હેગાર સાઇન:

  • હેગાર સાઇન એ 6- 10 વિક દરમિયાન જોવા મળે છે.
  • જેમાં યુટ્રસ નો અપર બોડી પાર્ટ એ ગ્રોવિંગ ફિટર્સના કારણે એન્લાર્જ થાય છે.
  • યુટ્રસ ના લોવર સેગ્મેન્ટમાં વાસ્ક્યુલારિટી ઇન્ક્રીઝ થવાના કારણે સોફ્ટ થાય છે.
  • તેમાં સર્વીક્સ નુ સાઇનોસીસ અને સોફ્ટનીંગ થાય જેને “હેગાર સાઇન” કહેવાય છે.

6) પાલ્મર સાઇન: પાલ્મર સાઇન માં 4 થી 8 વિક દરમિયાન યુટ્રસ ના બાયમેન્યુઅલ એક્ઝામિનેશન માં યુટ્રસ નું રેગ્યુલર અને રિધેમીક કોન્ટ્રાક્શન થાય છે.તેને “પાલ્મર સાઇન” કહેવાય છે.

ઇમ્યુનોલોજીકલ ટેસ્ટ ફોર ડાયગ્નોસીસ ઓફ પ્રેગ્નેન્સિ:
પ્રેગ્નન્સી ટેસ્ટ મેટરનલ યુરીન અથવા સિરમ માં એન્ટીજન( HCG )હોય છે તેના પર આધાર રાખે છે.

  • Ex: એગ્લુટીનેશન ઇન્હીબીસન ટેસ્ટ યુરીન નું એક ડ્રોપ હ્યુમન કોરિયોનિક ગોનાડ્રોફિન (HCG)એન્ટીબોડી વાળા વન ડ્રોપ સોલ્યુશનમાં મિક્સ કરવામાં આવે છે.
  • જો હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોટ્રોફિન યુરિનમાં પ્રેઝન્ટ નહીં હોય( વુમન એ પ્રેગનેન્ટ ના હોય) તો એન્ટીબોડી ફ્રી રહેશે.
  • હવે વન ડ્રોપ સોલ્યુશન લેવું કે જેમાં લેટેક્સ પાર્ટીકલ્સ હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફીન થી કોટેડ કરેલા હોય, જો એગ્લુટીનેસન થાય તો પ્રેગનેન્સી ટેસ્ટ નેગેટિવ છે.
  • હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફીન(HCG)એ યુરિનમાં પ્રેઝન્ટ હોય તો તે અવેઇલેબલ એન્ટીબોડી ને બાઇન્ડ કરે છે.
  • હવે વન ડ્રોપ સોલ્યુશન લેવું કે જેમાં લેટેક્સ પાર્ટીકલ્સ હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોટ્રોફિન ટ્રોફીન થી કોટેડ કરેલા હોય તો બીજું એગ્લુટીનેશન થતું નથી કારણ કે તે અવેઇલેબલ એન્ટીબોડીને બાઇન્ડ કરે છે આથી પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ છે.

અલ્ટ્રાસોનોગ્રાફી: ટ્રાન્સ વજાઇનલ સોનોગ્રાફી દ્વારા ફીટલ વાયેબિલીટી અને જેસ્ટેશનલ એજ નક્કી થાય છે.

સેકન્ડ ટ્રાઇમેસ્ટર( 13 થી 28 વિક ( 4- 7 મંથ)):

સબ્જેક્ટીવ સિમ્ટોમ્સ:

  • મોટેભાગે નોઝિયા, વોમિટિંગ અને ફ્રિકવન્સી ઓફ મિકચ્યુરેશન થાય છે અને એમિનોરિયા કંટીન્યુ રહે છે.
  • નવા ફીચર્સ અપીયર થાય છે જેવા કે ક્વિકનીંગ(વુમન ને એક્ટિવ ફિટલ મુવમેન્ટ ફીલ થાય છે).
  • તે મલ્ટીપારા માં મોટેભાગે 18 વીક એટલે કે આશરે બે વિક પહેલા થાય છે તેનાથી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી કેલ્ક્યુલેટ કરવા માટે એક્યુરેસી આવે છે.
  • લોવર યુટ્રસ્ટ નું પ્રોગ્રેસિવ એન્લાર્જમેન્ટ થાય છે.

ઓબ્જેકટીવ સીમટોમ્સ:

  • 1)જનરલ એક્ઝામિનેશન,
  • 2)એબડોમિનોલ એક્ઝામિનેશન,
  • 3)વજાઇનલ એક્ઝામિનેશન,
  • 4)ઇન્વેસ્ટિગેશન્સ.

1)જનરલ એક્ઝામિનેશન:

a) ક્લોઝમાં: 24th વિક એ પિગ્મેન્ટેસન એ ફોરહેડ અને ચિક પર દેખાય છે.

b)બ્રેસ્ટ ચેન્જીસ:

  • પ્રોમીનેન્ટ વેઇન સાથે બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ થાય છે.
  • 20 th વિક દરમિયાન સેકન્ડરી એરીયોલા અપીયર થાય છે.
  • 16 th વીકે કોલેસ્ટ્રોમ એ થીક અને યેલોવીશ થાય છે.
  • એડવાન્સ વિક સાથે સ્ટ્રાયા જુદી-જુદી ડિગ્રી મા જોવા મળે છે.

2)એબડોમિનોલ એક્ઝામિનેશન:
a) ઇન્સપેક્સન,
b)પાલ્પેસન,
c)અસ્કલટેશન,

a) ઇન્સપેક્સન:

  • 20th વીક થી લાઇના નાઇગ્રા( સિમ્ફાઇસીસ પ્યુબીસ થી એનસીફોર્મ કાર્ટીલેજ સુધી બ્રાઉનીશ કલરની પેગમેન્ટેડ લાઇન અપીયર થાય છે)જોવા મળે છે.
  • લોવર એબડોમન પર સ્ટ્રાયા ગ્રેવીડેરમ જોવા મળે છે

b)પાલ્પેસન:

  • ફંડલ હાઇટ ઇન્ક્રીઝ થાય છે,
  • 16 th વિક એ યુટ્રસ ની હાઇટ એ સિમ્ફાયસીસ પ્યુબીસ અને અંબેલિકલ ની વચ્ચે હોય છે.
  • 24th વિક પર અંબેલિકલ લેવલે હોય છે.
  • યુટ્રસ એ સોફ્ટ અને ઇલાસ્ટિક ફીલ થાય છે.
  • યુટરસ ઓવોઇડ શેપ બને છે.
  • બ્રેકસ્ટોન હિક્સ કોન્ટ્રાકશન થાય છે.
  • 20th વિક થી એક્ટિવ ફિટલ મુવમેન્ટ ફીલ થાય છે.
  • 20 th વિક થી એક્સ્ટર્નલ બેલોટમેન્ટ થાય છે.

c)અસ્કલટેશન:

  • 18-20 વિકે ફિટલ હાર્ટ સાઉન્ડ ઓર્ડિનરી સ્ટેથોસ્કોપ થી સંભળાય છે. તેનું સાઉન્ડ એ વોચની ટીક જેવો હોય છે તેનું લોકેશન ફિટસની પોઝીશન પ્રમાણે હોય છે રેટ 110 – 160 / minute તેની જેટલો હોય છે.

વજાયનલ એક્ઝામિનેશન:

  • વલ્વા, વજાયના અને સર્વિક્સ નુ બ્લુઇસ ડિસ્કલરેશન થાય છે તથા સર્વિક્સ સોફ્ટ હોય છે.
  • 16 થી 18 વિક દરમિયાન ઇન્ટર્નલ બેલોટમેંટ થાય છે.

ઇન્વેસ્ટીગેશન્સ:
સોનોગ્રાફી:
રૂટીનલી સોનોગ્રાફી એ 18 થી 20 વિક દરમિયાન કરવામાં આવે છે જેમાં ફિટલ એનાટોમી, પ્લે સેન્ટલ સાઇટ અને સર્વાઇકલ કેનાલ ની ઇન્ટીગ્રિટી ને જોવામા આવે છે.

રેડિયોગ્રાફી: રેડિયો ગ્રાફી એ 16 th વિક દરમ્યાન કરવામાં આવે છે જેમાં ફીટલ સ્કેલેટલ સેડો જેવુ વિઝિબલ થાય છે.

લાસ્ટ / થર્ડ ટ્રાઇમેસ્ટર ( 29-40 વિક/ 7-9 મંથ):

સબ્જેક્ટીવ સીમટોમ્સ:

  • એમિનોરિયા,
  • થાક લાગવો,
  • લાઇટિંગ થવું (એટલે કે ફીટસના પ્રેઝન્ટિંગ પાર્ટનું લોવર યુટેરાઇન સેગમેન્ટ માં ડિસેન્ટ થવું).
  • ફ્રિકવન્સી ઓફ મિકચ્યુરેશન ફરીથી સ્ટાર્ટ થવું.
  • ફિટલ મુવમેન્ટ વધારે થવી.

ઓબ્જેકટીવ સિમ્ટોમ્સ:

  • પિગ્મેન્ટેસન અને સ્ટ્રાયા વધવાથી ક્યુટેનિયસ ચેન્જીસ વધારે પ્રોમિનન્ટ થાય છે.
  • યુટેરાઇન સેપ એ 36th વીક પછી સિલિન્ડરિકલ માંથી સ્ફેરિકલ બને છે.
  • ફિટલ મુવમેન્ટ એ ઇઝીલી ફિલ થાય છે.
  • ફન્ડલ હાઇટ એ નીચે પ્રમાણે થાય છે:

1) At 32th વિક: 32 વીક પર ફંડલ હાઇટ એ અપર અને મિડલ થર્ડ ના જંકશન સુધી જોવા મળે છે.

2)At 36th વિક: ફંડલ હાઇટ એ એનસીફોર્મ કાર્ટીલેજ સુધી આવે છે.

3)At 40 th વિક:

  • ફિટસના એંગેજમેન્ટ થવાના કારણે ફંડલ હાઇટ એ 32 વીક સુધીની ફંડલ હાઇટ હોય ત્યાં સુધી આવે છે.
  • ફીટલ પાર્ટ્સના પાલ્પેસન થી ફીટસની લાય, પ્રેઝન્ટેશન અને પોઝિશન નક્કી કરી શકાય છે.
  • ફિટલ હાર્ટ સાઉન્ડ ઓડિબલ હોય છે.
  • સોનોગ્રાફીમાં ફિટસ ના ગ્રોથ નું અસેસમેન્ટ થય શકે છે.
  • એમ્નીઓટીક ફ્લુઇડ ના વોલ્યુમ નું એસેસમેન્ટ.
  • ફિટલ મુવમેન્ટ વધારે ફિલ થાય છે.

🔸b. Discuss the objectives of antenatal care, એન્ટીનેટલ કેરના હેતુઓ લખો. 05

એન્ટીનેટલ કેરના ઓબ્જેકટીવ્સ: એન્ટિનેટલ કેરનો ઓબ્જેકટીવ્સ એ ફીટસ તથા મધરની ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રુવ કરવુ તથા મધર તથા ફિટસ ના વેલ્બિંગ ને ઇમ્પ્રુવ કરવુ તથા કોમ્પ્લિકેશન થતુ પ્રિવેન્ટ કરવું એ એક મેઇન એઇમ છે.

1) મોનિટરિંગ મેટરનલ હેલ્થ

  • રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરવાથી મધરની ઓવરઓલ હેલ્થ ને મોનિટર કરી શકાય, જેમ કે બ્લડપ્રેશર,વેઇટ ગેઇન,તથા ઓવરઓલ વેલ્બિંગ વગેરે ને પ્રોપરલી અશેસ કરવું જેના કારણે મધર ને કોઇ પણ પ્રકારની કોમ્પ્લિકેશન હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી શકાય. તથા તેને અર્લી ટ્રીટ કરી તેને ફરધર વઝૅ થતું પ્રિવેન્ટ કરી શકાય.

2) મોનિટરિંગ ફીટલ હેલ્થ

  • એન્ટિનેટલ કેરમા ફીટસ નુ અસેસમેન્ટ કરવુ જેમા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન,ફિટલ હાર્ટબીટ મોનીટરીંગ, તથા અધર ટેસ્ટ ને પ્રોપરલી કરવા જેના કારણે ફિટસ નુ ગ્રોથ તથા ડેવલપમેન્ટ પ્રોપરલી થય શકે. જો ચાઇલ્ડ ને કોઇપણ એમનોર્માલિટી હોય તો તેનું અર્લી ડિટેક્શન થય શકે તથા તેનું પ્રોપરલી મેનેજમેન્ટ થય શકે.

3) હેલ્થ એજ્યુકેશન

  • એન્ટિનેટલ કેર એ એક્સપેક્ટન્ટ મધર્સ ને એપ્રોપ્રિએટ એજ્યુકેશન ની ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે.જેમા પ્રગ્નેન્સી, ચાઇલ્ડ બર્થ,બ્રેસ્ટ ફિડીંગ,ન્યુટ્રીશન તથા પેરેનટીંગ વિશેના એજ્યુકેશનની ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે. આ એજ્યુકેશન એ એન્ટીનેટલ મધર ને પ્રોપરલી ડિસિઝન લેવામા હેલ્પફુલ થય શકે છે.

4)પ્રેગ્નેન્સિ રિલેટેડ

  • કોમ્પ્લીકેશન નુ અર્લી ડિટેક્શન કરી તેનુ પ્રોપર મેનેજમેન્ટ કરવા માટે એન્ટિનેટલ કેર વિઝીટ કરવાથી પ્રેગ્નેન્સિ રિલેટેડ કોમ્પ્લીકેશન નુ અર્લી ડિટેક્શન કરી કરી શકાય છે તથા તેનું ટાઇમલી મેનેજમેન્ટ કરી શકાય છે. જેમ કે,જેસ્ટેશનલ ડાયાબિટીસ, પ્રિએક્લેમ્પસીયા, ઇન્ફેક્શન તથા બીજા પ્રેગનેન્સી રિલેટેડ રિસ્ક કે જે પ્રેગનેન્સીને અફેક્ટ કરી શકે છે.

5) પ્રિપેરેશન ફોર ચાઇલ્ડબર્થ

  • એન્ટિનેટલ કેર સેસન માં બર્થ પ્લાનિંગ, પ્રિપ્રેશન ફોર લેબર, તથા ડીલેવરી ના ઓપ્શન્સ વિશે ડિસ્કશન કરવામાં આવે છે. આ ડિસ્કશન કરવાથી મધર તથા તેના ફેમિલી મેમ્બર્સ એ મેન્ટલી તથા પ્રેક્ટીકલી ચાઇલ્ડ બર્થ માટે પ્રિપેર થય શકે.

6) સાયકોલોજીકલ સપોર્ટ

  • પ્રેગ્નેન્સી ના કારણે ઇમોશનલ તથા સાઇકોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે. એન્ટિનેટલ કેર માં સપોર્ટીવ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે કે જેમાં એક્સપેક્ટન્ટ મધર એ તેની એન્ઝાઇટી ,ફિયર તથા ડાઉટ્સ વિશે ડિસ્કશન કરી તેને ક્લિયર કરી શકે છે તથા તેની એન્ઝાઇટી અને ફિયર ને રીડ્યુસ કરી શકે છે અને ઇમોશનલી વેલ્બિંગ ફીલ કરી શકે છે.

7) પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ મેટરનલ એન્ડ ઇન્ફન્ટ કોમ્પ્લિકેશન

  • એન્ટીનેટલ કેર ઇન્ટરવેન્શન માં ઇમ્યુનાઇઝેશન, આયર્ન તથા ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન, એન્ડ પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે જેના કારણે પ્રેગનેન્સી અને ચાઇલ્ડબર્થ રિલેટેડ રિસ્ક તથા કોમ્પ્લિકેશન એ પ્રિવેન્ટ કરી શકાય.

8) પ્રમોશન ઓફ હેલ્ધી બીહેવ્યર

  • એન્ટિનેટલ કેરમાં બિહેવ્યર ને પ્રમોટ કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં સ્મોકિંગ સેસેસન, આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ અવોઇડિંગ, મેન્ટેનીંગ બેલેન્સ ડાયટ, તથા ફિઝિકલી એક્ટિવ રહેવું આ બિહેવ્યર એ હેલ્ધી પ્રેગનેન્સી આઉટકમ માટે અગત્યનું હોય છે.

9) પોસ્ટપાર્ટમ પ્લાનિંગ

  • એન્ટિનેટલ કેરમાં પોસ્ટ પાર્ટમ કેર વિશે પણ ડિસ્કશન કરવામાં આવે છે જેમાં,પોસ્ટ પાર્ટમ કેર,
  • બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ તથા ફેમિલી પ્લાનિંગ ના ઓપ્શન્સ વિશે ડિસ્કસન કરવામાં આવી છે.
  • ઓવરઓલ એન્ટિનેટલ કેર નો ઓબ્જેકટીવ્સ એ હેલ્ધિ પ્રેગ્નેન્સી હોવી, કોઇપણ રિસ્ક તથા કોમ્પ્લિકેશન હોય તો તેનું પ્રોપરલી મેનેજમેન્ટ કરવું, ચાઇલ્ડ બર્થ માટે મધર ને પ્રીપેર કરવી, તથા થ્રોઆઉટ પ્રેગ્નન્સી સમય દરમિયાન મધર તથા ફિટસ ની હેલ્થને પ્રોપરલી મેઇન્ટેન રાખવી એ હોય છે.

🔸c. Define normal labour. Enlist the stages of labour. Describe the nursing management of first stage of labour. 10 નોર્મલ લેબરની વ્યાખ્યા લખો. લેબરના સ્ટેજીસનુ લીસ્ટ બનાવો. લેબરના ફસ્કટ સ્ટેજનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.

નોર્મલ વેબરની વ્યાખ્યા ,
લેબરના સ્ટેજીસનુ લીસ્ટ,
લેબરના ફર્સ્ટ સ્ટેજનું નર્સિંગ મેનેજમેન્ટ:

લેબર:
યુટ્રસ(વોમ્બ)માંથી વજાઇ ના દ્વારા આઉટર વર્લ્ડ માં કન્સેપ્સન ની વાયેબલ પ્રોડક્ટ ને બહાર લાવવા માટે જીનાઇટલ ઓર્ગન્સ માં જે ઇવેન્ટ ની સિરીઝ રચાય છે તેને “લેબર” કહેવામાં આવે છે.

જે વુમન લેબરમાં હોય તેને “પારટ્યુરિઅન્ટ” કહેવામા આવે છે.
તથા
બર્થ આપવાની પ્રોસેસ ને “પાર્ટ્યુરીઝન” કહેવામાં આવે છે.

નોર્મલ લેબર ને યુટોશીયા પણ કહેવામાં આવે છે.
નોર્મલ લેબર એ ત્યારે કહેવામાં આવે છે જ્યારે નીચે પ્રમાણેના ક્રાઇટેરિયા એ ફૂલફીલ થઇ શકે.

  • 1) લેબર ની શરૂઆત એ સ્પોન્ટેનિયસલી તથા એટ ટમૅ (37 થી 48 વીક)પર હોવી જોઇએ.
  • 2)ફિટસ નુ વર્ટેક્સ પ્રેઝન્ટેશન( ફિટસ ના હેડ નો ઓક્સિપુટ નો પાટૅ એ યુટેરાઇન કેવીટી ના લોવર પાટૅ મા હોવુ તથા ફિટસ ની ચીન એ તેના ચેસ્ટ સાથે ટક્ડ થયેલી હોવી).
    હોવું જોઇએ.
  • 3)લેબર નો સમયગાળો એ વધારે ન હોવો જોઇએ(એટલે કે જો પ્રાઇમરી ગ્રેવીડા મધર હોય તો લેબર નો એવરેજ ડ્યુરેશન 12 અવર્સ નો તથા જો મલ્ટીપારા મધર હોય તો લેબરનો એવરેજ ડ્યુરેસન એ 6 અવર્સ નો હોવો જોઇએ)
  • 4) ઓછામાં ઓછી મદદ થી નેચરલી બર્થ થવું જોઇએ.
  • 5) મધર અને બેબી ની હેલ્થને અસર કરે તેવા કોઇપણ પ્રકારના કોમ્પ્લિકેશન ના હોવી જોઇએ.

••> લેબરના સ્ટેજીસ નુ લીસ્ટ:

લેબરના સ્ટેજીસ ને ચાર સ્ટેજીસ માં ડિવાઇડ કરવામાં આવેલા છે.

  • 1) ફસ્ટ સ્ટેજ ઓફ લેબર ,
  • 2) સેકન્ડ સ્ટેજ ઓફ લેબર,
  • 3) થર્ડ સ્ટેજ ઓફ લેબર,
  • 4) ફોર્થ સ્ટેજ ઓફ લેબર

••>1) ફસ્ટ સ્ટેજ ઓફ લેબર( સર્વાઇકલ સ્ટેજ):

  • ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર એ ચાઇલ્ડબર્થ નો ઇનીસીયલ ફેઝ છે. જેમાં સર્વિક્સ એ ગ્રેજ્યુલી ઓપન (ડાયલેટ)તથા થીન (એફેસમેન્ટ) થાય છે. જેના કારણે બેબી એ યુટેરાઇન કેવીટીમાંથી બર્થકેનાલ (વજાઇના) માં પાસ થય શકે. જેમાં રેગ્યુલર તથા રિધેમીક યુટેરાઇન કોન્સ્ટ્રકશન્સ જોવા મળે છે અને યુટેરાઇન કોન્ટ્રાકશન ની ફ્રિકવન્સી, ઇન્ટેન્સિટી તથા ડ્યુરેશન એ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે.
  • ફર્સ્ટ સ્ટેજ એ લેબર ના ટ્રૂ લેબર પેઇન થી સ્ટાર્ટ થય અને સર્વિક્સ ના ફૂલી ડાયલેટેસન( 10 cm) સુધીનું ગણાય છે.આ સ્ટેજ ને “સર્વાઇકલ સ્ટેજ” પણ કહેવામાં આવે છે.

લેબરના ફર્સ્ટ સ્ટેજ ને ફરધર 3 સ્ટેજ માં ડિવાઇડ કરવામાં આવેલા છે :

ફર્સ્ટ સ્ટેજ નો ટાઇમ પિરીયડ :
પ્રાઇમીગ્રેવીડા:=12-16 અવર્સ, અને
મલ્ટીગ્રેવીડા:=6-8 અવર્સ, નો હોય છે.

લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ત્રણ ફેઝીસ માં ડિવાઇડ થયેલો હોય છે.

  • 1) લેટન્ટ ફેઝ,
  • 2) એક્ટિવ ફેઝ,
  • 3)ટ્રાન્ઝીશનલ ફેઝ

1) લેટન્ટ ફેઝ,

  • -લેટન્ટ ફેઝ ને “પ્રોડોમલ લેબર” અથવા “પ્રિ-લેબર” તરીકે ઓળખવામાં આવે છે.
  • -આ સ્ટેજમાં 1-4 cm સેન્ટીમીટર જેટલું સર્વાઇકલ ડાયલેટેસન થાય છે.
  • -આ ફેઝ માં કોન્ટ્રાકશન એ 15 – 30 મિનિટે રીપીટ થાય છે અને 15- 30 સેકન્ડ સુધી રહે છે. -આ ફેઝ માં મધર એ ટોકેટીવ( વાતચીત કરી શકે તેમ) હોય છે.

2) એક્ટિવ ફેઝ,

  • -એક્ટિવ ફેઝ ને ડાયલેટેસન ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • -આ સેકન્ડ ફેઝ મા સર્વિક્સ એ 5 – 7 સેન્ટિમીટર જેટલું ડાયલેટ થાય છે. -તથા કોન્ટ્રાક્શન એ 3-5 મિનિટે રીપીટ થાય છે અને 45 – 60 સેકન્ડ સુધી જોવા મળે છે. -આ સ્ટેજમાં મધર ને રેસ્ટલેસનેસ ફીલ થાય છે.

3)ટ્રાન્ઝીશનલ ફેઝ

  • ટ્રાન્ઝીશનલ ફેઝ મા સર્વિક્સ નુ ડાયલેટેસન એ 8-10 cm જેટલુ થાય છે.
    કોન્ટ્રાકશન એ 2-3 મિનિટે રીપીટ થાય છે અને 60 થી 90 સેકન્ડ સુધી જોવા મળે છે.
  • ઓવરઓલ લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ક્રિટીકલ પિરિયડ છે કે જેમાં સર્વિક્સ એ ઓપન થાય ત્યારબાદ, યુટેરાઇન કેવીટી મા બેબી ની પ્રોપર પોઝિશન પ્રોવાઇડ કરી યુટ્રસ એ ડિલીવરી માટે પ્રિપેર થાય છે. આ સ્ટેજ દરમિયાન મધર તથા ફિટસ ની કન્ડિશનને તથા તેની વેલબિંગ ને ઇમ્પ્રુવ કરવા માટે કંટીન્યુઅસલી હેલ્થ કેર પ્રોવાઇડર્સ દ્વારા મોનિટરિંગ કરવું અગત્યનું રહે છે.

2) સેકન્ડ સ્ટેજ ઓફ લેબર( એક્સપલ્ઝન ઓફ ફિટસ): સર્વિક્સ ના ફુલ ડાયલિટેશન થી સ્ટાર્ટ થય બર્થ કેનાલ માંથી બેબીના બર્થ સુધીના સમયગાળાને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે.

તેનું ડ્યુરેશન,
પ્રાઇમી ગ્રેવીડામાં : 1-2 અવર્સ નુ અને
મલ્ટીગ્રેવીડા મા : 20-30 મીનીટ સુધીનો હોય છે.

લેબરના સેકન્ડ સ્ટેજ ને ફરધર બે ફેઝ માં ડિવાઇડ કરવામાં આવેલા છે:

  • 1) પ્રપલ્ઝીવ ફેઝ,
  • 2) એક્સપલ્ઝીવ ફેઝ.

1) પ્રપલ્ઝીવ ફેઝ: પ્રપલ્ઝીવ ફેઝ એ સર્વિક્સ ના ફુલ ડાયલેટેશન થી સ્ટાર્ટ થય ફિટસનો પ્રેઝન્ટિંગ પાર્ટ એ પેલ્વીક ફ્લોર( +4 ,+5 સ્ટેસન) સુધી ડિસેન્ડ થાય ત્યાં સુધીનું હોય છે.

2) એક્સપલ્ઝીવ ફેઝ: મધરના બિયરિંગ ડાઉન એફોટ્ર્સ ની સાથે બેબી એ કમ્પ્લીટલી યુટેરાઇન કેવીટીમાંથી એક્સપલ્ર્ઝન થાય ત્યાં સુધીનો આ એક્સપલ્ઝીવ ફેઝ હોય છે.

3) થર્ડ સ્ટેજ ઓફ લેબર( એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા):

  • આ સ્ટેજ એ બેબીના એક્સપલ્ઝન થી લઇ પ્લેસેન્ટા અને મેમ્બરેન નું એક્સપલ્ર્ઝન થાય ત્યાં સુધીના સમયગાળા ને થર્ડ સ્ટેજ કહેવાય છે.
  • તેનો ટાઇમ ડ્યુરેશન એ પ્રાઇમી ગ્રેવીડા તથા મલ્ટીગ્રેવીડા માં 15 મિનિટ નો હોય છે

4) ફોર્થ સ્ટેજ ઓફ લેબર( ઓબ્ઝર્વેશન સ્ટેજ):

  • બેબીના બર્થ પછી ઓબ્ઝર્વેશન સ્ટેજને 4th સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે આ સ્ટેજ દરમિયાન મધર ની જનરલ કન્ડિશન તથા ન્યુબોર્નની કન્ડિશન અને યુટ્રસ ના બીહેવિયરને કેરફૂલી મોનિટર કરવામાં આવે છે.
  • તેનું ટાઇમ ડ્યુરેશન એ 1 અવર નો હોય છે.
  • આમ, ટોટલ લેબરના ચારેય સ્ટેજ( 1st સ્ટેજ + 2nd સ્ટેજ+3 rd સ્ટેજ+ 4th સ્ટેજ) નો ટાઇમ ડ્યુરેશન એ પ્રાઇમીગ્રેવિડા માં 13-15 અવર્સ નો તથા મલ્ટીગ્રેવીડા મા 6-8 અવર્સ નો હોય છે.

••>લેબરના ફર્સ્ટ સ્ટેજનું નર્સિંગ મેનેજમેન્ટ:

  • લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ક્રિટીકલ પિરિયડ છે કે જેમાં સર્વિક્સ એ ઓપન થાય ત્યારબાદ, યુટેરાઇન કેવીટી મા બેબી ની પ્રોપર પોઝિશન પ્રોવાઇડ કરી યુટ્રસ એ ડિલીવરી માટે પ્રિપેર થાય છે. આ સ્ટેજ દરમિયાન મધર તથા ફિટસ ની કન્ડિશનને તથા તેની વેલબિંગ ને ઇમ્પ્રુવ કરવા માટે કંટીન્યુઅસલી હેલ્થ કેર પ્રોવાઇડર્સ દ્વારા મોનિટરિંગ કરવું અગત્યનું રહે છે.
  • ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર ના નર્સિંગ મેનેજમેન્ટમાં કોમ્પ્રાહેંસીવ કેરનું ઇન્વોલ્વમેન્ટ થાય છે.તેનો એઇમ એ મધર ને ફિઝિકલ, ઇમોશનલી તથા એજ્યુકેશનલી સપોર્ટ કરવુ તથા લેબર પ્રોગ્રેશન ને ક્લોઝલી મોનીટરીંગ કરવુ.

1) અસેસમેન્ટ

  • લેબરના પ્રોગ્રેસને, મધરની કન્ડિશન અને તથા ફિટસ ની કન્ડિશન ને પ્રોપરલી મોનિટર કરવું.
  • લેબર પેઇન એ ક્યારે સ્ટાર્ટ થયુ તેના વિશે ઇન્કવાયરી કરવુ.
    કોઇપણ પ્રકારનું લાઇકર એ લીકેજ થાય છે કે નહીં તેના વીસે ઇન્ક્વાઇરી કરવું.
    મધર નું પ્રોપરલી એક્ઝામિનેશન કરવું.
    પ્રોપર્લી ઓબ્સટ્રેટ્રીક એક્ઝામિનેશન કરવુ.
    મધર નુ વજાઇનલ એક્ઝામિનેશન કરવુ.
    મધર ના એન્ટીનેટલ રકોડ્સ ને પ્રોપર્લી ચેક કરવા.
  • મેટર્નલ અસેસમેન્ટ
    મધરના વાઇટલ સાઇન રેગ્યુલરલી મોનિટરિંગ કરવા,જેમ કે,
    ટેમ્પરેચર,
    પલ્સ,
    રેસ્પીરેસન,
    તથા બ્લડપ્રેશર ને પ્રોપરલી અસેસ કરવા.
  • પ્રેગનેન્ટ વુમન ના યુટેરાઇન કોન્ટ્રાકશન ની ઇન્ટેન્સિટી, ફ્રિકવન્સી, ડ્યુરેશન, તથા રેસ્ટીંગ ટોન ને પાલ્પેશન મેથડ દ્વારા પ્રોપરલી અસેસ કરવું.
  • પરવજાયનલ એક્ઝામિનેશન દ્વારા સર્વાઇકલ ડાયલેટેસન તથા એફેસમેન્ટને પ્રોપરલી અસેસ કરવું.
    સર્વાઇકલ ડાયલેટેસન તથા એફેસમેન્ટ નુ પ્રોપર્લી તથા એક્યુરેટલી ડોક્યુમેન્ટેશન તથા ચાર્ટીંગ કરવુ.

ફીટલ અસેસમેન્ટ

  • ફીટલ હાર્ટ રેટ ને કંટીન્યુઅસલી ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટરિંગ (EFM) દ્વારા મોનિટરિંગ કરવા.
  • ફિટલ હાર્ટ રેટ ની પેટર્નને પ્રોપરલી અસેસ કરવી.
  • ફિટલ હાર્ટ રેટ ને પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું તથા કોઈપણ એબનોર્માલીટી હોય તો તેનું પણ પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.

2) સપોર્ટ એન્ડ કમ્ફટૅ મેઝર્સ

  • મધરને પ્રોપરલી કમફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરાવવી જેના કારણે મધર નું કમ્ફર્ટે લેવલ પણ ઇન્ક્રીઝ થય શકે અને લેબર પ્રોસેસ પણ પ્રોગ્રેસ થય શકે જેમ કે વોકિંગ,સ્ટેન્ડિંગ, સિટીંગ વગેરે.
  • મધરને રિલેક્સેશન ટેકનીક માટે એડવાઇઝ આપવી જેમકે ડીપ બ્રિધિંગ એક્સરસાઇઝ, તથા માઇન્ડ ડાઇવરઝનલ થેરાપી વગેરે.
  • મધરની એન્ઝાઇટી ને રીડયુઝ કરવા માટે મધરને ઇમોશનલ સપોર્ટ, રિએશ્યોરન્સ તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

3) હાઇડ્રેશન તથા ન્યુટ્રીશન

  • મધરને થોડા પ્રમાણમાં ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
  • મધરના હાઇડ્રેશન સ્ટેટસ ને પ્રોપરલી મેઇન્ટેન કરવા માટે મધર નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ને કંટીન્યુઅસલી મોનિટર કરવુ.
  • મધરના ન્યુટ્રીશન સ્ટેટસને મેઇન્ટેન કરવા માટે મધરને એડિક્યુએટ અમાઉન્ટ માં લાઇટ ફૂડ તથા પ્લેન ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
  • જેમ કે, પ્લેઇન વોટર,
  • સોલ્ટી લેમન વોટર,
  • સુપ,તથા ફ્રુઇટ જ્યુસ વગેરે.

4) એન્ટીસેપ્ટીક તથા એસેપ્ટીક જીનાઇટલ એરિયા પર પ્રોપર્લી એન્ટિસેપ્ટિક ડ્રેસિંગ એપ્લાય કરવુ.જેના કારણે ક્લિન્લીનેસ મેઇન કરી સકાય.

5)એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન મધર તથા તેના સપોર્ટર્સ ને મધર ની કન્ડિશન તથા પ્રોગ્રેસ ઓફ લેબર વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

6)કેર ઓફ બોવેલ મધર ના બોવેલ ને ક્લિયર કરવા માટે તથા યુટેરાઇન કોન્ટ્રાકશન ને ઇન્ક્રીઝ કરાવવા માટે પ્રોપરલી એનીમા પ્રોવાઇડ કરવો.

7) કેર ઓફ બ્લાડર પ્રેગનેન્ટ વુમન ને ફ્રિકવન્ટલી બ્લાડર એમ્પટી કરવા માટે એડવાઇઝ આપવી કારણકે ફુલ બ્લાડર હોય તો તે કોન્ટ્રાક્ટરને ઇન્હિબીટ કરે છે.

8) ડોક્યુમેન્ટેશન

  • મધર તથા ફિટસની કન્ડિશનને અસેસ કરી ત્યારબાદ તેનું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું તથા પાર્ટોગ્રાફ ને પ્રોપરલી મેઇન્ટેન કરવો.
  • બધા જ પ્રકારના એસેસમેન્ટ, ઇન્ટરવેશનસ, ઓબ્ઝર્વેશન, એ મધરના મેડિકલ રેકોર્ડમાં પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.
  • મેટર્નલ વાઇટલ સાઇન, યુટેરાઇન કોન્ટ્રાકશન પેટર્ન, સર્વાઇકલ ડાયઇલેટેશન તથા એફેસમેન્ટ,ફીટલ હાર્ટ સાઉન્ડ તથા લેબર પ્રોગ્રેસ ને પ્રોપર્લી રેકોર્ડ કરવુ.

9) કોલાબોરેશન તથા એડવોકેસી

  • મધરના લેબરની કન્ડિશન ને અધર હેલ્થ કેર પર્સનલ સાથે કોલાબોરેશન કરવું જેમકે ઓબસ્ટેટ્રીસિયન, મીડવાઇફ તથા નર્સ વગેરે સાથે પ્રોપરલી કોમ્યુનિકેશન કરી પ્રોપરલી મધરની કન્ડિશન વિશે ડિસિઝન લેવુ .
  • આમ લેબર ના ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર ને પ્રોપરલી મેનેજ કરી મધર તથા ફીટસ માં થતી કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરી શકાય છે તથા લેબર ના ફસ્ટ સ્ટેજ ને પ્રોપરલી મેઇન્ટેન કરી શકાય છે.

🔸OR🔸

🔸a) Write down the signs and symptoms of Eclampsia. 05 એકલેમ્પસીયાના સિંહો અને લક્ષણો જણાવો

એકલેમ્પસિયા ના લક્ષણો તથા ચિન્હો:

એકલેમ્પસિયા ના લક્ષણો તથા ચિન્હો ને ચાર સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવેલા છે:

  • 1) પ્રિમોનિટરિંગ સ્ટેજ (30 સેકન્ડ),
  • 2) ટોનિક સ્ટેજ ( 30 સેકન્ડ),
  • 3) ક્લોનીક સ્ટેજ (1 થી 4 મીનીટ),
  • 4) સ્ટેજ ઓફ કોમા

1) પ્રિમોનિટરિંગ સ્ટેજ (30 સેકન્ડ):

  • આમા પેશન્ટ એ અનકંશિયસ થાય છે,
  • ફેસ, ટંગ અને લિમ્બસ ના મસલ્સ નું ટ્વિચિંગ થાય છે,
  • આઇબોલ એ રોલ થાય છે ,એક બાજુ ટર્ન થાય છે અને પછી ફિક્સ થાય છે.
  • આ સ્ટેજ એ 30 સેકન્ડ સુધી રહે છે.

2) ટોનિક સ્ટેજ ( 30 સેકન્ડ):

આ ટેસ્ટ આ સ્ટેજમાં આખી બોડી એ ટોનિક સ્પાઝમ મા જાય છે,

ટ્રંક = ઓપીસ્નોટોનીસ (એબનોર્મલ બોડી પોસ્ટર છે કે જેમાં હેડ,નેક,તથા સ્પાઇન એ બેકવર્ડ તરફ વડે છે.)
લિમ્બસ = ફ્લેક્સ,
હેન્ડ =ક્લેન્ચડ, રેસ્પીરેશન એ બંધ થાય છે અને ટંગ એ પ્રોટ્રૂડ થઇને ટીથ ની વચ્ચે આવે છે,
સાઇનોસિસ જોવા મળે છે,
આઇ બોલ ફિક્સ થાય છે,
આ સ્ટેજ એ 30 સેકન્ડ સુધી રહે છે.

3) ક્લોનીક સ્ટેજ (1 થી 4 મીનીટ):

  • બધા જ વોલ્યુન્ટરી મસલ્સ અલ્ટરનેટ કોન્ટ્રાકશન અને રિલેક્સેશનમાં જાય છે,
  • ટ્વિચિંગ એ ફેસ થી સ્ટાર્ટ થાય છે તથા વન સાઇટ ની એક્સ્ટ્રીમિટીસ ઇન્વોલ્વ થાય છે,
  • ટંગ બાઇટ થાય છે,
  • બ્રિધિંગ સ્ટેરટોરિયસ,
  • બ્લડ સ્ટેઇન્ડ ફ્રોધી સિક્રીશન થી માઉથ એ ફુલ થાય છે,
  • સાયનોસીસ એ ધીમે ધીમે રીડ્યુસ થાય છે,
  • રેસ્પીરેશન એ લેબર્ડ તથા નોઇઝી થાય છે,
  • ફીટ્સ ના કારણે ટેમ્પરેચર 40°C ઇન્ક્રીઝ થાય છે,
  • આ સ્ટેજ એ 1 થી 4 મિનિટ સુધી જોવા મળે છે.

4) સ્ટેજ ઓફ કોમા:

  • ફીટ પછી પેશન્ટ એ કોમાના સ્ટેજમાં જાય છે તે અમુક મિનિટ થી અમુક કલાક સુધી રહે છે,
  • ડિપકોમા ની અંદર બીજી કન્વલ્ઝન ન આવે ત્યાં સુધી રહે છે.
  • આમાં પેશન્ટ એ કન્વલ્ઝન આવ્યા પછી કન્ફ્યુઝન સ્ટેટ માં જોવા મળે છે અને જે પેશન્ટ સાથે થયું હોય તે તેમને યાદ રહેતું નથી.
  • જો ફિટ્સ એ સળંગ આવે તો તેને સ્ટેટસ એપીલેપ્ટીકસ મા કન્વર્ટ થાય છે.

🔸b. Define abortion. Enlist the types of abortion. 05 એબોર્શન ની વ્યાખ્યા લખો. એબોર્શનના પ્રકારો ની યાદી બનાવશે.

એબોર્શન ની ડેફીનેશન ,
એબોર્શન ના ટાઇપ.

એબોર્શન ની ડેફીનેશન:

  • એબોર્શન એ એવી પ્રોસેસ છે કે જેમાં પ્રેગ્નેન્સી એ ટર્મિનેશન થાય છે એબોર્શન માં કન્સેપ્સન ની પ્રોડક્ટ એ વાયેબિલીટી ની એજ( 28 વીક ) પહેલા જ યુટેરાઇન વોલ માંથી પાર્શીયલી તથા કમ્પ્લીટલી સેપરેસન તથા એક્સપલ્ર્ઝન થાય છે આ કન્ડિશનને “એબોર્શન” કહેવામાં આવે છે.
  • એબોર્શન એ જો સ્પોન્ટાનિયસલી થાય તો તેને “મીસ્કેરેજ” કહેવામા આવે છે.અને જો પરપઝફૂલી કરાવવા મા આવે તો તેને “ઇન્ડ્યુઝ્ડ એબોર્શન” કહેવામા આવે છે.
  • મેજોરીટી એબોર્શન અથવા મિસ્કેરેજ એ પ્રેગ્નેન્સી ના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમ્યાન એટલે કે પ્રેગ્નેન્સી ના ફર્સ્ટ 12 વીક દરમિયાન થાય તો તેને “અર્લી મિસ્કેરેજ” કહેવામાં આવે છે. તથા જે મિસ્કેરેજ એ પ્રેગ્નેન્સી ના 13 વીક પછી થાય તો તેને “લેટ મિસ્કેરેજ” કહેવામા આવે છે.

એનલિસ્ટ ધ એબોર્શનના ટાઇપ:

એબોર્શન ના ટાઇપ એ નીચે પ્રમાણે છે.

1)સ્પોન્ટાનિયસ એબોર્શન
A)થ્રેટેન્ડ એબોર્શન,
B)ઇનઇવાઇટેબલ એબોર્શન,
C) કમ્પ્લીટ એબોર્શન,
D)ઇનકમ્પ્લિટ એબોર્શન,
E)સાઇલેન્ટ અથવા મિસ્ડ એબોર્શન,
D) સેપ્ટીક એબોર્શન,
E) રીકરંટ એબોર્શન અથવા હેબિચ્યુઅલ એબોર્શન,

2)ઇન્ડ્યુઝ્ડ એબોર્શન

••>1)સ્પોન્ટાનિયસ એબોર્શન: જ્યારે કોઇપણ પ્રકાર ના મેડિકલ તથા સર્જીકલ ઇન્ટરવેન્શન વગર નેચરલી રિતે એબોર્શન થાય તેને સ્પોન્ટાનિયસ એબોર્શન કહેવામાં આવે છે. તેના કારણમાં કોઇપણ જીનેટીક એબ્નોર્માલીટીસ અને મેટરનલ કન્ડિશન હોઇ શકે છે.

A)થ્રેટેન્ડ એબોર્શન: થ્રેટેન્ડ એબોર્શન મા એબોર્શન ની પ્રોસેસ સ્ટાર્ટ થય જાય છે પરંતુ તેમાં રિકવરી અશક્ય હોય તે સ્થિતિ સુધી એબોર્શન પહોંચતું નથી એટલે કે તેમાં જો તેમા પ્રોપર્લી કેર લેવામા આવે તો રિકવરી થય શકે છે.

B)ઇનઇવાઇટેબલ એબોર્શન: ઇનઇવાઇટેબલ એબોર્શન એ એવા ટાઇપ નું એબોર્શન છે કે જેમાં કન્સેપ્ટસ નુ એક્સ્પલઝન એ સર્વાઇકલ ડાયલેટેશન ની સાથે પ્રોગ્રેસ થાય છે આ કેસમાં પ્રેગનેન્સી સેવ કરી શકાતી નથી કારણ કે તેમાં પ્લેસેન્ટાનું મોસ્ટ ઓફ પોર્શન એ ડિટેચ્ડ(યુટેરાઇન વોલ માથી) થયેલો હોય છે.
આ એક ક્લિનિકલ ટાઇપ નું એબોર્શન છે કે જેમાં એબોર્શન ના ચેન્જીસ એ ત્યાં સુધી પ્રોગ્રેસ થયેલા હોય કે જેમાં પ્રેગનેન્સી નું કંટીન્યુએશન અશક્ય બની જાય છે.

C) કમ્પ્લીટ એબોર્શન: કમ્પ્લીટ એબોરેશન એ એવા ટાઇપ નું એબોર્શન છે કે જેમાં કન્સેપ્શન ની પ્રોડક્ટ એ માસના રૂપમાં એક્સપેલ આઉટ થાય છે તેને કમ્પ્લીટ એબોર્શન કહે છે

D)ઇનકમ્પ્લિટ એબોર્શન: ઇનકમ્પ્લિટ એબોર્શન એ એ એવા ટાઇપ નું એબોર્શન છે કે જેમાં કન્સેપ્ટસ ની એન્ટાયર પ્રોડક્ટ એ યુટેરાઇન કેવીટીમાંથી એક્સેલ આઉટ થતી નથી પરંતુ તેનો થોડો પાર્ટ એ યુટેરાઇન કેવીટીમાં જ રહી જાય છે તો આ એબોર્શન ને ઇનકમ્પ્લિટ અબોર્શન કહેવામાં આવે છે.

E)સાઇલેન્ટ અથવા મિસ્ડ એબોર્શન: સાઇલેન્ટ અથવા મિસ્ડ એબોર્શન ત્યારે કહેવામાં આવે છે કે જ્યારે ફીટસ એ યુટરાઇન કેવીટીમાં જ ડેથ થયું હોય અને તે તેમાં 4 વિક્સ કરતા પણ વધારે સમયથી રિટેઇન્ડ હોય તો આ એબોર્શન ને સાઇલેન્ટ અથવા મિસ્ડ એબોર્શન કહેવામાં આવે છે.

D) સેપ્ટીક એબોર્શન: જ્યારે એબોર્શન સાથે યુટ્રસ અને તેના કન્ટેન્ટ ના ઇન્ફેક્શન ના એવિડેન્સ હોય તો એટલે કે અબોર્શન એ કોઇપણ ઇન્ફેક્શન ના કારણે થયું હોય તો આ એબોર્શન ને સેપ્ટીક એબોર્શન કહેવામાં આવે છે.

E) રીકરંટ એબોર્શન અથવા હેબિચ્યુઅલ એબોર્શન: જ્યારે 20 વીક પહેલા સિક્વન્સમાં ત્રણ અથવા તેનાથી વધારે સ્પોન્ટેનિયસ એબોર્શન થાય છે તો તેની રિકરન્ટ એબોર્શન કહેવામાં આવે છે.

તે ઇમ્યુનોગ્લોબ્યુલીન G, હોર્મોનલ ડેફિશન્સી, અને સર્વાઇકલ ઇનકંમ્પીટન્સી ના કારણે થાય છે તેના બીજા કારણોમાં

જીનેટીક ફેક્ટર,
ઇન્ફેક્શન,
એન્ડોક્રાઇન તથા એનાટોમીકલ એબનોર્માલીટીસ ના કારણે પણ થાય છે.

2)ઇન્ડ્યુઝ્ડ એબોર્શન: ઇન્ડ્યુઝ્ડ એબોર્શન એટલે કોઇપણ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજર નો યુઝ કરીને ઇચ્છા સાથે પ્રેગ્નેન્સી ને ટર્મિનેટ કરવામાં આવે તો તેને ઇન્ડ્યુઝ્ડ એબોર્શન કહેવામાં આવે છે.

મેડિકલ એબોર્શન: મેડીકલ એબોર્શન માં પ્રેગનેન્સી ને ટર્મિનેટ કરવા માટે મેડીકેશન નો યુઝ કરવામાં આવે છે અને
મેડિકલ એબોર્શન એ જ્યારે 10 વિક ની પ્રેગનેન્સી હોય ત્યાં સુધી ઇફેક્ટિવ રહે છે.

Ex:= combination of Mifeprostone and misoprostol.

સર્જીકલ એબોર્શન:

  • આમાં હેલ્થ કેર પર્સનલ દ્વારા સર્જીકલ પ્રોસિજર પરફોર્મ કરી અને પ્રેગ્નેન્સીને ટર્મિનેટ કરવામાં આવે છે. તેને સર્જીકલ એબોર્શન કહે છે Ex: vacuume Aspiration.
  • આમ, અબોર્શન ના ટાઇપ આ પ્રમાણે પાડવામા આવે છે

🔸c. Write down difference between true labour and false labour. 10 ટુ લેબર અને ફોલ્સ લેબર વચ્ચેનો તફાવત લખો.

ટ્રુ લેબર અને ફોલ્સ લેબર વચ્ચો નો તફાવત:

1)યુટેરાઇન કોન્ટ્રાકશન:

ટ્રુ લેબર:

  • તેમાં કોન્ટ્રાકશન હંમેશા પ્રેઝન્ટ હોય છે.
  • તેમાં કોન્ટ્રાકશન રેગ્યુલર હોય તથા તેમા ફ્રિકવન્સી ઇન્ટેન્સિટી અને ડ્યુરેશન ઇન્ક્રીઝ થાય છે.
  • તેનુ ડ્યુરેશન એ 60 સેકન્ડ સુધી હોય છે.
  • તેમાં એબડોમીનલ ટાઇટનિંગ(હાર્ડનિંગ ઓફ યુટ્રસ)ડિસ્કકમ્ફર્ટ અથવા પેઇન થાય છે.
  • ડિસ્કમ્ફર્ટ એ બેક થી સ્ટાર્ટ થય એબડોમનમાં આવે છે.
  • વોકિંગ થી કોન્ટ્રાક્ટ્સન ની ઇન્ટેન્સિટી(તીવ્રતા)વધે છે.
  • તેમાં થતુ પેઇન એનીમા કે સીડેટીવ થી રિલીવ થતું નથી.

ફોલ્સ લેબર:

  • ફોલ્સ લેબર માં યુટેરાઇન કોન્ટ્રાકશન હંમેશા હાજર હોતા નથી.
  • તેમાં ઇરરેગ્યુલર અને ઇનએફિશિયન્ટ યુટેરાઇન કોન્ટ્રાકશન હોય છે.
  • તેનો ટાઇમ ડ્યુરેશન ત્રણ થી ચાર મિનિટ માટે હોય છે.
  • તેમાં કોન્ટ્રાકશન એ દરરોજ માટે પેઇનફૂલ હોતા નથી અને યુટ્રસ એ હાર્ડ થતું નથી.
  • તેમાં ડિસ્કમ્ફર્ટ એ પ્રાઇમરી રીતે એબડોમન મા હોય છે.
  • તેમાં કોન્ટ્રાકશન વોકિંગ કરવાથી દૂર થય શકે છે.
  • પેઇન એ એનીમાં તથા સીડેટીવ્સ પ્રોવાઇડ કરવાથી રિલીવ થાય છે.

2) સર્વિક્સ

ટ્રુ લેબર:

  • સર્વિક્સ નું એફેસમેન્ટ તથા ડાયલેટેશન થાય છે.
  • ફોલ્સ લેબર
  • તેમાં સર્વાઇકલ ચેન્જીસ જોવા મળતા નથી.

3) મેમ્બરેન:

ટ્રુ લેબર: કોન્ટ્રાકશન દરમિયાન ટેન્સ ફિલ થાય છે અને ‘બેગ ઓફ વોટર’ નું ફોર્મેશન થાય છે.

ફોલ્સ લેબર: ટેન્સ ફિલ થતું નથી અને ‘બેગ ઓફ વોટર’ નું ફોર્મેશન થતું નથી.

4)show(શો):

ટ્રુ લેબર: ટ્રુ લેબર મા શો એ મોટે ભાગે પ્રેઝન્ટ હોય છે.

ફોલ્સ લેબર: ફોલ્સ લેબર મા શો જોવા મડતો નથી.

5) ફિટસ:

ટ્રુ લેબર: તેમાં ફિટસ એ પ્રોગ્રેસિવલી ડિસેન્ટ થાય છે.

ફોલ્સ લેબર: તેમાં ફિટસ એ પ્રોગ્રેસિવલી ડિસેન્ટ થતું નથી.

Q-2 Write Short Notes (Any Five) ટુંકનોધ લાખો (કોઈ પણ પાચ ) 5×5=25

🔸a. Indications of cesarean section, સિઝેરિયન સેક્શનના ઈન્ડીકેશન

સીઝેરીયન સેક્શન ના ઇન્ડીકેશન્સ:

સીઝેરીયન સેક્શનના ઇન્ડીકેશન્સ ને બે કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવેલા છે:

  • 1)એબસોલ્યુટ,(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ ના હોય)
  • 2)રિલેટીવ(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ હોય પરંતુ મધર અને બેબી ને રિસ્ક હોય)

1)એબસોલ્યુટ,(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ ના હોય):

  • સેન્ટ્રલ પ્લેસેન્ટા પ્રિવ્યા,
  • સીવ્યર ડીગ્રી કોન્ટ્રાક્ટ પેલ્વિસ,
  • સર્વાઇકલ અથવા બ્રોડ લીગામેન્ટ ફાઇબ્રોઇડ,
  • વજાઇનલ એટ્રેસિયા/ ઓબ્સટ્રક્સન,
  • એડવાન્સ સર્વાઇકલ કાર્સીનોમાં,
  • સેફેલોપેલ્વિકશ ડિસપ્રપોર્શન,
  • પેલ્વિક માસ ના કારણે ઓબ્સટ્રક્સન હોય,
  • ફિટસ એ ડેથ થયેલુ હોય.

2)રિલેટીવ(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ હોય પરંતુ મધર અને બેબી ને રિસ્ક હોય):

  • સફેલોપેલ્વિક ડીસપ્રપોર્શન,
  • કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ,
  • પ્રિવ્યસ સિઝેરિયન ડિલિવરી,
  • ફિટલ ડિસ્ટ્રેસ,
  • એબનોર્મલ યુટેરાઇન કોન્ટ્રાકશ,
  • લાર્જ ફીટસ,
  • સ્મોલ પેલ્વિસ,
  • ફેઇલ ઇન્ડક્શન,
  • એન્ટિપાર્ટમ હેમરેજ જેમ કે, પ્લેસાન્ટા પ્રિવીયા, એબ્રપ્સીઓ પ્લેસેન્ટા.
  • માલપ્રેઝન્ટેશન અથવા એમનોર્મલ લાઇ ( ટ્રાન્સવર્સ લાઇ).
  • બેડ ઓબસ્ટ્રેટીક હિસ્ટ્રી,
  • હાઇપરટેન્સિવ ડિસઓર્ડર જેમ કે પ્રિએક્લેમ્પસિયા,
  • પ્રોલેપ્સ ઓફ અંબેલીકલ કોર્ડ,
  • એલ્ડરલી પ્રાઇમીગ્રેવીડા ,
  • મેડિકો- ગાઇનેકોલોજીકલ ડિસઓર્ડર:
  • ક્રોનિક હાયપરટેન્શન,
  • ક્રોનિક નેફ્રાઇટીસ,
  • ડાયાબિટીસ,
  • હાર્ટ ડિસીઝ,
  • પેલ્વિક ટ્યુમર,
  • વજાઇનલ એટ્રેસિયા,
  • કાર્સિનોમા ઓફ સર્વિક્સ,
  • સર્વાઇકલ ડિસ્ટોસિયા.

કોમન ઇન્ડીકેશન્સ ઓફ સિઝેરિયન સેક્શન

  • 1) ફેઇલ્યોર ટુ પ્રોગ્રેસ ઇન લેબર: પ્રોલોંગ લેબર કે જેમાં સર્વિક્સ એ પ્રોપરલી ડાયલેટ થતું નથી તથા ફિટસ એ બર્થ કેનાલ મા પ્રોપરલી ડિસેન્ડ ડાઉન થતું નથી જેના કારણે સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત રહે છે.
  • 2) ફીટલ ડિસ્ટ્રેસ: એવી સાઇન કે જેમા ફીટસ એ લેબરને પ્રોપરલી ટોલરેટ કરી શકે તેમ હોય નહીં જેમકે એબનોર્મલ ફિટલ હાર્ટ રેટ હોય તો તે ફિટસ ને રીડ્યુસ ઓક્સિજન સપ્લાય ઇન્ડિકેટ કરે છે જેના કારણે સિઝેરિયન કરવાની જરૂરિયાત પડે છે.
  • 3) માલપ્રેઝન્ટેશન ઓફ બેબી: જ્યારે બેબી એ બ્રીચ પ્રેઝન્ટેશનમાં( પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે બટક્સ)હોય, ટ્રાન્સવર્સ પોઝીશન હોય, તેના કારણે વજાયનલ ડીલેવરી ઇમ્પોસિબલ થાય છે અને સિઝેરિયન કરવાની જરૂરિયાત રહે છે.
  • 4) પ્લેસેન્ટલ એબનોર્માલીટી:
    પ્લેસેન્ટા પ્રિવ્યા:
    કે જેમાં પ્લેસેન્ટા એ પાર્શિયલી તથા કંપ્લીટ્લી લોવર યુટરાઇન સેગ્મેન્ટ પર ઇમ્પ્લાન્ટ થયેલી હોય એટલે કે પ્રેઝેન્ટિંગ પાર્ટ તરીકે પ્લેસેન્ટા પ્રેઝન્ટ હોય ત્યારે.
    એબ્રપ્સીઓ પ્લેસેન્ટા
    કે જેમાં પેશન્ટા એ યુટેરાઇન વોલ માંથી પ્રીમેચ્યોરલી સેપરેટ થાય તો તેના લીધે પણ સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત રહે છે.
  • 5) મેટરનલ હેલ્થ કન્ડિશન
    જેમ કે,જીનાઇટલ હર્પીસ,
    હાર્ટ ડીસીઝ,
    સીવ્યર હાઇપરટેન્શન,
    જેવી કન્ડિશન .
  • 6) પ્રિવિયસ સિઝેરિયન સેક્શન: જો પહેલા સિઝેરિયન સેક્શન થયેલું હોય તો ત્યારબાદ રીપીટ સિઝેરિયન સેક્શન એ પ્રિવ્યસ cs ના સ્કાર તથા પ્રેગ્નેનસિ ના ટાઇમ ડ્યુરેશન પર આધાર રાખે છે.
  • 7) મલ્ટીપલ પ્રેગ્નન્સી: જ્યારે મલ્ટીપલ પ્રેગ્નન્સી જેમ કે ટ્વીન,ટ્રીપ્લેટ્સ હોય ત્યારે તથા ફીટસ ના પ્રેઝન્ટિંગ પાર્ટ તથા પોઝિશન ના આધારે સિઝેરિયન કરવાની જરૂરિયાત રહે છે.
  • 8) અંબેલીકલ કોર્ડ પ્રોલેપ્સ: જેમાં અંબેલીકલ કોર્ડ એ સર્વિક્સ થ્રુ સ્લીપ ડાઉન થાય છે જેના કારણે ફિટસ ને બ્લડ સપ્લાય કટ ઓફ થવાની શક્યતાઓ રહે છે.
  • 9) મેટરનલ રિક્વેસ્ટ: અમુક કેસીસમાં કોઇપણ પર્સનલ તથા સાયકોલોજીકલ રીઝન ના કારણે મધર એ ખુદ સિઝેરિયન સેક્શન ને સિલેક્ટ કરે છે.
  • 10) ઇમરજન્સીસ ડ્યુરીંગ લેબર:
    લેબર સમય દરમિયાન થતી કોમ્પ્લિકેશન જેમ કે યુટેરાઇન રપ્ચર થવું , સિવ્યર બ્લિડીંગ, તથા મેટરનલ ઇલનેશ ના કારણે મધર તથા બેબી ના હેલ્થ ને પ્રોટેક્ટ કરવા માટે તથા તેમની સેફ્ટી માટે ઇમિડિએટલી સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત પડે છે.
    આમ આ બધી કન્ડિશનમાં સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત પડે છે.

🔸b. Post-partum Hemorrhage, પોસ્ટપાર્ટમ હેમરેજ

પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH )

  • પોસ્ટ પાર્ટમ હેમરેજ એ એવી કન્ડિશન છે કે જે બેબીના બર્થ પછી થી લય પરપેરિયલ પિરિયડ (આફ્ટર બર્થ ઓફ બેબી અપ ટૂ 6 વીક નો પિરીયડ)ના એન્ડ સુધી જીનાઇટલ ટ્રેક માંથી એક્સેસિવ અમાઉન્ટ મા બ્લીડિંગ થાય કે જે મધરની જનરલ કન્ડિશન ને એડવર્સલી અફેક્ટ કરે છે,જેમાં એવિડન્સ તરીકે પલ્સ રેટ ઇન્ક્રીઝ થાય અને બ્લડપ્રેશર એ ફોલડાઉન થાય છે. તો આ કન્ડિશન ને પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH ) કહેવામાં આવે છે.
  • જો વજાઇનલ ડીલેવરી પછી 500 ml અથવા તેના કરતા વધારે ,
  • સિઝેરિયન સેક્શન પછી 1000 ml અથવા તેના કરતા વધારે,
  • અને ,
  • જો સિઝેરિયન હિસ્ટેરેક્ટોમી પછી 1500 ml અથવા તેના કરતાં વધારે બ્લડ લોસ થાય તો આ કન્ડિશન ને પોસ્ટ પાર્ટમહેમરેજ (PPH) કહેવામાં આવે છે.

•>ટાઇપ્સ ઓફ પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH).

પોસ્ટ પાર્ટમ હેમરેજ ના મેનલી બે ટાઇપ પડે છે:

  • 1) પ્રાઇમરી પોસ્ટ પાર્ટમ હેમરેજ,
  • 2) સેકન્ડરી પોસ્ટ પાર્ટમ હેમરેજ.

1) પ્રાઇમરી પોસ્ટ પાર્ટમ હેમરેજ: બેબીના બર્થ પછી 24 અવર્સ માં થતા બ્લીડિંગ ને પ્રાઇમરી પોસ્ટ પાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે તે મોટેભાગે ડીલેવરી પછી પહેલી બે કલાકમાં થાય છે.

તેના બીજા બે ટાઇપ પડે છે:

  • a) થર્ડ સ્ટેજ હેમરેજ
  • b) ટ્રુ પોસ્ટ પાર્ટમ હેમરેજ

a)થર્ડ સ્ટેજ હેમરેજ:થર્ડ સ્ટેજ હેમરેજ એ પ્લેસેન્ટાના એક્સપલ્ઝન થયા પહેલા જોવા મળે છે.

b)ટ્રુ પોસ્ટ પાર્ટમ હેમરેજ:ટ્રુ પોસ્ટ પાર્ટમ હેમરેજ એ પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન થયા પછી 24 અવર્સ માં થાય છે.

2) સેકન્ડરી પોસ્ટ પાર્ટમ હેમરેજ: બેબીના બર્થ થયા પછીના 24 અવર્સ પછીથી લઇ પરપેરિયલ પિરિયડ (6 વિક્સ સુધીમાં થતા) બ્લીડિંગ ને ડીલે પરપેરિયલ હેમરેજ, લેટ પરપેરિયલ હેમરેજ અથવા સેકન્ડરી પોસ્ટ પાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે.

•>1) પ્રાઇમરી પોસ્ટ પાર્ટમ હેમરેજ: બેબીના બર્થ પછી 24 અવર્સ માં થતા બ્લીડિંગ ને પ્રાઇમરી પોસ્ટ પાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે તે મોટેભાગે ડીલેવરી પછી પહેલી બે કલાકમાં થાય છે.
તેના બીજા બે ટાઇપ પડે છે:

  • a)થર્ડ સ્ટેજ હેમરેજ
  • b)ટ્રુ પોસ્ટ પાર્ટમ હેમરેજ

a)થર્ડ સ્ટેજ હેમરેજ:
થર્ડ સ્ટેજ હેમરેજ એ પ્લેસેન્ટાના એક્સપલ્ઝન થયા પહેલા જોવા મળે છે.

b)ટ્રુ પોસ્ટ પાર્ટમ હેમરેજ:
ટ્રુ પોસ્ટ પાર્ટમ હેમરેજ એ પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન થયા પછી 24 અવર્સ માં થાય છે.

ઇટિયોલોજી ઓફ પ્રાઇમરી પોસ્ટ પાર્ટમ હેમરેજ:

  • 1) એટોનીક યુટ્રસ,
  • 2) ટ્ર્રોમેટિક,
  • 3) રીટેઇન્ડ ટીશ્યુસ,
  • 4) બ્લડ કોઓગ્યુલેશન ડિસઓર્ડર.

1) એટોનીક યુટ્રસ:

  • 80% જેટલા પોસ્ટ પાર્ટમ હેમરેજ એ એટોનીક યુટ્રસ ના કારણે થાય છે.
  • તેમાં પ્લેસેન્ટા સેપરેટ થયા પછી યુટેરાઇન સાઇનસ ફાટે છે તેના કારણે યુટેરાઇન મસલ્સ નુ પ્રોપરલી કોન્ટ્રાકશન અને રીટ્રેક્શન નહીં થવાથી બિલ્ડીંગ સતત ચાલુ રહે છે જેના કારણે પોસ્ટ પાર્ટમ હેમરેજની કન્ડિશન થય શકે છે.
  • તે નીચેની કન્ડિશનમાં જોવા મળે છે:
  • ગ્રાન્ડમલ્ટીપારા,
  • મલ્ટીપલ પ્રેગ્નન્સી,
  • હાઇડ્રોએમ્નીઓસ,
  • લાર્જ બેબી માં યુટ્રસ નું ઓવર ડિસ્ટેન્શન થવાથી,
  • માલન્યુટ્રીશન અને એનીમિયા,
  • એન્ટીપાર્ટમ હેમરેજ, પ્રોલોંગ લેબર,
  • એનેસ્થેશિયા,
  • લેબરના ઇન્ડક્શન અથવા ઓગ્મેન્ટેશન માટે ઓકસીટોસીન નો યુઝ કર્યો હોય,
  • યુટ્રસ ના માલફોર્મેશન ના લીધે,
  • યુટેરાઇન ફાઇબ્રોઇડ,
  • લેબર ના થર્ડ સ્ટેજ નું પ્રોપરલી મેનેજ ન કરેલું હોય,
  • રિટેઇન્ડ પ્લેસેન્ટા

2) ટ્ર્રોમેટિક: 20% જેટલા પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH ) એ ઓપરેટિવ ડીલેવરી ડીલેવરી પછી જીનાઇટલ ટ્રેક માં ટ્રોમાં થવાથી બ્લિડિંગ થાય છે અને તેમાં સર્વિક્સ, વજાઇના , પેરિનીયમ,પેરાયુરેથ્રલ રિજિયન નું ઇનવોલ્વમેન્ટ થાય છે અને યુટ્રસ એ રપ્ચર થાય છે.

3) રીટેઇન્ડ ટીશ્યુસ: પ્લેસેન્ટા ના બીટ્સ તથા બ્લડ ક્લોટ યુટ્રસ માં રહી જવાના કારણે પોસ્ટપાર્ટમ હેમરેજ ની કન્ડિશન થય શકે છે.

4) બ્લડ કોઓગ્યુલેશન ડિસઓર્ડર: એબ્રપ્સીઓ પ્લેસેન્ટા, જોન્ડીસ, થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા, HELLP સિન્ડ્રોમ,ઇન્ટરા યુટેરાઇન ડેથ ઓર સેપ્સિસ.

સાઇન અને સિમ્પટોમ્સ ઓફ પ્રાઇમરી પોસ્ટ પાર્ટમ હેમરેજ:

  • વજાઇનલ બ્લીડિંગ એ મોટેભાગે બહારની બાજુ દેખાય છે.
  • બ્લડ લોસના કારણે અસર એ પ્રિ ડીલેવરી હિમોગ્લોબિન લેવલ, હાઇપરવોલેમિયા ની ડિગ્રી, તથા બ્લડ લોસ થવાની ઝડપ પર આધારિત છે.
  • મધરના વાઇટલ્સ એટલે કે બ્લડ પ્રેશરમાં ચેન્જીસ એ 20 થી 25% જેટલું બ્લડ વોલ્યુમ લોસ થયા પછી જોવા મળે છે. ભાગ્યે જ રેપીડ બ્લડ લોસ થવાથી થોડી મિનિટોમાં ડેથ થાય છે.

પર એબડોમન યુટ્રસ: ટ્ર્રોમેટિક હેમરેજ મા કોન્ટ્રેક્ટેડ અને એટોનીક હેમરેજ મા ફ્લેબી અને મસાજ કરવાથી હાર્ડ થાય છે.

મેનેજમેન્ટ ઓફ પ્રાઇમરી પોસ્ટ પાર્ટમ હેમરેજ: પોસ્ટ પાર્ટમ હેમરેજ મેટરનલ મોરબીડીટી અને મોર્ટાલીટી માટેનું એક મોટું કારણ છે તેને હંમેશા અટકાવી શકાતુ નથી પરંતુ તેના રિસ્ક ફેક્ટર ને ઓળખીને તેના ઇન્સિડન્સ ઓછા કરી શકાય છે.

પોસ્ટ પાર્ટમ હેમરેજ ને અટકાવવાના મેઝર્સ:

એન્ટિનેટલ:

  • વુમન નું હેલ્થ સ્ટેટસ સુધારી એનિમિયા ના થાય તે માટેના પ્રયત્નો કરવા.
  • હાઇ રિસ્ક મલ્ટીપારા ની ડીલેવરી વેલ ઇક્વિપ્ડ હોસ્પિટલમાં કરાવવી.
  • દરેક પેશન્ટનું બ્લડ ગ્રુપ કરાવી રાખવું.
  • પ્રિવિયસ સિઝેરિયન ડીલેવરી નું અલ્ટ્રા સોનોગ્રાફી કે એમ. આર. આઇ. દ્વારા પ્લેસન્ટા નું લોકેશન જોય લેવું તેથી પ્લેસેન્ટા એક્રીટા ડિટેક્ટ થય શકે.
  • મોરબીડ એધરેન્ટ પ્લેસેંટા માં ડીલેવરી એ સિનીયર ઓબસ્ટેટ્રીસિયન પાસે કરાવવી.

ઇન્ટ્રાનેટલ:

  • થર્ડ સ્ટેજ ના એક્ટિવ મેનેજમેન્ટ પોસ્ટ પાર્ટમ હેમરેજ આશરે 60% જેટલું ઓછું કરી શકાય છે.
  • ઓક્સિટોસિન વડે લેબર નું ઇન્ડક્શન કે ઓગ્મેંટેશન કર્યું હોય તો ડીલેવરી પછી પણ ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન એટલીસ્ટ વન અવર માટે આપવુ.
  • ડિફિકલ્ટ લેબર અથવા ઇન્સ્ટ્રુમેન્ટલ ડીલેવરીમાં ડીલેવરી પછી યુટેરો વજાઇનલકેનાલ ટ્રોમા માટે જોઇ લેવી.
  • ડીલેવરી પછી આશરે બે કલાક ઓબ્ઝર્વેશન કરવુ જેમા યુટ્રસ એ હાર્ડ અને કોન્ટ્રાક્ટેડ છે કે નહીં તે ચેક કર્યા પછી જ વોર્ડમાં મોકલવું.
  • ફોરસેપ, વેન્ટોસ કે બ્રિચ ડીલેવરીમાં લોકલ કે એપીડ્યુરલ એનેસ્થેસિયા આપવુ.
  • સિઝેરિયન સેક્શનમાં પ્લેસેન્ટાનું સ્પોન્ટેનિયસ સેપરેસન અને ડીલેવરી કરાવવી.
  • ડીલેવરી પછી પ્લેસન્ટા અને મેમ્બરેન નુ એક્ઝામિનેશન કરવુ.

એન્ટિનેટલ મેનેજમેન્ટ:

  • પેશન્ટના હેલ્થ સ્ટેટ્સ ને અસેસ કરવું સ્પેશ્યલી પેશન્ટ નું હિમોગ્લોબિન લેવલ પ્રોપરલી મેઇન્ટેન રાખવું.
  • હિમોગ્લોબિન લેવલ એ પ્રોપર મેઇન્ટેન હોય તો તેના લીધે બ્લડ લોસ ના કારણે કોઇ પણ કોમ્પ્લિકેશન થતી પ્રિવેન્ટ કરી શકાય.
  • જે મધર એ હાઇ રિસ્ક હોય તેને વેલ ઇક્વીપ્ડ હોસ્પિટલ માં ટ્રાન્સફર કરવી.

ઇન્ટ્રાનેટલ મેનેજમેન્ટ:

  • ઇન્ટરનેટલ પિરિયડ દરમિયાન સિડેટીવ તથા એનાલજેસીક ડ્રગ એડમિનિસ્ટ્રેશન કરવી.
  • હાસ્ટી ડીલેવરી અવોઇડ કરવી બેબી નુ હેડ ડિલીવર થયા.પછી તેનું ટ્રક એ ડિલિવર થતા એટ લીસ્ટ 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે.
  • હાઇ રિસ્ક પેશન્ટમાં થર્ડ સ્ટેજનું કેર ફૂલી મેનેજ કરવું.
  • પ્લેસેન્ટા ની ડીલીવરી થયા બાદ પ્લેસેન્ટા એ કમ્પ્લીટ ડિલીવર થયેલી છે કે નહીં તેનું પ્રોપરલી અસેસમેન્ટ કરવું તથા પ્લેસેન્ટા ના કોઇ બીટ્સએ યુટ્રસ માં રિટેઇન્ડ થયેલા છે કે નહીં તે અસેસ કરવું.
  • ઇન્જેક્શન ઓક્સિટોશન એ 10 unit / IM અથવા જો 20-40 Unit હોય તો ઓક્સિટોસિન ને 1000 ml નોર્મલ સલાઇન અથવા રીંગર લેક્ટેટ સોલ્યુશનમાં એડ કરી ઇન્ફ્યુઝન કરવું.
  • યુટેરોવજાઇનલ કેનાલ ને એક્સપ્લોરેશન કરી નોટ કરવું કે ડિફિકલ્ટ લેબર અથવા ઇન્સ્ટ્રુમેન્ટલ ડીલેવરી ના કારણે કોઇ પણ પ્રકારનું ટ્રોમાં થયેલ છે કે નહીં.
  • પેશન્ટની ડીલેવરી થયા પછી એટલીસ્ટ બે અવર્સ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવું.
  • તે સમય દરમ્યાન મધરના કન્ટિન્યુઅસલી વાઇટલ સાઇન નોટ કરતુ રહેવું.
  • નર્સિંગ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ બિલ્ડીંગ ઓર ટ્રુ પોસ્ટ પાર્ટમ હેમરેજ:
  • એક્સ્ટ્રા હેલ્થ માટે હેલ્થ કેર પર્સનલને કોલ કરવો.
  • બે લાર્જ ગોઝની ઇન્ટ્રા વિનસ કેન્યુલા એડમિનિસ્ટ્રેશન કરવી.
  • બ્લડને બ્લડ ગ્રુપ માટે તથા ક્રોસ મેચિંગ માટે લેબોરેટરીમાં સેન્ડ કરવા.
  • મધરને એડીક્યુએટ અમાઉન્ટમાં ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ એડમિનિસ્ટ્રેશન કરવું.
  • મધર ના વાઇટલ સાઇન પ્રોપરલી નોટ કરવા.
  • જો એટોનીક યુટ્રસ ના કારણે બ્લિડિંગ થતું હોય તો ફિંગર ટિપ્સ દ્વારા ફન્ડસ ને જેન્ટલી રબ કરવું.
  • જો સોફ્ટ અને રિલેક્સડ હોય તો સર્ક્યુલર મોશનમાં ફંડસ ની જેન્ટલી મસાજ કરવી જેના કારણે બ્લડ ક્લોટ્સ એ પ્રોપરલી રીમુવ થઈ શકે.
  • જો પેસેન્ટાના બીટ્સ કે ક્લોટ એ યુટેરાઇન કેવીટીમાં રીટેઇન્ડ થયેલા હોય તો તેને પ્રોપરલી રીમુવ કરવા.
  • ઇન્જેક્શન ઓક્સિટોસિન ને ફરધર રીપીટ કરવું.
  • યુટ્રસ ને તેના ટોનમાં રિટર્ન લાવવા માટે મિથાઇલ PGF2 ને ઇન્ટ્રા મસ્ક્યુલરલી અથવા ટ્રાન્સએબડોમીનલી માયોમેટ્રીયમ માં એડમિનિસ્ટર કરવું અને જરૂરિયાત પ્રમાણે રીપીટ કરવું.
  • જો યુટ્રસ એ હજુ પણ એટોનીક હોય તો બાય મેન્યુઅલ કમ્પ્રેશન કરવું.
  • બાય મેન્યુઅલ કમ્પ્રેશનમાં પ્લેસેન્ટલ સાઇડ પર પ્રેશર અપ્લાય કરવું જેના કારણે બ્લીડિંગ કંટ્રોલ થય શકે.
  • ટાઇટ ઇન્ટ્રા યુટેરાઇન પેકિંગ એ જનરલ એનેસ્થેશિયા માં કરવું જેના કારણે પોસ્ટ પાર્ટમ હેમરેજ ને કંટ્રોલ કરી શકાય.
  • જો ઉપરના મેઝર્સ ફેઇલ જાય તો લાસ્ટ ઓપ્શન મા હિસ્ટેરેક્ટોમી કરવામાં આવે છે.

જનરલ સ્ટેપ્સ ફોર મેનેજમેન્ટ ઓફ પોસ્ટ પાર્ટમ હેમરેજ:

  • ઇન્ટ્રા વિનસ થેરાપી સ્ટાર્ટ કરવી,
  • મધર ને પ્રોપરલી કેથેટરાઇઝ કરવું.
  • જો જરૂરિયાત હોય તો બ્લડ ટ્રાન્સફ્યુઝન સ્ટાર્ટ કરવું.
  • પ્લેસેન્ટા એ પ્રોપરલી ડીલેવરી થયેલી છે કે નહીં તે નોટ કરવું અને જો પ્લેસ્ન્ટા એ ડિલિવર ન થય હોય તો તે સેપરેટ છે કે અનસેપ્રેટ તે પ્રોપરલી અસેસ કરવું.
  • જો પ્લેસેન્ટા એ સેપરેટ ન થયેલી હોય તો બાયમેન્યુઅલીટા પ્લેસન્ટા ને રીમુવ કરવું.
  • જો પ્લેસેન્ટા એ અનડિલીવર્ડ હોય પરંતુ સેપરેટેડ હોય તો એસેસ કરવું કે પેશન્ટા એ યુટેરાઇન કેવીટીમાં કઇ જગ્યા પર પ્રેઝન્ટ છે. એટલે કે યુટેરાઇન કેવીટીના લોવર સેગમેન્ટ માં પ્રેઝન્ટ છે સર્વિક્સ ના પાર્ટમાં કે વજાયના પર પ્રેઝન્ટ છે તે અસેસ કરવું.
  • જો પલેસેન્ટા એ યુટેરાઇન કેવિટી ના લોવર સેગમેન્ટ માં પ્રેઝન્ટ હોય તો તેને કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન દ્વારા રીમુવ કરવું.
  • જો કંટ્રોલ કોલ્ડ ટ્રેકશન ફેઇલ્યોર થાય તો બાયમેન્યુઅલ કમ્પ્રેશન કરવું અને જો તે પણ ફેઇલ જાય તો લાસ્ટમાં હિસ્ટેરેક્ટોમી પરફોર્મ કરવી.
  • જો સેપરેટ થયેલી પ્લેસેન્ટા એ સર્વિક્સ કે વજાઇના પર હોય તો તેને ગ્રાસ્પ કરી અને રીમુવ કરવી જો તે ફેઇલ જાય તો બાયમેન્યુઅલ કમ્પ્રેશન દ્વારા પ્લેસેન્ટા રીમુવ કરવી અને તે પણ ન થાય તો લાસ્ટમાં હિસ્ટેરેક્ટોમી પરફોર્મ કરવી.
  • જો પ્લેસેન્ટા એ ડીલીવર્ડ થાય તો યુટેરાઇન કેવીટીમાં રહેલા રિટેઇન્ડ બીટ્સ ઓફ પ્લેસેન્ટા ને પ્રોપરલી રીમુવ કરવા.
  • જો પેસેન્ટાના ક્લોટ્સ એ રીમુવ ન થય શકતા હોય તો ઇન્જેક્શન સિન્ટોસીન 40 IU ઇન્ટરનેશનલ યુનિટ 1 Liter ઇન્ટરા વિનર્સ ઇન્ફયુજન પ્રોવાઇડ કરવું. જેના કારણે પેશન્ટાના ક્લોટ્સ એ રિમુવ થય શકે.
  • ત્યારબાદ મધરના કમ્પ્લીટલી વાઇટલ સાઇન અસેસ કરવા.
  • મધર ને પ્રોપરલી કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરવી તથા તેને પ્રોપરલી રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.
  • મધર ને પ્રોપરલી એશ્યોરન્સ પ્રોવાઇડ કરવો.

2) સેકન્ડરી પોસ્ટ પાર્ટમ હેમરેજ:

  • બેબીના બર્થ થયા પછીના 24 અવર્સ પછીથી લઇ પરપેરિયલ પિરિયડ (6 વિક્સ સુધીમાં થતા) બ્લીડિંગ ને ડીલે પરપેરિયલ હેમરેજ, લેટ પરપેરિયલ હેમરેજ અથવા સેકન્ડરી પોસ્ટ પાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે.
  • તેમાં બિલ્ડિંગ એ મોટેભાગે 8 થી 14 દિવસ દરમિયાન થઈ શકે છે.

ઇટિયોલોજી ઓફ સેકન્ડરી પોસ્ટ પાર્ટમ હેમરેજ:

  • કોટીલોડોન અથવા મેમ્બરેન ના બીટ્સ એ યુટેરાઇન કેવીટી મા અંદર રહી ગયા હોય તો તેના કારણે,
  • ઇન્ફેક્શન થવાના કારણે,
  • એન્ડોમેટ્રાઇટીસ ના કારણે,
  • પ્લેસેન્ટલ સાઇટ સબઇન્વોલ્યુશન હોય તો તેના કારણે,
  • સિઝેરિયન સેક્શન ના વુંડ ના કારણે,
  • ઇસ્ટ્રોજન થેરાપી ના કારણે,
  • સર્વિક્સ કાર્સીનોમા ના કારણે,
  • પ્લેસેન્ટલ પોલીપ્સ ના કારણે,
  • પર્પેરિયલ ઇનવર્ઝન ઓફ યુટ્રસ થવાના કારણે,

સાઇન એન્ડ સિમ્ટોમ્સ ઓફ સેકન્ડરી પોસ્ટ પાર્ટમ હેમરેજ:

  • હેવી લોકીયા ડિસ્ચાર્જ થવું તે બ્રાઇટ રેડ કલરનું જોવા મળવું,
  • લોકિયલ ડિસ્ચાર્જ ઓફેન્સિવ હોવું,
  • ફીવર આવવો,
  • પલ્સ રેટ હાય થવા,
  • સબઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ થવું,
  • એનીમિયા,
  • સેપ્સીસ,

નર્સિંગ મેનેજમેન્ટ ઓફ સેકન્ડરી પોસ્ટ પાર્ટમ હેમરેજ:

  • બ્લડ કેટલા પ્રમાણમાં લોસ થયું તેનું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.
  • પેશન્ટને પ્રોપરલી બ્લડ ટ્રાન્સફયુઝન પ્રોવાઇડ કરવું.
  • પોસ્ટ પાર્ટમ હેમરેજ ના કોઝ ને પ્રોપરલી આઇડેન્ટીફાય કરવું.
  • પેશન્ટને 10 unit inj.oxytocin ને IM(ઇન્ટ્રાસ્લ્યુલર)અથવા જો ઇન્ટ્રા વિનસલી(IV) પ્રોવાઇડ કરવું હોય તો 20 unit ઓક્સિટોશન ને 500 ml નોર્મલ સલાઇન અથવા રીંગરેક્ટેડ સોલ્યુશનમાં એડ કરી પેશન્ટને ઇન્ફ્યુઝન પ્રોવાઇડ કરવું જેના કારણે પોસ્ટ પાર્ટમ હેમરેજ ને પ્રિવેન્ટ કરી શકાય.
  • પેશન્ટને પ્રોપરલી એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ ને કમ્પલીટલી બેડરેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.
  • જો પેશન્ટને કોઇપણ રિટેઇન બીટ્સ ઓફ પ્લેસેન્ટા હોય તો તેને પ્રોપરલી રીમુવ કરવા.
  • જો પેશન્ટ ને માઇનર અમાઉન્ટમાં પણ બ્લીડિંગ થતું હોય તો તેને ઇગ્નોર કરવું નહીં કારણકે તે પોસ્ટ પાર્ટમ હેમરેજ ના એલારામ સીમટોન્સ તરીકે હોય શકે છે.
  • સ્પંજ હોલ્ડિંગ,ઓવમ ફોરસેપ અથવા જેન્ટલ ક્યુરેટેજ દ્વારા રિટેઇન્ડ થયેલી પ્રોડક્ટને પ્રોપરલી રીમુવ કરવી.
  • જો બ્લીડિંગ એ સર્વાઇકો વજાનલ કેનાલમાં ટ્રોમા ના કારણે હોય તો તેને હીમોસ્ટેટિક સુચર દ્વારા કંટ્રોલ કરવું.
  • જો પેશન્ટની ડીલેવરી એ અનહાઇજનીક એન્વાયરમેન્ટમાં થયેલી હોય તો પેશન્ટને એન્ટી ટીટેનસ સિરમ તથા એન્ટી ગેશગેંગરીન સીરમ એડમિનિસ્ટ્રેશન કરવું.
  • જો પેશન્ટ એ એનીમેક હોય તો બ્લડ ટ્રાન્સફયુઝન પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ ના વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા જેમાં વાઇટલ સાઇન એ દર ચાર કલાકે શરૂઆતમાં મોનિટર કરવા ત્યારબાદ આખા દિવસ દરમિયાન બે વખત વાઇટલ સાઇન ને પ્રોપરલી મોનિટર કરવા.
  • પેશન્ટને ફેરસ ગ્લુકોનેટ( 300 mg TDS) અથવા ફેરસ સલ્ફેટ( 200 mg TDS) ઓરલી પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટને પ્રોપરલી ફોલિક એસિડ ( 5 mg )મેડીટેશન પ્રોવાઇડ કરવી.
  • મધર ને પ્રોપરલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવુ.
  • મધર ને પ્રોપરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

🔸c. Infertility. ઇન્ફટીલીટી

ડેફીનેશન:=
ઇનફર્ટીલીટી તે એક મેડિકલ કન્ડિશન છે કે જેમાં 1 યર અથવા તેના કરતાં પણ વધારે સમયથી રેગ્યુલર તથા અનપ્રોટેકટેડ કોઇટસ કરવા છતા પણ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામા ઇનએબિલિટી હોય તો આવી કન્ડિશન ને ઇનફર્ટીલીટી કહેવામા આવે છે.
તે વિશ્વભરના આશરે 10-15% કપલ્સ ને અફેક્ટ કરે છે. ઇનફર્ટીલીટી એ મેલ, ફિમેલ અથવા બંને ને અફેક્ટ કરતા વિવિધ ફેક્ટર ના કારણે હોય શકે છે, અને તે ટેમ્પરરી અથવા પર્મનેન્ટ હોય શકે છે.

ટાઇપ ઓફ ઇન્ફર્ટિલિટી
ઇન્ફર્ટિલિટી ના સામાન્ય રીતે બે ટાઇપ પડે છે.

  • 1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી,
  • 2) સેકન્ડરી ઇનફર્ટિલિટી

1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી: તે એવા પેશન્ટ ને સૂચવે છે જે એક પણ વખત પ્રેગ્નેન્સિ કન્સિવ કરી શક્યા ન હોય.

2) સેકન્ડરી ઇનફર્ટિલિટી: આમા, પ્રિવ્યસ પ્રેગ્નન્સી કન્સિવ થયેલ ઇન્ડિકેટ કરે છે પરંતુ ત્યારબાદ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામાં ફેઇલ્યોર થાય તેને સેકન્ડરી ઇન્ફર્ટીલીટી કહેવામા આવે છે.

કોઝીઝ ઓફ ઇનફર્ટીલીટી

  • ઇનફર્ટીલીટી મેઇન ત્રણ કોઝ છે.
  • 1)ફોલ્ટ ઇન ફિમેલ,
  • 2)ફોલ્ટ ઇન મેલ,
  • 3)કમ્બાઇન્ડ ફેક્ટર.

1)ફોલ્ટ ઇન ફિમેલ:

A) ઓવેરિયન ફેક્ટર:
આમાં ઓવ્યુલેટરી ડીસફંક્શન ના કારણે જોવા મળે છે મેઇન્લી તેના ત્રણ રિઝન નીચે મુજબ છે.

a) એનઓવ્યુલેશન/ઓલીગોઓવ્યુલેસન:
એનઓવ્યુલેશન/ઓલીગોઓવ્યુલેસન એ સામાન્ય રીતે હાઇપોથેલેમો પિટ્યુટરીઓવેરિયરીયન એક્સિસ મા ડિસ્ટબન્સ હોવાના કારણે જોવા મળે છે.
ઓવેરિયન એક્ટિવિટી એ ગોનાડોટ્રોફીન પર ડિપેન્ડ કરે છે તથા ગોનાડોટ્રોફીન નુ નોમૅલ સિક્રીશન એ હાઇપોથેલેમસ માથી રિલીઝ થતા GnRH( ગોનાડો ટ્રોફીન રિલીઝિંગ હોર્મોન) પર ડિપેન્ડ કરે છે.

(b) લ્યુટેનાઇઝ્ડ અનરપ્ચર્ડ ફોલિકલ( LUF)
(ટ્રેપ્ડ્ ઓવમ): આ, કોર્પસ લ્યુટીયમ ના ઇનએડિક્યુએટ ગ્રોથ તથા ફંક્શનના કારણે જોવા મળે છે.

( C) ટ્રેપ્ડ ઉવમ: આમાં ઓવમ એ ફોલિકલ્સ ની ઇનસાઇડમાં જ ટ્રેપ થાય છે તે સામાન્ય રીતે એન્ડોમેટ્રીઓસીસ ના કારણે અથવા હાઇપર પ્રોડક્ટેનેમિયાના કારણે હોય છે.

2) ટ્યુબલ ફેક્ટર્સ: આમાં ઇનફેર્ટીલીટી એ સામાન્ય રીતે ટ્યુબોપથી (ટ્યુબલ ઇન્ફેક્શન )ના કારણે થાય છે જેના કારણે ટ્યુબલ ફંક્શન્સ એ ઇમ્પેઇરડ થાય છે.
Ex:= ડિફેક્ટીવ ઓવમ પીકઅપ કરે અને ત્યારબાદ ઇનફર્ટિલિટી જોવા મળે છે.

3) પેરિટોનિયલ ફેક્ટર: આમાં ઇનફર્ટિલિટી નું એક અને મેઇન ફેક્ટર એ એન્ડોમેટ્રિઓસીસ છે.

4) યુટેરાઇન ફેક્ટર: આમાં અમુક ફેક્ટર્સ કે જે ફર્ટિલાઇઝડ ઑવમ ને એન્ડોમેટ્રીઅમ માં ઇમ્પ્લાન્ટેશન થવામાં સ્ટોપ કરતા ફેક્ટર્સ ના કારણે જોવા મળે છે.
આ ફેક્ટર્સ જેમ કે,

  • a) એન્ડોમેટ્રીઓસીસ,
  • b) ફાઇબ્રોઇડ યુટ્રસ,
  • c)યુટેરાઇન હાઇપોપ્લેસિયા,
  • d)કંજીનાઇટલ માલફોર્મેશન ઓફ ધ યુટ્રસ.

5)સર્વાઇકલ ફેક્ટર્સ:
આમાં સેકન્ડ ડિગ્રી યુટેરાઇન પ્રોલેપ્સ ના કારણે,
રેટ્રોવરટેડ યુટ્રસ ના કારણે,
તથા સર્વાઇકલ ન્યુકસના કમ્પોઝિશનમાં ચેન્જીસ થવાના કારણે જોવા મળે છે.

6) વજાઇનલ ફેક્ટર: આમાં વજાઇનલ એટ્રેસિયા, ટ્રાન્સવર્સ વજાઇનલ સેપ્ટમ,ના કારણે.

2)ફોલ્ટ ઇન મેલ:

1) ડિફેક્ટીવ સ્પરમેટોજીનેસીસ ના કારણે:
આના કારણે ઇનફર્ટીલીટી જોવા મળે છે અને તે સામાન્ય રીતે નીચે મુજબના કારણના લીધે જોવા મળે છે:
ઓર્ચાઇટીસ,
અનડિસેન્ડેડ ટેસ્ટીસ,
ટેસ્ટીક્યુલર ટોક્સિન્સ,
પ્રાઇમરિ ટેસ્ટિક્યુલર ફેઇલ્યોર,
જીનેટીક અથવા ક્રોમોઝોમલ ડિસઓર્ડર ના કારણે જેમ કે, 47,XXY,
એન્ડોક્રેનીઅલ ફેક્ટરના કારણે જેમ કે થાઇરોઇડ ડિસ્ફંક્શન.

2) ઓબસ્ટ્રકશન ઓફ ધ એફરન્ટ ડક્ટ સિસ્ટમના કારણે:
આ બે ટાઇપમાં જોવા મળે છે.
1) કંજીનાઇટલ:
વાસડિફરન્સ એબસન્ટ હોવાના કારણે.
2)એક્વાયર્ડ:
આ સામાન્ય રિતે અમુક ઇન્ફેક્શન ના કારણે, ટ્યબરક્યુલોસીસ, ગોનોરીયા, તથા સર્જીકલ ટ્રોમા( ડ્યુરિંગ હર્નિયોરાફી)ના કારણે જોવા મળે છે.

3)ફેઇલ્યોર ટુ ડિપોઝિટ સ્પમૅ ઇન વજાઇના:
આમાં સ્પર્મ એ વજાઇનામાં ડિપોઝીટ ફેઇલ્યોર થવાના કારણે.
આના કારણ મા:
ઇમ્પોટન્સી,
ઇજેક્યુલેટરી ફેઇલ્યોર,
હાઇપોસ્પાડિયાસિસ,
બ્લાડર નેક સર્જરી.

4)સેમીનલ ફ્લુઇડ મા એરર થવાના કારણે:
આમા, ઇમમોટાઇલ સ્પર્મ ના કારણે,
સ્પર્મ કાઉન્ટ એ ડિસ્ટરબન્સ થવાના કારણે,
લો ફ્રુક્ટોઝ કાઉન્ટ ના કારણે.

3)કમ્બાઇન્ડ ફેક્ટર: આમાં મેલ તથા ફિમેલ બંનેના કમાઇન્ડ ફેક્ટર્સ ના કારણે ઇન્ફર્ટિલિટી જોવા મળે છે.

ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન: કમ્પ્લીટ હિસ્ટ્રી કલેક્શન કરવું તથા ફિઝિકલ એક્ઝામિનેશન આમાં ઓવરઓલ હેલ્થનું એસેસમેન્ટ કરવું જેમાં,રિપ્રોડક્ટિવ હેલ્થ, હિસ્ટ્રી તથા પોટેન્શિયલ રિસ્ક ફેક્ટરને આઇડેન્ટીફાય કરવુ.

ઓવ્યુલેશન ટેસ્ટિંગ: આમાં મેન્સ્ટ્રુએશન સાયકલને મોનિટરિંગ કરવુ તથા ઓવ્યલેસન એ રેગ્યુલરલી થાય છે કે કેમ તેનું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.

સિમેન એનાલાઇસીસ: આમાં સ્પર્મ કાઉન્ટ નું ઇવાલ્યુએશન કરવામાં આવે છે તથા સ્પર્મ ની મોટીલિટી,મોરફોલોજી, તથા બીજા પેરામીટર્સ ને અસેસ કરવામા આવે છે.

ઇમેજિંગ ટેસ્ટિંગ: આમાં યુટ્રસ તથા ફેલોપિયન ટ્યુબ નું અસેસમેન્ટ કરવા માટે અલ્ટ્રાસોનોગ્રાફી તથા હિસ્ટેરોસાલ્પીન્જીયોગ્રાફી કરવામાં આવે છે.

હોર્મોનલ ટેસ્ટ: આમાં ઓવેરિયન ફેક્ટર તથા બીજા એન્ડોક્રાઇન ડિસઓર્ડર ને અસેસ કરવાઆટે હોર્મોનલ લેવલને અસેસ કરવામા આવે છે.

ડાયગ્નોસ્ટિક પ્રોસિજર: જેમ કે,લેપ્રોસ્કોપી( પેલી ઓર્ગનનું એક્ઝામિનેશન કરવા માટે),તથા જીનેટીક ટેસ્ટિંગ( ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ ને આઇડેન્ટિફાઇડ કરવા માટે).

ટ્રીટમેન્ટ: ઇનફર્ટિલિટી ની ટ્રીટમેન્ટ એ તેના કોઝ,ડ્યુરેશન તથા ઇનફર્ટીલિટી ના ડ્યુરેસન પર આધાર રાખે છે.

મેડિકેશન ફર્ટીલિટી ડ્રગ્સ એ વુમન મા ઓવ્યુલેસન ને સ્ટીમ્યુલેટ કરવા માટે મેન મા સ્પર્મ પ્રોડક્શન ને તથા તેના ફંક્શન ને ઇમ્પ્રુવ કરવા માટે પ્રોવાઇડ કરવામાં આવે છે.

સર્જરી: સર્જરીમાં એનાટોમિકલ એબનોર્માલીટીસ ને કરેક્ટ કરવામાં આવે છે.જેમ કે, ટ્યુબલ બ્લોકેજ, યુટેરાઇન ફાઇબ્રોઇડ,તથા વેરિકોસિલ( એન્લાર્જ વેઇન ઇન સ્ક્રોટમ).

  • આસિસટેડ રીપ્રોડક્ટિવ ટેક્નિક(ART)
    ઇન્ટરા યુટેરાઇન ઇન્સેમીનેશન( IUI)
    આમાં ઓવ્યુલેશન સમય દરમિયાન સ્પર્મને ડાયરેક્ટ યુટેરાઇન કેવીટી મા પ્લેસ્ડ કરવામા આવે છે.
  • ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન( IVF) આમાં લેબોરેટરીમાં ઓવમ તથા સ્પર્મ નું ફર્ટિલાઇઝેશન કરી ત્યારબાદ એમ્બ્રિયો ને યુટ્રર્સ માં ટ્રાન્સફર કરવામાં આવે છે.
    ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન ( ICSI)
    આ પ્રોસિજરમાં ફર્ટિલાઇઝેશનને કરાવવા માટે સિંગલ સ્પર્મ ને ડાયરેક્ટ એગ માં ઇન્જેકટ કરવામાં આવે છે .
    સરોગસી
    જ્યારે પ્રેગનેન્સી ને કેરી આઉટ કરવા માટે શક્ય ન હોય ત્યારે સરોગસી કરાવવામાં આવે છે.

જનરલ નર્સિંગ મેનેજમેન્ટ:

  • પેશન્ટની જનરલ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટેના પ્રોપરલી મેઝર્સ લેવા.
  • જો પર્સન એ ઓબેઝ હોય તો વેઇટ ને રીડયુઝ કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને હેવી સ્મોકિંગ તથા આલ્કોહોલ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને એડવાઇઝ આપવી કે ટાઇટ તથા વામૅ અંડરગારમેન્ટસ એવોર્ડ કરવા.
    પેશન્ટને એડવાઇઝ આપવી કે વિટામિન E, વિટામિન C, વિટામીન B12 તથા ફોલિક એસિડ ને પ્રોપર લેવું જે સ્પરમેટોજીનેસીસ ને ઇમ્પ્રુવ કરે છે.
  • પેશન્ટ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • પેશન્ટનો બોડી વેઇટ પ્રોપરલી ચેક કરવો તથા બોડી માસ ઇન્ડેક્સ ને કેલ્ક્યુલેટ કરવું કે જે
    20 – 24 ની વચ્ચે હોવો જોઇએ.
    પેશન્ટ ને પ્રોપરલી સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે એડવાઇઝ આપવી. જેમાં પેશન્ટને પ્રોપરલી યોગા તથા મેડીટેશન કરવા માટે એડવાઇઝ આપવી.

🔸d. Menstrual cycle: મેંન્સ્ટુંઅલસાયકલ

ડેફીનેશન: મેન્સ્ટ્રુએશન વડૅ એ મુન પરથી આવેલો છે. મેન્સ્ટ્રુએશન સાઇકલ એટલે ફર્ટાઇલ ફિમેલ માં ફિઝિયોલોજીકલ ચેન્જીસ થાય છે તે એક વિઝિબલ સાયક્લિક પ્રોસેસ છે જે યુટ્રસ ના એન્ડોમેટ્રિયમ માં થાય છે અને તેમા હોર્મોન્સ ના ઇન્ટરકનેક્શન દ્વારા વજાઇના માથી બ્લીડિંગ થાય છે. જે HPO પ્રોસેસ

  • (H : હાઇપોથેલેમસ,
  • P : પિટ્યુટરી ગ્લેન્ડ ,
  • O: ઓવરીસ ) ના કારણે થાય છે.

H : હાઇપોથેલેમસ:
હાઇપોથેલેમસ એ ગોનાડો ટ્રોફીન રીલીઝિંગ હોર્મોન(GnRH) ને સિક્રેટ કરે છે જે એન્ટીરિયર પિટ્યુટરીગ્લેન્ડ ને FSH(ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન)
LH(લ્યુટેનાઇઝીંગ હોર્મોન) સિક્રિટ કરવા માટે સ્ટીમ્યુલેટ કરે છે.

P : પિટ્યુટરી ગ્લેન્ડ :
પિટ્યુટરીગ્લેન્ડ માથી FSH(ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન)
LH(લ્યુટેનાઇઝીંગ હોર્મોન) સિક્રિટ થાય છે. તે ઓવરીસ પર વર્ક કરે છે.

O: ઓવરીસ:
પિટ્યુટરીગ્લેન્ડ માથી સિક્રિટ થતુ FSH(ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન) કે જે ઓવેરિયન ફોલીકલ નું મેચ્યુરેસન,ઇસ્ટ્રોજન નું સિક્રીસન અને ઓવ્યુલેશન કરે છે.
જ્યારે LH(લ્યુટેનાઇઝીંગ હોર્મોન) એ કોર્પસ લ્યુટીયમ નુ ડેવલોપમેન્ટ અને પ્રોજેસ્ટેરોન નુ સિક્રીસન કરે છે.

મેન્સ્ટ્રુએશન સાયકલમાં જે હોર્મોન સિક્રિટ થાય છે તે નેગેટિવ ફીડબેક મિકેનિઝમ દ્વારા રેગ્યુલેટ થાય છે.
હાઇપોથેલેમસ એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના બ્લડ લેવલ ના ચેન્જીસ ને રિસ્પોન્ડ કરે છે. જેમ કે હાઇપોથેલેમસ એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના બ્લડ મા હાઇ લેવલ થી ડિપ્રેસ્ડ થાય છે જ્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના લો લેવલ થી હાઇપોથેલેમસ એ સ્ટીમ્યુલેટ થાય છે.

મેન્સ્ટ્રુએશન સાયકલ ની એવરેજ લેન્થ એ 28 days ની હોય છે.

મેન્સ્ટ્રુએશન સાયકલ:
મેન્સ્ટ્રુએશન સાયકલ માં બે ફેઝ હોય છે.

  • 1) ઓવેરિયન ફેઝ
  • 2) યુટેરાઇન ફેઝ

1) ઓવેરિયન ફેઝ:
ઓવેરિયન ફેઝ માં ફરધર બે ફેઝ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

  • a) ફોલીક્યુલર ફેઝ,
  • b) લ્યુટીયલ ફેઝ

a) ફોલીક્યુલર ફેઝ:

  • ફોલીક્યુલર ફેઝ એ મેન્સ્ટ્રુએશન ના ફર્સ્ટ ડે થી સ્ટાર્ટ થય ઓવ્યુલેશન થતા ની સાથે એન્ડ થાય છે. આ ફેસ એ સામાન્ય રીતે 14 દિવસ સુધીનો હોય છે.
  • આ ફેઝ માં ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન(FSH)ના કારણે ફોલિકલ્સ નો ગ્રો થાય છે.
  • આ ફોલિકલ્સ માંથી એક ફોલીકલ( ડોમીનન્ટ ફોલિકલ)એ મેચ્યોર બને છે.
  • આ મેચ્યોર ફોલીકલ એ ગ્રાફિયન ફોલિકલ બને છે. તે ઇસ્ટ્રોજન ને રિલીઝ કરે છે.
  • ત્યારબાદ ઇસ્ટ્રોજન એ ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન( FSH ) અને લ્યુટેનાઇઝીંગ હોર્મોન ( LH) બંને પર વર્ક કરે છે.
  • ઇસ્ટ્રોજન એ ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન( FSH) ને સપ્રેસ કરે અને લ્યુટેનાઇઝીંગ હોર્મોન ( LH)ને સ્ટીમ્યુલેટ કરે છે.
  • ત્યારબાદ લ્યુટેનાઇઝીંગ હોર્મોન( LH) એ ગ્રાફીયન ફોલીકલ કે જે ડોમિનન્ટ ફોલિકલ માંથી બનેલું હોય તેનું રપ્ચર કરી તેવા તેમાંથી ઓવમ બહાર આવે છે અને ત્યારબાદ કોરપસલ્યુટીયમ નું વર્ક વધે છે.

b) લ્યુટીયલ ફેઝ:

  • લ્યુટીયલ ફેસ એ ઓવ્યુલેશન થયા પછી થી લય નેક્સ્ટ મેન્સ્ટ્રુએશન સાયકલ સ્ટાર્ટ થાય ત્યાં સુધી જોવા મળે છે તે સામાન્ય રીતે 14 દિવસનો હોય છે.
  • આ ફેઝમાં કોરપસ લ્યુટીયમ એ ડેવલોપ થાય છે કે જે ઓવ્યુલેશન પછીના બાકી રહેલા ઓવેરિયન ફોલીકલ માથી ફોર્મ થાય છે.
  • કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોન ને પ્રોડ્યુસ કરે છે કે જે ફર્ટિલાઇઝડ થયેલા એગ ને ઇમ્પ્લાન્ટેશન થવા માટે યુટેરાઇનકેવીટી ની લાઇનીંગ ને પ્રિપેર કરે છે.

લ્યુટીયલ ફેઝ મા બે સંભાવના હોય શકે છે:

  • I : ફર્ટિલાઇઝેશન એબ્સન્ટ
  • II : ફર્ટિલાઇઝેશન પ્રેઝન્ટ

I : ફર્ટિલાઇઝેશન એબ્સન્ટ

  • જો ફર્ટિલાઇઝેશન એબ્સન્ટ હોય તો કોર્પસ લ્યુટીયમ એ કોર્પસ મેન્ટ્રુઆલીસ મા કન્વટૅ થાય છે.
  • કોર્પસ મેન્ટ્રુઆલીસ એ કોર્પસ આલ્બીકેન્સ મા કન્વટૅ થાય છે અને ત્યારબાદ 28 દિવસે ડિસઅપીયર થય જાય છે.

II : ફર્ટિલાઇઝેશન પ્રેઝન્ટ

  • જો ફર્ટિલાઇઝેશન પ્રેઝન્ટ હોય તો કોર્પસ લ્યુટીયમ નુ કોર્પસ લ્યુટીયમ વેરમ મા કન્વટૅ થાય છે કે જે માં સાથે પ્રોજેસ્ટેરોન હોર્મોન પણ હોય છે અને તે ત્રણ મંથ સુધી રહે છે.
  • પ્રોજેસ્ટેરોન હોર્મોન એ મધરની ઇમ્યુનિટી ને સપ્રેઝ કરે છે તેના કારણે યુટેરાઇન કેવીટી મા ફિટસ નો ગ્રોથ એ થય શકે છે અને એબોર્શન ની કન્ડિશન પ્રિવેન્ટ થાય છે.

2) યુટેરાઇન ફેઝ:

યુટેરાઇન ફેઝ એ ફરધર ત્રણ ફેઝ માં ડિવાઇડ થાય છે:

  • 1) બ્લીડિંગ ફેઝ(4 days)
  • 2)પ્રોલીફરેટીવ ફેઝ( 10 days)
  • 3)સિક્રીટરી ફેઝ(14 days )

1) બ્લીડિંગ ફેઝ(4 days):

  • જ્યારે ઓવમ એ ફર્ટિલાઇઝ હોતું નથી ત્યારે ઇન્ક્રીઝ થયેલુ પ્રોજેસ્ટેરોન હોર્મોન નું લેવલ એ બ્લડમાં એન્ડોમેટ્રિયમ(ઇનર મોસ્ટ લેયર ઓફ યુટ્રસ) ની બ્લડ વેસેલ્સનુ વાઝોકોન્સ્ટ્રક્શન કરે છે.
    તેના કારણે યુટેરાઇન કેવીટી ના એન્ડોમેટ્રિયમ લેયરમાં બ્લડ સપ્લાય એ ડિક્રીઝ થાય છે.
    અને હાઇપોક્ઝીયા ની કન્ડિશન અરાઇઝ થાય છે.
    તેના કારણે એન્ડોમેટ્રિયમ લેયરના સેલ્સ તથા ટીશ્યુસ નું નેક્રોસીસ અને ડેથ થાય છે.
    હવે આ સેલ્સ તથા ટીશ્યુસ નું નેક્રોસીસ તથા ડેથ થવાના કારણે હિમેટોમેટ્રા(યુટેરાઇન કેવીટી મા બ્લડ નુ કલેક્શન થવુ.) ની કન્ડિશન અરાઇઝ થાય છે.
    આ કન્ડિશન ના કારણે નર્વ સપ્લાય એ હાઇપોથેલેમસ સુધી જાય છે ત્યારબાદ તે પિટ્યુટરીગ્લેન્ડ ને સ્ટીમ્યુલેટ કરે છે. પિટ્યુટરી ગ્રેન્ડ એ ઓક્સિટોસિન ને રિલીઝ કરે છે કે જે યુટેરાઇન કોન્ટ્રાકશન કરાવવા માટે જવાબદાર હોય છે.
    આ યુટેરાઇન કોન્ટ્રાકશન થવાના કારણે બ્લડ ફ્લો એ વજાયનલ સાઇટ વિઝીબલ થાય છે. અને મેન્સ્ટ્રુેશન એ સ્ટાર્ટ થાય છે. જેમાં એન્ડોમેટ્રીઅલ ગ્લેન્ડ, એન્ડોમેટ્રીઅલ સેલ્સ,તથા કેપીલારીસ નું બ્લડ અને અનફર્ટિલાઇઝડ ઓવમ હોય છે.
  • જ્યારે, ઘટેલા પ્રોજેસ્ટેરોન નું લેવલ એ ક્રિટિકલ લેવલે પહોંચે છે ત્યારે બીજું ઓવેરિયન ફોલિકલ એ ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન( FSH )દ્વારા તેનું સ્ટીમ્યુલેટ થાય છે અને પ્રોલીફરેટીવ ફેઝ એ સ્ટાર્ટ થાય છે.

2)પ્રોલીફરેટીવ ફેઝ( 10 days):

  • પ્રોલીફરેટીવ ફેઝ ને ફોલીક્યુલર ફેસ પણ કહેવામાં આવે છે.
  • આ સ્ટેજમાં ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન( FSH )ના કારણે ઓવેરિયન ફોલિકલ ગ્રો થાય છે અને મેચ્યોર બનીને ઇસ્ટ્રોજન ને પ્રોડ્યુસ કરે છે.
  • ઇસ્ટ્રોજન એ એન્ડોમેટ્રિયમ ના પ્રોલીફરેશન ને સ્ટીમ્યુલેટ કરે છે અને ફર્ટીલાઇઝ ઓવમ ને રિસીવ કરવા માટે તૈયાર કરે છે.
  • આમ એન્ડોમેટ્રિયમ એ રેપિડ સેલ મલ્ટિપ્લિકેશન ના કારણે થીક( 2 થી 3 mm જેટલુ) બને છે.
  • તથા મ્યુક્લ્સ સિક્રિટિંગ ગ્લેન્ડ અને બ્લડ કેપીલારીસ વધવાથી આ ફેઝ ના અંતમાં લ્યુટેનાઇઝીંગ હોર્મોન( LH) ની ઇફેક્ટના કારણે ઓવ્યુલેશન થાય છે અને ઇટ્રોજન નું પ્રોડક્શન ઘટે છે.

3)સિક્રીટરી ફેઝ(14 days):

  • આ ફેઝ ને લ્યુટીયલ ફેઝ પણ કહેવામાં આવે છે.
  • તેમાં ઓવ્યુલેશન થયા પછી તરત જ ઓવેરિયન ફોલીકલ ના લાઇનિંગ સેલ્સ લ્યુટેનાઇઝીંગ હોર્મોન(LH) ના કારણે સ્ટીમ્યુલેટ થાય છે અને તેનું કોર્પસ લ્યુટીયમ બને છે.
    હવે આ કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોન ને પ્રોડ્યુસ કરે છે.
    આ પ્રોજેસ્ટેરોન હોર્મોન ની અસર ના કારણે યુટેરાઇન કેવીટી નુ એન્ડોમેટ્રીયમ સિક્રીટરી ગ્લેન્ડમાંથી વધારે પ્રમાણમાં મ્યુકસ ને સિક્રિટ કરે છે અને એડીમાટોસ એટલે કે થીક( 5 થી 6 mm) બને છે અને એંડોમેટ્રિયમ એ ફર્ટિલાઇઝ્ડ ઓવમ ને ઇમ્પ્લાન્ટેશન થવા માટે ફેવરેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરે છે.
  • આમ, મેન્સટ્રુઅલ સાયકલ ને ઓવેરિયન ફેઝ અને યુટેરાઇન ફેઝ એમ બે ફેઝ મા એક્સપ્લેઇન કરવામા આવે છે.

🔸e. Placenta, પ્લેસેન્ટા

પ્લેસેન્ટા:

ઇન્ટ્રોડક્શન
પ્લેસેન્ટા એ એક માસ લાઇક સ્ટ્રક્ચર છે. તે ફિટલ કંમ્પોનન્ટ કોરિયોન ફ્રોન્ડોઝમ તથા મેટરનલ કમ્પોનન્ટ ડેસીડ્યુઆ બેઝાલિસ એમ બે સોર્સિસ માથી સામાન્ય રીતે અપર યુટેરાઇન સેગ્મેન્ટ માં એન્ટિરિયર અથવા પોસ્ટીરીયર સાઇડમાં ડેવલોપ થાય છે.
પ્લેસેન્ટા એ ફિટસ સાથે અંબેલીકલ કોડ દ્વારા કનેક્ટ થાય છે અને પ્રેગનેન્સી મેઇન્ટેન થાય છે. પ્લેસેન્ટા એ એમ્બ્રિયોની લાઇફ ને સપોર્ટ કરે છે જે એમબ્રીઓ ને ઓક્સિજન અને ફૂડ પુરુ પાડે છે તથા ટોક્સિક મટીરીયલ્સ ને રીમુવ કરે છે.

ડેફીનેશન
પ્લેસેન્ટા એ તેના સેપ ના કારણે “ડિસ્કોઇડ શેપ” હોય છે,
તે “હિમોકોરિયોનિક” હોય છે કારણ કે તેનુ કોરીઓન એ મેટરનલ બ્લડ ના ડાયરેક્ટ કોન્ટેકમાં આવે છે અને તે “ડેસિડ્યુએટ” હોય છે કારણ કે પ્લેસેન્ટા એ બર્થ પછી સેડઓફ થય જાય છે.

પ્લેસેન્ટા ઓરિજીનેશન
પ્લેસેન્ટા એ ફર્ટિલાઇઝ્ડ ઓવમ ના ટ્રોફોબ્લાસ્ટિક લેયર માંથી ઓરીજીનેટ થાય છે.
પેશન્ટા એ મધરના સર્ક્યુલેશન સાથે ક્લોઝલી લિંક થયેલ હોય છે તેના ફંકશનને પ્રોપર્લી કરવા માટે જે ફંક્શન એ ફિટસ એ ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ દરમિયાન પરફોર્મ કરવામાં અનએબલ હોય છે.
ફિટસનું સર્વાઇવલ એ પ્લેસેન્ટાની ઇન્ટીગ્રિટી તથા એફિશિયન્સી પર ડીપેન્ડ કરે છે.

એટેચમેન્ટ ઓફ પ્લેસેન્ટા
પ્લેસેન્ટા એ મધર ની યુટેરાઇન વોલ સાથે અટેચ થયેલી હોય છે અને તે મધર અને ફીટસ વચ્ચે અંબેલીકલ કોડૅ દ્વારા કનેક્શન એસ્ટાબ્લીસ કરે છે.

પ્લેસેન્ટા એટ ફુલટમૅ
એટ ટમૅ પ્લેસેન્ટા એ ફ્લેટ અને રાઉન્ડ અથવા ઓવલ શેપ માં હોય છે તે ડિસ્ક લાઇક સ્પન્જી, ફ્લેસી સ્ટ્રક્ચર છે. પ્લેસેન્ટા એ સેન્ટરમાં થીક અને કિનારીમાં થીન હોય છે.

ડાયામીટર એન્ડ થિકનેસ ઓફ પ્લેસેન્ટા

  • 1)પ્લેસેન્ટાનો એવરેજ વેઇટ એ:= 500 ગ્રામ
  • 2) રેશિયો બીટવીન ફિટસ એન્ડ પ્લેસેન્ટા := 1/6( 3kg / 500 gm).
  • 3) પ્લેસેન્ટાનો ડાયામીટર એ:= 15-20 cm.
  • 4)પ્લેસેન્ટા નો સરફેસ એરિયા:= 243 sq cm (સ્કવેર સેન્ટીમીટર).
  • 5) પ્લેસેન્ટાનું વોલ્યુમ એ:= 500 ml.
  • 6) પ્લેસેન્ટા એ સેન્ટરમાં થીક હોય છે જ્યારે કિનારી પર થીન હોય છે.
    સેન્ટર પાટૅ ઓફ પ્લેસેન્ટા:=2.5 થી 3 cm.
    પેરીફેરલ પાટૅ ઓફ પ્લેસેન્ટા := 1 થી 1.5 cm

ફીટસ થી પ્લેસેન્ટા સુધી અંબેલીકલ કોડૅ કનેક્ટ થાય છે જેમાં એક અંબેલીકલ વેઇન અને
બે અંબેલિકલ આર્ટરી આવેલી હોય છે.

પાર્ટ ઓફ પ્લેસેન્ટા

પ્લેસેન્ટામાં બે સરફેસ આવેલી હોય છે.

  • 1) ફીટલ સરફેસ( 80%),
  • 2) મેટરનલ સરફેસ(20%)

1) ફીટલ સરફેસ( 80%):
ફીટલ સરફેસ તે સ્મૂધ, સાઇની તથા ટ્રાન્સપરન્ટ હોય છે કે જે સ્મુધ અને ગ્લીસ્ટનીંગ (ચળકાટવાડુ) એમ્નીઓન દ્વારા કવર્ડ થયેલી હોય છે.
જેમાં અમ્બેલિકલ કોડૅ એ સેન્ટર પર કનેક્ટ થયેલી થાય છે.
અંબેલીકલ વેસેલ્સ એ આ સરફેસ પર દેખાય છે.
ફિટલ સરફેસ એ બ્રાઇટ રેડ કલર ની હોય છે.

2) મેટરનલ સરફેસ(20%):
મેટરનલ સરફેસ એ “રફ અને સ્પંજી” હોય છે.
તે ડલ રેડ કલરની હોય છે.
મેટરનલ સરફેસ એ 15 થી 30 કોટીલોડોન્સમાં વહેંચાયેલ હોય છે જે સલ્કાઇ વડે અલગ પડે છે.
મેટરનલ સરફેસ પર સ્મોલ કેલ્સીફાઇડ ઇન્ફ્રાક્ટ દેખાય છે.

સ્ટ્રકચર ઓફ પ્લેસેન્ટા
પ્લેસેન્ટા માં બે પ્લેટ્સ હોય છે. કોરીઓનીક પ્લેટ અંદરની તરફ હોય છે જે એમ્નીઓટીક મેમ્બરેન વડે કવર થયેલી હોય છે. અંબેલીકલ કોડૅ એ આ પ્લેટ પર અટેચ થાય છે. મેટરનલ સાઇડ પર બેઝલ પ્લેટ હોય છે.
આ કોરીયોનિક પ્લેટ(ફિટલ સાઇટ) અને બેઝલ પ્લેટ( મેટરનલ સાઇટ) વચ્ચે ઇન્ટરવિલસ સ્પેસ આવેલી હોય છે.
આ ઇન્ટરવિલસ સ્પેસ માં સ્ટેમ વિલાય તથા તેની બ્રાન્ચીસ આવેલી હોય છે અને તેના સ્પેસમાં મેટરનલ બ્લડ રહેલું હોય છે.

1) એમ્નીઓટીક મેમ્બરેન
એમ્નીઓટીક મેમ્બરેન એ ક્યુબીકલ એપીથિલિયમ તથા કનેક્ટીવ ટીશ્યુસ નું સિંગલ લેયર છે. તથા એમ્નીઓટીક મેમ્બરેન એ કોરીઓનીક પ્લેટ સાથે લુઝ્લી અટેચ હોય છે.
તેનું પ્લેસેન્ટા ફોર્મેશનમાં કોઇ પાર્ટ હોતો નથી.

2) કોરીયોનિક પ્લેટ
કોરીયોનિક પ્લેટ એ કનેક્ટિવ ટીશ્યુસ ની સીટ હોય છે. તેમાં અંબેલિકલ વેસેલ્સની બ્રાન્ચીસ આવેલી હોય છે. આ કોરીયોનિક પ્લેટ એ ફીટલસાઇટ પર એમ્નીઓટીક મેમ્બરેન દ્વારા કવર થયેલી હોય છે.
સ્ટેમ વિલાય એ કોરીઓનીક પ્લેટ માંથી ઉત્પન્ન થાય છે જે કોરિયોડેસીડ્યુલ સ્પેસની ઇનર બાઉન્ડ્રી બનાવે છે.

3) બેઝલ પ્લેટ.
બેઝલ પ્લેટ એ સાઇટોબ્લાસ્ટ, સિનસાયટોબ્લાસ્ટ, એન્ડ ડેસિડ્યુઆ બેઝાલિસ માથી ફોમૅ થાય છે.
તે કોમ્પેક્ટ અને સ્પંજી લેયર હોય છે.
બેઝલ પ્લેટ એ મેટરનલ સરફેસના નીયરર મા પ્રેઝન્ટ હોય છે.
બેઝલ પ્લેટ માંથી યુટેરાઇન આર્ટરી તથા વેઇન એ ઇન્ટરવિલસ સ્પેસમાં એન્ટર થાય છે.
બેઝલ પ્લેટ એ મેટરનલ સરફેસમાં બાઉન્ડ્રી ફોર્મ કરે છે.

4) ઇન્ટરવિલસ સ્પેસ
જેની અંદરની સાઇડમાં કોરીયોનિક પ્લેટ અને આઉટર સાઇડમાં બેઝલ પ્લેટ હોય છે. આજુબાજુ બે પ્લેટ નું જોડાણ છે.
ઇન્ટરનલી બધી સાઇડમાં સીનસાઇટોટ્રોફોબ્લાસ્ટ ની લાઇન તથા સ્લો ફ્લોવિંગ મેટરનલ બ્લડ થી ફીલ થયેલ હોય છે.
આ ઇન્ટરવિલસ સ્પેસમાં સ્ટેમ વિલાઇ તથા તેની બ્રાન્ચીસ પણ તથા તેની બ્રાન્ચીસ એ આવેલી હોય છે.

5) સ્ટેમ વિલાઇ
સ્ટેમ વિલાઇ એ કોરીયોનીક પ્લેટ માંથી ઉત્પન્ન થઇને બેઝલ પ્લેટ સુધી વધે છે.
પ્રોગ્રેસીવ ડેવલોપમેન્ટમાં પ્રાઇમરી,સેકન્ડરી તથા ટર્સિયરી વિલાઇ બને છે.
પ્લેસેન્ટાના ફંક્શનલ યુનિટ ને ફિટલ કોટીલોડોન અથવા પ્લેસેન્ટોમ છે. તે મેજર પ્રાઇમરિ સ્ટેમ વિલસ માંથી બને છે.
આ મેજર સ્ટેમવિલાઇ એ ઇન્ટરવિલસ સ્પેસ માંથી પસાર થઈ બેઝલ પ્લેટમાં એન્કર થાય છે.ફંક્શનલ સબયુનિટ ને લોબ્યુલ કહે છે.જે ટર્સિયરી વિલાઇ માથી બને છે.
હ્યુમન પ્લેસેનટામાં 60 જેટલી સ્ટેમવિલાય આવેલી હોય છે. આથી દરેક કોટીલોડોન ( ટોટલ :=15-20) ને ત્રણ થી ચાર મેજર સ્ટેમ વિલાય આવેલી હોય છે. કેટલીક વિલાઇ પ્લેસેન્ટાને એન્કરિંગ કરે છે અને કેટલીક ઇન્ટરવેલસ સ્પેસમાં ફ્રી રહે છે તેને ન્યુટ્રીટીવ વિલાય કહે છે વિલાયમાં આવેલી બ્લડ વેસેલ્સ એ એકબીજા સાથે જોડાતી નથી.

સરક્યુલેશન થ્રુ ધ પ્રેસેન્ટા

પ્લેસેન્ટા માં બે પ્રકારે સરક્યુલેસન થાય છે.

  • 1) ફીટો પ્લેસેન્ટલ સર્ક્યુલેશન,
  • 2) યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન

1) ફીટો પ્લેસેન્ટલ સર્ક્યુલેશન,
ફિટોપ્લેસેન્ટલ સર્ક્યુલેશનમાં બે અંબેકલ આર્ટરી એ ઇમ્પ્યોર બલ્ડ એ ફિટસ માંથી લાવે છે અને તે કોરિયોનીક પ્લેટમાં એન્ટર થાય છે.જે દરેક 1/2 ઓફ પ્લેસેન્ટા મા સપ્લાય કરે છે.
આર્ટરીસ એ સ્મોલ બ્રાન્ચીસ માં બ્રેક થઇને કોરીઓનીક વિલાઇ ના સ્ટેમમાં એન્ટર થાય છે જે પ્રાઇમરી, સેકન્ડરી,અને ટર્સિયરી વેસેલ્સમાં ડિવાઇડ થાય છે. મેટરનલ અને ફીટલ બ્લડ એ અપોઝિટ ડાયરેક્શનમાં સાઇડ બાય સાઇડ રહે છે.
ફીટલ બ્લડ ફ્લો એ 400 ml/ minute હોય છે જે મેઇન્લી ફિટલ હાર્ટ રેટ ની પમ્પીંગ એક્સન પ્રમાણે હોય છે. અંબેલીકલ આર્ટરી નુ બ્લડ એ પ્લેસેન્ટાને કાર્બન ડાયોક્સાઇડ આપી અને ઓક્સિજન નુ એબ્સોર્બશન કરીને અંબેલીકલ વેઇન દ્વારા ફીટસ મા રિટર્ન થાય છે.

2) યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન( મેટર્નલ સર્ક્યુલેશન) યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન મા યુટેરાઇન આર્ટરી તથા વેઇન એ બેઝલ પ્લેટ દ્વારા ઇન્ટરવિલસ સ્પેસ મા એન્ટર થાય છે અને તે બ્લડ તથા ન્યુટ્રીયંટ એ મધર માંથી ઇન્ટરવિલસ સ્પેસમાં ટ્રાન્સમિટ કરે છે.

ફંક્શન ઓફ પ્લેસેંટા

1) રેસ્પીરેટરી ફંક્શન
પ્લેસેન્ટા દ્વારા ફિટસ એ ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને એક્સક્રીઝ કરે છે.
મધરના બ્લડ માંથી ઓક્સિજન એ ફિટલ બ્લડમાં પાસ થાય છે તેવી જ રીતે ફિટસ માં રહેલું કાર્બન ડાયોક્સાઇડ એ પ્લેસેન્ટા મારફતે મેટરનલ બ્લડમાં ટ્રાન્સમિટ થાય છે.

2) ન્યુટ્રીટીવ ફંક્શન
બધા જ પ્રકારના ન્યુટ્રીયંટ્સ જેમકે અમાઇનોએસિડ, ગ્લુકોઝ, વિટામિન્સ ,મિનરલ્સ, લિપિડ, વોટર અને ઇલેક્ટ્રોલાઇટ એ મધરમાંથી ફિટર્સમાં ટ્રાન્સમિટ થાય છે.
મેટરનલ ડાયટમાં લેવાયેલું ફૂડ એ પ્લેસેન્ટલ સાઇડ સુધી પહોંચે છે ત્યાં સિમ્પલ ફોર્મ થઈ જાય છે ત્યારબાદ ફીટ્સને જરૂરી સબસ્ટન્સ એ પ્લેસેન્ટા સિલેક્ટ કરે છે અને તે ફિટસ સુધી ટ્રાન્સમિટ કરે છે.

3) સ્ટોરેજ ફંક્શન
પ્લેસેન્ટા એ ગ્લુકોઝ, આયર્ન તથા વિટામીન ને સ્ટોર કરે છે. અને ફીટસ ને જરૂર પડતી સમયે પ્લેસેન્ટા એ પ્રોવાઇડ કરે છે.

4) એકસ્ક્રીટરી ફંક્શન
ફીટસ માં રહેલું વેસ્ટ પ્રોડક્ટ એ પ્લેસેન્ટ માં ટ્રાન્સમિટ થાય છે.

5) પ્રોટેક્શન
પ્લેસેન્ટલ મેમ્બરેન માં લિમિટેડ બેરિયર ફંક્શન હોય છે. કેટલીક એન્ટીબોડીસ એ મધરમાંથી ફિટસ માં જાય છે તે બર્થ પછી બેબી ને ત્રણ મહિના સુધી ઇમ્યુનિટી પ્રોવાઇડ કરે છે.

6) ઇમ્યુનોલોજીકલ ફંક્શન
ફિટસ અને પ્લેસેન્ટાના એન્ટીજન એ મધર માટે ફોરેઇન તરીકે વર્તે છે. તેમ છતાં ગ્રાફ્ટ રિજેક્શન થતું નથી કારણ કે પ્લેસેન્ટા એ રિજેક્શન સામે ઇમ્યુનોલોજીકલ પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.

7) હોર્મોનલ ફંક્શન

સ્ટીરોઇડ હોર્મોન્સ
ઇસ્ટ્રોજન,
પ્રોજેસ્ટેરોન.

પ્રોટીન હોર્મોન્સ
HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન),
HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન),
રિલેક્સીન,
PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A).

•>HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન),
કોરિયોનીક વિલાઇ ના સાયટોટ્રોફોબ્લાસ્ટિક લેયર માથી HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રોડ્યુસ થાય છે.
HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના 7 થી 10 વીક દરમિયાન વધારે હોય છે પછી પ્રેગ્નેન્સિ વધે તેમ ઓછુ થાય છે તે કોર્પસ લ્યુટીયમ ને મેઇન્ટેન કરે છે.
HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના ટેસ્ટ મા યુઝ થાય છે કારણ કે તે મધરના યુરિનમાં એક્સક્રીટ થાય છે.

HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ ફર્ટીલાઇઝએસન બાદ બ્લડ મા 7 દિવસે અને યુરિન મા 9 દિવસે ડિટેક્ટ થાય છે.કે જે પોઝીટીવ પ્રેગ્નેન્સિ ટેસ્ટ ઇન્ડિકેટ કરે છે.

••> HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન)
HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન) એ પ્લેસેન્ટા માથી પ્રોડ્યુસ થાય છે તે પ્રેગ્નેન્સીના લેક્ટોજેનિક અને મેટાબોલિક પ્રોસેસમાં ઇનવોલ્વ થાય છે જ્યારે હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોફિન ટ્રોફીન નું લેવલ ઓછું થાય ત્યારે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન ( HPL) નુ લેવલ ઇન્ક્રીઝ થાય છે અને તે થ્રોઆઉટ પ્રેગનેન્સીમાં કંટીન્યુ રહે છે.
હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન( HPL) એ એન્ટી ઇન્સ્યુલિન તરીકે વર્ક કરે છે જે બ્લડમાં ગ્લુકોઝ લેવલને ઇન્ક્રીઝ કરીને ગ્લુકોઝ ને ફીટસ સુધી સપ્લાય કરવામા હેલ્પ કરે છે.

••>રિલેક્સિન
રિલેક્સિન એ ડેસિડ્યુઆસ સેલ્સ દ્વારા ઉત્પન્ન થાય છે. અને તે સર્વિક્સ ને સોફ્ટ કરે છે તથા પેલ્વિક લીગામેન્ટ ને અને સિમ્ફાઇસીસ પ્યુબિસને લેબર પ્રોસેસ રિલેક્સ કરવામાં હેલ્પ કરે છે.

••>PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A)
પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A એ ઇમ્યુનોસપ્રેસન્ટ તરીકે વર્ક કરે છે અને પ્રેગનેન્સીને મેન્ટેઇન રાખવા માટેનું વર્ક કરે છે.

••> ઇસ્ટ્રોજન
ઇસ્ટ્રોજન એ થ્રોઆઉટ પ્રેગ્નેન્સિ મા પ્લેસેન્ટા દ્વારા પ્રોડ્યુસ થાય છે. તે ફીટોપ્લેસેન્ટા ના વેલ્બિંગ માટે જરૂરી હોય છે.
લેબર દરમિયાન ઇસ્ટ્રોજન એ ઇન્ક્રીઝ થાય છે જે ઓક્સિટોસિન ને રિલીઝ કરવામાં હેલ્પ કરે છે જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાકશન ઇન્ક્રીઝ થાય છે.

••> પ્રોજેસ્ટેરોન
પ્રોજેસ્ટેરોન એ પ્લેસેન્ટાના સીનસાઇટીઅલ લેયર માંથી ઉત્પન્ન થાય છે જે ટોકોલાઇટીક એજન્ટ તરીકે વર્ક કરે છે અને યુટરાઇન કોન્ટ્રાકશનને પ્રિવેન્ટ કરે છે સાથે સાથે ઇમ્યુનોસપ્રેશન્ટ તરીકે વર્ક કરી પ્રેગનેન્સીને કંટીન્યુ રાખવામાં મદદ કરે છે.

🔸f. Partograph, પાટોગ્રાફ

આગળ ના પેપર સોલ્યુશન મા છે પાર્ટોગ્રાફ નો Answer.
પેપર: 13/09/2021,
ના Q: 2 write short Notes મા Q: (h) નો આન્સર છે.

🔸g. Ethical and legal issues in midwifery, મિડવાઇફરી એથીકલ અને લીગલ ઈસ્યુ.

એથીકલ ઇસ્યુસ ઓફ મીડવીફરી:

1)ઓટોનોમી એન્ડ ઇન્ફોમ્ડ કનસન્ટ:

  • રિસ્પેક્ટ ફોર ઓટોનોમી: મીડવાઇફે વુમન ને તેની કેર માટેના ઇન્ફોમ્ડ ડિસિઝન લેવા માટેના વુમન ના રાઇટ્સ નુ રિસ્પેક્ટ કરવું જોઇએ.
  • ઇન્ફોમ્ડ કનસન્ટ: વુમન એ તેમના ઓપ્શન, રિસ્ક અને ઇન્ટરવેન્સન ના બેનીફીટ્સ સમજે છે તે એન્સ્યોર કરવુ અગત્ય નુ છે.

2) નોન માલએફીસીયન્સ( ડુ નોટ હાર્મ): ચાઇલ્ડ બર્થ દરમિયાન માતા અથવા બાળક ને નુકસાન પહોંચાડી શકે તેવી ક્રિયાઓ ટાળવા માટે મિડવાઇફ્સે પ્રયત્ન કરવો જોઇએ.

3)બેનીફીસેન્સ (પ્રમોટીંગ મુડ): પ્રેગ્નેન્સિ અને ચાઇલ્ડબર્થ ની પ્રક્રિયા દરમિયાન માતા અને બાળકની વેલ્બીંગ ને એક્ટીવલી રિતે પ્રમોટ કરવાની મિડવાઇફની ફરજ છે.

4)જસ્ટીસ: બધી જ વુમન ને હેલ્થ કેર ફેસિલિટીસ એ પૂરતા પ્રમાણમાં , ઇક્વીટેબલ અને કોઇપણ પ્રકારના સોસિયોઇકોનોમિક સ્ટેટસ તથા બેગ્રાઉન્ડ ને ધ્યાનમાં લીધા વગર પ્રોપરલી હેલ્થ કેર ફેસિલિટીસ પ્રોવાઇડ કરવી.

5) કોન્ફિડેન્સીયાલીટી: હેલ્થ કેર પ્રેક્ટિસીસ મા પેશન્ટ ના ઇન્ફોર્મેશન ની પ્રાઇવસી તથા કોન્ફીડેન્સિયાલિટી મેઇન્ટેન રાખવી એ અગત્યની રહે છે.

6) કલ્ચરલ સેન્સીટીવીટી એન્ડ રીસ્પેક્ટ: મિડવાઇવ્સ તેઓ જે વુમન ની સંભાળ રાખે છે તેમની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક માન્યતાઓથી વાકેફ હોવી જોઇએ અને તેનું સન્માન કરવું જોઇએ.

લીગલ ઇશ્યુ ઇન મીડવીફરી:

  • 1)પ્રોબ્લેમ ઇન મેડિકેશન.
  • 2) ફેલ્યોર એન્ડ ઇનએડિક્યુલેટ ક્લાઇન્ટ મોનિટરિંગ.
  • 3)ફેઇલ્યોર ટુ એડિક્યુએટ્લી અસેસ ધ ક્લાઇન્ટ.
  • 4) ફેયર ટુ રિપોર્ટ ચેન્જ ઇન ધ પેસન્ટ.
  • 5)એબોર્શન.
  • 6) નર્સિંગ કેર ઓફ ન્યુ બોર્ન.

1)પ્રોબ્લેમ ઇન મેડિકેશન: એડમિનિસ્ટ્રેશન ઓફ મેડીકેશન માટે નર્સ એ ઓથોરાઇઝ્ડ હોય છે જેમાં મેડિકેશન રિલેટેડ ઘણા બધા એલિગેશન્સ (આક્ષેપો) હોય છે.

Ex: ઇમપ્રોપર ક્લાઇન્ટ આઇડેન્ટિફિકેશન,
મેડીટેશન નું ડોઝ, ટાઇમ તથા તેના સાઇડ ઇફેક્ટ ને મુનિટર કરવામાં ફેઇલ્યોર થવું.

2) ફેલ્યોર એન્ડ ઇનએડિક્યુલેટ ક્લાઇન્ટ મોનિટરિંગ:

  • નર્સ એ ક્લાઇન્ટ ની કન્ડિશન પ્રમાણે તેને એપ્રોપ્રિએટ ટાઇમ ઇન્ટરવલ પર મોનિટરિંગ કરવું પડે છે લેબર અને ડીલેવરીમાં તેમને બે ક્લાઇન્ટ એટલે કે મધર અને બેબી બંને ને મોનિટર કરવાના હોય છે પ્રિનેટલ, નેટલ અને પોસ્ટનેટલ પિરિયડમાં મધર અને ચાઇલ્ડ માં કોમ્પ્લિકેશન અટકાવવા માટે તેમનું મોનિટરિંગ એ નર્સ ની લીગલ રિસ્પોન્સીબિલીટી છે.

3)ફેઇલ્યોર ટુ એડિક્યુએટ્લી અસેસ ધ ક્લાઇન્ટ:

  • બધા સ્પેશિયાલિટી એરિયા માં નર્સમાં હાયર લેવલ ની અસેસમેન્ટ સ્કિલ હોવી જોઇએ.
  • ક્લાઇન્ટ ના હેલ્થ સ્ટેટસ નુ પ્રોપર અસેસમેન્ટ જેમ કે પ્રિનેટલ અસેસમેન્ટ, ફિટલ મોનિટરિંગ એન્ડ લેબર પ્રોગ્રેસ નું અસેસમેન્ટ કરવું એ એસેન્સિયલ હોય છે.
  • જો ક્લાઇન્ટ નું પ્રોપરલી એસેસમેન્ટ કરવામાં ફેલ્યોર થાય તો કોમ્પ્લિકેશન્સ એ મિસ્ડ થાય છે તથા ઇનએપ્રોપ્રિએટ કેર પેશન્ટ ને મળે છે.

4) ફેયર ટુ રિપોર્ટ ચેન્જ ઇન ધ પેસન્ટ:

  • જ્યારે નર્સ દ્વારા ક્લાઇન્ટ ની કન્ડિશન નુ અસેસમેન્ટ કરવામાં આવે અને જો ક્લાઇન્ટ ની કન્ડિશનમાં કોઇપણ ચેન્જીસ જોવા મળે તો ત્યારે તેને ઇમિડિએટલી કન્સલ્ટ ફિઝિશિયન ને જાણ કરવી. પેશન્ટ એડવોકેટ તરીકે નર્સ જો ડોક્ટરને નોટિફાઇ કરવામાં ફેઇલ થાય તો ક્લાઇન્ટ ને કેર મળવા માં ડીલે થાય છે અને ક્લાઇન્ટ ને ઇન્જરી તથા પ્રોબ્લેમ થય શકે છે.
  • અને તે લીગલ ઇશ્યુસ પણ થય શકે છે.

5)એબોર્શન:

  • એબોર્શન ની કેર માં મિડવાઇફના રોલ ને લગતા લિગલ ઇસ્યુસ એ લોકલ લો અને નિયમોના આધારે વ્યાપકપણે બદલાય શકે છે. આમાં કાયદેસરતા, ઇન્ફોમ્ડ કન્સન્ટ અને પ્રોટોકોલ ના પાલન નુ પણ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
  • નર્સને એબોર્શન ના આસિસ્ટ માં રિફ્યુઝ કરવાનો રાઇટ છે પરંતુ સ્ટોપ કરવાનો રાઇટ નથી.
  • 6) નર્સિંગ કેર ઓફ ન્યુ બોર્ન:
  • ન્યુ બોર્ન ની ઇમિડીયેટ નર્સિંગ કેર પ્રોવાઇડ કરવી એ અગત્યની હોય છે જેમાં ન્યુબોર્ન નું એસેસમેન્ટ, તેનું પ્રોપરલી મોનિટરિંગ, તથા ન્યુબોર્ન ને પ્રોપરલી સ્ટેબિલાઇઝ કરવું વગેરે નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
  • ન્યુ બોર્ન ને નર્સિંગ કેર પ્રોવાઇડ કરવાની કેટલીક લીગલ રિક્વાયરમેન્ટ છે જેવી કે ફિંગર પ્રિન્ટસ ,ફુટ પ્રિન્ટસ અને વ્રિસ્ટ બેન્ડ દ્વારા પ્રોપરલી ઇન્ફન્ટ-મધર પેર ને આઇડેન્ટીફાય કરવી જો લો હોય તો ફિનાઇલકીટોન્યુરિયા ( PKU) ટેસ્ટિંગ માટે બ્લડ સેમ્પલ લેવું.
  • સ્ટાન્ડર્ડ ઓફ પ્રેક્ટિસમાં ક્લિયર એરવે પ્રોવાઇડ કરવી.
  • અંબેલીકલ કોડ નું કેમ્પિંગ કરવુ.
  • એન્ટિબાયોટિક્સ ને એપ્લાય કરવું.
  • ઇન્ફન્ટ ને વાર્મ રાખવું અને ડાંઇન્ગ માં સ્ટ્રેસ મીનીમાઇઝિંગ કરવો વગેરે હોય છે.
  • રીસક્સીટેશન ઈક્વિપમેન્ટ્સ એ ડીલેવરી રૂમમાં જ રાખવા જોઇએ.
  • નર્સ એ ડીલેવરી ની બધી ઇવેન્ટ નો રેકોર્ડ્સ રાખવો જોઇએ.
  • ડીલેવરી રૂમમાં કેરફુલ ડોક્યુમેન્ટેશન દ્વારા લીગલ રિક્વાયરમેન્ટ પૂરી કરવી.
  • જ્યારે ન્યુ બોર્ન ને સ્ટાન્ડર્ડ કેર પ્રોવાઇડ ન કરવામાં આવે ત્યારે કોમ્પ્લિકેશન્સ અરાઇઝ થય શકે છે અને તેના કારણે લીગલ ઇશ્યુસ પણ થય શકે છે.

🔸h. Post-operative nursing management of cesarean section. સિજેરિયન સેક્શન નું પોસ્ટ ઓપરેટીવ નર્સિંગ નેજમેન્ટ.

સિઝેરિયન સેક્શન નુ પોસ્ટઓપરેટીવ નર્સિંગ મેનેજમેન્ટ:

First 24 hours( day 0):

ઇમીડિયેટ કેર

  • સિઝેરિયન સેક્શન ના પોસ્ટ ઓપરેટિવ મેનેજમેન્ટ માં સિઝેરિયન થયાના પહેલા દિવસ દરમિયાન એટલે કે પહેલા દિવસે 6 થી 8 અવર્સ મધર ને પ્રોપરલી ક્લોઝ ઓબ્ઝર્વેશન માં રાખવા.
  • પહેલા દિવસે મધરના વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા જેમ કે,
    ટેમ્પરેચર ને દર બે કલાકે મોનિટર કરવુ,
    પલ્સ,
    રેસ્પીરેસન,
    બ્લડપ્રેશર ને દર 15 મિનિટ પર મોનિટરિંગ કરવુ,
    વગેરે ને પ્રોપરલી નોટ કરવું.
  • વુંડ ને પ્રોપરલી દર અડધી કલાકે ઇન્સ્પેક્ટ કરવું અને અશેસ કરવું કે કોઇ પણ પ્રકાર નું બ્લડ લોસ થયું છે કે કેમ.
  • વજાઇનલ બિલ્ડીંગ નુ અમાઉન્ટ એટલે કે લોકિયા ની કન્ડિશન અસેસ કરવી અને યુટ્રસ ની કન્ડિશન ને પ્રોપરલી અસેસ કરવું.
  • મધર ને પ્રોપરલી લેફ્ટ લેટરલ પોઝિશન પ્રોવાઇડ કરવી અથવા રિકવરી પોઝીશન પ્રોવાઇડ કરવી.

ફ્લુઇડ:

  • મધરને એડીક્યુએટ અમાઉન્ટ મા ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
  • મધરને સોડિયમ ક્લોરાઇડ( 0.9%) / રીંગર લેક્ટેટ ના ડ્રીપ્સ એ 2-2.5 લિટર સુધી કન્ટીન્યુ આપવુ.
  • જો મધર એ એનીમેક હોય તો પોસ્ટ ઓપરેટિવ રિકવરી ને ઇમ્પ્રુવ કરવા માટે મધર ને એડીક્યુએટ બ્લડ ટ્રાન્સફયુઝન પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેઇન્ટેન કરવો.

ડ્રગ્સ:

  • મધરને ઇન્જેક્સન ઓક્સિટોસિન મેડિકેસન એ સ્લોલી 5 units IM/IV પ્રોવાઇડ કરવુ.
    અથવા મીથારજીન 0.2 mg IM પ્રિસ્ક્રાઇબ પ્રમાણે પ્રોવાઇડ કરવું.
  • મધરને સિઝેરિયન સેક્શન પછીની ફર્સ્ટ 48 અવર્સમાં પ્રોફાઇલેક્ટીસ એન્ટિબાયોટિક મેડિકેશન પ્રોવાઇડ કરવી.
  • મધર ને ઓર્ડર પ્રમાણે એનાલ જેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.

એમ્બ્યુલેશન:

  • જો મધરની જનરલ કન્ડિશન સારી હોય તો તે બેડ માં બેસી શકે અને બોવેલ તથા બ્લાડર ને એમ્પટી કરવા માટે ટોયલેટ સુધી પણ જય શકે છે.
  • પેશન્ટ ને લેગ્સ અને એંકલ મુવ કરવા તથા ડીપ બ્રિધિંગ માટે એન્કરેજ કરવું.
  • 3 થી 4 અવર્સ માં મધર એ સ્ટેબલ થાય અને તેનું પેઇન લેવલ ઓછું થાય ત્યારે મધર ને એડવાઇઝ આપવી કે નીયોનેટ ને બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરાવવું.
  • આ સાથે બેબીના વાઇટલ સાઇન તથા જનરલ કન્ડિશન મોનિટર કરતું રહેવું અને કોઇ પણ એબનોર્માલીટીસ જણાય તો તેને ઇમિડીએટલી વેલ ઇક્વીપ્ડ ફેસિલિટીઝ વાળી હોસ્પિટલ પર રિફર કરવું.

સેકન્ડ ડે:

સિઝેરિયન સેક્શન થયા પછીના સેકન્ડ દિવસે મધર ને ઇલેક્ટ્રોલાઇટ,વોટર તથા થોડા પ્રમાણ મા ચા ના ફોર્મ મા ઓરલ ફિડીંગ પ્રોવાઇડ કરવુ.
ત્યાર બાદ બેબીને એડિક્યુએટ બ્રેસ્ટફીડિંગ પ્રોવાઇડ કરાવવા માટે મધર ને એડવાઇઝ આપવી.
જો કોઇપણ કારણસર બેબી એ પ્રોપરલી શકીંગ ન કરી શકતું હોય તો મિલ્કને મેન્યુઅલી એક્સપ્રેસ કરી બેબી ને પ્રોવાઇડ કરવા માટે મધર ને એડવાઇઝ આપવી.

થર્ડ ડે:

  • મધરની ચોઇસ પ્રમાણે મધર ને લાઇટ સોલીડ ડાયટ પ્રોવાઇડ કરવું.
  • જો મધરને સ્ટુલ એ સ્પોન્ટેનિયસલી તથા પ્રોપરલી પાસઆઉટ ન થાય તો બેડ ટાઇમ પર મધર ને 4-6 ટીસ્પૂન મિલ્ક ઓફ મેગ્નેસિયા પ્રોવાઇડ કરવુ.
    અથવા
    3-4 ટી સ્પુન લેક્ટુલોસ સોલ્યુશન આપવુ.

સિક્સ ઓર સેવન્થ ડે: સ્કીન સ્ટીચીસ એ સિઝેરિયન સેક્શન ના 6 થી 7 દિવસે રીમુવ કરવા.

ડિસ્ચાર્જ:

પેસન્ટ ના સ્ટીચીસ એ રીમુવ કર્યા પછી બીજા દિવસે ડિસ્ચાર્જ આપવામાં આવે છે ત્યારે ડિસ્ચાર્જ એડવાઇઝ પ્રોવાઇડ કરવી જેમકે એડીક્યુએટ અમાઉન્ટમાં ન્યુટ્રીશન લેવું, પ્રોપર હાઇજીન રાખવી, તથા બેબી ની પ્રોપરલી કેર માટે સમજાવવું.

Q-3 (A) Fill the blanks, ખાલી જગ્યા પૂરો -10

1) Normal weight of placenta at term is,——- પુરા માસે પ્લેસેન્ટાનું નોર્મલ વજન—-હોય છે. 500 gm

2) The post-partum vaginal discharge is known as ——– પોસ્ટ પાર્ટમ વજાઈનલ ડિસ્ચાર્જ——નામે ઓળખાય છે. lochia(લોકિયા).

3) The first breast milk produced after birth isgalled——– જન્મ પછી પહેલું મિલ્ક પ્રોડયુસ થાય તેને——કહેવાય છે. colostrum ( કોલોસ્ટ્રમ )

4) The graphian follicles grow and mature under the influence of—– hormone. ગ્રાફીઅન ફોલીકલ્સ નો ગ્રોથ અને મેચ્યુરીટી ——–હોર્મોન ના લીધે થાય છે.follicle-stimulating hormone (FSH). (ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન).

5) Perinatal period means ———- પેરીનેટલ પીરીયડ એટલે———–28 week of gestation to 7 day of life

6) Distance between lower border of symphysis pubis and sacral promontory is called—–—- લોઅર બોર્ડર ઓફ સિમ્ફેસીસ પ્યુબીસ અને સેકલ પ્રોમોન્ટરી વચ્ચેના અંતરને ——–કહેવાય છે. diagonal conjugate (ડાયગોનલ કોન્જ્યુગેટ)

7) Active fetal movement felt by the mother at around———– week of pregnancy. એકટીવ ફીટલ મૂવમેન્ટ માતાને પ્રેગનેન્સીના————– અઢવાડિયે ફીલ થાય છે. 18-20 weeks.

8) I.C.D.S Stand for———— આઈ.સી.ડી.એસ એટલે———–ICDS: Integrated Child Development Services (ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ)

9) The process of preparation of the breast for lactation is known as——- પ્રીપેરેશન ઓફ બ્રેસ્ટ ફોર લેકટેશન ની પ્રક્રિયાને——— કહેવાય છે. Lactogenesis

10) World midwifery day is celebrated on ————- વર્લ્ડ મીડવીફરી દિવસ ————ના રોજ ઉજવાય છે. 5th May

B) State whether following statements are True or False. 10 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો

1) Puerperium period is following child birth up to 6 month. બાળકના જન્મથી છ મહિના સુધીના પીરીયડને પુરપેરિયમ પીરીયડ કહેવાય છે.

( Reason : પરપેરિયમ પિરીયડ,જેને પોસ્ટપાર્ટમ પીરિયડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સામાન્ય રીતે બાળકના જન્મ પછીના પ્રથમ 6 વિક ને કહે છે, 6 મહિના ને નહીં. )

2) Reduce amniotic fluid volume is associated with asymmetrical I.U.G.R રિડયુસ એમ્નીઓટીક ફલુઈડ વોલ્યુમએ એસીમેટ્રીકલ આઈ.યુ.જી.આર સાથે સંકળાયેલ છે.✅

3) The baby born after completion of 46 weeks of gestation is known as post maturity. જેસ્ટેશનના ૪૬ અઠવાડિયા પુરા થયા પછી બેબી જન્મે એને પોસ્ટ મેચ્યુરીટી કહેવાય છે.✅

4) Foetal distress occur by any cause is indicate immediate LSCS. કોઈપણ કારણસર ફીટલ ડિસ્ટ્રેસ થાય એ સિજેરિયન સેકશનનુ ઈન્ડીકેશન છે.

5) Prostaglandin helps in soften and ripen the cervix. પ્રોસ્ટાગ્લાન્ડિન એ સર્વિકસને સોફટ અને રાઈપન થવામાં મદદ કરે છે.

6) Uterine fibroid is the most common cancerous tumor of women uterus. યુટ્રાઈન ફાઈબ્રોઈડ એ વુમન પુટ્રટ્સમાં થતું કોમન કેન્સરસ ટયુમર છે.

7) Best time for giving intravenous ergometrine is after third stage of labour. ઈન્ટ્રાવીનસ અર્ગોમેટ્રીન આપવાનો બેસ્ટ ટાઈમએ થર્ડ સ્ટેજ ઓફ લેબર પછીનો છે.

8) Mal presentation means the fetus breech part present in maternal pelvis. માલ પ્રેજેન્ટેશન એટલે ફીટલ બ્રીચનો ભાગ મેટરનલ પેલ્વીસમાં હોવો.

( Reason :
યુટેરાઇન ફાઇબ્રોઇડ્સ નોન-કેન્સરયુક્ત (બીનાઇન) ટ્યુમર છે જે સામાન્ય રીતે યુટ્રસ માં વિકસે છે. એ વુમન ની રિપ્રોડક્ટીવ સિસ્ટમ માં જોવા મળતી ટ્યુમર નો સૌથી સામાન્ય પ્રકાર છે,
જે ઘણી સ્ત્રીઓને તેમના રિપ્રોડક્ટિવ યર્સ દરમિયાન અસર કરે છે.

9) Primary PPH occurs within 6 weeks of post-partum period. પ્રાઈમરી પીપીએચ એ પોસ્ટ પાર્ટમ પીરીયડના છઠ્ઠા અઠવાડિયા સુધીમાં થાય છે.

( Reason : પ્રોઇમરી પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH) એ એક્સેસિવ બ્લીડિંગ નુ ઇન્વોલ્વમેન્ટ કરે છે જે ચાઇલ્ડ બર્થ પછી પ્રથમ 24 કલાકમાં થાય છે. જો તે પ્રથમ 24 કલાકની અંદર થાય તો તેને સામાન્ય રીતે પ્રાઇમરી PPH તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, અને જો તે 24 કલાક થી 6 વીક મા થાય તો તેને સેકન્ડરી PPH. તેથી, પ્રાઇમરી PPH પ્રથમ 24 કલાકમાં થાય છે, પોસ્ટપાર્ટમ પિરિયડ ના 6 વીક ની અંદર નહીં .)

10) Manual removal of placenta is done under anesthesia. મેન્યુઅલ રીમુવલ ઓફ પ્લેસેન્ટાએ એનેસ્થેસીયા આપીને કરાય છે.

(C) Write Multiple Choice Questions.

1) Ovulation occurs – ઓવ્યુલેશન થાય છે.

a) 14 days before next menstruation નેકસ્ટ મેન્સ્ટ્રુએશનના ૧૪ દિવસ પહેલા

b) 14 days after menstruation મેન્સ્ટ્રુએશનના ૧૪ દિવસ પછી

c) Within 16 hours of LH surge એલએચ સર્જ ના ૧૬ કલાક ની અંદર

d) 16 days before next menstruation નેકસ્ટ મેન્સ્ટ્રુએશનના ૧૬ દિવસ પહેલા

2) At term the volume of amniotic fluid is around. એટ ટર્મ એમ્નીયોટીક ફલુઈડ નુ પ્રમાણ આશરે હોય છે.

a) 1200 ml

b) 800 ml

c) 600 ml

d) 300 ml

3) Involution of the uterus is completed by ઈન્વોલ્યુશન ઓફ યુટ્સ પુરૂ થાય છે

a) 8 weeks after delivery

c) 6 weeks after delivery

b) 12 weeks after delivery

d) 16 weeks after delivery

4) Fetal compromise is assessed by all these except. ફીટલ કોમ્પ્રોમાઈસ ને નીચેના સિવાય થી એસેસ કરવામાં આવે છે.

a) FHS 120-160/min એફએચએસ ૧૨૦–૧૬૦/મીનર

b) Presence of meconium મેકોમીનીયમ ની હાજરી

c) Pathological CTG પેથોલોજીકલ સી.ટી.જી

d) Poor fetal blood sampling results પુઅર ફીટલ બ્લડ સેમ્પલીંગનું રીજલ્ટ

5) Episiotomy is performed when the perineum is bulged and is એફીજીયોટોમી ત્યારે આપવામાં આવે છે જયારે પેરિનીયમ બલ્જ હોય અને

a) 2-3 cm in diameter

b) 4-5 cm in diameter

c) 6-7 cm in diameter

d) 3-4 cm in diameter

6) Most common feature of Ectopic pregnancy is એકટોપીક પ્રેગનેન્સીનુ મોસ્ટ કોમન ચિહ્ન છે.

a) Abdominal pain – પેટનો દુખાવો

c) Fainting attack – ફેન્ટીગ એટેક

b) Amenorrhoea – એમીનોરીયા

d) Vaginal bleeding – વજાઈનલ બ્લીડીંગ

7) Oral contraceptives are contraindicated in ઓરલ કોન્ટ્રાસેપ્ટીવ એ આમાં ના આપી શકાય

a) Hypertension – હાયપરટેન્શન

b) Fibroid – ફાઇબ્રોઇડ

c) Menorrhagia – મેનોરેજિયા

d) all of the above – ઉપરોક્ત તમામ

8) Commonest cause of Rupture of uterus is રપ્ચર ઓફ યુટ્સ થવાનું સામાન્ય કારણ છે.

a) Obstrucated labour ઓબ્સટ્રેકટેડ લેબર

b) Post cesarean gestation – પોસ્ટ સીજેરીયન જેસ્ટેશન

c) Shoulder presentation સોલ્ડર પ્રેજેન્ટેશન

d) None of the above ઉપરોકત કોઈ નહી

9) Bishop scoring is based on બીસપ્સ સ્કોરિંગ આના પર આધારિત છે.

a) Dilatation of cervix ડાયલેટેશન ઓફ સર્વિકસ

b) Effacement of cervix એફેસમેન્ટ ઓફ સર્વિકસ

c) Uterine contraction યુટ્રાઈન કોન્ટ્રાકશન

d) Station of Head સ્ટેશન ઓફ હેડ

10) This is not a Assisted Reproductive Technique. આ આસીસ્ટેડ રિપ્રોડકટીવ ટેકનીક નથી.

a) G.I.F.T જી.આઈ.એફ.ટી

b) ZIFT ઝેડ.આઈ.એફ.ટી

c) IVF Embryo transfer આઈ.વી.એફ એમ્બ્રીયો ટ્રાન્સફર

d) Artificial insemination into uterus આર્ટીફીસીયલ ઈન્સેમીનેશન ઈનટુ યુટ્રસ

💪 💥☺ALL THE BEST ☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as GNM-T.Y-MIDWIFE-PAPER SOLU.