GUJARAT NURSING COUNCIL-General Nursing & Midwifery – First Year-FOUNDATION OF NURSING-2021-Date:- 30/03/2021
Q-1
a. Define Health. 02
હેલ્થની વ્યાખ્યા આપો
1948 માં W.H.O (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એવ હેલ્થ ની ડેફિનેશન આપેલ છે, જે નીચે પ્રમાણે છે.
” હેલ્થ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત હોય અને તેને કોઈપણ જાત નો રોગ કે ખોડ-ખાંપણ ન હોય તેને હેલ્થ કહે છે “
As per WHO
“Health is a state or complete physical, mental, social and spiritual well being and not merely an absence of disease or infirmity.”
જોકે હેલ્થ એ સતત પરિવર્તનશીલ પ્રક્રિયા છે જેથી આ ગોલ જાળવવો ઘણો મુશ્કેલ છે. મોટા ભાગના કલ્ચરમાં હેલ્થ એ કોમન છે. હકિકતમાં દરેક કોમ્યુનિટીને તેમના હેલ્થ માટેના Concept હોય છે, હેલ્થ એ દરેક વ્યકિતનો મુળભુત અને પાયાનો અધિકાર છે જેનો બંધારણ માં પણ સમાવેશ કરવા માં આવ્યો છે.
b. Describe dimensions of Health.06
હેલ્થના ડાયમેન્શન્સ વર્ણવો.
2.મેન્ટલ ડાયમેન્શન
તે ફ્લેક્સીબિલિટી અને પર્પસ ની સેન્સ સાથેના લાઈફ ના વિવિધ એક્સપિરિયન્સ ને રિસ્પોન્સ આપવાની એબિલિટી છે.
મેન્ટલી હેલ્ધી વ્યક્તિના સારા સાઇન
ઇન્ટર્નલ કોનફ્લિક થી ફ્રી સારી રીતે સમાયોજિત
ક્રિટિઝમ સ્વીકારવી અને સરળતાથી અપસેટ ન થાય. પોતાની આઇડેન્ટિફાઈ માટે શોધક
સેલ્ફ ઇસ્ટીમ માટે સ્ટ્રોંગ સેન્સ તે પોતાને જાણે છે (જરૂરિયાત પ્રોબ્લેમ અને ગોલ)
સેલ્ફ કંટ્રોલ સારો પ્રોબ્લેમ નો સામનો કરે છે અને તેને બુદ્ધિપૂર્વક સોલ્વ કરવાનો પ્રયાસ કરે છે.
3.સોશિયલ ડાયમેન્શન
વ્યક્તિનું સોશિયલ સ્કિલ લેવલ સામાજિક કાર્યો અને પોતાને સોસાયટીના મેમ્બર તરીકે જોવાની એબિલિટી.
4.સ્પિરીચ્યુઅલ ડાયમેન્શન
તે માણસના આત્મા અને ફીલિંગ સાથે સંબંધિત છે. તે બ્રહ્માંડના યુનિવર્સ પાસા માં વિશ્વાસ છે.
જે ઇન્ટર્નલ અને એક્સટર્નલ કોન્ફ્લિક્ટ બંનેના ઉકેલો.
વ્યક્તિઓને લાઇફ નો અર્થ અને પર્પસ શોધવામાં મદદ કરે.
લાઈફની ફિલોસોફી પ્રોવાઇડ કરે. ડાયરેક્શન, ઈથીકલ, વેલ્યુ અને ઉચ્ચ જીવન જીવવાના સિદ્ધાંતો.
રીયલ લાઈફની પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્તિ અને કોન્ફિડન્સ રાખે.
ઈમોશનલ ડાયમેન્શન
આ ફીલીંગ ને રિલેટેડ છે.
6.વોકેશનલ ડાયમેન્શન
આ માનવ અસ્તિત્વનો એક ભાગ છે.
ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંનેને પ્રોત્સાહન આપવાના કાર્યનો રોલ પ્લે કરે છે.
તે સેટિસ્ફેક્શન અને સેલ્ફઇસ્ટીમ પ્રદાન કરે છે.
7.અધર ડાયમેન્શન
ફિલોસોફીકલ ડાયમેન્શન કલ્ચરલ ડાયમેન્શન
સોસીયો ઇકોનોમિક ડાયમેન્શન એજ્યુકેશનલ ડાયમેન્શન
ન્યુટ્રીશનલ ડાયમેન્શન ક્યુરેટીવ ડાયમેન્શન
_પ્રીવેન્ટીવ ડાયમેન્શન વગેરે.
c. Discuss factors influencing on Health. 06
હેલ્થ પર અસર કરતાં પરિબળી સમજાવી.
1. લાઈફ સ્ટાઈલ (Lifestyle)
– *ડાયટ (Diet):* સંતુષ્ટ અને ન્યુટ્રીટીવ ડાયટ ન લેતા હેલ્થ સમસ્યાઓ, જેમ કે ન્યુટ્રીશનની ડેફિસીયન્સી અને ઓબેસિટી.
– *એક્સેરસાઈઝ (Exercise):* નિયમિત એક્સેરસાઈઝના અભાવને કારણે હ્રદયડીસીઝ, ઓબેસિટી અને અન્ય બિમારીઓ.
– *તંબાકુ અને આલ્કોહોલ (Tobacco and Alcohol):* સ્મોકિંગ અને આલ્કોહોલનો અતિરેક એન્વાયર્મેન્ટમાં હાનિકારક છે.
– *નશીલા પદાર્થો (Substance Abuse):* નશીલા પદાર્થોનો ઉપયોગ હેલ્થને ગંભીર અસર પહોંચાડે છે.
2. ડાયટ અને ન્યુટ્રીશન (Diet and Nutrition)
– *ન્યુટ્રીશનના તત્વો (Nutrients):* વિટામિન, પ્રોટીન, અને મિનરલ્સનું પૂરતું પ્રમાણ હેલ્થ માટે જરૂરી છે.
– માલ ન્યુટ્રીશન અને ઓવર ન્યુટ્રીશન (Malnutrition and Overnutrition):* ન્યુટ્રીશનની ડેફિસીયન્સી અથવા અતિરેક બંને હેલ્થને નુકસાન પહોંચાડે છે.
3. એન્વાયર્મેન્ટ (Environment)
– *હવા અને વોટરનું પ્રદૂષણ (Air and Water Pollution):* પ્રદૂષિત હવા અને વોટરથી વિવિધ બિમારીઓ થાય છે.
– *હાઉસીંગ અને સેનિટેશન (Housing and Sanitation):* ગંદકી અને અયોગ્ય હાઉસીંગ પરિસ્થિતિ હેલ્થ પર ખરાબ અસર પાડે છે.
4. ઈકોનોમીકલ ફેકટર્સ (Economic Factors)
– *ઈકોનોમીકલ સ્થિતિ (Economic Status):* ગરીબી અને ઈકોનોમીકલ મુશ્કેલીઓ હેલ્થ સર્વિસીસ અને ન્યુટ્રીશનમાં અવરોધ સમાન છે.
– *નોકરી અને રોજગાર (Employment and Occupation):* નોકરીના પ્રકાર અને કાર્ય એન્વાયર્મેન્ટ હેલ્થ પર પ્રભાવ પાડે છે.
5. સમાજ અને સંસ્કૃતિ (Society and Culture)
– *એજ્યુકેશન (Education):* એજ્યુકેશનની કમી હેલ્થ જાગૃતિ અને હેલ્થ સર્વિસીસના ઉપયોગમાં અવરોધ સમાન છે.
– *પરિવાર અને સોશ્યલ આધાર (Family and Social Support):* મજબૂત પારિવારિક અને સોશ્યલ આધાર મેન્ટલ હેલ્થ અને સુખાકારીમાં સુધારો લાવે છે.
6. જીનેટિક્સ (Genetics)
– *જીનેટિક ડીસીઝ (Genetic Disorders):* ફેમીલીમાં ચાલતા ડીસીઝ, જેમ કે ડાયાબિટીસ, હ્રદયડીસીઝ, અને અન્ય જીનેટિક ફેકટર્સ હેલ્થ પર અસર કરે છે.
d. Write steps of Nursing process and Discuss first step of Nursing process.06
નર્સિંગ પ્રોસેસના સ્ટેપ્સ લખી પ્રથમ સ્ટેપ સમજાવો.
steps of nursing process (સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસ)
1) Assessment (અસેસમેન્ટ)
2) Nursing diagnosis (નર્સિંગ ડાયગ્નોસિસ)
3) Planning (પ્લાનિંગ)
4) Implemention (ઇમ્પ્લીમેનટેશન)
5) Evaluation (ઇવાલ્યુએશન)
1) Assessment (અસેસમેન્ટ)
અસેસમેન્ટ એ નર્સિંગ પ્રોસેસનું ફર્સ્ટ સ્ટેપ છે જેમાં પેશન્ટની ઇન્ફોર્મેશન અથવા ડેટાને કલેકટ, ઓર્ગેનાઇઝ અને એનાલાઇઝ કરવામાં આવે છે. જેમાં ઓબ્ઝર્વેશન, ઇન્ટરવ્યુ અને ફિઝિકલ એક્ઝામિનેશન થ્રુ પેશન્ટના ફિઝિકલ, ઇમોશનલ, સાયકોલોજીકલ અને સોસિયો કલચરલ ડેટા કલેક્ટ કરવામાં આવે છે.
એસેસમેન્ટ એટલે પેશન્ટના હેલ્થ પ્રોબ્લેમ ની આકારણી કરવી અને તેનું આ પ્રથમ સ્ટેપ છે જેમાં
A. નર્સિંગ હિસ્ટ્રી લેવી :-
પેશન્ટની માંદગી અને વેલનેસ અંગેની હિસ્ટ્રી મેળવવામાં આવે છે હિસ્ટ્રીની સાથે સાથે ડેટા કલેક્ટ કરીને પેશન્ટ સાથે એડજસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ કોન્ફિડન્સ રિસ્પેક્ટ અને રિલેશનશિપ સ્થાપિત કરવામાં આવે છે
B.ફિઝિકલ એક્ઝામિનેશન :–
પેશન્ટના ફિઝિકલ પ્રોબ્લેમ્સ જાણવામાં આવે છે પેશન્ટના લિમિટેશન્સ જાણવામાં આવે છે
પેશન્ટ રિલેટિવ હેલ્થ ટીમના મેમ્બર્સ મારફતે પેશન્ટ હેલ્થ રેકોર્ડ પરથી
OR
a. Define Hospital.02
હોસ્પિટલની વ્યાખ્યા આપો
પેશન્ટની દેખભાળ તથા અકસ્માત વગેરેના કારણે જખમી થયેલા વ્યક્તિના ઉપચાર કરવા માટેની સંસ્થા એટલે હોસ્પિટલ Hospital શબ્દ Hospus પરથી ઉતરી આવ્યો છે Hospus નો અર્થ મહેમાન થાય છે એટલે કે અહીં આવનાર પેશન્ટ એ મહેમાન અને તેની દેખભાળ કરનારી સંસ્થા એટલે હોસ્પિટલ બીમાર લોકોની નિરોગી કરવાનું કામ હોસ્પિટલમાં થાય છે.
હોસ્પિટલ એક એવી સંસ્થા છે જ્યાં એક થી વધારે લોકો એક જ ધ્યેય માટે કામ કરતા હોય છે હોસ્પિટલમાં આપણું ધ્યેય આરોગ્ય માટે કામ કરવાનો છે અને જ્યાં બીમાર વ્યક્તિના રોગનું નિદાન કરવું તેમજ તેને કોમ્પ્રિહેન્સિવ કેર આપવામાં આવે છે તેવી સંસ્થા અહીં કામ કરતા લોકોની ટીમને હેલ્થ ટીમ કહે છે.આ હેલ્થ ટીમમાં ડોક્ટર નર્સ સોશિયલ વર્કર સર્વન્ટ અને ટેકનિશિયન નો સમાવેશ થાય છે હોસ્પિટલે કોમ્યુનિટી એજન્સી છે સમાજના કોઈપણ ગ્રુપમાંથી વ્યક્તિ સારવાર માટે હોસ્પિટલમાં આવી શકે છે તેમજ હેલ્થ ટીમ એ દરેક વ્યક્તિના ધર્મ જાતિ ઉંમર વગેરે કોઈપણ પ્રકાર/ના ભેદભાવ રાખ્યા વિના સારવાર આપે છે હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે તે હોસ્પિટલનો ગેસ્ટ હોય છે અને તે સારો થઈને ઘરે જાય છે આ સમય દરમિયાન તેમનામાં હોસ્પિટલ ની ઈમેજ બંધાય છે તેને સારી સારવાર આપવામાં આવી હોય તો તેને તો તે સારી ઈમેજ લઈને જાય છે
b. Describe qualities of a Professional nurse.06
પ્રોફેશનલ નર્સની ક્વોલિટી જણાવો.
કાઇન્ડનેસ નર્સમાં સેવા કરવાની ભાવના હોવી જરૂરી છે તે ભલી તથા દયાળુ હોવી જોઈએ કોઈપણ વસ્તુની કે વ્યક્તિની ચીડ કે શુભ હોવી જોઈએ નહીં
હેલ્થ નર્સ શારીરિક તેમજ માનસિક દૃષ્ટિએ નિરોગી તથા સક્ષમ હોવી જોઈએ જે વ્યક્તિ પોતે જ રોગી હોય તે બીજાની સેવા કઈ રીતે કરી શકે નર્સ ને ક્યારેક ડ્યુટી પૂરી થઈ જાય પછી પણ કામ કરવું પડતું હોય છે અકસ્માત કે ક્યારેક કોઈ રોગચારા ફેલાય તેવા સમયમાં સેકડો દર્દીઓ એક સાથે સારવાર કરવી પડતી હોય છે આવા સમયે વધુ કલાક પણ નોકરી કરવી પડે છે ત્યારે તેણે પોકાર હેલ્થ હેલ્ધી રહેવું આવશ્યક છે
ચીયરફુલ નર્સ હંમેશા આનંદી તથા ઉત્સાહી રહેવું જોઈએ તથા ઉત્સાહી રહેવું જોઈએ પ્રસન્ન વ્યક્તિ જ બીજાને આનંદ આપી શકે છે આનંદિત સ્વભાવની નર્સ નાસીપાસ થયેલા દર્દીને ઉત્સાહિત કરી શકે છે અને દર્દીની બીમારીમાંથી સાજા થવા ની વિશેષ શક્યતા રહે છે
કેરેક્ટર નર્સનું ચરિત્ર પણ સારું હોવું જોઈએ સારું ચરિત્ર વ્યવસાયને પણ પવિત્ર બનાવે છે
રેગ્યુલારીટી નર્સ નિયમિત હોવી જોઈએ પોતાના કામના સમયે અનિયમિત રહે તેનો ચાલે કારણ કે તેણે પેશન્ટની નિયમિત સમયસર સારવાર આપીને સાજો કરવાનો હોય છે.
સાતમો ફેક્ટરીફાઈસ નર્સમાં સહનશીલતા તથા વિનમ્રતા હોવી જોઈએ એટલું જ નહીં તે દયાળુ પ્રમાણ તથા પેશન્ટ સામે રોષેનો ભરાય તેમજ સહાનુભૂતિ દર્શાવોનારી હોવી જોઈએ
સિમ્પથી નર્સમાં સહદયતા વાળી હોવી જોઈએ એટલે કે પેશન્ટની જગ્યાએ પોતાની જાતને મૂકવી જોઈએ અને પોતાને સારી વર્તણુક મળે તો આપણને એવું લાગે તેનો વિચાર કરવો જોઈએ પેશન્ટની લાગણી ને ઠેસ પહોંચાડ્યા વગર તેની સારવાર કરવાની નર્સમાં આવડત હોવી જોયે.
સેલ્ફ કોન્ફિડન્સ નર્સમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ પેશન્ટને સંપૂર્ણપણે સાજો કરે તેવો તેનામાં વિશ્વાસ હોવો જોઈએ ઓબ્ઝર્વેશન નર્સમાં ઓબ્ઝર્વેશન પાવર હોવો જોઈએ ઓબ્ઝર્વેશન થી થતા ઇવાલીઓએશનથી ક્યા કામને મહત્વ આપવું તે જાણી શકાય છે તેમજ પેશન્ટને અપાતી સારવારની શું અસર થાય છે તેનો પણ ખ્યાલ આવે છે
એલર્ટને એલર્ટનેસ નર્સમાં સજાગતા તથા ચપડતા હોવી જોઈએ ઝડપથી કામ કરવાની તમન્ના હોવી જોઈએ નર્સની સારી વર્તણૂકથી પેશન્ટનો આત્મવિશ્વાસ વધે છે
એપથી નર્સ કોઈપણ પ્રકારના ભેદભાવનો રાખતી હોવી જોઈએ તેણે પેશન્ટને પેશન્ટ તરીકે જ હોવો જોઈએ તેના જાતિ ધર્મ કે આર્થિક સ્થિતિનો ભેદભાવ ન રાખવો જોઈએ
ઓનેસ્ટી નર્સ પ્રમાણિક હોવી જોઈએ વોર્ડમાં અનેક ઈક્વિપમેન્ટ આર્ટીકલ્સ મેડિસિન વગેરે હોય છે તેની જવાબદારી નર્સ પર હોય છે ભૂલથી કોઈપણ વસ્તુ બગડી જાય તૂટી જાય તો ઓથોરિટી ને તેની જાણ કરવી જોઈએ
સાયન્ટિફિક નોલેજ નર્સ એ પોતાનું નોલેજ સાયન્ટિફિક પ્રિન્સિપાલ ને ધ્યાનમાં રાખી કામ કરવું જોઈએ ફક્ત પુસ્તકીય જ્ઞાન નહીં પણ અનુભવને પણ કામે લગાડવો જોઈએ અને સાયન્ટિફિટ પ્રિન્સિપલ સાથે એપ્લાય કરવું જોઈએ અને નર્સ તેન ઇન્ટેલિજન પણ હોવી જોઈએ
ઇકોનોમિકલ નેચર નર્સ નો સ્વભાવ કરકસર વાળો હોવો જોઈએ કોઈપણ કામ સમય શક્તિ બચાવીને કરવાની આવડત વાળી હોવી જોઈએ
સેલ્ફ ડિપેન્ડન્ટ સેલ્ફ ડિપેન્ડન્ટ હોવી જોઈએ પેશન્ટની કેર બાબતે બાબતે અન્ય પર આધારિત ન હોવી જોઈએ
કયુરિયોસીટી નર્સ ને હંમેશા નવું શીખવાની જાણવાની ભગત હોવી જોઈએ જેથી સમય પ્રમાણે પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે નેક્સ્ટ રિસોર્સ રિસોર્સ રિસોર્સ પેશન્ટની સારવાર માટે જે કાંઈ રિસોર્સીસ અવેલેબલ હોય તેનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકે તેવી હોવી જોઈએ
c. List out types of bed and explain purposes of Operation bed.06
બેડના પ્રકારોની યાદી બનાવી ઓપેરેશન બેડના હેતુઓ સમજાવો.
.► CLOSED BED
► OPEN BED
►ADMISSION BED
►OCCUPIED BED
► OPERATION BED/POST ANESTHESIA BED/RECOVERY BED
► CARDIAC BED
► FRACTURE BED
►AMPUTATION BED/STUMP BED
►BURN BED
►BLANKET BED
1. રિકવરી માટે આરામદાયક સ્થિતિ (Comfortable Position for Recovery):
2. સજાગ નિરીક્ષણ (Continuous Monitoring):
3. શારીરિક પ્રવૃત્તિમાં સહાય (Assistance in Physical Movement):
4. કોમ્પલિકેશન ટાળવા (Prevent Complications):
5. ઉપકરણો લગાડવા માટે અનુકૂળતા (Convenience for Medical Equipment):
6. સલામતી અને સ્થિરતા (Safety and Stability):
7. આસાનીથી પરિવહન (Ease of Transfer):
8. લાંબા સમય સુધી બેડમાં રહેવું (Long-Term Bed Rest):
9. ઑક્સીજન અને મેડિકલ સપોર્ટ (Oxygen and Medical Support):
આ રીતે, ઓપરેશન બેડ પેશન્ટની ઓપરેશન પછીની સંભાળમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, જે પેશન્ટને આરામ અને સુરક્ષા પૂરી પાડે છે.
ઓપરેશન પછી ઓપરેશન બેડના વધુ હેતુઓ નીચે પ્રમાણે છે:
10. પોચરલ ડ્રેનેજ (Postural Drainage) માટે સહાય:
11. ઉત્તમ શ્વાસ માટે સહાય (Enhanced Breathing Support):
12. ફિઝિયો થેરાપી માટે સહાય (Support for Physiotherapy):
13. બ્લડ પ્રેશર અને સર્ક્યુલેશન મેનેજમેન્ટ (Blood Pressure and Circulation Management):
14. પ્રકાશ અને સાફસફાઈ માટે અનુકૂળતા (Ease of Lighting and Cleaning):
15. ટ્યુબ અને ડ્રેનેજ માટે સહજ સ્થિતિ (Convenience for Drains and Tubes):
16. પોસ્ટ ઓપરેટિવ (Post-operative Checks) માટે સહાય:
17. અલ્સર અને દબાણના ઘાવનું નિવારણ (Prevention of Pressure Ulcers):
18. અનુકૂળ બેડ ટ્રાન્સફર (Convenient Bed Transfer):
19. બ્લીડિંગ નિયંત્રણ (Control of Bleeding):
20. ફૂડ અને દવાઓ માટે સહાય (Facilitate Food and Medication Administration):
d. List out types of admission in hospital and explain purposes of admission of patient in Hospital. 06
હોસ્પિટલ માં એડમિશનના પ્રકાર જણાવો અને દર્દીનું હોસ્પિટલમાં એડમીશનના હેતુઓ સમજાવો
Admission Of Patient::
એડમિશન ઓફ ફેશન એટલે કે પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રોસેસ એડમિટ થયેલા પેશન્ટને તેના વિભાગમાં ઓબ્ઝર્વેશન, ઇન્વેસ્ટિગેશન અને ડાયગ્નોસીસ કરીને યોગ્ય ટ્રીટમેન્ટ અપાય છે.
Porpose Of Admition ::
રૂટિન એડમિશન (Routine Admission):
હોસ્પિટલમાં ઓપીડી વિભાગ હોય છે. જ્યાંથી પેશન્ટ કેસ પેપર કઢાવી ડોક્ટરની સલાહ લેવા માટે આવે છે આ સમયે તેના જુદા જુદા ઇન્વેસ્ટિગેશન કરવા માટે, ટ્રીટમેન્ટ આપવા માટે ઘણી વખત દાખલ કરવો પડતો હોય છે. આવા એડમિશનને રૂટિન એડમિશન કહે છે.
રૂટિન એડમિશનને પ્લાન એડમિશન પણ કહે છે કારણ કે ઘણી વખત વારંવાર બીમાર પડતા દર્દીની અમુક સમયના અંતરે થતી તપાસ પરથી તેનું નિદાન અથવા ઓપીડી લેવલ પર જ નક્કી થાય છે. ત્યારબાદ તેની હિસ્ટ્રી લેવામાં આવે છે. તેમજ સર્જરી કે બીજી કોઈ તપાસ માટે દાખલ કરવાની જરૂરિયાત પડતી હોય છે. કિડની સ્ટોનના દર્દી ઓપીડીમાં બતાવવામાં આવે તો તેની હિસ્ટ્રી એક્સ રે તેમજ સોનોગ્રાફીના રેકોર્ડ પરથી તેને કિડની સ્ટોન (પથરી) છે તેવું ડાયગ્નોસીસ (નદાન) કરી તેને સર્જરી માટે દાખલ કરવામાં આવે છે ઓપીડી કેસ પેપરમાં ડીસીઝ અંગે તમામ હિસ્ટ્રી તેના દાખલ થવાના વોર્ડની માહિતી કામ ચલાવ નિદાન તથા સારવાર ની નોંધ હોય છે.
ઇમરજન્સી એડમિશન (Emergency Admission) ::
આ પરિસ્થિતિમાં દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં ઇમરજન્સીમાં એડમિટ કરવામાં આવે છે.
દા.ત. હાર્ટ અટેક, પોઈઝન એક્સિડન્ટ, લેબર પેન, ડાયરિયા વગેરેમાં પેશન્ટને ઇમરજન્સીમાં દાખલ કરવાની જરૂરિયાત રહે છે. આવા સમયે નર્સે ચપળતાથી કામગીરી કરવાની રહેશે. પેશન્ટને તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી ડોક્ટર ને બોલાવવામાં આવે છે.
પ્રોસિજર ઓફ રૂટિંન એડમિશન (Procedure of Routine Admission) ::
જો પેશન્ટ ચાલી શકે તેમ ન હોય તો તેને વ્હિલ ચેર કે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવે છે. વોર્ડમાં પેશન્ટની કન્ડિશન જોઈને સારવાર આપવામાં આવે છે.જો પેશન્ટ સ્ટ્રેચર પર આવેલો હોય તો તેની સાથે જરા વધુ નરમાસ રાખવી જેથી તેને સારું લાગે.
Q-2 Write short notes (Any Five) ટૂંક નોંઘ લખો (કોઈપણ પાંચ)5×5=25
1.Importance of patients Records & Reports in ward
વોર્ડમાં પેશન્ટના રેકોર્ડસ અને રેપોર્ટ્સનું મહત્વ
1.સારા રેકોર્ડ પ્રયાસના ડુપ્લિકેશનને બચાવે છે એક્જ કામ એક જ વ્યક્તિ દ્વારા થાય
2.જ્યારે રિપોર્ટ સંપૂર્ણ હોય અને તમામ સંબંધિત ડેટા આપે ત્યારે દર્દીઓને સારી સંભાળ મળે છે
૩. પૂર્ણ રેકોર્ડ સુરક્ષાની ભાવના આપે છે જે પરિસ્થિતિના તમામ પરિબળોને જાણવાથી આવે છે.
4.વોર્ડના કાર્યક્ષમ મેનેજ્મેંટ માં મદદ કરે છે.
5.લીગલ બાબતો મા મદદ કરે છે જ્યુડિસિયરી રક્ષણ મળે છે
.ઇવાલ્યુએશન મા મદદ કરે છે
7.રિસર્ચ મા મદદરુપ થાય છે
8.ક્વાલિટી ને ઇમ્પ્રુવ કરવા માટે
9.વહિવટી પ્રક્રિયા ને સરળ બનાવવા માટે
10. પોતના કરેલા કામ ને જસ્ટિફાય કરવા માટે
11.પેશન્ટ અને કામ નો પ્રોગ્રેસ જાણિ શકાય માટે
12.ક્વાલિટિ ઓડિટ માટે ખુબ જરુરિ છે
2.Good health habits
તંદુરસ્તીની સારી ટેવો
સારી હેલ્થ હેબિટ (Good Health Habits) વ્યક્તિ ના ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ને જાળવવામાં અને તેને સુધારવામાં મદદ કરે છે. આ હેલ્થ હેબિટ્સ રોજિંદા જીવનમાં અનુસરવાથી લાંબા ગાળાના હેલ્થ લાભો મેળવી શકાય છે. નીચે કેટલાક મુખ્ય સારી હેલ્થ હેબિટ ના મુદાઓ જણાવવામાં આવ્યા છે:
1.નિયમિત વ્યાયામ (Regular Exercise):
રોજના ઓછામાં ઓછા 30 મિનિટનો વ્યાયામ તમારી શક્તિ, તંદુરસ્તી, અને મેન્ટલ સ્થિરતા માટે ખૂબ જ જરૂરી છે. યોગ, વોકિંગ, દોડવું, સાયકલ ચલાવવી, અને સવારી કરવી જેવી પ્રવૃત્તિઓ અપનાવી શકાય છે.
2. સંતુલિત આહાર (Balanced Diet):
દૈનિક ખોરાકમાં ફળો (fruits), શાકભાજી (vegetables), પૂરતા પ્રમાણમાં પ્રોટીન (protein), કાર્બોહાઇડ્રેટ્સ (carbohydrates), અને સ્વસ્થ ચરબી (healthy fats)ને સ્થાન આપો. પ્રસેસ્ડ ખોરાક (processed food), વધારે ચરબીયુક્ત ખોરાક, અને ખાંડના અતિશય ઉપયોગને ટાળો.
3. સ્વચ્છતા જાળવવી (Maintain Hygiene):
વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિયમિત હાથ ધોવા, દાંત બ્રશ કરવું, અને નિયમિત રીતે સ્નાન કરવું, આ બધું જ સ્વચ્છતા જાળવવા માટે જરૂરી છે.
4. સમયસર ઊંઘ (Adequate Sleep):
દરેક દિવસ 7-8 કલાક સારી ઊંઘ લેવી તમારા હેલ્થ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂરતી ઊંઘ મેન્ટલ તણાવ ઘટાડે છે, અને ફિઝિકલ સારા હેલ્થ માટે સહાય કરે છે.
5. પાણી પૂરતું પીવું (Stay Hydrated):
દિવસ દરમિયાન યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવું ત્વચા, પાચનક્રિયા, અને ઓર્ગન ફંકશન માટે મહત્ત્વપૂર્ણ છે.
6. સકારાત્મક વિચારધારા (Positive Thinking):
મેન્ટલ હેલ્થ માટે સકારાત્મક વિચારધારા અને તણાવને અસરકારક રીતે હેન્ડલ કરવી મહત્વપૂર્ણ છે. તમારું મન એકાગ્ર રાખવા માટે ધ્યાન (meditation) અને યોગ (yoga) કરવું ફાયદાકારક છે.
7. આરામની મહત્તા (Rest and Relaxation):
તણાવના સ્તરને ઘટાડવા માટે આરામ કરવો અને દિવસ દરમિયાન સમય કાઢીને આરામ અને મનોરંજન કરવું મહત્વપૂર્ણ છે. દિવસ દરમ્યાન થોડા સમય માટે આરામ લેવાથી દિમાગ ફરીથી તાજું થાય છે.
8. નશીલી ચીજોનો ત્યાગ (Avoid Substance Abuse):
તમાકુ, ધુમ્રપાન (smoking), આલ્કોહોલ (alcohol), અને અન્ય નશીલી ચીજોનો ત્યાગ કરવો ફિઝિકલ તેમજ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે.
9. નિયમિત હેલ્થ ચકાસણીઓ (Regular Health Check-ups):
નિયમિત હેલ્થ ચકાસણીઓ (check-ups) અને તબીબી સલાહ (medical advice) લેવી જરૂરી છે. સમયસર દર્દીઓનું નિદાન અને તેનું યોગ્ય ઉપચાર (treatment) હેલ્થ જાળવવા માટે મહત્વનું છે.
10. સુરક્ષા નિયંત્રણો અપનાવવું (Practice Safety Measures):
જમીન પર સંભાળ સાથે ચાલવું, વાહન ચલાવતી વખતે હેલમેટ કે સીટબેલ્ટ પહેરવી, અને ઘરમાં કે બહાર સલામતી જાળવીને તમારો જીવ સુરક્ષિત રાખો.
11. સંબંધો અને સામાજિક જીવન (Healthy Relationships and Social Life):
સારા સંબંધો જાળવવા અને સામાજિક જીવનમાં સક્રિય રહેવું હેલ્થ માટે ફાયદાકારક છે. પરિવાર અને મિત્રોથી મજબૂત સંબંધીકરણ (social connection) મેન્ટલ હેલ્થ માં સુધાર માટે મહત્ત્વપૂર્ણ છે.
12. બ્રેક લેવા શીખવું (Take Breaks):
લાંબા સમય સુધી કામ ન કરો. કામ કરતાં સમયે બ્રેક લેજો. કમ્પ્યુટર પર કામ કરતા સમયે આંખોને આરામ આપવો, દોડધામના જીવનમાં આરામનો સમય આપવો પણ આવશ્યક છે.
3.Care of dying patient
મૃત્યુ પામેલ દર્દીની સંભાળ
ડાઇગ પેશન્ટની કેર કરવી ખૂબ જ જરૂરી છે જે માટે તેના -રિલેટિવ ને બહાર મોકલવા.
-પેશન્ટની આંખ અને મોને જેન્ટલી બંધ કરો.
-પેશન્ટને સીધો સુવડાવવો હાથ અને પગ સીધા કરવા.
-કોટ પરથી એકસ્ટ્રા પિલો,એર કૂજન , ઓક્સિજન સિલેન્ડર, સક્ષન મશીન ખસેડી લેવા ફક્ત માથા નીચે એક પીલો રહેવા દેવો
4.Important points while serving diet to patient
દર્દીને ખોરાક આપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ
જમવા બેસવાનું હોય તે જગ્યા ચોખ્ખી હોવી જોઈએ
જે ખોરાક ખાવાનો હોય તેમાં દુર્ગંધ અથવા ગમે નહીં તેવી સુગંધ કે સ્મેલ ન હોવી જોઈએ ફૂડ રેસીપી જમવા માટેનું ભોજન વ્યક્તિની રુચી ટેસ્ટ પ્રમાણે હોવું જોઈએ
જમવા માટે નો સમયે પેશન્ટ માં કોઈ સ્ટ્રેસ કે થાક વગેરે ન હોવો જોઈએ જમવાના સમયે આજુબાજુનું વાતાવરણ આનંદદાયક હોવું જોઈએ
જમવા માટે જે સમય અનુકૂળ હોય રેગ્યુલર જે સમય જમતા હોય ત્યારે જમવું જોઈએ
બે મીલ્સ વચ્ચેનો યોગ્ય સમય હોવો જોઈએ
વ્યક્તિ એક્સરસાઇઝ કરે તો તેની ભૂખ ઉત્તેજિત થાય છે અને સારી રીતે જમી શકે છે
માંદગી દરમ્યાન પ્રોટીન જરૂરિયાત વધી જાય છે કારણ કે પ્રોટીન ઘસારા પૂરો પાડે છે પરંતુ લીવર અને કિડની ડીસીઝ વાળા પેશન્ટને પ્રોટીન આપવું નહીં
માંદગી દરમિયાન કેલ્શિયમ અને આયર્ન ની જરૂરિયાત સ્થિતિ પૂરી પાડી પરંતુ સોજા આવેલ હોય તેવા પેશન્ટને સોડિયમ કે પોટેશિયમ માં આપવો નહીં
વિટામિન્સ પૂરતા પ્રમાણમાં આપવા પરંતુ જ્યારે ગેસ્ટ્રોઇન્ટરસ્ટાઈનલ ટ્રેક ના ડીસીસ ત્યારે વિટામીન બી કોમ્પ્લેક્સ શોષણ થતું નથી
જ્યારે તાવ આવ્યો હોય ત્યારે તેમજ ઓપરેશન પછી વુંડ હીલિંગ માટે વિટામીન સી આપવું ખૂબ જ જરૂરી છે
જ્યારે વધારે તાવ ડાયરીયા વોમીટીંગ હોય ત્યારે ડી હાઇડ્રેશન ન થાય તે માટે 24 કલાક માં 2500 થી 3000 એમએલ ફ્લૂઈડ આપવું જોઈએ
જો પેશન્ટ ભાનમાં હોય અને મોઢા દ્વારા લઈ શકે તેવી સ્થિતિ હોય તો મોઢાથી આપો નહિતર રાઈલ્સ ટ્યુબ મારફતે આપવામાં આવે છે
પેશન્ટને જમતી વખતે વિઝીટર સાથે બેસાડવા અને જો પેશન્ટ ઈચ્છે તો તેના રિલેટિવ ના હાથે જમવાનું આપો અને જરૂર લાગે તો તેની સાથે જમવા માટે પણ કહેવું
ઘણા પેશન્ટ સાથે બેસીને સાથે જમવા ઈચ્છે તો તેવી વ્યવસ્થા પણ કરી આપવી સ્ટાફ મેમ્બર એ પણ પેશન્ટ પાસે બેસીને થોડીવાર માટે વાતચીત કરવી પેશન્ટને ગમતું હોય તો તેની સાથે ફેમિલીયર ફૂડ પ્રોવાઇડ કરવું ઘ
ડાયટ લઇ આપવાનો હોય તો છૂટ આપવી પરંતુ માન્ય મુજબ ડાયટમાં શું ફેરફાર કરવો તે સમજાવો. થોડા થોડા અમાઉન્ટમાં અને થોડી થોડી વારે જમવા માટે છૂટ આપવી જમતા પહેલા અને જમ્યા બાદ ઓરલ હાઇજીન જાળવવું
આ સિવાયના પણ નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા
જેમકે,ટેમ્પરેચર ઓફ ફૂડ અમાઉન્ટ ઓફ ફૂડ
કેરફુલ સર્વિંગ ઓફ ફૂડ
કલર ઓફ ફૂડ
ડિફરન્ટ વેરાઈટી ઓફ ફૂડ
5.Purposes of Hair care and Mouth wash હેરકેર અને માઉથવોશના હેતુઓ
પર્પસ ઓફ હેર કેર
હેરને સાફ અને હેલ્ધી રાખવા માટે
વાળમાંથી ધૂળ કચરો વગેરે દૂર કરવા માટે
વેલ બિંઇંગ સેન્સ પ્રોવાઇડ કરવા માટે
હેર લોસ થતા અટકાવવા માટે સ્કાલ્પ ને ઓબ્ઝર્વ કરવા માટે તેની અંદર બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે
હેર ગ્રોથ પરમેનેટ કરવા માટે હેરમાંથી જુ અને ખોળો દૂર કરવા માટે
હેર માંથી ઇન્ફેક્શન ઇચિંગ વગેરે અટકાવવા માટે
હેર ની દુર્ગંધ અને ચિકાસ દૂર કરવા માટે
પર્પસ ઓફ માઉથ વોશ
1,મોઢાની અંદરના ભાગના દાંત તેમજ પેઢા વગેરેને સ્વાસ્થ્ય રાખવા
2, મોઢાનું મ્યુકસ મેમ્બ્રેન ડ્રાય અને ક્રેક થવાનો અટકાવવું
3. દાંતની અંદર ફૂડ પાર્ટીકલ્સ અને બેક્ટેરિયા સાફ કરવા માટે
4. ભૂખને ઉત્તેજિત કરવા માટે
5.મોઢામાં ઇન્ફેક્શન લાગતું અટકાવવા માટે, ગમને મસાજ કરવા, બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે, માઉથમાં sore (સોર) તથા અલ્સર (ulcer) થતા અટકાવવા માટે
5. મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે
6. દાંતના રોગ પાયોરીયા, ટૂથ ડીકેઈ, જિંજેવાટિસ વગેરે થતા અટકાવવા માટે જીભ પરની છારીઓ ઓ દૂર કરવા માટે.
6.Prevention of cross infection in hospital
હોસ્પિટલમાં કોસ ઇન્ફેકશનનો અટકાવ
ઓર્ગેનાઇઝેશન ની ઇન્ફેકશન કંટ્રોલ ની પોલીસી ને સમજવી અને તેનું પાલન નર્સ એ કરવું ખૂબ જરૂરી છે જેમ કે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ નો ઉપયોગ ,એન્વારયનમેન્ટ સેનિટેશન
1.સ્ટાન્ડર્ડ પ્રિકોશન :-ઇન્ફેકશન ની ચેઇન ને બ્રેક કરવા માટે પેથોજન વાળા બોડી ફ્લુઇડ થી ટ્રાન્સમિશન ના થાય માટે સ્ટાન્ડર્ડ પ્રિકોશન હોવા જોઈએ
2. હેન્ડ હાયજીન :-:ક્રોસ ઇન્ફેકશન અટકાવવામાં આ નંબર વન શસ્ત્ર છે માઇક્રો ઓર્ગેનિઝમ નો ફેલાવો સૌથી વધુ હાથ દ્વારા થાય છે જેથી દરેક પ્રોસીજર કરતાં પહેલા અને પછી હેન્ડ વોશ અવશ્ય કરવા જોઈએ. દરેક કનટામીનેટેડ વસ્તુ ને ટચ કર્યા પછી હેન્ડ વોશ કરવા ખૂબ જરૂરી છે
3.એસેપ્ટિક તકનીક:જેમાં કોન્ટેક્ટ પ્રિકોશન અને પ્રોસીઝર દરમિયાન એસેપ્ટિક ટેકનિક નો ઉપયોગ કરવો . ઇન્વેસીવ પ્રોસીઝર માં સ્ટરાઈલ વસ્તુઓ નો જ ઉપયોગ કરવો
4. પર્યાવરણીય ચેપ નિયંત્રણના પગલાં:હોસ્પિટલ માં વપરાતા સાધનો અને આજુ બાજુ નું વાતાવરણ ક્લીન રાખવું જોઈએ તેમજ હોસ્પિટલ ની ફ્લોર એન્ટિ-સેપ્ટિક સોલ્યુશન થી ક્લીન કરાવવી જોઈએ. પ્રોસીઝર અથવા કામ કરતી વખતે ઉત્પન્ન થતો બાયો -મેડિકલ વેસ્ટ નો યોગ્ય રીતે ડીસ ઇન્ફેકટ કરી નિકાલ કરવો જોઈએ.
5. ડ્રોપલેટ પ્રિ-કોશન :હોસ્પિટલ માં કામ કરતી વખતે હમેશા માસ્ક પહેરવું જોઈએ તેમજ ઇન્ફેકટેડ પેશન્ટ ને પણ પહેરવું જોઈએ ,કફિંગ ,સ્નઈઝિંગ વગેરે વખતે પ્રિકોશન લેવા સમજાવવું જોઈએ.
6. P.P.E :પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ થી ક્રોસ ઇન્ફેકશન નર્સ અને તેનાથી પેશન્ટ ને લાગતું અટકાવી શકાય ,જેના કેપ,માસ્ક ,ગાઉં નો ઉપયોગ કરવા માં આવે છે. જે હાયલી ઇન્ફેકશીયશ પેશન્ટ ના કેર દરમિયાન પહેરવું જોઈએ.
7. હેલ્થ એજ્યુકેશન :-હોસ્પિટલ માં ઇન્ફેકશન ના ફેલાય તે માટે પેશન્ટ અને તેની નીચે કામ કરતાં કર્મચારીઓને હેલ્થ એજ્યુકેશન આપે છે
7.Factors affecting on Blood pressure. બ્લડપ્રેશર પર અસર કરતાં પરિબળી.
1. ઉંમર:-ઉમર વધવા ની સાથે બ્લડ પ્રેશર માં વધારો થાય છે.સામાન્ય રીતે પુખ્ત વય ની ઉમર માં 120/80 mm/Hg હોય છે
2 ઈમોશન :- તણાવ, ગંભીર લાગણીઓ. અસ્વસ્થતા, ડર, પીડા, તાણ, સહાનુભૂતિશીલતા થી નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે, વાસોકોન્સ્ટ્રક્શન આવે છે, હાર્ટ સંકોચનમાં વધારો કરે છે.જેથી બ્લડ પ્રેશર માં ચેન્જીસ આવે છે
3 જાતિ :- મુજબ તરુણાવસ્થા પછી, પુરૂષોનું બ્લડ પ્રેશર સ્ત્રીઓ કરતાં વધુ હોય છે. પણ પછી
મેનોપોઝ સ્ત્રીઓમાં સમાન ઉંમરના પુરૂષો કરતાં હાઈ બીપી હોય છે
4. વંશીયતા: એર્પેન અમેરિકનો કરતાં આફ્રિકન-અમેરિકનોમાં હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ વધુ છે
5.લાઈફ સ્ટાઈલ :- જે લોકો મીઠું અને અસંતૃપ્ત ફેટી એસિડથી ભરપૂર ખોરાક લે છે, તેઓને વધુ બ્લડ પ્રેશર હોય છે કોકેઈનનો ઉપયોગ પણ બ્લડ પ્રેશર વધારે છે.કેફીન લેવાથી બ્લડ પ્રેશર પણ વધે છે અને ધૂમ્રપાન , નિકોટિન વગેરે બ્લડ પ્રેશર વધારે છે.
6.વ્યાયામ: નિયમિત કસરત બ્લડ પ્રેશર ઘટાડે છે એચ નોર્મલ રીતે વ્યક્તિનું બીપી વહેલી સવારે અને ઓછું હોય છે.
7 .મેડિસિન : ઓપીયોઇડ એનાલજિક્સ, એન્ટિહાઇપરટેન્સિવ દવાઓ માં બ્લડ પ્રેસર માં ચેન્જ આવે છે
8. કેમિકલ : જેમ કે એપિનેફ્રાઇન. ADH એન્જીયોટેન્સિન II વાસ્ટ્રિક્શનનું કારણ બને છે
બ્લડ પ્રેશરનું નિયમન:વાસોમોટર સેન્ટર બ્લડ પ્રેશરનું નિયમન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે કીમોરિસેપ્ટર સમગ્ર વેસલ્સ પ્રણાલીમાં સ્થિત બેરો રોપ્ટર બ્લડ અને તેની રાસાયણિક રચના પ્રત્યે સંવેદનશીલ હોય છે. આ રીસેપ્ટર્સ વાસોમોટર સેન્ટરમાં આવેગ મોકલે છે જે બીપીને સામાન્ય મર્યાદામાં રાખવા માટે વાસોડિલેશન અથવા વાસોકોન્સ્ટ્રક્શન કરી શકે છે.
8.Barriers of communication. કોમ્યુનિકેશનના અવરોધો
ફિઝિયોલોજીકલ બેરિયર:જેમાં સેન્સરી ઓર્ગન કામનો કરતા હોય જેમકે સાંભળીને શકવું જોઈ ન શકું વગેરે તેમજ એક્સપ્રેશન ન કરી શકું. મેસેજ મેળવી ન શકો કે આપવી ન શકો નો સમાવેશ થાય છે.
સાયકોલોજીકલ બેરિયર:જેમાં લાગણીની બાબતોનો સમાવેશ થાય છે જેમાં ચિંતા સ્ટ્રેસ ફિયર ઈન્ટેલિજન્સી ઈગો વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
એન્વાયરમેન્ટલ બેરિયર:જેમાં પૂરતું લાઈટ અને વેન્ટિલેશન ન હોવું વધારે પડતું હોય તો ખૂબ જ ઓછું ટેમ્પરેચર હોવું ખૂબ જ વધારે પડતો અવાજ અથવા કંજશન.
કલ્ચરલ બેરિયર:જેમાં લોકોની સાંસ્કૃતિક બાબતો જેવું કે તેમનું રિલિઝન તેમના તેમનું એટીટ્યુડ લેંગ્વેજ પર્સનાલિટીની ખાસિયતો તેનું નોલેજ સમજ શક્તિ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
Q-3(A) Write Multiple Choice Questions.
1.Presence of blood in urine યુરીનમાં બ્લડની હાજરી
(a) Oliguria ઓલીગુરીયા
(b) Malins મલીના
(c) Hematuria હિમેયુરીયા
(d) Albuminuria આલ્બીમીનુંરીયા
2.Greenstick fracture is common in – ગ્રીનસ્ટીક ફ્રેકચર આમાં કોમન હોય છે.
(a) Children- બાળકો
(c) Adults –
(b) Teenagers તરુણાવસ્થા
(d) Old age વૃદ્ધાવસ્થા
3.Anti-Pyretic drug used in એન્ટી પાયરેટીક ડ્રગ્સ આમાં વપરાય
(a) To reduce the temperature તાપમાન ઘટાડવા માટે
(b) To increase the temperature તાપમાન વધારવા માટે
(c) To increase pulse નાડીને વધારવા માટે
(d) To increase blood pressure રક્ત દબાણ વધારવા માટે
4.One pint is equal to એક પાઈન્ટ બરાબર
(a) 250ml 250 મિ .લી
(c) 400ml 400 મિ .લી
(b) 500ml 500 મિ .લી
(d) 1000ml-1000 મિ .લી
5.Priority of client’s care based upon દર્દીની સંભાળની પ્રાથમિકતાનો આધાર આના પર હોય
(a) Client’s condition – દર્દીની સ્થિતિ –
(c) Client’s behaviour દર્દીનું વર્તન
(b) Nurses present on duty ડ્યુટી પર હાજર નર્સો
(d) Client’s family members દર્દીના પરિવારના સભ્યો
6.Hospital acquired infection is known as – હોસ્પિટલમાંથી લાગતું ઇન્ફેકશનને ઓળખાય છે.
(a) Droplet infection ડ્રોપલેટ ઇન્ફેકશન
(c) Cross infection – ક્રોસ ઇન્ફેકશન
(b) Nosocomial infection – નોઝોકોમિયલ ઇન્ફેક્શન
(d) Gastro enteritis – ગેસ્ટ્રોએન્ટ્રાઇટીસ
7.Left lateral position is given in se લેફ્ટ લેટરલ પોઝીશન આમાં આપવામાં આવે છે.
(a) While giving enema એનિમા આપતી વખતે
(b) While doing vaginal examination વજાયનલ એક્ઝામીનેશન કરતી વખતે
(c) While doing abdominal examination ઇનહેલેશન આપતી વખતે
(d) While giving Inhalation સ્ટેથોસ્કોપનો ઉપયોગ આમાં થાય છે.
8. Stethoscope is used in સ્ટેથોસ્કોપ નો ઉપયોગ આમાં થાય છે
(a) Percussions પર પર્ક્યુસન
(c) Auscultation અસ્કલટેશન
(b) Palpations પાલ્પેશન
(d) Inspection ઇન્સ્પેકશન
9.Difficulty in swallowing is termed as ડીફીક્લ્ટી ઇન સ્વેલોઈન્ગને કહેવાય છે
(a) Dyspepsia ડીસપેપ્સીયા
(c) Dysphagia ડીસફેજીયા
(b) Dysponca ડીસનીયા
(5) Apnea ઇન્સ્પેકશન
10.Oral medicine cannot be given to a client having ઓરલ મેડીસીન આ દર્દીને આપી શકાય નહીં .
(a) Diarrhea ડાયેરીયા
(c) Abdominal pain પેટમાં દુખાવો
(b) Dysentery મરડો
(d) Vomiting વોમિટીંગ
(B) Fill in the blanks. ખાલી જગ્યા પૂરો 10
1.Normal Temperature to pulse ratio is………… નોર્મલ ટેમ્પરેચર ટું પલ્સ રેશિયો…………………..છે (1:4)
The normal temperature to pulse ratio is approximately 1:4, meaning that for every 1-degree Fahrenheit increase in body temperature, the pulse rate typically increases by around 10-15 beats per minute.
For example:
If the body temperature rises by 1°F, the pulse rate can increase by about 10-15 beats per minute.
At a normal body temperature of 98.6°F (37°C), the pulse rate is generally between 60-100 beats per minute.
2.H.S. means the medicine should give at time. એચ.એસ એટલે દવા……………….. સમયે આપવી. (at bedtime-રાત્રે સૂતી વખતે )
H.S. stands for “hora somni” in Latin, which means at bedtime. When a medication is prescribed with “H.S.” written on it, it indicates that the medicine should be taken at the time of going to sleep.
3.Intramuscular injection given on buttocks in…………………. muscles. ઇન્ટ્રામસ્ક્યુલર ઈન્જેકશન બટક્શના …………………મસલ્સમાં અપાય છે. (ગ્લૂટીયલ મસલ્સ-gluteus )
Intramuscular injections given on the buttocks are administered in the gluteus medius or gluteus maximus muscles. The preferred site for such injections is the ventrogluteal site, which is considered safer and less likely to cause nerve or blood vessel injury compared to other areas.
4…………………..bed provided to patient having breathing difficulty. શ્વાસની તકલીફવાળા પેશન્ટને……………………………બેડ અપાય છે. (ફાઉલર બેડ -fowlers bed )
5………………..device is used to take off the weight of top linen. ……………સાધન કે જે ટોપ લીનનનું વજન દૂર રાખે છે. (બેડ ક્રેડલ- Bed cradle )
The device used to take off the weight of top linen is called a bed cradle. It is placed over the lower part of the body or limbs to keep sheets and blankets from touching or pressing against the patient, often used for patients with burns, fractures, or other conditions where pressure on the skin must be avoided.
6……………..is the break in continuity of skin. …………..માં સ્કીનની કન્ટીન્યુટી તૂટી જાય છે. (wound -વૂન્ડ )
7.Difference between Systolic & Diastolic pressure is called…………. સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર વચ્ચેના તફાવતને…………….કહે છે (પલ્સ પ્રેસર-pulse pressure)
The difference between systolic and diastolic pressure is called the pulse pressure. It is calculated by subtracting the diastolic pressure from the systolic pressure. For example, if a blood pressure reading is 120/80 mmHg, the pulse pressure is 40 mmHg (120 – 80 = 40).
8……………………solution is used for Urine Sugar Test. ……………………સોલ્યુશન યુરીન સુગર ટેસ્ટ માટે વપરાય છે. (બેનીડિક્ટ-Benedict’s solution )
૯ ………………..Instrument is used for Rectal Examination. ………….સાધન રેકટલ એક્ઝામિનેશન માટે વપરાય છે. (પ્રોકટોસ્કોપ)
10.Sterilization by steam under pressure is called ………. સ્ટીમ અંડર પ્રેશરથી થતા સ્ટરીલાઈઝેશનને…………………કહે (ઓટોકલેવ )
(C) True and false -ખરા ખોટા જણાવો 10
1.Client record is a legal document. ક્લાયન્ટ રેકોર્ડ એ લીગલ ડૉક્યુમેન્ટ છે.✅
2.Anoxia means absence of oxygen. એનોક્સીયા એટલે એબસન્સ ઓફ ઑક્સિજન ✅
3.Splint is used for Immobilization. સ્પ્લીન્ટ ઇમોબીલાઇઝેશન માટે વપરાય છે.✅
4.Hand washing is not essential for before and after each procedure. દરેક પ્રોસીઝર પહેલા અને પછી હાય ધોવા આવશ્યક નથી.❌
5.Sharp instruments are sterilized by boiling method. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટસ બોઈલીંગ પધ્ધતિથી સ્ટરીલાઈઝ થાય છે. ❌
6.Diet plays an important role of recovery of sick person. ખોરાક માંદા વ્યક્તિને સાજા થવા માટે અગત્યનો ભાગ ભજવે છે.✅
૭.Visual examination of body is called percussion બોડીને જોવાથી થતી એકઝામીનેશનને પર્કશન કહે છે.❌
8.Hot water bag should not be given to paralytic patient. પેરેલાઇટીક પેશન્ટને હોટ વોટર બેગ આપવી જોઈએ નહીં..✅
9.Avoid bath soon after heavy meal. ભારે ખોરાક લીધા બાદ નાહવું જોઈએ નહી✅
10.Mercury is sensitive to heat. પારી(મરક્યુરી) ગરમી પ્રત્યે સંવેદનશીલ છે✅
💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪
નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.
IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407