skip to main content

MIDWIFERY(Third Year) COMMUNITY HEALTH 14/09/2021 (paper no.4) (modified pending.mcq upload pending)

MIDWIFERY(Third Year) COMMUNITY HEALTH 14/09/2021

Q-1 🔸a. List out vital statistics rates & Indicators. 06 વાયટલ સ્ટેટેસ્ટીક રેટ અને ઈન્ડીકેટર્સનું લીસ્ટ બનાવો.

વાઇટલ સ્ટેટેસ્ટિક્સ રેટ એન્ડ ઇન્ડીકેટર્સ: વાઇટલ સ્ટેટેસ્ટિક્સ રેટ તથા ઇન્ડિકેટર્સ એ હેલ્થ, પોપ્યુલેશન ડાયનેમિક્સ, તથા પોપ્યુલેશન ની ઓવરઓલ વેલ્બિંગ ને અસેસ કરવા માટે એસેન્સીયલ મેટ્રિક્સ તરીકે વર્ક કરે છે.

••>વાઇટલ સ્ટેટેસ્ટિક્સ રેટ્સ

1) (CBR) ક્રૂડ બર્થ રેટ

  • ડેફીનેશન: “આપેલ વર્ષમાં દર 1,000 ના પોપ્યુલેશન એ એસ્ટીમેટેડ મિડ યર મા થતા લાઇવ બર્થ ની સંખ્યા” તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.

ફોર્મ્યુલા:

(CBR) ક્રૂડ બર્થ રેટ :=

વર્ષ દરમિયાન લાઇવ બર્થ ની સંખ્યા
—————— × 1000
એસ્ટીમેટેડ મિડ યર પોપ્યુલેશન

2) (CDR) ક્રૂડ ડેથ રેટ

  • ડેફીનેશન: “આપેલ વર્ષમાં દર 1,000 ના પોપ્યુલેશન એ એસ્ટીમેટેડ મિડ યર મા થતા ડેથ ની સંખ્યા” તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.

ફોર્મ્યુલા:

(CDR) ક્રૂડ ડેથ રેટ :=

વર્ષ દરમિયાન ડેથ ની સંખ્યા
—————— × 1000
એસ્ટીમેટેડ મિડ યર પોપ્યુલેશન

3)NMR( નિયોનેટલ મોર્ટાલિટી રેટ)

  • ડેફીનેશન દર 1000 લાઇવ બર્થ એ તેજ પોપ્યુલેશનમાં સેમ એરીયા, સેમ યર માં 28 દિવસની એજ માં થતા નીયોનેટ ના ડેથ ને ( NMR )નિયોનેટલ મોર્ટાલીટી રેટ કહેવામાં આવે છે.

ફોર્મ્યુલા

NMR( નિયોનેટલ મોર્ટાલિટી રેટ:=

વર્ષ દરમિયાન કોઈ વિસ્તારમાં 28 દિવસથી ઓછી ઉંમરના બાળકો ના મૃત્યુની સંખ્યા.
—————- × 1000
તે જ વિસ્તારમાં તેજ વર્ષ દરમિયાન થતા લાઇવ બર્થ ની સંખ્યા

4) IMR- આઈ.એમ.આર (ઇનફન્ટ મોર્ટાલીટી રેટ)

  • ડેફીનેશન એક હજાર ની વસ્તીએ તેજ યરમાં આપેલા પોપ્યુલેશનમાં ટોટલ લાઇવ બર્થ બાળકોની સંખ્યામાંથી 1 year ની એજ ની અંદર મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ( IMR ) કહેવામાં આવે છે.

ફોર્મ્યુલા

IMR(ઇનફન્ટ મોર્ટાલીટી રેટ) =

એક વર્ષથી ઓછી ઉંમરના ચાઇલ્ડ ની મૃત્યુની સંખ્યા
——————- x 1000
ટોટલ નંબર ઓફ લાઇવ બર્થ ઇન ધ યર

5)(U5MR) અંડર ફાઇવ મોર્ટાલિટી રેટ :

  • ડેફીનેશન 1,000 લાઇવ બર્થ દીઠ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુની સંખ્યા ને (U5MR) અંડર ફાઇવ મોર્ટાલિટી રેટ કહેવાય છે.

(U5MR) અંડર ફાઇવ મોર્ટાલિટી રેટ:=

5 વર્ષથી નીચેના બાળકોના મૃત્યુની સંખ્યા
————— × 1000
નંબર ઓફ લાઇવ બર્થ

6) MMR (એમ.એમ.આર/મેટરનલ મોર્ટાલિટી રેટ)

MMR- એમ.એમ.આર

  • ડેફીનેશન મેટરનલ મોર્ટાલિટી રેટ (એમ.એમ.આર) એ ચોક્કસ સમયગાળા દરમિયાન, સામાન્ય રીતે એક વર્ષ દરમિયાન 100,000 લાઇવ બર્થ દીઠ માતાના મૃત્યુ ની સંખ્યાને મેટરનલ મોર્ટાલિટી રેટ( MMR ) કહેવાય છે.

ફોર્મ્યુલા

Maternal mortality rate(M.M.R) =

આપેલ વર્ષ દરમિયાન બાળકના જન્મ અથવા ડિલીવરી ના 42 દિવસની અંદર કોઇ કોમ્પ્લીકેશન્સ ના કારણે મધર ના ડેથ ની કુલ સંખ્યા
—————- × 100,000
ટોટલ નંબર ઓફ લાઇવ બર્થ ઇન સેમ યર.

7) લાઇફ એક્સ્પેક્ટન્સી એટ બર્થ

  • ડેફીનેશન જો કરંટ મોર્ટાલિટી રેટ કંટીન્યુ રહે તો ન્યુ બોર્ન ના જીવનની સરેરાશ સંખ્યા.

8) TFR( ટોટલ ફર્ટિલિટી રેટ)

  • ડેફીનેશન વુમનમાં દરેક એજ ગ્રુપમાં જે રેટ થી ચાઇલ્ડ નો જન્મ થાય છે તેજ વુમનના તેના ટોટલ રીપ્રોડક્ટિવ યર મા કેટલા ચાઇલ્ડ ને જન્મ આપી શકે છે તેની સરેરાશ સંખ્યા ને ટોટલ ફર્ટીલીટી રેટ(TFR) કહેવામાં આવે છે.

ફોર્મ્યુલા

Total fertility rate (TFR):=

         45 - 49
    5× Σ       ( ASFR)
         15 - 19
    ---------------------
         1000

(ASFR = Age specific fertility rate)

9)(GRR) ગ્રોસ રીપ્રોડક્ટિવ રેટ:

  • ડેફીનેશન જો કોઇ વુમન મોર્ટાલીટી એઝ્યુમીંગ ન કરે તો તેના રીપ્રોડક્ટિવ સમયગાળા (15-44 અથવા 49 વર્ષ) દ્વારા કરંટ ફર્ટિલિટી પેટર્ન નો એક્સ્પિરિયન્સ કરે તો તે ગર્લ્સ ની એવરેજ સંખ્યા ને જન્મ આપે .

ફોર્મ્યુલા

(GRR) ગ્રોસ રીપ્રોડક્ટિવ રેટ:=

        45 - 49
    5× Σ       ( ASFR)  
         15 - 19  
    ---------------------
         1000

(ASFR = Age specific fertility rate for female Live birth )

10)NRR ( નેટ રીપ્રોડક્ટિવ રેટ )

  • ડેફીનેશન એક ન્યુબોર્ન ગર્લ એ તેની લાઇફ ટાઇમ દરમિયાન કેટલી દીકરી ને જન્મ આપશે તેને નેટ રિપ્રોડક્ટિવ રેટ( NRR ) કહેવામાં આવે છે.
  • નેટ રીપ્રોડક્ટિવ રેટ(NRR)એ એક ડેમોગ્રાફિક ઇન્ડિકેટર છે. તેને એક પર લાવવાનો ટાર્ગેટ છે.

11)( GFR ) જનરલ ફર્ટિલિટી રેટ

  • ડેફીનેશન તેને 15-45 વર્ષની રીપ્રોડક્ટિવ એજ ગ્રુપ ની 1000 વુમન દીઠ એક વર્ષ દરમિયાન લાઇવ બર્થ ની સંખ્યા ને ( GFR ) જનરલ ફર્ટિલિટી રેટ કહેવામા આવે છે.

ફોર્મ્યુલા

( GFR ) જનરલ ફર્ટિલિટી રેટ:=

નંબર ઓફ લાઇવ બર્થ
——————- × 1000
15 થી 45 વર્ષ સુધીના એજ ગ્રુપની ફિમેલ ની કુલ સંખ્યા

12) (ASFR) એજ સ્પેસિફિક ફર્ટિલિટી રેટ

ડેફીનેશનચોક્કસ એજ ગ્રુપમાં 1,000 વુમન દીઠ લાઇવ બર્થ ની સંખ્યા ને (ASFR) એજ સ્પેસિફિક ફર્ટિલિટી રેટ કહેવાય છે.

ફોર્મ્યુલા

(ASFR) એજ સ્પેસિફિક ફર્ટિલિટી રેટ:=

ચોક્કસ એજ( વય ) ગ્રુપમાં લાઇવ બર્થ ની સંખ્યા
—————- × 1000
સેમ એજ( વય ) ગ્રુપ ના મીડી યર ફિમેલ પોપ્યુલેશન ની વસ્તી

13) ચાઇલ્ડ વુમન રેસિયો:

ડેફીનેશન ચાઇલ્ડબીયરિંગ એજ (15-49 વર્ષ) ની 1,000 વુમન દીઠ 0-4 વર્ષની એજ(વય) ના બાળકોની સંખ્યા.

ફોર્મ્યુલા ચાઇલ્ડ વુમન રેસિયો:

0-4 વર્ષની એજ ના બાળકોની સંખ્યા
—————- × 1000
{15-49} વર્ષની એજ ની મહિલાઓની સંખ્યા

14) sex Ratio at Birth

ડેફીનેશન 1,000 ફિમેલ બર્થ દીઠ મેલ બર્થ ની સંખ્યા.

ફોર્મ્યુલા Sex ratio at Birth:=

મેલ બર્થ ની સંખ્યા
——————– × 1000
ફિમેલ બર્થ ની સંખ્યા

15) ડિપેન્ડેન્સી રેશિયો

ડેફીનેશન

  • કમ્બાઇન એજ ગ્રુપ 0-14 વર્ષ + 65 વર્ષ અને તેનાથી વધુ એજ અને 15-65 વર્ષની એજ ગ્રુપ ના ગુણોત્તર ને ટોટલ ડિપેન્ડન્સી રેશિયો તરીકે ઓળખવામાં આવે છે.

ટોટલ ડિપેન્ડન્સી રેશિયો:=

0-14 વર્ષની એજ ના બાળકો + 65 વર્ષ થી વધુ એજ ની વસ્તી
—————— × 100
વસ્તી 15 – 64 વર્ષ

16) એજિંગ રેશિયો

  • ડેફીનેશન વૃદ્ધો (65+) અને બાળકોનો ગુણોત્તર (0-14).
  • ફોર્મ્યુલા એજિંગ રેશિયો:=

65+ ની એજ ની વસ્તી
————— × 100
0-14 એજ ની પોપ્યુલેશન

2) ••> વાઇટલ સ્ટેટેસ્ટિક્સ ઇન્ડિકેટર્સ

1) પોપ્યુલેશન ગ્રોથ રેટ

  • ડેફીનેશન સમય જતાં વસ્તી વધે છે અથવા ઘટે છે તે દર.
  • ફોર્મ્યુલા પોપ્યુલેશન ગ્રોથ રેટ:=

જન્મ – મૃત્યુ + નેટ માઇગ્રેશન
—————– × 100
કુલ વસ્તી

2)હેલ્થી લાઇફ એક્સપેક્ટેન્સી

  • ડેફીનેશન વ્યક્તિ સારા સ્વાસ્થ્ય માં જીવવાની અપેક્ષા રાખી શકે તેટલા વર્ષોની સરેરાશ સંખ્યા.

3)( PMR ) પ્રપોશનલ મોર્ટાલિટી રેશિયો

  • ડેફીનેશન સ્પેસિફિક કારણ થી કુલ મૃત્યુ સુધી ના મૃત્યુનો ગુણોત્તર.
  • ફોર્મ્યુલા ( PMR ) પ્રપોશનલ મોર્ટાલિટી રેશિયો:=

સ્પેસિફિક કારણથી મૃત્યુ
————- × 100
કુલ મૃત્યુ

4)( SMR ) સ્ટાન્ડર્ડાઇસ મોર્ટાલીટી રેસીયો

  • ડેફીનેશન સ્પેસિફિક પોપ્યુલેશન માં એક્સપેક્ટેડ ડેથ અને ઓબ્ઝર્વડ કરેલ ડેથ નો ગુણોત્તર.
  • ફોર્મ્યુલા ( SMR ) સ્ટાન્ડર્ડાઇસ મોર્ટાલીટી રેસીયો:=

ઓબ્ઝર્વડ કરેલ ડેથ
————— × 100
એક્સપેક્ટેડ ડેથ

5) એજ સ્ટાન્ડર્ડાઇસ મોર્ટાલીટી રેશિયો

  • ડેફીનેશન પોપ્યુલેશન વચ્ચે કમ્પેરીઝન કરવા માટે મોર્ટાલીટી રેટ એજ પર ગોઠવેલો.
  • ફોર્મ્યુલા એજ સ્પેસિફિક મોલાલીટી રેટ અને સ્ટાન્ડર્ડ એજ નો યુઝ કરી કેલ્ક્યુલેશન કરવામાં આવે છે.

6) ક્રૂડ બર્થ રેટ( CBR ) એન્ડ ક્રુડ ડેથ રેટ રેશિયો( CDR )

  • ડેફીનેશન ક્રૂડ જન્મ દરની ક્રૂડ મૃત્યુ દર સાથે સરખામણી.
  • ફોર્મ્યુલા ક્રૂડ બર્થ રેટ( CBR ) એન્ડ ક્રુડ ડેથ રેટ રેશિયો( CDR ):=

ક્રૂડ બર્થ રેટ( CBR )

ક્રુડ ડેથ રેટ રેશિયો( CDR )

7) નેટ રીપ્રોડક્ટિવ રેટ

  • ડેફીનેશન મૃત્યુદરને ધ્યાનમાં લેતા વુમન ની દીકરીઓની સરેરાશ સંખ્યા.

8) પર કેપીટા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (G.D.P)

  • ડેફીનેશન વ્યક્તિ દીઠ ઇકોનોમિક આઉટપુટ નું માપ.
  • ફોર્મ્યુલા પર કેપીટા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (G.D.P):=

ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ

કુલ વસ્તી

9) પોપ્યુલેશન ડેન્સિટી

ડેફીનેશન પર યુનિટ એરીયા દીઠ લોકોની સંખ્યા.

ફોર્મ્યુલા

પોપ્યુલેશન ડેન્સિટી:=

ટોટલ પોપ્યુલેશન

લેન્ડ એરીયા( જમીન વિસ્તાર)

10) 65 અને તેથી વધુ વયની વસ્તીનું પ્રમાણ

  • ડેફીનેશન 65 વર્ષ કે તેથી વધુ ઉંમરની વસ્તીની ટકાવારી.
  • ફોર્મ્યુલા 65 અને તેથી વધુ વયની વસ્તીનું પ્રમાણ:=

પોપ્યુલેશન એજ્ડ 65+
—————– × 100
કુલ વસ્તી

આમ, વાઇટલ સ્ટેટેસ્ટિક્સ અને ઇન્ડિકેટર્સ આ મુજબ છે.

🔸b. Write down sources of vital statistics 04 સોર્સીસ ઓફ વાયટલ સ્ટેટેસ્ટીક લખો.

સોર્સિસ ઓફ વાઇટલ સ્ટેટેસ્ટિક્સ:

1.સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS):

  • વર્ણન: સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ એ વાઇટલ ઇવેન્ટ(જન્મ, મૃત્યુ, લગ્ન વગેરે) ની ઘટના અને લાક્ષણિકતાઓ નું કન્ટીન્યુઅસ, પરમનેન્ટ અને કમ્પલસરી રેકોર્ડિંગ છે.
  • ઓથોરિટી: ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા મિનિસ્ટર ઓફ હેલ્થ હેઠળ સંચાલિત હોય છે.
  • મહત્વ: બર્થ અને ડેથ રેટ માટે પ્રાઇમરી ડેટા પ્રોવાઇડ કરે છે, જે પ્લાનિંગ અને પોલીસી મેકિંગ માટે ક્રુશિયલ છે.

2) સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS):


  • બર્થ રેટ, ડેથ રેટ અને અન્ય ફર્ટીલિટી અને મોર્ટાલિટી ઇન્ડિકેટર્સ ના રિલાયેબલ એન્યુઅલ એસ્ટીમેશન માટે મોટા પાયે ડેમોગ્રાફિક સર્વે કરે છે.
  • ઓથોરિટી:
    ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર ની ઓફિસ દ્વારા કન્ડક્ટ કરવામા આવે છે.
  • મહત્વ: CRS (સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ્સ) ડેટા ને સપ્લીમેન્ટ બનાવે છે અને વધારે એક્યુરેટ અને ટાઇમ્લી એસ્ટીમેટ્સ પૂરા પાડે છે.

3.વસ્તી ગણતરી: વર્ણન:

  • દર દસ વર્ષે આયોજિત, ભારતની વસ્તી ગણતરી એ વસ્તી ના કોમ્પ્રાહેંસીવ ડેટા કલેકટ કરે છે. જેમ, કે એજ, જાતી અને મલાઇટલ સ્ટેટસ સહિત ની ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે. ઓથોરિટી:
  • ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર, કાર્યાલય દ્વારા કન્ડક્ટ આવે છે. મહત્વ:
  • ડિટેઇલ મા ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે જે વિવિધ સ્ટેટેસ્ટિક્લ એનાલાઇસીસ અને સોસીયો-ઇકોનોમિક પ્લાનિંગ ને સપોર્ટ પ્રોવાઇડ કરે છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS): વર્ણન: સમગ્ર ભારતમાં પરિવારો ના રિપ્રેઝન્ટેટીવ સર્વ માં મોટા પાયે, મલ્ટિ-રાઉન્ડ સર્વે હાથ ધરવામાં આવ્યો.

  • ઓથોરિટી: મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર દ્વારા ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર પોપ્યુલેશન સાયન્સ (IIPS) સાથે કોઓર્ડીનેશન કરી કન્ડક્ટ કરવામા આવે છે.
  • મહત્વ: પોપ્યુલેશન, હેલ્થ અને પોષણ, સાથે સાથે ફર્ટીલિટી રેટ ,માતા અને બાળ આરોગ્ય સહિતનો ડેટા પ્રોવાઇડ કરે છે.

હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (HMIS):

  • વર્ણન:એક ઓનલાઇન પોર્ટલ છે કે જે સમગ્ર ભારતમાં હેલ્થ ફેસેલીટીસ માંથી ડેટા કલેકટ કરે છે.
  • ઓથોરિટી: મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર દ્વારા મેનેજ કરવામા આવે છે.
  • મહત્વ: હેલ્થ ઇન્ડિકેટર્સ, સર્વિસીસ ડીલેવરી, અને હેલ્થ પ્રોગ્રામ ના પર્ફોર્મન્સ પર ડેટા પ્રોવાઇડ કરે છે.

6) એન્યુઅલ હેલ્થ સર્વે (AHS) કિઇન્ડીકેટર્સ પર ડિસ્ટ્રીક-લેવલ ના એસ્ટીમેટસ પ્રોવાઇડ કરે છે,જેમ કે ,ફર્ટીલિટી અને મોર્ટાલિટી રેટ.

  • ઓથોરિટી: ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર, કાર્યાલય દ્વારા કન્ડક્ટ કરવામા આવે છે.
  • મહત્વ: વધુ લોકલાઇઝ્ડ લેવલ પર હેલ્થ પ્રોગ્રામ અને પોલિસીસ ની ઇફેક્ટ નું ઇવાલ્યુએશન કરવામાં મદદ કરે છે.

7) ડેમોગ્રાફી એન્ડ હેલ્થ સર્વે (DHS): પોપ્યુલેશન, હેલ્થ અને ન્યુટ્રીશન પર ડેટા કલેક્ટ કરવા માટે સમયાંતરે કંડક્ટ કરવામાં આવે છે.

  • ઓથોરિટી:વિવિધ સંસ્થાઓ દ્વારા કોઓર્ડીનેટેડ અને ઘણીવાર ઇન્ટરનેશનલ એજન્સીઓ સાથે પાર્ટનરશીપ હોય છે.
  • મહત્વ:મોનિટરિંગ એન્ડ ઇવોલ્યુશન માટે ઇન્ટરનેશનલી કમ્પેરેબલ ડેટા પ્રોવાઇડ કરે છે.

8) મેડિકલ સર્ટિફિકેશન ઓફ કોઝ ઓફ ડેથ( MCCD ) સ્ટાન્ડર્ડાઇસ ફોર્મેટ નો ઉપયોગ કરીને મેડિકલ પ્રેક્ટિશનરો દ્વારા ડેથ નું કારણ રેકોર્ડ કરવાની સિસ્ટમ.

  • ઓથોરિટી:ઇન્ડિયા, ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર જનરલ, દ્વારા મેનેજ થાય .
  • મહત્વ: મોર્ટાલિટી પેટર્ન અને મૃત્યુ ના કારણો પર એક્યુરેટ ડેટા પ્રોવાઇડ કરે છે, જે પબ્લિક હેલ્થ પ્લાનિંગ માટે જરૂરી છે.

9) હેલ્થ સર્વે એન્ડ રિસર્ચ

  • વિવિધ સર્વે અને રિસર્ચ અભ્યાસો એ સરકારી એજન્સીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કંડકટ કરવામાં આવે છે.
  • ઉદાહરણો:નેશનલ સેમ્પલ સર્વે (NSS), ઇન્ડિયા હ્યુમન ડેવલોપમેન્ટ સર્વે વગેરે.

મહત્વ:

  • આ સર્વે વિવિધ હેલ્થ અને ડેમોગ્રાફિક પેરામીટર્સ પર વધારાના ડેટા પ્રોવાઇડ કરે છે, જે કોમ્પ્રાહેન્સિવ એનાલાઇસીસ અને પોલીસી નુ ફોર્મ્યુલેસન કરવામા સહાય કરે છે.
  • ભારતમાં વાઇટલ સ્ટેટેસ્ટિક્સ એ મલ્ટીપલ સોર્સીસ માંથી મેળવવામાં આવે છે, દરેક વસ્તીના હેલ્થ અને ડેમોગ્રાફિક કેરેક્ટેરાઇસ્ટીક પર એક્યુરેટ અને કોમ્પ્રાહેન્સીવ ડેટા પ્રોવાઇડ કરવામાં ક્રુશિયલ રોલ પ્લે કરે છે.
  • આ સ્ટેટેસ્ટિક્સ હેલ્થ અને સોશિયલ પ્રોગ્રામ્સશ ના ઇફેક્ટિવ પ્લાનિંગ, ઇમ્પલિમેન્ટેશન અને ઇવાલ્યુએશન માટે જરૂરી છે.

🔸c. Write down common health problems of school going children. 06 સ્કુલે જતા બાળકોની સામાન્ય સમસ્યાઓ લખો.

સ્કુલે જતા બાળકોની સામાન્ય સમસ્યાઓ

સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન્સ માં જોવા મળતા જુદા જુદા હેલ્થ પ્રોબ્લેમ એ સામાન્ય રીતે તેમના એજ, રિલિજિયન તથા સોસિયોઇકોનોમિક ફેક્ટરના આધારે જુદી જુદી હોય છે.

અહીં, સ્કૂલ ગોઇંગ ચાઇલ્ડ માં જોવા મળતા હેલ્થ પ્રોબ્લેમ્સ :

  • 1) રેસ્પીરેટરી ઇન્ફેક્શન: તેમા, કોમન કોલ્ડ,ફ્લુ, ટોન્સીલાઈટીસ, એન્ડ બ્રોન્કાઇટીસ.
  • 2) ગેસ્ટેરો ઇન્ટરેસ્ટ સ્ટાઇનલ સીસ્ટમ: જેમ કે, ડાયરિયા, કોન્સ્ટીપેશન, એન્ડ એબડોમીનલ પેઇન.
  • 3)ડેન્ટલ પ્રોબ્લેમ: જેમ કે, કેવીટીસ, ટૂથ ડિકે, એન્ડ જીન્જીવાઇટીસ.
  • 4)એલર્જીસ: એલર્જીક રાઇનાઇટીસ (hay fever), ફૂડ એલર્જીસ, એન્ડ સ્કીન એલર્જી.
  • 5)ઇન્જરીસ: પડી જવાના કારણે થતી ઇન્જરી, સ્પોર્ટ્સ એક્ટિવિટી ઓર પ્લેગ્રાઉંડ એક્સીડન્ટ.
  • 6) વિઝન પ્રોબ્લેમ્સ: રિફ્રેકટીવ એરર્સ જેમકે (નિયરસાઇટેડનેસ) ઓર એસ્ટીં…

🔸d. Functions of D.G.H.S. 04 ડાયરેકટર જનરલ ઓફ હેલ્થ સર્વીસના કાર્યો લખો.

ડાયરેકટર જનરલ ઓફ હેલ્થ સર્વીસ( DGHS ) ના કાર્યો:

  • ડાયરેકટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ(DGHS) મેડિકલ એન્ડ પબ્લિક હેલ્થ બાબતો માટે કેન્દ્ર સરકાર ને મુખ્ય સલાહકાર તરીકે કામગીરી કરે છે હેલ્થ સર્વિસમાં ડાયરેક્ટર ની નિમણૂક કરવામાં આવે છે જેને એડિશનલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ, ડેપ્યુટી ઓફિસર એન્ડ અધર એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ મદદ કરે છે.

ડાયરેક્ટોરેટ ના મુખ્ય ત્રણ યુનિટ છે.

  • 1) મેડિકલ કેર એન્ડ હોસ્પિટલ્સ,
  • 2) પબ્લિક હેલ્થ,
  • 3) જનરલ એડમિનિસ્ટ્રેટિવ.

ફંકશન ઓફ ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ( DGHS )

ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ ના મેઇન્લી બે ફંક્શન છે.

1) જનરલ ફંક્શન,
2) સ્પેસિફિક ફંક્શન

1) જનરલ ફંક્શન:

  • 1) સર્વે,
  • 2) પ્લાનિંગ,
  • 3) કોઓર્ડીનેશન,
  • 4) પ્રોગ્રામિંગ,
  • 5) અપરેઇઝલ ઓફ ઓલ હેલ્થ મેટર્સ ઇન ધ કંન્ટ્રી.

1) સર્વે:

  • DGHS પબ્લિક હેલ્થ ઇન્ડિકેટર્સ, ડિસીઝ પ્રિવેલેન્સ, કેર નીડ્સ અને ડેમોગ્રાફિક ટ્રેન્ડસ પર ડેટા એકત્રિત કરવા માટે સર્વે અને અસેસમેન્ટ કરે છે.
  • આ સર્વે પરથી વસ્તીના હેલ્થ ના સ્ટેટસ ને સમજવામાં અને હેલ્થ અને પ્રોગ્રામ ની જાણ કરવામાં મદદ કરે છે.

2) પ્લાનિંગ:

  • સર્વે કર્યા પછી તથા બીજા ડેટાને ફાઇન્ડ કર્યા પછી ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ (DGHS) હેલ્થ કેર સર્વિસીસ ની સ્ટ્રેટેજીસ ને પ્લાનિંગ કરે છે.
  • આમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ઇમ્પ્રુવ કરવા માટે,ઇફેક્ટીવ રીતે રિસોર્સિસ ની ફાળવણી કરવા અને હેલ્થ ઇસ્યુસ ને રિડ્યુસ કરવા માટે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ની પ્લાન ને ડેવલોપ કરવામા આવે છે.

3) કોઓર્ડીનેશન:

  • ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ( DGHS )એ જુદા જુદા હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે, એજન્સી સાથે તથા હિતધારકો સાથે એક્ટિવિટીસ નું કોઓર્ડીનેશન કરે છે.
  • તેના કારણે એ ખાતરી કરી શકાય છે કે હેલ્થ પ્રોગ્રામ નું ઇફેક્ટિવલી રીતે ઇમ્પલિમેન્ટેશન થાય છે, એફોટ્સ ના ડુપ્લિકેશન ને પ્રિવેન્ટ કરી શકાય, તથા રિસોર્સીસ ના યુટીલાઇઝેશન ને ઓપ્ટિમાઇઝિંગ બનાવી શકાય.

4) પ્રોગ્રામિંગ:

  • હેલ્થ પ્રોગ્રામ અને ઇનીસીયેટીવ્સ નુ ડેવલોપમેન્ટ અને ઇમ્પલીમેન્ટેશન એ DGHS નું મુખ્ય કાર્ય છે.
  • જેમાં ડીસીઝ ને પ્રીવેન્શન માટે, હેલ્થના પ્રમોશન માટે, મેટર્નલ તથા ચાઇલ્ડ હેલ્થ, વેક્સીનેશન કંપેઇનીંગ તથા બીજા પબ્લિક હેલ્થ ઇન્ટરવેશન
    માટેના પ્રોગ્રામ્સ ની રચના નો સમાવેશ થાય છે.

5) અપરેઇઝલ ઓફ ઓલ હેલ્થ મેટર્સ ઇન ધ કન્ટ્રી:

  • DGHS હેલ્થ પ્રોગ્રામ અને પોલિસીસ ની ઇફેક્ટીવનેસ, ઇમ્પેક્ટ અને ઓબ્જેકટીવ ના પાલન નું અસેસમેન્ટ કરવા માટે અપરેઇસીસ અને ઇવાલ્યુએશન કરે છે.
  • નિયમિત અસેસમેન્ટ હેલ્થ કેર પ્રણાલીમાં ઇમ્પ્રુવમેન્ટ માટે સ્ટ્રેન્થ, વિકનેસ અને એરિયા ને ઓળખવામાં મદદ કરે છે.

2) સ્પેસિફિક ફંક્શન:

  • 1) ઇન્ટરનેશનલ હેલ્થ રિલેશનશિપ એન્ડ ક્વોરેન્ટાઇન.
  • 2) કંટ્રોલ ઓફ ડ્રગ સ્ટાન્ડર્ડસ
  • 3) મેડિકલ સ્ટોર ડિપોટ્સ
  • 4) પોસ્ટગ્રેજ્યુએશન ટ્રેઇનીંગ
  • 5) મેડિકલ એજ્યુકેશન
  • 6) મેડિકલ રિસર્ચ
  • 7) સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ
  • 8) નેશનલ હેલ્થ પ્રોગ્રામ
  • 9) સેન્ટ્રલ હેલ્થ એજ્યુકેશન બ્યુરો(C.H.E.B)
  • 10) હેલ્થ ઇન્ટેલિજન્સ
  • 11) નેશનલ મેડિકલ લાઇબ્રેરી મેનેજમેન્ટ

એક્સપ્લાનેશન:

1) ઇન્ટરનેશનલ હેલ્થ રિલેશનશિપ એન્ડ ક્વોરેન્ટાઇન

  • કન્ટ્રીના મુખ્ય બંદરો અને ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટ મેનેજમેન્ટ કરે છે વિવિધ દેશો સાથે હેલ્થના રિલેશનશિપ મેઇન્ટેન કરે છે અને ઇન્ફોર્મેશન ની આપ લે કરે છે અને ડીસીઝ ને સ્પ્રેડ થતુ કંટ્રોલ કરવામાં મહત્વ ની કામગીરી કરે છે.

2) કંટ્રોલ ઓફ ડ્રગ સ્ટાન્ડર્ડ:

  • ડ્રગ કંટ્રોલર ની દેખરેખ હેઠળ મેડીકેશન ની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ ને મેઇન્ટેન કરે છે. નક્કી કરેલા સ્ટાન્ડર્ડ મુજબ કેન્દ્ર તથા રાજ્ય સરકારના ઓફિસર દ્વારા દવાઓનો યોગ્ય રીતે પ્રોડક્શન કરે અને તેનુ ડિસ્ટ્રીબ્યુશન કરે છે.
  • 1940 ના ડ્રગ એક્ટ મુજબ દવાઓની ક્વોલિટી પણ ચેક કરે છે.

3) મેડીકલ સ્ટોર ડિપોટ્સ:

  • સેન્ટ્રલ લેવલે મુખ્ય મેડિકલ ડિપોટ્સ ચલાવે છે જેમ કે મુંબઇ , ચેન્નઇ, કોલકત્તા, ગોવાહાટી કરનાલ, હૈદરાબાદ જે તેના વિસ્તાર ના રાજ્યોને જરૂર મુજબ મેડિસિન એક્વીપમેન્ટ વગેરે નું વિતરણ અને તેનું મેનેજમેન્ટ કરે છે. તેઓ સસ્તી અને ક્વોલિટી વાળી મેડિસિનનું પ્રોડક્શન કરાવી અને જરૂર મુજબ સપ્લાય કરાવે છે.

4) પોસ્ટ ગ્રેજ્યુએશન ટ્રેઇનીંગ:

  • જુદી જુદી નેશનલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ જુદા જુદા હેલ્થ પર્સન ને પોસ્ટ ગ્રેજ્યુએશન( P.G. Course)ની ટ્રેઇનિંગ આપવાની જવાબદારી આપે છે જેમાં,
  • ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એટ( AIIMS )- ન્યુ દિલ્હી.
  • ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ હાયજીન એન્ડ પબ્લિક હેલ્થ – કોલકત્તા.
  • ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ- બેંગ્લોર.
  • નેશનલ ટ્યુબરક્યુુલોસીસ ઇન્સ્ટિટ્યૂટ- બેંગલોર.
  • સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ- કસૌલી.
  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ-દિલ્હી.
  • નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલીવેલ ફેર- ન્યુ દિલ્હી.
  • રાજકુમારી અમૃત કોર( RAK) કોલેજ ઓફ નર્સિંગ – ન્યુ દિલ્હી.
  • પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન- ચંદીગઢ.

5) મેડિકલ એજ્યુકેશન:

  • વિવિધ મેડિકલ કોલેજ નું ડાયરેક્ટ મેનેજમેન્ટ કરે છે જેમ કે,
  • લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ અને એસોસિયેટેડ SSK અને KSC,
  • મૌલાના આઝાદ મેડિકલ કોલેજ,
  • મેડિકલ કોલેજ પુડુચેરી એન્ડ ગોવા આ આ મેડિકલ કોલેજો સિવાય, ભારતમાં ઘણી મેડિકલ કોલેજો છે જેને સેન્ટર દ્વારા ગાઇડન્સ અને સપોર્ટ આપવામાં આવે છે.

6) મેડિકલ રિસર્ચ:

  • દેશમાં મેડિકલ રિસર્ચ મોટે ભાગે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ( I.C.M.R = ફાઉન્ડેડ ઇન 1911) ન્યુ દિલ્હી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે.
  • હ્યુમન ડીસીઝ અને તેના કોઝ, ટ્રીટમેન્ટ,સર્વે અને પ્રિવેન્શન માટે રિસર્ચ કામમાં ઇકોનોમિક તેમજ બીજી હેલ્પ કરે છે. તમામ પ્રકારનું ફંડ યુનિયન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા પૂરું પાડવામાં આવે છે.

મેડિકલ ક્ષેત્રે વિવિધ સંશોધન સંસ્થાઓનું સંચાલન કરે છે જેમ કે:

  • કેન્સર રિસર્ચ સેન્ટર- ચેન્નઇ,
  • ટ્યબરક્યુલોસીસ કિમોથેરાપી સેન્ટર- ચેન્નઇ,
  • વાયરસ રિસર્ચ સેન્ટર- પુના,
  • નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન એટ -હૈદરાબાદ. 7) સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ( C.G.H.S):
  • જે વિમા નું સુરક્ષા કવચ પ્રોવાઇડ કરે છે જે અંતર્ગત વિવિધ એકસીડન્ટ, ડીસીઝ તથા ડેથ વગેરે માં સહાય મળે છે.

8) નેશનલ હેલ્થ પ્રોગ્રામ:

  • નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં કરોડો રૂપિયાનો ફંડ જોઈએ તેવા પ્રોગ્રામ ચલાવે છે સામાન્ય રીતે કેન્દ્રીય સહાય વગર આ પ્રોગ્રામ સફળ થતાં નથી, પ્લાનિંગ, ગાઇડન્સ અને કોઓર્ડીનેશન માટેનું ખૂબ અગત્યનું કાર્ય આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

9) સેન્ટ્રલ હેલ્થ એજ્યુકેશન બ્યુરો( C.H.E.B):

  • લોકોમાં હેલ્થ વિશે અવેરનેસ લાવવા માટેના આરોગ્ય શિક્ષણ તૈયાર કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે જે જુદા જુદા લેવલના હેલ્થ વર્કરને જુદા જુદા પ્રકારની ટ્રેનીંગ આપવાનું પણ પ્લાનિંગ કરે છે.

10) હેલ્થ ઇન્ટેલિજન્સી:

  • હેલ્થ ઇન્ટેલિજન્સી એ હેલ્થ રીગાર્ડીંગ ઇન્ફોર્મેશન ઇન બધા જ સ્ટેટ તથા ઇન્ટરનેશનલ એજન્સીસ માં પ્રોવાઇડ કરે છે.

11) નેશનલ મેડિકલ લાઇબ્રેરી:

  • નેશનલ મેડિકલ લાઇબ્રેરી એ 1966 મા તે ડિક્લેર કરવામાં આવી જેનો મુખ્ય હેતુ મેડિકલ હેલ્થ અને તેની સાથે સંકળાયેલા સાયન્સ માં એડવાન્સમેન્ટ લાવવાનો છે તથા તેનો મુખ્ય ઓબ્જેકટીવ એ પ્રોફેશનલ બુક, જર્નલ અને મેડિકલ રિપોર્ટ વગેરેની આપલે કરવી

🔸OR🔸

🔸a. Write down National Health Problems 06 રાષ્ટ્રીય આરોગ્યની સમસ્યાઓ લખો.

National Health Problems (રાષ્ટ્રીય આરોગ્યની સમસ્યાઓ):

હેલ્થ પ્રોબ્લેમ એ એવી કન્ડિશન છે કે જેમાં વ્યક્તિ એ નોર્મલી ફંક્શન કરવામાં કરી શકતી નથી.
તેમા, કેટલીક મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ નો સમાવેશ થાય છે:

1) કોમ્યુનિકેબલ ડિસીઝ,
2) નોન કોમ્યુનિકેબલ ડિસીઝ,
3) ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ,
4) એન્વાયરમેન્ટ પ્રોબ્લમ,
5) મેડિકલ કેર પ્રોબ્લમ,
6) પોપ્યુલેશન પ્રોબ્લેમ

•>1) કોમ્યુનિકેબલ ડિસીઝ:

  • કોમ્યુનિકેબલ ડિસીઝ એ એવા પ્રકારની ઇલનેસ છે કે જે ઇન્ફેક્સીયસ એજન્ટ દ્વારા અથવા તેમના ટોક્સિક પ્રોડક્ટ દ્વારા એક વ્યક્તિ માંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સમિટ થાય છે. આ ટ્રાન્સમિશન એ મુખ્યત્વે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી થઇ શકે છે.
  • તેનું ટ્રાન્સમિશન એ બોડી ફ્લુઇડ ના કોન્ટેકમાં આવવાથી, રેસ્પીરેટરી ડ્રોપલેટ્સ દ્વારા, તથા કંટામીનેટેડ સરફેસ ના કોન્ટેક્ટ મા આવવાના કારણે થઇ શકે છે.
  • કોમ્યુનિકેબલ ડિસીઝ એ ઇન્ડિયા નો મેઝર હેલ્થ પ્રોબ્લેમ છે અને જેમા ઇન્ડિયાની અંદર 54% જેટલા ડેથ કોમ્યુનિકેબલ ડિસીઝ ના કારણે થાય છે.

કોમ્યુનિકેશન જેવા કે મેલેરિયા, ટ્યુબરક્યુલોસિસ, ડાયરિયા,
એક્યુટ રેસ્પીરેટરી ડિસીઝ,
ફાઇલેરિયા,
એચ.આઇ.વી એઇડ્સ( HIV/ AIDS),
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ( STD)/ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન( STI ).
આ કોમ્યુનીકેબલ ડીસીઝ એ ઇન્ડિયામાં એક મેજર હેલ્થ પ્રોબ્લેમ ગણવામાં આવે છે.

a) મેલેરિયા:

  • મેલેરિયા એ ઇન્ડિયામાં એક મેજર હેલ્થ પ્રોબ્લેમ છે.
  • આ મેલેરિયા એ પ્લાઝમોડીયા પેરાસાઇટ થી થાય છે જે મસ્કીટોના બાઇટ દ્વારા ફેલાય છે જેમ કે ચાર ટાઇપ ના મલેરિયલ પેરાસાઇટ્સ જોવા મળે છે:

1) પ્લાઝમોડિયમ વિવેક્સ,
2) પ્લાઝમોડિયમ ઓવેલી,
3) પ્લાઝમોડિયમ મેલેરીયા
4) પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ.

  • ભારતમાં મેલેરિયા એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. જો કે પાછલા વર્ષોની સરખામણી એ કુલ કેસોમાં ઘટાડો થયો છે, તેમ છતાં પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ નું પ્રમાણ વધ્યું છે.
  • ડબ્લ્યુએચઓ(WHO) અનુસાર, મેલેરિયા વિશ્વની 36% વસ્તીને અસર કરે છે, સાઉથ ઇસ્ટ એશિયા માં નોંધાયેલા 2.5 મિલિયન કેસોમાં 70% થી વધુ ઇન્ડિયા નુ કન્ટ્રીબ્યુસન છે જ્યારે ભારતીય વસ્તીના 2/3 ભાગ એ મેલેરિયા ઝોનમાં રહે છે, જેમાં મેલેરિયા ના કેસીસ નુ સૌથી વધારે પ્રમાણ : મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશના રાજ્યો ,મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યો મા જોવા મળે છે.
  • 2015 દરમિયાન, 1.13 મિલીયન મેલેરિયા ના કેસો મળી આવ્યા હતા, જેમાંથી પી. ફાલ્સીપેરમ ના 67% કેસો મળી આવ્યા હતા, જ્યારે 287 લોકોના ડેથ રિપોર્ટ થયા હતા.

b)ટ્યુબરક્યુલોસિસ:

  • ટ્યુબરક્યુલોસિસ એ બેક્ટેરિયલ ડીસીઝ છે જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ થી થાય છે. ટ્યુબરક્યુલોસીસ ના બેક્ટેરિયા લન્ગ્સ ને અફેક્ટ કરે છે અને તે સ્નિઝીંગ, કફિંગ થી ફેલાય છે.
  • ભારત સૌથી વધુ ટીબી બર્ડન ધરાવતો દેશ છે. તે મેજર હેલ્થ પ્રોબ્લમ રહે છે. ટ્યુબરક્યુલોસિસ ડિસીઝ ના વિશ્વ ના પાંચમા ભાગના ઇન્સીડન્સ એકલા ભારત મા જોવા મળે છે.
  • દર વર્ષે લગભગ 2.2 મિલિયન લોકોમા ટ્યુબરક્યુલોસિસ ડિસીઝ નો ડેવલોપમેન્ટ થાય છે જેમાંથી 0.62 મિલિયન નવા સ્મીયર પોઝિટિવ હાઇલી ઇન્ફેકસિયસ કેસો છે અને દર વર્ષે 0.24 મિલિયન લોકો ટ્યુબરક્યુલોસિસ ડિસીઝ થી મૃત્યુ પામે છે.
  • WHO 2010 મુજબ, ભારતમાં ટ્યુબરક્યુલોસિસ એ પ્રતિ 100,000 વસ્તીએ 249 મા હોવાનો અંદાજ હતો અને ટ્યુબરક્યુલોસિસ ડિસીઝ ને કારણે 100,000 ની વસ્તી દીઠ 23 જેટલો મૃત્યુદર છે.

( C ) લેપ્રસી:

  • લેપ્રસી એ ઇન્ડિયામાં એક બીજી મેજર હેલ્થ પ્રોબ્લેમ છે.
  • તે એક બેક્ટેરિયલ ડીસીઝ છે કે જે માઇકોબેક્ટેરિયમ લેપ્રે( mycobacterium Laprae) નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. જે ઇન્ફેક્ટેડ પર્સન ના ક્લોઝ કોન્ટેક માં આવતા થાય છે આ ડીસીઝ એ સ્કીન, મ્યુકસ મેમ્બરેન, નર્વસ સિસ્ટમ ને અફેક્ટ કરે છે. જેમાં સ્કિન નું ડિસ્કલરેશન અને નર્વ એ ડેમેજ થાય છે.
  • લેપ્રસી એ ઇન્ડિયા નો એક મેજર હેલ્થ પ્રોબ્લેમ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન( WHO) અનુસાર લેપ્રસી ના નવા કેસિસમાંથી 65 % જેટલા કેસીસ ઇન્ડિયા માંથી જોવા મળે છે. 2013 -14 દરમિયાન 1. 27 લાખ જેટલા કેસીસ ડિટેક્ટ થયા હતા.જેમાંથી 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના કેસો 9.49% અને ડિફોરમીટી ગ્રેડ II હતુ
  • આમાંથી 51.48% કેસો મલ્ટિબેસિલરી હોવાનો અંદાજ હતો. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો લેપ્રસી ના કેસ ને નોંધે છે. જો કે, માત્ર એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે જ નહીં પરંતુ એક જિલ્લા અને બીજા જિલ્લા વચ્ચે પણ નોંધપાત્ર તફાવત જોવા મળે છે.
  • વિશ્વના 54% લેપ્રસી નું ઘર એ ભારત છે.

( d ) ડાયરિયા:

  • ડાયરિયા એ બેક્ટેરિયા, વાયરસ અને અધર ડીસીઝ કન્ડિશન ના લીધે જોવા મળે છે.
  • ડાયરિયલ ડીસીઝ ને પાંચ વર્ષ થી અંદર ના ચાઇલ્ડ માં મોરબીડીટી તથા મોર્ટાલિટી માટેનું એક મેજર કોઝ ગણવામા આવે છે.
  • ડાયરિયલ ડિસીઝ ના લગભગ 11.67 મિલિયન કેસ છે જે ભારતમાં ખરાબ પર્યાવરણીય પરિસ્થિતિઓ ને કારણે થતા રહે છે.
  • 2013 માં, 11 મહિનાથી ઓછી ઉંમરના 100,000 થી વધુ બાળકો ડાયરિયા ના કારણે મૃત્યુ પામ્યા હતા.
  • ન્યુમોનિયા પછી ડાયરિયા એ વિશ્વભરમાં નાના બાળકો નો બીજો મુખ્ય કિલર ડિસીઝ છે.
  • ભારતમાં ડાયરિયલ ડિસીઝ ની સૌથી વધુ સંખ્યા ગણાય છે. ડાયરિયા એ પ્રિવેન્ટ કરી શકાય તેવું અને ટ્રીટમેન્ટ થય શકે તેવો ડિસીઝ છે.
  • તે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માં માલન્યુટ્રીશન નું મુખ્ય કારણ પણ છે.
    બાળકો નુ દર વર્ષ દરમિયાન 2.3 મિલિયનથી વધુ મૃત્યુ થાય છે જેમાંથી 334,000 બાળકો ડાયરિયા ના રોગો ને કારણે ડેથ થાય છે.

(e) એક્યુટ રેસ્પીરેટરી ડીસીઝ:

  • એક્યુટ રેસ્પીરેટરી ડીસીઝ એ ઇન્ડિયા મા પાંચ વર્ષથી નાની એજ ના ચાઇલ્ડ માં મોરબીડીટી થી તથા મોર્ટાલિટી માટેનું એક મેજર કોઝ છે.
  • 2014 દરમિયાન, 34.81 મિલીયન એક્યુટ રેસ્પીરેટરી ડિસીઝ ના એપિસોડ 2,932 જેટલા ડેથ સાથે નોંધાયા હતા.

( f) ફાઇલેરિયા:

  • ભારતમાં 16 રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશો ના લગભગ 255 જિલ્લાઓ માં ફાઇલેરિયા એન્ડેમીક છે. લગભગ 630 મિલિયન વસ્તી રિસ્ક માં છે. LF( લીમ્ફેટીક ફાઇલેરીયાસીસ) ના એલીમીનેશન ને એચિવ કરવા માટે, GOI (ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા)એ ઘર- આધારિત ફુટ કેર અને હાઇડ્રોસેલ ઓપરેશન્સ ને વધારવા તે ઉપરાંત, ડાયથિલકાર્બામાઝિન સાઇટ્રેટ ગોળીઓ ના એન્યુઅલ સિંગલ રિકમન્ડેડ કરેલ ડોઝ સાથે નેશનવાઇડએન્યુલ માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (MDA) શરૂ કર્યું છે.
  • નેશનલ ફિલેરિયલ કંટ્રોલ પ્રોગ્રામ 1955માં શરૂ કરવામાં આવ્યો .

( G )HIV/AIDS:

  • HIV( હ્યુમન ઇમ્યુનો ડેફીસીયન્સી વાયરસ)/AIDS( એક્વાયર્ડ ઇમ્યુનો ડેફીનસી સિન્ડ્રોમ.
  • AIDS( એક્વાયર્ડ ઇમ્યુનો ડેફીનસી સિન્ડ્રોમ એ ઇન્ફેક્ટેડ બ્લડ સિમેન(વજાઇનલ ફ્લુઇડ) ના કોન્ટેક માં આવવાના કારણે થાય છે.
  • ઇન્ડિયન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલીવેલફેર એ એવું એસ્ટીમેટ કરેલું હતું કે 2011માં કે એડલ્ટ લોકો (15-49 વર્ષ)માં HIVનો વ્યાપ 0.27% છે, જ્યારે HIV સાથે જીવતા વ્યક્તિઓની સંખ્યા 420,88,642 છે, નવા HIV સંક્રમણ ધરાવતા પુખ્તોની સંખ્યા 1,16,456 અને વાર્ષિક સંખ્યા છે.

( h)STD/ STI:

  • દરરોજ 1 મિલિયનથી વધુ લોકો ને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન થાય છે. દર વર્ષે લગભગ 550 મિલિયન લોકો STIs- ક્લેમીડિયા,ગોનોરિયા, સિફિલિસ અને ટ્રાઇકોમોનિઆસિસ માંથી બીમાર પડે છે.
  • 530 મિલિયનથી વધુ લોકોને જીનાઇટલ હર્પીસ છે. 290 મિલિયનથી વધુ મહિલાઓ ને હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન છે.મોટાભાગના STI ઇન્ફેક્શન એ સિમ્ટોમ્સ વિના જ પ્રેઝન્ટ હોય છે. આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એ મધર માંથી ચાઇલ્ડ માં પ્લેસેન્ટા દ્વારા અથવા તો બેબી ના ડીલેવરી સમયે ટ્રાન્સમિટ થઇ શકે છે.

2) નોન કોમ્યુનિકેબલ ડિસીઝ:

  • નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એ એવા ડિસીઝ છે જે ઇન્ફેક્શન અથવા અન્ય લોકો દ્વારા ફેલાતા નથી, પરંતુ સામાન્ય રીતે અનહેલ્થી બિહેવ્યર ના કારણે થાય છે. તેઓ વિશ્વભરમાં મૃત્યુ નું મુખ્ય કારણ છે અને ખાસ કરીને લો અને મિડલ ઇન્કમ ધરાવતા દેશોમાં હેલ્થ અને વિકાસ માટે મોટો ખતરો રજૂ કરે છે.
  • નોન કોમ્યુનિકેબલ ડિસીઝ માં સ્પેશ્યલી
  • કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ,
  • હાયપરટેન્શન,
  • કેન્સર,
  • ડાયાબિટીસ મેલીટસ,
  • મેન્ટલ ડિસઓર્ડર,
  • ટોબેકો કન્ઝપ્શન,
  • આલ્કોહોલિઝમ,
  • એક્સિડન્સ,
  • ક્રોનીક લન્ગ્સ ડિસીઝ,
  • કેટ્રેક,તથા
  • સ્ટ્રોક જેવા ડીસીઝ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

( a ) કાર્ડીઓ વાસ્ક્યુલર ડિસીઝ:

  • ઇસ્ચેમીક હાર્ટ ડીઝીઝ એ ડેથ થવા માટેનું એક મેઇન કોઝ છે જે સામાન્ય રિતે ઇકોનોમીકલી રીતે વિકસિત દેશો અને વિકાસશીલ દેશોમાં ઝડપથી વધી રહ્યા છે તે વર્ષ 2015 સુધીમાં ભારતમાં ડેથ થવા માટેનુ એકમાત્ર સૌથી મહત્વપૂર્ણ કોઝ છે એવુ એસ્ટીમેશન કરવામા આવેલુ છે.
  • WHO અનુસાર, 2005 માં અંદાજિત 17 મિલિયન લોકો હાર્ટ સંબંધી ડિસીઝ થી ડેથ થયા હતા, જે વૈશ્વિક મૃત્યુ ના 30% ની સરખામણીમાં હતા. અને તેમાંથી લગભગ 80% ડેથ ભારત જેવા લો અને મિડલ ઇન્કમ ધરાવતા દેશોમાં થયા છે. વર્લ્ડ હેલ્થ ફેડરેશન મુજબ ભારતમાં 35% કાર્ડિયોવાસ્ક્યુલર રોગો 35-64 વર્ષની એજ વચ્ચે થાય છે.

( b ) કેન્સર:

  • કેન્સર એ ઇન્ડિયામાં એક ઇમ્પોર્ટન્ટ હેલ્થ પ્રોબ્લેમ બની ગયું છે.
  • દર વર્ષે આશરે7-9 લાખ અંદાજિત કેસ થાય છે એવો અંદાજ છે કે દેશમાં કેન્સરના 25 લાખ કેસ છે. તેમાથી ટોટલ કેન્સર ના કેસીસ માથી હાફ નંબર મા કેન્સર એ મેલ માં તમાકુના સેવનથી સંબંધિત છે અને 20% તમાકુ સંબંધિત કેસો ફિમેલ મા છે.
  • દર વર્ષે લગભગ 1 મિલિયન તમાકુ રિલેટેડ ડેથ થાય છે.
    વિકાસશીલ દેશોમાં અંદાજે 50% મૃત્યુ કેન્સરને કારણે થાય છે. સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર-20.01, સર્વાઇકલ કેન્સર-14.42 અને ઓવેરિયન કેન્સર-5.6 નોંધવામાં આવ્યા હતા.
  • હાલમાં ભારતમાં તેના રુરલ વિસ્તારો માં તમાકુ ચ્યુવિંગ ના પરિણામે વિશ્વમાં ઓરલ કેન્સર ના કેસ વધુ જોવા મળે છે.

( c) ડાયાબિટીસ મલાઇટસ:

  • ડાયાબિટીસ, ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીસ ના હાઇ પ્રિવેલેન્સ ને કારણે ભારતને ઘણીવાર “વિશ્વની ડાયાબિટીસ કેપિટલ” તરીકે ઓળખવામાં આવે છે. જીનેટીક પ્રિડીસ્પોઝીસન (વલણ), અર્બનાઇઝેશન અને ડાયટરી ચેન્જીસ ના કારણે ડાયાબીટીસ ના રેટ ઇન્ક્રીઝ થાય છે.
  • 2011 માં, એવુ એસ્ટીમેશન હતુ કે 62.4 મિલિયન લોકો એ ડાયાબિટીસ મલાઇટસ થી અફેક્ટેડ છે અને માત્ર 1 વર્ષમાં લગભગ 2 મિલિયનનો વધારો થયો છે.
  • ભારતમાં, 77.2 મિલિયન લોકો પ્રિ’ ડાયાબિટીસથી હોવાનો અંદાજ છે.
    20 થી 79 વર્ષના તેમના સૌથી વધુ પ્રોડક્ટીવ વર્ષો માં લગભગ 44 લાખ ઇન્ડિયન્સ એ જાણતા નથી કે તેઓને ડાયાબિટીસ છે. 2011 માં ડાયાબિટીસ ના, ભારતમાં લગભગ 10 લાખ લોકો માર્યા ગયા.
  • ભારતની રુરલ વસ્તી એ ડાયાબિટીસ (34 મિલિયન)થી વધુ અસર થઇ છે, જ્યારે શહેરી વસ્તી (28 મિલિયન) ડાયાબિટીસ મેલીટસ થી અફેક્ટ થય છે. ચીન પછી ભારત બીજા ક્રમે છે.

( d ) મેન્ટલ ડિસઓર્ડર:

  • મેન્ટલ ડિસઓર્ડર એ ગ્લોબલી ડિસીઝ ના બર્ડન માં 13% હિસ્સો ધરાવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ (NIMH) ના અનુસાર સ્કિઝોફ્રેનિઆ નો પ્રિવેલેન્સ રેટ એ ભારતમાં કુલ વસ્તીના 1.1% ગણાય છે જ્યારે ટોટલ પોપ્યુલેશન મા ઓવર ઓલ લાઇફ ટાઇમ મેન્ટલ ડીસઓર્ડર નો રેટ એ 10-12% જેટલો છે.

( e ) ટોબેકો કન્ઝર્પ્શન:

  • નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-3 મુજબ, 15-49 વર્ષ ની એજ ના મેલ અને ફિમેલ માં સ્મોકિંગ નું પ્રમાણ અનુક્રમે 32.7% અને 1.4% હતું.
  • યુવાનોમાં 40% મેલ અને 5% ફિમેલ તમાકુનો ઉપયોગ કરે છે.
    19% મેલ એ સિગારેટ અથવા બીડી પીતા હોવાનું અને 30% પાન રસાલા, ગુટખા અથવા અન્ય તમાકુ ના વપરાશ થાય છે.
    કોઇપણ સ્વરૂપમાં તમાકુનું સેવન કેન્સર નું મુખ્ય કારણ છે, ખાસ કરીને તમાકુ ચાવતા લોકોમાં મોઢાનું કેન્સર જોવા મળે છે.

( f ) આલ્કો હોલિઝમ:

  • ભારતમાં આલ્કોહોલ ને ઇન્ટેક કરવાની પેટર્ન જીયોગ્રાફીકલ એરિયા સાથે બદલાય છે. પંજાબ, આંધ્રપ્રદેશ, ગોવા અને ઉત્તર- પૂર્વીય રાજ્યોમાં સૌથી વધુ ઇન્સિડેન્સ છે જ્યાં દેશના બાકીના ભાગો કરતા મેલ મા આલ્કોહોલ ઇન્ટેક કરવાનું પ્રમાણ વધારે છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને સિક્કિમમાં ફિમેલ ની આલ્કોહોલ ઇન્ટેક કરવાની સંખ્યા વધુ છે. 2005માં અંદાજિત દારૂના ગ્રાહકો 62.5 મિલિયન હતા અને તેમાંથી ભારતમાં 10.6 મિલિયન દારૂ ના વ્યસની છે.

( G ) એકસીડન્ટ:

  • WHO મુજબ, ભારતમાં માર્ગ એકસીડન્ટ 1.32 લાખ (2010માં) થી વધીને 1.43 લાખ (2011માં) થઇ ગયા છે.
  • 1990-2000 દરમિયાન એક્સિડન્ટ ને કારણે ડેથ ની સંખ્યા 47% હતી જેમાંથી 93% અનનેચરલ કોઝ ના કારણોસર, 7% નેચરલ કોઝ ના કારણે હતી.
  • 14 વર્ષથી ઓછી વયના જૂથમાં અકસ્માતો ને કારણે મૃત્યુદર 8.2% હતો; 15-44 વર્ષ 62%, 45-59 વર્ષ 20% અને 60 વર્ષથી વધુ વય જૂથ 9.2% હતા.

( h) ક્રોનિક લંગ્સ ડિસીઝ:

  • ક્રોનિક લંગ્સ ડિસીઝ મા ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) અને અસ્થમા જેવી સ્થિતિઓ પ્રચલિત છે, જે એર પોલ્યુસન અને તમાકુના ઉપયોગથી ઇન્ક્રીઝ થાય છે.

(I) કેટ્રેક:

  • ભારતમાં, 12 મિલિયનથી વધુ લોકો બ્લાઇન્ડ છે. 19.70% કેસોમાં રીફ્રેકટી એરર છે. ઇન્ટ્રાઓક્યુલર લેન્સ (IOL) ઇમ્પ્લાન્ટેશન સાથે કેટ્રેક ની સર્જરી માં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે જે 1994માં 5% કરતા ઓછો હતો જે 2011-12માં 95% થયો છે.

( j) સ્ટ્રોક્સ:

  • ભારતમાં કોરોનરી હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક માં વધારો મુખ્યત્વે રુરલ કમ્યુનીટી કરતાં અર્બન કમ્યુનીટી માં વધુ જોવા મળે છે. કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ મુખ્યત્વે હાર્ટ ના ડિસીઝ અને સ્ટ્રોક 17.5 મિલિયન વ્યક્તિઓમાં મૃત્યુનું કારણ હતું.
  • હાર્ટ ડિસીઝ પછી, દર વર્ષે 5.8 મિલિયન ફેટલ કેસ સાથે સ્ટ્રોક ડેથ નું બીજું મુખ્ય કારણ છે, જેમાંથી 40% 70 વર્ષથી ઓછી ઉંમરના લોકો છે. આશરે 12% સ્ટ્રોક 40 વર્ષથી ઓછી એજ ની વસ્તીમાં થાય છે. ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં સ્ટ્રોકના કેસોની સંખ્યામાં 17.5%નો વધારો થયો છે.

3) ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ:

  • ઇન્ડિયા ની અંદર જોવા મળતા મેજર ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ મા,
  • PEM( પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન),
    ન્યુટ્રીશનલ એનિમિયા,
    નો બર્થ વેઇટ બેબીસ,
    ઝેરોપ્થેલમીયા( ન્યુટ્રીશનલ બ્લાઇન્ડનેસ),
    આયોડીન ડેફિશન્સી ડિસઓર્ડર ,
    લેથરિઝમ,
    ફ્લુરોસીસ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

a)PEM( પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન):

  • પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રીશન એ પ્રોટીન અને કેલરીની ડેફિશશન્સી ના લીધે જોવા મળતા પ્રોબ્લેમ છે અને તે ફૂડના ઓછા પ્રમાણમાં કન્ઝપ્શન કરવાના કારણે જોવા મળે છે.
  • પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રીશનના સામાન્ય રીતે બે ટાઇપ પડે છે.

1) ક્વાસિયોરકોર જે પ્રોટીનની ડેફીસીયન્સી ના લીધે જોવા મળે છે.

2) મરાસ્મ છે કેલરીના ડેફિશયન્સી ના લીધે જોવા મળે છે.

  • આમ પ્રોટીન તથા કેલરી ની ડેફિશન્સી ના કારણે ચાઇલ્ડ નો વેઇટ એ તેના એજ ના પ્રમાણમા ઓછો જોવા મળે છે.
  • પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રીશન ઇનસફિશિયન્ટ ફૂડ અથવા ફૂડ ગેપ થી થાય છે.
  • આ પ્રોબ્લેમ એ ઇન્ડિયા ના દરેક સ્ટેટમાં જોવા મળે છે.
  • પરંતુ ન્યુટ્રીશનલ મરાસ્મસ એ ક્વાસિયોરકોર કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

(b) ન્યુટ્રિશનલ એનિમિયા:

  • ન્યુટ્રીશનલ એનિમિયા એ સામાન્ય રીતે ઇનએડિક્યુએટ ન્યુટ્રિશિયસ ડાયટ લેવાના કારણે જોવા મળે છે.
  • સામાન્ય રીતે વિટામીન B12 ની ડેફીશયન્સી ના લીધે 60 થી 80% વુમન ને એનિમિયા ની કન્ડિશન જોવા મળે છે.
  • એડલ્ટન્ટ ગર્લ્સ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

( c) લો બર્થ વેઇટ બેબીસ:

  • લો બર્થ વેઇટ બેબીસ એ સામાન્ય રીતે ડેવલોપિંગ કન્ટ્રીઝમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે કે જેમાં બેબી નો વેઇટ એ બર્થ સમયે 2.5 kg કરતાં ઓછો જોવા મળે છે અને તેના મેઇન કોઝ તરીકે મેટરનલ માલન્યુટ્રિશન અથવા એનિમિયા ની કન્ડિશન હોય છે.

( d ) ઝેરોપ્થેલ્મીયા:

  • ઝેરોપ્થેલ્મીયા મીન્સ ડ્રાઇ આઇસ આ એક એવી મેડિકલ કન્ડિશન છે કે જેમાં આઇસ માં ટીયર નું પ્રોડક્શન થતું નથી આ કન્ડિશન એ સામાન્ય રીતે વિટામીન એ ( Av) ની ડેફિશિયન્સી ના લીધે જોવા મળે છે અને મુખ્યત્વે આ કન્ડિશન 1 થી 3 વર્ષથી નીચેના ચિલ્ડ્રનમાં જોવા મળે છે.

(e) આયોડિન ડેફિશન્સી ડિસઓર્ડર:

  • આયોડિનની ડેફિશન્સી ના લીધે ગોઇટર થાય છે જેમાં થાઇરોઇડ ગ્લેન્ડ નું એન્લાર્જમેન્ટ થાય છે કે જેને નેકમાં આવેલી હોય છે. ઇન્ડિયામાં 71 મિલિયન પીપલ્સ એ ગોઇટર થી અફેક્ટેડ થયેલા છે.

( f )લેથરિઝમ:

  • લેથરિઝમ એ ખાસ પ્રકારની દાળના કારણે થાય છે. જેમાં ખાસ કરીને મશૂર ની કેસરી દાળ( Lathyrus sativus) થી આ પ્રકારની પ્રોબ્લેમ જોવા મળે છે. જેમાં વિકનેસ, મસ્ક્યુલર સ્પાઝમ, વિકનેસ અને પેરાપ્લેજીયા જોવા મળે છે. ઇન્ડિયામાં આ પ્રોબ્લેમ ખાસ કરીને મધ્યપ્રદેશ, ઝારખંડ અને બિહાર જેવા સ્ટેટમાં જોવા મળે છે.

( h) ફ્લુરોસીસ:

  • ફ્લુરોસીસ એ ડ્રિંકિંગ વોટરમાં વધારે પડતા ફ્લોરાઇડના પ્રમાણને લીધે થાય છે ફ્લુરોસીસ પણ ઇન્ડિયા નો એક મેજર હેલ્થ પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં તમિલનાડુ ,આંધ્ર પ્રદેશ પંજાબ ,બિહાર , રાજસ્થાન, કેરેલા ઝારખંડ માં જોવા મળે છે.

4) એન્વાયરમેન્ટલ પ્રોબ્લમ:

એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ એ મુખ્યત્વે બે કારણના લીધે જોવા મળે છે.

( I ) લેક ઓફ સેફ ડ્રિંકિંગ વોટર,
( II ) ઇમપ્રોપર સેનિટેશન મેથડ ફોર એક્સક્રીટા ડિસ્પોઝલ

  • આ બે કારણોના લીધે મેઇન્લી સોઇલ (માટી)પોલ્યુશન તથા વોટર પોલ્યુશન જોવા મળે છે.
  • હાલમાં સેફ વોટર એ અર્બન એરિયામાં 95% જ્યારે રૂરલ એરિયામાં 79 % જોવા મળે છે.
  • તથા એક્સક્રીટા ડિસ્પોઝલ માટેની ફેસેલિટીઝ એ અર્બન એરિયામાં 61 % જ્યારે રુરલ એરિયામાં માત્ર 15% જ જોવા મળે છે જેના લીધે સોઇલ પોલ્યુશન થાય છે.
  • આ સિવાય અર્બન એરિયામાં વાહનના ધુમાડા, ફેક્ટરી માંથી નીકળતા વેસ્ટ પ્રોડક્ટ ના અયોગ્ય નિકાલને કારણે એન્વાયરમેન્ટલ પોલ્યુશન જોવા મળે છે જે પીપલ ની હેલ્થને અફેક્ટ કરે છે.

5) મેડિકલ કેર પ્રોબ્લમ:

  • વિલેજ એરિયા કરતા અર્બન એરિયામાં મેડિકલ કેર ડેવલોપ થયેલી જોવા મળે છે.
  • અર્બન એરિયામાં હોસ્પિટલમાં ઓવરકાઉડિંગ ના કારણે,ઇનએડિક્યુએટ સ્ટાફ તથા ડ્રગ્સ અને મેડિસિન એ એડિક્યુએટ અમાઉન્ટ મા ન હોવાના કારણે પણ પીપલ ના હેલ્થને અફેક્ટ કરે છે.
  • જ્યારે રૂરલ એરિયામાં 80% જેટલી વસ્તી એ ઇન્ડિજીએસ સિસ્ટમ ઓફ મેડિસિન પર બીલીવ કરે છે સાથે સાથે ઇનએડીક્યુએટ પ્રમાણમાં હેલ્થ રિસોર્સ હોવાના કારણે પીપલ્સના હેલ્થને અફેક્ટ કરે છે.
  • અર્બન તથા રૂરલ એરિયામાં હેલ્થ કેર સર્વિસીસ નું પ્રોપરલી ડિસ્ટ્રિબ્યુશન ન હોવું તે પણ પીપલની હેલ્થને અફેક્ટ કરે છે.
  • પૂરતા પ્રમાણમાં મેનપાવર, મટીરીયલ, મની, ના અભાવને કારણે તથા વિલેજ માં અપૂરતી હેલ્થ સર્વિસીસ ને કારણે હેલ્થ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે જેના લીધે મોરબીટી તથા મોર્ટાલિટી જોવા મળે છે.

6) પોપ્યુલેશન પ્રોબ્લેમ:

  • પોપ્યુલેશન પ્રોબ્લેમ એ ઇન્ડિયા નું એક બિગેસ્ટ હેલ્થ પ્રોબ્લેમ છે જે ડેવલપમેન્ટ માટેના ઘણા બધા આસ્પેક્ટ પર અફેક્ટ કરે છે જેમાં, એમ્પ્લોયમેન્ટ, એજ્યુકેશન, હાઉસિંગ, હેલ્થ કેર સેનિટેશન તથા એન્વાયરમેન્ટ.
  • ચાઇના પછી ઇન્ડિયા એ બીજા નંબર પર પોપ્યુલેશન મા આવે છે.
  • લોકો વધારે ફેસિલિટીસ મેળવવા માટે રૂરલ માંથી અર્બન એરિયામાં માઇગ્રેશન થાય છે જેના લીધે અર્બન એરિયામાં વસ્તી ગીચતા ઇન્ક્રીઝ થાય છે.
  • આમ, નેસનમા આ પ્રમાણે હેલ્થ પ્રોબ્લેમ જોવા મળે છે

🔸b. Write down objectives of School Health Programme. 04 સ્કુલ હેલ્થ પ્રોગ્રામના હેતુઓ લખો.

સ્કુલ હેલ્થ પ્રોગ્રામના હેતુઓ

  • સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ના મલ્ટીપલ ઓબ્જેક્ટીવ્સ હોય છે, જેનો એઇમ વિદ્યાર્થીઓ ના હેલ્થ અને વેલ્બીંગ ને પ્રમોટ કરવુ અને તેને મેઇન્ટેન રાખવુ તે હોય છે, જેનાથી તેમના એકંદર એજ્યુકેશન એક્સપિરિયન્સ મા તથા પરિણામો માં ઇમ્પ્રુવમેન્ટ થાય છે.

સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ માટેના ઓબ્જેક્ટ નીચે મુજબ છે:

1) પ્રમોશન ઓફ હેલ્થ એજ્યુકેશન:

  • સ્ટુડન્ટ ને હેલ્થ રીલેટેડ ટોપીક વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવા માટે જેમકે, ન્યુટ્રીશન, ફિઝિકલ એક્ટિવિટી, હાઇજીન મેન્ટલ હેલ્થ, સબસ્ટન્સ એબ્યુસ પ્રિવેન્સન એન્ડ સેક્સ્યુઅલ હેલ્થ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • વિદ્યાર્થીઓ ના એજ્યુકેશન અને અવેરનેસ મા ઇમ્પ્રુવમેન્ટ કરે છે.

2) પ્રિવેશન એન્ડ કંટ્રોલ ઓફ ડિસીઝ:

  • ચાઇલ્ડ માં થતી કોમ્યુનિકેબલ ડિસીઝ ને પ્રિવેન્શન તથા કંટ્રોલ કરવા માટે મેઝર્સ લેવામાં આવે છે.(ex: વેક્સીનેશન, હાઇજીન પ્રેક્ટિસ).
  • કોમન હેલ્થ ઇસ્યુસ માટે ચાઇલ્ડ નું સ્ક્રીનીંગ કરવું જેમ કે,વીઝન, હિયરિંગ વગેરે તથા જો કોઇ ડીસીઝ હોય તો તેનું અર્લી મેનેજમેન્ટ કરી શકાય.

3) પ્રમોશન ઓફ મેન્ટલ હેલ્થ:

  • ચાઇલ્ડ મા મેન્ટલ હેલ્થ વિશે અવેરનેસ લાવવી અને સોશિયલ સ્ટીગ્મા ને દુર કરવું.
  • જે ચાઇલ્ડ માં સ્ટ્રેસ એન્ઝાયટી તથા બીજા કોઇ પણ મેન્ટલ પ્રોબ્લેમ હોય તો ચાઇલ્ડ ને પ્રોપર સપોર્ટ પ્રોવાઇડ કરવો તથા તેની ટ્રીટમેન્ટ માટે પ્રોપરલી મેઝર્સ લેવા.

4) પ્રમોશન ઓફ હેલ્થી બીહેવ્યર:

  • ચાઇલ્ડને પ્રોપરલી ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે એડવાઇઝ આપવી જેમકે ગેમ્સ રમવી, એક્સરસાઇઝ કરવી, આઉટડોર ગેમ્સ રમવા જવું વગેરે વિશે એડવાઇઝ આપવી. તથા ચાઇલ્ડ ને હેલ્થી ઇટીંગ હેબીટ માટે એજ્યુકેટ કરવુ જેમકે, એડીક્યુએટ ન્યુટિશિયસ ડાયટ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

5) એન્વાયરમેન્ટલ હેલ્થ એન્ડ સેફ્ટી:

  • સ્કૂલ એન્વાયરમેન્ટ એ સેફ તથા ક્લિન છે કે નહીં તે ખાતરી કરવા માટે જેમાં,
  • ચોખ્ખું પીવાનું પાણી સેનિટેશન ફેસીલીટી,
  • સેફ પ્લેગ્રાઉન્ડ વગેરે. નું ઇન્વોલ્વમેન્ટ થાય છેતથા સ્ટુડન્ટને એક્સિડન્ટ પ્રીવેન્શન તથા સેફટી મેઝર્સ માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.

6) કાઉન્સેલિંગ એન્ડ સપોર્ટ સર્વિસીસ:

  • જે ચાઇલ્ડ પર્સનલ તથા ફેમિલી ઇસ્યુસ માંથી સફર થતું હોય તેને યોગ્ય કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવું. ચાઇલ્ડ ને પિઅર સપોર્ટ ગ્રુપ દ્વારા તથા કાઉન્સેલિંગ સેશન દ્વારા ચાઇલ્ડ ના સોશિયલ તથા ઇમોશનલ ડેવલોપમેન્ટ ને સપોર્ટ પ્રોવાઇડ કરવો.

7) કોઓપરેશન એન્ડ પાર્ટનરશીપ:

  • ફેમિલીસ, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન, હેલ્થ કેર પ્રોવાઇડર્સ તથા ગવર્મેન્ટ એજન્સી સાથે પ્રોપરલી કોલાબોરેશન કરવું જેના કારણે હેલ્થ પ્રમોશન માટેના એફોટ્સ ને ઇફેક્ટિવલી રીતે એન્હાન્સ કરી શકાય.

8) અધર ઓબ્જેક્ટીવસ:

  • ચાઇલ્ડ ના પોઝિટિવ હેલ્થ પ્રમોશન માટે.
  • ચાઈલ્ડ માં કોઇપણ હેલ્થ રીલેટેડ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી ડિટેકશન કરી ચાઇલ્ડ ને ઇમિડીએટલી રેફરલ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે.
  • ચાઇલ્ડ માં થતી કોમ્યુનિકેબલ ડીજીસ ને એપ્રિમેન્ટ તથા કંટ્રોલ કરવુ.
  • બાળકોમાં હેલ્થ કન્સીયસનેસ ને ઇમ્પ્રુવ બુક કરવા માટે.
  • ચાઇલ્ડ ને હેલ્ધી એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવા માટે.
  • ચિલ્ડ્રન ના ક્લાસ ટીચર્સ ને ચિલ્ડ્રનમાં જોવા મળતી કોઇપણ હેલ્થ પ્રોબ્લેમ જેમ કે આઇ, સ્કીન ,ઇયર તથા ડેન્ટલ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી ડિટેકશન કરી ચાઇલ્ડને પ્રોપરલી હોસ્પિટલ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે.
  • ચાઇલ્ડ માં મોરબીડીટી રેટ ને રીડયુઝ કરવા માટે. આ મુજબ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ના ઓબ્જેક્ટીવ્સ ફોર્મ કરવામાં આવેલા છે.

🔸c. Define Health team and write characteristics of Health team. 06 આરોગ્ય ટીમની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ લખો.

•>હેલ્થ ટીમ ની વ્યાખ્યા ,
•> કેરેક્ટેરાઇસ્ટીક ઓફ હેલ્થ ટીમ

•>હેલ્થ ટીમની વ્યાખ્યા

  • હેલ્થ ટીમ એ ડિફરન્ટ લેવલ ના “નોલેજ, ક્વોલિફીકેશન, એબીલીટીસ, પર્સનાલિટી અને સ્કિલ ધરાવતા ટ્રેઇન્ડ મેડિકલ અને નોન- મેડિકલ પર્સનલ્સ નુ ગ્રુપ છે જેઓ એકબીજાના પૂરક હોય છે અને જેઓ વ્યક્તિગત રીતે, ફેમીલિટીસ ને તથા કોમ્યુનીટી મા કોમ્પ્રાહેંસીવ હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટેનો એક કોમન ગોલ ધરાવે છે.

•> કેરેક્ટેરાઇસ્ટીક ઓફ હેલ્થ ટીમ:

1) ઇન્ટરડિસિપ્લિનરી કોલાબોરેશન:

  • ડેફીનેશન ટીમના સભ્યો વિવિધ પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ માંથી આવે છે અને તેઓ તેમની એક્સપરટાઇઝ ને ઇન્ટીગ્રેટ કરવા માટે સાથે મળીને કામ કરે છે.
  • ઉદાહરણ: એક ટીમમાં ડોકટરો, નર્સો, સોસિયલ વર્કર અને ડાયટીશિયન્સ નો સમાવેશ થાય છે.

2)શેર ગોલ એન્ડ ઓબ્જેકટીવ

  • ડેફીનેશન ટીમના તમામ સભ્યો કોમન હેલ્થ આઉટકમ અને ઓબ્જેકટીવ ને એચિવ કરવા તરફ કામ કરે છે.
  • ઉદાહરણ: પેશન્ટના હેલ્થ આઉટકમ્સ માં ઇમ્પ્રુવમેન્ટ કરવું, ડિસિઝના ઇન્સિડન્સ ને રીડયુઝ કરવા અથવા ક્રોનિક કન્ડિશન ને મેનેજ કરવું.

3) ઇફેક્ટિવ કોમ્યુનિકેશન

  • ડેફીનેશન
    ટીમના મેમ્બર્સ વચ્ચે ઓપન,ક્લિયર તથા રિસ્પેક્ટફૂલી ઇન્ફોર્મેશન ને એક્સચેન્જ કરવી.
  • ઉદાહરણ: નિયમિત ટીમ મીટિંગ્સ, ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સ શેર કરવા અને ક્લિયર ડોક્યુમેન્ટેશન.

4) રોલ ક્લેરિટી એન્ડ રિસ્પેક્ટ

  • ડેફીનેશન દરેક મેમ્બર્સ એ તેમના પોતાના રોલને સમજે છે તથા બીજા ના કંટ્રીબ્યુશન નું રિસ્પેક્ટ કરે છે.
  • ઉદાહરણ: પેસન્ટ ને કાઉન્સેલિંગ કોણ પૂરું પાડે છે તેની સામે મેડિકલ ડાયગ્નોસીસ કોણ કરે છે તે જાણવું.

5) પેશન્ટ સેન્ટર્ડ એપ્રોચ

  • ડેફીનેશન ટીમ એ પેશન્ટ અથવા કમ્યુનિટી ની જરૂરિયાતો અને પસંદગીઓ ને પ્રાયોરિટી આપે છે.
  • ઉદાહરણ: પેશન્ટની વ્યક્તિગત જરૂરિયાતોને પહોંચી વળવા અને નિર્ણય લેવામાં દર્દીઓ ને ઇન્વોલ્વ કરવા.

6) મ્યુચ્યુઅલ સપોર્ટ એન્ડ ટ્રસ્ટ

  • ડેફીનેશન ટીમના મેમ્બર્સ એ એકબીજાને સપોર્ટ આપે છે અને એકબીજા ના પ્રોફેશનલ જજમેન્ટ પર વિશ્વાસ કરે છે.
  • ઉદાહરણ: ટીમ મેમ્બર્સ એ એકબીજાના ઇનપુટ ને એન્કરેજ કરે અને ચેલેન્જિંગ સિચ્યુએશન માં સપોર્ટ પ્રોવાઇડ કરે છે.

7) સેર ડિસીઝન મેકિંગ

  • ડેફીનેશન તમામ રિલેવન્ટ ટીમના મેમ્બર્સ ના ઇનપુટ સાથે, ડિસિઝન એ કલેક્ટીવલી રીતે લેવામાં આવે છે.
  • ઉદાહરણ: ટીમના તમામ મેમ્બર્સ ના કન્ટ્રીબ્યુસન સાથે તેમની એક્સપિરિયન્સ ના આધારે ટ્રીટમેન્ટ પ્લાન નું ડેવલોપમેન્ટ કરવું.

8) કોઓર્ડીનેશન એન્ડ ઇન્ટીગ્રેશન ઓફ સર્વિસીસ

  • ડેફીનેશન ટીમ મેમ્બર્સ એ સાથે મળીને કામ કરે છે જેના કારણે સર્વિસ એ વેલ ઓર્ગેનાઇઝ્ડ થાય છે તથા કેર એ કંટીન્યુઅસ રહે છે
  • ઉદાહરણ: પેશન્ટની કેર માટે સ્પેશિયાલિસ્ટ અને તથા પ્રાઇમરિ કેર પ્રોવાઇડર્સ વચ્ચે કોઓર્ડીનેશન.

9) એડેપ્ટેબિલિટી એન્ડ ફ્લેક્સિબિલિટી

  • ડેફીનેશન ટીમ એ પેશન્ટ ની ચેન્જ થતી નીડ તથા સિચ્યુએશન ના આધારે સ્ટ્રેટેજીસ તથા રોલ ને એડજસ્ટ કરી શકે છે
  • ઉદાહરણ: પેશન્ટના પ્રોગ્રેસ અથવા ન્યુ હેલ્થ ઇન્ફોર્મેશન ના આધારે કેર પ્લાન ને એડેપ્ટ કરવું .

10) કોન્ફ્લિક રિસોલ્યુશન સ્કિલ

  • ડેફીનેશન ટીમ મેમ્બર્સ એ કોન્ફ્લિક્ટ ને કન્સ્ટ્રક્ટિવ્લી રિઝોલ્વ તથા મેનેજ કરી શકે છે.
  • ઉદાહરણ: ચર્ચા દ્વારા મતભેદો ને સંબોધવા અને પરસ્પર સંમત ઉકેલો શોધવા.

11) કમિટમેન્ટ ટુ પ્રોફેશનલ ડેવલોપમેન્ટ

  • ડેફીનેશન ટીમના મેમ્બર્સ એજ્યુકેશન ને કંટીન્યુ રાખવા અને બેસ્ટ પ્રેક્ટિસિસ પર અપડેટ રહેવા માટે ડેડીકેટેડ હોય છે.
  • ઉદાહરણ: વર્કશોપ, ટ્રેઇનિંગ સેશન અને પ્રોફેશનલ કોન્ફરન્સ મા હાજરી આપવી.

12) ઇવાલ્યુએશન એન્ડ અકાઉન્ટેબિલિટી

  • ડેફીનેશન ટીમના પર્ફોમન્સ નું રેગ્યુલરલી ઇવાલ્યુએશન કરવુ અને ટીમ મેમ્બર્સ ને તેમની રિસ્પોન્સિબિલિટી માટે જવાબદાર રાખવા.
  • ઉદાહરણ: પેસન્ટ પર કરેલા ઇન્ટરવેશન ના આઉટકમ્સ ના રીવ્યુ લેવા અને જરૂરિયાત મુજબ સ્ટ્રેટેજીસ ને એડજસ્ટ કરવી.

13) લીડરશીપ એન્ડ કો-ઓર્ડીનેશન

  • ડેફીનેશન
    ઇફેક્ટીવ્લી લીડરશીપ એ ટીમને ગાઇડ કરે છે તથા ફંક્શન પણ પ્રોપર થાય તે ખાતરી કરે છે.
  • ઉદાહરણ: ટીમ લીડર અથવા કોઓર્ડિનેટર એ મીટિંગ્સ નું સંચાલન કરે છે, કાર્યોને સોંપે છે અને સહયોગ ની સુવિધા આપે છે.

14) એવિડન્સ બેસ્ડ પ્રેક્ટિસ

  • ડેફીનેશન ટીમ એ પેશન્ટની કેર વિશે નિર્ણય લેવા માટે અવેઇલેબલ બેસ્ટ એવિડન્સ નો ઉપયોગ કરે છે.
  • ઉદાહરણ: લેટેસ્ટ રિસર્ચ ના આધારે ટ્રીટમેન્ટ ગાઇડલાઇન નું ઇમ્પ્લીમેન્ટેશન.

15) કલ્ચરલ કમ્પીટન્સ

  • ડેફીનેશન ડિફરન્ટ કલ્ચરલ બેગ્રાઉન્ડ ને સમજવું અને તેને રિસ્પેક્ટ પ્રોવાઇડ કરવી.
  • ઉદાહરણ: પેશન્ટની સાંસ્કૃતિક માન્યતાઓ અને પ્રથાઓ પ્રત્યે સેન્સીટીવ હોય તેવી કેર પૂરી પાડવી.
  • આમ , આ મુજબ હેલ્થ કેર ટીમ મેમ્બર્સની કેરેક્ટેરાઇસ્ટીક હોય છે કે જેના દ્વારા પેશન્ટ ને એપ્રોપ્રિએટ કેર પ્રોવાઇડ કરી શકાય છે

🔸d. Write down functions of Gram-Panchayat. 04 ગ્રામ પંચાયતના કર્યો લખો.

ગ્રામ પંચાયતના કાર્યો: ગ્રામ પંચાયતો, જે ભારતના ગ્રામીણ વિસ્તારો માં લોકલ સેલ્ફ ગવર્નિંગ સંસ્થાઓ છે, તેમના ગ્રાસરૂટ ગવર્નન્સ અને ડેવલોપમેન્ટ ને લક્ષ્યમાં રાખીને ઘણા મુખ્ય કાર્યો છે.

અહીં ગ્રામ પંચાયતોના કેટલાક પ્રાથમિક કાર્યો છે:

  • 1) સ્થાનિક શાસન
  • 2)વિકાસલક્ષી કાર્યો
  • 3)સોસિયલ જસ્ટિસ
  • 4) હેલ્થ એન્ડ એજ્યુકેશન
  • 5) ઇકોનોમિક ડેવલોપમેન્ટ
  • 6)પર્યાવરણ સંરક્ષણ
  • 7)વેલફેર પ્રોગ્રામ
  • 8) રેવેન્યુ( મેહસુલ ) જનરેશન

1) સ્થાનિક શાસન: ગ્રામ પંચાયતો તેમના અધિકારક્ષેત્ર માં લોકલ ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેશન માટે જવાબદાર છે. તેઓ વિવિધ વહીવટી કાર્યો કરે છે જેમ કે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો જારી કરવા, સ્થાનિક રેકોર્ડ જાળવવા અને સ્થાનિક સંસાધનો નું સંચાલન કરવું.

2)વિકાસલક્ષી કાર્યો: ગ્રામ પંચાયતો લોકલ ડેવલોપમેન્ટ માં ક્રુશિયલ રોલ પ્લે છે. તેઓ રસ્તાઓ, પાણી પુરવઠા, સ્વચ્છતા, સ્ટ્રીટ લાઇટિંગ અને સ્થાનિક બજારો સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ને લગતી યોજનાઓ નું આયોજન અને અમલ કરવા માટે જવાબદાર છે.

3)સોસિયલ જસ્ટિસ: ગ્રામ પંચાયતો ને સોસિયલ જસ્ટિસ ને પ્રોત્સાહન આપવા અને કમ્યુનીટી માં રિસોર્સિસ અને ઓપોર્ચ્યુનિટી નું સમાન વિતરણ માટેની ખાતરી કરવાનું કામ સોંપવામાં આવે છે. તેઓ સ્થાનિક ફરિયાદોનું નિરાકરણ કરે છે અને ( મીડિએશન )મધ્યસ્થી અથવા આર્બિટ્રેશન દ્વારા વિવાદો નું નિરાકરણ લાવે છે.

4) હેલ્થ એન્ડ એજ્યુકેશન: ગ્રામ પંચાયતો ગામમાં હેલ્થકેર અને એજ્યુકેશન ફેસેલિટીઝ ને સુધારવા માટે કામ કરે છે. તેઓ લોકલ પોપ્યુલેશન ને પૂરી કરવા માટે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને જાળવણી કરી શકે છે.

5) ઇકોનોમિક ડેવલોપમેન્ટ: ગ્રામ પંચાયતો ગામની અંદર ઇકોનોમિક પ્રવૃત્તિઓ ને પ્રોત્સાહન આપે છે. તેઓ એગ્રિકલ્ચર વિકાસ ને સરળ બનાવી શકે છે, નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી શકે છે અને વિલેજર્સ ની આર્થિક સુખાકારી ને સુધારવા માટે એમ્પલોયમેન્ટ જનરેશન ઇનીસીયેટીવ્સ ને સમર્થન આપી શકે છે.

6)પર્યાવરણ સંરક્ષણ: ગ્રામ પંચાયતો પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે પગલાં લે છે. આમાં લોકલ વોટર બોડી નું સંચાલન, વનીકરણ ને પ્રોત્સાહન આપવું અને કચરો વ્યવસ્થાપન પદ્ધતિઓ નો અમલ કરવાનો સમાવેશ થાય છે.

7)વેલફેર પ્રોગ્રામ: ગ્રામ પંચાયતો મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને અલગ-અલગ-વિકલાંગ વ્યક્તિઓ સહિત સમાજના નબળા વર્ગોના કલ્યાણના હેતુથી વિવિધ કલ્યાણ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકે છે.

8) રેવેન્યુ ( મેહસુલ )જનરેશન :

  • ગ્રામ પંચાયતો ને તેમની પ્રવૃત્તિઓ અને ડેવલોપમેન્ટલ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવા માટે અમુક લોકલ ટેક્સ, ફી અને આવક એકત્રિત કરવાની સત્તા આપવામાં આવી છે.
  • ગ્રામ પંચાયતો રુરલ ઇન્ડિયા માં લોકલ ગવર્નન્સ અને ડેવલોપમેન્ટ માટે મહત્વની સંસ્થાઓ તરીકે સેવા આપે છે, જે ગ્રાસરુટ લેવલ પર સહભાગી ડેમોક્રેસી અને ડિસેન્ટ્રલાઇઝ નિર્ણય લેવાની ખાતરી આપે છે

Q-2 Write Short Notes (Any Five) લાખો (કોઈ પણ પાંચ ) 5×5=25

🔸a. Functions of Primary Health Care (P.H.C) -પ્રાયમરી હેલ્થ સેન્ટરના કર્યો

પ્રાઇમરી હેલ્થ સેન્ટરના કાર્યો

  • રૂરલ એરિયામાં હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે ભોર કમિટી દ્વારા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ( PHC ) નું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું હતું જે પ્લેઇન એરિયામાં 30,000 ની પોપ્યુલેશન એ એક PHC હોય છે જ્યારે હિલી, ટ્રાઇબલ, તથા બેક વડૅ એરિયામાં 20,000 ની પોપ્યુલેશન એ એક PHC હોય છે કે જે કોમ્યુનિટીના પીપલ્સ ને હેલ્થ કેર સર્વિસીસ પ્રોવાઇડ કરે છે.

પ્રાઇમરી હેલ્થ સેન્ટર ( PHC ) ના કાર્યો નીચે મુજબ છે:

  • 1) મેડિકલ કેર
  • 2)MCH સર્વિસીસ ઇન્ક્લુડીંગ ફેમિલી પ્લાનિંગ.
  • 3) સેફ વોટર સપ્લાય એન્ડ બેઝિક સેનિટેશન.
  • 4) પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમીક ડિસીઝ
  • 5) કલેક્શન એન્ડ રિપોર્ટિંગ ઓફ વાઇટલ સ્ટેટેસ્ટિક્સ.
  • 6) એજ્યુકેશન અબાઉટ હેલ્થ.
  • 7) નેશનલ હેલ્થ પ્રોગ્રામ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ અવેરનેસ
  • 8) રેફરલ સર્વિસીસ
  • 9) ટ્રેઇનિંગ ઓફ હેલ્થ ગાઇડ,હેલ્થ વર્કર, લોકલ દાઇ એન્ડ હેલ્થ આસિસ્ટન્ટ.
  • 10) બેઝિક લેબોરેટરી સર્વિસીસ.

ડિસ્ક્રિપ્શન:

•>1) મેડિકલ કેર:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એક્યુટ તથા ક્રોનિક હેલ્થ કન્ડિશન ને ટ્રીટ કરવા માટે બેઝીક મેડિકલ કેર પ્રોવાઇડ કરે છે. તેમાં આઉટ પેશન્ટ સર્વિસીસ થ્રુ ડાયગ્નોસીસ, ટ્રીટમેન્ટ તથા માઇનર ઇલનેસ અને ઇંજરી માટેની ટ્રીટમેન્ટ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • કોમ્યુનિટી ની ઇમીડીયેટ હેલ્થ નીડ ને પહોંચી વળવા માટે માટે PHC મેડિકલ કેર એસેન્સિયલ છે
    મેડિકલ કેરમાં પેશન્ટ ને તેમના ડીઝીઝના પ્રમાણે ટેબલેટ, ઇન્જેક્શન, ડ્રેસીંગ, અને બીજી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રિવેન્ટીવ, ક્યુરેટીવ, પ્રમોટીવ કેર પ્રોવાઇડ કરવામા આવે છે.

2)MCH( મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ )સર્વિસીસ ઇન્ક્લુડિંગ ફેમિલી પ્લાનિંગ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર માં કોમ્પ્રાહેંસીવ મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં, પ્રિનેટલ કેર,
  • એન્ટિનેટલ ચેકઅપ,
  • સેફ ડીલેવરી સર્વિસીસ,
  • પોસ્ટ નેટલ કેર,
  • તથા ચાઇલ્ડ માટે ઇમ્યુનાઇઝેશન પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • તેમાં ફેમિલી પ્લાનિંગ ઇનીસીયેટીવ્સ ને સપોર્ટ કરવા માટે,
  • ફેમિલી પ્લાનિંગ,
  • કાઉન્સેલિંગ,
  • કોન્ટ્રાસેપ્ટીવ ,
  • તથા રિપ્રોડક્ટિવ હેલ્થ સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • આમાં મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થમાં RCH નો પણ સમાવેશ થાય છે જેમાં મધરની રીપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થમાં એડોલ્સન્ટ સુધીની કેર લેવામાં આવે છે.
  • આમાં મધરની એન્ટીનેટલ કેર,ન્યુટ્રીશન,હાઇજીન,ઇમ્યુનાઇઝેશન, તથા લેબોરેટરી એક્ઝામિનેશન વગેરે વિશે સમજાવવામાં આવે છે.
  • પોસ્ટ નેટલ પિરિયડ માં રેગ્યુલર ચેકઅપ, ઓબ્ઝર્વેશન, તેમજ ફેમિલી પ્લાનિંગ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.

3) સેફ વોટર સપ્લાય એન્ડ બેઝિક સેનિટેશન:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ કોમ્યુનિટી માં સેફ ડ્રિંકિંગ વોટર તથા સેનીટેશન ની ફેસીલીટી પ્રોવાઇડ કરીને કોમ્યુનિટી મા પબ્લિક ની હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા માટેનું વર્ક કરે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ વોટર બોર્ન ડિસીઝ ને પ્રિવેન્ટ કરવા માટે તથા કોમ્યુનિટી ની ઓવરઓલ હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા માટે હાઇજીનિક પ્રેક્ટિસ, તથા ક્લીન વોટર સોર્સ ને પ્રમોટ કરવા માટે, તથા સેનિટેશન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • એન્વાયરમેન્ટ ક્લિનલીનેસ ને જાળવવા માટે પગલાં લેવામાં આવે છે જેમાં લોકોને બેઝિક સેનિટેશન વિશે, એક્સક્રીટા ડિસ્પોઝલ, તથા ક્લીનલીનેસ ઓફ કિચન, ગાર્ડન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • આ ઉપરાંત સેફ વોટર સપ્લાય માટે પીવાના પાણીના કુવા તથા નળ હોવા જોઇએ જેનું ક્લોરીનેશન થવું જોઇએ.

4) પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમીક ડિસીઝ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ પ્રિવેન્શન ,સર્વેઇલન્સ, તથા લોકલી એન્ડેમીક ડીસીઝ ને કંટ્રોલ કરવા માટે ક્રુશિયલ રોલ પ્લે કરે છે.
  • તેમાં ડિસિઝને પ્રિવેન્ટ કરવા માટેના મેઝર્સ લેવામાં આવે છે જેમાં, વેક્સિનેશન પ્રોવાઇડ કરવામાં આવે, એન્ડેમીક ડીસીઝની ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે , તથા ડિસીઝ ને આઉટ બ્રેક થતું પ્રિવેન્ટ કરવા માટે તેના ટ્રેન્સ ને મોનિટર કરવામાં આવે છે.

5) કલેક્શન એન્ડ રિપોર્ટિંગ ઓફ વાઇટલ સ્ટેટેસ્ટિક્સ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ વાઇટલ સ્ટેટેસ્ટિક જેમકે બર્થ રેટ, ડેથ રેટ, તથા પર્ટિક્યુલર કોમ્યુનિટીમાં કોઇપણ ડીસીઝ ના ઇન્સિડન્સ થયા હોય તો તેને કલેક્ટ તથા રિપોર્ટિંગ કરવા માટે નુ વર્ક કરે છે. આ કલેક્ટ કરેલા ડેટા એ હેલ્થના પ્લાનિંગ માટે, રિસોર્સીસ ના એલોકેશન માટે, હેલ્થના આઉટ કમ્સ ને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અને હેલ્થ ઇન્ટરવેન્શન ને પ્રાયોરિટીઝ આપવા માટે હેલ્થ ટ્રેન્ડ્સ નું મોનિટરિંગ કરવા માટે આવશ્યક હોય છે.

6) એજ્યુકેશન અબાઉટ હેલ્થ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ વ્યક્તિ તથા કમ્યુનિટી ને પ્રીવેન્ટીવ હેલ્થ પ્રેક્ટિસિસ, ન્યુટ્રીશન, હાઇજીન, સેનિટેશન તથા ડીસીઝ પ્રિવેન્શન સ્ટ્રેટેજીસ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ હેલ્થ કન્ડિશન માં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે હેલ્થ એજ્યુકેશન સેસન, વર્કશોપ તથા સેમીનાર ને ઓર્ગેનાઇઝ કરે છે.

7) નેશનલ હેલ્થ પ્રોગ્રામ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ અવેરનેસ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ નેશનલ હેલ્થ પ્રોગ્રામ તથા કંમ્પેઇનિંગ નું ઇમ્પ્લીમેન્ટ કરે છે જેનો મેઇન એઇમ એ, સ્પેસિફિક હેલ્થ ઇસ્યુસ ને ઉદેશીને હોય છે જેમાં, ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવ, ડિસીઝ ઇરાડીકેશન એફ્ટ્સ, ન્યુટ્રીશન સપ્લીમેન્ટેશન, તથા હેલ્થ અવેરનેસ વિશેની ઝુંબેશ ચલાવવામાં આવે છે.
  • તેઓ નેશનલ હેલ્થ પ્રાયોરિટીઝ વિશે અવેરનેસ ફેલાવે છે અને હેલ્થ ઇનિશિયેટિવ્સ માં કોમ્યુનિટી ના પાર્ટીશીપેશન ને એન્કરેજ કરે છે.
  • દરેક નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં મહત્વની કામગીરી હોય છે ક્લિનિકમાં નેશનલ હેલ્થ પ્રોગ્રામની લગતી સેવાઓ પ્રોવાઇડ કરવામાં આવે છે જેમ કે,એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ, મેલેરિયા,ડાયરિયા,લેપ્રસી, ઇમ્યુનાઇઝેશન, ટીબી કંટ્રોલ પ્રોગ્રામ,સપ્લીમેન્ટરી પ્રોગ્રામ લેબર દરમિયાન એમનોર્મલ કન્ડિશનમાં મધર ને વધારાની સેવાઓ માટે રિફર કરવું, તેને ફિમેલ હેલ્થ વર્કર , ઓક્ઝિલરી એન્ડ નર્સ મીડ વાઇફ કે મેડિકલ ઓફિસર પાસે પ્રાઇમરી હેલ્થ સેન્ટર મા રીફર કરવું.

8) રેફરલ સર્વિસીસ:

  • જ્યારે પેશન્ટને કોઇપણ સ્પેશિયાલિસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ ની જરૂરિયાત હોય અથવા કોઇપણ સ્પેસિફિક ડાયગ્નોસીસ કરવાની જરૂરિયાત હોય અને જો પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં તેની ફેસિલિટીઝ અવેલેબલ ન હોય તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ પેશન્ટ ને રીફર કરવા માટેનું પણ વર્ક કરે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ પેશન્ટની જરૂરિયાત પ્રમાણે તેને ઇમિડીએટલી રેફરલ સર્વિસીઝ પ્રોવાઇડ કરે છે જેના કારણે પેશન્ટની હેલ્થ કન્ડિશનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય તથા કોમ્પ્લિકેશન ને થતું પ્રિવેન્ટ કરી શકાય.

9) ટ્રેઇનિંગ ઓફ હેલ્થ ગાઇડ હેલ્થ વર્કરસ,લોકલ દાઇસ, એન્ડ હેલ્થ આસિસ્ટન્ટ.

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ ટ્રેનિંગ પ્રોગ્રામને કંડક્ટ કરે છે જેમાં, કોમ્યુનિટી હેલ્થ વર્કર, ટ્રેડિશનલ બર્થ અટેન્ડન્સ, હેલ્થ આસિસ્ટન્ટ, તથા બીજા હેલ્થ કેર પર્સનલ્સ ને તેમની સ્કિલ તથા નોલેજને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • આ ટ્રેઇનિંગનો મેઇન એમ એ હેલ્થનું પ્રમોશન કરવું, ડીસીઝ નું પ્રિવેન્શન, મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ, તથા બેઝિક મેડિકલ કેરમાં હેલ્થ કેર પર્સનલ્સ ની સ્કીલ નું ઇમ્પ્રુવમેન્ટ કરવું તે હોય છે.

10) બેઝિક લેબોરેટરી સર્વિસીસ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ બેઝિક લેબોરેટરી સર્વિસિસ કંડક્ટ કરે છે જેમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, માઇક્રોસ્કોપિક ટેસ્ટ, યુરીન ટેસ્ટ વગેરે જેવા ટેસ્ટ કરવામાં આવે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર દ્વારા પ્રોવાઇડ કરવામાં આવતા આ બધા ફંકશન્સ દ્વારા કોમ્યુનિટીને પ્રિવેન્ટીવ, પ્રોમોટીવ, ક્યુરેટીવ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે જેના કારણે કોમ્યુનિટી ના પીપલ્સનું ઓવરઓલ હેલ્થ કન્ડિશન ઇમ્પ્રુવમેન્ટ પરું થય શકે તથા તેની વેલ્બિંગ એ મેઇન્ટેન રહી શકે

🔸b. Occupational Hazards – ઓક્યુંપેશનલ હેઝાર્ડ

ઓક્યુપેશન હેઝાર્ડ

  • ઓક્યુપેશન હેઝાડ્સ મા રિસ્ક ની વાઇડ રેન્જ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે જે વર્કસ એ તેમના ચોક્કસ જોબ રોલ અને એન્વાયરમેન્ટ ના આધારે અનુભવી શકે છે.
  • ઓક્યુપેશન હેઝાડ્સ એ એવા પોટેન્સીયલ રિસ્ક અથવા ડેન્જર્સ છે કે જે હેલ્થ કેર વર્કસ એ તેમના વર્કપ્લેસ એન્વાયરમેન્ટ માં એક્સપોઝ થાય છે .
  • આ હેઝાડ્સ એ વર્ક પ્લેસ ના જુદા જુદા આસ્પેક્ટ માથી અરાઇઝ થાય છે જેમ કે,
    ફિઝિકલ કન્ડિશન, કેમિકલ મટીરીયલ્સ, બાયોલોજીકલ એજન્ટસ, સાયકોલોજિકલ ફેક્ટર્સ, તથા મિકેનિકલ હેઝાર્ડ્સ વગેરે નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે,આ ફેક્ટર્સ એ વર્કસ ના હેલ્થ, સેફ્ટી અને વેલ્બીંગ માટે જોખમ ઊભું કરે છે અને જો યોગ્ય સાવચેતી અને સલામતી નાં પગલાં લેવામાં ન આવે તો ઇજાઓ, બીમારીઓ અથવા તો જાનહાનિ પણ થઇ શકે છે.

ઓક્યુપેશન વર્કર ને નીચે પ્રમાણે ના હેઝાડ્સ થય શકે છે:

  • 1) ફિઝિકલ હેઝાર્ડ્સ,
  • 2) કેમિકલ હેઝાર્ડ્સ,
  • 3) બાયોલોજીકલ હેઝાર્ડ્સ,
  • 4) મિકેનિકલ હેઝાર્ડ્સ,
  • 5) સાયકોલોજિકલ હેઝાર્ડ્સ.

1) ફિઝિકલ હેઝાર્ડ્સ:

  • ફિઝિકલ હેઝાર્ડ હીટ એન્ડ કોલ્ડ ના એક્સપોઝર માં આવવાથી થાય છે. વર્કસ એ સૂર્યના હાઇટેમ્પરેચર ના ડાયરેક્ટ એક્સપોઝર માં આવતા હોય છે જેમ કે ફાર્મર્સ, બિલ્ડર્સ, લેબર્સ(મજૂર વર્ગ)વગેરે.
  • ખીણ ની અંદર પણ હાઇટેમ્પરેચર હોય છે જેમ કે મૈસુર માં આવેલી કોટાર ગોલ્ડ ખીણ,કેટલાક ઉદ્યોગોમાં લોકલ ‘હોટ સ્પોટ્સ’ ઓવન અને ભઠ્ઠીઓ હશે જે ગરમી ફેલાવે છે જેમ કે બેકરીઓ, મેટલ વર્ક્સ, એસ્બેસ્ટોસ ફેક્ટરી એન્જિન રૂમ વગેરે.
    ઊંચા તાપમાન ની અસર માં ખુબ જ ગરમી, ગરમીની એલર્જી, ગરમીનો થાક મસલ્સ માં ક્રેમ્પસ નો સમાવેશ થાય છે.
  • ઘણા કામદારો નીચા તાપમાન જેવા કે બરફના કારખાના, ઊંચાઇ, કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ લેબોરેટરી વગેરે ના સંપર્કમાં આવે છે. આ વર્કર ને ચિલબ્લેન્સ(જ્યારે કોલ્ડ ના એક્સેસિવ એક્સપોઝર માં આવવાના કારણે પુઅર બ્લડ સપ્લાય ના કારણે હેન્ડ તથા ફૂટમાં પેઇન, ઇચિંગ,તથા સ્વેલિંગ થવુ), એરિથ્રોસાયનોસિસ તથા રેસ્પીરેટરી ડિફીકલ્ટીઝ થય શકે છે.

હાય હ્યુમીડીટી:

  • કાપડ, કાગળ અને બરફ ના કારખાના જેવા ઉદ્યોગોમાં એક્ટ્રીમ ટેમ્પરેચર ના સંપર્ક સાથે હાઇ હ્યુમીડી એ, હિટ અને કોલ્ડ ની અફેક્ટ ને વધારે છે.

નોઇસ:

  • સ્ટીલ, તેલ, કાપડ અને ઓટોમોબાઇલ ફેક્ટરીઓ માં લાઉડ નોઇસ પોડ્યુસ થાય છે. લાઉડ નોઇસ એ હેલ્થ માટે હાનિકારક હોય છે .તેની અસર એ લાઉડ નોઇસ ના એક્સપોઝર ની ઇન્ટેન્સિટી તથા ડ્યુરેશન પર આધાર રાખે છે .લાઉડ નોઇસ ના કારણે , થાક લાગવો, નર્વસનેસ, ઇરિટેશન અને પાર્શિયલી અથવા કમ્પલીટલી હિયરિંગ લોસ પણ થય શકે છે.

લાઇટ:

  • વર્કસ એ પુઅર અથવા ગ્લેરિંગ અને બ્રાઇટલાઇટ ના કોન્ટેક્ટ માં આવી શકે છે. પુઅર લાઇટ ના કારણ થી આઇસ મા સ્ટ્રેઇન અને દુખાવો, આંખનો થાક, માથાનો દુખાવો થાય છે. બ્લરિંગ અને બ્રાઇટ લાઇટ એ ડિસ્કકમ્ફર્ટ, બ્લરિંગ ઓફ વિઝન, ચીડીયાપણ અને વિઝ્યુઅલ ફટીગ નું કારણ બને છે.

વાઇબ્રેશન:

  • ગ્રાઇન્ડીંગ, કટીંગ, ડ્રિલિંગ બોરિંગ મશીનો વગેરે જેવા મશીનો પર કામ કરતી વખતે વાઇબ્રેશન થાય છે. વાઇબ્રેશન એ થાક, નર્વસનેસ અને લોકલ ઇફેક્ટ જેમ કે હાથ અને જોઇન્ટ ની ઇન્જરી વગેરે નું કારણ બની શકે છે.

રેડીએશન્સ:

  • એક્સ- રે અને રેડિયોએક્ટિવ આઇસોટોપ્સ ના રેડિયેશન ના કોન્ટેક્ટ માં આવવા ના કારણે સ્કિન અને બ્લડ કેન્સર થઇ શકે છે તે જીનેટીક ચેન્જીસ , માલફોર્મેશન,સ્ટરિલીટી વગેરેમાં પરિણમી શકે છે.
  • રેડિયોલોજી વિભાગમાં કામ કરતી વ્યક્તિ, ઘડિયાળના કારખાનાઓ, દારૂગોળાના કારખાનાઓ મા વર્ક કરતા વર્કસ એ આયોઇઝિંગ રેડિયેશન ના કોન્ટેક્ટ માં આવે છે.
  • અલ્ટ્રાવાયોલેટ (યુવી) રેડિયેશન્સ જેમ કે વેલ્ડીંગ દરમિયાન કંજક્ટીવાઇટીસ અને કેરેટાઇટિસ નું કારણ બને છે.
  • અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન એ સનબર્ન નું કારણ બની શકે છે. રોડબિલ્ડરો, સેઇલર્સ (નાવિક), સેફર્ડ (ભરવાડ) અને ખેડૂતો અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન થી અફેક્ટ થઇ શકે છે.

2) કેમિકલ હેઝાર્ડ્સ: ફેક્ટરીઓ અમુક અથવા અન્ય કેમિકલ્સ નો ઉપયોગ કરે છે. કમીકલ્સ એ 3 રીતે કાર્ય કરે છે.

1) લોકલ એક્શન કેટલાક કેમિકલ ના કારણે ડર્મેટાઇટીસ તથા એક્ઝીમા (ખરજવુ) જેવી કન્ડિશન થઇ શકે છે.

2) ઇન્હાલેસન ગેસીસ તથા વેપર્સ ને શ્વાસ માં લેવાથી રેસ્પિરેટરી ડિસીઝ થઇ શકે છે.

3) ઇન્જેશન

  • મરક્યુરી, લીડ, આર્સેનિક, ઝીંક, ક્રોમિયમ અને કેડમિયમ, ફોસ્ફરસ વગેરે વિવિધ ડિસીઝ નું કારણ બને છે.
  • ટાઇપ્સ ઓફ વિચ આર હેઝાર્ડિયસ કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને સાયનાઇડ વગેરે જેવા વાયુઓ.
  • ધૂમાડો અને વરાળ વિવિધ પ્રકારના એસિડ માથી , મરકાયુરી ની વેપર વગેરેમાંથી .
  • મીસ્ટસ (ઝાકળ) ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇન્ડસ્ટ્રી માથી ઝાકળ.
  • ધૂળ: ખડક, અયસ્ક, ધાતુના લાકડા વગેરે ને કચડીને અને પીસવાના કારણે નીખમકડેલા નાના કણો.
  • એવા કેમિકલ એજન્સ કે જે સ્કીન, રેસ્પીરેટરી સિસ્ટમ તથા ગેસ્ટરોઇન્ટેસ્ટાઇનલ ઇન્ટરસ્ટાઇનલ સિસ્ટમને હાર્મ ફૂલ હોય છે.
  • સ્કીન પ્રોબ્લેમમાં ડર્મેટાઇટીસ, એક્ઝીમા, અર્ટીકેરિયા, અલ્સર તથા કેન્સર વગેરે નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
  • રેસ્પીરેટરી પ્રોબ્લેમ્સ માં વિવિધ પ્રકારના ન્યુમોકોનિઓસિસનો સમાવેશ થાય છે. ક્વાર્ટઝ ડસ્ટ ને કારણે સિલિકોસિસ,
    કોલ ડસ્ટ ને કારણે એન્થ્રાકોસિસ,
    કોટનડસ્ટ ને કારણે બાયસિનોસિસ,
    એસ્બેસ્ટોસ ડસ્ટ ના કારણે એસ્બેસ્ટોસિસ એસ્બેસ્ટોસ ના કારણે, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ અને હાઇડ્રોજનને લીધે શ્વાસની તકલીફસાયનાઇડ ક્લોરિન, ઓઝોન, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા વિવિધ તીખા ગેસ ને કારણે ગળામાં બળતરા થઇ શકે છે.
  • એસ્બેસ્ટોસ, બેરિલિયમ, કોલ ટાર, ખનિજ તેલને કારણે ફેફસાંનું કેન્સર થઇ શકે છે.

3) બાયોલોજીકલ હેઝાર્ડ્સ:

  • બાયોલોજીકલ હેઝાર્ડ્સ એ વાયરસ, રિકેટ્સિયા, બેક્ટેરિયા જેવા ઇન્ફેક્ટેડ અને પરોપજીવી એજન્ટો ને કારણે જોવા મળે છે. તેના કારણે ખેડૂતોમાં હૂકવર્મ ના ઇન્ફેસ્ટેશન પણ થઇ શકે છે.ખીણો વર્ક કરતા વર્કસ માં લેપ્ટોસ્પાયરોસિસ થઇ શકે છે.
  • ટેનિંગ ફેક્ટરી, વેટરનરી હોસ્પિટલ અને ડિસ્પેન્સરી, પ્રાણી સંગ્રહાલય, સર્કસ, ખેતીમાં કામ કરતા કામદારો, કસાઈ ઘરો વગેરે મા વિવિધ ઝૂનોટિક ડિસીઝ જેવા કે બ્રુસેલોસિસ, માયકોટિક્સ ઇન્ફેક્શન, પેરાસાઇટીક ઇન્ફેક્શન તથા એન્થ્રરેક્સ જેવા ડિસીઝ થઇ શકે છે.
  • હોસ્પિટલો/ દવાખાનાઓમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ પેસન્ટ ના ઇન્ફેક્શન ના સંપર્ક મા આવી શકે છે, જેમ કે ટ્યુબરક્યુલોસિસ, રોગ, એચ.આઇ.વી અને સીરમ હેપેટાઇટિસ વગેરે .

4) મિકેનિકલ હેઝાર્ડ્સ:

  • અનપ્રોટેક્ટેડ મશીન્સ તથા તેના પ્રોટ્રુડિંગ તથા મુવિંગ પાર્ટ્સ અને ઓછી સેફટી વાળા મશીન ના કારણે વિવિધ એક્સીડન્ટસ અને ઇન્જરી થઇ શકે છે તેના કારણે પાર્શિયલી અને પર્મનેન્ટ ડીસેબિલિટી થય શકે છે.

5) સાયકોલોજિકલ હેઝાર્ડ્સ:

  • જુદા જુદા પ્રકારના માલ એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ્સ જેમકે જોબમાં પ્રોપરલી સેટીસફેક્શન ન હોવું, ઇનસિક્યુરિટી, ફ્રસ્ટેશન તથા એન્વાયરમેન્ટલ ટેન્શન ના કારણે વ્યક્તિ એ પ્રોપરલી એડજસ્ટ થઇ શકતા નથી.
  • આ કન્ડિશનના કારણે ફિઝિકલ હેલ્થ પ્રોબ્લેમ જેમકે બ્લડપ્રેશર ઇન્ક્રીઝ થવું, ઇનડાયઝજેશન થવું, ઇનસોમ્નિયા થવું ,
    ભૂખ ન લાગવી તથા હાર્ડબર્ન જેવી કન્ડિશન થઇ શકે છે.
  • આમ, વર્કર્સ માં આ પ્રકારના હેઝાડ્સ થઇ શકે છે તેને થતા પ્રિવેન્ટ કરવા માટે તેમનું અર્લી તથા પ્રોપર્લી આઇડેન્ટિફિકેશન કરી તેને પ્રિવેન્ટ કરવા માટેના મેઝર્સ લેવા અગત્યના રહે છે.

🔸c. Millennium development goal – મીલેનીયમ ડેવલોપમેન્ટ ગોલ

મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ

  • મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ (MDGs) એ 2000 માં યુનાઇટેડ નેશન દ્વારા એસ્ટાબ્લિશ થયેલા આઠ ગ્લોબલ ઓબ્જેકટીવ હતા જે અત્યંત ગરીબીનો સામનો કરવા અને 2015 સુધીમાં ગ્લોબલ હેલ્થ ને સુધારવા માટે હતા.
  • દરેક ગોલમાં પ્રોગ્રેસ ને મેઝર કરવા માટે સ્પેસિફીક ટાર્ગેટ તથા ઇન્ડીકેટર્સ હતા.

1) ઇરાડીકેટ એક્સ્ટ્રીમ પોવર્ટી એન્ડ હંગર ( અતિશય ગરીબી અને ભૂખ ને નાબૂદ કરવી.)

  • આ ગોલ નો ઉદ્દેશ્ય દરરોજ $1.25 કરતાં ઓછી આવક માં રહેતા લોકોના પ્રમાણને અડધો કરવાનો અને બધા માટે ફૂડ સિક્યુરિટી એચિવ કરવાનો છે. તે ઇકોનોમિક ડેવલોપમેન્ટ, ફૂડ સિક્યુરિટી અને ગરીબી ઘટાડવાની સ્ટ્રેજીસ પર કેન્દ્રિત વિવિધ કાર્યક્રમો દ્વારા અતિશય ગરીબી ને દૂર કરવા અને માલન્યુટ્રીશન પર ફોકસ કરવા માંગે છે.

2) એચીવ યુનિવર્સલ પ્રાઇમરી એજ્યુકેશન (સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવુ)

  • આમા, ટાર્ગેટ એ ખાતરી કરવાનો હતો કે તમામ બાળકો જેન્ડર અથવા બેગ્રાઉન્ડ ને ધ્યાનમાં લીધા વિના, પ્રાથમિક શાળાનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરે.
  • આમાં માત્ર શાળાના નોંધણી દરમાં વધારો કરવો એજ નહીં પરંતુ બાળ મજૂરી, ઇનએડીક્યુએટ સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક-સાંસ્કૃતિક ફેક્ટર્સ જેવા શિક્ષણ માં આવતા બેરિયરયર્સ ને પણ દૂર કરવાનો ઉદ્દેશ્ય ઇનવોલ્વ છે.

3) પ્રમોટ ઝેન્ડર ઇક્વાલિટી એન્ડ એમ્પાવર વુમન.
( ઝેન્ડર સમાનતાને પ્રોત્સાહન આપવું તથા મહિલાઓને સશક્ત કરવી )

  • આ ગોલ એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં જાતી અસમાનતા ને દૂર કરવા અને જીવનના તમામ પાસાઓમાં મહિલાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે.
  • તે શૈક્ષણિક અસમાનતા, રોજગારમાં ભેદભાવ અને મહિલાઓ સામે હિંસા જેવા મુદ્દાઓને સંબોધિત કરે છે, જેનો હેતુ બંને જાતિઓ માટે સમાન તકો ઊભી કરવાનો છે.

4) રીડ્યુસ ચાઇલ્ડ મોર્ટાલિટી( બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવો)

  • તેનો હેતુ પાંચ વર્ષથી ઓછી ઉંમર ના ચાઇલ્ડ મા મોર્ટાલિટી રેટ માં બે તૃતીયાંશ( 2/3) જેટલો ઘટાડો કરવાનો હતો.
  • આ હેતુ હેઠળ ના પ્રયત્નોમાં બેટર ન્યુટ્રીશન, વેક્સિનેશન પ્રોગ્રામ અને અટકાવી શકાય તેવા ડિસીઝ નો સામનો કરવા અને ઇન્ફન્ટ અને ચાઇલ્ડ ડેથ ઘટાડવા માટે હેલ્થ કેર સર્વિસીસ ની પહોંચ દ્વારા ચાઇલ્ડ હેલ્થ ઇમ્પ્રુવ કરવાનો સમાવેશ થાય છે.

5) ઇમ્પ્રુવ મેટરનલ હેલ્થ( મધર ના સ્વાસ્થ્યમાં સુધારો )

  • આ ગોલ નો હેતુ માતાના મૃત્યુદરના ગુણોત્તરમાં ત્રણ-ચતુર્થાંશ (3/4) નો ઘટાડો અને રીપ્રોડક્ટિવ હેલ્થ માં સુધારો કરવાનો છે.
  • તે પ્રેગનેન્સી અને ચાઇલ્ડ બર્થ સંબંધિત મૃત્યુ ને ઘટાડવા માટે માતાની હેલ્થ કેર સર્વિસીસ,
  • સ્કિલ બર્થ અટેન્ડન્ટ અને ફેમિલી પ્લાનિંગ રિસોર્સ ની પહોંચ વધારવા પર ફોકસ્ડ કરે છે.

6) કમ્બેટ HIV/ AIDS , મેલેરિયા એન્ડ અધર ડિસીઝ (HIV/AIDS, મેલેરિયા અને અન્ય રોગોનો સામનો કરો: )

  • તેનો ગોલ એ HIV/AIDS, મેલેરિયા અને અન્ય મેઝર ડીસીઝ ના ટ્રાન્સમિશન ને પ્રિવેન્ટ કરવું અને તેને ઉલટાવી દેવાનો હતો.
  • આમાં પ્રિવેન્શન, ટ્રીટમેન્ટ અને કેર ના પ્રયાસો તેમજ પબ્લિક હેલ્થ કંપેઇન દ્વારા આ ડિસીઝ ના ઇન્સિડન્સ ને ઘટાડવા ઇનીસીયેટીવ્સ અને મેડિકલ સર્વિસીસ ની પહોંચ વધારવાનો સમાવેશ થાય છે.

7) એન્સ્યોર એન્વાયરમેન્ટલ સસ્ટેઇનીબીલીટી (પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવુ)

  • આ ગોલ એ નેશનલ પોલિસીસ માં સસ્ટેઇનેબલ ડેવલોપમેન્ટ ના પ્રિન્સિપલ્સ ને ઇન્ટીગ્રેટ કરવા અને એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન ને ઉલટાવા માટેના પ્રયાસ કરે છે.
  • તેનો હેતુ વનનાબૂદી ઘટાડવા, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા ને પ્રોત્સાહન આપવાનો અને આબોહવા પરિવર્તન અને જૈવવિવિધતા ના નુકશાન જેવા મુદ્દાઓ ને સંબોધવાનો હતો.

8) ડેવલોપ અ ગ્લોબલ પાર્ટનરશીપ ફોર ડેવલોપમેન્ટ( વિકાસ માટે વૈશ્વિક ભાગીદારી વિકસાવવી)

  • આ ફાઇનલ ગોલ આંતરરાષ્ટ્રીય સહયોગમાં વધારો કરીને વિકાસ માટે અનુકૂળ વૈશ્વિક વાતાવરણ બનાવવા પર ફોકસ છે.
  • તેમાં વિકાસશીલ દેશોને સહાય વધારવા, વેપારની તકો સુધારવા, દેવાની રાહત ને સંબોધિત કરવા અને ટેક્નોલોજી ટ્રાન્સફર ને પ્રોત્સાહન આપવાના લક્ષ્યોનો સમાવેશ થાય છે.
  • આમ, મિલેનિયમ ડેવલોપમેન્ટ ગોલ મા ટોટલ 8 ગોલ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે

🔸d. Role of a Nurse in polio Eradication Programme – પોલિયો ઈરાડીકેશન પ્રોગ્રામમાં નર્સની ભૂમિકા

પોલિયો ઇરાડીકેશન પ્રોગ્રામમાં નર્સનો રોલ:

પોલિયો ઇરાડીકેશન ના પ્રોગ્રામ માં નર્સ એ એક ક્રુશિયલ રોલ પ્લે કરે છે. જુદી જુદી રિસ્પોન્સિબિલિટી અને એક્ટિવિટીસ દ્વારા આ ડિસીઝ ને પ્રિવેન્ટ કરવા અને એલિમિનેશન કરવાનો હેતુ છે.અહીં,પોલિયો ઇરાડીકેશન ના પ્રયાસ માં નર્સોનો મુખ્ય રોલ અને રિસ્પોન્સિબિલિટી આપેલી છે:

1) વેક્સિનેશન એડમિનિસ્ટ્રેશન

  • પ્રોવાઇડ ઓરલ પોલિયો વેક્સિન(OPV) નર્સ એ બાળકોને OPV નું એડમિનિસ્ટ્રેશન કરે છે, એ ખાતરી કરે છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળક ને વેક્સિનેશન કમ્પેઇન દરમિયાન જરૂરી ડોઝ મળી રહે.
  • વેક્સિન ને પ્રોપર હેન્ડલ કરવું વેક્સિન એ સ્ટોરેજ થી એડમિનિસ્ટ્રેશન સુધી ઇફેક્ટિવ રહે તેની ખાતરી કરવા માટે કોલ્ડ ચેઇન જાળવવા માટે નર્સ રિસ્પોન્સિબલ હોય છે.

2) કમ્યુનિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ

  • એજ્યુકેટીંગ પેરેન્ટ્સ એન્ડ કેર ગીવર્સ નર્સ એ પોલિયો વેક્સિનેશન ના મહત્વ વિશે, વેક્સિન એ કેવી રીતે કામ કરે છે તેના વિશે અને પોલિયો ના રિસ્ક વિશે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ એન્ડ કેર ગીવર્સ ને માહિતી પ્રોવાઇડ કરે છે.
  • એડ્રેસિંગ વેક્સિન હેઝીટન્સી તેઓ વેક્સિનેશન વિશેની ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ની ચિંતાઓ અને ખોટી માહિતી ને દૂર કરે છે, કોમ્યુનિટી ની એક્સેપટન્સ અને વેક્સિનેશન કમ્પેઇનમાં પાર્ટીશીપેશન વધારવામાં મદદ કરે છે.

3) સર્વેઇલન્સ એન્ડ મોનિટરિંગ

  • રિપોર્ટિંગ કેસિસ ઓફ ધ ક્યુટ ફ્લેસિડ પેરાલાઇસિસ ( AFP) નર્સ એ AFP( એક્યુટ ફ્લેસિડ પેરાલાઇસિસ ) કેસોના સર્વેલન્સમાં ઇન્વોલ્વમેન્ટ છે, જે પોલિયોનું લક્ષણ હોઈ શકે છે.
    તેઓ આ કેસો ના ઇન્વેસ્ટિગેશન અને ડાયગ્નોસિસ માટે તાત્કાલિક જાણ કરવામાં આવે.
  • મોનિટરિંગ વેક્સિનેશન કવરેજ તેઓ વેક્સિનેશન કવરેજ રેટ ને ટ્રૅક કરે છે અને રિપોર્ટ કરે છે, ઓછા કવરેજવાળા વિસ્તારો ને આઇડેન્ટીફાઇ કરે છે અને તે વિસ્તારો સુધી પહોંચવાના એફટ્સ નું કોઓર્ડીનેશન કરે છે.

4) હેલ્થ એજ્યુકેશન એન્ડ પ્રમોશન

  • પ્રમોટિંગ હાઇજીન એન્ડ સેનિટેશન નર્સ એ કોમ્યુનિટી ને એવી પ્રોસિઝર વિશે એજ્યુકેટ કરે છે જે પોલિયો ના ફેલાવાને રોકવામાં મદદ કરે છે, જેમ કે યોગ્ય હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવી.
  • સપોર્ટિંગ રૂટિન ઇમ્યુનાઇઝેશન તેઓ રેગ્યુલર વેક્સિનેશન સેડ્યુલ ને પ્રમોટ કરે છે અને પોલિયો વિક્સીનેશન ને રેગ્યુલર હેલ્થ સર્વિસીસ માં ઇન્ટીગ્રેટ કરવામાં મદદ કરે છે.

5) કોઓર્ડીનેશન એન્ડ કોલાબોરેશન

  • કોલાબોરેટ વિથ અધર હેલ્થ વર્કર નર્સ એ અધર હેલ્થ કેર પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી ના લીડર્સ અને સંસ્થાઓ સાથે વેક્સિનેશન કંમ્પેઇનિંગ માટે , હેલ્થ એજ્યુકેશન ઇનીસીયેટીવ્સ ની યોજના બનાવવા અને અમલમાં મૂકવા માટે કામ કરે છે.
  • વેક્સિનેશન ના દિવસો અને કંપેઇન્સ મા ભાગ લેવો: તેઓ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે (NID) અને સબ-નેશનલ ઇમ્યુનાઇઝેશન ડેઝ (SNIDs)માં મુખ્ય પાર્ટીસીપન્ટ છે, જે મોટા પાયે વેક્સિનેશન ના એફોટ્સ છે.

6) ડેટા કલેક્શન એન્ડ રિપોર્ટિંગ

  • કલેકટીંગ વેક્સિનેશન ડેટા નર્સ એ વેક્સિનેશન કવરેજ, વેક્સિનેશન પછીની એડવર્સ ઇવેન્ટસ અને વેક્સિનેશન કમ્પેઇન ના પરિણામો પર ડેટા એકત્રિત કરે છે અને રેકોર્ડ કરે છે.
  • રિપોર્ટિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન તેઓ વેક્સિનેશન ના એફ્ટ્સ નું ડોક્યુમેન્ટેશન કરે છે, વેક્સિનેશન કમ્પેઇન ના પરિણામોનો રિપોર્ટ આપે છે અને ભવિષ્યની સ્ટ્રેટેજીસ ને જાણ કરવા માટે ડેટા નું એનાલાઇસીસ કરવામાં મદદ કરે છે.

7) ઇમરજન્સી રિસ્પોન્સ

રિસ્પોન્ડીંગ ટુ પોલિયો આઉટ બ્રેક

  • પોલિયો આઉટ બ્રેક થવાના કેસમાં નર્સો એ ઇમરજન્સી રિસ્પોન્સ એફર્ટસ મા પાર્ટિસિપેટ થાય છે,
  • જેમાં ઇન્ટેન્સીફાઇડ વેક્સિનેશન કમ્પેઇન અને આઉટ બ્રેક થવાના કંટ્રોલ મેઝર્સ નુ સમાવેશ થાય છે.

પ્રોવાઇડીંગ ક્લિનિકલ કેર

  • રેર કેસીસ માં નર્સો એ પોલિયોથી બચી ગયેલા લોકો અથવા પોલિયો-સંબંધિત કોમ્પ્લિકેશન્સ ધરાવતી વ્યક્તિઓ ને કેર પ્રોવાઇડ કરે છે.

8) એડવોકેટિંગ ફોર રિસોર્સ એન્ડ સપોર્ટ

  • નર્સ એ કમ્યુનિટી અને પોલીસી લેવલે પોલિયો ઇરાડીકેશન પ્રોગ્રામ માટે એડીક્યુએટ રિસોર્સીસ ફંડ, અને સપોર્ટ માટે એડવોકેટીંગ કરે છે.
  • આ રોલ ને ફુલફીલ કરીને, નર્સ એ પોલિયો ઇરાડીકેશન એફોટ્સ ની સફળતા માટે જરૂરી છે, તે હાઇ રસીકરણ કવરેજ એચિવ કરવામાં મદદ કરે છે, સ્ટ્રોંગ સર્વેલન્સ સિસ્ટમ્સ જાળવી રાખે છે અને પ્રોગ્રામ માટે કમ્યુનીટી ના સપોર્ટ ને પ્રોત્સાહન આપે છે

🔸e. Objectives of National family welfare programme- નેશનલ ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામમાં હેતુઓ

  • એનલિસ્ટ ધ ઓબ્જેકટીવ્સ ઓફ ફેમેલી વેલ્ફેર પ્રોગ્રામ
  • ભારતમાં નેશનલ ફેમેલી વેલ્ફેર પ્રોગ્રામ એ કુટુંબના હેલ્થ અને વેલ્બીંગ ને સુધારવાના હેતુથી એક કોમ્પ્રાએંસીવ ઇનીસિએટીવ્સ છે.
  • ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામ એ ફેમિલી લાઇફ અને સોસાઇટલ હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા માટેના વિવિધ ઓબ્જેકટીવ્સ ને એચીવ કરવા માટે બનાવવામાં આવી છે.
  • અહીં ફેમેલી વેલ્ફેર પ્રોગ્રામ ના ઓબ્જેકટીવ્સ છે:

1) પ્રમોટ મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ એન્ડ રીડ્યુસ મોર્ટાલિટી:

ઓબ્જેકટીવ: ફેમિલી ની હેલ્થમાં સુધારો કરવો, ખાસ કરીને મેટરનલ અને ચાઇલ્ડ ના હેલ્થ પર ફોકસ કરીને, ઇન્ફન્ટ અને મેટરનલ મોર્ટાલિટી રેટમાં ઘટાડો કરવો.

એક્શન

  • મધરને ક્રિનેટલ તથા પોઝીટલ કેર પ્રોવાઇડ કર
  • ચાઇલ્ડ ને ડિસીઝમાંથી પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ વેકેશન પ્રોગ્રામનું ઇમ્પલિમેન્ટ કરવું.
  • ચિલ્ડ્રન માટે યુટ્રીશનલ સપોર્ટ તથા તેમનું ગ્રોથ મોનિટરિંગ કરવું.
  • મધર તથા ચાઇલ્ડ માટે હેલ્થ કેર સર્વિસીસ ના એક્સેસમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું.

2)એન્હાન્સ રીપ્રોડક્ટિવ હેલ્થ એન્ડ ફેમિલી પ્લાનિંગ:

ઓબ્જેકટીવ

  • રીપ્રોડક્ટિવ હેલ્થ એન્ડ ફેમિલી સાઇઝના મેનેજમાં વ્યક્તિઓ તથા કપલ ને મદદ કરવી. એક્શન
  • કોન્ટ્રાસેટીવ મેથડ્સ તથા ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ ને ઓફર કરવામાં આવે છે.
  • રીપ્રોડક્ટિવ હેલ્થ વિશે એજ્યુકેશન તથા કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે.
    સેફ મધરહુડ ને પ્રમોટ કરવું તથા અનવોન્ટેડ પ્રેગ્નન્સી ને પ્રીવેન્ટ કરવી.

3)ઇમ્પ્રુડ એજ્યુકેશન એન્ડ અવેરનેસ:

ઓબ્જેકટીવ્સ

  • હેલ્થ, ફેમિલી પ્લાનિંગ તથા વેલ્ફેર સર્વિસીસ વિશે પબ્લિક ના નોલેજ માં ઇમ્પ્રુવમેન્ટ કરવુ.
  • એક્શન
    હેલ્થ તથા ફેમિલી પ્લાનિંગ વિશે પબ્લિકમાં અવેરનેસ લાવવા માટેના પ્રોગ્રામ્સ ચલાવવામાં આવે છે.
  • પેરેન્ટિંગ,ન્યુટ્રીશન તથા હેલ્થ માટે એજ્યુકેશનલ વર્કશોપ નું ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે.
  • ફેમિલી વેલ્ફેર ટોપીક્સ ને સ્કૂલના કરી કરીક્યુલમ ઇન્ટીગ્રેટ કરવું.

4) સપોર્ટ ઇકોનોમિક સ્ટેબિલિટી:

ઓબ્જેકટીવ્સ

  • ફેમિલીની ફાઇનાન્સિયલ સિક્યુરિટી ને એચીવ કરાવી ને તેની ક્વોલિટી ઓફ લાઇફમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું. એક્શન
  • સબસીડી તથા વેલ્ફેર પ્રોગ્રામ દ્વારા ફાઇનાન્સિયલ સહાય પ્રોવાઇડ કરવી.
  • સ્મોલ બીઝનેસ માટે જોબ ટ્રેઇનિંગ પ્રોગ્રામ્સ અને સપોર્ટ ઓફર કરે.
  • ઓછી આવક ધરાવતા પરિવારો માટે માઇક્રોફાઇનાન્સ ની ઓપોર્ચ્યુનિટી ની સુવિધા આપો.

5) પ્રમોટ ઝેન્ડર ઇક્વાલિટી:

ઓબ્જેકટીવ

  • ઝેન્ડર ઇમ્બેલન્સ ને દૂર કરવુ અને વુમન અને ગર્લ્સ ને સશક્ત કરો. એક્શન
    ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકો માટે લિગલ સહાય અને સેલ્ટર પ્રોવાઇડ કરે.
  • વુમનના રાઇટ્સ તથા ઝેન્ડર ઇક્વાલિટી ના ઇનીસિએટીવ્સ ને સપોર્ટ આપવો.
  • વુમન તથા ગર્લ્સ માટે એજ્યુકેશન તથા પ્રોફેશનલ ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરવી.

6) સ્ટ્રેનધેન ફેમિલી સ્ટ્રક્ચર:

ઓબ્જેકટીવ્સ

  • હેલ્થી ફેમિલી રિલેશનશિપ ને મજબૂત બનાવવું તથા ક્રાઇસીસ ની સીચયુએશન માં ફેમિલી ને સપોર્ટ આપવો.

એક્શન:

  • રિલેશનશિપ તથા ફેમિલી ઇસ્યુ માટે ફેમિલી કાઉન્સેલિંગ સર્વિસ પ્રોવાઇડ કરવી.
  • પેરેન્ટિંગ વર્કશોપ અને સપોર્ટ ગ્રુપ ને ઓર્ગેનાઇઝ કરવું.
  • ઘરેલું સમસ્યાઓ ( ડોમેસ્ટિક વાયોલન્સ)નો સામનો કરી રહેલા પરિવારો માટે ક્રાઇસીસ ઇન્ટરવેન્શન સર્વિસીસ પ્રોવાઇડ કરવી.

7) સપોર્ટ એલ્ડરલી એન્ડ ડિસએબલ ફેમિલી મેમ્બર્સ:

ઓબ્જેકટીવ

  • એલ્ડરલી તથા ડિસેબલ વ્યક્તિ ને સપોર્ટ પ્રોવાઇડ કરવો. એક્શન
  • એલ્ડર વ્યક્તિ માટે પેન્શન તથા ફાઇનાન્સિયલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • ડિસએબલ વ્યક્તિ માટે હોમ કેર સર્વિસીસ એન્ડ સ્પેશિયલાઇઝ્ડ મેડિકલ કેર પ્રોવાઇડ કરવી.
  • ડિસએબલ વ્યક્તિ માટે આસિસ્ટીવ ટેક્નોલૉજી ની એક્સેસિબિલિટી પ્રોવાઇડ કરવી.

8) પ્રમોટ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ એન્ડ પ્રોટેકશન:

ઓબ્જેકટીવ

  • બાળકો એ સ્વસ્થ, સુરક્ષિત રહે તથા તેઓ વિકાસની તકો મેળવી શકે . એક્શન
  • અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન પ્રોગ્રામ નું ઇમ્પલિમેન્ટેશન કરવું.
    ચાઇલ્ડ એબ્યુસ અને દુરઉપયોગ ને રોકવા માટે ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસીસ નુ ડેવલોપમેન્ટ કરવુ.
  • ચાઇલ્ડના રાઇટ તથા તેના લિગલ પ્રોટેક્શન માટે એડવોકેટિંગ કરવું.

9) એન્કરેજ કમ્યુનિટી ઇનવોલ્વમેન્ટ:

ઓબ્જેકટીવ્સ

  • ફેમિલી વેલ્ફેર એફ્ટ્સ મા કમ્યુનીટી ની એંગેજમેન્ટ ને પ્રોત્સાહન આપવુ. એક્શન
  • કોમ્યુનિટી બેસ્ટ વેલ્ફેર પ્રોગ્રામ તથા વોલ્યુન્ટરી ઓપર્ચ્યુનિટી ને સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • ફેમિલી વેલ્ફેર સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે લોકલ ઓર્ગેનાઇઝેશન્સ નું ઇન્વોલ્વમેન્ટ કરવું.
    ફેમેલી હેલ્થ અને વેલ્ફેર ઇસ્યુસ વિશે કમ્યુનીટી ની અવેરનેસ ને પ્રમોટ કરવુ.

10) એડ્રેસ અર્બન એન્ડ રૂરલ ડીસ્પેરીટીસ (અસમાનતાઓ):

ઓબ્જેકટીવ્સ

  • અર્બન તથા રૂરલ બંને એરિયા પર ફેમિલી વેલ્ફેર સર્વિસીસ નું ઇક્વલી એક્સેસ થઇ શકે. એક્શન
  • રૂરલ તથા અસરગ્રસ્ત એરિયામાં ટાર્ગેટ પ્રોગ્રામ ને ડેવલોપ કરવા.
  • અર્બન અને રૂરલ સર્વિસીસ વચ્ચેના અંતર ને પૂરવા માટે રિસોર્સની ફાળવણી કરવી.
  • જુદી જુદી કમ્યુનિટી ની યુનિક નીડને પહોંચી વળવા માટે સ્પેશિયલ ઇનીસીયેટીવ્સ નુ ઇનવોલ્વમેન્ટ કરવું.

11) ફેસીલીટેટ મેન્ટલ હેલ્થ સપોર્ટ:

ઓબ્જેકટીવ

  • ફેમિલીસમાં જોવા મળતી મેન્ટલ હેલ્થ ઇસ્યુસ નું અસેસમેન્ટ કરવું તથા મેન્ટલ વેલ્બીંગ ને પ્રમોટ કરવું. એક્શન
  • મેન્ટલ હેલ્થ કાઉન્સેલિંગ તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • કોમ્યુનિટીમાં જોવા મળતા મેન્ટલ હેલ્થ ઇસ્યુસ વિશે કમ્યુનિટીના મેમ્બર્સ માં અવેરનેસ લાવવી અને મેન્ટલ હેલ્થ રીલેટેડ સિગ્મા ને દૂર કરવું.
  • સ્ટ્રેસ ના મેનેજમેન્ટ માટે તથા ઇમોશનલ સપોર્ટ માટે પ્રોગ્રામ્સ નું ઇમ્પલિમેન્ટેશન કરવું.

12) પ્રમોટ સેફ એન્ડ હેલ્થી એન્વાયરમેન્ટ:

ઓબ્જેકટીવ

  • લિવિંગ કન્ડિશનને સેફ કરવું તથા એન્વાયરમેન્ટલ હેલ્થને પ્રમોટ કરવું. એક્શન
  • સ્વચ્છ પાણી,હાઇજીન અને સેફ હાઉસિંગ એનસ્યોર કરવા માટે પબ્લિક હેલ્થ ઇનીસિએટીવ્સ નુ ઇમ્પલીમેન્ટેશન કરવુ.
  • કોમ્યુનિટી પ્રોગ્રામ દ્વારા એન્વાયરમેન્ટલ સ્ટેબિલિટી ને પ્રમોટ કરવું . આમ, ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામ એ હેલ્થ, એજ્યુકેશન ,ઇકોનોમિક્સ સ્ટેબિલિટી ,અને સોશિયલ સપોર્ટ પર ફોકસ વિવિધ ઓબ્જેકટીવ દ્વારા ફેમિલીસ ની ઓવરઓલ વેલ્બિંગ માં ઇમ્પ્રુવમેન્ટ કરવાનો છે

🔸f. High risk pregnancy – હયરીસ્ક પ્રેગનેન્સી

હાઇ રિસ્ક પ્રેગ્નન્સી

  • હાઇ રિસ્ક પ્રેગનેન્સી એવી પ્રેગ્નેસી નુ ઇન્વોલ્વમેન્ટ કરે છે જેમાં માતા અથવા બાળક ના હેલ્થ ને કોમ્પ્લીકેશન્સ ના રિસ્ક વધારે હોય છે. ઘણા પરિબળો પ્રેગ્નેન્સી ને હાઇ રિસ્ક બનાવી શકે છે, અને આવી પ્રેગ્નન્સીના મેનેજમેન્ટમાં માતા અને બાળક બંને માટે બેસ્ટ આઉટકમ ની ખાતરી કરવા માટે ઘણી વાર સ્પેશિયલાઇઝ કેર ની જરૂરિયાત પડે છે.

કેટેગરીસ ઓફ હાઇરિસ્ક પ્રેગ્નન્સી

1) મેટરનલ હેલ્થ કન્ડિશન

  • પહેલાથી અસ્તિત્વમાં રહેલી કન્ડિશન: ડાયાબિટીસ, હાયપરટેન્શન, થાઇરોઇડ ડિસઓર્ડર અને હાટૅ ડિસીઝ જેવી સ્થિતિઓ.
  • પ્રેગ્નેન્સી રિલેટેડ કન્ડિશન આમાં કન્ડિશન જેવી કે જેસ્ટેસનલ ડાયાબીટીસ, પ્રિએક્લેમ્પસિયા,
    એક્લેમ્પસિયા જેવી કન્ડિશન.

2) એજ ફેક્ટર

  • એડવાન્સ મેટર્નલ એજ 35 વર્ષથી વધુ ઉંમરની વુમન ને કોમ્પ્લીકેશન્સ માટે વધુ રિસ્ક માનવામાં આવે છે.
  • ટીનેજ પ્રેગ્નન્સી પોટેન્શિયલ હેલ્થ અને ડેવલોપમેન્ટલ ઇસ્યુસ , ના કારણે ખૂબ જ નાની મધર મા પ્રેગનેન્સી ને હાઇ રિસ્ક માનવામાં આવે છે.

3) પ્રેગનેન્સી કોમ્પ્લિકેશન્સ

  • મલ્ટીપલ પ્રેગ્નન્સી ટ્વીન્સ, ટ્રીપ્લેટ્સ અથવા વધુ ફિટસ ને કેરી કરવાથી પ્રિટર્મ લેબર અને અન્ય કોમ્પ્લીકેશન્સ નું રિસ્ક વધી શકે છે.
  • પ્રિવ્યસ પ્રેગ્નેન્સી કોમ્પ્લીકેશન્સ કોમ્પ્લીકેશન ની હિસ્ટ્રી હોવાના કારણે જેમ કે પ્રિટર્મ બર્થ,મિસ્કેરેજ વગેરે..

4) લાઇફ સ્ટાઇલ ફેક્ટર

  • સબસ્ટન્સ એબ્યુઝ તમાકુ, આલ્કોહોલ અથવા ગેરકાયદેસર દવાઓનો ઉપયોગ.
  • પુઅર ન્યુટ્રીશન ઇનએડિક્યુએટ અમાઉન્ટ માં ડાયટ ઇન્ટેક ન કરવાના કારણે અથવા કોઇ ઇટિંગ ડિસઓર્ડર હોય તો તેના કારણે.

5) ફિટલ કન્ડિશન

  • જીનેટીક ડિસઓર્ડર
  • આ કન્ડિશનમાં કોઇપણ જીનેટીક ડિસઓર્ડર જેમ કે ડાઉનસિન્ડ્રોમ અથવા બીજા કોઇ પણ જીનેટીક કોઝ ના કારણે પ્રેગ્નન્સી એ હાઇ રિસ્ક થય શકે છે.

ગ્રોથ ઇસ્યુ તેમાં ફિટસ એ ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રિટારર્ડેશન હોય તેવી કન્ડિશન.

6) ઓબસ્ટેટ્રીક હિસ્ટ્રી

  • પ્રિવિયસ કોમ્પ્લિકેશન્સ
  • પ્રિવિયસ પ્રેગ્નન્સીમાં સીવ્યર કોમ્પ્લીકેશન્સ ની હિસ્ટ્રી જેમ કે,
  • સ્ટીલ બર્થ ( મૃત જન્મ) અથવા સિવ્યર પ્રિક્લેમ્પસિયા ની કન્ડિશન હોવી

••>મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ

1) રેગ્યુલર મોનિટરિંગ

  • મીટરનલ તથા ફિટસ હેલ્થ ની કન્ડિશન ને અસેસ કરવા માટે રેગ્યુલરલી એન્ટિનેટલ ચેકઅપ કરાવવું.
  • પ્રેગનેન્સી સમય દરમિયાન અલ્ટ્રાસાઉન્ડ તથા પ્રોપર્લી ડાયનોસ્ટિક ટેસ્ટ પ્રોપરલી કરાવવા જેના કારણે ફિટસ ના ગ્રોથ ને અસેસ કરી શકાય અને કોઇ પણ કોમ્પ્લિકેશન્સ હોય તો તેનુ અર્લી ઇન્ટરવેન્શન થઈ શકે.

2) મેડિકલ ઇન્ટરવેશન

  • પહેલેથી જ રહેલી કોઇપણ ડિસીઝ કન્ડિશન અથવા તો પ્રેગ્નન્સી સમય દરમિયાન અરાઇઝ થયેલી કન્ડિશન માટે એપ્રોપ્રિયેટ મેડિકલ ટ્રીટમેન્ટ લેવી.
  • પ્રિક્લેમ્પસિયા અથવા જેસ્ટેસનલ ડાયાબિટીસ જેવી કન્ડિશન માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ લેવી.

3) લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન

  • ન્યુટ્રિશિયસ ડાયટ, એક્સરસાઇઝ કરવી અને હાનિકારક પદાર્થોથી દૂર રહેવા માટેની એડવાઇઝ પ્રોવાઇડ કરવી.
  • સ્ટ્રેસ નું પેપર્લી મેનેજમેન્ટ કરવા માટે એડવાઇઝ આપવી તથા તેના ઓવરઓલ વેલ્બીંગ ને ઇમ્પ્રુવ કરવા માટે એડવાઇઝ આપવી.

4) પ્લાનિંગ ફોર ડીલેવરી

  • રિસ્ક અને કન્ડિશન ના આધારે ડિલિવરી પદ્ધતિ (વજાયનલ અથવા સિઝેરિયન સેક્શન) વિશે ચર્ચા સહિત વિગતવાર બર્થ પ્લાનિંગ કરવું.

5) એજ્યુકેશનલ સપોર્ટ

  • મધરને હાઇરિસ્ક પ્રેગ્નન્સી વિશે એજ્યુકેશન આપવું તથા લેબર પ્રોસેસ દરમિયાન શું અપેક્ષાઓ રાખવી તેના વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવો.
  • હાઇરીસ પ્રેગ્નન્સી ને ઇફેક્ટિવ રિતે મેનેજ કરવા માટે ઓબસ્ટેટ્રીસિયન, મેટરનલ ફિટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ, તથા અધર હેલ્થ કેર પર્સનલ એ કોલાબોરેટીવ એપ્રોચ કરી મધર તથા ચાઇલ્ડ ને બેસ્ટ આઉટ કમ મળે તે માટેના મેઝર્સ લેવામાં આવે છે

🔸g. Service package of I.C.D.S- I.C.D.S ની સેવાઓ

ICDS સર્વિસીસ પેકેજ:

ICDS (Integrated child development services/ ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ):

  • ICDS(ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ) એ ચાઇલ્ડ વેલફેર માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્વિસીસ છે.
  • ICDS નુ લોંચ એ 2 ઓક્ટોબર 1975 ના રોજ કરવામાં આવેલું હતું. જેમાં ઓલ ઓવર કન્ટ્રીમાં 33 જેટલા પ્રોજેક્ટ હતાખ જેમાં 4 જેટલા અર્બન એરીયા, 19 જેટલા રુરલ, તથા 10 જેટલા ટ્રાઇબલ એરીયા માં પ્રોજેક્ટ નુ ઇન્વોલ્વમેન્ટ કરવામા આવેલુ હતુ.
  • ICDS એ એક એવો પ્રોગ્રામ છે જેમાં 3 થી 6 વર્ષના ચિલ્ડ્રન ને આંગણવાડી દ્વારા નેચરલ જોઇફૂલ અને સિમ્યુલેટિંગ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરીને તેનો ગ્રોથ અને ડેવલોપમેન્ટ કરવામાં આવે છે.
    ICDS એ ચાઇલ્ડને બેઝિક એજ્યુકેશન પ્રોવાઇડ કરે છે.

આ સર્વિસ માં,
•સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન,
•ઇમ્યુનાઇઝેશન,
•હેલ્થ ચેકઅપ,
•મેડિકલ રેફરલ સર્વિસીસ,

ન્યુટ્રીશન ,
હેલ્થ એજ્યુકેશન ફોર વુમન,
6 વર્ષ સુધી ચાઇલ્ડ ને
નોન ફોર્મલ એજ્યુકેશન,
તથા આ સ્કીમ માં રૂરલ, અર્બન, સ્લમ તથા ટ્રાઇબલ એરિયા ની પ્રેગનેન્ટ અને નર્સિંગ મધર્સ નુ પણ ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવે છે.
ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ( ICDS) માં પ્રિવેન્ટીવ એન્ડ ડેવલોપમેન્ટ એફ્ટ્સ લેવામાં આવે છે.

ઓબ્જેકટીવ્સ:

  • 1) 0-6 વર્ષ ની એજના ચિલ્ડ્રન નું ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇમ્પ્રુવ કરવું.
  • 2) ચિલ્ડ્રન નું પ્રોપરલી સાઇકોલોજીકલ, ફિઝિકલ તથા સોશિયલ ડેવલપમેન્ટ થઇ શકે.
  • 3) ચિલ્ડ્રન નું મોર્ટાલિટી રેટ, મોરબીડિટી રેટ, માલન્યુટ્રીશન તથા સ્કૂલ ડ્રોપ આઉટ રેટ ઓછુ કરવુ.
  • 4) ચિલ્ડ્રન ના ડેવલોપમેન્ટ માટે વર્ક કરતા જુદા જુદા ડિપાર્ટમેન્ટ સાથે ઇફેક્ટીવ કોઓર્ડીનેશન કરવું.
  • 5)યોગ્ય ન્યુટ્રીશન અને હેલ્થ એજ્યુકેશન દ્વારા મધર ની કેપેબિલિટી અને બાળક ની ન્યુટ્રીશનલ જરૂરિયાતો વધારવા માટે.

સર્વિસ પેકેજ:

1) સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન,
2) ન્યુટ્રિશનલ હેલ્થ એજ્યુકેશન,
3) ઇમ્યુનાઇઝેશન,
4) હેલ્થ ચેકઅપ,
5) પ્રી સ્કૂલ નોન ફોર્મલ એજ્યુકેશન,
6) રેફરલ સર્વિસીસ,

•>1) સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન:

ટાર્ગેટ ગ્રુપ:

  • 0-6 યર સુધીના ચાઇલ્ડ,
  • પ્રેગનેન્ટ વુમન,
  • લેક્ટેટીંગ વુમન,
  • એક્સપેક્ટન્ટ મધર.
  • સર્વિસીસ પ્રોવાઇડેડ બાય:
  • આંગણવાડી વર્કર( AWW ),
  • આંગણવાડી હેલ્પર.

આમાં,

  • સપ્લીમેન્ટરી ફીડિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે.
    ગ્રોથ મોનિટરિંગ કરવામાં આવે છે.
    વિટામીન – A ડેફિશયન્સી ના પ્રોફાઇલેક્સીસ માટે વર્ક કરવામાં આવે છે.
    ન્યુટ્રીશનલ એનિમિયા ને કંટ્રોલ કરવા માટે પણ વર્ક કરવામાં આવે છે.
  • પ્રેગનેટ વુમન અને ચિલ્ડ્રન ને આઇડેન્ટીફાય કરવા માટે કોમ્યુનિટી માં સર્વે કરવામાં આવે છે.
  • સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન એ વર્ષમાં 300 દિવસ આપવામાં આવે છે.
  • ગ્રોથ મોનિટરિંગ અને ન્યુટ્રેશનલ સર્વેઇલન્સ આ બે એક્ટિવિટી પણ કરવામાં આવે છે.
  • તેના માટે ગ્રોથ ચાર્ટ નું મોનિટરિંગ કરવામાં આવે છે.
  • આ ગ્રોથ ચાર્ટ એ ન્યુટ્રીશનલ સ્ટેટસને ડિટેક્ટ કરવામાં હેલ્પફૂલ થાય છે. 3 વર્ષથી નીચેના ચાઇલ્ડ નુ મંથ માં એકવાર વેઇટ મેઝર કરવામાં આવે છે અને 3-6 વર્ષના ચાઇલ્ડ નુ વર્ષ દરમિયાન ચાર વખત વેઇટ તથા હાઇટ એ મેઝર કરવામાં આવે છે.
  • સિવ્યર માલનરીશ ચિલ્ડ્રન ને સ્પેશિયલ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે અને વધારે સારી મેડિકલ સર્વિસીસ મેળવવા માટે રીફર કરવામાં આવે છે.

2) ન્યુટ્રિશનલ હેલ્થ એજ્યુકેશન( NHED ):

  • ટાર્ગેટ ગ્રુપ
    વુમન ( 15- 45 )યર્સ. સર્વિસીસ પ્રોવાઇડેડ બાય
    આંગણવાડી વર્કર( AWW)
    ઓક્ઝિલરી નર્સ એન્ડ મીડવાઇફ ( ANM),
    મેડિકલ ઓફિસર( MO). ન્યુટ્રીશન એન્ડ હેલ્થ એજ્યુકેશન આંગણવાડી વર્કરના વર્ક માટેનું એક કી એલિમેન્ટ છે.
  • ન્યુટ્રીશન એન્ડ હેલ્થ એજ્યુકેશન (NHED) મા 15 થી 45 એ જ ગ્રુપ વચ્ચેની વુમન ની કેપેસિટી ને બિલ્ડ કરવા માટે તેને આઉન હેલ્થ ડેવલોપમેન્ટ નીડ તથા ચાઇલ્ડ અને ફેમેલી કેર વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • તેમાં ન્યુટ્રીશન માટેનું હેલ્થ એજ્યુકેશન એ દરેક પ્રેગનેન્ટ અને લેક્ટેટીંગ મધર ને પ્રોવાઇડ કરવામાં આવે છે અને તેમાં મોસ્ટ પ્રાયોરિટી એ નર્સિંગ એન્ડ એક્સપેક્ટન્ટ મધર ને આપવામાં આવે છે.

3) ઇમ્યુનાઇઝેશન:

  • ટાર્ગેટ ગ્રુપ
    6 યર ની એજ થી નીચેના ચાઇલ્ડ,
    પ્રેગ્નન્ટ મધર,
    લેક્ટેટીંગ મધર. સર્વિસિસ પ્રોવાઇડેડ બાય
    ઓક્સિલરી નર્સ એન્ડ મીડ વાઇફ (ANM ),
    મેડિકલ ઓફિસર( MO) ઇમ્યુનાઇઝેશન એ ખાસ કરીને પ્રેગ્નેટ વુમન અને ચિલ્ડ્રન ને 6 કિલર ડિસીઝ થી પ્રિવેન્ટ કરવા માટે આપવામાં આવે છે.
  • આ સિક્સ કિલર ડીઝીઝ જેમકે ડીપ્થેરીયા, પરટુસીઝ, ટીટેનસ, પોલિયો, હિપેટાઇટિસ બી( B ) તથા મિઝલ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે. વેક્સિન પ્રોવાઇડ કરવાથી આ મેજર ડીઝિઝના લીધે ચાઇલ્ડમાં જોવા મળતી મોરબીડીટી મોર્ટાલિટી, ડીશએબિલિટી, તથા માલન્યુટ્રીશન ને પ્રિવેન્ટ કરી શકાય છે.
    પ્રેગનેટ વુમનને TT સામેનું ઇમ્યુનાઇઝેશન એ મેટર્નલ એન્ડ નિયોનેટ મા ટીટેનસ ના રેટ ને પ્રિવેન્ટ કરે છે.

4) હેલ્થ ચેકઅપ:

  • ટાર્ગેટ ગ્રુપ
  • છ વર્ષથી નીચેના ચાઇલ્ડ ,
  • પ્રેગ્નન્ટ વુમન ,
  • લેક્ટેડિંગ વુમન. સર્વિસીસ પ્રોવાઇડેડ બાય ઓક્સિલરી નર્સ એન્ડ મીડ વાઇફ (ANM ),
  • મેડિકલ ઓફિસર( MO),
  • આંગણવાડી વર્કર (AWW). તેમાં છ વર્ષથી નીચેના ચાઇલ્ડ એન્ટીનેટલ મધર, પોસ્ટર મધર ને કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • તેમાં આંગણવાડી વર્કર,PHC સ્ટાફ, દ્વારા જુદા જુદા હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • તેમાં, રેગ્યુલર હેલ્થ ચેકઅપ,
  • ઇમ્યુનાઇઝેશન,
  • મેનેજમેન્ટ ઓફ માલન્યુટ્રીશન,
  • ટ્રીટમેન્ટ ઓફ ડાયરીયા,
  • ડિવોર્મીંગ,
  • મેડિસિન ડિસ્ટ્રીબ્યુશન,
  • એન્ટિનેટલ-પોસ્ટનેટલ ચેકઅપ ,
  • આયર્ન એન્ડ ફોલિક એસિડ સપ્લીમેન્ટરી મેડીકેશન,
  • રેસ્પીરેટ્રી ટ્રેક ઇન્ફેક્શન ની ટ્રીટ કરવા માટેની સર્વિસીસ,
  • આ પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે. તેમાં સાથે સાથે પ્રોફાઇલેક્સિસ અગેઇન્સ્ટ ડેફિશયન્સી ઓફ વિટામીન A એન્ડ એનિમિયા ની પણ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં આવે છે.

5) પ્રી સ્કૂલ નોન ફોર્મલ એજ્યુકેશન:

  • ટાર્ગેટ ગ્રુપ
  • ત્રણ થી છ વર્ષ સુધીના ચિલ્ડ્રન. સર્વિસ પ્રોવાઇડેડ બાય
  • આંગણવાડી વર્કર(AWW). નોન ફોર્મલ પ્રી-સ્કૂલ એજ્યુકેશન એ એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. પ્રિ-સ્કૂલ એજ્યુકેશન(PSE) એ ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ ( ICDS ) નું બેકબોન છે.
  • આંગણવાડી સેન્ટર દ્વારા આ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં આવે છે.

6) રેફરલ સર્વિસીસ:

ટાર્ગેટ ગ્રુપ:

  • છ વર્ષથી નીચેના ચાઇલ્ડ,પ્રેગ્નન્ટ વુમન,
  • લેક્ટેટીંગ મધર સર્વિસિસ પ્રોવાઇડેડ બાય ઓક્ઝિલરી નર્સ એન્ડ મીડ વાઇફ (ANM ),
  • મેડિકલ ઓફિસર( MO),
  • આંગણવાડી વર્કર (AWW). જ્યારે ચિલ્ડ્રન નું હેલ્થ ચેકઅપ અને ગ્રોથ મોનિટરિંગ કરતા હોય ત્યારે સિક અને માલનરીશ ચિલ્ડ્રન અને એવા ચિલ્ડ્રન કે જેને ઇમિડીયેટ મેડિકલ અટેન્શન ની જરૂર હોય તેવા ચાઇલ્ડ આઇડેન્ટીફાય કરી પ્રાયમરી હેલ્થ સેન્ટર( PHC ) તથા સબ સેન્ટર પર રિફર કરે છે.
  • આંગણવાડી વર્કર(AWW) એ ડીસએબિલિટીસ ને ડિટેક્ટ કરી તેવા ચાઇલ્ડ નું લિસ્ટ પ્રિપેર કરે છે અને તેના માટે સ્પેશિયલ રજીસ્ટર બનાવે છે અને તેવા ચાઇલ્ડ ને ફરધર ટ્રીટમેન્ટ માટે રિફર કરે છે.
  • આમ,.ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ( ICDS ) એ મેટરનલ તથા ચાઇલ્ડ ના હેલ્થ ઇશ્યુસ ને અસેસ કરવા માટે , માલન્યુટ્રીશન ને રીડયુઝ કરવા માટે તથા ચાઇલ્ડ હુડ ડેવલોપમેન્ટ ને પ્રમોટ કરવા માટે એક ક્રુશિયલ રોલ પ્લે કરે છે

🔸h. National Eradication Programme – નેશનલ ઈરાડીકેશન પ્રોગ્રામ

નેશનલ ઇરાડીકેશન પ્રોગ્રામ:

  • નેશનલ ઇરાડીકેશન પ્રોગ્રામ એ પર્ટીક્યુલર ડીસીઝ ને ઇરાડીકેશન કરવા અથવા પ્રિવેન્ટ કરવાના હેતુથી કોમ્પ્રાહેંસીવ પબ્લિક હેલ્થ ઇનીસિએટીવ્સ છે.
    આ કાર્યક્રમોના ગોલ, સ્ટ્રેટેજીસ અને ઉદ્દેશ્યો ડિસીઝ ને લક્ષ્યમાં રાખીને બદલાઈ શકે છે.
  • અહીં ઇન્ડિયા મા કેટલાક મુખ્ય નેશનલ ઇરાડીકેશન પ્રોગ્રામ અવેઇલેબલ છે:

1) નેશનલ વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ( NVBDCP)

ઓબ્જેકટીવ
વેક્ટર બોર્ન ડીસીઝ જેમકે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તથા ફાઇલેરિયા જેવા ડીસીઝ ને કંટ્રોલ કરવું અથવા તેનું એલિમિનેશન કરવું.

કી સ્ટ્રેટેજીસ

  • ડીસીઝ સર્વેલન્સ
  • ડીસીઝ ના ઇન્સિડન્સ તથા વેક્ટર પોપ્યુલેશન નું રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.
  • વેક્ટર કંટ્રોલ ઇન્ડોર રેસીડ્યુઅલ સ્પ્રેઇંગ, બેડ નેટ નું ડિસ્ટ્રીબ્યુશન
    તથા લારવાસાઇડલ એક્ટિવિટી જેવા પગલાં લેવા.
  • પબ્લિક અવેરનેસ
  • વેક્ટર બોર્ન ડીસીઝ ના પ્રિવેન્શન તરીકે હેલ્થ એજ્યુકેશન કમ્પેઇન સ્ટાર્ટ કરવુ.
  • ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ
  • પબ્લિક હેલ્થ ફેસીલીટીસ દ્વારા ડાયગ્નોસીસ તથા ટ્રીટમેન્ટ કરવું.

2) નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ(NIP)

  • ઓબ્જેકટીવ વેક્સિનેશનથી અટકાવી શકાય તેવા ડિસીઝ ને રોકવા માટે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન કવરેજ પ્રાપ્ત કરવુ.

કી સ્ટ્રેટેજીસ

  • વેક્સિનેશન સર્વિસીસ ચિલ્ડ્રન તથા પ્રેગ્નેટ વુમન માટે રુટિન્લી ઇમ્યુનાઇઝેશન પ્રોવાઇડ કરવું.
  • વેક્સિનેશન કમ્પેઇન હાઇ રિસ્ક એરિયા અને કેચ-અપ ઇમ્યુનાઇઝેશન માટે સ્પેશિયલ કમ્પેઇન.
  • કોલ્ડ ચેઇન મેન્ટેનન્સ વેક્સિન નું સેફ સ્ટોરેજ તથા ટ્રાન્સપોર્ટેશન થાય તેની ખાતરી કરવી.
  • મોનિટરિંગ એન્ડ ઇવાલ્યુએશન રસીકરણ કવરેજ અને ઇફેક્ટિવનેસ નુ ટ્રેકિંગ.

3) નેશનલ પોલિયો ઇરાડીકેશન પ્રોગ્રામ(NPEP)

  • ઓબ્જેકટીવ ઇન્ડિયામાંથી પોલિયો નું ઇરાડીકેશન કરવું.

કી સ્ટ્રેટેજીસ

  • પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન નેશન વાઇસ વેક્સિનેશન કમ્પેઇન
  • સર્વેઇલેન્સ એક્યુટ ફ્લેસિડ પેરાલાઇસિસ (AFP) નું સર્વેઆલન્સ કરવું તથા એન્વાયરમેન્ટલ મોનિટરિંગ કરવું.
  • માસ ઇમ્યુનાઇઝેશન રેગ્યુલર નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે .

4) નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમિનેશન પ્રોગ્રામ(NTEP)

  • ઓબ્જેકટીવ ટ્યુબરક્યુલોસીસ ને પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ તરીકે દૂર કરવું.

કી સ્ટ્રેટેજીસ

ડાયરેક્ટ ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ( DOTS )

ટીબી ટ્રીટમેન્ટ ના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું.

  • કેસ ફાઇન્ડિંગ સ્ક્રિનિંગ પ્રોગ્રામ દ્વારા એક્ટિવ કેસીસ નું ડિટેકશન કરવું.
  • પબ્લિક હેલ્થ એજ્યુકેશન ટીબીના પ્રિવેન્શન તથા ટ્રીટમેન્ટ માટેના અવેરનેસ કમ્પેઇન ચલાવવા.
  • ડ્રગ મેનેજમેન્ટએન્ટીટ્યુબરક્યુલોસિસ ડ્રગ ના અવેઇલીબીલીટી નો ખાતરી કરવી.

5) નેશનલ લેપ્રસી ઇરાડીકેશન પ્રોગ્રામ( NLEP)

  • ઓબ્જેકટીવપબ્લિક હેલ્થ પ્રોબ્લેમ તરીકે લેપ્રસીને ઇરાડીકેશન કરવું.

કી સ્ટ્રેટેજીસ

  • મલ્ટીડ્રગ થેરાપીપબ્લિક હેલ્થ સિસ્ટમ થ્રુ ફ્રી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
  • સર્વેઇલેન્સ ન્યુ કેસીસ નું આઇડેન્ટીફાય કરવું તથા તેને ટ્રીટ કરવા.
  • પબ્લિક અવેરનેસ કોમ્યુનિટીમાં લેપ્રસી વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું તથા તેના વિશેના સિગ્મા ને રીડ્યુસ કરવું.

6) નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ( NFCP ):

  • ઓબ્જેકટીવ લીમ્ફેટીક ફાઇલેરીયાસીસ નું કંટ્રોલ અથવા તેનું એલિમિનેશન કરવું.
  • કી સ્ટ્રેટેજીસ માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અફેક્ટેડ પોપ્યુલેશન માં એન્ટિફાયરિયલ મેડીકેશન પ્રોવાઇડ કરવી.

વેક્ટર કંટ્રોલ

  • મસ્કીટોસના બ્રીડિંગ સાઇટ્સ અને રીડયુઝ કરવા માટેના મેઝર્સ લેવા.
  • સર્વેઇલેન્સ એન્ડ મોનીટરિંગ
    ડીસીઝ ના ઇન્સિડન્સ ને તથા પ્રોગ્રામના ઇફેક્ટિવનેસ ટ્રેકિંગ કરવું.

•>જનરલ ઓબ્જેક્ટીવ્સ ઓફ નેશનલ ઇરાડીકેશન પ્રોગ્રામ

1) ડીસીઝ એલિમિનેશન
પોપ્યુલેશન માંથી ટાર્ગેટેડ ડિસીઝ નું ઇરાડીકેશન કરવું.

2) હેલ્થ પ્રમોશન ડીસીઝ પ્રિવેન્શન તથા હેલ્થ એજ્યુકેશન દ્વારા પબ્લિક ના હેલ્થ મા ઇમ્પ્રુવમેન્ટ લાવવી.

3) અર્લી ડિટેકશન કોઇપણ ડીસીઝ ને આઉટબ્રેક થતું પ્રિવેન્ટ કરવા માટે તેનુ અર્લી આઇડેન્ટિફિકેશન કરવું તથા તેની ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.

4) એક્સેસ ટુ કેર

  • ઓલ પોપ્યુલેશનમાં ઇક્વીટેબલ હેલ્થ કેર સર્વિસીસ પ્રોવાઇડ કરવી.
  • આ પ્રોગ્રામ એ પબ્લિક હેલ્થ માં સુધારો કરવા, અને હેલ્થ માટે નોંધપાત્ર ખતરો ઉભી કરતા ડિસીઝ ને કંટ્રોલ કરવા માટેની ભારતની કમિટમેન્ટ ને રિફ્લેક્ટ કરે છે. આમ, નેશનલ ઇરાડીકેશન પ્રોગ્રામ એ પર્ટીક્યુલર ડીસીઝ ને ઇરાડીકેશન કરવા અથવા પ્રિવેન્ટ કરવાના હેતુથી કોમ્પ્રાહેંસીવ પબ્લિક હેલ્થ ઇનીસિએટીવ્સ છે

Q-3 (A) Fill in the blanks. ખાલી જગ્યા પૂરો .10

🔸1) T.B day celebrated on——- ટી.બી દિવસ——-દિવસે ઉજવાય છે.24 March

🔸2) P.E.M stands for ———— પી.ઈ.એમ એટલે—————–PEM:
Protein-Energy Malnutrition( પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન).

🔸3) At birth average normal weight of the newborn is —–gm. જન્મ સમયે સરેરાશ નવજાત શિશુનું વજન———– ગ્રામ હોય છે.2.5 – 3.8 Kg

🔸4) Alma atta conference was held in———-year. અલ્ટા-આટા કોન્ફરન્સ——–વર્ષમાં ભરાઈ હતી.1978

🔸5)——-month is known as antimalarial month. ——–માસને એન્ટીમેલેરીયા માસ તરીકે ઓળખવામાં આવે છે.June

🔸6) ———–test is done for diagnosis for tuberculosis. ———-ટેસ્ટ ટીબીના નિદાન માટે કરાય છે.Tuberculin Skin Test (TST)(Mantoux test)

🔸7) Covid-19 is spread through———- Covid-19 —–થી ફેલાય છે.respiratory droplets.

🔸8) Early registration means——-weeks registration. વહેલી નોંધણી એટલે——અઠવાડિયે નોંધણી.12 week Registration

🔸9) PNDT act is enacted to prevent abortion of—— PNDT એકટ —–નું એબોર્શન અટકાવવા ઘડવામાં આવ્યો છે.female foeticide (સ્ત્રી ભ્રુણ હત્યા)

🔸10) Community development block covers———villages. કોમ્યુનીટી ડેવલ્પમેન્ટ બ્લોક———ગામ કવર કરે છે. 100 village .


⏩(B) State whether following statements are True or False. 10 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો

1) A.R.T is given to H.I.V patient. એચ.આઈ.વી ના દર્દીને A.R.T અપાય છે.✅

2) M.T.P can be done upto 28 weeks. ૨૮ અઠવાડિયા સુધી M.T.P થઈ શકે છે.❌

(Reason :=મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) અધિનિયમ મુજબ, મેરીડ વુમન, રેપ સર્વાઇવર અને અલગ-અલગ-વિકલાંગ અને સગીરો જેવા વલનરેબલ ગ્રુપ ને 24 વીક સુધી ટર્મિનેશન માટેની મંજૂરી હોય છે.)

3) One P.H.C covers 3000 population. એક પ્રાયમરી હેલ્થ સેન્ટર ૩૦૦૦ ની વસ્તી કવર કરે છે.❌

( Reason := એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર( PHC)એ પ્લેઇન એરિયા મા 30,000 પોપ્યુલેશન જ્યારે હિલી, ટ્રાઇબલ તથા બેકવર્ડ એરિયા મા 20,000 ની પોપ્યુલેશન કવર કરે છે. )

4) C.D.H.O is the head of P.H.C. સી.ડી.એચ.ઓ તે પ્રાયમરી હેલ્થ સેન્ટરના વડા છે.❌

( CDHO( ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ):
ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર જિલ્લા સ્તરે(ડિસ્ટ્રિક્ટ લેવલે) પબ્લિક હેલ્થ પ્રોગ્રામ અને હેલ્થ એડમિનિસ્ટ્રેશન માટેની દેખરેખ રાખે છે.
જ્યારે , પ્રાયમરી હેલ્થ સેન્ટર( PHC ) ના હેડ મેડિકલ ઓફિસર( MO) હોય છે.)

5) Oral Rehydration does not contain calcium lactate. O.R.S માં કેલ્શિયમ લેકટેટ હોતુ નથી.✅

6) Diarrhea and ARI is the main causes of under-five mortality. ઝાડા અને એક્યુટ રેસ્પીરેટરી ઈન્ફેક્શન પાંચ વર્ષથી નાના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે.✅

7) P.P.L.U.C.D is introduced soon after delivery. પી.પી.આઈ.યુ.સી.ડી નો ડીલીવરી પછી તુરંત જ મૂકાય છે.✅

8) Mid-day meal programme is also called noon meal programme. મીડ-ડે મીલ પ્રોગ્રામને બપોર ભોજન પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે.✅

9) Four time A.N.C examination done during ANC period. એન્ટીનેટલ પીરીયડ દરમ્યાન ૪ વખત તપાસ થાય છે.✅

10) Condom prevents S.T.D. કોન્ડમ એસ.ટી.ડી અટકાવે છે.✅

(C) Write Multiple Choice Questions. નીચેના માંથી સાચો વિકલ્પ લખો. 10

1) Malaria is transmitted by મેલેરિયાનો ફેલાવો આના દ્વારા થાય છે

a) Female anopheles- સ્ત્રી એનોફિલ્સ

c) Virus- વાયરસ

b) Bacteria- C

d) aedes- એડિસ

2) Anganwadi worker covers population. આંગણવાડી વર્કર વસ્તી કવર કરે છે.

a) 1000

c) 4000

b) 5000

d) 2000

3) Head quarter of W.H.O located in W.H.O નું હેડકર્વાટર આવેલું છે.

a) Geneva- જીનેવા

c) Delhi- દિલ્હી

b) U.S.A- યૂુ.એસ.એ.

d) U.K- યુ .કે .

4) Covid-19 mainly affects to કોવિડ–૧૯ મુખ્યત્વે અસર કરે છે.

a) Reproductive System – રીપ્રોડકટીવ સીસ્ટમ

c) Urinary System- યુરીનરી સીસ્ટમ

b) Skeletal System- સ્કેલેટ સીસ્ટમ

d) Respiratory System- રેસ્પીરેટરી સીસ્ટમ


5) Permanent method of family planning for male પુરૂષો માટેની કાયમી ફેમિલી પ્લાનીંગ મેથડ

a) Copper-T- કોપર-ટી

c) Tubectomy – ટયુબેક્ટોમી

b) Oral Pills – ઓરલ પીલ્સ

d) Vasectomy – વાસેકટોમી

6) A patient at subcentre can be referred to સબસેન્ટરમાંથી પેશન્ટને રીફર કરવામાં આવે છે

a) P.H.C -પી.એચ.સી

c) District Hospital – જિલ્લા હોસ્પિટલ

b) C.H.C – સી.એસ.સી.

d) Specialty Hospital -સ્પેશિયાલિટી હોસ્પિટલ

7) Census is take place every વસ્તી ગણતરી દર આટલાં વર્ષે કરવામાં આવે છે

a) 10 Years – 10 વર્ષ

с) 05 Years -05 વર્ષ

b) 20 Years – 20 વર્ષ

d) 02 Years – 02 વર્ષ

8) The maternal health services includes માતૃ કલ્યાણ સેવાઓમાં સમાવેશ થાય છે

a) Antenatal Care- એન્ટીનલ કેર

c) Postnatal Care- પોસ્ટનેટલ કેર

b) Intranatal Care- ઇન્ટ્રાનેટલ કેર

d) All of above- ઉપરના બધા

9) Which of the following is not a communicable disease નીચેનામાંથી ક્યો કોમ્યુનીકેબલ ડીસીસ નથી

a) Malaria – મેલરિયા

c) AIDS – એઈડ્સ

b) T.B – ટી.બી

d) Cancer -કેન્સર

10) In severe anemia hemoglobin is less than સીવીયર એનિમિયામાં હીમોગ્લોબીન આના કરતા ઓછું હોય છે.

a) 10 mg

c) 08 mg

b) 09 mg

d) 06 mg

💪 💥☺ALL THE BEST ☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as GNM-T.Y.CHN-II-PAPERS