skip to main content

GNM-T.Y–Midwifery& Gynecological-date-03/09/2019 (done-UPLOAD-PAPER NO.1)

GNM-T.Y–Midwifery& Gynecological-date-03/09/2019

⏩ Q-1 🔸 the benefits of the Pelvis. 03 પેલ્વિસ ના ફાયદાઓ લાખો.

પેલ્વિસ ના ફાયદાઓ : પેલ્વિસ એ હ્યુમન બોડી માં એક ક્રુશિયલ એનાટોમિક સ્ટ્રક્ચર છે, જે ઘણા મુખ્ય ફાયદાઓ પ્રોવાઇડ કરે છે:

1) સપોર્ટ એન્ડ સ્ટેબિલિટી: પેલ્વિસ એ સ્પાઇન નો પાયો બનાવે છે અને જ્યારે ઊભા અને બેઠા હોય ત્યારે શરીરના ઉપરના ભાગના વજન ને ટેકો આપે છે. તે મુવમેન્ટ અને લોકોમોશન માટે સ્ટેબલ બેઝ તરીકે પણ કામ કરે છે.

2) પ્રોટેક્શન ઓફ ઓર્ગન: પેલ્વિસ એ વાઇટલ રીપ્રોડક્ટિવ ઓર્ગન (જેમકે યુટ્રસ ,ઓવરીસ એન્ડ ટેસ્ટીસ),યુરિનરી બ્લાડર, એન્ડ પાર્ટ ઓફ ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ ને એનક્લોઝ તથા તેને પ્રોટેક્ટ કરવા નુ વર્ક કરે છે.

3) ચાઇલ્ડ બર્થ: ચાઇલ્ડ બર્થ સમય દરમિયાન પેલ્વિસ એક પેસેજવે (બર્થ કેનાલ) પ્રોવાઇડ કરી ને ક્રિટીકલ રોલ પ્લે કરે છે જેના દ્વારા ચાઇલ્ડ ને બર્થ આપી શકાય છે. ડિલિવરી મા સરળતા અથવા મુશ્કેલી થશે એ પેલ્વિસના આકાર અને તેના કદ પર આધાર રાખે છે.

4) અટેચમેન્ટ ઓફ મસલ્સ: ન્યુમેરિયસ(અસંખ્ય) મસલ્સ એ પેલ્વિસ બોન સાથે અટેચ થયેલા હોય છે જેમ કે મસલ્સ ઓફ ધ લોવર બેક, એબડોમન,બટક્સ ( ગ્લુટીઅલ મસલ્સ)એન્ડ પેલ્વિક ફ્લોર મસલ્સ આ મસલ્સ એ પોસ્ચર, મુવમેન્ટ અને સ્ટેબીલિટી માટે કન્ટ્રીબ્યુસન પ્રોવાઇડ કરે છે.

5) વેઇટ ડિસ્ટ્રીબ્યુશન: પેલ્વિસ એ જ્યારે ઉભા હોય અને ચાલતા હોય ત્યારે શરીરના ઉપરના ભાગના વજન ને નીચલા અંગો પર સમાનરૂપે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં મદદ કરે છે, સ્પાઇન અને લોવર બેક ના નીચેના ભાગ પરનો સ્ટ્રેસ પણ ઓછો કરે છે.

6)સપોર્ટ એન્ડ પ્રોટેક્ટ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ: પેલ્વિક ફ્લોર મસલ્સ એ રીપ્રોડક્ટિવ ઓર્ગેન્સ ને પ્રોપરલી સપોર્ટ તથા પ્રોટેક્શન પ્રોવાઇડ કરવામાં પણ અગત્યનો રોલ પ્લે કરે છે.

7)બ્લડ વેસેલ્સ એન્ડ નર્વ પથવે:

  • પેલ્વિસમાં મેજર બ્લડ વેસેલ્સ તથા નર્વ પથવે આવેલ હોય છે કે જે લોવર લિમ્બસ ને તથા પેલ્વિસ ઓર્ગન ને સપ્લાય કરે છે તથા પ્રોપર સરક્યુલેશન અને નર્વ પથવે ને મેઇન્ટેન રાખવા માટે નુ વર્ક કરે છે.
  • ઓવરઓલ, પેલ્વિન એ પોસ્ચર ને મેઇન્ટેન કરવા માટે,મુવમેન્ટ ના ફેસિલીટેટીંગ માટે, ઇન્ટર્નલ ઓર્ગન ના પ્રોટેક્શન માટે, તથા રિપ્રોડક્ટિવ અને યુરીનરી ફંકશનને સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે અગત્ય નુ છે.
  • તેની સ્ટ્રકચરલ ઇન્ટીગ્રીટી એ ઓવરઓલ હેલ્થ તથા વેલ્બીંગ માટે વાઇટલ હોય છે.
  • આમ, આ પ્રમાણે પેલ્વિસના ઘણા મહત્વના ફાયદાઓ હોય છે.

🔸 b. Write the difference between- True Pelvis and False Pelvis. 04 તફાવત વખો-ટુ પેલ્વિસ અને ફોલ્સ પેલ્વિસ

ટ્રુ પેલ્વિસ અને ફોલ્સ પેલ્વિસ નો તફાવત:

  • હ્યુમન પેલ્વિસ બે મુખ્ય પાટૅ માં ડિવાઇડ થયેલુ છે:
  • ટ્રુ પેલ્વિસ(લેસર પેલ્વિસ) અને ફોલ્સ પેલ્વિસ (ગ્રેટર પેલ્વિસ).
  • અહીં ટ્રુ પેલ્વિસ અને ફોલ્સ પેલ્વિસ વચ્ચેના ડિફરન્સ આપેલો છે:

ટ્રુ પેલ્વિસ (લેસર પેલ્વિસ) :

1) લોકેશન અને સાઇઝ:

  • લોકેશન ટ્રુ પેલ્વિસ એ પેલ્વિક કેવિટી ની ઇન્ફિરીયર સુધી અને ઊંડે સુધી લોકેટેડ હોય છે, જે પેલ્વિક બ્રીમ (પેલ્વિક ઇનલેટ) અને પેલ્વિક ફ્લોરની વચ્ચે લોકેટેડ હોય છે.
  • સાઇઝ ફોલ્સ પેલ્વિસ ની સરખામણીમાં પ્રમાણમાં નાનું અને સાંકડું હોય છે.

2)કન્ટેન્ટ:

  • પેલ્વિક ઇનલેટ ટ્રુ પેલ્વિસની ઉપરની બાઉન્ડ્રી ને પેલ્વિક ઇનલેટ કહેવામા આવે છે.
  • પેલ્વિક આઉટલેટ ટ્રુ પેલ્વિસ ની લોવર બાઉન્ડ્રી કે જેમાં પેલ્વિક ફ્લોર અને એવા સ્ટ્રક્ચર્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે જેના દ્વારા ચાઇલ્ડબર્થ સમય દરમિયાન બેબી એ પાસ થાય છે.
  • પેલ્વિક કેવિટી ટ્રુ પેલ્વિસ ની એવી સ્પેસ કે જેમાં પેલ્વિક ઓર્ગન્સ જેમકે, બ્લાડર, રેક્ટમ એન્ડ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ તથા ગેસ્ટરોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક ના પાર્ટ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

3)ફંકશન:

  • પેલ્વિક ઓર્ગન્સ ને સપોર્ટ તથા પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.
  • ચાઇલ્ડ બર્થ સમયે બર્થ કેનાલ ના માર્ગ તરીકે વર્ક કરે છે.
  • પેલ્વિક સ્ટેબિલિટી તથા વેઇટ ને સ્પાઇન થી લોવર લીમ્બ્સ માં ટ્રાન્સમિશન કરવા માટે ક્રુશિયલ રોલ પ્લે કરે છે.

4) શેપ: તે કવ્ડ સિલિન્ડ્રીકલ શેપનું હોય છે.

5) ક્લિનિકલ સિગ્નિફિકન્સ: ઓબ્સ્ટ્રેટિક ઇવાલ્યુએશન મા ટ્રુ પેલ્વિસ ના ડાયમેન્શન તથા શેપને નું અસેસમેન્ટ એ અગત્યનું હોય છે કારણ કે તે લેબર અને ડીલેવરી સમય દરમિયાન અફેક્ટ કરે છે.

••>ફોલ્સ પેલ્વિસ (ગ્રેટર પેલ્વિસ):

1) લોકેશન એન્ડ સાઇઝ:

  • લોકેશન ફોલ્સ પેલ્વિસ એ પેલ્વિક બ્રીમ થી ઉપર ના ભાગને કહે છે.
  • સાઇઝ ટ્રુ પેલ્વિસ ની સરખામણીમાં લાર્જર તથા વધારે પ્રમાણમાં સ્પેસ ને કવર કરે છે.

2) કન્ટેન્ટ: પેલ્વિક ઓર્ગન્સ ના બદલે વધારે પ્રમાણમાં એબડોમીનલ ઓર્ગન્સ તથા સ્ટ્રક્ચર આવેલા હોય છે.

  • ઇલિયાક ક્રેસ્ટ ફોલ્સ પેલ્વિસની ઉપરની બાઉન્ડ્રી,કે જે ઇલિયાક બોન દ્વારા રચાય છે.
  • એબડોમીનલ ઓર્ગન્સ એબડોમિનલ ઓર્ગન્સ માં ઇન્ટેસ્ટાઇન(સ્મોલ એન્ડ લાર્જ ઇન્ટેસ્ટાઇન),કિડની, તથા એબડોમીનલ કેવીટીના લોવર પોર્શન નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

3) ફંકશન:

  • એબડોમીનલ ઓર્ગન્સ ના વેઇટ ને સપોર્ટ પ્રોવાઇડ કરે છે.
  • સ્પાઇન ને પેલ્વિસ તથા લોવર લીમ્બ્સ સાથે કનેક્ટ કરતા મસલ્સ તથા લિગામેન્ટસ ને એટેચમેન્ટ સાઇડ પ્રોવાઇડ કરે છે.
  • સ્ટેન્ડિંગ અને વૉકિંગ દરમિયાન મુવમેન્ટ અને સ્ટેબિલીટી ની ફેસિલિટીસ પ્રોવાઇડ કરે છે.
  • એન્લાર્જ થયેલા યુટ્રસ ને પ્રેગનેન્સી સમય દરમિયાન સપોર્ટ પ્રોવાઇડ કરે છે.

4) શેપ: ટ્રુ પેલ્વિસની સરખામણીમાં ફ્લેટર અને વધારે ઓપન હોય છે.

5) ક્લીનીકલ સિગ્નિફિકન્સ: ઓબ્સ્ટ્રેટિક ઇવાલ્યુએશન માં ફોલ્સ પેલ્વિસ નુ ઓછું ઇન્વોલ્વમેન્ટ હોય છે પરંતુ એબડોમીનલ કેવીટી ની અને પેલ્વિક રિજીયન ની સર્જરી માં અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે તે લોવર એબડોમન અને પેલ્વિસ ની સર્જીકલ પ્રોસિઝર દરમિયાન ઍક્સેસ અને સપોર્ટ પ્રોવાઇડ કરે છે.

••>ઇન શોર્ટ:

  • ટ્રુ પેલ્વિસ :પેલ્વિક કેવીટી ની અંદર ઊંડે સુધી આવેલુ હોય છે, કદમાં નાનું, અને પેલ્વિક ઓર્ગન્સ ધરાવે છે.ટ્રુ પેલ્વિસ એ ચાઇલ્ડ બર્થ સમયે અને પેલ્વિક સ્ટેબિલિટી માં ડાયરેક્ટ રોલ પ્લે કરે છે.
  • ફોલ્સ પેલ્વિસ: ફોલ્સ પેલ્વિસ એ પેલ્વિક બ્રીમ ની ઉપર આવેલુ હોય છે ,કદ માં મોટું અને એબડોમન ના ઓર્ગન્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે. તે એબડોમીનલ કેવીટી ને સપોર્ટ પ્રોવાઇડ કરે છે અને ટ્રુ પેલ્વિસ માટે બેઝ તરીકે વર્ક કરે છે.
  • આમ, ટ્રુ પેલ્વિસ તથા ફોલ્સ પેલ્વિસ વચ્ચેનો ડિફરન્સ આ મુજબ છે.

🔸 c. Explain the types of Pelvis, પેલ્વિસના પ્રકાર વિશે સમજાવો.05

પેલ્વિસના પ્રકાર:

એનાટોમી મા પેલ્વિસ ને તેના આકાર અને ડાયમેન્સન્સ ના આધારે 4 પ્રકારોમાં કેટેગરાઇઝ્ડ કરી શકાય છે.
આ ક્લાસિફિકેશન એ વિવિધ મેડિકલ ફિલ્ડસ માં અગત્ય નુ હોય છે, મેઇન્લી ઓબસ્ટેટ્રીક અને ઓર્થોપેડિક્સ, કારણ કે તે ચાઇલ્ડ બર્થ ના આઉટકમ ને તથા પેલ્વિક ફ્રેક્ચર ના રિસ્ક ને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે.

અહીં ,પેલ્વિસના મુખ્ય (4 )ટાઇપ આપેલા છે:

  • 1) ગાઇનેકોઇડ પેલ્વિસ,
  • 2)એન્ડ્રોઇડ પેલ્વિસ,
  • 3)એન્થ્રોપોઇડ પેલ્વિસ,
  • 4)પ્લેટિપેલોઇડ પેલ્વિસ.

1) ગાઇનેકોઇડ પેલ્વિસ: હ્યુમન બિંગ મા 50 % જેટલા પેલ્વિસ એ ગાઇનેકોઇડ ટાઇપના હોય છે. તેથી બીજા ટાઇપના પેલ્વિસ કરતાં ગાઇનેકોઇડ એ હાઇએસ્ટ ટાઇપ નું પેલ્વિસ છે.

  • ડિસ્ક્રિપ્શન: ગાયનેકોઇડ પેલ્વિસ ને સામાન્ય રિતે ફિમેલ પેલ્વિસ કહેવામા આવે છે, જે રાઉન્ડ શેપ નો હોય છે.
  • ગાઇનેકોઇડ પેલ્વિસ ની કેવિટી એ વાઇડ તથા સેલો હોય છે.
  • ઓપ્ટીમલ ફોર ચાઇલ્ડબર્થ: આ શેપ એ ચાઇલ્ડબર્થ માટે આઇડિયલ હોય છે કારણ કે તે બર્થકેનાલ માંથી ચાઇલ્ડ ને પાસ થવા માટે એડિક્યુએટ અમાઉન્ટ મા સ્પેસ પ્રોવાઇડ કરે છે.
  • ક્લિનિકલ સિગ્નિફિકન્સ: ગાયનેકોઇડ પેલ્વિસ અન્ય પેલ્વિસ ના પ્રકારોની સરખામણીમાં ઇઝી અને સ્મુથ ચાઇલ્ડ બર્થ સાથે સંકળાયેલ હોય છે.

2)એન્ડ્રોઇડ પેલ્વિસ: એન્ડ્રોઇડ પેલ્વિસ એ 20% જેટલા હ્યુમન બિંગમાં જોવા મળે છે.

  • ડિસ્ક્રિપ્શન એન્ડ્રોઇડ પેલ્વિસ શેપ અને સ્ટ્રક્ચર માં મેલ પેલ્વિસ જેવું લાગે છે.
  • તથા એ હાર્ટ શેપ નુ હોય છે.

કેરેક્ટેરાઇસ્ટીક

  • હાર્ટ શેપ પેલ્વિક ઇન્લેટ એન્ડ્રોઇડ પેલ્વિસ મા પેલ્વિક બ્રીમ એ હાર્ટ શેપ નું હોય છે તથા તેમાં એન્ટિરિયર-પોસ્ટીરીયર ડાયામીટર એ નેરો હોય છે તથા ટ્રાન્સવર્સ ડાયામીટર એ વાઇડ હોય છે.
  • પ્રોમીનેન્ટ સેક્રમ સેક્રમ વધુ આગળ થાય છે, જેના કારણે પેલ્વિક કેવિટી એ સાંકડી થાય છે.
  • લેસ ફેવરેબલ ફોર ચાઇલ્ડ બર્થ: નેરો પેલ્વિક ઇન્લેટ અને ચાઇલ્ડ ને પાસ કરવાની એબીલિટી એ રિડ્યુઝ થવાના કારણે એન્ડ્રોઇડ પેલ્વિસ ચાઇલ્ડ બર્થ માટે ઓછા ફેવરેબલ હોય છે.
  • ક્લિનિકલ સિગ્નિફિકન્સ એન્ડ્રોઇડ પેલ્વિસ ના કારણે ઓબસ્ટ્રક્ટેડ લેબર થવાના રિસ્ક એ ઇન્ક્રીઝ થય શકે છે. જેના કારણે ચાઇલ્ડ બર્થ માટે ફરધર બીજા ઇન્ટરવેશન કરવાની જરૂરિયાત રહે છે.

3)એન્થ્રોપોઇડ પેલ્વિસ: એન્થ્રોપોઇડ પેલ્વિસ એ 25 % જેટલા હ્યુમનબિંગ માં મોસ્ટલી જોવા મળે છે

  • ડિસ્ક્રિપ્શન એન્થ્રોપોઇડ પેલ્વિસ એ ઓવલ શેપ નુ પેલ્વિસ છે.

ફિચર્સ

  • ઓવલ પેલ્વિક ઇનલેટ એન્થ્રોપોઇડ પેલ્વિસ માં એન્ટિરિયર-પોસ્ટીરીયર ડાયામીટર એ લાર્જ હોય છે જ્યારે ટ્રાન્સવર્સ ડાયામીટર એ નેરો હોય છે.
  • લોંગ એન્ડ નેરો એન્થ્રોપોઇડ પેલ્વિસ એ આગળથી પાછળ સુધી લોંગ હોય છે, જે ફિટસ ના પેસેજ માટે એડિક્યુએટ સ્પેસ પ્રોવાઇડ કરે છે.
  • ફેવરેબલ ફોર ચાઇલ્ડ બર્થ એન્થ્રોપોઇડ પેલ્વિસ એ સામાન્ય રીતે ચાઇલ્ડ બર્થ માટે ફેવરેબલ હોય છે કારણ કે તે ફીટસ ના ડિસેન્ટ થવા માટે એડિક્યુએટ સ્પેસ પ્રોવાઇડ કરે છે.
  • ક્લિનિકલ સિગ્નિફિકન્સ એન્થ્રોપોઇડ પેલ્વિસ ધરાવતી વુમન એ સામાન્ય રીતે અનકોમ્પલીકેટેડ લેબર અને ડિલિવરી નો એક્સપિરિયન્સ કરે છે.

4)પ્લેટિપેલોઇડ પેલ્વિસ: પ્લેટિપેલોઇડ પેલ્વિસ એ 5% જેટલા હ્યુમન બિંગમાં મોસ્ટલી જોવા મળે છે.

ડિસ્ક્રિપ્શન

  • પ્લેટિપેલોઇડ પેલ્વિસ એ ફ્લેટ અને વાઇડ હોય નુ હોય છે.
  • પ્લેટિપેલોઇડ પેલ્વિસ નુ ઇન્લેટ અને આઉટલેટ એ કમ્પ્રેસ્ડ થયેલું હોવાથી આ ટાઇપ નુ પેલ્વિસ એ કિડની શેપનું હોય છે.

ફીચર્સ:

  • ફ્લેટન્ડ પેલ્વિક ઇનલેટ ઇનલેટ એ ફ્લેટ અથવા ઓવલ શેપ નુ હોય છે જેનો ટ્રાંસવર્સ ડાયામીટર એ એંટરોપોસ્ટેરિયર ડાયામીટર કરતાં સિગ્નિફિકન્સ રીતે વાઇડ હોય છે.
  • વાઇડ પેલ્વિક કેવિટી: પેલ્વિક કેવિટી એ વાઇડ પરંતુ સેલો( છીંછરી )હોય છે.
  • લેસ કોમન પ્લેટિપેલોઇડ પેલ્વિસ એ લેસ કોમન હોય છે અને પેલ્વિક ઇનલેટ ના આકાર ને કારણે ચાઇલ્ડ બર્થ દરમિયાન ચેલેન્જીસ અરાઇઝ કરી શકે છે.
  • ક્લિનિકલ સિગ્નિફિકન્સ: પ્લેટિપેલોઇડ પેલ્વિસ ધરાવતી વુમન ને પ્રોલોંગ લેબર અથવા ફિટસ ના ડિસેન્ટ થવામાં મુશ્કેલીઓ થય શકે છે, જેને ચાઇલ્ડ બર્થ દરમિયાન કેરફુલી મોનિટરિંગ કરવાની જરૂરિયાત રહે છે.
  • આમ, પેલ્વિસ ના ના ટોટલ ચાર ટાઇપ પડે છે.

🔸 OR🔸

🔸a.Explain the stages of labour? સ્ટેજીસ ઓફ લેબર સમજાવો 03

લેબરના સ્ટેજીસ:

લેબરના સ્ટેજીસ ને ચાર સ્ટેજીસ માં ડિવાઇડ કરવામાં આવેલા છે.

  • 1) ફસ્ટ સ્ટેજ ઓફ લેબર ,
  • 2) સેકન્ડ સ્ટેજ ઓફ લેબર,
  • 3) થર્ડ સ્ટેજ ઓફ લેબર,
  • 4) ફોર્થ સ્ટેજ ઓફ લેબર

••>1) ફસ્ટ સ્ટેજ ઓફ લેબર( સર્વાઇકલ સ્ટેજ):

  • ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર એ ચાઇલ્ડબર્થ નો ઇનીસીયલ ફેઝ છે. જેમાં સર્વિક્સ એ ગ્રેજ્યુલી ઓપન (ડાયલેટ)તથા થીન (એફેસમેન્ટ) થાય છે. જેના કારણે બેબી એ યુટેરાઇન કેવીટીમાંથી બર્થકેનાલ (વજાઇના) માં પાસ થય શકે. જેમાં રેગ્યુલર તથા રિધેમીક યુટેરાઇન કોન્સ્ટ્રકશન્સ જોવા મળે છે અને યુટેરાઇન કોન્ટ્રાકશન ની ફ્રિકવન્સી, ઇન્ટેન્સિટી તથા ડ્યુરેશન એ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે.
  • ફર્સ્ટ સ્ટેજ એ લેબર ના ટ્રૂ લેબર પેઇન થી સ્ટાર્ટ થય અને સર્વિક્સ ના ફૂલી ડાયલેટેસન( 10 cm) સુધીનું ગણાય છે.આ સ્ટેજ ને “સર્વાઇકલ સ્ટેજ” પણ કહેવામાં આવે છે.

લેબરના ફર્સ્ટ સ્ટેજ ને ફરધર 3 સ્ટેજ માં ડિવાઇડ કરવામાં આવેલા છે :

ફર્સ્ટ સ્ટેજ નો ટાઇમ પિરીયડ :
પ્રાઇમીગ્રેવીડા:=12-16 અવર્સ, અને
મલ્ટીગ્રેવીડા:=6-8 અવર્સ, નો હોય છે.

લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ત્રણ ફેઝીસ માં ડિવાઇડ થયેલો હોય છે.

  • 1) લેટન્ટ ફેઝ,
  • 2) એક્ટિવ ફેઝ,
  • 3) ટ્રાન્ઝીશનલ ફેઝ

1) લેટન્ટ ફેઝ,

  • લેટન્ટ ફેઝ ને “પ્રોડોમલ લેબર” અથવા “પ્રિ-લેબર” તરીકે ઓળખવામાં આવે છે.
  • આ સ્ટેજમાં 1-4 cm સેન્ટીમીટર જેટલું સર્વાઇકલ ડાયલેટેસન થાય છે.
  • આ ફેઝ માં કોન્ટ્રાકશન એ 15 – 30 મિનિટે રીપીટ થાય છે અને 15- 30 સેકન્ડ સુધી રહે છે.
  • આ ફેઝ માં મધર એ ટોકેટીવ( વાતચીત કરી શકે તેમ) હોય છે.

2) એક્ટિવ ફેઝ,
એક્ટિવ ફેઝ ને ડાયલેટેસન ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સેકન્ડ ફેઝ મા સર્વિક્સ એ 5 – 7 સેન્ટિમીટર જેટલું ડાયલેટ થાય છે. તથા કોન્ટ્રાક્શન એ 3-5 મિનિટે રીપીટ થાય છે અને 45 – 60 સેકન્ડ સુધી જોવા મળે છે. આ સ્ટેજમાં મધર ને રેસ્ટલેસનેસ ફીલ થાય છે.

3)ટ્રાન્ઝીશનલ ફેઝ

  • ટ્રાન્ઝીશનલ ફેઝ મા સર્વિક્સ નુ ડાયલેટેસન એ 8-10 cm જેટલુ થાય છે.
  • કોન્ટ્રાકશન એ 2-3 મિનિટે રીપીટ થાય છે અને 60 થી 90 સેકન્ડ સુધી જોવા મળે છે.
  • ઓવરઓલ લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ક્રિટીકલ પિરિયડ છે કે જેમાં સર્વિક્સ એ ઓપન થાય ત્યારબાદ, યુટેરાઇન કેવીટી મા બેબી ની પ્રોપર પોઝિશન પ્રોવાઇડ કરી યુટ્રસ એ ડિલીવરી માટે પ્રિપેર થાય છે. આ સ્ટેજ દરમિયાન મધર તથા ફિટસ ની કન્ડિશનને તથા તેની વેલબિંગ ને ઇમ્પ્રુવ કરવા માટે કંટીન્યુઅસલી હેલ્થ કેર પ્રોવાઇડર્સ દ્વારા મોનિટરિંગ કરવું અગત્યનું રહે છે.

2) સેકન્ડ સ્ટેજ ઓફ લેબર( એક્સપલ્ઝન ઓફ ફિટસ): સર્વિક્સ ના ફુલ ડાયલિટેશન થી સ્ટાર્ટ થય બર્થ કેનાલ માંથી બેબીના બર્થ સુધીના સમયગાળાને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે.

તેનું ડ્યુરેશન,
પ્રાઇમી ગ્રેવીડામાં : 1-2 અવર્સ નુ અને
મલ્ટીગ્રેવીડા મા : 20-30 મીનીટ સુધીનો હોય છે.

લેબરના સેકન્ડ સ્ટેજ ને ફરધર બે ફેઝ માં ડિવાઇડ કરવામાં આવેલા છે:

  • 1) પ્રપલ્ઝીવ ફેઝ,
  • 2) એક્સપલ્ઝીવ ફેઝ.

1) પ્રપલ્ઝીવ ફેઝ: પ્રપલ્ઝીવ ફેઝ એ સર્વિક્સ ના ફુલ ડાયલેટેશન થી સ્ટાર્ટ થય ફિટસનો પ્રેઝન્ટિંગ પાર્ટ એ પેલ્વીક ફ્લોર( +4 ,+5 સ્ટેસન) સુધી ડિસેન્ડ થાય ત્યાં સુધીનું હોય છે.

2) એક્સપલ્ઝીવ ફેઝ: મધરના બિયરિંગ ડાઉન એફોટ્ર્સ ની સાથે બેબી એ કમ્પ્લીટલી યુટેરાઇન કેવીટીમાંથી એક્સપલ્ર્ઝન થાય ત્યાં સુધીનો આ એક્સપલ્ઝીવ ફેઝ હોય છે.

3) થર્ડ સ્ટેજ ઓફ લેબર( એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા):

  • આ સ્ટેજ એ બેબીના એક્સપલ્ઝન થી લઇ પ્લેસેન્ટા અને મેમ્બરેન નું એક્સપલ્ર્ઝન થાય ત્યાં સુધીના સમયગાળા ને થર્ડ સ્ટેજ કહેવાય છે.
  • તેનો ટાઇમ ડ્યુરેશન એ પ્રાઇમી ગ્રેવીડા તથા મલ્ટીગ્રેવીડા માં 15 મિનિટ નો હોય છે

4) ફોર્થ સ્ટેજ ઓફ લેબર( ઓબ્ઝર્વેશન સ્ટેજ):

  • બેબીના બર્થ પછી ઓબ્ઝર્વેશન સ્ટેજને 4th સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે આ સ્ટેજ દરમિયાન મધર ની જનરલ કન્ડિશન તથા ન્યુબોર્નની કન્ડિશન અને યુટ્રસ ના બીહેવિયરને કેરફૂલી મોનિટર કરવામાં આવે છે.
  • તેનું ટાઇમ ડ્યુરેશન એ 1 અવર નો હોય છે.
  • આમ, ટોટલ લેબરના ચારેય સ્ટેજ( 1st સ્ટેજ + 2nd સ્ટેજ+3 rd સ્ટેજ+ 4th સ્ટેજ) નો ટાઇમ ડ્યુરેશન એ પ્રાઇમીગ્રેવિડા માં 13-15 અવર્સ નો તથા મલ્ટીગ્રેવીડા મા 6-8 અવર્સ નો હોય છે.

🔸b. Describe the management of 3rd stage of labour. 04 થર્ડ સ્ટેજ ઓફ લેબરનું મેનેજમેન્ટ વર્ણવો .

થર્ડ સ્ટેજ ઓફ લેબરનું મેનેજમેન્ટ:

  • થર્ડ સ્ટેજ નું મેનેજમેન્ટ એ મોસ્ટ ક્રુશિયલ હોય છે કારણ કે તેમાં પ્લેસેન્ટા એ યુટેરાઇન કેવીટી માથી સેપ્રેશન તથા એક્સપલ્ર્ઝન થાય છે,તથા થર્ડ સ્ટેજમાં પોસ્ટ પાર્ટમ હેમરેજ ના કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરવાનું હોય છે.
  • થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં પ્લેસેન્ટા ના સ્ટ્રીક્ટ વીજીલન્સ ની જરૂરિયાત હોય છે જેના કારણે પોસ્ટ પાર્ટમ હેમરેજ ના કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરી શકાય.

સ્ટેપ ઓફ મેનેજમેન્ટ અત્યારે હાલમાં થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં બે મેથડ નો યુઝ થાય છે.

  • 1)એક્સપેક્ટન્ટ (વોચફૂલ) મેનેજમેન્ટ
  • 2) એક્ટિવ મેનેજમેન્ટ

1)એક્સપેક્ટન્ટ (વોચફૂલ) મેનેજમેન્ટ

  • આ મેનેજમેન્ટમાં પ્લેસેન્ટાનુ સેપ્રેશન અને તેનું વજાયનામાં ડિસેન્ડ એ સ્પોન્ટાનિયસલી થવા દેવામાં આવે છે.
  • આ મેનેજમેન્ટ માટે પ્લેસેન્ટલ એક્સપલ્ઝન માટે ઓછામાં ઓછી મદદ કરવામાં આવે છે.
  • આ સ્ટેજમાં મધર પર કોન્સ્ટન્ટલી વોચ રાખવામાં આવે છે એટલે કે મધરને થોડા સમય માટે પણ એકલું મૂકવું નહીં.
  • જો મધર એ લેટરલ પોઝિશનમાં હોય તો તેને ડોરસલ પોઝિશન આપવી જેના કારણે પ્લેસેન્ટલ સેપરેસન ના સાઇન અને કેટલા પ્રમાણમાં બ્લડ લોસ થયો છે તેનો પ્રોપરલી ખ્યાલ આવી શકે.
  • આ મેનેજમેન્ટમાં ઓન્લી પ્લેસેન્ટા નું સેપરેશન, ડિસેન્ડડાઉન તથા એક્સપેલ આઉટ નું પ્રોપરલી વોચ કરવામાં આવે છે.

એક હેન્ડ ને ફંડસ ઉપર મુકવામાં આવે છે જેથી,

  • a) પ્લેસેન્ટાના સેપરેશન નો ખ્યાલ આવી શકે.
  • b) યુટેરાઇન એક્ટિવિટીની સ્થિતિ એટલે કે કોન્ટ્રાકશન અને રિલેક્સેશન નો ખ્યાલ આવી શકે.

સેપરેશન ઓફ પ્લેસેન્ટા

  • પ્લેસેન્ટા એ બેબીના બર્થ થયા પછી અમુક મિનિટ્સમાં જ યુટેરાઇન વોલ માંથી સેપરેટ થવા લાગે છે આથી પ્લેસેન્ટા ને પોતાની રીતે જ સેપરેટ થવા માટે 15 થી 20 મિનિટ જેટલી રાહ જોવી.
  • આમાં નો ટચ ટેકનીક નો યુઝ કરવામાં આવે છે.
  • આમા, “નો ટચ પોલિસી ” હોય છે એટલે કે પ્લેસેન્ટા એ 15-20 મિનિટમાં ગ્રેવિટીના કારણે એક્સ્પલઝન થાય છે એટલે કે ફન્ડસ પર મસાજ કરવી નહીં.
    કોઇપણ પ્રકાર ના યુટેરોટોનીક નો યુઝ કરવો નહી તથા પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન માટે કોઇપણ મેન્યુઅલ મેથડ નો પણ યુઝ કરવો નહી.

એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા
જ્યારે પ્લેસેન્ટા એ એક્સ્પલઝન થાય ત્યારે નીચેના પોઇન્ટ્સને ફોલો કરવા: પેશન્ટને એડવાઇઝ આપવી કે જ્યારે યુટ્રસ એ હાર્ડ થાય ત્યારે બીયર ડાઉન એફોટ્ર્સ લગાડવા.
રેઇઝ થયેલું ઇન્ટ્રા એબડોમીનલ પ્રેશર એ પ્લેસેન્ટા ને એક્સ્પેલ આઉટ થવા માટે અગત્યનું રહે છે.
અને પ્લેસેન્ટા એ જાતે જ એક્સપલ્ઝન થય શકે છે.

2) એક્ટીવ મેનેજમેન્ટ

  • 1) યુઝ ઓફ યુટેરોટોનીક લેબર ના થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં ઑક્સીટોસી ન એ ડ્રગ ઓફ ચોઇસ છે.
  • થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં 10 યુનિટ ઓક્સીટોસીન એ IM(ઇન્ટ્રાસ્લ્યુલર) પ્રોવાઇડ કરવું.
  • ઓક્સિટોસિન એ યુટેઇન કોન્ટ્રાકશન ને એનહાન્સ કરી પ્લેસેન્ટા ને એક્સપેલ આઉટ કરવામાં હેલ્પ કરે છે.
  • 2) CCT(કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન) કંટ્રોલ કોલ્ડ ટ્રેકશનમાં મેન્યુઅલ મેથડ નો યુઝ કરવામાં આવે છે જેમાં અંબેલીકલ કોડૅ ને ટ્રેક કરી તેને ડાઉનવર્ડ અને બેકવર્ડ જેન્ટલી રીતે પુલ કરવામાં આવે છે જેના કારણે પ્લેસેન્ટા એ યુટરાઇન વોલમાંથી સેપરેટ થય ત્યારબાદ એક્સપેલ આઉટ થય શકે પરંતુ કંટ્રોલ કોડૅ ટ્રેક્સન એ જ્યારે યુટરાઇન કોન્ટ્રાકશન પ્રેઝન્ટ હોય ત્યારે હેન્ડ ને સુપરાપ્યુબિક એરિયા પર પ્લેસ કરી ત્યારબાદ પરફોર્મ કરવામા આવે છે.
  • 3)ડિલે કોડૅ કટીંગ ફિટસ ના ડિલિવરી બાદ એક થી ત્રણ મિનિટ માટે વેઇટ કરવું ત્યારબાદ અંબેલીકલ કોડૅ ને કટ કરવી આ ટેકનીક એ ટર્મ ન્યુબોર્ન માં વધારે યુઝફૂલ હોય છે. કારણ કે ન્યુબોર્ન એ પ્લેસેન્ટા માંથી એડિક્યુએટ અમાઉન્ટ મા બ્લડ ને રિસીવ કરી શકે જેના કારણે એનિમીયા ની કન્ડિશન એ પ્રિવેન્ટ થય શકે.
  • પરંતુ પ્રી ટર્મ બેબી માં લીવર એ ઇમમેચ્યોર હોય છે અને રેડ બ્લડ સેલ્સ નુ વધારે પ્રમાણ મા બ્રેકડાઉન થાય અને જો ડીલે કોડૅ કટીંગ કરવામાં આવે તો તેના કારણે ન્યુબોર્ન માં હાઇપર બીલીરૂબીનેમિયા (જોન્ડિસ)ની કન્ડિશન અરાઇઝ થય શકે છે.
  • 4) પોસ્ટ પાર્ટમ વિજિલન્સ પ્લેસેન્ટાની ડિલિવરી થયા બાદ પ્લેસેન્ટાને પ્રોપરલી ઇન્સપેક્સન કરવું જેમાં કોટીલોડોન,લોબ તથા મેટરનલ અને ફીટલ સાઇટને પ્રોપરલી અસેસ કરવું ત્યારબાદ પ્લેસેન્ટાની ડિલિવરી થયા બાદ ફંડલ મસાજ કરવુ જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાક્શન ની કન્ટીન્યુટી રહી શકે અને જો રિટેઇન્ડ બીટ્સ ઓફ પ્લેસેન્ટા હોય તો તે પ્રોપરલી એક્સપેલ આઉટ થય શકે.

🔸c. Write the observation of New born baby.05 નવજાત શિશુનું નિરીક્ષણ લાખો .

ઓબ્ઝર્વેશન ઓફ ન્યુબોર્ન બેબી:

  • ન્યુબોર્ન ના બર્થ પછી તેમના ઓવરઓલ હેલ્થ, વેલ્બીંગ તથા ડેવલપમેન્ટ ને અસેસ કરવા માટે તેમનું બર્થ પછી ઇમિડિએટલી ઓબ્ઝર્વેશન કરવું ક્રુશિયલ હોય છે.
  • અહીં, ન્યુબોર્ન ને ઓબ્ઝર્વેશન માટેના કેટલાક આસ્પેક્ટ્સ આપેલા છે:

1) જનરલ અપીરીયન્સ:

  • કલર: ચાઇલ્ડ ના સ્કિન ના કલર નું અસેસમેન્ટ કરવુ, જેમા મોટાભાગના ચાઇલ્ડ એ ગુલાબી અથવા લાલ રંગના હોય છે.જો સાયનોસિસ (બ્લુઇસ ડિસ્કલરેશન)હોય તો તે બ્રિધિંગ ડિફીકલ્ટીઝ ઇન્ડિકેટ કરે છે.
  • પોસ્ચર: બેબી ના મસલ્સ ટોન ને નોટ કરવો. હેલ્ધી ન્યુ બોર્ન બેબી માં તેમના હેન્ડ એ સ્લાઇટલી ફ્લેક્સ હોય છે તથા તેના ફુટ એ સ્પાઇન સાથે સ્લાઇટલી કવ્ડ( વળેલા) થયેલા હોય છે.
  • એક્ટિવિટી: સ્પોન્ટેનિયસ મુવમેન્ટ નુ નું ઓબ્ઝર્વેશન કરવુ, જેમાં સકીંગ રીફ્લેક્સ અને ગ્રાસ્પીંગ રીફ્લેક્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

2) વાઇટલ સાઇન:

  • હાર્ટ રેટ: નોર્મલ રેન્જ એ 120-160/minute હોય છે.
  • રેસ્પીરેટરી રેટ: નોર્મલ રેસ્પીરેટરી રેટ એ 30-60 બ્રીધ હોય છે.
  • ટેમ્પરેચર: નોર્મલ ટેમ્પરેચર એ 36.5-37.5°C (97.7-99.5°F)હોય છે.

3) હેડ એન્ડ ફેસ:

  • ફોન્ટેનેલ્સ: ન્યુબોર્ન ના એન્ટિરિયર ફોન્ટાનેલ(સોફ્ટ સ્પોટ) તથા પોસ્ટીરીયર ફોન્ટાનેલ ને પાલ્પેટ કરવું. ફોનાનેલ્સ નું પ્રોપરલી ક્લોઝર તથા ટેન્શનને કરવા માટે.
  • આઇસ: આઇસ ને તેની સિમેન્ટ્રી માટે ચેક કરવું. રેડ રિફ્લક્સ( નોર્મલ આઇ સ્ટ્રકચર ઇન્ડિકેટીવ ) તથા લાઇટ ને રિસ્પોન્સ આપે છે કે કેમ તે અસેસ કરવુ.
  • નોઝ: બ્રિધિંગ એ એપ્રોપ્રિએટ થય શકે તે માટે નોઝ ની પેટન્સી ને એસેસ કરવી.

4) માઉથ એન્ડ નેક:

  • ઓરલ મ્યુકોઝા: ઓરલ મ્યુકોઝા માં ક્લેફટ પેલેટ,ઓરલ થ્રસ તથા કોઇ પણ લિઝન્સ છે કે નહીં તે અસેસ કરવું.
  • નેક: નેક માં કોઇપણ માસ લાઇક સ્ટ્રક્ચર અથવા એબનોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવુ.

5) ચેસ્ટ એન્ડ લન્ગ્સ:

  • બ્રિધિંગ સાઉન્ડ: ચાઇલ્ડ ના બ્રિધિંગ સાઉન્ડ ને પ્રોપરલી લિસન્સ કરવું.
  • ચેસ્ટ મુવમેન્ટ: ચાઇલ્ડ ની ચેસ્ટ એ સીમેટ્રિકલ અરાઇઝ થાય તથા બ્રિધિંગ સાથે ફોલડાઉન થાય છે કે કેમ તે પ્રોપરલી અસેસ કરવું.

6) હાર્ટ એન્ડ એબડોમન:

  • હાર્ટ સાઉન્ડ: હાર્ટ સાઉન્ડ ને પ્રોપરલી અસ્કલટેશન કરવું તેમાં કોઇ પણ મરમર ટાઇપ નો એબનોર્મલ વોઇસ તથા એબનોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવા માટે.
  • એબડોમન: ચાઇલ્ડ ના એબડોમન મા કોઇપણ માસલાઇક સ્ટ્રક્ચર છે કે નહીં તે અસેસ કરવા માટે એબડોમન ને પાલ્પેટ કરવું તથા બોવેલ સાઉન્ડ નુ અસ્કલટેશન કરવુ.

7)જીનાઇટલ એરિયા એન્ડ એનસ:

  • જીનાઇટલ એરિયા: ચાઇલ્ડ ના જીનાઇટલ એરિયા એટલે કે મેલ(પ્રેઝન્સ ઓફ ટેસ્ટીસ ઇન મેલ ચાઇલ્ડ) તથા ફિમેલ(લેબિયલ સ્ટ્રક્ચર ઇન ફિમેલ ચાઇલ્ડ)ના જીનાઇટલ એરિયા ની એનાટોમીકલ સ્ટ્રક્ચર એ પ્રોપર છે કે નહી તે અસેસ કરવુ.
  • એનસ: એનસ ની પેટન્સી અસેસ કરવી તથા કોઇ પણ પ્રકારની એબ્નોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવું.

8)એક્સ્ટ્રીમિટીસ:

  • હેન્ડ એન્ડ ફિટ્સ: ચાઇલ્ડ ના આંગળીઓ અને અંગૂઠા ને ગણવુ. તથા સીમેટ્રી ને અસેસ કરવી અથવા કોઇ પણ એબનોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવું.
  • મુવમેન્ટ: ચાઇલ્ડ ની સ્પોન્ટેનિયસ મુવમેન્ટ થાય છે કે કેમ તથા હેન્ડ અને લેગ્સ ની રેન્જ ઓફ મોશન ને અશેસ કરવી.

9) સ્કિન એન્ડ અંબેલીકસ:

  • સ્કિન: ચાઇલ્ડ ને અસેસ કરવું કે તેમની સ્કિન પર કોઇ પણ પ્રકારના બર્થમાર્કસ, લિઝન્સ તથા રેસીસ છે કે નહીં.
  • અંબેલીકસ: ચાઇલ્ડ ને પ્રોપરલી કોર્ડ કેર પ્રોવાઇડ કરવી તથા ઇન્ફેક્શન અને બ્લીડિંગ ના કોઈપણ સાઇન તથા સીમટોમ્સ છે કે નહીં તે અસેસ કરવું.

10) બિહેવ્યરલ અસેસમેન્ટ:

  • સ્ટેટ ઓફ એલર્ટનેસ: બેબી ને કન્સિયસનેસ લેવલ ને પ્રોપરલી અસેસ કરવી તથા સ્ટીમ્યુલાઇ ને કેટલા અમાઉન્ટવમાં રિસ્પોન્સ પ્રોવાઇડ કરે તે પ્રોપરલી અસેસ કરવું.
  • ક્રાઇંગ: ચાઇલ્ડ એ પ્રોપરલી ક્રાય કરે છે કે નહીં તે પ્રોપરલી અસેસ કરવું જેના કારણે ચાઇલ્ડ ના રેસ્પીરેશન સ્ટેટસ ને પ્રોપર્લી અસેસ કરી શકાય.

એડિશનલ કન્સીડરેશન:

  • ડોક્યુમેન્ટેશન: ન્યુ બોર્ન અસેસમેન્ટ ચાર્ટમાં બધા જ ફાઇન્ડિંગ્સ ને એક્યુરેટલી રેકોર્ડ કરવા.
  • પેરેન્ટ્રરલ એજ્યુકેશન: પેરેન્ટ્સ ને ન્યુબોર્નકેર વિશે જેમા પ્રોપર ફીડિંગ ટેકનીક, મેઇન્ટેન હાઇજીન, તથા ઇન્ફેક્શન જેવા કોઇ પણ સાઇન અને સિમટોન્સ એ ચાઇલ્ડ મા જોવા મળે તો ઇમીડિએટલી હેલ્થ કેર
    સેન્ટર પર જવું તેના માટે પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • બર્થ પછી ચાઇલ્ડ નું પ્રોપરલી ઓબ્ઝર્વેશન કરવાથી ચાઇલ્ડ માં કોઇ પણ કંજીનાઇટલ એબનોર્માલીટીસ હોય અથવા કોઇ પણ ડિસીઝ નુ પોટેન્શિયલ રિસ્ક ફેક્ટર હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી એડીક્યુએટ મેઝર્સ લય શકાય અને ચાઇલ્ડ ની કન્ડિશન ને કોમ્પ્લિકેટેડ થતી પ્રિવેન્ટ કરી શકાય.

⏩ Q-2(A) Write the answer (Any Two) જવાબ લાખો (કોઈ પણ બે ) 08

🔸1) What are the functions of placenta? પ્લેસેન્ટાના કર્યો છે ?

પ્લેસેન્ટા ના ફંક્શન્સ:

ડેફીનેશન:

  • પ્લેસેન્ટા એ તેના સેપ ના કારણે “ડિસ્કોઇડ શેપ” હોય છે,
  • તે “હિમોકોરિયોનિક” હોય છે કારણ કે તેનુ કોરીઓન એ મેટરનલ બ્લડ ના ડાયરેક્ટ કોન્ટેકમાં આવે છે અને તે “ડેસિડ્યુએટ” હોય છે કારણ કે પ્લેસેન્ટા એ બર્થ પછી સેડઓફ થય જાય છે.
  • પ્લેસેન્ટા એ એક માસ લાઇક સ્ટ્રક્ચર છે. તે ફિટલ કંમ્પોનન્ટ કોરિયોન ફ્રોન્ડોઝમ તથા મેટરનલ કમ્પોનન્ટ ડેસીડ્યુઆ બેઝાલિસ એમ બે સોર્સિસ માથી સામાન્ય રીતે અપર યુટેરાઇન સેગ્મેન્ટ માં એન્ટિરિયર અથવા પોસ્ટીરીયર સાઇડમાં ડેવલોપ થાય છે.
  • પ્લેસેન્ટા એ ફિટસ સાથે અંબેલીકલ કોડ દ્વારા કનેક્ટ થાય છે અને પ્રેગનેન્સી મેઇન્ટેન થાય છે. પ્લેસેન્ટા એ એમ્બ્રિયોની લાઇફ ને સપોર્ટ કરે છે જે એમબ્રીઓ ને ઓક્સિજન અને ફૂડ પુરુ પાડે છે તથા ટોક્સિક મટીરીયલ્સ ને રીમુવ કરે છે.

••>ફંક્શન ઓફ પ્લેસેંટા

  • 1) રેસ્પીરેટરી ફંક્શન પ્લેસેન્ટા દ્વારા ફિટસ એ ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને એક્સક્રીઝ કરે છે.
    મધરના બ્લડ માંથી ઓક્સિજન એ ફિટલ બ્લડમાં પાસ થાય છે તેવી જ રીતે ફિટસ માં રહેલું કાર્બન ડાયોક્સાઇડ એ પ્લેસેન્ટા મારફતે મેટરનલ બ્લડમાં ટ્રાન્સમિટ થાય છે.
  • 2) ન્યુટ્રીટીવ ફંક્શન બધા જ પ્રકારના ન્યુટ્રીયંટ્સ જેમકે અમાઇનોએસિડ, ગ્લુકોઝ, વિટામિન્સ ,મિનરલ્સ, લિપિડ, વોટર અને ઇલેક્ટ્રોલાઇટ એ મધરમાંથી ફિટર્સમાં ટ્રાન્સમિટ થાય છે.
    મેટરનલ ડાયટમાં લેવાયેલું ફૂડ એ પ્લેસેન્ટલ સાઇડ સુધી પહોંચે છે ત્યાં સિમ્પલ ફોર્મ થઈ જાય છે ત્યારબાદ ફીટ્સને જરૂરી સબસ્ટન્સ એ પ્લેસેન્ટા સિલેક્ટ કરે છે અને તે ફિટસ સુધી ટ્રાન્સમિટ કરે છે.
  • 3) સ્ટોરેજ ફંક્શન પ્લેસેન્ટા એ ગ્લુકોઝ, આયર્ન તથા વિટામીન ને સ્ટોર કરે છે. અને ફીટસ ને જરૂર પડતી સમયે પ્લેસેન્ટા એ પ્રોવાઇડ કરે છે.
  • 4) એકસ્ક્રીટરી ફંક્શન ફીટસ માં રહેલું વેસ્ટ પ્રોડક્ટ એ પ્લેસેન્ટ માં ટ્રાન્સમિટ થાય છે.
  • 5) પ્રોટેક્શન પ્લેસેન્ટલ મેમ્બરેન માં લિમિટેડ બેરિયર ફંક્શન હોય છે. કેટલીક એન્ટીબોડીસ એ મધરમાંથી ફિટસ માં જાય છે તે બર્થ પછી બેબી ને ત્રણ મહિના સુધી ઇમ્યુનિટી પ્રોવાઇડ કરે છે.
  • 6) ઇમ્યુનોલોજીકલ ફંક્શન ફિટસ અને પ્લેસેન્ટાના એન્ટીજન એ મધર માટે ફોરેઇન તરીકે વર્તે છે. તેમ છતાં ગ્રાફ્ટ રિજેક્શન થતું નથી કારણ કે પ્લેસેન્ટા એ રિજેક્શન સામે ઇમ્યુનોલોજીકલ પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.

7) હોર્મોનલ ફંક્શન

  • સ્ટીરોઇડ હોર્મોન્સ
  • ઇસ્ટ્રોજન,
  • પ્રોજેસ્ટેરોન.
  • પ્રોટીન હોર્મોન્સ
  • HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન),
  • HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન),
  • રિલેક્સીન,
  • PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A).

•>HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન),

  • કોરિયોનીક વિલાઇ ના સાયટોટ્રોફોબ્લાસ્ટિક લેયર માથી HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રોડ્યુસ થાય છે.
  • HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના 7 થી 10 વીક દરમિયાન વધારે હોય છે પછી પ્રેગ્નેન્સિ વધે તેમ ઓછુ થાય છે તે કોર્પસ લ્યુટીયમ ને મેઇન્ટેન કરે છે.
  • HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના ટેસ્ટ મા યુઝ થાય છે કારણ કે તે મધરના યુરિનમાં એક્સક્રીટ થાય છે.
  • HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ ફર્ટીલાઇઝએસન બાદ બ્લડ મા 7 દિવસે અને યુરિન મા 9 દિવસે ડિટેક્ટ થાય છે.કે જે પોઝીટીવ પ્રેગ્નેન્સિ ટેસ્ટ ઇન્ડિકેટ કરે છે.

••> HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન)

  • HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન) એ પ્લેસેન્ટા માથી પ્રોડ્યુસ થાય છે તે પ્રેગ્નેન્સીના લેક્ટોજેનિક અને મેટાબોલિક પ્રોસેસમાં ઇનવોલ્વ થાય છે જ્યારે હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોફિન ટ્રોફીન નું લેવલ ઓછું થાય ત્યારે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન ( HPL) નુ લેવલ ઇન્ક્રીઝ થાય છે અને તે થ્રોઆઉટ પ્રેગનેન્સીમાં કંટીન્યુ રહે છે.
  • હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન( HPL) એ એન્ટી ઇન્સ્યુલિન તરીકે વર્ક કરે છે જે બ્લડમાં ગ્લુકોઝ લેવલને ઇન્ક્રીઝ કરીને ગ્લુકોઝ ને ફીટસ સુધી સપ્લાય કરવામા હેલ્પ કરે છે.

••>રિલેક્સિન રિલેક્સિન એ ડેસિડ્યુઆસ સેલ્સ દ્વારા ઉત્પન્ન થાય છે. અને તે સર્વિક્સ ને સોફ્ટ કરે છે તથા પેલ્વિક લીગામેન્ટ ને અને સિમ્ફાઇસીસ પ્યુબિસને લેબર પ્રોસેસ રિલેક્સ કરવામાં હેલ્પ કરે છે.

••>PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A) પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A એ ઇમ્યુનોસપ્રેસન્ટ તરીકે વર્ક કરે છે અને પ્રેગનેન્સીને મેન્ટેઇન રાખવા માટેનું વર્ક કરે છે.

••> ઇસ્ટ્રોજન ઇસ્ટ્રોજન એ થ્રોઆઉટ પ્રેગ્નેન્સિ મા પ્લેસેન્ટા દ્વારા પ્રોડ્યુસ થાય છે. તે ફીટોપ્લેસેન્ટા ના વેલ્બિંગ માટે જરૂરી હોય છે.
લેબર દરમિયાન ઇસ્ટ્રોજન એ ઇન્ક્રીઝ થાય છે જે ઓક્સિટોસિન ને રિલીઝ કરવામાં હેલ્પ કરે છે જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાકશન ઇન્ક્રીઝ થાય છે.

••> પ્રોજેસ્ટેરોન પ્રોજેસ્ટેરોન એ પ્લેસેન્ટાના સીનસાઇટીઅલ લેયર માંથી ઉત્પન્ન થાય છે જે ટોકોલાઇટીક એજન્ટ તરીકે વર્ક કરે છે અને યુટરાઇન કોન્ટ્રાકશનને પ્રિવેન્ટ કરે છે સાથે સાથે ઇમ્યુનોસપ્રેશન્ટ તરીકે વર્ક કરી પ્રેગનેન્સીને કંટીન્યુ રાખવામાં મદદ કરે છે.

🔸2) Describe the management of Contracted Pelvis? ક્રોન્ટ્રેટેડ પેલ્વિસ નું મેનેજમેન્ટ વર્ણવો.

કોન્ટ્રેકટેડ પેલ્વિસ નું મેનેજમેન્ટ:

કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ નું મેનેજમેન્ટ, જે પેલ્વિસ ને રિફર કરે છે જે એબનોર્મલી રીતે સ્મોલ હોય તથા તેનો એબનોર્મલ શેપ હોય છે જે ચાઇલ્ડ ના બર્થ ને ડિફીકલ્ટ બનાવી શકે છે, લેબર અને ડિલીવરી સમય દરમિયાન મધર અને ચાઇલ્ડ બંનેની સેફ્ટી ને એન્સ્યોર કરવા માટે કેરફુલી અસેસમેન્ટ અને ઇન્ટરવેન્સન ની જરૂર છે.

કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ નુ મેનેજમેન્ટ:

  • 1) ડાયગ્નોસીસ એન્ડ અસેસમેન્ટ:

પેલ્વીમેટ્રી

  • પેલ્વીમેટ્રી માં પેલ્વિસના ડાયમેન્શન તથા તેના શેપ ને અશેસ કરવા માટે પેલ્વિસ નું મેઝરમેન્ટ કરવામાં આવે છે.
  • આ મેઝરમેન્ટ એ ક્લિનિકલી રીતે (એક્સટરનલ મેઝરમેન્ટ) અથવા રેડિયોલોજિકલ રીતે (એક્સ-રે, એમ.આર.આઇ) કરી શકાય છે.

મધર ની કમ્પ્લીટ હિસ્ટ્રી લેવી મધરની કમ્પ્લીટ્લી હિસ્ટ્રી લેવી જેમાં પ્રિવિયસલી મધર ને ડીલેવરી સમયે અથવા સિઝેરિયન ડીલેવરી સમયે કોઇપણ ડિફીકલ્ટીઝ અરાઇઝ થયેલી છે કે નહીં તે અસેસ કરવા માટે.

ક્લિનિકલ ઇવાલ્યુએશન મધર નું કમ્પલીટલી ફિઝિકલ એક્ઝામિનેશન કરવું જેમાં મોસ્ટલી પેલ્વિક મેઝરમેન્ટ કરવું જેના કારણે કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ ની કન્ડિશન છે કે નહીં તે પ્રોપરલી અસેસ કરી શકાય.

  • 2) એન્ટિનેટલ કેર:

અર્લી ડિટેકશન પ્રેગનેન્સી ના અર્લી પિરિયડ દરમિયાન રુટીન્લી એન્ટીનેટલ ચેકઅપ દ્વારા અથવા તો અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામિનેશન દ્વારા કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ નું અર્લી આઇડેન્ટિફિકેશન કરવું.

કન્સલ્ટેશન વુમન ને જો હાઇરિસ્ક પ્રેગ્નન્સી હોય તો તેને ઑબ્સ્ટેટ્રિશિયન્સ સ્પેશિયાલિસ્ટ પાસે અને તેમના કોમ્પ્રાહેંસીવ મેનેજમેન્ટ માટે પેરીનેટોલોજિસ્ટ પાસે રીફર કરવું.

  • 3) લેબર મેનેજમેન્ટ:

કંટીન્યુઅસ મોનિટરિંગ લેબર દરમિયાન મેટરનલ તથા ફિટલ કંડીશન ને ક્લોઝલી મોનિટરિંગ કરવું જેમા, ફીટલ હાર્ટ રેટ નું પ્રોપરલી મોનિટરિંગ કરવું તથા મેટરનલ વાઇટલ સાઇન નું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.

લેબર પ્રોગ્રેસ લેબર પ્રોસેસ ને કંટીન્યુઅસલી અસેસ કરવું જો લેબર એ સ્લો હોય અથવા અરેસ્ટ હોય તો તે સેફેલોપેલ્વિક ડીસપ્રપોર્શન ની કન્ડિશન ઇન્ડિકેટ કરે છે.

પોઝીશનિંગ મધર ને પ્રોપર પોઝિશન પ્રોવાઇડ કરવી કે જે લેબર પ્રોગ્રેસ માટે ઓપ્ટિમલ પેલ્વિક ડાયમેન્શન પ્રોવાઇડ કરે.

  • 4) ઇન્ટરવેન્શન ડ્યુરિંગ લેબર:

આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બરેન જો મેમ્બરેન એ ઇન્ટેક હોય અને લેબરનું સ્લોલી પ્રોગ્રેસન થતું હોય તો આર્ટિફિશ્યલી રપ્ચર ઓફ મેમ્બરેન કરી લેબરના પ્રોગ્રેસ ને ઇમ્પ્રુવ કરી શકાય.

ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન કોન્ટ્રાકશન ને ઇમ્પ્રુવ કરવા માટે ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન પ્રોવાઇડ કરવું અને તેની સાથે ફિટસ અને યુટેરાઇન કોન્ટ્રાકશન નું કન્ટીન્યુઅસલી મોનીટરીંગ કરતું રહેવું.

ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી: જો બાળક તકલીફ માં હોય અને વજાયનલ ડિલેવરી શક્ય હોય તો વેક્યૂમ એક્સટ્રક્શન અથવા ફોર્સેપ્સ ડિલિવરી કરી શકાય.

  • 5) સિઝેરિયન સેક્શન:

ઇન્ડિકેશન જ્યારે વજાઇનલ ડીલેવરી ઇમ્પોસિબલ હોય ત્યારે સિઝેરિયન સેક્શન પરફોર્મ કરવામાં આવે છે જેના કારણે ફિટસ અને મધર થતી કોઇપણ કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરી શકાય.

ટાઇમિંગ જ્યારે વજાઇનલ ડીલેવરી ઇમ્પોસિબલ હોય ત્યારે ટાઇમ્લી સિઝેરિયન સેક્શન કરવાનું ડિસિઝન લેવું અગત્યનું છે જેના કારણે ફિટસ તથા મધર ને થતી કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરી શકાય.

  • 6) પોસ્ટપાર્ટમ કેર:

મેટરનલ મોનિટરિંગ પોસ્ટપાર્ટમ પિરિયડ દરમિયાન મધર ને ક્લોઝલી મોનિટરિંગ કરવું જેના કારણે પોસ્ટ પાર્ટમ પિરિયડ દરમિયાન થતી કોઇપણ કોમ્પ્લીકેશન જેમ કે પોસ્ટ પાર્ટમ હેમરેજ જેવી કન્ડિશન ને પ્રિવેન્ટ કરી શકાય.

નીયોનેટલ કેર ન્યુબોર્ન ના બર્થ પછી તેને ઇમિડિએટલી ન્યુબોર્ન કેર પ્રોવાઇડ કરવી સ્પેસિયલી જ્યારે કોઇ પણ કોમ્પ્લિકેટેડ લેબર ની કન્ડિશન અરાઇઝ થય હોય તેવી કન્ડિશન માં ઇમિડિએટલી ન્યુબોર્ન કેર પ્રોવાઇડ કરવી જેના કારણે ન્યુબોર્ન એ પ્રોપરલી વેલ્બીંગ છે તે એન્સ્યોર કરી શકાય .

  • 7) કાઉન્સેલિંગ એન્ડ એજ્યુકેશન:

એજ્યુકેશન મધર તથા તેના ફેમિલી મેમ્બર્સ ને મધરની કન્ડિશન તથા તે અરાઇઝ થવા માટેના કોઝ અને ઇન્ટરવેશન માટેની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરી તેમને એજ્યુકેટ કરવા.

ફ્યુચર પ્રેગનેન્સી પ્લાનિંગ ફ્યુચર પ્રેગ્નેન્સિ અને ડિલિવરી ઓપ્સન્સ પર કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ ની ઇફેક્ટ નુ ડિસ્કસન કરવુ.

  • 8) મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચીસ:

ટીમ કોલાબોરેશન જ્યારે વધારે પડતી કોમ્પ્લીકેટેડ કન્ડિશન થઇ હોય ત્યારે ઑબ્સ્ટેટ્રિશિયન્સ, મિડવાઇવ્સ,એનેસ્થેસિસ્ટ,નિયોનેટોલોજીસ્ટ આ બધા જ સ્પેશિયાલિસ્ટ અવેઇલેબલ હોવા જોઇએ.

  • 9) સાયકોલોજીકલ સપોર્ટ:

કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ ની કન્ડિશન એ વુમન માટે સ્ટ્રેસફુલનેસ તથા ઇમોશનલી ચેલેન્જ કરે તેવું હોય છે તેથી મધર તથા ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

આમ, કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ ના કારણે મધર તથા ચાઇલ્ડ ને થતી કોમ્પ્લીકેશન ને પ્રિવેન્ટ કરવા માટે તેનું પ્રોપર મેનેજમેન્ટ કરવુ અગત્ય નું રહે છે.

🔸3) Describe injection oxytocin drug ઈન્જેક્શન ઓકસીટોશીન ડ્રગ વિશે વર્ણન કરો.

ઇન્જેક્શન ઓક્સિટોસીન :

  • •>ઇન્ટ્રોડક્શન ઓક્સિટોસિન એ ઓક્ટોપેપ્ટાઇડ છે. ઓક્સિટોસિન એ કુદરતી રીતે હાઇપોથેલેમસ માંથી ઉત્પન્ન થાય છે પરંતુ તે સ્ટોર અને રિલીઝ એ પોસ્ટીરીયર પીટ્યુટરી માંથી થાય છે. ઓક્સિટોસિન ની હાફ લાઇફ 3-4 મિનિટ માટે અને તેની એક્શનનો સમયગાળો આશરે 20 મિનિટનો હોય છે.
    તે ઓક્સિટોસીનેસ દ્વારા ઝડપથી મેટાબોલાઇઝ અને ડિગ્રેડેડ થાય છે.
  • •>મોડ ઓફ એક્શન ઓક્સિટોસિન એ યુટરાઇન મસલ્સ ને કોન્ટ્રાકશન કરવામાં હેલ્પ કરે છે. ઓક્સિટોસિન નો મેઇન મોડ ઓફ એક્શન એ યુટ્રસ ના ફંડલ પાર્ટ નુ કોન્ટ્રાકશન કરે છે અને સાથે સાથે સર્વિક્સ નું રિલેક્સેશન કરે છે.
    ઓક્સિટોસિન એ ડેસીડ્યુંઆ માંથી પ્રોસ્ટાગ્લેન્ડિન ને રિલીઝ કરવામાં પણ હેલ્પ કરે છે અને સાથે સાથે બ્રેસ્ટ માંથી મિલ્ક ઇજેક્શન ને પણ સ્ટીમ્યુલેટ કરવા માં પણ હેલ્પ કરે છે.

•>પ્રિપેરેશન યુઝ્ડ

  • 1)સિન્થેટીક ઓક્સિટોસિન (સિન્ટોસીન ઓર પીટોસીન)
    તેમાં માત્ર વાસોપ્રેશર એક્શન સિવાય ઓક્સિટોસિક ઇફેક્ટ આવે છે.
    સિન્ટોસીન એ એમ્પયુલ મા અવેઇલેબલ છે.તેમા 5 IU/Ml.
    પિટોસીન 5 IU/ml.
  • 2)સિન્ટોમેટ્રીન ( સેન્ડોઝ): સિન્ટોસીન 5 unit અને અરગોમેટ્રીન 0.5 mg નુ કોમ્બિનેશન.
  • 3)ડેસઅમાઇનો ઓક્સિટોસિન:   ઓક્સીટોસીનેઝ દ્વારા ઇનએક્ટિવેટ થતું નથી અને ઓક્સિટોસિન કરતા 50-100% વધારે ઇફેક્ટીવ છે. તે બકલ ટેબલેટ્સમાં અવેલેબલ છે.
    કન્ટેઇન 50 IU.
  • 4) ઓક્સિટોસિન નેઝલ સોલ્યુશન: કન્ટેઇન 40 units/ml.

•>ઇન્ડીકેશન: ઓક્સીટોસીન એ થેરાપીમ્યુટિક તરીકે તથા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પ્રેગ્નન્સી,લેબર અને પર્પેરીયમ પિરિયડ દરમિયાન યુઝ થાય છે.

1) પ્રેગ્નેન્સી:

  • અર્લી પ્રેગ્નેન્સી એબોર્શન ની ઝડપને વધારવા માટે અને બીજા એબોરટીફેસીયન્ટ એજન્ટ સાથે એબોર્શનના ઇન્ડક્શન માટે યુઝ થાય છે.
  • યુટ્રસ ના ઇવાક્યુએશન બાદ બ્લિડીંગ ને સ્ટોપ કરવા માટે.

લેટ પ્રેગ્નન્સી:

  • લેબર ના ઇન્ડક્શન માટે.
  • પ્લેસેન્ટા ના એક્સ્પલઝન થયા બાદ.
  • સર્વાઇકલ રાઇપનિંગ માટે.

2) લેબર

  • ઓગ્મેન્ટેન્શન ઓફ લેબર.
  • યુટેરાઇન ઇનરસિયા.
  • લેબર ના થર્ડ સ્ટેજ ના એક્ટિવ મેનેજમેન્ટ દરમિયાન.
  • એર્ગોમેટ્રીન ના અલ્ટરનેટીવ તરીકે પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન બાદ યુઝ થાય છે.
  • પોસ્ટ પાર્ટમ હેમરેજ ને પ્રિવેન્ટ તથા ટ્રીટ કરવા માટે.

3) પરપેરિયમ અથવા પોસ્ટપાર્ટમ

  • પોસ્ટ પાર્ટમ હેમરેજ ને પ્રિવેન્ટ તથા ટ્રીટ કરવા માટે.
  • મિલ્ક ઇજેક્યુલેશન ને ઇન્ક્રીઝ કરવા માટે.

•> કોન્ટ્રાઇન્ડીકેશન:

  • પ્રેગ્નેન્સી
  • ગ્રાન્ડ મલ્ટીપારા,
  • કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ,
  • પ્રિવિયસ સિઝેરિયન સેક્શન ની હિસ્ટ્રી,
  • હિસ્ટેરોટોમી,
  • માલપ્રેઝન્ટેશન.
  • ડ્યુરિંગ લેબર પ્રેગનેન્સી સમય દરમિયાન ના બધા કોન્ટ્રાઇન્ડીકેશન્સ, ઓબસ્ટ્રક્ટેડ લેબર, ઇનકોઓર્ડીનેટ યુટેરાઇન કોન્ટ્રાકશન, ફીટલ ડિસ્ટ્રેસ.
  • એની ટાઇમ હાઇપો વોલેમિક સ્ટેટ, કાર્ડીયાક ડીસીઝ.

•> ડેન્જર્સ/ કોમ્પ્લિકેશન ઓફ ઓક્સિટોસિન:

મેટર્નલ
યુટેરાઇન હાઇપરસ્ટીમ્યુલેશન
(ઓવર એક્ટિવિટી),
યુટેરાઇન રપ્ચર,
વોટર ઇનટોક્સિકેસન,
હાઇપોટેન્સન,
એન્ટીડાયયુરેસીસ,
પીટ્યુટરી સોક.

ફિટસ
ફિટલ ડિસ્ટ્રેસ,
ફિટલ હાઇપોક્સિયા,
ઇન્ક્રીઝ ઇન્સીડન્સ ઓફ નીયોનેટલ જોન્ડિસ.

•>રુટ એન્ડ ડોઝ ઓફ ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન

કંટ્રોલ્ડ ઇન્ટ્રા વિનસ ઇન્ફ્યુઝન,
Bolus IV ( ઇન્ટ્રા વિનસલી),
IM( ઇન્ટ્રા મસ્ક્યુલર),
બકલ ટેબલેટ્સ ઓર નેઝલ સ્પ્રે.

ઇન્ડક્શન ઓર ઓગ્મેન્ટેન્શન ઓફ લેબર: IV( ઇન્ટ્રાવિનસલી) ઇનિશિયલ ડોઝ એ લો રેટમાં સ્ટાર્ટ કરવામાં આવે છે( 1-2 મીલીયુનીટ પર મીનીટ) ત્યારબાદ યુટેરાઇલ કોન્ટ્રાકશન ને ઇન્ક્રીઝ કરવા માટે ગ્રેજ્યુઅલી તેનો ડોઝ ઇન્ક્રીઝ કરી શકાય છે.મેક્સિમમ 20-40 મીનીયુનીટ/મીનીટ સુધી એડમિનિસ્ટ્રેશન કરી શકાય છે અને તે દરેક વુમન વાઇસ અલગ અલગ હોય છે.

યુટેરાઇન કોન્ટ્રેક્શન ને ઇન્ક્રીઝ કરવા માટે તથા પોસ્ટ પાર્ટમ હેમરેજ ને પ્રિવેન્ટ તથા ટ્રીટ કરવા માટે:

IM( ઇન્ટ્રા મસ્ક્યુલર)
IM( ઇન્ટ્રા મસ્ક્યુલર) એડમિનિસ્ટ્રેશન કરવાનુ હોય તો 10 IU બેબી ના ડિલીવરી થયા બાદ ઇમીડિયેટ આપવામા આવે છે.
OR
જો IV( ઇન્ટ્રાવિનસલી) એડમિનિસ્ટ્રેશન કરવાનુ હોય તો 20 IU 500 ml ના નોર્મલ સલાઇન અથવા રિન્ગર લેક્ટેટ ના પાઇન્ટ મા એડમિનિસ્ટ્રેશન કરી ત્યારબાદ ઇન્ફ્યુઝન પ્રોવાઇડ કરવામા આવે છે.

•> નર્સિંગ રિસ્પોન્સીબિલીટીસ ઇન્જેક્શન ઓક્સિટોસિન ને એડમિનિસ્ટ્રેશન કરવું એ નર્સ માટે એક ક્રિટિકલ રિસ્પોન્સિબિલિટી છે ઓક્સિટોસિન એ લેબર ના ફેસિલિટીશન માટે તથા લેબર પ્રોગ્રેશન ને મેનેજ કરવા માટે અગત્યનો રોલ ભજવે છે છતાં પણ ઓક્સિટોસીન એડમિનીસ્ટ્રેશન માટેની નર્સિંગ રિસ્પોન્સિલિટી નીચે પ્રમાણે છે.

1) અસેસમેન્ટ એન્ડ પ્રિપેરેશન

  • અસેસમેન્ટ ઇન્જેક્શન ઓક્સિટોસિન ને એડમિનિસ્ટ્રેશન કરતા પહેલા નર્સ એ પ્રેગ્નેન્ટ વુમન ના લેબર પ્રોગ્રેશન, ફીટલ હાર્ટ રેટ, અને યુટેરાઇન કોન્સ્ટ્રકશન તથા મેટરનલ વાઇટલ સાઇન નું પ્રોપરલી અસેસમેન્ટ કરવું. જેના કારણે મેડીકેશન નુ પ્રોપરલી ઇનીસીયેસન તથા કન્ટીન્યુ કરી શકાય.
  • પ્રિપેરેશન હોસ્પિટલ પ્રોટોકોલ્સ પ્રમાણે તથા હેલ્થ કેર પર્સનલ દ્વારા પ્રિસ્ક્રાઇબ પ્રમાણે પ્રોપરલી ઓક્સિટોસિન સોલ્યુશન પ્રીપેર કરવું.

2) મોનિટરિંગ

  • યુટેરાઇન કોન્ટ્રેક્શન પાલ્પેશન મેથડ દ્વારા કંટીન્યુઅસલી યુટેરાઇન કોન્ટ્રાક્શન ને મોનિટર કરવા અને અસેસ કરવું કે યુરાઇન કોન્ટ્રાકશન એ રેગ્યુલરલી તથા પ્રોપરલી થાય છે કે નહી.
  • ફીટલ હાર્ટ રેટ ફીટલ હાર્ટ રેટ ને કન્ટીન્યુઅસલી મોનિટરિંગ કરવા અને અસેસ કરવુ કે ફિટલ ડિસ્ટ્રેસ ના કોઇ સાઇન તથા સિમ્ટોમ્સ છે કે નહી.

3)એડમિનિસ્ટ્રેશન

  • ઇનીસીયેસન એન્ડ એડજસ્ટમેન્ટ હેલ્થ કેર પ્રોવાઇડર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિકેશન ને પ્રોપર્લી એડમિનિસ્ટ્રેશન કરવી.
  • શરૂઆતમાં ઇન્ફ્યુઝન રેટ એ ઓછો રાખવો ત્યારબાદ યુટેરાઇલ કોન્ટ્રાક્શન અને લેબર પ્રોગ્રેશન ના આધારે ઇન્ફ્યુઝન ને ઇન્ક્રીઝ કરતું રહેવું.

4) પેશન્ટ એજ્યુકેશન

  • એક્સપ્લાનેસન મધર તથા તેના સપોર્ટ પર્શન ને ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન કરવા માટેનો પર્પઝ, તેના સાઇડ ઇફેક્ટ, તથા કંટીન્યુઅસલી મોનિટરિંગ વિશે એક્સપ્લાનેશન પ્રોવાઇડ કરવું.
  • એક્સપેક્ટેશન્સ મધર તથા તેના સ્પોટર્સ ને ઓક્સિટોસિન આપ્યા પછી શું એક્સપેક્ટેસન્સ છે જેમકે યુટેરાઇન કોન્ટ્રાકશન ની ઇન્ટેન્સિટી તથા ફ્રિકવન્સીસ એ ઇન્ક્રીઝ થવી વિશે એક્સપ્લાનેશન પ્રોવાઇડ કરવુ.

5)ડોક્યુમેન્ટેશન

  • ચાર્ટીંગ ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન કર્યા નુ ડોક્યુમેન્ટેશન કરવુ, જેમા સ્ટાર્ટિંગ ટાઇમ, ઇન્ફ્યુઝન રેટ,મેટરનલ વાઇટલ સાઇન,યુટેરાઇન કોન્સ્ટ્રકશન પેટર્ન,તથા ફિટલ હાર્ટ રેટ નુ કંટીન્યુઅસલી ચાર્ટિંગ કરવું.
  • રિસ્પોન્સ ટુ ટ્રીટમેન્ટ
    ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન કર્યા બાદ ઓક્સિટોસિન એ કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવ છે તે અસેસ કરવા માટે પ્રોપરલી યુટેરાઇન કોન્સ્ટ્રકશન ને મોનિટર કરવા તથા લેબર એ કેટલા પ્રમાણ મા પ્રોગ્રેસિવ છે તે અસેસ કરવુ.
    તથા ઓક્સિટોસિન ની કોઇપણ સાઇડ
    ઇફેક્ટ છે કે નહી તે અસેસ કરવુ.

6)કોમ્યુનિકેશન
ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન માટે અધર હેલ્થકેર પર્સનલ સાથે કોમ્યુનિકેશન કરવુ જેમકે,
ઓબસ્ટેટ્રીસિયન,
મીડવાઇફ તથા અધર નર્સ સાથે કોલાબોરેશન કરવુ.

પેશન્ટ અપડેટ્સ
મધર તથા તેના સપોર્ટર પર્સનને ઓનગોઇંગ પેશન્ટ અપડેટ પ્રોવાઇડ કરવી જેમાં લેબર પ્રોગ્રેસ,ફિટલ વેલ્બીંગ, તથા ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન કર્યા પછી કોઇપણ પ્રકાર ના ચેન્જીસ હોય તો તેની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.

7) એમરજન્સી રિસ્પોન્સ
ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન કર્યા સમય દરમિયાન કોઇપણ પ્રકારના સાઇડ ઇફેક્ટ જોવા મળે તથા અધર સિમ્ટોમ્સ જોવા મળે જેમ કે યુટેરાઇન હાઇપરસ્ટીમ્યુલેસન તો ઇમિડીએટલી ઓક્સિટોસિન ને ડિસકંટીન્યુ કરી સપોર્ટીવ કેર પ્રોવાઇડ કરવી.

આમ ઇન્જેક્શન ઓક્સિટોસિન પ્રોવાઇડ કરતી સમયે આ પ્રકારની નર્સિંગ રિસ્પોન્સિબિલિટી પરફોર્મ કરવાની જરૂરિયાત રહે છે.

🔸(B) Describe the nursing management of Abortion. 04 અબોર્શન માટે નર્સિંગ મેનેજમેન્ટનું સવિસ્તર વર્ણન કરો.

અબોર્શન માટે નર્સિંગ મેનેજમેન્ટ: એબોર્શન ના નર્સિંગ મેનેજમેન્ટ માં પ્રેગ્નેન્સી ના ટર્મિનેશન માંથી પસાર થતી વુમન માટે કોમ્પ્રાહેંસીવ કેર અને સપોર્ટ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે,પછી ભલે તે સ્પોન્ટેનિયસ (મિસ્કેરેજ) હોય કે ઇન્ડ્યુઝ્ડ (થેરાપ્યુટિક) એબોર્શન હોય.

1) પેશન્ટ અસેસમેન્ટ:

હિસ્ટ્રી કલેક્શન વુમનની મેડિકલ, ઓબસ્ટેટ્રીક અને ગાયનેકોલોજીકલ કન્ડિશન વિશે કમ્પ્લીટ હિસ્ટ્રી કલેક્શન કરવી.
પ્રેગનેન્સી ની જેસ્ટેશનલ એજ ને અસેસ કરવી.
એબોર્શન થવા માટેના રીઝન ને આઇડેન્ટિફાય કરવું.

ફિઝિકલ એક્ઝામિનેશન:

  • વાઇટલ સાઇન
  • મધરના કમ્પ્લીટ્લી વાઇટલ સાઇન મોનિટર કરવા જેમાં,
  • બ્લડ પ્રેશર,
  • પલ્સ,
  • રેસ્પીરેસન તથા ટેમ્પરેચર વગેરે ને પ્રોપરલી તથા કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવુ.
  • ક્લાઇન્ટ ને કોઇપણ હેમરેજ ના સાઇન છે કે નહીં તે અસેસ કરવું જેમ કે, એક્સેસિવ બ્લીડિંગ પેલનેસ વગેરે.
  • યુટેરાઇન કેવીટી ના ટેન્ડરનેસનેસ ને અસેસ કરવા માટે એબડોમિનોલ એક્ઝામિનેશન કરવું.
  • ત્યારબાદ સર્વાઇકલ ડાયલેટેશન તથા કન્સેપ્સન ની પ્રોડક્ટ એ યુટેરાઇન કેવીટીમાં પ્રેઝન્ટ છે કે નહીં તે અસેસ કરવા માટે પેલ્વિક એક્ઝામિનેશન પરફોર્મ કરવું.

2) સાયકોલોજીકલ સપોર્ટ:

  • મધર તથા ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી ઇમોશનલ સપોર્ટ તથા કાઉન્સેલીંગ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને તેની ફીલિંગ્સ અને એક્સપ્લેઇન કરવા માટે એડવાઇઝ આપવી.
  • સાઇકોલોજિકલ સપોર્ટ માટે અવેઇલેબલ રિસોર્સિસ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેમ કે સપોર્ટ ગ્રુપ એન્ડ કાઉન્સિલિંગ સર્વિસિસ.

3) પેઇન મેનેજમેન્ટ:

  • પેશન્ટના પેઇન ને રીલીવ કરવા માટે પ્રિબ્સ્ક્રાઇબ કરેલી એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી જેમ કે NSAID or Acetaminophen.
  • પેશન્ટના પેઇન ને રિલીવ કરવા માટે નોન ફાર્માકોલોજિકલ મેઝર્સ નો યુઝ કરવા માટે એડવાઇઝ આપવી જેમ કે હીટિંગ પેડ તથા રિલેક્સેશન ટેકનીક.

4) મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ ઓફ કોમ્પ્લિકેશન્સ:

હેમરેજ
પેશન્ટ ને એક્સેસિવ બિલ્ડિંગના સાઇન છે કે કેમ તે અસેસ કરવું.
મધર ને કેટલા અમાઉન્ટમાં બ્લડ લોસ થયું છે તે પ્રોપરલી એસેસ કરવું જો પેશન્ટની નીડ હોય તો બ્લડ ટ્રાન્સફયુઝન પ્રિપેર કરવુ

ઇન્ફેક્શન
પેશન્ટ ને ઇન્ફેક્શનના સાઇન તથા સીમટોમ્સ છે કે કેમ તે અસેસ કરવું જેમ કે ,
ફીવર આવવો,
ફાઉલ સ્મેલિંગ,
ડિસ્ચાર્જ નીકડવો તથા લોવર એબડોમીનલ પેઇન જેવા સિમ્ટોમ્સ છે કે નહીં તે પ્રોપરલી એસેસ કરવું.
પેશન્ટને પ્રિસ્ક્રાઇબ પ્રમાણે એડીક્યુએટ એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.

રીટેઇન્ડ પ્રોડક્ટ ઓફ કન્સેપશન
પેશન્ટને ઇનકમ્પ્લીટ એબોર્શન ના સાઇન છે કે કેમ તેનું પ્રોપરલી મોનીટરીંગ કરવું જેમ કે કંટીન્યુ હેવીબ્લિડિંગ થવું તથા કેમ્પિંગ પેઇન થવું.
પેશન્ટને પોસિબલ સર્જીકલ ઇન્ટરવેશન માટે પ્રિપેર કરવું જેમ કે ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ ( D & C).

5) પેશન્ટ એજ્યુકેશન:

પોસ્ટ અબોર્શન કેર

  • પેશન્ટ ને ઇમિડીએટલી મેડિકલ કેર ની જરૂરિયાત પડે તેવા સાઇન તથા સીમટોમ્સ વિશે પેશન્ટ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેમ કે હેવી બ્લડિંગ, પેઇન તથા ફીવર.
  • ઇન્ફેક્શન અને પ્રિવેન્ટ કરવા માટે પેરીનિયલ હાઇજિન મેઇન્ટેન રાખવા માટે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઇડ કરવું.

ફોલોઅપ કેર
પેશન્ટને એબોર્શન થયા બાદ એક થી બે વીક માટે ફોલોઅપ એપોઇન્ટમેન્ટ લેવા માટે એડવાઇઝ આપવી જેના કારણે કમ્પ્લીટ રિકવરી છે કે કેમ તે પ્રોપરલી ખાતરી કરી શકાય.
ફોલો અપ વિઝીટના ઇમ્પોર્ટન્સ વિશે પેશન્ટ ને કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

કોન્ટ્રાસેપ્ટીવ કાઉન્સેલિંગ
પેશન્ટને અનઇન્ટેનડેડ પ્રેગ્નન્સીને પ્રિવેન્ટ કરવા માટે અવેઇલેબલ કોન્ટ્રાસેપ્ટીવ ઓપ્શન વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવુ.
એબોર્શન થયા બાદ કોન્ટ્રાસિટીવ ને યુઝ કરવા માટે ના ટાઇમિંગ વિશે પણ પેશન્ટ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

6) ડિસ્ચાર્જ પ્લાનિંગ:
ડિસ્ચાર્જ પ્લાનિંગ માં ખાતરી કરવી કે પેશન્ટ એ તેના ઘરે જવા માટે સક્ષમ છે તથા તેમના ઘર પર એડિક્યુએટ સપોર્ટ અને સેફ એન્વાયરમેન્ટ એ પેશન્ટને મળી શકે છે કે કેમ.
ત્યારબાદ રિટન (લખાણ દ્વારા)માં ઇન્સ્ટ્રક્શન પ્રોવાઇડ કરવું કે જેમાં મેડીટેશન યુઝ, ત્યારબાદ એક્ટિવિટી રિસ્ટ્રિક્શન, તથા કોમ્બ્લીકેશન્સ ના સાઇન વિશે પણ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.
સપોર્ટ સર્વિસીસ તથા કમ્યુનિટીમાં અવેઇલેબલ રિસોર્સીસ વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.

ડોક્યુમેન્ટેશન:
બધા જ અસેસમેન્ટ, ઇન્ટરવેશન, પેન્શન્ટ રિસ્પોન્સ તથા પ્રોવાઇડ કરવામાં આવેલા એજ્યુકેશન નું પ્રોપરલી તથા એક્યુરેટલી ડોક્યુમેન્ટેશન કરવું.
પેશન્ટને ઇમોશનલ સ્ટ્રેટસ ને રેકોર્ડ કરવુ તથા તેમને કાઉન્સેલિંગ અને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

જે વુમન નું એબોર્શન થયું હોય તેમના કોમ્પ્રાહેંસીવ મેનેજમેન્ટ માં નર્સ એ ક્રીટીકલ રોલ પ્લે કરે છે જેમાં સહાનુભૂતિ વાળી કેર પ્રોવાઇડ કરવી, પેશન્ટની ફિઝિકલ અને ઇમોશનલ વેલ્બિંગ ની ખાતરી કરવી, અને અબોર્શન થયા પછીની કેર અને કોન્ટ્રાસેપ્ટીવ્સ ના ઓપ્શન વિશે પેશન્ટ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવાનું ઇનવોલ્વમેન્ટ થાય છે.
પેશન્ટ નું પ્રોપરલી એસેસમેન્ટ, મોનિટરિંગ અને પ્રોપર ઇન્ટરવેશન પ્રોવાઇડ કરવાથી પેશન્ટ ને થતી કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરી શકાય છે તથા રિકવરી પ્રોસેસ ને પણ સરળ બનાવી શકાય છે.
આમ,અબોર્શન નું પ્રોપરલી મેનેજમેન્ટ કરવું એ મધર ની વેલ્બીંગ ને ઇમ્પ્રુવ કરવા માટે અગત્યનો રોલ પ્લે કરે છે.

🔸OR🔸

⏩ Q-2 🔸(A) Write down the causes of twins pregnancy and explain its effect on mother and fetus, 08 ટવીન્સ પ્રેગનેન્સીના કારણો લખો અને તેની માતા અને ફીટસ પર થતી અસરો સમજાવશે.

•>ટવીન્સ પ્રેગનેન્સીના કારણો,
•>ટવીન્સ પ્રેગનેન્સીની માતા અને ફીટસ પર થતી અસરો

ટવીન્સ પ્રેગનેન્સીના કારણો: જ્યારે બે ફીટસ એ એકસાથે યુટેરાઇન કેવીટી માં વિકાસ પામે તો તેને ટ્વીન્સ કહેવામાં આવે છે.

••> કારણો: એક્ઝેટ કોઝ અનનોન છે.

1)મેટરનલ એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે જેમ કે:

  • રેસ : નેગ્રોન્સ મા હાઇએસ્ટ જોવા મળે છે.
  • હેરેડીટરી : આ મેઇન્લી મેટરનલ સાઇડ થી મોર કોમનલી ટ્રાન્સમીટ થાય છે.
  • એડવાન્સ એજ ઓફ મધર: મધર ની એડવાન્સ એજ ના કારણે જેમ કે 30-35 વર્ષ હોવાના કારણે.
  • હોર્મોનલ ફેક્ટર: અમુક પ્રકારના હોર્મોન્સ ના કારણે અમુક સમયે ઓવ્યુલેશન માં એક કરતાં વધારે એગ નું રીલીઝ થવાના કારણે.
  • ઇન્ફ્લુઅન્સ ઓફ પારીટી ના કારણે:ઇન્ક્રીઝ પારીટી ના કારણે ના કારણે મેઇન્લી 5th ગ્રેવીડા.
  • આઇટ્રોજેનીક આમાં ઓવ્યુલેશન માં યુઝ કરવામાં આવતી ડ્રગ્સ ના કારણે.
  • પ્રિવ્યસ પ્રેગનેન્સી ના કારણે: જો પહેલા પ્રેગનેન્સી મા ટ્વીન્સ ચાઇલ્ડ હોય તો થોડા પ્રમાણમાં નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં પણ ટ્વીન્સ થવાના ચાન્સ રહે છે.
  • હાઇપર ઓવ્યુલેશન: અમુક કન્ડિશન જેમકે પોલી સિસ્ટીક ઓવેરી સિન્ડ્રોમ (PCOS)ના કારણે તથા બીજા હોર્મોનલ ઇમબેલેન્સ થવાના કારણે મલ્ટીપલ ઓબ્યુલેશન થવાના ચાન્સ ઇન્ક્રીઝ થાય છે.

2)સુપરફેક્યુન્ડેશન આમાં બે ડીફરન્ટ ઓવા એ સેમ સાયકલ માં રિલીઝ્ડ થયા હોય અને સેપરેટ એક્ટ ઓફ કોઇટસ દ્વારા શોર્ટ પિરિયડ ઓફ ટાઇમ માં ફર્ટિલાઇઝેશન થયા હોય તેને સુપરફેક્યુન્ડેસન કહે છે.

3) સુપરફીટેશન, આમાં બે ઓવા એ ડિફરન્ટ મેન્સટ્રુઅલ સાયકલ દ્વારા રિલીઝ થય અને ફર્ટિલાઇઝેશન થાય તેને સુપર ફિટેશન કહે છે.

4) ફિટર્સ પેપિરેસીસ અથવા કોમ્પ્રેસસ આમાં એક ફિટસ એ અર્લી ડાઇ થય થયેલું હોય અને ડેડ ફીટર્સ એ લિવિંગ ફિટસના મેમ્બરેન અને યુટેરાઇન વોલ ની વચ્ચે ફ્લેટ એન્ડ તથા કમ્પ્રેસ્ડ થયેલું હોય.

5)ફિટલ એકાર્ડિઆસીસ આ યુનીઓવ્યુલર ટ્વિન્સ મા જોવા મળે છે.

6) આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેકનિક: ફર્ટીલિટી ટ્રીટમેન્ટ જેમકે ઇન ઇવિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ના કારણે મલ્ટીપલ એગ્સ એ ફર્ટિલાઇઝ થયને મલ્ટીપલ પ્રેગનેન્સી થય શકે છે.

••>ટવીન્સ પ્રેગનેન્સીની માતા અને ફીટસ પર થતી અસરો:

  • ટ્વીન્સ પ્રેગનેન્સી એટલે એક કરતાં વધારે ચાઇલ્ડ કે યુટેરાઇન કેવીટી માં ગ્રો થતા હોય છે, તેના કારણે તે ટવીન્સ ના ગ્રોથ તથા ડેવલોપમેન્ટ માટે ની નીડ પણ વધારે પ્રમાણ મા હોય છે તો આ કારણ ના લીધે મધર તથા ફિટસ ની હેલ્થ પર ઇફેક્ટ થાય છે.

ઇફેક્ટ ઓન મધર:

1) ફિઝિયોલોજિકલ ડિમાન્ડ:

  • ઇન્ક્રીઝ રિસ્ક ઓફ કોમ્પ્લિકેશન્સ:
    ટ્વીન્સ પ્રેગનેન્સી ના કારણે જેસ્ટેશનલ ડાયાબિટીસ, હાયપરટેન્શન,
    પ્રી એકલેમ્પસિયા, એનીમીયા તથા પ્લેસેન્ટલ એબનોર્માલીટીસ જેમકે, પ્લેસેન્ટાપ્રિવ્યા તથા એબ્રપ્સીઓ પ્લેસેન્ટા જેવી કન્ડિશન થવાના રિસ્ક ઇન્ક્રીઝ થાય છે.
  • હાઇપરએમેસિસ ગ્રેવીડેરમ:
    ટ્વીન્સ પ્રેગનેન્સી ના કારણે હાઇપરએમેસિસ ગ્રેવિડેરમ એટલે કે એક્સેસિવ અમાઉન્ટમાં નોઝિયા તથા વોમિટિંગ થાય છે જેના કારણે મધર ને ડીહાઇડ્રેશન,ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી તથા ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ જેવી કન્ડિશન થય શકે છે.
  • ઇન્ક્રીઝ વેઇટ ગેઇન:
    જ્યારે વુમન ને ટ્વિન્સ પ્રેગ્નન્સી હોય ત્યારે સિંગલટોન પ્રેગ્નન્સી ના કમ્પેરીઝન માં મધર નો વેઇટ એ વધારે પ્રમાણમાં ગેઇન થાય છે.
  • ફટીગ એન્ડ ડીસકમ્ફર્ટ:
    સિંગલ ટોન પ્રેગનેન્સી ની સરખામણીમાં ટ્વિન્સ પ્રેગ્નેન્સીમાં યુટ્રસ એ વધારે પ્રમાણ તથા રેપીડલી સ્ટ્રેચ થાય છે જેના કારણે મધર ને ડિસ્કમ્ફર્ટ, બેક પેઇન તથા થાક મા વધારો થાય છે.

2) ડીલેવરી કોમ્પ્લિકેશન:

  • હાયર ચાન્સ ઓફ સિઝેરિયન સેક્શન:
    જ્યારે ટ્વિન્સ પ્રેગ્નેન્સી ની કન્ડિશન હોય ત્યારે ફિટસ ની એબનોર્મલ પ્રેઝન્ટેશન(બ્રીચ પ્રેઝન્ટેશન) ના કારણે તથા બીજી કોઇ પણ પ્રકારની કોમ્પ્લિકેશન થવાના કારણે સિઝેરિયન સેક્શન દ્વારા ડીલેવરી કરવાના ચાન્સ વધારે પ્રમાણમાં હોય છે.
  • ઇન્ક્રીઝ રિસ્ક ઓફ પ્રી ટર્મ બર્થ:
    જ્યારે ટ્વીન્સ પ્રેગનેન્સી હોય ત્યારે પ્રી ટર્મ બર્થ થવાના ચાન્સ વધારે પ્રમાણમાં હોય છે જેના કારણે ન્યુબોર્ન ને કોમ્પ્લિકેશન પણ અરાઇઝ થઈ શકે છે. જેના કારણે સ્પેશિયાલાઇઝ કેર ની પણ જરૂરિયાત પડે છે.

3) ઇમોશનલ એન્ડ સાઇકોલોજીકલ ઇમ્પેક્ટ:

ટ્વીન પ્રેગનેન્સી ના કારણે ફિઝિકલ ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે તથા પોટેન્શિયલ કોમ્પ્લિકેશન્સ ના રિસ્ક પણ વધારે થાય છે તેથી આ સિચ્યુએશન સામે કોપ અપ કરવાથી મધર મા એન્ઝાઇટી , સ્ટ્રેસ ફીયર તથા ઇમોશનલી સ્ટ્રેઇન વગેરે જેવી કન્ડિશન થઈ શકે છે.

••>ઇફેક્ટ ઓન ફિટસ:

1) ઇન્ટ્રા યુટેરાઇન એન્વાયરમેન્ટ:

  • ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રિટારર્ડેશન (IUGR):
    જ્યારે ટ્વિન્સ પ્રેગ્નન્સી હોય છે ત્યારે સિંગલટોન ફીટસ કરતા ટ્વિન્સમાં ન્યુટ્રિશિયસ નીડ એ વધારે પ્રમાણમાં હોય છે તથા યુટેરાઇન કેવીટીમાં ટ્વિન્સને ડેવલોપ થવા માટે સ્પેસ પણ ઓછા પ્રમાણમાં મળે છે જેના કારણે ફીટસ એ તેના નોર્મલ જે જેસ્ટેશનલ એજ કરતા ઓછા પ્રમાણમાં ગ્રો થઇ શકે છે અને ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન( IUGR )ની કન્ડિશન અરાઇઝ થય શકે છે.
  • ટ્વીન-ટુ-ટ્વીન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમ (TTTS):
    ટ્વીન-ટુ-ટ્વીન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમ (TTTS)ત્યારે થઇ શકે છે, જ્યારે આઇડેન્ટીકલ ટ્વીન્સ સાથેની પ્રેગ્નેન્સી માં પ્લેસેન્ટા એ (મોનોકોરિઓનિક) ફીટસીસ શેર કરે છે, જ્યાં ફિટસીસ વચ્ચે અસમાન બ્લડ ફ્લો હોય છે, જે તેમના ગ્રોથ અને ડેવલોપમેન્ટ ને અફેક્ટ કરે છે.

2) ડેવલોપમેન્ટલ ચેલેન્જીસ:

  • પ્રિટર્મ બર્થ કોમ્પ્લિકેશન:
    ટ્વીન્સ ચાઇલ્ડ માં પ્રિમેચ્યોર બર્થ થવાના કારણે થતા કોમ્પ્લીકેશન્સ અરાઇઝ થય શકે છે જેમ કે, રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ,જોન્ડીસ તથા ઇન્ફેક્શન થય શકે છે.
  • મોનિટરિંગ એન્ડ કેર:
    ટ્વીન્સ પ્રેગનેન્સી હોય તેવી કન્ડિશનમાં રેગ્યુલર અલ્ટ્રાસાઉન્ડ સ્કેન તથા ફિટલ મોનિટરિંગ એ જરૂરી હોય છે જેના કારણે ફિટસ ને કોઇપણ કોમ્પ્લિકેશન હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન થય શકે જેની મદદ થી એપ્રોપ્રિએટ મેઝર્સ લય શકાય છે.

3) પોઝિશન એન્ડ પ્રેઝન્ટેશન:
ટ્વીન્સ પ્રેગનેન્સી હોય તેવી કન્ડિશનમાં ફીટસ માં માલપ્રેઝન્ટેશન(Ex: બ્રીચ પ્રેઝન્ટેશન)ની કન્ડિશન વધારે પ્રમાણમાં જોવા મળે છે જેના કારણે સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત પડે છે.

આમ, ટ્વીન્સ પ્રેગ્નન્સી એ મધર તથા ફિટસ ના હેલ્થ સ્ટેટસ ને અફેક્ટ કરે છે. જેના કારણે કોમ્પ્લીકેશન્સ અરાઇઝ થઇ શકે છે આ કોમ્પ્લિકેશન્સ ને પ્રિવેન્ટ કરવા માટે મધર તથા ફિટસ ના હેલ્થ સ્ટેટસ ની પ્રોપરલી કેર કરવી એ અગત્ય નુ હોય છે. જેના કારણે કોમ્પ્લીકેશન્સ અરાઇઝ થતી પ્રિવેન્ટ કરી શકાય તથા મધર અને ફિટસ ના હેલ્થ સ્ટેટસ માં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય.

🔸(B) Write down the functions of fallopian tube. 04 ફેલોપીઅને ટ્યુબના કાર્યો લખો.

ફેલોપીઅન ટયુબના કાર્યો: ફેલોપિયન ટ્યુબ ને યુટેરાઇન ટ્યુબ અથવા ઓવી ડક્ટ પણ કહેવામાં આવે છે.

જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ મા ઘણા ઇમ્પોરટન્ટ ફંક્શન કરે છે જે નીચે મુજબ છે:

  • 1)Oocytes નું ટ્રાન્સપોરટેશન: ફેલોપિયન ટ્યુબ નું પ્રાઇમરી ફંક્શન એ ઓવરી માંથી રિલીઝ થયેલા oocytes (એગ)ને યુટ્રસ તરફ લઇ જવાનું છે. આ ટ્રાન્સપોર્ટેશન એ ટ્યુબ ની અંદર રહેલા સિલિયા અને મસ્ક્યુલર કોન્ટ્રાકશન દ્વારા કરવામા આવે છે.
  • 2)ફર્ટીલાઇઝેસન: ફેલોપિયન ટ્યુબ એ એવી સાઇટ છે જ્યાં, સામાન્ય રીતે ફર્ટીલાઇઝેસન થાય છે. ઓવ્યુલેશન પછી, જો સ્પર્મ એ ફેલોપિયન ટ્યુબ માં પ્રેઝન્ટ હોય,તો તે ટ્યુબ મા રિલીઝ થયેલા એગ ને ફર્ટીલાઇઝ કરી શકે છે.
  • 3) ન્યુટ્રીઅન્ટ સપોર્ટ: ફેલોપિયન ટ્યુબમાં રહેલા એપીથિલિયલ સેલ્સ દ્વારા થતુ સિક્રીશન એ અર્લી એમ્બ્રીઓ ને જરૂરી ન્યુટ્રીઅન્ટસ ટ્રાન્સપોર્ટ કરીને સ્યુટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવામાં મદદ કરે છે.
  • 4) ગાઇડન્સ ફોર એમ્બ્રિયો: એક વખત ફર્ટિલાઇઝેશન થયા બાદ, ફેલોપિયન ટ્યુબ ફર્ટીલાઇઝેસન દ્વારા ફોમૅ થયેલા એમ્બ્રીઓ ને યુટ્રસ તરફ ઇમ્પલાન્ટેશન થવા માટે ગાઇડન્સ પ્રોવાઇડ કરે છે.
  • 5) સિક્રીટરી ફંક્શન: ફેલોપિયન ટ્યુબ ની લાઇનિંગમાં રહેલા એપીથિલિયલ સેલ્સ એ એવા સબસ્ટન્સ ને રિલીઝ કરે છે કે જે ઓવમ તથા સ્પર્મ ને નરિશમેન્ટ પ્રોવાઇડ કરે છે જેના કારણે એમ્બ્રિયો એ ફિલોપિયન ટ્યુબમાં ફોર્મ થાય તથા તેનુ અર્લી ડેવલોપમેન્ટ થાય છે.
  • 6) ડિફેન્સ મિકેનિઝમ: જ્યારે ફર્ટિલાઇઝ થયેલું એમ્બ્રીઓ એ ફેલોપિયન ટ્યુબ દ્વારા યુટરાઇન કેવીટીમાં ઇમ્પ્લાન્ટેશન થાય ત્યારે ફેલોપિયન ટ્યુબમાં એવું મિકેનિઝમ હોય છે કે જે એમ્બ્રિઓ ને ઇન્ફેક્શન થતું પ્રિવેન્ટ કરે છે જેના લીધે એમ્બ્રીઓ નુ ઇમ્પ્લાન્ટેશન એ યુટેરાઇન કેવીટીમાં પ્રોપરલી થઇ શકે છે.
  • 7) હોર્મોનલ સેન્સ:
  • ફેલોપિયન ટ્યુબ એ રિપ્રોડક્ટિવ સાઇકલ મા થતા હોર્મોનલ ચેન્જીસ ને સેન્સ કરી શકે છે, જે તેમની મોટીલિટી અને સિક્રિટરી ફંક્શન ને અફેક્ટ કરી શકે છે.
  • ઓવરઓલ ફેલોપિયન ટ્યુબ એ ફર્ટિલાઇઝેશન માટે ક્રુશિયલ હોય છે કારણકે તે ફર્ટિલાઇઝેશન માટે જરુરી એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરે છે તથા ફર્ટિલાઇઝેશન દ્વારા ફોર્મ થયેલ એમ્બ્રીઓ એ ફરધર ડેવલોપમેન્ટ માટે યુટેરાઇન કેવીટી માં ઇમ્પ્લાન્ટેશન થતા પહેલા તેનુ અર્લી ડેવલોપમેન્ટ કરે છે.

⏩ Q-3 Answer the following. (Any Two) 2×6=12

🔸1) Write down physiological changes during Puerperium. પરપ્યુંરિયમ દરમ્યાન થતા શારીરિક ફેરફારો લખો.

પરપેરિયમ પિરીયડ દરમ્યાન થતા ફીઝીયોલોજીકલ ચેન્જીસ:

  • પરપેરિયમ:
    પરપેરીયમ એટલે ચાઇલ્ડ બર્થ પછી નો 6 વીક (42 દિવસ) નો પિરિયડ કે જેમાં બોડી ના ટીશ્યુ સ્પેશ્યલી પેલ્વિક ઓર્ગન્સ એ એનાટોમીકલી અને ફિઝિયોલોજીકલી બંને રીતે પ્રિપ્રેગ્નેન્ટ સ્ટેજ માં પાછા આવે છે તેને પરમેરીયમ કહેવામાં આવે છે.
  • ડ્યુરેશન:
    પરપેરીયમ ની શરૂઆત પ્લેસેન્ટા એક્સપેલ આઉટ થાય ત્યારથી આશરે 6 વિક સુધીનો છે તેમાં યુટ્રસ એ ઓલમોસ્ટ નોનપ્રેગ્નેન્ટ સાઇઝનું થઇ જાય છે.
    તેમાં સમયગાળો આશરે નીચે પ્રમાણે ડિવાઇડ થયેલો છે:

• ઇમીડીયેટ : વિધીન 24 અવર્સ,

•અર્લી: અપ ટૂ 7 ડે,

• રિમોટ : અપ ટૂ 6 વિક

1) ફિઝિયોલોજીકલ ચેન્જીસ ઇન રીપ્રોડક્ટિવ સિસ્ટમ ઇન પરપેરીયમ પિરિયડ:

  • ( a )ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ: ઇનવોલ્યુશન એ એવી પ્રોસેસ છે કે જેમાં પ્રેગ્નેન્સી સમય દરમ્યાન નું બલ્કીયુટ્રસ એ ડીલેવરી પછી પ્રોગ્રેસિવલી તેના નોર્મલ પ્રિ-પ્રેગ્નેન્ટ સ્ટેટ સુધી રીટર્ન થાય છે તેને ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ કહેવામાં આવે છે.
  • એનાટોમિકલી કન્સીડરેસન્સ પ્લેસેન્ટા ની ડીલેવરી થયા બાદ તે પ્લેસેન્ટલ સાઇટ ના એન્ડોમેટ્રીયમ માં હીલિંગ થાય છે ડિલિવરી પછી યુટર્સ એ અલ્ટરનેટ હાર્ડનિંગ અને સોફ્ટનિંગ સાથે ફિર્મ અને રિસ્ટ્રેક્ટેડ થાય છે.

યુટ્રસ નો માપ એ પ્રેગ્નન્સી સમય દરમિયાન આશરે,
લેન્થ (લંબાઇ) : 20 cm, બ્રીથ (પહોડાઇ):12 cm ,
થીકનેસ(જાડાઇ):7.5 cm જેટલો હોય છે.
તથા યુટ્રસ નો વેઇટ એ 900-1000 gm જેટલો હોય છે.
જે,
પરપેરીયમ પિરિયડ એટલે કે ચાઇલ્ડ બર્થ ના 6 વિક્સ ના એન્ડ મા યુટ્રસ એ પ્રિ- પ્રેગનેન્ટ સ્ટેટ મા રિટર્ન થાય છે જેમ કે, યુટ્રસ નો માપ પરપેરીયમ પિરિયડ દરમિયાન
લેન્થ (લંબાઇ) : 7.5 cm, બ્રીથ (પહોડાઇ):5 cm ,
થીકનેસ(જાડાઇ):2.5 cm જેટલો થાય છે.
તથા યુટ્રસ નો વેઇટ એ 60 gm જેટલો થાય છે.

રિડક્શન ઓફ ધ સાઇઝ એન્ડ પોઝીશન ઓફ ધ યુટ્રસ:

  • લેબર પછી ફંડસ એ અંબેલીકસ થી 5 cm નીચે અને સિમ્ફાયસીસ પ્યુબીસ થી 12 સેન્ટીમીટર ઉપર હોય છે.
  • 24 કલાક પછી અંબેલિકસ ના લેવલે હોય છે. યુટ્રસ એ પેલ્વિક કેવીટીમાં 1.25 cm/ hr ના રેટ પ્રમાણે ડિસેન્ટ થાય છે અને 10 દિવસ પછી સિમ્ફાઇસીસ પાયુબીસ ની ઉપર એબડોમીનલી પાલ્પેટ થતું નથી.

કંસિસ્ટનસી ઓફ ધ યુટ્રસ: વારંવાર થતાં સ્ટ્રોંગ માયોમેટ્રીયલ કોન્ટ્રાકસન્સ ના કારણે યુટ્રસ તરફવનો બ્લડ ફ્લો કંટ્રોલ થવાથી તે હાર્ડ બને છે તેની કન્સીસ્ટન્સી પાલ્પેટ કરવાથી ખ્યાલ આવે છે તે ફિર્મ અને રાઉન્ડ ફીલ થવું જોઈએ જો ફંડ્સ સોફ્ટ હોય તો તેને બોગી યુટ્રસ કહેવાય છે તે કોન્ટ્રાક્ટન્સ ઇનએડીક્યુએટ અને બ્લડ લોસ ચાલુ છે એવું સૂચવે છે.

( b )ઇનવોલ્યુશન ઓફ સર્વિક્સ:

  • ડીલેવરી પછી લોવર યુટેરાઇન સેગ્મેન્ટ અને સર્વીક્સ લુઝ, થીન અને સ્ટ્રેચ્ડ રહે છે
  • તે ઇડીમાટોસ, બ્રુઇઝ્ડ તથા તેમાં સ્મોલ ટેર્સ અને લેસરેશન્સ હોય શકે છે. તેને ઇસ્થમસ ના નોર્મલ શેપ અને સાઇઝમાં આવતા થોડા વીક્સ લાગે છે.
  • ફર્સ્ટ પોસ્ટ પાર્ટમ ડે સર્વિસ ની કન્સીસ્ટન્સી એ ટુ ફિંગર્સ એડમિટ થાય તેટલી નોર્મલ રહે છે. ત્યારબાદ ફર્સ્ટ વીક ના એન્ડ માં ફિંગર્સ ની ટીપ એડમિટ થાય તેટલી રહે છે. સર્વિક્સનું ઇવોલ્યુશન એ સતત 3-4 મંથ સુધી રહે છે. પરંતુ પેરસ સર્વિક્સ એ ક્યારેય નોન પેરસ સર્વિક્સ નો લુક મેળવતું નથી એક્સટર્નલ OS પ્રથમ જે ડિમ્પલ જેવો દેખાતો હતો તે સ્લીટ જેવો દેખાય છે.

(C) વજાઇનાલ કેનાલ: ડિસ્ટન્સીબલ વજાઇના ને ઇન્વોલ્યુટ થતા લગભગ 4 થી 8 વીક જેટલો સમય લાગે છે. ડીલેવરી પછી વજાઇનલ કેનાલ સ્વોલેન અને સ્મુથ દેખાય છે ધીમે ધીમે સ્મોલ અને ફિર્મ બને છે પરંતુ ક્યારેય પ્રિ પ્રેગ્નેન્ટ સાઇઝ ની થતી નથી ઇન્ટ્રોઇટસ એ પરમેનન્ટ લાર્જ રહે છે અને હાઇમેન એ લેસરેટેડ હોય છે. નોડ્યુલર ટેગ્સ ના સ્વરૂપમાં રિપ્રેઝન્ટ થાય છે.

(d) પેરીનીયમ: પેરીનિયમ ફ્લોર ના મસલ્સ સ્ટ્રેચ્ડ,સ્વોલેન અને બ્રુઇઝ્ડ થાય છે એપીઝીયોટોમી આપી હોય તેવો સ્કાર દેખાય છે.

( e ) બ્રોડ લીગામેન્ટ્સ એન્ડ રાઉન્ડ લીગામેન્ટસ: બ્રોડ લીગામેન્ટ્સ એન્ડ રાઉન્ડ લીગામેન્ટસ એ સ્ટ્રેચિંગ માંથી રિકવર થવામાં થોડો સમય લ્યે છે. શરૂઆતમાં લીગામેન્ટ્સ એ સ્ટ્રેચિંગ થયેલા હોય છે પરંતુ પરપેરીયમ પિરિયડ ના એન્ડ માં લિગામેન્ટ્સ એ તેના નોન પ્રેગ્નેન્ટ લેન્થ માં આવી જાય છે.

( f ) પેલ્વિક ફ્લોર એન્ડ પેલ્વિક ફેશિયા: પેલ્વિક ફ્લોર એન્ડ પેલ્વિક ફેશિયા એ સ્ટ્રેચિંગ ઇફેક્ટ માંથી ઇન્વોલ્યુટ થતાં લોંગ ટાઇમ લાગે છે.

(f) લોકિયા:

  • પરપેરીયમ પિરિયડ દરમિયાન પ્રથમ 15 દિવસમાં થતા વજાઇનલ ડિસ્ચાર્જ ને લોકીઆ કહે છે તે યુટેરાઇન બોડી, સર્વીક્સ અને વજાયના માંથી આવે છે.
  • તેમાં બ્લડ વેસેલ્સ,ડેસિડ્યુઅલ ટીસ્યુસ, વજાઇનલ મ્યુકસ ના એપીથિલિયલ સેલ્સ, બેક્ટેરિયા,મેમ્બરેન્સ ના ટુકડા અને સ્મોલ ક્લોટ્સ હોય છે.
  • ઓડૅર ઓફ લોકિયા
  • લોકિયા નો ઓડૅર (સ્મેલ) એ ફિસી (fishy)જેવો હોય છે.

ટાઇપ ઓફ લોકિયા:

લોકિયા ના ત્રણ ટાઇપ પડે છે.

  • 1) લોકિયા રુબરા ,
  • 2) લોકિયા સિરોસા,
  • 3) લોકિયા આલ્બા

1) લોકિયા રુબરા :

  • લોકિયા રુબરા એ લોકિયા નો ફર્સ્ટ ફેઝ છે. જેમાં ડિસ્ચાર્જ રેડ અને બ્લડી હોય છે ચાઇલ્ડ બર્થ પછીના 1 થી 4 દિવસ સુધી રહે છે.
  • લોકિયા રૂબરા માં
    બ્લડ,
    ફિટલ મેમ્બરેન, ડેસિડ્યુઆ,
    વર્નિક્સ કેસીઓસા તથા લેન્યુગો પ્રેઝન્ટ હોય છે.

2) લોકિયા સિરોસા:

  • લોકિયા સિરોસા એ લોકીયાનો સેકન્ડ ફેઝ છે. જે યેલોવીશ પેલ અથવા પેલ બ્રાઉનીસ કલર નો જોવા મળે છે.
  • લોકિયા સિરોસા એ 5 થી 9 દિવસ સુધી રહે છે.
    તેમા ઓછા પ્રમાણમાં રેડ બ્લડ સેલ્સ પરંતુ લ્યુકોસાઇટ્સ નું અમાઉન્ટ વધારે હોય છે,
    વુંડ એક્ઝ્યુડેટ,
    સર્વાઇવ મ્યુકસ,
    તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.

3) લોકિયા આલ્બા:

  • લોકિયા આલ્બા એ લોકીયાનો થર્ડ ફેઝ છે. તે સામાન્ય રીતે પેલ વાઇટ કલર નું જોવા મળે છે.
  • લોકિયા આલ્બા એ 10-14 દિવસ સુધી જોવા મડે છે.
  • તેમા,
  • વધારે પ્રમાણમાં ડેસિડ્યુઅલ સેલ્સ,
  • લ્યુકોસાઇટ્સ,
  • મ્યુકસ,
  • કોલેસ્ટ્રીન ક્રિસ્ટલ્સ,
  • ફેટી એન્ડ ગ્લેંડયુલર એપીથેલિયલ સેલ્સ,
  • તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.

અમાઉન્ટ: લોકિયા નું એવરેજ અમાઉન્ટ એ પહેલા 5 થી 6 દિવસ દરમિયાન આશરે 250 ml જેટલું રહે છે.

નોર્મલ ડ્યુરેશન: લોકિયા નો નોર્મલ ડ્યુરેશન એ ત્રણ વિક સુધીનું હોય છે જો ત્રણ વીક પછી પણ રહે તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.

ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ ઓફ લોકિયલ ડિસ્ચાર્જ: લોકિયા એ મધરના પરપેરિયલ સ્ટેટની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે તેથી લોકીયાનું અસેસમેન્ટ કરવું અગત્યનું રહે છે.

ઓડૅર(સ્મેલ): ઓફેન્સિવ ઇન્ફેક્શન ના કારણે હોઇ શકે છે.

ઓડૅર: સ્કેન્ટી ઓર એબ્સન્ટ ઇન્ફેક્શન ના કારણે હોય શકે છે.

અમાઉન્ટ: સ્કેન્ટી ઓર એબ્સન્ટ ઇન્ફેક્શન ના કારણે હોય શકે છે.

કલર: કંટીન્યુઅસ રેડ કલર નોકિયા એ સબઇન્વોલ્યુશન ના કારણે હોય શકે છે.

ડ્યુરેશન:જો લોકિયા એ ત્રણ વિક સુધી અથવા તેના કરતાં પછી પણ વધારે સમય સુધી હોય તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.

  • (2) બ્રેસ્ટ એન્ડ લેક્ટેસન:

બ્રેસ્ટ

  • હોર્મોનલ સ્ટીમ્યુલસ ના કારણે બ્રેસ્ટ એ પ્રેગનેન્સીમાં ડેવલોપ થયેલી હોય છે. ડીલેવરી પછીના થોડા દિવસો સુધી બેસ્ટ ફીડિંગ અને નોન ફીડિંગ બ્રેસ્ટ કોલેસ્ટ્રોમ સિક્રેટ કરે છે. કોલેસ્ટ્રોમ એ મિલ્કનું ક્રીમી યેલો પ્રિકર્સર છે. જેમાં બ્રેસ્ટ એ સોફ્ટ અને નોન ટેન્ડર હોય છે.
  • ત્રણ દિવસ પછી પ્રોલેક્ટીન લેવલ વધે છે બ્રેસ્ટ ફિર્મ અને ટેન્ડર બને છે. ત્યારે મિલ્ક સિક્રિટ થવાનું સ્ટાર્ટ થાય છે બ્લડ ફ્લો વધવાથી, વિનસ અને લિમ્ફેટિક કન્ઝેશન ના કારણે બ્રેસ્ટ એ ડિસ્ટેન્ડેડ, હાર્ડ અને વાર્મ બને છે તેને ફિઝિયોલોજીકલ એંગોર્જમેન્ટ કહે છે.
  • તે 24 થી 48 અવર્સ રહે છે પછી પોતાની મેળે જ રિઝોલ્વ થય જાય છે બેબીના શકિંગ થી મિલ્ક પ્રોડક્શન સ્ટીમ્યુલેટ થાય છે બ્રેસ્ટ જ્યાં સુધી એમ્પટી ન થાય હોય ત્યાં સુધી ફિર્મ, ફૂલ તથા ટેન્ડર લાગે છે.

લેક્ટેશન:

  • લેક્ટેશન એ બ્રેસ્ટ ફિડીંગ ની પ્રોસેસ છે જે હોર્મોન્સ ના ઇન્ટરપ્લે ,ઇન્સ્ટિક્ટીવ રિફ્લેક્સીસ, મધર અને ન્યુબોર્ન ના લર્ન બિહેવ્યર પર આધારિત છે .
  • લેટેસ્ટેશન પર્ટિક્યુલરલી હોર્મોન્સ પ્રોલેક્ટીન અને ઓક્સિટોસીન ના કંટ્રોલમાં હોય છે અને મેઇન્ટેનન્સ ત્રણ ફેક્ટર દ્વારા થાય છે:
  • 1)મેમરીગ્લેન્ડ નું એનાટોમીકલ સ્ટ્રક્ચર, એલ્વીઓલાઇ, ડક્ટ અને નિપલનું ડેવલોપમેન્ટ.
  • 2) મિલ્ક સિકરીસન ની શરૂઆત અને મેઇન્ટેનન્સ.
  • 3) એલ્વીઓલાઇ થી નિપલ તરફ મિલ્ક ઇજેક્શન અથવા પ્રપલ્ઝન ઓફ મિલ્ક.

મિલ્ક પ્રોડક્શન: હેલ્થી મધર એ 500 થી 800 ml મિલ્ક તેના બાળક ને આપવા માટે પ્રોડ્યુસ કરે છે.

  • (3) કાર્ડીઓવાસ્ક્યુલર ચેન્જીસ:

બ્લડ વોલ્યુમ પ્રેગનેન્સી સમયે ઇન્ક્રીઝ થયેલું બ્લડ વોલ્યુમ એ ડીક્રીઝ થાય છે અને સર્ક્યુલેટરી સિસ્ટમ એ તેના પ્રિપ્રેગ્નેન્ટ સ્ટેટ માં આવે છે.

કાર્ડિયાક આઉટપુટ બોડી માંથી ડાયયુરેસીસ તથા ડાયાફોરેસીસ ના કારણે બોડી મા રહેલું એક્સેસ વોટર એ રીમુવ થાય છે અને કાર્ડિયાક આઉટપુટ એ તેના નોર્મલ રેન્જમાં આવે છે.

હિમોગ્લોબીન એન્ડ હિમાટોક્રીટલેવલ: પ્રેગનેન્સી સમય દરમિયાન બ્લડ લોસ થવાના કારણે શરૂઆતમાં હિમોગ્લોબીન અને હિમાટોક્રિટ લેવલ ઓછું થાય છે પરંતુ થોડા વીકમાં બ્લડ એ તેની નોર્મલ રેન્જમાં સ્ટેબિલાઇઝ થઇ જાય છે.

4) રેસ્પીરેટરી ફંક્શન: ડીલેવરી પછી એબડોમીનલ પ્રેશર ઘટતા ડાયાફ્રેમ નીચે આવે છે તેથી લંન્ગસ એક્સપાન્શન અને વેન્ટિલેશન સારું થાય છે પરંતુ રિસ્પિરેટરી રેટ માં નોટિસેબલ ચેન્જીસ થતા નથી.

  • (5) એન્ડોક્રાઇન ચેન્જીસ:

હોર્મોન સિફ્ટ: પ્રેગનેન્સી રિલેટેડ હોર્મોન્સ એ રીડયુઝ થાય છે જેમકે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફીન( HCG) હોર્મોન.

પ્રોલેક્ટીન હોર્મોન નું લેવલ એ બ્રેસ્ટ ફીડિંગ ને મેઇન્ટેન કરવા માટે એલિવેટ થાય છે.

  • (6) રીનલ ચેન્જીસ

ડાયયુરેસીસ યુરીન આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે જેના કારણે પ્રેગ્નેન્સી સમય દરમિયાન બોડીમાં એક્યુમ્યુલેટ થયેલું ફ્લુઇડ એ બોડી માંથી એક્સક્રીટ થાય છે.

બ્લાડર ફંક્શન બ્લાડર એ તેનો ટોન તથા ફંકશન ને રીગેઇન કરે છે ,છતાં પણ અમુક ટેમ્પરરી ઇસ્યુઝ જોવા મળે છે જેમ કે યુરીનરી રિટેન્શન અથવા યુરીનરી ઇનકન્ટીનન્સી.

  • (7) ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ચેન્જીસ:

બોવેલ ફંકશન
બોવેલ ફંકશનને નોર્મલ થતા થોડો સમય લાગે છે પરંતુ તેની મોટીલિટી એ રીડ્યુઝ થવાના કારણે કોન્સ્ટીપેશન ની કન્ડિશન જોવા મળે છે.
વુમન માં એપેટાઇટ એ થોડા સમયમાં નોર્મલ થઇ જાય છે પરંતુ અમુક વુમન માં થોડા સમય માટે બોવેલ ચેન્જીસ જોવા મળે છે.

  • (8) મસક્યુલો સ્કેલેટલ ચેન્જીસ:

એબડોમિનલ મસલ્સ એબડોમિનલ મસલ્સ નો ટોન એ થોડા સમયમાં રીગેઇન થઈ જાય છે જ્યારે પેલ્વિક ફ્લોર મસલ્સ એ પણ થોડા સમયમાં નોર્મલ થાય છે પરંતુ પેલ્વિક ફ્લોર મસલ્સ ને સ્ટ્રેન્થેન કરવામાં કિગલ એક્સરસાઇઝ એ અગત્યની રહે છે.

(9) સાયકોલોજીકલ ચેન્જીસ હોર્મોનલ ફ્લક્ચ્યુએશન, ફિઝિકલ રિકવરી, તથા ન્યુબોર્ન કેર ની ડિમાન્ડ એ ઇમોશનલ વેલ્બિંગ ઇમ્પેક્ટ કરે છે. તેમાં કોમન એક્સપિરિયન્સ મુડ સ્વિંગ પણ થાય છે જેમ કે “બેબી બ્લુ”. તથા અમુક વુમનમાં પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન પણ જોવા મળે છે.

આમ પોસ્ટ પાર્ટમ પિરિયડ દરમિયાન આ પ્રકારના ફિઝિયોલોજીકલ ચેન્જીસ એ વુમનમાં જોવા મળે છે.

🔸2) Write the management of PPH (Post Partum Hemorrhage) પી.પી.એચ (પોસ્ટ પોર્ટમ હેમરેજ) નુ મેનેજમૅન્ટ લખો.

પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH )નુ મેનેજમેન્ટ:

  • પોસ્ટ પાર્ટમ હેમરેજ એ એવી કન્ડિશન છે કે જે બેબીના બર્થ પછી થી લય પરપેરિયલ પિરિયડ (આફ્ટર બર્થ ઓફ બેબી અપ ટૂ 6 વીક નો પિરીયડ)ના એન્ડ સુધી જીનાઇટલ ટ્રેક માંથી એક્સેસિવ અમાઉન્ટ મા બ્લીડિંગ થાય કે જે મધરની જનરલ કન્ડિશન ને એડવર્સલી અફેક્ટ કરે છે,જેમાં એવિડન્સ તરીકે પલ્સ રેટ ઇન્ક્રીઝ થાય અને બ્લડપ્રેશર એ ફોલડાઉન થાય છે. તો આ કન્ડિશન ને પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH ) કહેવામાં આવે છે.
  • જો વજાઇનલ ડીલેવરી પછી 500 ml અથવા તેના કરતા વધારે ,
    સિઝેરિયન સેક્શન પછી 1000 ml અથવા તેના કરતા વધારે, વધારે બ્લિડીંગ થાય તો તેને પોસ્ટ પાર્ટમ હેમરેજ કહેવાય છે.

મેનેજમેન્ટ ઓફ પોસ્ટ પાર્ટમ હેમરેજ:

  • પોસ્ટ પાર્ટમ હેમરેજ એ મેટરનલ મોરબીડીટી અને મોર્ટાલીટી માટેનું એક મોટું કારણ છે તેથી કોમ્પ્લીકેશન ને પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી તથા ઇફેક્ટીવ પોસ્ટ પાર્ટમ હેમરેજ ને મેનેજ કરવું એ અગત્યનું રહે છે.
  • પોસ્ટ પાર્ટમ હેમરેજ ના મેનેજમેન્ટ માં સિસ્ટેમીક એપ્રોચિસ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે જેમાં બ્લીડિંગ ને કંટ્રોલ કરવુ, મધરને સ્ટેબિલાઇઝ કરવી તથા પોસ્ટ પાર્ટમહેમરેજ થવા માટેના કોઝ ને આઇડેન્ટિફાય કરવું વગેરે નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

1) ઇમિડીયેટ એક્શન:

  • અર્લી રેકોગ્નિશન પોસ્ટ પાર્ટમ હેમરેજ થવા માટેના સાઇન તથા સીમટોમ્સ નું અર્લી આઇડેન્ટિફિકેશન કરવું જેમ કે એક્સેસિવ બ્લીડિંગ થવું( જો વજાઇનલ ડીલેવરી હોય તો 500 ml તથા સિઝેરિયન સેક્શન કરેલું હોય તો 1000 ml કરતાં વધારે બ્લડ લોસ થવુ), ટેકીકાર્ડિયા, હાઇપોટેન્શન, પેલનેશ તથા શોકના સાઇન છે કે કેમ તે આઇડેન્ટિફાય કરવુ.
  • કોલ ફોર હેલ્પ સિનિયર ઓબ્સ્ટ્રેટ્રીયન, એનેસ્થેસિયોલોજીસ્ટ તથા બીજા નેસેસરી હેલ્થ કેર પર્સનલ ને પોસ્ટ પાર્ટમ હેમરેજના મેનેજમેન્ટ માં આસિસ્ટ કરવા માટે નોટીફાઇ કરવું.
  • અસેસમેન્ટ ક્વોન્ટીટી ઓફ બ્લડ લોસ કેટલા અમાઉન્ટ માં બ્લડ લોસ થયું છે તેનું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.
  • ક્લિનિકલ અસેસમેન્ટ યુટેરાઇન ટોન,સાઇઝ અને ટ્રોમા ના કોઇપણ સાઇન માટે તથા રિટેઇન્ડ પ્રોડક્ટ એ પ્રેઝન્ટ છે કે કેમ તે અસેસ કરવા માટે ફોકસડ ક્લિનિકલ એક્ઝામિનેશન કરવું.
  • એસ્ટાબ્લીસ ઇન્ટ્રા વિનસ( IV )એક્સેસ પોસ્ટ પાર્ટમ હેમરેજ થયું હોય તેવી વુમનમાં રેપિડ ફ્લુઇડ નુ એડમિનિસ્ટ્રેશન કરવા માટે તથા મેડીકેશન ને એડમિનિસ્ટર કરવા માટે લાર્જ સાઇઝની ઇન્ટ્રા વિનસ( IV ) એક્સેસ કરવી.
  • ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન ટીશ્યુ ઓક્સિજીનેશન મેઇન્ટેન રાખવા માટે સપ્લીમેન્ટરી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.

2) ફાર્માકોલોજિકલ મેનેજમેન્ટ

  • યુટેરોટોનેક મેડિકેશન યુટેરાઇન કોન્ટ્રાકશન ને સ્ટીમ્યુલેટ કરવા માટે તથા બ્લીડિંગ ને કંટ્રોલ કરવા માટે યુટેરોટોનિક એજન્ટ એ એડમિનિસ્ટ્રેશન કરવું.
  • ઓક્સિટોસિન ઓક્સિટોસિન એ ફર્સ્ટ લાઇન એજન્ટ છે જેમાં bolus dose એ 10 થી 40 યુનિટ ઇન 1 liter ઓફ ક્રિસ્ટેલોઇડ સોલ્યુશન મા એડ કરી 10 થી 30 મિનિટ માટે ઇન્ફ્યુઝન પ્રોવાઇડ કરવું.
  • ફોલોવ્ડ બાય ઇન્ફ્યુઝન ઓફ 40 unit ઇન 1 liter ઓફ IV ફ્લુઇડ ઓવર 4-6 અવર્સ માટે.
  • મિઝોપ્રોસ્ટોલ જુઓ ઓક્સિટોસિન અવેલેબલ ન હોય તો 800 mcg રેક્ટલી અને 600 ઓરલી એડમિનિસ્ટર કરવુ.

3) નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ:

  • યુટેરાઇન મસાજ યુટેરાઇન કોન્ટ્રાકશન ને એનહાન્સ કરવા માટે તથા બ્લીડિંગ ને કંટ્રોલ કરવા માટે જેન્ટલી રીતે યુટેરાઇન ફંડસ પર મસાજ કરવી.
  • બલુન ટેમ્પોનેડ પોસ્ટ પાર્ટમ હેમરેજ માં યુટરેટોનીક ડ્રગ આપ્યા પછી તથા યુટેરાઇન મસાજ કર્યા પછી પણ કંટીન્યુઅસ્લી બ્લીડિંગ થતું હોય તો બલૂન ટેમ્પોનેટ(બેકરી બલૂન એન્ડ ફોલિસ કેથેટર) નો યુઝ કરવો જેના દ્વારા યુટેરાઇન વોલ ની અગેઇન્સ માં પ્રેશર અપ્લાય કરવું જેના કારણે હિમોસ્ટેસિસ ને એચીવ કરી બ્લીડિંગ ને કંટ્રોલ કરી શકાય.

4) સર્જીકલ ઇન્ટરવેશન

  • મેન્યુઅલી રિમુવલ ઓફ પ્લાસેન્ટા જો યુટેરાઇન કેવીટી માં પ્લાસેન્ટલ ટિસ્યુસ હોય એવું લાગે ત્યારે એનેસ્થેસિયા પ્રોવાઇડ કરી પ્લેસેન્ટા ને મેન્યુઅલી રિમૂવ કરવું.
  • કમ્પ્રેશન સુચર્સ યુટ્રસ ને મિકેનિકલી કમ્પ્રેસ કરવા માટે તથા બ્લીડિંગ ને કંટ્રોલ કરવા માટે યુટેરાઇન કમ્પ્રેસન સુચર્સ ને એપ્લાય કરવા.
  • યુટેરાઇન આર્ટરી લાઇગેશન અમુક કેસીસમાં યુટ્રસ સુધી બ્લડ ફ્લો ને રીડયુઝ કરવા માટે સર્જીકલ ઓપ્શન તરીકે યુટેરાઇન આર્ટરી લાઇગેશન ને પરફોર્મ કરવામાં આવે છે.
  • હિસ્ટેરેક્ટોમી જ્યારે બીજા કોઇપણ મેઝર્સ દ્વારા બ્લીડિંગ એ કંટ્રોલ થતું ન હોય તથા પેશન્ટની કન્ડિશન એ બગડતી જતી હોય ત્યારે એમર્જન્સી મેઝર્સ તરીકે હિસ્ટેરેક્ટોમી પરફોર્મ કરવામાં આવે છે.

5) સપોર્ટીવ કેર એન્ડ મોનીટરિંગ:

  • ફ્લ્યુઇડ એડમિનિસ્ટ્રેશન
    પેશન્ટના ટીશ્યુ પરફ્યુઝન ને ઇમ્પ્રુવ કરવા માટે એડીક્યુએટ ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ એ પેશન્ટ ને એડમિનિસ્ટ્રેશન કરવું જેમા ઉદાહરણ તરીકે:
    Normal saline
    Or Ringer lactate solution.
  • બ્લડ ટ્રાન્સફયુઝન જ્યારે એક્સેસીવ અમાઉન્ટ મા બ્લીડિંગ થયું હોય ત્યારે પેશન્ટની નીડ પ્રમાણે તેમને બ્લડ ટ્રાન્સફયુઝન પ્રોવાઇડ કરવું.
  • મોનિટરિંગ પેશન્ટના વાઇટલ સાઇન, યુરિન આઉટપુટ,તથા કંસિયસનેસ લેવલ ને કંટીન્યુઅસલી મોનીટરીંગ કરતું રહેવું.
  • ટ્રીટમેન્ટ ના રિસ્પોન્સ ને અસેસ કરવા માટે હિમેટોલોજીકલ તથા બાયોકેમિકલ ટેસ્ટ ને રીપીટ કરવા.
  • સાઇકોલોજિકલ સપોર્ટ પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH) એ એક ટ્ર્રોમેટિક કન્ડિશન છે તેથી પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

6) પ્રીવેન્શન

  • એન્ટિનેટલ કેર એન્ટીનેટલ પિરિયડ દરમિયાન પોસ્ટ પાર્ટમ હેમરેજ થવાના રિસ્ક ફેક્ટર્સ હોય તેમનું અર્લી આઇડેન્ટિફિકેશન કરવું જેના લીધે તેમનું અર્લી મેનેજમેન્ટ થઇ શકે અને કોમ્પ્લીકેશન ને પ્રિવેન્ટ કરી શકાય.
  • એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર પોસ્ટ પાર્ટમ હેમરેજવની કન્ડિશનને થતી પ્રિવેન્ટ કરવા માટે તથા યુટેરાઇન એટોની ના રિસ્ક ને રિડ્યુસ કરવા માટે પ્રોફાઇલેક્ટીક યુટેરોટોનીક મેડીકેશન નો યુઝ કરવો.
  • સ્કિલ બર્થ અટેન્ડન્સ ઓબ્સટ્રેટીકલ એમર્જન્સી ને ઇમિડીએટલી રેકોગ્નાઇઝ કરી તેને મેનેજ કરવા માટે ટ્રેઇન પર્સનલ એ અવેલેબલ હોવા જોઇએ.

7) ફોલોઅપ એન્ડ ડોક્યુમેન્ટેશન:

  • પોસ્ટ મેનેજમેન્ટ કેર પેશન્ટને પ્રોપરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી જેના કારણે રિકવરી ને મોનિટર કરી શકાય જો પેશન્ટ ને એનીમિયા ની કન્ડિશન હોય તો તેને પણ અસેસ કરી શકાય.
  • ડોક્યુમેન્ટેશન થયેલી ઇવેન્ટ ને વિશે, તેના માટે પરફોર્મ કરેલા ઇન્ટરવેશન માટે ,તથા ટ્રીટમેન્ટ પ્રત્યે નો પેશન્ટનો રિસ્પોન્સ વગેરેનું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.
  • આમ,ચાઇલ્ડ બર્થ પછી વુમનમાં થતી પોસ્ટ પાર્ટમ હેમરેજ જેવી કન્ડિશન ના કારણે થતા કોમ્પ્લીકેશન્સ ને પ્રિવેન્ટ કરવા માટે પોસ્ટ પાર્ટમ હેમરેજ નું પ્રોપરલી મેનેજમેન્ટ કરવું અગત્યનું રહે છે.

🔸3) Write the difference between “Forceps delivery & Vacuuni delivery”. તફાવત લખો: ફોરસેપ ડિલેવરી અને નેકયુલ ડિલેવરી

તફાવત ફોરસેપ ડિલેવરી અને વેક્યુમ ડિલેવરી:

1) ફોરસેપ ડિલેવરી:

  • ફોરસેપ ડિલેવરી માં ફોર્સેપ નો યુઝ કરી બેબીની ડીલેવરી કરાવવામાં આવે છે.
  • ઓબસ્ટેટ્રીક ફોરસેપ એ ઇન્સ્ટ્રુમેન્ટ ની પેઇર છે અને તે ફિટલ હેડ ને બહાર લાવવા માટે સ્પેશ્યલી ડિઝાઇન કરેલા હોય છે.
  • ફોરસેપ ડીલેવરી માં મેટરનલ એફટર્સ ની જરૂરિયાત રહેતી નથી.
  • ફોરસેપ ડીલેવરી માં ઇક્વિપમેન્ટ એ ઓછા કોમ્પલેક્ષ હોય છે.
  • ફોર્સએપ ડીલેવરી માં સેફેલોહિમેટોમાં થવાના ઇન્સિડન્સ એ ઓછા રહે છે.
  • ફોર્સેપ ડિલેવરી એ પ્રીમેચ્યોર બેબી માટે વધારે સેફ હોય છે કારણકે ફીટલ હેડ પ્રોટેક્ટીવ કેજ ની અંદર રહે છે.
  • વેન્ટોસ ડીલેવરી એ કોન્ટ્રાક્ટેડ હોય તેવા કેસીસ જેવા કે એન્ટિરિયર ફેસ અથવા બ્રિચ પ્રેઝન્ટેશન માં ફોર્સેપ નો યુઝ કરી ડીલેવરી કરાવવામાં આવે છે.
  • નોન સેફલીક પ્રેઝન્ટેશન માં યુઝ થાય છે.
  • સર્વીક્સ નું ફુલ ડાયલેટેશન ફોર્સેપ ને એપ્લાય કરવા માટે જરૂરી હોય છે.
  • ફોર્સેપ ના એપ્લિકેશન માટે ફીટલ હેડ એ એટલીસ્ટ +2 , +3 સ્ટેશ ને હોવું જોઇએ.
  • ફોર્સેપ ડીલેવરી માં એડીક્યુએટ એનેસ્થેશિયા જરૂરિયાત રહે છે.
  • તેમાં ફોર્સેપ ની બ્લેડ એ પરાઇટલ એમીનન્સ ઉપર, સેન્ક એ પેરિનીયમ ના કોન્ટેક્ટ મા અને હેન્ડલ નુ સુપીરિયર સરફેસ ઉપર ની તરફ ડાયરેક્ટ થશે.
  • ફોરસેપ ડીલેવરી એ થર્ડ અને ફોર્થ ડિગ્રી પરીનીયલ લેસરેસન સાથે સંકળાયેલી છે.
  • ફોર્સેપ ની બ્લેડ્સ એ જગ્યા રોકે છે.
  • મેટરનલ ટીશ્યુસ ને ઇંજરી થાય છે.
  • ફીટલ ડીસ્ટ્રેસ જેવી કન્ડિશન હોય ત્યારે ઓછા પ્રમાણમાં ટાઇમ કન્ઝ્યુમિંગ કરી ક્વીકર ડીલેવરી કરાવે છે.

2)વેક્યુમ ડિલેવરી:

  • વેક્યુમ ડીલેવરી માં બેબી નો બર્થ એ વેક્યુમ દ્વારા કરાવવામાં આવે છે.
  • વેક્યુમ એ એક ઇન્સ્ટ્રુમેન્ટલ ડિવાઇસ છે તે ડિવાઇસ અને ફિટલ સ્કાલ્પ વચ્ચે વેક્યુમ ઉત્પન્ન કરીને આસિસ્ટ ડિલિવરી માટે ડિઝાઇન કરેલા છે.
  • વેક્યુમ ડીલેવરી માં થોડા પ્રમાણમાં મેટરનલ એફટર્સ ની જરૂરિયાત રહે છે.
  • તેમાં ઓછા પ્રમાણમાં એક્સપર્ટાઇઝ હોય તો પણ થઇ શકે છે.
  • તેમાં સેફેલો હેમેટોમાં ના ઇન્સિડન્સ એ વધારે પ્રમાણમાં થય શકે છે.
  • પ્રેમેચ્યોર બેબી માટે કોન્ટ્રાઇન્ડીકેટેડ હોય છે કારણ કે ફીટલ હેડ સોફ્ટ હોય છે.
  • વર્ટેક્સ સિવાયના પ્રેઝન્ટેશન(ફેસ,બ્રો ,બ્રીચ)માં કોન્ટ્રાઇન્ડીકેટેડ છે.
  • નોન સેફલીક પ્રેઝન્ટેશન માં તેનો યુઝ થતો નથી.
  • વેક્યુમ ડીલેવરી એ સર્વીક્સ નું ફુલ ડાયલેટેશન કરતા ઓછુ ડાયલેટ હોય તો પણ યુઝ કરી શકાય છે. પરંતુ મોડર્ન ઓબ્સટેટ્રીક મા ફુલ ડાયલેટેશન પછી અપ્લાય થાય છે.
  • વેક્યુમ ના એપ્લિકેશન માટે ફીટલ હેડ એટલીસ્ટ ઝીરો સ્ટેશન પર હોવું જોઇએ.
  • વેક્યુમ ડીલેવરી માં ઓછા એનેસ્થેશિયા ની જરૂર પડે છે.
  • વેક્યુમ નો કપ એ ફિટલ હેડ માં ઓક્સીપુટ ની નજીક રાખવામાં આવે છે.
  • વેક્યુમ ડીલેવરી એ સોલ્ડર ડિસ્ટોસિયા તથા સેફેલોહિમેટોમા સાથે સંકળાયેલી છે.
  • વેક્યુમ એ ફોર્સેપ બ્લેડ્સ ની જેમ જગ્યા રોકતું નથી.
  • જો વેક્યુમ ને કરેક્ટલી અપ્લાય કરવામાં આવે તો તેમાં મેટરનલ ટીશ્યુસ ને ઇંજરી થતી નથી.
  • વેક્યુમ ના ફેઇલ્યોર રેટ એ વધારે પ્રમાણમાં જોવા મળે છે

🔸4) Write the treatment Modalities of Infertility. ઈનફર્ટીલીટી ની સારવાર પધ્ધતિઓ વખો.

ઇનફર્ટીલીટી ની ટ્રીટમેન્ટ મોડાલિટીસ: ઇનફર્ટીલીટી ની ટ્રીટમેન્ટ મોડાલિટીસ એ જુદી જુદી હોય છે અને સામાન્ય રીતે તે ઇન્ફર્ટિલિટી ના કોઝ પર આધાર રાખે છે.

1) લાઇફ સ્ટાઇલ મોડીફિકેશન્સ:

  • વેઇટ મેનેજમેન્ટ એડીક્યુએટ ડાયટ દ્વારા હેલ્ધી બોડી માસ્ક ઇન્ડેક્સ( BMI ) એચીવ કરવાથી તથા રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવાથી ફર્ટિલિટી ઇમ્પ્રુવ થય શકે છે.
  • સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ સેસેસન: સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ એ બંને નું એક્સેસીવ અમાઉન્ટમાં કોન્ઝપ્શન કરવાના કારણે તે ફર્ટિલિટી પર નેગેટીવ્લી ઇમ્પેક્ટ કરે છે. તેથી તેને એવોઇડ કરવા જોઇએ.
  • સ્ટ્રેસ રિડક્શન: યોગા,મેડીટેશન, તથા કાઉન્સેલિંગ ટેકનીક એ સ્ટ્રેસ ને રિડ્યુસ કરવામાં હેલ્પ કરે છે અને તે ફર્ટીલિટી પર અફેક્ટ કરે છે.

2) મેડિકલ ટ્રીટમેન્ટ:

  • ઓવ્યુલેશન ઇન્ડક્શન એવી વુમન કે જેને ઓવ્યુલેટરી ડીસઓર્ડર(પોલિસીસ્ટીક ઓવરી સિન્ડ્રોમ) હોય તેવી વુમનને મેડીકેશન જેમ કે, ક્લોમીફેન સાઇટ્રેટ, લેટરોઝોલ, ઓર ગોનાડોટ્રોફીન્સ કે જે ઓવ્યુલેશન ને સ્ટીમ્યુલેટ કરે છે.
  • હોર્મોનલ થેરાપી હોર્મોનલ ઇમ્બેલન્સ ને કરેક્ટ કરવું કે જે ફર્ટીલિટી ને અફેક્ટ કરે છે જેમ કે થાઇરોઇડ ડિસઓર્ડર તથા હાઇપરપ્રોલેક્ટેનેમીયા.
  • ટ્રીટમેન્ટ ઓફ ઇન્ફેક્શન જો પેલ્વિક ઇન્ફ્લાયમેન્ટરી ડિસીઝ જેવી ( PID )ઇન્ફેક્સન ની કન્ડિશન હોય તો તે ઇન્ફેક્શન ને ટ્રીટ કરવા માટે પેશન્ટ ને એડીક્યુએટ એન્ટીબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી કે જે ફર્ટિલિટી ને અફેક્ટ કરે છે.

3) સર્જીકલ ઇન્ટરવેશન:

  • લેપ્રોસ્કોપીક સર્જરી એન્ડોમેટ્રીઓસીસ, પેલ્વિક એધેસન,તથા ફાઇબ્રોઇડ્સ જેવી કન્ડિશન કે જે ફર્ટીલિટી પર અફેક્ટ કરે છે તેને ટ્રીટ કરવા માટે યુઝ થાય છે.
  • ટ્યુબલ સર્જરી ટ્યુબલ સર્જરી માં બ્લોકેજ અથવા ડેમેજ થયેલી ફેલોપિયન ટ્યુબ કે જે સ્પમૅ ને ઓવમ સુધી પહોંચતા પ્રિવેન્ટ કરે તેને રીપેર કરવા મા આવે છે.

4) આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેકનોલોજીસ( ART ):

  • ઇન્ટ્રા યુટેરાઇન ઇનસેમીનેશન( IUI ): ઇન્ટ્રા યુટેરાઇન ઇનસેમીનેશન એ ફર્ટિલાઇઝેશન ને ઇમ્પ્રુવ કરવા માટેની પ્રોસેસ છે કે જેમાં ઓવ્યુલેશન સમયે સ્પર્મ ને ડાયરેક્ટલી યુટેરાઇન કેવીટી માં ઇન્સર્ટ કરવામાં આવે છે.
  • ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન( IVF ) ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પ્રોસેસ માં ઓવમ તથા સ્પર્મ ને બોડીની આઉટ સાઇડમાં એટલે કે લેબોરેટરી માં ફર્ટિલાઇઝેશન કરાવવામાં આવે છે.
    જેના સ્ટેપ મા,
  • ઓવેરિયન સ્ટીમ્યુલેશન એવી મેડિકેશન નો યુઝ કરવામાં આવે છે કે જે ઓવરી ને મલ્ટિપલ એગ્સ પ્રોડ્યુસ કરવા માટે સ્ટીમ્યુલેટ કરે છે.
  • એગ રીટ્રાઇવલ ઓવરીસ માંથી એગ્સ ને કલેક્ટ કરવા માટેની સર્જીકલ પ્રોસિજર.
  • ફર્ટિલાઇઝેશન લેબોરેટરી ડિસ માં એગ્સ તથા સ્પર્મ ને મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ એમ્બ્રિયો નું કલ્ચર કરવામાં આવે છે.
  • એમ્બ્રિયોટ્રાન્સફર હવે યુટેરાઇન કેવીટીમાં એક કરતાં વધારે એમ્બ્રિઓ ને ટ્રાન્સફર કરવામાં આવે છે.
  • ઇન્ટ્રા સાઇટોપ્લાઝસમિક ઇન્જેક્શન આ પ્રોસિઝરમાં ફર્ટિલાઇઝેશન ને ઇમ્પ્રુવ કરવા માટે સ્પર્મ ને ડાયરેક્ટલી એગ માં એન્ટર કરાવવામાં આવે છે.

5) ડોનર ગેમેટ્સ:

  • એવા કપલ્સ કે જેમાં ફર્ટિલિટી માટેના સિવ્યર ઇસ્યુઝ હોય છે તથા ઇન્ફર્ટિલિટી એ જીનેટીક હોય છે તેવા કપલ્સ એ ફર્ટીલિટી મા ડોનર એગ અથવા ડોનર સ્પર્મ નો યુઝ કરી શકે છે.
  • ડોનર એગ ડોનર એગ ને IVF દ્વારા પાર્ટનર અથવા ડોનર ના સ્પર્મ સાથે ફર્ટિલાઇઝેશન કરવામાં આવે છે.
  • ડોનર સ્પર્મ જ્યારે મેલ માં સીવ્યર ઇન્ફર્ટિલિટી હોય ત્યારે યુઝ કરવામાં આવે છે. તથા મેલ દ્વારા જીનેટીક રીસ્ક હોવાના કારણે પણ ડોનર સ્પર્મ નો યુઝ કરવામાં આવે છે.

6) સરોગસી:

  • સરોગસીમાં અન્ય ફિમેલ (સરોગેટ) એ એવા વ્યક્તિઓ અથવા કપલ્સ કે જેઓ કન્સિવ કરવામાં અથવા પ્રેગ્નેન્સી ને ટર્મ સુધી કેરી આઉટ કરી શકતા ન હોય તેમના માટે ચાઇલ્ડ નું કેરીંગ અને બર્થ કરાવે છે:
  • જેસ્ટેશનલ સરોગસી જેસ્ટેશનલ સરોગેસી માં જે વુમન નું એગ જોઇતું હોય એ અને જે મેલનું સ્પર્મ જોઇતું હોય( સરોગેટ ગેમેટ્સ) એ બંને ને કલેક્ટ કરી લેબોરેટરીમાં ઇન વિટ્રો ફર્ટીલાઇઝેસન કરી તેને સરોગેટ મધર માં ટ્રાન્સમીટ કરવામાં આવે છે.
  • 7) સાયકોલોજીકલ સપોર્ટ
    ઇનફર્ટિલિટી એ ઇમોશનલી ચેલેન્જીંગ હોય છે. જેમા, કાઉન્સેલિંગ, સપોર્ટ ગ્રુપ, તથા થેરાપી એ વ્યક્તિઓ તથા કપલ્સ ને ઇનફેર્ટીલીટી ની કન્ડિશન સામે કોપ અપ કરવા માટે અગત્યની રહે છે.
  • આમ,ઇનફર્ટિલિટી માટેની ટ્રીટમેન્ટ એ દરેક વ્યક્તિઓમાં તેમના ડીફરન્ટ કોઝ પર આધાર રાખે છે. જેમાં રિપ્રોડક્ટિવ એન્ડોક્રિનોલોજિસ્ટ્સ, યુરોલોજિસ્ટ્સ, સર્જનો અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ એ દરેક ઇન્ફર્ટિલિટી વાળા કપલ્સ ને તેમના કોઝ પ્રમાણે એડીક્યુએટ તથા તેમની નીડ પ્રમાણે ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરે છે.

⏩ Q-4 Write Short Notes (Any Three) ટુંક નોધા લાખો (કોઈ પણ ત્રણ )3×4=12

🔸1) Medical termination of pregnancy (MTP)- મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી

મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી ( MTP )

  • મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી એ એક મેડિકલ પ્રોસિઝર છે કે જેમાં અમુક ચોક્કસ ક્રાઇટેરિયા ને ધ્યાનમાં લઇને વુમન એ તેના હેલ્થ અથવા વેલ્બીંગ ને મેઇન્ટેન રાખવા માટે પ્રેગનેન્સી નુ ટર્મિનેશન કરાવી શકે છે.
  • ફિટસની વાયેબિલીટી ના સ્ટેજ પહેલા મેડિકલ કે સર્જીકલ મેથડ થી કરવામાં આવતા પ્રેગ્નેન્સી ના ટર્મિનેશન ને ઇન્ડક્શન ઓફ અબોર્શન કહે છે તે લીગલ અથવા ઇલલીગલ હોય છે એબોર્શન એ ઇન્ડિયામાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી તરીકે લીગલાઇઝ્ડ ઓગસ્ટ 1971 માં થયું અને તેનો અમલ એપ્રિલ 1972 થી થયો અને રિવાઇઝ્ડ એ 1975 માં થયું.

ઇન્ડીકેશન

  • જ્યારે વુમનની લાઇફ ને જોખમ હોય અને તેના ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને મોટું નુકસાન થતું હોય.
  • ચાઇલ્ડ ને ફિઝિકલ અને મેન્ટલ એબનોર્માલીટીસ નો ભય હોય.
  • ચાઇલ્ડ ને કોઇપણ કંજીનાઇટલ એનોમાલિશ હોય તેવી કન્ડિશન માં .
  • રેપ ના કારણે પ્રેગનેન્સી રહી હોય.
  • સોશિયલ કે ઇકોનોમિકલ કારણોસર મધરની હેલ્થ ને નુકસાન થતું હોય તથા કોન્ટ્રાસેપ્ટિવ મેઝર્સ ફેઇલ થયા હોય.
  • ઇન્ડિયન લો પ્રમાણે એબોર્શન એ 20 વિક સુધી અલોવ કરવામા આવે છે 12 વિક્સ સુધીની પ્રેગ્નન્સીમાં એક રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર અને 12 થી 20 વીકમાં બે રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસનર નું ઓપિનિયન જરૂરી હોય છે.
  • પેશન્ટની રિટન (લેખીત)કન્સન્ટ અને જો પેશન્ટ એ 18 યર્સ ની અંદર હોય કે મેન્ટલી હેન્ડીકેપ હોય તેવા કેસીસમાં ગાર્ડિયન ની કન્સન્ટ જરુરી હોય છે.

કોન્ટ્રાઇન્ડીકેશન્સ

  • અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર હોય 160/100 કરતા પણ વધારે,
  • કાર્ડીઓ વાસ્ક્યુલર ડીસીઝ હોય,
  • વુમન એ 35 વર્ષથી વધારે એજની હોય,
  • સીવ્યર રીનલ ફેઇલ્યોર, લિવર ડીસીઝ અથવા રેસ્પિરેટરી ડીસીઝ હોય,
  • સિસ્ટેમિક કોર્ટીકોસ્ટીરોઇડ નો યુઝ કરતા હોય,
  • કોએગ્યુલોપથી અથવા વુમન એ એન્ટીકોઓગ્યુલન્ટ થેરાપી રિસીવ કરતી હોય,
  • મધર ને એનિમિયા હોય,
  • અનકન્ટ્રોલ્ડ સીઝર ડિસઓર્ડર હોય.

કઇ વ્યક્તિ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી કરી શકે?:

ચીફ મેડિકલ ઓફિસર અથવા સિવિલ સર્જન એ નીચે પ્રમાણેના ડોક્ટર્સ ને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી માટે મંજુરી આપે છે:

  • ઓબસ્ટેટ્રીક અને ગાયનેકોલોજી માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા ડિપ્લોમા ધારક.
  • ઓબ્સટેટ્રીક અને ગાયનેકોલોજી માં રેસીડેન્ટ તરીકે છ મંથ ની ટ્રેઇનિંગ.
  • ઓબસ્ટેટ્રીક્સ અને ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટ માં એક વર્ષનો અનુભવ.
  • રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર ને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી( MTP ) ના 25 કેસીસ માં આસિસ્ટ કર્યા હોય. MTP( મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી) માટેનું પ્લેસ: હોસ્પિટલ ગવર્મેન્ટ દ્વારા સ્થાપિત કે મેઇન્ટેન થતી હોય અથવા ચીફ મેડિકલ ઓફિસર કે સિવિલ સર્જન એ પ્લેસ અપ્રુવ કરી હોય. રેકોર્ડ્સ: ફોર્મમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી રેકોર્ડ કરવું. કોન્ફીડેન્સિયાલીટી રાખવી અને તેનો રિપોર્ટ ડાયરેક્ટર ઓફ હેલ્થ સર્વિસીસ ને થવો જોઇએ. પેનલ્ટી:
    જે વ્યક્તિ આ એક્ટ નું પાલન ના કરે તેને 2 થી 7 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી( MTP) ની મેથડ્સ: ફસ્ટ ટ્રાઇમેસ્ટર(અપ ટૂ 12 વિક): મેડીકલ
    આમાં મેડીકેશન નો યુઝ કરી પ્રેગ્નન્સી ને ટર્મિનેટ કરવામાં આવી છે જેમ કે,
    Mifepristone,
    Mifepristone અને Misoprostol,
    Mithotrexate અને Misoprostol,
    Tamoxifen and misoprostol. સર્જીકલ
    આમા, સર્જીકલ પ્રોસિઝર નો યુઝ કરી પ્રેગનેન્સી ને ટર્મિનેટ કરવામાં આવે છે.
    જેમકે,
    મેન્સટ્રુઅલ રેગ્યુલેશન, વેક્યુમ એસ્પિરેશન,
    સક્ષન ઇવાક્યુએશન એન્ડ ક્યુરેટેજ,
    ડાયલેટેશન એન્ડ ઇવાક્યુએશન. સેકન્ડ ટ્રાયમેસ્ટર (13-20 વિક):
  • પ્રોસ્ટાગ્લેન્ડીન્સ,
  • ડાયલિટેશન એન્ડ ઇવાક્યુએશન,
  • હાઇપરઓસ્મોટીક સોલ્યુશન્સ નું ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સટીલેસન,
  • ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન,
  • હસ્ટેરોટોમી.

કોમ્પ્લીકેશન્સ:

  • કોમ્પ્લીકેશન એ સામાન્ય રીતે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી( MTP) એ કઇ મેથડ દ્વારા કરવામાં આવેલી છે તેના પર આધાર રાખે છે.
  • ઇમિડીએટ કોમ્પ્લિકેશન્સ
  • સર્વાઇકલ લેસરેશન્સ,
  • યુટેરાઇન પર્ફોરેશન,
  • હેમરેજ,
  • શોક,
  • થ્રોમ્બોસીસ,
  • એમ્બોલીઝમ,
  • પોસ્ટ એબોરટલ ટ્રાયેડ માં પેઇન,બ્લીડિંગ અને લો ગ્રેડ ફીવર થય શકે છે તથા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સીમાં કઇ મેથડ નો યુઝ કર્યો તેના પર આધાર રાખે છે.
  • રિમો
  • ગાઇનેકોલોજીકલ કોમ્પ્લિકેશન્સ,
  • ઓબ્સટેટ્રીક કોમ્પ્લીકેશન્સ,
  • ફેઇલ્ડ એબોર્શન,
  • એક્ટોપીક પ્રેગ્નેનસી વગેરે.

નર્સિંગ રોલ વીથ ધ પેસન્ટ અન્ડરગોઇંગ MTP:

  • નર્સ એ મધર તથા તેના ફેમિલી મેમ્બર્સ ને કમ્ફર્ટ, તથા સપોર્ટ પ્રોવાઇડ કરી તથા તેમની બધી ક્વેરીસ ને ક્લિયર કરી પ્રોપરલી રિએશ્યોરન્સ પ્રોવાઇડ કરવો.
  • જો મધર એબોર્શન કરાવવા માટે ડિસાઇડ કરેલુ હોય તો તેમની લેખિત પરમિશન લેવી સાથે તેમના હસબન્ડ અને પેશન્ટ ની પોતાની કન્સન્ટ લેવી.
  • મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી પહેલા , પ્રોસિજર સમય દરમિયાન તથા પ્રોસિજર કમ્પ્લીટ થયા પછી પણ પેશન્ટ ને કન્ટીન્યુઅસ મોનિટરિંગ કરવું તથા તેમને સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • એબોર્શન પછી પણ કયા પ્રકારની કોમ્પ્લીકેશન્સ અરાઇઝ થઇ શકે તેના વિશે મધર ને પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેમ કે,
    એબોર્શન કર્યા પછી કંટીન્યુઅસ ત્રણ વિક સુધી ક્લોટ્સ સાથે વજાયનલ બ્લિડિંગ થવું,
    ફીવર આવવો, કન્ટીન્યુઅસ પેઇન થવું, તથા બર્નિંગ મિકચ્યુરેશન વગેરે વિશે વુમન ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • વુમનને એડવાઇઝ આપવી કે એબોર્શન કર્યા પછી 2 થી 8 વીક સુધીમાં ફર્સ્ટ મેન્સીસ એ સ્ટાર્ટ થાય છે. વુમન ને એડવાઇઝ આપવી કે જો લેક્ટેસન એ સ્ટાર્ટ થાય તો તે માઇલ્ડ અમાઉન્ટમાં હોય છે અને જો બ્રેસ્ટ ને સ્ટીમ્યુલેટ ન કરવામાં આવે તો તે 48 અવર્સ સુધી જ રહે છે.
  • તેમને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી( MTP) કર્યા બાદ બે થી આઠ વિકે ફોલોઅપ વિઝીટ માટે આવવું જેના કારણે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ એ તેના પ્રિપ્રેગ્નેન્ટ સ્ટેટમાં રિટર્ન થયા છે કે નહીં તે ખાતરી કરી શકાય.
  • આમ, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી મા પ્રેગનેન્સી નું ટર્મિનેશન કરવામાં આવે છે.

🔸2) Obstructed labour- ઓબસ્ટ્રકટેડ લેબર

ઓબસ્ટ્રક્ટેડ લેબર:

ડેફીનેશન

  • ઓબસ્ટ્રક્ટેડ લેબર એ એવી કન્ડિશન છે કે જેમાં ગુડ યુટેરાઇન કોન્ટ્રાક્શન્સ હોવા છતાં પ્રોગ્રેસિવલી ડીસેન્ટ થતો ફિટસ નો પ્રેઝન્ટિંગ પાર્ટ એ મિકેનિકલ ઓબસ્ટ્રકશન ના કારણે અરેસ્ટ થાય છે તેને “ઓબ્સટ્રકટેડ લેબર” કહેવામાં આવે છે.
  • ઓબસ્ટ્રક્ટેડ લેબરમાં ફિટસ ને એડીકયુએટ અમાઉન્ટમાં ઓક્સિજન ન મળવાના કારણે ફીટસ નું ડેથ પણ થય શકે છે

ઇટિયોલોજી

  • 1)ફોલ્ટ ઇન પેસેજ(બર્થ કેનાલ),
  • 2) ફોલ્ટ ઇન પેસેન્જર ( ફિટસ)

1)ફોલ્ટ ઇન પેસેજ(બર્થ કેનાલ):

  • ( a )બોની ,
  • ( b )સોફ્ટ ટીસ્યુ ઓબસ્ટ્રકશન

( a )બોની :

  • કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ,
  • સેફેલોપેલ્વિક ડિસપ્રપોર્શન( CPD ) ,
  • એબનોર્મલ પેલ્વિસ( Ex : એન્ડ્રોઇડ,એન્થ્રોપોઇડ)

( b )સોફ્ટ ટીસ્યુ ઓબસ્ટ્રકશન:

  • પ્રોલેપ્સ અથવા પ્રિવ્યસ ઓપરેટિવ સ્કેરિંગ ના કારણે થયેલ સર્વાઇકલ ડિસ્ટોશિયા ના કારણે,
  • સર્વાઇકોલ ઓર બ્રોડ લીગામેન્ટ ફાઇબ્રોઇડ,
  • ઇમ્પેક્ટેડ ઓવેરિયન ટ્યુમર,
  • રેક્ટમ,બ્લાડર તથા પેલ્વિક બોન માં ટ્યુમર હોવાના કારણે.
  • બાયકોર્નુંએટેડ યુટ્રસ હોવાના કારણે.
  • યુટ્રસ માં એબનોર્માલીટીસ હોવાના કારણે.
  • વજાઇનલ સ્ટેનોલોસીસ હોવાના કારણે.
  • વજાઇનલ સેપ્ટમ ના કારણે.
  • રીજીડ પેરિનિયમ હોવાના કારણે.

2) ફોલ્ટ ઇન પેસેન્જર ( ફિટસ):

  • ટ્રાન્સવર્સ લાઇ,
  • બ્રો પ્રેઝન્ટેશન,
  • ફીટસ ની કન્જીનાઇટલ માલફોર્મેશન( Ex : હાઇડ્રોસેફેલસ)ના કારણે,
  • બિગ બેબી હોવાના કારણે,
  • ઓક્સીપીટો-પોસ્ટીરીયર પોઝીશન,
  • કમ્પાઉન્ડ પ્રેઝન્ટેશન,
  • લોક્ડ ટ્વીન્સ.

ક્લિનિકલ ફિચર્સ:

  • ઇફેક્ટ ઓન મધર
  • ઇમીડિયેટ
    ઇમીડીયેટ એક્ઝોસન,
    ડિહાઇડ્રેશન,
    મેટાબોલિક એસિડોસીસ,
    જીનાઇટલ સેપ્સીસ,
    જીનાઇટેડ ટ્રેકમાં ઇન્જરી થવી,
    પોસ્ટ પાર્ટમ હેમરેજ,
    શોક.
  • રિમોટ
    જીનાઇટો યુરિનરી ફિસ્ટ્યુલા/ રેકટો વજાયનલ ફિસ્ટયુલા,
    વજાઇનલ એટ્રેસિયા,
    સેકન્ડરી એમેનોરિયા.
  • ઇફેક્ટ ઓન ધ ફિટર્સ
    એસફેક્સિયા,
    એસિડોસીસ,
    ઇન્ટ્રાક્રેનીયલ હેમરેજ,
    ઇન્ફેક્શન.

નર્સિંગ મેનેજમેન્ટ

  • મધર ના એન્ટીનેટલ પિરિયડ સમય દરમિયાન જ ઓબસ્ટ્રક્ટેડ લેબર નુ આઇડેન્ટિફિકેશન કરવું જેના કારણે અર્લી મેઝર્સ લઇ શકાય.
  • ઇન્ટ્રાનેટલ પિરિયડ સમય દરમિયાન પ્રોપર્લી મધર મોનિટરિંગ કરવું તથા ઓબસ્ટ્રક્ટેડ લેબર નું અર્લી ડિટેકશન કરવા માટે પાર્ટોગ્રાફ ને પ્રોપરલી મેઇન્ટેન રાખવો
  • મધરને ડિહાઇડ્રેશન, કિટોએસીડોસીસ તથા સેપ્સીસ થતું પ્રિવેન્ટ કરવું તથા મધર નુ હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેઇન રાખવું.
  • મધર ને ઇન્ટરાવિનસ ફ્લુઇડ નુ એડમિનિસ્ટ્રેશન કરાવવું જેમાં મેઇન્લી
    Ringer lactate ફ્લુઇડ પ્રોવાઇડ કરવું, ડિહાઇડ્રેશન અને એસીડોસીસ ને કરેક્ટ કરવા માટે.
  • મધર ને જો એસિડોસીસ ની કન્ડિશન હોય તો તેને 100 ml of 8.4% સોડિયમ બાયકાર્બોનેટ દ્વારા કરેક્ટ કરવું.
  • બાયોકેમિકલ મોનિટરિંગ કરવું.જેમ કે,
    સિરમ બાયકારબોનેટ લેવલ.
  • મધર ને પ્રોપરલી એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી જેમ કે,
    500 mg એમ્પીસીલીન એડમિનિસ્ટર કરવું અને ત્યારબાદ 6 અવર્સ ના ઇન્ટરવલમાં રીપીટ કરવું.
  • બ્લડ સેમ્પલ ને બ્લડ ગ્રુપ માટે તથા ક્રોસ મેચિંગ માટે લેબોરેટરીમાં સેન્ટ કરવા. તથા જો ઓપરેટિવ ઇન્ટરફેરેન્સ પર્ફોર્મ કરવાનું હોય તો બ્લડ બોટલ રેડી રાખવી.
  • વજાઇનલ સ્વોબ લેવું તથા તેને કલ્ચર અને સેન્સિટીવિટી ટેસ્ટ માટે લેબોરેટરી માં સેન્ટ કરવું.
  • ઓબસ્ટ્રેટીક મેનેજમેન્ટ માં સેફ ડીલેવરી દ્વારા ઓબસ્ટ્રકશન ને વહેલુ દૂર કરવું. પેશન્ટ ની સેફ ડીલેવરી માટે ઓક્સીટોસીન કે ટ્રાયલ આપવી નહીં.
  • જો બેબી નું હેડ નીચે હોય અને બેબી લાઈવ હોય તો ફોર્સેપ ડીલેવરી કરાવવી અને ત્યારબાદ યુટેરાઇલ રબચર અને ટેર છે કે નહીં તે જોઇ લેવું.
  • જો બેબી ડેડ હોય તો ડિસ્ટ્રક્ર્ટીવ ઓપરેશન કરીને ડીલેવરી કરાવવી.
  • ઓબસ્ટ્રક્ટેડ લેબરમાં ઇન્ટર્નલ વર્ઝન ને પરફોર્મ ન કરવું.
  • જો કેસ એ વહેલો ડિટેક્ટ થાય અને ફીટર્સ ની કંડીશન સારી હોય તો સિઝેરિયન સેક્શન પરફોર્મ કરવુ.
  • સિમ્ફાઇસીઓટોમી
    સિઝેરિયન સેક્શન ના અલ્ટરનેટિવ તરીકે આઉટ લેટમાં કોન્ટ્રાકશન હોય ત્યારે, પેલ્વિક કેવીટી ને વાઇડ કરવા માટે સિમ્ફાઇસીસ પ્યુબીસ મા ઓપનિંગ કરવામા આવે છે.

🔸3) Important of Antenatal Care-એન્ટીનેટલ કેરનું મહત્વ

એન્ટિનેટલ કેરનું ઇમ્પોર્ટન્સ:

  • એન્ટિનેટલ કેરનુ ઇમ્પોર્ટન્સ એ ફીટસ તથા મધરની ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રુવ કરવુ તથા મધર તથા ફિટસ ના વેલ્બિંગ ને ઇમ્પ્રુવ કરવુ તથા કોમ્પ્લિકેશન થતુ પ્રિવેન્ટ કરવું એ એક મેઇન ઇમ્પોર્ટન્સ છે.

1) મોનિટરિંગ મેટરનલ હેલ્થ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરવાથી મધરની ઓવરઓલ હેલ્થ ને મોનિટર કરી શકાય, જેમ કે બ્લડપ્રેશર,વેઇટ ગેઇન,તથા ઓવરઓલ વેલ્બિંગ વગેરે ને પ્રોપરલી અશેસ કરવું જેના કારણે મધર ને કોઇ પણ પ્રકારની કોમ્પ્લિકેશન હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી શકાય. તથા તેને અર્લી ટ્રીટ કરી તેને ફરધર વઝૅ થતું પ્રિવેન્ટ કરી શકાય.

2) મોનિટરિંગ ફીટલ હેલ્થ એન્ટિનેટલ કેરમા ફીટસ નુ અસેસમેન્ટ કરવુ જેમા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન,ફિટલ હાર્ટબીટ મોનીટરીંગ, તથા અધર ટેસ્ટ ને પ્રોપરલી કરવા જેના કારણે ફિટસ નુ ગ્રોથ તથા ડેવલપમેન્ટ પ્રોપરલી થય શકે. જો ચાઇલ્ડ ને કોઇપણ એમનોર્માલિટી હોય તો તેનું અર્લી ડિટેક્શન થય શકે તથા તેનું પ્રોપરલી મેનેજમેન્ટ થય શકે.

3) હેલ્થ એજ્યુકેશન એન્ટિનેટલ કેર એ એક્સપેક્ટન્ટ મધર્સ ને એપ્રોપ્રિએટ એજ્યુકેશન ની ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે.જેમા પ્રગ્નેન્સી, ચાઇલ્ડ બર્થ,બ્રેસ્ટ ફિડીંગ,ન્યુટ્રીશન તથા પેરેનટીંગ વિશેના એજ્યુકેશનની ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે. આ એજ્યુકેશન એ એન્ટીનેટલ મધર ને પ્રોપરલી ડિસિઝન લેવામા હેલ્પફુલ થય શકે છે.

4)પ્રેગ્નેન્સિ રિલેટેડ કોમ્પ્લીકેશન નુ અર્લી ડિટેક્શન કરી તેનુ પ્રોપર મેનેજમેન્ટ કરવા માટે
એન્ટિનેટલ કેર વિઝીટ કરવાથી પ્રેગ્નેન્સિ રિલેટેડ કોમ્પ્લીકેશન નુ અર્લી ડિટેક્શન કરી કરી શકાય છે તથા તેનું ટાઇમલી મેનેજમેન્ટ કરી શકાય છે. જેમ કે,
જેસ્ટેશનલ ડાયાબિટીસ,
પ્રિએક્લેમ્પસીયા, ઇન્ફેક્શન તથા બીજા પ્રેગનેન્સી રિલેટેડ રિસ્ક કે જે પ્રેગનેન્સીને અફેક્ટ કરી શકે છે.

5) પ્રિપેરેશન ફોર ચાઇલ્ડબર્થ એન્ટિનેટલ કેર સેસન માં બર્થ પ્લાનિંગ, પ્રિપ્રેશન ફોર લેબર, તથા ડીલેવરી ના ઓપ્શન્સ વિશે ડિસ્કશન કરવામાં આવે છે. આ ડિસ્કશન કરવાથી મધર તથા તેના ફેમિલી મેમ્બર્સ એ મેન્ટલી તથા પ્રેક્ટીકલી ચાઇલ્ડ બર્થ માટે પ્રિપેર થય શકે.

6) સાયકોલોજીકલ સપોર્ટ પ્રેગ્નેન્સી ના કારણે ઇમોશનલ તથા સાઇકોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે. એન્ટિનેટલ કેર માં સપોર્ટીવ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે કે જેમાં એક્સપેક્ટન્ટ મધર એ તેની એન્ઝાઇટી ,ફિયર તથા ડાઉટ્સ વિશે ડિસ્કશન કરી તેને ક્લિયર કરી શકે છે તથા તેની એન્ઝાઇટી અને ફિયર ને રીડ્યુસ કરી શકે છે અને ઇમોશનલી વેલ્બિંગ ફીલ કરી શકે છે.

7) પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ મેટરનલ એન્ડ ઇન્ફન્ટ કોમ્પ્લિકેશન એન્ટીનેટલ કેર ઇન્ટરવેન્શન માં ઇમ્યુનાઇઝેશન, આયર્ન તથા ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન, એન્ડ પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે જેના કારણે પ્રેગનેન્સી અને ચાઇલ્ડબર્થ રિલેટેડ રિસ્ક તથા કોમ્પ્લિકેશન એ પ્રિવેન્ટ કરી શકાય.

8) પ્રમોશન ઓફ હેલ્ધી બીહેવ્યરએન્ટિનેટલ કેરમાં બિહેવ્યર ને પ્રમોટ કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં સ્મોકિંગ સેસેસન, આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ અવોઇડિંગ, મેન્ટેનીંગ બેલેન્સ ડાયટ, તથા ફિઝિકલી એક્ટિવ રહેવું આ બિહેવ્યર એ હેલ્ધી પ્રેગનેન્સી આઉટકમ માટે અગત્યનું હોય છે.

9) પોસ્ટપાર્ટમ પ્લાનિંગ એન્ટિનેટલ કેરમાં પોસ્ટ પાર્ટમ કેર વિશે પણ ડિસ્કશન કરવામાં આવે છે જેમાં,પોસ્ટ પાર્ટમ કેર,
બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ તથા ફેમિલી પ્લાનિંગ ના ઓપ્શન્સ વિશે ડિસ્કસન કરવામાં આવી છે.
ઓવરઓલ એન્ટિનેટલ કેર નો ઓબ્જેકટીવ્સ એ હેલ્ધિ પ્રેગ્નેન્સી હોવી, કોઇપણ રિસ્ક તથા કોમ્પ્લિકેશન હોય તો તેનું પ્રોપરલી મેનેજમેન્ટ કરવું, ચાઇલ્ડ બર્થ માટે મધર ને પ્રીપેર કરવી, તથા થ્રોઆઉટ પ્રેગ્નન્સી સમય દરમિયાન મધર તથા ફિટસ ની હેલ્થને પ્રોપરલી મેઇન્ટેન રાખવી એ હોય છે.

🔸4) Ectopic Pregnancy- એક્ટોપિક પ્રેગનેન્સી

ડેફીનેશન

  • જ્યારે ફર્ટિલાઇઝ્ડ ઓવમ એ નોર્મલ એન્ડોમેટ્રીયલ કેવીટીની બહારની તરફ ઇમ્પ્લાન્ટ અને ડેવલોપ થાય તો તેને એક્ટોપિક પ્રેગનેન્સી કહેવામાં આવે છે.
  • એનાટોમીકલ સાઇટ ઓફ ઇમ્પ્લાન્ટેશન ઓફ એક્ટોપીક પ્રેગ્નેન્સી:
  • ટ્યુબલ પ્રેગનેન્સી એ વધારે કોમન હોય છે નોમૅલી રાઇટ ફેલોપિયન ટ્યુબમાં લેફ્ટ ફેલોપિયન ટ્યુબ કરતા વધારે જોવા મળે છે.
  • ફેલોપિયન ટ્યુબમા એમ્પયુલા એ એક્ટોપીક પ્રેગ્નેન્સિ ના ઇમ્પ્લાન્ટેશન ની મોસ્ટ કોમન સાઇટ છે.
  • જો એક્ટોપીક પ્રેગ્નન્સી ફેલોપિયન ટ્યુબ ના ઇસ્થમસ થાય તો તે એક ડેન્જરિયર્સ સાઇટ ગણાય છે જેના કારણે ટ્યુબલ રપ્ચર પણ થય શકે છે.

ઇટિયોલોજી

  • અમુક પ્રકારના ફેક્ટર્સ ના કારણે ફર્ટિલાઇઝ્ડ ઓવમ એ યુટેરાઇન કેવિટી માં માઇગ્રેશન થવામાં ડીલે થાય તેના કારણે.
  • ફર્ટિલાઇઝ થયેલા ઓમવ ને ટ્યુબમ્યુકોઝા માંજ ઇમ્પ્લાન્ટેશન થવા માટે ફેવરેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરતા ફેક્ટર્સના કારણે.
  • હોર્મોનલ ફેક્ટર ના કારણે,
    બર્થ ડિફેક્ટ ના કારણે,
    મેડિકલ કન્ડિશનના કારણે.

રિસ્ક ફેક્ટર્સ

  • પ્રિવ્યસ એક્ટોપીક પ્રેગ્નેન્સી ના કારણે,
  • યુટેરાઇન ટ્યુબમાં પ્રિવ્યસ સર્જરીના કારણે,
  • ટ્યુબલ રિકન્સટ્રક્ટીવ સર્જરીના કારણે,
  • ઇન્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેટીવ ડિવાઇસ નો યુઝ ફેઇલ્યોર થવાના કારણે,
  • અમુક પ્રકારના ઇન્ફેક્શનના કારણે જેમ કે,
  • પેલ્વિક ઇન્ફ્લામેટરી ડીસીઝ,
  • ક્લેમાઇડિયા ઇન્ફેક્શન,
  • ગોનોરિયા વગેરે,
  • ઇનફર્ટિલિટી ની હિસ્ટ્રી હોવાના કારણે,
  • આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેકનીક( ART ) ના કારણે,
  • ઇનફર્ટિલિટી ની ટ્રીટમેન્ટ ના કારણે જેમ કે,
  • ઇન વીટ્રો ફર્ટિલાઇઝેશન( IVF),
  • મધરની એજ 35 યર્સ કરતા વધારે હોવાના કારણે,
  • પ્રિવિયસ એબોર્શન નું ઇન્ડ્યુઝ કરવાના કારણે,
  • એન્ડોમેટ્રીઓસીસ ની હિસ્ટ્રી હોવાના કારણે.

લક્ષણો તથા ચિન્હો (સાઇન એન્ડ સિમ્પટોમ્સ):

એક્ટોપીક પ્રેગ્નન્સી ના લક્ષણો તથા ચિન્હો ને બે ટાઇપ માં વર્ગીકૃત કરવામાં આવેલા છે:

  • 1)એક્યુટ ટાઇપ
  • 2)ક્રોનિક ટાઇપ

1)એક્યુટ ટાઇપ

એક્યુટ ટાઇપ ની એક્ટોપીક પ્રેગ્નેન્સી માં ટ્રાયેડ સિમ્પટોમ્સ જોવા મળે છે જેમ કે:

  • એમેનોરિયા ,
  • શાર્પ કોલીકી એબડોમીનલ પેઇન ,
  • વજાઇનલ બ્લિડિંગ
  • નોઝિયા તથા વોમિટિંગ થવી,
  • પેલનેસ એ સામાન્ય રિતે હેમરેજ ના અમાઉન્ટ પર ડિપેન્ડ કરે છે.
  • શોકના સાઇન તથા સીમટોમ્સ જોવા મળવા,
  • જેમ કે,
  • રેપીડ એન્ડ ફેબલ પલ્સ,
  • બ્લડપ્રેશર ફોલડાઉન થવુ,
  • એક્સટ્રીમિટીસ એ કોલ્ડ તથા ક્લેમી થવી.
  • ડોમીનલ એક્ઝામિનેશનમાં એબડોમન એ ટેન્સ,ટીમીડ અને ટેન્ડર ફીલ થવું.
  • એબડોમીનલ ટેન્ડરનેસ થવું.
  • બોવેલ એ ડિસ્ટન્ડેડ થવું.
  • ટ્યુબલ રપ્ચર અને ટ્યુબલ એબોર્શન સાથે મેંસિવ ઇન્ટ્રા પેરિટોનિયલ હેમરેજ થાય છે.

કુલેન સાઇન પોઝીટીવ થવી: હિમોપેરિટોનિયમ ના કારણે ડાર્ક બ્લુઇસ પેરી અંબેલીકલ ઇકાઇમોસીસ જોવા મળવું.
પેલ્વિક એક્ઝામિનેશન દરમિયાન વજાયનલ એરિયા પેલ જોવા મડવુ.
યુટ્રસ એ વોટર મા ફ્લોટસ કરતું હોય તેવું લાગે છે.

2)ક્રોનિક ટાઇપ

  • ક્રોનિક ટાઇપમાં ટ્યુબલ મોલ કોમન છે
  • તેની શરૂઆતમાં ખબર પડતી નથી.
  • તેના સાઇન મા એનીમિયા થવું, બ્લાડર ઇરીટેબલિટી થવી, ટેકીકાર્ડિયા થવું અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવું.
  • એમેનોરિયા,
  • એબડોમીનલ પેઇન,
  • એબડોમીનલ પેઇન થયા પછી થોડા જ સમયમાં વજાયનલ બ્લિડિંગ થવું જે ડાર્ક કલરનું જોવા મળવું.
  • બ્લાડર ઇરિટેશન થવું.જેમ કે, ડિસયુરિયા, ફ્રિક્વન્સી ઓફ યુરીનેશન, રીટેન્શન ઓફ યુરિનેશન થવુ.
  • બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવું.
  • એક્ઝામિનેશન કરવાથી પેશન્ટ એ બીમાર હોય તેવું જોવા મળવું,
  • પેલનેસ જોવા મળવી,
  • રેસ્ટ કરવા છતાં પણ પલ્સ રેટ એ ઇન્ક્રીઝ થવા.
  • અફેક્ટેડ સાઇડ પર એબડોમીનલ ટેન્ડરનેસ થવી.
  • લોવર એબડોમીનલસાઇટ પર માસ લાઇક સ્ટ્રક્ચર ફિલ થવું જે ઇરરેગ્યુલર હોય છે.
  • સર્વિક્સ એ એક્સ્ટ્રીમ ટેન્ડરનેસ થવું.

ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:

  • હિસ્ટ્રી કલેક્શન,
    ફિઝિકલ એક્ઝામિનેશન,
    બ્લડ એક્ઝામિનેશન,
    કલડોસિન્ટેસિસ (ટેપીંગ ઓફ પાઉચ ઓફ ડોગ્લાસ),
    સોનોગ્રાફી,
    અસેસમેન્ટ ઓફ hcg લેવલ,
    લેપ્રોસ્કોપી,
    લેપ્રોટોમી,
    ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ,
    ટ્રાન્સ વજાઇનલ અલ્ટ્રાસોનોગ્રાફી( USG )
  • મેનેજમેન્ટ ઓફ એક્ટોપિક પ્રેગ્નેન્સી
  • એક્ટોપિક પ્રેગ્નેન્સી નુ મેનેજમેન્ટ એ બે ટાઇપ મા ડિવાઇડ કરવામા આવે છે,
    જેમ કે,
  • 1)એક્યુટ એક્ટોપીક પ્રેગ્નેન્સી મેનેજમેન્ટ,
  • 2)ક્રોનિક એક્ટોપિક પ્રેગનેન્સી મેનેજમેન્ટ

પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ

મધર ને કોમ્પ્લિકેશન થતી પ્રિવેન્ટ કરવી.

એક્ટોપીક પ્રેગ્નન્સી હોય તો ઇમિડિએટલી લેપ્રોટોમી પરફોર્મ કરવી કારણકે ફર્ટિલાઇઝ્ડ ઓવમ એ યુટેરાઇન કેવીટી ની આઉટસાઇડ માં સર્વાઇવ થય શકતું નથી તેથી સિરિયસ કોમ્પ્લિકેશન ને થતી પ્રિવેન્ટ કરવા માટે ટીશ્યુસ ને રીમુવ કરવામાં આવે છે.

1)એક્યુટ એક્ટોપીક પ્રેગ્નેન્સી મેનેજમેન્ટ:

  • પેશન્ટને એન્ટી શોક ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી સાથે અરજન્ટ લેપ્રોટોમી માટે પ્રીપેર કરવા.
  • પેશન્ટ ને બેડ પર ફ્લેટ લાઇ ડાઉન કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને inj.morphine 15 mg ( IM ) પ્રોવાઇડ કરવું.
    જો જરૂરિયાત હોય તો 5% dexrose ડ્રીપ સ્ટાર્ટ કરવા.
  • બ્લડ ટ્રાન્સફયુઝન માટે બ્લડનું અરેન્જમેન્ટ કરવું.
  • જો બ્લડ એ અવેઇલેબલ ન હોય અથવા વ્યવસ્થા ન હોય અને પેશન્ટ એ શોક ના સ્ટેટ માં હોય, તો પણ લેપ્રોટોમી પરફોર્મ કરવુ એ અત્યંત જરૂરી છે.
  • જેસ્ટેશનલ સેક ધરાવતી ફિલોપિયન ટ્યુબ ને લેપ્રોટોમી અને પાર્શિયલી સર્જિકલ પ્રોસિઝર દ્વારા રિમૂવ કરવામાં આવે છે.
  • સાલ્પીન્જેક્ટોમી પરફોર્મ કરવી. જેના સ્ટેપ મા,
  • પેશન્ટને હોસ્પિટલમાં રિફર કરવું,
  • પેશન્ટને ફ્લેટ બેડ પર લાઇ ડાઉન માટે એડવાઇઝ આપવી.
  • જો પેશન્ટ એ કોલેપ્સડ હોય તો તેના ફૂટએન્ડ તરફ ના બેડ ને રેઇઝ્ડ કરવું.
  • પેશન્ટનું હિમોગ્લોબિન લેવલ અસેસ કરવું.
  • પેશન્ટ માટે જો બ્લડ ટ્રાન્સફર ની જરૂરિયાત હોય તો બ્લડને રેડી રાખવું.
  • પેશન્ટને જ્યા સુધી બ્લડ એ અવેઇલેબલ ન થાય એડીક્યુએટ ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ એડમિનિસ્ટ્રર કરવું
    Ex:=Ringer lactate,
    Dexran.
  • સાલપીન્જેક્ટોમી માટે પેશન્ટ ને જનરલ એનેસ્થેશિયા માં ક્વિક લેપ્રોટોમી પરફોર્મ કરવી.
  • ત્યારબાદ ઇન્ટ્રા અંબેકસ ની લાઇન પર ઇનસિઝન મૂકવું.
  • ત્યારબાદ યુટ્રસ ને રેકોગ્નાઇઝ કરી બ્લડ નું કન્ટિન્યુઅસ્લી શકઆઉટ કરવું.
  • ત્યારબાદ યુટ્રસ ની બન્ને સાઇટ ને અસેસ કરવી જેથી ફેલોપિયન ટ્યુબમાં રહેલી જસ્ટેશનલ શેક ને આઇડેન્ટિફાય કરી શકાય.
  • ત્યારબાદ અફેટેડ ટ્યુબ તથા ઓગરીનુ ઓબ્ઝર્વેશન કરવામા આવે છે.
    ત્યારબાદ ક્લેમ્પસ ને અપ્લાય કરવામાં આવે છે.
  • ત્યારબાદ જેસ્ટેશનલ સેક વાડી અફેક્ટેડ ફેલોપિયન ટ્યુબ ને ઓવરી સાથે તથા તેના વગર પણ રીમુવ કરવામાં આવે છે.
  • ક્લેમ્પ્સને ક્રોમિક કેટગટ લિગેચર દ્વારા બદલવામાં આવે છે જેને ટાઇટ ન કરવી જોઇએ .
  • ત્યારબાદ યોગ્ય હીમોસ્ટ્રેસીસ ની ખાતરી કરવામાં આવે છે.
  • જ્યારે પેશન્ટ એ સ્ટરિઝાઇઝેશન માટે ઇચ્છે ત્યારે અધર ફેલોપિયન ટ્યુબ માટે હાઇડ્રોસાલ્પિન માટે ટ્યુબેક્ટોમી અથવા સાલ્પિંગેક્ટોમી કરવામાં આવે છે.
  • જ્યારે, પેરિટોનિયલ કેવીટીમાં બ્લડ ક્લોટ એ ફ્રી પ્રેઝન્ટ હોય તો તેને પોસિબલ હોય તેટલું શક કરવું.
  • ત્યારબાદ પેલ્વિક કેવીટી ને પ્રોપરલી નોર્મલ સલાઇન દ્વારા વોશ કરવું અને એબડોમન ને ક્વીકલી ક્લોઝ કરવું.
  • ટ્યુબના ઇન્ટર્સ્ટિશિયલ ભાગમાં રહેલી પ્રેગ્નેન્સી ના કિસ્સામાં, માત્ર જેસ્ટેશનલ શેક ને રિમૂવ કરવી જોઇએ પરંતુ કેટલીકવાર વધુ સારી હિમોસ્ટેસિસના હેતુ માટે, ક્વીકલી સબટોટલ હિસ્ટરેક્ટોમી જરૂરી રહે છે.

2)ક્રોનિક એક્ટોપિક પ્રેગનેન્સી મેનેજમેન્ટ:

  • ક્રોનિક એક્ટોપિક પ્રેગનેન્સી વાળા બધા જ કેસીસ ને ઇમરજન્સીમાં એડમિટ કરવા.
  • પેશન્ટને પ્રોપરલી અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવું.
  • પેશન્ટ ના બધા જ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી કરવા.
  • બ્લીડિંગ એ ઝડપથી અને ઇફેક્ટિવ રીતે કંટ્રોલ કરવું.
  • બ્લડ ટ્રાન્સફયુઝન અવેઇલેબલ રાખવું.
  • પેશન્ટને પ્રિબ્સ્ક્રાઇબ પ્રમાણે ઇન્ટ્રા વિનસ ઇન્ફ્યુઝન પ્રોવાઇડ કરવું.
  • શક્ય હોય તેટલું વહેલું પેશન્ટને લેપ્રોટોમી પરફોર્મ કરાવવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને લેપ્રોસ્કોપી કે લેપ્રોમીટોમી માટે પ્રીપેર કરવું.
  • ત્યારબાદ સાલપીન્જેક્ટોમી પરફોર્મ કરવા માટે એડવાઇઝ આપવી.
  • એક્ટોપીક પ્રેગ્નન્સી માં મેડિકલ મેનેજમેન્ટ સાથે એક્ટોપિક પ્રેગ્નેનેન્સી ને ફેલોપિયન ટ્યુબ પર ઇંસીઝન મૂકી અથવા ટ્યુબના સેક્સન ને દૂર કરી એકટોપીક પ્રેગ્નન્સીને રીમુવ કરવામાં આવે છે.
  • જો પેશન્ટને સપ્યુરેટિવ પેલ્વિક હિમેટોસીલ હોય તો તેનું પ્રોપરલી એન્ટિબાયોટિક પ્રોવાઇડ કરી તેમાં રહેલા પસ નુ ડ્રેઇનેજ કરવું.
  • ટ્યુબલ મોલ ને લેપ્રોટોમી તથા પાર્શિયલી ઇન્સીઝન ઓન ધ ફેલોપિયન ટ્યુબ દ્વારા રીમુવ કરવું.
  • સર્જરી થયા પછી પેશન્ટને પ્રોપરલી મેનેજમેન્ટ પ્રોવાઇડ કરવું.
  • મેડિકલ ટ્રીટમેન્ટમાં પેશન્ટને સિસ્ટેમિક મિથોટ્રેક્ઝેટ 50 mg IM પ્રોવાઇડ કરવું.
  • પોઝિટિવ Rh વુમન મા Rh એન્ટીજન એ સેન્સીટાઇઝ થતુ નથી. પેશન્ટ ને Anti D gamma globulin -50 માઇક્રોગ્રામ એ આઇસોઇમ્યુનાઇઝેશન ને પ્રિવેન્ટ કરવા માટે ઓપરેશન થયા પછી ઇમીડીયેટ પ્રોવાઇડ કરવુ .
  • ફેલોપિયન ટ્યુબના એક્યુટ રપ્ચર માં શોકમાંથી પેશન્ટને બહાર લાવવા માટે કેર પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ ના વાઇટલ સાઇન ઇન્ટેક આઉટપુટ ચાર્ટ પ્રોપરલી મેઇન્ટેન રાખવો.
  • પેશન્ટને એન્ટિબાયોટિક મેડિકેશન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટને અર્લી હલનચલન કરવા માટે એન્કરેજ કરવું.
  • પેશન્ટને પ્રોપરલી ફોલો લેવા માટે એડવાઇઝ આપવી.

⏩ Q.5 Define following (Any Six) નીચેની વ્યાખ્યા આપો (કોઈ પણ છ) 6×2=12

🔸1) Puerperal pyrexia-પ્યુરપેરલ પાયરેક્ષિયા

  • પરપેરિયલ પાયરેક્સીયા: પરપેરિયલ પાયરેક્સીયા એ એવી કન્ડિશન છે કે જેમાં ડીલેવરી થયા પછીના 14 દિવસની અંદર બોડી ટેમ્પરેચર એ 100.4°F ( 38 °C) કરતા પણ ઇન્ક્રીઝ થાય છે તેને “પર્પેરિયલ પાયરેક્સિયા” કહેવામાં આવે છે.
  • અથવા
    જ્યારે ડીલેવરી ના ફર્સ્ટ 24 hours પછી 10 days માં ઓરલ ટેમ્પરેચર બે અલગ અલગ સમય પર
    100.4°F ( 38 °C) કે તેનાથી વધારે આવે તેને “પર્પેરિયલ પાયરેક્સિયા” કહેવામાં આવે છે.

🔸2) Prolong labour- પ્રોલોન્ગ લેબર

  • જ્યારે લેબરના ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેજનો કંબાઇન ડ્યુરેસન જ્યારે 18 અવર્સ કરતા વધારે થાય તો તેને પ્રોલોન્ગ લેબર કહેવામાં આવે છે.
  • ઓછામાં ઓછા ચાર hours ના ઓબ્ઝર્વેશન માં સર્વાઇકલ ડાયલેટેસન રેટ < 1 cm/ hr અને પ્રેઝન્ટિંગ પાર્ટનું ડિસેન્ટ એઊ <1 cm/ hr હોય તેને પ્રોલોંગ લેબર કહે છે.

🔸3) Multiple Pregnancy મલ્ટીપલ પ્રેગનેન્સી

મલ્ટીપલ પ્રેગ્નેન્સી:

  • જ્યારે એક કરતાં વધારે ફીટસ એ એક સાથે અને સેમટાઇમ પર યુટ્રસ માં ડેવલોપ થાય,તો તેને “મલ્ટિપલ પ્રેગ્નન્સી” કહેવામાં આવે છે.
  • જ્યારે બે ફીટસ એ એકસાથે યુટ્રસ માં વિકાસ પામે તો તેને ટ્વીન્સ કહેવામાં આવે છે.
    જ્યારે ત્રણ ફિટસ એ એક સાથે યુટ્રસ માં ડેવલોપ થાય ત્યારે તેને ટ્રિપલેટ્સ કહેવામાં આવે છે.
    જ્યારે એક સાથે ચાર ફિટસ એ ડેવલોપ થાય તો તેને ક્વાડ્રુપ્લેટ્સ કહેવામાં આવે છે.

વેરાઇટીસ તથા ટાઇપ ઓફ ટ્વીન પ્રેગ્નેન્સિ

1) ડાયઝાઇગોટીક ટ્વિન્સ:
આ કોમનેસ્ટ એટલે કે બે ઓવાનુ ફર્ટિલાઇઝેશન એ બે સ્પરમેટોઝોઆ દ્વારા થતા ફર્ટિલાઇઝેશન નુ રિઝલ્ટ છે.
આમાં બે પ્લેસેન્ટા જોવા મળે છે.
આમા,કોમ્યુનિકેશન વેસલ્સ એ એબસન્ટ હોય છે.
આમા, બે એમ્નીઓન તથા બે કોરીઓન મેમ્બરેન હોય શકે છે.
આમાં જીનેટીક ફીચર્સ એ ડિફરન્ટ હોય શકે છે.
તે સ્કિન ગ્રાફ્ટ ને એક્સેપ્ટ કરતા નથી.

2) મોનોઝાઇગોટીક ટ્વિન્સ
આમા સિંગલ ઓવમ નુ ફર્ટિલાઇઝેશન એ સિંગલ સ્પમૅ દ્વારા થાય તેના કારણે મોનોઝાઇગોટીક ટ્વિન્સ એ ડેવલોપ થાય છે.
આમાં કોમ્યુનિકેશન વેસલ્સ પ્રેઝન્ટ હોય છે.
આમાં બે એમ્નીઓન મેમ્બરેન જોવા મળે છે.
મોનોઝાયગોટીક ટ્વિન્સમાં મોટે ભાગે સેમ સેક્સ હોય છે.
તેમાં જીનેટીક ફીચર્સ પણ એક સરખા જોવા મળે છે.
ઙ તેમાં ફિઝિકલ ફીચર્સ જેમકે આઇસ ,હેર કલર,ઇયર સેપ, પાલ્મર ક્રિસીસ સેમ જોવા મળે છે.
તે સ્કીન ગ્રાફટને પણ એક્સેપ્ટ કરે છે.

🔸4) Fibroids – ફાઇબ્રોઇડ્સ

ફ્રાઇબ્રોઇડ:

  • ફાઇબ્રોઇડ ને “યુટેરાઇલ ફાઇબ્રોઇડ” અથવા “લીઓમાયોમાસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નોન કેન્સરિયસ (બીનાઇન) ગ્રોથ છે કે જે યુટેરાઇન ટીશ્યુસ તથા મસલ્સ માં ડેવલોપ થાય છે.
  • તેઓ સાઇઝ માં ડિફરન્ટ હોય છે, નાના નોડ્યુલ્સથી લઈને મોટા માસ સુધી કે જે યુટ્રસ ના આકારને ડિસ્ટોર્ટ કરી શકે છે. ફાઇબ્રોઇડ્સ સિંગલ ગ્રોથ અથવા મલ્ટીપલ ગ્રોથ તરીકે વિકાસ કરી શકે છે, અને તે એકદમ સામાન્ય છે, 50 વર્ષની ઉંમર સુધીમાં 70-80% સ્ત્રીઓ ને અસર કરે છે.

🔸5) Inevitable Abortion- ઇનએવીટેબલ અબોર્શન

ઇનઇવાઇટેબલ એબોર્શન:

  • ઇનઇવાઇટેબલ એબોર્શન એ એવા ટાઇપ નું એબોર્શન છે કે જેમાં કન્સેપ્ટસ નુ એક્સ્પલઝન એ સર્વાઇકલ ડાયલેટેશન ની સાથે પ્રોગ્રેસ થાય છે આ એબોર્શન માં પ્રેગનેન્સી ને સેવ કરી શકાતી નથી કારણ કે તેમાં પ્લેસેન્ટાનું મોસ્ટ ઓફ પોર્શન એ ડિટેચ્ડ(યુટેરાઇન વોલ માથી) થયેલો હોય છે.
  • આ એક ક્લિનિકલ ટાઇપ નું એબોર્શન છે કે જેમાં એબોર્શન ના ચેન્જીસ એ ત્યાં સુધી પ્રોગ્રેસ થયેલા હોય કે જેમાં પ્રેગનેન્સી નું કંટીન્યુએશન અશક્ય બની જાય છે.તેને “ઇનઇવાઇટેબલ એબોર્શન” કહેવામા આવે છે.

🔸6) Mammogenesis -મેમોજેનેસિસ

મેમોજેનેસિસ:

  • મેમોજેનેસિસ એ ફિઝિયોલોજીઓફ લેટેસ્ટેશન નો ફર્સ્ટ ફેઝ છે. કે જેમાં લેક્ટેશન માટે બ્રેસ્ટ નુ પ્રિપેરેશન થાય છે. આ સ્ટેજમાં બ્રેસ્ટની ડક્ટલ અને લોબ્યુલો એલ્વીઓલર સિસ્ટમ નો ગ્રોથ થાય છે જેમાં બ્રેસ્ટ એ મિલ્ક ના સિક્રીસન માટે પ્રિપેર થાય છે.

🔸7) Bearing down effort – બેરિંગ ડાઉન એફોર્ટ

બેરીંગ ડાઉન એફોટ્સ:

  • બેરીંગ ડાઉન એફોટ્સ એ એક્સ્ટ્રા વોલ્યુન્ટરી એક્સપલ્સીવ એફોટ્સ છે જે મધર મા લેબર ના સેકન્ડ સ્ટેજમાં જોવા મળે છે તેમા ફીટસ ના પ્રેઝન્ટિંગ પાર્ટ દ્વારા વજાઇના નું સ્ટ્રેચિંગ થવાથી નર્વ રિફ્લેક ની શરૂઆત થાય છે મોટેભાગે સર્વિક્સ નું ફુલ ડાયલેટેશન થવાની સાથે એક્સપલ્ઝીવ એફોર્ટ્સ એની જાતે જ સ્ટાર્ટ થાય છે વુમન ને યુટેરાઇન કોન્ટ્રાકશનની સાથે જ સ્ટૂલ પાસ કરતી વખતે કરાતા સ્ટ્રેઇનિંગ(જોર) જેવું નીચેની તરફ પ્રેશર ઇન્ક્રીઝ કરવા માટે કહેવામાં આવે છે યુટેરાઇન કોન્ટ્રાકશન પછી તેને ડીશકરેજ કરવામાં આવે છે.

બેરીંગ ડાઉન એફોટ્સ દરમિયાન જોવા મળતા સિમ્ટોમ્સ:
મધર ની અપર લીપ ઉપર એકાએક પરસેવો થવો.
વોમિટિંગ,
તથા શો એ વિઝીબલ થાય છે.

🔸8) Partograph- પાર્ટોગ્રાફ

પાર્ટોગ્રાફ:

પાર્ટોગ્રાફ એ એ સર્વાઇકલ ડાયલેટેશન,

  • ફીટલ હેડ ડિસેન્ડ થવુ તથા લેબર પ્રોગ્રેસ માટેનો અને મધર અને ફિટલ ની કન્ડિશન નો ગ્રાફિક રેકોર્ડિંગ અને ટૂલ છે.પાર્ટોગ્રાફ દ્વારા મધર અને ફિટસ ની કન્ડિશન વિશે ઇમીડિયેટલી તથા રિલીવન્ટ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે.
  • તે એપ્રોપ્રિએટ ટાઇમ અને સમયસર રેફરલ માટે એક્શન લેવાની નીડ ને રેકોગ્નાઇઝ કરે છે. પાર્ટોગ્રાફ દ્વારા મધર તથા ફિટસ ના મોરબીડીટી તથા મોર્ટાલિટી રેટ પણ સુધારી શકાય છે.

ઓબ્જેકટીવ્સ :

  • 1) લેબર દરમિયાન ઓબ્ઝર્વેશન કરીને પ્રોપરલી રેકોર્ડ કરવા માટે.
  • 2) લેબરના લેટંટ અને એક્ટિવ ફેઝ નો ખ્યાલ આવે તે માટે.
  • 3) પાર્ટોગ્રાફ ને ઇન્ટરપ્રિટ કરીને નોર્મલ થી કોઈ ડેવિએશન થતું હોય તો તેને ઓળખીને યોગ્ય પગલા લેવા માટે.
  • 4) લેબરના પ્રોગ્રેસને જાણીને યોગ્ય સમયે એકશન લઇ ને રિફર કરી શકાય તે માટે.
  • 5) એક સિંગલ સીટ માં જ એક નજરે રેકોર્ડ જોઇ શકાય તથા ઇઝીલી હેન્ડ ઓવર થઈ શકે તે માટે.
  • 6) લેબરની ઇવેન્ટને વારંવાર રેકોર્ડ ન કરવી પડે તે માટે.
  • 7) પ્રોલોંગ લેબર અને શિક્ષણનો રેટ ઘટે તે માટે.

Q-6(A ) Write Multiple Choice Questions.

1) Which hormone is produced by corpus Luteu?

a) LH

b) TSH

c) Oestrogen

d) Progesterone

2) Which is the normal position of the uterus?

a) Atne & Retroverted

b) Anteverted & Antiflexed

c) Anteflexed & fully verted

d) Retroverted & retroflexed

3) How much weight of the non-pregnant uterus? નોન પ્રેગનેન્ટ યુટરસનુ વજન કેટલુ હોય છે?

a) 30gm

b) 40gm

c) 60gm

d) 100gm

4) Which hormone stimulates contractions of the uterus? કયો હોર્મોન યુટરસના કોન્ટ્રેકસન્સ માટે જવાબદાર છે?

a) Oestrogen

b) Oxytocin

c) Pregesterone

d) HCG

5) At full term, the placental weight is what fraction of the fetal weight? પુરા માસે પેલેસ્ટાનું વજન બાળકના વજનના કેટલામા ભાગનું હોય છે?

a )1/6

b) 1/10

c) 1/8

d )1/4

⏩ (B) Fill in the blanks, ખાલી જગ્યા પૂરો.05

1) 15-20 lobes are present in placenta are called——- પ્લેપસ્ટા મા આવેલા ૧૫-૨૦ લોબ ને——-કહે છે .Cotyledons ( કોટીલોડોન્સ),

2) Normal length of umbilical cord is——–cm . અંમ્બેલીકલ કોર્ડની સામાન્ય લંબાઈ—-cm હોય છે . 50-60 cm

3) The fusion of ovum & sperm is called —— ઓવમ અને સ્પર્મ ના ફ્યુઝન ને—–કહે છે. Fertilization (ફર્ટીલાઇઝેસન)

4) Premature separution of placenta is called ——- પ્રીમેચ્યોર સેપરેશન ઓફ પ્લેપસ્ટા ને ————કહેવાય છે. Abruption placenta ( એબ્રપ્સીઓ પ્લાસેન્ટા)

5) During pregnancy endometrium is known as— —- પ્રેગનેન્સી દરમ્યાન ઍન્ડોમેંડ્રીયમ—- —તરીકે ઓળખાય છે. Decidua ( ડેસીડયુઆ)

⏩ (C) State whether following statements are True or False. 05 નીચેના વિદ્યાનો ખરા છે કે ખોટા તે જણાવો

1) Tab. Mesoprostol can be safely administer by midwife. ટેબલેટ મેઝોપ્રોસ્ટોલ મીડવાઈફ દ્વારા સલામતી પૂર્વક આપી શકાય છે.

2) Total weight gain during pregnancy is 17 kg સગર્ભાવસ્થા દરમિયાન કુલ ૧૭ કિલો વજન વધે છે.

( Reason := એવરેજ પ્રેગનેન્ટ વુમનમાં પ્રેગ્નન્સી સમય દરમિયાન સામાન્ય રીતે 11 kg જેટલો વેઇટ ગેઇન થાય છે જેમા
1st ટ્રાઇમેસ્ટર દરમ્યાન :=1 kg,
2nd ટ્રાઇમેસ્ટર દરમ્યાન :=5kg,
3rd ટ્રાઇમેસ્ટર દરમ્યાન :=5 kg, આમ, ટોટલ 11 kg જેટલો વેઇટ ગેઇન થાય છે.17 kg જેટલો વેઇટ ગેઇન થતો નથી).

3) Abdominal girth is more than normal in oligo-hydraminious. ઓલીગોહાઈડ્રામીનસ માં એબ્ડોમિનલ ગર્થ નોર્મલ કરતા વધુ હોય છે

( Reason: ઓલિગોહાઇડ્રેમનીઓસ એ એવી કન્ડિશન છે કે જેમાં પ્રેગ્નેન્સી સમય દરમિયાન એમ્નીઓટીક ફ્લુઇડ નું અમાઉન્ટ એ રીડયુઝ થાય છે જેના કારણે પ્રેગનેન્ટ વુમન નું તેના જેસ્ટેશનલ એજ કરતાં એબડોમીનલ ગર્થ એ સ્મોલ થાય છે એટલે કે એબડોમીનલ ગર્થ એ લાર્જ થતુ નથી.)

4) Breast feeding is contraindicated for mother who is suffering with Epilepsy. એપીલેપ્સી વાળી મધર ને બેસ્ટ ફ્રીડીંગ કોન્ટ્રાઈન્ડીકેડટેડ હોય છે .

(Reason : જો મધર એ એન્ટીએપીલેક્ટીક મેડિકેશન નો ઉપયોગ કરે તો તે ચાઇલ્ડ ને અસર કરશે નહીં તો કોઈ સમસ્યા નથી )

5) Chadwick’s sign is bluish discoloration of vagina ચોડવિક’સ સાઈન વજાઈના નું બ્યુઇસ ડિસકલરેશન સૂચવે છે .

💪 💥☺ALL THE BEST ☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as GNM-T.Y-MIDWIFE-PAPER SOLU.